________________
પત્રક૩૦પ
૨૫
આ સમાગમ કરવા જોગ છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યકજ્ઞાન
મોટા પુરુષોએ ગયું છે, એમ સમજવાનું નથી. પદાર્થનો યથાર્થ બોધ છેપ્રાપ્ત થાય તેને સમ્યકુશાન ગણવામાં આવ્યું છે.
ધર્મજ જેમનો નિવાસ છે, તેઓ હજી તે ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે. તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. - દર્શનાદિ કરતાં યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો
હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતાં નિવૃત્ત ન થાઓ.
ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો છે તે એવા અર્થમાં છે છે કે અમે તમને તે સમાગમની સમ્મતિ આપવાથી તે સમાગમીઓ . વાસ્તુશાનના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે, અથવા બોધ છે, તેમજ અમારી
માન્યતા પણ છે, અર્થાત્ જેને અમે સહુ કહીએ છીએ તે, પણ અમે છે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને
મેળવવા ઇચ્છીએ છીએ.
પછી કારતક વદ એકમનો પત્ર ‘ત્રિભુવન માણેકચંદ ઉપરનો છે. “ધર્મજવાસી છે જેઓ, તેમને સમ્યકશાનની હજુ જો કે પ્રાપ્તિ નથી.” “ધર્મજની અંદર કોઈ કબીરપંથીની વાત છે. કોઈ પૂર્વભવનો એમને સંબંધ છે, ખ્યાલ છે. એટલે એના સમાગમ માટે સૂચના કરે છે. પણ છતાં વ્યક્તિની યોગ્યતા સ્પષ્ટ કરી દે છે. પેલા તો ઓળખતા પણ નથી. એને ખબર નથી. આને ખબર છે–પોતાને ખબર છે. ધર્મજવાસી છે જેઓ....” “ધર્મજ કરીને ગામ છે, “નડિયાદ પાસે “ધર્મજ' નામનું ગામ છે. તેમને સમ્યકજ્ઞાનની હા જો કે પ્રાપ્તિ નથી, તથાપિ માગનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ છે.' અંતર વૃત્તિઓ સારી છે. સમાગમ માટે દોષ નથી. એનો સત્સંગ કરવા જેવો છે.