________________
પત્રાંક–૩૦૪
૨૩
પરમાર્થ મૌન’ એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકૃત કરી છે; અર્થાત્ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તેવો ઉદયકાળ છે.' બહારની પરિસ્થિતિ, અંદરના પોતાના પરિણામની સ્થિતિ કોઈ એવો જ મેળ છે કે મૂળ પારમાર્થિક રહસ્ય છે એ ખોલીને કહેવાનું કોઈ ઠેકાણું દેખાતું નથી. અમને પણ અંદરથી એટલો વિકલ્પ ઊઠતો નથી. જાણે અમે એમાં ઠરી જઈએ. અમે તો અમારામાં ઠરી જઈએ. એ વૃત્તિ વિશેષ રહે છે.
ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે છે;...' એટલે ક્યારેક માર્ગ સંબંધીની વાતચીત કરવાની સાધારણ પરિસ્થિતિ બને છે. નહીં તો એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે મૌન્યતા અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે.' ક્યારેક થોડી સહેજે થાય એટલી વાતચીત થાય છે. બાકી લગભગ શૂન્યતા અને મૌનપણું રાખ્યું છે.
જ્યાં સુધી યોગ્ય સમાગમ થઈ ચિત્ત જ્ઞાનીપુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી.... જ્ઞાનીપુરુષના સમાગમે અને જ્ઞાનીપુરુષનું સ્વરૂપ યથાયોગ્યપણે જાણી શકે એવું જ્ઞાનનું પરિણમન થતું નથી. ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણે કારણો કેવળ જતાં નથી.' કાં તો લોકલજ્જા રહે, કાં તો એને જે જૂનો આગ્રહ છે એ છૂટે નહિ, જે ગ્રહણ કર્યું છે પહેલાં એ આગ્રહ છૂટે નહિ કા સંગદોષ છૂટે નહિ.
ત્યાં સુધી ઉપર જણાવેલાં ત્રણ કારણો કેવળ જતાં નથી, અને ત્યાં સુધી ‘સનું’ યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી.' ત્યાં સુધી એને જે Line ઉપર આવવું જોઈએ એ Line ઉ૫૨ જીવ ચડતો નથી. આઘો ને આઘો રહે છે. ભલે ઉપરટપકે ગમે તે કરે પણ Line ઉપર આવતો નથી. આમ હોવાથી તમને મારો સમાગમ થતાં પણ ઘણી વ્યવહારિક અને લોકલજ્જાયુક્ત વાત કરવાનો પ્રસંગ રહેશે.’ અમારા પિરચયમાં આવું પણ તમને સહેજે સહેજે બની જશે. કેમકે તમારામાં આ ત્રણ પ્રકારો ઊભા છે. માટે આવું અમારા રૂબરૂ સમાગમમાં પણ તમને આવો પ્રકાર ઉત્પન્ન થશે. અને તે પર મને કંટાળો છે.' એ વાત મને જરાપણ પસંદ નથી, આ પ્રકા૨ મને પસંદ નથી.
આપ ગમે તેનાથી પણ મારા સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાઓ એ મૈં યોગ્ય માન્યું નથી.' છોડી ક્યો, સંગ છોડી ો એમ કહે છે. કોઈ એવી વાતોમાં પડો નહિ. વધારે ક્યાંય સંગ કરો નહિ, અમારો સંગ–સમાગમ થયો છે