________________
૨૧
પત્રીક-૩૪ વાત નથી કરતા એના આ ત્રણ કારણ મને દેખાય છે. એવા કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કરાક્ષ આવે એવી દશા ઘણું કરીને મને રહેતી નથી. કેટલી પોતાની પરિણામની સ્થિતિ છે એ બતાવે છે કે સામાન્ય રીતે સામા જીવનો અવગુણ દેખાય તો સીધી નહિ તો આડકતરી રીતે એના ઉપર કટાક્ષ થાય છે. તો કહે છે કે નહિ મને તો એ પણ નથી થતું. મારી કોઈ સુધરતી સ્થિતિ એવી છે કે મને એવા કોઈ પ્રાણીનો ખ્યાલ આવે તોપણ કયક્ષ થાય એવા પરિણામ મને નથી થતા.
મુમુક્ષુ :- બસોભાગભાઈ જેવા પાત્ર મળીને. પૂજ્ય ભાઈશ્રી :- હા, તો પણ એમને. મુમુક્ષુ :- ...
પૂજ્ય ભાઈશ્રી :- ખ્યાલ છે છતાં તમને કોઈ દિવસ એ વિષય ઉપર કટાક્ષ નથી કર્યો.
મુમુક્ષુ :- સોભાગભાઈ ખાસ દોષ લખતા હતા.
પૂજ્ય ભાઈશ્રી – હા. દોષ હતા એની વાત કરી. અને એવા કારણો તમારા ઉપર કે કોઈ પ્રાણી ઉપર હોય તો અમને કટાક્ષ નથી આવતો.
મુમુક્ષુ - અમારા જેવાની તો કોઈ સ્થિતિ...
પૂજ્ય ભાઈશ્રી - વિચારવા જેવો વિષય છે. આ સ્વાધ્યાયનો એ તો લાભ છે કે પોતે પોતાનું માપ સમજી શકે.
મુમુક્ષુ :- “સોભાગભાઈ ઉપરનો એક ઠપકો દેખાય છે પણ ખરેખર એના પ્રત્યેની કરુણા, અનુરાગ છે.
પૂજ્ય ભાઈશ્રી :- ઘણી કરુણા છે. મુમુક્ષુ - સીધી રીતે ઠપકો લાગે.
પૂજ્ય ભાઈશ્રી – હા, ક્યાંક ક્યાંક કડક ઠપકો પણ આપ્યો છે. ક્યાંક ક્યાંક એમનું બહુમાન પણ કર્યું છે. બધી રીતે બને બાજુથી ઘડે છે. એમના પરિણમનનું ઘડતર જાણે કરતા હોય. ઘણી કરૂણા છે.
પ્રશ્ન :- સમાગમીઓનું વલણ એમાં શું કહેવા માગે છે ?
સમાધાન :- સમાગમીઓનું વલણમાં એમને એ તો વેદાંતના માન્યતાવાળા હતા ને ગોસળિયા...