________________
૨૦
ગુજહૃદય ભાગ-૫
વિવેક થયો એ એનું ઉપાદાન નહિ ? ઉપાદાન વગ૨ એને એમ થયું ? મેળ શું ? મુમુક્ષુ :– સત્પુરુષનો પ્રશ્ન નથી. કુસંગ અને અસત્સંગની વાત છે. સત્પુરુષને માટે કોઈ પ્રશ્ન જ નથી.
પૂજ્ય ભાઈશ્રી :– એ તો પરિણામ તો પોતાના છે ને ! જે સંગ કરે, જે બાજુનો સંગ કરે પરિણામ તો પોતાના છે ને. તો ઉપાદાનની દૃષ્ટિથી તો પહેલો વિચાર કરવો જોઈએને કે આમાં ઉપાદાને શું કામ કર્યું ? પછી નિમિત્તને ગણો. પછી નિમિત્તનું મૂલ્ય કરો કે અવમૂલ્યન કરો. મૂલ્યાંકન કરવું કે અવમૂલ્યન કરવું એ તો પછીની વાત છે. એના પોતાના પરિણામ શું ઉપાદાનમાં ? એ વિચાર કરી લે એટલે કાંઈ ન સમજાય એવી વાત નથી.
મુમુક્ષુ :– પ્રશ્ન તો એમાંથી ઊભો થયો કે કોઈપણ જાતની બાહ્ય ક્રિયા વગર ‘શ્રીમદ્ભુ’ પામ્યા. એના ઉપરથી આ વિચાર આવ્યો.
પૂજ્ય ભાઈશ્રી :– હા, એ તો બાહ્મક્રિયાનું એવું કોઈ મૂલ્ય નથી. પણ પોતાને સહેજે આવે તો કોઈ શુભ છોડીને અશુભ જવાનો પ્રશ્ન નથી. સહેજે ભાવ આવે તો શુભ છોડીને અશુભમાં જવાનો પ્રશ્ન નથી. તેમ બાહ્મક્રિયાના હિમાયતી થઈને એમાં લાગ્યા રહેવું એ તો અર્થ વગરની વાત થઈ, સમજણ વગરની વાત થઈ.
મુમુક્ષુ :- બાહ્યક્રિયામાં વચ્ચે સ્વચ્છંદ થઈ જાય એવું તો ન જ આવે ને ? પૂજ્ય ભાઈશ્રી :– એ તો ઉપાદાન તપાસતો હોય એને સ્વચ્છંદ ન થાય. જેને પોતાના પરિણામનો ખ્યાલ છે એને એ સ્વચ્છંદ નહિ થાય. એ તો નિષ્પક્ષપણે પોતાના દોષ જોશે તો સ્વચ્છંદ નહિ થાય. નહિતર તો બાહ્યક્રિયા ક૨શે તોપણ સ્વચ્છંદી થાશે, શાસ્ત્ર વાંચીને પણ સ્વચ્છંદી થશે, ક્રિયા કરીને પણ સ્વચ્છંદી થશે. ક્રિયાનું અભિમાન થાય જ છે ને! શાસ્ત્રના ક્ષયોપશમનું અભિમાન થાય છે, ક્રિયાનું અભિમાન થાય છે. એ બધો સ્વચ્છંદ જ છે ને ! બીજું શું છે ? કાંઈ અશુભમાં જ જાય તો સ્વચ્છંદ કહેવાય એવું થોડું છે ?
મુમુક્ષુ :– ભગવાનના સમવસરણમાં જઈને પણ સ્વચ્છંદી થાય. પૂજ્ય ભાઈશ્રી :- ત્યાં પણ સ્વચ્છંદ કરે.
એટલે સમાગમ ઉપર એમણે ‘સોભાગભાઈ’નું ધ્યાન ખેંચ્યું છે. અને લોકલજ્જા લોકસંજ્ઞા કે લોકો શું બોલશે ? એ કારણનાં મૂળ હોય છે.' જે મન ખોલીને તમે