________________
ચજહૃદય ભાગ-૫ માટે થોડુંક પણ કાર્ય કર્યું. એ બધી મિથ્યાત્વનો દોષ લાગે છે . | મુમુક્ષુ - સીધો સ્વરૂપનો પુરુષાર્થ ઊપડતો હોય તો પછી આ બધી જંજાળ છોડી
૨T?
દેવી.
પૂજ્ય ભાઈશ્રી - કાંઈ પ્રશ્ન જ નથી. કોઈ આવશ્યકતા નથી. મુમુક્ષુ :- પછી આ બધી જંજાળમાં ખપી.
પૂજ્ય ભાઈશ્રી - એટલે તો કહ્યું ને “સોગાનીજીએ કે, “ષટું આવશ્યક નહીં હૈ, એક હી આવશ્યક હૈ” રાજી રાજી થઈ ગયા. આત્મધર્મમાં જ્યાં એક આવશ્યકની વાત સાંભળી તો વિકલ્પથી થાક્યા હતા. વિકલ્પની વેદના હતી. હું ! છ નહિ એકથી કામ થાય? વાહ ! બસ ! માર્ગ જ આ છે. એટલો અંદરથી હર્ષ આવ્યો છે.
મુમુક્ષુ :- મેટ્રિક સુધી ભણ્યા પછી બી.એ. થવાય કે નહિ ?
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો એમ જ છે. મેટ્રિક પછી બી.એ. થવાય છે. સીધું બી.એ. નથી થવાતું. એ વાત ઠીક છે.
મુમુક્ષુ :- .
પૂજ્ય ભાઈશ્રી :- પણ આગ્રહ રાખવા માટે કોઈ વાત નથી. છતાં પણ મેટ્રિકનો આગ્રહ રાખવા માટે એ વાત નથી. એટલી મર્યાદા રહેલી છે. પછી એનો અર્થ મન ફાવે એમ લોકો કરે છે. પહેલાં કેટલાક શુભભાવ કરીએ પછી શુદ્ધતાનો વારો આવે ને! માટે અમને પહેલાં કેટલાક શુભભાવ કરવા દ્યો, એમ કહે છે. પછી પેલી વાત અમને સંભળાવજો. એ પણ સમજતા નથી.
મુમુક્ષુ :- બને વસ્તુ થાય છે. એમાં ક્રિયા પણ થાય છે અને સાથે...
પૂજ્ય ભાઈશ્રી - એટલે પોતાને ક્યારે શું કરવું આ વાત ઉપર એનો-જીવનો વિવેક કામ કરવો જોઈએ. જીવનો વિવેક-મને ક્યારે શું કરવા યોગ્ય છે ? એક તો સમય સમયની યોગ્યતા છે. એક સરખી યોગ્યતા રહેવાની નથી. કોઈ જીવના પરિણામની નહિ રહે. એણે એ વિચાર કરવાનો છે. એ જો એને વિવેક કરતા આવડે તો સાંગોપાંગ પાર ઊતરે નહિતર ગોથા તો ખાધા જ છે અનંત કાળથી, એમ ગોથા ખાધા જ કરવાનો છે.
એટલે તો શ્રીમદ્જી એને સત્યરુષ પાસે લઈ જાય છે કે કદાચ તારી ભૂલ થવાની સંભાવના એટલી બધી છે કે આ વિષયમાં લગભગ તું ભૂલ જ કરતો આવ્યો.