________________
૧૬
રાજહૃદય ભાગ-૫ પૂજ્ય ભાઈશ્રી :- હા ! અને ત્યાં પણ દુઃખી નથી. મોટી વાત તો એ છે કે ત્યાં પણ દુખી નથી. ત્યાં અત્યારે તીર્થકર નામ અને ગોત્રકર્મ બંધાય એવા શુભ પરિણામ ત્યાં એમને થાય છે, કર્તબુદ્ધિએ નહિ. સહેજે એવા પરિણામ થાય છે કે ત્યાં તીર્થંકર પ્રકૃતિના દળિયા બંધાય છે એ બધા. એવા ભાવ કરે છે.
મુમુક્ષુ :- આટલું બધું દુઃખ પડતું હોય તોપણ .
પૂજ્ય ભાઈશ્રી - તોપણ... તોપણ... બધું પડ્યું રહે. આ માણસ બહુ પીડામાં હોય, એટલી બધી પીડા સહન ન થાય એવી પીડા હોય, એમાં ઓચિંતું ખબર પડે કે, પચ્ચીસ વર્ષે ખોવાઈ ગયેલો છોકરો ઓચિંતો આવ્યો છે. પીડા પડી રહે કે ન પડી રહે ?
મુમુક્ષુ :- ઘડીકવાર પડી રહે.
પૂજ્ય ભાઈશ્રી :- જો ઘડીકવાર થઈ શકે તો એ લંબાઈ શકે છે. એવી શક્યતા તો ખરી કે નહિ ? પછી તો એને કેવી રીતે લંબાવવું એ બીજો વિષય થઈ ગયો. આ બે પૈડાની સાઈકલ ફરે છે ને ? એ ઘડીક જ સ્થિર રહે છે. જાજીવાર રાખો તો પડી જાય. તો પછી એના ઉપર લોકો માઈલો સુધી દુનિયાની મુસાફરી કરે છે. જો ઘડીક સ્થિર રહે તો આખી દુનિયાની મુસાફરી કરે છે. પણ ઘડીક સ્થિર રહેવી તો જોઈએ ને ! પછી કેટલી લંબાવવી એ બીજો વિષય થઈ ગયો. એમ છે. ગમે તેવી પીડામાં એક રાગથી પીડાથી છૂટી શકાય છે તો પછી વીતરાગતાથી પીડાથી છૂટી શકાય એમાં ન સમજાય એવું શું છે ?
મુમુક્ષુ :- બન્નેના નિમિત્ત કારણોમાં પણ ફેર છે ને ? પૂજ્ય ભાઈશ્રી :- મોટો ફેર છે. ઘણો ફેર છે. અવલંબનના કારણમાં મોટો ફેર છે. એને અવલંબન એક છોકરો છે એ ક્ષણિક છે. આને અવલંબન પોતાનો ત્રિકાળી શુદ્ધ પરમાત્મા છે. એટલો બધો અવલંબનમાં ફરક છે.
મુમુક્ષ :- શ્રીમદ્જી' એ ભલે બાહ્ય ક્રિયા ન કરી હોય પણ એ ભાવથી તો બધું વિવેક-અવિવેક, એ બધું તો છે ને !
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ તો છે જ ને. એ તો એના વ્યવહારના સ્થાનમાં વ્યવહારના પરિણામ થાય તો પણ ઠીક, ન થાય તો ઠીક. એની યોગ્યતા એને બળે છે. જેમકે “ભરત મહારાજાને પંચ મહાવ્રતની ક્રિયાઓ ન થઈ. દીક્ષા લીધા પછી