________________
પત્રાંક-૩૦૪
૧૫ નથી, તીર્થયાત્રા કરી નહિ. છ આવશ્યક કર્યા નહિ અને અનુભવ થઈ ગયો તો પછી આ બધું આયુષ્ય જંજાળમાં જ જાય છે ?
સમાધાન - હા ! ઝાઝું તો શું છે કે ક્રિયાનો જે વિશેષ પ્રકાર છે એ તો બાળજીવો માટે છે. જ્ઞાનીઓને સહેજે વૃત્તિ ઊઠે અને કરે છે પણ બાળજીવો એને વધારે અનુસરે છે.
મુમુક્ષુ – એમને તો અનુભવ પહેલાં પણ કોઈ એવી ક્રિયા, જૈનમાર્ગ પ્રમાણેની કોઈ ક્રિયા દેખાતી નથી.
પૂજ્ય ભાઈશ્રી - એ તો કહ્યું ને ? કે શ્રેણિક મહારાજાનું (કાવ્યમાં) ગાયું કે ન ગાયું ? “નહિ ત્યાગ વસ્તુ કોઈનો શ્રેણિક ઠાણાંગ જોઈ લ્યો’ એને કોઈ વસ્તુનો ત્યાગ છે નહિમહાપવા તીર્થંકર થશે.' તીર્થકર થશે અને એક જ ભવ પછી તીર્થંકર થશે. બાહ્ય ક્રિયાથી તો કાંઈ મોક્ષમાર્ગ છે નહિ. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં આવે છે અને વ્યવહારથી ઊંચી કોટીના પરિણામ ન હોય એટલી એની મર્યાદા છે એટલા પૂરતી વાત કરી.
પ્રશ્ન :- દિગંબર મંદિરે દર્શન કરવા ગયા હોય કે કાંઈ નહિ ?
સમાધાન :- ગુલાલવાડીમાં જતા હતા. મુંબઈ' હતા ત્યારે ગુલાલવાડીના દિગંબર મંદિરમાં દર્શન કરવા જતા હતા એ વાત એક જગ્યાએ આવે છે. ભગવાનના ચરણ પળાગ્યા–ચરણ સ્પર્શ–કર્યા, એમ. એટલે ઉલ્લેખ આવે છે. પણ છતાં એથી એનું કોઈ મહત્ત્વ નથી. એનું કોઈ એટલું મહત્ત્વ નથી જેટલું એમનું મોક્ષમાર્ગની અંદર પુરુષાર્થનું મહત્ત્વ છે. એની આગળ બીજું કોઈ શુભભાવનું એટલું મહત્ત્વ નથી.
મુમુક્ષુ :- “શ્રેણિક રાજા સાતમી નરકમાંથી પહેલી નરકમાં આવી ગયા. સાતમી નરકના દળિયા બાંધ્યા હતા અને પહેલીમાં આવી ગયા. એટલા બધા ખતમ કરી નાખ્યા.
પૂજ્ય ભાઈશ્રી - એ તો સ્થિતિ ટુંકાઈ જાય છે. ગતિ નથી બદલતી, સ્થિતિ બદલાઈ છે. મોક્ષમાર્ગમાં આવી ગયા. ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે. ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું. કોઈ વ્રત પચ્ચખાણ નહોતા લીધા. પણ ક્ષાયિક સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું એટલે આવી ગયા, સ્થિતિ ટુંકાઈ ગઈ, એમ. એ તો મોટી વાત છે ને ! ક્ષાયિક સમ્યગ્દર્શન કહે કોને !!
મુમુક્ષુ - સ્વરૂપ રમણતા વધી ગઈ.