________________
પત્રાંક-૩૪
૧૯ છો. તારે તારા હિત માટે ક્યારે શું કરવું એ વિષયમાં તે અનંતવાર ભૂલ કરી છે. લાખ-કરોડવાર ભૂલ નથી કરી, અનંતવાર ભૂલ કરી છે. આ તને સહેલો ઉપાય બતાવીએ છીએ કે જ્યારે ખરેખર ભવરોગ છે જ તને ખબર પડી કે આ ભવરોગ છે, ભયંકર ભવરોગ છે એને ટાળવા જેવો છે. ત્યારે સારા વૈદ્ય, ડોક્ટર પાસે જાને હવે હાથે દવા કરવા કરતા. તને શું એમાં વાંધો છે ? આપત્તિ શું છે તને ? કે જેના જાણકાર તને સીધો જ રસ્તો બતાવે, ક્યાંય ભૂલવા જ ન દયે. આથી વધારે સુગમતા બીજી કઈ જોઈએ ? એક તો સત્પષ મળવા જ દુર્લભ છે. પણ જો મળે તો પછી તું ચૂકીશ નહિ. એક તો મળવા દુર્લભ છે પણ કદાચ તને કોઈ પરમ પરમ પુણ્યયોગે મળે તો પછી હું એ વિષયમાં ભૂલ કરતો નહિ. એ તો આખા ગ્રંથનું કેન્દ્રસ્થાન, કેન્દ્રબિંદુ જ આ છે, એમને જે કહેવું છે આખા ગ્રંથમાં..
મુમુક્ષુ - આવી તક ફરીવાર મળે નહિ પૂજ્ય ભાઈશ્રી :- મળે નહિ એવી વાત છે. “સોભાગભાઈ'... મુમુક્ષુ - નિમિત્તાધીન દષ્ટિ થઈ જવાની આશંકા થઈ જાય છે. પૂજ્ય ભાઈશ્રી - ના ના ! પણ વિવેક છે કે નહિ ? પોતાને ક્યાં જાવું અને ક્યાં ન જાવું. એ નિમિત્તાધીન તો પડ્યો છે. નિમિત્તાધીન દૃષ્ટિમાં ન હોય તો થઈ જવાની વાત છે, પડ્યો જ છે, નિમિત્તાધીન જ પડ્યો છે. નિમિત્તે કરીને હર્ષ થાય છે, નિમિત્તે કરીને શોક થાય છે. કાંઈક ઉદયમાં આઘુંપાછું થઈ જાય, બે લાકડા આઘાપાછા થઈ જાય તો રોવા મંડે. આંસુડાં પડે છે. અને કાંઈક ઠીક થઈ જાય તો હરખ સમાતો નથી. નિમિત્તાધીન તો પડ્યો છે. ક્યાં નિમિત્તાધીન નથી ? .નિમિત્તાધીન જ છે પોતે.
એને તો ખરેખર ઉપાદાનનો ઘણો વિવેક થયો છે એમ ગણવું જોઈએ. પોતાના ઉપાદાનનો સુધાર કરવાનો ઘણો વિવેક થયો છે એમ ત્યાં ગણાય છે. નિમિત્તાધીનપણું ગણે છે એ તો ઊંધું ગણે છે, વિપરીત ગણે છે અથવા ઘણી વક્રતાથી એ નજર ઊભી થયેલી છે. એમાં ખરેખર તો વક્રતા વધારે છે. સીધી વાત તો લેવી જોઈએ.
મુમુક્ષુ - નિમિત્તને બહાને ઊંધો ચાલે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એમ કહે આ સત્પષની મુખ્યતામાં તો નિમિત્તાધીન દષ્ટિ આવી જાય છે અને એને કુસંગમાં નહિ જવાને બદલે પરમસત્સંગમાં જવાનો