________________
પત્રાંક–૩૦૪ સાતમા ગુણસ્થાનથી શ્રેણી માંડી દીધી. છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રવેશ જ ન કર્યો. ટપીને ગયા. તો છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયાનું મૂલ્ય છે ? શ્રેણીનું મૂલ્ય આંકવું છે કે છઠ્ઠા ગુણસ્થાનની ક્રિયાનું આંકવું છે ? શુભભાવનું આંકવું છે ? કોની કિમત કરવી છે ? એ તો જેને શુભભાવનું મહત્ત્વ છે એને એવો વિચાર આવે છે કે એના મહત્ત્વનું શું ? એ શુભભાવ એને હોય કે ન હોય ? પણ એથી ઊંચી કોટીના પરિણામ થયા પછી એવી વાત વિચારવાની વાત ક્યાં રહે છે ? સોમાં નવ્વાણું આવી ગયા. કોઈ એમ કહે કે, મારી પાસે સો રૂપિયા છે. તો કહે નવ્વાણું છે કે નહિ ? પણ એ પ્રશ્ન જ અસ્થાને છે. સોમાં નવ્વાણું આવી જ જાય છે.
મુમુક્ષુ – મારો પ્રશ્ન એ છે કે, ભલે બાહ્ય ક્રિયા ન થઈ પણ ભાવમાં બધો એ જાતનો વિવેક (હતો).
પૂજ્ય ભાઈશ્રી – યોગ્યતા બધી હોય જ છે. ઉપયોગ થાય ન થાય એ જુદી વાત છે. યોગ્યતા ગુણસ્થાન બહાર અશુદ્ધ પરિણામની હોતી નથી. અશુદ્ધ પરિણામ છે. શુભભાવ છે તે અશુદ્ધ પરિણામ છે. એની મર્યાદા, એની યોગ્યતા એના ગુણસ્થાનની બહાર નથી જતી. અને જે ઉપરની કોટીમાં જાય છે એને તો પ્રશ્ન જ નથી કે એની કોઈ યોગ્યતા નીચે જાય.
આ તો પ્રશ્ન ત્યાંથી ચાલે છે કે અત્યારે જે આપણે ક્રિયાઓ કરીએ છીએપૂજા, ભક્તિ, દાન, શાસ્ત્ર સ્વાધ્યાય એ બધા જ્ઞાની તો આવું નથી કરતાં દેખાતા. કેટલાક જ્ઞાનીઓ આવું બધું કરતા નથી દેખાતા. એની કોઈ આવશ્યક્તા નથી. બહુ ભાગ તો ટોળાબંધપણે દેખાય છે એમાં બાળજીવોને અશુભમાં ન ચાલ્યા જાય એટલે એક પરંપરાની ગોઠવણી કરવામાં આવે છે. નહિતર અશુભમાં ચાલ્યા જાય છે, લોકો પોતાના ઉદયની પ્રવૃત્તિમાંથી ઊંચા આવતા નથી અને કાંઈ કરતા નથી અને શુદ્ધતાની એને યોગ્યતા નથી તો એને દેવ-ગુશાસ્ત્રની ભક્તિ-પૂજા આદિમાં લગાવે છે. જ્ઞાનીઓ પણ કોઈ વાર એ પ્રેરણા આપે, એને ત્યાં લગાડે. પણ જેની જેટલી કિમત છે એટલી એની કિમત સમજવી.
મુમુક્ષુ :- એમાં લાભ માને તો દોષ.
પૂજ્ય ભાઈશ્રી :- અધર્મ-મિથ્યાત્વનો દોષ. દોષ એટલે મિથ્યાત્વનો દોષ થાય. એનાથી લાભ માને કે કાંઈક મેં કર્યું. કલ્યાણનું કાંઈક નિમિત્ત થયું. કાંઈક કલ્યાણ