________________
૧૪
ચજહૃદય ભાગ-૫ મુમુક્ષુ - ભાઈને પ્રશ્ન થયો ત્યાં તમે જ જવાબ આપી દીધો. સત્સંગ, કુસંગ, અસત્સંગ એ તો નિમિત્તાધિન દૃષ્ટિ છે, અપરાધ પોતાનો છે. - પૂજ્ય ભાઈશ્રી - અપરાધ તો પોતાના જ છે. કુસંગમાં શું છે કે એવા હીન ગુણીઓનો સંગ કરવાની પોતાની પ્રીતિ છે. માટે કુસંગને વધારે નિષેધવામાં આવ્યો છે એ તો નિમિત્તના નિષેધથી ઉપાદાનનો નિષેધ છે. કુસંગ કોને કહીએ ? કે હીન ગુણીઓનો, અવગુણીઓનો, વિરાધક જીવોનો સંગ. તો એ તો પોતે કરે છે. પોતે અપેક્ષા રાખે છે, પોતે સંબંધ રાખવાનું સમજે છે કે આપણે સંબંધ તોડવો ન જોઈએ. આપણે સંબંધ રાખવો જોઈએ. કાંઈને કાંઈ એને અંદરમાં ઊંડે ઊંડે કારણ રહી જાય છે. તો ખેરખર તો એની વૃત્તિનો-કુસંગની વૃત્તિનો-નિષેધ છે. કુસંગ તો કુસંગના ઘરે છે પણ તું પોતે સંગ કરે છે, એમ અસત્સંગમાં સંયોગો તો સંયોગો છે, તારા પૂર્વના અપરાધને લઈને, પણ તને રાગ-દ્વેષ થાય છે એ તો તારા કારણથી થાય છે. એમ લેવું છે, મૂળમાં એમ લેવું છે. - મુમુક્ષુ – નિમિત્તના નિષેધમાં એના ઉપાદાનનો નિષેધ આવી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- ઉપાદાનનો નિષેધ છે જ, ચોક્કસ નિષેધ છે. એકાંતે તો નિમિત્તનો નિષેધ કરવા યોગ્ય જ નથી. એ તો એક સત્સંગ અને અસત્સંગ, પરમ સત્સંગ અને કુસંગ વચ્ચેનો તફાવત જાણીને પોતાની વૃત્તિમાં વિવેક કરવા યોગ્ય છે. વિવેક તો ઉપાદાનનો વિષય છે ને ! તો સામે જે તફાવત છે એ તાવત જાણીને પોતાની વૃત્તિ કઈ બાજુ વળે છે એનો વિવેક કરવા જેવો છે. વાત તો સરવાળે ઉપાદાન ઉપર આવીને ઊભી રહે છે.
મુમુક્ષુ - બે જોડકા લીધા–પરમ સત્સંગ અને આની સામે કુસંગ લીધો.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એની સામે એટલું જ અનિષ્ટ છે આ જેટલું ઇષ્ટ થાય નિમિત્તપણે એટલું જ આ પોતાની વૃત્તિથી અનિષ્ટ પડે છે. અને અસત્સંગ છે અને સત્સંગ છે. અસત્સંગ તો કુદરતી સંયોગો છે. સત્સંગ તો પોતે ખોજે કે મને ક્યાં સંગ મળે એવો છે. સતુનો સંગ થાય એવી સતુની વાર્તા ક્યાં થઈ શકે એવું છે?
ક્યા એવા પાત્ર છે ? કોણ એવા યોગ્ય છે ? એનો વિવેક વિચાર પોતે કરે, એની ખોજ પોતે કરે-શોધ પોતે કરે.
પ્રશ્ન :- અહીંયાં એક પ્રશ્ન એવો ઊઠે કે શ્રીમદ્જી' એ તો કોઈ અર્ધ ચડાવ્યા .