________________
પત્રાંક-૩૦૪
વિવાણિયા, કાર્તિક સુદ ૧૯૪૮
યથાયોગ્ય વંદન સ્વીકારશો. સમાગમમાં આપને બે ચાર કારણો મન ખોલી વાત કરવા દેતાં નથી. અનંત કાળનું વલણ, સમાગમીઓનું વલણ અને લોકલજજા ઘણું કરીને એ કારણનાં મૂળ હોય છે. એવાં
કારણો હોય તેથી કોઈ પણ પ્રાણી ઉપર કટાક્ષ આવે એવી દશા તે ઘણું કરીને મને રહેતી નથી. પણ હાલ મારી દશા કંઈ પણ લોકોત્તર વાત કરતાં અટકે છે; અર્થાતુ મન મળતું નથી.
પરમાર્થ મૌન એ નામનું એક કર્મ હાલ ઉદયમાં પણ વર્તે છે, તેથી ઘણા પ્રકારની મૌનતા પણ અંગીકત કરી છે; અર્થાતુ પરમાર્થ સંબંધી વાતચીત કરવાનું ઘણું કરીને રાખવામાં આવતું નથી. તેવો ઉદયકાળ છે. ક્વચિત્ સાધારણ માર્ગ સંબંધી વાતચીત કરવામાં આવે
છે; નહીં તો એ વિષયમાં વાણી વડે, તેમજ પરિચય વડે મૌન્યતા છે અને શૂન્યતા ગ્રહણ કરવામાં આવી છે. જ્યાં સુધી યોગ્ય સમાગમ છેથઈ ચિત્ત જ્ઞાની પુરુષનું સ્વરૂપ જાણી શકતું નથી, ત્યાં સુધી ઉપર
જણાવેલાં ત્રણ કારણો કેવળ જતાં નથી, અને ત્યાં સુધી “સતુ નું
યથાર્થ કારણ પ્રાપ્ત પણ થતું નથી. આમ હોવાથી તમને મારો સમાગમ ન થતાં પણ ઘણી વ્યાવહારિક અને લોકલજજાયુક્ત વાત કરવાનો પ્રસંગ
રહેશે; અને તે પર મને કાળો છે. આપ ગમે તેનાથી પણ મારા તે સમાગમ થયા પછી એવા પ્રકારની વાતમાં ગૂંથાઓ એ મેં યોગ્ય
માન્યું નથી.