________________
૧૦
ચજહૃદય ભાગ-૫ એ ગડબડ સ્પષ્ટ જોવામાં આવે છે.
અહીંયાં વેદાંતની જે માન્યતા છે એના ઉપરથી વાત કાઢી છે. “જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.” અથવા તો જ આ સંસારમાં તરીને ચાલી શકાશે, નહિતર અપરાધમાં આવ્યા વિના રહેવાશે નહિ. નિરપરાધિપણે નહિ જીવી શકાય. કોઈને કોઈ રીતે વિરાધના થઈ જશે એમ કહેવું છે.
મુમુક્ષુ - એક એક વચન મુમુક્ષુ માટે અમૂલ્ય છે.
પૂજ્ય ભાઈશ્રી – હા, એક એક વાત એકદમ (કામની કરી છે. આ તો મુમુક્ષુને જ લાઇનદોરી આપી છે. ખરેખર તો જ્ઞાનીએ મુમુક્ષુને લાઈનદોરી આપી છે કે તારે જગતમાં રહેવું હોય, સંસારમાં રહેવું હોય તો આ રીતે રહે તો બચી શકીશ નહિતર નહીં બચે, બચવું મુશ્કેલ છે. . . . . -- - . .. . . . . . . | મુમુક્ષ - એમણે Challange આપી છે એ આજે યથાર્થ લાગે છે, મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. - પૂજ્ય ભાઈશ્રી :- હા. મારી પાસેથી લેજે. એ તો Guaranteed વાત છે. કોઈ મહાન પ્રમાણિક વ્યક્તિએ Guarantee આપી છે. કોઈ સામાન્ય માણસે Guarantee નથી આપી. વિશ્વાસ તો પ્રમાણિકતા ઉપર જ મુકાય છે. તો એકદમ પ્રમાણિક પુરુષની - Guarantee છે-ખાત્રી છે.
“જગત આત્મરૂપ માનવામાં આવે.” એટલે બધા આત્મા મારા જેવા છે. પેલા વેદાંતી) લોકો પરમબ્રહ્મ કહે છે ને ! એક આત્મામય (છે). તો અહીંથી આમ કાઢ્યું. આખું જગત આત્મામય છે એટલે બધા આત્મા મારા જેવા છે. કોઈ મારા કરતા હણો છે એમ નથી લેવાનું.
મુમુક્ષુ :- બધા ભગવાન છે. પૂજ્ય ભાઈશ્રી - બધા ભગવાન છે. ભગવાન આત્માની દૃષ્ટિ. સીધી વાત છે.
જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; જે થાય છે તે કુદરતી યથાસમયે છએ દ્રવ્યોની પર્યાય, પોતાના ગુણધર્મ અનુસાર યોગ્ય જ પરિણમે છે, બીજી રીતે પરિણમતી નથી. આ પંચમકાળ છે અત્યારે, તો.