________________
જહૃદય ભાગ-૫ “મગનલાલ, કિલાભાઈ, ખુશાલભાઈ વગેરેની આણંદ આવવાની ઇચ્છા છે. પોતે વવાણિયાથી મુંબઈ જવાના હશે... એ સમયમાં આ ટ્રેન-રેલવે ચાલુ થઈ ગયેલી. એટલે ત્યાં થઈને પસાર થવાના હશે. “મુંબઈ પહોંચ્યા છે. વચ્ચે “મોરબી અઠવાડિયું રોકાઈને જવાના હતા. આણંદ માગશર સુદ બીજ. “આણંદ પણ ગયા છે. માગશર સુદ બીજે “આણંદા છે. અને મુંબઈથી પહેલો પત્ર માગશર સુદ ૧૪નો છે.
મુમુક્ષુ- આણંદ ગયા છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, માગશર સુદ બીજ “આણંદ છે. એટલે “આણંદ રોકાયેલા છે. આ બધા મળવા આવવાના હતા એટલે “આણંદ ઊતરી ગયા છે.
તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જણાય છે, કે એમના સમાગમાર્થે અમુક મનુષ્યો જાય છે...... તમે બધા ભેગા થઈને આવશો તો બીજામાં એ વાતથી એ વાત પ્રચલિત થશે કે ફ્લાણા કારણથી આ બધા “આણંદ ગયા. આ બધા ખંભાતના મુમુક્ષુ હતા. ખંભાતથી “આણંદ બધા સાથે આવે તો એ વાત જાહેર થશે. પ્રગટ થશે એટલે જાહેર થશે કે એમના સમાગમ અર્થે અમુક અમુક મનુષ્યો જાય છે. જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ તે ખ્યાલમાં રાખશો. સૂચના કરી છે કે આ વાતનો હોબાળો કરવાની જરૂર નથી કે અમે જઈએ. છીએ.... અમે જઈએ છીએ.... ચાલો બધા અમે જઈએ છીએ. જેને ખાસ એ પ્રકારનો ભાવ હોય અને એકબીજા પરિચિત હોય તો એ અંદરોઅંદર નક્કી કરી, બહાર બીજાને બહુ ખ્યાલ ન આવે એવી રીતે આ Programme કરવો, એમ એમનું કહેવું છે. બહુ પ્રસિદ્ધિમાં ન આવવું જોઈએ. - “તેવું પ્રગટપણું હાલ અમને પ્રતિબંધરૂપ થાય છે. પરિચય વધે છે એ અમને બંધન છે, અમારે એ બંધન જોઈતું નથી. કઈ રીતે લાઈન પકડી છે ! અનેક માણસોનો પરિચય વધે છે તો એ જાતનું બંધન ગમતું નથી). લોકો તો પોતાના અનુયાયીઓ વધારવા પ્રયત્ન કરે. જેમ દુકાનદાર ગ્રાહક વધારવાનો પ્રયત્ન કરે, જાહેરાતો કરે, Showroom ગોઠવે. સપુરુષની વાત જુદી છે. એ કહે છે કે અમારે કાંઈ પ્રસિદ્ધિમાં આવવું નથી. એ અમને પ્રતિબંધ છે.
કાભાઈને જણાવશો કે તમે પચ્છા કરી પણ તેથી કંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકશે નહીં. એટલે પત્રમાં કાંઈક સ્થૂળતા દેખાણી હશે એ પત્રથી કાંઈ તમને પ્રયોજન