________________
પોંક—૩૦૦
સત્પુરુષના ચરણમાં જવું. અહીંથી જ એને ઉડાડ્યા કે એ ક્યાં આચાર્ય છે કે એનું માનીએ ? આચાર્ય નથી એટલે એનું માન્ય કરવા યોગ્ય નથી. એટલે વર્તમાનમાં મોક્ષમાર્ગનું એકમાત્ર જે નિમિત્ત સાધન (છે) એને ખતમ કરવાની એની અંદર વાત છે. એટલે કે મોક્ષમાર્ગ બંધ કરી દેવાની વાત છે. એવો એ જબરદસ્ત અપસિદ્ધાંત છે, બહુ મોટો અપસિદ્ધાંત છે.
મુમુક્ષુ :- મોક્ષમાર્ગે બધો લોપ થઈ જાય
પૂજ્ય ભાઈશ્રી :- બધો લોપ થઈ જાય. બધું બંધ કરવાની વાત છે. ૨૯૯ ૫ત્ર પૂરો) થયો.
પત્રાંક-૩૦૦
વાણિયા, કારતક સુદ ૮, સોમ, ૧૯૪૮
ဆိ
બે દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેનાં ચારે પત્રો વાંચ્યાં છે. મગનલાલ, કીલાભાઈ, ખુશાલભાઈ વગેરેની આણંદ આવવાની ઇચ્છા છે તો તેમ કરવામાં કંઈ અડચણ નથી; તથાપિ બીજા મનુષ્યોમાં એ વાતથી અમારું પ્રગટપણું જગ઼ાય છે, કે એમના સમાગમાર્થે અમુક મનુષ્યો જાય છે, જે જેમ બને તેમ ઓછું પ્રસિદ્ધિમાં આવવું જોઈએ. તેવું પ્રગટપણું હાલ. અમને પ્રતિબંધરૂપ થાય છે.
કીલાભાઈને જણાવશો કે તમે પત્રેચ્છા કરી પણ તેથી કંઈ પ્રયોજન સિદ્ધ થઈ શકશે નહીં. કંઈ પૃચ્છા કરવા ઇચ્છા હોય તો તેમણે આણંદ હર્ષપૂર્વક કરવી..
૩૦૦, ‘અંબાલાલ લાલચંદ' ઉ૫૨નો પત્ર છે. બે દિવસ પહેલાં પત્ર પ્રાપ્ત થયું છે. સાથેના ચારે પત્રો વાંચ્યાં છે.’ ખંભાત'ના મુમુક્ષુ ભાઈઓના પત્રો છે.