________________
પત્રક-૨૯ મૂલ્ય શું છે એવું કોઈ Title લેવાની જરૂર હતી. એમના પત્રો છે એના નામથી જ ગ્રંથનું નામ રાખ્યું છે. એમાં તો એમ કહેવું છે કે શ્રીમદ્ રાજચંદ્ર શું હતા ? કોણ હતા ? કેવા હતા ? અથવા એમને ઓળખવા હોય તો આ રહ્યા એમના પત્રો. એ ગ્રંથનું જે Title છે એના ઉપરથી એમ લાગે છે. એમણે જે મુખ્ય કહ્યું આ એક જ વાત કરી છે, પત્રે પત્રે આ એક વાત કરી છે.
મુમુક્ષ :- આગમને અને દેવ-ગુરુશાસ્ત્રને માનીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એવું જીવને લાગે છે કે, હું જિનવચન અનુસાર જ પ્રવર્તી છું. શાસ્ત્રમાં એમ આવે છે કે ભ્રાંતિગતપણે પણ જીવને એવું લાગે છે કે હું જિનવચન અનુસાર જ પ્રવર્તે છું. પણ ખરેખર એમ હોતું નથી. આમ છે. એટલે થોડી વધારે સાવધાની રાખવા યોગ્ય છે. અને એના માટે સત્સંગ જેવું ઉપકારી સાધન કોઈ નથી. આ ફરી ફરીને એમને એ કહેવું છે. ' “એ લક્ષ વિના જીવને સમ્યકત્વસિદ્ધિ થતી નથી. વધારે શું કહીએ? ઉપર જણાવ્યું છે તેટલું જ સમજાને માટે સઘળાં શાસ્ત્રો પ્રતિપાદિત થયાં છે. આ બધા શાસ્ત્રનો સાર મૂકી દીધો. આટલું કહેવા માટે બધા શાસ્ત્રો પ્રતિપાદિત થયા છે. સમસ્ત પ્રતિપાદન જાણે કે આ કારણથી જ છે એમ પોતાને ભાસ્યું છે એ સ્પષ્ટ કર્યું.
મુમુક્ષુ :- બાર અંગમાં પણ આ જ કહેવું છે ?
પૂજ્ય ભાઈશ્રી :- સઘળા શાસ્ત્રો. બાર અંગ એટલે સઘળા શાસ્ત્રો આવી ગયા કે નહિ ? આ કહેવા માટે સઘળા શાસ્ત્રો છે.
મુમુક્ષુ :- “શીમજી આચાર્ય નહોતા.
પૂજ્ય ભાઈશ્રી – હા, એ વાત ખરી. એવી દલીલો આવે છે ને ! દલીલો આવે છે. પણ શ્રીમદ્જી' આચાર્ય નહોતા એમ કહેનાર કોઈ આચાર્ય છે ? આચાર્ય તો એમ કહેશે કે અમને એ માન્ય છે. શું કહેશે ? હવે જે પોતે આચાર્ય નથી એ આચાર્યપણું કરે છે. કે “શ્રીમદ્જી' ક્યાં આચાર્ય છે ? ટોડરમલજી' ક્યાં આચાર્ય છે ? લોકોની આ દલીલ આવે છે. પણ પોતે ક્યાં આચાર્ય છે ? પોતે તો આચાર્ય થઈને બેસે છે અને જે સંમત કરવાયોગ્ય છે એવા સપુરુષ એ આચાર્ય નથી એમ કરીને ઉડાવે છે.
મુમુક્ષુ :- જેમ બુદ્ધિગમ્ય આ વિષે ૫૫ વર્ષ સુધી આવ્યું નથી. અત્યાર સુધી નથી આવ્યું એમ ને એમ અનંત કાળ નીકળી ગયો ?