________________
૩
પત્રાંક-૨૯૯
છે એવું જે જગત તેની વિસ્મૃતિ કરવી. બીજું જગત એટલે પોતાનો જે ઉદય છે, પોતાને ઉદયમાન જેટલા સંયોગો છે, જ્યાં એને પોતાનો સંબંધ લાગે એવો જેટલો કોઈ વિસ્તારવાળો સંયોગ છે એ બધું પોતાનું જગત છે. આ મારા ફલાણા, આ અમારા ફલાણા, એ બધું પોતાનું જગત પોતે ઊભું કર્યું. પોતે માનેલું પોતાનું જગત છે તેની વિસ્મૃતિ કરવી. તેની વિસ્મૃતિ કરવી એટલે તેનાથી ભિન્ન પડવું એમ એની વિસ્મૃતિ કરવી. ભિન્ન પડવું.
અથવા જપ, તપ, ક્રિયા અને શાસ્ત્રવાંચનનો હેતુ એ છે કે સંયોગોને મારા થતા અટકાવવા. કેમકે તપમાં ત્યાગ છે. શાસ્ત્રમાં એ પ્રકારની સમજણ કરવાની છે તો એનું કાર્ય આવવું જોઈએ કે મમત્વભાવ છે એ ન ઊપજવો જોઈએ. એને જગતની વિસ્મૃતિ કરવી એમ કહે છે.
અને સા ચરણમાં રહેવું.' બહારમાં અને બહારમાં એ વાત લીધી છે કે કોઈ સત્પુરુષના ચરણમાં રહેવું. શાસ્ત્રવાંચનનો હેતુ એ લીધો. જપ, તપનો હેતુ એ લીધો કે સુના ચરણમાં રહેવું. બંનેમાં આત્મહેતુ સામાન્ય છે, આત્મહિત સામાન્ય છે, આત્મહિતનો હેતુ છે એ બંનેમાં સામાન્ય છે. પણ સીધું સામાન્યપણે એમ કહે કે આત્મહિતાર્થે શાસ્ત્રવાંચન કરવું, આત્મહિતાર્થે જપ, તપ ક્રિયા કરવી તો એટલી ઘડ ન બેસે. ખોલીને કહે છે કે જગતનું વિસ્મરણ કરવું, મમત્વ અટકાવવું અને સા ચરણમાં રહેવું.
અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે.' પોતાના કર્તવ્ય અને અકર્તવ્યની સૂઝ આ લક્ષે આવે છે. નહિતર કર્તવ્ય-અકર્તવ્યની સૂઝ નથી આવતી એમ કહેવું છે. અથવા જીવ જપ, તપ કરશે, શાસ્ત્રવાંચન ક૨શે તો પણ મમત્વ નહિ છોડી શકે. અથવા સત્પુરુષના મહિમાથી સત્પુરુષના ચરણમાં રહેવાનું નહિ કરી શકે. એટલે એને કર્તવ્ય નહિ સમજાય, અકર્તવ્ય પણ નહિ સમજાય. અકર્તવ્યને કરે છે એનો અર્થ એ કે એને કર્તવ્ય સમજાતું નથી. ત્યારે તો અકર્તવ્યને કરે છે ને ! એટલે કહ્યું કે, એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી...' એ લક્ષે જ પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાને શું કરવું તે સમજાય છે, શું ન કરવું તે પણ સમજાય છે અથવા યથાર્થતા આવે છે. બીજો સામાન્ય અર્થ લઈએ તો એને યથાર્થ શું એ સમજાય છે.