________________
રાજહૃદય ભાગ-૫ મુમુક્ષુની ભૂમિકામાં સમ્યકજ્ઞાન થયા પહેલાં જ્ઞાનમાં યથાર્થતા અને અયથાર્થતા વિષયક સમજ આવવી એ સમ્યજ્ઞાન થવાની પહેલી નિશાની છે. એવા જીવને સમ્યજ્ઞાન આગળ વધીને પ્રાપ્ત થવા યોગ્ય છે. જો યથાર્થતા અને અયથાર્થતાની સમજ ન આવે તો એને સમ્યકજ્ઞાન થવાનો આગળ કોઈ અવકાશ નથી. અથવા તો યથાર્થતા અને અયથાર્થતાનો પોતાના પ્રયોજન વિશેનો જે વિવેક છે, એ જ જ્ઞાન આગળ વધીને સમ્યજ્ઞાનરૂપ પરિણમે છે. એ જ જ્ઞાન એ રીતે વિશેષ નિર્મળ થઈને કામ કરે છે.
માટે એમાંથી જે જે સાધનો થઈ શકતાં હોય તે બધાં એક લક્ષ થવાને અર્થે કરવાં કે જે લક્ષ અમે ઉપર જણાવ્યો છે.' જગતની વિસ્મૃતિ કરવી, સના ચરણમાં • રહેવું. આ બે લક્ષ રાખીને બધા સાધન કરવા અથવા જપ, તપ કે શાસ્ત્ર સ્વાધ્યાય
કરવો, બીજા પ્રકારે ન કરવો. જપતપાદિક કંઈ નિષેધવા યોગ્ય નથી. એટલે જપ, તપનો નિષેધ કરીને કોઈ અશુદ્ધ પરિણામમાં લઈ જવાનો હેતુ નથી. જપતપાદિક કિંઈ નિષેધવા યોગ્ય નથી. પણ આમાં શું છે, જપ-તપ-શાસ્ત્રાદિકમાં લક્ષ શું છે. એના ઉપર એનું મૂલ્યાંકન છે. જપ-તપનું મૂલ્યાંકન માત્ર જપ-તપને લીધે નથી એમ કહેવું છે. કયા લક્ષે જીવ કરે છે એના ઉપર એનું મૂલ્યાંકન છે. એટલે કરે છે એ નથી જોવાતું. ક્યા લક્ષે કરે છે એ ખરેખર જોવાનો અને તપાસવાનો વિષય છે, ખાસ કરીને પોતે પોતાને માટે.
જપતપાદિક કઈ નિષેધવા યોગ્ય નથી; તથાપિ તે બધાં એક લક્ષને અર્થે છે, અને એ લક્ષ વિના જીવને સમ્યક્ત્વસિદ્ધિ થતી નથી. જોયું ? આ સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે આ લક્ષ હોવું જરૂરી છે કે હું જગતની વિસ્મૃતિ એટલે મારા ઉદયમાન સંયોગોમાં મારાપણું છોડવાનો મારો પ્રયાસ આ ક્રિયાથી ચાલે છે ? એ લક્ષે આ થાય છે કે કોઈ બીજા લક્ષે થાય છે ? અને જો કોઈ વિદ્યમાન સન્દુરુષ હોય તો, ન હોય તો એની ખોજ, ન હોય તો એના ચરણમાં રહેવાની ભાવના એમ. અને હોય તો રહેવાનો ભાવ, અભિપ્રાય હોવો જોઈએ).
મુમુક્ષુ – એ લક્ષણ એનો ધ્રુવ કાંટો છે.
પૂજ્ય ભાઈશ્રી :- ધ્રુવ કાંટો છે. બધે એ વાત લીધી છે. ફેરવી ફેરવીને બધે એ વાત લીધી છે. એ તો ઘણીવાર વિચાર આવે છે કે ગ્રંથનું નામ જ “સત્સંગનું