________________
ગુજહૃદય ભાગ-૫
પૂજ્ય ભાઈશ્રી :– હા, અનંત કાળ નીકળી ગયો. અથવા ધર્મના ક્ષેત્રમાં આવીને આ જ ભૂલ કરી છે. શાસ્ત્ર વાંચ્યા, જપ-તપાદિક ક્રિયા કરી પણ સત્પુરુષનું ચરણ ચૂક્યો. જગતની વિસ્મૃતિ તો થાય જ ક્યાંથી ? એ તો પ્રશ્ન જ ક્યાં છે ? મુમુક્ષુ :- સત્પુરુષના ચરણોમાં તો ૩૦ વર્ષથી છીએ.
પૂજ્ય ભાઈશ્રી :– એમ માન્યું છે. એવું માન્યું છે કે આપણે તો આ સત્પુરુષના ચરણમાં રહ્યા છીએ. પણ સત્પુરુષના ચરણમાં રહ્યા હોઈએ તો એનો જે લાભ છે એ થયા વિના રહે નહિ. પારસમણિ લોઢાને સોનું ન કરે તો કાં લોઢું નથી કાં પારસમણિ નથી. પારસમણિને તો સ્વીકારીએ છીએ. અને આ તો એવો પારસમણિ છે કે લોઢાને પારસમણિ કરે, સોનું ન કરે. પોતે પારસમણી અને સામાને પણ પારસમણિ કરે. એવા પારસમણિ છે આ. પણ પોતે લોઢાથી પણ બદતર પરિસ્થિતિમાં રહે તો પારસમણિ શું કરે ? એવી વાત છે.
મુમુક્ષુ :– લોઢાથી પણ બદતર ?
પૂજ્ય ભાઈશ્રી :- હા. નહિતર તો પારસમણિ થઈ જાય ને ! બહુ વિચારવા યોગ્ય વિષય છે. બહુ સૂક્ષ્મતાથી વિચારવા (યોગ્ય), ગંભીરતાથી વિચારવા યોગ્ય વિષય છે. નહિતર આ જે વાત લખી છે એનું મૂલ્ય ઘણું છે, થોડું નથી. જીવ સંસારથી પાર ઊતરી જાય અને સંસારમાં રખડતો જે સામાન્ય પ્રાણી છે એ મટીને સિદ્ધપદે જઈને બિરાજમાન થાય એવું એનું ફળ છે. ફ્ળ કાંઈ સામાન્ય નથી. એટલી કિમત આવવી જોઈએ અને એટલી કિમત આવે એ એટલી કિમતે એમાં પ્રવર્તે.
મુમુક્ષુ :- ‘શ્રીમદ્જી’ આચાર્ય નહોતા પણ અત્યારે એણે જે બહુમાન કર્યું છે એ કોઈ કાળમાં કોઈએ કર્યું નથી. ખોબો ભરીને રૂપિયા આપ્યા છે.
પૂજ્ય ભાઈશ્રી :– એના કરતાં પણ એમાં રહેલો અભિપ્રાય વિચારવા જેવો છે. એમ જે કહે છે એ સત્પુરુષને ઉડાવવા માગે છે. આ કાળમાં આચાર્ય નથી, મુનિરાજ નથી દેખાતા.
મુમુક્ષુ :– શ્રીમદ્ભુ’એ તો ઘણું બહુમાન કર્યું છે. એના જેવું કોઈને .. પૂજ્ય ભાઈશ્રી :- આ તો જે આચાર્ય નથી એમ કહે છે એના અભિપ્રાયમાં ભયંકરતા શું છે એ વિચારવા જેવી છે. એ ઘણો ભયંકર અભિપ્રાય છે. અરિહંત અને આચાર્ય (વર્તમાનમાં) છે નહિ. એક સત્પુરુષ છે. પોકારી પોકારીને કહે છે કે