Page #1
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
રતિલાલ દીપચંદ દેસાઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન-પત્ર લેખણી (૩)
જિનમાર્ગનું અનુશીલન
(આરોહણ-પથ)
લેખક: પં. રતિલાલ દીપચંદ દેસાઈ
પ્રતિભાવ : પૂ. આચાર્યશ્રી વિજયશીલચંદ્રવિજયજી
સંપાદક : શ્રી નીતીન ૨. દેસાઈ (નિવૃત્ત સંસ્કૃતાધ્યાપક)
હ
ગૂર્જ ઝાંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧
Page #3
--------------------------------------------------------------------------
________________
JINAMARGANUN ANUSHEELANA :
by R. D. Desai Published by Gurjar Grantha Ratna Karyalaya, Opp. Ratanpolnaka, Gandhi Road,
Ahmedabad - 380 001
Price Rs. 300.00
© ૨. દી. દેસાઈ
પ્રત : ૭૫૦
પૃષ્ઠસંખ્યા: ૨૦+ પ૩૬.
કિંમત : રૂ. ૩૦૦.૦
પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧
ટાઈપસેટિંગ : વિક્રમ કૉમ્યુટર સેન્ટર
એ-૧, વિક્રમ એપાર્ટમેન્ટ્સ, શ્રેયસ્ ક્રોસિંગની પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૧૫
મુદ્રક :
ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪
Page #4
--------------------------------------------------------------------------
________________
રતિલાલ દીપચંદ દેસાઈ જન્મ તા. ૧૨-૯-૧૯૦૭]
[અવસાન તા. ૭-૧૨-૧૯૮૫
Page #5
--------------------------------------------------------------------------
________________
Page #6
--------------------------------------------------------------------------
________________
નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે ||
આવકાર અને ધન્યવાદ
જૈન સમાજના અગ્રણી સમાજહિતચિન્તક, સિદ્ધહસ્ત લેખક, કુશળ સંપાદક અને પીઢ ઇતિહાસકાર સદ્ગત શ્રી રતિલાલ દીપચંદ દેસાઈનાં, જૈન' સાપ્તાહિક પત્રમાં પ્રગટ થયેલાં લખાણો, તેમના જ સુપુત્રના હાથે સંપાદિત થઈને, આજે ગ્રંથસ્થ થઈ રહ્યાં છે, તે બદલ હૈયે અનેરા આનંદની લાગણી અનુભવાય છે.
આ લખાણો સમસામયિક વિવિધ ઘટનાઓ, પ્રવાહો અને સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને, મુખ્યત્વે, લખાયેલાં છે – એ ખરું, પરંતુ તેથી આજે તેની પ્રાસંગિકતા કે ઉપાદેયતા ઓછી છે તેવું નથી. આ લખાણોમાં ઘણું બધું એવું છે કે જે આજે પણ અત્યંત ઉપયોગી તથા મહત્વપૂર્ણ બની રહે તેવું છે, તો કેટલુંક એવું પણ છે કે જેનું મૂલ્ય ચિરકાલપર્યત ઓછું થાય તેમ નથી.
આ પુસ્તકમાં સમાવાયેલાં લખાણો જૈનસંઘનાં વિવિધ અંગો, જેવાં કે સાધુઓના આચાર, પદવીઓ, સાધ્વીજીઓના પ્રશ્નો, જ્ઞાનાભ્યાસ, સંઘની તથા જૈનોની એકતા, તિથિચર્ચા – ઈત્યાદિ પરત્વે, વિશદ વિશ્લેષણ, વેધક નિરીક્ષણ, સરળ ઉપાયોની શોધ, સ્પષ્ટ અને નિર્ભીક મંતવ્ય, ઘેરી ચિંતા અને સંવેદના – આ બધું વ્યક્ત કરે છે. જો કે લેખકના બધા વિચારો સાથે સંમત થવાનું જરૂરી નથી હોતું, તો પણ આ વિચારો જ કરીને, લેખક વિચારશીલ અને સંઘ-સમાજ માટે ચિંતાશીલ લોકોને વિચાર કરતા. કી મૂકવામાં તો અવશ્ય સફળ થયા છે – થાય છે એ નિઃશંક છે.
જૈન સમાજમાં વિચારધનાની હંમેશાં ખામી પ્રવર્યા કરે છે. આ સમાજ ક્રિયાશીલ જરૂર છે, પણ તેને વિચારશીલતા બહુ ઓછી ફાવે છે. એટલે સહજપણે જ રતિભાઈનાં લખાણો વાંચીને તેઓ સુધારક તેમ જ સાધુ-વિરોધી હોવાની કલ્પના સુગમતાપૂર્વક થઈ આવે. પરંતુ રતિભાઈનો નિકટનો પરિચય કરનારા સહુ કોઈને જાણ
છે કે તેઓના હૃદયમાં સાધુઓ અને સાધુતા પ્રત્યે કેટલો ઊંડો અને ઉમદા રાગ હતો.
Page #7
--------------------------------------------------------------------------
________________
સાધુને જોઈને કે સાધુના હાથે થયેલ રૂડું કામ જોઈને તેમને અતિશય હર્ષવિભોર બનતા અનેક પ્રસંગે જોયા છે.
તેમનાં લખાણો કાલગ્રસ્ત બને તે પહેલાં જ તે ગ્રંથસ્થ થવાં જોઈએ તેવી લાગણી અમારા જેવા અનેકની હતી. મોડે-મોડે પણ તે લાગણીનો માનુકૂળ પ્રત્યાઘાત આ પુસ્તકો-રૂપે મળી રહ્યો છે, ત્યારે તેને હૃદયપૂર્વક આવકારું છું, અને આવું સરસ કાર્ય કરવા બદલ શ્રી રતિભાઈના પરિવારને, વિશેષે નીતીનભાઈને તથા ગૂર્જરને શતશઃ ધન્યવાદ આપું છું. ૯-૧૨-૨૦૦૩
- શીલચન્દ્રવિજય બેંગલોર
Page #8
--------------------------------------------------------------------------
________________
કર લે સિંગાર, ચતુર અલબેલી !”
(સંપાદકીય)
ખપનું શિક્ષણ, સમજણ, અને વિચાર માટેની રુચિ તેમ જ શક્તિ પામેલા સરાસરી સામાન્ય વાચક પ્રત્યેના પૂરા આદર-વિનય સાથે, આપણી સહુની વ્યક્તિગત અને સામુદાયિક ચેતનાની માવજત અર્થે અત્રે આ વાણી-વિસ્તાર હોર્યો છે; તે વાચકના યથેચ્છ સ્વાધ્યાયયજ્ઞ દ્વારા સાર્થક બની રહો.
ચેતનાના સ્થાયી શણગારની, સંસ્કારની, ઉઘાડની આ વાત છે. મન સ્વસ્થ તો તન, જીવન, સમાજ અને સૃષ્ટિ પણ સ્વસ્થ. જેનું મન જાગ્યું તેને શણગાર અને શોભાનાં નવા-નવા ઉમળકા અને નવી-નવી મથામણો નિત્ય પ્રેરે. કહ્યું છે ને : “કર વિચાર, તો પામ”?
આ બધી સામગ્રી છે તો જૂની : સન્ ૧૯૪૭થી ૧૯૭૯ વચ્ચે લખાયેલી. છતાં સમયાંતરે પણ ટકે એવું ઘણું ઘણું તેમાં દીઠું, તેથી તેવું બધું ત્રણ પુસ્તકોની શ્રેણીરૂપે અત્રે રજૂ કરવાની હામ ભીડી છે, ધૃષ્ટતા કરી છે ! વાચક અને કાળદેવતા અમારી લાજ રાખો. કુલ ૫૨૦ લેખો ૧૬ ૩૬ પાનાંમાં પથરાયા છે; છતાં વ્યક્તિગત કે કૌટુંબિક સ્વાધ્યાયરૂપે (“ટી.વી-સમય' ઘટાડીને) મહિનાઓ સુધી આ બહોળી સામગ્રી ક્રમશઃ બધી કે રુચે તેટલી જરૂર ખપમાં લગાડી શકાશે અને તે સાથે કૌટુંબિક અને સામાજિક ચેતનાની કાયમી શુદ્ધિ થતી અનુભવી શકાશે એમ લાગે છે.
આ લેખો લેખકે ભાવનગરના, વીસમી સદીના આરંભનાં એક-બે વર્ષોમાં શરૂ થયેલા પ્રતિક્તિ જૈન' સાપ્તાહિકના તંત્રી શ્રી ગુલાબચંદ શેઠ વતી લખેલા અગ્રલેખો અને નાની તંત્રીનોંધો રૂપે છે. નામ પ્રમાણે એ પત્રમાં જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને સમાચારો અને ચર્ચાઓ અપાતાં હતાં. એના આદ્ય સ્થાપક શ્રી દેવચંદ દામજી શેઠ સહિતના બધા તંત્રીઓના સતતના પ્રગતિશીલ વલણને કારણે, તેમ જ આ લેખકની પૂર્વે એક પચીશી સુધી સાહિત્યરસિયા સહૃદય વિદ્ધાનું શ્રી “સુશીલ (ભીમજીભાઈ)ની સમૃદ્ધ કલમનો લાભ મળ્યો હોઈ, આ સાપ્તાહિક સમાજના પ્રગતિશીલ બુદ્ધિનિષ્ઠ વર્ગમાં અનોખી, સ્થાયી સુવાસ ફેલાવેલી. સાંપ્રદાયિક
Page #9
--------------------------------------------------------------------------
________________
VI
અને રૂઢિચુસ્તતાથી અલિપ્ત રહીને યુગાનુરૂપ ઉદાર જૈન સંસ્કૃતિની સ્થાપના જ એની મથામણોનું કેન્દ્ર બની હતી. આ જ પરંપરાને લેખકશ્રીએ પોતાની નમ્ર, નિપુણ, પ્રેમાળ પ્રતિભાથી સવિશેષ દીપાવી. ઉપરના શીર્ષકમાંનું વચન સમાવતું આખું સુંદર કબીરપદ લેખકશ્રી સવારે ઊંડા ભાવથી ગાતા તેના અમે સંતાનો પણ સાક્ષી છીએ. એમનું પત્રકારત્વ, વક્તત્વ કે જીવન એવા ઊંચા જીવનરસથી સીંચાતું રહેલું.
આ લખાણોની કામગીરી લેખકે જૈન'ના પોતાના પુરોગામી શ્રી “સુશીલની બીમારી વખતે માત્ર છ મહિના માટે સ્વીકારેલી, પણ શ્રી “સુશીલની ચિરવિદાય થતાં એ પોણીબત્રીસ વર્ષ ચાલી ! સૂકા વનમાં જેમ આગ એકદમ ફેલાઈ જાય, તેમ લેખક પાસે પાયાનું ઊંચું સંસ્કારધન હોવાથી તેમ જ નિત્ય ઘડાતા રહેવાની પ્રગતિશીલ મનોવૃત્તિ હોવાથી ક્રમશઃ આ કર્તવ્ય તેમને પૂરું સદી ગયું અને તેમનાં વિચારો અને ભાવનાઓને પણ સુંદર ઘાટ આપતું રહ્યું. જીવનને પોષનારાં ધાર્મિક, પારિવારિક, સામાજિક, રાષ્ટ્રીય, સાંસ્કૃતિક, આર્થિક એ સર્વ પાસાં પરત્વે તેમની પારદર્શી સમજણ સમાજને સુપેરે ઘડે તેવાં લખાણોમાં પરિણમતી રહી. વાણીનો આડંબરમાત્ર કરી વાહ-વાહ મેળવવા નહિ, પણ લખાણો-રૂપે પ્રગટ ચિંતન-મંથન કરતાં-કરતાં ઉપર્યુક્ત દરેક ક્ષેત્રનાં વિવિધ સત્યો પામવા માટેની એ એક ઉપાસના જ બની રહી, એક એકાગ્ર ધ્યાનયોગ જ બની રહ્યો. આમાં જીવનમાં ખરેખર તારક બનતા ધર્મતત્ત્વને, અધ્યાત્મને જ સતત કેન્દ્રમાં રાખીને ઉપર્યુક્ત અન્ય પાસાંઓ નિરૂપાયાં હોઈને આ લખાણો ચિરંજીવ બન્યાં છે.
લેખકની આત્મનિરીક્ષણવૃત્તિ કેટલી સહજ અને ઉત્કટ હતી તે તો એ પરથી જાણી શકાય છે કે તેમના અવસાનના સવા વર્ષ પૂર્વે (ઓગસ્ટ ૧૯૮૪માં) તેમના એક યાદગાર સન્માન-સમારંભમાં તેમના આ લેખો ગ્રંથસ્થ કરવાની જાહેરાત જ્યારે જેન'ના પ્રતિનિધિ દ્વારા કરાઈ, ત્યારે લેખકશ્રીએ તરત જ “ના, ના. એ તો રોટલા માટે લખાયેલા; એને એમ છાપશો નહિ” એમ મંચ પર બેઠાં-બેઠાં જ કહી દીધેલું છે વધુ કસાયેલું સાધક-જીવન જીવીને ને સમાજની પ્રત્યક્ષ સેવા કરીને જ થોડું, પણ કાર્યસાધક સત્ત્વશીલ લખાણ કરવાની તમન્ના એમાં સમજાય છે. વળી વિષમ અર્થતંત્રે નિર્વાહને કેટલો દોહ્યલો કર્યો છે એની ઉત્કટ ફરિયાદ પણ એમાં ગર્ભિત છે.. * આમ છતાં, સંશયાત્મા ન થતાં, તેમણે જૈન'ની પોતાની કામગીરી બાબત વાજબી સંતોષ પણ નિખાલસપણે અનેક વાર પ્રગટ કર્યો હતો.(પાંજરાપોળના ઉપાશ્રય તરફથી થયેલા તેમના એ સન્માનનું પ્રવચન સમભાવનો ઉત્તમ નમૂનો છે.) ઉચ્ચાવી વાચકોના અભિનંદનદર્શક પત્રોની પણ આ નીતર્યા જીવને ખૂબ કિંમત હતી. પંજાબ સંઘના સેવાનિષ્ઠ મુનિવર્ય શ્રી જનકવિજયજીએ તેમનાં લખાણોના કાયમી પ્રબુદ્ધ ચાહક
Page #10
--------------------------------------------------------------------------
________________
VII
તરીકે તેમને લખેલા પત્રના અંશો આ ગ્રંથશ્રેણીના ત્રીજા ગ્રંથનાં પાનાં ૪૬ ૬-૬૭ પર છાપ્યા છે તે વાંચવા જેવા છે. આ લેખોને ગ્રંથસ્થ કરવાની ખૂબ આગ્રહભરી ભલામણ પણ એમાં કરાઈ છે. આ બધાં છતાં લેખક કદી હેજ પણ ફુલાઈ ગયેલા નહિ કે તેમના ચીવટભર્યા આત્મનિરીક્ષણમાં ઓટ આવી નહોતી. એક ઠેકાણે તો તેમણે પોતાની જાતને શોખથી ‘વિદ્વાનોના વેઠિયા” તરીકે ઓળખાવી છે !
આ લેખો લેખકે સાધલી ઉચ્ચતર ચિત્તશુદ્ધિ થકી મૂલ્યવાનું બન્યા છે. આમ તો તેમનું જીવન સુખશાંતિ ઝંખતા સામાન્ય માનવી જેવું જ હતું. પરંતુ પ્રખર ત્યાગવૈરાગ્ય-સંયમથી પણ ચઢી જાય અને અનંત જીવનવિકાસનો દૃઢ પાયો બને તેવી મધ્યસ્થતા અને વૈચારિક વિશદતા તેમને સંસ્કારથી અને ઘડતરથી એમ બે ય રીતે સાંપડેલી. એમાં બુદ્ધિવ્યાપાર અને હૃદયબળ બંનેનો વિરલ સુયોગ હતો. (ભગવદ્ગીતાની પરિભાષામાં તેમને જિજ્ઞાસુ ભક્ત’ કહી શકાય.) એને લીધે એમના આત્યંતર જીવનવૃત્તમાં પણ હૃદયહારી અનેક ઉત્કર્ષબિંદુઓ જોવા મળતાં. એની પર નજર કરવાથી આ લખાણો વધુ શ્રદ્ધેય અને સાચુકલાં લાગશે.
તેમનો જીવનકાળ તા. ૧૨-૯-૧૯૦૭થી તા. ૭-૧૨-૧૯૮૫ વચ્ચેનો. તેમનું એક પાયાનું સૌભાગ્ય તે સારા કુળનો યોગ. સૌરાષ્ટ્રનું એ મૂર્તિપૂજક જૈન કુળ એનાં સંપ, નિર્બસનિતા, પારસ્પરિક ગાઢ સહાયવૃત્તિ અને પ્રામાણિક કર્મનિષ્ઠાને લીધે સાવ સામાન્ય આર્થિક સ્થિતિ વચ્ચે પણ સારી રીતે ટકી રહેલું. એથી, પોતાનાં માતા-પિતાની છત્રછાયા હેલી સમેટાયાં છતાં તેમને વાજબી ઉછેર અને ઊંચા સંસ્કાર-ઘડતરના લાભથી વંચિત રહેવું પડ્યું નહોતું. આને લીધે પ્રેમ અને કરુણાના ગુણોનો વારસો પણ તેમને બચપણથી જ મળ્યો.
સૌભાગ્યયોગે તેમને ક્રાંતદર્શી, યુગપારખુ જૈનાચાર્ય વિજયધર્મસૂરિજી દ્વારા સ્થપાયેલ એકાધિક મહિમાયુક્ત જૈન સંસ્કૃત પાઠશાળાઓનો લાભ મળ્યો. તેમનું મુખ્ય ઘડતર શ્રી જયભિખુ સહિતના કુટુંબી ભાઈઓના સાથમાં ગ્વાલિયર પાસેના શિવપુરીમાં થયેલું. ત્યાં માત્ર ચીલાચાલુ પાઠશાલીથ “શિક્ષણ' નહિ, પણ યુગાનુરૂપ વિદ્યારુચિ, સંસ્કારિતા, વિચારશક્તિ, નિર્ભય વજ્રતા ઇત્યાદિની કેળવણી' જ મળી. તેમણે પસંદગીના વિષય તરીકે ઊંડી ધ્યેયશીલતાથી જે ન્યાયશાસ્ત્ર પસંદ કરેલું, તેણે તેમના આંતરઘડતરમાં મોટો ફાળો આપેલો. એની ન્યાયતીર્થ) પરીક્ષામાં એમણે ઊંચી પારંગતતા સિદ્ધ કરી હોઈ પાઠશાળા તરફથી તેમને તાર્કિક-શિરોમણિ' બિરુદ આપવાનું નક્કી કરાયું. એનો અમલ આજીજીપૂર્વક અટકાવી એમણે પોતાની ઉત્કૃષ્ટ આત્મનિરીક્ષણવૃત્તિનો સંકેત આપેલો.
Page #11
--------------------------------------------------------------------------
________________
VIII
તેમણે પોતાના પિતાશ્રીની રૂઢિગત ધાર્મિક્તાને યુગાનુરૂપ રૂપાંતરે અપનાવેલી. એથી જ પોતાને અને બે નાના ભાઈઓને ન-માયા મૂકીને, પોતાનાં બાળવિધવા ફોઈને પણ સાથે લઈ દીક્ષા લેતા પિતા પ્રત્યે તેમણે વાજબી પુણ્યપ્રકોપ દશવેલો. ઉપર નિર્દેશેલા તેમના ઘડતરકાળમાં જૈનધર્મ-સમાજની અને મુનિચર્યાની અનેક બદીઓ જોવા-સમજવા-વિચારવાનો અવસર મળતો રહેલો. સાથે પ્રાચીન શાસ્ત્રોનું પણ યુગાનુરૂપ તેજસ્વી અધ્યયન – ભલે સંજોગાનુસાર મર્યાદિત – કરવાની કીમતી તક પણ મળી. તો બીજી બાજુ તેઓ શાસ્ત્રજડતાનાં અનેક રૂપો પણ સારી પેઠે સમજી શકેલા. આવી વિવેકિતાએ એમનાં લખાણોને ઉચ્ચાશયી, છતાં લોકભોગ્ય બનાવ્યાં.
પોતે ગૃહસ્થજીવન પસંદ કર્યું હોઈ પ્રાપ્ત સંજોગોમાં વ્યવહારુ શિક્ષણ માટે ય તેમણે શક્ય પગલાં ભર્યા હતાં. યથાસમય લગ્નજીવન પણ સ્વીકાર્યું. તેથી ઊછરતા નાના ભાઈઓ સહિતની કૌટુંબિક જવાબદારીને લીધે કૉલેજ-શિક્ષણમાં પ્રવેશીને પણ આગળ ન વધી શક્યા. તેમ છતાં વિદ્યાવૃત્તિના સમર્થ બીજને કારણે આપબળે વિકસતા રહ્યા.
ડિગ્રીની ખોટ વધારાની પરિશ્રમશીલતાથી પૂરીને, સંતોષથી મુખ્ય વ્યવસાયરૂપે તેને નોકરી દ્વારા કુટુંબનિર્વાહ કરતા રહ્યા. નોકરી પણ પોતાના સંસ્કારની વૃદ્ધિને અનુકૂળ હોય તેનો યથાસંભવ ખ્યાલ રાખતા. વળી પ્રામાણિકતા અંગેના પોતાના આગવા ખ્યાલ મુજબ જિંદગીમાં ચારેક વખત તો પોતાના પગાર કંઈક ઓછા પણ કરાવેલા – ભલે એ કારણે વધારે પૂરક કામો કરવાં પડે ! તેવાં કામો પણ પોતાના સંસ્કારને અનુરૂપ હોય તે જોતા. જૈનની કામગીરી પણ આવી જ હતી. સંજોગોવશાતુ તેમને ચૌદ વર્ષ રૂ-બજારમાં સેક્રેટરી તરીકે નોકરી કરવી પડેલી. પણ વ્યવહાર અને આદર્શના સમન્વયની આગવી સૂઝથી એમણે ઉપરી શ્રેષ્ઠીઓનાં હૃદયમાં ઊંચી પ્રતિષ્ઠા મેળવેલી; ને છતાં તેઓ શેર કે સટ્ટાથી સદંતર દૂર રહી શકેલા! જેનના પત્રકારત્વથી બંધાયેલી ઊંચી કીર્તિને લીધે અનેક જૈન શ્રેષ્ઠીઓનો વિશ્વાસ સંપાદિત કર્યા છતાં પૂરું અદૈન્ય જાળવેલું અને સંબંધોને કોઈ રીતે વટાવવા પ્રેરાયેલા નહિ. આવા અજાચક બ્રાહ્મણતુલ્ય વ્યવહારે એમની વાણીમાં અને લેખિનીમાં અભય અને ધિંગું સત્યપરાક્રમ આપ્યું.
વ્યાવસાયિક અને જાહેર જીવનનાં ભરપૂર રોકાણો છતાં એમનું પારિવારિક જીવન પણ પ્રેમપૂર્ણ હતું. તેમાં તેઓ અમારાં માતુશ્રી મૃગાવતીબહેનની ખાનદાની, સરળતા અને પ્રેમાળ સહકારિતાનો પણ સુયોગ પામેલા. બાળકોના ધોરણસરનાં ઉછેર અને શિક્ષણ ઉપરાંત ઘરના સર્વ સભ્યોના સ્વાતંત્ર્યની અને ગૌરવની પણ ઊંચી
Page #12
--------------------------------------------------------------------------
________________
IX
માવજત થતી રહેલી. એમના ઔદાર્યની ખરી પરખ થતી તેમના પુત્રવધૂઓ – અમ બે ભાઈઓનાં પત્નીઓ તરફના આદર-વાત્સલ્ય-સખ્યથી ભર્યાભર્યા વલણમાં. અમારું ભાડાનું સામાન્ય ઘર પણ સગાંઓ, મિત્રો, વિદ્વાનોના આતિથ્યનું મંગળ ધામ બની રહેતું. પિતાશ્રીની ઉક્ત અસાધારણ ધનિરપેક્ષતા છતાં પણ અમને કંઈ ઓછું આવ્યાનો દેશ રહ્યો નથી. ઊલટું એથી અમને સંતોષ અને ભાઈચારાની જે સંગીન કેળવણી મળી, તે આજે મનોવૈષમ્યોના યુગમાં પણ અમને તારતી રહે છે.
સાંસારિક જવાબદારીઓ વચ્ચે પણ જૈનધર્મના ઉદ્યોત અંગેનાં શકય અનેક કામો કરવાની એમની વૃત્તિ-પ્રવૃત્તિ રહેતી. અનેક નાના-મોટા મુનિવરો અને વિશિષ્ટ સાધ્વીજીઓ સાથે તેમણે ગાઢ ભક્તિ, વાત્સલ્ય કે સખ્યનો સંબંધ અને કાર્યોનો સંબંધ પણ નિભાવેલો. તે રીતે અનેક પંડિતો, વિદ્વાનોના પણ તેઓ ભક્તિપૂર્ણ, નિખાલસ સેવક બની રહેલા. અનેક જૈન સંસ્થાઓના પણ તેઓ હિતકર સલાહકાર કે સહયોગી બની રહેલા. આને કા૨ણે જૈન સમાજનાં વિવિધ પાસાંની જે વિપુલ પ્રત્યક્ષ જાણકારી થતી રહેતી, તે એમનાં લખાણોમાં નૂતન રીતે ઊતરી આવતી.
આ ઊજળી જીવનચર્યાંના રસથી રસાયેલા આ લેખોને ત્રણ ગ્રંથોમાં વહેંચ્યાં છે, જેમાં વ્યક્તિચિત્રોનો એક છે અને વિષયવાર કુલ ૨૬ વિભાગોના લેખોના બે છે. એ બે પૈકી પ્રથમ ગ્રંથમાં ૧૫ લોકભોગ્ય વિષયો અને બીજામાં ૧૧ વધુ ગંભીર વિષયો છે. એકંદરે આ લખાણો સામાન્ય શિક્ષણ અને સારી સમજદારી ધરાવતા આમવર્ગ માટે જ થયેલાં છે. આ ત્રણ પૈકી પ્રથમ ગ્રંથ દૃષ્ટાંતોનો અને બે ગ્રંથ સિદ્ધાંતોના કહી શકાય. કુદરતી ઘાટ એવો ઘડાયો છે કે ગુણશ્રદ્ધામૂલક પ્રથમ ‘અમૃત-સમીપે’ ગ્રંથ દર્શનપ્રધાન, જૈનધર્મસંસ્કૃતિના વર્તમાનનું વિસ્તૃત ચિત્રણ કરતો જિનમાર્ગનું જતન' ગ્રંથ અત્યંત ખપના જ્ઞાનના પ્રાધાન્યવાળો અને વર્તમાનમાં જૈનધર્મના ઊંડા અધ્યયન સહિતના શુદ્ધ આચારપથ અને સાધનાપથનો વિચાર કરતો. જિનમાર્ગનું અનુશીલન’ ગ્રંથ ચારિત્રપ્રધાન બન્યો છે. આમ લેખકને અત્યંત ઉપયોગી લાગતી જિનોક્ત ‘રત્નત્રયી’ આ ગ્રંથોમાં સમતુલાથી ઉપાસાઈ છે.
વિષમય સંસારમાં ય સજ્જન-સંગ અમૃતતુલ્ય હોઈ, તથા સજ્જનો ગુણોથી અમર ( ‘અ-મૃત' ) હોઈ પંદર વિભાગોના ૨૧૯ લેખોમાં ૨૨૨ વ્યક્તિના બોધક જીવનસાર નિરૂપતા ગ્રંથને ‘અમૃત-સમીપે’ નામ આપવાનું સ્ફુર્યું. બાકી બે ગ્રંથોનાં શીર્ષક માટે રૂઢ ને સાંપ્રદાયિક બની ગયેલા ‘જૈન’ શબ્દને બદલે, એ શબ્દનો ગુણમૂલક મૂળ અર્થ ધ્યાનમાં આણવા ‘જિનમાર્ગ' શબ્દ યોજ્યો છે. ઉપર કહ્યા મુજબ બીજા ગ્રંથમાં, આજે જિનમાર્ગની થયેલી દુર્દશા નિરૂપવા સાથે લેખકે તેની શુદ્ધિ અને સુરક્ષાના
Page #13
--------------------------------------------------------------------------
________________
ઉપાયોની વાત ઘૂંટી હોઈ “જિનમાર્ગનું જતન' શીર્ષક આપ્યું. (જૈનધર્મમાં જેયણા', ઉપયોગ’ શબ્દોનો ખૂબ મહિમા છે.) ત્રીજા ગ્રંથમાં, એ સુરક્ષિત કરેલા ધર્મના ઊંડા અધ્યયનના તેમ જ જીવનશુદ્ધિસંઘશુદ્ધિના પગલે શીલનિર્માણ અને ધ્યાનપ્રધાન સાધના દ્વારા મુક્તિપથ ચીંધ્યો હોઈ જિનમાર્ગનું અનુશીલન' શીર્ષક યોજ્યું છે. “અનુશીલન' એટલે જ્ઞાનજન્ય સદાચરણ અને ધ્યાનાદિની સાધના. આ દરેક ગ્રંથના વિસ્તૃત અનુક્રમનું એકાગ્ર અવલોકન ખૂબ બોધક બનશે.
લેખકની સરળતા અને મૃદુતા ચીંધતો એક મજાનો અકસ્માતુ નોંધીએ. ત્રીજા ગ્રંથના ત્રીજા વિભાગના લેખ ૨૦ અને ૨૧ એક જ મુનિવરના અન્વયે, અનુક્રમે અનુમોદના અને આલોચના કરે છે; એમાં અનુમોદના કરતો લેખ આલોચના કરતા લેખ બાદ છ વર્ષે લખાયેલો છે ! આથી વાચકને ધીરજ સાથે. ભડકડ્યા વિના આ સામગ્રીનું પૂર્વગ્રહમુક્ત અધ્યયન કરતા રહેવા ભલામણ છે.
આ લેખોમાં વિષયોનું, પાસાંઓનું, ક્ષેત્રોનું વૈવિધ્ય એટલું મોટું છે કે પીએચ. ડી. ડિગ્રી મેળવવા ઇચ્છતો કોઈ પણ ખંતીલો વિદ્યાર્થી આ ગ્રંથોને આધારે મળતા સમગ્ર જૈન સંસ્કૃતિના વર્તમાનના ચિત્રનું સમૃદ્ધ અધ્યયન રજૂ કરી શકે. એ જ રીતે એવો બીજો કોઈ વિદ્યાર્થી આ ગ્રંથોને કેન્દ્રમાં રાખી લેખકશ્રીની વિચારસૃષ્ટિ અને એનાં ઘડતર-પરિબળો પર વિસ્તૃત અધ્યયન રજૂ કરી શકે.
અહીં એ ઉમેરવું ખૂબ જરૂરી છે કે આ જ લેખકશ્રી આજે જો પુનરવતાર પામે તો પોતાના લચીલા, પ્રગતિશીલ સ્વભાવને કારણે આ જ વિષયો વળી નવી તાજગીથી નિરૂપે. આજે હવે મનુષ્યના ઉચ્ચાવી દોષો કે અપરાધો તરફ સહાનુભૂતિપ્રધાન ચિકિત્સક દષ્ટિ (જિજ્ઞાસા) ખીલી રહી છે, “અતિનૈતિક' (a-moral) એટલે કે પાપપુણ્યના વળગણોથી મુક્ત રચનાત્મક અભિગમ વિકસી રહ્યો છે. એ જ સાચું અધ્યાત્મ છે. એ સમાજાભિમુખ ધ્યાનમાર્ગ જ તારશે.
આ સંપાદન છૂટાછવાયાં દશેક વર્ષમાં વ્યાપેલા મનમોજી પરિશ્રમનું ફળ છે. એમાં રાણકપુર જેવા કોઈ વગડો શોભાવતા ભવ્ય મંદિરના પૂજારી જેવો, સુગંધી રસાળ પુષ્પવનમાં ભમતા ભમરા જેવો કે મહા-ઉદ્યાનના માળી જેવો આનંદ, બાહ્યકષ્ટ વચ્ચે પણ, માણ્યો છે. અનેક લેખો ભેગા કરી એક કર્યા, દરેક લેખમાં વત્તી-ઓછી કાપકૂપ કરી, અહીંતહીં શીર્ષકો વધુ પ્રભાવક, બોધક બનાવ્યાં, પ્રાસંગિક વિગતદોષની યથાશક્તિ ચિંતા કરી. તો યે સવા સોળસો જેટલાં પાનાં તો રહ્યાં જ; હૃદય કંપે છે : કોઈ શું કહેશે ? એ બદલ અને લેખકશ્રીના અવસાન બાદ છેક અઢાર વર્ષે આ તૈયાર કરવા બદલ ક્ષમાપ્રાર્થી છું. આત્મીયતાભર્યા મહેણાં મારનાર કે હૂંફભર્યું
Page #14
--------------------------------------------------------------------------
________________
XI
માર્ગદર્શન કરનાર સર્વ સ્વજનોનો આભારી છું. આમ તો આ સંપાદન એક પાંખ વિનાના પંખેરુની નાનકડી ઠબક-યાત્રા જ લાગે છે.
આ લેખોમાં છેડે અને એકાધિક લેખોના સંયોજનના કિસ્સાઓમાં વચ્ચે વચ્ચે પણ તે તે લેખની તારીખો આપી છે તે ધ્યાનમાં લેવી. તે તે લેખની વિગતો તેને તારીખે જેવી હતી તેવી આલેખાઈ છે તે ન ભુલાય.
અનેક લેખોમાં અન્યનાં અવતરણોની વિપુલતા જોવા મળશે. તેમાં સંજોગવશાત્ અન્ડરપૅરાની સુવ્યવસ્થા એકધારી નથી જળવાઈ તે બદલ ક્ષમાપ્રાર્થના.) બરોબર વિચારતાં આમાં લેખકની કૃતજ્ઞતા અને ઉદ્યમી ખબરદારી દેખાય છે. પોતાની વાત અન્યોના પ્રતિસાદથી દઢ કરવાની તાલાવેલી પણ જણાય છે.
આ સંપાદનમાં અનેકોનો નાનો-મોટો સહયોગ ભળ્યો છે. આ લેખો છાપવાની અનુમોદના કરી, ૧૯૫૮ના વર્ષ સિવાયની જૈનની ઉપર્યુક્ત ૩૧ બાંધેલી ફાઈલો યથેચ્છ ઉપયોગ માટે આપનાર, જૈન'ના વર્તમાન પ્રતિનિધિઓ શ્રી વિનોદભાઈ મહેન્દ્રભાઈ શેઠનો, લેખકશ્રીના જૈનમાંના લેખોની વર્ષવાર સુઘડ યાદી તૈયાર કરી આપનાર ભત્રીજી બહેન શિલ્પાનો, જરૂરી સલાહસૂચનો તથા પ્રોત્સાહન માટે મોટાભાઈ નિરુભાઈ તથા નાની બહેન પ્રજ્ઞાનો, કઠણાઈભર્યા મેટરનું ધીરજભર્યું ટાઈપસેટિંગ કરનાર વિવિધ સંસ્થાઓનો, કામની ઝડપ વધારે તેવા બહારગામના નિવાસ અને આતિથ્યની હૂંફ આપનાર ભાવનગરસ્થિત ભગિની માલતી તથા શ્રી કિશોરભાઈનો, (ત્યારે) લીંબડીસ્થિત સાળા શ્રી સુરેશભાઈ અને ભારતીબેનનો, સાકવાસ્થિત મિત્રદંપતી શ્રી ધીરેન્દ્ર-સ્મિતાનો, તેમ જ અમદાવાદમાંનાં સાળી પૂ. વિમળાબેનનો તથા સાળા શ્રી કાંતિભાઈ તેમ જ શારદાબેનનો આભારી છું. મારાં પત્ની ઉષાએ લેખોનું કરકસર-ચીવટભર્યું ઝેરોક્સ કરાવવામાં, સ્લિપો બનાવવામાં, વિષયવાર ફાઈલો બનાવવામાં, બધાં પ્રફોને મૂળ સાથે સરખાવી જોવામાં ને જરૂરી ચર્ચા-વિચારણામાં પૂરો સાથ, બે જણના ઘરની પૂરી જવાબદારી નિભાવવા સાથે આપ્યો એ અમારું એક આનંદભર્યું સંભારણું છે. એ કર્મશક્તિ મારે માટે દૃષ્ટાંતરૂપ છે. આ કામમાં લાઘવથી હૂંફાળું માર્ગદર્શન આપનાર બંધુ ને સુવિદ્વાન એવા ડો. નગીનભાઈ શાહને ન ભૂલું. વાચકોના એક અદના પ્રતિનિધિ બની આમાંનો એક મોટો અંશ વાંચી પ્રોત્સાહક પ્રતિભાવ આપનાર મારા પ્રેમળ કૉલેજ-સાથી પ્રા. દામુભાઈ ગાંધીનો પણ ઋણી છું. પ્રતિભાવ અને શુભેચ્છાનાં લખાણ લખી આપનાર સ્વજન ડો. ધીરુભાઈ ઠાકર, તથા મિત્ર બની રહેલા વિદ્યાનિષ્ઠ મુનિવરો પૂ. પ્રદ્યુમ્નસૂરિજી તથા પૂ. શીલચંદ્રવિજયજીએ અમને ઊલટભરી હૂંફ આપી છે. આવા અતિ-વિષમ સમયમાં પણ સંસ્થાના અમૃત
Page #15
--------------------------------------------------------------------------
________________
XII
મહોત્સવ નિમિત્તે આ ગ્રંથોસહિત ચાર જૈન વિદ્વર્યોના કુલ તેર ગ્રંથો પ્રગટ કરનાર ગૂર્જર-પરિવારને – વિશેષ તેના ઠરેલ રાહબર મનુભાઈને – આવા ઉદાર સાહસ બદલ અભિનંદું છું, વંદુ છું.
લેખક વતી “સર્વથા સહુ સુખી થાઓ,સમતા સહુ સમાચરો' એ જ અભ્યર્થના. તા. ૧૫-૧૨-૨૦૦૩ (સરદાર-પુણ્યતિથિ)
– નીતીન ૨. દેસાઈ ૬, અમૂલ સોસાયટી, નવા શારદામંદિર, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭ ટેિન. (૦૭૯) - ૬૬૦૬૪૦૮]
Page #16
--------------------------------------------------------------------------
________________
લેખકનાં પુસ્તકોની યાદી વાર્તાસંગ્રહ
| (શ્રી જયભિખ્ખના સહકારમાં) કવિજીનાં (અગાઉ મુદ્રિત દસ સંગ્રહોનું ! કથારસ્નો (લેખકઃ ૧. શ્રી અમરમુનિજી ) પુનઃસંકલન)
સંપાદનો તિલાલ દીપચંદ દેસાઈ
ધૂપસુગંધ કથા-સાહિત્ય
(જુદા જુદા લેખકોની વાર્તાઓનો સંગ્રહ) સંપુટ ૧ : મંગલમૂર્તિ
રાજપ્રશ્ન સંપુટ ૨ : અભિષેક
(કર્તા મનસુખલાલ રવજીભાઈ મહેતા) સંપુટ ૩ : માનવની મહાયાત્રા
જૈન ધર્મનો પ્રાણ સંપુટ ૪ : રાગ અને વિરાગ
(પં. શ્રી સુખલાલજીના લેખોનો સંગ્રહ સંપુટ ૫ : દિલનો ધર્મ
પં. શ્રી દલસુખભાઈ માલવણિયાના ચરિત્રો
સહકારમાં)
શ્રી “સુશીલ'ની સંસ્કારકથાઓ ૧. સમયદર્શી આચાર્ય
શ્રી શત્રુંજયોદ્ધારક સમરસિંહ અને બીજા (આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી) ૨. શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ
(લેખક : શ્રી નાગકુમાર મકાતી) ૩. ગુરુ ગૌતમસ્વામી
તિલકમણિ (લેખક : શ્રી જયભિખ્ખ) ઈતિહાસ
શ્રી આનંદઘનજીનાં પદો (ભાગ બીજો) ૧. ભદ્રેશ્વરતીર્થનો ઇતિહાસ
શ્રી આનંદઘનચોવીશી ૨. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો | (બંને ઉપર શ્રી મોતીચંદ ગિ. કાપડિયાનું ઇતિહાસ (૨ ભાગ)
વિવેચન) ૩. વિદ્યાલયની વિકાસકથા
જૈનધર્મચિંતન ૪. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની (લેખક : પં. શ્રી દલસુખભાઈ ૫૦ વર્ષની કાર્યવાહીનો ઈતિહાસ
માલવણિયા) અનુવાદ
જૈન ઇતિહાસની ઝલક (લેખક : મુ. શ્રી જિનવિજયજી)
લેખો
દેવદાસ
Page #17
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૧. ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ (પૃ. ૩થી ૬૯) (૧) ધાર્મિકતા એટલે જ ચિત્તનો વિસ્તાર ... (૨) ધર્મપાલનની પારાશીશી .. (૩) સંસાર અસાર જ ? ... .. () ઍલિન-પુત્રીમાં પાંગરેલી ધર્મશ્રદ્ધા .... (૫) શ્રદ્ધા, સમજણ, આચરણ (જૈન રત્નત્રયી) .... (૬) અજ્ઞાનનો અંધકાર અને જ્ઞાનનો અહંકાર દૂર કરીએ .... (૭) સાંપ્રદાયિક માન્યતાઓ અને સત્યની શોધ ..... (૮) પુનર્જન્મનું સમર્થન કરતાં સંશોધનો. (૯) પહેલું પગથિયું : પ્રમાણિકતા ......... (૧૦) એક હાથ બીજા હાથને સંભાળે ........ (૧૧) દેહદાન : શ્રેષ્ઠ દયાધર્મ. . (૧૨) સદ્દગુણ અને સંપત્તિ............... (૧૩) અસ્તેય અને અપરિગ્રહ પરસ્પર પૂરક ...... (૧૪) જૈનોની પરિગ્રહશીલતા ..... (૧૫) આત્મકલ્યાણની રત્નત્રયી : સત્ય, સરળતા, ક્ષમાયાચના (૧૬) “અહિંસા' જીવનસંવર્ધક કે માત્ર નિષેધક ? . (૧૭) અહિંસા અને સત્ય વચ્ચે સમતુલાની જરૂર... (૧૮) મનની કેળવણીની ઉપેક્ષા.. (૧૯) સ્વભાવ કેમ ન બદલાય ?. .... (૨૦) ભક્તિમાં વિવેકની જરૂર.............. (૨૧) સ્વાચ્ય અને સાધના વચ્ચે મેળની જરૂર....... (૨૨) જ્ઞાન-ધ્યાનની સુદીર્ઘ ઉપેક્ષા વચ્ચે કેટલાક સમ્પ્રયત્નો (૨૩) સંથારો તે આપઘાત ? .
Page #18
--------------------------------------------------------------------------
________________
XV
૨. શ્રમણસમુદાયની એકતા, જ્ઞાનસતા અને આચારશુદ્ધિ ( પૃ. ૭૦થી ૨૧૭)
(૧) શ્રમણધર્મનું મુખ્ય કાર્ય
(૨) વ્યવહારશુદ્ધિની ભારે આવશ્યકતા : પૂ. મુનિવરોને વિનંતી. (૩) ઇતર સાધુસમાજનો વિચારપલટો.
(૪) શ્રુતભક્તિ : લોઢાના ચણા ?
(૫) સંઘમાં શ્રમણ-સમુદાયના સુગ્રથન અને વિદ્યાયોગ માટેનું
એક આયોજન .
(૬) શ્રમણ-વિદ્યાલય ઃ એક અટળ કર્તવ્ય
(૭) સાધના અને સેવા : સાધુજીવનની બે પાંખો . (૮) લોકસંપર્ક : જાજરમાન જૈન સાધુચર્યાનું અમૃત (૯) સમાજ અને ગુરુવર્ગ ..
(૧૦) ‘સિદ્ધપુત્ર’ની ધર્મપ્રચારક તરીકે જરૂર . (૧૧) એક લોકારાધક મુનિરત્ન ..
(૧૨) જૈનધર્મનો પ્રચાર : એક મુનિવરનો નેપાળ-પ્રવાસ.
(૧૩) સંઘસ્વાસ્થ્ય અને શ્રમણચર્ચા
૧૦૦
૧૦૨
૧૦૫
૧૦૭
૧૨૨
૧૨૫
(૧૬) અધિકાર અને જવાબદારી
૧૨૮
૧૩૧
(૧૭) આચાર્યપદની આ તે કેવી હાંસી ! (૧૮) પદવી પ્રત્યે દાખલારૂપ અનાસક્તિ (૧૯) એક ઋજુ સાધકની રૂડી અંતર્વ્યથા .
૧૩૪
૧૩૬
(૨૦) અવમૂલ્યન, ભાઈ અવમૂલ્યન, આચાર્યપદનું અવમૂલ્યન !
૧૩૭
(૨૧) ગૃહસ્થનો ગુણાનુવાદ અને મુનિચર્યા ...
૧૪૧
(૨૨) શ્રમણવર્ગ માટે શિથિલાચા૨ોધક આચારસંહિતાની તાતી જરૂ૨ . . ૧૪૩
૧૪૫
૧૪૯
૧૫૩
૧૫૪
૧૫૮
૧૬૨
(૧૪) શ્રમણસંઘનું એકત્વ : એક આશાસ્પદ પહેલ (૧૫) શ્રમણવર્ગને અપાતી પદવીઓ.
(૨૩) જાણવા જેવી સામાચારી
(૨૪) પૂ.આમ શ્રી વિજયપ્રેમસૂરિજીના સમુદાયનું બંધારણ.
(૨૫) આત્મનિરીક્ષણનો એક મ્રુત્ય પ્રયાસ .
(૨૬) ચોમાસામાં મુનિરાજોની નિશ્રાનો વ્યાપ (૨૭) વહેતાં પાણી નિર્મળાં .........
(૨૮) શ્રમણસંઘ અને ચતુર્થ-પંચમ વ્રત.
8 % % ૨ ૪ ૪ ૪ ૪ છુ
Page #19
--------------------------------------------------------------------------
________________
XVI
-
,
,
,
,
,
5
0
.. ૧૦
- ૧૭૮
•
•
•
•
•
•
,
,
,
,
,
,
1
,
-. ૧૯૪
- ૧૯૫
- ૧૯
૨૦૧
૨૦૪
. . ૨૦૫
(૨૯) વધતા પરિગ્રહપ્રેમને નાથવાની જરૂર
. ૧૬૪ (૩૦) કર લે સિંગર............
. ૧૬૬ (૩૧) સંઘની અરાજકતાનું તળિયું ક્યાં ? ..
. ૧૬૮ (૩૨) મુનિચર્યા અને ધ્વનિવર્ધક યંત્ર ........ (૩૩) શ્રમણ સમુદાયની નીહારવ્યવસ્થા ..
૧૭૬ (૩) શ્રમણ-સમુદાયનું આરોગ્ય ........... (૩૫) સાધ્વીવર્ગની અવગણના – અહિંસા-ભંગ , (૩૬) સાધ્વીસંઘ બાબત તપગચ્છ હજી નહિ જાગે ? ...
૧૮૯ (૩૭) એક નિરુત્તર માર્મિક પ્રશ્ન..... (૩૮) મુકેલ છતાં ઉપયોગી કાર્ય : સાધ્વી-સંમેલન .... (૩૯) મુંબઈમાં સાધ્વીરત્નોનો સુભગ સંગમ (૪) શ્રમણોને યોગ્ય એક આવશ્યક મર્યાદા.......... (૪૧) યોગ્યતાને આધારે દીક્ષા : એક ઠરેલ અભિગમ .. (૪૨) દીક્ષાની ભાવનાવાળા માટે એક બોધક પ્રસંગ.. (૪૩) હરિજનને પણ દીક્ષા આપવાની તૈયારી ......... (૪) મોર અને પીછાં ........ (૪૫) ધન્ય ગુરુ ! ધન્ય ચેલા !..... (૪૬) પાપોદય અને પુણ્યોદય ! ..... (૪૭) દમન અને સંયમ વચ્ચેનો ભેદ : એક વિનમ્ર મત... ... ..... ૨૧૫
૩. જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ (પૃ. ૨૧૮થી ૩૦૧) (૧) ધર્મ અને સંઘની શોભાને સાચવવાની વ્યક્તિની જવાબદારી .... ૨૧૮ (૨) ધર્મક્ષેત્રમાં સાધ્ય-સાધન-શુદ્ધિ ......... ............ (૩) સંઘશુદ્ધિનું મુશ્કેલ છતાં સહેલું કાર્ય...... () ભેદશમનનાં મંગળ એંધાણ ..... (૫) ધર્મ, સંઘ અને સમાજ અંગે એક મુનિવરની વેદના ..... (૬) સંઘશુદ્ધિ બાબત આચાર્યશ્રીની સાચી આગાહી .... (૭) પંજાબનો પ્રવાસ : જૈનસંઘની ઝલક ...
૨૩૫ (૮) ગચ્છના વ્યામોહથી મુક્તિ માટેની એક ધ્યાનપાત્ર ચેષ્ટા ..... (૯) શ્રમણભક્તિમાં સમત્વની જરૂર.
૨૪૨ (૧૦) સમુદાયમાં વ્યવસ્થાની કેળવણી.........
૨૦૫
.
.
.
૨૨૦
•. ૨૨૩
• . ૨૨૫
૨૩૨
૨૪૧
Page #20
--------------------------------------------------------------------------
________________
XVII
૨૪૭.
. ૨૫૮
- 99
૨૮૦
૨૮૪
૩૦૦
(૧૧) વૃદ્ધાવાસ, વિદ્યાભ્યાસ અને વેયાવચ્ચની સગવડની જરૂર......... (૧૨) દિગંબર સમાજનો આંતરિક એકતાનો પ્રયત્ન .... (૧૩) તેરાપંથના પ્રચાર સામે પાયાનો ઉપાય.
૨૬ ૨ (૧) તેરાપંથમાં ધરમૂળનું પરિવર્તન ?..
૨૬૪ (૧૫) તિથિચર્યાનો ઇતિહાસ .....
૨૬૬ (૧૬) તિથિની એકતા માટે ધ્યાનપાત્ર બે સૂચનો (૧૭) તિથિચર્ચામાં ઠેરના ઠેર !... (૧૮) તિથિચર્ચા ખડક પુરવાર થશે ? ... (૧૯) જાહેરવિવાદો અને જીવનશુદ્ધિ : શાસ્ત્રનો માર્મિક અભિપ્રાય (૨૦) શાસ્ત્રાર્થ ભલે કરીએ, કલહ નહિ
૨૮૨ (૨૧) મહાવીરનિર્વાણ-મહોત્સવના વિરોધનું તાંડવ ...... (૨૨) વિરોધના વકરતા રોગનું સિંધવલોકન ........ (૨૩) વિજય તો ખરો, પણ કોનો ?.
૨૯૩ (૨) ઉપાશ્રયોનાં દ્વાર મોકળાં બનાવો.
૨૯૬ (૨૫) સુણજો અચરજ એહ ! (હાથીના દાંત).................
૪. સંસ્કૃતિનાં મૂળતત્ત્વો (પૃ. ૩૦૨થી ૩૧૯) (૧) કેવી ઝંખના ! કેવું દર્શન ! કેવી સિદ્ધિ !.. (૨) વિજ્ઞાન અને અધ્યાત્મ – બે પાંખો .
૩૦૪ (૩) માનવતાવાદી સંસ્કૃતિની જરૂર.........
૩૦૭ () ભારતની વર્તન વગરની વંધ્ય વિચારસરણી
એક તત્ત્વવેત્તાની વેદના).. (૫) વિના સહકાર નહિ ઉદ્ધાર . (૬) વસુધા-કુટુંબના નિર્માણ માટે સહિષ્ણુતા અને સમતા......... (૭) સંસ્કૃતિવિકાસ અને ભાષાશુદ્ધિ . ..
..........
. . ૩૧૭ ૫. ઉચ્ચ જૈન વિદ્યાધ્યયન (પૃ. ૩૨થી ૩૬૫) (૧) વિદ્વાનો પ્રત્યેની અંધ અશ્રદ્ધા...
૩૨૦ (૨) શાસ્ત્રાભ્યાસની યોજનાની જરૂર .. (૩) જેન-ચેર'-સંબંધી વિચારણા .
૩૨૫ (જી જૈનસંસ્કૃતિકલાકેન્દ્રની સ્થાપના..........
૩૩૨
૩૦૨
૩૧૦
૩૧૨
૩૧૪
:
૩૨૨
•
•
•
Page #21
--------------------------------------------------------------------------
________________
• ૩૩૮
'
cru
જ
બ૬ . . . . . . .
. ઉપર
૩પ૭
૩૬૦
૩૬ ૧
XVIII (૫) ઓલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સ અને આપણે ........... (૬) ઓરિયેન્ટલ કોન્ફરન્સની વિદ્યાયાત્રા ...........
૩૪૦ (૭) અધતન જેનવિદ્યાધ્યયન માટેનાં કેન્દ્રસ્થ ગ્રંથાલયોની જરૂર...... ૩૪૫ (૮) દૃષ્ટિસંપન્ન લોકાભિમુખ વિદ્યોપાસના જ ખપે
૩૪૮ (૯) વિદ્યાયત્નમાં ગુજરાત...... (૧૦) ભણે તેની વિદ્યા........... (૧૧) ભારતીય વિદ્યા માટે અનુકરણીય સખાવત . . . . . . (૧૨) આધુનિક જાગતિક જૈનવિદ્યાધ્યયન :
સર્વગ્રાહી ચિત્રણની તાતી જરૂર ... (૧૩) “વિદ્યાશ્રમને પરિપૂર્ણ બનાવીએ
૩૬૩ ૬. જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર (પૃ. ૩૬૬થી ૩૯૯) (૧) શ્રુતસંપત્તિના રક્ષણની સુદીર્ઘકાલીન જૈન પરંપરા ............ ૩૬૬ (૨) જૈન સાહિત્યના ઉદ્ધારની તાકીદ
૩૬૯ (૩) જ્ઞાનભંડારોની શોચનીય દશા અને આપણો સમયધર્મ ...... ૩૭૩ (૪) કચ્છનું ઉપેક્ષિત વિદ્યાધન........ (૫) જોખમી સ્થાનોમાંથી જ્ઞાનભંડારોને તત્કાળ ફેરવવાની જરૂર ૩૮૨ (૬) જ્ઞાન-ભંડારોનો વહીવટ .. (૭) મુનિવરની મૂલ્યવાનું સાહિત્યયાત્રા (૮) જ્ઞાનોદ્ધારનો એક સ્મારકરૂપ પુરુષાર્થ .....
૩૯૩ (૯) પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યને પ્રગટ કરતાં રહીએ........ ૩૯૭
૭. જૈન આગમો : મહત્ત્વ અને પ્રકાશન (પૃ. ૪૦૦થી ૪૧૫) (૧) આગમપ્રકાશનની વિવિધ આધુનિક યોજનાઓ .............. ૪૦ (૨) ફિરકાવાર અલગ આગમ-સંશોધન : શક્તિનો અતિવ્યય....... ૪૦૪ (૩) આગમોની ટીકાઓ સંબંધી સ્થાનકવાસી સંઘ જરૂર વિચારે. .... . ૪૦૯ (જી પરદેશમાં આગમોનું અધ્યયન..
૮. પ્રાકૃતાદિનું અધ્યયન (પૃ. ૪૧૬થી ૪૪૨) (૧) પ્રાકૃતાદિ લોકભાષાઓના અધ્યયનનું મહત્ત્વ............... ૪૧૬ (૨) પ્રાકૃત સાહિત્યમાંનું પ્રાચીન વૈજ્ઞાનિક જ્ઞાન : એક સ્તુત્ય અધ્યયન ૪૧૯ (૩) પ્રાકૃત ભાષાના જતનનો પ્રયાસ ......... . . . . . . . . . ૪૨૧
૩૭૯
૩૮૫
૩૯૧
૪૧૨
Page #22
--------------------------------------------------------------------------
________________
XIX
...........
૪૬ ૧.
• • • , , , ,
(જી પ્રાકૃત અભ્યાસ અને અભ્યાસીઓની સ્થિતિ...
૪૨૮ (૫) ભારતમાં પ્રાકૃતના અભ્યાસની સગવડ : એક સર્વેક્ષણ ....... ૪૩ર (૬) પ્રાકૃતનું શિક્ષણ : પૂર્વતૈયારીની જરૂર................... ૪૩૬ (૭) પ્રાકૃત વિદ્યામંડળ ....
૪૩૯ . ૯. પ્રાચીન-વિદ્યાકળાની સામગ્રી (પૃ. ૪૪૩થી ૪૫૩) (૧) પ્રાચીન કળા અને વિદ્યાની સામગ્રીનું જતન ................ ૪૪૩ (૨) પુરાતન અવશેષોના સંરક્ષણની જરૂર.......
......... ૪૫૦ ૧૦. સામયિકો અને જૈન-પત્ર સાથેની લેખકની સહયાત્રા (પૃ. ૪૫૪થી ૪૮૫) (૧) પત્રકારત્વ – એક યુગવિધાયક અપૂર્વ પરિબળ ..
. ૪૫૪ (૨) જૈન પત્રકારત્વ : પા-પા પગલી.....
૪૫૮ (૩) જૈન પત્રકારત્વની પગદંડી .. () જેન'-પત્ર – ભાવના, મથામણ અને સૌભાગ્ય .....
. ૪૬૪ (૫) ગરવું સામયિક – આત્મઘડતરનો ઉત્સવ (વિદાય-વચનો) ..... (૬) જેનપ્રકાશનું જાગૃત, સેવાનિષ્ઠ પત્રકારત્વ ...
૪૭૩ (૭) જૈન-જર્નલ'ના સંપાદકશ્રીને અભિનંદન.....
૪૭૪ (૮) જૈનયુગ”ને ખપે સંઘનો જાગૃત સહકાર ..... ...
૯) જૈનસંસ્કૃતિનું ભૂષણ શ્રી જન-સત્ય-પ્રકાશ' બંધ જ થશે ? ..... ૪૭૯ (૧૦) પ્રજાનાં પ્રાણસમાં “હરિજનપત્રોને ટકાવવાની જરૂર........... ૪૮૧ (૧૧) મારી અભિવ્યક્તિકળાનો વિકાસપથ.. ................... ૪૮૨ ૧૧. ગ્રંથવિશેષ અને પ્રકાશન-સમારોહ-વિશેષો: સમીક્ષા (પૃ. ૪૮૬થી ૫૩૬ ) (૧) મહાગ્રંથ “નયચક્ર'નાં સંશોધન પ્રકાશનના બે સીમાસ્તંભો....... ૪૮૬ (૨) શાસ્ત્રીય વિષયનો રોચક અનુવાદ : ગણધરવાદ' ...
• .. ૪૯૫ (૩) કર્મગ્રંથના પ્રકાશનનો આવકારપાત્ર જ્ઞાન-મહોત્સવ ........ ૪૯૭ (૪) યોગશતક (ગ્રંથ-પરિચય) .........
૫૦૧ (૫) નમૂનેદાર સંપાદન (ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ') ........ ૫૦૪ (૬) એક સાહિત્યિક પુરુષાર્થની વીરગાથા (મહાભારતનો રશિયન અનુવાદ)
• • • • • • • . . . . . . ૫૦૫ (૭) પ્રાચીન “કુવલયમાલા-મહાકથાનો સરળ અનુવાદ............ ૫૦૯ (૮) ધન્ય અવસર ! ધન્ય ગુજરાત ! (“હરિસંહિતા'નું પ્રકાશન) .... ૫૧૧
• • • • • • • • • , , , ,
8 9 9
Page #23
--------------------------------------------------------------------------
________________
૫૧૪ પ૧૫ ૫૧૯
(૯) જૈન તીર્થોનો પ્રાચીન ઇતિહાસ . (૧૦) મહાવીરજીવન કંડારતો શકવર્તી ચિત્રસંપુટ .. (૧૧) ભગવાન ઋષભદેવના જીવનનાં ચિત્રો : પરંપરાનો સમુદ્ધાર.... (૧૨) “મહાવીર-દર્શન અને ચંદનબાળાનું કથાગીત... (૧૩) “શ્રી મહાવીર-કથા' જરૂર વાંચજો .. (૧) “શાસનસમ્રા ગ્રંથને આવકાર ........ (૧૫) લોકશિક્ષણની અભિનંદનીય પ્રવૃત્તિ. ......... (૧૬) એક સમાજહિતચિંતકની વેદના : એક ગ્રંથદર્પણ .....
૫૨૪ પ૨૫
* * . . . ૫૨૭
• • • • • • • • • • • • • , , ,
૧૨ ૯
• • • • • • • •. .
૫૩૩
Page #24
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
Page #25
--------------------------------------------------------------------------
________________
“અસત્યો માંહેથી...” “પોતાના અનુયાયીઓની સંખ્યામાં દિવસે-દિવસે ઘટાડો થવા છતાં, જૈનધર્મ હિંદુસ્તાનમાં બીજા ધર્મોની સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી શકયો છે તેનું એક અને મુખ્ય કારણ એનું સંસ્કારબળ, અને બીજું મહત્ત્વનું કારણ એના અનેક બાહોશ અનુયાયીઓનું ગણનાપાત્ર ધનોપાર્જન-બળ છે. આ ધનબળ અને સાધર્મિકો માટે તેના ઉદાર વ્યયનું બળ જો નબળું થઈ જાય, તો તેની અસર સંસ્કારબળ ઉપર શી થાય એનો ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે.”
તાત્ત્વિક કે આર્થિક – ગમે તે દૃષ્ટિએ પશુસંવર્ધન અને જીવદયા પ્રજાજીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી જેઓ એ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે, તેઓ દેશસેવાનું જ કામ કરે છે, અને તેમને પૂરો સાથ અને સહકાર આપવો દરેક દેશવાસીની ફરજ છે. પશુસંરક્ષણને આપણે પ્રજાસંરક્ષણ સમજીએ, જીવદયાને આપદયા સમજીએ અને જાગ્યા ત્યારથી સવાર ગણીને આપણી સંસ્કૃતિની શોભા અને દેશની શક્તિ વધારવાના આ પુણ્યકાર્યમાં આપણો વધુમાં વધુ ફાળો નોંધાવીએ.”
“દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થવાની છે એ તો કાળદેવતાનો વજલેખ છે; અને જૈન સંસ્કૃતિએ તો સદીઓ પહેલાંથી એના પાયામાં જ આવી ઊંચ-નીચતાનો કે અસ્પૃશ્યતાનો ધરમૂળથી વિરોધ કરેલો છે. એટલે અસ્પૃશ્યતાના દોષને દૂર કરવામાં પૂરેપૂરો સાથ આપવો એ જૈન મુનિવરોની તો ખાસ જવાબદારી છે. એ જવાબદારી અદા કરીશું, તો આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિની પ્રતિષ્ઠા અને પ્રગતિ વધારીશું; નહીં તો, જે થવાનું છે, તે તો થયા વગર રહેવાનું નથી.”
જેનામાં તીવ્ર અને વ્યાપક સંવેદનશીલતા અને એને વાચા આપવાની પ્રતિભા હોય એ મહાકવિ બની શકે; જેનામાં ભવિષ્યનાં પગલાં પારખવાની આર્ષદૃષ્ટિ જાગી હોય, તે મહર્ષિ બની શકે; એ જ રીતે જેના અંતરમાં સમસ્ત પ્રજાનાં દુઃખનાં સંવેદનોને ઝીલવાની અને એની સાથે એકરૂપતા સાધવાની અપાર કરુણા હોય, એ જ વ્યક્તિગત રીતે મહાન નેતા બની શકે. આ બાબત માત્ર બૌદ્ધિક તાકાતને ખીલવવાની નહીં, પણ હૃદયને મહાસાગર જેવું વિશાળ બનાવવાની છે.”
(લેખકશ્રીની ભવ્ય અંતરયાત્રામાંથી)
Page #26
--------------------------------------------------------------------------
________________
૧
ધર્મદૃષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ
(૧) ધાર્મિકતા એટલે જ ચિત્તનો વિસ્તાર
જૈન દર્શનમાં ધર્મ” શબ્દની સમજૂતી ‘વત્યુતાવો થમ્યો ।’ એટલે કે વસ્તુનો સ્વભાવ એ ધર્મ – એવી આપવામાં આવી છે. આ વ્યાખ્યા જેટલી તાત્ત્વિક અને મૌલિક છે, એટલી જ વૈજ્ઞાનિક અને વ્યાપક છે.
વળી, પાંચ ‘અસ્તિકાય'માં ધર્માસ્તિકાય’નો અર્થ સમજાવતાં કહેવામાં આવ્યું છે કે જે ગતિમાં સહાય કરે તે ધર્માસ્તિકાય.
જો આપણે ઇચ્છીએ તો આ બંને વ્યાખ્યાઓ આપણને ધર્મની પાયાની લાક્ષણિકતા સમજવામાં ઉપયોગી થઈ શકે.
જ્યારે ધર્મની ઓળખાણ ‘વસ્તુનો સ્વભાવ’ એવી આપવામાં આવે છે, ત્યારે આત્માના ઉત્કર્ષની દૃષ્ટિએ એ લક્ષણ સમજવું ઘટે : જે જ્ઞાન અને જે ક્રિયા આત્માને એનો પોતાનો સ્વભાવ પ્રગટ કરવામાં ઉપકારક બની શકે તે ધર્મ.
એ જ રીતે, જે ગતિમાં સહાયરૂપ થાય તે ધર્માસ્તિકાય એ સમજૂતી ધર્મભાવનાનું હાર્દ સમજવામાં ઉપયોગી થઈ શકે : જે જ્ઞાન અને ક્રિયા આત્માને ગતિશીલ એટલે કે પ્રગતિશીલ બનાવે એનું નામ ધર્મ.
જ્યારે ધર્મને આપણે આ રીતે સમજવા લાગીએ છીએ, ત્યારે ધાર્મિકતાનું ક્ષેત્ર કેટલું વિસ્તૃત હોઈ શકે, અથવા તો ચિત્તવૃત્તિના ક્ષેત્રને કેટલું વિસ્તૃત કરીએ તો એ સાચી ધાર્મિકતા ગણાય, એનો કંઈક ખ્યાલ આપણને આવવા લાગે છે. જેમ-જેમ આવી સ્વભાવરૂપ ધાર્મિકતાને આપણે સમજતા થઈએ છીએ, તેમ-તેમ આપણું મન વિશાળ થતું જાય છે. તેથી જેમ-જેમ એ ધાર્મિકતાને જીવનમાં ઉતારતા જઈએ છીએ, તેમતેમ આપણો આત્મા વિશ્વના સર્વ જીવો સાથે એકરૂપતાનો અનુભવ કરવા લાગે છે, અને અહિંસા, વાત્સલ્ય અને કરુણાના પૂર્ણ પરિપાલનની દિશામાં આગળ વધે છે. પૂર્ણ અહિંસાને જીવનમાં પ્રગટાવવાની આ પ્રક્રિયા જ અંતે “મિત્તી કે સવ્વમૂત્તુ વે મળ્યું ન ળ' (સર્વ જીવો પ્રત્યે મારી મિત્રતા છે, મારે કોઈ સાથે વેર નથી) એ ધર્મસૂત્રના પૂર્ણ સાક્ષાત્કાર તરફ આત્માને દોરી જાય છે.
-
Page #27
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન જે પંથે આત્મસાધનારૂપ ધર્મના ધ્યેય તરીકે આવી વિશ્વમૈત્રીની ઉદાત્ત અને સર્વવ્યાપી ભાવનાને સ્વીકારી હોય, એ પંથની ધાર્મિકતા કેટલી બધી વ્યાપક હોવી જોઈએ – એટલી વ્યાપક કે જેમાં કેવળ માનવમાત્રનો જ નહીં, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવથી લઈને મોટામાં મોટા પ્રાણીનો સમાવેશ થઈ શકે. પણ સાથે સાથે એ વાત પણ આપણા ખ્યાલમાં રહેવી જોઈએ કે અહિંસાની સાધનાના ફળસ્વરૂપ વિશ્વમૈત્રીની આ ભાવનાની ખરેખરી કસોટી અન્ય જીવો સાથેના વ્યવહાર કરતાં માનવસમાજ સાથેના વ્યવહારવર્તનમાં વધારે થાય છે; કારણ કે ઇતર પ્રાણીઓ કરતાં પોતે ચડિયાતો છે એવું પુરવાર કરવા માટે માનવી ભાગ્યે જ લલચાય છે કે પ્રયત્ન કરે છે. પણ કષાયો અને રાગદ્વેષને કારણે પોતે બીજા માણસ કરતાં ચડિયાતો છે, પોતાનો સમાજ ઇતર સમાજ કરતાં ચડિયાતો છે એવું માનવા-મનાવવા તરફ માનવીનું મન સહજે ઢળી જાય છે. અને જ્યારે માનવીનું મન પોતાનું ચડિયાતાપણું પુરવાર કરવા માટે બીજાઓનું ઊતરતાપણું પુરવાર કરવા તરફ વળે છે, ત્યારે કંઈકંઈ નજીવાં કારણોને આગળ કરીને એ પોતાના અહંકારને પોષવા લાગે છે, અને જે ધર્મનો પાયાનો હેતુ જ અહંકારને ગાળી નાખવાનો છે, એ ખુદ ધર્મના નામે જ અહંકારનું પોષણ થવા લાગે છે! પરિણામે, એક બાજુ ધાર્મિક ગણાતી પ્રવૃત્તિ ચાલતી રહે છે, અને બીજી બાજુ સાચી ધાર્મિકતાના પાયામાં સુરંગ ચાંપતી કષાયવૃત્તિ આગળ વધતી રહે છે!
આપણે ત્યાં ધર્મમાંથી ફિરકા જન્મ્યા, એક-એક ફિરકાને પણ ગણ, ગચ્છ કે સંઘનાં ઘાતક વળગણો વળગ્યાં, એક-એક ગચ્છ જુદાજુદા સમુદાયોના બંધનમાં જકડાઈ ગયો, અને પછી આ દરેક સ્તરે પોતપોતાની સરસાઈ સ્થાપવાની સાઠમારી ચાલી. આટલું ઓછું હોય એમ, એક જ સમુદાયની જુદી-જુદી વ્યક્તિઓ પણ બીજાઓ કરતાં પોતાના ચઢિયાતાપણાને જ વિશેષ મહત્ત્વ આપવા લાગી. આમાં પછી ધર્મના સાધ્યરૂપ વિશ્વમૈત્રીના સૂત્રનું ઉચ્ચારણ પોપટના રામનામ-રટણની જેમ કેવળ શૂન્ય બની રહે એમાં શી નવાઈ ?
અને “અમારો ધર્મ સૌ કરતાં ચડિયાતો' એ વિચારના કેફમાં આપણે એટલું બધું ભાન ગુમાવી દીધું કે મોટા-મોટા માનવ-સમાજોને આપણે, વિશ્વમેત્રીના ઉદ્બોધક તીર્થકરે પ્રવર્તાવેલ ધર્મતીર્થના દ્વારેથી જાકારો આપવામાં ગૌરવ માનવા લાગ્યા ! નિર્મળ, શીતળ અને મીઠું નીર વહાવતી સરિતાને કિનારે આવવાની જાણે આપણે તરસ્યા જીવોને મનાઈ ફરમાવી દીધી! અને છતાં આપણે માનતા રહ્યા કે અમારામાં જ સાચી ધાર્મિકતાનો વાસ છે ! આનાથી ખરી રીતે તો દુનિયાને જેટલો ગેરલાભ થયો છે, એના કરતાં જરા ય ઓછો ગેરલાભ આપણી પોતાની જાતને નથી થયો !
Page #28
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧, ૨
કોઈ એક ધર્મના સિદ્ધાંતમાં બીજા કોઈ ધર્મના સિદ્ધાંત કરતાં ચડિયાતું તત્ત્વ હોઈ શકે; પણ મુદ્દાની વાત એ છે કે આવા ઉમદા તત્ત્વનું ગુમાન સેવીને, જાણે એ દુન્યવી સ્થૂળ સંપત્તિ હોય એમ, બીજાઓને એથી વંચિત રાખવાનો પ્રયત્ન કરીને, ઊલટું તેમની નિંદા-કૂથલીના કીચડમાં પડવું એને બદલે એ ઉમદા તત્ત્વની ઉદારતાપૂર્વક લ્હાણ કરવી એ જ સાચો ધર્મમાર્ગ છે. યોગિરાજ આનંદઘનજી જેવા ધર્મપુરુષોએ ગચ્છોના ભેદ-પ્રભેદ સામે જે પુણ્યપ્રકોપ દર્શાવ્યો છે, તે આટલા જ માટે.
ફ્રાંસના મહાન તત્ત્વચિંતક સ્વ. રોમે રોલાં આ યુગના વિશ્વના મહાન ફિલસૂફોમાંના એક છે. ધર્મ અંગેની એમની માન્યતા ખૂબ વિશાળ હતી. મુંબઈના અંગ્રેજી દૈનિક ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના તા. ૧૬-૩-૧૯૬૯ના અંકમાં શ્રી દિલીપ પડગાંવકરે મેડમ રોમેરોલાંની તાજેતરમાં લીધેલી મુલાકાતની પ્રશ્નોત્તરી પ્રગટ થઈ છે. એમાં સદૂગત રોમેરોલાંના ભારત પ્રત્યેના વલણનું તથા મહાત્મા ગાંધીજી અંગેની તેમની માન્યતાનું નિરૂપણ કરાયું છે. એમાં એક સવાલના જવાબમાં મેડમે એમના પતિની ધાર્મિકતા અંગે બહુ જ સંક્ષેપમાં જે નિર્દેશ કર્યો છે, તે સાચી ધાર્મિકતા કેટલી બંધનમુક્ત અને વિશાળ હોઈ શકે એનો ખ્યાલ આપી શકે એમ છે :
રોમામાં એક પ્રકારનું ધાર્મિક સંવેદન હતું કે જે એમને લોકોની પાસે પહોંચવામાં – લોકોને સમજવામાં – માર્ગદર્શક બનતું હતું. આ ધાર્મિક સંવેદન નાતજાતના, ધર્મપંથના, દેશ-દેશ વચ્ચેના તેમ જ સંસ્કૃતિ-સંસ્કૃતિ વચ્ચેના ભેદોને ઓળંગી જતું હતું. આ ભૂમિકાને આધારે જ તેઓ લોકોને મળવાની અપેક્ષા રાખતા હતા. તેઓ ખરા હૃદયથી માનતા હતા, કે અન્ય માનવસમાજો અને અન્ય સભ્યતાઓને સમજવા માટે વિશાળ અને ખુલ્લું મન હોવું જરૂરી છે.”
ધર્મનો હેતુ ભેદમાં અભેદ, અનેકતામાં એકતા અને વેર-દ્વેષના સ્થાને વાત્સલ્ય અને મિત્રતાને સ્થાપવાનો જ છે. જૈનધર્મે આ હેતુને જ આગળ કર્યો છે. એ હેતુ ત્યારે જ સફળ થઈ શકે, જ્યારે મનમાંથી અને પંથમાંથી સંકુચિતતા દૂર કરીને તે બંનેને ગગનમંડળ જેવાં વિસ્તૃત બનાવવામાં આવે.
(તા. ૧૯-૪-૧૯૬૯)
(૨) ધર્મપાલનની પારાશીશી
તાત્ત્વિક રીતે વિચાર કરીએ તો ભોજનનો મુખ્ય હેતુ શરીરને શક્તિમાન અને તંદુરસ્ત તેમ જ મનને સ્વસ્થ બનાવવાનો છે; રસાસ્વાદ તો એનો આનુષંગિક લાભ
Page #29
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન છે. એટલે જે ખાવાથી શરીરની તંદુરસ્તી કે શક્તિ ન વધે અને માનસિક ચંચળતામાં વધારો થાય, એ ભોજનને સાચું ભોજન ન લખી શકાય; વર્ષ ગણાય. બરાબર આ જ રીતે ધર્મપાલનના સાચા-ખોટાપણાનો વિચાર કરવા જેવો છે.
ધર્મપાલનનો મુખ્ય હેતુ છે વ્યક્તિગત રીતે ચિત્તશુદ્ધિ અને સામાજિક રીતે વ્યવહારશુદ્ધિ; યશની પ્રાપ્તિ તો કેવળ એનો આનુષંગિક લાભ છે. મતલબ કે જો સાચા અર્થમાં ધર્મનું પાલન થતું હોય તો માનવીનાં ચિત્ત અને વ્યવહાર એ બંનેની અંદર વિશુદ્ધિનો પ્રાદુર્ભાવ થઈ એમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થતી રહેવી જોઈએ. ધર્મને નામે આદરવામાં આવતી પ્રવૃત્તિનું પરિણામ છે કે વધતે અંશે પણ જો આવું આવતું ન લાગે તો સમજવું રહ્યું કે જેને આપણે ધર્મ માનીને ચાલ્યા એમાં અથવા તો એનું પાલન કરવાની પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક પણ ખામી છે. કોઈ બીજની વાવણી કર્યા પછી જો ધાર્યો પાક ન ઊતરે તો કાં તો એ બીજમાં કાં તો એની વાવણીની પ્રક્રિયામાં કિંઈક કહેવાપણું રહી ગયું હોવું જોઈએ.
આજે ધર્મપાલનનો જે દેખાવ થઈ રહ્યો છે અને એને માટે જે આડંબરો રચાઈ રહ્યા છે, એના સારતત્ત્વનો કંઈક વિચાર કરવાની અને સાચી સ્થિતિનું અવલોકન કરવાની જરૂર છે. આંખો મીંચીને પ્રવૃત્તિ કર્યા જ કરીએ અને એના પરિણામનો કશો વિચાર ન કરીએ કે એનો તાગ ન મેળવીએ તો ક્યારેક દળીદળીને ઢાંકણીમાં' જેવું કે “આંધળી દળે અને કૂતરા ખાય' જેવું દુષ્પરિણામ પણ આવે !
ધર્મને નામે અત્યારે ચાલી રહેલી વિધવિધ પ્રવૃત્તિઓનું બારીકાઈથી અવલોકન કરતાં કંઈક આવી સ્થિતિ પ્રવર્તતી માલુમ પડે છે. ભોજનનો તન-મનની તંદુરસ્તીરૂપ મૂળ હેતુ વીસરી જઈને કયારેક માનવી એના રસાસ્વાદમાં એવો નિમગ્ન બની જાય છે, કે પછી એ જ મુખ્ય ઉદ્દેશ બની જાય છે, એટલું જ નહીં, એ રસમાં ક્યાંય પણ ખામી દેખાય તો એને એ સહી શકતો નથી, અને કોઈ-કોઈ વાર તો રાતોપીળો પણ થઈ જાય છે. ધર્મપાલનમાં જ્યારે વધારે પડતું આડંબરીપણું ઘર કરી જાય છે, ત્યારે બરાબર આવું જ બનવા લાગે છે, ત્યારે કેવળ આડંબર, ધામધૂમ અને એ માટે કરવામાં આવતા જંગી ખરચાઓ જ ધાર્મિકતાની કસોટી બની જાય છે, અને જે જેટલાં વધારે આડંબર, ધામધૂમ કે ખર્ચ કરે એ વધારે ધર્મી – એવી બિનકુદરતી અને સરવાળે ખોટી માન્યતા સમાજમાં ઘર કરી જાય છે – જાણે જે જેટલો વધારે ખોરાક આરોગે એ એટલો વધારે બળિયો !
પણ આ વાતનો બહુ જ ઊંડાણથી વિચાર કરવો જરૂરી છે. પાણીની સીધીસાદી ઓળખ એટલી જ કે જે પીવાથી તુષાનું નિવારણ થાય અને તૃપ્તિ થાય એ સાચું પાણી. એ જ રીતે ધર્મની ઓળખમાં પણ બહુ ભારે બુદ્ધિચાતુર્ય, વાદવિવાદ કે પાંડિત્ય
Page #30
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨ અનિવાર્ય નથી. જેના પાલનથી અંતઃકરણની શુદ્ધિ કે કષાયોની નિવૃત્તિ થાય એનું નામ ધર્મ – ભલે પછી એ ઘરમાં રહીને આચરાય, કોઈ ધર્મસ્થાનમાં કે એકાંત વનવગડામાં; સાવ પ્રશાંત રીતે કે ઉત્સવપૂર્વક. મોક્ષલક્ષી જૈનધર્મ પ્રમાણે જો ધર્મની એકદમ સરળ સમજ આપવી હોય તો એમ કહી શકાય કે જેનાથી કર્મનો નાશ થાય એનું નામ જ ધર્મ,
જેમને જીભાજોડીમાં, મિથ્યા અભિનિવેશમાં કે બાહ્યાડંબરમાં ન પડતાં ધર્મનું - ધર્મપાલનનું હાર્દ જાણવું હોય, એમને માટે આપણા જીવનસાધક, જ્ઞાની, અનુભવી શાસ્ત્રકારોએ ઉપર પ્રમાણેનો સાવ સરળ ગજ બનાવી રાખ્યો છે; એને ભરોસે કોઈ પણ માનવી ઇચ્છે ત્યારે પોતાના ધર્મપાલનનું સારાસારપણું નક્કી કરી શકે છે.
પણ, આ તો ત્યારે જ બને, જ્યારે માનવી સરળ પ્રકૃતિનો હોય. પણ દુનિયામાં સરળતા જ ખરેખરી મુકેલ વસ્તુ બની ગઈ લાગે છે !
ખરેખર તો ધર્મપાલનને માટે ધનવ્યય અનિવાર્ય છે જ નહીં. ઊલટું, ધનનો, ધન ઉપરની મૂચ્છનો અને ધન મેળવવા માટેની તાલાવેલીનો ત્યાગ કરવો – એ બધાંથી મનને મુક્ત બનાવવું – એ જ ધર્મનો એક ઉદ્દેશ છે, મુક્તિમાર્ગનો ઉપાય છે. પણ આજે ધાર્મિકતાની ચકાસણીમાં ધનને તો લગભગ મુખ્ય કસોટીનું મહત્ત્વ મળી ગયું છે. પરિણામે, આપણું ધર્મપાલન ઘણી વાર ધર્મના સાચા અર્થથી દૂર જતું રહે છે; આપણે ઘાણીના બળદની જેમ ઠેરના ઠેર રહીએ છીએ – જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિથી દૂરના દૂર જ રહીએ છીએ.
પાસે ધન હોય અને એનો ઉપયોગ ધર્મપ્રભાવનાને માર્ગે કરવો, ધર્મ સેવાપ્રવૃત્તિઓમાં કરવો એ એક વાત છે; તે અવશ્ય આવકારપાત્ર છે. પરંતુ ધર્મને માટે ધન મેળવવા વલખાં મારવાં એ એનાથી તદ્દન જુદી બાબત છે; અને ધનનો વ્યય થાય તો જ ધર્મપાલન કર્યું કહેવાય એવી મનોદશા તો સાવ દૂર કરવા જેવી છે. પેલા નીતિશાસ્ત્રકારે સાચું જ કહ્યું છે કે ધર્મપાલનને માટે ધનની ઈચ્છા કરવી એ તો, પહેલાં કાદવમાં પગ નાખીને પછી એને ધોવાની ઈચ્છા કરવા જેવી, તજવા યોગ્ય ઇચ્છા છે.
સાચી ધાર્મિકતા કે સાચા ધર્મપાલનને ધનની સાથે કશી લેવાદેવા નથી; ઊલટું, ખરી લેવાદેવા તો ધનના પરિવાર સત્યાગ) સાથે જ છે – એ વાતનું ઉદબોધન કરતાં અનેક દૃષ્યતો ધર્મશાસ્ત્રોમાં છે. ખુદ આપણા તીર્થકરોનું જીવન જ આ માટે આદર્શ દષ્ટાંત બની રહે એવું છે. જો ધનવ્યયથી રચાતો બાહ્યાડંબર જ ધર્મપાલનની પારાશીશી હોત તો તો દુન્યવી સંપત્તિની દૃષ્ટિએ સાવ ગરીબ લેખાતા પુણિયા શ્રાવકનું સ્થાન કયાં હોત? અને શાસ્ત્રોમાં તો એના ધર્મપાલનને આદર્શરૂપ લેખવામાં આવેલ છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન ગરીબી તો ધાર્મિકતાની વધુ નજીક છે. ધન અને આડંબરમાં તો ઘણી વાર ધર્મની મૂળભૂત ભાવના જ લુપ્ત થઈ જાય છે.
અહીં અમારો મુખ્ય મુદ્દો એ છે કે આજે આપણે ત્યાં ધર્મ જેવા પરમ પવિત્ર અને આત્મશાંતિના સ્થાપક ક્ષેત્રમાં ધનની જે પ્રમાણાતીત પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને તેને પરિણામે બાહ્યાડંબર અને ધામધૂમને જે ખૂબ વધારે પડતું સ્થાન મળી ગયું છે, તેને લીધે ત્યાગ, કરુણા અને સમભાવમૂલક સાચી ધાર્મિકતાની આપણામાં ખિલવણી થતી અટકી ગઈ છે; અને જાણે બાધક કર્મ જ વધારતા હોઈએ એવું જોવા મળે છે.
આ બધા વિવેચન ઉ૫૨થી અમારે ખાસ કહેવાનું તો એટલું જ છે કે બાહ્યાડંબર એ કોઈ રીતે ધર્મપાલનની પારાશીશી હોઈ શકે જ નહીં; ખરી પારાશીશી એ અંતઃકરણની શુદ્ધિ જ છે. અંતઃકરણની શુદ્ધિ એટલે આવ્યંતર રીતે ચિત્તશુદ્ધિ અને બાહ્ય રીતે વ્યવહારશુદ્ધિ.
(૩) સંસાર અસાર જ ?
સંસાર' – ધર્મસાધકો અને શાસ્ત્રકારો જેની અપકીર્તિ કરતા થાકતા નથી એવો અળખામણો મનાયેલો શબ્દ !
પણ નિંદા લાખ કરો, કોઈ અળખામણી, અણગમતી કે અણખપતી વસ્તુ દૂર થતી નથી ! અને ક્યારેક તો પાડાના વાંકે પખાલીને ડામ'ની જેમ સંસારની વધારે પડતી વગોવણી થઈ જતી હોય એમ પણ નથી લાગતું ?
જે સંસારની વગોવણી કરવામાં સૌ રાચે છે, એ સંસારસાગરમાંથી જ ધર્મસંસ્થાપકો, ધર્મનાયકો, ધર્મવેત્તાઓ રૂપી અણમોલ માનવમૌક્તિકો પ્રગટ્યાં છે એ કેમ ભૂલી જવાય છે ? સંસાર તો હતો, છે અને રહેવાનો છે; તો પછી એની નિંદા કરીને શા માટે રાચવું ?
સંસારને સમજવો, એના સારાસારનો વિવેક કરવો અને એનો લાભ મેળવી શકાય એવી ઉપાય-શોધ કરવી એ જ સંસારમાંથી સાર નિપજાવવાનો સાર્ચો માર્ગ છે. સંસારને અસાર કહ્યો એ પણ એની આસક્તિમાંથી માનવી ઊગરી જાય એટલા માટે બાળક ગળપણના વધારે પડતા નાદમાંથી ઊગરી જાય એ માટે ગળપણની હલકાઈનું ગાન કરવામાં આવે એ રીતે ! બાકી તો સંસાર એ તો સંસાર જ છે; એને
(તા. ૩૧-૧-૧૯૫૯)
Page #32
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ ઃ ૩, ૪ સારભૂત કે અસારભૂત બનાવનાર માનવી પોતે જ છે ! આ તો ઘઉંના ઘેબર અને ઘઉંની ઘેંશ જેવો ઘાટ છે !
આવડત હોય તો અસારભૂત ગણાતા સંસારમાંથી માનવી અપૂર્વ સાર પેદા કરે છે – સમુદ્રનું મંથન કરીને દેવોએ અમૃત પ્રાપ્ત કર્યું હતું તેમ ! અને જો આવડત ન હોય તો સારભૂત માનીને વધાવેલો સંસાર પણ દુઃખ, શોક, સંતાપ, ક્લેશ અને દ્વેષનો જનક બની જાય છે – અતિસારના દર્દીને માટે ઘી ઘાતક બની જાય છે એ રીતે. એટલે છેવટે સંસારને સારો કરવો કે નરસો એ માનવીની આવડત અને દાનતનો જ સવાલ છે. અને સંસાર-સમુદ્રનું મંથન કરીને એમાંથી નવનીત પ્રાપ્ત કરવા માટે તો આત્મસાધકોએ ધર્મરૂપી મંથનદંડ(રવૈયો)ની માનવજાતને ભેટ આપી છે. જે એ રવૈયાને ફેરવે તે નવનીત મેળવો.
સામાન્ય જનસમૂહ તો પોતાની રોજેરોજની જળોજથામાં જ એવો મગ્ન રહે છે કે એને પોતાના આ કર્તવ્યપથનું ભાન ભાગ્યે જ થાય છે. એનું આ ભાન જાગૃત થાય એ માટે અનુભવી શાસ્ત્રસખાઓએ પર્વદિવસોની મંગલકારી યોજના કરી રાખી છે. આવું જ એક મહાપર્વ છે પર્યુષણ. આ મહાપર્વ દરમિયાન અસાર લેખાતા સંસારમાંથી સાર મેળવવા પુરુષાર્થ કરીએ એમાં જ માનવીની ખરી મહત્તા છે.
(તા. ૧૯-૮-૧૯૬૦)
(૪) સ્ટેલિન-પુત્રીમાં પાંગરેલી ધર્મશ્રદ્ધા
સામ્યવાદી રશિયાના સરમુખત્યાર જોસેફ સ્ટેલિન આ યુગના એક જબરા માંધાતા રાજપુરષ થઈ ગયા. સામ્યવાદ પ્રત્યેની એમની ભક્તિ એવી તો જલદ હતી કે એ વાદના વિરોધીને એ ખતમ કરીને જ જંપતા! પોતે અખત્યાર કરેલી રાજનીતિની આડે આવનારને એ હરગિજ બરદાસ્ત નહીં કરતા. પોતાની આવી કૂર મક્કમતાનો પરચો પોતાની કાળજાની કોર જેવી અતિ વહાલી પુત્રી સ્વંતલાનાના પતિને પણ બતાવવામાં એ એક કાળે પાછા પડ્યા ન હતા. અને ધર્મના નામ કરતાં વધારે અકારું અને અળખામણું નામ, એમની સમજણ પ્રમાણે, બીજું ભાગ્યે જ ગણાતું !
પણ કુદરત પણ પરચા બતાવવામાં કંઈ માનવી કરતાં ઓછી ઊતરતી નથી. જે છોડ ઉપર અણીદાર કાંટા ઊગે છે, એના ઉપર જ મુલાયમ ગુલાબ પ્રગટે છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૦
જિનમાર્ગનું અનુશીલના માનવી જોઈ શકે તો કુદરતની આ કરામત વિશ્વમાં બધે વ્યાપેલી છે. જે રશિયન સરમુખત્યારના રોમરોમમાં ધર્મ અને ઈશ્વર પ્રત્યે ઉત્કટ તિરસ્કાર ઊભરાતો હતો, તે સ્ટેલિનની પુત્રી સ્વંતલાનાના અંતરમાં જ ધર્મ અને ઈશ્વર પ્રત્યેની આસ્થાનો પ્રાદુર્ભાવ થયો એ કુદરતની આવી કરામત નહીં તો બીજું શું કહેવાય?
ભારતના એક સામ્યવાદી નવજુવાન બ્રજેશસિંગને રશિયામાં જ ફરી વાર પરણીને ટૂંક વખતમાં જ ફરી વાર વિધવા બનેલી સ્ટેલીનની ૪૨ વર્ષની પુત્રી સ્વંતલાના છેલ્લા ચાર-પાંચ મહિનામાં વિશ્વભરની જગબત્રીશીએ ઠીક-ઠીક ચડી ચૂકી છે ! છેલ્લા બે-એક મહિનાથી એ અમેરિકા પહોંચી ગઈ છે. પણ એની એ દુઃખ-વેદનાભરેલી કથાને મૂંગી રહેવા દઈએ, અને એણે પોતાના સ્વમુખે ધર્મમાં અને ઈશ્વરમાં જે આસ્થા દર્શાવી એને જ સમજવા પ્રયત્ન કરીએ. એણે પોતાના પહેલાંના સંતાનને સંભારીને, ઈશ્વરનું નામ લઈને, અમેરિકા પહોંચીને ગત એપ્રિલ માસનાં છેલ્લા અઠવાડિયામાં) અખબારનવેશોને કહેલું :
મારે એક દીકરો અને એક દીકરી છે. મારાં એ સંતાનો મોસ્કોમાં છે એ વાત હું વીસરી શકતી નથી.... પરમેશ્વર એમને સહાય કરે ! હું જાણું છું કે તેઓ મારો ઈન્કાર નહીં કરે, અને એક દિવસ અમે અવશ્ય મળવાનાં છીએ – મારી એ ઝંખના છે.”
એક રશિયન માંધાતાની પુત્રીના મુખેથી પરમેશ્વરનું નામ સાંભળવું અને એના હૃદયમાં આ રીતે શ્રદ્ધાભર્યો પરમેશ્વરનો વાસ હોવો એ બીના પરમેશ્વરની અને ધર્મની સનાતનતા, ઉપયોગિતા અને પરમ ઉપકારકતાની પ્રશસ્તિ બની રહે એવી છે. ધર્મ પ્રત્યેની પોતાની શ્રદ્ધા દર્શાવતાં સ્વંતલાનાએ લાણીભીના સ્વરે કહ્યું:
“છેક બચપણથી જ મને સામ્યવાદનું શિક્ષણ આપવામાં આવ્યું અને મને એમાં આસ્થા હતી. પણ જેમ-જેમ ઉંમર અને અનુભવ વધતાં ગયાં, એમ-એમ હું અને બીજાંઓ અમારી પોતાની જાતનો પણ વિચાર કરવા લાગ્યાં હતાં. મારામાં પરિવર્તન આણવામાં ધર્મે પણ ઘણો ફાળો આપ્યો છે. મારો ઉછેર એવા કુટુંબમાં થયો હતો કે જ્યાં પરમેશ્વર-સંબંધી વાતને કયારેય અવકાશ ન હતો. પણ જ્યારે હું ઉંમરલાયક થઈ, ત્યારે મને પ્રતીતિ થઈ કે હૃદયમાં પરમેશ્વરની પ્રતિષ્ઠા કર્યા વગર ટકી રહેવું અશકય છે. કોઈની સહાય કે કોઈના ઉપદેશ વગર મારી પોતાની મેળે જ હું આ નિર્ણય ઉપર પહોંચી હતી.”
સંકટનો સામનો કરવામાં ધર્મે પોતાને કેવો સહારો આપ્યો, અને એ ધર્મભાવના પોતામાં કેવી રીતે પ્રગટી એ અંગે એણે અમેરિકામાં કહ્યું –
Page #34
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૪
૧૧ “સંકટના વખતમાં તત્ત્વજ્ઞાનના મારા તલસ્પર્શી સંપર્કે મને સહારો આપ્યો હતો. મારે કબૂલ કરવું જોઈએ, કે ધર્મને લગતા ઘણાખરા વિચારો અને ભારતીય તત્ત્વજ્ઞાન – ખાસ કરીને સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના તત્ત્વજ્ઞાન – ના અભ્યાસમાંથી મળ્યા છે. છેલ્લાં થોડાંક વર્ષ દરમિયાન ધર્મે મારા મન ઉપર ઘેરો પ્રભાવ પાડ્યો હતો, અને એને લીધે મારામાં મોટું પરિવર્તન થયું હતું. છેવટે ૧૯૬૨ના મે મહિનામાં મેં મોસ્કોમાં રશિયાના ઓર્થોડોક્સ ચર્ચની સંસ્કાર-દીક્ષા લીધી. મારાં માતા-પિતા અને પૂર્વજો એ ધર્મને જ માનતા હતાં. મેં ધર્મમાં પુનઃ પ્રવેશ કર્યો એ ઘટના મારા માટે અંધ માનવીને ચક્ષુનો પ્રકાશ લાધે એના જેવી હતી. એક દિવસ એ માનવીનાં નેત્રો ઉઘાડે છે અને એ માનવી વિશ્વનાં, ગગનનાં પક્ષીઓનાં, વૃક્ષોનાં દર્શન કરે છે! ધર્મ અને સામ્યવાદ સાથોસાથ ટકી શકે એમ હું માનતી નથી.”
જ દેશે ધર્મ તો ભાન ભુલાવનાર કેફ છે (Religion is opium) એવી દૃષ્ટિને ખૂબ-ખૂબ મહત્ત્વ આપીને ધર્મને અને ઈશ્વરને એક પ્રકારનો જાકારો આપ્યો હતો, એ દેશના સરમુખત્યારની પુત્રીના મુખથી ધર્મનો અને પરમેશ્વરનો મહિમા વર્ણવતા આવા ઉદ્ગારો સાંભળીને આપણને કે કોઈ પણ ધર્મપ્રેમી વ્યક્તિને હર્ષ થાય એ સ્વાભાવિક છે; પણ એટલું પૂરતું નથી. ધર્મનો અને પરમેશ્વરનો આવો મહિમા સાંભળ્યાનો સાચો ઉપયોગ તો એ જ ગણાય કે આપણે ધર્મને નામે ધમભાસ જેવી પ્રવૃત્તિઓ ચલાવતા હોઈએ, ધર્મના નામની અનેક ક્રિયાઓ અને વાતો કરવા છતાં ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિરૂપે વ્યક્ત થતી જીવનશુદ્ધિથી દૂર ને દૂર જ રહેતા હોઈએ, અને છતાં પોતાની જાતને ધર્મી ગણાવવાના અભિમાનમાં રાચતા હોઈએ – એ બધાથી મુક્ત બનીને ધર્મના સાચા ઉપાસક બનવા પ્રયત્નશીલ બનીએ. પોતાને મળેલ ઈશ્વરશ્રદ્ધા અને ધર્મભાવનાના બળે જ સ્વંતલાનાએ જાહેર કર્યું –
મારાં સંસ્મરણો લખતાં મને અહીં જે કંઈ કમાણી થશે તેમાંથી સારી એવી રકમ હું મારા સ્વર્ગસ્થ પતિ બ્રજેશસિંગના સ્મરણ નિમિત્તે, એમના (ભારતમાં ઉત્તપ્રદેશમાં આવેલ) જન્મસ્થાન કાલાકંકર ગામના લોકો માટે એક ફંડની સ્થાપના કરવા માટે આપવાની છું.”
અંતમાં પરમેશ્વરના મહિમાનું પુનરુચ્ચારણ કરતાં સ્વંતલાનાએ ભાવપૂર્વક કહ્યું : પરમેશ્વર એ તો જીવનની અને ન્યાયની શક્તિ છે. આવી પરમેશ્વર-શ્રદ્ધા અને ધર્મશ્રદ્ધાનું સ્વાગત હો!”
(તા. ૨૪-૬-૧૯૬૭)
Page #35
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલના
(૫) શ્રદ્ધા, સમજણ અને આચરણ (જેન રત્નત્રયીનું લૌકિક સ્તરે મહત્ત્વ)
જૈન શાસ્ત્રકારોએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ તરીકે વર્ણવ્યાં છે. અહીં દર્શનનો અર્થ શ્રદ્ધા કરવામાં આવે છે. એકદમ શાસ્ત્રીય પરિભાષા રૂપે રૂઢ થઈ ગયેલ આ શબ્દોમાં સમાયેલા વિશાળ અર્થનો સામાન્ય જીવનવ્યવહારમાં પણ નોંધપાત્ર ઉપયોગ છે – જો એને એ દૃષ્ટિએ વિચારવા-સમજવામાં આવે તો.
એક રીતે વિચારીએ તો આ ત્રણે ગુણો એ કંઈ સાવ સ્વતંત્ર કે એકબીજાથી અલગ-અલગ નહીં, પણ એકબીજામાંથી અમુક અંશે નિષ્પન્ન થતા કે એકબીજાથી વધારે પુષ્ટ અને પરિમાર્જિત થતા પરસ્પરાશ્રયી ગુણો છે, અને તેથી આ ત્રણે ગુણો એ મન, ચૈતન્ય કે આત્માના વિકાસની જુદીજુદી ભૂમિકાઓ કે જુદાજુદા તબક્કાઓનું જ સૂચન કરે છે, અને જ્યારે એ ત્રણે સંપૂર્ણપણે વિકસીને આત્મા સાથે સમરસ બની જાય, ત્યારે જે અવસ્થાનો પ્રાદુર્ભાવ થાય તે જ મોક્ષ. આ થઈ આ ગુણોની આધ્યાત્મિક સમજૂતી. પણ અહીં તો આપણે એનો સામાન્ય જીવનવ્યવહારમાં ઉપયોગિતાની દષ્ટિએ વિચાર કરીશું.
સામાન્ય જીવનવ્યવહારમાં પણ પ્રવૃત્તિના કે જિજ્ઞાસાના પ્રારંભની ભીતરમાં, ભલે કોઈ વાર ઊડે-ઊંડે પણ, શ્રદ્ધાનું તત્ત્વ જ કામ કરતું હોય છે. શ્રદ્ધાનો દીપ લઈને માનવી પોતાની મજલ આરંભે છે, અને જો એ મજલના શ્રીગણેશ સાચી દિશામાં મંડાયા હોય તો એમાંથી ક્રમે-ક્રમે વધુ ને વધુ વિકાસનો પ્રાદુર્ભાવ થતો જાય છે. મજલની આ સાચી દિશા એટલે જ્ઞાનનું સ્વાગત કરનારી શ્રદ્ધા. શ્રદ્ધાએ કાર્યનો શુભ આરંભ કરીને છેવટે જ્ઞાનમાં પોતાની જાતનો વિલય કરી દેવો; એટલે કે જે શ્રદ્ધા જ્ઞાનની તેજોમયી જ્યોતમાં પોતાની જ્યોતને સમાવી દે એ જ સાચી શ્રદ્ધા, અને એ જ કાર્યની સાચી દિશા. જે શ્રદ્ધા જ્ઞાનનું સ્વાગત કરતાં અચકાય અને પોતે એકલી જ ઘૂમ્યા કરે, તે છેવટે પ્રકાશમયી બનવાને બદલે અંધકારમયી બનીને અંધશ્રદ્ધાનું વિકૃત અને વિઘાતક રૂપ ધારણ કરી લે છે. આજે તો ઠેર-ઠેર જનસમૂહમાં આ અંધશ્રદ્ધાનાં ગાઢ પડપોપડાં જામેલાં નજરે પડે છે, પરિણામે જનતા સાચી સમજણથી વંચિત રહીને સાચા આચરણનો માર્ગ પણ ખોઈ બેસતી જોવામાં આવે છે.
જ્ઞાનનું સ્વાગત કરી તેમાં આત્મવિલોપન કરનારી શ્રદ્ધા ભલે દેખીતી રીતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ખોઈ બેસતી લાગે, છતાં એ વધુ પુષ્ટ અને વધુ પરિમાજિત થયા વગર નથી રહેતી. કોઈ પણ માન્યતાની સત્યતાની ખાતરી કરી લીધા પછી એ સંબંધી આપણી શ્રદ્ધા વધુ બળવતી બને છે એ તો આપણો જાતઅનુભવ છે. આ સ્થિતિમાં
Page #36
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૫
૧૩
શ્રદ્ધાને જ્ઞાનની કસોટીએ કસી જોવામાં લેશ પણ ડરવાની કે આંચકો ખાવાની જરૂર નથી.
આ તો થઈ શ્રદ્ધાની અને એના પરિમાર્જનની વાત. પણ જ્ઞાન અને ચારિત્ર, સમજણ અને આચરણના સંબંધમાં પણ કંઈક આવો જ વિચાર કરવાનો રહે છે.
જેમ શ્રદ્ધા જ્ઞાનથી પરિમાતિ અને પરિપુષ્ટ થાય છે, તેમ આચરણના બળે જ સમજણ વિશુદ્ધ અને પુષ્ટ બને છે. એટલે માનવીએ સમજણ સુધી પહોંચીને પોતાની મજલ પૂરી થઈ સમજવી નહીં, પણ આચરણ સુધી પહોંચ્યા પછી જ એ મજલ પૂરી થાય છે એ વાત બરાબર ધ્યાનમાં રાખવી. આચરણ એટલે જાતઅનુભવ.
કેટલીય વસ્તુઓ કે વાતો સંબંધી આપણી સમજણ અમુક પ્રકારની હોય છે. પણ જ્યારે એનો જાતઅનુભવ કરીએ ત્યારે એમાંથી કેટલુંય નકામું તત્ત્વ આપમેળે દૂર થઈ જઈને અંતિમ સત્ય આપણા દિલમાં ઠરે છે. આમ અંતિમ સત્યનો સાક્ષાત્કાર નર્યા જ્ઞાનના બળે નહીં, પણ આચરણ એટલે કે જાતઅનુભવની સરાણે ચડેલ જ્ઞાનના બળે જ થઈ શકે છે. આમ છેવટે આચરણ જ વ્યવહારની છેલ્લી કસોટી બની જાય છે.
અત્યારે જ્ઞાનના બે સ્પષ્ટ વિભાગ કરવામાં આવ્યા છે : જ્ઞાન અને વિજ્ઞાન. એમાં વિજ્ઞાન તો પગલે-પગલે પ્રયોગોના આધારે જ આગળ વધતું હોઈ એમાં સમજણ અને જાતઅનુભવ વચ્ચે ઝાઝું અંતર નથી પડતું, એમાં તો એ બંને સાથોસાથ ચાલે છે. પણ જ્ઞાનના ક્ષેત્રમાં વાત જરા જુદી છે. જ્ઞાનના ક્ષેત્રમાં તો માણસ એટલાથી પણ પોતાની પ્રગતિને અટકાવીને દેખીતો સંતોષ માની શકે છે, અને આજે તો ઠેરઠેર આચરણ કે અનુભવ વગરનું જ્ઞાન જ ખડકાયેલું જોવા મળે છે. આવા અનુભવ કે આચરણ વગરના જ્ઞાનનું પરિણામ નિરર્થક વિતંડાવાદરૂપે કે અર્થહીન કલહોરૂપે જોવા મળે છે. આજના અનેક કલહોનું મૂળ આવા આચારશૂન્ય જ્ઞાનમાં જ રહેલું છે.
અને જ્યારે માનવીની શ્રદ્ધા સમજણનો અને સમજણ આચરણનો સમાદર કરવા લાગે છે, ત્યારે શું આધ્યાત્મિક ક્ષેત્રે કે શું વ્યાવહારિક ક્ષેત્રે, માનવી પગલે-પગલે અભુત સિદ્ધિઓને વરવા લાગે છે. સફળતાની ચાવીરૂપ આ ત્રણ વસ્તુના એકીકરણમાં જેટલી ઊણપ, એટલી કાર્યની સફળતામાં ઊણપ.
કોરી સમજણ અને આચરણથી પુષ્ટ કોઈ પણ સમજણ વચ્ચેનો ફેર એક દાખલાથી સમજીએ. આપણે બે પુસ્તકો વાંચીએ. તેમાંનું એક આપણી બુદ્ધિને ડોલાવી મૂકે, છતાં આપણા હૃદય સુધી એનો સૂર નથી પહોંચી શકતો. બીજું એક પુસ્તક સાવ સીધુંસાદું હોવા છતાં એની ચોટ આપણને હૃદય-સોંસરી લાગી જાય છે. આ જ રીતે કોઈ છટાદાર વક્તા આપણી બુદ્ધિ પાસે આફરીન પોકરાવે, છતાં હૃદયના તારને ઝણઝણાવી જાય તો કોઈ બીજો જ વક્તા. આ ફેર તે જ ઉપર્યુક્ત બે સમજણનો ફેર સમજવો.
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૪
જિનમાર્ગનું અનુશીલન એટલે સાચી શક્તિ, સાચું સત્ય અને સાચો પ્રભાવ આચરણયુક્ત સમજણ એટલે કે ચારિત્રયુક્ત જ્ઞાનમાંથી જ નિષ્પન્ન થાય છે. જ્યારે પણ સમજણ અને આચરણ વચ્ચે માનવી એકરૂપતાની પ્રતિષ્ઠા કરશે ત્યારે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની એકરૂપતા પણ આપો-આપ જ પ્રગટ થયા વગર નહીં રહે.
(તા. ૨૬-૯-૧૯૫૩)
(૬) અજ્ઞાનનો અંધકાર અને જ્ઞાનનો અહંકાર દૂર કરીએ
વ્યક્તિમાં કે જનસમૂહમાં વ્યાપેલ અજ્ઞાનનો અંધકાર જેટલો વિકાસને રૂંધનારો બને છે, એટલો જ જ્ઞાનનો અહંકાર પણ વ્યક્તિ કે સમાજને હાનિ પહોંચાડે છે. ઝીણવટપૂર્વક વિચારીએ તો અહંકારથી અભડાયેલું જ્ઞાન એ પણ એક પ્રકારનું અજ્ઞાન જ છે, જે આત્મભાવ કે ચિત્તશુદ્ધિને અટકાવે છે; અને તેથી કદાચ સામાન્ય અજ્ઞાન કરતાં એ વધારે કષ્ટકારક અને દુર્દમ બની બેસે છે. એટલે આ બંનેને દૂર કરવાનો પ્રયત્ન કરવો એ વિકાસના માર્ગ મોકળો કરવા જેવું ઉત્તમ કામ છે.
આમ તો અજ્ઞાન એ બહુ મોટી ખામી છે અને અહંકાર એ બહુ મોટો દુર્ગણ છે; એટલે સાધનામાત્રમાં એ બંનેની સામે ઝૂઝવાનું કહેવાયું છે. પણ આત્મલક્ષી ધર્મસાધનામાં તો સૌથી વધારે આંતરબળ વાપરીને એ બંનેને દૂર કરવાનું અનિવાર્ય ગણાયું છે. એ બંને જેમ-જેમ દૂર થતા જાય છે તેમ-તેમ પુરુષાર્થ વધુ તેજસ્વી બનતો જાય છે.
અજ્ઞાન દૂર ન થાય, તો બીજી અનેક વસ્તુઓની જેમ, “સોહનું – પોતાની સાચી જાતનું – ભાન ન થાય. અને આવું કંઈક આત્મભાન જાગી ઊઠ્યા પછી પણ અહંના વજ જેવા પડને ઉખાડી ફેંકવામાં કે ગાળી નાખવામાં ન આવે ત્યાં સુધી ન તો સોહનો સાક્ષાત્કાર થઈ શકે કે ન તો નિજાનંદનો – સચ્ચિદાનંદપણાનો – આહલાદ મળી શકે. પુરો મિટાથે વિના યુવા નહીં મિત્રતા |
તેથી જ ધર્મશાસ્ત્રો અને ધર્મારાધક સંતો આ બંને દોષોને દૂર કરવાનું ઉદ્દબોધે છે. જેમ-જેમ અજ્ઞાનનું અંધારું દૂર થતું જાય, તેમ-તેમ સત્યનો સુભગ પ્રકાશ હૃદયમાં વિસ્તરતો જાય, અને જેમ-જેમ અહંકારનું ઝેર ઓછું થતું જાય તેમ-તેમ આત્મરમણરૂપ અમૃત લાધતું જાય. સમસ્ત આત્મસાધના, આધ્યાત્મિકતા કે ધર્મમયતાનો ઉદ્દેશ આ બેને દૂર કરવાનો જ મુખ્યત્વે છે એમ જરૂર કહી શકાય.
Page #38
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૬
૧૫
પણ નિર્ભેળ-ચિત્તશુદ્ધિલક્ષી ધર્મભાવના ઉપર સાંપ્રદાયિકતાનો પડછાયો પડવા લાગે છે, ત્યારે આત્મસાધનાનો આ પાયાનો હેતુ વીસરાવા લાગે છે, અને શુદ્ધિની પ્રક્રિયા શિથિલ બને એવી શોચનીય પરિસ્થિતિ સરજાય છે. પછી તો શ્રદ્ધા બુદ્ધિ, તર્ક કે દલીલરૂપ જ્ઞાનમય ભૂમિકાને સહર્ષ આવકારીને પોતે પરિપુષ્ટ, વિશુદ્ધ, સુદઢ બનવાને બદલે એનાથી શેહ ખાઈને કે ભયભીત બનીને વિકાસની પ્રતિગામી એવી અંધશ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરે છે. શ્રદ્ધા પોતે જ જો જ્ઞાનથી ડર ખાવા લાગતી હોય, તો પછી જ્ઞાનની પ્રાપ્તિનો સમર્થ અને નિષ્ઠાપૂર્ણ પ્રયત્ન થઈ જ કેવી રીતે શકે ? પરિણામે, જ્ઞાનની – જ્ઞાનના સાધનો અને જ્ઞાનીઓની - સેવા-ભક્તિ-પૂજા સારા પ્રમાણમાં કરાવા છતાં, જ્ઞાનપ્રાપ્તિ માટેની તાલાવેલી અને એ માટેનો પુરુષાર્થ શિથિલ બની જાય છે, અને અંધશ્રદ્ધા અને અજ્ઞાન હૃદયનો કબજો લઈ લે છે.
પછી તો આ સાંપ્રદાયિકતા વધુ ને વધુ કટ્ટર બનીને માનવીને સત્યમય ધર્મમાર્ગથી દૂર ને દૂર ખેંચી જઈને એને હઠાગ્રહી કે કદાગ્રહી બનાવી મૂકે છે. આવી કટ્ટર સાંપ્રદાયિકતાનો શિકાર બનનાર વ્યક્તિ “સારું કે સાચું તે મારું એવા કલ્યાણમય, ગુણગ્રાહક, સત્યગામી ધર્મમાર્ગથી ચલિત થઈને મારું તે જ સાચું કે સારું અથવા હું કહું તે જ સાચું અને સારું એવી ક્લેશકર, સત્યવિમુખ, હઠાગ્રહી મનોવૃત્તિમાં એવી તો અટવાઈ જાય છે કે એને પછી સારાસાર, કાર્યાકાર્ય અને સત્યાસત્યનો કોઈ વિવેક જ રહેતો નથી. પછી તો એ પોતાના અણુ જેટલા અને સાવ એકાંગી જ્ઞાનને હિમાલય જેટલું વિશાળ અને સર્વાગી માની લઈને ગુમાની બની જાય છે! પરિણામે. એનું માનેલું જ્ઞાન અજ્ઞાન કરતાં પણ વિશેષ હાનિકારક બની જાય છે.
જૈનધર્મમાં (અને બીજા ધર્મોમાં પણ) પંથ, સંપ્રદાય, ફિરકા કે ગચ્છના નામે જે સાઠમારી અને ક્લેશ-કલહની મનોવૃત્તિ પ્રવેશી ગઈ છે અને એકબીજાને ઉતારી પાડવાની ઘાતક પ્રવૃત્તિ જોવાય છે, એ મુખ્યત્વે પોતે માનેલા જ્ઞાનના ગુમાનનું – હકીકતે અજ્ઞાનના અંધકારનું - જ દુષ્પરિણામ છે.
વિશેષ ચિંતા ઉપજાવે એવી સ્થિતિ તો એ છે, કે આપણા ગુરુવર્યો રખેને શ્રદ્ધાનો છોડ ઊખડી જાય, એ ભયે નિર્ભેળ જ્ઞાનસાધના કરતાં અને ઉદારતાપૂર્વક તે જ્ઞાનનું દાન કરતાં ખચાય છે, અને પોતાના અલ્પ-સ્વલ્પ જ્ઞાનનું ગુમાન ધરીને વિશ્વસત્યની વધુમાં વધુ નજીક પહોંચવાના પ્રયત્નમાં પાછળ રહી જાય છે !
એટલે ધર્મનું તેજ પ્રગટાવવું કે વિસ્તારવું હોય, અથવા તો પ્રવચનની પ્રભાવના કરવી હોય, કે સંઘને સબળ અને તેજસ્વી બનાવવો હોય – સાથે-સાથે સમાજ અને વ્યક્તિને પ્રગતિને માર્ગે દોરવાં હોય – તો અજ્ઞાનના અંધકારને અને જ્ઞાનના અહંકારને નાથવાનો સતત અને પ્રબળ પ્રયત્ન કરવો જોઈએ. સત્યગ્રાહક, ગુણગ્રાહક અને
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૬
જિનમાર્ગનું અનુશીલન વિનમ્રતાથી શોભાયમાન જ્ઞાનના પ્રકાશના કિરણે-કિરણે જ વિકાસનો માર્ગ આલોકિત બને છે – એ જ આ કથનનો સાર છે.
(તા. ૩૦-૪-૧૯૬૬)
(૭) સાંપ્રદાયિક માન્યતાઓ અને સત્યની શોધ
સત્યની સતત શોધ અને શોધને અંતે જે કંઈ સત્ય લાધે, એનો ઉમળકાપૂર્વક સ્વીકાર એ માનવજીવનનો લ્હાવો અને એને ચરિતાર્થ કરવાનો મુખ્ય માર્ગ છે – પછી આ સત્ય વિશ્વરચનાને લગતું હોય, પોતાની જાત સાથે (આત્મા સાથે સંબંધ ધરાવતું હોય, ઇતિહાસ અને ભૂગોળની પરંપરાગત માન્યતાઓને તપાસનારું હોય, ધર્મને નામે પ્રચલિત બનેલી માન્યતાઓને લગતું હોય કે બીજી કોઈ પણ બાબત સાથે સંકળાયેલું. સૂર્યનો ઉદય થાય અને વસ્તુઓ સ્પષ્ટરૂપે ભાસવા લાગે એ જ રીતે સત્યનો પ્રકાશ પથરાતાં કેટલીય ભ્રામક માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ કે અજ્ઞાનજન્ય પરંપરાઓ પોતાના અસલી રૂપમાં સામે આવી જાય છે. હવે એવે વખતે એ ઉઘાડી પડી ગયેલી માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ કે પરંપરાઓને જડતાથી વળગી રહેવું કે વિવેકપૂર્વક એનાં પરિમાર્જન કે ત્યાગ સુધ્ધાં કરવા માટે તૈયાર રહેવું – એ નક્કી કરવામાં ચેતનાની નિષ્ફળતા કે સફળતા રહેલી છે. સત્ય સમજાયા છતાં જૂની-પુરાણી માન્યતાઓને વળગી રહેવું એ માનવજીવનના વિકાસને રૂંધી નાખનારી – દીવો લઈને કૂવે પડવા જેવી – ભૂલ છે.
પણ માનવજીવનમાં સર્વોપરિ સ્થાને બિરાજતો ધર્મ જ્યારે ખળખળ વહેતી સરિતાનું રૂપ તજીને બંધિયાર તળાવ કે ખાબોચિયાની જેમ, પંથ કે સંપ્રદાયનું રૂપ ધારણ કરે છે, ત્યારે એની દૃષ્ટિ એવી તો સંકુચિત બની જાય છે કે એ પોતાની પરંપરાગત રૂઢ માન્યતાઓના સારાસારનો પણ ભાગ્યે જ વિચાર કરી શકે છે; પછી એ માન્યતાઓમાં સુધારણા કે જરૂર લાગતા એનો ત્યાગ કરવાની તો વાત જ શી કરવી ? એ સ્થિતિમાં અજ્ઞાન-અંધશ્રદ્ધા-અહંકારમૂલક માન્યતાઓથી મનને મુક્ત કરીને એમાં સત્યની પ્રતિષ્ઠા કરવાનું કામ મીણના દાંતથી લોઢાના ચણા ચાવવા જેવું અતિઅતિ દુષ્કર બની જાય છે. પછી તો ધર્મના કે માનવજીવનના સાર સમો વિશ્વમૈત્રી સાધવાનો સર્વમંગલકારી અમૃતમય માર્ગ તો સાવ જ ભુલાઈ જાય છે, અને એનું સ્થાન સાંપ્રદાયિક ક્લેશ-કંકાસ લઈ લે છે. માનવી સતત જાગૃત રહીને સત્યશોધક
Page #40
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૭ અને ગુણગ્રાહક મનોવૃત્તિ કેળવે, તો જ મુશ્કેલીથી બચી શકાય એવી અટપટી આ માયાજાળ છે.
જૈનધર્મે તો સત્યની સાધનાને મહાવ્રતનું બિરુદ આપીને અને “સઘં તો મ સામૂર્ય' (વિશ્વમાં સત્ય જ સારભૂત તત્ત્વ છે), “સવ્વસ HTTU હવાિ હૈ મેરાવી મા તર' (સત્યની આજ્ઞાને માન્ય કરવા તત્પર થયેલ મેધાવી મૃત્યુને તરી જાય છે) કે “સર્વ મથવ' (સત્ય એ જ પરમેશ્વર છે) એવાં ધર્મસૂત્રો દ્વારા ધર્મસાધના કે આત્મસાધનામાં સત્યનું સર્વોચ્ચપદ સમજાવ્યું છે, એટલું જ નહીં, જેનદર્શને સ્યાદ્વાદઅનેકાંતવાદની અને નયવાદની, બીજાં દર્શનો કરતાં જે સાવ અનોખી પદ્ધતિની શોધ કરી તેના કેન્દ્રમાં પણ સત્યની શોધ કે સાધના જ રહેલી છે. મતલબ કે આપણાથી જાણતાં-અજાણતાં સત્યના એકાદ અંશની પણ ઉપેક્ષા ન થઈ જાય એની પૂરેપૂરી જાગૃતિ જૈન દર્શને રાખી છે, અને એ માટેનો તાત્ત્વિક છતાં વ્યવહારુ એવો માર્ગ પણ બતાવી દીધો છે. સત્યની શોધની અને સત્યના સ્વીકારની આવી સુંદર પદ્ધતિ સમજ્યા પછી પણ જો આપણે અજ્ઞાન, અંધશ્રદ્ધા, અહંકાર, સાંપ્રદાયિક અભિનિવેશ કે કદાગ્રહને કારણે સત્યની શોધમાં કે સત્યના સ્વીકારમાં પાછા પડીએ તો એમાં બીજા કોનો દોષ કાઢી શકાય ? બે હાથે થાંભલાને મજબૂત રીતે પકડી રાખીને કોઈ માણસ થાંભલાએ પોતાને પકડી રાખ્યાની બૂમાબૂમ કરે તો એવા માનવીને કોણ છોડાવી શકે ?
સત્યની શોધ એ જેમ મોટામાં મોટું વ્રત અને તપ છે, એમ એમાં જબરી નૈતિક હિંમત, નિર્ભયતા અને ગ્રંથિ વગરના મુક્ત મનની જરૂર પડે છે. સત્યના સાધકે પોતાના અંતરના અણુઅણુનો કબજો લઈને બેઠેલી જુગજુગ-જૂની માન્યતાને પણ, જરૂર લાગતાં, દેશવટો આપવા તૈયાર રહેવું પડે છે. સત્ય-અસત્યનો વિવેક કર્યા વગર, પોતાની જૂની કે નવી માન્યતાને જડતાપૂર્વક વળગી રહેતાં જ આ સત્યવ્રત ખંડિત થયું જ સમજો. આમ જોઈએ તો સત્ય વજ જેવું મજબૂત હોય છે, પણ એની શોધ કે ઉપાસના એવી નાજુક હોય છે કે જાણે કાચા સૂતરનો તાંતણો જ જોઈ લ્યો – જરાક આવેશ, આક્રોશ કે હઠાગ્રહનો ઝાટકો લાગ્યો કે એ તૂટી જ જવાનો ! એટલા માટે તો સત્યની શોધની અને સત્યને માર્ગે ચાલવાની પ્રક્રિયા તલવારની ધાર ઉપર ચાલવા જેવી નીડરતા અને ખબરદારી માગી લે છે. જેને માટે “સત્યમેવ નયતે” (સત્યનો જ જય થાય છે, એવું અડીખમ વિધાન કરવામાં આવ્યું છે, તે આવું નિર્ભેળ અને નિર્મળ સત્ય જ સમજવું.
પણ આવા સત્યની શોધમાં તો કંઈકંઈ અવરોધો આવી પડે છે. બીજા અવરોધોની વાત તો દૂર રહી; અરે, ખુદ ધર્મ કે જેનો પાયો અને હેતુ બંને સત્ય છે, એના નામે જ ક્યારેક સત્યની ઉપેક્ષા અને અસત્ય કે અર્ધસત્યનું સમર્થન થતાં
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૮
જિનમાર્ગનું અનુશીલન જોવાય છે. આમ થવામાં ધર્મનો કે ધર્મભાવનાનો પોતાનો દોષ હોતો નથી; ખરી રીતે એ દોષ માનવીના વિકૃત, અસંસ્કારી, અણવિકસિત માનસનો છે. પોતાના મનના આ દોષને માનવી ધર્મમાં દાખલ કરીને ધર્મનું સંપ્રદાયમાં એવું રૂપાંતર કરી નાખે છે કે ત્યાં સત્યને સ્થાને સાંપ્રદાયિક માન્યતાઓનું વર્ચસ્વ જામી છે.
સાંપ્રદાયિક માન્યતાઓ અને સત્યની શોધને આમ સામસામે મૂકીને આવી વિચારણા કરવી એટલા માટે વિશેષ જરૂરી થઈ પડી છે કે વિજ્ઞાન દ્વારા અત્યારે થતી પ્રકૃતિનાં તત્ત્વો તથા પરિબળોને લગતી કે ભૂગર્ભ, ભૂગોળ અને ખગોળને લગતી નવીનવી શોધોનું સત્યની શોધની દૃષ્ટિએ એટલે કે ધર્મની દૃષ્ટિએ શું મૂલ્યાંકન કરવું, એ નક્કી કરવાનો સમય ક્યારનો પાકી ગયો છે. આ મૂલ્યાંકન યોગ્યરૂપે કરવામાં મોટામાં મોટી મુશ્કેલી એ છે કે જેઓ ધર્મની સાચી ભાવના અને એની વ્યાપક દૃષ્ટિને સમજવામાં નિષ્ફળ જાય છે, તેઓ વિજ્ઞાનની શોધોને પ્રકૃતિના કે ભૂગોળ-ખગોળના સત્યને (કે સત્યાંશને) પ્રગટ કરનારી શોધો તરીકે આવકારવાને બદલે, પરંપરાથી ધર્મના નામે ચડી ગયેલી માન્યતાઓથી એ જુદી પડે છે તે જ કારણે એને ધર્મવિરોધી માની બેસે છે, એટલું જ નહીં, સાચી સમજણની ખામીને લીધે, એ શોધોને ભૌતિક (જડ) કહીને એની વધારે પડતી નિંદા કરવામાં, અને બીજી બાજુએ બૌદ્ધિક કસોટીએ 'વિચારતાં જે માન્યતા કોઈ રીતે ગળે ઊતરતી ન હોય, એને ફક્ત પરંપરાથી મળતા ધર્મના આધારને કારણે, આધ્યાત્મિક શોધ તરીકે બિરદાવીને એની મોકળે મને પ્રશંસા કરવામાં રાચે છે. અલબત્ત, અમુક શોધને ભૌતિક કે અમુકને આધ્યાત્મિક લેખવામાં હરકત ન હોઈ શકે; પણ એટલા માત્રથી પહેલી સાવ નિંદનીય અને બીજી સર્વથા પ્રશંસનીય – એમ માની લેવાની જરૂર નથી. ખરેખર તો “ભૌતિક' કે “આધ્યાત્મિક એ વિશેષણો નિંદા કે સ્તુતિને પાત્ર વસ્તુનો નિર્દેશ કરવાને બદલે તે-તે વિષયવસ્તુનું સ્વરૂપ દર્શાવવા માટે જ પ્રયોજવામાં આવેલાં હોય છે. સ્થૂળ દૃષ્ટિએ ભૌતિક અને આધ્યાત્મિક લેખાતી વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે અવિરોધીપણે સંકળાયેલી છે, એનો પણ વિજ્ઞાનની શોધોનું યથાર્થ મૂલ્યાંકન કરતી વખતે ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. આ દૃષ્ટિએ વિચારતાં વિજ્ઞાનની શોધો એ ધર્મની વિરોધી નહીં, પણ સત્યની શોધની બાબતમાં ધર્મની પૂરક બની શકે છે, એમ માનવામાં વિજ્ઞાન અને ધર્મ બંનેનું સંગોપન થાય છે, માનવીને પોતાને પણ વિશેષ લાભ છે. અલબત્ત, આમાંથી વિજ્ઞાનની જે શોધો નરી હિંસા ઉપર આધારિત હોય કે હિંસાને પ્રોત્સાહન આપતી હોય એને જુદી તારવી શકાય; પણ એટલામાત્રથી વિજ્ઞાનની બધી શોધોને ધર્મવિરોધી માનીને એની ઉપેક્ષા કે વગોવણી કરવી એ તો જૂ પડવાની બીકે બધાં વસ્ત્રોનો ત્યાગ કરવા જેવી ભૂલ જ લેખાય !
Page #42
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૭, ૮
૧૯ વળી, આ બાબતનો વિચાર કરતી વખતે ધર્મનો મૂળભૂત હેતુ પણ ધ્યાનમાં લેવાની ખાસ જરૂર છે. ધર્મનો પાયાનો હેતુ માનવીના વિચાર, ઉચ્ચાર અને આચારને સત્યમય બનાવીને જ એ ત્રણેને ઈહલોક-પરલોક પરત્વે કલ્યાણસાધક બનાવવાનો છે.
આથી ધર્મના નામે જ સત્યની ઉપેક્ષા ન થાય એટલા માટે સાંપ્રદાયિક માન્યતાઓ અને સત્યની શોધ વચ્ચે વિવેક કરવાની અને જ્યાં-ક્યાંયથી મળી આવે ત્યાંથી સત્યને કે સત્યના અંશને સ્વીકારવાની તત્પરતા દાખવવાની ખાસ જરૂર છે. ધર્મ પ્રરૂપેલી અનેકાંતદૃષ્ટિનો આ જ સાર છે.
(તા. ૨-૧૧-૧૯૬૮)
(૮) પુનર્જનમના અસ્તિત્વનું સમર્થન કરતાં
આધુનિક સંશોધનો
જેને આજે સામાન્ય રીતે વિજ્ઞાનના નામથી ઓળખવામાં આવે છે, એનો ભાવ મુખ્યત્વે “ભૌતિક તત્ત્વો કે શક્તિઓની શોધ' એવો કરવામાં આવે છે, અને તેથી એ આત્માના અસ્તિત્વને પુરવાર કરવામાં સહાયક નહીં, પણ અવરોધક જ બની શકે – એવી માન્યતા આપણે ત્યાં ઠીક-ઠીક ઘર કરી ગઈ છે. આ માન્યતાના પડઘારૂપે. સમ્યગુ જ્ઞાનનો હેતુ આત્માની હસ્તીને પુરવાર કરવાનો અને આત્મવિકાસના ઉપાયો ચીંધવાનો જ હોય એમ માનીને ભૌતિક શોધખોળોને આ પ્રકારના જ્ઞાનના સીમાડાની બહાર માની લેવામાં આવી છે. પણ વિજ્ઞાન એ પણ જ્ઞાનનો જ એક અંશ કે વિભાગ છે એ પાયાની વાત ધ્યાનમાં લેવામાં આવે, તો વિજ્ઞાનના કાર્યક્ષેત્રની મર્યાદા પૂર્વગ્રહપૂર્વક કલ્પી લઈને એની શક્તિને રૂંધતી આ બંને માન્યતાઓ અધૂરી અને એકાંગી છે એ સમજતાં-સ્વીકારતાં મુશ્કેલી ન પડવી જોઈએ.
આનો અર્થ એ થયો કે જ્ઞાન અને વિજ્ઞાન એ બંને મૂળભૂત એક જ ચૈતન્યશક્તિના આવિભવો છે, અને તેથી એ બંને એક યા બીજા રૂપે ભૌતિક તેમ જ આત્મિક તત્ત્વ કે શક્તિના અસ્તિત્વને તેમ જ સ્વરૂપને સમજવામાં ઉપયોગી બની શકે એમ છે. એટલે વિજ્ઞાન બાબત આભડછેટ રાખવાની જરૂર નથી.
એક બાજુ જ્ઞાન અને બીજી બાજુ વિજ્ઞાન એમ બંનેના અભિગમને પોતામાં સમાવી શકે એવા વિષયો તરીકે મનોવિજ્ઞાન, માનસચિકિત્સાવિદ્યા જેવા વિષયોને ગણાવી શકાય. જ્યારે માનસચિકિત્સા-વિદ્યાનાં અધ્યયન, સંશોધન અને ઉપચાર રૂપે
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૦
જિનમાર્ગનું અનુશીલન કરવામાં આવતા એના પ્રયોગો વ્યાપક અને મર્મસ્પર્શી બને છે, ત્યારે એ કેટલીક વાર તો આત્મા, કર્મ, પુનર્જન્મ જેવા આધ્યાત્મિક વિષયોના અસ્તિત્વનું સમર્થન કરવામાં ઉપયોગી સાબિત થઈ જાય છે.
અમેરિકાના એક માનસચિકિત્સક ડો. ઈઆન સ્ટિવન્સને પોતાના અધ્યયન અને અવલોકનના પ્રકાશમાં તાજેતરમાં (તા. ૨૨-૧૦-૧૯૭૨ના રોજ) નવી દિલ્હીમાં પુનર્જન્મના અસ્તિત્વનું જે રીતે સમર્થન કર્યું, તે ઉપરના અમારા કથનની પુષ્ટિ કરે એવું છે. એનો સાર અંગ્રેજી ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' તથા અન્ય વર્તમાનપત્રોના તા. ૨૩-૧૦-૧૯૭૬ના અંકોમાં છપાયેલો છે; એ અહીં રજૂ કરવો ઉચિત છે:
ડૉ. ઈઆન સ્ટિવન્સન અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ મેડિસિનના ન્યૂરોલોજી અને માનસશાસ્ત્ર વિભાગના અધ્યાપક તરીકે કામ કરે છે. સને ૧૯૬૧માં તેઓ પહેલ-વહેલાં હિન્દુસ્તાનમાં આવ્યા, ત્યારથી તેઓ પુનર્જન્મની બાબતમાં સંશોધન કરી રહ્યા છે. તેઓએ ‘વેલ્ડ કેસિસ સજેસ્ટિવ ઑફ રિઇન્કારનેશન' (પુનર્જન્મનું સૂચન કરતા ૧૨ કિસ્સાઓ) નામે એક પુસ્તક પણ લખ્યું છે. તા. ૨૨મી ઓક્ટોબરના રોજ નવી દિલ્હીમાં મૌલાના આઝાદ મેડિકલ કૉલેજના ડૉક્ટરોની સમક્ષ બોલતાં ડૉ. સ્ટિવન્સને કહેલું –
પુનર્જન્મ એ કેવળ ઉત્તેજનાભરી કલ્પના કે અનુમાન માત્ર છે? ના, એમ નથી. મારા એક હજાર જેટલા કિસ્સાઓના અધ્યયન બાદ મને ખાતરી થઈ છે કે પુનર્જન્મના સિદ્ધાંતનો ઇન્કાર કરી શકાય એમ નથી.
દુનિયાભરમાં પુનર્જન્મનો દાવો કરતા બારસો જેટલા દાખલાઓનો અભ્યાસ કર્યા પછી કોઈને માટે પણ એ તારણ ઉપર આવ્યા વગર ચાલે એમ નથી. આવા દાખલાઓમાંના કેટલાક દાખલાઓ માટેનો ગળે ઊતરે એવો ખુલાસો પુનર્જન્મનો સ્વીકાર કરવાથી જ મળી શકે છે.
આ ત્રીજા પાસા (third dimension) વિષેના મારા દસ વર્ષના સંશોધનનો સાર એ છે કે આ કિસ્સાઓ પુનર્જન્મના સૂચક હોવાને કારણે એ અંગે વધારે અધ્યયન કરવાની જરૂર છે.”
પોતાના અધ્યયન-અવલોકનને આધારે પુનર્જન્મની બાબતમાં વિશેષ પ્રકાશ પાડતાં ડૉ. સ્ટિવન્સન કહે છે –
“મારા અધ્યયન પ્રમાણે પુનર્જન્મના કિસ્સાઓના વધુમાં વધુ પ્રસંગો હિન્દુસ્તાન, દક્ષિણ-પૂર્વ એશિયા અને પશ્ચિમ એશિયામાં નોંધાયા છે. કમ્યુટરની મદદથી કરવામાં આવેલ જુદી-જુદી સંસ્કૃતિઓની પારસ્પરિક તુલનાઓ ઉપરથી જાણી શકાય છે કે આનું કારણ હિંદુધર્મ, બૌદ્ધધર્મ અને પશ્ચિમ એશિયામાં વસતી ક્રૂઝ (Druzes- Duruz) જેવી ઉદાર જાતિઓ બાળકોના આવા (પૂર્વજન્મના) દાવાઓ
Page #44
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૮
પ્રત્યે, બીજા ધર્મો કરતાં, વધારે સહિષ્ણુતા ધરાવે છે – એ છે. આવા કિસ્સાઓ ઉત્તર અમેરિકામાં વસતા રેડ ઇન્ડિયનો તેમ જ એસ્કિમોમાં પણ નોંધાયા છે.
“જે બારસો કિસ્સાઓનું મેં અધ્યયન કર્યું છે, એમાંના મોટા ભાગના કિસ્સા બાળકોના છે. આ હકીકત શોધ કરનારાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે; કારણ કે બાળકોએ પૂરી પાડેલી હકીકતો મોટાઓએ પૂરી પાડેલી હકીકતો કરતાં વધારે આધારભૂત હોય છે.
પુનર્જન્મના મોટી સંખ્યાના કિસ્સાઓમાં જે-તે વ્યક્તિ પૂર્વજન્મમાં હિંસક અંતનો ભોગ બની હોવાનું જાણવા મળે છે. ભારતમાં આવા કિસ્સાઓનું પ્રમાણ પચાસ ટકા જેટલું છે, અને એમાં ખૂન, અપઘાત, અને દાઝયાથી થયેલ મરણનો સમાવેશ થાય છે.
પુનર્જન્મના કિસ્સાઓમાં બે દેશોને સાંકળતા કિસ્સાઓ બહુ જ જૂજ મળે છે. આવો એક જૂજ કિસ્સો દિલ્હીમાં મળ્યો છે. પંદર-સત્તરેક વરસની એક છોકરી અત્યારે દિલ્હીમાં રહે છે. આ છોકરી એક રૂઢિચુસ્ત શાકાહારી હિંદુ કુટુંબમાં જન્મી છે. એણે એમ કહીને પોતાના કુટુંબને અચંબામાં નાખી દીધું કે હું મારા પૂર્વભવમાં, યુવાન વયમાં, લંડનમાં રહેતી હતી. એની રીતભાત અત્યારે પણ અંગ્રેજના જેવી છે, અને એ માંસાહાર તરફ રુચિ ધરાવે છે.
“હિન્દુસ્તાનમાં મને પુનર્જન્મના ૧૭૦ કિસ્સાઓ મળ્યા છે.
“મને લાગે છે કે પુનર્જન્મસંબંધી જ્ઞાન ડૉક્ટરોને ઉપયોગી થઈ શકે એમ છે. એવા પણ દાખલાઓ મળ્યા છે, કે જેમાં એક વ્યક્તિ એ જ વ્યાધિથી પીડાતી હતી કે જેનાથી એ પોતાના પૂર્વજન્મમાં પરેશાન હતી. હિન્દુસ્તાનમાં વનસ્પતિશાસ્ત્રનું અધ્યાપન કરાવતી એક સ્ત્રી-અધ્યાપિકા શ્વાસના વ્યાધિથી પરેશાન હતી. આ અધ્યાપિકા પોતાની એક પૂર્વની જિંદગીમાં આ જ રોગની ભોગ બની હતી. અત્યારે એ પીએચ ડી નો મહાનિબંધ તૈયાર કરી રહી છે.”
ડો. સ્ટિવન્સનની પુનર્જન્મના અસ્તિત્વનું સમર્થન કરતી આ શોધ પ્રયોગો ઉપરથી ફલિત થતી વિજ્ઞાનની શોધો અને યોગબળના આધારે પ્રગટ થતાં વિશ્વસત્યો વચ્ચે કેટલો નિકટનો સંબંધ પ્રવર્તે છે તેનું પ્રબળ સૂચન કરી જાય છે.
વળી, પુનર્જન્મના સિદ્ધાંતનું આ રીતે વૈજ્ઞાનિક અધ્યયન-અવલોકનના આધારે વિશેષ સમર્થન થાય તો એથી માનવજાતિના ઘડતરને ગુણવત્તાતરફી વળાંક આપવામાં મોટો ટેકો મળી શકે. છેવટે માનવી રાજસત્તાની સજાથી બચવાની તરકીબો અજમાવવા છતાં, જો એના અંતરમાં ઊંડે-ઊડે એ વાતનો આછો-પાતળો પણ ખ્યાલ હશે કે રાજસત્તાની સજાથી કદાચ હું ભલે બચી શકું, પણ પૂર્વજન્મ અને પુનર્જન્મના પાયારૂપ કર્મરાજાની સત્તાથી એટલે કે જેવી કરણી તેવી ભરણી’ એ કુદરતના અફર નિયમથી તો હું કોઈ રીતે બચી શકવાનો નથી જ નથી, તો એ પોતાની જાતને અનેક દોષો અને પાપોથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યા વગર ન રહે.
Page #45
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન આ જન્મને નિર્દોષ બનાવવો એ જ પુનર્જન્મના સિદ્ધાંતને જાણ્યાનો સાર છે. (તા. ૧૮-૧૧-૧૯૭૨)
મુંબઈથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના વાચકોનું ધ્યાન એના તા. ૧૧-૪-૧૯૬૬ના અંકના પહેલે પાને આવેલા Probe into The Unknown' (અજ્ઞાતની ઊંડી તપાસ) નામક લખાણ તરફ ગયા વગર ભાગ્યે જ રહ્યું હશે. જ્યપુર યુનિવર્સિટીમાં ડૉ. હેમેન્દ્ર એન. બેનર્જીની દેખરેખ નીચે, પૅરાસાઈકોલોજી વિભાગમાં પુનર્જન્મ અંગે સંશોધન ચાલી રહ્યું છે. આ સંશોધનના અનુસંધાનમાં ડૉ. બેનર્જી તાજેતરમાં પરદેશના પ્રવાસે નીકળ્યા છે. એમના આ પ્રવાસમાં ચાલી રહેલ સંશોધનકાર્યની કેટલીક વિગતો આપતાં ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલ મજકૂર લખાણમાં કહેવામાં આવ્યું છે :
“લંડન, એપ્રિલ ૧૦ : હિંદુસ્તાનની યુનિવર્સિટીના એક ૩૮ વર્ષની ઉંમરના વિજ્ઞાની પુનર્જન્મના સિદ્ધાંતને સિદ્ધ કરવાની અથવા અસિદ્ધ ઠરાવવાની વિશ્વવ્યાપી તપાસમાં આજે અહીં આવી પહોંચ્યા છે.
૨૨
“જયપુરમાં ચાલતા પેરા-સાઇકૉલોજી વિભાગના ડિરેક્ટર ડૉ. હેમેન્દ્ર એન. બેનર્જીએ, પોતપોતાના પૂર્વજીવનની વિગતોને યાદ કરી બતાવવાની ચમત્કારિક શક્તિ દર્શાવના૨ વ્યક્તિઓની ઝીણવટભરી તપાસમાં બાર વર્ષ ગાળ્યાં છે.
“ફિનલેન્ડ, ફ્રાન્સ, તુર્કસ્તાન, રશિયા, બર્મા, સિલોન અને બીજા દેશોમાંથી આ અંગે પુષ્કળ સામગ્રી મળી આવી છે આમ છતાં આનો (પૂર્વજન્મ કે પુનર્જન્મને લગતો) બુદ્ધિગમ્ય વૈજ્ઞાનિક ખુલાસો એમણે હજી શોધવાનો રહે છે.
“આવતી કાલે ડૉ. બેનર્જી નોર્ધમ્બરલેન્ડના વ્હીટલબેના શ્રીમાન અને શ્રીમતી જ્હોન પોલોકની જોડિયા (એકસાથે જન્મેલ) પુત્રીઓની મુલાકાત લેવાના છે. પોલોક-દંપતી એવો દાવો કરે છે કે આ જોડિયા પુત્રીઓ મૃત્યુમાંથી ફરી સજીવન થયેલ' છે : તે બંને રૂપે, આઠ વર્ષ પહેલાં અકસ્માતમાં માર્યા ગયેલાં એમનાં પહેલાંનાં બાળકો - જેકેલાઈન ઉંમર વર્ષ છ અને જોને ઉંમ૨ વર્ષ ૧૧ · એ ફરી જન્મ ધારણ કર્યો છે.
“શ્રી પોલોક અને એમનાં પત્નીનું કહેવું છે કે આ બે જોડિયા પુત્રીઓમાંની એક પુત્રી, જેનું નામ જેનીફર છે, એના કપાળ ઉપર જેકેલાઇનના કપાળના ડાઘ સાથે મળતો આવે એવો ડાઘ છે, જ્યારે બીજી પુત્રી ગિલીઅનને એમના ગુજરી ગયેલ બીજા બાળકના જેવું જન્મચિહ્ન છે.
“આ જોડિયા પુત્રીઓના અક્ષરો, એમની બોલી અને બીજી રીતભાત ગુજરી ગયેલ બાળકોના જેવાં છે; વધુમાં, આ માતા-પિતાનું કહેવું છે કે તેઓ એ જીવલેણ અકસ્માતની વિગતો સારી રીતે વર્ણવી શકે છે.”
Page #46
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૮
૨૩
આ લખાણ ઉપરથી પુનર્જન્મના સંશોધન અને વૈજ્ઞાનિક ખુલાસા અંગે ડૉ. બેનર્જીએ કેટલો બધો વ્યાપક પ્રયત્ન હાથ ધર્યો છે એ, તેમ જ પરદેશના લોકો પણ એ બાબતમાં કેવો રસ ધરાવે છે તે જાણી શકાય છે.
સામાન્ય રીતે આપણે ત્યાં પૂર્વજન્મ કે પુનર્જન્મને ધર્મને લગતી બાબત ગણી લેવામાં આવે છે, અને એની ચર્ચા-વિચારણા કરવાનું મોટે ભાગે ધર્મગુરુઓ અથવા તો ધર્મશાસ્ત્રોના પંડિતો ઉપર છોડવામાં આવે છે. એક વિશિષ્ટ વિદ્વાનને રોકીને અને એક સ્વતંત્ર વિભાગ કાયમ કરીને એ દ્વારા પુનર્જન્મ-સંબંધી સંશોધન વૈજ્ઞાનિક ઢબે અને ઝીણવટપૂર્વક કરવાનું કોઈ વિશ્વવિદ્યાલયે સ્વીકાર્યું હોય તો તે, અમારી જાણ મુજબ, જાપુરનું રાજસ્થાન વિશ્વવિદ્યાલય જ છે.
અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે, કે ગયા વર્ષે તેરાપંથી ફિરકાના આચાર્યશ્રી તુલસી ગણીજી જયપુર પધાર્યા હતા, ત્યારે તા. ૨૫-૫-૧૯૬ પના રોજ એમણે રાજસ્થાન વિશ્વવિદ્યાલયના આ વિભાગની મુલાકાત લઈને ત્યાં ચાલી રહેલ પુનર્જન્મસંબંધી સંશોધનકાર્યની કેટલીક માહિતી મેળવી હતી. આ પ્રસંગનો અહેવાલ આપતાં જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર “જેનભારતી'ના તા. ૨૫-૭-૧૯૬૫ના અંકમાં કહેવામાં આવ્યું છે :
સવારમાં આચાર્યશ્રી રાજસ્થાન વિશ્વવિદ્યાલયના પ્રો. એચ.એન.બેનની પ્રયોગશાળામાં પધાર્યા. પ્રો. બેનર્જી પુનર્જન્મ અંગે સંશોધન કરી રહ્યા છે. પહેલાં પણ એમણે આ બાબતમાં આચાર્યશ્રી પાસે અનેક સૂચનો માંગ્યાં હતાં. એમના વિશેષ આગ્રહને લીધે આજે આચાર્યશ્રી એમની પ્રયોગશાળામાં પણ પધાર્યા. પ્રો. બેનર્જીએ દેશ-વિદેશની લગભગ બસો જેટલી ઘટનાઓ ઉપર સફળ સંશોધન કર્યું છે. એમની સંશોધનની પદ્ધતિ બહુ જ ઝીણવટભરી અને ઊંડી છે. પુનર્જન્મના સંબંધમાં જે તથ્યો પ્રગટ થયાં છે, તે બહુ જ ચમત્કારી છે. અત્યારનું વિજ્ઞાન, જે પુનર્જન્મમાં આસ્થા નથી ધરાવતું, એને માટે આ એક સબળ આહાન છે. આથી, દુનિયામાં આ પહેલો જ દાખલો છે કે કોઈ વિશ્વવિદ્યાલયે પુનર્જન્મ જેવી બાબતમાં સંશોધનની શરૂઆત કરી હોય. આવા સંશોધનથી આત્માનું અસ્તિત્વ આપમેળે સાબિત થઈ જાય છે. આ સિદ્ધાંત અનાત્મવાદીઓને ફરી વિચાર કરવા પ્રેરે છે... આચાર્યશ્રીએ લગભગ બે કલાક સુધી રોકાઈને ત્યાંની જુદીજુદી પ્રવૃત્તિઓનું અધ્યયન કર્યું. પ્રો. બેનર્જીએ કહ્યું : “પુનર્જન્મનું સંશોધન આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓને ફરી જીવંત બનાવી શકે એવું છે. આત્મવાદીઓને માટે આ આત્મગૌરવ લેવા જેવી બાબત છે, પણ દુઃખની વાત છે કે આત્મવિજ્ઞાનને જોઈએ તેટલું પ્રોત્સાહન મળતું નથી.” ”
પ્રો. બેનર્જીએ આવા મહત્ત્વના અને ઉપયોગી કાર્યમાં જરૂરી પ્રોત્સાહન ન મળવાની જે ફરિયાદ કરી છે તે સાચી છે; એવી કેટલીય અગત્યની બાબતો જરૂરી
Page #47
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન આર્થિક અને બીજા સહકાર વગર વિલાઈ કે વીસરાઈ જાય છે, અને જ્યાં વિશેષ પૈસા વગર પણ કામ સારી રીતે ચાલી શકે એમ હોય, ત્યાં પૈસાની રેલછેલ થવા લાગે છે; આપણી પ્રજાની આવી કંઈક વિલક્ષણ કે પ્રમાણભાન વગરની તાસીર જ બની ગઈ છે !
ઉપરની વિગતોના અનુસંધાનમાં અહીં એ જાણવું પણ ઉપયોગી થઈ પડશે કે જેનભારતી' સાપ્તાહિકના તા. ૨૩-૫-૧૯૬૫ના અંકમાં આ જ પ્રો. હેમેન્દ્રનાથ બેનર્જી તરફથી, મધ્યપ્રદેશના છતરપુરના વતની શ્રી મનોહરલાલજી મિશ્રની પુત્રી કુમારી સ્વર્ણલતાએ સાડાત્રણ વર્ષની નાની ઉંમરે કટની ગામ સાથે સંકળાયેલ પોતાના પૂર્વજન્મની બાબતો કહી અને ઓળખી બતાવીને સૌને હેરતમાં નાંખી દીધાની ઘટનાની વિગતો પ્રગટ કરાઈ છે. એ વિગતોને અંતે આ સંશોધન-કાર્ય માટે આવી ઘટનાઓની વિગતો પોતાને લખી જણાવવાની વિનંતી કરતાં તેઓએ કહ્યું છે :
જયપુરના રાજસ્થાન વિશ્વવિદ્યાલયનો પૅરા-સાઇકોલોજી-વિભાગ પૂર્વગ્રહથી મુક્ત બનીને વૈજ્ઞાનિક ઢબે આ સમસ્યાના વ્યાવહારિક પક્ષનું અધ્યયન કરી રહેલ છે. આ વિભાગ આવા પ્રકારની ઘટનાઓ પ્રત્યે કોઈ પણ પ્રકારનો આગ્રહ નથી ધરાવતો. તેથી અત્યાર પૂરતું તો એ આવા પ્રકારની ઘટનાઓને પુનર્જન્મની ઘટનાઓ તરીકે ઓળખાવવાનું વિશેષ વાજબી માનવાને બદલે એને અતિ-મસ્તિષ્ક-સ્મૃતિ(Extra Cerebral Memory) ની ઘટનાઓ તરીકે ઓળખાવવી વધારે ઠીક માને છે. જ્યાં સુધી આવી જાતની અનેક ઘટનાઓના અધ્યયનના ફળરૂપે કોઈ નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકાય ત્યાં લગી એ કહેવું મુશ્કેલ છે કે આવી ઘટનાઓ કેમ અને કેવી રીતે બને છે. આ સમસ્યાનું હજી પણ પૂર્ણરૂપે અધ્યયન થઈ શકે એ માટે એ જરૂરી છે કે વાચકો આ વિભાગ ઉપર આવી વધુમાં વધુ ઘટનાઓની ખબર મોકલે, તેમ જ આવી ઘટનાઓના અધ્યયન માટે પૂરતી સાધન-સામગ્રી મળી રહે. તેથી વાચકમહાનુભાવોને આગ્રહભરી વિનંતિ કરવામાં આવે છે કે તેઓ આવી ઘટનાઓની માહિતી નીચેના સરનામે મોકલવાની તસ્દી લે –
પ્રો. હેમેન્દ્રનાથ બેનર્જી સંચાલક : પેરા-સાઈકોલોજિકલ વિભાગ,
રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુર (રાજસ્થાન) કુમારી સુવર્ણલતાના પૂર્વજન્મકથનની માહિતી સાથેનું પ્રો. હેમેન્દ્રનાથ બેનર્જીનું આ નિવેદન ગોરખપુરથી પ્રગટ થતા સુપ્રસિદ્ધ હિંદી માસિક “કલ્યાણના વર્ષ ૩૯માના બીજા અંકમાંથી જૈનભારતીમાં ઉદ્ધત કરવામાં આવ્યું હતું.
પ્રો. બેનર્જીનું ઉપર આપેલું નિવેદન એક સંશોધક વૈજ્ઞાનિકને છાજે એવી સંભાળપૂર્વક લખાયું છે. એમાં એમણે કોઈ પણ પ્રકારના આગ્રહને વશ થઈ જવાને
Page #48
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૮, ૯
બદલે સત્યશોધકની જેમ પોતાના સંશોધન-ક્ષેત્રનાં તેમ જ પોતાની વિચારશક્તિનાં દ્વાર ઉઘાડાં રાખ્યાં છે; તેથી એમનો પ્રયત્ન વિશેષ આદરપાત્રઆવકારયોગ્ય બની રહે છે. અને તેથી આ વિષયમાં રસ ધરાવનારાઓ તેમ જ આસ્થા ધરાવનાર બધા ય ધર્મોના ધર્મગુરુઓ અને અનુયાયીઓ આ બાબતમાં જીવંત રસ દાખવે અને સક્રિય સહકાર આપે એ જરૂરી છે.
આ પ્રસંગે એ જાણવું લાભકારક થશે કે આપણા વયોવૃદ્ધ આચાર્ય મહારાજ શ્રી વિજયપ્રેમસૂરિજીના સમુદાયના મુનિશ્રી જયપધ્ધવિજયજીએ પુનર્જન્મની કેટલીક ઘટનાઓનો સંગ્રહ કરતું એક નાનું સરખું પુસ્તક કેટલાક વખત પહેલાં પ્રગટ કર્યું છે.
મોટે ભાગે શ્રદ્ધા કે ધર્મમાન્યતાનો વિષય ગણાતી પુનર્જન્મ જેવી બાબતમાં વૈજ્ઞાનિક સંશોધનની આવી જોગવાઈ કરવાની પહેલ કરવા બદલ રાજસ્થાન વિશ્વવિદ્યાલયને અને એ માટે નિષ્ઠાપૂર્વક સંશોધનકાર્ય કરવા બદલ પ્રો. હેમેન્દ્રનાથ બેનર્જીને ખૂબખૂબ ધન્યવાદ ઘટે છે.
(તા. ૭-૫-૧૯૬૬)
(૯) પહેલું પગથિયુઃ પ્રામાણિકતા વ્યક્તિની શુદ્ધિનો અને સમષ્ટિના સુખનો સૌથી પહેલો આધાર અને ઉપાય છે વ્યક્તિની પ્રામાણિકતા. અત્યારના જીવન-વ્યવહારમાંથી આ પ્રામાણિકતા વધારે પ્રમાણમાં ઓસરી ગઈ છે. તેને પરિણામે મોટા ભાગનું માનવજીવન વધારે પડતી વિષમતાથી ઘેરાઈ ગયું છે. એક માનવી પ્રામાણિકતાની મર્યાદા વટાવીને વધારે પડતો સ્વાર્થપરાયણ બને તેનો પડઘો અચૂક રીતે બીજી વ્યક્તિ ઉપર પડે છે, અને એ બીજી વ્યક્તિને પોતાના માર્ગથી ભ્રષ્ટ થવું પડે તેની અસર ત્રીજી વ્યક્તિ ઉપર પડે. આમ એક-એક કરતાં અપ્રામાણિકતાનું વિષચક્ર એવું તો વ્યાપક બને છે કે પછી એનાં દુષ્પરિણામોમાંથી માનવસમૂહોને બચાવી લેવાનું કાર્ય અત્યંત મુશ્કેલ બની જાય છે.
માનવસમૂહોને ઘેરી વળેલી અત્યારની મોટા ભાગની મુસીબતો પ્રામાણિકતાના વધારે પડતા ભંગને જ આભારી છે એમાં શંકા નથી. આ તો ધીમે-ધીમે જાણે છેતરનારાઓનું એક ટોળું જ બની ગયું હોય, અને કોણ કોને વધારે છેતરીને બાજી જીતી – એવી છેતરામણીની જાણે હરીફાઈ મંડાઈ ગઈ છે ! અને એ હરીફાઈમાં હુન્નરઉદ્યોગનું, વેપાર-વણજનું, રાજદ્વારી, ધાર્મિક કે સમૂહજીવનનું ક્ષેત્ર – એકેએક ક્ષેત્ર – સામેલ થઈ ગયું છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૬
જિનમાર્ગનું અનુશીલન આમ કહેવા પાછળનો મુદ્દો એવો તો નથી જ, કે આવી અપ્રામાણિકતા અત્યારે જ જન્મી ગઈ છે, અને પહેલાંના સમયમાં બધા માનવીઓ સત્યવાદીના અવતાર હતા. આ લખવાનો મુખ્ય આશય એ છે કે આવા દુર્ગુણોનું પ્રમાણ જ્યારે મર્યાદા વટાવી જાય છે ત્યારે માનવજીવન વધારે આકુળવ્યાકુળ અને વધારે સંકટગ્રસ્ટ બની જાય છે. અત્યારે ચારેકોર જે હાહાકાર પ્રવર્તી રહ્યો છે અને મુશ્કેલીઓનો કયાંય આરો દેખાતો નથી ત્યારે સહજ રીતે એનું મૂળ કારણ શોધવાનું મન થાય છે. અને આ શોધ કરતાં આ રોગનું નિદાન સહજ રીતે અપ્રામાણિકતા જ માલૂમ પડે છે.
એટલે જ્યારે પણ આપણે આ મુશ્કેલી અને આ વિષમતાને દૂર કરવાનો વિચાર કરવો હશે, ત્યારે આપણા જીવનના નાનામાં નાના પ્રદેશમાં પણ પ્રવેશી ગયેલી અપ્રામાણિકતાને ઉલેચીને ફેંકી દેવાનો વિચાર કર્યા વગર આપણો છૂટકો નથી.
અન્ન તેવો ઓડકાર' એ કહેવતમાં સનાતન સત્ય સમાયેલું છે; તે જીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતાની જરૂર તરફ સાફ અંગુલીનિર્દેશ કરે છે.
જૈન ધર્મશાસ્ત્રોએ ધર્મમાર્ગનું અનુસરણ કરવા ચાહતા માનવીને માટે જે પાંત્રીસ ગુણોની પ્રથમ જરૂર જણાવી છે, તેમાં સૌથી પહેલો ગુણ “ચાસપત્નવિમવ:” પ્રામાણિકતાપૂર્વક ઉપાર્જન કરેલ ધન' ગણાવવામાં આવ્યો છે; આ કથનમાં ભારે તથ્ય સમાયેલું છે. એમ કહી શકાય શુદ્ધ કે ધર્મમય જીવનનું પહેલું પગથિયું પ્રામાણિકતા જ છે. જો એ પ્રામાણિકતા નથી, તો ધર્મની આખી ઈમારત, રેતીના આધાર ઉપર ઊભી કરેલ ઇમારતની જેમ અલ્પજીવી સમજવી. જરાક કસોટીનો વખત આવે અને સમૂળગી ધાર્મિકતા પાણીના પરપોટા જેમ પળવારમાં હતી-ન હતી બની જાય. ક્રિયાકાંડપરાયણતાને લીધે ખૂબ ધાર્મિક લાગતાં અને ભક્ત તરીકેની ખ્યાતિને વરેલા માનવીઓમાં અણીને વખતે જીવનશુદ્ધિની ખામી જોવામાં આવે છે, અથવા તો કહો. કે એવા માણસોની ધાર્મિકતા પોકળ હોય છે.
એટલે આધ્યાત્મિકતાની બહુ ઊંચી કોટિની વાત તો બાજુએ રહી, સામાન્ય માનવતાનો પ્રાદુર્ભાવ પણ પ્રામાણિકતા વગર શક્ય નથી. અને આજે તો આપણે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાંથી, જાણે પ્રામાણિકતાને દેશવટો દેવા નીકળી પડ્યા હોઈએ એવો ઘાટ બની ગયો છે. પરિણામે, લાખ પ્રયત્ન છતાં સુખ અને શુદ્ધિ આપણાથી દૂર ને દૂર થતાં જાય છે. છાર ઉપર લીંપણ કરીએ એનું પરિણામ કેવું આવે?
અંગ્રેજોએ તો પ્રામાણિકતાનાં, માનવતાની દષ્ટિએ જ નહીં પણ વેપાર-ઉદ્યોગમાં સફળ થવાની એક ઉત્તમ નીતિ તરીકે પણ ભારે ગુણગાન કર્યા છે (Honesty is the best Policy); એટલું જ નહીં, એ વાતને એમણે પોતાના વ્યવહારથી સાબિત પણ કરી બતાવી છે. આપણે પણ સાચા શેઠની પાંચશેરી નો મહિમા તો જાણીએ
Page #50
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપચઃ ૯, ૧૦ જ છીએ; પણ નજરે દેખાતા ટૂંકા ગાળાના લાભમાં આપણે લાંબા ગાળાની અને ચિરસ્થાયી સફળતાને વિસરી જઈએ છીએ.
વધારે કહીએ ? અત્યારે તો ધાર્મિકતાના મોટા-મોટા ઉપદેશોના બદલે જીવનમાં પ્રામાણિકતાની પુનઃ પ્રતિષ્ઠા કરીને વ્યક્તિની શુદ્ધિના અને સમષ્ટિના સુખના આ પહેલા પગથિયાને સ્થિર કરવાની ખૂબ-ખૂબ જરૂર છે.
(તા. ૨૦-૨-૧૯૫૪)
(૧૦) એક હાથ બીજા હાથને સંભાળે.
બે હાથ વગર તાળી ન પડે, એમ એક હાથની મુસીબત વખતે બીજો હાથ મદદે ન પહોંચી જાય તો પણ કામ ન ચાલે. આમ સમયસર સૌ એકબીજાની સહાયતા કરવા પહોંચી જાય એનું નામ જ સહકાર; માનવસમાજની એ મહામૂલી દોલત અને સંકટ-સમયનું સાચું નિવારણ.
વળી, જેમ વ્યક્તિનું જીવન સુખ અને દુઃખના પ્રસંગોથી સંકુલ હોય છે, તેમ સમાજ પણ સુખી અને દુઃખી, સમૃદ્ધિશાળી અને ગરીબ, સબળ અને નિર્બળ માનવીઓનો બનેલો હોય છે, અને નિર્બળ, ગરીબ કે દુ:ખીઓને સધિયારો આપીને એમના સંકટનું નિવારણ કરવું અને એમના માટે પણ જીવન આશા-ઉલ્લાસ-આનંદભર્યું બનાવવા પ્રયત્ન કરવો – એટલા માટે જ સમાજની રચના અને વ્યવસ્થા છે. એટલે જેટલા પ્રમાણમાં નિર્બળની અસહાયતા, ગરીબની દીનતા અને દુખિયાની પીડાનું નિવારણ થઈ શકે એટલા પ્રમાણમાં સમાજ-વ્યવસ્થા ચરિતાર્થ થઈ સમજવી.
સમાજની રચના શરીરની રચના જેવી જ છે. શરીરના સ્વાથ્યની જાળવણી માટે શરીરના પ્રત્યેક અંગ-ઉપાંગ-અવયવની સાચવણીની જરૂર પડે છે, અને તેમાંનું નાનુંસરખું એક પણ પીડાગ્રસ્ત બની જતાં એની પીડા અને અસ્વસ્થતા આખા શરીરમાં વ્યાપી જાય છે – દાંતના એકાદ ખૂણામાં દુખાવો ઊપડ્યો હોય તો એને લીધે આખા શરીરમાં કેવી બેચેનીનો અનુભવ થવા લાગે છે ! જેવું શરીરનું, એવું જ સમાજનું. નાના-મોટા, સુખી-દુઃખી, તવંગર-ગરીબ, સબળ-નિર્બળ, જ્ઞાની-અજ્ઞાની એવાં બધાં નરનારીઓ સમાજનું અંગ છે. એ બધાંય સંકટમુક્ત બને અને આગળ વધે એવો સતત પ્રયત્ન થતો રહે તો જ સાચો સમાજ બને, અને તાકાતવાન પણ બની શકે. માનવસમૂહનો એક ભાગ સંકટમાં સબડ્યા કરતો હોય અને બીજા ભાગને એની ચિંતા
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૮
જિનમાર્ગનું અનુશીલન સતાવતી ન હોય તો એ સમાજ શરીરના બંધારણ જેવો સુશ્લિષ્ટ અને સુવ્યવસ્થિત નથી રહી શકતો, અને દીન-દુઃખના સંકટનિવારણરૂપે સમાજને પોતાને પણ જે લાભ મળવો જોઈએ, તે તેને નથી મળી શકતો. પછી તો અંદરથી ખવાયેલા, પણ ઊજળા દેખાતા વાન અને ચરબીના થરને લીધે દેખાવડા લાગતા શરીરની જેમ એવો સમાજ પણ અંદરથી સારહીન બની જાય છે.
સુખ અને દુઃખ એ કંઈ નવી જન્મેલી કે ક્યાંક અધ્ધરથી આવી પડેલી વસ્તુઓ નથી; એ તો જીવન સાથે જ જડાયેલી વસ્તુઓ છે. એમાં કેટલાંક સંકટોનું નિવારણ વ્યક્તિએ પોતે જ કરવાનું હોવા છતાં, ઇતર વ્યક્તિઓનાં સાથ, સહકાર કે સહાયતા એમાં સારી રીતે ઉપયોગી નીવડી શકે છે. એક કાળ એવો પણ કલ્પી શકીએ કે જ્યારે માનવી પોતાનાં સુખ-દુઃખ માટે પોતાની જાતને જ જવાબદાર માનતો, અને એના નિર્માણ કે નિવારણ માટે પણ પોતાની જાત ઉપર જ આધાર રાખતો; અથવા કદાચ સુખ-દુ:ખની અનુભૂતિ કરવાનું એનું સંવેદન જ એ કાળે એટલું તીવ્ર નહિ હોય, અને સંકટના નિવારણ માટેનો એનો વલવલાટ પણ એટલો ઉત્કટ નહિ હોય; જે કંઈ આવી પડતું તે જીવનના એક સહજ ક્રમરૂપે આવી પડેલું માનીને એ વગર ફરિયાદ સહન કરી લેતો. પણ જેમ-જેમ માનવસમૂહમાં ચેતનાનો વિકાસ થયો, તેમ-તેમ પરિસ્થિતિ બદલાતી ગઈ. એને એમ પણ ભાન થતું ગયું કે પોતે જેમ બીજાના દુઃખનું નિમિત્ત બની શકે છે, તેમ બીજાના સંકટને દૂર કરવામાં પણ એ સહાયરૂપ બની શકે છે. આવી સભાનતાનો સમય એ માનવજીવન અને માનવસમૂહોના ક્રમિક વિકાસનો એક અગત્યનો અને ઐતિહાસિક સમય હતો. આ પછી ઉત્તરોત્તર વ્યવસ્થિત માનવસમાજની રચના થઈ અને એમાં પ્રગતિ પણ થઈ. ધર્મભાવનાનો પ્રાદુર્ભાવ, વિકાસ અને પ્રસાર પણ આને જ આભારી છે. આ યુગ માનવજાતિ માટે અમૃત જેવો ઉત્તમ નવઘડતરનો યુગ બની ગયો.
આ ધર્મભાવનાએ માનવીને એ પરમ સત્ય સમજાવવાનો સમર્થ પ્રયત્ન કર્યો કે કેવળ બીજા માનવીઓ જ નહીં, પણ ચેતનતત્ત્વ ધરાવતા કીટ-પતંગ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો પણ પોતાના બંધુઓ કે મિત્રો છે. અને એમને પોતાને કારણે લેશ પણ ક્લેશ ન પહોંચે અને એમના સંકટ-નિવારણમાં પોતાની બધી શક્તિઓ કામે લાગે એવી રીતે વર્તવું એ પોતાનો ધર્મ છે. આ ભાવના ભાવિક, સહૃદય અને અંતર્મુખ માનવીના જીવનમાં સર્વસ્પર્શી અહિંસા અને કરુણારૂપે વ્યક્ત થઈ. પરિણામે, એણે પોતાની જીવનપ્રક્રિયા એવી તો સાદી અને સરળ બનાવી કે જેથી ઓછામાં ઓછી હિંસાથી પોતાના જીવનનો નિર્વાહ થઈ શકે, અને જે સ્વલ્પ હિંસા કરવી પડે એ માટે પણ હૃદયમાં સંતાપની કૂણી લાગણી ઊભરાતી હોય; અને કોઈના પ્રત્યે ક્લેશ-દ્વેષ
Page #52
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૦ કે ઈષ્ય-અસૂયાની કઠોર વૃત્તિ તો હોય જ નહીં. ઊલટું, એનું કરુણાયુક્ત હૃદય બીજાનું દુઃખ જોઈને એને દૂર કરવાના પોતાથી બનતા બધા પ્રયત્નો કર્યા વગર રહી શકે જ નહીં.
આ રીતે વિશ્વને ધર્મભાવનાના અમૃતની ભેટ મળેલી હોવા છતાં, માનવીના અંતરમાં રહેલ ક્લેશ-દ્વેષની આસુરી વૃત્તિરૂપ મલિનતાને લીધે, દુનિયા વેર-ઝેર, ક્લેશકંકાસ અને ઈષ્ય-અસૂયાથી નીપજતા સંતાપોથી મુક્ત નથી થઈ શકી. પરિણામે, સત્યુગ હોય કે કળિયુગ હોય, દુઃખ, દુઃખ આપનારા દાનવવૃત્તિના માનવીઓ અને દુઃખી-પીડિત અસહાય માનવસમૂહો અસ્તિત્વ ધરાવે જ છે.
અને જ્યારે દુનિયામાં સ્થિતિ આવી છે, ત્યારે એક હાથ બીજા હાથની મદદ વગર કહ્યું દોડી જાય, એમ દીન-દુઃખીની મદદે દોડી જવું એ પ્રત્યેક માનવીની – ખાસ કરીને સુખી, સમૃદ્ધ શક્તિશાળી માનવીની – ફરજ બની જાય છે; ખરી રીતે આવી ફરજના પાલનની પાછળ આત્મસંતોષ મેળવવાની દૃષ્ટિ જ હોવી જોઈએ.
અત્યારે જૈન સમાજની કે બીજા કોઈ સમાજની દષ્ટિએ કે પછી સમગ્ર માનવજાતની દષ્ટિએ વિચાર કરીએ તો અત્યારે કેટલાં બધાં દીન-દુઃખી માનવીઓ સહાયતાની અપેક્ષા રાખી રહ્યાં છે !
બાળકોને પૂરતું પોષણ મળતું નથી. દેશની સાચી દોલત અને સમાજની ઉજ્વળ આશા સમી ઊછરતી પેઢીને શિક્ષણના ખર્ચ માટે વલખાં મારવાં પડે છે. વિધવા, ત્યક્તા અને ગરીબ બહેનોની અસહાયતાનો કોઈ સુમાર નથી. શ્રીમંતાઈ કે મોટાઈ અને શ્રમ વચ્ચે માત્ર કલ્પી લીધેલા વિરોધને લીધે ઊજળાં ગણાતાં કુટુંબોમાં હજી પણ એક રળે અને સાત ખાય એવી નિષ્ક્રિયતા અને અસમયજ્ઞતા પ્રવર્તે છે. સ્થિતિ એટલી હદે નાજુક બની ગઈ છે કે ઘર કે ઘરેણાં વેચીને ગુજારો કરવાનો અને વ્યવહાર સાચવવાનો વખત આવ્યો છે ! અને ભાંગી રહેલી સંયુક્ત કુટુંબ-વ્યવસ્થાને કારણે વૃદ્ધોને સન્માનપૂર્વક સાચવવાનો અને મમતાથી એમનું પાલન કરવાનો પ્રશ્ન પણ વધુ ને વધુ જટિલ બનતો જાય છે. અત્યારે દેશ અને દુનિયામાં જે કારમી પરિસ્થિતિ પ્રવર્તે છે તે જોતાં એ પરેશાની અસહ્ય કે માનવીના ગજા બહારની થાય એવાં કેટલાંક અમંગળ એંધાણો કળાઈ રહ્યાં છે.
આવી અત્યંત કારમી મુસીબતની સામે માનવી કેવી રીતે ટકી શકશે? આનો જવાબ સાફ છે : અત્યારે માનવજાતિને પરેશાન કરી રહેલી મુસીબતોના મોટા ભાગનું નિર્માણ માનવીએ પોતે જ કરેલું છે – ભલે પછી એ નિર્માણ સ્વાર્થપરાયણતા, સત્તાપ્રિયતા, અર્થલોલુપતા કે પરિણામોનો વિચાર કર્યા વગરની વિજ્ઞાનની શોધોરૂપ કહેવાતી પ્રગતિને કારણે થયું હોય. એટલે એ મુસીબતોનો મુખ્ય ઉપાય માનવીના અંતરમાં સુષુપ્ત બની ગયેલી માનવતાને જાગૃત કરવી એ જ છે..
Page #53
--------------------------------------------------------------------------
________________
30
જિનમાર્ગનું અનુશીલન માનવીના અંતરમાં કર્તવ્યપરાયણતાની સાથોસાથ કરુણા જાગે અને બુદ્ધિની તર્ક-કુતર્કશીલતાનું સ્થાન સહૃદયતા અને સરળતા લે, તો માનવનું દાનવપણું દૂર થઈ દેવત્વ જાગે. પણ આ પ્રક્રિયા ન તો સહેલી છે કે ન તો ટૂંકી. પણ છેવટે તો સુખદુઃખની વહેંચણી કરવી, એ જ સમાજને સુખી બનાવવાની ગુરુચાવી છે.
(તા. ૯-૧૦-૧૯૬૫)
(૧૧) દેહદાનઃ શ્રેષ્ઠ દયાધર્મ
દેહ વગર જીવન સંભવિત નથી. જીવનને સાર્થક બનાવવાના નાના-મોટા પ્રયાસો તો ઘણા માનવીઓ કરતા હોય છે, પણ મૃત્યુ પછી અહીં પડી રહેતા એ નિચેતન શરીરને સાર્થક કરવાની અગમચેતી દાખવવાનું તો કોઈક જાગૃત આત્માને જ સૂઝે છે. અને અત્યારે વિજ્ઞાનની નવી-નવી શોધોને લીધે જીવતા કે મૃત્યુ પામેલ એક માનવીનાં અંગ-ઉપાંગ બીજા અપંગ કે બીમાર માનવીને સશક્ત કે જીવિત બનાવવામાં ઘણાં ઉપકારક બની શકે છે એ વાતની જાણકારી જનસમૂહમાં વધતી જાય છે એ બહુ સારી વાત છે.
આમ છતાં પોતાના મરણ બાદ પોતાની કાયાનાં જુદાં-જુદાં અંગ-ઉપાંગનો ઉપયોગ બીજાના ભલા માટે કરવામાં આવે એવી અગમચેતીભરી ગોઠવણ કરવામાં આપણે હજી ઘણા પછાત અને બેદરકાર છીએ – ભલે ને મરણ પછી દરેક દેહનું દહન કે દફન થયા વગર રહેતું નથી એ વાત આપણે જાણતા જ હોઈએ !
શ્રી રોબર્ટ એન. ટેસ્ટ નામે એક પરગજુ અને જાગૃત મનના મહાનુભાવે આવી અગમચેતી દાખવીને પોતાના મરણ પછી પોતાના શરીરના એકેએક અંગનો બીજાના ભલા માટે સદુપયોગ કરવાનું સૂચન કરતું વસિયતનામા જેવું જે લખાણ કરી રાખ્યું હતું, તે અમદાવાદથી પ્રગટ થતી “સેવા” નામે માસિક-પત્રિકાના ગત ડિસેમ્બર માસના અંકમાં ‘અમરતાનું વસિયતનામું એ નામે છપાયું છે. આ વિચારપ્રેરક લખાણ સૌએ મનન કરવા જેવું હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ :
“એક દિવસે હૉસ્પિટલના કોઈ પલંગમાં, ધોળી દૂધ જેવી ચાદર નીચે મારો દેહ ઢંકાયો હશે. એવી ક્ષણે ડૉક્ટર આવી અભિપ્રાય આપશે કે મારા મગજે કામ નકાર્યું છે અને મારું જીવન પૂર્ણવિરામ પામ્યું છે. આવું જ્યારે બને, ત્યારે મારા શરીરમાં યંત્રની સહાયથી બનાવટી જીવન રેડશો નહીં. મારી શધ્યાને મૃત્યુશધ્યા ન લેખશો,
Page #54
--------------------------------------------------------------------------
________________
ધર્મદૃષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૧
એને જીવનશય્યા ગણશો. મારા શરીરને બીજા કોઈનું જીવન ચેતનવંતું બને તે માટે ઉપયોગમાં લેજો.
જેણે ઊઘડતું પ્રભાત નથી જોયું કે નથી નિહાળ્યું હસતા ભૂલકાનું નિર્દોષ મોઢું કે નથી નીરખ્યું નારીના નયનમાંથી નીતરતું નેહનું અમૃત, એને મારી આંખો આપજો.
૩૧
“જેણે પોતાના હ્રદય પાસેથી, પારાવાર વેદના સિવાય કશું યે મેળવ્યું નથી, એને મારું હૃદય આરોપજો.
“અકસ્માતમાં ભંગાર થયેલી મોટરગાડીમાંથી ખેંચી કઢાયેલ કોઈ યુવાનને મારું રક્ત આપજો, જેથી એ પોતાના પૌત્રોને ખોળે બેસાડી રમાડવા જેટલું આયખું પામે. “દર અઠવાડિયે, મશીનની મદદથી ડાયાલિસિસે કરાવી પોતાના અસ્તિત્વને ટકાવવા મથતા કોઈ વિરલાને મારા મૂત્રપિંડ આરોપજો.
“મારાં અસ્થિઓ, સ્નાયુઓ, એકએક તંતુ અને જ્ઞાનતંતુઓ કોઈ અપંગ બાળકને, જીવનમાં ઓજસ પાથરવા આપજો.
“મારા મસ્તિષ્કનો ખૂણેખૂણો ખોળી વળજો. એના કોર્ષકોષનો ઉપયોગ કોઈનો મૂંગો લાડકવાયો ટહૂકતી કોયલ કે કેકારવ કરતા મયૂરના હૂબહૂ ચાળા પાડી શકે કે કબીરના પદ હલકથી ગાતો થઈ જાય તે માટે ક૨શો. એ કોષો કોઈ બધિર બાળા વરસાદની બારી પર પડતી થપાટોનું સંગીત માણી શકે તે માટે વા૫૨જો.
“બાકીનું શેષ બાળજો, પછી રાખ પવને ઉડાડજો; એ નવાં ફૂલ ખીલવશે. અને કાંઈ દાટવાનો અભરખો હોય જ તો મારા દુર્ગુણો, દુર્બળતાઓ, મારી મર્યાદાઓ અને મનુષ્ય સામેના પૂર્વગ્રહો દાટજો.
મારાં પાપો શેતાન કાજે જમા કરજો. “મારો આત્મા પ્રભુ નામે.
“કદાચ મને યાદ કરવા માગતા હો તો કોઈ રોતી બહેનનાં આંસુ લૂછીને, કોઈ સૂરદાસનો રિયામ રસ્તે હાથ પકડીને, કોઈના ઘાને લાગણીસભર શબ્દોથી રૂઝવીને યાદ કરજો. અને જો તમે આ મેં અપેક્ષ્ય છે તે પ્રમાણે ક૨શો તો એમના દેહે વ્યાપી અમર રહેવાનો છું.”
આ હૃદયસ્પર્શી લખાણ ઉ૫૨ બીજા શબ્દોનો ઢોળ ચડાવવાની શી જરૂ૨ છે ? એના ભાવો અંતરના કચોળામાં ઝીલવા એ જ એનો સાચો આદર છે.
(નોંધ : પોતાના દેહના દાનનો સંકલ્પ કરીને અને એના અમલ માટે પોતાની છેલ્લી બીમારીમાં પ્રે૨ણા કરીને આ લેખકે પોતાના આચરણનો મૂક દાખલો રજૂ કર્યો હતો. – સં.)
(તા. ૩-૨-૧૯૭૯)
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૨
જિનમાર્ગનું અનુશીલન (૧૨) સગુણ અને સંપત્તિ
સદ્ગણ ને સંપત્તિ કેટલા પ્રમાણમાં સાથેસાથે ચાલી શકે એ એક પ્રાચીન કાળથી ચાલ્યો આવતો અને ચર્ચાતો પ્રશ્ન છે. સદ્દગુણોના વિકાસ દ્વારા જીવનને ઉચ્ચાશયી બનાવવા માટે ત્યાગ, વૈરાગ્ય, સંયમ, તિતિક્ષા અને તપ ઉપર જે રીતે ભાર આપવામાં આવે છે, એ જ એમ સૂચિત કરે છે કે સંપત્તિ સગુણોના વિકાસમાં ભાગ્યે જ ઉપયોગી બની શકે છે અને સંપત્તિને કારણે અધોગતિ થયાના ભૂતકાળના અને વર્તમાન સમયના જોઈએ તેટલા દાખલા મળી શકે એમ છે.
ચીનના મહાન ધર્મવેત્તા અને તત્ત્વચિંતક કૉન્ફવ્યસે સદ્દગુણને સર્વનું મૂળ ગણાવતાં, અને સગુણની ઉપેક્ષા કરીને સંપત્તિને મહત્ત્વ આપવા જતાં આવી પડનાર નુકસાન તરફ આંગળી ચીંધતાં યોગ્ય જ કહ્યું છે –
“રાજકર્તાઓએ તો પોતાના સદ્ગણના સંબંધમાં પહેલાં સંભાળ રાખવી જોઈએ. સદ્દગુણ હોવાથી તેને લોકો મળશે, લોકો હોવાથી તેને મુલક મળશે, મુલક હોવાથી તેને સંપત્તિ મળશે, સંપત્તિ હોવાથી તેને ખરચનાં સાધન મળશે.
સદ્ગણ એ સર્વનું મૂળ છે, સંપત્તિ તેની શાખાઓ છે. જો મૂળને માણસ પોતાનું ગૌણ લક્ષ્ય બનાવશે અને શાખાઓને મૂળ લક્ષ્ય કરશે, તો તેથી તે માત્ર લોકોને ગુસ્સે કરશે અને તેમને અપ્રામાણિકતા શીખવશે. તેટલા માટે સંપત્તિનો સંચય એ લોકોને વિખેરવાનો માર્ગ છે અને સંપત્તિની વહેંચણી લોકોને એક કરવાનો માર્ગ છે. તે જ પ્રમાણે જ્યારે તેના શબ્દો, જે સત્ય છે તેને અનુકૂળ પડતા નથી હોતા, ત્યારે તે જ શબ્દો તે જ રીતે તેની પાસે પાછા આવે છે, અને ખોટે માર્ગે લીધેલી સંપત્તિ તે જ રસ્તે તેનો ત્યાગ કરી જાય છે.” (“કોન્ફયૂશ્યસની શિખામણ પૃ. ૯૬-૯૭)
દેખીતી રીતે તો કૉન્ફયૂશ્વસનું આ કથન રાજ્યકર્તાઓને ઉદ્દેશીને ઉચ્ચારાયું છે. પણ એમાં સદ્દગુણ અને સંપત્તિ વચ્ચેનો મુખ્ય-ગૌણભાવ સાચવવાનું જે કહ્યું છે, તે સૌ કોઈને ઉપયોગી થાય એવું છે. ઉપરાંત, એમણે સંપત્તિના સંચયનો લોકોને વિખેરવાના માર્ગરૂપે અને સંપત્તિની વહેંચણીનો લોકોને એક કરવાના માર્ગરૂપે જે નિર્દેશ કર્યો છે, એ ખૂબ ધ્યાનમાં લેવા જેવો અને એમના અનુભવના નિષ્કર્ષસમો છે.
(તા. ૯-૮-૧૯૬૯)
Page #56
--------------------------------------------------------------------------
________________
ધર્મદૃષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપય : ૧૩
(૧૩) અસ્તેય અને અપરિગ્રહ ઃ એકબીજાનાં પૂરક
વ્યક્તિના વિકાસની દૃષ્ટિએ જેમ અસ્તેય અને અપરિગ્રહ વ્રતની જરૂર છે તેમ સમાજના ઉત્કર્ષ માટે પણ આ બંને વ્રત ખૂબ જરૂરી છે. સમાજવ્યવસ્થા માટે જો આપણે એમ ઇચ્છીએ કે કોઈ કોઈની ચોરી ન કરે તો સાથેસાથે આપણે એમ પણ ઇચ્છવું જોઈએ કે કોઈ પરિગ્રહી અર્થાત્ સંગ્રહશીલ ન થાય. અમુક વ્યક્તિઓને ખૂબ સંગ્રહખોર બનવાની રજા આપીને સમાજમાં કોઈ ચોર રહેવા ન પામે એમ આપણે કેવી રીતે ઇચ્છી શકીએ ? ખરી રીતે સમાજમાં વધતી જતી ચોરીનું મૂળ સમાજમાં વધી ગયેલી સંગ્રહખોરીનું જ દુષ્પરિણામ છે એ આપણે ભૂલી જઈએ છીએ.
33
આ સંબંધમાં પૂ. વિનોબાજી અને શ્રીમતી ગીતાબેન પરીખ વચ્ચે થયેલ એક પ્રશ્નોત્તર ‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧૫-૬-૧૯૫૪ના અંકમાં છપાયો છે, તે સાચી દિશા સુઝાડે એવો હોવાથી અહીં ઉદ્ધૃત કરીએ છીએ :
પ્રશ્ન : ઉત્તર ઃ
અસ્તેય ‘વ્રત’ એટલે શું ? મને એ બરાબર સમજાતું નથી. સ્તેય એટલે ચોરી કરવી. અસ્તેય એટલે કોઈનું કાંઈ ચો૨વું નહીં. અસ્તેય-વ્રતને અપરિગ્રહ-વ્રત સાથે જોડવાથી તે બરોબર સમજાય. માત્ર ચોરી કરવી એ જ પાપ નથી, સંચય કરવો એ પણ પાપ છે. ચોરી કરનાર જેલમાં જાય છે, ને સંચય કરનાર મહેલમાં. પણ બેઉ ખરાબ છે. તેથી અસંગ્રહનું વ્રત પણ લેવું જોઈએ. બેઉ એકબીજાનાં પૂરક છે.’’
આપણા પ્રાચીન આર્ય પુરુષોએ જે કહ્યું છે તે જ અત્યારની ઢબે પૂ. વિનોબાજીએ કહ્યું છે.
આપણે ત્યાં ‘ઘણની ચોરી અને સોયનું દાન' એ કહેવત પ્રચલિત છે તે સંગ્રહખોરવૃત્તિની નિંદા માટે જ યોજાઈ લાગે છે. સમાજવ્યવસ્થાની જરા પણ પરવા કર્યા વિના નર્યો સંગ્રહ કરનાર વ્યક્તિનું દાન છેવટે ઘણની ચોરી કરીને સોયનું દાન કરવા જેવું હલકું જ ગણાય ! કંઈ નહીં તો અત્યારની પલટાયેલી હવામાં તો જનતા આને આ રીતે જ પિછાણવા લાગી છે. એટલે સંગ્રહખોરોએ ચેતવાની અને સંગ્રહને ચોરીના જેટલું જ અનિષ્ટ સમજવાની જરૂર છે.
(તા. ૧૦-૭-૧૯૫૪)
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૪
જિનમાર્ગનું અનુશીલન (૧૪) જેનોની પરિગ્રહશીલતા: વિનોબાજીની ટકોર
ગત મહાવીર-જન્મ-કલ્યાણકના પર્વ-દિને આપણા રાષ્ટ્રસંત શ્રી વિનોબા ભાવેએ, એમના પવનાર આશ્રમમાં જે પ્રવચન દ્વારા ભગવાન મહાવીરને પોતાની ભક્તિભરી અંજલિ આપી હતી, તે મથુરાથી પ્રગટ થતા દિગંબર જૈનસંઘના હિન્દી સાપ્તાહિક જેનસંદેશ'ના તા. ૧૨-૪-૧૯૭૯ના અંકમાં છપાયું છે.
આ પ્રવચનમાં ભગવાન મહાવીરે ઉપદેશેલા અને જૈનધર્મના પ્રાણ રૂ૫ અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહના સિદ્ધાંતોનું મહત્ત્વ તેઓશ્રીએ સમજાવ્યું હતું. આધ્યાત્મિક સાધનામાં આ ત્રણેય સિદ્ધાંતોનું જ્ઞાન મેળવીને એનું અણીશુદ્ધ પાલન કરવાની કેટલી જરૂર છે તે સુવિદિત છે.
પોતાના વક્તવ્યમાં અહિંસા અને અનેકાંતવાદનો મહિમા સમજાવ્યા પછી શ્રી વિનોબાજીએ જૈનો અપરિગ્રહવ્રતનો સ્વીકાર કરવામાં કેટલા પાછળ અને ઉદાસીન છે, તે અંગે જે ટકોર કરી છે, તે ધ્યાનમાં લેવા જેવી હોવાથી એમના પ્રવચનમાંના એટલા ભાગનો અનુવાદ અહીં સાભાર રજૂ કરીએ છીએ:
“ત્રીજો સિદ્ધાંત છે અપરિગ્રહનો. એને જેનો અપનાવી શક્યા નહીં. બીજાઓ જેનો જેટલા પરિગ્રહી નથી હોતા. જૈનો અદાલતોમાં દાવા માંડે છે. (ધર્મના નામે કોર્ટમાં તીર્થોના ઝઘડા ચાલે છે.) અસંગ્રહના સિદ્ધાંતનો તેઓ અમલ કરતા હોય એવું નથી દેખાતું. જેનો કરતાં વધારે પરિગ્રહધારી કોણ છે તે હું નથી જાણતો.
આ બાબતમાં જૈન મુનિઓ અણુવ્રતનો પ્રચાર કરે છે, જેમાં ગૃહસ્થો માટે પરિગ્રહની મર્યાદા બતાવવામાં આવી છે. જો જૈન સમાજ આ મર્યાદાઓનું પાલન કરે, તો એમની ઘણી ઉન્નતિ થાય, સમાજની ઉન્નતિ થાય અને સમાજની સેવા થાય. પણ, એમ લાગે છે કે એમનાથી એનો એટલો પણ અમલ નહીં થાય. મહાવીરનું સ્મરણ કરીને હું આશા રાખું છું, કે જૈનો આ ખામીથી મુક્ત થવાનો પ્રયત્ન કરશે.”
શ્રી વિનોબાજીની આ ટકોર, જૈનસંઘમાં ઉત્તરોત્તર વધતી જતી અને ત્યાગવૈરાગ્ય-સંયમપ્રધાન ધર્મને શિથિલ બનાવતી પરિગ્રહપરાયણતા તરફ આંગળી ચીંધીને જાણે જનસંઘને એના ભુલાયેલા ત્યાગમાર્ગનું સ્મરણ કરાવે છે. વળી અત્યારના વિષમ સમયમાં શ્રી વિનોબાજીનું આ કથન વિશેષ ધ્યાન આપવા જેવું, અપનાવવા જેવું તથા ઉપયુક્ત એટલા માટે છે કે ધીમે-ધીમે આપણા સંઘના નાયક લેખાતા આપણા મોટા ભાગના ત્યાગીવર્ગમાં પણ સંગ્રહશીલતા તરફનું આકર્ષણ વધી રહ્યું છે.
આ પ્રસંગે એક બીજી વાત પણ અમને કહેવા જેવી લાગે છે. ભગવાન મહાવીરે પોતાની સાધનામાં તથા સૌ કોઈ માટે નિરૂપેલી આત્મસાધના માટેની પદ્ધતિમાં જેમ
Page #58
--------------------------------------------------------------------------
________________
ધર્મદૃષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૪, ૧૫
અપરિગ્રહ ઉપર ભાર આપ્યો હતો, તેમ અસ્વાદ ઉપર – સ્વાદેન્દ્રિયના નિયંત્રણ અને વિજય ઉપ૨ – પણ પૂરો ભાર આપ્યો હતો એ જાણીતું છે. છતાં, સમયના વહેવા સાથે, આયંબિલ-ઉપવાસ જેવા બાહ્ય તપમાં અસ્વાદવૃત્તિનો ભાવ સચવાવા છતાં, આપણે સ્વાદલોલુપતા તરફ વધારે ને વધારે ખેંચાતા ગયા; પરિણામે અપરિગ્રહની જેમ આપણું અસ્વાદનું આચરણ પણ ગૌણ બની ગયું.
અપરિગ્રહવ્રત અને પરિગ્રહશીલતાના દોષની અનુક્રમે સારી અને માઠી અસ૨ કેવળ વ્યક્તિના જીવન ઉ૫૨ જ નહીં, સમાજ-વ્યવસ્થા ઉપર પણ ઘણી થાય છે. અત્યારે ઘોડાપુરની જેમ ચોમેર વિસ્તરતા જતા અને સમાજવ્યવસ્થાની સમતુલાને વેરિવખે૨ કરી નાખતા ભ્રષ્ટાચારના પાયામાં પણ આ સંગ્રહશીલતાનું એટલે નિર્બંધ બનેલી લોભવૃત્તિનું મહાપાપ જ રહેલું છે.
(૧૫) આત્મકલ્યાણની રત્નત્રયી
સત્ય, સરળતા, ક્ષમાયાચના
34
(તા. ૨૩-૬-૧૯૭૯)
ભગવાન મહાવીરસ્વામી, જેવા અહિંસાના અવતાર, એવા જ સત્યના સાધક અને ચાહક. ગુરુ ગૌતમસ્વામી ભગવાનના અનન્ય ઉપાસક; ગુરુભક્તિમાં એમની જોડ ન મળે. સ્ફટિકસમું નિર્મળ એમનું જીવન. સાવ સરળપરિણામી આત્મા. બંને વચ્ચે અતૂટ ધર્મસ્નેહ.
એક વાર ભગવાન વાણિજ્યગ્રામના દૂતિપલાશ ચૈત્યમાં સમોસર્યા. ભગવાનના પ્રથમ શિષ્ય ગૌતમ ભિક્ષા લેવા નગરમાં ગયા. ભિક્ષા લઈ પાછા ફરતાં એમણે સમાચાર સાંભળ્યા કે નગરના કોલ્લાક સન્નિવેશમાં ભગવાનના ધર્મના આરાધક શ્રમણોપાસક આનંદે જીવનને અજવાળવા અંતિમ અનશનની આકરી તપસ્યા આદરી છે; તેઓ સર્વ સંગને તજીને ડાભની પથારી ઉપર સૂતાં-સૂતાં સમતાની સાધના કરી રહ્યા છે.
નમ્રતાના અવતાર ગૌતમે વિચાર્યું : આવા ધર્માત્માને સાતા પૂછવા જવું ઉચિત છે. અને તેઓ આનંદ શ્રાવકને ત્યાં પધાર્યા. આનંદનું હૈયું રોમ-રોમ હર્ષિત થઈ ગયું. આનંદે વિનંતી કરી : “ભગવન્ ! તપને લીધે મારી કાયા નિર્બળ થઈ ગઈ છે; ઊભા થઈને વંદન કરવાની મારી શક્તિ નથી રહી. કૃપા કરી આપ નજીક પધારો. આપને વંદન-નમન કરી, આપની ચરણરજ લઈ હું કૃતાર્થ થાઉં.''
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૬
જિનમાર્ગનું અનુશીલન ગુરુ ગૌતમે શ્રમણોપાસક આનંદની ભાવના પૂરી કરી. પ્રભુના પ્રતિનિધિની ચરણરજ લઈ આનંદ આનંદસમાધિમાં લીન બની ગયા. એમણે માન્યું કે આજે મારે આંગણે કલ્પતરુ પ્રગટ થયું; જીવતર કૃતાર્થ થયું.
પછી શ્રાવક-શ્રેષ્ઠ ગુરુને પૂછ્યું: “ભગવનું, ઘરમાં રહેલા ગૃહસ્થને અવધિજ્ઞાન પ્રગટે ખરું ?” ગુરુએ હા કહી એટલે આનંદે પોતાને પ્રગટેલા અવધિજ્ઞાનની વાત કરી, અને પોતાને એ જ્ઞાનના પ્રતાપે દેખાતા ક્ષેત્રની વિગતો કહી જણાવી.
ગુરુ ગૌતમે સહજભાવે કહ્યું: “મહાનુભાવ, તમને અવધિજ્ઞાન પ્રગટ્યું એ સાચું પણ જેટલું ક્ષેત્ર દેખાવાની તમે વાત કરો છો તે સાચી નથી. તેથી, આવી ખોટી વાત કહેવા માટે તમારે પ્રાયશ્ચિત્ત લેવું ઘટે.”
આનંદે કહ્યું: “ભગવદ્. શું જિનપ્રવચનમાં સાચું બોલનારને પણ પ્રાયશ્ચિત્ત કરવાનું કહ્યું છે ?”
ગુરુએ કહ્યું : “એવું તો નથી, પ્રાયશ્ચિત્ત તો અસત્-પ્રરૂપણાનું જ હોય.” - આનંદે નમ્રતા છતાં દઢતાપૂર્વક કહ્યું: “તો ભગવન્! આપે ખોટી વાત કરી, માટે આપે જ પ્રાયશ્ચિત્ત કરવું ઘટે.”
ગૌતમ તો સાવ સરળપરિણામી આત્મા ! આમાં પોતાની ભૂલ થયાનું સાંભળી એમના અંતરને ચોટ લાગી ગઈ; એમને ચટપટી થઈ કે આ વાતની તરત જ ખાતરી કરવી ઘટે, અને તેઓ સત્વર ભગવાનની પાસે ઉપસ્થિત થયા અને આમાં સત્ય શું છે અને પ્રાયશ્ચિત્ત કોણે કરવું ઘટે એ વિનયપૂર્વક પૂછી રહ્યા.
ભગવાન તો સત્યના પરમ ઉપાસક. પોતાના પ્રથમ અને અનન્ય શિષ્યની ભૂલ પણ, જરા પણ સંકોચ વગર બતાવતાં એમણે કહ્યું: “ગૌતમ ! શ્રમણોપાસક આનંદની વાત સાચી છે. તમારાથી ખોટી પ્રરૂપણા થઈ ગઈ. માટે તમારે આ બાબતમાં આનંદની ક્ષમા માગવી ઘટે.”
ગૌતમનું ચિત્ત ફૂલ જેવું હળવું: એક પળ પણ આવા દોષનો ભાર ન સહી શકે; તરત જ આનંદ પાસે જઈ ક્ષમાપના કરી ત્યારે જ એમના આત્માને નિરાંત થઈ!
પર્યુષણ-મહાપર્વ એ ક્ષમાયાચનાનું મહાપર્વ છે. જે પોતાની ભૂલની ક્ષમા માગવા જેટલી નમ્રતા અને બીજાની ભૂલને ખમવા જેટલી ઉદારતા દાખવે છે એ પોતાના આત્માને ફૂલ જેવો હળવો અને કંચનસમાં નિર્મળ કરી જાણે છે.
ભગવાન મહાવીરની સત્યપ્રિયતા અને નિષ્પક્ષ દૃષ્ટિ અને ગૌતમની ઋજુતા અને નિરભિમાનતા ધર્મસંસ્કારિતાનું નવનીત છે, ધર્મશાસ્ત્રોનો સાર છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૭
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૫, ૧૬
જે આત્મા એ સારને ગ્રહણ કરીને સત્ય, સરળતા અને ક્ષમાયાચના માટે ઉદ્યત થશે તે પોતાના જીવનને અજવાળીને પરમાત્માનો પ્યારો બનશે.
(તા. ૩૧-૮-૧૯૬૭)
(૧૬) અહિંસા' જીવનસંવર્ધક કે માત્ર નિષેધક ?
સાધુધર્મ સ્વીકારનારે ગૃહસ્થ ધર્મ સ્વીકારનાર કરતાં સોળગણી અહિંસાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગૃહસ્થની અહિંસાના પાલનનું માપ સવા વિસ્તા' કહેવામાં આવ્યું છે, જ્યારે સાધુની અહિંસાના આચરણની અવધિ “વીસ વિસ્વા' જણાવવામાં આવી છે. આ ઉપરથી સાધુની અને ગૃહસ્થની અહિંસા વચ્ચે કેટલો બધો તફાવત ધર્મશાસ્ત્રોમાં સ્વીકારવામાં આવ્યો છે તે સમજી શકાય છે.
વળી ધર્મશાસ્ત્રોએ ગૃહસ્થ ધર્મની અહિંસાની મર્યાદાનું નિરૂપણ કરતાં ‘નિરર્શ્વસનૂનાં હિમાં સંત્પતીને (નિરપરાધી ત્રસ જીવોને ઇરાદાપૂર્વક ન મારવા) એવું જે વિધાન કરવામાં આવ્યું છે, તેનો ભાવ પણ સાધુધર્મની અહિંસા કરતાં ગૃહસ્થ આચરવાની અહિંસા ઘણી જ ઓછી હોય છે, એ જ સમજાવવાનો છે.
સાધુ અને ગૃહસ્થની અહિંસા વચ્ચેનો આ તફાવત, આત્મસાધકોએ પોતાના અનુભવના આધારે અને શાસ્ત્રકારોએ વિશ્વના અને માનવસમાજના સ્વભાવના અવલોકનને આધારે દર્શાવેલો છે. એટલે એ જેમ વાસ્તવિક છે, તેમ વ્યવહારુ પણ છે. એનો હેતુ ગૃહસ્થવર્ગ પોતાના ઘરસંસાર, લોકવ્યવહાર અને વેપાર-ઉદ્યોગને સંભાળવા સાથે, ધર્મનું યથાશક્તિ પાલન કરી શકે, અને એમ કરતાં-કરતાં ધર્મપાલનનો વધુ ને વધુ આસ્વાદ કેળવી-મેળવીને, વધુ ને વધુ ધર્માભિમુખ બને એ છે.
આ વાત ભગવાન મહાવીરસ્વામીના મુખ્ય દસ શ્રાવકોના જીવનની કેટલીક વિગતો ઉપરથી વધુ સારી રીતે સમજી શકાય છે. એ શ્રાવકશ્રેષ્ઠ પુણ્યપુરુષો મોટાં મોટાં ગોકુળો પણ રાખતા હતા, ખેતી પણ કરાવતા હતા અને ગૃહસ્થોચિત અન્ય કાર્યો પણ કરતા હતા. છતાં એમની ગણના આદર્શ શ્રાવકોની પ્રથમ પંક્તિમાં થતી હતી તે સુવિદિત છે.
ખેતી વગેરે કાર્યોનો ગૃહસ્થધર્મમાં સમાવેશ થતો હોવાનો આવો શાસ્ત્રીય આધાર હોવા છતાં, અહિંસાધર્મના પાલનના નામે, આપણા સંઘમાં ખેતી જેવાં વ્યક્તિ અને સમાજને માટે અનિવાર્ય કાર્યો પ્રત્યે પણ, ઉત્તરોત્તર અભાવ કે અધર્મભાવ એવો
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૮
જિનમાર્ગનું અનુશીલન વધતો ગયો કે છેલ્લા કેટલાય સૈકાથી એ કાર્યોની બિલકુલ ઉપેક્ષા થઈ ગઈ, અને એની ગણના ધર્મવિરોધી કાર્યોમાં થવા લાગી ! પરિણામે અહિંસાનું ક્ષેત્ર વધારે પડતી નિષેધાત્મક મનોવૃત્તિ અને પ્રવૃત્તિઓથી એવું વ્યાપ્ત બની ગયું કે જેથી અહિંસામાં રહેલી વિરાટ સર્જક શક્તિ ઢંકાઈ જવા પામી. (દક્ષિણના કેટલાક પ્રદેશોમાં તથા કચ્છ જેવા ભાગોમાં હજી પણ જેનો ખેતીનું કામ, પોતાના જીવનનિર્વાહના વ્યવસાય તરીકે કરે છે ખરા; પણ એમની સંખ્યા ઓછી છે, અને અપવાદરૂપ જ છે.)
અહિંસાની ભાવનાને વધારે પડતું નિષેધાત્મક રૂપ આપવાથી જૈનસંઘનો ગૃહસ્થવર્ગ કેવી નકલી કે કઢંગી સ્થિતિમાં મુકાઈ ગયો છે, એની ધર્મની સમજણ કેવી પાંગળી, અધૂરી અને વિકૃત બની ગઈ છે અને એને લીધે કરવા જેવા અને ન કરવા જેવા કાર્ય વચ્ચેનો વિવેક કેટલો વીસરાઈ ગયો છે, એ વાત શ્રી અંબુભાઈ શાહે પોતાના એક લેખમાં બહુ સારી રીતે સમજાવી છે. “અહિંસા બરાબર અહિંસા એ નામનો તેઓનો આ લેખ અમદાવાદથી પ્રગટ થતા “સ્થાનકવાસી જૈન પાક્ષિકના તા. ૨૦-૫-૧૯૭૮ના અંકમાં છપાયો છે. ગૃહસ્થધર્મની અહિંસાની આપણી અધૂરી સમજણને પૂરી કરવામાં ઉપયોગી થાય એવો આ લેખ સૌએ ધ્યાનપૂર્વક વાંચવા જેવો હોવાથી એ અહીં સાભાર રજૂ કરીએ છીએ. શરૂઆતમાં ખાન-પાનને લગતા નિષેધની વાત કરતાં એ લેખ કહે છે –
જૈનધર્મી કુટુંબ, ધર્મમાં ભારે આસ્થા. જૈનધર્મની પરંપરાઓ અને ક્રિયાકાંડો ચુસ્તપણે પાળે. ઘરમાં કાંદા, બટાટા કે કંદમૂળ તો શાનાં આવે ? બીજ, પાંચમ જેવી તિથિ, પાખીના દિવસે લીલાં શાકભાજી પણ ન થાય.
આ વાતાવરણમાં ઊછરેલા યુવાન વિક્રમને બટાટાની વાનગી ખાવાનું મન થાય કે ઊપડે શહેરની કોઈ સારી હોટલમાં. પિતાને કાને આ વાત આવી કે એક દિવસ ઘેર ગોચરી લેવા પધારેલા જૈન સાધુ પાસે કાંદા-બટાટા ન ખાવાની બાધા જ અપાવી દીધી.”
ખાન-પાનનો નિષેધ અહિંસાના પાલનના નામે વેપાર-વણજ, ખેતી-વાડી અને હુન્નર-ઉદ્યોગ સુધી કેવી રીતે આગળ વધ્યો છે તે સમજાવતાં તેઓ કહે છે –
વિક્રમમાં વૈજ્ઞાનિક દષ્ટિ હતી, સાહસિક વૃત્તિ હતી, યુવાનીનો ઉત્સાહ હતો. પિતા તો સબ-બંદરના વેપારીની જેમ અનેક વેપાર-ધંધા કરતા હતા; તેમાં તે સાથ આપતો હતો. પણ તેનું મન ખેતી તરફ હતું. થોડી જમીન લઈને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની વાત પિતા પાસે મૂકી. પણ પિતાએ પૃથ્વીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય અને એકેન્દ્રિય, બેઇન્દ્રિય એમ જીવોની ખેતીમાં થતી હિંસાથી બચવાનું તત્ત્વજ્ઞાન સમજાવતાં જૈનોથી ખેતી ન થાય એમ કહી જમીન લેવાની ના કહી.
Page #62
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૬
૩૯ વિક્રમને ગોસંવર્ધન અને વૈજ્ઞાનિક ગોપાલનના કામમાં પણ રુચિ હતી. થોડા દિવસો પછી એણે ગાયો ખરીદીને દૂધની ડેરી કરવાની વાત પિતાને કરી. તો પિતાએ તેમાં થતી જીવહિંસાની વાત સમજાવીને ના પાડી. મકાન-બાંધકામના ધંધાનો ઉત્તરોત્તર થતો વિકાસ જોઈ મોટા પાયા પર ઈંટો અને ચૂનાના ભઠ્ઠાના પ્લાન્ટ નાખવાનો વિચાર રજૂ કર્યો. તેમાં અસંખ્ય જીવોની થતી હિંસાને કારણે તેમાં ય સંમતિ ન આપી. એના ઉદ્યોગશીલ મને ચર્મોદ્યોગના વિકાસની શક્યતા જોઈ ટેનરી' કરવાની વાત કરી, તો પિતાએ તેની પણ ના જ પાડી.
આ ન થાય ને તે ન થાય, આમ ન કરાય ને તેમ ન કરાય, આવું ન ખવાય ને તેવું ન ખવાય, આટલું ન પિવાય ને તેટલું ન પિવાય, ફલાણું ન રખાય ને ઢીંકણું ન રખાય – નકાર, નકાર ને નકાર, વિક્રમના મનને સતત થયા જ કરે કે ન કરાય ન કરાય' એમ રોજ સાંભળવા મળે છે. તો પછી કરવું શું? કે પછી માત્ર ન કરવાપણામાં જ અહિંસા છે ?”
નિષેધની આ એકાંગી પ્રવૃત્તિના અતિરેકને લીધે વ્યવહારશુદ્ધિ કેટલી જોખમાઈ જાય છે અને ગમે તે પ્રકારે લોભવૃત્તિનું પોષણ કરવા માટે માનવસમાજ તરફનું કર્તવ્ય કેવું વીસરાઈ જાય છે, એનું લેખક-મિત્રે ટૂંકું છતાં કેવું સાચું અને સચોટ ચિત્ર દોર્યું છે :
અને એક બીજી વાત પણ એના મનમાં ઘોળાયા કરતી હતી. અનાજ, કરિયાણું, તેલ, દવા, રંગ એમ અનેક બજારોમાં પોતાની પેઢીનો ધીકતો વેપાર ચાલે છે. માલમાં ભેળસેળ, બે નંબરનો વેપાર અને સેલટેક્ષ-ઇન્કમટેક્ષની ચોરીની ચાલ કે રીતરસમોથી એમની પેઢી પણ મુક્ત નહોતી. ભેળસેળ અને કરચોરીમાં સામેલ પિતા કરતા હતા તે અને ન કરવાની સલાહ આપતા હતા તે બેની વચ્ચે વિક્રમના મનમાં કોઈ મેળ બેસતો નહોતો.
કેટલાય વિક્રમોનાં યુવાન હૈયાંઓમાં આવી વિસંગતતાઓ પ્રશ્ન બનીને ઘોળાયા કરતી હશે.
વાયુના, પાણીના કે માટીના જીવોને પણ દુઃખ ન થાય કે તેની હિંસા ન થાય તેવી સૂક્ષ્મ કાળજી રાખી અહિંસાનું પાલન કર્યાનો સંતોષ મેળવતા પિતાને મન પંચેન્દ્રિય જીવ એવા મનુષ્યના આરોગ્યને હાનિકારક અને જીવ જોખમમાં મુકાય તેવી ભેળસેળ કરવામાં હિંસા કેમ નહિ જણાતી હોય ? બીજાને છેતરવામાં કે કરચોરી કરીને પરિગ્રહ વધારવામાં જૈનધર્મી શ્રાવકના પાયાનાં આચાવ્રતોનું ખંડન થતું કેમ નહિ દેખાતું હોય ?"
ગૃહસ્થધર્મની દૃષ્ટિએ અહિંસાની ભાવનાનો ખ્યાલ આપીને, એ ભાવનાને એના નિષેધાત્મક સ્વરૂપની સાથેસાથે, રચનાત્મક રૂપ કેવી રીતે આપી શકાય એ અંગે આ લેખમાં કહેવામાં આવ્યું છે –
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૦
જિનમાર્ગનું અનુશીલન અહિંસામાં અહિંસા = ન હિંસા = હિંસા ન કરવી એ તો આવી જ જાય, પણ એટલાથી જ અહિંસાના પરમધર્મનું પાલન કર્યાનો સંતોષ માની લેવામાં અહિંસાનો ખરો અર્થ કે હેતુ સરતો નથી. અહિંસા-પાલનમાં નિષેધની જરૂર હોઈ શકે, પણ કેવળ નિષેધો પર વધુ ઝોક અપાય છે ત્યારે નિષેધ એક ટેવ બની જાય છે. તેમાંથી એની એક પરંપરા બને છે, અને લાંબે ગાળે એ ટેવ કે પરંપરાને જ ધર્મનું કશુંક કર્યું એમ ગણી લેવામાં આવે છે.
પાક લેવા માટે જમીન ખેડીને ચોખ્ખી કરવી પડે અને નિંદામણ કાઢવું પડે, રક્ષણ માટે વાડ પણ જોઈએ; તેવું કંઈક નિષેધો માટે કહી શકાય. એનો ઉપયોગ પણ હોઈ શકે. પરંતુ પાક પકવીને લેવા માટે તો તેને પોષણ મળે તેવાં સર્જનાત્મક કે રચનાત્મક કંઈક ખાતર, પાણી, હવા, પ્રકાશ વગેરે પણ મળવાં જોઈએ.”
અંતમાં, અહિંસાની ભાવનાને રચનાત્મક કે વિધેયાત્મક રૂપે, સક્રિયપણે જીવન સાથે વણી લેવાની ભાવના જાગે અને એ માટેની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તો એથી વ્યવહારશુદ્ધિ રૂપે તથા બીજી રીતે પણ કેટલો બધો લાભ થાય એ વાત સમજાવતાં શ્રી અંબુભાઈ કહે છે –
“નિષ્ક્રિય અને નકારાત્મક અહિંસામાંથી સક્રિય અને વિધેયાત્મક અહિંસાનો જીવનમાં સાક્ષાત્કાર કરવાનો આ જ રાજમાર્ગ જણાય છે. એક વખત આ વાત સમજાય તો પછી વિધાયક એવું શું-શું કરવું જોઈએ એ જોવા-સમજવાની બારી ઊઘડી એમ સમજવું. પછી શું-શું ન કરવું એની સાથે શું-શું કરવું એ પણ સમજાશે. પછી ભેળસેળ ન કરવી એ તો સમજાશે જ, પણ પોષણદાયક અને આરોગ્યવર્ધક ચીજવસ્તુઓ કઈ રીતે આપવી એ સમજાશે. કરચોરી ન કરવી અને પરિગ્રહ ન વધારવો એ તો સમજાશે જ, પણ સમાજહિતમાં ટ્રસ્ટી કેમ થવું અને અપરિગ્રહી કેમ બનવું એ પણ સમજાશે.”
અહિંસાના નિષેધાત્મક રૂપ ઉપર વધારે પડતો કે ઐકાંતિક તથા એકાંગી ભાર આપવાને બદલે એના વિધેયાત્મક-રચનાત્મક રૂપને પણ અપનાવવાની કેટલી જરૂર છે, અને એમ થાય તો જ અહિંસાની ભાવનાને પૂરી રીતે પાલન કર્યું લેખાય એ પાયાની વાત આ લેખમાં પ્રતીતિકર રીતે સમજાવવામાં આવી છે. મતલબ કે અહિંસા અને કરુણાની ભાવના એક જ સિક્કાની બે બાજુ છે, અને અહિંસાનું રચનાત્મક સ્વરૂપ કરુણા-મહાકરુણાની ભાવનાના આચરણમાં વધારે પ્રગટ થવા પામે છે.
(તા. ૯-૧૨-૧૯૭૮)
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૧
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૭
(૧૭) અહિંસા અને સત્ય વચ્ચે
સમતુલાની જરૂર જીવનશોધનમાં જ જીવ્યાની ધન્યતા છે; અને જીવનશોધનનો શ્રેષ્ઠ ઉપાય છે અહિંસા અને સત્યની સાધના. હકીકતે અહિંસા અને સત્ય એક જ સિક્કાની બે બાજુ છે; તેમાંથી એકના અભાવમાં બીજાની સાધના અધૂરી જ રહે છે. આમ છતાં પોતપોતાની દૃષ્ટિ, સમજણ કે સાધનાની દિશા પ્રમાણે અહિંસા અને સત્યમાં ગૌણમુખ્યભાવ બદલાતો રહે છે. છતાં અહિંસાને સત્યથી કે સત્યને અહિંસાથી સાવ નિરપેક્ષ તો માનવામાં આવતાં જ નથી, મતલબ કે આત્મસાધના માટે અહિંસા અને સત્ય બંને અનિવાર્ય છે.
જૈનધર્મની સાધનાનું લક્ષ્ય મિત્તે પે સદ્ગમૂT (સર્વ જીવો સાથેની મૈત્રી) હોવાને લીધે એણે અહિંસાને કેન્દ્રમાં સ્થાપન કરી, અને ઘમ્મસ ના વયા કહી દયા કે કરુણાને ધર્મની માતા તરીકે બિરદાવી. આમ છતાં જૈનધર્મે સત્યની પણ અહિંસા જેટલી જ પ્રતિષ્ઠા કરવાના હેતુથી કહ્યું : સવે નીમ સામૂર્ય (સત્ય એ તો વિશ્વમાં સારભૂત છે) અને સM AMIT કવ િસે મહાર્વી મારે તારુ (સત્યની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરતો બુદ્ધિશાળી મૃત્યુને પાર કરી જાય છે). આમ જેનધર્મે પણ આત્મસાધના માટે અહિંસા અને સત્યની સમતુલાનો સ્વીકાર કર્યો છે. અને છતાં સામાન્ય જનસમૂહમાં જૈન ધર્મની ઓળખ સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થાય એ રીતે જીવન જીવવાનું ઉદ્દબોધન કરનાર ધર્મ તરીકે જ છે.
અને તેથી જૈનધર્મના ઘણાખરા વિધિ-નિષેધો સૂક્ષ્મ અહિંસાના પાલનની દૃષ્ટિએ જ યોજાયા હોય એમ લાગે છે, અલબત્ત, સત્ય, અચૌર્ય વગેરે વ્રતોને માટે પણ જરૂરી વિધિ-નિષેધો યોજાયા જ છે. તો પણ અહિંસાને લગતા વિધિ-નિષેધો જૈનધર્મના અનુયાયીઓના વર્તનમાં આગળ પડતા દેખાઈ આવે છે, અને તેમાં ય ખાનપાનના નિયમોમાં આ વિધિ-નિષેધો વિશેષ સ્પષ્ટ રૂપે જોવામાં આવે છે.
ધર્મને નામે થતી યાજ્ઞિક પશ-હિંસાનો કે જિલ્લાની લોલુપતાને કે હ્રધાને સંતોષવાના હેતુથી કરવામાં આવતા માંસાહારનો જૈનધર્મે ધરમૂળથી વિરોધ કર્યો છે એ તો ખૂબ જાણીતું છે. આને લીધે નિત્યના સામાન્ય જીવન-વ્યવહારમાં જૈનધર્મના અનુયાયીઓનું ધ્યાન અહિંસા-વ્રત ઉપર વિશેષ પ્રમાણમાં કેન્દ્રિત થયું હોય એ સ્વાભાવિક છે. પણ તેથી, આત્મસાધના માટેના કાર્યક્રમમાં, એક સિદ્ધાંત તરીકે, સત્યનું પણ અહિંસા જેટલું જ મહત્ત્વ સ્વીકારાવા છતાં, સામાન્ય વ્યવહારમાં સત્ય તરફનું લક્ષ કંઈક ઢીલું થયું હોય એમ લાગે છે. આમ થવામાં ધર્મે આત્મસાધના માટે ઉદ્દબોધેલ
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૨
જિનમાર્ગનું અનુશીલન અહિંસા-સત્યમય મૂળભૂત માર્ગની તો કોઈ ખામી નથી, પણ વ્યક્તિની પોતાની ખામીને લીધે ક્યારેક આવું બની જાય છે.
અહિંસાના વ્યાપક પ્રસારમાં રસ ધરાવતા અને એ માટે પ્રયત્ન કરતા સ્થાનકવાસી ફિરકાના ઉદાર મુનિવર્ય શ્રી સુશીલકુમારજીનું ધ્યાન જૈનધર્મના અનુયાયીઓમાં પ્રવેશી ગયેલ આ ખામી તરફ ઠીક-ઠીક પ્રમાણમાં ગયું લાગે છે.
ચારેક મહિના પહેલાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજાયેલા કારમીરના પ્રવાસ દરમિયાનના એક સમારંભમાં બોલતાં મુનિશ્રી સુશીલકુમારજીએ અહિંસા અને સત્યના પાલન પ્રત્યે આપણામાં આવી ગયેલ ભેદ-દષ્ટિ અંગે જે સૂચક ઉગારો કાઢ્યા હતા તેની નોંધ શ્રી પરમાનંદભાઈ કાપડિયાએ પ્રબુદ્ધજીવનના તા. ૧૬-૧૦૧૯૬ ૧ના અંકમાં રજૂ કરી છે, તે અહીં સાભાર રજૂ કરીએ છીએ:
“અધ્યક્ષસ્થાને મુનિ સુશીલકુમારજીએ ઉપસંહાર કર્યો, અમને આવકાર્યા, આશીર્વાદ આપ્યા, અને અહિંસાના વિષયનું વિવરણ કરતાં એક ભારે સૂચક દષ્ટાંત આપ્યું, જે અહીં અવતરિત કરવાના લોભને હું રોકી શકતો નથી. આપણે નિરામિષાહારી – કોઈ પણ પશુ-પ્રાણીની હિંસા ન કરીએ – એ કારણે આપણાથી અન્ય રીતે રહેનારા-જીવનારા મનુષ્યોથી આપણી જાતને ચડિયાતી – વધારે ઊંચી - માનીએ છીએ. પણ અહિંસા સાથે જોડાયેલા એક ક્ષેત્રમાં આપણે મોટું ઊંચું રાખીને ફરીએ તેવું કાંઈક છે, તો બીજા ક્ષેત્રમાં આપણું દેવાળું છે, અને જેમને આપણે નિમ્ન કોટિના માનવીઓ લેખીએ છીએ તેમના જીવનમાં આપણને શરમાવે એવું ઊંચું તત્ત્વ જોવા મળે છે. તેથી આ ઊંચ-નીચપણાનું, ચડિયાતા-ઊતરતાપણાનું અભિમાન અર્થ વિનાનું છે એ વિચારને રજૂ કરતાં તેમણે દષ્ટાંતરૂપે જણાવ્યું : “આસામમાં નાગા’ નામની એક જાતિ રહે છે. એ આપ સર્વ જરૂર જાણતા જ હશો. હવે આજના જૈનોનો અને તેમના ભિન્નભિન્ન નૈતિક સ્તરનો આપણે વિચાર કરીએ. ધારો કે કોઈ એક જૈનને એક પશુને પ્રત્યક્ષ મારવા બદલ કોઈ એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરે, તો પણ હું નથી માનતો કે એવો એક પણ જૈન આવું હિંસક કૃત્ય કરવાને તૈયાર થાય. બીજી બાજુએ આ નાગા લોકોમાંથી કોઈ એકને એમ કહેવામાં આવે કે જો તું અમુક માનવીનું ગળું કાપીને તેનું માથું લઈ આવે તો તને સો રૂપિયા આપવામાં આવશે તો આવું કરપીણ કૃત્ય કરવા માટે તૈયારી દાખવતા એક નહિ પણ અનેફ નાગાઓ નીકળી આવશે. હવે આ બાબતનો અન્ય પરિસ્થિતિના સંદર્ભમાં વિચાર કરીએ. ધારો કે અદાલતમાં આપણામાં કોઈનો મુકદમો છે; તે જીતવા માટે ખોટી સહીવાળા ખતની અથવા તો ખોટી સાક્ષી આપવાની જરૂર છે – આમ કરવાથી પ્રતિવાદીને હરાવી-હંફાવી તેને ઘણું નુકસાન કરી શકાય તેમ છે. આ માટે બસો, પાંચસો કે હજારની રકમની લાલચ આપવામાં આવે તો જૈન સમાજ આજે જે નૈતિક સ્તર ઉપર ઊભો છે, તે વિચારતાં, આવું કૃત્ય કરવા માટે, મને શક નથી, કે એક
Page #66
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૭
૪૩
નહિ પણ અનેક જેનો નીકળી આવશે; જ્યારે, આપને જાણીને આશ્ચર્ય થશે, કે નાગા લોકો સામે આવું પ્રલોભન ધરવામાં આવે તો એ સમાજમાંથી આવું કૃત્ય કરવા માટે એક પણ વ્યક્તિ આગળ નહિ આવે. પશુ-પ્રાણી કે માનવીની હિંસા તેને સ્વભાવગત છે. પણ આવું અસત્યાચરણ, જેનું પરિણામ પણ એક પ્રકારની હિંસામાં જ આવે છે તે તેના સ્વભાવમાં જ નથી. આવું ખોટું કરવાની તેને કોઈ સમજણ કે સૂઝ નથી.
જ્યાં બુદ્ધિશાળી લેખાતા માણસને એક ને એક બે જેવી વાત લાગે છે, ત્યાં આ નાગા લોકો બાઘા જેવા ભાસે છે. આમાં જંગલી કોણ અને સુધરેલું કોણ, હિંસક કોણ અને અહિંસક કોણ – એ નક્કી કરવાનું હું આપને સોંપું છું. આમ તેમની વ્યાપક અને ઉદાર વિચારણાથી અમે સૌ ખૂબ પ્રભાવિત થયા.”
મુનિશ્રી સુશીલકુમારજીએ સત્યના આચરણ પ્રત્યેની આપણી શિથિલતાને અનુલક્ષીને ઉપર જે કંઈ કડવું સત્ય ઉચ્ચાર્યું છે તે વાંચવું આપણને ન ગમે એ સ્વાભાવિક છે. પણ મુનિશ્રી પોતાની દૃષ્ટિ અને બુદ્ધિને ઉઘાડી રાખીને સમાજના રંગઢંગનું અવલોકન કરતા રહે છે, અને વિના કારણે કે ખોટી રીતે પોતાના સંઘ કે સમાજનું ઘસાતું બોલવું પડે કે એની નિંદા કરવી પડે, એ એમને જરા પણ નથી જ રુચતું. વળી તેઓ એક તટસ્થ વિચારક છે. આવી સ્થિતિમાં એમના આવા અણગમતા અવલોકનથી આપણને દુઃખ કે ક્રોધ ઊપજે તો એને શમાવી દઈને આપણે ગુણગ્રાહક અને સત્યસંશોધક દૃષ્ટિએ એ ઉપર વિચાર કરવો જોઈએ. અને સત્યના સ્વીકાર તેમ જ પાલનમાં સમાજમાં જે કંઈ ખામી પ્રવેશી ગઈ હોય તેનું નિવારણ કરવા પ્રયત્ન હાથ ધરવો જોઈએ.
અમને લાગે છે કે સત્ય તરફની આપણી આવી ઉપેક્ષાવૃત્તિ એ સત્યના મહત્ત્વની સમજણનો અભાવ તો સૂચવે જ છે; સાથે-સાથે એ અહિંસાની પૂર્ણ સમજણનો પણ અભાવ સૂચવે છે. જૈનધર્મે અહિંસા અને અનેકાન્તવાદ એ બંનેનો સ્વીકાર કરવાનું કહ્યું છે તેનું રહસ્ય એ જ છે કે માનવીએ પોતાના જીવનમાં અહિંસા અને સત્ય એ બંનેની સમાન રીતે ઉપાસના કરવી ઘટે. સત્યના એકેએક અંશને ઓળખવો અને એનો સ્વીકાર કરવો – એ જ તો અનેકાન્તવાદનો હેતુ છે.
આપણે જેનો જન્મથી જ અહિંસાધર્મને વરેલા છીએ એ સાચું છે. પણ આપણી અહિંસા કેટલા પ્રમાણમાં વિકાસશીલ રહેવા પામી છે એ પણ વિચારવા જેવું છે. અહિંસાના વિકાસને તો કોઈ અવધિ જ નથી. વ્યવહારુ જીવનમાં અહિંસાનો વિકાસ એ રીતે પારખી શકાય કે જન્મથી, કુળ-પરંપરાથી યા ધર્મસંસ્કારથી જેટલી અહિંસા આપણને વારસામાં મળી હોય, એમાં વધારો કરી બતાવીએ, અને જે નવા-નવા સવાલો પેદા થાય એને અભિનવ અહિંસક દૃષ્ટિએ હલ કરીએ. પણ આજે તો અહિંસાનો આવો વિકાસ આપણામાં ભાગ્યે જ જોવા મળે છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૪
જિનમાર્ગનું અનુશીલન આમ છતાં જો આપણી અહિંસા બંધિયાર થઈ જવાને બદલે પ્રવાહિત અને વિકાસશીલ રહી હોત તો સત્ય તરફની આપણી દૃષ્ટિ પણ વિકાસશીલ તેમ જ વર્તનપરાયણ રહેત; અને તો સત્યની ઉપેક્ષાને બદલે સત્યના રક્ષણથી જ આપણને સંતોષ થાત. આમ જો સત્ય તરફની આપણી દષ્ટિ જાગરૂક હોત તો અત્યાર લગીમાં સાવ નજીવા અને નમાલાં કારણોને લઈને જનસંઘમાં જાગી ઊઠેલ અનેક ગચ્છભેદો, મતભેદો કે ક્લેશો જન્મવા જ ન પામત. પણ સત્ય તરફની આપણી દૃષ્ટિ અનેક કારણોસર અવરાઈ ગઈ અને અહિંસાની આપણી સમજણ કુંઠિત થઈ ગઈ; એટલે પછી આપણા નસીબમાં ક્લેશ-કંકાસનું કડવું પાન જ લખાઈ ગયું!
એટલે વ્યક્તિના પોતાના અભ્યદય માટે કે સમાજના વિકાસ માટે અહિંસા અને સત્ય એ બંનેના વિકાસની સમતુલા બરાબર જળવાય એ જરૂરી છે.
(તા. ૧૬-૧૨-૧૯૬૧)
(૧૮) મનની કેળવણીની ઉપેક્ષા
આત્મસાધક મહાપુરુષોએ પોતાના અનુભવનો લાભ જનસમુદાયને હંમેશને માટે મળતો રહે એટલા માટે બહુ જ સંક્ષેપમાં મહત્ત્વની વાત સમજાવતાં કહ્યું: મનનાં નિર્મળ કે મલિન વલણો જ મોક્ષ કે બંધનું નિમિત્ત બની જાય છે.” મતલબ કે મોક્ષ અને બંધ માટે બાહ્ય પ્રવૃત્તિઓ કરતાં પણ આંતરિક વૃત્તિઓ વધારે જવાબદાર છે. માટે સાધકે મનને સ્વસ્થ અને શુદ્ધ કરવા સદા જાગૃત અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. મહર્ષિ પતંજલિએ ચિત્તવૃત્તિના (ચિત્તની ચંચળતાના) નિરોધને યોગ કહેલ છે, એનો ભાવ પણ આ જ છે; મનને સરખું રાખો અને તમારું સમગ્ર જીવન સરખું ગોઠવાઈ જશે.
મનપતંગના પળ-પળે પલ્ટાતા રંગોના કેવા-કેવા અંજામ આવે છે, એ માટે જૈન શાસ્ત્રોમાંનું પ્રસન્નચંદ્ર રાજર્ષિનું આ દૃષ્ટાંત બહુ જાણીતું છે :
મહાવીરસ્વામીનો ઇતિહાસયુગનો સમય. પ્રસન્નચંદ્ર એક રાજ્યના સ્વામી. તેમને વૃદ્ધ ઉંમરે વૈરાગ્ય જાગ્યો; પોતાના બાળક પુત્રને રાજપાટ ભળાવી એ સાધુ બની ગયા. ધર્મશાસ્ત્રોના અભ્યાસમાં મન પરોવનાર અને તપસ્યા દ્વારા શરીર અને ઇન્દ્રિયોનું દમન કરનાર તેઓ “રાજર્ષિ કહેવાયા. ખાંડાની ધાર પર ચાલવાની જેમ અપ્રમત્ત ભાવે તેઓ સંયમને આરાધતા રહ્યો. એમનું જીવન સાધકો માટે દાખલારૂપ બની ગયું.
Page #68
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૮
૪૫
એક વાર શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહીમાં પધાર્યા. રાજા શ્રેણિક ભગવાનના દર્શને જતા હતા, ત્યારે માર્ગમાં એમણે રાજર્ષિ પ્રસન્નચંદ્રને કાયાની માયા વિસારીને ધ્યાનમાં એકાગ્ર થયેલા જોયા. રાજા શ્રેણિક રાજર્ષિની સાધનાથી ખૂબ પ્રભાવિત થયા. ધર્મદેશના પૂરી થયા પછી રાજાએ ભગવાનને પૂછ્યું: “ભગવાન, મેં જ્યારે રાજર્ષિનાં દર્શન કર્યા ત્યારે જો તેઓ કાળધર્મ પામ્યા હોત તો એમને કઈ ગતિ મળત ?” ભગવાને કહ્યું: “નરકગતિ.” રાજા વિમાસણમાં પડી ગયા: આમ કેમ ? આવા એકાગ્ર સાધકને નરકગતિ ? વળી રાજાએ પૂછ્યું: “પ્રભુ, અત્યારે રાજર્ષિનો સ્વર્ગવાસ થાય તો તેઓ કઈ ગતિમાં જાય ?” મનના ભાવોના જાણકાર પ્રભુએ કહ્યું : “રાજનું, અત્યારે તો એ રાજર્ષિને કેવળજ્ઞાન પ્રગટી ચૂકયું છે.” રાજાની વિમાસણ વધુ ઘેરી બની.
વાતનું રહસ્ય આ હતું. જ્યારે રાજા શ્રેણિકે રાજર્ષિનાં દર્શન કર્યા ત્યારે શરીરથી તેઓ ધ્યાનમગ્ન દેખાવા છતાં એમનું ચિત્ત આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ખૂબ મલિન હતું. પાસેથી પસાર થતા વટેમાર્ગુઓમાંથી કોઈના મોઢેથી, ધ્યાનમાં રહેલા રાજર્ષિએ સાંભળ્યું કે એમના બાળપુત્રનું રાજ્ય ભયમાં આવી પડ્યું છે; એ સાંભળીને એમનું ધ્યાન ચલિત થઈ ગયું અને તેઓ પોતાના પુત્રના દુશમનો સામે મનમાં ને મનમાં યુદ્ધ આદરી બેઠા અને પોતાના સાધુપણાને વીસરી ગયા ! એ ક્ષણે ચિત્તમાં પ્રવેશી ગયેલા ક્લેશ અને કષાય એટલા ઉગ્ર હતા કે જે એમને નરકગતિમાં જ ખેંચી જાય ! મનમાં ને મનમાં યુદ્ધ કરતાં એમને આભાસ થયો કે બધાં શસ્ત્રો ખલાસ થઈ ગયાં છે, એટલે એમણે દુશ્મન તરફ શસ્ત્ર તરીકે ફેંકવા માટે પોતાનો મુગટ લેવા માથા ઉપર હાથ મૂક્યો ! પણ ત્યાં મુગટ ક્યાં હતો ? હાથ વાળ વગરના મુંડિત મસ્તક ઉપર પડ્યો; અને રાજર્ષિનો આત્મા અને ત્યાગભાવ જાગી ઊઠ્યો. પછી તો પશ્ચાત્તાપનો એમનો આંતરિક અગ્નિ એટલો ઉગ્ર બન્યો કે થોડીક ક્ષણોમાં જ એમનાં કર્મો, ક્લેશો, કષાયો ભસ્મીભૂત થઈ ગયાં અને તેઓ કેવળજ્ઞાની બની ગયા! આવા ચિત્ર-વિચિત્ર હોય છે મન-મર્કટના ખેલ! રાજા શ્રેણિકની વિમાસણનું સમાધાન થયું. - દુનિયાની નજરે અને સામાન્ય દૃષ્ટિએ પણ જે કાર્ય સારું કહેવાતું હોય અને પોતે પણ એ કાર્ય ઉત્તમ અને વધારે લાભકારક છે એવી સમજણથી જ કર્યું હોય અને છતાં એવું કાર્ય કરવા પાછળની મનોવૃત્તિ મેલી અને કષાયપ્રેરિત હોય તો એનો અંજામ કેવો ખરાબ આવે છે, એનું એક વધારે સચોટ ધર્મકથાનક જાણવા-વિચારવા જેવું છે. એ કથાનક શ્રી જિનેશ્વરસૂરિ-વિરચિત કથાકોષ-પ્રકરણ’ નામે ગ્રંથમાં છે (આની રચના વિ.સં. ૧૧૦૮માં થઈ હતી. એ સંક્ષેપમાં આ પ્રમાણે છે:
Page #69
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન ક્ષિતિપ્રતિષ્ઠાન નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. એ રાજાને અનેક રાણીઓ હતી. એમાં પટરાણીનું નામ કુંતલા. રાજા ધર્મભાવનાથી પ્રેરાઈને એક સુંદર જિનમંદિર બંધાવીને એમાં ભગવાનની પ્રતિમા પધરાવી રોજ ભક્તિથી એની પૂજા કરવા લાગ્યો. રાજાની દેખાદેખીએ રાણીઓ પણ શ્રાવકધર્મનો સ્વીકાર કરીને પ્રભુની પૂજા કરવા લાગી; એટલું જ નહીં, એમણે પણ મુખ્ય મંદિરની આસપાસ પોતાની શક્તિ મુજબ નાનાં-નાનાં મંદિરો બંધાવ્યાં. પટરાણી કુંતલાએ પણ ત્યાં એક મોટું મંદિર બનાવરાવ્યું. એ રોજ ત્યાં પૂજા કરવા જતી.
જે માળીઓ પૂજાને માટે ફૂલ લાવતા એમને કુંતલા કહેતી : બધાં ય ફૂલ મને આપી દેજો; બીજા કોઈને આપશો નહીં. એ જ રીતે જે ભજન-કીર્તન કે નૃત્ય કરનારાં આવતાં એમને પણ બીજાં મંદિરોમાં જતાં રોકીને પોતાને ત્યાં લઈ જતી; એને થતું કે મારા મંદિરમાં પૂજા-ભક્તિ અને ગાયન-નૃત્યનો કેવો રંગ જામે છે ! ક્યારેક એના સાંભળવામાં કે જોવામાં આવતું કે કોઈ બીજી રાણીના મંદિરમાં મહોત્સવ થઈ રહ્યો છે, ત્યારે અદેખાઈથી એ બળ્યા કરતી, અને જ્યારે એને જાણવા મળતું કે અમુક રાણીના મંદિરમાં કશું ય સારું નથી, ત્યારે એ રાજી રાજી ! મનમાં અહંકાર અને અદેખાઈનો આવો ભાર લઈને સમય આવતાં પટરાણી કુંતલા ગુજરી ગઈ !
રાજાને અને લોકોને હતું કે આવી ધર્મિષ્ઠ રાણી મરીને જરૂર ઉત્તમ ગતિને પામી હશે. એક વાર નગરમાં કેવળજ્ઞાની સાધુ પધાર્યા. રાજા પોતાની રાણીઓ સાથે એમને વંદન કરવા ગયો. વંદન કરીને એણે જ્ઞાની ગુરુને પૂછ્યું: “મારી પટરાણી કુંતલા મરીને કયા સ્વર્ગમાં જન્મી છે ?” જ્ઞાનીએ જવાબ આપ્યો : “અહંકાર અને અદેખાઈને કારણે એ પૂજા-ભક્તિનું ફળ હારી ગઈ, અને મરીને કાળી કૂતરીનો અવતાર પામી છે ! કુંતલા રાણીએ બનાવેલ મંદિરની પાસે જે કાળી કૂતરી પડી રહેલી દેખાય છે તે એ જ છે !” રાજા અને રાણીઓ સારું-નરસું કરવાનું મનનું બળ અને ધર્મનું રહસ્ય વધારે સારી રીતે સમજ્યાં.
ભગવાન મહાવીરના પરમ ભક્ત રાજા દશાર્ણભદ્રની કથા જાણીતી છે. તેઓ સારા કામના આનંદનો અનુભવ કરતાં-કરતાં ભગવાનના વંદન માટે મારા જેવા વૈભવથી કોણ ગયું હશે ?” એવા અભિમાનમાં પડી ગયા, અને ધર્મના સારને ગુમાવી બેસવાની તૈયારીમાં હતા. પણ સદ્ભાગ્યે દેવરાજ ઈન્દ્રના પ્રયત્નથી એમને તરત જ પોતાનો દોષ સમજાઈ ગયો : તેઓ અહંભાવથી મુક્ત બનીને સ્વસ્થ બની ગયા.
આપણે જોયું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, પટરાણી કુંતલા અને રાજા દશાર્ણભદ્રની પ્રવૃત્તિ બાહ્ય દૃષ્ટિએ ઉત્તમ હતી. પરંતુ એ પ્રવૃત્તિની પાછળ જે મનોવૃત્તિ કામ કરતી હતી તે મલિન હતી, અને તેથી એ પ્રવૃત્તિનું ફળ પણ સારાને બદલે ખોટું જ આવે
Page #70
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૮
૪૭ એવી સ્થિતિ ઊભી થઈ ! પણ જે ક્ષણે જેમને પોતાની ભૂલ સમજાઈ અને એ ભૂલ માટે પશ્ચાત્તાપ કરીને જેમણે મનના મેલ દૂર કરવાનો આંતરિક પુરુષાર્થ કર્યો, તેઓ માનવભવ પામ્યાનું ઉત્તમ ફળ પણ પામી ગયા.
જીવનને સદ્ગતિ કે દુર્ગતિમાં ખેંચી જવાની મનની આવી તાકાતને લીધે જ આત્મસાધક સંતોએ અને ધર્મશાસ્ત્રોએ મનને કાબૂમાં રાખીને એને સ્વસ્થ અને શુદ્ધ કરવાનું ખૂબ ભારપૂર્વક કહ્યું છે. મનની કેળવણીની ઉપેક્ષા કરીને કરવામાં આવતી ધર્મક્રિયાઓ છાર ઉપર લીંપણ જેમ નિરર્થક જ છે.
એ તો અનુભવની વાત છે કે મનમાં સારા વિચારો ઊઠે તો વાણી અને વર્તન પણ સારાં બની જાય અને જો મનમાં નઠારા વિચારો જાગે તો વાણી અને વર્તન ઉપર પણ નઠારાપણાની કાળી છાયા પ્રસર્યા વગર ન રહે.
સાથેસાથે એ પણ સાચું છે કે જીવનનું સારું કે નરસું ઘડતર કરવાની મનની શક્તિને પારખવાની તેમ જ મનને ચોખ્ખું બનાવવાની જરૂરને સમજવાની બાબત જેટલી સહેલી છે, એટલી જ મુશ્કેલ વાત છે મનની સાધના કરવાની; મનને સ્વસ્થ, શાંત અને નિર્મળ કરવાની પણ કોઈ વાત મુકેલ હોય કે સહેલી, જે કામ માટે જે ક્રિયા કર્યા વગર ચાલી શકે એમ ન હોય એ કરવી જ ઘટે; અને એ સારી રીતે કરવામાં આવે તો જ એ કામ સફળ બને. જ્ઞાન, ધ્યાન, તપ, મૌન, કષ્ટસહન વગેરે આત્મસાધનાના વિવિધ પ્રકારનો ઉદ્દેશ પણ મનની કેળવણી કરવાનો જ સ્વીકારવામાં આવ્યો છે. અને છતાં આ કાર્યક્રમોમાંથી આ વાત ઠીક-ઠીક અળગી પડી ગઈ છે.
જૈન સાધનાનો પાયો માગનુસારીના પાંત્રીસ ગુણો છે; એમાં સૌથી પહેલા ગુણરૂપ ન્યાયોપાર્જિત ધનથી શરૂ કરીને ધર્મધ્યાન અને શુક્લધ્યાન સુધીની અંતિમ સાધનાનો હેતુ પણ મનને સ્વસ્થ અને નિર્મળ કરવાનો જ છે. છતાં, કોણ જાણે કેમ, આપણી ધર્મસાધનામાંથી મનને સ્ફટિક સમું સ્વચ્છ કરવાની વાત સારા પ્રમાણમાં વિસરાઈ ગઈ છે.
અને આ ઉપેક્ષાનો જે અંજામ આવ્યો, તે આપણી સમક્ષ જ છે. આટઆટલી બાહ્ય ધર્મક્રિયાઓ અને આટલા બધા ધાર્મિક ઉત્સવો-મહોત્સવો છતાં ધર્મ દ્વારા જીવનનું અનુસંધાન થવું બાકી જ છે; જાણે ધર્મ અને જીવન એક માર્ગે વહેવાને બદલે જુદા-જુદા બે માર્ગે વહ્યા કરે છે. ધર્મ પોતાની સારી-સારી વાતો કહેતો રહે અને જીવન ધર્મના પાયારૂપ પ્રામાણિકતાને વિના સંકોચે દેશવટો દઈને બીજા પણ અનેક અવગુણોમાં રાચ્યા કરે; અને છતાં માનવી માને કે અમે ધર્મ કરીએ છીએ !
વિશેષ અફસોસ, બલ્લે ચિંતા કરાવે એવી વાત તો એ છે કે સમાજની કે સંઘની શુદ્ધિના રખેવાળ ગણાતા ધર્મગુરુઓ પોતે જ ધર્મક્રિયાઓમાં, પ્રામાણિકતાને
Page #71
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન છેહ આપીને મેળવેલ ધનને વાપરવાની વાતને વધુ ને વધુ પ્રોત્સાહન આપતા રહે છે!
ગુરુવર્ગ આ રીતે ધર્મની આધારશિલાની ઉપેક્ષા કરવા લાગ્યા છે, તેનું કારણ એ છે કે તેઓ ચિત્તશુદ્ધિનો અને એ માટેના પુરુષાર્થનો મહિમા જાણતા હોવા છતાં એમની સાધનામાંથી એ વાત સરી ગઈ છે. આજે ધ્યાનયોગના સાધક કેટલા ગુરુઓ
હશે ?
આપણે બાહુબલીનું દૃષ્યત જાણીએ છીએ. ભારે કષ્ટપ્રદ તપસ્યા બાર-બાર મહિના સુધી કરવા છતાં મનમાં અહંકારરૂપે સંઘરાયેલા થોડાક મેલના લીધે એમની સાધનાનું ફળ અટકી ગયું. પરંતુ એ મેલ દૂર કર્યો કે તરત જ એમને ઈષ્ટફળની પ્રાપ્તિ થઈ. મનની કેળવણીની ઉપેક્ષા એ ખરી રીતે ખુદ ધર્મ-માર્ગની જ ઉપેક્ષા છે.
| (તા. ૨૦-૧૧-૧૯૭૧)
(૧૯) સ્વભાવ કેમ ન બદલાય ?
ઘણા અનુભવીઓએ સ્વભાવને ન જીતી શકાય એવો (કુતિક્રમ) કહ્યો છે. એ સ્થિતિમાં સારો સ્વભાવ જન્મથી જ વારસામાં મળ્યો હોય તો તો સારું, પણ જો ભૂંડો સ્વભાવ જ મળ્યો હોય તો શું કરવું એ પણ ભારે વિચારણીય સવાલ છે.
કોઈ વળી આમ પણ કહે – લીંબડાને કડવો સ્વભાવ મળ્યો અને આંબાને મીઠો સ્વભાવ મળ્યો; એ જેમ ફેરવ્યો ન ફેરવાય, તેમ માણસે પણ પોતાના સારા સ્વભાવનો ન ગર્વ કરવો, અને હીણા સ્વભાવનો ન શોક કરવો; જેવો સ્વભાવ મળ્યો હોય તેવાથી સંતોષ માનવા પ્રયત્ન કરવો.
પણ આવી વાત પણ મનમાં કોઈ રીતે ઊતરતી નથી. તો પછી કરવું શું?
અમે શિવપુરીમાં ભણતા હતા તે વખતની એક વાત આના અનુસંધાનમાં કહેવા જેવી અને થોડોક રસ્તો સુઝાડે તેવી છે.
જન્મજાત વેરના જે દાખલાઓ આપણે જાણીએ છીએ, તેમાં કુતરા અને બિલાડીનો પણ સ્વભાવ જ એવો કે એકબીજા સાથે ન રહી શકે. આ ખાસિયત બદલાય તો નવાઈ જ લાગે.
પણ આવી નવાઈનો અમે શિવપુરીમાં જાતઅનુભવ વર્ષો સુધી કર્યો છે. જો ક્ષણભર ધરતીના માનવી મટી જઈને કલ્પનાવિહારી કવિ બની જઈએ તો આ વિલક્ષણ
Page #72
--------------------------------------------------------------------------
________________
ધર્મદૃષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૯, ૨૦
ઘટનાને કોઈ સ્થળના મહિમા તરીકે કે કોઈ વ્યક્તિના પ્રભાવ તરીકે પણ વર્ણવી શકીએ. પણ આ તો જાણે સહજ ભાવે બની હોય એવી ઘટના છે.
શિવપુરીની અમારી પાઠશાળામાં બે બિલાડીનાં બચ્ચાં અને બે નાનાં કૂતરાં બાળપણથી સાથે જ ઊછરવા એવા ટેવાયાં હતાં કે એમને પોતાની વચ્ચે જન્મજાત
૪૯
વેર હોઈ શકે એનો ખ્યાલ પણ નહીં હોય. અમે આ બિલાડીનાં બચ્ચાં અને કૂતરાંને કેટલા ય વખત સુધી સાથે રહેતાં અને રમતાં જોયાં છે. બિલાડીનું એક બચ્ચું તો થોડા વખતમાં મરી ગયું, પણ બીજું બચ્ચું અને એક કૂતરું મારી સાથે એવાં તો ટેવાઈ ગયાં હતાં કે બંને રાત્રે મારી પથારીમાં બે પગની બે બાજુએ નિરાંતે ઊંઘતાં !
સ્વભાવ જીતવામાં આનો અર્થ શો ઘટાવી શકાય ? આવી જ રીતે એક હરણનું બચ્ચું અને કૂતરું પણ ત્યાં કેટલોય વખત સુધી સાથે જ રહેતાં અને કૂદાકૂદ કરતાં. હરણિયું તો આખો દહાડો ઠેરઠેર નાચ્યા-કૂદ્યા જ કરે, અને કોઈ જાતનો ભય જ ન હોય એમ નિરાંતે ચર્ચા-માં ફરે.
આ ઘટના શું સૂચવે છે ?
આનો સાર આપણા જીવન-પૂરતો એટલો તો જરૂર કાઢી શકાય કે સ્વભાવને ન પલટાય એવો જડ માનીને બેસી ન રહેવું, પણ એ માટે પોતાના મનને નિરંતર કેળવ્યા કરવું અને જે માર્ગે સ્વભાવને બદલવો હોય તે માર્ગનું રટણ કર્યા કરવું. ઉતાવળ અને આવેશ કરીએ તો સ્વભાવને કદી ન જીતી શકીએ. પણ ધીરજ અને સ્વસ્થતા હોય તો સ્વભાવ ન જીતી શકાય એવી જડ વસ્તુ નથી. અને બચ્ચાંઓનો સ્વભાવ તો આપણે ધારીએ તેટલો સરસ બનાવી શકીએ છીએ.
(તા. ૨-૧-૧૯૫૪)
(૨૦) ભક્તિમાં વિવેકની જરૂર
મનમાં ભાવના જાગે અને એ ભાવનાને બાહ્ય ક્રિયા કે પ્રવૃત્તિરૂપે પ્રગટ કરવામાં આવે એનું નામ ભક્તિ. કચારેક ભાવના સાથે, તો ઘણી વાર એના વગર માત્ર અંધશ્રદ્ધા કે ગતાનુગતિકતાથી પ્રેરાઈને એવી પ્રવૃત્તિ કરવામાં આવે છે.
કોઈ પણ વિચાર કે પ્રવૃત્તિનું પરિણામ પારખવાની અને એના સાર-અસારને સમજવાની દૃષ્ટિ – એનું નામ વિવેક. વિવેક તો પ્રદીપ છે. એ જો જળહળતો હોય, તો માનવી નિરર્થક વિચાર કે પ્રવૃત્તિથી, સત્પ્રવૃત્તિના સારને ખાઈ જતી ઘેલછાથી અને
Page #73
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન માનવજીવનના મહિમાને આવરી દેતા અશ્રદ્ધા, અંધશ્રદ્ધા અને અતિશ્રદ્ધાના ત્રિદોષથી ઊગરી શકે અને આંતરિક વિકાસ સાધી શકે. વિવેકનો અર્થ જ છે સમજણ અને આચરણ વચ્ચેનો સુમેળ. સમજણ સાચી હોય તો જ કોઈ પણ પ્રવૃત્તિ કે આચરણનું ધાર્યું પરિણામ આવી શકે; એ રીતે જ ભક્તિની સાથે વિવેકનો સુમેળ બેસે તો જ ભક્તિ ફળે અને માનવીને વિકાસ તરફ દોરી જઈ શકે.
આત્મસાધનાના માર્ગોમાં જેમ ધ્યાનયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગને સ્થાન આપવામાં આવ્યું છે, તેમ ભક્તિયોગને પણ સ્થાન આપવામાં આવ્યું છે. અને સામાન્ય રીતે તેને બીજા યોગો કરતાં પ્રમાણમાં સરળ લેખવામાં આવે છે. તેથી જનસમૂહના મોટા ભાગનું વલણ ભક્તિ-અભિમુખ વધારે જોવા મળે છે. પણ જો ભક્તિયોગની ચરિતાર્થતા સમર્પણની ભાવનામાં અને એની વિશુદ્ધિ સારાસારનો વિવેક કરીને આગળ વધવામાં રહેલી છે એ પાયાની વાત ખ્યાલમાં લેવામાં આવે, તો ભક્તિયોગને વધારે પડતો સહેલો માની લેતાં આપણે જરૂર વિચાર કરીએ – આ પાયાની વાત તરફ ભાગ્યે જ ધ્યાન આપવામાં આવે છે, ને તેથી ભક્તિમાર્ગને સહેલો જ માનીને તેમાં ઘેલછા, અંધતા, રાગદષ્ટિ જેવાં અનિચ્છનીય તત્ત્વો પોષવામાં આવે છે. પરિણામે ઘણીઘણી ભક્તિ કરવા છતાં ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ દ્વારા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાના મૂળ લાભથી આપણે વંચિત રહી જઈએ છીએ; એટલું જ નહીં, વીતરાગ જિનેન્દ્રની ભક્તિ વીતરાગપણાની પ્રાપ્તિના જ ધ્યેયથી કરવાને બદલે એમની ભક્તિ સરાગદૃષ્ટિથી કરવા લાગીએ છીએ; ક્યારેક તો વીતરાગને ઓઠે સરાગ દેવદેવીઓની ભક્તિમાં આપણે એવાં ઘેલાં બની જઈએ છીએ કે ત્યાં કર્મક્ષયને સ્થાને ઊલટું કમપાર્જનની આત્મઘાતક પ્રવૃત્તિને આવકાર અપાઈ જાય છે. આનું નામ જ વાનરભક્તિ ! વિવેકશીલતા અને સમર્પણની ભાવનાથી જ એમાંથી ઊગરી શકાય.
આપણે ત્યાં તીર્થંકરની પ્રતિષ્ઠા વખતે પાંચે કલ્યાણકો સારી રીતે ઊજવવામાં આવે છે, તે એટલે સુધી કે એમાં જન્મકલ્યાણક-પ્રસંગે અમુક સદ્દગૃહસ્થને ભગવાનના પિતા અને અમુક સન્નારીને ભગવાનની માતા બનાવવામાં આવે છે; ભગવાનનાં માતાપિતા કોણ બને એ માટે ઉછામણી બોલાવવામાં આવે છે. વળી એ પ્રસંગે ચ્યવન, સ્વપ્નદર્શન, પ્રસૂતિગૃહ, દિકુમારિકાઓ તથા દેવ-દેવેન્દ્રોનું આગમન, મેરુઅભિષેક જેવાં અનેક દયો રચવામાં આવે છે. આ રીતે આ પ્રસંગ ભક્તિને નામે નાટ્યાત્મક જેવો બની જાય છે. જો આપણે ઇચ્છીએ તો આવાં દશ્યોથી આ પ્રસંગને મુક્ત રાખીને, માત્ર એ પ્રસંગની એક પવિત્ર સ્મૃતિરૂપે ઉજવણી કરીને એ પ્રસંગનું ગૌરવ વધારે સારી રીતે સાચવી શકીએ, અને સામાન્ય જનસમૂહને માત્ર નયન-મનોહર દશ્યોને જોઈને રાચવાની ઠાલી ટેવ પાડવાને બદલે ભગવાનની અને એમના ધર્મમાર્ગની
Page #74
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિંકોસામસામાવલા
૫૧
જીવનસ્પર્શી ભક્તિ કરવાને માર્ગે દોરી શકીએ. બાકી તો એક બાજુ આવી ઉપરછલ્લી ઘેલી ભક્તિ ચાલતી રહે અને બીજી બાજુ ધર્મભાવના વગરનો જીવનવ્યહાર ચાલ્યા કરે !
વળી, વીતરાગપ્રભુની ખાલી પૂજા-ભક્તિ કરતાં એમની આજ્ઞાનું પાલન ચડી જાય છે એ વાત તો ખુદ આપણા શાસ્ત્રમાં પણ કહેવામાં આવી છે. આનો અર્થ કોઈ એવો ન કરે કે પ્રભુની આજ્ઞાના પાલનના બહાને પ્રભુની પૂજા-ભક્તિને છોડી દેવામાં આવે; એનો ભાવ એ છે કે જો વિવેકપૂર્વક ભક્તિ કરવામાં આવે તો પ્રભુની આજ્ઞાનું પાલન કરવાની ઉત્કંઠા અને શક્તિ આપમેળે જ જાગે. વીતરાગ પ્રભુની સૌથી મોટી આજ્ઞા તો વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી કેળવવાની અને કોઈની સાથે વેર કે દ્વેષ નહીં રાખવાની છે. એટલે પ્રભુભક્તિ કરતાં-કરતાં, તેમ જ કર્યા પછી પણ ભક્ત એ વાતનો સતત વિચાર કરવાનો છે કે પ્રભુની ભક્તિને પરિણામે મારામાં વિશ્વમૈત્રીની ભાવનાને ખીલવનારા અહિંસા, કરુણા, સત્યપ્રિયતા જેવા ગુણો પ્રગટે છે ખરા? ભક્તિની સફળતાની આ પણ એક કસોટી છે. આવી જ બીજી કસોટી છે ભક્તિને પરિણામે દાન, શીલ, તપ અને ભાવ પ્રત્યેની ખીલતી અભિરૂચિ. આવી તો બીજી પણ અનેક બાબતો ગણાવી શકાય.
જેમ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં તેમ દિગંબર જૈનસંઘમાં પણ પ્રતિષ્ઠા પ્રસંગે પંચકલ્યાણક ઉત્સવ ઊજવવામાં આવે છે; અને એમાં લોકો ભગવાનનાં માતા-પિતા બને છે. આ પ્રથા બંધ કરવા જેવી લાગવાથી એની સામે શ્રી ભારતવર્ષીય દિગંબર જૈનસંઘ મથુરાના સાપ્તાહિક હિંદી મુખપત્ર જેનસંદેશ”ના તા. ૨૩-૫-૧૯૬૮ના અંકના તંત્રીલેખમાં પંડિત શ્રી કૈલાશચંદ્રજી શાસ્ત્રીએ નીચેના જે વિચારો દર્શાવ્યા છે તે આપણે પણ ધ્યાનમાં લેવા જેવા છે :
જિનબિંબની પંચકલ્યાણક-પ્રતિષ્ઠા પ્રસંગે ભગવાનનાં માતા-પિતા બનવાની જે પદ્ધતિ વર્તમાન સમયમાં પ્રચલિત છે, અને એને જે આકાર આપવામાં આવ્યો છે, એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધાનો સૂચક બનવાને બદલે અશ્રદ્ધાનો સૂચક છે. આપણામાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે બીજાને પોતાનાં માતા-પિતા બનાવવાનું પસંદ કરે. પણ ભગવાન તો મોક્ષે ગયા છે, તેથી તેઓ તો આમાં રુકાવટ નથી કરી શકતા; એમની નારાજીનો તો કોઈ પ્રશ્ન જ નથી. અમને તો એ વ્યક્તિઓ માટે આશ્ચર્ય અને ખેદ થાય છે કે જેમનામાં હજી તો ભગવાનના સેવક બનવાની ય યોગ્યતા નથી અને બને છે ભગવાનનાં માતા-પિતા ! પિતાનો તો ખાસ ઠાઠ નથી હોતો, પણ અત્યારના લોભી-પ્રતિષ્ઠાચાર્યોને કારણે માતાનો ઠાઠ તો કંઈ ઔર હોય છે. ભગવાનનાં માતાપિતાનો અભિનય કરનારનું નાટકના અભિનેતા કરતાં વધારે મૂલ્ય નથી હોતું........
WWW.jainelibrary.org
Page #75
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
‘વળી કેટલાક વખતથી પંચકલ્યાણકમાંનો પ્રતિષ્ઠાનો અંશ દિવસે-દિવસે ગૌણ બનતો જાય છે અને પ્રદર્શનની મુખ્યતા થતી જાય છે. એટલે એ જ પ્રતિષ્ઠાચાર્ય સારા ગણાય છે કે જે પ્રદર્શનની કળામાં ચતુર હોય; જે કેવળ વિધિના જાણકાર હોય એને પસંદ કરવામાં નથી આવતા......
પહેલાં પંચકલ્યાણક-પ્રતિષ્ઠા એક વ્યક્તિ દ્વારા થતી, હવે એ સમાજના ધોરણે થાય છે. વ્યક્તિગત પંચકલ્યાણક-પ્રતિષ્ઠામાં પૈસાની પ્રાપ્તિને માટે બોલી બોલવાની જરૂર નહોતી પડતી; સમાજના ધોરણે થતી પ્રતિષ્ઠાનો મૂળ ઉદ્દેશ્ય અર્થોપાર્જનનો હોય છે .’
પં. શ્રી કૈલાસચંદ્રજીએ આ બાબતમાં દિગંબર જૈનસંઘને અનુલક્ષીને જે વાત કહી છે તે આપણા સંઘને પણ લાગુ પડે એવી છે. ભગવાનની ઉપર જણાવી તેવી ભક્તિમાં કે શણગારભક્તિમાં આપણે વિવેકને કેટલા પ્રમાણમાં સાચવી શકીએ છીએ અને એમાંથી ભક્તિના સારરૂપ સમર્પણભાવને કેટલા પ્રમાણમાં પ્રગટ કરી શકીએ છીએ એનો સત્યશોધક દૃષ્ટિએ વિચાર કરવાની બહુ જરૂર છે. નહીં તો એક બાજુ પ્રભુભક્તિને નામે જાતજાતની પ્રવૃત્તિઓ ચાલતી રહેશે અને બીજી બાજુ જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ એ ધર્મક૨ણીનો પાયાનો ઉદ્દેશ દૂર જ રહેશે; અને બધી પ્રવૃત્તિ પાણી વલોવવા જેવી વ્યર્થ જ બની રહેશે.
૫૨
જો આપણે બુદ્ધિને ઉઘાડી રાખીને કડવું સત્ય સ્વીકારવા તૈયાર હોઈએ, તો આપણને એ સમજતાં વાર ન લાગવી જોઈએ કે આપણે અત્યારે આવી ધર્મ અને જીવન વચ્ચેના દુર્મેળની બહુ શોચનીય સ્થિતિમાં અટવાઈ ગયા છીએ. એક બાજુ કંઈ કેટલા ય ધર્મોત્સવો ચાલી રહ્યા છે, અને બીજી બાજુ આવા ઉત્સવો કરનારાઓમાં પણ નીતિ, પ્રામાણિકતા, સચ્ચાઈ, સદાચાર જેવા ધર્મના પાયારૂપ સદ્ગુણો વધુ ને વધુ દુર્લભ બનતા જાય છે ! વિશેષ ખેદ ઉપજાવે એવી બીના તો એ છે કે આપણા ગુરુઓ ભક્તિમાં વિવેકની મર્યાદાની પુનઃ પ્રતિષ્ઠા કરવાને બદલે બાહ્યાડંબરમાં એકબીજા ઉપર સરસાઈ મેળવવાની હરીફાઈમાં જ પડી ગયા છે !
હવે તો એવો ભય લાગે છે કે જેમ-જેમ આપણી આંતિરક ગુણવત્તા ઓછી થતી જશે, તેમ વિવેક વગરની અને ઘેલછાભરેલી ભક્તિ વધતી જશે, અને જીવનનાં સાચાં મૂલ્યો વધુ વીસરાતાં જશે. આમાંથી ઊગરવાનો એકમાત્ર માર્ગ વિવેકને જાગૃત ક૨વો અને ધર્મના આંતરિક સ્વરૂપ તરફ અભિરુચિ કેળવવી એ જ છે.
(તા. ૧૮-૧૦-૧૯૬૯)
અમારા તા. ૧૪મી ઑગસ્ટના ગયા અંકમાં વીસનગરના જૈન ગાયક શ્રી પ્રાણસુખ માનચંદ નાયકનો ધર્મપ્રેમી જૈન ગાયકો પ્રત્યે' શીર્ષકે નાનો લેખ છપાયો
Page #76
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૦, ૨૧
પ૩
છે, તેમાં તેઓએ અત્યારે આપણા કથળતા જતા સંગીત પ્રત્યે નીચેના શબ્દોમાં જૈન સંઘનું ધ્યાન દોર્યું છે :
“આ વિષયમાં મારા અનુભવ પ્રમાણે પ્રથમની પૂજાઓ તરફ પ્રતિદિન દુર્લક્ષ થતું જોવામાં આવે છે એ શોચનીય છે. તેમ પ્રભુસ્તુતિનાં મહાપુરુષોએ રચેલાં સ્તવનો, પદો, આધ્યાત્મિક પદો પણ મોટે ભાગે અદય થતાં જોઈ હૃદય દુભાય છે. પણ તેનું મુખ્ય કારણ કેટલાક સમયથી સિનેમાના તખ્તા ઉપર રજૂ થતાં ગાયનોના રાગોમાં નવાં-નવાં રતવનોનો જે પ્રચાર વધતો જાય છે તે છે. સિનેમાના તખ્તા ઉપરનું સંગીત એ વ્યાકરણ વગરની ભાષા સમાન છે. એ મનસ્વીપણે ગોઠવેલા રાગોમાં એવા ટુકડાટુકડા ગોઠવેલા હોય છે કે કોઈ પણ કાવ્યકાર રીતસર કાવ્યના નિયમાનુસાર કાવ્ય ન લખી શકે. આથી સર્વ જૈન ગાયકોને મારી માનયુક્ત પ્રથમ એ સૂચના છે, કે પ્રભુભક્તિમાં પ્રથમ શાસ્ત્રીય સંગીતનો વિશેષ ઉપયોગ કરે અથવા દેશી સંગીત અને છેવટે નાટકી સંગીત; પણ સિનેમાના સંગીતનો તો વધુ ઉપયોગ ન જ કરે.”
શ્રી પ્રાણસુખભાઈના ઉપરના ઉદ્દગારોમાં ઘણું તથ્ય છે, એક અનુભવીની સાચી સૂચના છે. “જેવું ધ્યાન ધરીએ તેવા થઈએ – એ નિયમાનુસાર પ્રભુભક્તિનાં કે આત્મધર્મનાં પદો કે કાવ્યો રચતી વેળાએ સિનેમાના ઢંગધડા વગરના કે ઊંડા ભાવ વગરનાં રાગો અને ગાયન તરફ જો ધ્યાન જાય, તો પરિણામે કાવ્યનો રાગ તો કથળે, ઉપરાંત ભાષા પણ છીછરી બને અને કાવ્યના મુખ્ય આત્મારૂપ ભાવ તો ત્યાંથી ક્યારનો અદશ્ય થઈ જાય ! શબ્દોના લટકામટકામાં રાચતાં આજના કેટલાંય કાવ્યો આ વાતની સાખ પૂરે એમ છે. એટલે પ્રભુભક્તિનું ગાંભીર્ય, કાવ્યતત્ત્વનું ગૌરવ, ભાષાની પ્રૌઢતા, સંગીતનું શાસ્ત્રીયપણું અને ભાવનાનું ઉચ્ચગામીપણું એ બધું જાળવવું હોય તો આજનાં જોડકણાંઓ રચવાનું તરત બંધ કરવાની જરૂર છે. આવા બિલાડીના ટોપની જેમ વગર ભણ્ય ઊભરાઈ ગયેલા નામધારી કવિઓ થોડાક ઓછા થઈ જશે તો તેથી સમાજને કશી હાનિ થવાની નથી; ઊલટું કાવ્ય અને સંગીતનું ધોરણ ઊંચું જવાથી સરવાળે મોટો લાભ જ થવાનો છે.
(તા. ૨૫-૮-૧૯૫૪)
(૨૧) સ્વાથ્ય અને સાધના વચ્ચે મેળની જરૂર
થોડા વખત પહેલાં એક ભાવુક ભાઈ મળ્યા. એમણે જાણે ગૌરવ લેતા હોય એમ કહ્યું : શરીર સારું હોય એ જરૂરી છે, અને એ માટે પ્રયત્નશીલ રહેવામાં પણ
Page #77
--------------------------------------------------------------------------
________________
પ૪
જિનમાર્ગનું અનુશીલના કશી હરકત ન ગણાય. પણ જો તપ-જપ દ્વારા સાધના કરવી હોય તો શરીરની વધુ આળપંપાળ કરવી નકામી; એમાં પડીએ તો સાધનાનો માર્ગ જ ચૂકી જઈએ. શરીરની છેવટે શી કિંમત ? છેવટે તો એમાંથી સાધનારૂપે જેટલો સાર કાઢી લીધો તેટલો સારો. એવી જ વાત વેપાર કે વ્યવહારની સમજવી. ભલે ગૃહસ્થ તરીકે ઘરમાં રહેવું પડતું હોય, પણ સાધના તરફ લક્ષ હોય તો એની પણ બહુ ચિંતા કરવી ન જોઈએ. એ તો બધું એમ જ ચાલ્યા કરે, અને આપણે આપણું સાધતા રહીએ.
શરીરની તંદુરસ્તી અને વેપાર-વ્યવહારના ભોગે પણ સાધના તરફ વધારે ધ્યાન આપવાની મનોવૃત્તિ કોઈ ગૃહસ્થની હોય, તો એનો ઇન્કાર કરી શકાય નહીં. પણ એવી મનોવૃત્તિ સ્વસ્થ કે તંદુરસ્ત લેખી ન શકાય; કારણ કે ગૃહસ્થપણામાં રહેવા છતાં, શરીરની કે વેપાર-વ્યવહારની આવી ઉપેક્ષા કરવા જતાં સરવાળે તો સાધનાને પોતાને જ નુકસાન વેઠવાનો વખત આવે છે. વળી પોતાની જવાબદારીઓને બરાબર નિભાવવી અને શરીરની વધારે પડતી ટાપટીપમાં પડ્યા વગર પણ શરીરને સાજું રાખવાની કળા હસ્તગત કરવી એ પણ એક પ્રકારની સાધના છે.
વળી, આ તો ગૃહસ્થપણાની વાત થઈ; પણ જેઓએ ઘરસંસારનો ત્યાગ કરી સાધુધર્મનો સ્વીકાર કર્યો હોય છે એમને માટે પણ સામાન્ય રીતે સાધના કરતી વખતે એટલી તો ખબરદારી રાખવાની હોય છે કે શરીર ભાંગી ન પડે. ટૂંકમાં, કહેવાનો આશય એટલો જ છે કે સાધના કરતી વખતે પણ “ફારી મા નુ ઘર્મસાધનમ્ (શરીર એ ધર્મનું પહેલું સાધન છે) એ સૂત્રની ઉપેક્ષા કરવાની હદે આગળ વધવામાં સરવાળે લાભ નથી. એ જ રીતે સંસારીઓએ પોતાના વેપાર કે ઘર-વ્યવહારની ઉપેક્ષા ન થાય એ પણ જોવાનું હોય છે. પોતાના ઉપરની જવાબદારીને નિર્દોષ ભાવે, નિષ્ઠાપૂર્વક પૂરી કરવી, એ પણ એક પ્રકારની સાધના જ છે; અને ગૃહસ્થને માટે તો એ કર્તવ્યરૂપ જ છે. અતિ-ઉત્સાહમાં આ કર્તવ્યની ઉપેક્ષા કરવામાં કોઈનું હિત નથી એ જ આ કથનનો સાર છે.
(તા. પ-૧૦-૧૯૬૮)
(૨૨) જ્ઞાન અને ધ્યાનની દીર્ઘકાલીન ઉપેક્ષા
વચ્ચે કેટલાક સપ્રયત્નો ધર્મની આરાધના માટે જૈનધર્મે જ બતાવેલા માર્ગો કેટલા બધા વિવિધ છે ! આમાંથી સૌ ધર્મસાધકો પોતાની રુચિ, શક્તિ અને પરિસ્થિતિનો વિચાર કરીને, પોતાને
Page #78
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૨
૫૫
અનુકૂળ લાગે એ માર્ગ અપનાવી શકે છે. કોઈ ભક્તિમાર્ગે પ્રભુપરાયણતાનો આનંદ મેળવવા પ્રયત્ન કરે છે, કોઈ જાતજાતની તપસ્યાઓનું અનુસરણ કરીને પોતાની કાયા ઉપર અને ઇન્દ્રિયોની ભોગલાલસા ઉપર કાબૂ મેળવીને અંતર્મુખ થવાનો પ્રયત્ન કરે છે, કોઈ કીર્તિના મોહથી અલિપ્ત બનીને, દીન-દુઃખી માનવજાત અને અન્ય જીવસૃષ્ટિની સેવા કરવાનો માર્ગ અપનાવીને પોતાના અહંકાર, મારા-પરાયાપણા અને રાગ-દ્વેષને નાથવાનો પ્રયત્ન કરે છે, કોઈ અમૃતની ઉપમા પામેલ જ્ઞાનની સાધના અને ઉપાસના દ્વારા પોતાના અને વિશ્વના સત્યને પામવાનો પ્રયત્ન કરીને એ સત્યે ચીંધેલા સ્વ-પરકલ્યાણના માર્ગે ચાલવાનો પુરુષાર્થ કરે છે – જે એક તબક્કે ધર્મપુરુષાર્થ અને બીજા તબક્કે મોક્ષપુરુષાર્થ તરીકે ઓળખાય છે, અને કોઈ જીવ એવા હોય છે કે જે પોતાના ચિત્તની શુદ્ધિનો અને ધ્યાનનો માર્ગ અપનાવીને એ માર્ગે, ધર્મપુરુષાર્થથી આગળના મોક્ષ-પુરુષાર્થ તરફ ઝડપથી ગતિ કરવા સજ્જ થાય છે. આમાંના કોઈ પણ માર્ગનું અપ્રમત્તભાવે અનુસરણ કરીને મોક્ષમંદિરના છેલ્લા પ્રવેશદ્વારરૂપ વીતરાગભાવ કે સમભાવને પ્રાપ્ત કરી શકાય છે.
સંઘ કે સમાજમાં પ્રવર્તતી આત્મસાધનાની વૃત્તિ અને પ્રવૃત્તિની દિશામાં અવલોકન કરતાં કંઈક એમ લાગે છે કે ધર્મની આરાધનાના બીજા માગ કે ઉપાયોનું અનુસરણ કરનારાઓ કરતાં જ્ઞાનયોગ અને ધ્યાનયોગના માર્ગે જનારાની સંખ્યા ઘણી ઓછી છે. એ ઉપરથી લાગે છે કે બીજા માર્ગો કરતાં આ માર્ગ, સીધાં ચઢાણની જેમ, વધારે મુશ્કેલ હોવો જોઈએ.
આનું મુખ્ય કારણ એ હોવું જોઈએ કે જ્ઞાનયોગ અને ધ્યાનયોગની સાધનાનો માર્ગ એ જ અપનાવી શકે કે જે પોતાની વૃત્તિઓને લોકેષણાના લોભામણા માર્ગે જતી રોકીને, તેમને અંતર્મુખ બનાવીને આંતરિક શોધ અને શુદ્ધિથી જન્મતી સચ્ચિદાનંદમય સ્થિતિની અનુભૂતિ મેળવવાની તમન્ના સેવતા હોય.
અહીં જે જ્ઞાનયોગની સાધનાની વાત છે, તે કેવળ પોતાની જાત સંબંધી અથવા તો વિશ્વના સ્વરૂપ સંબંધી માહિતી મેળવવામાં જ પૂરી થતી નથી. આવો સ્વરૂપબોધ મેળવવાની સાથેસાથે એ જ્ઞાન જીવનસ્પર્શી એટલે કે જીવનને નીતિ-સદાચારના સામાન્ય ગુણોથી આગળ વધારીને હિંસા, અસત્ય, મોહ અને કષાયથી જન્મતી પ્રવૃત્તિઓથી ચિત્તને મુક્ત કરી અહિંસા, સંયમ, તપ, કરુણા, જેવા ગુણોની કેળવણી દ્વારા સમભાવની પ્રાપ્તિ અને પૂર્ણ આત્મસાક્ષાત્કાર કરવામાં સહાયક બનવું જોઈએ. આપણા ધર્મશાસ્ત્રકારોએ સાચું જ કહ્યું છે કે તે જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય કે અંતરમાં જેનો ઉદય થવાથી રાગ-દ્વેષ વગેરેનાં સમૂહ ટકી ન શકે (તનુજ્ઞાનમેવ ન મત મિત્કૃતિ વિમત VITU:). આવા જીવનસ્પર્શી અને સત્યલક્ષી જ્ઞાનયોગની સાધના ચિત્તની
Page #79
--------------------------------------------------------------------------
________________
પ૬
જિનમાર્ગનું અનુશીલન ઘણી ઉન્નત ભૂમિકા માગી લે છે, અને સાથેસાથે એ ચિત્તને વધારે ઊંચી ભૂમિકા તરફ દોરી જાય છે. એટલા માટે જ આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાની એક શ્વાસોચ્છુવાસમાં જેટલાં કર્મનો ક્ષય કરી શકે છે, એટલાં કર્મનો ક્ષય અજ્ઞાની હજારો વર્ષમાં પણ (અજ્ઞાનજન્ય સાધનાથી) નથી કરી શકતો. જ્ઞાનયોગનો આટલો બધો મહિમા હોવાથી એ માર્ગ શ્રીસંઘમાં ચાલુ રહે એ જરૂરી છે.
વળી, જેમ જ્ઞાનયોગના સાધકો ઓછા મળે છે, તેમ ધ્યાનયોગના સાધકો પણ ઓછા જ જોવા મળે છે. ધ્યાનયોગના સાધકોની સંખ્યા જ્ઞાનયોગના સાધકો જેટલી હશે કે એથી પણ ઓછી હશે, એ કહેવું મુશ્કેલ છે. દેખીતી રીતે તો, ધ્યાનસાધકો આપણા જૈનસંઘમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ ભાગ્યે જ જોવા મળે છે; એથી એમ માનવું પડે છે કે આ માર્ગ ઘણો મુશકેલ હશે. પોતાના આગવા વ્યક્તિત્વને અને અહંભાવને લોપી નાખવાનું ધ્યેય મનમાં વસે તો જ આ માર્ગે જઈ શકાય. મોક્ષની સાધના માટે, અર્થાત્ આત્મામાં પરમાત્મભાવને પ્રગટાવવા માટે પોતાની જાતને વીસરી જનારા કેટલા?
જ્ઞાનયોગ અને ધ્યાનયોગનો માર્ગ ગમે તેટલો કઠણ હોય. પણ સંઘમાં જીવનશુદ્ધિલક્ષી ધર્મભાવનાને ટકાવી રાખવી હોય કે વિકસાવવી હોય તો આ બંનેની નિષ્ઠાપૂર્વક સાધના કરનાર આત્માઓ અમુક પ્રમાણમાં તો હોવી જ જોઈએ. તેવા સાધકો જ ભક્તિયોગ, કર્મયોગ કે બીજી ધર્મક્રિયાઓના આરાધકોને આત્મસમર્પણની સાચી દિશામાં દોરી શકે.
(તા. ૪-૧-૧૯૭૫) જૈનધર્મે બતાવેલી જીવનસાધનામાં ચિત્તની ચંચળ-મલિન વૃત્તિઓને કાબૂમાં લઈને તેમને સ્વસ્થ-નિર્મળ કરવાના અમોઘ ઉપાયરૂપ ધ્યાનસાધનાને ઘણું અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે સાધક ધ્યાન જેવી આંતરિક સાધનાના માર્ગે વળે છે, ત્યારે આહાર ઉપર નિયંત્રણ કે અનશન (ઉપવાસ), એકાંતવાસ અને મૌન એ સાવ સહજભાવે એના સાથી બની જાય છે. આત્મસાધક વીરોનાં જીવન આ વાતની સાક્ષી પૂરે છે.
જો ધર્મસાધનાનું ફળ ચિત્તશુદ્ધિ અને કષાય-વિજયરૂપે મેળવવું હોય તો ધ્યાનસાધનાની ઉપેક્ષા થાય એ કોઈ પણ રીતે પાલવે જ નહીં.
ધ્યાનસાધના તરફની જૈનસંઘની અત્યારની આવી ઉપેક્ષાવૃત્તિના સમયમાં, આપણે ત્યાં, જ્યાં-ક્યાંય આ પ્રવૃત્તિને સજીવન કરવાનો આછો-પાતળો પણ પ્રયત્ન થતો હોય, તે અનુમોદનીય, આવકારપાત્ર અને અપનાવવા જેવો જ ગણાય. આ બાબતનું જરાક અવલોકન કરવા અને આવો જે કંઈ સત્રયત્ન થઈ રહ્યો છે, એનું સ્વાગત કરવા અમે આ નોંધ લખવાનું યોગ્ય માન્યું છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
ધર્મદૃષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૨
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ધ્યાનસાધનાનો માર્ગ સારા પ્રમાણમાં વીસરાઈ ગયો છે એ એક હકીકત છે – જાણે સામાયિકનો મહિમા વર્ણવતાં ચારેય નહીં થાકનારા આપણે ખુદ સામાયિકના પાયારૂપ ભાવને જ વીસરી બેઠા છીએ ! અલબત્ત, આમાં અપવાદરૂપ ગણી શકાય એવા કેટલાક મુનિવરો (તેમ જ ગણ્યાગાંઠ્યા શ્રાવકો પણ) ધ્યાનમાર્ગની સાધના તરફ વળેલા છે ખરા, પણ એમનું પ્રમાણ એટલું ઓછું છે કે જેથી શ્રીસંઘમાં વારે-વારે ગાડવામાં આવતા વૈર-વિરોધ અને ક્લેશ-દ્વેષના હુતાશનને ઠારવામાં એ ભાગ્યે જ સફ્ળ થઈ શકે છે.
પણ આ બાબતમાં સ્થાનકમાર્ગી સંઘની અને વિશેષે કરીને તેરાપંથી જૈનસંઘની સ્થિતિ કંઈક જુદી અને સંતોષકારક છે.
સ્થાનકમાર્ગી સંઘના સંતો અને મહાસતીઓ (સાધુઓ અને સાધ્વીજીઓ) નોંધપાત્ર કહી શકાય એટલી સંખ્યામાં ધ્યાનસાધનાની દિશામાં દત્તચિત્ત બન્યાં છે એ રાજી થવા જેવી વાત છે. આ દિશામાં પ્રગતિ સાધી શકાય એ માટે કેટલાંક સાધુસાધ્વીઓ ગુરુગમથી માર્ગ જાણીને કે આપમેળે પ્રયત્ન કરી રહ્યાં છે; એ ઉપરાંત તેઓ સ્વનામધન્ય શ્રી સત્યનારાયણજી ગોયન્કા દ્વારા અવાર-નવાર યોજવામાં આવતા વિપશ્યના-ધ્યાન-શિબિરોનો પણ સારા પ્રમાણમાં લાભ લેવા લાગ્યાં છે. આ માટે એમણે હંસના જેવી ગુણગ્રાહક વૃત્તિ કેળવી છે તે ખૂબ પ્રશંસનીય છે. આથી એમને તથા એમના સંઘને બંનેને ઘણો સ્થાયી લાભ થવાનો છે એ ચોક્કસ છે.
ધ્યાનસાધનાની ક્રિયાને જૈનસંઘમાં પુનર્જીવિત અને પ્રચલિત કરવાના તેરાપંથી જૈનસંઘના વિચારો અને પ્રયત્નો વ્યવસ્થિત અને પરિણામલક્ષી છે એમ કહેવું જોઈએ. તેરાપંથી સાધુ-સંઘની સાધનાના દરરોજના કાર્યક્રમમાં એને પદ્ધતિસરનું સ્થાન આપવામાં આવ્યું છે અને ચિત્તને ધ્યાનસ્થ કરવાના જે ઉપાયો આપણાં ધર્મશાસ્ત્રોમાંથી કે જે કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી મળી શકે એમ હોય તેને મુક્ત મને મેળવવાની પ્રે૨ણા એ સંઘના આચાર્ય શ્રી તુલસીજી તથા એમના ધ્યાનાભ્યાસી અને તત્ત્વચિંતક મુખ્ય શિષ્ય શ્રી નથમલજી ત૨ફથી આપવામાં આવે છે, તેથી એ સંઘને સારો એવો લાભ થયો છે અને હજી પણ વિશેષ લાભ થવાની શક્યતા છે.
૫૭
ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-વર્ષ જેવા અપૂર્વ અવસ૨માંથી પ્રેરણા લઈને જેમ સ્થાનકવાસી સંઘે, કવિવર ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજની પ્રેરણાથી, રાજગૃહીમાં, વીરાયતનની મોટી યોજના શરૂ કરી છે, તે રીતે તેરાપંથી સંઘે, આચાર્ય તુલસીજીના માર્ગદર્શન પ્રમાણે, રાજસ્થાનમાં લાડનું શહેરમાં જૈન વિશ્વભારતી' નામે સંસ્થા શરૂ કરી છે. આ સંસ્થા દ્વારા ચાર પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે : (૧) શિક્ષણ-કાર્ય, (૨) સંશોધનનું કામ, (૩) સેવાનાં કાર્યો અને (૪) સાધનાનું કેન્દ્ર.
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૮
જિનમાર્ગનું અનુશીલન આ સાધનાનું કેન્દ્ર એટલે ધ્યાનસાધનાની પ્રવૃત્તિને વેગ અને પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિ. તેરાપંથી સંઘનાં સાધુ-સાધ્વીઓ, આમ તો, કેટલાંક વર્ષ પહેલાંથી જ ધ્યાનમાર્ગની સાધના તરફ વળ્યાં છે અને એ દિશામાં નોંધપાત્ર પ્રયાસ કરી રહ્યાં છે. પણ લાડનું શહેરમાં સ્થપાયેલ જૈન વિશ્વભારતી'માં એની શરૂઆત, તુલસી અધ્યાત્મનીડ' નામે સાધના-કેન્દ્રમાં, તા. ૨૬-૧૨-૧૯૭૫ના રોજ કરવામાં આવી એમ તેરાપંથી મહાસભાના કલકત્તાથી પ્રગટ થતા મુખપત્ર જેનભારતી'ના તા. ૧૬-૧૧૯૭૬ના અંક ઉપરથી જાણી શકાય છે. આ પ્રસંગે બોલતાં મુનિ શ્રી મહેન્દ્રકુમારજીએ સાચું જ કહ્યું હતું કે –
શ્રાવકો અને સાધુઓ અણુવ્રત અને મહાવ્રતની દીક્ષાનો સ્વીકાર કરે છે ત્યારથી જ એમની સાધના શરૂ થઈ જાય છે, પરંતુ એ સાધનાનું ઊંડાણ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે કે જ્યારે ધ્યાન વગેરે યૌગિક ક્રિયાઓનો નિયમિત અભ્યાસ કરવામાં આવે. યોગસાધનાના અભ્યાસથી સાધક પોતાના મનને એટલું સાધી લે કે જેથી જીવનમાં પ્રવૃત્તિ કરવા છતાં ય એ આત્મસાધનામાં લીન રહી શકે. એની દરેક ક્રિયા અક્રિયાના ભાવથી પ્રભાવિત હોય .” મુનિ શ્રી નથમલજીએ સાધનામાં સમર્પણભાવનો મહિમા આમ સમજાવ્યો :
“સાધનાને માટે સમર્પણની જરૂર છે. જે વ્યક્તિ આત્માને (આત્મભાવને) સર્વથા સમર્પિત થાય છે, એ જ સાધનાનાં ઊંચામાં ઊંચાં શિખરોને સ્પર્શી શકે છે.
જ્યાં આવો સમર્પણભાવ હોય છે, ત્યાં સાધક પોતાના શરીર પ્રત્યે કે બાહ્ય મૂલ્યો પ્રત્યે બિલકુલ નિરપેક્ષ થઈ જાય છે. પરંતુ જ્યાં સ્વાગત, સન્માન વગેરેની ઇચ્છા ટકી રહી હોય છે, ત્યાં સાધના નિષ્ફળ થઈ જાય છે. જે સાધક પોતે સ્વીકારેલ માર્ગ માટે “આ સત્ય છે, અનુત્તર છે, અપૂર્વ છે' એવી શ્રદ્ધા ધરાવે છે, એ ક્યારેય ભ્રમમાં પડતો નથી. જે સાધક પોતાના આત્માને સમર્પિત થઈ જાય છે, એ બાકીનાં બધાં આકર્ષણોને દૂર કરી દે છે.”
આની સાથોસાથ તેરાપંથી જૈનસંઘ શ્રી સત્યનારાયણજી ગોયન્કા દ્વારા સંચાલિત વિપશ્યના-ધ્યાન-પદ્ધતિના શિબિરોનો કેવા ઉમંગપૂર્વક લાભ લે છે, એ અંગેના સમાચાર પણ ઉત્સાપ્રેરક બની રહે એવા છે.
આ બધી માહિતી ઉપરથી જોઈ શકાય છે કે આત્મસાધનામાં ધ્યાનસાધનાનું ઘણું બધું મહત્ત્વ છે એ સમજીને એ દિશામાં નવપ્રસ્થાન કરવાના કેવા પ્રયત્નો, મોટા પાયા ઉપર, તેરાપંથી જૈનસંઘે હાથ ધર્યા છે ! જૈનસંઘના એક ફિરકાએ. મોડેમોડે પણ. જેનસાધનાના આ પાયાના માર્ગનું અનુસરણ કરવાનો જે ધર્મપુરુષાર્થ આદર્યો છે, તે અંગે અમે અમારી ખુશાલી દર્શાવીએ છીએ.
Page #82
--------------------------------------------------------------------------
________________
ધર્મદૃષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૨
અમારે આપણા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને ભારપૂર્વક એ કહેવું છે કે પોતાના આંતરિક દોષોના નિરીક્ષણ દ્વારા ચિત્તની અને છેવટે આત્માની શુદ્ધિને પ્રાપ્ત કરવાના ધ્યાનસાધનાના રાજમાર્ગની ઉપેક્ષા કરીને આપણા સંઘે અત્યાર સુધીમાં પારાવાર નુકસાન વેઠ્યું છે, નજીવા-નમાલા પ્રશ્નોની ભુલભુલામણીમાં અટવાઈ જઈને શ્રીસંઘને ક્લેશ-કંકાસના દાવાનળનો ભોગ બનાવી દીધો છે અને શ્રમણસંસ્કૃતિના રાગ-દ્વેષની મુક્તિના મોક્ષલક્ષી ધર્મ-માર્ગને ચૂકીને આપણે અંગત ઈર્ષ્યા-અસૂયાના ઊંડા કીચડમાં ખૂંપી ગયા છીએ. વળી, સામાયિક-પ્રતિક્રમણની તથા પ્રાયશ્ચિત્તની ભાવના પણ ધ્યાનસાધના વગર જીવન સાથે એકરૂપ બની શકતી નથી. સૌ દર્દની એક રામબાણ દવાની જેમ, આ બધા માટેનો મુખ્ય ઉપાય નિત્યની ધર્મક્રિયાઓમાં ધ્યાનસાધનાને યોગ્ય સ્થાન આપવું એ જ છે. એના વગ૨ જિનેશ્વરની પ્રતિમાની સ્તુતિ-ભક્તિ-પૂજાનો મહિમા પણ આપણે સ્થાપિત કરી શકવાના નથી અને એને ચિરતાર્થ કરીને આપણા જીવન અને વ્યવહા૨ને વિશુદ્ધ અને ઉચ્ચાશયી પણ બનાવી શકવાના નથી. એટલે, અમારાં ધર્મશાસ્ત્રોમાં આ બધી જ બાબતો સંગ્રહાયેલી છે, તેથી બીજેથી એને શોધવાસ્વીકા૨વાની જરૂ૨ નથી' એવા નિષ્ક્રિય મિથ્યા-અભિમાનમાં રાચવાને બદલે, સ્વ-૫૨ ધર્મશાસ્ત્રોનો તેમ જ એ વિષયના પ્રત્યક્ષ અનુભવીઓના અનુભવજ્ઞાનનો ઉદારતાથી સહારો લઈને, જે રીતે બની શકે એ રીતે, ધ્યાનસાધનાના ભુલાઈ ગયેલા માર્ગને સજીવન ક૨વાનો સમર્થ પુરુષાર્થ કરવા આપણે સજ્જ થઈએ એ અમારા આ કથનનો સાર છે.
આપણે યોગમાં પછાત : એક જાપાનીઝ ચિંતકનો મત
તા. ૨૭-૭-૧૯૬૫ના રોજ દિલ્હીમાં જાપાની એલચીકચેરીના પ્રથમ કૌસિલર શ્રી હરુસા કબાયસીએ તેરાપંથના આચાર્ય શ્રી તુલસી ગણીની મુલાકાત લીધી તે વખતે એમણે જાપાન અને હિન્દમાંની ધ્યાનને લગતી પ્રવૃત્તિ અંગે કેટલીક વાતચીત કરી હતી. એમાંની કેટલીક બાબતો, ખાસ કરીને આપણા દેશની ધ્યાનસાધનામાં આવેલી ઢીલાશ અંગેનું મંતવ્ય આપણે જાણવા જેવાં હોવાથી, ઉપયોગી અંશ નીચે રજૂ કરીએ છીએ :
ЧС
“આચાર્ય શ્રી
શું જાપાનમાં ધ્યાન-સંપ્રદાય' ચાલે છે ?
કબાયસી – જ્યારે હું છોકરો હતો ત્યારે મેં ધ્યાન’-સંપ્રદાયમાં સાધના કરી હતી. પહાડોમાં રહીને ગળામાં કોથળા જેવી કોઈ વસ્તુ નાખીને આ સાધના કરવામાં આવે છે. ધ્યાન-સંપ્રદાય'નો પ્રચાર લાખો લોકોમાં છે; તે એટલે સુધી કે વિદ્યાર્થીઓમાં પણ એ પ્રચલિત છે.
--
(તા. ૨૮-૨-૧૯૭૬ )
Page #83
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
“આચાર્ય – શું સૈનિકોમાં પણ એનો પ્રચાર છે ? “કબાયસી – હા, સૈનિકોમાં પણ એનો પ્રસાર છે. પણ એનું ધ્યેય કેવળ એમનામાં એકાગ્રતા આવે એટલું જ છે. પહાડોમાં મંદિરો હોય છે, જ્યાં સાધનાનો ક્રમ ચાલતો હોય છે. સાધનાકાળમાં રોજ સવારે પહેલાં પદ્માસનથી ધ્યાન કરવામાં આવે છે. તે પછી નાસ્તો લેવામાં આવે છે. મંદિરના ભિક્ષુઓ આ અંગે પ્રવચન આપે છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન ધ્યાન-સંપ્રદાયનો ખૂબ ફેલાવો થયો. જે વિદ્યાર્થીઓ પોતાનું ભણતર પૂરું કરીને નોકરીમાં જોડાય છે, એમને એનો (ધ્યાનનો) એક અભ્યાસક્રમ પૂરો કરવો પડે છે. આ બાબત ત્યાં ફરજિયાત છે. ખાનગી કંપનીવાળાઓ આવા લોકોને દૂર-દૂર પહાડો અને મંદિરોમાં મોકલવાની ગોઠવણ કરે છે, એમને કુટુંબથી દૂર રાખે છે અને આના શિક્ષણ પછી જ એમને કામે લગાડે છે.”
આ રીતે જાપાનના ધ્યાન અંગે કેટલીક વિગતો અને વાતો રજૂ કર્યા પછી ભારતમાં ધ્યાન અંગેની વર્તમાન સ્થિતિ અંગે ટકોર કરતાં શ્રી કબાયસીએ કહ્યું :
મારે આપને એક વાત કહેવી છે; એને આપ ખોટી રીતે ન વિચારશો. મેં મારા અનુભવને આધારે જાયું છે કે પહેલાં ભારતમાં ધ્યાન વગેરેનું પ્રત્યક્ષ જ્ઞાન હતું, પણ હવે અહીં એ સંબંધી વાતો જ વધારે થાય છે. આવી વાતોના બદલે જો ધ્યાનની પ્રવૃત્તિને વેગ આપવામાં આવે તો શક્તિનો વિકાસ થઈ શકે.” આ વાતનો સ્વીકાર કરતાં તુલસી-ગણીજીએ કહ્યું :
તમારું કહેવું સારું છે. ભારતવાસીઓમાં ધ્યાનની પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે. પણ હવે એવી હવા પેદા થઈ રહી છે કે જેને લીધે એ પ્રવૃત્તિમાં ક્રમે-ક્રમે વધારો થશે.”
(તા. ૨૦-૧૧-૧૯૬૫) ધ્યાનયોગ અંગે એક સ્વીકારવા જેવી માંગણી - વિજ્ઞાનની આગળ વધતી શોધો, યંત્રયુગનો વિસ્તાર, સતત વધી રહેલી ઝડપ, બેમર્યાદ બની રહેલી અર્થલોલુપતા વગેરે કારણોને લીધે આજે આપણા દેશમાં અને દુનિયાના સંખ્યાબંધ દેશોમાં જે બેચેની, અશાંતિ અને બિનસલામતી વધતી જાય છે, તેને લીધે સુખી-સમૃદ્ધિશાળી તેમ જ દીન-દુ:ખી બંને માનવસમૂહોને એક યા બીજા પ્રકારના તાણમાં જ સતત જીવવું પડે એવી વિચિત્ર-વિલક્ષણ સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આને લીધે દુનિયાભરના તત્ત્વવેત્તા, સમાજહિતચિંતકો અને વિચારકો ઘેરી ચિંતામાં પડી ગયા છે.
માનવજાતિ વિશ્વમાં પ્રવર્તતી આવી અસહ્ય અકળામણમાંથી ઊગરવાનો માર્ગ અને તેના દ્વારા ચિત્તશાંતિ ઝંખવા લાગી છે, અને એ દિશામાં ભલે આછા-પાતળા પણ કંઈક ને કંઈક પ્રયત્ન કરવાની દિશામાં વળી છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથઃ ૨૨
૬૧
આ એક શુભ અને આuપ્રેરક ચિહ્ન છે. માનવીને સુખપ્રાપ્તિ ચિત્તની શાંતિ અને શુદ્ધિ દ્વારા જ થઈ શકવાની છે, અને એનો શ્રેષ્ઠ ઉપાય મક્કમતા અને ચોકસાઈ સાથે ધ્યાનસાધનાના માર્ગે આગળ વધવું એ જ છે.
બૌદ્ધધર્મની પ્રણાલિકા મુજબની વિપશ્યના-સાધનાના પ્રચારક અને માર્ગદર્શક શ્રીયુત સત્યનારાયણજી ગોયન્કાએ ગત નવેમ્બર માસમાં આપણા કચ્છના સુપ્રસિદ્ધ જૈન તીર્થ ભદ્રેશ્વરમાં આ માટે એક શિબિર યોજ્યો હતો. એમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના તેમ જ સ્થાનકમાર્ગી સંઘના કેટલાંક સાધુ-સાધ્વીઓએ પણ ભાગ લીધો હતો. એમાં સ્થાનકમાર્ગી સંઘના એક સંત મુનિશ્રી વિનોદચંદ્રજી મહારાજનો પણ સમાવેશ થતો હતો. મુનિશ્રી વિનોદચંદ્રજીએ, પોતાને આ શિબિરમાં જે આવકારપાત્ર અનુભવ થયો, તેની કેટલીક વિગતો પ્રબુદ્ધ જીવન પાક્ષિકના તા. ૧૬-૪-૧૯૭૪ના અંકમાંના ભદ્રેશ્વરમાં વિપક્ષનાસાધના-શિબિર' નામે એમના લેખમાં આપી હતી. અમે અમારા તા. ૧૮-૫-૧૯૭૪ના અંકના ‘વિપશ્યના-સાધના: એક મુનિવરનો અનુભવ’ નામે અગ્રલેખથી એ તરફ સૌ જિજ્ઞાસુઓનું ધ્યાન દોર્યું હતું, અને મુનિશ્રીનો એ લેખ પણ અમારા પત્રમાં છાપ્યો હતો.
- આ જ મુનિશ્રીનો “૨૫મી નિર્વાણ-શતાબ્દી નામે એક લેખ સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુખપત્ર જૈનપ્રકાશના તા. ૮-૫-૧૯૭૪ના અંકમાં પ્રગટ થયો છે. એ લેખના પાછળના ભાગમાં એમણે ૨૫મી નિર્વાણ-શતાબ્દી નિમિત્તે, ધ્યાનયોગની સાધનાને અપનાવવાની જરૂર અને એ માટેના વ્યવહારુ માર્ગ અંગે ઉપયોગી વિચારણા કરીને એ દિશામાં સક્રિય થવાની માગણી આમ કરી છે :
ભગવાનની પચ્ચીસમી શતાબ્દી નિમિત્તે અનેક માનવકલ્યાણનાં કાર્યો થનાર છે... પરંતુ ભગવાને જે ધ્યાન દ્વારા મોક્ષ મેળવ્યો, એ ધ્યાનની એક પણ પ્રયોગશાળા સ્થાપિત કરવાનો હજી કોઈ પણ નિર્ણય થયો હોય એમ નથી લાગતું!
જ્ઞાન અને ધ્યાન બંને મોક્ષદાતા છે; પરંતુ જ્ઞાન દ્વારા અહંને મમની સંભાવના છે, જ્યારે ધ્યાનથી તો અંતરમાં રહેલાં આ દૂષણો ચાલ્યાં જાય છે; ચિત્ત શાંત, નિર્મળ અને પવિત્ર બને છે. સંસારના દરેક પદાર્થમાં અનાસક્તિ ધ્યાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. આત્મરમણતાની પારાશીશી અનાસક્તિયોગ છે. જૈન સમાજના ચતુર્વિધ સંઘમાં જે ક્લેશો છે તેનું કારણ ધ્યાનનો બહુધા અભાવ છે. પરમાત્માની શતાબ્દી નિમિત્તે આત્મકલ્યાણનો માર્ગ લેવો જોઈએ; પણ આપણે તો સંસારવર્ધક માર્ગ જ અત્યારે લીધો હોય એમ લાગે છે. શતાબ્દી નિમિત્તે ધ્યાનના આરાધકો ભલે ૨૫00 તૈયાર ન થાય; પણ સમગ્ર જૈન સમાજમાંથી ફક્ત ૨૫ જણા તૈયાર થાય.
“ભલે અત્યારે ધ્યાન કરાવી ન શકે; પણ ૧૦-૧૨ વર્ષે પણ સાધના દ્વારા ધ્યાનની અંતિમ મંજિલ પ્રાપ્ત કરી, મુમુક્ષુઓને રાહ બતાવે, તો વર્ષોના ઝઘડાઓ
Page #85
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન થોડા માસમાં કે વર્ષમાં ચાલ્યા જશે. પછી ત્યાં નહિ રહે શ્વેતામ્બર કે દિગમ્બરના પક્ષી, નહિ રહે સ્થાનકવાસી કે દેરાવાસીના મતભેદો; ત્યાં રહેશે આત્મા, વિશ્વબંધુત્વ કે જગ-કલ્યાણની પરમ ભાવના. પછી દેરાવાસી સ્થાનકવાસીને મૂર્તિ માટે આગ્રહ નહિ કરે કે સ્થાનકવાસી મુહપત્તિની પણ વાત પકડશે નહિ. કપડાંથી મોક્ષ છે કે કપડાં વિના મોક્ષ છે આવી કોઈ વાતો ચર્ચાશે નહિ. ત્યાં આ રહેશે : અંદર દેખો, રાગદ્વેષ ઘટાડો, આત્મતત્ત્વ કે આત્મસમર્પણને પિછાણો. “હું શરીર છું કે આ મારું શરીર બીમાર છે' એવો સંકલ્પ પણ નહિ થાય. “હું તો અજર-અમર, પૂર્ણાનંદ આત્મા છું' એવો ઉદાત્ત ભાવ સાધના પછી અવશય જન્મશે.
“દરેક પ્રાંતમાં કે રાજ્યમાં આવી ધ્યાનશાળાની આવશ્યકતા છે. જો જૈનાચાર્યોને પોતાના અનુયાયી વર્ગને મોક્ષમાર્ગ ભણી લઈ જવા હોય, તો બધી ફિજૂલ વાતો છોડી દઈ આવા કોઈ રચનાત્મક કાર્યમાં લાગી જવું જોઈએ. અન્યથા જૈનો વિપશ્યના-સાધનામાં જવાના જ છે; એને કોઈ રોકી શકે તેમ નથી. જૈન સમાજના ધુરંધર આચાર્યો મારી વિનમ્ર વિનંતી સ્વીકારે ને અમારા જેવા સાધકો માટે કાંઈક આદરણીય માર્ગ માટે પ્રેરણાની પરબ બને એવી ભવ્ય ભાવના સાથે વિરમું છું.”
શ્રી વિનોદમુનિજીએ પોતાના ઉપર્યુક્ત લખાણમાં રજૂ કરેલી માગણી ભલે નવી ન હોય, પણ તેઓ જૈન સાધના-માર્ગમાંથી કાળક્રમે ભુલાઈ ગયેલી એક અતિ અગત્યની અને આત્મસાધના કે જીવનશુદ્ધિની દૃષ્ટિએ પાયાની કહી શકાય એવી બાબત તરફ આપણું ધ્યાન દોરે છે એમાં શક નથી. અને તેથી અમને એમની આ માગણી વિચારવા તેમ જ સ્વીકારવા જેવી લાગી છે.
ભગવાન મહાવીરના જીવનને અને એમની સાધનાના મહત્ત્વને યથાર્થ રૂપમાં સમજવું હોય, તો તે આપણે ધ્યાનયોગના વિવિધ પ્રયોગો દ્વારા જ સમજી શકીએ. વળી, આપણા જીવનને ધર્મના સર્વકલ્યાણકારી રસાયણથી રસી દેવાનો ઉપાય પણ મોટે ભાગે ધ્યાનની સાધનાથી જ સુલભ બની શકવાનો છે.
શ્રી વિનોદમુનિજીના શબ્દો એમની ધ્યાન માટેની ઝંખનાને વ્યક્ત કરે એવા, તેમ જ કોઈ પણ સહૃદય વ્યક્તિની લાગણીને સ્પર્શી જાય એવી કંઈક વેદનાથી ભરેલા છે. વિપશ્યના-સાધના-પદ્ધતિની હરીફાઈ કે અવહેલના કરવાની દૃષ્ટિએ નહીં, પણ જૈન-શાસનના ગૌરવની રક્ષાની દૃષ્ટિએ પણ જૈનશાસનમાન્ય ધ્યાનયોગને સજીવન કરીને એને સારા પ્રમાણમાં અપનાવવામાં આવે એ જ આ કથનનો સાર છે.
(તા. ૬-૭-૧૯૭૪)
Page #86
--------------------------------------------------------------------------
________________
૬૩
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૩
(૨૩) સંથારો તે આપઘાત ?? એક વિચારણીય પ્રશ્ન
મુંબઈની કૉરોનરની કોર્ટના કોરોનર શ્રી મલકાણીએ, ખાસ કરીને જેનોને ચિંતા ઉપજાવે એવો એક મુદ્દો ઉઠાવ્યો છે : સંથારો એ કુદરતી મૃત્યુ નથી, પણ એ બિનકુદરતી મૃત્યુ છે, અને તેથી એ આપઘાત ગણાય, અને એટલા માટે એવો સંથારો કરનાર આપઘાતની કોશિશ કરવાના ગુનાને પાત્ર ગણાય, તેમ જ એમાં સહાય કરનાર પણ એવા ગુનાના સહાયક તરીકે દોષપાત્ર લેખાય.
આ મુદ્દો ઊભો થવાનું કારણ ટૂંકમાં આ પ્રમાણે છે : ગયા ફેબ્રુઆરી માસની ૧૬મી તારીખથી, મુંબઈમાં ચીંચબંદર સ્થાને શ્રી રતનશી શામજી નામના એક કચ્છી સ્થાનકવાસી ભાઈએ ધર્મારાધનપૂર્વક પોતાની કાયાનું વિસર્જન કરવાના ઉદ્દેશથી સંથારાનો સ્વીકાર કર્યો અને ૭૫ દિવસના ઉપવાસ બાદ એમનો સ્વર્ગવાસ થયો.
શ્રી રતનશીભાઈએ સંથારાનો સ્વીકાર કરીને ૭૫ દિવસ જેટલા લાંબા સમયને અંતે પોતાનો દેહ તજ્યો. એટલા સુદીર્ઘ સમય દરમિયાન મુંબઈના કોરોનરે, અથવા તો જેમને આવું પગલું ભરવાનો કાયદેસરનો અધિકાર હોય એવી હાઈકોર્ટ કે કોઈ પોલિસ-ખાતાએ શ્રી રતનશીભાઈની સામે, આપઘાતની કોશિશને ગુનો ઠેરવતી ઇન્ડિયન પીનલ કોડની ૩૦૯મી કલમ મુજબ, કોઈ પણ જાતનું કાયદેસરનું પગલું ન ભર્યું. સંભવ છે કે હિંસાથી કે અકસ્માતથી માનવીનું મૃત્યુ ન થાય ત્યાં સુધી વચ્ચે પડવાની કાયદેસરની સત્તા કોરોનરને નહીં હોય; પણ લાગતી-વળગતી કોર્ટને કે પોલિસ ખાતાને તો પીનલ કોડની કલમનો ભંગ થતો અટકાવવાની અને ભંગ થયો હોય તો એની સામે કાયદેસરનાં પગલાં ભરવાની સત્તા અને જવાબદારી હોય જ. અને શ્રી રતનશીભાઈનો સંથારો (કોરોનરના કહેવા મુજબ બિનકુદરતી મૃત્યુ કે આપઘાતનો પ્રયત્ન) તો ખાસો અઢી મહિના ચાલ્યો હતો, છતાં એમના આ પગલાની સામે કોઈએ કશું જ પગલું ન ભર્યું, અને અઢી મહિનાના સુદીર્ઘ અનશનને અંતે તેઓએ સમાધિપૂર્વક દેહ તજ્યો અને જૈનોએ ધર્મોત્સવપૂર્વક એમનો અંતિમ સંસ્કાર કર્યો.
આ પછી કોરોનર શ્રી મલકાણીએ શ્રી રતનશીભાઈના પુત્રો ઉપર તેમ જ રતનશીભાઈનું મૃત્યુ ધાર્મિક વિધિથી થયું છે એવું પ્રમાણપત્ર આપનાર દાક્તર પર નોટિસો કાઢીને એમને જણાવ્યું છે કે એમનું આ કૃત્ય બિનકાયદેસર હતું !
મરનાર વ્યક્તિનો દેહ અગ્નિદાહ દ્વારા સંપૂર્ણ વિલય પામી ગયા પછી કૉરોનર તરીકેનો હોદ્દો ધરાવનાર વ્યક્તિ બીજાઓ ઉપર આવી નોટિસો કાઢી શકે કે કેમ? - એવો સવાલ સહેજે મનમાં ઊઠે છે. કોરોનરનું કામ તો હિંસા કે અકસ્માતથી મૃત્યુ પામેલ વ્યક્તિના શરીરની તપાસ કરીને, કયા કારણથી એનું મૃત્યુ થયું હતું એ નક્કી
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૪
જિનમાર્ગનું અનુશીલના કરવાનું છે. પણ શ્રી મલકાણીજીએ આવી નોટિસો કાઢી હશે તે પોતાના અધિકારની કાયદેસરની મર્યાદાનો વિચાર કરીને જ કાઢી હશે એમ માની લઈએ અને આ બનાવની કાયદાની પરિભાષામાં છણાવટ કરવાનું આટલેથી જ થોભાવી દઈએ; આની કાયદેસર રીતે છણાવટ કરનારા મોટા-મોટા અનેક કાયદા-નિષ્ણાતો મુંબઈમાં વસે છે. પણ આ પ્રશ્રનો મૂળભૂત અને તાત્ત્વિક દષ્ટિએ થોડોક વિચાર કરીએ.
જૈનધર્મ એ કેવળ આત્મશુદ્ધિને જ વરેલો ધર્મ છે. તેથી એના સમસ્ત આચારો અહિંસા, સંયમ અને તપને કેન્દ્રમાં રાખીને ગોઠવાયેલા છે. વૈભવવિલાસ, કાયાની આળપંપાળ કે પોતાના સુખને માટે પરપીડન - એ બધાંને એ દોષરૂપ લેખે છે. ઇન્દ્રિયનિગ્રહ, મનોનિગ્રહ અને એ બે સાધવાને માટે દેહદમન એ એની અહિંસાપ્રધાન આત્મસાધના માટેનો રાજમાર્ગ છે. અને અહિંસાના સંપૂર્ણ સાક્ષાત્કારરૂપે જગતના સમસ્ત જીવો સાથેની મૈત્રી(ત્તિી એ સવ્વપૂર્ણ)ની સિદ્ધિ એ જૈનધર્મનું ધ્યેય છે. એને સાધવા માટે અહિંસાનો અને બીજાના ભલાને ખાતર પોતાની કાયાને ઘસી નાખવાનો કરુણાનો માર્ગ દર્શાવવામાં આવ્યો છે.
આનો અર્થ એ થયો કે દેહનું લાલનપાલન કરવું, ભોગવિલાસને જ અંતિમ સત્ય માનવું એ જૈનધર્મની દૃષ્ટિએ સર્વથા હેય છે. - એટલે જેના હૃદયમાં જૈનધર્મની આ દષ્ટિનો ઉન્મેષ થયો હોય છે, તેનો પ્રયત્ન હંમેશાં એ જ રહે છે કે ઓછામાં ઓછી હિંસાથી જીવનનિર્વાહ થાય એ રીતે પોતાના જીવનનો ક્રમ ગોઠવવો, અને જ્યારે આ દેહ ક્રિયા કે ધ્યાનાદિક માટે અશક્ત જ બને, ત્યારે માત્ર તેને ટકાવી રાખવા માટે હિંસા વગેરે દોષોનો અને કાયાની વ્યર્થ માયાનો ત્યાગ કરીને ધર્મને માર્ગે દેહનું સમાધિપૂર્વક વિસર્જન કરવાનો પરષાર્થ કરવો.
આવા પુરુષાર્થને જૈનધર્મ શાસ્ત્રસંમત ગણીને સાધુઓ તેમ જ ગૃહસ્થોએ પાળવાનાં વ્રતોમાં “મારણાંતિકી સંલેખનાનો સમાવેશ કર્યો છે. જૈનધર્મના ઇતિહાસમાં તેમ જ એના પૌરાણિક સાહિત્યમાં ગૃહસ્થના કે સાધુના જીવનના એવા સંખ્યાબંધ દાખલાઓ મળી આવે છે, જેમાં અહિંસા દ્વારા આત્મસાધના માટે મથતા ઉત્કટ સાધકે છેવટે મારણાંતિકી સંલેખનાનો આશ્રય લઈને પોતાની જીવનલીલા સમાધિભાવ સાથે સંકેલી લઈને પોતાના જીવનને ઉજ્વળ કર્યું હોય. આ વિધિનું જ પ્રચલિત નામ સંથારો' છે.
આવી દેહાંત-તપની આરાધનાનું વિધાન અને વર્ણન જૈનધર્મના આચારગ્રંથોમાં ઠેર-ઠેર મળે છે એ ઉપરથી એટલું તો લાગે જ કે આ માર્ગ કઠિનમાં કઠિન હોવા છતાં એનું પાલન ભૂતકાળમાં પણ ક્યારેક-ક્યારેક થતું હશે. વધારે નહીં, તો છેલ્લાં દસ વર્ષનો ઇતિહાસ તપાસીશું તો એમાં ય આવા અતિઉગ્ર તપના ૮-૧૦ (કદાચ વધુ પણ) દાખલાઓ તો મળશે જ.
Page #88
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૩
૬૫
ઉ4 -
બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલ વિદ્વાન જેન શ્રમણ શ્રી ઉમાસ્વાતિ વાચકે પોતાના “તત્ત્વાર્થાધિગમ-સૂત્ર'ના સૂત્ર ૭-૧૭માં(મારાન્ત સંવના નોષિતામાં ગૃહસ્થની આત્મસાધનામાં અંતિમ સંલેખનાનો સ્પષ્ટરૂપે સમાવેશ કર્યો છે. આ સૂત્ર ઉપર વિવેચન કરતાં તે એ આપઘાત કહેવાય કે નહીં એ શંકાનું સમાધાન કરતાં પૂ. પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજીએ જે કહ્યું છે તે આ સ્થાને સમજવા જેવું છે :
કષાયનો અંત આણવા માટે તેમને નભવાનાં અને તેમની પુષ્ટિનાં કારણો ઘટાડવાપૂર્વક તેમને પાતળા કરવા તે “સંલેખના'. આ સંલેખનાનું વ્રત ચાલુ શરીરનો અંત આવે ત્યાં સુધી લેવાતું હોવાથી, તે “મારણાંતિક સંલેખના' કહેવાય છે. એવું સંલેખના-વ્રત ગૃહસ્થો પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારી તેને સંપૂર્ણ પાળે છે, તેથી જ ગૃહસ્થને એ વ્રતના આરાધક કહ્યા છે. પ્ર. – સંલેખનાદ્રત લેનાર અનશન-આદિ દ્વારા શરીરનો અંત આણે એ
તો આત્મવધ થયો, અને આત્મવધ એ અહિંસા જ છે; તો પછી એને વ્રત તરીકે ત્યાગધર્મમાં સ્થાન આપવું કેવી રીતે યોગ્ય ગણાય? દેખીતું દુઃખ હોય, દેખીતો પ્રાણનાશ હોય તેટલા માત્રથી તે હિંસાની કોટિમાં નથી આવતાં. યથાર્થ હિંસાનું સ્વરૂપ રાગ, દ્વેષ અને મોહની વૃત્તિથી ઘડાય છે. સંલેખનાવતમાં પ્રાણનો નાશ છે ખરો, પણ તે રાગ, દ્વેષ કે મોહથી ન થતો હોવાને લીધે હિંસા-કોટિમાં આવતો નથી; ઊલટું નિર્મોહપણું અને વીતરાગપણે કેળવવાની ભાવનામાંથી એ વ્રત જન્મે છે, અને એ ભાવનાની સિદ્ધિના પ્રયત્નને લીધે જ એ વ્રત પૂર્ણ થાય છે. તેથી તે હિંસા નહિ, પણ શુભ ધ્યાન કે શુદ્ધ
ધ્યાનની કોટિમાં મૂકવા લાયક હોઈ, ત્યાગધર્મમાં સ્થાન પામ્યું છે.” પંડિતજીના આવા સ્પષ્ટ, તર્કયુક્ત, મર્મસ્પર્શી નિરૂપણ પછી કોઈના ય મનમાં સંથારો તે આપઘાત એમ જરાસરખી પણ શંકા હોય તો તે નાબૂદ થઈ જવી જોઈએ. ઇચ્છીએ કે મુંબઈના કોરોનર પણ આ વ્રતને આમ સમજીને પોતાનો મત ફેરવે.
વળી, સામાન્ય દૃષ્ટિએ વિચાર કરીએ તો આપઘાતની પાછળ ક્રોધ, નિરાશા, હતાશા, અતિઉદ્વેગ, અસહ્ય વેદના કે પ્રાસંગિક આવેશ જ કામ કરતો હોય છે. જ્યારે સંથારામાં સ્વસ્થ ચિત્તની શાંત વિચારણા કામ કરતી હોય છે; એ વિચારણાનું મૂળ દેહ અને આત્માના જુદાપણાના ભાનમાં રહેલું છે. ગીતાની ન છિન્ન રાત્રળ, નૈનં રતિ પાવ: (અર્થાતુ એ આત્માને ન તો શસ્ત્રો છેદે છે, ન તો અગ્નિ બાળે છે)- એ ઉક્તિની જેમ જેને આત્માના અમરપણાની અને દેહના વિનશ્વરપણાની પ્રતીતિ
Page #89
--------------------------------------------------------------------------
________________
૬૬
જિનમાર્ગનું અનુશીલન હોય તે જ આવા કઠોર માર્ગે જવાનો વિચાર કરી શકે. એટલે એને આપઘાત કહેવો તે મૂળ વસ્તુને ન સમજવા જેવું જ ગણાય.
શ્રી રતનશીભાઈ તો ક્યારના કાળધર્મ પામ્યા છે. એટલે એમને તો કોરોનરના આ પગલાની કશી અસર થવાની નથી; અને એમના પુત્ર કે પ્રમાણપત્ર આપનાર દાક્તરની સામે કોરોનર શ્રી મલકાણીએ જે નોટિસો કાઢી છે એની પણ કંઈ વિશેષ ચિંતા કરવા જેવી નથી. પણ આમાં મુખ્ય ચિંતા “ડોશી મરે તેની નહીં, પણ જમ ઘર જોઈ જાય' એની છે. જો શ્રી મલકાણીજીનો સંથારાને આપઘાત લેખાવવાનો અભિપ્રાય કાયદાની દૃષ્ટિએ માન્ય થઈ જાય તો જૈનધર્મની એક મૌલિક સાધના ઉપર તરાપ જ આવી પડે. આમ ન થાય એટલા માટે જ શ્રી મલકાણીજીના અભિપ્રાયનો યોગ્ય ઉત્તર આપવો આપણા માટે જરૂરી થઈ પડે છે.
જો શ્રી મલકાણીજીનો આ અભિપ્રાય માન્ય રહે, તો સામાજિક, રાજકીય કે એવા કોઈ પણ પ્રશ્નને લઈને જે વ્યક્તિ આમરણ ઉપવાસ આદરે, એની સામે આપઘાતની ૩૦૯મી કલમ મુજબ કામ ચલાવવું સરકારને માટે અનિવાર્ય થઈ પડે.
પણ વસ્તુસ્થિતિ આવી નથી; તેમાં ય જૈનધર્મના સંલેખન-વ્રતની વાત તો સાવ નિરાળી છે. એમાં સતત આત્માની જાગૃતિ કામ કરતી હોય છે.
આમ છતાં જેઓ આપઘાત અને સંથારા વચ્ચેનો ફરક ન સમજી શકતા હોય, એમની વિચારણા માટે એક છેલ્લી વાત રજૂ કરીએ છીએ. ન્યાયમંદિરે ફાંસીની સજા ફરમાવેલ ગુનેગારને ફાંસી આપનાર જલ્લાદ ગુનેગારનો જીવ લેવા માટેની જ કામગીરી બજાવે છે, છતાં એને ખૂની લેખવામાં આવતો નથી; એવી જ આ વાત છે. કોઈ પણ જાતના આવેશને વશ થયા વગર સમભાવ અને સમજણ સાથે પોતાનો દેહ વિસર્જિત કરવા માટે સંથારો સ્વીકારનાર વ્યક્તિના વિરલ પુરુષાર્થને આપઘાતનો પ્રયત્ન ગણવો અને એના કાળધર્મને આપઘાત તરીકે ઓળખાવવો એ જલ્લાદને ખૂની ગણીને એની સામે કામ ચલાવવા જેવી ભૂલ છે. ઇચ્છીએ કે કોરોનરશ્રી કે બીજાઓ આ ભૂલ સત્વર સમજે અને સંથારાનો સાચો મહિમા પિછાણે.
(તો, ૧૪-૭-૧૯૬ ૨) મુનિશ્રી સુપાર્થસાગરજીની સંલેખના
દિગંબર જૈન સંઘના મુનિવર્ય શ્રી સુપાર્શ્વસાગરજી મહારાજે અંતિમ સંલેખના (મારણાંતિક સંલેખના કે યમસંલેખના)ની આરાધના કરીને, તા. ૧૪-૯-૧૯૬ ૭ના રોજ ઉદેપુરમાં, ૭૫ વર્ષની ઉંમરે, સમાધિમરણ પ્રાપ્ત કર્યું એ પ્રસંગને બે મહિના
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૭
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૩ કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં, મોડેમોડે પણ એમની ધર્મભાવના અને આત્મસાધનાને અંજલિ આપવી ઉચિત અને જરૂરી છે, તેથી આ નોંધ લખીએ છીએ.
આ મુનિવરની આત્મસાધનાની જે વિગતો જાણવા મળે છે, તે ઉપરથી એમ લાગે છે કે એમની સાધના બિલકુલ વ્યવસ્થિતપણે અને પૂર્વનિશ્ચિત ક્રમ પ્રમાણે ઉત્તરોત્તર આગળ વધતી રહી છે, અને સમાધિપૂર્વક દેહત્યાગ કરવાની એમની અંતિમ ઉત્કટ આરાધના પણ એવી જ યોજનાપૂર્વક સફળ થઈ હતી – આ વાત નીચેની વિગતો ઉપરથી સમજી શકાશે :
એમનો જન્મ વિ. સં. ૧૯૪૯(ગુજરાતી ૧૯૪૮)માં, મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ જિલ્લાના મહાલગાંવ નામે ગામમાં થયો હતો. પિતાનું નામ ભીમચંદ, માતાનું નામ રાઉબાઈ અને એમનું પોતાનું નામ રતનલાલ હતું. એમની જ્ઞાતિ ખંડેલવાલ હતી. એમણે વધારે અભ્યાસ નહોતો કર્યો, પણ નાનપણથી જ ધર્મ પ્રત્યે પ્રીતિ હતી. તેઓ આજીવન બ્રહ્મચારી હતા.
વિ. સં. ૧૯૮૪માં એમણે, દિગંબર ધર્મસંઘની પરંપરા પ્રમાણે મુનિરાજ શ્રી ચંદ્રસાગરજી પાસે બીજી પ્રતિમાનો, બે વર્ષ પછી સંવત ૧૯૮૬માં આચાર્ય શ્રી શાંતિસાગરજી પાસે સામતી બ્રહ્મચારી પ્રતિમાનો અને ત્યાર પછી ચાર વર્ષે વિ. સં. ૧૯૯૦માં ક્ષુલ્લકદીક્ષાનો સ્વીકાર કર્યો. આ રીતે ૧૨-૧૩ વર્ષ સુધી ધર્મસાધના કરવાને પરિણામે, દિગંબરમુનિ તરીકેની આકરી સાધના માટેની પોતાની આંતરિક તૈયારી હોવાની ખાતરી થઈ, એટલે એમણે વિ. સં. ૨૦૦૩માં વસ્ત્રસહિત સર્વસંગનો પરિત્યાગ કરીને મુનિરાજ શ્રી સુમતિસાગરજી પાસે દિગંબર જૈન ધર્મની મુનિદીક્ષા ગ્રહણ કરી.
આ રીતે નવ-દસ વર્ષની મુનિદીક્ષા દરમિયાન ઉત્કટ આરાધના કરી. તે અરસામાં દિગંબર સંઘના વયોવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ આચાર્ય શ્રી શાંતિસાગરજી કુંથલગિરિ ઉપર વિ.સં. ૨૦૧૨માં અંતિમ સંલેખના કરીને સમાધિમરણને વર્યા તે પછી ચાર જ દિવસે મુનિશ્રી સુપાર્થસાગરજીના ગુરુ મુનિશ્રી સુમતિસાગરજી પણ કાળધર્મ પામ્યા. આ પ્રસંગોથી વિશેષ વૈરાગ્યવાસિત બનીને મુનિવર્યશ્રી સુપાર્શ્વસાગરજીએ બાર વર્ષની સમાધિનો (એટલે કે હિંદી વિ. સં. ૨૦૧૨ના ભાદરવા સુદિ પાંચમથી બાર વર્ષમાં યમ-સંલેખના કરીને સમાધિમરણનો) સંકલ્પ કર્યો.
આ વર્ષે (હિન્દી વિ. સં. ૨૦૨૪માં) આ અવધિ પૂરો થતો હતો, અને મુનિશ્રી સુપાર્થસાગરજી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા કૃતનિશ્ચય હતા. તેઓ ઉદેપુરમાં ચાતુર્માસ
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૮
(
જિનમાર્ગનું અનુશીલન રહેલ આચાર્ય શ્રી શિવસાગરજી મહારાજની પાસે, એમના સંઘમાં પહોંચી ગયા, અને
ત્યાં તેઓ પોતાની અંતિમ ઉગ્ર આરાધનામાં પણ ચિત્તની સમાધિ સચવાઈ રહે એ રીતે ક્રમેક્રમે યોજનાપૂર્વક આગળ વધ્યા.
એમણે અષાડ સુદિ આઠમે અન્નનો ત્યાગ કર્યો, અષાડ સુદી પૂનમે દૂધનો ત્યાગ કર્યો, ભાદરવા વદિ (ગુજરાતી શ્રાવણ વદિ તેરશે છાસનો ત્યાગ કર્યો, ભાદરવા સુદ સાતમે પાણીનો પણ ત્યાગ કર્યો અને એક અઠવાડિયા સુધી નિર્જલ ઉપવાસની અતિઉગ્ર તપસ્યા કરીને ભાદરવા સુદિ અગિયારશે (ગદ્ગુરુ હીરવિજયસૂરિના સ્વર્ગવાસ દિને જ) તા. ૧૪-૯-૧૯૬૭ના રોજ, પોતાની પ્રતિજ્ઞાને સફળ બનાવીને પદ્માસને બેઠાં બેઠાં નવકારમંત્રનો જાપ જપતાં જપતાં, એમણે સમાધિપૂર્વક પોતાનું જીવન સંકેલી લીધું, કેવી યોજનાપૂર્વકની ઉત્તમ આત્મસાધના !
(તા. ૨૫-૧૧-૧૯૬૭) કાકા કાલેલકરનો પ્રશંસાભાવ
તા. ૪-૭-૧૯૫૬ના રોજ તેરાપંથી મુનિશ્રી નગરાજ અને કાકા કાલેલકરની વચ્ચે દિલ્હીમાં એક મુલાકાત થઈ હતી. તે વખતે અનેક બાબતોનો વિચાર-વિનિમય થયો હતો. આમાં શ્રી કાકાસાહેબે મારણાંતિક સંલેખના અંગે જે વિચારો વ્યક્ત કર્યા તે જેનભારતી'ના તા. ૨૨-૭-૧૯૫૬માંથી અહીં ઉદ્ધત કરીએ છીએ :
જ્યારે શરીર કામ ન આપે તો મારણાંતિક તપ દ્વારા શરીરનો ત્યાગ કરવો જોઈએ. એ મૃત્યુને કેવું મૃત્યુ સમજવું કે જેમાં કૂતરાને મોતે મરવાનું હોય – માનવી જીવવા ઇચ્છે, એ હાય દવા હાય દવા' કરતો રહે અને મોત એને ઝડપવાને માટે તાકી રહે ? ખરી રીતે વિરમૃત્યુ એ છે કે જેમાં મોત આવતાં પહેલાં જ એને પડકાર કરવામાં આવે ! જે વ્યક્તિને કુટુંબનો વધારો કરવાનો હક્ક છે, એને કુટુંબથી છૂટા થવાનો પણ હક્ક છે. એ જ રીતે માનવીને શરીરની વૃદ્ધિ કરવાનો પણ હક્ક છે, તો એને શરીરનો વિલય કરવાનો પણ હક્ક છે. તેથી મારણાંતિક સંખનાને હું એક આદર્શ માનું છું.”
મારણાંતિક સંલેખના પ્રત્યે પોતાનો આવો પ્રશંસાભાવ દર્શાવતાં પણ કાકાસાહેબે એક મુદ્દાની વાત કહી છે તે ધ્યાનમાં લેવા જેવી છે. આવું વ્રત ક્યારે લઈ શકાય એ અંગે કહેતાં એમણે શરૂઆતમાં જ કહ્યું છે : “જ્યારે શરીર કામ ન
આપે તો મારણાંતિક તપ દ્વારા શરીરનો ત્યાગ કરવો જોઈએ.” - આ કથનનું વિશ્લેષણ કરીએ તો એનો અર્થ એ થાય કે શરીર કામ આપે એમ હોય, ત્યાં લગી તેનો ત્યાગ કરવાનું તપ કરવાની જરૂર નથી, એટલે કે
Page #92
--------------------------------------------------------------------------
________________
ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૨૩ -
૬૯ એનો જનસેવાના કાર્યમાં ઉપયોગ કરવાનું વ્રત સ્વીકારીને એમાં એને ચરિતાર્થ કરવું જોઈએ.
કાયાને ક્યારે વોસરાવવી એનો નિર્ણય કરવાનો હક્ક ભલે પ્રત્યેક વ્યક્તિનો પોતાનો હોય; પણ એનો સામાજિક દૃષ્ટિએ પણ વિચાર કર્યા વગર ચાલે એમ નથી. અને સામાજિક દૃષ્ટિએ, અને અમુક અંશે આત્મહિતની દૃષ્ટિએ પણ વિચારતાં, કાયા સશક્ત હોય ત્યાં લગી એનો ઉપયોગ આત્મશુદ્ધિ અને જગસેવાના કાર્યમાં કરવાનો આદર્શ મારણાંતિક સંખનાના આદર્શ કરતાં જરા ય ઊતરતો નથી એટલું ધ્યાન રાખવાની જરૂર છે.
(તા. ૧૧-૮-૧૯૫૬).
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા
અને આચારશુદ્ધિ (ખાસ નોંધ : આ વિભાગની ચર્ચાઓ નંદવાઈ ન જાય તે માટે આ ગ્રંથશ્રેણીના ગ્રંથ “અમૃત-સમીપે'માંના જૈન આચાર્યો અને જૈન મુનિવરો' વિભાગો અવલોકવા. – સં.)
(૧) શ્રમણધર્મનું મુખ્ય કાર્ય જૈનધર્મો ધર્મ કોને કહેવો? એનો સાવ સહેલો અને તરત મનમાં વસી જાય એવો જવાબ આપ્યો છે. અહિંસા, સંયમ અને તેપ એ ધર્મ છે – ધર્મનો માર્ગ છે. એટલે જીવનમાં એ ત્રણની સાધના થતી હોય, તો ધર્મનું પાલન કર્યું ગણાય.
આટલા ખુલાસા પછી એક વધુ પ્રશ્ન એવો પણ પૂછી શકાય કે અહિંસા, સંયમ અને તપનું પાલન કર્યાનું પરિણામ શું? અંતરમાં પ્રેમ, કરુણા અને અવૈર-અદ્વેષની લાગણીનો પ્રાદુર્ભાવ, ભોગ-વિલાસની વૃત્તિનું અને વાસનાનું શમન કે નિરાકરણ અને કષાયોનો ઉચ્છેદ એ તેનું પરિણામ લેખી શકાય.
ધર્મને અનુલક્ષીને આ લખવાનું એટલા માટે અમને જરૂરી લાગ્યું છે કે આજકાલ ધાર્મિક પ્રવૃત્તિને નામે જે મોટામોટા આડંબરો, વિધિવિધાનો અને જંગી ખર્ચાઓ કરવામાં આવે છે, તેમાં ધર્મનું સાચું તત્ત્વ કેટલું છે એનો વિચાર કરવાની જરૂર છે. નહીં તો છેવટે પરિણામ પાણીને વલોવવા જેમ શૂન્ય આવે.
આપણે ત્યાં દિવસોના દિવસો સુધી, હજારો-લાખો રૂપિયાના જંગી ખર્ચા કરીને, ભારે મોટા ઉત્સવ-મહોત્સવો કરવામાં આવે છે. અને આમ જનતાનું ધ્યાન આપણા સંઘની સંપત્તિ તરફ દોરાય એવી વિવિધ યોજનાઓ કરવામાં આવે છે. આ બધું કર્યા છતાં આપણે ધર્મના મૂળભૂત હેતુનો વિચાર ભાગ્યે જ કરીએ છીએ.
એક બાજુ જ્યારે સમાજમાં આવી સ્થિતિ પ્રવર્તે છે, ત્યારે બીજી બાજુ માનવસમાજને સુવ્યવસ્થિત અને સુખી કરવાને માટે જીવનશુદ્ધિ, વ્યવહારશુદ્ધિ અને વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપતાની પ્રતિષ્ઠા કરવાની જેટલી જરૂર અત્યારે છે,
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૧
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧ એટલી પહેલાં ભાગ્યે જ હતી. એટલે આ બંને વચ્ચે મેળ કેવી રીતે સાધવો એ જ અત્યારની મોટામાં મોટી સમસ્યા છે. આ સમસ્યા જેટલી ધર્મપુરૂષોને મૂંઝવી રહી છે, એના કરતાં જરા ય ઓછી એ સમાજહિતચિંતકો કે સમાજસેવકોને નથી મૂંઝવી રહી; અને સમર્થમાં સમર્થ રાજનીતિજ્ઞો કે રાજદ્વારી પુરુષોને માટે તો આ સમસ્યા શિરોવેદના જેવી અસહ્ય બની ગઈ છે.
આવી બધી વિષમતાનો ઉકેલ શોધવો કે અંત લાવવો, એ જ તો ધર્મનું મુખ્ય કાર્ય છે; પણ એ આજે સાવ ભુલાઈ ગયું લાગે છે. આમ થવાનું એક કારણ આપણામાં ઘર કરી ગયેલી વધારે પડતી પરલોકપરાયણતા હોય એમ લાગે છે. આપણે એમ જ માની લીધું છે, કે ધર્મનું ફળ આપણને પરલોકમાં જ મળવાનું છે.
આમ થવાનું બીજું અને મુખ્ય કારણ તે આપણા મોટા ભાગના ધર્મગુરુઓ ધર્મના હાર્દને નહીં પણ એના બાહ્ય કલેવરને ઘણું વધારે મહત્ત્વ આપવા પ્રેરાય છે એ છે. ધર્મગુરુઓ, ખરી રીતે તો, સમાજશુદ્ધિના સાચા પહેરેગીરો છે. એવી કોઈ પણ પ્રવૃત્તિ કે જેનાથી સમાજજીવનમાં (તેમ જ વ્યક્તિના જીવનમાં પણ) અશુદ્ધિ પ્રવેશી જવાનો, અવ્યવસ્થા ઊભી થવાનો કે અજ્ઞાન, અંધશ્રદ્ધા, અહંકાર કે વહેમનું પોષણ કે સંવર્ધન થવાનો લેશમાત્ર પણ સંભવ લાગે તે પ્રવૃત્તિને અનિચ્છનીય પ્રવૃત્તિ લેખીને એને દૂર કરવાનું અને એની સામે સમાજને જાગૃત કરવાનું કામ ધર્મગુરુઓનું છે. એ જ રીતે સમાજના ઉત્થાન અને વિકાસને માટે, સમાજનું નૈતિક ધોરણ ઊંચું આવે એ માટે, સામાજિક જીવનમાં એકાંગી અર્થપરાયણતાને બદલે શુદ્ધ વ્યવહારનાં પ્રતિષ્ઠા અને બહુમાન થવા લાગે એ માટે, વિશ્વકલ્યાણગામી ધાર્મિકતાના પાયા મજબૂત બને એ માટે અને ભોગવિલાસની સર્વનાશકારી વૃત્તિના બદલે ત્યાગ-સમર્પણની સર્વોદયકારી ભાવના તરફ જનસમૂહની અભિરુચિ વધે એ માટે જે-જે પ્રવૃત્તિ કરવા જેવી લાગે એ તરફ સમાજનું ધ્યાન દોરવું અને એને એ માટે સતત પ્રેરણા આપતાં રહેવું એ કામ પણ ધર્મગુરુઓનું જ છે.
પણ એમ લાગે છે, કે સીધી કે આડકતરી રીતે, જેમ-જેમ દુનિયા ઉપર યંત્રયુગનો પ્રભાવ વધતો ગયો અને સંપત્તિનું કેન્દ્રીકરણ જોર પકડતું ગયું, એમ-એમ ધર્મગુરુઓ ઉપર પણ એનો પ્રભાવ વધારે ને વધારે જામતો ગયો, અને જેને લઈને સાધુજીવનને સુન્દરમાં સુંદર (શ્રમUત્વમ માવતરું) લેખવામાં આવતું હતું એ ત્યાગ, તિતિક્ષા અને મસ્તફકીરી જેવા સદ્ગુણો જ ભયમાં મુકાઈ ગયા !
તટસ્થ દૃષ્ટિએ વિચાર કરતાં એમ નથી લાગતું કે અત્યારે આપણા ઘણાખરા ધર્મગુરુઓના મનમાં કંચન અને કીર્તિ તરફ ખૂબ-ખૂબ આકર્ષણ જન્મે છે આ કડવું સત્ય આપણને કે આપણા ધર્મગુરુઓને સાંભળવું ન ગમે એ સમજી શકાય છે, પણ
Page #95
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલના આજે આપણા ધર્મગુરુઓની જે રીતની પ્રવૃત્તિનો ચારેકોર વેગપૂર્વક વિકાસ થઈ રહ્યો છે, તે જોતાં આ વાતનો સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી. આનું દુષ્પરિણામ એ આવ્યું છે, કે એક બાજુ ધર્મ ધનના વિષમ ત્રાજવે તોળાવા લાગ્યો છે, તો બીજી બાજુ કીર્તિની કામનાનો વેગ વધી જવાને કારણે સમાજમાં ખુશામત, એકની નકામી સ્તુતિ અને બીજાની નિંદા કરવાની પ્રવૃત્તિ અને વાહવાહ સાંભળવાની તુચ્છ વૃત્તિનો વધારો થવા લાગ્યો છે. ખરી વાત તો એ હોવી જોઈએ કે ધન ધર્મને દ્વારે પોતાનું મૂક સમર્પણ કરીને કૃતાર્થ બનવું જોઈએ; એના બદલે અત્યારે ધનને મેળવીને ધર્મ કૃતાર્થ થયાનું આપણે માનવા લાગ્યા છીએ, જાહેર કરવા લાગ્યા છીએ !!
અને જ્યાં ધર્મગુરુઓમાં, અને એમને જોઈને સમાજમાં સંપત્તિ અને કીર્તિની આવી હોડ જામી હોય, ત્યાં લક્ષ્મીની અસારતા અને ધર્મની મહત્તાનાં સતત ચાલ્યા કરતાં વ્યાખ્યાનો કેવળ પોપટના રામનામરટણ જેવાં અર્થહીન કે પાણીના પરપોટા જેવાં અલ્પજીવી લાગે એમાં નવાઈ શી?
આજે તો આની સામે અવાજ ઉઠાવનારો પણ અળખામણો કે પાગલ લેખાઈ જાય, એટલી હદે આપણા ધર્મગુરુઓ બીજી દિશા તરફ વળી ગયા છે. પણ જો વ્યક્તિ, સમાજ અને દેશનું ભલું કરવું હશે તો ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિ જેવા ધર્મના મુખ્ય કાર્ય તરફ મુખ કર્યા વગર આપણો છૂટકો નથી. નહીં તો ઊંધી દિશામાં ચાલનારની જેમ, આપણે ધર્મભાવનાથી દૂર ને દૂર જ જઈશું.
* * * ધર્મપાલન અને ધર્મપ્રચારની આધારશિલા શું હોઈ શકે એ દૃષ્ટિએ ધર્મગુરુઓના કર્તવ્યનો વિચાર કરવા જેવો છે. આ બાબતમાં સંત વિનોબાજીની પ્રવૃત્તિ આપણને ઘણું માર્ગદર્શન કરી શકે એમ છે. અમારે અત્રે જે કંઈ કહેવું છે, તેની શરૂઆતમાં એક નાનોસરખો કથાપ્રસંગ આપવો ઉચિત લાગે છે:
ઉનાળાનો લાંબો દિવસ પૂરો થવા આવ્યો હતો અને સૂર્ય આથમી ગયો હતો. ચારેકોર ચંદ્રમાનાં તેજ પથરાવા લાગ્યાં હતાં.
એક મોટી ભાડૂતી બસ ઝડપથી વગડો વીંધતી આગળ વધતી હતી. ચારે કોરના સૂનકારમાં ખખડાટ કરતી બસનો અવાજ પડઘા પાડતો હતો. વચમાં આવતાં ગામડાનાં પાદરે બે-પાંચ મિનિટ થોભતી બસ જાણે પોતાના સ્થાને પહોંચી જવા માટે અધીરી બની ગઈ હતી.
| ડ્રાઈવર મુસલમાન હતો. એનો કંડકટર પણ મુસલમાન હતો. બસ પૂરપાટ દોડી રહી હતી, અને અંદર મુસાફરો વાતે વળગ્યા હતા.
Page #96
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧
૭૩
એટલામાં એક બકરીના બચ્ચાનો બેંકારો સંભળાયો. પળવારમાં ફરી એ અવાજ સૌને કાને આવ્યો. અવાજ જાણે દીન આઝંદથી ભર્યો હતો. ઝડપથી માર્ગ કાપતી બસે ત્રીજી વાર એ અવાજ સાંભળ્યો. મુસાફરો પૈકી કોઈક વાતમાં અને કોઈક વિચારમાં મશગૂલ હતા; તો કોઈ વળી તંદ્રામાં પડ્યા હતા. એમણે તો એ અવાજને સાંભળ્યો-ન સાંભળ્યો કર્યો.
ત્યાં ડ્રાઇવરે બસની ગતિ ધીમી પાડી, અને કંડકટરને કહ્યું: “અરે, જરા જો તો ખરો; બિચારું બકરીનું બચ્ચું વગડામાં ભૂલું પડી ગયું લાગે છે, કાં તો એના ટોળામાંથી જુદું પડી ગયું હશે.”
- કંડક્ટર સાંભળી રહ્યો. ડ્રાઇવરે આગળ ચલાવ્યું: આ વગડામાં કોઈ જાનવર એને ફાડી ખાશે.” કેટક્ટરે પૂછ્યું: “તો શું કરીશું?”
ડ્રાઈવરે બસ થોભાવી અને કહ્યું: “તું નીચે ઊતર અને એને ઉપાડીને બસમાં લઈ લે, અને આગળ ગામ આવે ત્યાં એને મૂકી દેજે. ગામમાં પહોંચી ગયું એટલે એ સલામત બની જશે; નહીં તો એ જીવતું નહીં રહે.”
પછી ડ્રાઇવરે બસ થોડીક પાછી લીધી. બકરીના બચ્ચાનો અવાજ ફરી સંભળાયો. કંડકટર હેઠે ઊતર્યો અને બચ્ચાને પકડીને, મા બાળકનું જતન કરે એમ સાચવીને, અંદર લઈ આવ્યો.
થોડી વારમાં એક ગામ આવ્યું. ત્યાં કંડક્ટરે એ બચ્ચાને સાચવીને નીચે ઉતારી દીધું અને ત્યાં જે ઊભા હતા એમને એ બચ્ચાને સાચવીને લઈ જવાની ભલામણ કરી, અને બસે પાછી પોતાની મજલ કાપવી શરૂ કરી.
ડ્રાઇવર અને કંડક્ટર બંને માંસાહારી; અને પોતાના ખોરાક માટે બકરો હલાલ થાય, એમાં એમને વાંધો પણ નહીં – આપણે સૌ એમને એ રીતે જ પિછાણીએ.
એમાં એક બકરીના બચ્ચા માટેની એમની આવી દયાળુ વૃત્તિ જોઈને મન કંઈક જુદી જ દિશામાં વિચાર કરવા લાગે છે,
આવા પ્રસંગો મનને એમ માનવા પ્રેરે છે કે અહિંસા, દયા અને કરુણાની જ્યોત તો ઘટઘટમાં સમાયેલી છે : કોઈકમાં એ તેજના અંબાર વેરતી અને વિશ્વને અજવાળતી ઝળહળી ઊઠે છે, તો કોઈકમાં એ પ્રચ્છન્નરૂપે રહેલી હોય છે. હૃદય જ્યારે પણ જાગે છે, ત્યારે એ કરુણાને જ ઝંખે છે અને અહિંસારૂપી ખોરાક જ એને ભાવે છે. - આપણા ધર્મપુરુષોએ વિશ્વના સમસ્ત જીવો સાથે મૈત્રી કેળવવાની ઉદ્ઘોષણા કરી છે, તેની આધારશિલા દરેક વ્યક્તિના હૃદયમાં છુપાયેલી આ મહાકરુણાવૃત્તિ બાબતની કે સવૃત્તિ બાબતની ખાતરી જ છે. મહાકરૂણા અંગેની આ આસ્થા જ ધર્મનો આધારસ્તંભ છે; એને વ્યક્તિના અને સમષ્ટિના જીવનમાં સાકાર કરવી એ
Page #97
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન જ ધર્મનું મુખ્ય કાર્ય છે. તેથી ધર્મગુરુઓનું મુખ્ય કર્તવ્ય પણ જનસમૂહના અંતરમાં આ મહાકરુણાને અને આસ્થાને જાગૃત, દઢમૂલ અને વ્યાપક કરવી એ જ છે. આ મહાકરુણા અને આ આસ્થા એ અહિંસાનું જ મૂર્તિ રૂપ છે.
એટલે જ્યારે ધર્મપ્રચારથી આ મહાગુણોની કેળવણી થાય ત્યારે જ સમજવું કે એ સાચો ધર્મપ્રચાર છે; અન્યથા સમજવું કે એ ધર્માભાસ છે.
ધર્મના અને ધર્મગુરુઓના મુખ્ય કાર્ય સંબંધી આટલા લંબાણથી વિચાર કરવાનું અત્યારે એટલા માટે પ્રાપ્ત થયું છે કે સંત વિનોબાજી અત્યારના મધ્યપ્રદેશના અમુક વિભાગમાં (જૂના ગ્વાલિયર રાજ્યના મોરેના અને ભિંડ જિલ્લાઓમાં), ગુજરાતનાં મહી નદી અને સાબરમતીનાં ઊંડાંઊંડાં કોતરીને ય ભુલાવે એવાં ચંબલ નદીનાં અતિ ગહન અને દુર્ગમ કોતરોમાં ફરીને ત્યાં દાયકાઓથી વસવાટ કરી રહેલા અને વસતીને રંજાડીને એમનાં જાન-માલને બિન-સલામત બનાવી રહેલા ભયંકર બહારવટિયાઓનો હૃદયપલટો કરાવવા પગપાળા ઘૂમી રહ્યા છે.
વર્તમાનપત્રો વાંચનારાઓથી એ અજાણ્યું નથી કે શ્રી વિનોબાજીનો આ પ્રયત્ન ઠીકઠીક સફળ થયો છે, અને અનેક બહારવટિયાઓ એમની મારફત સરકારને તાબે થઈ ગયા છે.
કોઈ કલ્પના-કથા જેવી આ બાબતને નક્કર સત્યરૂપે પ્રત્યક્ષ જોયા-જાણ્યા પછી સહેજે પ્રશ્ન થાય છે કે એવી તે કઈ શક્તિ છે કે જે શ્રી વિનોબાજીને આવા ભારે જોખમી કામને સરળ અને સહજ માનીને એને પાર પાડવાનું બીડું ઝડપવાની પ્રેરણા આપે છે ? આનો જવાબ એ જ છે કે શ્રી વિનોબાજી મહાત્મા ગાંધીજી અને બીજા અનેક સંતો અને સાધકોની જેમ હૃદયની શક્તિમાં અને હૃદયપલટામાં અવિચળ શ્રદ્ધા ધરાવે છે.
આ કે આના જેવી ઘટનાઓના પ્રકાશમાં જ્યારે આપણા ધર્મગુરુઓની પ્રવૃત્તિઓનું અવલોકન અને મૂલ્યાંકન કરીએ છીએ, ત્યારે કેવળ નિરાશા જ સાંપડે છે.
આપણા ધર્મગુરુઓની પ્રવૃત્તિ અત્યારે માનવજીવનને સર્વશ્રેષ્ઠ સાબિત કરતા સદ્દગુણો અને સવૃત્તિઓને જાગૃત કરવા તરફ કે એને સ્થિર તેમ જ મજબૂત કરવા તરફ કેટલું ધ્યાન આપે છે, તેમ જ સમગ્ર માનવજાત અહિંસા, સંયમ અને તપનો
સ્વ-પર-કલ્યાણકારી માર્ગ સમજે એ રીતે એમની ઉપદેશધારા કેટલે અંશે કામ કરી રહી છે એનો તટસ્થ રીતે વિચાર કરવાની જરૂર લાગે છે.
- ધર્મગુરુ એટલે ધર્મની સમજૂતીની જગલ્હાણ કરનાર ગુરુ. એમને સંપ્રદાય, પંથ, ગચ્છ કે એવી કોઈ સંકુચિત વાડાબંધી હોઈ જ ન શકે. કોઈ પણ માનવી ધર્મથી વંચિત રહે એવી સંકુચિતતા પણ એમને ન ખપે.
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૧, ૨
એમ જરૂર કહી શકાય કે માનવીને સાચો માનવી બનાવવા માટેનો પ્રયત્ન કરવાની અત્યારે જેટલી જરૂર છે, તેટલી કદાચ પહેલાં ભાગ્યે જ ઊભી થઈ હશે. આજે તો માનવીની ધાર્મિકતા તો દૂર રહી, એની નૈતિકતા પણ જોખમમાં મુકાઈ ગઈ છે.
વિનોબાજીનો પુરુષાર્થ, આપણે ઇચ્છીએ તો, અનેક રીતે માર્ગદર્શક બની શકે. (તા. ૨૮-૫-૧૯૬૦ અને તા. ૪-૬-૧૯૬૦)
(૨) વ્યવહારશુદ્ધિની ભારે આવશ્યકતા પૂ. મુનિવરોને વિનંતિ
૭૫
જીવનશુદ્ધિનું પ્રતિબિંબ અચૂક રીતે વ્યવહારશુદ્ધિ – જેમાં વેપારનો પણ સહજ ભાવે સમાવેશ થઈ જાય માં પડે જ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિના વ્યવહાર ઉપરથી તેના જીવનની શુદ્ધિ કે અશુદ્ધિનો નિર્ણય કરવો સહેલો થઈ પડે છે.
આજે દેશમાં – અને દુનિયામાં પણ ઘણુંખરે સ્થળે – વ્યવહારશુદ્ધિનો અભાવ વ્યાપકપણે નજરે પડે છે. જ્યાં જુઓ ત્યાં લાંચ-રુશ્વત, જૂઠ, ઘાલમેલ વગેરે ઊંડાં મૂળ ઘાલતાં દેખાય છે. આ બધી અશુદ્ધિઓ કે બધા દુર્ગુણોનું મૂળ, પૈસાને મધ્યમાં રાખીને તેની આસપાસ બધાં ફેરફૂદડી ફર્યાં કરે છે અને સર્વે મુળા: ગ્વનમાશ્રયન્તનો ગરબો ગાયા કરે છે એ મહાવિકૃતિ જ છે. એટલે જ્યારે પણ આ બધા રાવણરૂપ થઈ બેઠેલા દુર્ગુણોને નાથવા હશે, ત્યારે એ બધાના મૂળ ઉગમસ્થાનરૂપ વિકૃત બની ગયેલા અર્થશાસ્ત્રની જ શુદ્ધિ કવાનું કામ હાથ ધરવું પડશે. અમને લાગે છે કે અર્થશુદ્ધિના કાર્યની જેટલી જરૂર અત્યારે ભાસે છે એટલી આજ પહેલાંના સમયમાં ભાગ્યે જ ભાસી હશે.
અમે તા. ૧૬-૪-૧૯૫૦ના ‘હરિજનબંધુ'માં પ્રગટ થયેલો શ્રી કેદારનાથજીનો વ્યવહારશુદ્ધિનો સંદેશો' આ શીર્ષકનો લેખ, જે વ્યવહારશુદ્ધિ-મંડળ : તેનાં ઉદ્દેશ અને કાર્ય’ એ મથાળા નીચે આજના અંકમાં અન્યત્ર પ્રગટ કરેલ છે તે તરફ સહુ કોઈનું ધ્યાન દોરીએ છીએ. શ્રી કેદારનાથજી (‘નાથજી’) જીવનશુદ્ધિના ઉપાસક અને અટપટા લાગતા પ્રશ્નને વ્યવહારુ અને સરળ રીતે રજૂ કરવાની કળા જાણનારા ચિંતક છે. તેમણે ૨જૂ કરેલ વ્યવહારશુદ્ધિમંડળની યોજના આજના યુગમાં ઠેરઠેર ભાસી રહેલી આવશ્યકતાને પૂરનારી એક વ્યવહારુ, સરળ અને ખૂબ ગમી જાય એવી યોજના છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૬
જિનમાર્ગનું અનુશીલના વ્યક્તિ સુધર્યે સમાજ સુધરે એ શ્રદ્ધા આ યોજનાનો પ્રાણ છે. માનવીમાં વસતા સદ્ગણનો ગમે ત્યારે પણ વિકાસ થવાનો – એવી ભાવના આ યોજનાનો પાયો છે. કોઈ પણ જાતનું દબાણ છોડી સમજૂતીપૂર્વક કામ લેવું, અને, ભલે કીડી-વેગે પણ, માનવતા જાગૃત થાય એ રીતે અખૂટ ધીરજ રાખીને પ્રયત્ન કર્યા કરવો એ આ યોજનાનો મુખ્ય સૂર છે. સહુ કોઈ ચિંતનપૂર્વક આ વાંચે એમ અમે ઇચ્છીએ છીએ. વ્યવહારશુદ્ધિ માટેની આ કંઈ નવી યોજના નથી. પણ તે આજના યુગની આવશ્યકતાના સ્વરૂપને લક્ષમાં રાખીને ઘડવામાં આવી છે એ જ એની વિશેષતા છે.
ધર્મશાસ્ત્રોએ તો જીવનશુદ્ધિ માટે વ્યવહારશુદ્ધિનો ઠેરઠેર બોધ આપ્યો છે, અને એનું ખૂબ ઝીણવટભર્યું વિવરણ પણ કર્યું છે. માણસની માણસાઈનો પહેલો પાયો તો તેની પ્રામાણિકતા છે. વ્યવહારમાં જો પ્રથમ પાયારૂપ પ્રામાણિકતા જ ન હોય તો બીજા સદ્ગણોની તો પછી આશા જ ક્યાંથી રાખવી? આથી જ જૈન શાસ્ત્રકારોએ ગૃહસ્થધર્મના વિકાસ માટે – માનવીની નાગરિકતાના વિકાસ માટે – માનસારીના જે પાંત્રીસ ગુણોનું વિધાન કર્યું છે, તેમાં પ્રથમ સ્થાન “ચાયતપૂનમ'(પ્રામાણિકતાથી રળેલ ધન)ને આપ્યું છે. જીવનશુદ્ધિની ઇમારતના પાયારૂપ પ્રામાણિકતાનું બરાબર સંસ્થાપન થયું, એટલે પછી બીજા સગુણોને જાણે પ્રવેશપત્ર મળી ગયો સમજવો ! આ જ રીતે વ્યવહારની અને ખાસ કરીને અર્થોપાર્જને માટે કરવામાં આવતા વેપારની શુદ્ધિને તો એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું છે કે એ શુદ્ધિના અતિક્રમને વ્રતોના અતિચાર તરીકે વર્ણવવામાં આવેલ છે. ખોટાં તોલ-માપ રાખવાં, માલની ભેળસેળ કરવી વગેરે પ્રવૃત્તિઓની શાસ્ત્રકારોએ ખૂબખૂબ નિંદા કરી છે. માનવીના જીવનની સર્વાગીણ શુદ્ધિ માટે જૈન શાસ્ત્રકારોએ જે ખબરદારી રાખી. છે એવી બીજે ભાગ્યે જ જોવા મળે છે; એનો પૂરતો લાભ લઈને આપણે આપણાં જીવન એક સાચા જૈનને છાજે એ રીતે વિશુદ્ધ ન રાખી શકીએ એ બીજી વાત છે.
આપણે જાણીએ છીએ કે ઘણા પ્રાચીન કાળથી જૈનસંઘની આગેવાની મોટે ભાગે તેના શ્રમણ સંઘ(સાધુમુનિઓ)ના હાથમાં રહી છે. કોઈ પણ ધર્મ-સંપ્રદાયના સાધુપુરુષો પ્રજાના વિશુદ્ધ જીવનરૂપી ધનના માર્ગદર્શકો તેમ જ પહેરેગીરો ગણાય. તેઓ પ્રજાજીવનને વિશુદ્ધિના માર્ગે બહુ જ સહજ રીતે અને સરળપણે દોરી શકે.
જો ધારે તો પ્રજાના ઘડતરમાં જૈન સાધુઓ ભારે મહત્ત્વનો ફાળો આપી શકે. આ ફાળો કોઈ એક પંથ, જાતિ કે સંપ્રદાયના અનુયાયીઓ માટે જ સીમિત ન રહેતાં માનવમાત્ર સુધી વિસ્તરી શકે. વળી આવો ફાળો જૈનધર્મના કોઈ પણ ફિરકાને માનનાર સાધુ આપી શકે એવો એ દરેકનો એક વિશિષ્ટ આચાર છે: પાદવિહારનો આચાર.
Page #100
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨, ૩
૭૭. પ્રાંતપ્રાંતનાં ગામો કે શહેરોમાં, અનેક મુસીબતો વેઠીને, પગપાળા વિચરતા જૈન સાધુઓ પ્રજાનાં સુખદુઃખના અને ગુણ-અવગુણના જાણકાર બની શકે, અને તેથી તેઓ પ્રજાને સગુણના માર્ગે આગળ વધારવામાં ભારે અગત્યનો ફાળો આપી શકે.
આજે તો અશુદ્ધ વ્યવહારના કીચડમાં દરેક ધર્મ, જાતિ, પંથ કે મતના અનુયાયીઓ ઓછે-વધતે અંશે ફસાયેલા જ છે. એવી સ્થિતિમાં પ્રજાને ગુણવત્તાના માર્ગે દોરવી એ આપણા સાધુ-સંતો અને મુનિવરોની વિશેષ ફરજ બની જાય છે. આના અનુસંધાનમાં તેરાપંથી જૈન સંપ્રદાયના અત્યારના નવમા આચાર્ય શ્રી તુલસીરામજીના સંબંધમાં, તા. ૨૩-૪-૧૯૫૦નાં વર્તમાનપત્રોમાં પી. ટી. આઈ. તરફથી છપાયેલ નીચેના સમાચાર તરફ ધ્યાન દોરવું અમે ઉપયોગી સમજીએ છીએ :
“લોકોમાં “નૈતિક વૃત્તિ ઉચ્ચ કક્ષાએ લાવવાની દૃષ્ટિએ લગભગ ૭૦૦ જૈન સાધુઓ, થોડા સમયમાં, ભારતનાં જુદાંજુદાં ગામડાંઓમાં પગપાળા પ્રવાસ કરશે. આ સાધુઓના નેતા આચાર્ય તુલસીજીએ આ વાત એક અખબારી પરિષદમાં જાહેર કરતાં જણાવ્યું હતું કે મેં લોકોમાં નૈતિક જાગૃતિ લાવીને હાલના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ૧૩ મુદ્દાવાળો એક કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. "
આ સમાચાર બીજા ફિરકાના જૈનોના ખ્યાલ ઉપર લાવવા પૂરતા જ અહીં આપ્યા છે. અહીં અમારા કહેવાનો જે મુખ્ય મુદ્દો છે તે એટલો જ કે સમગ્ર પ્રજાના જીવનને ઊંચે લાવવામાં જૈન સાધુઓ ધારે તો ખૂબ અગત્યનો ફાળો આપી શકે એમ છે. અત્યારે પ્રજાજીવનમાં વ્યવહારશુદ્ધિની ભારે ઊણપ આવી ગઈ છે. તેથી અમે સર્વ મુનિવરોને વિનવીએ છીએ કે તેઓ આ કટોકટીની પળે કમર કસે અને પ્રજાજીવનમાં સધર્મનાં બીજોનું આરોપણ કરવાનો પુરુષાર્થ હાથ ધરે. અસ્તુ!
(તા. ૭-૫-૧૯૫૦)
(૩) ઇતર સાધુસમાજનો વિચારપલટો અમુક અંશે આચારવિષયક, તેથી વધુ અંશે વિચાર/માન્યતાવિષયક અને સૌથી વિશેષ પ્રમાણમાં ક્રિયાકાંડ-વિષયક નિમિત્તોને કારણે, નાના-નાના પંથો કે સંપ્રદાયોમાં વહેંચાઈ ગયેલ હિન્દુ સમાજ કે જૈન સમાજના સાધુ-સંતો વચ્ચે પ્રવર્તતી અલગતાની ભાવનાને દૂર કરીને બધા ય પંથોના સાધુઓને પરસ્પર હળતા-મળતા તેમ જ વિચારવિનિમય કરતા બનાવવાના આશયથી પાંચેક વર્ષ પહેલાં “મહાગુજરાત સાધુસંઘની સ્થાપના કરવામાં આવી હતી. આ રીતે આપણા સાધુસંતો એકતાની
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૮
જિનમાર્ગનું અનુશીલન ભાવનાને મૂર્ત કરે અને પરમત-સહિષ્ણુતાને જીવનમાં જીવી બતાવે તો દેશના પ્રજાજીવનના ઘડતરમાં એ ભારે મહત્ત્વનો ફાળો આપી શકે.
આ સાધુસંઘ પોતાના ઉદ્દેશને પાર પાડવા માટે દર વર્ષે તેનું વાર્ષિક અધિવેશન ગુજરાતમાં જુદે જુદે સ્થળે ભરે છે. આમાં જૈન મુનિવરોને પણ તેઓ આમંત્રણ આપે છે. અમને લાગે છે કે પ્રજાજીવનમાં ધર્મભાવનાનાં બીજોને વાવવાં હોય તો આમાં આપણા મુનિવરોએ પૂરતો સાથ જરૂર આપવો જોઈએ. આમ છતાં, હજુ તેમનું આ તરફ વિશેષ પ્રમાણમાં ધ્યાન ગયું નથી લાગતું. સાધુસંઘ આ દિશામાં વધુ પ્રયત્ન કરે અને આપણે પણ આ સંઘના કાર્ય પ્રત્યે વિશેષ રસ દાખવીએ એ દરેક રીતે ઇચ્છવા જેવું છે.
આ સંઘનું પાંચમું અધિવેશન ગત તા. ૨૨-૨૩મી ફેબ્રુઆરીના બે દિવસો દરમિયાન ભરૂચ પાસે નિકોરા મુકામે મળી ગયું. આ અધિવેશનના પ્રમુખ તરીકે પોરબંદરના શિંગડામઠના મહંત યોગીરાજ શ્રી રામપ્રપન્નાચાર્યજીની વરણી કરવામાં આવી હતી. તેમણે આ પ્રસંગે પ્રમુખ તરીકે જે ભાષણ આપ્યું હતું, તે છેલ્લા કેટલાય દસકાઓથી આપણે સાધુઓનાં જે રીતનાં ભાષણો સાંભળવા ટેવાયેલા છીએ તેમાં નવીન ભાત પાડે એવું અમને લાગ્યું છે. આ ભાષણમાં કોઈ પંથ, વાડા કે સંપ્રદાયની સત્તા કાયમ રાખવાની કોઈ વાત જોવામાં નથી આવતી; ઉપરાંત ધર્મભાવનાનો વિચાર પણ એમાં રાષ્ટ્રજીવનના ઘડતરની દૃષ્ટિને કેન્દ્રસ્થાનમાં રાખીને જ કરવામાં આવ્યો છે એ એની ધ્યાન ખેંચે એવી વિશેષતા છે. આ ભાષણ વાંચતાં એમ લાગ્યા વગર નથી રહેતું કે આ ઇતર સમાજના સાધુવર્ગમાં સમયની કૂચની સાથેસાથે ધર્મભાવના પોતાનાં કદમ મિલાવી શકે એવી જાતનો વિચારપલટો અચૂક રીતે આવ્યો છે – આવી રહ્યો છે. આ વિચારપલટો વર્તન-પલટામાં ક્યારે પરિણમશે એ ભવિષ્ય આપણે ભલે અત્યારે ન ભાખી શકીએ; છતાં એટલું તો સ્વીકારવું પડશે જ કે ભવિષ્યમાં કોઈ ને કોઈ સમયે વર્તનપલટાને જન્માવી શકે એવાં બીજો આ વિચારપલટામાં રહેલાં જ છે. કોઈ પણ સમાજને ઇતર સમાજની સરખામણીમાં પાછળ પડતો રોકવો હોય, કે રાષ્ટ્રઘડતરના સર્વકલ્યાણમય કાર્યમાં બીજા સમાજોની સાથોસાથ પ્રગતિશીલ રાખવો હોય, તો તેના આગેવાનોએ સમયની માંગ પ્રમાણે વિચાર-પલટાનું સ્વાગત કરવા હમેશાં તૈયાર રહેવું જોઈએ. વિચારપલટો જ માનવજીવનને વહેતી સરિતાની જેમ સ્વચ્છ રાખી શકે છે, જ્યાં વિચારબધિરતા આવી ત્યાં માનવજીવન બંધિયાર ખાબોચિયાના પાણી જેવું મેલું બની ગયું સમજવું.
આ દૃષ્ટિએ મહંતશ્રીનું આ ભાષણ ઠીકઠીક વિચારસામગ્રી પૂરી પાડે છે. એટલે એમાંની થોડીક વિચારકણિકાઓ અહીં જોવી લાભકારક થઈ પડશે.
WWW.jainelibrary.org
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસતા અને આચારશુદ્ધિ : ૩
૭૯ સાધુઓની જવાબદારી અંગે તેઓએ કહ્યું :
“પણ આપણે કોઈ જાતના હક્કો માગીએ એની સાથે આપણી પણ કેટલીક જવાબદારીઓ છે; એ અદા કરવાનું આપણે ન ભૂલીએ. સમાજના સુનિયંત્રણ માટે જેટલી આવશ્યક રાજસત્તા છે, તેટલી જ આવશ્યક ધર્મસત્તા પણ છે. આપણી સત્તાને હું ધર્મસત્તા હેતુપૂર્વક કહું છું. એ સત્તા આપણને ધર્મ વડે અપાયેલી સત્તા છે. આપણે આપણા ધર્મનું કર્તવ્યનું પાલન કરી છૂટવું જોઈશે. આપણે યુગને અનુરૂપ બનવું જોઈશે.” શ્રમની મહત્તાનું ગાન કરતાં એક નવી ઢબે તેઓએ કહ્યું –
જમાનો બદલાયો છે. સુધારીને કહું તો બદલાયો નથી; મૂળ જે જમાનો હતો તે ફરી આવ્યો છે. બે ઊંઘની વચ્ચે સ્વપ્ન આવી જાય અને આવીને ચાલ્યું જાય તેમ અંગ્રેજ રાજ્ય આવીને ચાલ્યું ગયું છે અને અસલ જમાનો ફરી આપણી સામે આવ્યો છે. અસલ જમાનામાં શ્રમની પ્રતિષ્ઠા થતી હતી. એ શ્રમની ફરી પ્રતિષ્ઠા થવામાં છે, અને એ આપણા દેશના ભાગ્યોદય માટેનું સુચિહન છે એમ મને લાગે છે. ગાદી-તકિયા પર આળોટનાર વ્યક્તિ કરતાં આજે શ્રમજીવીનું ગૌરવ અનેકગણું વધારે બન્યું છે. આમ સાધુને પણ હવે નિષ્ક્રિય રહેવું પોસાશે નહીં. એણે ય તેનાથી બનતો શ્રમ કરી છૂટવો પડશે. અગાઉના વખતમાં ધર્મના પ્રચારાર્થે સાધુ ફરતા, ગામનાં દીન-દુઃખીની સેવા કરતા અને લોકોના આંતરિક કલહો પતાવતા. હવે ફરી એ યુગ આવી લાગ્યો છે. સદ્દભાગ્યે એ ચીલો હજી સુધી ભૂંસાયો નથી, ત્યાં જ પંચાયત-રાજ્યરૂપે ફરી ચાલુ કરી દેવો જોઈએ.”
આથી આગળ વધીને શ્રમજીવન અને ધાર્મિકતાનો સંબંધ સચોટ રીતે દર્શાવતાં તેઓએ જે ધ્વનિ વ્યક્ત કર્યો છે તે બહુ અસર કરે તેવો છે :
“મંદિરને એક ખૂણે ગૌમુખીમાં હાથ નાખી રામનામ લેનાર કરતાં ત્રિકમથી તળાવ ખોદતાં-ખોદતાં ત્રિકમના પ્રત્યેક ઘા સાથે રામનામ લેનારનું તેઓએ (સાધુઓએ) વધુ ગૌરવ કરવું પડશે. ગંગા કે અન્ય તીર્થદળે નાહીને આવનાર ભક્ત કરતાં ધોમ તાપમાં અનાજ પકવવા મથતા, પોતાના પરસેવે નહાનાર કિસાનનું વધુ મહત્ત્વ તેઓએ હવે સ્વીકારવું પડશે. મંદિરમાં ઘંટ વગાડનાર કરતાં ભઠ્ઠી પાસે ઘંટ ઘડનાર લુહારનો તેણે વધુ આદર કરવો પડશે. મંદિરને શીળે છાંયે માળા ગૂંથનાર ભક્ત કરતાં ફૂલ-છોડનું બગીચામાં જતન કરનાર માળીની મહત્તા તેણે ગાવી પડશે. જે દેશની ભૂમિમાંથી સાધુઓ ઉત્પન્ન થયા છે તે દેશની ભૂમિનો ભાર તેમણે હળવો કરવો પડશે. આપણે અનુત્પાદક રહી શકીશું નહીં. અંગ્રેજોએ આપણા ઉપર અનુત્પાદક છપ્પન લાખ'નું કલંક ચોડ્યું છે એ હવે આપણે મિટાવવું પડશે.”
શ્રમ-પ્રતિષ્ઠા કરવા કે બીજા ભાવો વ્યક્ત કરવા પ્રમુખશ્રીએ કેવા શબ્દો કે કેવા દાખલાઓ પસંદ કર્યા તે ઝાઝું મહત્ત્વનું નથી. ખરું મહત્ત્વ તો એ બધા શબ્દો
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૦
જિનમાર્ગનું અનુશીલના
અને દાખલાઓની પાછળ રણકતા ધ્વનિનું છે. એ ધ્વનિ ઇતર સમાજમાં વહેવા લાગેલા નવીન વિચાપ્રવાહનું સૂચન કરતો હોઈ વિશેષ ધ્યાન ખેંચે એવો છે.
જૈન સમાજ પણ ભારતવર્ષનો એક અંગભૂત સમાજ છે, અને એણે પણ આધુનિક ભારતના સંસ્કારઘડતરમાં પોતાનો ઉમદા ફાળો નોંધાવવાનો છે. જેના સમાજના અધિનાયક મુનિવરો ઇતર સમાજમાં પ્રવર્તતાં આ નવીન વિચાર-આંદોલનોને સહાનુભૂતિપૂર્વક નિહાળે અને એમાંથી સમાજની પ્રગતિને વેગ આપે એવા યુગાનુરૂપ વિચારોને અપનાવવા કટિબદ્ધ થાય એ જ અભિલાષા.
(તા. ૨૮-૨-૧૯૫૩)
(૪) શ્રુતભક્તિકાર્યઃ લોઢાના ચણા?
અમારા ગયા અંકના અગ્રલેખમાં અમે આગમસૂત્રોના પ્રકાશન સંબંધી કેટલીક વિચારણા કરીને મૂળ આગમસૂત્રો પ્રગટ કરવાની જરૂર તરફ શ્રીસંઘનું ધ્યાન દોર્યું છે. કંઈક એના અનુસંધાનમાં જ અમે આ લખીએ છીએ.
કોઈ પણ વિદ્યા કે શાસ્ત્રના અધ્યયનમાં જેટલી એકાગ્રતા અને એકનિષ્ઠા જોઈએ, તેટલી જ તેના અધ્યાપનમાં જોઈએ. અને કોઈ પણ વિષયને લગતો મૌલિક અને આધારભૂત ગણી શકાય એવો ગ્રંથ લખીને તૈયાર કરવો હોય, તો એમાં તો વિષય પ્રત્યેની એકાગ્રતા ઉપરાંત તલસ્પર્શી, વ્યાપક, તુલનાત્મક, ઐતિહાસિક અને સત્યશોધક એ પાંચ પ્રકારની દૃષ્ટિ સમાવતી સમગ્રતા પણ હોવી જોઈએ. તેટલે અંશે જ એ ગ્રંથની ઉપયોગિતા અને ચિરંજીવતા વધે.
અને જ્યારે ખાસ કરીને ધર્મશાસ્ત્ર ગણાતા કોઈ પ્રાચીન ગ્રંથનું પ્રકાશન કરવાનું હોય, ત્યારે તો એમાં આ બધા ગુણો ઉપરાંત પોતાના તેમ જ બીજા ધર્મોના શાસ્ત્રગ્રંથોનું ઊંડું અવગાહન પણ એટલું જ જરૂરી થઈ પડે છે. એમાં વળી જો સમભાવપૂર્વકની સમન્વયદૃષ્ટિ સાંપડી જાય, તો વળી સોનામાં સુગંધ ભળી જાય. એ જ દૃષ્ટિ અંતતોગત્વા વિશ્વમૈત્રીની સાધક બને છે.
આવી સર્વગ્રાહી સત્યશોધક દૃષ્ટિથી શાસ્ત્રગ્રંથોનું સંશોધન-સંપાદન કરી એ ગ્રંથોમાં ઉપલબ્ધ ઐતિહાસિક, સાહિત્યિક, સામાજિક, સાંસ્કૃતિક વગેરે હકીકતોને જુદી તારવીને જિજ્ઞાસુઓનું ધ્યાન દોરાય એ રીતે રજૂ કરવી એ કાર્ય અવિરત શ્રમ, ઊંડી એકાગ્રતા અને તલસ્પર્શી ચિંતનની અપેક્ષા રાખે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૧
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪
આવા ગ્રંથોના પ્રકાશનની પાછળ જેમ તે-તે ગ્રંથોની સાચવણી અને સુલભતાનો આશય રહેલો છે, તેમ એનો બીજો મહત્ત્વનો આશય અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંતોષવાનો પણ હોવો જ જોઈએ. અને એને માટે જે પદ્ધતિએ બીજા ધર્મોના ગ્રંથો સંશોધિત-સંપાદિતરૂપે પ્રગટ થતા હોય, તે જાણી-સમજીને આપણે પણ આપણા ગ્રંથોને સર્વાગપૂર્ણરૂપે પ્રગટ કરવા જોઈએ.
જૈન સાહિત્ય તરફ સંપ્રદાય-નિરપેક્ષ અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું વિશેષ ધ્યાન જવાનું કારણ એ છે કે એના ઘણાઘણા પ્રદેશો હજુ અણખેડાયેલા હોઈ એમાં ઘણુંઘણું કાર્ય કરવાનો અવકાશ છે. આનું કાર્ય જૈનેતર વિદ્વાનોને હાથે પણ થઈ રહ્યું છે એ ખરેખર હર્ષ ઉપજાવે એવી બીના છે, આમ છતાં આ કાર્યને મોટા પાયા ઉપર હાથ ધરવું અને પૂરું કરવું એ આપણું જ કર્તવ્ય છે.
પૈસાને બળે બીજાઓને રોકીને કરાવી લઈએ એવું આ કાર્ય નથી. હા, આમાં પૈસાની જરૂર તો ડગલે ને પગલે રહેવાની જ છે એમાં શક નથી. છતાં શાસ્ત્રગ્રંથોના સંશોધનનું કાર્ય સારી રીતે કરી શકે એવા ઊંડા અભ્યાસી નિષ્ઠાવાન વિદ્વાનોને મેળવવાનું કામ જ, અમને તો સૌથી વધુ અઘરું કામ લાગે છે.
આ કાર્ય કેટલું મુશ્કેલ છે એનો કંઈક ખ્યાલ મેળવવો હોય તો કહી શકાય કે આત્યંતર તપમાં જે સ્વાધ્યાય અને ધ્યાન એ બે પ્રકારો ગણાવાયા છે, તે બંનેનું, ભલે કંઈક જુદી રીતે પણ, એકીકરણ કરવાથી જ થઈ શકે એવું આ કાર્ય છે. સ્વાધ્યાયને આવ્યંતર તપનું ગૌરવ આપવામાં આવ્યું છે તેનું આ જ રહસ્ય છે. વળી બીજી-બીજી મન ફાવે તેવી અનેક પ્રવૃત્તિઓ કર્યા કરીએ અને સ્વાધ્યાય અને ધ્યાનની પણ સાધના કરી શકીએ એ તો લોટ ફાકવો અને વળી ગાવું – એના જેવી ન બની શકે એવી વાત છે. આટલા જ માટે અમે આ કાર્યને લોઢાના ચણા ચાવવા જેવું બહુ જ કઠણ કાર્ય કહીએ છીએ.
તે પણ આ કાર્ય ગમે તેટલું કઠણ હોય, પણ એ કર્યા વગર હવે ચાલે એમ નથી. યુનેસ્કો મારફત હિંદુસ્તાનનાં તેમ જ બીજા દેશોનાં જુદાજુદા ધર્મોનાં અને જુદી-જુદી ભાષાઓનાં જે પુસ્તકોની અન્યઅન્ય ભાષાઓમાં અનુવાદ માટે પસંદગી કરવામાં આવી છે, તેમાં આપણો એક પણ ગ્રંથ સ્થાન પામ્યો નથી એટલી હકીકત જ હવે તો આપણી ઊંઘ ઉડાડવા બસ લેખાવી જોઈએ.
શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રોનું સંશોધન-સંપાદન કરવાનું કાર્ય મુખ્યત્વે મુનિવરોનું જ ગણાય એમ આપણે લાંબા વખતથી માનતા હતા. પરંતુ વિક્રમની ગઈ (વીસમી) સદીના ઉત્તરાર્ધમાં સગત પૂજ્ય આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ પોતાની દીર્ધદષ્ટિના બળે સમયની માંગને પારખી લીધી, અને ગૃહસ્થ વિદ્વાનો તૈયાર કરવાનું કાર્ય આરંભ્ય.
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૨
જિનમાર્ગનું અનુશીલના
પરંતુ જેમ આવા વિદ્વાનો તૈયાર કરવા માટે પૂરતું ધ્યાન આપવાની જરૂર છે, તેમ જે થોડાક વિદ્વાનો છે, તેઓ નચિંત બનીને આ કાર્યમાં ઓતપ્રોત થઈને એમાં પોતાની સર્વ શક્તિ અને પોતાનો સર્વ સમય કામે લગાડી શકે એવી આર્થિક જોગવાઈ કરવારૂપ દીર્ઘદૃષ્ટિ દાખવવાનું પણ હજી આપણે માટે બાકી જ છે.
મુનિવરો ધારે, તો આ દિશામાં આપણી કલ્પના કે અપેક્ષાને પણ વટાવી જઈ શકે એટલું કામ કરી શકે. પણ ત્યાં અત્યારે બે પ્રકારની મુશ્કેલીઓ પ્રવર્તતી હોય એમ અમને લાગે છે; એ તરફ ધ્યાન દોરવા જ અમે આ લખીએ છીએ.
પહેલી મુશ્કેલી એ છે કે અમુક પ્રમાણમાં સંસ્કૃત ભાષાનું અને પાટ પરથી વ્યાખ્યાન વાંચી શકાય એટલું ધર્મગ્રંથોનું સામાન્ય જ્ઞાન મેળવીને મોટા ભાગના મુનિવરો સંતોષ માની લે છે. ઊંડું શાસ્ત્ર-અવગાહન કરવું એ એમને લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ લાગે છે. પ્રાકૃત ભાષા એ આપણા મૂળ ધર્મગ્રંથોની ભાષા હોવા છતાં એનું પ્રમાણભૂત જ્ઞાન કેટલા મુનિવરો મેળવે છે ? અને તો પછી, જેઓ સાધુજીવનની આવશ્યક ધર્મક્રિયાઓ કરવા પૂરતું સૂત્રજ્ઞાન મેળવીને જ અટકી જાય છે, એમનું તો કહેવું જ શું? જિજ્ઞાસા અને તાલાવેલી હોય તો જ એમાંથી થોડાક પણ શાસ્ત્રના પારગામી વિદ્વાનો આપણને મળી શકે.
અને બીજી મુશ્કેલી, જે અમારે મતે સૌથી ચિંતાજનક છે અને જે તરફ અમે ખાસ ધ્યાન દોરવા ઇચ્છીએ છીએ તે છે નજીકના ભવિષ્યમાં જ, થોડાંક વર્ષની જ્ઞાન-તપસ્યાને પરિણામે. જેઓ સારા વિદ્વાનો થશે તેવી આશા બંધાય તેવા આશાસ્પદ મુનિવરો પણ સસ્તી કીર્તિ અને સહેલાઈથી મળી જતા અર્થ-પરિગ્રહ તરફ મુખ વાળીને જ્ઞાનસેવાના આ કાર્ય તરફથી પોતાનું મુખ ફેરવી રહ્યા છે.
પૈસા અને પ્રશંસાના મોહને જીતવો ઘણો મુકેલ છે; પરંતુ એને જીતવામાં જ સાધુજીવનની ચરિતાર્થતા છે. એટલે મંત્રતંત્ર, ક્રિયાકાંડ કે કેવળ લોકરંજક વ્યાખ્યાન-શૈલીના બળે ભોળા ભાવિક ભક્તો ભેગા થઈ પ્રશંસા કરવા લાગે કે જરૂર કરતાં વધારે આર્થિક જોગવાઈ કરી આપવા તૈયાર થાય, એ વખતે જ પોતાના મનને એનાથી અલિપ્ત રાખીને જ્ઞાન અને ચારિત્રની આરાધનાને અખંડિત રાખવી ઘટે.
- જો મુનિ-સમુદાયમાં વધી રહેલો કીર્તિનો અને પરિગ્રહશીલતાનો મોહ નહીં અટકે, તો આગમ-પ્રકાશન માટે કે સાહિત્ય-પ્રકાશનને નામે આપણે લાખો રૂપિયા ભેગા કરીશું તો પણ એનો કશો સદુપયોગ થઈ શકવાનો નથી; એટલું જ નહીં, ક્યારેક એનો દુરુપયોગ થઈ જવાનો કે એ પૈસા ચવાઈ જવાનો પણ ભય રહેલો છે. એટલે શાસ્ત્ર-પ્રકાશનનું આ અતિઆવશ્યક કાર્ય જો આપણે સાચે જ કરવું હશે, અને આગમભક્તિ કે શાસ્ત્રભક્તિથી પ્રેરાઈને જે ભાવિકજનોએ નાણાં આપ્યાં હોય એને
Page #106
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪ છેહ આપવાથી બચવું હશે, તો કેટલાકે તો પૈસા ને કીર્તિથી પર બનીને, પાયાના પથ્થરની જેમ આ કાર્યમાં ઓતપ્રોત બનવા આગળ આવવું જ પડશે.
બે વર્ષ પહેલાં દેશમાં અને દુનિયામાં ઠેરઠેર ભગવાન બુદ્ધનો પચીસસોમો નિર્વાણ-દિવસ ઊજવાયો એ સૌને યાદ હશે. આ નિમિત્તે બર્મામાં એક મોટી સંગીતિ (જેને આપણે વાચના' કહીએ છીએ) યોજવામાં આવી હતી. તેમાં લગભગ પચીસસો બૌદ્ધ ભિક્ષુઓ જુદાજુદા દેશોમાંથી ભેગા મળ્યા હતા. એ બધાએ ભેગા મળી મહિનાઓ સુધી બૌદ્ધ ધર્મના મૂળગ્રંથોરૂપ ત્રિપિટકોના પાઠો મેળવ્યા, પાઠશુદ્ધિ કરી અને એ બધા ગ્રંથો બર્મી લિપિ (અને મૂળ પાલિભાષામાં) છપાવીને તૈયાર પણ કરી આપ્યા. હવે એ બધા ગ્રંથોને ભારત સરકારે પોતાને ખર્ચે દેવનાગરી લિપિમાં છપાવવાનો નિર્ણય કર્યો છે; એ કામનો આરંભ પણ થઈ ચૂક્યો છે.
જો આપણી આગમભક્તિ જાગતી હોય તો છેવટે આ દાખલા ઉપરથી પણ આપણને ચાનક ચડવી જોઈએ. આપણા આવડા મોટા મુનિસંઘમાંથી થોડાક તો આ લોઢાના ચણા ચાવનારા વિરલા મળવા જોઈએ, અને વિના વિલંબે આગમોનાં મૂળ સૂત્રો ઉપરાંત પંચાંગી સહિત આગમ-ગ્રંથો અને બીજા મહત્ત્વના સંસ્કૃત, પ્રાકૃત કે બીજી લોકભાષાના ગ્રંથો સુસંપાદિત અને સંશોધિત રૂપે, આધુનિક ઢબે, તૈયાર કરીને પ્રગટ કરવાનો આરંભ થઈ જવો જોઈએ.
દેખીતી રીતે લોઢાના ચણા ચાવવા જેવું લાગતું આ કામ, છેવટે સાકરના ટુકડા ચાવવા જેવું આનંદપ્રદ બનવાનું છે એ સમજાવવાની જરૂર ખરી ?
શ્રમણવર્ગ માટે અધ્યયનની આવશ્યકતાનો થોડો ઐતિહાસિક સંદર્ભ તપાસી યોગ્ય અધ્યયનક્રમ વિષે થોડાં પ્રાસંગિક સૂચનો પણ અત્રે નિર્દેશીએ છીએ :
અંગ્રેજોના આગમન પહેલાં, આપણા મહાન જ્યોતિર્ધર અને ભારતીય વિદ્યાના ઊંડા વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે લોકભાષામાં તેમ જ સંસ્કૃત-પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષામાં વિવિધ વિષયના લોકભોગ્ય તેમજ વિદ્વભોગ્ય સાહિત્યનું વિપુલ સર્જન કર્યું હતું એટલું જ નહિ, એ યુગમાં જેની ખૂબ બોલબાલા હતી તે નવ્યન્યાયની શૈલીમાં પણ ગ્રંથો રચ્યા હતા. આને લીધે એ યુગમાં જૈન સાહિત્ય શાસ્ત્રીય, તાર્કિક અને બીજી સામાન્ય કૃતિઓથી સારા પ્રમાણમાં સમૃદ્ધ બન્યું હતું, અને ઇતર ભારતીય સાહિત્યની હરોળમાં પોતાનું ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરી શક્યું હતું.
પણ આપણા આ અસાધારણ કોટીના જ્ઞાની મહાપુરુષ પછી અને અંગ્રેજી શાસનના ઉદયની સાથે ભારતીય વિદ્યાઓનું જે અનોખી ઢબે અધ્યયન થવા લાગ્યું, તેની સાથે આપણે પૂરેપૂરાં કદમ ન મિલાવી શક્યા. અલબત્ત, આ સમય દરમિયાન
Page #107
--------------------------------------------------------------------------
________________
૮૪
જિનમાર્ગનું અનુશીલન કોઈકોઈ સમયજ્ઞ, દીર્ઘદ્રષ્ય આચાર્યો કે મુનિવરો આપણે ત્યાં પણ થઈ ગયા અને અત્યારે પણ વિદ્યમાન છે, જેમણે ઇતર ભારતીય સાહિત્યના ધોરણે જૈન સાહિત્યનો વિકાસ સાધવાનો પ્રશસ્ય અને અમુક પ્રમાણમાં સફળ પ્રયત્ન કર્યો છે, કરી રહ્યા છે. આવા પ્રયત્નમાં કેટલાક ગૃહસ્થ વિદ્વાનોનો ફાળો પણ ખૂબ નોંધપાત્ર છે, અને એ બધા પ્રયત્નોનું દેશવિદેશમાં મૂલ્યાંકન પણ થયું છે, અને કેટલુંક આવકારપાત્ર પરિણામ પણ આવ્યું જ છે. આમ છતાં બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્ય અને સંસ્કૃતિનું જેટલા વ્યાપક પ્રમાણમાં આપણા દેશમાં અને દુનિયામાં ખેડાણ થયું છે, તેની સરખામણીમાં જૈન સાહિત્ય અને સંસ્કૃતિના ખેડાણની બાબતમાં આપણે બહુ પાછળ છીએ; જ્યારે સાહિત્યની વિપુલતા તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ પાછળ રહેવાને કોઈ કારણ દેખાતું નથી. પણ આ દિશામાં જરૂરી જાગૃતિ અને પ્રયત્નશીલતાનો અભાવ જ આનું કારણ હોય એમ લાગે છે.
સંસ્કૃત-પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષાઓની વાત તો બાજુએ રહી, પણ ગુજરાતીહિન્દી-મરાઠી જેવી લોકભાષામાં જેઓ સિદ્ધહસ્ત લેખક ગણાય અને શાસ્ત્રીય વિષયોને જેઓ સરસ અને સુગમ રીતે લોકભાષામાં રજૂ કરી શકે એવા વિદ્વાનો આપણા શ્રમણસમુદાયમાં આજે કેટલા ? સંસ્કૃત ભાષાને જાણવી એ ભારતીય સંસ્કૃતિને સમજવા માટે અનિવાર્ય છે. પણ કેટલાય જૈન શ્રમણો સંસ્કૃત ભાષાના સારા જાણકાર હોવા છતાં, તેઓ પ્રાકૃત ભાષાથી અજાણ કે એ ભાષાના અલ્પજ્ઞ હોવાનું જોઈએ છીએ. પ્રાકૃત ભાષાના અધ્યયનનો પાયો કાચો રહેવાને કારણે તાત્વિક, તાર્કિક કે આગામિક અધ્યયનમાં પણ ઘણી કચાશ રહી જવા પામે છે. આનો અર્થ કોઈ એવો ન કરે કે આપણે ત્યાં શાસ્ત્રીય અધ્યયન સાવ થંભી ગયું છે; એવું અધ્યયન આજે પણ ચાલુ છે જ. પણ સાથે સાથે શ્રમણ-સમુદાયની વિપુલતાના પ્રમાણમાં એ ઘણું ઓછું છે એ પણ એટલું જ સાચું છે. અને જે કંઈ ઊંડું શાસ્ત્રાવગાહન અલ્પસ્વલ્પ માત્રામાં થઈ રહ્યું છે, એમાં ઐતિહાસિક અને તુલનાત્મક સંશોધનદષ્ટિનો મોટે ભાગે અભાવ હોવાને લીધે એ અત્યારના યુગની જિજ્ઞાસાને અને જરૂરિયાતને ભાગ્યે જ સંતોષી શકે છે.
જૈન શ્રમણ તરીકેના જીવનમાં જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવાનો જે વિરલ સુયોગ મળે છે તે બીજે ભાગ્યે જ મળે છે. સામાન્ય જનસમૂહની બાહ્ય ક્રિયાકાંડ તરફની રુચિને સંતોષી કે પોષી શકે એવો, જ્ઞાનની મધ્યમ કક્ષાવાળો અમુક શ્રવણસમુદાય આપણે ત્યાં ભલે હોય, પણ એનું ય અંતિમ ધ્યેય તો એ જનસમૂહને અને પોતાની જાતને જ્ઞાન અને ચારિત્રની ઉચ્ચ કોટીએ લઈ જવાનું જ હોય. પરંતુ શ્રમણ-સમુદાયમાં નોંધપાત્ર સંખ્યામાં એક વર્ગ એવો પણ હોય, કે જે પોતાની ઉત્કટ અને વ્યાપક જ્ઞાનસાધનાને બળે વિદ્યાવારિધિ વિદ્યાનો સાગર) બન્યો હોય અને ઉત્કટ ચારિત્રના બળે વિશ્વમૈત્રીની ભાવનાને પોતાના જીવનમાં ઉતારી હોય.
Page #108
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪, ૫
૮૫ - ટૂંકમાં, પ્રત્યેક જૈન શ્રમણે પોતાની શક્તિ અને બુદ્ધિનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે, એ માટે યથાશક્ય વિદ્યાધ્યયન કરવું જોઈએ. વિદ્યાધ્યયનથી સધાતી એકાગ્રતા માનવીને અનેક દોષોમાં પડતો બચાવી લે છે. વિદ્યારસ એક અપૂર્વ રસ છે.
દરેક નવદીક્ષિતને માટે પહેલાં માતૃભાષાની અને રાષ્ટ્રભાષા હિન્દીની)* નિપુણતા, પછી સંસ્કૃત-પ્રાકૃતનો ઊંડો અભ્યાસ અને પછી પોતપોતાની બુદ્ધિ અને રુચિ પ્રમાણે દાર્શનિક, આગમિક, સાહિત્યશાસ્ત્ર કે એવા વિષયોનું મર્મસ્પર્શી અધ્યયન અને સાથોસાથ શક્ય હોય એ પ્રમાણે અંગ્રેજી જેવી વિશ્વભાષાની અને ઐતિહાસિક અને તુલનાત્મક સંશોધન-પદ્ધતિની જાણકારી: અભ્યાસનો આવો કંઈક ક્રમ યોજી શકાય. પણ નવદીક્ષિતોના પદ્ધતિસરના અભ્યાસ માટે શ્રીસંઘ કોઈ વ્યવસ્થિત યોજના તૈયાર કરે તો જ આ કામ સરખી રીતે થઈ શકે.
(તા. ૨૬-૯-૧૯૫૯, તા. ૨૧-૩-૧૯૬૪)
(૫) સંઘમાં શ્રમણ-સમુદાયના સુગ્રથન અને વિધાવિનયન
માટેનું એક ધ્યાનપાત્ર આયોજન સ્થાનકવાસી જૈન સમાજ કાળના પ્રવાહની સાથે પોતાના ધર્મ અને સમાજને ટકાવવા સારી રીતે પ્રયત્નશીલ બન્યો છે એ બીના આનંદ ઉપજાવે એવી છે. આમ થવાનું એક કારણ, અમારા મત પ્રમાણે, એ છે કે એ સમાજમાં શ્રમણ-સમુદાય અને શ્રાવક-સમુદાય વચ્ચે ઠીકઠીક પ્રમાણમાં સુમેળ પ્રવર્તે છે. સમાજના યોગ-ક્ષેમને ધ્યાનમાં રાખીને શ્રાવક-સમુદાય તરફથી કોઈ સૂચના કરવામાં આવે તો તે સમાજહિતકર છે એમ સમજીને શ્રમણ-સમુદાય એનો બને તેટલો આદર કરે છે. એવી જ રીતે સાધુ-સમુદાયનાં સૂચનો અને ઉપદેશોને શ્રાવક-સમુદાય માથે ચઢાવવામાં આનંદ માને છે.
આવો સુમેળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજના સાધુઓ અને શ્રાવકો વચ્ચે નથી એ એક કડવી છતાં સાચી હકીકત છે. સાધુઓમાં એક વર્ગ તો એવો પણ છે કે જેને શ્રાવકોની કોઈ પણ સૂચનાનો આદર કરવામાં ભારે આઘાત લાગે છે. તેઓ તો જ્યારે ને ત્યારે “શ્રમણપ્રધાન જૈનસંઘ'નું સૂત્ર ઉચ્ચારીને સાધુજીવનની સર્વોપરિતા સાબિત કરવા પ્રયત્ન કરે છે. સાધુઓ સંઘના નાયકપદે જરૂર છે; પણ
* કૌંસના શબ્દો સંપાદકીય ઉમેરો છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન જ્યાં સુધી માનવી પૂર્ણતાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તે ભૂલને પાત્ર છે જ -- ભલે એ સાધુ હોય કે શ્રાવક. આપણા મુનિવરો આ સાદી સમજની વાતને ભૂલી ગયા છે, અથવા જાણી-બૂઝીને તરછોડી રહ્યા છે તેનાં બહુ માઠાં ફળ સમાજને વેઠવાં પડ્યાં છે. જૈનધર્મરૂપી રથનાં સાધુ અને શ્રાવક એ બે પૈડાં હોય, તો એ બંનેએ સાથેસાથે સરખી રીતે ચાલવું ઘટે; એમ થાય તો જ સમાજનો રથ ધારી દિશામાં જઈ શકે. પણ આજે આપણે ત્યાં એક પૈડું સાવ નાનું અને નબળું થઈ ગયું છે તો બીજું પૈડું પ્રમાણાતીતપણે મોટું અને જાડું થઈ ગયું છે. આ સ્થિતિમાં આ રથ લથડિયાં ખાય તો તેમાં બીજાનો દોષ ન કાઢી શકાય. જ્યારે પણ જેનધર્મનો રથ સ્થિરપણે હાંકવો હશે, ત્યારે આ બંને પૈડાંઓએ એકબીજાની સમાન ઉપયોગિતા સ્વીકારવી પડશે. શાસ્ત્રોએ પણ ઠેરઠેર સંઘની – શ્રાવકસંઘની – આમન્યાનું વિધાન કરેલું છે. પણ આજે તો એ બધું શાસ્ત્રોમાં જ રહી ગયું છે.
અહીં ખાસ કહેવાનો મુદ્દો આપણા સાધુસમુદાયના વિદ્યાભ્યાસ અંગેનો છે. સાધુજીવનનું એક અંગ જેમ ચારિત્રનું પાલન છે, તે રીતે તેનું બીજું અંગ અખંડ જ્ઞાન-ઉપાસના છે. સાચા જ્ઞાનમાંથી ચારિત્રની સાચી દૃષ્ટિ લાધે છે; એટલા માટે જ્ઞાન અનિવાર્ય બને છે. શાસ્ત્રકારોએ પણ જ્ઞાન અને ચારિત્ર બંનેના સહકારથી મોક્ષની પ્રાપ્તિ થવાનું સૂચવ્યું છે. એટલે જ્ઞાન-ઉપાસના પ્રત્યે કોઈ પણ રીતે દુર્લક્ષ કરી શકાય નહીં. જ્ઞાન જેટલું ઊંડું અને તલસ્પર્શી, તેટલી ધર્મબુદ્ધિ વધુ પાકટ થતી જાય.
વસ્તુસ્થિતિ આવી હોવા છતાં આપણા સાધુસમુદાયમાં વિદ્યાની ઉપાસના જોઈએ તેવી તલસ્પર્શી થતી નથી, પણ અમુક હદ સુધી આગળ વધીને, જાણે અભ્યાસીને થાક ચડ્યો હોય એમ, અટકી જાય છે. આમ થવામાં અનેક કારણો ગણાવી શકાય, પણ અત્યારના સંજોગો જોતાં મુખ્ય કારણ અમને એ લાગે છે કે ઊછરતા નવજુવાન સાધુઓ અમુક એક જગ્યાએ નચિંતપણે અમુક સમય સુધી રહીને એકાગ્રતાપૂર્વક અખંડ રીતે વિવિધ વિદ્યાઓનું અધ્યયન કરી શકે એવી જોગવાઈનો આપણે ત્યાં સાવ અભાવ છે. આ અભાવને કારણે બે મુશ્કેલીઓ ઊભી થાય છે : એક તો જુદાજુદા સમુદાયના સાધુઓના અભ્યાસ માટે જુદાજુદા પંડિતોને રોકવા પડતા હોવાથી અર્થવ્યય પુષ્કળ થાય છે; અને છતાં એનું નક્કર પરિણામ ભાગ્યે જ આવતું દેખાય છે. અને બીજું, આપણા મુનિવરો અનેક વિદ્યાઓમાં વિશારદ બનવા જોઈએ, તેના બદલે બહુ અલ્પ જ્ઞાન મેળવીને સંતોષ માનતા થઈ જાય છે. આ સ્થિતિ જૈન સમાજ, જૈન ધર્મ, જૈન સંસ્કૃતિને માટે કોઈ પણ રીતે લાભદાયક નથી. તેથી તેને માટે આપણે વિના વિલંબે ઘટતો ઉપાય હાથ ધરવો જોઈએ.
સ્થાનકવાસી સાધુઓ જેમ એકીકરણની દિશામાં જાગૃત બન્યા, તે જ રીતે પોતાના સમુદાયના સાધુઓ સાચા વિદ્વાનો અને એ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ ઃ ૫
થોડા વખત પહેલાં (૧૧-૧૨ સપ્ટેમ્બરે) કુચેરા (મારવાડ) મુકામે સ્થાનકવાસી કૉન્ફરન્સની સામાન્ય સભા મળી હતી. તેમાં મુનિરાજોના સ્થિર અભ્યાસની જરૂર ત૨ફ ધ્યાન દોરતો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તે નવમો ઠરાવ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘે પણ સમજવા-વિચારવા જેવો હોવાથી અહીં ઉદ્ધૃત કરીએ છીએ : “વર્તમાન પરિસ્થિતિ તરફ નજર નાખતાં એ આવશ્યક દેખાય છે કે આપણા સમાજમાં પણ વિદ્વાન સાધુ-સંઘ તથા મહાસતીજીઓ તૈયાર થાય. તેટલા માટે આ સામાન્ય સભા શ્રમણસંઘના મુનિમહારાજશ્રીઓને વિનંતિ કરે છે કે પોતપોતાના વિદ્યાર્થી-મુનિરાજોને સિદ્ધાંતશાળામાં મોકલે અને આ યોજનાનો પૂરેપૂરો લાભ લે. કામચલાઉ સિદ્ધાંતશાળા ખોલવાને બદલે કાયમને માટે સિદ્ધાંતશાળા ખોલવાની વ્યવસ્થા કરે.”
અમને આ બહુ સમયસરનો અને અગત્યનો ઠરાવ લાગે છે. એક સ્થાને સ્થિરતાથી અમુક સમય લગી રહીને વિદ્યા-ઉપાસના કરવામાં ન આવે તો ઊંડું જ્ઞાન ન મળે એ સહેજે સમજી શકાય એમ છે. સ્થાનકવાસી સમાજ આટલું કરી શકે છે તેનું કારણ એ પણ લાગે છે કે તેમની કૉન્ફરન્સ અને સાધુસમુદાય વચ્ચે પણ ઠીકઠીક મેળ છે. જ્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં સ્થિતિ આથી સાવ જુદી છે. દોષ કોનો છે એ ચર્ચામાં ન ઊતરતાં એટલું તો જરૂર કહી શકીએ કે આપણી કૉન્ફરન્સ અને આપણા શ્રમણ-સમુદાય વચ્ચે સુમેળ થવો હજુ બાકી છે.
આજે જ્યારે દેશમાં અને દુનિયામાં વિવિધ વિદ્યાશાખાઓનું ખૂબ ખેડાણ થવા લાગ્યું છે, ત્યારે આપણે જો વિદ્યાર્થી કે વિદ્વાનો બાબતે દરદ્ર હોઈશું તો ગમે તેટલી લક્ષ્મી અને ગમે તેટલા ક્રિયાકાંડો પણ આપણા તેજને ટકાવી શકવાનાં નથી. એટલે જો જૈનધર્મનું સાચું હિત આપણા હૈયે વસતું હોય, તો સંઘના નાયક ગણાતા આપણા સાધુ-મુનિરાજો વિદ્યા-વિશેષજ્ઞો બને એવી જોગવાઈ આપણે કરવી જ જોઈએ; અને આ જોગવાઈ એટલે અમુકઅમુક સ્થળોએ એવાં વિદ્યાકેન્દ્રો ઊભાં કરવાં કે જ્યાં મુનિરાજો સ્થિરતાથી રહીને એકાગ્રપણે વિદ્યા હાંસલ કરી શકે.
આ વાત લખતાં સહેજે પૂજ્ય આચાર્યશ્રી વિજયનેમિસૂરિજીનું નામ હૈયે ચઢી જાય છે. તેઓ કંઈક એવી ભાવના સેવતા હતા કે કદંબિગિર જેવા એકાંત-શાંત તીર્થસ્થાનમાં એવી એકાદ વિદ્યાસંસ્થા ઊભી કરવામાં આવે, જ્યાં રહીને મુનિરાજો વિદ્યા-અધ્યયન કરી શકે. તેઓની આ ભાવના મૂર્ત રૂપ લે તે પહેલાં તેઓ ચાલ્યા ગયા ! પણ આ વિચાર જરૂર અમલમાં મૂકવા જેવો અમને લાગ્યો છે.
છેવટે, આ પ્રશ્ન એકાદ વાર લખવામાત્રથી કે કહેવામાત્રથી ન પતે એ સહેજે સમજી શકાય એમ છે. તેથી અમે આપણા વિચારકો – મુનિરાજો તેમ જ વિદ્વાનો આ સંબંધી મુક્તપણે પોતાના વિચારો રજૂ કરે એમ ઇચ્છીએ છીએ.
(તા. ૬-૧૧-૧૯૫૪)
૮૭
Page #111
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન (૬) શ્રમણવિધાલય – એક અવશ્ય કરવા જેવું કાર્ય - પ્રારબ્ધને બાદ કરીએ (ખરી રીતે તો પ્રારબ્ધ એ પણ ભૂતકાળનો પુરુષાર્થ જ છે) તો માનવીનો વિકાસ એ પોતાને મળેલ સમય, શક્તિ અને સાધનસામગ્રીનો એ કેવોક ઉપયોગ કરી જાણે છે, તેમ જ ક્યારેક પ્રતિકૂળ લાગતા સંયોગો સામે એ કેવો પુરુષાર્થ આદરે છે એના ઉપર જ આધાર રાખે છે. આપણો શ્રમણસમુદાય પણ કંઈ આ સર્વસામાન્ય નિયમનો અપવાદ નથી. એની ચડતી-પડતીનો ઇતિહાસ પણ આ સામાન્ય નિયમની યથાર્થતાની જ સાખ પૂરે છે.
વ્યાવહારિક વિકાસની વાત હોય કે ધાર્મિક-આધ્યાત્મિક-પારમાર્થિક વિકાસનો વિચાર હોય; બંનેમાં જ્ઞાન અને ક્રિયાનું સમાન રીતે મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. કોઈ વિકાસનો માર્ગ જ ખ્યાલમાં ન હોય તો એ માર્ગે આગળ વધવાની શક્યતા જ નથી રહેતી. અને માર્ગનો બોધ થયા છતાં એ માર્ગે જો આગળ વધવામાં ન આવે તો એ બોધ કશું પણ ઇષ્ટ પરિણામ નિપજાવી શકતો નથી.
આમ જોઈએ તો જૈન શ્રમણસમુદાયનું જીવન જ્ઞાન અને ક્રિયાની આરાધનાને વરેલું છે. એ બેની ઉત્કટ ઉપાસના દ્વારા એમણે મિત્તે કે સવ્વપૂTY (“મારી સર્વ ભૂતો સાથે મૈત્રી છે') એ વિશ્વમૈત્રીના સૂત્રનો જીવનમાં સાક્ષાત્કાર કરીને પોતાના અંતિમ સાધ્યને સિદ્ધ કરવાનું છે. પણ જ્યારેજ્યારે આ જ્ઞાનસાધના ઓછી વ્યાપક અને ઓછી સત્વગામી બનીને કોઈ ક્ષુલ્લક પક્ષનું કે સાંપ્રદાયિક માન્યતાઓનું સમર્થન કરવાના માર્ગે વળી જાય છે, તેમ જ ક્રિયાની આરાધના ચિત્તશુદ્ધિ અને કર્મ-કષાય-ફ્લેશમુક્તિ દ્વારા આત્મશુદ્ધિની સાધક બનવાને બદલે ચિત્તની રૂઢતા અને મૂઢતામાં જ અટવાઈ જાય છે, ત્યારે તેવા શ્રમણોના અનુગામીઓનો વિકાસ પણ થંભી જાય છે; બલ્બ, એમાંથી કટ્ટર સાંપ્રદાયિકતાનો પ્રાદુર્ભાવ થવાને લીધે સમાજ કે સંઘમાં ક્લેશ, દ્વેષ અને કુસંપ વ્યાપક બની જાય છે. પછી સંઘ એક શક્તિહીન બાહ્ય કલેવર બની જાય
જૈનસંઘની વર્તમાન સ્થિતિ કંઈક અંશે આવી જ શોચનીય બની ગઈ છે. એટલે સંઘનું સંગઠન સાધવાનો, સંઘને પ્રાણવાન બનાવવાનો અને સંઘનો સર્વાગીણ અભ્યદય કરવાનો એકમાત્ર ઉપાય આપણા શ્રમણ સમુદાયની જ્ઞાનોપાસનાને ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જવી એ જ છે. તો જ આપણો ગુરુવર્ગ પોતાનાં સમય, શક્તિ અને સાધનસામગ્રીનો પોતાના તેમ જ સંઘના અભ્યદય માટે ઉપયોગ કરી શકે.
આ દૃષ્ટિએ વિચારતાં, પૂજય પંડિતવર્ય શ્રી સુખલાલજીએ થોડા દિવસો પહેલાં કપડવંજમાં ઊજવાયેલ પૂજ્ય મુ. મ. શ્રી પુણ્યવિજયજીના જન્મતિથિ-સમારંભમાં
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ ઃ ૬
અધ્યક્ષસ્થાનેથી આપેલ પ્રવચનમાં આપણાં સાધુ-સાધ્વીઓ માટે વિશિષ્ટ પ્રકારના વિદ્યાલયની જરૂરનું જે સૂચન કર્યું છે, તે ખૂબ સમયસરનું તેમ જ આવકારપાત્ર લાગે છે. આ અંગે પંડિતજીએ જણાવ્યું હતું –
“યુગબળ અને લોકોની જિજ્ઞાસાનું ઉત્કટ બળ એટલું બધું દબાણ કરી રહ્યું છે કે હવે આ દિશામાં સમજદાર જૈન ગૃહસ્થને કે શાસનભક્ત મુનિગણને વિચાર્યા વિના અને કંઈક એને અનુરૂપ પગલું ભર્યા વિના ચાલે તેમ જ નથી. આ રીતે વિચાર કરતાં આપણે એવે તબક્કે પહોંચીએ છીએ કે જેમાં કાંઈક રચનાત્મક એવું કામ ક૨વું જોઈએ, કે જેને લીધે પ્રથમ સૂચવેલ વિશેષતાઓ સચવાય, નબળાઈઓ દૂર થાય અને નવોદિત વિદ્યાપ્રવાહોને ઝીલી આત્મસાત્ કરી શકાય. આ માટે મને અત્યારે એક જ વિચાર મુખ્યપણે રજૂ કરવાનું મન થાય છે; અને તે વિચાર તે વ્યવસ્થિત, સર્વગ્રાહી અને નવીન વિદ્યાપ્રવાહોનો પૂરો લાભ લઈ શકાય તેવી સાધુ-સાધ્વીઓની અભ્યાસની યોજના કરવાનો અને તે માટે એક વિશિષ્ટ કહી શકાય એવા વિદ્યાલયની જવાબદારી લેવાનો.”
૧૯
પંડિતજીએ પોતાના આ માર્ગસૂચક પ્રવચનમાં આવું વિદ્યાલય કેવું હોય એની રૂપરેખા પણ આપી છે (આ આખું પ્રવચન અમારા પત્રના આ અંક પહેલાંના બે અંકોમાં છપાયું છે); પણ એ બધી વિગતોમાં ઊતરવાની અત્યારે જરૂર નથી. અત્યારે તો જૈનસંઘે મુખ્યત્વે એ જ વાતનો નિર્ણય કરવાનો છે કે આવી કેન્દ્રસ્થ જ્ઞાનસંસ્થાની જરૂર છે કે નહીં. એક વાર જો આવી જરૂ૨ સ્વીકારાય અને સાથેસાથે જ એ માટે પ્રયત્ન કરવાનો નિર્ણય કરવામાં આવે, તો બાકીની વિગતો તો, યોગ્ય વ્યક્તિઓ સાથે પરામર્શ કરીને, પછીથી નક્કી કરી શકાય. અમારી સમજ મુજબ તો આ કાર્ય અવશ્ય વહેલામાં વહેલી તકે કરવા જેવું છે.
આ યુગના મહાપ્રભાવક પુરુષ આચાર્ય મહારાજશ્રી વિજ્યનેમિસૂરીશ્વરજી કદંબગિર તીર્થમાં આવી વિદ્યાસંસ્થા સ્થાપવાના મનોરથો સેવતા હતા; પણ જૈનસંઘનું ભાગ્ય એટલું મોળું કે એ સિદ્ધ થાય તે પહેલાં જ તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો ! આ લખતી વખતે અમે એ વાત બરાબર જાણીએ છીએ કે આ વિચારને અમલી બનાવવાનું કામ કેટલું મુશ્કેલ છે. પણ જે કાર્ય સંઘના અભ્યુદય માટે અનિવાર્ય જ હોય અને યુગબળ પણ એની જ માગણી કરતું હોય, તો એ વિચારની ઉપેક્ષા આપણે આપણા અભ્યુદયના ભોગે જ કરી શકીએ. તો આ વિચારને શ્રીસંઘ વહેલામાં વહેલી તકે અમલી રૂપ આપવાનો પ્રયત્ન આદરે એ જ અભ્યર્થના.
(તા. ૧-૧૨-૧૯૬૨)
Page #113
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
(૭) સાધના અને સેવા : સાધુજીવનની બે પાંખો
માનવદેહધારીને સાચો માનવ બનાવવા માટે કોઈક અનોખી શક્તિના આશ્રયની જરૂર પડે છે. આ શક્તિને ગમે તે નામે ઓળખવામાં આવે, પણ માનવજીવન અને પશજીવન વચ્ચેની ભેદરેખાને અંકિત કરવાનું કામ આ શક્તિ જ કરે છે. ભારતવર્ષે આ શક્તિને ધર્મ તરીકે બિરદાવી છે અને અપનાવી છે.
પણ, ધર્મના આવા મહિમા ઉપરથી, રખે કોઈ માની લે કે ધર્મ પોતાની મેળે અને પોતાના બળે જ ટકી રહે છે. અન્ય ભાવનાઓ અને બાબતોની જેમ ખુદ ધર્મને પોતાને પણ ટકી રહેવા માટે, વધવા માટે અને જીવંત કે પ્રભાવશાળી થવા માટે કોઈક શક્તિના આશ્રયની જરૂર રહે જ છે. ધર્મને આશ્રય આપનાર આ શક્તિ એટલે એને અનુસરનાર અનુયાયીવર્ગ. આ અનુયાયી વર્ગની એટલે કે ધર્મસંઘની શક્તિ-અશક્તિ જ છેવટે ધર્મની શક્તિ અથવા અશક્તિ બની જાય છે. અનુયાયીવર્ગ નિર્બળ હોય અને ધર્મ બળશાળી રહે અને પોતાના ખમીરને ટકાવી રાખી શકે એ ન બનવા જેવી વાત છે. ધ ધાર્ષિાર્વિના (ધાર્મિક વ્યક્તિઓના અભાવે ધર્મ ટકતો નથી) એ સૂત્રનો આ જ ભાવ છે.
જૈન પરંપરાએ સ્વીકારેલી ચતુર્વિધ સંઘની વ્યવસ્થા તેમ જ સાત ક્ષેત્રની વ્યવસ્થા પણ એમ જ કહે છે કે આ સંઘવ્યવસ્થા તથા સાત ક્ષેત્રની સાચવણીમાં જ આપણા ધર્મ અને સંઘનું હિત રહેલું છે. આ ઉપરથી, સ્વાભાવિક રીતે જ, એમ ફલિત થાય છે કે સંઘના શક્તિશાળી અંગે એના કમજોર અંગની રક્ષા કરવી એ ધર્મકર્તવ્ય છે. એટલે પછી સંઘના નાયકપદે બિરાજતા શ્રમણ સંઘની એ પહેલી અને પવિત્ર ફરજ છે કે સમાજ અથવા શ્રાવકસંઘના યોગક્ષેમની પૂરતી સંભાળ રાખવી. શ્રાવકસંઘ પોતાના ગુરુપદે બિરાજતા શ્રમણ સંઘની પૂરેપૂરી સેવાભક્તિ માટે સદા સજ્જ રહે અને શ્રમણસંઘ કેવળ શ્રાવકસંઘના પરલોકના હિતની જ ચિંતા સેવે, અને એની આ જન્મની મુસીબતોની ઉપેક્ષા કરીને એના ઉત્કર્ષ માટે કશી પ્રેરણા ન આપે, તો એવી વ્યવસ્થા એકાંગી અને અપંગ જ ગણાય, અને એનું માઠું પરિણામ ધર્મ અને સંઘ બંનેને ભોગવવાનો વખત આવ્યા વગર ન રહે. બીજાઓનાં સુખ-દુઃખને પણ પોતાનાં સુખદુઃખ રૂપે જ સમજવાની તત્ત્વદૃષ્ટિ પણ આ વાતનું જ સમર્થન કરે છે.
આમ છતાં, કોણ જાણે કેમ, પણ જાણે શ્રાવકસંઘના ઉત્કર્ષ માટે ચિંતા અને પ્રયત્ન કરવાથી શ્રમણસંઘને ધર્મવિરુદ્ધ વર્તાનો દોષ લાગી જતો હોય એવી શોચનીય માન્યતા આપણે ત્યાં એવી ઘર કરી ગઈ છે કે જેથી અનેક મુસીબતોમાં જીવતાં આપણાં
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૭.
સહધર્મી ભાઈ-બહેનોની સંભાળ લેવામાં આપણો ગુરુવર્ગ ઘણી ઉપેક્ષા સેવે છે; અને છતાં સાધર્મિક-વાત્સલ્યનાં ગુણગાન સંભળાવતાં તેઓ થાકતા નથી !
પણ “શ્રાવક-વર્ગના ઉત્કર્ષની ચિંતા સેવવાથી સાધુ-વર્ગને દોષ લાગી જાય એ માન્યતા કેવળ ભ્રામક છે. આ બાબતમાં સરળ-પરિણામી શાંતસ્વભાવી આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીએ સાચો માર્ગ દેખાડ્યો છે. પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાના માસિક મુખપત્ર “વિજયાનંદના ગત ઓક્ટોબર માસના અંકમાં આ અંગેના આચાર્યશ્રીના વિચારો આમ રજૂ કરવામાં આવ્યા છે :
“પ્રશ્નઃ કોઈ એમ કહી શકે છે કે સાધુઓએ તો આત્માના ઉદ્ધારની જ વાત કરવી જોઈએ; એમને સમાજના ઉદ્ધાર સાથે શી નિસ્બત ? સમાજ તો સંસાર છે. સાંસારિક વાતોમાં પડવાથી સાધુ પોતાનું કલ્યાણ વીસરી જશે.
ઉ.: સાધુએ પોતાના કલ્યાણની વાતને ભૂલવી ન જોઈએ એ કહેવું અમુક હદ સુધી ઠીક છે. પણ આત્માના ઉદ્ધારનો સંબંધ કેવળ પોતાના આત્મા સાથે જ હોય તો તો આમ કહેવું બરાબર ગણાય; પરંતુ જૈનધર્મની દૃષ્ટિએ તો સમસ્ત (છકાયના) જીવો સાથે આત્માના ઉદ્ધારનો સંબંધ દાખવવામાં આવ્યો છે. ભગવાન મહાવીરની અનુભવપૂર્ણ વાણી કહે છે કે જે ધર્મનું આચરણ કરીને પોતાના આત્માનું શ્રેય સાધવા ઇચ્છતો હોય, એને માટે પાંચ સ્થાનોનો આશ્રય (સાથે) લેવો અનિવાર્ય કહેવામાં આવ્યો છે – (૧) છકાયના જીવો, (૨) ગણ (પોતે જે સંઘ કે સમાજમાં રહેતો હોય), (૩) રાજા, (૪) ગૃહસ્થ-સમાજ અને (૫) શરીર.
“મતલબ કે સાધુ-જીવનનો નિવહ ગૃહસ્થ-સમાજના અસ્તિત્વ ઉપર આધાર રાખે છે, અને સમાજમાં જેટલા પ્રમાણમાં વધુ ઉજ્વળતા અને ધાર્મિકતા હશે તેટલા પ્રમાણમાં સાધુજીવન ઉજ્જવળ બનશે; કારણ કે સાધુપણાનો સ્વીકાર કરનાર વ્યક્તિઓ સમાજમાંથી જ ઊભી થતી હોય છે. તેથી જ સાધુઓ કેવળ એકાંતપણે વ્યક્તિગત સાધના કરવામાં જ પોતાની સાધનાની ચરિતાર્થતા નથી માનતા, અને સમાજનું કલ્યાણ થાય એ માટે ઉપદેશ, પ્રેરણા અને માર્ગદર્શન આપવા તરફ પણ ધ્યાન આપે છે – તે એટલે સુધી કે રાજ્યકર્તા-વર્ગને પણ સુધારવાની અને નીતિધર્મના માર્ગે સ્થિર-દઢ રહેવાની પ્રેરણા સાધુઓ જો અવારનવાર આપતા ન રહે, તો આખા રાષ્ટ્ર અને સમાજના મુખ્ય અંગરૂપ રાજ્ય બગડી જાય છે. દુનિયાનાં બધાં પ્રાણીઓ તરફ સાધુવર્ગ કરુણા અને એમનું રક્ષણ કરવાની દૃષ્ટિ ધરાવે છે એ જાણવાની પારાશીશી એ જ છે કે એ બધાં પ્રાણીઓને બચાવવાની તેમ જ એ પ્રમાણેનું સક્રિય આચરણ કરવાની ભાવના સેવવાની સાથેસાથે માનવ-સમાજને પણ એ દિશામાં કાર્યશીલ થવાની કેટલા પ્રમાણમાં પ્રેરણા આપે છે. પૂ.શ્રી. પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કહ્યું છે કે “જગતના બધા જીવોનું રક્ષણ કરવાની દયાભાવનાથી પ્રેરાઈને જ ભગવાન ઉપદેશ (પ્રવચન આપે છે.' કરુણાભાવનાનું સંસાર પ્રત્યેનું આ દૃષ્ટિબિંદુ કેટલું સુંદર છે !”
Page #115
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
આ પ્રમાણે દુનિયાનું ભલું થાય એવી પ્રેરણા આપવાનું કર્તવ્ય સાધુજીવન સાથે સંકળાયેલું હોવાનું જણાવીને આ મુદ્દાને વિશેષ સ્પષ્ટ કરતાં આચાર્યશ્રી કહે છે “સાધુવર્ગની આત્મસાધના સુંદર રીતે અને નિર્વિઘ્નપણે થતી રહે એટલા માટે પણ સંસારને સારો બનાવવાની જરૂર છે. જો સંસાર ગંો-મેલો હોય, સંસારમાં બદમાસ, ચોર, લૂંટારા, દુરાચારી વગેરે લોકોનું પ્રમાણ વધી જાય, તો સાધુ-વર્ગની સાધનામાં પણ વિક્ષેપ પડે. માની લ્યો કે એક સાધુ ઉપાશ્રયમાં પોતાની સાધનામાં બેઠા છે. એટલામાં પાડોશમાં એકાએક આગ લાગી ગઈ, અથવા તોફાન ફાટી નીકળ્યું, અથવા તો શોરબકોર થઈ ગયો. તો એવે વખતે શું સાધુ પોતાની સાધના શાંતિથી અને નિર્વિઘ્નપણે કરી શકશે ? નહીં કરી શકે. એટલા માટે જ કહું છું કે સાધુવર્ગે પોતાની સાધના નિર્વિઘ્નપણે થઈ શકે એ માટે, સારા સાધુઓનો વધારો થાય એટલા માટે, સંસારના જીવો પ્રત્યે કરુણાભાવનાને સક્રિય બનાવવા માટે, તેમ જ પોતાના ઉપકારીઓ તથા સહાયકોના ઉપકારનો બદલો ચુકવવા માટે, પોતાના આત્માના ઉદ્ધારની સાથેસાથે સમાજના ઉદ્ધારને માટે પણ પ્રયત્ન કરવો બહુ જરૂરી છે.” આ પછી સમાજના ઉદ્ધાર માટેની પ્રવૃત્તિથી સાધુસમુદાયને થનાર લાભની વાતનો વધારે ભારપૂર્વક નિર્દેશ કરતાં આચાર્ય મહારાજ સમજાવે છે
૯૨
“સમાજના ઉદ્ધાર તરફ ધ્યાન આપવાથી સાધુ પોતાની આત્મસાધનાની વાત ભૂલી જશે એમ કહેવું એ પણ ભ્રમ છે; ઊલટું કહેવું એમ જોઈએ, કે સમાજના ઉદ્ધાર તરફ ધ્યાન આપવાથી સાધુની આત્મિક સાધના ખીલી ઊઠશે, એમાં જાગૃતિ આવશે અને ક્રોધ, માન, લોભ, રાગ, દ્વેષ, સ્વાર્થ, કામ, મોહ વગેરે વિકારો કેટલા ઓછા થયા છે અથવા એને ઓછા કરવાનો પ્રયત્ન ચાલુ છે કે નહીં, એની પરીક્ષા પણ થતી રહેશે. અર્થાત્ સમાજનો ઉદ્ધાર થવાથી એની આત્મસાધના ખીલી જ ઊઠશે. એમાં નુકસાન નહીં પણ ફાયદો જ થશે; કારણ કે સમાજનું હિત કરનારાં સાધુનાં કેટલાંય કાર્યો પણ એની આત્મસાધનાના અંગરૂપ હોય છે. સાધુવર્ગ જે કંઈ ધર્મોપદેશ આપે છે, ધર્મની પ્રેરણા કરે છે, એ બધું સમાજના આત્માઓને સુધારવા માટે અને એમને ધર્મને માર્ગે દોરવા માટે જ હોય છે. એટલા માટે, જે વાતોથી દુનિયાનું કલ્યાણ થતું હોય, સંસારના જીવોને શાંતિ મળતી હોય, એ વાતોનું આચરણ કરવા-કરાવવાનો અને ઉપદેશ કે પ્રચાર કરવાનો પુરુષાર્થ સાધુવર્ગે કરવો જ જોઈએ... આ બધી રીતે વિચારતાં આત્માના ઉદ્ધારની સાથે સમાજના ઉદ્ધાર માટે પ્રયત્ન કરવો એ સાધુઓને માટે અનુચિત છે જ નહીં.”
આચાર્ય-મહારાજે સમાજ-ઉત્કર્ષ માટે સાધુઓ પ્રેરણા આપે અને પ્રયત્ન કરે તે વાત કેટલી સ્પષ્ટતાથી સમજાવી છે !
-
(૧-૫-૧૯૭૬)
આ રીતે જોઈએ તો આત્મસાધના અને સેવા એ એક જ સિક્કાની બે બાજુઓ છે. આ કેવી રીતે તે વિગતે વિચારીએ :
Page #116
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૭
આત્મસાધના એટલે આત્માની પૂર્ણ શુદ્ધિ, એટલે કે વિશ્વના બધા ય જીવો સાથે મૈત્રી અને અવૈરની પ્રતિષ્ઠા, અર્થાત્ આત્મામાં અહિંસાભાવનું પ્રકટન. - જ્યારે સેવાનું પ્રેરક તત્ત્વ છે કરુણા. બીજાનાં દુઃખનિવારણ, સુખ કે ભલા માટે પોતાનાં તન-મન-ધનનો કર્તવ્યબુદ્ધિથી, સહર્ષ વ્યય એનું નામ કરુણા. કરુણાપરાયણ વ્યક્તિ અન્યનું સંકટ જોઈને ગદ્દગદ બની જાય; એટલું જ નહીં, એ સંકટના નિવારણનો પ્રબળ પુરુષાર્થ કર્યા વગર એનાથી રહી શકાય જ નહીં.
આત્મસાધનાના ધ્યેયરૂપ અહિંસાનો અર્થ છે કોઈ પણ જીવના કેવળ સંહારના જ નહીં, પણ એના સંકટના પણ લેશ પણ નિમિત્ત ન બની જવાય એવી આત્મજાગૃતિ, અને કરુણાનો અર્થ છે કોઈ પણ દુઃખી જીવના દુઃખનિવારણ માટે પોતાના સર્વસ્વના ભોગે પણ ઉલ્લાસપૂર્વક પુરુષાર્થ કરવો તે.
આનો વ્યવહાર અર્થ એ થયો કે અહિંસા કરણાને આવકાર આપીને પરિપૂર્ણ બની શકે છે, અને કરુણા અહિંસાનું સ્વાગત કરીને સંપૂર્ણ બની શકે છે. છેવટે અહિંસા અને કરણા એ જીવનસાધનારૂપ એક જ સિક્કાની બે બાજુ બની રહે છે; અને એને એકબીજીથી સાવ જુદી પાડવાનું શક્ય નથી.
વસ્તુસ્થિતિ આવી હોવા છતાં, આપણે ત્યાં નિવૃત્તિમાર્ગ અને પ્રવૃત્તિમાર્ગના સારાસારપણાની ચર્ચા ઘણા જૂના વખતથી ચાલી આવે છે, અને તે પણ સૂક્ષ્મકોટિની અહિંસાને કેન્દ્રમાં રાખીને. સૂક્ષ્મ અહિંસાના સાધકો તથા એવી અહિંસાના આચરણનું સમર્થન કરતાં મોટા ભાગનાં ધર્મશાસ્ત્રોએ નિવૃત્તિપરાયણ જીવન જીવવાની પ્રબળ હિમાયત કરીને સાધકને પ્રવૃત્તિમાર્ગથી સર્વથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે. પરિણામે, પ્રવૃત્તિમાર્ગ, કે જે પણ ખરી રીતે જીવોની એક યા બીજારૂપે સેવા કરવાનો જ સ્વ-પરકલ્યાણકારી માર્ગ છે, તેની એટલી હદે ઉપેક્ષા (અને ક્યારેક તો નિંદા પણ) થવા લાગી, કે જેથી એ આત્મસાધનામાં બાધારૂપ લેખાવા લાગ્યો. આમ નિવૃત્તિમાર્ગ અને પ્રવૃત્તિમાર્ગ જાણે એકબીજાના વિરોધી હોય એ રીતે જ એની પ્રરૂપણા થવા લાગી; અને, નિવૃત્તિમાર્ગ અને પ્રવૃત્તિમાર્ગ વચ્ચે નિર્મોહવૃત્તિ કે અનાસક્તિના રસાયણથી સમન્વય સાધવાની કળાનું નામ જ સાચી જીવનસ્પર્શી સર્વસ્પર્શી સાધના – એ પાયાની વાત જ વીસરાઈ ગઈ. એટલે જે આત્મસાધક જનસેવાને પણ પોતાની સાધનાના અંગરૂપે સ્વીકારીને એ માટે પ્રવૃત્તિ કરવાની દીર્ઘદૃષ્ટિ દાખવે છે, એમની ટીકા કરતાં પણ આપણે અચકાતા નથી !
આનો અંજામ એ આવ્યો કે સાધકનાં જીવન અને સાધના બંને એકાંગી બની ગયાં, અને પ્રત્યક્ષ લોકસેવાનો માર્ગ હીન લેખાવા લાગ્યો. અને છતાં કોઈ પણ સાધકને પોતાની સાધનામાં અને પોતાના જીવનયાપનમાં જનસમાજની શ્રદ્ધા, સેવા, ભક્તિ
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૪
જિનમાર્ગનું અનુશીલન
વગર ચાલ્યું હોય એમ ભાગ્યે જ કહી શકાય. અલબત્ત, આપણે કોઈ એવા અંતર્મુખ કે આત્મનિષ્ઠ સાધકની પણ હસ્તી માની શકીએ કે જે લોકસેવાથી સાવ વિમુખ રહી, જનસમાજથી દૂર-સુદૂર સાવ નિર્જન સ્થાનમાં, કેવળ આત્મસાધનામાં જ નિમગ્ન હોય અને જેને પોતાના જીવનની જરૂરિયાતની કશી જ ખેવના ન હોય. પણ આવી વ્યક્તિ તો વિરલમાં વિરલ અને અપવાદરૂપ જ હોવાની. મોટા ભાગના આત્મસાધકોની સંયમયાત્રા તો સંઘ કે સમાજના શ્રદ્ધા-ભક્તિભર્યા સહકાર ઉપર જ આગળ વધી શકે છે. તો પછી, જેમની સેવા-ભક્તિથી પોતાની સાધના શક્ય બનતી હોય, તેમની તથા સંસારના અન્ય દીન-દુઃખી જીવોની સેવા કરવારૂપ પ્રવૃત્તિમાર્ગને આવકારવામાં ખોટું શું છે ?
જે સાધક પોતાની સાધનામાં તટસ્થતા, નિર્મમત્વ અને સમભાવ કેળવીને નિવૃત્તિમાર્ગ અને પ્રવૃત્તિમાર્ગની સમતુલા જાળવવાની કળા પ્રાપ્ત કરી જાણે છે, એને આવો કોઈ ભય સેવવાની જરૂર નથી. આમાં મુખ્ય વાત છે આવી સમતુલા જાળવતાં શીખવું એ; એ મુશ્કેલ જરૂર છે, પણ અશક્ય નથી. નિવૃત્તિ અને પ્રવૃત્તિ એ બંને જીવનસાધનાના રથનાં સમાન મહત્ત્વનાં બે ચક્રો જ છે, અને એકને આવકાર અને બીજાને જાકારો આપવા જતાં સાધના પોતે જ પાંગળી બની ગયા વગર નથી રહેતી. આમાં મુખ્ય વાત સાધકની દૃષ્ટિ અને આવડતની જ છે.
આપણા આદર્શ રાષ્ટ્રપુરુષ સંત શ્રી વિનોબા ભાવેએ પવનારમાં તા. પ-૧૧૧૯૭૦ના રોજ શ્રી અભય બંગના કેટલાક પ્રશ્નોના ખુલાસા આપ્યા હતા. આ પ્રશ્નોત્તરી તા. ૧૬-૩-૧૯૭૧ના ભૂમિપુત્ર'ના ‘વિનોબાની ચેમ્બર-પ્રેક્ટીસ' નામે વિભાગમાં પ્રગટ થઈ છે. આમાં પહેલો પ્રશ્ન વ્યક્તિગત સાધના અને સામાજિક કાર્ય-નિવૃત્તિને લગતો છે. એનું સમાધાન આપતાં શ્રી વિનોબાજીએ જે ખુલાસો કર્યો તે આ બાબતમાં માર્ગદર્શક બની શકે એમ છે; એ પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું –
પ્રશ્નઃ વ્યક્તિગત સાધના અને સામાજિક કાર્ય એ બેમાં વિરોધ અને દ્વૈતનો ભાસ થાય છે. એ વાસ્તવિક હશે કે ભાસ હશે ? જો એમાં સ્વૈત હોય તો કયા માર્ગે જવું યોગ્ય ગણાય ?
વિનોબા: આ ભાસ જ છે. માણસ કાંઈ આકાશમાંથી પડીને વિકાસ પામેલું પ્રાણી નથી; સમાજમાં જ એનું પાલનપોષણ થયેલું છે, એના પર સમાજના અસંખ્ય ઉપકાર થયેલા છે. માતાપિતા, શિક્ષક, આસપાસના લોકો, ખેડૂતો એ સહુના એના પર ઉપકાર છે. બાબા પદયાત્રા કરતો હતો, ત્યારે એ કેટલો મોટો સેવક છે એમ કહેવાતું હતું. પણ હકીકતમાં તો લોકો જ એની કેટલી બધી સેવા કરતા હતા ! ગામનું ઉત્તમમાં ઉત્તમ મકાન, દૂધ, કેટકેટલી સગવડ લોકો કરતા હતા. જેટલી સેવા બાબા લેતો હતો એનાથી ઓછી સેવા કરતો હતો. એકંદરે જોતાં શૂન્ય (ઝીરો) થઈ જતું
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૭
૯૫ હતું... માટે જ્યાં સુધી આપણે ખાતા રહીએ છીએ ત્યાં સુધી એના બદલામાં લોકોને કંઈ ને કંઈ આપવું જોઈએ. તેમ છતાં વ્યક્તિગત અભ્યાસ, નિરીક્ષણ વગેરે માટે રોજ એક કલાક કાઢતા રહો એટલું પૂરતું છે.
... મોટે ભાગે જે લોકો સાથે રહે છે, તેમને ઓછું બને છે; એકમેકના દોષ દેખાઈ જાય છે. માટે માણસે બીજાથી દૂર રહેવાનો અનુભવ લેવો જોઈએ. નજીક જઈશું, તો તે સેવા કરવા. સેવા સારુ નજીક, આદર સારુ દૂર ને જ્ઞાન સારુ અંદર; દિલની અંદર પેસશો ત્યારે જ્ઞાન મળશે. ડૉક્ટર સેવા કરવા આવશે તે દર્દીને ગાળો નહીં ભાડે. ભલે દર્દીએ કંઈક ખોટું કામ કર્યું હોય અને એથી બીમારી આવી હશે, પણ ડોક્ટર આદરપૂર્વક સેવા કરશે.. આ રીતે સેવા કરતા રહીશું તો બધી નિષ્કામ સેવા સાધના જ બની જાય છે. સાધના અને નિષ્કામ સેવા વચ્ચે વિરોધ નથી.”
આ રીતે સાધના અને સેવા વચ્ચે વિરોધ ન હોવાનું જણાવ્યા પછી, કોઈ પણ સેવા પ્રવૃત્તિમાં સફળ થવા માટે એકાગ્રતાપૂર્વક કામ કરવાની કેટલી જરૂર છે એ વાત. સમજાવતાં શ્રી વિનોબાજીએ આમ જે કહ્યું છે, તે પહેલા પ્રશ્નોત્તરની પૂર્તિરૂપ જ છે :
પ્રશ્નઃ જીવનના દરેક ક્ષેત્રમાં આનંદ ને રુચિ છે – ચાહે વિજ્ઞાન કે મૅડિકલનું અધ્યયન હોય, સાહિત્ય-સંગીત હોય, સર્વોદયકાર્ય હોય કે અધ્યાત્મ-સાધના હોય. જે કાંઈ કામ શરૂ કરું છું, તો વિશાળ ક્ષેત્ર નજર સામે આવે છે. દરેક ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા થાય છે, પણ એથી શક્તિ વિખરાઈ જાય છે: સાતત્ય અને એકાગ્રતા જળવાતાં નથી.
વિનોબા: આ બાજુનો એક રસ્તો છે, એ સારો છે. સામેનો ય સારો છે, પેલો ત્રીજો ને ચોથો રસ્તો છે એ ય સારા છે; તો હવે શું કરવું? બધા રસ્તે જઈશું તો વળીવળીને કદાચ જ્યાંના ત્યાં પાછાં આવશું. માટે કોઈ એક રસ્તો પકડવો જોઈશે. માટે ભલે બધામાં રુચિ હોય પણ એક કામ પકડવું જોઈએ; બીજા લોકો પણ કામ કરનારા છે એ સમજવું જોઈએ.
.. અહીંના આશ્રમવાસીઓને હું એ જ કહું છું કે કોઈ ખેતીમાં પ્રવિણ થાય, તો કોઈ રસોઈમાં; કોઈ સેવા કરે, કોઈ વિદ્વાન બને – બહ્મસૂત્ર, ઉપનિષદોનો ઊંડો અભ્યાસ કરે, કોઈ આજુબાજુના પ્રવાહોનું અધ્યયન કરે. ઘણા વિષયો છે. બધા મળીને પૂરા કરીએ. હું જ બધું પૂરું કરું એ કાંઈ જરૂરી નથી.”
શ્રી વિનોબાજીએ સાધના અને સેવા વચ્ચે વિરોધ નહીં, પણ સુમેળ હોવાની જે વાત કહી છે, તે જીવનનિર્વાહ અને જીવન-સાધનાના સહજ મેળનું જ સૂચન કરે છે. એથી જુદી રીતે વર્તવામાં જીવન એકાંગી, નકલી અને ક્યારેક તો દંભી પણ બની જાય.
શ્રી વિનોબાજીના બીજા પ્રશ્નોત્તરનો ભાવ એ છે કે પ્રવૃત્તિમાર્ગને અપનાવ્યા પછી પણ એકાદ મુખ્ય કાર્યમાં એકાગ્ર થવાને બદલે મનગમતી બધી પ્રવૃત્તિઓમાં
Page #119
--------------------------------------------------------------------------
________________
૯૬
જિનમાર્ગનું અનુશીલન દોડાદોડ કરીએ તો એનું પરિણામ મોટે ભાગે “સબ સાધે સબ જાય' જેવું નુકસાનકારક આવે અને મનમાં અહંકાર જાગે એ વધારામાં.
(તા. ૨૯-૫-૧૯૭૧)
(૮) લોકસંપર્કઃ જાજરમાન જૈન-સાધુચર્યાનું અમૃતા
આપણા ધર્મગુરુઓ આપણા જીવનશુદ્ધિના ઉપદેશકો જ નહીં, પણ એના રખેવાળ તેમ જ નિયામકો પણ છે. સાધુજીવનનાં બે પાસાં તે પોતાના જીવનની શુદ્ધિ અને, એ શુદ્ધિના પ્રભાવે, સમાજજીવનની શુદ્ધિ, આ દ્વિવિધ શુદ્ધિના સાધકો તે સાધુ.
આમ સમાજશુદ્ધિની સાધનાની દૃષ્ટિએ, ધર્મગુરુઓને માટે લોકસંપર્ક અનિવાર્ય બની જાય છે. લોકસંપર્ક વગર ધર્મનો કે જીવનશુદ્ધિનો ઉપદેશ આપવા જતાં એમાં વ્યવહારપણાને બદલે ઉપરછલ્લી આદર્શપરાયણતા કે વાણીશૂરતા આવી જવાનો ઘણો સંભવ રહેલો છે. લોકજીવનની ખૂબીઓ કે ખામીઓ ખ્યાલમાં હોય તો પછી એના વિકાસનો માર્ગ શોધતાં કે સમજાવતાં ઝાઝી મહેનત ન પડે.
આ લોકસંપર્કની દૃષ્ટિએ જૈન મુનિવરોની જીવનચર્યાનું આ અદકું અંગે ઉપયોગી થઈ શકે એવું છે – એક જ સ્થળે મમત્વ બાંધીને લાંબા સમય સુધી સ્થિર ન રહેતાં હંમેશાં પ્રામાનુગ્રામ વિચરણ કરવું, અને તે પણ કોઈ પણ જાતના વાહનનો ઉપયોગ ન કરતાં પગપાળા જ, જૈન સાધુજીવનનો એ આચાર જેમ અનાસક્તિ, અહિંસા અને અકિંચનપણાની કેળવણીની દૃષ્ટિએ મહત્ત્વનો છે, તેમ લોકજીવનનું સાચું નિરીક્ષણ કરવાની દૃષ્ટિએ પણ ભારે મહત્ત્વનો છે. વળી આજે તો આમજનતાનું દિલ પંથ કે વાડાની દીવાલો વટાવીને, ગમે તે ચારિત્રશીલ અને ઉદારચિત્ત વક્તાની વાણી સાંભળવા ઉત્સુક બન્યું છે એ પણ એક ભારે ઉમદા સંયોગ છે.
આપણા ધર્મગુરુઓની વર્ષા-ચાતુર્માસના સ્થિરવાસની અવધિ પૂરી થઈ ગઈ છે. જેઓ મૌન-એકાદશી લગી આ અવધિને લંબાવે છે તેઓની એ અવધિ પણ પૂરી થઈ ગઈ છે. તેથી અમે અતિ વિનમ્રપણે વિનવીએ છીએ, કે આપણી ગામડાની કરોડોની જનતાનો ગાઢ સંપર્ક સાધી આપ એમનાં સુખ-દુ:ખ સમજવા પ્રયત્ન કરશો તો ધર્મની અને દેશની એક ભારે સેવા બજાવી ગણાશે.
(તા. ૨-૧-૧૯૫૪)
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ ૯
(૯) સમાજ અને ગુરુવર્ગ આજના અંકના ત્રીજા-ચોથા પાના ઉપર આપવામાં આવેલાં બે લખાણો તરફ અમે જૈન સમાજનું – ખાસ કરીને આપણા ગુરુવર્ગનું – ધ્યાન દોરીએ છીએ. આ બે લખાણોમાંના પહેલાં લખાણમાં બેસવા બે મહિના પહેલાં, મુંબઈમાં મળેલ વેદાન્તસંમેલને પસાર કરેલ બાર ઠરાવો છે, અને બીજા લખાણમાં વૃંદાવનના સ્વામીશ્રી શરણાનંદજીએ માનવ-સેવા-સંઘ અંગે આપેલ અખબારી વાર્તાલાપનો ટૂંકસાર છે. | વેદાંત-સમેલને જે બાર ઠરાવ પસાર કર્યા છે, તે વાંચતાં સામાજિક કે રાષ્ટ્રીય મનોવૃત્તિ ધરાવતા કોઈને પણ આનંદ થયા વગર નહીં રહે. આ ઠરાવો વાંચતાં એટલું તો જરૂર લાગે છે, કે હિંદુસ્તાનના ધર્મગુરુઓ પણ દેશની દરેક વ્યક્તિની જેમ, સાધુવર્ગ ઉપર પણ દેશની જનતાની સામાજિક અને રાષ્ટ્રીય દષ્ટિએ સેવા કરવાની જવાબદારી રહેલી છે એ વાતનો સ્વીકાર કરે છે. વર્તમાનપત્રોનો ટૂંકો અહેવાલ કહે છે:
થોડા દિવસ પહેલાં હૃષીકેશમાં મળેલા ભારત-સાધુસમાજના અધિવેશનમાં એમ જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રના નૈતિક અને ભૌતિક ઉત્કર્ષ માટે જનતાની શક્તિને વધુ વેગ આપવાના કાર્યમાં સાધુઓ થોડો-ઘણો, પણ વધુ અસરકારક ફળો આપી શકે છે. જાત્રાનાં સ્થળો તેમ જ અન્ય પવિત્ર સ્થળોનાં સ્વચ્છતા અને આરોગ્ય, સદ્ગણો તેમ જ સામાજિક ધોરણને ઊંચે લાવીને ખરાબ ટેવો અને અન્ય બદીઓનો નાશ કરવા માટે ભારતભરના સાધુઓને આ અધિવેશનમાં અપીલ કરવામાં આવી હતી.
આ અધિવેશનમાં સાધુ-સમાજે ઘડી કાઢેલા ૧૧ મુદ્દાના એક કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી હતી, તેમ જ ભારત-સેવક-સમાજને સહકાર આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુદ્દાઓ નીચે મુજબ છેઃ (૧) અક્ષરજ્ઞાન અને સામાજિક શિક્ષણનો પ્રચાર કરવો, (૨) લોકોને આધ્યાત્મિક કેળવણી મળે તે હેતુથી સમ્પ્રાર્થનાઓ, સાંસ્કૃતિક સંમેલનો અને ભજનો યોજવાં, (૩) નિસર્ગોપચાર, આયુર્વેદિક અને યૌગિક કસરતો દ્વારા રોગ અટકાવવાનાં પગલાં લેવાં, (૪) સાધુઓને માટે તાલીમ-છાવણીઓ ખોલવી, (૫) ભૂદાન, સંપત્તિદાન અને શ્રમદાનની ચળવળને આગળ બઢાવવી, (૬) લાંચ-રૂશ્વત અટકાવવી, (૭) ભેળસેળ થતી અટકાવવી, (૮) દારૂ નિષેધને ટેકો આપવો, (૯) દૂધાળાં ઢોર અને ગ્રામોદ્યોગની ઉન્નતિ માટે સહાય કરવી, (૧૦) પછાત વર્ગના ઉત્કર્ષ માટે પ્રયાસો કરવા, (૧૧) દેશના સાધુઓમાં પણ જે-જે દુર્ગુણો હોય તેનો નાશ કરવો.”
સ્વામી શરણાનંદજીના અખબારી વાર્તાલાપનો ટૂંકસાર પણ દેશના સાધુસંતોમાં વિકસવા લાગેલી વિશિષ્ટ અને વિશાળ દૃષ્ટિનું સૂચન કરે છે. માનવતાના સર્વોચ્ચ
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૮
જિનમાર્ગનું અનુશીલન મૂલ્યનો એમણે જે સ્વીકાર કર્યો છે, તેમાં આમ તો આપણાં ધર્મશાસ્ત્રોમાં ઠેર-ઠેર મનુષ્ય-ગતિની જે દુર્લભતા વર્ણવવામાં આવી છે તે જોતાં, કોઈ ખાસ નવી વાત કરી છે એમ ન કહી શકાય. આમ છતાં માનવસેવા-સંઘના કાર્યના અનુસંધાનમાં જ્યારે તેમણે આ વાત કહી છે ત્યારે એમના એ કથનનું મૂલ્ય ચોક્કસ વધી જાય છે. તેઓ, પોપટિયા જ્ઞાનની જેમ, માત્ર શાસ્ત્રોની વાતો કરીને જ સંતોષ માનવાને બદલે, માનવજીવનના આ મૂલ્યાંકનના આધારે પોતાનું કર્તવ્યક્ષેત્ર નિશ્ચિત કરે છે, અને લોકજીવનમાં એવી કર્તવ્યબુદ્ધિને જાગૃત કરવાનો પુરુષાર્થ કરતા લાગે છે.
અલબત્ત, ઘણા લાંબા કાળથી સાધુસમાજ ઉપર આળસુપણાનું કે પોતાની સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓ પ્રત્યે ઉદાસીન કે બેદરકાર હોવાનું જે દોષારોપણ ચાલ્યું આવે છે, તે માત્ર આવા ઠરાવો કે આવા વાર્તાલાપથી દૂર થઈ જશે એમ માની લેવું કદાચ વધારે પડતું લેખાય. આમ છતાં આવા ઠરાવો અને આવો વાર્તાલાપ એક આશાસ્પદ પરિસ્થિતિ સૂચવે છે એનો ઈન્કાર ન કરી શકાય. જ્યારે પણ પરિવર્તન આવવાનું હશે ત્યારે આવાં વિચાર-આંદોલનો દ્વારા જ આવશે.
પણ આ ઠરાવો અને આ વાર્તાલાપ અમને આવકારપાત્ર લાગ્યા છે એટલા જ માટે અમે આ લખતા નથી. આ લખવાનો અમારો મુખ્ય ઉદ્દેશ તો દેશના અન્ય સમાજોના ગુરુવર્ગની સમયાનુકૂળ નૂતન પ્રવૃત્તિથી આપણા સંઘના ગુરુવર્ગને માહિતગાર કરીને એ દિશામાં તે પણ વિચાર કરતો થાય અને પોતાની સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીનો વિચાર કરે એ છે.
જનસંપર્ક ઓછો રાખીને કે ગામો અને નગરોનો સંપર્ક પણ પોતાના જીવનનિર્વાહ પૂરતો (અન્ન-વસ્ત્રની જરૂરિયાત પૂરી પડે એટલો) જ રાખીને વનમાં કે એવાં બીજાં એકાંત સ્થળોમાં બને તેટલો વધારે સમય વિતાવીને કેવળ આત્મધ્યાન અને આત્મસાધનામાં લીન રહેતા સાધુઓનું જીવન અને અત્યારના સાધુવર્ગનું જીવન - એ બે વચ્ચે ચોક્કસ ફરક છે. સાધુજીવને અત્યારે જે વળાંક લીધો છે, તેમાં એકાંતવાસના બદલે નગરો અને ગામોનો વસવાટ જ જાણે એમના માટે અનિવાર્ય બની ગયો છે. આ સ્થિતિમાં સમાજ એ સાધુજીવનનું અનિવાર્ય અંગ બની જતાં સાધુવર્ગ ઉપર આપોઆપ જ સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓ આવી પડે છે.
- પણ, પ્રવૃત્તિ અને નિવૃત્તિની અધૂરી કે ખોટી સમજણને કારણે, અત્યાર સુધી આ જવાબદારીઓની ઠીકઠીક ઉપેક્ષા થઈ છે. પરિણામે, દિવસે-દિવસે જૈન સંસ્કૃતિનો હૃાસ જ થતો રહ્યો છે; જાણે આપણો કોઈ ભાવ જ પૂછતું નથી !
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૯
આ સ્થિતિ ચાલુ રહેવા દેવી છે કે કેમ ? એમાં પરિવર્તન આણવું હશે તો આપણા ગુરુવર્ગની સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓનો વિચાર કરવો પડશે. આપણે પણ દેશના એક અગત્યના અંગરૂપ છીએ એમ પુરવાર કરીને જ પ્રગતિ સાધી શકીએ; અને આમ પુરવાર કરવાનો એકમાત્ર માર્ગ આપણી સામાજિક અને રાષ્ટ્રીય જવાબદારીઓને અદા કરવી એ જ છે.
કોઈને એમ લાગે કે આપણા ગુરુવર્ગને આ જવાબદારી અદા કરવાનું કહેવું એ એમના સાધુજીવનમાં ડખલ કરવા બરાબર છે, તો માનવું કે એમ માનનાર સાધુજીવનની સાચી સમજણથી દૂર છે. સાચા સાધુનું હૃદય તો આખી દુનિયાને પોતાનામાં સમાવી શકે એવું વિશાળ અને ઉદાર હોય.
વળી, કોઈને એમ લાગે કે સાધુઓને માટે આવી વાતો કરવી એ તો એમના સાધુજીવનના આચારોથી એમને અળગા કરવા જેવું છે, તો એ પણ બરાબર નથી. સાધુ પોતાના આચારોનું પૂરેપૂરું પાલન કરવા છતાં સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં કેવો અગત્યનો ફાળો આપી શકે અને આ બંને પ્રકારની જવાબદારીઓ કેવી સફળતાપૂર્વક અદા કરી શકે એ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે તથા જગદ્ગુરુ હીરવિજયસૂરિજીએ આપણને બરાબર બતાવ્યું છે.
એક વાત આપણી સમજણમાં કદાચ સચવાઈ રહી હોય, પણ આચરણમાંથી અદશ્ય થઈ ગઈ છે: ધર્મનો આત્મા માનવસહિત તમામ જીવો પ્રત્યે સમભાવ રાખવો એ છે. પણ ધર્મનું આ સાચું રહસ્ય આપણા જીવનમાંથી સરી ગયું, અને તેથી એક બાજુ આપણે એક યા બીજા નિમિત્તે માનવીની અવગણના કરતા થયા. કોઈને નાસ્તિક', કોઈને મિથ્યાત્વી', કોઈને પાપી અને કોઈને “ભવાભિનંદી' એવી આધ્યાત્મિક વિકૃતિમાંથી જન્મેલી ગાળો દઈદઈને આપણે માનવસમૂહોને આપણાથી અળગો કરતા ગયા, અને બીજી બાજુ ક્રિયાકાંડ, બાહ્યતપ, બાળતપ' વગેરે એકાંગી પ્રવૃત્તિઓમાં જ ધર્મનું સર્વસ્વ સમાઈ જતું હોય એવી રીતે વર્તવા લાગ્યા. પરિણામે કષાયનિવૃત્તિરૂપ ખરો ધર્મલાભ આપણે માટે દુર્લભ બનવા સાથે જૈન સંસ્કૃતિની પ્રતિષ્ઠાનો પણ હૃાસ થતો ગયો.
જો આપણે જૈન સંસ્કૃતિનો અભ્યદય કરવો હશે તો આપણા ગુરુવર્ગ સમયની સાથે કદમ મિલાવતાં શીખવું જ પડશે એમ અમને ચોક્કસ લાગે છે. હવે તો કરશે તે પામશે'નો યુગ આરંભાઈ ચૂકયો છે.
(તા. ૭-૪-૧૯૫૬ અને તા. ૨૧-૪-૧૯૫૬)
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જિનમાર્ગનું અનુશીલન (૧૦) સિદ્ધપુત્ર' નામે ધર્મોપદેશક પ્રચારક વર્ગની જરૂર
-
'અમારા આજના અંકના અગ્રલેખમાં આપવામાં આવેલ શ્રી કાકાસાહેબ કાલેલકરના વિચારો ઉપરથી જોઈ શકાશે કે તેઓએ ઉચ્ચ કોટીનો સંયમ પાળતા સાધુ-મુનિરાજો ઉપરાંત ચારિત્રની દષ્ટિએ મધ્યમ કક્ષાના કહી શકાય એવા મુનિઓ કે વિદ્વાન ધર્મપ્રચારકોનો એક એવો વર્ગ જૈનસંઘે તૈયાર કરવાની હિમાયત કરી છે, જે દેશ-વિદેશમાં જૈનધર્મના – ખાસ કરીને અહિંસાધર્મના – પ્રચાર માટે સહેલાઈથી જઈ શકે.
આ બાબતમાં સૌથી પહેલું ધ્યાન આપણું જૈન પતિસમુદાય તરફ જાય છે. તિવર્ગની આચાર-પ્રણાલિકામાં એવી છૂટ હતી, કે જેથી તેઓ વૈદ્યક, જ્યોતિષ, મંત્રતંત્ર તથા શિક્ષણ દ્વારા કેવળ જૈનસંઘની જ નહીં, પણ સામાન્ય લોકસમૂહની પણ ઉપયોગી સેવા બજાવી શકતા. જરૂર પડતાં વાહનનો ઉપયોગ કરીને જુદાંજુદાં સ્થાનોમાં જઈ શકતા અને જનસમૂહનાં સુખ-દુઃખના સાથી બની શકતા હતા. તેઓએ આપણાં તીર્થો, જિનમંદિરો અને જ્ઞાનભંડારોના રક્ષણ માટે, સમયે-સમયે, જે સાહસભરી કામગીરી બજાવી હતી અને જૈન શાસનની રક્ષા અને પ્રભાવના માટે જે જહેમત ઉઠાવી હતી, એની એક ગૌરવભરી કથા બની રહે એમ છે. જો આ વર્ગ આજે સારા પ્રમાણમાં મોજૂદ હોત, તો સમયની માગણી મુજબ કેટલીક વિશેષ તૈયારી કરીને, એ દેશ-વિદેશમાં અહિંસાધર્મના પ્રચાર માટે જરૂર ઉપયોગી કામગીરી બજાવી શકત. સ્વ. યતિશ્રી હેમચંદ્રજીની આવી કામગીરીનો દાખલો આપણી સામે છે જ. કંઈક આ વર્ગની પોતાની આંતરિક ખામીને લીધે અને વિશેષે કરીને આચારશુદ્ધિ અંગેના આપણા શ્રમણસમુદાયના વધારે પડતા ઉત્સાહ અને આગ્રહને કારણે તથા કોઈ પણ પગલાનું ભાવિ પરિણામ સમજવાની તેમની દૂરંદેશીના અભાવને લઈને, અત્યારે યતિસમુદાયનાં સંખ્યાબળ અને પ્રભાવમાં ઘણી ઓટ આવી ગઈ છે; એટલે હવે દેશ-વિદેશમાં અહિંસાધર્મના પ્રચાર માટે આપણે એમનો વિચાર કરી શકીએ એમ નથી. તેથી આ બાબતમાં કંઈક બીજી જ યોજના વિચારવાની રહે છે.
આપણા સાધુચરિત, આત્મસાધક, મહાનુભાવ મદ્રાસનિવાસી (અને હવે મદ્રાસની નજીક શ્રી પુડલ તીર્થમાં જઈને વસેલા) શ્રી ઋષભદાસ સ્વામીનું નામ આપણે ત્યાં ખૂબ જાણીતું છે. તેઓએ સંસારનો ત્યાગ કરીને વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી નહીં હોવા છતાં, તેઓનું જીવન એક ત્યાગી-વૈરાગી-સંયમી આત્મસાધક સંતના જેવું જ પવિત્ર અને ઉચ્ચાશયી છે. ચારેક મહિના પહેલાં તેઓએ પોતાની જાતને સિદ્ધપુત્ર' તરીકે જાહેર કરીને એક નિવેદન પ્રગટ કર્યું હતું, જેમાં તેઓએ વિદેશમાં ધર્મના પ્રચાર
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૦
૧૦૧ માટે “સિદ્ધપુત્ર’ જેવો એક ધર્મપ્રચારક વર્ગ ઊભો કરવાની જરૂર તરફ આપણા સંઘનું ધ્યાન દોર્યું છે. એમનું આ નિવેદન આગરાથી પ્રગટ થતા “શ્વેતામ્બર જૈન સાપ્તાહિકના તા. ૮-૨-૧૯૭૩ના અંકમાં પ્રગટ થયું છે. એમાંથી સિદ્ધપુત્રનો ઉલ્લેખ કરતો ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ :
મારી પરિસ્થિતિ ઉપરથી) એકાએક મને વિચાર આવ્યો કે આ સ્થિતિમાં આ જીવનને સિદ્ધપુત્રના રૂપમાં ફેરવી નાખવું જોઈએ, કારણ કે સિદ્ધપુત્ર જેવા વર્ગની ખૂબ જરૂર છે. આની ચર્ચા ઘણા દિવસ થઈ હતી અને સારા-સારા મુનિ-મહાત્માઓએ એના પહેરવેશ, એની દિનચર્યા વગેરેની બાબતમાં લેખો પણ લખ્યા હતા. પરંતુ કોઈએ એનું પુનર્નિમાણ કરવાનો પ્રયત્ન ન કર્યો.
આજે નહીં તો કાલે, સમાજે સિદ્ધપુત્ર જેવો વચલો વર્ગ તૈયાર કરવો જ પડશે; કારણ કે આફ્રિકા, રશિયા, અમેરિકા, યુરોપ, જાપાન વગેરે દેશોમાં પણ હજારો માણસો, પોતાના જીવનનિર્વાહ માટે, ત્યાં જઈને વસી ગયા છે અને ધર્મને ભૂલતા જાય છે. પહેલાંના સિદ્ધપુત્રો તો દેશ-વિદેશમાં જઈને નવા જૈન બનાવતા હતા. એમ કરવું તો દૂર રહ્યું, આપણા જૈન ભાઈઓ પણ હાથથી બહાર ખોવાતા જાય છે. જો સિદ્ધપુત્રો ન થયા હોત તો ઇજિપ્ત, ઓસ્ટ્રિયા, હંગેરી, અલાસ્કા, આર્જેન્ટિના, મોંગોલિયા વગેરે દેશોમાં જૈન મૂર્તિઓ નીકળવા ન પામત. આથી એ પુરવાર થાય છે કે પહેલાંથી જ આવો એક પ્રચારક વર્ગ હતો...
એટલા માટે આપણે એક એવો વર્ગ તૈયાર કરવાની જરૂર છે કે જેને જીવનનિર્વાહનો સવાલ પજવતો ન હોય, તેઓ જૈનધર્મની મહત્તાનો ઠીકઠીક અભ્યાસ કરીને બીજાઓને એનું અધ્યાપન કરાવવાની લાયકાત મેળવેદેશ-વિદેશમાં જૈનધર્મની પ્રભાવના કરવા માટે સિદ્ધપુત્રો તૈયાર કરી શકે એવું એક ટ્રેનિંગ-સેન્ટર બનાવવું પડશે, જે શાસનને સમર્પિત થનાર મોક્ષાભિલાષી આત્માઓને રાખીને, એમને શાસ્ત્રોનો અભ્યાસ કરાવીને તેમ જ અત્યારની ભાષાઓમાં નિપુણ બનાવીને દેશ-વિદેશમાં મોકલશે. એમના જીવનનિર્વાહની જવાબદારી શ્રીસંઘ ઉપર રહેશે.
“આ ખૂબ મહત્ત્વનું અને સમયને અનુરૂપ કાર્ય છે. અને જ્યારે મારી છેલ્લી માંદગી વખતે મદ્રાસના શ્રીસંઘે મને એક લાખ રૂપિયાની થેલી અર્પણ કરવાનો (તા. ૨૩-૧૯૭૨ના રોજ) નિર્ણય કર્યો હતો, અને તે છાપામાં જાહેર થઈ ચૂક્યો હતો, ત્યારે પણ મેં એને મારી આત્મસાધનામાં હરકતરૂપ માનીને એનો અસ્વીકાર કરીને સંઘને સલાહ આપી હતી કે આપ જે રકમ મને આપવા ઇચ્છો છો, તેનાથી પણ વધારે ખર્ચ કરીને આ પુણ્ય, પવિત્ર (પુડલ) તીર્થક્ષેત્રને આરાધના, પ્રભાવના અને સાંસ્કૃતિક ઉત્થાનનું કેન્દ્ર બનાવી દેશો તો મને એથી ખૂબ આનંદ થશે. સંઘ હજી સુધી તો આ માટેની યોજના કરવાની ભાવના ધરાવે છે.
હવે અહીં શ્રી પુડલ તીર્થમાં જ, હું સિદ્ધપુત્ર-કેન્દ્રનો પ્રથમ મુમુક્ષુ બનું એ જરૂરી છે. તેથી મેં... પોતાની મેળે જ, સિદ્ધપુત્રના વેશનો અને એની દિનચર્યાનો
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જિનમાર્ગનું અનુશીલન સ્વીકાર કરી લીધો છે અને એ મુજબ આચરણ કરવા લાગ્યો છું. આ અંગેની વિશેષ હકીકત અમારી પાસેથી સિદ્ધપુત્ર-કેન્દ્રનું બંધારણ મગાવવાથી જાણી શકાશે..
હવે મારા સમાજના આગેવાન નાયકો, સંચાલકો, સૂત્રધારો અને મહારથીઓને એ જ વિનંતી છે કે આ કાર્ય ઉપયોગી છે કે નહીં એ બાબતમાં પોતાના તટસ્થ વિચારો પ્રદર્શિત કરીને મને આભારી કરે, જેથી હું વસ્તુસ્થિતિ જાણી શકું. જો આ કાર્ય ઉપયોગી હોય, તો સિદ્ધપુત્રની દિનચર્યા વગેરે અંગે શું વિધાન કરવામાં આવ્યું છે, એનો ઉલ્લેખ કયાં કયાં શાસ્ત્રોમાં છે એ વાત ઉપર તેઓ પ્રકાશ પાડે. મુમુક્ષુ મહાનુભાવોને પણ એ જ પ્રાર્થના છે કે જેઓ આ વર્ગમાં ભળવા ઇચ્છતા હોય અને યોગ્યતા મેળવવા માટે અમારા સિદ્ધપુત્ર ટ્રેનિંગ સેન્ટરમાં અભ્યાસ માટે આવવાની ભાવના ધરાવતા હોય તેઓ અમારી સાથે પત્રવ્યવહાર કરે, [સરનામું : સિદ્ધપુત્ર શ્રી ઋષભદાસજી સ્વામી, C/o. શ્રી આદિનાથ જિનમંદિર, પુડલ રેડ હિલ્સ), મદ્રાસ-૬ ૬ – એ પ્રમાણે અંગ્રેજીમાં કરવું !”
આ નિવેદન એટલું સ્પષ્ટ છે કે એ અંગે અહીં વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. વળી, એ પણ જોઈ શકાય છે કે સ્વામીજીની આ વાત અને શ્રી કાકાસાહેબની માગણીનો ભાવ એકસરખો છે.
અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે કેટલાક દાયકા પહેલાં સ્વ. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીએ કે સ્વ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીના વિદ્વાન અને વિચારક શિષ્ય સ્વ. મુનિરાજજી વિદ્યાવિજયજીએ સિદ્ધપુત્ર અંગે કેટલીક વિશદ ચર્ચા કરી હતી.
જાણકારો આવી ઉપયોગી બાબત ઉપર વિશેષ પ્રકાશ પાડે અને જૈનસંઘ શ્રી ઋષભદાસજી સ્વામીની વાતનો સહાનુભૂતિપૂર્વક વિચાર અને સ્વીકાર કરી ઘટતું કરવા સજ્જ બને.
(તા. ૨૬-પ-૧૯૭૩)
(૧૧) એક લોકારાધક મુનિરત્નની ગરવી વૃત્તિ-પ્રવૃત્તિ
અમારા જેને પત્રના આજના અંકના અગ્રલેખમાં આ. વિજયવલ્લભસૂરિના સમુદાયના મુનિરાજ શ્રી જનકવિજયજી ગણીના અમારા ઉપરના પત્રમાંનું મોટા ભાગનું
* આ અગ્રલેખનો મુખ્યાંશ આ ગ્રંથશ્રેણીના ‘અમૃતસમીપે' ગ્રંથના મુનિચરિતોના વિભાગમાં છપાયો છે. (– સં.)
Page #126
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૧
૧૦૩
લખાણ અમે ઉદ્ધત કર્યું છે. આ લખાણમાં અત્યારે ધર્મને ધનના ત્રાજવે તોળવામાં આવે છે એની એમણે જે ટીકા કરી છે, તેવું પોતાના હાથે બનવા ન પામે એ માટે તેઓએ પોતાના જન-સુધારણાના કાર્યમાં કેવી દિશા નક્કી કરી છે એનો ઉલ્લેખ પણ પોતાના આ પત્રમાં કર્યો છે, જે જાણવા જેવો છે; તેઓ કહે છે :
અંબાલા જિલ્લામાં ધર્મમય સમાજરચનાનો દસ વર્ષથી જે કાર્યક્રમ ચાલી, રહ્યો છે, તેમાં જનસેવકોની સંસ્થાનું નિર્માણ કર્યું છે, અને એના માધ્યમ દ્વારા શરાબબંધી તથા ભ્રષ્ટાચાર-નિવારણ આદિ કાર્યક્રમો ચાલે છે. તેમાં ધનને પ્રધાન સ્થાન નથી, પણ જનસેવકોની નિઃસ્વાર્થ સેવાભાવના, સમયનો ભોગ, સમાજમાં વિશ્વસનીયતા, તથા બીડી-માંસ-દારૂ-આદિનો ત્યાગ, અસાંપ્રદાયિકતા, ગુણગ્રાહકતાના કારણે તેમને સંસ્થામાં લીધા છે. સત્ય, અહિંસા, ત્યાગ, સેવાભાવનાને કેન્દ્રમાં રાખીને પ્રચાર તથા પ્રેરણાના કાર્યક્રમો ચાલે છે. આ સંસ્થા પાસે પૈસાનું ભંડોળ નથી. કોઈ પણ વ્યક્તિ કેવળ પૈસાના જોરે આ સંસ્થાના પ્રધાન કે મંત્રી નથી બની શકતી; નિર્બસનતા, સેવાભાવના, પ્રામાણિકતા, કર્તવ્યનિષ્ઠાના કારણે તે જરૂર બની શકે.
જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે નાના-મોટાના ઐચ્છિક સહયોગથી કામ ચલાવી લેવાય છે. જ્યારે મોટી રકમની જરૂર પડે ત્યારે નામ કે કીર્તિની ઇચ્છા રાખ્યા વગર, સમાજરચનાનાં કામોથી પ્રભાવિત થઈને સહયોગ આપવાવાળા મળી જાય છે. કોઈ વખત કઠિનાઈ આવી જાય તો આદર્શને કાયમ રાખવા માટે નભાવી લેવું પડે છે...
આજે ય સાધુ-સંતોનો પ્રભાવ જનમાનસ ઉપર સારો છે. જો ત્યાગીવર્ગ જનતામાં નિર્માણનું કાર્ય કરે, તો સત્તાધીશો સ્વયમેવ માર્ગદર્શન લેવા જરૂર આવે. પણ અત્યારે તો સંગીન કામો તરફ સાધુ-સંતોનું ધ્યાન બહુ ઓછું છે. એટલે ડગલે ને પગલે રાજનેતાઓને બોલાવી સસ્તી નામના ને કીર્તિ પ્રાપ્ત કરી લે છે. શહેરો અને શ્રીમંતોનો મોહ છોડી, ગામડાંઓ તરફ ધ્યાન કરી, કષ્ટસહિષ્ણુ બની, નિમણનાં કામો સાધુ-સંતો હાથમાં નહીં લે, ત્યાં સુધી સંઘ-ઉન્નતિ, ગ્રામોત્થાન અને સમાજસુધાર નહીં થાય અને રાજ્યનેતા ઉપર પણ પોતાનો સ્થાયી પ્રભાવ નહીં પાડી શકે એ નિશ્ચિત છે.”
અત્યારે ગમે તે ઉપાયે પૈસો મેળવવાની અર્થપરાયણતા અને ગમે તેમ કરીને નામના કીર્તિ મેળવવાની આકાંક્ષા જે રીતે માઝા મૂકતી જાય છે, તે દૃષ્ટિએ પૈસાની અને કીર્તિની ઘેલછાથી અળગા રહીને, માનવીને વ્યસનોથી અને દુર્ગુણોથી મુક્ત બનાવીને, એને સાચો માનવી બનાવવાના રચનાત્મક કાર્યમાં લાગી જવાની મુનિરાજ શ્રી જનકવિજયજીની આ વાત બળબળતા રણમાં મીઠી વીરડી અને શીળી છાંયડી જેવી રાહતકારક બની રહે છે. વળી, સાધુ-સંતો દેશના કલ્યાણનું અને જનસમૂહને સંસ્કારી બનાવવાનું જેટલું કાર્ય કરી શકે, એટલું બીજા ન કરી શકે એ વાત પણ એટલી જ સાચી છે; પણ એ માટે અંતરમાં ઝંખના જાગવી જોઈએ. પણ અત્યારની.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જિનમાર્ગનું અનુશીલન વિષમ પરિસ્થિતિમાં સાધુ-સંતોનાં હૃદયમાં આવી ઝંખના જાગે એ બહુ મુશ્કેલ લાગે છે. પણ આ માટે વધુ પડતા નિરાશ થવાની જરૂર નથી એ વાત, મુનિશ્રીએ આ પત્રમાં રજૂ કરેલી પોતાની વૃત્તિ તથા પ્રવૃત્તિની કથનીથી પણ સમજી શકાય છે.
(તા. ૧૩-૧૯૭૯) આ. વિજયસમુદ્રસૂરિજીના શિષ્ય મુનિરત્ન શ્રી જનકવિજયજી મહારાજ આત્મસંતોષ ખાતર માનવીના ઘડતરનું ધર્મના પાયારૂપ જે કામ કરી રહ્યા છે, એનો આછો ખ્યાલ એમણે પોતાના અમારા ઉપરના એક પત્રમાં આપ્યો છે. આ પછી જૈન સંઘ અને સમાજના અભ્યદય અને એની વર્તમાન હાલત અંગે ચિંતા વ્યક્ત કરતાં પોતાના આ જ પત્રમાં તેઓએ લખ્યું છે –
આપણે ત્યાં શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ માનવામાં આવ્યો છે, અને શ્રમણોના નેતા આચાર્ય હોય છે. આચાર્ય ભગવંતોને તીર્થંકરદેવોના પ્રતિનિધિ કહેલા છે. તીર્થકરોની ગેરહાજરીમાં આચાર્ય-ભગવંતો ઉપર જ બધી જવાબદારી આવે છે. સંઘના સર્વાગીણ વિકાસ માટે સતત વિચાર-વિમર્શ કરવાનું તથા સંઘના યોગક્ષેમને માટે પ્રેરણા આપી પ્રવૃત્ત કરવાનું કામ આચાર્ય-ભગવંતોને સોંપાયેલું છે. તિ–વરસમો સૂર (આચાર્ય તીર્થકરસમ છે) – આ પદ ઉપરથી જ આચાર્યપદની ઉચ્ચતા, એનાં ગૌરવ અને ઉત્તરદાયિત્વનો ખ્યાલ આવી જાય છે.
સંઘનું નેતૃત્વ કરવામાં આચાર્ય સ્વ-પર-સમયના જાણકાર હોય, એમની પ્રતિભા સર્વતોમુખી હોય, વિશાળ ચિંતન અને અનુભવજ્ઞાનવાળા હોય, દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવનો વિચાર કરી દીર્ઘદ્રષ્ટિથી સંઘને જ નહીં, પણ સમાજ અને રાષ્ટ્રને પણ પ્રેરણા આપવાવાળા અને યુગાનુરૂપ નિર્માણનાં કાર્યો કરવા-કરાવવા માટે પ્રયત્નશીલ હોય.
પણ વર્તમાનમાં તો આચાર્યવૃંદ સ્વસમુદાયમાં શિષ્યવૃદ્ધિ તથા પદોની વૃદ્ધિ યેનકેન પ્રકારે થાય તે માટે, તથા જેના વડે વર્ષોથી સંઘ છિન્નભિન્ન થતો આવ્યો છે, તેવા તિથિચર્ચા, દેવદ્રવ્ય આદિ પ્રશ્નો તરફ જ ધ્યાન કેન્દ્રિત કરી રહેલ છે. આચાર્યપદનાં મહત્તા, ગૌરવ અને જવાબદારીનો ગંભીર રીતે વિચાર કરી સંઘ-સંગઠન, સંઘ-ઉન્નતિ અને અહિંસક સમાજરચના જેવાં સંગીન કામો કરવા માટે એમનું જરા પણ ધ્યાન હોય એવું દેખાતું નથી.
“રાષ્ટ્રભાષા હિંદીમાં સાહિત્ય-સર્જન, અહિંસા-અપરિગ્રહ-અનેકાંતવાદના માધ્યમથી સામાજિક કુરૂઢિઓનું તથા સાંપ્રદાયિક ક્લેશોનું નિરાકરણ અને રાષ્ટ્રવ્યાપી શાકાહાર તથા નશાબંધી જેવા વ્યાપક પ્રશ્નોમાં સક્રિય રસ લઈને નવયુવક સાધુવર્ગને પ્રેરણા આપવા શું એક પણ આચાર્ય તૈયાર છે ?
જ્યારે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ શ્રાવક-સમિતિનું, દેશના બધા પ્રાંતોના પ્રતિનિધિઓને લઈને નિર્માણ કર્યું, ત્યારથી જ એક વાત સિદ્ધ થઈ ગઈ હતી
Page #128
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૧, ૧૨
૧૦૫
કે આચાર્ય-ભગવંતો કરતાં પણ શ્રાવકસંઘના આગેવાનોમાં શ્રમણસંઘનાં ઐક્ય, ઉન્નતિ અને ગૌરવ વધારવા માટેની ભાવના વધારે ઉત્કટ છે, અને સંઘ-ઉન્નતિના કામમાં દરેક રીતે સહયોગી બનવાની એ સહયોગ લેવાની પૂરેપૂરી તત્પરતા છે. આવા સુવર્ણ-અવસરનો યત્કિંચિત્ પણ લાભ શ્રમણ સંસ્થાના પ્રમુખો ન લઈ શક્યા તે ખૂબ જ દુઃખ અને નિરાશા ઉપજાવે એવી ઘટના બની ગઈ! આચાર્ય-ભગવંતો સંગઠન, પ્રચાર અને નવનિર્માણ માટે તૈયાર થાય એવી જરા પણ આશા દેખાતી નથી. એટલે નિષ્ઠાવાન, વિચારશીલ સુશ્રાવકો જ સંગઠિત થઈ, વ્યવસ્થિત કાર્યક્રમ તૈયાર કરીને પ્રાર્થના નહીં કરે અને છેવટે અમલ કરાવવા માટેની દઢતા નહીં દેખાડે ત્યાં સુધી આચાર્ય-મહારાજાઓની નીંદ નહીં ઊઘડે.
જૈન સમાજ પાસે વિવિધ પ્રકારની શક્તિઓ તો છે જ, પરંતુ સુસંગઠન અને વ્યવસ્થિત પ્રચારનો એનું નવનિર્માણનો કાર્યક્રમ ન હોવાને લીધે શક્તિઓનો યથાર્થ ઉપયોગ નથી થઈ રહ્યો... જે જૈનસંઘ પાસે અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતસિદ્ધાંતમાં નિષ્ઠા રાખવાવાળો ત્યાગી-તપસ્વી, વિદ્વાન શ્રમણ-શ્રમણી વર્ગ ૭-૮ હજાર જેટલી મોટી સંખ્યામાં હોય, તે શું જગતના કોઈ પણ સંપ્રદાયથી અથવા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ દેખાય ? આમ થવામાં મને તો નિનયકતા (એક નેતાનો અભાવ) તેમ જ સુસંગઠન, નિશ્ચિત ધ્યેય, નિશ્ચિત કાર્યક્રમ અને એકનિષ્ઠ બની કામ કરવાની વૃત્તિનો અભાવ જ કારણ લાગે છે.”
જૈનસંઘમાં અત્યારે જેવું અનિચ્છનીય વાતાવરણ પ્રવર્તે છે, તે જોતાં કોઈને આ મુનિશ્રીનું કથન અરણ્યરુદન જેવું લાગે એ બનવા જેવું છે. પણ આપણા સંઘમાં તેઓ કે એમના જેવા વિચારક મુનિવરો ભલે ઓછી સંખ્યામાં પણ મોજૂદ છે એ જ અમારે મન મહત્ત્વની અને આશાપ્રેરક બાબત છે.
(તા. ૧૮-૯-૧૯૭૬)
(૧૨) જૈનધર્મનો પ્રચારઃ એક મુનિવરનો નેપાળ-પ્રવાસ
હવા અને પાણીની જેમ ધર્મ પણ માનવ-જીવનનો મોટો આધાર છે. અને હવા અને પાણીને બાંધી રાખવાનો પ્રયત્ન જેમ તેના અમૃત-તત્ત્વને નુકસાન પહોંચાડે છે, તેમ ધર્મને વિષે પણ સમજવું.
જૈનધર્મ પોતાની સંસ્કૃતિમાં રહેલ શક્તિને આધારે આજે પણ ટકી રહેલો નજરે પડે છે એ જેમ સાચું છે, એ રીતે એની વિકાસશીલતામાં સમયના વહેવાની સાથે ક્ષીણતા આવી ગઈ છે અને એનું ક્ષેત્ર વધુ ને વધુ સંકુચિત બનતું ગયું છે એ પણ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જિનમાર્ગનું અનુશીલન
એટલું જ સાચું છે. જે ક્ષેત્રમાં આપણા અંતિમ તીર્થંકર મહાવીરસ્વામીના હાથે જૈનધર્મનું છેલ્લું નવસર્જન થયું, એ પ્રદેશમાં તથા એની આસપાસનાં નજીકનાં ક્ષેત્રોમાં પણ એ નામશેષ જેવો થઈ ગયો એ ઘટના ભારે દિલગીરી ઉપજાવે એવી હોવાની સાથે, જેઓ ધર્મપ્રચારના ઇતિહાસનું અંતર્મુખ અવલોકન કરવા માગતા હોય તેમને બહુવિધ સામગ્રી પૂરી પાડે એવી છે. વળી, આજની અશાંત અને સંતપ્ત દુનિયાને જીવો અને જીવવા દો' એવો સર્વજીવસુખકર ઉપદેશ આપતો ધર્મ દુનિયાને સુખશાંતિના માર્ગે દોરી શકે એમ છે એવી જેમના અંતરમાં શ્રદ્ધા છે તેમને જૈનધર્મના પ્રચાર માટે પ્રેરણા અને માર્ગદર્શન પણ આ પૂર્વ-ઇતિહાસમાંથી જ મળી રહે એમ છે.
જૈનધર્મના પ્રચારને અનુલક્ષીને આટલું વિવેચન કરવા પાછળનો મુખ્ય આશય એ છે કે આપણા ધર્મગુરુઓ જ જૈનધર્મના મુખ્ય પ્રચારકો અને ઉપદેશકો હોવાના કા૨ણે જૈનધર્મની વિશાળતામાં જે ઓટ આવી તે તેઓની સંકુચિતતાનું જ પ્રતિબિંબ છે. ગમે તેમ પણ સમયના વહેવા સાથે આપણે ત્યાં નવા-નવા સંપ્રદાયો, પેટા-સંપ્રદાયો, ગચ્છો, પેટા-ગચ્છોની સંખ્યા વધતી ગઈ અને જૈનધર્મના મૂળ અનુયાયીઓની સંખ્યા ઘટતી ગઈ. આની મુખ્ય જવાબદારી આપણા ધર્મગુરુઓની છે; એટલું જ નહીં, એમાંથી જે ગણ્યાગાંઠ્યા દીર્ઘદૃષ્ટિસમ્પન્ન હતા, તેમણે હ્રદયની વિશાળતા કેળવીને જૈનધર્મનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો, તો તેમને પણ પૂરતો સાથ આપવામાં નથી આવ્યો; વધારામાં તેમની અવહેલના કે નિંદા કરતાં સુધ્ધાં આપણે અચકાયા નથી.
તેથી જે-જે મુનિવરો અત્યારે જૈનોની જાહોજલાલીના કેન્દ્રરૂપ બની ગયેલાં માત્ર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, માળવા કે એવાં થોડાંક ક્ષેત્રોમાં ગોંધાઈ ન રહેતાં, અને માત્ર પોતાની અગવડ-સગવડના વિચારના વમળમાં અટવાઈને પોતાના ધર્મપ્રચારના ક્ષેત્રને બંધિયાર નહીં બનાવી દેતાં, દેશના સીમાડાઓમાં પહોંચવાની હામ ભીડે છે, તેમના પ્રત્યે અમારું મસ્તક ભાવપૂર્વક નમી જાય છે.
આવા પુરુષાર્થી ધર્મપ્રચારક મુનિવરોમાં પૂ. આ. મ. શ્રી વિજ્યનીતિસૂરિજીના સમુદાયના પૂ. મુ. શ્રી કનકવિજ્યજીનું નામ ઉમેરાયેલું જોઈને અમે ભારે હર્ષ અનુભવીએ છીએ.
પૂ. કનકવિજયજી મહારાજ છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતનાં દૂર-દૂરનાં ક્ષેત્રોમાં વિચરી રહ્યા છે. પણ એ બીના તરફ જનતાનું વિશેષ ધ્યાન આજ લગી ખેંચાયું ન હતું. જનતાનું અને અમારું પણ વિશેષ ધ્યાન તો ત્યારે દોરાયું કે જ્યારે અમે જાણ્યું કે આ મુનિવરે જૈનોની નામમાત્રની પણ વસ્તી નહીં ધરાવતી નેપાળની ધરતીનો પ્રવાસ ખેડવાની હામ ભીડી અને સફળતાપૂર્વક એ પ્રવાસ પાર પાડ્યો.
Page #130
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૨, ૧૩
૧૦૭
મહારાજશ્રીના આ પ્રવાસનું થોડુંઘણું વર્ણન આ પત્રમાં છપાયું છે તે ઉપરથી તેમ જ મહારાજશ્રીએ કેટલીક વ્યક્તિઓ ઉપર લખેલા પત્રોમાંની માહિતી ઉપરથી સહુ કોઈને પ્રેરણા અને પ્રોત્સાહન આપે એવી એક વાત સ્પષ્ટ તરી આવે છે, કે પંચમહાવ્રતોનો પાળનાર મુનિ ગમે ત્યાં, ગમે તે પ્રદેશમાં, ગમે તે ધર્મના અનુયાયીઓની વચ્ચે જઈ પહોંચે તો પણ એ પોતાના અહિંસા, સંયમ અને તપની છાપ જનતા ઉપર અચૂક રીતે પાડે જ છે; અને જનતા પણ એ ધર્મભાવનાનું બહુમાન કરવામાં અચકાતી નથી. આ બહુ ભારે મહત્ત્વની વસ્તુ છે; અને એમાં જ માનવીની માનવતા ઉપરની શ્રદ્ધાની કસોટી છે. માનવહૃદય ઉપરની આવી શ્રદ્ધાથી પ્રેરાઈને જ રાજા સંપ્રતિએ અનાર્ય ગણાતા દેશોમાં ધર્મપ્રચારને માટે મુનિવરોને મોકલ્યા હતા.
પૂ. કનકવિજયજી મહારાજના આ નેપાળપ્રવાસનું એક બીજું પણ શુભ પરિણામ આવ્યું ગણાય. એમના આ પ્રવાસથી એ પ્રદેશની જનતાને એ જાણવા મળ્યું કે વૈભવવિલાસ અને સુખ-સમૃદ્ધિનાં અનેકવિધ સાધનોથી ઊભરાતી આ દુનિયામાં આજે પણ એક એવો ધર્મ હસ્તી ધરાવે છે, જેનો સાધુ કોઈ પણ જાતની સુખ-સગવડની ખેવના કર્યા વગર કેવળ આત્મ-શુદ્ધિની સાધનામાં પોતાનું જીવન વિતાવે છે. આ માટે જૈન-સમાજ મહારાજશ્રીનો ખૂબ ઋણી છે.
' મહારાજના થોડાક પ્રવાસ-વર્ણન ઉપરથી એ પણ જાણી શકાય છે કે ત્યાંના જૈનેતર મહાનુભાવોએ તેમને કેટલો બધો હાર્દિક સાથ આપ્યો હતો. ખાસ કરીને સુપ્રસિદ્ધ હિન્દી કલ્યાણ માસિકના ઉદાર તંત્રી શ્રીયુત હનુમાનપ્રસાદ પોદ્દાર, નેપાળના શ્રી મોહનશમશેર જંગબહાદુર રાણા અને ત્યાંના શ્રી કેશરશમશેર જંગબહાદુર રાણા તેમ જ નેપાળમાંના ભારતના એલચી શ્રી ચંદ્રેશ્વપ્રસાદજી સિંહા વગેરેનાં નામ ઉલ્લેખનીય છે. મહારાજશ્રી આ પ્રવાસનું એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે, તે ખૂબ જાણવા જેવી માહિતીથી ભરેલું હશે એવી અમને ઉમેદ છે.
અત્યારે જૈનધર્મના પ્રચારની ખૂબ જરૂર છે અને પૂ. કનકવિજયજી મહારાજે એ માટે નમૂનેદાર પુરુષાર્થ કર્યો છે.
| (તા. ૧૨-૮-૧૯૫૦)
(૧૩) સંઘસ્વાથ્ય અને શ્રમણચર્યા
જૈનસંઘના સ્વાથ્યનો વિચાર તપ, ત્યાગ અને સંયમની (અથવા દશવૈકાલિક સૂત્ર અનુસાર અહિંસા, સંયમ અને તપની) કસોટી દ્વારા જ કરી શકાય. સંઘમાં તપ,
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જિનમાર્ગનું અનુશીલન ત્યાગ અને સંયમ વૃદ્ધિ પામતાં લાગે તો સમજવું કે સંઘ સ્વસ્થ અને તંદુરસ્ત છે અને ધર્મનો અભ્યદય સાધી રહ્યો છે. અને જો એમ લાગે કે આપણામાં તપ, ત્યાગ સંયમની ભાવનાનો હાર થઈ રહ્યો છે, તો, ગમે તેટલા બાહ્ય આડંબરો છતાં સમજવું કે સંઘશરીર રોગગ્રસ્ત બની ગયું છે અને આપણે અધોગતિને મા છીએ.
આજની જેનસંઘની સ્થિતિ જોતાં તો લાગે છે કે અત્યારે સંઘનું સ્વાથ્ય જોખમમાં છે અને સંઘની શુદ્ધિની પુનઃ પ્રતિષ્ઠા કેમ થાય, આપણે સાંસ્કૃતિક, ધાર્મિક કે આધ્યાત્મિક અધોગતિના માર્ગેથી કેવી રીતે પાછાં ફરીએ અને આપણાં જીવન અને કાર્ય દ્વારા બીજાઓને જૈનધર્મ અને જૈન સંસ્કૃતિની મહત્તા, ઉપયોગિતા તેમ જ ઉપકારકતાની પિછાણ કેવી રીતે કરાવી શકીએ એ એક પ્રાણપ્રશ્ન બની ગયો છે. એના ઉકેલમાં જ આપણાં યોગક્ષેમ છે, અને એ ઉકેલ શોધવામાં જ ચતુર્વિધ સંઘની સમગ્ર શક્તિઓ યોજી દેવાની જરૂર છે.
આમ જોઈએ, તો બીજા મુનિસમેલનના પ્રારંભ-દિને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સાચું જ કહ્યું હતું કે “આજે આ ચારે ય સંસ્થાઓમાં ભારે ચિરાડો પડી છે”. એટલે કે જૈનસંઘનાં ચારે ય અંગોમાં શિથિલતા પ્રવેશી ગઈ છે, અને આપણે સૌ નર્યા બાહ્યાડંબરના ઉપાસકો બનીને ધર્મની સાચી આત્યંતર ઉપાસના ચૂકી ગયા છીએ.
કંઈક રાજદ્વારી કે એવી જ બીજી પરિસ્થિતિને કારણે, અને મુખ્યત્વે તો લોભ-લાલચ-લોલુપતા અને મોહ-માયા-મમતાનાં શિકાર બની જવાને કારણે, આપણો શ્રાવકવર્ગ ધર્મમાર્ગના પહેલા પગથિયારૂપ ન્યાય-નીતિ અને પ્રામાણિકતાનો માર્ગ (શ્રી હેમચંદ્રાચાર્યે સૂચવેલો ચાસિમ્પવિમવનો માર્ગ) જ ચૂકી ગયો છે. જ્યાં પહેલું જ પગથિયું ચૂકી જવાયું હોય ત્યાં પછી આખો જ મૂળ માર્ગ વીસરી જવાય, એમાં નવાઈ શી? ઊલટું જાણે આપણે આપણા મન સાથે સમાધાન કરી લીધું છે કે “એ તો બધું એમ જ ચાલ્યા કરે !”
પણ આપણે ભૂલી જઈએ છીએ કે ધર્મની કે ધાર્મિકતાની સાચી કસોટી કપરા લાગતા સંજોગોમાં જ થાય; બાકી સંજોગો બધા સાનુકૂળ હોય તો અપ્રામાણિક બનવાનું કોને ગમે? ધર્મની આ પાયાની વાત ભૂલીને કરવામાં આવતી પ્રવૃત્તિનું પરિણામ કેવળ ધૂળ ઉપર લીંપણ કરવા જેવું જ આવી રહ્યું છે.
પણ શ્રાવક-સંઘની આવી શિથિલતાની સાથોસાથ જ સાધુસમુદાયમાં પણ શિથિલતા ઘર કરવા માંડી છે એ ખૂબ ચિંતા ઉપજાવે એવી બાબત છે. સાધુઓ તો સંઘશુદ્ધિ કે સમાજશુદ્ધિના સાચા રખેવાળો ગણાય. એટલે સંઘમાં (શ્રાવક-સંઘમાં) જેમજેમ વધુ શિથિલતા પ્રવેશતી લાગે, તેમતેમ એમણે વધારે જાગૃત રહીને પોતાનાં
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૩
૧૦૯ તપ, ત્યાગ સંયમના બળે એ શિથિલતાને ખાળવા માટે પુરુષાર્થ કરવો જોઈએ – ચોરોનો વધારો થાય ત્યારે જ કોટવાળની સેવાની ખરી કિંમત ને ? જો શ્રાવકસંઘની સાથોસાથ સાધુસંઘ પણ શિથિલતાના માર્ગે પ્રયાણ કરે, તો તો વાડ ચીભડા ગળે તેવી સ્થિતિ સરજાય ! પછી ઊગરવાનો કોઈ આરો-ઓવારો જ ન રહે. દુર્ભાગ્યે અત્યારે આપણા મોટા ભાગના સાધુસમુદાયની સ્થિતિ આવી થઈ ગઈ લાગે છે.
સાધુસંઘની શિથિલતાના પુરાણા ઈતિહાસને સંભારીને ભલે આપણે અત્યારના સાધુઓને ચૈત્યવાસી ન કહીએ; પણ સ્થિતિ તો એવો અઘટિત પલટો પામી છે, કે એમાંથી ચૈત્યવાસને ય સારો કહેવડાવે એવી ખરાબ સ્થિતિ ક્યારે ઊભી થઈ જાય એ કહેવું મુશ્કેલ છે. નકલી સોનાને વધારે ચળકટની જરૂર પડે, એમ સાચી ધાર્મિકતાને એક કોરે મૂકવાથી પોતાનામાં પ્રવેશી ગયેલી શિથિલતાને છાવરવા આપણો સાધુસંઘ વધુ ને વધુ આડંબરો, જંગી ક્રિયાકાંડો તેમ જ અઢળક ધનવ્યયના માર્ગે જ વળી ગયો છે.
જૈનસંઘના અગ્રણીપદે બિરાજતા શ્રમણસંઘ ઉપર શિથિલતાનો આરોપ મૂકવો એ ન સહેલો છે, ન સુખદ; પોતાના જ અંગમાં છેદ કરવા જેવું મુશ્કેલ અને વેદનાભર્યું એ કામ છે. પણ સંઘસ્વાધ્ય ખાતર પર્યાલોચન ટાળી શકાય એમ નથી.
પાણીનો રેલો જેમ ઢાળ તરફ વહેવા લાગે, એમ માનવીના મનનું સહજ વલણ મોટે ભાગે ભોગાભિમુખ જ હોય છે. એટલે ખાન-પાન કે બોલ-ચાલ યા વ્યવહાર વર્તનમાં સહજ રીતે હિંસા કે અસત્યનું આચરણ કરી બેસે છે. લોભ-લાલચની વૃત્તિ માનવીને ચોરીના કે સંગ્રહશીલતાના માર્ગે ધકેલી દે છે અને જાગૃત થયેલી વાસના , એને કામવિલાસ તરફ દોરી જાય છે. આ બધી સહજ વૃત્તિઓ ઉપર વિજય મેળવીને ચિત્તશુદ્ધિ કેમ પ્રાપ્ત કરવી એ માનવીએ શીખવાનું છે. એટલા માટે જ મહાસંતોએ અને અનુભવી શાસ્ત્રકારોએ અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-અપરિગ્રહરૂપ પાંચ વ્રતોનું ઉદ્દબોધન કર્યું છે. આ વ્રતોની અણીશુદ્ધ સાધના એ જ સાચી ધર્મસાધના કે આત્મસાધના લેખાય છે.
પણ મહાવ્રતોના સ્વીકારની પ્રતિજ્ઞામાત્રથી (દીક્ષા-માત્રથી) આ વ્રતોનું પાલન થઈ જાય એ ન બનવા જેવી વાત છે. એ માટે તો માનવી ખાંડાની ધાર પર ચાલવાની જેમ સતત જાગૃત રહે અને ચિત્તશુદ્ધિની પ્રક્રિયામાં જરા પણ વિક્ષેપ ન આવે એની પૂરી ખબરદારી રાખે તો જ એ મહાવ્રતોનું પાલન કરી શકે; અને આવી ખબરદારી તો જ રાખી શકાય જો સાધક પોતાના ચિત્તને સ્થાન (સ્થિરતા), મૌન અને ધ્યાનસ્વાધ્યાયની એકાગ્ર સાધનાના માર્ગમાં (ાળ મોળ ફાળેસતત રોકી રાખીને પોતાના આત્મભાવને નિરંતર જગાવતો રહે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જિનમાર્ગનું અનુશીલન આજના અતિ-પ્રવૃત્તિમય, અતિ-દોડધામથી ભરેલા અને અતિ આડંબરપ્રિય સાધુજીવનમાં આ ધ્યાન-મૌન-સ્વાધ્યાયની એકાગ્ર સાધના અતિવિરલ બની ગઈ છે. ઊંડું, વ્યાપક, સત્યશોધક, ગુણગ્રાહક અને આત્મચિંતનપૂર્ણ શાસ્ત્ર-અધ્યયન પણ અતિવિરલ બનતું જાય છે; એનું સ્થાન છીછરા, મનોરંજક કે અલ્પપ્રયત્નસાધ્ય વાચનલેખન-પ્રવચને લીધું છે. પરિણામે, મહાવ્રતોની આરાધના નામમાત્રની રહી ગઈ છે. આમાંથી જ શિથિલતાનો જન્મ થાય છે અને એ કંચન, કામિની અને કીર્તિ તરફની અભિરુચિરૂપે વ્યક્ત થાય છે.
ગૃહસ્થો-વ્યાપારીઓ જેમ ગુનો કરવા છતાં કાયદાની પકડમાં સપડાઈ ન જવાય એવી ખબરદારી રાખીને પોતાની લોભવૃત્તિને પોષે છે, એવી જ સ્થિતિ આજે સાધુસંઘની સંગ્રહશીલતાની થઈ રહી છે. એ તો ફક્ત અપરિગ્રહમહાવ્રતનું દેખીતું ખંડન ન થાય એટલું જ ધ્યાન રાખીને પુસ્તક, ગ્રંથમાળા, પેટી-પટારા-કબાટ, જ્ઞાનશાળા કે એવાં અન્ય બહાનાં નીચે ધનસંચય કરવા લલચાય છે અને પોતાના નામે ભલે એ ન રખાય, છતાં એના ઉપર પોતાનો જ કાબૂ રહે અને પોતાને ફાવે તેવો એનો ઉપયોગ કરી શકાય એવી ગોઠવણ કરે છે. આ રીતે ભલે અપરિગ્રહ મહાવ્રતનું સ્થૂળ રીતે પાલન થયું માની લેવાય, પણ ચિત્તમાં આસક્તિનો દોષ પ્રવેશી જાય છે અને છેવટે આ મહાવ્રત ખંડિત થયા વગર રહેતું નથી. શ્રી ઉમાસ્વાતિ વાચકે આસક્તિને જ પરિગ્રહ કહેલ છે (મૂચ્છ પરિપ્રદ:).
કામિની તરફનું એટલે કે ભોગવાસના તરફનું આકર્ષણ પણ આજના સાધુસમુદાયને શિથિલતા તરફ ધકેલી રહેલ છે; મર્યાદા વગરના લોકસંપર્કનું આ દુષ્પરિણામ છે. જો બધી જાતના સંપર્કોમાં મગ્ન રહેવા છતાં, તેમ જ ખાન-પાનના નિયમોનું અતિક્રમણ કરવા છતાં, બ્રહ્મચર્યની સાધના શક્ય હોત, તો સાધકો અને શાસ્ત્રકારોએ એને અતિદુષ્કર ન કહ્યું હોત.
વળી, કીર્તિની કામનાએ તો કેવાકેવા દોષો જન્માવ્યા છે ! સૌથી પહેલાં તો એણે સાધુજીવનની ખુમારી અને નિરીહતાનું ભક્ષણ કરીને જીવનમાં પામરતાને પેસારી દીધી છે. દાંભિક્તા એ કીર્તિની લાલસાનું જ સંતાન છે, અને જ્યાં દાંભિકતા હોય ત્યાં સાધુતા ટકી જ શી રીતે શકે ? કામની સહજપણે કીર્તિ મળે એ એક વાત છે અને કીર્તિને ખાતર જ કામ કરવામાં આવે એ સાવ જુદી વાત છે.
આમ વિવિધ રીતે સાધુસંઘમાં જે શિથિલતા પ્રવેશી છે, એ માટે દોષનો બધો ટોપલો એને જ શિરે નાખવો બરાબર નથી. એક હાથે તાળી ન પડે એમ શ્રાવક-શ્રાવિકા-સમુદાયના સાથ વગર આવું બને જ નહીં. આ વાત જરા વિગતે જોઈએ :
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૧૩
ત્યાગ અને ભક્તિની હોડ – સાધુસંતોના ત્યાગ પ્રત્યે શ્રાવકસંઘની ભક્તિ જ્યારે વિવેક ચૂકી જાય છે, ત્યારે ત્યાગ ભક્તિ પેદા કરે અને ભક્તિ ત્યાગને ભરખી જાય’ એવી વિચિત્ર સ્થિતિ સર્જાય છે; જાણે બંનેમાં કોણ જીતે છે એની હોડ મંડાઈ જાય છે ! જ્યારે એ ભક્તિમાં ઘેલછા કે વિવેકહીનતા આવી જાય છે અને સામે ત્યાગી સાધુ આત્મજાગૃતિ દાખવીને એ ભક્તિનો ઇન્કાર કરવાનું ચૂકી જાય છે, ત્યારે ભક્તની એ ઘેલી ભક્તિ ત્યાગીના ત્યાગનું ભક્ષણ કરી જાય છે; છેવટે ત્યાગી અને ગૃહસ્થ વચ્ચે દૃષ્ટિરાગનો દૂષિત સંબંધ બંધાઈ જાય છે; અને દૃષ્ટિરાગને તો મહાપાપમય (વૃષ્ટિરાવસ્તુ પાપીયાન) કહેવામાં આવ્યો છે. પછી ન ત્યાગ રહે છે, ન ભક્તિ ! અતિસંપર્ક આ દૃષ્ટિરાગ ઉત્તરોત્તર અતિસંપર્કને જન્માવે છે; અને છેવટે સાધુજીવનની માસકલ્પ કે વર્ષાવાસ જેવી સહિતકર મર્યાદાનું ઉલ્લઘન કરાવીને એકને એક સ્થાનમાં મહિનાઓ કે વર્ષો લગી વાસ કરવા સાધુને પ્રેરે છે.
-
ભોગસામગ્રીની વિપુલતા – આ અતિસંપર્ક અને આવા સ્થિરવાસને પરિણામે સાધુના જીવનની જરૂરિયાતો ઉત્તરોત્તર વધતી જ રહે છે, અને એને પૂરી પાડે એવી નવીનવી સામગ્રી જેમજેમ મળતી રહે તેમતેમ મન સુખશીલતાના સુંવાળા માર્ગે દોડવા લાગે છે. પરિણામે ઉત્કટ આત્મસાધનાનો માર્ગ જ વીસરાઈ જાય છે.
-
મંત્રતંત્રનો વિઘાતક માર્ગ - આ અતિસંપર્કનું બીજું માઠું પરિણામ ભક્તોમાં અંધશ્રદ્ધારૂપે અને સાધુમાં અહંકારના પ્રાદુર્ભાવરૂપે આવે છે. કાકતાલીય ન્યાયે ચારેક સાધુના સંપર્કે પોતાની ઇષ્ટ સિદ્ધિ થઈ જાય તો ભક્ત શ્રાવક માની બેસે છે કે આ તો મહારાજની કૃપાનું જ ફળ ! અને સાધુ પણ એમ માનવા-મનાવવા પ્રેરાય છે ! અને પછી તો ભગવાનની ‘આપણું કરેલું મિથ્યા થાય નહીં અને આપણે ન કર્યું હોય એનું ફળ આપણને મળે જ નહીં’ એ શાશ્વત સત્યની વાત જ વીસરાઈ જાય છે; છેવટે સાધુ અને શ્રાવક બંને ડૂબે છે.
શહેરી સંસ્કૃતિનો દોષ – શહેરોમાં ઊભરાતી સંપત્તિ, ભોગવિલાસિતા અને સાધનસામગ્રીની વિપુલતા સાધુસમુદાયને શિથિલ બનાવવામાં ઘણો મોટો ભાગ ભજ્વે છે. ઉપરાંત શહેરોમાં સૌને પોતાની ચિંતાની જળોજથા એવી વળગેલી હોય છે, કે એમાં કોણ કેવું આચરણ કરે છે એની ખબર કોઈને ભાગ્યે જ પડે છે; અને કોઈને પડે તો પણ એને એની ચેરચૂંથ કે ચિકિત્સા કરવાનું ભાગ્યે જ પાલવે છે.
જ
એક વિશિષ્ટ પ્રકારની શિથિલતા – અહિંસાનો પૂર્ણ વિકાસ અને સાક્ષાત્કાર કરવા માટે જ બીજાં અનેક વ્રતો, તપો કે નિયમોની યોજના કરવામાં આવી છે. એટલે જે સાધુ સંયમ-માર્ગે આત્મસાધનામાં આગળ વધતા હોય એમના જીવનમાં ઉત્તરોત્તર અહિંસા, કરુણા અને વિશ્વમૈત્રીનો વિકાસ સહજપણે થતો રહે.
૧૧૧
Page #135
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
હવે જૈન સાધુનું જીવન સ્વીકારવા છતાં જો જીવનમાં અહિંસા, નિષ્કષાય વૃત્તિ અને વીતરાગતાના વિકાસને બદલે અહંકાર, અંધશ્રદ્ધા કે અજ્ઞાનનો પ્રાદુર્ભાવ થવા લાગે અને એના લીધે જનસમુદાયને સાંપ્રદાયિક કટ્ટરતા તરફ દોરવાની પ્રવૃત્તિ હાથ ધરાય તો સમજવું કે એ રૂપે પણ સાધુજીવનમાં શિથિલતાએ પ્રવેશ કર્યો છે.
૧૧૨
માનસિક વિકાસની ઊણપ સૂચવતી આ શિથિલતા અને આચરણશુદ્ધિની ખામીને સૂચવતી આગળ વર્ણવેલી શિથિલતા – એ બે વચ્ચે અમુક દેખીતો ભેદ તો છે જ; આમ છતાં સંઘ અને ધર્મના અભ્યુદયમાં આ શિથિલતા પેલી શિથિલતા કરતાં જરા ય ઓછી હાનિકારક નથી એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું. આગળ વર્ણવેલી શિથિલતા સમાજમાં આચારહીનતા જન્માવી ભક્તસમુદાયમાં દોષનો પણ બચાવ કરવાની કે એની તરફ આંખમીંચામણાં કરવાની અંધભક્તિને વેગ આપે છે, ત્યારે આ બીજા પ્રકારની શિથિલતા તો સંઘમાં વિચારહીનતા જન્માવી, ક્લેશ-કંકાસ-કુસંપને વેગ આપી, સંઘને છિન્નભિન્ન અને વેરવિખેર કરી નાખે છે.
-
પણ આ ઉપરથી રખે કોઈ માને કે આપણો આખો સાધુસંઘ આવો શિથિલ બની ગયો છે. રણમાં મીઠી વીરડી સમા ભલે આંગળીને વેઢે ગણી શકાય એટલા - સાધુચરત મુનિરાજો આપણા સંઘમાં છે જ; એ જ આપણી આશાના પ્રેરક છે. વળી, એમ પણ માની બેસવાની કે નિરાશ થવાની જરૂર નથી કે આટલી હદે ઘર કરી ગયેલી શિથિલતાને દૂર કેવી રીતે કરી શકાશે. અલબત્ત, આ કામ સારી પેઠે કઠણ છે. છતાં આના અજમાવી શકાય એવા ઉપાયો છે જ.
(તા. ૩૧-૩-૧૯૬૨)
ઉપાયો.
-
સંઘ-શરીરમાં તેમાં ય ખાસ કરીને શ્રીસંઘના અગ્રણીપદે બિરાજતા શ્રમણસંઘમાં – જે અનેક પ્રકારની શિથિલતાઓ પ્રવેશી ગઈ છે અને હજી યે પ્રવેશી રહી છે, તે ખૂબ ચિંતા ઉપજાવે એવી છે; એથી સંઘનું સ્વાસ્થ્ય એટલે કે ધર્મનો પ્રાણ અને સંસ્કૃતિનું હૃદય ભારે જોખમમાં મુકાઈ ગયેલ છે. તેથી એમાં સત્વર સુધારણા એ જૈનસંઘને માટે એક પ્રાણપ્રશ્ન બની ગયો છે. એના ઉકેલ માટે શ્રીસંઘ પોતાનાં તન-મન-ધનને જેટલાં ખર્ચે એટલાં ઓછાં છે; એટલાં સાર્થક પણ બને. આ શિથિલતા વધતી કેવી રીતે અટકે ? આ પ્રશ્નનો ઉત્તર શોધવા કંઈક પ્રયત્ન કરીએ.
માનવીના મનનું ઘડતર જ એવું વિચિત્ર છે કે કયારેક દૈવી વૃત્તિ પ્રબળ બને છે, તો ક્યારેક આસુરી વૃત્તિનું જોર જામે છે. દુષ્ટમાં દુષ્ટ ગણાતા માનવીના હૃદયના
Page #136
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૩
૧૧૩
એકાદ ખૂણામાં પણ સવૃત્તિની આછીપાતળી તેજરેખા તો છુપાયેલી રહેવાની જ. એ જ સંસારની મોટી આશા છે, સાધુસંઘને માટે તો એ વધારે આશાસ્પદ હોય.
આ શિથિલતા નીચે જણાવેલ ઉપાયોમાંથી ગમે તે ઉપાય દ્વારા દૂર થઈ શકે :
(૧) શિથિલતામાં સપડાયેલ સાધુ પોતે જ પોતાની ખામીથી બેચેન બની જાય અને એને દૂર કરવા માટે જાગૃત બનીને પ્રયત્ન આદરે.
(૨) સાધુ-સમુદાય સમગ્રરૂપે પોતે પોતાના સંઘ-શરીરનાં કોઈકોઈ અંગોમાં પ્રવેશી ગયેલી ખામીને ઓળખીને એને દૂર કરવાના ઈલાજો પોતે જ યોજે.
(૩) શ્રાવકસંઘ જાગૃત બની આવી શિથિલતા મુદ્દલ ન પોષાય એવી વ્યવસ્થા
કરે.
અમારે અહીં કહેવું જોઈએ કે ઉપર ક્રમશઃ બતાવેલા ઉપાયો એકએકથી ઊતરતી કક્ષાના છે. વ્યક્તિ પોતે જ પોતાની જાતનો વિચાર કરીને પોતાના જીવનને સુધારી લે એ સર્વશ્રેષ્ઠ માર્ગ છે; પણ છેવટે તો જેવી પરિસ્થિતિ.
આ ત્રણે ઇલાજો અંગે જરા વિગતે વિચાર કરીએ :
(૧) વ્યક્તિ પોતે જ જાગે – આપણે ત્યાં માણસ રહે તો આપથી, અને જાય તો સગા બાપથી” એ કહેવત બહુ જ પ્રચલિત છે. માનવીને પોતાની મેળે સારા રહેવું હોય તો એ કોઈ પણ જાતનાં બંધનો વગર પણ સારો રહી શકે છે, અને જો તેને સાચા માર્ગેથી ચલિત થવું હોય તો એને કોઈ રોકી શકતું નથી.
એટલા માટે સાધુ-સમુદાયમાં પ્રવેશી ગયેલી શિથિલતા દૂર કરવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ શિથિલતામાં સપડાયેલ સાધુ પોતે જ જાગી જાય, અને જાગ્યા ત્યારથી સવાર ગણીને, તેમ જ ભગવાન મહાવીરે ઉદ્દબોધેલ સમયે નીયમ મા પમય, (હે ગૌતમ! એક પળવાર જેટલો ય પ્રમાદ સેવીશ નહીં) એ મહામંત્રને જીવનમાં ગાજતો કરીને પોતાની જાતને સંભાળીને સમગ્ર સંઘનું સ્વાથ્ય જાળવ્યાનું પુણ્ય હાંસલ કરે.
(૨) સાધુસંઘ જાગે – પણ કેટલીક વાર એવું પણ બને છે, કે વ્યક્તિ પોતે પોતાની જીવનશુદ્ધિ માટે જોઈએ તેટલી જાગૃત ન હોય; એવા સંયોગોમાં એ શિથિલતાના ખાડામાં સહેજે પડી જાય. એવી સ્થિતિમાં આસપાસની પરિસ્થિતિ પતનને રોકી દે એવી જાગરૂક હોય તો પણ માણસ નીચે પડતો બચી જાય છે. અને એક વાર એ બચી ગયો તો લાંબા સમય લગી પતનના માર્ગેથી ઊગરી પણ જાય.
આવી વાસ્તવિકતામાં દરેક સાધુને આત્મસાધનામાં સ્થિર રાખવાની મુખ્ય જવાબદારી સાધુસંઘની પોતાની જ છે. શરીર પોતે જ પોતાનાં અંગપ્રત્યંગોનું રક્ષણ ન કરે તો બીજું કોણ કરે? એ માટે જ ધર્મશાસ્ત્રોમાં પાર વગરના વિધિનિષેધો.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જિનમાર્ગનું અનુશીલના આપવામાં આવ્યા છે. ભૂતકાળમાં જ્યારે જ્યારે આવી આચાર-શિથિલતા વધવા લાગી, ત્યારેત્યારે મોટા ભાગે સાધુસંઘે પોતે જ પોતાની જાતને સંભાળી લીધી હતી.
પણ વર્તમાન સ્થિતિ એ છે કે આખો સાધુસંઘ પક્ષાપક્ષીને લીધે મારાતારાપણાના કીચડમાં વધારે પ્રમાણમાં અટવાઈ ગયો છે, પરિણામે, એ આખા સંઘના સ્વાથ્યની પોતાની જવાબદારીનો ભાગ્યે જ વિચાર કરી શકે એમ છે. વળી કેટલાય દાખલાઓમાં ગુરુ-શિષ્યો વચ્ચે જે વિનય-વિવેક અને બહુમાન જળવાવાં જોઈએ એ ભાગ્યે જ જળવાય છે; ઊલટું ઘણી વાર તો ગુરુઓ શિષ્યોને વશ હોય એવી વિષમ સ્થિતિ પેદા થઈ ગઈ છે ! તેથી કોઈ કોઈને કહી શકે એવી સ્થિતિ રહી નથી.
હકીકતે સમુદાયમાં કેટલીક તો નરી નજરે દેખાઈ આવે એવી શિથિલતા પ્રવેશી ગઈ હોવા છતાં, સાધુસંઘનો આત્મા તીવ્રપણે કકળી ઊઠ્યો નથી. તેથી છેવટના ઇલાજ તરીકે શ્રાવકસંઘે જ આ બાબતનો વિચાર કરવાનો રહે છે.
(૩) શ્રાવકસંઘ જાગે – આમ જોઈએ તો શાસ્ત્રમાં શ્રાવકવર્ગને સાધુસંઘના સંબંધમાં જે ઉપમાઓ આપવામાં આવી છે, તેમાં એક સાધુઓનાં માતા-પિતા તરીકેની આપવામાં આવી છે. સામાન્ય રીતે તો સાધુસંઘ અને શ્રાવકસંઘ એનો પૂજક - એવો સંબંધ હોવો જોઈએ. પણ સાધુઓ ય છેવટે છદ્મસ્થ છે, અને પૂર્ણ વીતરાગપણું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ દોષો કરી બેસે એવી શકયતા પણ છે. જ્યારે પણ સાધુ કોઈ દોષમાં પડતા લાગે ત્યારે શ્રાવક-શ્રાવિકા એક માતા-પિતાની જેમ વત્સલપણે એમને એ દોષમાંથી બચાવી લે.
પણ, આમ હોવા છતાં શ્રાવકસંઘની સત્તાને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના સાધુઓ હંમેશાં પોતાની સત્તામાં દખલગીરીરૂપ જ માને છે. છેલ્લાં પચાસેક વર્ષોમાં તો આ બાબતે ગજગ્રાહનું રૂપ લીધું હોય એમ જ લાગે છે. સાધુસંઘ ઉપર સત્તા ચલાવવા માગતા શ્રાવકસંઘને હાડકાંના માળા' જેવાં બિરુદથી પણ નવાજવામાં આવેલ છે ! એ ગમે તેમ હોય, પણ જો સાધુ પોતે જાગૃત ન હોય અને સાધુસંઘ પણ સ્વયં કંઈ કરવા તૈયાર ન હોય, તો ધર્મની રક્ષા કરવા છેવટે શ્રાવકસંઘે જાગૃત બનીને પોતાથી બનતો પુરુષાર્થ કરવો જ જોઈએ. આમ કરવાનું એક કારણ એ પણ છે કે સાધુઓની શિથિલતામાં શ્રાવકોનો પણ કંઈ નાનોસૂનો હિસ્સો નથી !
અને જો શ્રાવકવર્ગ જાગૃત બને, દૃષ્ટિરાગી કે વ્યક્તિરાગી થવાના બદલે ગુણાનુરાગી બને અને સ્વાર્થના સગપણના બદલે ધર્મના સગપણને જ અપનાવે, તો સાધુસમુદાયની શિથિલતાના સહકારી બનવાનું એનું કલંક દૂર થાય. પણ અત્યારે મોટા ભાગનો શ્રાવકવર્ગ સ્વાર્થને કારણે કે અજ્ઞાન યા અંધશ્રદ્ધાને કારણે વ્યક્તિરાગમાં . એવો તો માર્ગ ભૂલ્યો છે, કે એમાંથી ઊંચે આવવાનું કામ સરળ નથી.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૫
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૩
આમ છતાં નિરાશ થવાની જરૂર નથી. અમુક શ્રાવકવર્ગ આમ મોહાંધ હોવા છતાં ગામેગામ અને શહેરેશહેર એવો તટસ્થ અને ગુણગ્રાહી શ્રાવકવર્ગ મોજૂદ છે, જે વ્યક્તિની શેહ કે શરમમાં તણાયા વગર કેવળ ધર્મની રક્ષાનો જ વિચાર કરે અને એ માટે કંઈક પણ કરી છૂટવાની મનોવૃત્તિ ધરાવતો હોય.
આવા શ્રાવક-વર્ગનું સંગઠન સાધીને સમસ્ત સંઘમાં એવું વાતાવરણ ઊભું કરવામાં આવે, કે સાધુસંઘની ભક્તિ પૂરેપૂરી કરવી, પણ સાધુના ત્યાગ, વૈરાગ્ય કે સંયમમાં શિથિલતા પ્રવેશે એવું એક પગલું ન ભરવું. સાથેસાથે શ્રાવકવર્ગે સાધુસંઘને એવી પ્રતીતિ કરાવી દેવી જોઈએ કે સામાન્યમાં સામાન્ય સાધુની પણ સંયમ-આરાધના અને શરીરસ્વાથ્ય માટેની અનિવાર્ય જરૂરિયાતો સહજ રીતે પૂરી કરવામાં આવશે. આને લીધે જરૂર સંગ્રહશીલતા ઉપર કેટલોક કાપ મુકાશે.
- આચાર્યો તેમજ મુનિરાજોનો પણ આમાં બને તેટલો સાથ લેવો જોઈએ; અને સાથેસાથે વ્યક્તિગત રીતે મુનિરાજોનો આત્મા જાગે અને પોતામાં પ્રવેશી ગયેલી શિથિલતાથી અકળાઈ ઊઠે એવું પણ કંઈક કરવું જોઈએ.
ઉપર્યુક્ત ત્રણ ઉપાયોને સાવ સ્વતંત્ર ગણીને અજમાવવાને બદલે જેટલે અંશે એકબીજાની સાથે સાંકળી શકાય એટલે અંશે એ કાર્ય વધારે સરળ બનવાનું.
આ લખતી વખતે એ વાત અમારા ધ્યાન બહાર જરા ય નથી કે આ ઉપાયો સૂચવવા એ એક વાત છે અને એનો અમલ કરી બતાવવો એ સાવ જુદી વાત છે. આમ છતાં જો જૈનધર્મની અવહેલના થતી અટકાવવી હશે, તેમ જ જૈન સમાજનો. અભ્યદય સાધવો હશે તો આ ઉપાયોનો અમલ કર્યા વગર છૂટકો જ નથી.
અહીં બીજા કેટલાક મુદ્દાઓ તરફ ધ્યાન દોરવું પણ જરૂરી લાગે છે :
(૧) પૈસો અને પ્રશંસાનો અનિચ્છનીય સંબંધ – મોટે ભાગે પૈસો પ્રશંસાની અપેક્ષા રાખે છે અને પ્રશંસા કરનારની કામના પૈસો મેળવવાની હોય છે, પરિણામે, શ્રીમંતો અને ગુરુઓ વચ્ચે એવો આસક્તિભર્યો સંબંધ બંધાઈ જાય છે, કે જેનું પરિણામ ચારિત્રની શિથિલતામાં જ આવે. એટલે સાધુઓ અને શ્રીમંતો વચ્ચે નિર્મળ ધર્મસ્નેહનો સંબંધ જ બંધાવો જોઈએ.
(૨) કીર્તિની આકાંક્ષાથી મુક્તિ મેળવવી – કંચન અને કામિનીની જેમ કીર્તિ પણ ભારે લોભામણી વસ્તુ છે. એના મોહમાં સપડાયેલ સાધુ કે શ્રાવક દંભ કે પ્રપંચ કરવામાં પાછું વાળીને જોતો નથી. એટલા માટે જ આચારાંગ-સૂત્રમાં સાધુને માટે સાફસાફ કહ્યું છે : ન તો સેસાં રે લોકોની વાહવાહના માર્ગે સાધુ ન જાય; એટલું જ શા માટે ? શ્રી દશવૈકાલિક-સૂત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે – “આ જગતમાં વંદન
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૬
જિનમાર્ગનું અનુશીલન પૂજનને કાદવના ખાડા જેવાં જાણવાં. એ કાંટો બહુ સૂક્ષ્મ છે તથા મહામુશ્કેલીએ કાઢી શકાય તેવો છે. માટે વિદ્વાને તેની સરસા ન જવું.”
(૩) મંત્રતંત્ર- ઓછી મહેનતે વધુ લાભ મેળવવાની વૃત્તિએ માનવીને હંમેશાં છેતરામણા માર્ગે દોર્યો છે; એમાંનો એક માર્ગ તે મંત્રતંત્રનો. મંત્ર-તંત્ર ફળે છે કે કેમ, એ ચર્ચા અહીં અપ્રસ્તુત છે. મુખ્ય વાત એટલી જ છે કે સાધુજીવનને માટે એ પ્રમાદના પોષણનો માર્ગ છે. તેથી જ તો ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં સાધુ માટે સાફસાફ ફરમાવ્યું છે : મંતં તંતં ન નિન્જા (સાધુ મંત્ર-તંત્રમાં મનોયોગ ન કરે).
(૪) વાસનાનો વિજય - સાધુજીવનની સમગ્ર સાધનાનું કેન્દ્ર વાસના-વિજય છે; જરાક પણ બેધ્યાન થયા કે વાસનાના વ્યામોહમાં ફસાયા જ સમજો. તેથી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે – સળે મા કુદાવ (વાસનામાત્ર દુઃખને લાવનારી છે.)
(૫) અયોગ્ય દિક્ષાનું નિવારણ અને દીક્ષામાં સતત જાગૃતિ – દીક્ષા માટે શાસ્ત્રોમાં અનેક વિધાનો હોવા છતાં દીક્ષા અંગે પાત્રની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર રાખવાની જરૂર છે. ગમે તેવાને દીક્ષા આપવાથી સંઘમાં સડો દાખલ થવાનો ભય ઊભો થાય છે. નવદીક્ષિત વધુ ને વધુ અને લાંબામાં લાંબા સમય સુધી એકાંતસાધના કરતાં રહેવું અને પૂરી યોગ્યતા મેળવ્યા પછી જ લોકસંપર્કનો અધિકારી બને એવી જોગવાઈ ખાસ કરવી જોઈએ. એમની ઉપર સાધના અને અભ્યાસની એટલી બધી જવાબદારી હોવી જોઈએ કે એમને હંમેશાં સમયની તાણ જ લાગવી જોઈએ. જવાબદારી પૂરી કર્યાની પૂરી ખાતરી પણ ગુરુજનોએ કરતાં રહેવું જોઈએ.
(તા. ૭-૪-૧૯૬૨) અન્ય જૈનસંઘોની સ્થિતિ
શ્રમણચર્યા અંગે સ્થાનકવાસી જૈન સંઘનું અવલોકન પ્રથમ કરીએ.
આ સંઘમાં અત્યારે જે સ્થિતિ ચિંતાનો વિષય બની છે, તે સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુંબઈથી પ્રગટ થતા અઠવાડિક ગુજરાતી મુખપત્ર જૈન-પ્રકાશના અગ્રલેખો ઉપરથી પણ જાણી શકાય છે. તેથી તેની ગંભીરતા કેટલી વધારે હશે એનો સચોટ ખ્યાલ આવે છે.
સવા વર્ષ પહેલાં, જેન-પ્રકાશના તા. ર૩-૩-૧૯૬ ૮ના એકલવિહાર અટકાવો નામે અગ્રલેખમાં એકલવિહારી સંતો અંગે કહેવામાં આવ્યું છે –
એકલવિહાર એક પ્રકારનો સ્વચ્છેદ છે. સંયમ-માર્ગની ખાંડાની ધાર પર ચાલનાર સાધુ-સાધ્વી કોઈ સંયોગોમાં એકલા વિચરે તો વીતરાગના માર્ગ અને પરંપરાનું અલન થાય. શાસ્ત્રના નિયમ ઉપરાંત શ્રમણ-સંઘોએ પણ એમની આચાર
Page #140
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૩
૧૧૭
સંહિતામાં એકલવિહારને સર્વથા ત્યાજ્ય ગણ્યો છે. શ્રાવક-શ્રાવિકાને પણ આદેશ આપવામાં આવેલ છે કે એકલવિહારને કોઈ સંયોગોમાં પોષે નહિ.
કૉન્ફરન્સના અજમેરના નવમા અધિવેશનમાં તો એકલવિહારના અટકાવ માટે એક ખાસ પ્રસ્તાવ કરવામાં આવેલ છે... ખુદ અજમેરના બૃહત્ સાધુસંમેલનમાં સાધુ-સંસ્થાએ પણ એકલવિહારને સદંતર અટકાવવા અનુરોધ કરેલ છે અને સ્પષ્ટ આદેશ આપેલ છે કે એકલવિહારને શ્રાવકસંઘો અટકાવે. એકલવિહારીને ધર્મસ્થાનકમાં સ્થાન આપી શકાય નહિ; એટલું જ નહિ, પરંતુ આ રીતે વિચરતાં સાધુ-સાધ્વીઓનું ચાતુર્માસ પણ કરાવી શકાય નહિ...
આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, કે... સંપ્રદાય, ગુરુ કે સાથી સંતો સાથે કશોક વાંધો પડતાં, સ્વભાવના મનમેળના અભાવે અને અધિકાંશે તો સાધુના કઠિન માર્ગે ચાલવાની શિથિલતાથી જ સંખ્યાબંધ એકલવિહારીઓ જ્યાં-ત્યાં વિચરતા જોવા મળે છે.”
આ પછી જેન-પ્રકાશ'ના તા. ૨૩-૧૧-૧૯૬૮ના અંકના અગ્રલેખમાં આ જ બાબતની વિશેષ છણાવટ કરતાં કહેવામાં આવ્યું છે –
જે સાધુઓ દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંયમ ન પાળી શકે, સ્વચ્છંદી રીતે વર્તે, આચારસંહિતા અને શિસ્તની અવગણના કરે, ગુરુની આજ્ઞાનો અનાદર કરે, શ્રાવક- વર્ગમાં વિખવાદ ઊભા કરાવી સંઘોમાં ફાટફૂટ પાડવા પ્રયત્નો કરે, સાથીસાધુઓ સાથે ક્લેશ ઊભા કરે અને શિથિલાચારી બની બેસે તેવાઓને તેમના સંપ્રદાયોએ તેમ જ ગુરુએ વહેલી તકે એમના સંપ્રદાયમાંથી છૂટા કરી દેવા જોઈએ, અને એ રીતે છૂટા કર્યાની જાહેરાત પણ કરી દેવી જોઈએ...
સાચી વાત એ છે કે આજે સમાજમાં જે નિનયિકતા, વિભિન્નતા વગેરે જોવા મળે છે એનો દોષ સાધુ-સંતો કરતાં શ્રાવકોનો વધારે છે. શ્રાવકોના સહકાર સિવાય સાધુ કદી સ્વચ્છંદી બની જ ન શકે. શ્રાવકવર્ગ મક્કમ રીતે મન પર એક વાત લે કે કોઈ સંયોગોમાં એકલવિહારી કે સ્વેચ્છાચારી સાધુઓના ચાતુર્માસ નહિ કરાવીએ, તો લાંબા ગાળે એકલવિહાર કદાચ સદંતર અટકી નહિ જાય તો પણ ઓછા તો જરૂર થશે.”
આ રીતે એકલવિહારીઓ ઉપરાંત સાધુસમુદાયમાં પ્રવર્તતી અવ્યવસ્થા અને અરાજકતા પ્રત્યે ધ્યાન દોરતાં તા. ૧૫-૩-૧૯૬૯ જૈનપ્રકાશના અંધાધૂંધીની અવધિ’ શીર્ષકના અગ્રલેખમાં કહેવામાં આવ્યું છે –
કલ્પનામાં ન આવે એટલી હદે સાધુ-સંસ્થામાં અવ્યવસ્થા, અરાજકતા પ્રવેશી ચૂકી છે. નથી શિસ્ત, નથી સામાચારીનું યોગ્ય પાલન, નથી બંધારણપરસ્તી કે નથી સ્વકર્તવ્યની પરાયણતા. અનેક વાર બંધારણો ઘડાયાં, સામાચારીઓ પ્રસ્થાપિત થઈ. પ્રસ્તાવ-નિયમો થયા, પરંતુ એ બધું બહુધા કાગળ ઉપર જ રહ્યું છે... શ્રમણ-સમાજની
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જિનમાર્ગનું અનુશીલન એકતા પ્રસ્થાપિત કરવા માટે શ્રાવકોએ અનેક સંમેલનો મેળવ્યાં, પ્રતિનિધિમંડળો યોજ્યાં, દિવસોના દિવસો પર્યન્ત લાંબા પ્રવાસ ખેડ્યા, લાખોનાં આંધણ મુકાયાં; પરંતુ એ બધા પ્રયાસો સર્વથા નિષ્ફળ રહ્યા.
“નિયમ-પ્રસ્તાવોને ઘોળીને પી જઈ શકાય છે, આંતરિક વિખવાદ-વિવાદો ઊભા કરી શ્રાવકોનાં જૂથો રચી અલગઅલગ ચોકાઓ સ્થાપી શકાય છે, કારણ કે શ્રાવકવર્ગ નિષ્ક્રિય, નિર્બળ બન્યો છે. શ્રાવકમાં સંપ્રદાયવાદ-અલગતાવાદની ઘેરી છાયા જડ ઘાલી બેઠી છે..
પૂરી ચકાસણી વિના દીક્ષાઓ અપાય, બાળદીક્ષાઓ થાય; વય, વૈરાગ્ય કે અભ્યાસની પૂરી તપાસ કરવામાં ન આવે, અને પરિણામ એવું આવે કે જેથી સમાજ વગોવાય.”
આવું લખાણ વાંચીને આપણે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો રખે એમ માની લઈએ કે સ્થાનકવાસી શ્રમણસમુદાયમાં શિથિલતા વધારે છે, અને આપણે ત્યાં સબ સલામત છે ! આપણે ત્યાંની સ્થિતિ આના કરતાં જરા ય ચડિયાતી નથી; ઊલટી, વિશેષ ચિંતા કરવી પડે એવી છે. ફરક ફક્ત એટલો છે કે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન શ્રાવકસંઘ આ બાબતને અનધિકાર ચેષ્ટા માનીને એ અંગે સાવ બેફિકર અને નિષ્ક્રિય બનીને આ બધું બરદાસ્ત કરી લે છે, જ્યારે સ્થાનકવાસી શ્રાવકસંઘ આ માટે સતત જાગૃત છે; પેલા સતત ઉદ્યમી કરોળિયાની જેમ, કંઈક ને કંઈક કારગત ઉપાય શોધતો અને અજમાવતો રહે છે. તેથી ક્યારેક પણ કંઈક સારું પરિણામ આવી શકશે. સાધુસમુદાયમાં વધતી શિથિલતાના અનિષ્ટને રોકવા માટે સાધુસમેલન અને સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સનું અધિવેશન એક જ સ્થાને અને એક જ સમયે તત્કાળ બોલાવવાની માગણી સ્થાનકવાસી શ્રાવકસંઘમાં વેગ પકડતી જાય છે; એને જવાબદાર શ્રમણવર્ગનો ટેકો પણ મળી રહ્યો છે. આ અંગે લખતા જૈનપ્રકાશના તા. ૨૩૬-૧૯૬૯ના અગ્રલેખમાં કહેવામાં આવ્યું છે –
“પ્રતિદિન વણસતી જતી શ્રમણસંઘની પરિસ્થિતિથી સારા યે સ્થાનકવાસી જૈન સમાજમાં દુઃખ અને નિરાશાની લાગણી વ્યાપી છે. સ્થળ-સ્થળેથી બૂમ પડી રહી છે, કે શ્રાવક-સમાજ સત્વર જાગૃત બની શ્રમણ સંઘને પુનઃ સંગઠિત, સુદઢ અને અણ બનાવવા શકય એ બધા જ પ્રયાસો શરૂ કરી દે.
“મહારાષ્ટ્ર આ પ્રશ્ન અંગે વધારે જાગૃત, લાગણીવશ અને સંવેદનશીલ છે... કોઈ પણ ભોગે મહારાષ્ટ્રનો શ્રાવકગણ વહેલામાં વહેલી તકે સાધુસંમેલન બોલાવી શ્રમણસંઘમાં પુનઃ એકતા આણવા કૃતનિશ્ચય બન્યો છે...
“સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ એ ભારતના સારા યે સ્થાનકવાસી જૈન સમાજની મધ્યસ્થ પ્રતિનિધિ-સંસ્થા છે. સમાજ પ્રત્યેની એની જવાબદારી ઘણી મોટી
Page #142
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૧૩
છે. કૉન્ફરન્સ વહેલી તકે મહારાષ્ટ્રમાં સાધુસંમેલન અને કૉન્ફરન્સનું અધિવેશન મેળવવાની તત્કાળ જાહેરાત કરે.”
પોતાના સમસ્ત સંઘની એકતા અને શુદ્ધિ માટે શ્રાવકસંઘની આવી અખંડ જાગૃતિ અને પ્રયત્નશીલતા એ સ્થાનકવાસી ફિરકાની ખુશનસીબી છે.
હવે દિગંબર જૈન ફિરકાની સ્થિતિનું થોડુંક અવલોકન કરીએ.
આમ જોઈને તો દિગંબર જૈન સંઘમાં સાધુઓની સંખ્યા બહુ જ મર્યાદિત હોવાથી તેઓમાં અંદર-અંદરના મતભેદ આછા કે ઓછા જોવા મળે, તેમ જ શિથિલતાના કિસ્સાઓ પણ ઓછા બને એ સ્વાભાવિક છે. આમ છતાં, આવો નાનો મુનિસમુદાય ધરાવતા વિશાળ દિગંબર ફિરકામાં એકાદ મુનિ પણ જ્યારે સ્વેચ્છાચારી અને શિથિલાચારી બને છે, ત્યારે એના ઉપર કાબૂ મેળવવામાં દિગંબર શ્રાવકસંઘ પણ લાચારી અનુભવે છે; એક જ દાખલો જોઈએ :
૧૧૯
દિગંબર મુનિસમુદાયમાં ક્ષીરસાગરજી નામે એક મુનિ છે. એમણે મનસ્વી બનીને અને ઉત્કટ સંયમની સાધનાનો માર્ગ છોડીને, જૈન સાધુના આચાર સાથે કોઈ રીતે બંધ ન બેસે એવી કેટલીક અનિચ્છનીય પ્રવૃત્તિઓ હાથ ધરી; એટલું જ નહીં, એમણે ‘તત્ત્વાર્થસૂત્ર’નું પોતાની મનસ્વી રીતે નવસર્જન પણ કર્યું. એમની આ પ્રવૃત્તિને રોકવાનો કોઈ ઉપાય સફળ ન થયો ત્યારે ભારતવર્ષીય દિગંબર જૈન સંઘના મથુરાથી પ્રગટ થતા સાપ્તાહિક હિંદી મુખપત્ર જૈન-સંદેશ’ના તા. ૧૨-૯-૧૯૬૮ના અંકમાં કેટલાક દિગંબર વિદ્વાનોએ એમની વિરુદ્ધના અભિપ્રાયો છપાવ્યા અને છેવટે જૈન-સંદેશ'ના તા. ૨૬-૯-૧૯૬૮ના ‘થોવન્ત મહામુનિી ધૃષ્ટતા” નામે અગ્રલેખમાં એના તંત્રીશ્રીને કહેવું પડ્યું –
“પોતાને મહામુનિ, મહાસાહિત્યિક, મહાવાદી અને મહાકવિ કહેનારા મુનિવેશધારી ક્ષીરસાગરજી, જેમને ‘લવણસાગર’ કહેવા એ જ ઉચિત છે, એમણે ‘તત્ત્વાર્થસૂત્ર’ને જે રીતે ભ્રષ્ટ કર્યું છે એ જોઈને તો દિગંબર જૈન સમાજની અજ્ઞતા અને મૂર્ખતા ઉપર રોવું જ આવે છે !... ‘તત્ત્વાર્થસૂત્ર'ને એક એવી વ્યક્તિએ નષ્ટ કરી નાખ્યું છે કે જે ન ક્યાંય ભણી-ગણી છે કે ન જેને સૂત્રના લક્ષણનો પણ કશો ખ્યાલ છે કે ન સંસ્કૃતનો કશો બોધ છે ! એની વિશેષતા ફક્ત એટલી જ છે કે એણે દિગંબર વેશ ધારણ કર્યો છે, અને સમાજની અજ્ઞાનતાભરી અને મૂર્ખતાભરી અંધભક્તિનો એ લાભ લઈ રહ્યો છે.’
જૈન-સંદેશ'ની જેમ બીજાં દિગંબર જૈન પત્રો પણ આ મુનિની પ્રવૃત્તિ સામે અવારનવાર પોતાનો રોષ કે ખેદ પ્રગટ કરતાં જ રહ્યાં છે, છતાં તેઓ આ મુનિની આવી અનિચ્છનીય પ્રવૃત્તિને નાથવામાં કામિયાબ નથી થયાં.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૦
જિનમાર્ગનું અનુશીલન તેરાપંથનો વિચાર કરીએ તો ત્યાં એક આચાર્યનું જ શાસન પ્રવર્તતું હોવાથી એ ફિરકાની સંઘ-વ્યવસ્થા સારા પ્રમાણમાં મજબૂત કહી શકાય એવી છે. અલબત્ત, એ ફિરકાના મુનિસમુદાયમાંના કોઈક સાધુ માનવસહજ કષાય અને વાસનાનો ભોગ બનીને સ્વેચ્છાચાર કે શિથિલાચારને માર્ગે વળી જાય એ ન બનવા જોગ નથી. પણ ત્યાં એકછત્રી શાસન હોવાને કારણે એનો ઉપાય તરત કરી શકાતો હશે; એટલે એ ફિરકાના શ્રાવકસંઘને પોતાના સંઘમાંના માર્ગભૂલ્યા સાધુઓને ઠેકાણે લાવીને પોતાના સંઘનું સંગઠન સાચવી રાખવામાં આવી લાચારીનો ભાગ્યે જ અનુભવ કરવો પડતો હશે એમ લાગે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થિતિ
પોતાના ફિરકાના સાધુ-સમુદાયમાં વધતી મનસ્વિતા અને આચારપાલન પ્રત્યેની બેદરકારીને રોકવા અંગેની શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની સ્થિતિ તો વધુ શોચનીય છે. આપણે ત્યાં આ બાબતમાં શ્રાવકસંઘનું ન કશું ઉપજણ છે, અને ન સાધુસમુદાયના વડાઓ ખોટે માર્ગે જતા પોતાના શિષ્યોને કશી રોકટોક કરી શકે છે. આ વ્યક્તિ મારા પક્ષની છે કે બીજા પક્ષની એ દૃષ્ટિથી જ આવી બાબતો વિચારવામાં આવે છે. પરિણામે, સંઘવ્યવસ્થાને નુકસાન કરે એવી ગંભીર બાબત તરફ પણ આંખમીંચામણાં કરવાની આપણને ટેવ પડી ગઈ છે. આવી સ્થિતિમાં માથાભારે વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લેવાની તો વાત જ શી કરવી ? આમ થવાનું મુખ્ય કારણ સાધુ-સંઘમાં સંગઠનનો અને સંઘશુદ્ધિની રક્ષા માટેની જાગૃતિનો અભાવ જ છે.
આચાર્ય શ્રી વિજયલક્ષ્મણસૂરિજીએ, જૈનદર્શનનું પદાર્થવિજ્ઞાન' પુસ્તકના પ્રકાશન વખતે, અમદાવાદમાં શ્રમણ સંઘની વર્તમાન શોચનીય સ્થિતિ અંગે કહ્યું હતું –
પ્રાચીનકાળમાં શ્રમણસંઘનું સંગઠન હોવાથી સંકલનાપૂર્વક અને વિચારપૂર્વક દરેક કાર્યો થતાં હતાં. એકબીજાનાં કાર્યોમાં સહાનુભૂતિ હતી. શ્રાવકો દૃષ્ટિરાગી ન બનતાં ગુણાનુરાગી હતા. આજે આ બધી વસ્તુમાં ભારે ઓટ આવી છે. એટલે કોઈ પણ કાર્ય આપણે સંકલનાપૂર્વક નથી કરી શકતા. આજે ધર્મના માર્ગે પ્રતિ વર્ષે લાખો રૂપિયાનો વ્યય થાય છે; છતાં ધાર્યું પરિણામ આવતું નથી. એ જ કાર્ય જો સંગઠિત થઈને સંકલનાપૂર્વક કરવામાં આવે તો થોડા ખર્ચમાં અને થોડી મહેનતમાં પરિણામ સુંદર આવી શકે અને ઘણું કાર્ય થઈ શકે. આજે આપણો શ્રમણસંઘ ઘણો જોરદાર છે, જેમાં વિદ્વાનો છે, વક્તાઓ છે અને બુદ્ધિશાળીઓ છે; આપણે ઘણું કાર્ય કરી શકીએ તેમ છીએ.... છતાં ધાર્યું કાર્ય કરી શકતા નથી એમાં આપણી છિન્નભિન્નતા કારણભૂત છે. જો આવી છિન્નભિન્ન દશા ચાલુ રહેશે તો કેવું ભયંકર પરિણામ આવશે તે કલ્પના બહારની વસ્તુ છે.
,
Page #144
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૧૩
“નિંદા, ટીકા અને ઈર્ષ્યા એ ભયંકર દુર્ગુણોએ શાસનના અંગને ફોલી ખાધું છે. ૪૦-૫૦ વર્ષ પૂર્વે સાધુ પ્રત્યે જે પ્રેમ હતો, સદ્ભાવ હતો, તે આજે નથી.” શ્રમણ-સંઘમાં આચાર-પાલનનું ધોરણ વધારે પ્રમાણમાં નીચું ઊતરવાનું એક કારણ છે અયોગ્ય દીક્ષા. મુંબઈથી પ્રગટ થતા સેવા-સમાજ’ સાપ્તાહિકના તા. ૨૪૧૨-૧૯૬૭ના અંકમાં ‘શ્રી અનુભવી’ તખલ્લુસથી કોઈ ભાઈએ ‘અયોગ્ય દીક્ષાથી સર્જાતા અનર્થો’ નામે એક લેખ લખ્યો છે. એમાં આપણી દીક્ષા આપવાની ઘેલછા તરફ ધ્યાન દોરતાં કહેવામાં આવ્યું છે
‘હમણાં આપણા સમાજમાં અયોગ્ય દીક્ષાઓનો કાર્યક્રમ ફાલીફૂલી રહ્યો છે. દરેક સાધુ-સાધ્વી ચેલા-ચેલી માટે પડાપડી કરી રહ્યાં છે; પછી ભલે તે પાત્ર હોય કે ન હોય. આવી રીતે થવાથી સાધુ-સાધ્વીની સંખ્યા વધી છે; પરંતુ તેમનો જે પ્રભાવ પડવો જોઈએ, તે આજે નથી જણાતો. અયોગ્ય દીક્ષાના પરિણામે ઘણાં સાધુ-સાધ્વીઓ માયકાંગલી અને પામર દશામાં જીવન જીવી રહ્યાં છે....”
આ પછી આ લેખમાં જનશક્તિ'માં છપાયેલું લખાણ છાપવામાં આવ્યું છે. એ લખાણની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે
‘આજની વાત’ રૂપે અમે અહીં પાલીતાણા જેવા પવિત્ર સ્થાનમાં જૈન સમાજનાં કેટલાંક સાધુ-સાધ્વીઓનો જે કડવો અનુભવ થયો તે અત્રે રજૂ કરીએ છીએ.’’
66
-
૧૨૧
આ રીતે આ લેખની શરૂઆત કર્યા પછી પાલીતાણામાં રહેતાં કેટલાંક સાધુસાધ્વીઓ આહા૨ તેમ જ બીજી વસ્તુઓ મેળવવા માટે કેવા અયોગ્ય પ્રયત્નો કરે છે એની કેટલીક વિગતો આપી છે. આ બાબતમાં આપણા સંઘનાયકોની બેદરકારી અને આપણી ખામીભરેલી સંઘવ્યવસ્થા જ વધારે દોષપાત્ર છે.
‘સેવાસમાજ’ના ઉપર સૂચિત લેખના અનુસંધાનમાં તા. ૩-૩-૧૯૬૮ના સેવાસમાજ’માં ‘અયોગ્ય દીક્ષાથી સર્જાતા અનર્થોનું સમર્થન કરતી હકીકત' નામે થોડીક વિગતો આપવામાં આવી છે, તે જાણવા જેવી છેઃ
‘હમણાં તાજેતરમાં અગાશી તીર્થમાં બિરાજતા ડેલાવાળા પંન્યાસ સુભદ્રવિજયજી પાસેથી તેમના શિષ્ય તરીકે રહેતા એક મુનિશ્રી તા. ૫-૨-૧૯૬૮ સોમવા૨ના વિદાય થઈ ગયા છે. આ મુનિને સાતમી વારની દીક્ષા પંન્યાસ સુભદ્રવિજયજીએ આપી હતી. દીક્ષા આપતી વખતે જે શિષ્ય સારો ગણાતો હતો તે જ શિષ્ય ગુરુ-શિષ્યના મતભેદને કારણે વિખૂટો પડી ગયેલ છે. બે-ચાર દિવસ પછી વળી બીજા એક મુનિ-મહારાજનું આગમન અગાશી તીર્થમાં થયું છે. તેઓ પણ પોતાને પં. શ્રી સુભદ્રવિજ્યજીના શિષ્ય તરીકે ઓળખાવે છે, પરંતુ હકીકતમાં તે મુનિ પણ સાધુ અને સંસારી એમ બે-ચાર વખત સંતાકૂકડી રમી આવેલા છે... હમણાં
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જિનમાર્ગનું અનુશીલન પં. સુભદ્રવિજયજી અગાશી તીર્થમાં જ બિરાજમાન છે. અગાશી તીર્થના સંચાલકો આવી રીતે કેમ ચલાવી લે છે, તે ચર્ચાનો વિષય બન્યો છે.”
અમારા તેમ જ અન્ય પત્રોમાં છપાતા સાધુવેશના દુરુપયોગના કિસ્સાઓ આપણા શ્રીસંઘમાં પ્રવર્તતી અરાજકતા, અવ્યવસ્થા અને અશિસ્તનું સૂચન કરવાની સાથેસાથે સંઘશક્તિ અને સંઘસત્તાનો અભાવ પણ સૂચવે છે. જો આવું જ ચાલતું રહ્યું તો આપણે કેવી શોચનીય સ્થિતિમાં મુકાઈ જઈશું એ સમજવું મુશ્કેલ નથી.
આપણી વધુ શોચનીય સ્થિતિ તો એ છે, કે આપણા શ્રમણસંઘને શ્રીસંઘ ઉપરની પોતાની અબાધિત સત્તાનો ખ્યાલ એટલો બધો સતાવે છે કે શ્રીસંઘની શુદ્ધિની અને શક્તિની રક્ષા કરવાની પોતાની પાયાની જવાબદારીનો ખ્યાલ જ એના અંતરમાંથી સરી જાય છે ! ન સાધુ-સંઘ પોતાની આ જવાબદારી અદા કરવા તૈયાર છે, ન શ્રાવકસંઘ આ માટે કંઈ કરે એ એને મંજૂર છે !
સને ૧૯૬૩માં “શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘ સમિતિની સ્થાપના એ શ્રાવકસંઘની શ્રીસંઘની શુદ્ધિ અને શક્તિને ટકાવી રાખવા માટેની ચિંતા, તમન્ના અને પ્રયત્નશીલતાની સાક્ષી પૂરે છે; અને ચાર વર્ષ બાદ એ સમિતિનું કરવું પડેલું વિસર્જન, એ શ્રમણસંઘની સત્તાપ્રિયતા, નિષ્ક્રિયતા અગુણજ્ઞતા તેમ જ અદૂરદર્શિતાની કરુણકથા બની રહે એવું છે. પણ સંઘહિતચિંતક મુનિરાજો અને શ્રાવક આગેવાનોએ આ બાબતનો જય-પરાજયની ભાષામાં વિચાર કરવાને બદલે શ્રીસંઘની વર્તમાન શોચનીય પરિસ્થિતિના પ્રકાશમાં વિચાર અને પ્રયત્ન કરવા ઘટે છે.
(તા. ૧૨-૭-૧૯૬૯)
(૧૪) શ્રમણસંઘના એકત્વ માટે એક આશાસ્પદ પહેલ
આપણા મૂર્તિપૂજક જૈન સંઘના મુનિવરોને વિચારવા પ્રેરે એવી શકવર્તી ઘટના આપણા બંધુસમાજ સ્થાનકવાસી જૈન સમાજના મુનિવરોના હાથે બની છે.
તાજેતરમાં મારવાડમાં સાદડી મુકામે સ્થાનકવાસી જૈન સંઘના મુનિવરોનું સમેલન તેમ જ સ્થા. જૈ. કૉન્ફરન્સનું બારમું અધિવેશન ભરાયું. તેની કાર્યવાહીનો ટૂંકો અહેવાલ આપણે ખાસ જાણવા અને ધ્યાન આપવા જેવો લાગવાથી અમે તેને પહેલે પાને સ્થાન આપ્યું છે, તે એ આશયથી કે છેવટે બીજાઓની સપ્રવૃત્તિનું અનુકરણ કરવાની ભાવનાથી પણ આપણને સમયની હાકલ મુજબ વર્તવાની જરૂર સમજાય.
Page #146
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૧૪
સ્થા. જૈન કૉન્ફરન્સ છેલ્લાં કેટલાંક વર્ષથી, અને ખાસ કરીને એ સંસ્થાનું સુકાન જ્યારથી શ્રીયુત કુંદનમલજી ફિરોદિયાના હાથમાં આવ્યું ત્યારથી, એક શ્રમણસંઘ અને એક સમાચારી માટે પ્રયત્ન કરતી હતી. કૉન્ફરન્સનો આ પ્રયત્ન સાદડી મુકામે સફળ થયો અને આખા સ્થાનકવાસી સમાજનું એક મજબૂત અને સુગઠિત એકમરૂપે એકીકરણ થયું. એમ કરવામાં સ્થા. જૈન સંઘના શ્રમણસમુદાયે પોતાના સંકુચિત સ્વાર્થને સર્વથા વેગળો કરીને પોતાનો સંપૂર્ણ સક્રિય સાથ આપ્યો એ બીના જૈનસંઘના ઇતિહાસમાં ચિરસ્મરણીય બની રહેશે. આ માટે સ્થાનકવાસી સંઘને – તેના શ્રમણસમુદાયને અને શ્રાવક-સમુદાયને – જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.
સમયની હાકલ મુનિવરોને હૈયે ઉતારવાનું કામ સૌથી વધારે કપરું છે. સ્થાનકવાસી જૈન સંઘના શ્રમણો તથા શ્રાવકો વચ્ચે જાગેલી એકદિલીની ભાવનાથી એ કપરું કાર્ય આજે સફળ થયું છે. સ્થાનકવાસી શ્રમણસંઘનો, એક આચાર્ય અને એક સામાચારીનો સ્વીકાર કરવાનો નિર્ણય, એનાં દૂરગામી સુપરિણામોનો વિચાર કરવાનું બાજુએ રાખીએ તો પણ, એક ભારે ઐતિહાસિક, અપૂર્વ, ક્રાંતિકારી નિર્ણય છે. આ નિર્ણયને અમે અપૂર્વ એ રીતે કહીએ છીએ કે કેવળ જૈન જ નહીં, પણ બીજા કોઈ પણ ધર્મ-પંથના સાધુઓએ પોતાની જાતનું (પોતાનાં અધિકાર, પદવી કે મહત્તાનું) સમર્પણ કરી દઈને પોતાને ઇષ્ટ ધર્મને બળવાન બનાવવાનું આવું પગલું ભર્યાના દાખલાઓ ઇતિહાસના પાને જવલ્લે જ નોંધાયેલા છે.
સ્થા. જૈન શ્રમણસંઘની આવી સમયજ્ઞતા જોયા પછી મનમાં સહેજે પ્રશ્ન થાય છે કે આપણો શ્રમણસંઘ કયારે જાગશે ?
સમયનો પ્રવાહ ભારે ઝડપથી પલટાઈ રહ્યો છે; એ પ્રવાહના પલટાની સાથે આપણી સમાજ-રચનામાં, આપણી રહેણી-કહેણીમાં કે આપણાં રીત-રિવાજોમાં સમયાનુકૂળ પરિવર્તનો નહીં કરીએ, તો શિયાળે ઉનાળાનાં મલમલી કપડાં પહેરનાર માનવીના જેવા બૂરા હાલ આપણા થયા વગ૨ નથી રહેવાનાં. આપણા જૈનસંઘને શ્રમણપ્રધાન જૈનસંઘ કહેવામાં આવે છે, તે કારણે આપણા સાધુ-સમુદાયનો એવો દાવો છે કે જૈનસંઘના મુખ્ય નાયક મુનિવરો જ ગણાય. એમનો આ દાવો માન્ય રાખીએ તો પણ મનમાં સવાલ ઊભો થયા કરે છે, કે આપણો શ્રમણસંઘ ક્યારે જાગશે ?
૧૨૩
નજીવા કાર્યભેદ કે વિચારભેદને ‘રાઈનો પર્વત’ બનાવવા જેવું મોટું રૂપ આપીને તેમાંથી અનેક રીતે હૃદયભેદોને જન્માવ્યાની બીનાની સાખ આપણા અનેક ફિરકા, ગચ્છો કે ઉપગચ્છો આપી રહ્યા છે. આપણે જો કાળદેવતાના પ્રવાહની સામે આપણી સંસ્કૃતિને ટકાવી રાખવી હોય તો આ ક્રમ અટકાવવો જ જોઈએ, અને હાર્દિક એકતા
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૪
જિનમાર્ગનું અનુશીલના સાધવાનો નવો ક્રમ હાથ ધરવો જોઈએ. સ્થાનકવાસી જૈન શ્રમણસંઘે આ દિશામાં કૂચ આરંભી દીધી છે. આપણે એ દિશા ક્યારે લઈએ છીએ તે જોવાનું છે.
સ્થાનકવાસી જૈન સંઘની આ ઘટના એ રીતે ધ્યાન ખેંચે એવી છે કે શ્રમણસમુદાયે પહેલાં પોતાનું સંગઠન સાધીને શ્રાવક-સમુદાયના સંગઠનનો માર્ગ મોકળો કરી આપ્યો છે.
સ્થાનકવાસી જૈન શ્રમણસંઘને એક કરવામાં સ્થા. જૈન કોન્ફરન્સે જે પુરુષાર્થ ફોરવ્યો છે અને એ કાર્યમાં પોતાનો જે ફાળો નોંધાવ્યો છે તે નાનોસૂનો નથી. વગરસંકોચે એમ કહી શકાય, કે એ કૉન્ફરન્સના આગેવાનો વર્ષોથી ધીરજપૂર્વક જે બીજો વાવી રહ્યા હતા તેનું જ આ ફળ છે.
સ્થા. જૈન કૉન્ફરન્સની આ અપૂર્વ સિદ્ધિ જોઈને સહજ રીતે આપણી નજર આપણી કોન્ફરન્સ તરફ જાય છે. આપણી કૉન્ફરન્સનાં છેલ્લાં બે અધિવેશનોની કાર્યવાહી જોતાં તેઓની વૃત્તિ ચર્ચાસ્પદ મુદ્દાઓથી અળગા રહેવાની જણાય છે. આમ કરવામાં છે. મૂ. જૈન સમાજને સંગઠિત બનાવવાની એની નેમ છે એની ના નથી, પણ આ બધાનું પરિણામ અત્યાર સુધીમાં શું આવ્યું, સંગઠનની દિશામાં સમાજે કેટલી પ્રગતિ સાધી અને ખાસ કરીને આપણો જૈન સંઘ સશક્ત અને સુગઠિત બને તે રીતે આપણા શ્રમણસંઘે શું કર્યું તેનું યથાર્થ માપ કાઢવાનો વખત આવી પહોંચ્યો છે. આપણા શ્રમણ-સંઘની ‘ભાગલા પાડો અને શાસન કરો'ની નીતિમાં પરિવર્તન થયાનો પુરાવો આપે એવું કોઈ લક્ષણ દેખાતું નથી. (અલબત્ત, છૂટાછવાયા કોઈ-કોઈ મુનિવરોમાં સમયજ્ઞપણાનાં એંધાણ દેખાવા લાગ્યાં છે એટલું સમાજનું સદ્દભાગ્ય.)
આ સ્થિતિમાં આપણી કૉન્ફરન્સ આપણને વધુ માર્ગદર્શન કરાવે એવી આશા રાખવી અસ્થાને નહીં ગણાય. વળી જોગાનુજોગ, કોન્ફરન્સનું નવું અધિવેશન એના નવા સુકાનીની રાહબરી નીચે ટૂંક સમયમાં જ મળે છે તે વેળાએ કૉન્ફરન્સ સહુને રાજી રાખવાની ભાવનાના બદલે સમાજમાં પ્રગતિ થાય તે રીતે આપણને માર્ગદર્શન કરાવે અને આપણા શ્રમણસંઘને એકતાની જરૂર સમજાય તે રીતે પોતાનો કાર્યક્રમ નવેસરથી ઘડે એ બહુ જરૂરી છે.
સ્થાનકવાસી જૈન સંઘના આ નિર્ણયો આપણો શ્રમણ સંઘ અને આપણી કૉન્ફરન્સ હૈયામાં ઉતારે તો એમાંથી જ આપણને કર્તવ્ય-પાલનની અને સમયજ્ઞ બનવાની પ્રેરણા મળે એમ છે.
(તા. ૩૧-૫-૧૯૫૨)
Page #148
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૫
૧૨૫
(૧૫) શ્રમણવર્ગને અપાતી પદવીઓની લાયકાત
સામાન્ય જનસમૂહની જેમ આપણા શ્રમણસમુદાયને પણ પદવીઓથી વિભૂષિત કરવાની પ્રથા ઘણા પ્રાચીન સમયથી ચાલી આવે છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણ સમુદાયને આપવામાં આવતી પદવીઓમાં અત્યારે ખાસ કરીને આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, પંન્યાસ અને ગણી – એ પદવીઓ વિશેષ પ્રચલિત છે. આ ઉપરાંત કોઈ વ્યક્તિની ખાસ આગળ પડતી વિશેષતા જોઈને એને માનસૂચક જુદાં-જુદાં બિરુદોથી નવાજવાની રીત પણ પ્રચલિત છે. મૂળ વાત તો એટલી જ છે, કે એક વ્યક્તિના જીવનનું દર્શન કરતાં જનસમૂહના અંતરમાં જે ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે, એ ભક્તિને વ્યક્ત કરવાનું એક સાધન તે આવાં બિરુદો છે; અને વળી અમુક પ્રકારની નિયત સાધનાને અંતે પ્રાપ્ત થતી વિશેષતા સૂચવવાનું સાધન પણ આવી પદવીઓ છે.
આ તો પદવીઓ અને બિરદો સંબંધી સામાન્ય વિચાર થયો. પણ અહીં જેની ખાસ વિચારણા કરવા ધારી છે તે છે આપણા ધર્મના અધિનાયકપદે બિરાજતા શ્રમણસમુદાયની પદવીની લાયકાત.
આપણે જાણીએ છીએ કે આપણાં શાસ્ત્રોમાં આપણા ગુરુઓને આપવામાં આવતી જુદીજુદી પદવીઓ માટે યોગોદૃવહનનાં અનેક વ્રત, નિયમ અને અનુષ્ઠાનોનું વિધાન કરવામાં આવ્યું છે. અને મોટે ભાગે તેતે પદવીને માટે નિયત થયેલ યોગોદ્વહન પછી જ કોઈ પણ પદવી આપવામાં આવે છે. આમ હોવા છતાં, આવી પદવીઓ આપવા માટે, અત્યારના યુગને જોતાં, બીજી પણ કેટલીક વિશેષતાઓની અમને અનિવાર્યતા લાગે છે, અને તેથી એ તરફ આપણા ગુરુવર્યોનું અતિ વિનમ્રભાવે ધ્યાન દોરવા આ નોંધ લખીએ છીએ. આમાં આપણા શાસ્ત્રકારોએ જે કંઈ કહ્યું છે તેનું અતિક્રમણ કરવાનો કે જે રીતિ ચાલી આવે છે એની અવહેલના કરવાનો તો મુદ્દલ સવાલ જ નથી; ઊલટું, આ લખીને અમે, શાસનનું ગૌરવ જળવાય અને વધે એવી રીતે શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવાનું સૂચવવા માગીએ છીએ, કે જેથી જૈન સંસ્કૃતિનો મહિમા વધારે વિસ્તરે અને જૈનધર્મના ગૌરવની છાપ આમ-જનતાના અંતર ઉપર વધારે સચોટ રીતે પડે.
અમને ચોક્કસ લાગે છે, કે અમુક પદવીને માટે જેમ અમુક વ્રત નિયમ કે અનુષ્ઠાન કર્યા વગર નથી ચાલતું, તેમ જ્ઞાનની અમુક ભૂમિકા મેળવ્યા વગર પણ ન જ ચાલવું જોઈએ. અમે અહીં રજૂ કરેલો વિચાર તે કંઈ અમારો પોતાનો જ કે સાવ નવીન પણ નથી. જરાક વધુ બારીકાઈથી જોઈશું તો જ્યાં જ્યાં આવી પદવીઓ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૬
જિનમાર્ગનું અનુશીલન માટેની આરાધનાનું વિધાન કરવામાં આવ્યું છે, ત્યાં સ્વાધ્યાયને અચૂક રીતે સ્થાન આપવામાં આવ્યું જ છે. આ સ્વાધ્યાયનો અર્થ જ્ઞાનોપાસના સિવાય બીજો છે પણ શું? આપણા શાસ્ત્રકારોએ તો આ સ્વાધ્યાયની આત્યંતર તપમાં ગણના કરીને એનું ભારે ગૌરવ કર્યું છે. બાહ્ય તપ અને આત્યંતર તપ વચ્ચેનો તફાવત પણ એ જ છે, કે આત્યંતર તપ આત્માને વધુ અને જલદી સ્પર્શે છે. બીજી બાજુ ઠેરઠેર આત્મશુદ્ધિ માટે જ્ઞાન અને ક્રિયાનું સમાનપણું વર્ણવવામાં આવ્યું છે તે બીના પણ જીવનમાં જ્ઞાનોપાસનાની અનિવાર્યતાનું સૂચન કરે છે. શાસ્ત્રકારોએ તો ક્રિયાકાંડ કરતાં જ્ઞાનનું મૂલ્ય લેશ પણ ઓછું નહીં આંકતાં ઊલટું પહi ના તો કયા (પહેલું જ્ઞાન; પછી દયા) જેવાં સૂત્રો દ્વારા જ્ઞાનની અનિવાર્યતા જ સૂચવી છે. આમ છતાં આપણે આપણી વધારે પડતી ક્રિયાકાંડપરાયણતાને લઈને જ્ઞાનોપાસનામાં ખૂબખૂબ પાછા પડી ગયા છીએ. પરિણામે, જે પદવીઓ અચૂક રીતે જ્ઞાનની ઉચ્ચ ભૂમિકાની દ્યોતક બનાવી જોઈએ, તે કેવળ અમુક પ્રકારનાં વ્રત, નિયમ અને ક્રિયાકાંડપરાયણતાને બળે જ, ગમે તે અલ્પજ્ઞાની સાધુને પણ, સુલભ બની ગઈ છે. આ સ્થિતિ અમને અનિચ્છનીય લાગે છે.
પચીસેક વર્ષ પહેલાં આપણા સંઘમાં એકી સાથે મોટી સંખ્યામાં આચાર્યો બનાવવામાં આવ્યા, તેમાં જ્ઞાનની દૃષ્ટિએ અને બીજી દૃષ્ટિએ પણ કેવી અસમર્થ વ્યક્તિઓ આચાર્ય બની ગઈ એ માટે ઝાઝું કહેવાની જરૂર નથી. તે પછી પણ મુનિવરોને જુદીજુદી પદવીઓ આપવાનો ક્રમ ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે અને છતાં સાધુઓના જ્ઞાનની ભૂમિકામાં વધારો થતો નથી એ બીના એટલું જરૂર સૂચન કરે છે, કે આ પદવીદાનની પદ્ધતિમાં જ કયાંક મૂળગત દોષ રહેલો છે. એક બાજુ એક પણ પદવી વગરના કેટલાક મુનિવરોને જ્ઞાનની અખંડ ઉપાસના કરતા જોઈએ છીએ અને બીજી બાજુ મોટામાં મોટા પદવીધરોને પણ શાસ્ત્રજ્ઞાનમાં કે બીજી વિદ્યાઓમાં પાંગળા જોઈએ છીએ ત્યારે ઉપરની વાત વધુ સાચી લાગ્યા વગર નથી રહેતી.
અલ્પજ્ઞાની પદવીધરો સરવાળે ધર્મનો મહિમા વધારવાને બદલે એનું મૂલ્ય ઓછું કરવાના જ નિમિત્ત બને છે. એટલે જૈનધર્મનું ગૌરવ વધારવા, પદવીનું પોતાનું ગૌરવ અખંડિત રાખવા અને સાધુ-સમુદાયનું ગૌરવ જાળવી રાખવા માટે પદવી માટેની એક અનિવાર્ય લાયકાત તરીકે જ્ઞાનની ઉચ્ચ ભૂમિકાનો સ્વીકાર થવો જોઈએ.
(તા. ૯-૧-૧૯૫૪) હવે ઉચ્ચ ધર્મકાર્યોને પાર પાડે તેવા આચાર્યપદને માટેની વાસ્તવિક ગુણસંપત્તિનો વિચાર કરીએ : આચાર્યનું સ્થાન અને માન શાસનના અધિનાયક, શિરતાજ, રાજા કે સમ્રાટ જેટલું મોટું છે. મર્મસ્પર્શી અને તલસ્પર્શી જ્ઞાનના તેજપુંજથી અને જીવનસ્પર્શી ચારિત્રની જ્યોતથી એમનું વ્યક્તિત્વ જળહળતું હોય. એમનું હૃદય
Page #150
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૫
૧૨૭ મહાસાગરની જેમ એવું વિશાળ હોય કે એમાં દુનિયાનાં નાના-મોટા, ગરીબતવંગર કે ઊંચ-નીચ લેખાતા સર્વ કોઈ માનવીઓને સ્નેહ અને વાત્સલ્યભર્યું સમાન સ્થાન હોય, અને મારા-તારાપણાના વેરાવંચાને લેશ પણ અવકાશ ન હોય. શાસનના એકેએક અંગનાં સુખ-દુઃખના સાથી બનવા જેટલું તીવ્ર એમનું સંવેદન હોય અને શ્રીસંઘને તેમ જ સામાન્ય જનસમૂહને અભ્યદયને માર્ગે દોરવાની એમની ક્ષમતા હોય. ધર્મપ્રભાવના અને લોકકલ્યાણના મનોરથોથી ભર્યું-ભર્યું એમનું અંતર હોય, દીર્ઘદ્રષ્ટિ અને સમયજ્ઞતાથી વેધક બનેલી અને કોઈ પણ પ્રવૃત્તિના પરિણામને પારખી લેનારી એમની બુદ્ધિ હોય. આવા મહાપુરુષ જ શાસનના સાચા જ્યોતિર્ધર બનીને શાસનની સાચી પ્રભાવના કરી શકે અને સ્વ-પર-કલ્યાણના કર્તા બની શકે.
અલબત્ત, આચાર્યપદના મહિમાનો ખ્યાલ આપતું આ શબ્દચિત્ર બધા ય આચાર્ય મહારાજોની બાબતમાં સંપૂર્ણ સાચું પડવું જ જોઈએ એવો આગ્રહ આપણે ન સેવી શકીએ. આ ચિત્ર તો એક સાચા ધર્મનાક કે આચાર્યના મહત્તમ વિકાસનો ખ્યાલ આપવા માટે જ છે. આમ છતાં, એ પણ સાચું, કે આ ગુણો, આ શક્તિ અને આ મનોવૃત્તિમાં જેટલા પ્રમાણમાં ખામી હોય એટલા પ્રમાણમાં એ વ્યક્તિનું આચાર્યપણું ઝંખવાયા વગર ન રહે, અને શાસનરક્ષા અને શાસનપ્રભાવનાના કાર્યમાં પણ એનો અનિચ્છનીય પડઘો પડ્યા વગર ન રહે. છેવટે તો વ્યક્તિમાં પ્રગટ થયેલી ઓછીવધતી શક્તિ, બુદ્ધિ અને વૃત્તિ જ સંઘ કે સમાજને ખામીભરેલી કે યથાર્થ દોરવણી આપીને એની પીછેહઠ કે પ્રગતિનું નિમિત્ત બની શકે છે.
આજે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના હજાર-અગિયારસોની સંખ્યા ધરાવતા સાધુસમુદાયમાં પંચાવન-સાઠ જેટલા આચાર્ય મહારાજો વિદ્યમાન છે. એ સંખ્યા કંઈ નાનીસૂની ન ગણાય. સંઘમાં આટલા બધા આચાર્યો વિદ્યમાન હોવા છતાં આપણે ત્યાં અત્યારે જાણે કોઈ ધણીધોરી જ ન હોય એવી નિર્ણાયક સ્થિતિ પ્રવર્તે છે ! આચાર્યપદની અસરકારક છાયા આખા સંઘ ઉપર અને એથી આગળ વધીને ઇતર સમાજ ઉપર પડવાની વાત તો બાજુએ રહી, પોતપોતાના સાધુસમુદાય ઉપર પણ બહુ જ ઓછી પડે છે. સંઘ કે શાસન ઉપરના સંકટ વખતે કેટલીય વાર આપણે કેવી લાચાર સ્થિતિનો અનુભવ કર્યો છે ! અને શાસનના અંગરૂપ વ્યક્તિઓની આબાદી માટે આપણે ત્યાં કેટલા આછાપાતળા પ્રયત્નો થાય છે !
આનો ખુલાસો સ્પષ્ટ છે કે આવી મોટી પદવી મેળવવા માટેની યોગ્યતાનો યોગ થયા પછી જ આવી પદવી આપવી જોઈએ – એ પાયાની વાતને જ આપણે સારા પ્રમાણમાં વિસારી મૂકી છે. જે આચાર્યપદ સંઘની શક્તિ, એકતા અને અસ્મિતાનું
Page #151
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
પોષક બનવું જોઈએ, એ જ સંઘના ભાગલા, ક્લેશ, કલહ અને અંધશ્રદ્ધાનું જનક બની ગયું છે.
૧૨૮
એટલે આવા પદને માટે યોગોહનની ક્રિયા ઉપરાંત બીજી અનેક પ્રકારની યોગ્યતા અને શક્તિની ચકાસણી કરવી જરૂરી થઈ પડે છે. આવી યોગ્યતાને ટૂંકા કે લાંબા દીક્ષાપર્યાય કે નાની કે મોટી ઉંમર સાથે અનિવાર્ય સંબંધ નથી; આપણા પ્રત્યક્ષ અનુભવની આ વાત છે. આમ છતાં અમુક મુનિરાજ એમની વિશિષ્ટ યોગ્યતા અને શક્તિને લીધે આચાર્યપદ કે એવા કોઈ પદને માટે સુયોગ્ય લાગે ત્યારે એમનાથી લાંબો દીક્ષા-પર્યાય ધરાવતા બધા (કે મોટા ભાગના) મુનિવરોને પણ એવી પદવી અર્પણ ક૨વાની જે પરિપાટી અપનાવવામાં આવે છે, એને લીધે પણ આવી પદવી માટેની યોગ્યતાનું ધોરણ સારા પ્રમાણમાં વિસરાયું છે.
જે વાત આચાર્યપદને માટે સાચી છે, તે બીજી બધી પદવીઓ માટે પણ એટલી જ સાચી છે. આવી સાચી વાતનો અમલ કરવા જતાં શ્રીસંઘમાં પદવીધરોની સંખ્યા ઓછી થાય તો તેની ચિંતા કરવાની જરૂર નથી.
(૧૬) અધિકાર અને જવાબદારી
શ્રી અખિલ ભારતવર્ષીય જૈન-સંસ્કૃતિરક્ષક સભાનું આઠમું અધિવેશન તા. ૨૫-૨૬એપ્રિલના રોજ ભોંયણી-તીર્થમાં મળી ગયું. અધિવેશને જુદીજુદી બાબતોને અનુલક્ષીને કુલ નવ નિર્ણયો કર્યા, તે તથા અધિવેશનનો ટૂંકો અહેવાલ અમે અમારા પત્રમાં આપી ગયા છીએ.
આમાં ચોથો નિર્ણય ગત વર્ષ અમદાવાદમાં મળેલ શ્રી અખિલ-ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘ-સમ્મેલને સ્થાપેલ શ્રીસંઘ-સમિતિને લગતો નીચે મુજબ લેવામાં આવ્યો હતો –
(તા. ૨૦-૧૧-૧૯૬૫)
“જૈન શાસનમાં શ્રમણ-પ્રધાન ચતુર્વિધ શ્રીસંઘ એ ‘શ્રીસંઘ’ ગણાય છે. એ શ્રીસંઘ સિવાય નિમાયેલ સંઘ-સમિતિ અધિકારયુક્ત ગણી શકાય નહીં.
“શ્રીસંઘ-સુસ્થિતતામાં જે કોઈ, કાળ કે વ્યક્તિના દોષ, ત્રુટિઓ આવી હોય તેનું પ્રમાર્જન પૂ. સુવિહિત ગીતાર્થ ભગવંતોની નિશ્રામાં શ્રી જૈન-શાસનની પ્રણાલિકા મુજબ કરવામાં આવે તો જ સફળ પરિણામ લાવી શકાય.
Page #152
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૬
૧૨૯ “તેમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની શક્તિનો સદુપયોગ થાય તેવી દરેક પ્રવૃત્તિમાં આ સભા પોતાનો સહકાર આપવા તૈયાર છે.”
શ્રીસંઘ-સમિતિને આવકારવાની અને એનાં કાર્યોમાં સહકાર આપવાની સમસ્ત શ્રીસંઘને ભલામણ કરવા જેટલી ઉદારતા, દૂરંદેશી અને સમયજ્ઞતા આ સંસ્થા દાખવે એવી અપેક્ષા તો હતી જ નહીં. એટલે એ “શ્રીસંઘ-સમિતિને અધિકારયુક્ત ગણી શકાય નહીં.” એવો ઉપર મુજબનો નિર્ણય જાહેર કરે, એમાં કંઈ નવાઈ પામવા જેવું નથી. પણ, સાથેસાથે કહેવું જોઈએ, કે કડવાશ, ઉગ્રતા કે આક્ષેપોવાળી ભાષાથી મુક્ત રાખીને, બની શકે એટલી સંયમિત ભાષામાં સભાએ શ્રીસંઘ-સમિતિ અધિકારયુક્ત નહીં હોવાની પોતાની લાગણી વ્યક્ત કરી છે, અને સાથોસાથ શ્રીસંઘની સુસ્થિતતામાં શેઠશ્રી કસ્તૂરભાઈની શક્તિનો સદુપયોગ થાય તેવી દરેક પ્રવૃત્તિમાં પોતાનો સહકાર આપવાની તૈયારી બતાવી છે એ જરૂર આવકારપાત્ર કામ થયું છે. આટલા પ્રમાણમાં આ સભાને, આ નિર્ણયના ઘડનારાઓને અને એ નિર્ણયનો સ્વીકાર કરનારાઓને ધન્યવાદ ઘટે છે.
એકતા અને શુદ્ધિની દૃષ્ટિએ આપણા ધર્મ અને સંઘની સ્થિતિ અત્યારે કેવી ચિંતાજનક છે એ અંગે આ નિર્ણયમાં કશું કહ્યું નથી, આમ છતાં આ બાબત સર્વથા આ સભાના ખ્યાલ બહાર હોય એમ પણ, આ નિર્ણયના બીજા ફકરાના ભાવ જોતાં, તેમ જ શેઠશ્રી કસ્તૂરભાઈની શક્તિના ઉલ્લેખવાળો ત્રીજો ફકરો વાંચતાં, નથી લાગતું.
પણ જે સંસ્થાનો હેતુ જૈન સંસ્કૃતિની રક્ષાનો હોય એ સંસ્થાએ તો. ખરી રીતે. સંઘ અને ધર્મની વર્તમાન પરિસ્થિતિની સ્પષ્ટ રજૂઆત કરવી જોઈતી હતી, અને સાથેસાથે એને વધુ વણસતી અટકાવીને કેવી રીતે સુધારી શકાય એનો પોતાને માન્ય એવો સ્પષ્ટ, વ્યવહારુ અને કારગત ઉપાય દર્શાવવો જોઈતો હતો. આ સભાને અત્યારના ટોકટીના સમયમાં પણ આમ કરવાનું જરૂરી ન લાગ્યું એ દિલગીર થવા જેવું છે.
સંઘરચના કે સમાજ-વ્યવસ્થામાં જુદાં જુદાં કામોની જવાબદારીની અને જવાબદારીઓને પૂરી કરવા માટેના જરૂરી અધિકારોની વહેંચણી કરવામાં આવેલી હોય એ સ્વાભાવિક છે. નાના-મોટા સૌ પોતપોતાના અધિકારોનો ઉપયોગ પોતાની જવાબદારીને પૂરી કરવામાં કરીને સંઘ અને સમાજના યોગક્ષેમની રક્ષા કરે તો જ સંઘમાં અને સમાજમાં સુવ્યવસ્થા સચવાઈ રહે એ સહેજે સમજી શકાય એવી વાત છે. પણ જે પળે જવાબદારી પ્રત્યે ઉદાસીનતા કે ઉપેક્ષાભાવ સેવીને કેવળ અધિકારની જ માળા રટવામાં આવે છે, તે જ પળે અવ્યવસ્થાનો આરંભ થાય છે, અને જો સમયસર એને રોકવામાં ન આવે તો સંઘ કે સમાજ પતનોમુખ થવા લાગે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
ખરેખર તો જવાબદારી એ સાધ્ય છે અને સત્તા કે અધિકાર એ એને અદા કરવાનું એક સાધનમાત્ર છે. જે પળે એનું મુખ સાધ્ય તરફથી હટીને પોતાના અંગત લાભાલાભ તરફ વળે છે, ત્યારથી જવાબદારીની ઉપેક્ષા થવા લાગે છે. જવાબદારીનો ખીલો ફગાવી દઈને કૂદાકૂદ કરવામાં પડી જનાર અધિકાર કે સત્તા કેવળ સ્વ-પરના વિનાશને જ નોતરે છે.
૧૩૦
જૈનસંઘની સ્થિતિ, અમારી સમજ મુજબ, અત્યારે આવી જ થઈ ગઈ છે ઃ શ્રમણસમુદાય પોતાની જવાબદારીના ખ્યાલને વેગળો મૂકીને પોતાના અધિકારની વાતને વધારે પડતી આગળ કરવા લાગ્યો છે. પરિણામે, અમે ઉપર કહ્યું તેમ, જવાબદારીના ખીલેથી છૂટા પડી ગયેલા અધિકારે એક બાજુ વ્યક્તિઓમાં અહંકારને જન્મ આપ્યો, અને બીજી બાજુ સંઘમાં અવ્યવસ્થા પેદા કરી. આમાં અપવાદ નથી એમ તો કેમ કહેવાય ? પણ એની ધારી અસર પડતી નથી દેખાતી.
એમ ન હોય, તો જે સંઘમાં સંઘની એકતા અને ધર્મની શુદ્ધિની સુરક્ષા કરનારા સુભટ સમા સેંકડો શ્રમણો મોજૂદ હોય એ સંઘ આવો વેરવિખેર અને એ ધર્મ પોતાની તેજસ્વિતાની જાળવણીમાં આટલો નિષ્ફળ બને ખરો ? એમ લાગે છે કે આપણે ધર્મના નામે અનેક પ્રવૃત્તિઓ આદરીએ છીએ, અઢળક ધન પણ વાપરીએ છીએ; છતાં, જીવનશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિરૂપી ધર્મના ત્રાજવે તોળતાં, એકંદર એનું પરિણામ કાણા વાસણમાં પાણી ભરવા જેવું જ આવે છે ! આપણે ચાલ-ચાલ કરવા છતાં, ઘાણીના બળદની જેમ ઠેરના ઠેર રહીએ છીએ ! અમારી સમજ મુજબ તો, સંઘની એકતા અને ધર્મની શુદ્ધિ ચિંતા ઉપજાવે એટલી હદે જોખમાઈ ગઈ છે. આપણી વર્તમાન સ્થિતિનું અમારું આ નિદાન જેઓને અમાન્ય હોય અને હજી પણ જેઓ જૈનસંઘ અત્યારે બરાબર સંગઠિત છે અને ધર્મની શુદ્ધિમાં કશી ઊણપ આવી નથી એમ માનતા હોય, તેઓ ભલે પોતાના સ્વર્ગમાં રાચતા રહે !
અમે શ્રી જૈન સંસ્કૃતિ-રક્ષક સભાને એટલું જ કહેવા માગીએ છીએ કે સંઘની એકતા કે ધર્મની શુદ્ધિને ટકાવી રાખવાનો પ્રયત્ન કરવાનો અધિકાર શ્રીસંઘ-સમિતિને ન હોય તો જેનો એ અધિકાર લેખવામાં આવે છે તે સાધુ-સમુદાય આ માટેની પોતાની જવાબદારી પૂરી કરવા તૈયાર થાય એવી નૂતન પરિસ્થિતિનું એ સર્જન કરે. આ માટે તે ઇચ્છે, તો આવી જવાબદારી પૂરી કરવાની તમન્ના અને તાકાત ધરાવતા વિશિષ્ટ આચાર્યો કે મુનિરાજોને એકત્ર કરીને વિચારણા કરી શકે, અથવા અમુક સાધુઓ અને અમુક ગૃહસ્થોનું સંયુક્ત સંમેલન પણ યોજી શકે; અથવા પોતાને યોગ્ય લાગે તેવાં સક્રિય અને કારગત બીજાં પગલાં ભરી શકે. ઇચ્છીએ કે આ સંસ્થાના પ્રેરક મુનિવરો
Page #154
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૬, ૧૭
૧૩૧
અને સંચાલક સગૃહસ્થો આ દિશામાં કંઈક પણ નક્કર કામ કરવાનો નિર્ધાર કરે; જાગ્યા ત્યારથી સવાર.
બાકી જવાબદારીની ઉપેક્ષા કરીને કેવળ અધિકારની જ વાત કર્યા કરવી એ તો આગ બુઝાવવા દોડી જતા મનુષ્યને એના અધિકાર માટે સવાલ કરવા જેવી વાત છે ! છેવટે તો ગાય વાળે તે ગોવાળ.
અમે જૈન સંસ્કૃતિ-રક્ષક સભાને ફરી વાર એ કહેવા ઇચ્છીએ છીએ કે “સંઘસમિતિને અધિકારયુક્ત ગણી શકાય નહીં એવું નિષેધાત્મક વિધાન કરવા-માત્રથી સંતુષ્ટ થવાને બદલે સંઘની એકતા અને ધર્મની શુદ્ધિનું જતન કરવાની સત્તા અને જવાબદારી જેમની લેખવામાં આવતી હોય, એમને જાગૃત કરવાના વિધાયક કામ માટે એ આગળ આવે. સંઘ, ધર્મ કે સંસ્કૃતિની સાચી રક્ષા વાતો, ઠરાવો કે ભાષણોથી નહીં, પણ દૂરંદેશીપૂર્વક સાચું કામ કરવાથી જ થઈ શકશે.
(તા. ૩૦-૫-૧૯૬૪)
(૧૭) આચાર્યપદની આ તે કેવી વિડંબના!
જાણી-સમજીને જ અમે આ નોંધ ઘણા વિલંબથી લખવાનું યોગ્ય માન્યું છે.
અમારા ગયા અંકના અગ્રલેખમાં અમે આચાર્ય-પદવીના મોહથી દૂર રહેનાર એક મુનિવર અંગે લખ્યું હતું. આજે એનાથી વિપરીત, આપણા પોતાના જ મુનિવરોને હાથે થઈ રહેલ આચાર્યપદ જેવા મહાન અને મોટી જવાબદારીવાળા પદના અવમૂલ્યન અંગે લખવાનું પ્રાપ્ત થાય છે; વિધિની કેવી વિચિત્રતા !
આચાર્યપદ કે એવી જ બીજી નામનાની કામના ખેદ કરાવે એટલી હદે વધી ગઈ છે. એટલે આવી લાલસાથી દૂર રહેવાના પ્રસંગો બહુ જ ઓછા બને અને એમાં ફસાવાના પ્રસંગો વધુ બને એ સાવ સ્વાભાવિક છે. પણ એ ગમે તેમ હોય, આવા વ્યામોહથી દૂર રહેવાના પ્રસંગો વધે તો જ સંઘનું અને ધર્મનું હીર અને તેજ વધે. અત્યારે સંઘની સ્થિતિ ન કોઈ કોઈને કહી શકે કે ન કોઈ કોઈને વારી શકે એવી અરાજકતાભરી બની ગઈ છે ! અરે, એક જ મુનિસમુદાયમાં પણ, શિરછત્રસમા વડીલો હોવા છતાં, મર્યાદા અને વિનયવિવેકનું પાલન દોહ્યલું બની ગયું છે!
જે પ્રસંગને કારણે અમે આ નોંધ લખવાનું જરૂરી તેમ જ ઉચિત માન્યું છે તે પ્રસંગ છે પંન્યાસ શ્રી અશોકવિજયજી તથા પંન્યાસ શ્રી રાજેન્દ્રવિજયજીની આચાર્ય
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જિનમાર્ગનું અનુશીલન પદવીનો (અને સાથેસાથે પંન્યાસ શ્રી ભુવનવિજયજીને અપાયેલ ઉપાધ્યાય-પદવીનો). પાંચ-છ મહિના પહેલાં જોટાણા ગામમાં ત્રેવીસ દિવસ જેટલા લાંબા સમયના ત્રણ મહોત્સવો – અષ્ટોત્તરી સ્નાત્ર, સિદ્ધચક્ર-મહાપૂજન, નવાણું અભિષેકની પૂજા – ને અંતે, જોટાણા સંઘની વિનંતિથી, વૈશાખ સુદિ પાંચમના રોજ પંન્યાસ શ્રી ભુવનવિજયજીને પંન્યાસ શ્રી અશોકવિજયજીના હસ્તે ઉપાધ્યાય-પદવી આપવામાં આવી. તે પછી બીજે જ દિવસે એટલે કે વૈશાખ સુદિ છઠ્ઠના દિવસે ઉપાધ્યાય બનેલા શ્રી ભુવનવિજયજીએ પંન્યાસ શ્રી અશોકવિજયજીને તથા પંન્યાસ શ્રી રાજેન્દ્રવિજયજીને આચાર્ય-પદવી એનાયત કરી !!
પદવીઓનું આવું આદાન-પ્રદાન જોઈને સૌથી પહેલાં તો પેલી લોકકથા યાદ આવી જાય છે, બગભગત જેવા બે મિત્રો દ્વારકાની યાત્રાએ ગયા. ભગવાનનાં દર્શન કરીને એમને થયું કે તીર્થધામમાં દાન ન આપીએ તો યાત્રા સફળ થઈ ન કહેવાય. પણ દાન આપવું કોને ? છેવટે બંનેએ નક્કી કર્યું કે અહીં આપણા જેવા દાનને પાત્ર બીજા કોણ છે ? આપણે બંને ભગવાનની સામે ઊભા રહીએ; અને ભગવાનની સાક્ષીએ તું મને રૂા. ૫૧/-નું દાન આપ અને હું તને રૂા. ૫૧/-નું દાન કરું; આપણો દાનધર્મ પણ સચવાશે અને તીર્થયાત્રા પણ સફળ થશે! જોટાણામાં થયેલ પદવીનું આદાનપ્રદાન કંઈક આવું જ બાલિશ, હાસ્યાસ્પદ અને ખેદજનક છે. આપણા પોતાના જ હાથે આપણી પવિત્ર અને મહાન ધર્મપદવીઓની કેવી વિડંબના, અવહેલના અને હાંસી થઈ રહી છે. આમ થવાથી એ પદવી લેનાર વ્યક્તિઓની મોટાઈમાં કેટલો વધારો થયો એ તો તેઓ જ જાણે; બાકી શાસન તો આવી અરાજકતાથી કંઈક પણ નાનું જ બન્યું છે. જ્યાં આવું મનસ્વીપણું મૂંગે મોઢે ચલાવી લેવામાં આવતું હોય, એ શાસનમાંથી અનુશાસનની તાકાત તો ગયા વગર નથી જ રહેતી. જો આપણે ઉઘાડી બુદ્ધિથી કડવું સત્ય સ્વીકારવા તૈયાર હોઈએ, તો આ એક જ ઘટના આપણા ધર્મશાસનમાં અને ધર્મશાસનના આધારરૂપ શ્રમણ-સમુદાયમાં મર્યાદાભંગ અને અરાજકતા કેટલાં વધી ગયાં છે તે સમજવા માટે પૂરતી છે. પણ અત્યારે તો, પક્ષીય અંધશ્રદ્ધાની કુંભકર્ણ નિદ્રામાંથી જાગવાને માટે હજુ આવી વધુ દુર્ઘટનાઓની જરૂર પડશે એમ જ લાગે છે.
પંન્યાસ શ્રી અશોકવિજયજી સ્વ. પંન્યાસ શ્રી ધર્મવિજયજીના શિષ્ય થાય છે, પંન્યાસ શ્રી રાજેન્દ્રવિજયજી સ્વ. આચાર્ય શ્રી વિજયસુરેન્દ્રસૂરિજીના શિષ્ય થાય છે અને પંન્યાસ શ્રી ભુવનવિજયજી અત્યારે વિદ્યમાન આચાર્ય શ્રી વિજયરામસૂરિજીના શિષ્ય થાય છે. આ આખો સમુદાય, એક જ વૃક્ષની ડાળની જેમ, અમદાવાદ ડેલાના
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૩
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૭ ઉપાશ્રયના સમુદાય' તરીકે જાણીતો છે. અને એ સમુદાયના અત્યારના આચાર્ય વિજયરામસૂરિજી છે.
ધંધાદારી આપ-લે જેવી પદવીઓની આ આપ-લે સામે પોતાની અરુચિ જાહેર કરતાં આ વિજયરામસૂરિજીએ, અમદાવાદથી પ્રસિદ્ધ થતા સંદેશ દૈનિકના તા. ૫-૬-૧૯૬૭ના અંકના પહેલે પાને, પોતાના નામથી આ ટૂંકું નિવેદન છપાવ્યું
હાલમાં પં. શ્રી અશોકવિજયજી તથા પં. શ્રી રાજેન્દ્રવિજયજી તથા પં. શ્રી ભુવનવિજયજીની જોટાણામાં બનેલ પરસ્પર પદવીદાન અંગેની બાબતમાં ઘણા શ્રમણોપાસક સમુદાય તરફથી પુછાયેલ છે. જેથી જણાવવાનું કે આ કાર્ય અમોને રુચ્યું નથી, તેમ જ અમારી જાણ બહાર છે.
લિ. આ. શ્રી રામસૂરિજી પાટણ: ઠે. ખેતરવાસી જૈન ઉપાશ્રય તા. ૩૧-૫-૧૯૬૭ ઉપર જણાવ્યું તેમ પંન્યાસ ભુવનવિજયજી તો આ નિવેદન કરનાર આચાર્યશ્રીના જ શિષ્ય છે, પણ એકવાર ધર્મ, સંઘ અને સમુદાયની આમન્યાનો લોપ કરાવે તેવી અંગત સ્વાર્થ કે સત્તાની વૃત્તિ જાગી, પછી વ્યક્તિ પોતાની રીતે અને મનસ્વીપણે જ વર્તવા લાગે છે. જો પંન્યાસ ભુવનવિજયજીને જ પોતાના ગુરુની વાત માન્ય ન હોય તો પછી બીજા મુનિવરો એને કાને ધરે એ કેવળ આકાશકુસુમ જેવું જ એ સમજવું.
આચાર્ય શ્રી વિજયરામસૂરિજીનું આ નિવેદન અમારા જૈન' પત્રના તા. ૧૭૬-૧૯૬૭ના અંકમાં પણ છપાયું હતું. એમાં વધારામાં પં. શ્રી. જયંતવિજયજી તથા મુનિશ્રી યશોભદ્રવિજયજીની સહીઓ મૂકવામાં આવી હતી.
જ્યારે અમુક નિશ્ચયપૂર્વક જ પગલું ભરવામાં આવ્યું હોય ત્યારે અંતર્મુખ બનીને પોતાની ભૂલને સ્વીકારવાની કોઈ વાત જ રહેતી નથી. ઉપર્યુક્ત નિવેદનની સામે આ અશોકચંદ્રસૂરિજી તથા આ. રાજેન્દ્રસૂરિજીએ અમારા તા. ૨૬-૬-૧૯૬૭ના અંકમાં પ્રતિનિવેદન' પ્રગટ કરાવ્યું હતું, જેમાં એ આચાર્યને કોઈ અધિકાર નથી' એમ કહી આચાર્યશ્રીના “અમારી જાણ બહાર છે' એ શબ્દોને માયામૃષાવાદ' તરીકે જાહેર કરેલ.
વળી, આ નિવેદનના જવાબરૂપે ખુલાસો ઉપાધ્યાયજી જયંતવિજયજી ગણીની સહીથી તા. ૧-૭-૧૯૬૭ના અમારા અંકમાં પ્રસિદ્ધ કરાયો હતો, જેમાં નવા બનેલા આચાર્યોના બંને આક્ષેપોને નાપાયાદાર બતાવેલ.
આ પ્રસંગ સંઘની નિર્ણાયક દશાનું બહુ જ દુઃખદ અને ચિંતાકારક ચિત્ર ખડું કરે છે, અને આવી પદવીઓની મહત્તા ઉપર પાણી ફેરવી દે છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
સંભવ છે, પ્રમાણ કરતાં ઘણા વધારે અને યોગ્યતાની દૃષ્ટિએ ઘણી ઊતરતી કક્ષાના આચાર્યો આપણા સંઘમાં હોવાથી જ આપણા ધર્મશાસનની સ્થિતિ આવી શોચનીય અને કમજોર બની ગઈ હશે.
કોઈ પણ વસ્તુનો મહિમા ઘટાડી નાખવો હોય તો એ વસ્તુનો વધારો કરી નાખવો એ એક સામાન્ય નિયમ છે. હજી પણ નહીં જાગીએ તો આ પદવીઓ શાસનની શોભા મટીને વ્યક્તિના અહંકાર અને વ્યામોહના પોષણનું જ સાધન બની જશે. (તા. ૨૧-૧૦-૧૯૬૭)
૧૩૪
(૧૮) પદવી પ્રત્યે દાખલારૂપ અનાસક્તિ
અત્યારે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં આચાર્યપદ જેવી, ચતુર્વિધ સંઘમાં સર્વશ્રેષ્ઠ ગણાય એવી પદવીની છૂટથી લ્હાણી થતી રહેવાને કા૨ણે એ પદના મહિમામાં ઓટ આવી છે.
એક બાજુ પદવી માટેની તીવ્ર ઝંખના અને બીજી બાજુ પદવીની થતી છૂટથી લ્હાણી, એવી શોચનીય અને વિષમ પરિસ્થિતિમાં પણ સદ્ભાગ્યે કેટલાક એવા અંતર્મુખ મુનિરાજો આપણા સંઘમાં મોજૂદ છે, જેઓ પદવી પ્રત્યેની આસક્તિથી સાવ અલિપ્ત અને દૂર રહેવામાં જ પોતાના સાધુજીવન અને સાધુધર્મની શોભા માને છે. તીર્થોદ્ધારક આચાર્ય શ્રીવિજ્યનીતિસૂરિજી મહારાજના સંઘાડાના પંન્યાસ શ્રી મંગળવિજયજી મહારાજ આચાર્યપદવી પ્રત્યે આવી જ દાખલારૂપ નિર્મોહવૃત્તિ ધરાવે છે. પદવી પ્રત્યેની અનાસક્તિના તાજેતરમાં બનેલા આવા જ થોડાક દાખલાઓ પ્રત્યે શ્રીસંઘનું ધ્યાન દોરવા અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
ચારેક મહિના પહેલાં મુંબઈમાં આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરિજીની જન્મશતાબ્દીની ઉજવણી પછી આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ આદિ વરલીના જિનમંદિરની પ્રતિષ્ઠા માટે પધાર્યા હતા. આચાર્ય મહારાજ તથા સંઘના આગેવાનોની ઇચ્છા હતી કે આ પ્રસંગે આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજીને, મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજયજીને તથા મુનિરાજશ્રી જનકવિજ્યજી ગણીને આચાર્યપદવી આપવામાં આવે. આ માટે શ્રીસંઘે આ મુનિવરોને ખૂબ આગ્રહભરી વિનંતિ કરી, પણ તેઓ પદવી નહીં લેવાના પોતાના નિર્ણયમાં અડગ રહ્યા.
વરલીની પ્રતિષ્ઠા વખતે આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે મારો સંદેશ’ નામે આવું નિવેદન (તા. ૩૧-૧-૧૯૭૧ના રોજ) શ્રીસંઘ સમક્ષ રજૂ કર્યું હતું :
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૫
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૮
જેમ મનુષ્યજન્મ દુર્લભ છે, તેમ સાધુપણું પણ દુર્લભ છે. તેમાં ય વિદ્વત્તા અને સુયોગ્યતા મળવી સહેલી નથી. કેટલાય મહાપુરુષો વિદ્વત્તા અને વિશદતા મેળવીને આચાર્ય વગેરે પદને યોગ્ય હોવા છતાં એનાથી દૂર રહે છે અને ચતુર્વિધ સંઘના અનેક વાર આગ્રહ છતાં પદવીનો સ્વીકાર નથી કરતા, જેવા કે આગમપ્રભાકર મુનિપુંગવ શ્રી પુણ્યવિજયજી મહારાજ, વ્યાખ્યાન-વાચસ્પતિ મુનિભૂષણ શ્રી વલ્લભદત્તવિજયજી મહારાજ તથા ગણિવર શ્રી જનકવિજયજી મહારાજ.”
આ પછી શ્રી પુણ્યવિજયજીની અનાસક્તિનો વિશેષ નિર્દેશ કરતાં કહે
વિ. સં. ૨૦૧૧માં પાટણ શહેરમાં પંચાસર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા વખતે શ્રીસંઘના આગેવાન શ્રી ભોગીલાલભાઈ વગેરેએ મુનિ શ્રી પુણ્યવિજયજીને આચાર્યપદનો સ્વીકાર કરવાની પ્રાર્થના કરી હતી, મેં પણ અનુરોધ કર્યો હતો; પણ તેઓએ એ જ જવાબ આપ્યો, કે “અત્યારે હું બધાં કામ કરી શકું છું, એકલો જઈ શકું છું. પદવી ધારણ કરી લીધા પછી મારી સાહિત્યસેવા મંદ થઈ જશે. એટલા માટે હું તો જ્ઞાનમય જીવન વ્યતીત કરીને જ આનંદમાં રહેવા ઇચ્છું છું.” હમણાં ૨૦૧૭ના પોષ ગુજરાતી માગસર વદિ ૧૨-૧૩-૧૪, એ મુજબ ડિસેમ્બરની ૨૫-૨૬-૨૭મી તારીખોએ શુક્ર-શનિ-રવિવારે સ્વર્ગસ્થ ગુરુદેવ આચાર્ય ભગવંત ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મ-શતાબ્દીના શુભ પ્રસંગે મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કચ્છ, ગુજરાત, મધ્યપ્રદેશ આદિના આગેવાનો શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલની શકુંતલા હાઈસ્કૂલમાં ભેગા થયા હતા. અમે પણ ત્યાં જ રહ્યા હતા. અને મારા સાંનિધ્યમાં જ તેઓએ આચાર્યપદવીનો સ્વીકાર કરવાની અત્યંત આગ્રહભરી વિનંતિ કરી હતી. સાથેસાથે મેં પણ અનુરોધ કર્યો હતો. પરંતુ શ્રી આગમપ્રભાકરજી મહારાજે એ જ કહ્યું કે હું તો જ્ઞાનની ઉપાસનામાં અને શાસનથી સેવામાં જ પદવીનો અધિકાર માનું છું. એટલે મને તો પદવી વગરની સ્થિતિમાં જ જ્ઞાનગંગામાં નહાવા દ્યો.”
મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીની અનાસક્તિ, જ્ઞાનોપાસનાની ઉત્કટ ઝંખના અને સરળતા તો અજોડ છે. તેઓએ, મુનિશ્રી વલ્લભદત્તવિજયજીએ તથા મુનિ શ્રી જનકવિજયજીએ તેમ જ અન્ય પણ જે કોઈ વિનમ્ર, આત્મલક્ષી મુનિવરોએ આવી અનાસક્તિ દાખવી છે તેઓએ એક ઉત્તમ દાખલો રજૂ કરીને પદવીઓના ગૌરવને વધારે ખંડિત થતું અટકાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ધન્ય મુનિરાજ !”
(તા. ૧૭-૪-૧૯૭૧)
For Priyate & Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જિનમાર્ગનું અનુશીલના (૧૯) એક ઋજુ સાધકની રૂડી અંતર્થથા આપણા સંઘના જાણીતા શાસ્ત્રાભ્યાસી ચિંતક, લેખક અને પ્રવચનકાર મુનિરાજ શ્રી ભદ્રગુપ્તવિજયજી ગણીએ ગત ચાતુર્માસ પૂરું થયા બાદ પોતાના શિષ્ય-પ્રશિષ્યો અને સાથી મુનિવરો સાથે, આપણા એક પહાડી તીર્થ ઈડરગઢની યાત્રા કરી હતી. આ યાત્રા દરમિયાન અને એ યાત્રા કર્યા પછી પણ એમના મનમાં કેવાકેવા ભાવો જાગ્યા હતા, એનું હૃદયસ્પર્શી વર્ણન, તેઓશ્રીનાં લખાણો અને પ્રવચનોને પ્રગટ કરતા અને જોધપુરથી હિંદી ભાષામાં પ્રસિદ્ધ થતા “અરિહંત' માસિકના ગત ડિસેમ્બર માસના અંકમાં, એક મુમુક્ષુને લખેલા પત્રરૂપે તેઓએ કર્યું છે. આ વર્ણન સૌને પ્રેરણા આપે એવું હોવાથી એનો કેટલોક ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ.
પરમાત્માની સ્તુતિ-ભક્તિ કરીને અમે લોકો ઈડરના આ પહાડના બીજા શિખર તરફ રવાના થયા. એ શિખરનું નામ છે રણમલચોકી. અમારી સાથે મારા એક પૂર્વપરિચિત મુનિરાજ, જેઓ એ પહાડ ઉપરના ઉપાશ્રયમાં રહેતા હતા, તેઓ અમારી સાથે આવ્યા. તેઓ ખૂબ સરળ અને નિરભિમાની સાધુપુરુષ છે. તેઓએ કહ્યું: “અહીં મારગમાં એક ગુફા છે; એમાં એક વ્યાંશી વર્ષનાં ડોશીમા ચાલીસ વર્ષથી એકલાં રહે છે. જો આપણે ત્યાં જઈશું તો એ ખૂબ રાજી થશે.”
“અમને લોકોને ઘણું આશ્ચર્ય થયું: એકલી મહિલા ચાલીશ વર્ષથી ગુફામાં રહે છે! અમે લોકો એ ગુફામાં ગયા. ડોશીમાએ મધુર શબ્દોથી અમારું સ્વાગત કર્યું, પોતાનો હર્ષ વ્યક્ત કર્યો. એને સાધુ-સંતો તરફ અપાર શ્રદ્ધા છે એ જોવા મળ્યું. આથી ય વિશેષ, મેં એ ડોશીમામાં અપૂર્વ આત્મબળ, પ્રસન્નતા અને સદા ખુશનુમા મિજાજ જોયાં.” આ પછી પોતાના સંવેદનને વ્યક્ત કરતાં તેઓશ્રી કેવું સાચું કહે છે –
પ્રાચીન સમયમાં અનેક સત્ત્વશીલ મુનિવરો ચાર-ચાર મહિના સુધી આવા પહાડોમાં, ગુફાઓમાં ધ્યાનમગ્ન રહેતા હતા. કેટલાક મુનિવરો તો ચાર મહિનાના ઉપવાસ કરતા હતા. કેટલાક મુનિવરો મહિના-મહિનાના ઉપવાસ કરીને રહેતા હતા. કેવું ઉચ્ચતમ હશે એમનું સાધકજીવન! કેવી ઉત્તમ હશે એમની ધ્યાનમગ્નતા ! કેવી શ્રેષ્ઠ હશે એમની યોગસાધના! કેવા અપૂર્વ આત્માનંદનો અનુભવ કર્યો હશે એ તપસ્વી મુનિવરોએ ! કોઈ લોકસંપર્ક નહીં, કોઈ સામાજિક જીવન નહીં, કોઈ પરિગ્રહ નહીં, કોઈ ભૌતિક પદાર્થો તરફની આસક્તિ નહીં.
મનમાં ઘોર અફસોસ થઈ રહ્યો હતો – મારા પોતાના જીવનને જોઈને ! સાધુજીવનમાં એ મસ્તી જ ક્યાં છે? જ્ઞાનસાધના અને ધ્યાનસાધનાની એ પ્રાચીન પરંપરા જ આપણે ત્યાં લગભગ નષ્ટ થઈ ગઈ છે. આજે તો અમારાં જીવન, ઝાઝે ભાગે, સામાજિક બની ગયાં છે – સાધુ સામાજિક પ્રાણી બની ગયેલ છે. સમાજ સાથેના સતત સંપર્કને લીધે અમારા જીવનમાં અનેક સામાજિક દૂષણો પ્રવેશી ગયાં
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૧૯, ૨૦
૧૩૭
છે. વધારે પડતા લોકસંપર્કને લીધે અમારો ધ્યાનમાર્ગ રૂંધાઈ ગયો છે; કેવળ થોડુંસરખું શાસ્ત્રજ્ઞાન મેળવીને જ અમે લોકોએ કૃતકૃત્યતા માની લીધી છે ! ક્યાં છે આત્મજ્ઞાન? ક્યાં છે અનુભવજ્ઞાન? અને કયાં છે તત્ત્વપરિણતિનું જ્ઞાન ? જ્ઞાન જ ન હોય તો પછી ધ્યાનમાં પ્રવેશ કેવી રીતે થાય ?”
મુનિરાજ શ્રી ભદ્રગુપ્તવિજયજીએ ભૂતકાળની સરખામણીમાં વર્તમાન શ્રમણ સંઘની શોચનીય સ્થિતિનું કેવું સારું વર્ણન કેવી વેદનાભરી વાણીમાં કર્યું છે !
(તા. ૨૮-૭-૧૯૭૯)
(૨૦) અવમૂલ્યન, ભાઈ અવમૂલ્યન,
આચાર્યપદનું અવમૂલ્યન! એકવીસમી સદીની કેવી અસાધારણ અને અદભુત ઘટના !]
સાંભળો એક કથા:
એક હતા ભટજી; ભારે ક્રિયાકાંડી જીવ. સ્નાન-સંધ્યા-જાપ ક્યારેય ચૂકે નહીં. એક વાર બહારગામ ગયા. ધરમશાળામાં ઉતારો કર્યો. દિવસ ઊગ્યો અને સ્નાન-સંધ્યા કરવા નદીએ ગયા. સાથે શૌચ માટે લોટો લેતા ગયા. શૌચ પતાવી પાછા આવ્યા. લોટો ક્યાં મૂકવો એની ચિંતા થઈ. બહાર મૂકે તો કોઈ ઉપાડી જાય અને નદીમાં સાથે લઈ જાય તો સ્નાનવિધિમાં હરકત આવે. એમણે એક યુક્તિ શોધી કાઢી. નદીના પટમાં એક ખાડો ખોદ્યો, અંદર લોટો મૂકયોઅને નિશાની માટે ઉપર રેતીની ઢગલી કરી. એમને થયું હવે લોટો સલામત ! એ તો લોટાની ફિકર મૂકીને નહાવા
ગયા.
થોડી વારમાં ઘણા લોકો નદીએ નહાવા આવ્યા. જોયું તો નદીમાં એક ભટજી સ્નાન કરે અને બહાર રેતીની એક ઢગલી બનાવેલી ! એમને લાગ્યું, આજના જ્ઞાનમાં બહાર રેતીની ઢગલી બનાવવાનો વિધિ હશે. એકે ઢગલી કરી. બીજાએ કરી. સૌ આગળનાનું અનુકરણ કરવા લાગ્યા ! જોતજોતામાં ઢગલીઓ જ ઢગલીઓ!
ભટજી નાહીને બહાર આવ્યા. જુએ છે, તો ત્યાં ઢગલીઓનો કોઈ પાર નહિ. આમાં પોતાની ઢગલી ઓળખી પોતાનો લોટો કેવી રીતે ગોતી કાઢવો? ભટજીની યુક્તિને ગામલોકોએ નકામી બનાવી દીધી ! બિચારા ભટજીને પોતાનો લોટો ખોવો પડ્યો !
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૮
જિનમાર્ગનું અનુશીલન કથા સાંભળીને અદકપાંસળો બોલી ઊઠ્યોઃ મોટા-મોટાનાં માન ઉતારી નાખવાનો આ એક અજબ કીમિયો છે. જ્યાં બે-ચાર મોટા ગુમાન ધરીને બધાને ડારતા ફરતા હોય, ત્યાં બધાને નહીં, તો છેવટે ઘણાને મોટાપણાની ચાદર ઓઢાડી દ્યો. અને પછી જુઓ કે મોટા કેવા વામણા બની જાય છે, અને એમની મોટાઈ કેવી ધૂળમાં રગદોળાઈ જાય છે! પછી તો ન કોઈ મોટું, ન કોઈ નાનું સૌ માન-સન્માનના સમાન અધિકારી ! આવી સમાનતા જોવી ન ગમતી હોય એ છો ને, પિતામહ ભીષ્મની જેમ, મૂંગા-મૂંગા મનમાં દુઃખી થયા કરે ! જરા આ વાત આગળ સાંભળો -
રૂપિયો-રૂપિયો શું કરો ? રૂપિયો ગયો કપાઈ; અવમૂલ્યન એનું થતાં, શક્તિ ગઈ હરાઈ. સદાચાર ને નીતિ પણ, અવમૂલ્યનને કાજ; બની ગયાં છે દોહ્યલાં, ઠેર-ઠેર મહારાજ ! અવમૂલ્યનના રાજ્યમાં પાછળ રહું હું કેમ?
ધર્મક્ષેત્ર એવું વદી, કથા સુણાવે એમઃ ત્યારે હવે એ મજાની કથા વાંચીએ –
અરિહંત ને સિદ્ધની પછી આવે આચાર્ય, શાસનના રાજા સમા, સંભાળે સહુ કાર્ય. મોટા-મોટએ મળી, કર્યું અવમૂલ્યન આજ એવા મોટા પદતણું, આઘી મૂકી લાજ.
- કવિતા
આ તો અવમૂલ્યન ભાઈ! અવમૂલ્યન!
આચાર્ય-પદનું અવમૂલ્યન! કેવું મજાનું અવમૂલ્યન! મોટા-મોટાને હાથે અવમૂલ્યન ! હાંસી આવે એવું અવમૂલ્યન! અજબ-ગજબનું અવમૂલ્યન !
આચાર્યપદનું અવમૂલ્યન ! આ તો અવમૂલ્યન ભાઈ! અવમૂલ્યન!
Page #162
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૨૦
૧૩૯
૧૩૯
अथ बचावनामु :
જે સમભાવને મન ધરે, સહુને ગણે સમાન; ગોળ-ખોળને એક ગણે, લઘુને માને મહાન; ખાજા-ભાજીને વળી, વેચે એક જ ભાવે; સારા-નરસા બેયમાં, ભેદ જરી ના લાવે - શ્રી જિનવરે ભાખિયું, એમ સમતા જે સાધ, મોક્ષ તણો અધિકાર, એવા નરને લાધે. સમજી આ પ્રભુની વાણીને, આચાર્યપદની લ્હાણી
કરી-કરાવી છે. અમે, ધર્મ અમારો જાણી. પણ આમાં તો –
દુહો
વીતરાગતા ના રહી, વિવેક નાઠો દૂર;
ગુણ-અવગુણ એક જ થયા, કષાય કેરાં પૂર. તો પછી આમાં શું થયું ? –
કવિતા
આ તો બહુમૂલ્યન ભાઈ! બહુમૂલ્યન!
રાગ-દ્વેષનું બહુમૂલ્યન!
અભિમાનનું બહુમૂલ્યન! મારા-તારાપણાનું બહુમૂલ્યન! વેર-ઝેરનું બહુમૂલ્યન ! પક્ષપાતનું બહુમૂલ્યન! પદલાલસાનું બહુમૂલ્યન! મોહમાયાનું બહુમૂલ્યન! અસંજમભાવનું બહુમૂલ્યન!
અદ્દભુત અભુત બહુમૂલ્યન! આ તો બહુમૂલ્યન ભાઈ! બહુમૂલ્યન!
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૦
જિનમાર્ગનું અનુશીલન
અને આટલું જ શા માટે ? વળી સત્ય સાંભળો -
શાસનહિતને જાણવું, એ છે બહુ મુશ્કેલ; ત્યાગધર્મ જાણે નહીં, તો વિકસે વિષવેલ. નાયક ના હોય સૈન્યમાં, કે હોય નેતા અનેક; કટક ન જીતે જંગમાં, નાસી જાય છેક. શાસનનું પણ એમ સમજવું, બહુ નાયક જ્યાં હોય,
સાઠમારીમાં શાસન કેરી ચિંતા ન ધરે કોય. પણ એટલા માટે તો –
કવિતા.
આ તો ઉમૂલન, ભાઈ, ઉમૂલન!
જવાબદારીનું ઉમૂલન! વિનયવિવેકનું ઉન્મેલન ! શાસનહિતનું ઉમૂલન ! ધર્મભાવનું ઉમૂલન ! સંયમ-વૈરાગ્યનું ઉમૂલન! મૈત્રીભાવનું ઉન્મેલન !
સરળપણાનું ઉમૂલન ! આ તો ઉમૂલન ભાઈ ! ઉમૂલન!
छेल्लो बचाव
પ્રભુ વીર તો ભાખી ગયા કે પડતા પંચમ કાળે; ધર્મ ચળાશે ચારણીએ રે, હળહળતા કળિકાળે. પ્રભુવાણીને સાચી કરવી, એ ધર્મનું કામ;
વાદારી શાસનની એમાં, છો થઈએ બદનામ! પણ અદકપાંસળો સમજ્યો નહીં અને ફરી બોલી ઊઠ્યો :
આ તો અવમૂલ્યન ભાઈ! અવમૂલ્યન ! આચાર્યપદનું અવમૂલ્યન!
(તા. ૧૩-૧-૧૯૭૩)
For Private & Personal Use.Only
Page #164
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૨૧
(૨૧) ગૃહસ્થનો ધર્મવર્ધક ગુણાનુવાદ અને મુનિચર્યા
જે બાબત અંગે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ એ બાબત એના આરંભકાળથી જ અમારા અંતરમાં સોયની જેમ ખૂંચ્યા કરતી હતી, છતાં એ અંગેની નોંધ લખવામાં અમે જાણી જોઈને વિલંબ કર્યો હતો – એટલા માટે કે હવે એ ઘટના બન્યાને ઘણા દિવસો થયા હોવાથી તાપ શમતાં એ અંગે અમારું કહેવું કદાચ એની સાથે સંકળાયેલા મુનિરાજો અને સંચાલકોને હૈયે વસે, અને ભવિષ્યમાં આવી અનિચ્છનીય સંકુચિતતા દાખવતાં તેઓ અટકે અથવા છેવટે વિચાર કરે.
વાત આમ છે : ગયા ઑગસ્ટ માસમાં જૈનસંઘના જાણીતા વિદ્વાન અને વિચારક તેમ જ સેવક સ્વ. વીરચંદ રાઘવજી ગાંધી(બેરિસ્ટર)ની જન્મશતાબ્દીનો યાદગાર દિવસ આવતો હતો. એ માટે મુંબઈ તેમ જ અન્ય સ્થળોના કેટલાય ભાવનાશીલ ભાઈઓએ એની ઉજવણી વ્યાપક રીતે ઠેર-ઠેર કરવામાં આવે એ માટે દિલ દઈને પ્રયત્નો કર્યા હતા. પરિણામે, મુંબઈ તેમ જ બીજાં કેટલાંક સ્થળે એની સારી રીતે ઉજવણી ક૨વામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઑલ-ઇન્ડિયા રેડિયોએ પણ સહકાર આપવાની ઉદારતા દાખવી હતી.
૩૭ વર્ષ જેટલી નાની ઉંમરમાં શ્રી વીરચંદ ગાંધીએ અમેરિકાની ચિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં જૈનધર્મનો જે ડંકો વગાડ્યો હતો અને અમેરિકા, ઇંગ્લૅન્ડ વગેરે દેશોમાં ભારતીય સંસ્કૃતિ તેમ જ જૈનધર્મ-તત્ત્વજ્ઞાન અંગે જે જ્ઞાનગંગા વહાવી હજારો પરદેશીઓ ઉપર પ્રભાવ પાડ્યો હતો, તે બીના સોનેરી અક્ષરોએ લખાઈ રહે એવી, અને આપણી ઊછરતી પેઢીને ધર્મધગશ આપે એવી છે.
૧૪૧
વળી, સમેતશિખર તીર્થની પવિત્રતાની જાળવણી માટે અને એના ઉપરના જૈનસંઘના અધિકારોની સાચવણી માટે તેમણે મહિનાઓ સુધી ઊંઘ અને આરામને વીસરીને જે સતત જહેમત ઉઠાવી હતી અને એમાં છેવટે અંગ્રેજ સરકાર સામે જે સફળતા પ્રાપ્ત કરી હતી, તે કદી વીસરાય એવી નથી. એ જ રીતે તીર્થાધિરાજ શત્રુંજયના આપણા અધિકારોની રક્ષા માટે પણ એમણે સફળતાપૂર્વક ભારે શ્રમ ઉઠાવ્યો હતો. આપણાં આ બે મહાતીર્થોની રક્ષા માટે જે તમન્ના એમણે દાખવી અને જે કામ કરી બતાવ્યું, તે દાખલારૂપ બની રહે એવાં છે.
પોતાના જીવનને ધર્મભાવનાથી સુવાસિત બનાવવાની સાથે તીર્થરક્ષા અને વિદેશમાં શાસન-પ્રભાવના માટે સતત પુરુષાર્થ કરનાર આવા ઉપકારી પુરુષનું સ્મરણ કરવું એ સમાજ અને સંઘનું કર્તવ્ય ગણાય. આવી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ચૂકીએ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૨
જિનમાર્ગનું અનુશીલના તો આપણે નગુણા લેખાઈએ. એટલે શ્રી વિરચંદભાઈની જન્મશતાબ્દી ઊજવવાનો વિચાર જરૂરી તેમ જ સર્વથા ઉચિત જ હતો એમાં શંકા નથી.
જે મહાનુભાવોએ મુંબઈમાં આ ઉજવણી કરવાની યોજના કરી હતી, એમની ઇચ્છા આ સમારંભ મુંબઈના મધ્યવર્તી સ્થાન પાયધુનીમાં શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયમાં ઊજવવાની હતી, જેથી જનતા એનો વિશેષ લાભ લઈ શકે. આ માટે એમણે ઉપાશ્રયના સંચાલકો સમક્ષ પોતાની વાત પણ મૂકી હતી. પણ તે વખતે ત્યાં ચાતુર્માસ બિરાજતા આચાર્ય-મહારાજને, પોતે જ્યાં બિરાજતા હતા તે ઉપાશ્રયમાં એક ગૃહસ્થનો આવો ગુણાનુવાદ થાય એ વાત પસંદ ન પડી, તે કારણે ઉપાશ્રયના સંચાલકો એક સાચા ધર્મી પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાના પ્રસંગનું સ્વાગત ન કરી શક્યા. છેવટે એ સમારંભ મુનિ શ્રી ચિત્રભાનુ ચંદ્રપ્રભસાગરજી)ના ઉદાર સહકારથી કોટમાં શ્રી શાંતિનાથજીના દેરાસર સાથેના ઉપાશ્રયમાં ઊજવાયો. આવા પ્રસંગ માટે ઈન્કાર ભણનારાઓને ઝાઝું તો શું કહીએ ? એટલું જ ઇચ્છીએ કે ભવિષ્યમાં આવી બીજી ભૂલ તેઓના હાથે થવા ન પામે !
ધર્મકાર્યનિમિત્તે પણ ગૃહસ્થોનું સન્માન સાધુઓની હાજરીમાં થઈ શકે કે કેમ એ સવાલ તો હવે પૂછવા જેવો રહ્યો જ નથી; ખરી રીતે તો તે કયારેય ઉઠાવવા જેવો નથી. ગુણોની પ્રશંસા એ તો ધાર્મિકતા અને સંસ્કારિતાનું લક્ષણ છે. શ્રી વીરચંદ ગાંધીની જન્મશતાબ્દી પહેલાં, એ જ ગોડીજી મહારાજના ઉપાશ્રયમાં અને અનેક આચાર્યોની ઉપસ્થિતિમાં રતલામ-પ્રકરણમાં અમૂલ્ય સેવાઓ આપવા બદલ આપણે શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફનું બહુમાન કર્યું હતું, આટલું જ શા માટે, ઉપર્યુક્ત નાપસંદગી બતાવનાર આચાર્ય મહારાજના જ સાનિધ્યમાં, આઝાદ-મેદાનના પંડાલમાં સમેતશિખર તીર્થના સમાધાન માટે અવિરત સેવા આપવા બદલ શ્રી રમણભાઈ શ્રોફનું સન્માન આપણે ક્યાં નહોતું કર્યું?
આ પરથી એ સહેજે સમજી શકાય એમ છે, કે ધર્મ-સેવાનિમિત્તે યોજાયેલા ગૃહસ્થોના બહુમાનમાં સાધુઓથી હાજર રહી ન શકાય એવો પ્રચાર કેવો પોકળ છે !
ધર્મસ્થાનોનો ઉપયોગ સમાજ-કલ્યાણનાં કે ગુણાનુવાદ જેવાં ધર્મકાર્યોમાં થતો અટકાવવાના આપણે કોઈ નિમિત્ત ન બનીએ, સારા કામમાં સદા સહભાગી થવા તત્પર રહીએ અને પૂરી સમજણના અભાવથી કે સંકુચિતતાથી દોરવાઈને આવી ભૂલનું આપણે ક્યારેય પુનરાવર્તન ન કરીએ – એ જ આ લખાણનો હેતુ છે.
(તા. ૧૨-૬-૧૯૬૫)
Page #166
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૨૨
(૨૨) શ્રમણવર્ગ માટે નૂતન છતાં શિથિલાચારરોધક આચારસંહિતાની તાતી જરૂર
આપણા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં, સમયના વહેવા સાથે, ક્રમે-ક્રમે, શિથિલતામાં વધારો હવે તો એટલી હદે પહોંચી ગયો છે કે જેથી સંઘ અને ધર્મના યોગક્ષેમની બાબતમાં ધર્મપ્રભાવનાના કોઈ પણ ચાહકને ચિંતા ઊપજ્યા વગર ન જ રહે.
સંઘના સદ્ભાગ્યે અત્યારે પણ આચારપરાયણ જે થોડીક વ્યક્તિઓ વિદ્યમાન છે, તેઓની આ બાબતની ચિંતા કેટલી ઘેરી છે એનો અંદાજ મેળવી શકીએ તો મોડેમોડે પણ આ બાબતમાં તત્કાળ કેવાં પગલાં ભરવાની જરૂર છે, તે પણ આપણને સમજાય, અને એ માટે થોડું-ઘણું પણ રચનાત્મક કામ કરવાની બુદ્ધિ અને શક્તિ આપણામાં જાગે. સંઘવ્યાપી બની રહેલા શિથિલાચારને જ્યારે પણ રોકવો હશે, ત્યારે, કાજળની કોટડીમાં નિષ્કલંક રહેવાની જેમ, અત્યારના અતિવિષમ વાતાવરણ વચ્ચે પણ જેઓ પોતાના આચારધર્મની વિશુદ્ધિને પોતાના જીવની જેમ સાચવી રહ્યા છે, એવા પવિત્ર સાધુ-મહાત્માઓના માર્ગદર્શન અને આપણા નિષ્ઠાભર્યા પ્રયત્ન વચ્ચેના સુમેળથી જ એમ કરી શકીશું.
પણ આમાં પ્રાથમિક કે તાત્કાલિક મુશ્કેલી એ છે કે આવા આચારનિષ્ઠ મુનિમહાત્માઓ પોતાની આત્મસાધનામાં એટલા બધા નિમગ્ન હોય છે અને એમાં તેઓને નિજાનંદનો એવો અપૂર્વ અનુભવ થતો હોય છે, કે એને છોડીને બીજી બાબતોમાં પડવાનું – અરે, પોતાની કાયાની પણ ખેવના કરવાનું – એમને ભાગ્યે જ ગમે છે. આવી સ્થિતિમાં જો આ અધોગતિને ખરેખર રોકવા ઇચ્છતા હોઈએ, તો આવા સંતમહાત્માઓને શોધીને, એમને વિનંતિ કરીને આ કાર્યની આગેવાની લેવા સમજાવવા જોઈએ; આપણા ઉદ્ધારનો આ જ કારગત ઉપાય છે. આપણામાંના કેટલાક સાધુમુનિરાજો તથા શ્રાવકભાઈઓને આ દિશામાં કામ કરવાનું જેટલું વહેલું સૂઝશે એટલું આપણું વિશેષ અહિત થતું અટકશે. પણ આ તો પ્રાથમિક વાત થઈ; હવે મુખ્ય વાત કરીએ.
૧૪૩
આપણા સંઘની આચાર-શુદ્ધિ કેટલી જોખમાઈ ગઈ છે અને તેની સત્વર પુનઃપ્રતિષ્ઠા કરવાની કેટલી જરૂર છે એ અંગે અમે અમારા ગયા અંકના અગ્રલેખમાં ઠીક-ઠીક વિસ્તારથી લખ્યું છે. સાથે-સાથે શિથિલાચારની વિભાવનાને, તે વર્તમાન દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવની સાથે બંધ બેસી શકે એ રીતે માંજીને પ્રાચીન સમયથી ચાલી આવતી આચાર-સંહિતામાં કેવો ફેરફાર કરવાની જરૂર છે જેથી કોઈ વ્યક્તિ ઉ૫૨
-
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જિનમાર્ગનું અનુશીલન શિથિલાચારીપણાનો મિથ્યા આરોપ મૂકવાનો વખત ન આવે – એની વિચારણા માટે એક માર્ગ સૂચક દાખલા તરીકે, શ્રી બૃહદ્ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન મહાસંઘે પોતાના ફિરકાનાં શ્રમણો તથા શ્રમણીઓ માટે જે આચારસંહિતા તૈયાર કરી હતી, તેની મુખ્ય વિગતો પણ અમે અમારા ગયા અંકના “સામયિક ફુરણ'ની પહેલી નોંધમાં આપી હતી.
અમને લાગે છે કે સાધુજીવનના પ્રાણરૂપ પાંચ મહાવ્રતોની ભાવનાઓમાં ક્ષતિ આવવા ન પામે અને એનું વધારે સારી રીતે પાલન-પોષણ થાય એ રીતે, સાધુધર્મના આચારોમાં સમજપૂર્વકના ફેરફાર કરવાનો વખત કયારનો પાકી ગયો છે. છતાં, આપણા સંઘનાયકો એ બાબતમાં હજી સુધી બેધ્યાન અને ઉદાસીન રહ્યા. એનું પરિણામ એ આવ્યું કે સમયને અનુરૂપ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના પ્રભાવને અનુરૂપ સાધુજીવનની ક્રિયાઓમાં જે ફેરફાર કરવાનું અનિવાર્ય હતું, તે કોઈના કહ્યા-સૂચવ્યા વગર જ, મોટા ભાગના શ્રમણસમુદાયે પોતપોતાની વૃત્તિ અનુસાર મનમાની રીતે કરી લીધા.
શ્રીસંઘે આવી છૂટછાટોને નિયંત્રણમાં રાખી શકે એવા નિયમો ન ઘડ્યા એનું પરિણામ એ આવ્યું કે જરૂરી તેમ જ બિનજરૂરી – સાધુધર્મને માટે અશોભારૂપ બની રહે એવી પણ – બધા પ્રકારની છૂટછાટોને સ્થાન મળવા લાગ્યું. આનો અંજામ એ આવ્યો કે એક બાજુ આપણે પ્રાચીન આચારધર્મની માળા જપતા રહ્યા અને બીજી બાજુ એ આચારધર્મનો છેદ ઉડાડી મૂકે એવી નવી-નવી, અજબ-ગજબ છૂટછાટો આવકારાતી ગઈ. આવા શિથિલાચારને એટલે કે મનસ્વી વિચાર-વાણી-વર્તનને છૂટો દોર મળી જાય એમાં શી નવાઈ ? અત્યારે ઠીક-ઠીક સંઘવ્યાપી બની ગયેલ આચારવિમુખતાના પાયામાં આ બાબત મુખ્ય છે એ સ્વીકારવું જોઈએ.
આ સ્થિતિમાં શ્રમણ સમુદાયે, પોતપોતાની રીતે જે વધુ ને વધુ છૂટછાટો છેલ્લા ત્રણેક દાયકા દરમિયાન લીધી છે, તેના કેટલાક દાખલા જાણવા જેવા છે :
એક કાળે સાધુ-મુનિરાજો પોતાના માટે ડોળીનો ઉપયોગ નિષિદ્ધ માનીને એના ઉપયોગથી ઘણે મોટે ભાગે દૂર જ રહેતા હતા. પચીસ-ત્રીસ વર્ષ પહેલાં એક આચાર્ય મહારાજે લોકકલ્યાણની ભાવનાથી પ્રેરાઈને એનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે જે વર્ગે એમની સામે વિરોધનો વંટોળ ઊભો કર્યો હતો એ વર્ગે પોતે તથા અન્ય શ્રમણવર્ગે પણ ડોળીનો ઉપયોગ છૂટથી કરવા માંડ્યો છે ! પહેલાં ત્યાગભાવનાને જીવંત રાખવા માટે મુનિવરો પોતાના ખપ પૂરતાં પુસ્તકો પોતાની પાસે ઘણા સંકોચ સાથે રાખતા; હવે તેઓ પોતાના પુસ્તકોના સંગ્રહો રાખવા લાગ્યા છે. એ તો જાણે સમજ્યા, પણ હવે તો પોતાના પુસ્તકોનાં પ્રકાશન, એ માટે સ્વતંત્ર ગ્રંથમાળાઓ, એ માટે જ્ઞાનમંદિરો, એ માટે કર્મચારીઓ અને એ બધાના ખર્ચને પહોંચી વળવા માટે કરવી પડતી
Page #168
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૨, ૨૩
૧૪પ
અર્થવ્યવસ્થા તથા એમાં ભુલાઈ જતો સાચાં-ખોટાં નાણાંનો વિવેક એ આખું વિષચક્ર ચાલે છે. કોઈ પણ સ્થાન અંગેના ચાતુર્માસની તથા શેષકાળની સ્થિરતા માટેના નિયમોની ઉપેક્ષાને લીધે જનસમૂહ સાથે ઘેરી રીતે કેળવાતી મોહ-માયા-મમતા ફાલવા લાગી છે. આહાર-પાણીમાં લેવી પડતી છૂટછાટોની ટીકા કરવી અનુચિત ગણાય. છતાં
જ્યાં એ સંયમની વિરાધના સ્વાથ્યહાનિ કે વ્રતભંગ સુધી આગળ વધી જતી હોય, ત્યાં એ માટે વિચાર કરવો ઘટે. વળી, નવદીક્ષિત મુનિવરો તથા સંયમમાં ઓછા સ્થિર થયેલા મુનિવરોને અપરિપક્વ સ્થિતિમાં પણ લોકસંપર્કની કેટલી બધી છૂટ અપાય છે!
આવું-આવું તો બીજું પણ અહીં ઘણું નોંધી શકાય; પણ એ અમારી આ નોંધનો હેતું નથી. અમારે મુખ્યત્વે એટલું જ કહેવું છે કે શાસનપ્રભાવનાની ભાવના ધરાવતા સંયમનિષ્ઠ આચાર્ય મહારાજો તથા મુનિવરો શાણપણ, દૂરંદેશી અને સમયજ્ઞતા દાખવીને, અત્યારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ધ્યાનમાં લઈને, નિર્ભયપણે અને સહજ રીતે આચારધર્મની આરાધના થઈ શકે એવી, કેટલાક અનિવાર્ય ફેરફાર સાથેની નવી આચારસંહિતા ઘડી આપે. આમ થશે, તો શિથિલાચારની રુકાવટની સાથે-સાથે, શ્રાવકસંઘને પણ પોતાના વ્યવહારને તથા ધર્મારાધનને નિર્મળ કરવાની પ્રેરણા મળશે.
(તા. ૨૭-૧૧-૧૯૭૬)
(૨૩) જાણવા જેવી સામાચારી
આત્માની શુદ્ધિ માટેની સાધના એ જ જૈનધર્મનું મુખ્ય લક્ષ્ય છે. એટલે જે ક્રિયા કે જે પ્રવૃત્તિ આત્મશુદ્ધિ તરફ દોરી જતી હોય એ જ ત્યાં ધર્મ કાર્ય તરીકે આદરપાત્ર બને છે; તે સિવાયની બધી પ્રવૃત્તિ ત્યાજ્ય લેખાય છે. અને આત્મશુદ્ધિ માટેનો મુખ્ય માર્ગ સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના જ છે. આ માર્ગે જ આત્મા ક્લેશકલહથી ભરેલો સંસાર સમુદ્રને પાર પામી જાય છે.
તીર્થકરોએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધનાનો જે સર્વકલ્યાણકારી માર્ગ ઉદ્દબોધ્યો છે, એ મંગલમય માર્ગનું અનુસરણ કરવા આખો સંઘ પ્રેરાય એનાં જવાબદારી અને અધિકાર જૈન સંસ્કૃતિના મુખ્ય અંગરૂપ શ્રમણ-સમુદાયને સોંપેલ છે. આ શ્રમણ-સમુદાય જેટલા પ્રમાણમાં ત્યાગ, વૈરાગ્ય, સંયમ, તપ અને તિતિક્ષાના માર્ગે આત્મસાધનામાં લીન બની શકે, તેટલા પ્રમાણમાં શ્રીસંઘ પોતાની શક્તિ, રુચિ અને
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જિનમાર્ગનું અનુશીલન પરિસ્થિતિ અનુસાર વીતરાગ પ્રભુના માર્ગનું અનુસરણ કરવા પ્રેરાય અને શ્રમણ સમુદાયમાં જેટલા પ્રમાણમાં આચારમાં ઢીલાશ પ્રવેશે તેટલા પ્રમાણમાં સમગ્ર સંઘનું ધમરાધન ઢીલું તેમ જ વિકૃત બને. એટલે, સાધુ-મુનિરાજો તો આચારશુદ્ધિના સાચા રખેવાળ ગણાય. એમની જાગૃતિ એ જ સંઘની જાગૃતિ અને એમની પ્રમાદવશતા એ જ સંઘના આત્માની હાનિ સમજવી.
અત્યારે કાળબળ કહો કે ભવિતવ્યતાનો યોગ, પણ એટલું તો લાગે જ છે કે ત્યાગીઓની ત્યાગ-વૈરાગ્ય-સંયમસાધનાની ઉત્કટતામાં ઓટ આવી છે અને ધીમેધીમે આચારની શિથિલતા વધતી જતી હોય એમ દેખાય છે. કોઈ કોઈને કહેનાર-રોકનારરોકનાર ભાગ્યે જ રહ્યું હોય એવી નિર્ણાયક સ્થિતિ ઊભી થઈ છે. કયારેક-ક્યારેક એને રોકવાના પ્રયત્નો પણ થતા રહે છે. શ્રીસંઘના ભાવિ માટે આ એક આશાપ્રેરક બાબત લેખી શકાય. અઢી વર્ષ પહેલાં અમદાવાદમાં મળેલ શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રીસંઘ સમેલન આવો જ એક દીર્ધદષ્ટિભર્યો પ્રશસ્ય પ્રયાસ લેખી શકાય.
આવી ચિંતાજનક સ્થિતિ શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં જ પ્રવર્તે છે, એવું નથી. શિયાળો બેસે ત્યારે સૌને ટાઢ સતાવે એ નિયમ મુજબ સ્થાનકવાસીઓ અને દિગંબરોમાં પણ આની ચર્ચાવિચારણા થતી જ રહે છે.
સ્થાનકવાસી સાધુસમુદાયનું સાદડીમાં વિ. સં. ૨૦૦૯માં અધિવેશન મળ્યું ત્યારે, અજમેરમાં મળેલ સ્થાનકવાસી સાધુસમેલન વખતે તેમ જ વાંકાનેરમાં સ્થાનકવાસી સાધુઓ ભેગા થયા ત્યારે પણ સાધુસંઘમાં વધી રહેલી શિથિલતાથી ચિંતિત બનીને એને રોકવાને માટે શાસ્ત્રોના આદેશોને ધ્યાનમાં રાખીને, એક સામાચારી નક્કી કરવામાં આવી હતી. આ સામાચારીની અગત્યની વિગતો સ્થાનકવાસી કૉન્ફરન્સના મુખપત્ર “જૈનપ્રકાશ' સાપ્તાહિકના તા. ૧-૮-૧૯૬પના અંકમાં આપવામાં આવી છે. આ વિગતો આપણા સંઘને પણ જાણવા જેવી હોવાથી, પહેલી સ્થાનક અંગેની વિગતોને છોડીને બાકીની બધી વિગતો નીચે સાભાર ઉદ્ધત કરીએ છીએ :
શય્યાન્તર અંગે રાત્રિ-પ્રતિક્રમણથી લઈને, ફરી આજ્ઞા પાછી વાળવા સુધી શવ્યાન્તરત સ્વીકારવામાં આવે. આજ્ઞા પાછી ખેંચી લીધા બાદ તે ગામમાં રહેવામાં આવે તો આઠ પ્રહર સુધી શવ્યાન્તરના ઘરને ટાળવું, અને તે ગામમાંથી વિહાર કરવા જેવી સ્થિતિ હોય તો શવ્યાન્તર રહેતું નથી.
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૩
૧૪૭ કોઈ પંચાયતી મકાન શવાળું હોય તો તત્કાલીન પરિસ્થિતિનો વિચાર કરીને તેમાં ઊતરવું નહિ,
જે મકાનમાં શૃંગારાદિ ફોટા, ચિત્ર, દર્પણ આદિ પર આવરણ નાખી દેવામાં આવેલ હોય અથવા તો ઉતારી લેવામાં આવેલ હોય તેમાં સાધુ-સાધ્વી ઊતરી શકે છે. નિર્દોષ સ્થાન ન મળે અને તેવા સ્થાનમાં રહેવું પડે તો એક રાત્રિથી વધુ સમય રહેવું નહિ.
જે ગામમાં ઠાણાપતિ સાધુ-સાધ્વી હોય તે ગામમાં સાધુ-સાધ્વી વિહાર કરતાંકરતાં પધારે તો ઠાણાપતિ સાધુ-સાધ્વીના સ્થાન પર જ ઊતરે. સ્થાન-સંકોચને કારણે કદાચિત્ અન્ય સ્થાન પર ઊતરવું પડે તો તેમની સેવામાં તકલીફ ન પહોંચે તે દષ્ટિ નજર સામે રાખીને, તેમની આજ્ઞાથી બીજા સ્થાનમાં ઊતરી શકે છે.
ગામમાં બિરાજતી વખતે અન્ય વૃદ્ધ, તપસ્વી અથવા રોગી સાધુ-સાધ્વીઓની ખબર-અંતર પૂછવી અને યથાશક્ય સેવા કરવી. (અન્યોન્યના સ્થાનક પર જતી વખતે સમજદાર સ્ત્રી અથવા પુરુષને સ્થાને રાખવાં.)
વસ્ત્ર-પાત્ર અંગે એક સાધુ અગર સાધ્વી ચાર પાત્રથી વધુ ન રાખે. કારણવશાત્ એકાદ પાત્ર વધારે રાખવું પડે તો આચાર્યશ્રીજી તથા તત્સંબંધી અધિકારી મંત્રીજીની આજ્ઞા લઈને રાખી શકે છે. સાધુ ૭૨ હાથ અને આર્યાજી ૯૬ હાથથી વધુ વસ્ત્ર રાખે નહીં. રોગાદિ કારણવશ વધારે રાખવું પડે, તો આચાર્યશ્રી તથા તત્સંબંધી મુનિની આજ્ઞા લઈને રાખે.
અધિક બારીક – જેમાં અંગ દેખાય તેવા – વસ્ત્રની ચાદર ઓઢીને, બહાર ગોચરી આદિ માટે જવું નહિ.
ગોચરી અંગે એષણાના ૪૨ દોષ ટાળીને, પ્રાસુક તથા આષનિક (? આશનિક?) આહારપાણી સાધુ-સાધ્વી પોતાની આવશ્યકતાનુસાર લાવે. પરંતુ હરહંમેશ એક જ ગૃહસ્થને ઘેરથી વિના કારણ આહાર લાવે નહિ.
ગોચરી આદિ એષણા માટે ગયેલ સાધુ-સાધ્વી, ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરવા માટે રોકાય નહિ કે બેસે નહિ.
પારસ્પરિક ક્લેશની ક્ષમાયાચના કરીને આહારપાણી કરવા. *
ગોઢ (જી. દયા, નવકારશી, સ્વામી-વાત્સલ્ય, સંઘ, વિવાહ, પ્રીતિભોજન, મૃત્યુભોજન આદિ જમણવારોમાં ગોચરીએ જવું નહિ. અજાણતાં તે બાજુ જવાયું હોય તો વહોર્યા વિના પાછું આવતું રહેવું.
.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જિનમાર્ગનું અનુશીલન પ્રકીર્ણ સવારનું વ્યાખ્યાન, બપોરના શાસ્ત્રાદિનું વાચન અથવા ચોપાઈ, જે લગભગ બે કલાક સુધી હોય છે, તે સમય ઉપરાંત સાધુઓના મકાનમાં સાધ્વીઓ અને સ્ત્રીઓએ બેસવું નહિ. તે જ રીતે સાધ્વીઓના સ્થાનમાં પુરુષોએ બેસવું નહિ જોઈએ. કોઈ કારણસર બેસવું જ પડે તો સાધુજીના મકાનમાં સમજદાર પુરુષની અને સાધ્વીજીના મકાનમાં સમજદાર સ્ત્રીની હાજરી વિના બેસવું નહિ જોઈએ. માંગલિકશ્રવણ, પ્રત્યાખ્યાન તથા સંથારાના સમયનો આગાર (?).
એકલા મુનિ એકલી સાધ્વી કે એકલી સ્ત્રી સાથે વાત કરે નહિ. તેવી જ રીતે એકલાં સાધ્વીજી એકલા સાધુ કે એકલા પુરુષ સાથે વાતચીત કરે નહિ. એકાંત સ્થાનમાં સ્ત્રી પાસે ઊભા રહેવું અથવા બેસવું પણ નહિ.
તમાકુ સૂંઘવાની નવી આદત પાડવી નહિ, પહેલાંની આદત હોય તો તે છોડવી; ન છૂટી શકે તો ચૌવિહારના પચ્ચકખાણ બાદ સૂંઘવી નહિ.
સાધુ-સાધ્વીઓએ કોઈ ગદ્ય-પદ્ય સાહિત્ય તૈયાર કરેલ હોય તો તે સંબંધી મંત્રી અથવા પ્રકાશન-સમિતિ પાસે પહોંચાડવું યોગ્ય સાહિત્ય ત્યાંથી પ્રકાશિત થશે, પરંતુ છાપવા-છપાવવાની પ્રવૃત્તિમાં સાધુ-સાધ્વીએ ભાગ લેવો નહિ.
પોસ્ટની ટિકિટ અથવા ટિકિટવાળા કાર્ડ-કવર સાધુ-સાધ્વી રાખે નહિ, તેમ જ ગૃહસ્થ સ્ત્રી-પુરુષોને પોતાના હાથે પત્ર લખે નહિ.
સાધુ-સાધ્વીએ છિદ્રાન્વેષી થવું નહિ, પરનિંદા કરવી નહિ. કોઈથી દોષ થઈ ગયો તો આચાર્ય અથવા તત્સંબંધી મંત્રી અને સંવાડાના અગ્રેસર સિવાય અન્ય કોઈની પાસે કહેવો નહિ.
યંત્ર, મંત્ર, તંત્ર, દોરા, તાવીજ, જડી-બુટી, તેજી-મંદી, ફિચર આદિનો પ્રયોગ બતાવવો નહિ, તથા જ્યોતિષ, ભવિષ્ય, ઔષધાદિ ક્રિયાનો ઉપયોગ ગૃહસ્થને માટે સંસાર-વિષયક કામ માટે કરવો નહિ.
તપસ્યા, દીક્ષા મહોત્સવ, સંવત્સરી-ક્ષમાપના, દીપાવલીના આશીર્વાદ આદિ પત્રિકાઓ સાધુ-સાધ્વી પોતાના હાથે ગૃહસ્થોને લખે નહિ, છપાવે નહિ તેમ જ દર્શનાર્થે બોલાવે નહિ.
ફોટો પડાવવો નહિ; પાટ, ગાદી, પગલાં આદિની જડ માન્યતા કરવી નહિ, કરાવવી નહિ. સમાધિ, પગલાં અને ગુરુનાં ચિત્રોને ધૂપ, દીપ અથવા નમસ્કાર કરનારને ઉપદેશ આપી રોકવા.
સમ્યક્ત દેતી વખતે દેવના રૂપમાં વીતરાગદેવનો દેવ તરીકે સ્વીકાર કરાવવો; પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના પાલન કરનારનો ગુરુ તરીકે સ્વીકાર કરાવવો; “અહિંસા પરમો ધર્મનો ધર્મ તરીકે સ્વીકાર કરાવવો; શ્રમણ-સંઘના આચાર્યનો ધર્માચાર્ય તરીકે સ્વીકાર કરાવવો; ત્રીજા પદમાં તેના નામનો ઉચ્ચાર કરવો.
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૩, ૨૪ ૧૪૯
ઉપર આપેલ સામાચારીની બધી બાબતો શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને લાગુ પડે છે અથવા એણે એ બધી અપનાવી લેવી જોઈએ એમ માની લેવાની જરૂર નથી. પણ આમાંની ઘણી-ખરી બાબતો આપણા માટે પણ એટલી જ ઉપયોગી છે એ પણ સ્વીકારવું જોઈએ. કંચન અને કામિની એટલે કે સંગ્રહશીલતા અને ભોગવિલાસની વાસના એ બે સંસારમાં રોકી રાખનારી અને માનવીનું પતન કરનારી પ્રબળ શક્તિઓ છે; એનાથી દૂર રહેવામાં જ સંયમની શુદ્ધિ છે. મતલબ કે ચોથું અને પાંચમું મહાવ્રત સચવાઈ શકે તો પછી બીજ મહાવ્રતો માટે વિશેષ ચિંતા કરવાપણું ભાગ્યે જ રહે છે. એટલે શાસ્ત્રોના આદેશોને ધ્યાનમાં રાખીને આ કે આના જેવી જે કોઈ સામાચારી નક્કી કરવામાં આવે તેથી એકંદરે લાભ જ થવાનો છે.
અત્યાર સુધીમાં આપણે ઠીકઠીક ભીંત ભૂલ્યા છીએ, અને સંઘ શુદ્ધિમાં ઘણા નીચે ઊતરી ગયા છીએ. એ માટે ચતુર્વિધ શ્રીસંઘ સર્ચિત બનીને આ દિશામાં સત્વર પ્રયત્નશીલ બને – એ જ આ લખવાનો એકમાત્ર મંગળ હેતુ છે.
(તા. ૧૮-૯-૧૯૬૫)
(૨૪) પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરિજીના
સમુદાયનું બંધારણ અમારા એક વાચક-બંધુએ આ.મ. વિજયપ્રેમસૂરિજીએ સાધેલ સંગઠનની અમે જે રીતે વિચારણા કરી હતી, એ રીતે જ એ સમુદાય માટે નક્કી કરવામાં આવેલ બંધારણની પણ ચર્ચા-વિચારણા કરવાની માગણી કરી હતી. આ માગણીના જવાબમાં અમે અમારા તા. ૨૩-૨-૧૯૬૩ના અંકના ‘સામયિક ફુરણ'ની પહેલી નોંધમાં લખ્યું હતું: “બીજા મુનિસમુદાયોને આ માટે વિચાર કરવાનો અવસર પ્રાપ્ત થાય, તેમ જ જે સમુદાય માટે આ બંધારણ ઘડવામાં આવ્યું છે, તેઓના ધ્યાન ઉપર પણ કેટલીક બાબતો લાવી શકાય – એ દષ્ટિએ આની વિચારણા કરી શકાય; અને તે ઉપયોગી પણ થઈ શકે એમ અમને લાગે છે. તેથી કયારેક એ અંગે કંઈક લખવાનો વિચાર અમારા મનમાં જાગશે તો અમે જરૂર લખીશું."
અમારી આ જાહેરાત પ્રમાણે આ બંધારણ-સંબંધી થોડીક વિચારણા કરવી અમને ઉપયોગી અને ઉચિત લાગે છે. તેથી અમે આ લખીએ છીએ.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જિનમાર્ગનું અનુશીલના
આ બંધારણમાં કુલ અગિયાર કલમો છે. એટલે બધી કલમો એકસાથે આપીને એ બધાનો સમગ્રપણે વિચાર કરવાને બદલે એકએક કલમ યંકીને એ સંબંધી જરૂરી અવલોકન કે વિચારણા કરવાં ઠીક લાગે છે.
“[૧] સામાન્ય સંજોગોમાં સાધ્વીજી અથવા શ્રાવિકાએ વ્યાખ્યાનના સમય સિવાય સાધુની વસતિમાં આવવું નહીં. એ માટે વ્યાખ્યાનાદિ પ્રસંગે નિષેધ કરવો, અને શક્ય પ્રબંધ કરાવવો.
અસાધારણ સંયોગોમાં, દાખલા તરીકે બહારગામથી કોઈ આવ્યા હોય અથવા આપણે નવા ગામમાં ગયા હોઈએ અને ત્યાં કોઈ આવે તો એકાદ દિવસ વંદન પૂરતાં આવી જાય તો રોકવા નહીં.
જોગની ક્રિયાઓમાં પણ સાધ્વીજીએ બનતાં સુધી શ્રાવિકાને સાથે લઈને આવતું, તેમ જ શ્રાવિકા ઉપધાનની ક્રિયા પ્રસંગે પુરુષને સાથે લઈને આવવું. સાધુની અકસ્માતુ બીમારી જેવા પ્રસંગમાં નિષેધ કરવો નહીં.”
આજે મળવા હળવાની બાબતમાં વિવેક વિસરાઈ ગયો છે, અને ઠીકઠીક પ્રમાણમાં પ્રમાદ, બિનજાગૃતિ સેવવામાં આવે છે. એને લીધે કેટલાક પ્રસંગોમાં એવાં માઠાં પરિણામો આવે છે કે જેને લીધે સંયમનો મૂળ પાયો જ શિથિલ થઈ જાય છે. આ અનિષ્ટને ડામવા આ કલમમાં દર્શાવેલ નિયમ ઉપયોગી બની શકે એમ છે.
“[૨] સાધ્વીજી પાસે સાધુઓએ કાંઈ પણ કામ કરાવવું નહીં, અને સાધુએ પોતાનાં કામો દા. ત., પાતરાં રંગવાં, સાંધવા વગેરે શીખી લેવાં. જ્યાં સુધી ન શિખાય ત્યાં સુધી ઓઘા, ઠવણી જેવાં અશક્ય કામો મુખ્ય સ્પર્ધકપતિએ સ્થાનિક પ્રૌઢ શ્રાવક દ્વારા સાધ્વીજી પાસે કરાવી લેવાં, પણ સાધુઓએ સાધ્વીના સંપર્કમાં આવવું નહીં.”
આ કલમ એક રીતે પહેલી કલમમાં દર્શાવેલ નિયમની પૂર્તિ કરે છે, અને અત્યારે કેટલાંક સ્થાનોમાં સાધ્વીજીઓ પાસે પોતાનાં કપડાંનો કાંપ કાઢવા સુધી વિસ્તરી ગયેલી પોતાનું કામ કરાવવાની મુનિરાજોની પ્રવૃત્તિ ઉપર આવકારપાત્ર નિયંત્રણ મૂકે છે. આ. નિયંત્રણનો સાધ્વીજીઓ દ્વારા બરાબર અમલ થાય એ માટે એમને મળતી નવરાશનો ઉપયોગ પોતાની નિત્યક્રિયાઓ ઉપરાંત, મુખ્યત્વે પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે ધર્મશાસ્ત્રોના તેમ જ વ્યાકરણ, ન્યાય, કાવ્ય વગેરે વિદ્યાઓના અધ્યયન-અધ્યાપનમાં થાય એવી નક્કર અને નિશ્ચિત યોજના કરવી બહુ જરૂરી છે. એટલે આ બંધારણમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવી હોત તો એક વાતનો પૂર્ણપણે વિચાર કર્યો લેખાત.
[૩] સાધ્વીજી કાંઈ કામ હોય તો તે સીધું સાધુને ન કહે, પરંતુ પરંપરાએ પ્રૌઢ શ્રાવિકા અને શ્રાવક દ્વારા મુખ્ય સાધુને કહેવડાવે એ પદ્ધતિ જાળવવી. (કાંઈ તાત્કાલિક અકસ્માતુ કાર્ય આવી પડ્યું હોય તો પૂછી લેવાય.”
Page #174
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૪
૧૫૧
વિવેક વગરના સંપર્કથી થતા અનિષ્ટથી બચવા માટે અને સંયમજીવનની મર્યાદામાં સ્થિર રહેવા માટે આ પણ એક ઉપયોગી નિયમ છે; અને તે ચતુર્થ બ્રહ્મચર્યમહાવ્રતના નિરપવાદ પાલન માટે પહેલી અને બીજી કલમમાં દર્શાવેલ નિયમમાં ઉપયોગી પૂર્તિ કરે છે.
“જિ] સાધુએ જોઈતી વસ્તુ માટે ટુકડીના વડીલને કહેવું અને વડીલ તેની સગવડ કરી આપે.”
સાધુજીવનનો એ સ્વીકૃત નિયમ હોવો જોઈએ કે કોઈ પણ સાધુ પોતાની સંયમયાત્રામાં ઉપયોગી કે જરૂરી હોય એવી કોઈ પણ ચીજ પોતાના ગુરુ દ્વારા જ અથવા તો છેવટે ગુરુ કે વડીલની અનુજ્ઞાથી જ મેળવે. આજે સમજણ અને વિવેક વગરના લોકસંપર્કને કારણે, તેમ જ રોજ-રોજ બનતી જતી નવી-નવી વસ્તુઓ તરફના મોહક આકર્ષણને લીધે, મર્યાદાનો ઠીકઠીક ભંગ થવા લાગ્યો છે. આ નિયમ મર્યાદાની પુન:પ્રતિષ્ઠા કરે છે.
[૫] સામાન્ય સંયોગોમાં ૧૫ દિવસ પહેલાં કાંપ કાઢવો નહીં – સિવાય લુણા, ઝોળી, ખેળિયું જેવાં કપડાં.” આ સામાન્ય નિયમ અંગે કંઈ વિશેષ લખવા જેવું લાગતું નથી.
“[૬] રેશમી કામળી, દસી, મુહપત્તિ વ. વાપરવાં નહીં.” ત્રસ જીવની વિરાધનાથી દૂર રહીને અહિંસાના અણીશુદ્ધ પાલન માટે ખૂબ જરૂરી એવી આ બાબત તરફ ધ્યાન આપવામાં આવ્યું છે તે ઘણું અનુમોદનીય, અનુકરણીય છે. શુદ્ધ રેશમના ઉત્પાદનમાં મોટા પાયા પર જે હિંસા થાય છે, તે જો એકાદ વાર પણ નજરે જોવાનો અવસર મળે તો હૃદય કમકમી ઊઠ્યા વગર ન રહે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અહિંસાના આદર્શને વરેલા ધર્મમાં - અને તે પણ ધર્મક્રિયાઓમાં અને ધર્મગુરુઓમાં – રેશમનો વપરાશ કેવી રીતે દાખલ થઈ ગયો એ જ વિચારણીય છે. આજથી ચારેક દાયકા પહેલાં હિંસાને કારણે રેશમનો વપરાશ જૈનોએ બંધ કરવો જોઈએ – એવી એક ચળવળ ઊપડી હતી; પણ કમનસીબે એ સફળ થઈ શકી ન હતી.
[ દેશના વ્યવહાપ્રધાન આપવી અને વ્યવહારમાં પ્રાણ પૂરવા માટે ભાવ સમજાવવો.”
આ નિયમની પાછળનો ભાવ એ છે કે ક્રિયાનો લોપ થાય એવી કેવળ નિશ્ચયનયની દૃષ્ટિથી અત્યારે જે કેટલેક ઠેકાણે ધર્મોપદેશ અપાય છે, એની સામે-પાણી પહેલાં પાળ બાંધવી.
“[૮] એક સ્પર્ધકપતિની ટુકડીનો સાધુ બીજા સ્પર્ધકપતિની ટુકડીમાં ગચ્છાધિપતિની તથા જેની નિશ્રામાં હોય તેની આજ્ઞા સિવાય રહી શકે નહીં.” સમુદાયની આમન્યા અને એકતા જળવાય અને એક જ ગચ્છાધિપતિના જુદા
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૨
જિનમાર્ગનું અનુશીલન જુદા મુનિસમુદાયો વચ્ચે ખટરાગ થતો અટકે એ દૃષ્ટિએ આ નિયમ ઉપયોગી લાગે છે. પણ આની પૂર્તિરૂપે, કોઈ નાના સાધુને કોઈની સામે કંઈ ફરિયાદ હોય તો તેના વાજબીપણાની તપાસની જોગવાઈ પણ થવી જોઈએ; નહીં તો પરિણામ એકપક્ષી નિયમ જેવું આવે.
“[૯] માઈકમાં બોલવું નહીં.” આ નિયમ અંગે આજે બહુ વિચારવા જેવું છે. સંયમસાધનાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિયમોની વાત બાજુએ રાખીએ તો માઈકમાં બોલવાનો જીવનની શુદ્ધિ કે અશુદ્ધિ સાથે એટલે કે ચારિત્રની ઉત્કૃષ્ટતા સાથે કોઈ સંબંધ રહ્યો નથી. જેઓ એનો ઉપયોગ કરવા ઇચ્છતા ન હોય, તેઓ ભલે એનો ઉપયોગ ન કરે. પણ જેઓ ધર્મના પ્રચાર માટે પણ માઈકનો ઉપયોગ કરવાનો નિષેધ કરતા હોય, તેઓ જ જ્યારે ધર્મપ્રચારના જ હેતુથી, જેમાં ત્રસજીવોની પણ વિરાધના થાય છે એવાં સ્વતંત્ર છાપાંઓ કઢાવતા હોય ત્યારે એમનો માઈકના ઉપયોગ સામેનો વિરોધ લગભગ પાયા વગરનો બની જાય છે. છાપાંઓ ગૃહસ્થો મારફત છપાય છે, અને માઈકનો ઉપયોગ સાધુ પોતે કરે છે એ ભેદ હિંસા-અહિંસાની દષ્ટિએ ટકી શકે એવો નથી; અને માઈક કરતાં છાપાંમાં હિંસા વધારે થાય છે એ તો દેખીતું છે.
[૧૦] ફોટા પડાવવા નહીં.” આ નિયમનું પાલન થઈ શકે તો બહુ સારું.
[૧૧] પોતાનું કે પોતાના વડીલના નામનું જ્ઞાનમંદિર પોતે ઊભું કરવું નહિ, તેમ જ શ્રાવકો દ્વારા પણ ઊભા કરાતા જ્ઞાનમંદિર-આદિમાં પોતાનું વર્ચસ્વ રાખવું
નહીં.
ઉપરની કલમો અંગે જેમને કાંઈ પૂછવું હોય તેમણે ગચ્છાધિપતિને પૂછી લેવું.”
આ અગિયારમો નિયમ શ્રમણ-સમુદાયમાં વધતી પરિગ્રહશીલતાને નાથવાની દૃષ્ટિએ ઘડવામાં આવ્યો છે, અને એમાં જે કંઈ જણાવ્યું છે તેનું પાલન અપરિગ્રહમહાવ્રતના પાલનમાં ઉપયોગી થઈ શકે એવું છે. આમ છતાં આ નિયમ વધારે વિશદ અને વધારે વ્યાપક દષ્ટિએ ઘડવાની જરૂર હતી. પરિગ્રહશીલતા તરફ પ્રેરે એવી બીજી પણ કેટલીક બાબતોનો એમાં નિર્દેશ કરીને એનો નિષેધ કરવામાં આવ્યો હોત તો આ નિયમ વધારે અસરકારક બની શકત.
એકંદરે એમાં શ્રમણસમુદાયમાં કેટલેક સ્થળે જોવામાં આવતાં કેટલાંક અનિષ્ટોને કેટલેક અંશે આગળ વધતાં રોકી શકાય અને દૂર કરી શકાય એવી બાબતોનો સમાવેશ થાય છે, તેથી એ આવકારને પાત્ર છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૪, ૨૫
૧૫૩
બંધારણ પોતે સર્વાગસંપૂર્ણ હોય કે કંઈક ખામીવાળું હોય, પણ મુખ્ય વાત સહૃદયતા અને નિષ્ઠાપૂર્વક એનો અમલ કરી બતાવવાની છે.
સ્વ. પૂ. આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરસૂરિજીના સમુદાયના સાધુઓ પણ છએક વર્ષ પહેલાં અમદાવાદમાં એકત્ર થયા હતા, અને એમણે સાધુજીવનને વિશુદ્ધિના માર્ગે દોરી જવા માટે, એમને આવશ્યક લાગ્યા એવા કેટલાક નિયમો મહાવીર-જયંતીના પવિત્ર દિવસે નક્કી કર્યા હતા.
(તા. ૨૩-૩-૧૯૬૩)
(૨૫) આત્મનિરીક્ષણનો એક સ્તુત્ય પ્રયાસ ગત ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં યૂબીનજી તીર્થમાં દિગંબર જૈન સમાજના પ્રતી-સંઘ-સંમેલનનું પાંચમું અધિવેશન ભરાઈ ગયું. આમાં મુનિઓ ઉપરાંત અનેક ક્ષુલ્લકો, ક્ષુલ્લિકાઓ, બ્રહ્મચારીઓ, બ્રહ્મચારિણીઓ અને અર્શિકાઓએ ભાગ લીધો હતો. એનું અધ્યક્ષપદ મુનિ શ્રી વિમલસાગરજીને આપવામાં આવ્યું હતું.
આ સમેલને સમાજના ત્યાગી-સમુદાય અને તૃતી-સમુદાયના અત્યારના જીવનને લક્ષમાં રાખીને એને વિશુદ્ધ બનાવવાની કે ઊંચું લાવવાની દૃષ્ટિએ ત્રણ ઠરાવો પસાર કર્યા છે તે ખાસ ધ્યાન દેવા યોગ્ય હોવાથી અહીં રજૂ કરીએ છીએ :
(૧) આ સમેલન ભવિષ્યમાં વતી થવાવાળા સજ્જનો પાસેથી આગ્રહપૂર્વક આશા રાખે છે કે તેઓ વ્રતો વગેરેનો સ્વીકાર કરતાં પહેલાં પોતાની શક્તિ, અનુકૂળતાઓનો પૂરેપૂરો વિચાર કરે અને એને અનુરૂપ વ્યવસ્થા કર્યા બાદ જ વિશેષ સંયમ વગેરેનો સ્વીકાર કરે.
(૨) આ સમેલન અત્યારના તૃતીઓમાં રહેલાં કાયરતા, અજ્ઞાન, લોભવૃત્તિથી ભરેલા પ્રમાદ તરફ ચિંતા તેમ જ દુઃખ વ્યક્ત કરવાની સાથે એમને વિનંતી કરે છે કે જ્યાં લગી એમનામાં સ્વતંત્ર રહેવાની યોગ્યતા પૂર્ણરૂપમાં ન આવે ત્યાં લગી તેઓ કોઈ પણ ઉદાસીન-આશ્રમમાં રહીને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાનો અને પોતાના ચારિત્રને નિર્મળ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરે.
(૩) આ સમેલન પ્રત્યેક ત્યાગી, બ્રહ્મચારીને આગ્રહપૂર્વક વિનંતી કરે છે કે તેઓ પોતાના અંગત ખર્ચને નામે કે કોઈ પણ સંસ્થાને નામે કોઈ પણ પ્રકારનું દાન ન લે, ન કોઈ જાતનો ફંડ-ફાળો કરાવે અને ન કોઈ સંસ્થાની આર્થિક જવાબદારી લે; નિઃસ્વાર્થપણે સંસ્થાની સેવા કરી શકે છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૪
જિનમાર્ગનું અનુશીલન
આ ત્રણે ઠરાવ આપણા માટે પણ માર્ગદર્શક થઈ પડે એવા છે. ગમે તેમ કરીને અને યોગ્યતા કે અયોગ્યતાના વિચારને તરછોડીને દીક્ષા આપવામાં માનનારાઓએ તેમ જ પુસ્તકો, જ્ઞાનમંદિરો કે બીજા બહાને પૈસા મેળવવાનો પ્રયત્ન કરનારાઓએ આ દિશામાં વિચાર કરવાની ઘણી જરૂર છે. આ ઠરાવમાં જેવી સ્થિતિ પ્રત્યે આંગળી ચીંધવામાં આવી છે એવી સ્થિતિ આપણે ત્યાં પણ પ્રવર્તે છે. તેથી આપણા ત્યાગીવર્ગે પણ આત્મનિરીક્ષણનો આવો પ્રયાસ કરવાની જરૂર છે.
(તા. ૧૪-૫-૧૯૫૫)
(૨૬) ચોમાસામાં મુનિરાજોની નિશ્રાની સુલભતા
વર્ષીતપના પારણા વખતે પાલીતાણામાં જે સ્થિતિ ધર્મશાળાઓમાં સ્થાન મેળવવા સામાન્ય યાત્રાળુઓની થાય છે, એવી જ સ્થિતિ, જેમજેમ ચોમાસું નજીક આવતું જાય છે તેમતેમ, પોતાના શહેર કે ગામમાં મુનિરાજોનું ચોમાસું કરાવવાની વિનંતિ કરનાર સામાન્ય શ્રાવકસંઘની થાય છે. મોટાં શહેરો અને મોટા ગણાતા શ્રાવકોને તો આવી મુશ્કેલીનો સામનો કરવાનો વખત ભાગ્યે જ આવે છે, પણ સામાન્ય ગામ-શહેર અને સામાન્ય શ્રાવકોની સ્થિતિ વિચાર કરવા જેવી છે. ચોમાસાની વિનંતિ કરનારાઓની સંખ્યા મોટી અને એનો સ્વીકાર કરનારાઓની સંખ્યા પ્રમાણમાં નાની - એવી સ્થિતિમાં કયારેક-ક્યારેક વિનંતિ કરનારાઓની લાચારીનો લાભ લેવાની મુનિરાજોની અપ્રશસ્ય મનોવૃત્તિનો પરિચય થાય છે. કાં તો સંઘવ્યવસ્થામાં ઊણપ આવી ગઈ હોય, કાં તો ધર્મભાવનામાં ઓટ આવી ગઈ હોય તો જ આવું બને.
ધ્યાન આપવા જેવી સૌથી પહેલી વાત છે વધુમાં વધુ સ્થાનોને સાધુ-મુનિરાજોના ચાતુર્માસનો લાભ મળે એવી વ્યવસ્થા નવેસરથી ઊભી કરવાની. આ બાબત એક રીતે મનોવૃત્તિ સાથે પણ સંકળાયેલી છે. સંઘવ્યવસ્થામાં ગુરઆજ્ઞાનું સ્થાન ઊતરતી કોટીનું થતું જાય છે એને લીધે મનોવૃત્તિ ચાતુર્માસ-નિર્ણયની બાબતમાં પણ ઠીકઠીક સ્વચ્છંદી બનતી જોવામાં આવે છે. આ તેમ જ બીજી બધી બાબતોમાં ગુરઆજ્ઞા જ સર્વોપરિ લેખાય અને એની પાસે શિષ્ય પોતાની જાતને અણુ કરતાં પણ અલ્પ લેખવાની ભક્તિ ધરાવે, તો આજના કેટલાય કોયડાઓ ઊગતાં પહેલાં જ નામશેષ થઈ જાય. ગુરૂઆશા મુજબ ચોમાસાનો નિર્ણય કરવામાં આવે એ, ખરી રીતે, ધર્મની આજ્ઞાનું પાલન અને બહુમાન કરવા બરોબર છે. પણ આજે પરિસ્થિતિ બહુ જુદી છે. પણ
Page #178
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૬
૧૫પ
ગુરૂઆશાની આવી પુનઃ પ્રતિષ્ઠા થાય ત્યારે ખરી; દરમિયાનમાં પણ ચોમાસાનો વધુ ગામોને લાભ મળે એનો તેમ જ બીજી બાબતોનો શક્ય ઉપાય શોધવો જ રહ્યો.
ચોમાસામાં વધુ સ્થાનોને શ્રમણસમુદાયના સાનિધ્યનો લાભ મળે એનો સૌથી સીધો, સહેલો અને વ્યવહારુ માર્ગ એ જ છે કે એક સ્થાનમાં (શહેર કે ગામમાં) મુનિરાજોના નાનામાં નાના જૂથે ચોમાસાની સ્થિરતા કરવી. એટલે ગુરુઓએ અને શિષ્ય-પ્રશિષ્યોએ સાથે જ રહેવાનો આગ્રહ ન રાખતાં, સંઘના લાભની દૃષ્ટિએ શક્ય હોય તેટલાં વધુ સ્થાનોમાં ચોમાસુ રહેવાનો નિર્ણય કરવો જોઈએ. અલબત્ત, ગુરુથી જુદા રહેવાની આજ્ઞા મેળવનાર શિષ્યોમાં અમુક યોગ્યતા તો આવશ્યક ગણાય જ.
એક સ્થાનમાં ઘણા સાધુમહારાજના ચાતુર્માસથી બીજા સ્થાનો એમના સત્સંગ અને સદુપદેશના લાભથી વંચિત રહે છે એ મોટો ગેરલાભ તો છે જ છે; ઉપરાંત મોટા મુનિજૂથને લીધે ગામવાસીઓને કેટલીક મુશ્કેલી વેઠવી પડે છે, તો બીજા પક્ષે સાધુજીવનના આચારોમાં કેટલાક અપવાદ પણ સેવવાનો વખત આવે છે એ તો વળી, આચારશુદ્ધિની દૃષ્ટિએ, એથી પણ મોટો ગેરલાભ છે. આમ એક સ્થાનમાં વધારે સાધુઓ રહેવાની પ્રથા બંધ થાય, તો તેથી બેવડો લાભ થાય. આ સંખ્યા કેવડી હોઈ શકે એનો નિર્ણય તે સ્થાન, સમુદાય અને પરિસ્થિતિ ઉપરથી સહેલાઈથી થઈ શકે.
પણ આ રીતે એક સ્થાનમાં જરૂર પૂરતા જ સાધુઓ ચોમાસુ રહેવાનો નિર્ણય કરે અને ક્યારેક તો જરૂર કરતાં પણ ઓછા સાધુઓ ચોમાસુ રહે) તો પણ બધાં સ્થાનોની વિનંતિને માન્ય રાખી શકાય એવી સ્થિતિ નથી. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાના બધા ગચ્છો અને સમુદાયોના સાધુઓની સંખ્યા અગિયારસો-બારસો જેટલી ભાગ્યે જ છે. બહુબહુ તો એ બધા ત્રણસો-ચારસો સ્થાનોને ભાગ્યે જ લાભ આપી શકે. તો પછી અન્ય સ્થાનોને આવો લાભ મળે એ માટે શું કરવું ?
અમારી સમજ મુજબ, આ સવાલનો સીધો અને વ્યવહારુ જવાબ છે જ; અને તે એ કે આપણા સાધ્વી-સમુદાયને આ માટે સુસજ્જ કરવો. ઘરસંસારનાં સુખોનો આત્મસાધનાને માટે ત્યાગ કરનાર આપણી બહેનો સાધ્વીજીવનમાં અમુક પ્રમાણમાં તો વિદ્યોપાર્જન અને શાસ્ત્રાધ્યયન કરે જ છે. એમને પૂરતી સગવડ અને વધારે છૂટ આપવામાં આવે તો તેઓ શાસ્ત્રાભ્યાસમાં પૂરી કાબેલિયત હાંસલ કરી શકે એમાં શંકા છે જ નહીં. નારીજીવનમાં પણ પુરુષોના જીવન જેટલી જ જ્ઞાન-ચારિત્રની આરાધનાની તમન્ના, યોગ્યતા અને શક્તિની પ્રતીતિને લીધે જ તો તીર્થકરે એને મોક્ષનો પૂર્ણ અધિકાર આપ્યો છે. અને જેની યોગ્યતા મોક્ષના અધિકારી બનવા જેટલી હોય, એ શાસ્ત્રોનું પૂર્ણ અધ્યયન કરી શકે એમાં શંકા રાખવાને કોઈ કારણ નથી. પણ ભગવાને નારીસમૂહને અહિંસાને સગપણે જે અધિકાર મોકળે મને આપ્યો હતો, એના ઉપર પુરુષના અહંભાવે કાપ મૂક્યો; અને એમ કરીને એના વિકાસની આડે અનેક
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જિનમાર્ગનું અનુશીલન નકલી અવરોધો ઊભા કરી દીધા ! ભગવાને વ્યક્તિ, સમાજ અને ધર્મ માટે લાભનું જે મહાન કાર્ય કર્યું. તેને ગુમાની માનવીએ ધોઈ નાખ્યું !
તો ભૂતકાળની આ ભૂલના શુદ્ધીકરણ માટે, સાધ્વી-સમુદાયને વિદ્યાભ્યાસ અને શાસ્ત્રાભ્યાસની પૂરેપૂરી છૂટ અને સગવડ આપવા સાથે એમને ઉપાશ્રયમાં તેમ જ જાહેરમાં વ્યાખ્યાનો અને ધર્મપ્રવચનો આપવાની સંપૂર્ણ મોકળાશ આપવી જોઈશે. તો ચોમાસાની વિનંતિઓ પાછી ફરવાની અત્યારની ખામી પણ સહેલાઈથી સારા પ્રમાણમાં દૂર થઈ શકે. વળી આથી પણ મોટો લાભ એ થવાનો કે આજે સાધ્વીસમુદાયોમાં જે નિરાશા કે નિરુત્સાહ દેખાય છે, તે દૂર થઈને એમનામાં જ્ઞાનધ્યાનમાં આગળ વધવાનો ઉત્સાહ પ્રગટશે. વધારામાં એમને તંદુરસ્તીનો પણ મોટો લાભ થશે. - આનાથી ધર્મની આમન્યા ખતરામાં આવી પડશે એ માન્યતા સાવ નિરાધાર છે. સ્થાનકવાસી ફિરકામાં તો સાધ્વીઓ મનગમતું જ્ઞાનોપાર્જન કરે છે અને ધર્મોપદેશ પણ જાહેર રીતે આપે છે, છતાં ત્યાં સંઘવ્યવસ્થામાં કશું ઊંધુંચતું થઈ ગયું જાણ્યું નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં પણ ખરતરગચ્છ અને અંચળગચ્છનાં સાધ્વીઓ ઉપર અધ્યયન કે ધર્મપ્રવચન અંગે કશો જ પ્રતિબંધ નથી; અરે તપગચ્છમાં પણ અમુક લ્યાણવાંછુ અને સમજુ આચાર્યોએ પોતાની આજ્ઞાવર્તી સાધ્વીઓને આ બંનેની છૂટ આપી જ છે.
ત્રણેક હજાર જેટલી સંખ્યા ધરાવતો આપણો સાધ્વી-સમુદાય (કમ-સે-કમ એમાંની એવી શક્તિ ધરાવતી વ્યક્તિઓ) ધર્મોપદેશ આપવા જેટલી વિદ્યા, શક્તિ અને યોગ્યતા મેળવે તો સમસ્ત શ્રીસંઘને કેટલો બધો લાભ થાય !
આમ, મુનિરાજો એક સ્થાનમાં બને એટલી ઓછી સંખ્યામાં રહે અને સાધ્વીસમુદાય પણ ધર્મોપદેશ આપવા જેટલો સજ્જ થાય, તો આખરે ચાતુર્માસ કરાવવાની વધતી માગણીને મહંદશે વધાવી શકાય. - સાધુ-સાધ્વીઓની સંખ્યામાં વધારો થાય, એ ઉપાય અત્યારે તો ભાગ્યે જ અજમાવવા જેવો રહ્યો છે.
(તા. ૧૫-૫-૧૯૬૫). છેલ્લાં પંદરેક વર્ષ દરમિયાન મુનિરાજોની તેમ જ સાધ્વીજીઓની સંખ્યામાં વધારો થયો છે, તેની સાથે એક બાજુ જેમ એક સ્થાનમાં વધારે મુનિરાજો કે સાધ્વીજીઓ ચાતુર્માસ કરવા લાગ્યાં છે, તેમ એક જ શહેરમાં, કોઈ પણ જાતના અનિવાર્ય કારણ વગર અનેક ચોમાસાં કરવાની અનિચ્છનીય પ્રવૃત્તિ પણ વેગ પકડતી જાય છે. જો આ રીતોમાં ફેરફાર કરવામાં આવે તો ઘણાં ગામોને સાચવી શકાય અને એમની ધર્મભાવનાને પુષ્ટિ આપવાનું ઉપયોગી અને ઉપકારક કાર્ય કરી શકાય. સાથે-સાથે, શ્રમણ-સમુદાયની પોતાની દૃષ્ટિએ, સૌથી મોટો લાભ એ થાય કે ઘનિષ્ઠ
Page #180
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૬
૧૫૭ બનતા લોકસંપર્કને કારણે અંતરમાં મોહ-માયા, દષ્ટિરાગ જેવા દોષો પ્રવેશી જવાથી જીવનમાં જે શિથિલતા પ્રવેશી જવાનો ભય ઊભો થાય છે, એનાથી પણ બચી શકાય. છેલ્લાં થોડાંક વર્ષોથી સ્થાનકવાસી સંપ્રદાયમાં શરૂ થયેલ “એક ચાતુર્માસ (એક ગામમાં એક જ સમુદાયના મુનિ ચાતુર્માસ કરે તેની હિલચાલનું અનુકરણ કરવાને, કદાચ, આપણે અત્યારે તૈયાર નહીં હોઈએ. પણ સમાજના ઐક્ય અને એકદિલીની દષ્ટિએ એ હિલચાલ આદરથી જોવા જેવી છે. એનાથી આપણે ત્યાં ઘર કરી ગયેલા કે નવાનવા ઊભા થતા કેટલાક ઝઘડાઓ આપોઆપ શમી જાય.
શહેરોમાં સહજ રીતે સુલભ બનતાં સુખ-સગવડનાં સાધનો અને ગામડાંઓમાં ભોગવવી પડતી અનેક પ્રકારની અગવડોના લીધે, જેમ સામાન્ય જનસમૂહનું શહેરો તરફનું આકર્ષણ વધતું જાય છે, એ જ રીતે સાધુ-સાધ્વીઓનું સામાન્ય વલણ પણ મોટે ભાગે શહેરતરફી જ બનતું જોવા મળે છે. આમાં અપવાદનું પ્રમાણ એટલું ઓછું છે કે ગામડાંઓની સંખ્યા જોતાં અને શહેરોને મળતા લાભની સાથે એની સરખામણી કરતાં, એ લાભ ઘણો જ ઓછો જણાય છે.
વળી, સંસારીઓ તથા ત્યાગીઓના શહેરતરફી વલણ વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત પણ ધ્યાનમાં લેવા જેવો છે. સંસારીઓ શહેર તરફ આકર્ષાય છે તેમાં શહેરોમાં મળતી સગવડો તરફનું આકર્ષણ કે ગામડામાં બધી ઋતુઓમાં વેઠવી પડતી અગવડો તરફનો અણગમો જેટલો ભાગ ભજવે છે, એના કરતાં આજીવિકા અને ધંધા-રોજગારનો વિચાર વધારે ભાગ ભજવે છે; જ્યારે ત્યાગીઓને આવો કોઈ વિચાર પરેશાન કરતો નથી. ઊલટું, જે સંયમની નિર્મળ આરાધના માટે ત્યાગમાર્ગનો સ્વીકાર કરવામાં આવે છે, એની આરાધના ગામડામાં વધારે સ્વસ્થતાપૂર્વક અને વધારે સારી રીતે થઈ શકે એમ છે. છતાં શહેરોની મોહિનીએ ભલભલા ત્યાગીઓના ત્યાગને ખોખરો બનાવી દીધાના દાખલાઓ આજે શોધવા જવા પડે એમ નથી.
આનો અર્થ કોઈ એવો ન કરે કે ત્યાગીઓએ શહેરોનો સર્વથા ત્યાગ કરી દેવો; પણ સાથેસાથે એટલું પણ ખરું કે શહેરો સાથેના સંપર્કમાં પૂરેપૂરો વિવેક અને પૂરેપૂરી આત્મજાગૃતિ રહે તો જ સંયમમાર્ગને એનાથી હાનિ થતી અટકે.
એક સ્થાનથી બીજા સ્થાને વિહાર કરીને પહોંચતાં વચમાં આવતાં ગામડાંઓને સાધુ-સાધ્વી-સમુદાયનો અમુક લાભ સહજ રીતે મળી જાય છે એ સાચું છે. પણ ગામડાંઓને મળી જતો આ આનુષંગિક લાભ પૂરતો ન ગણાય; એમને પણ શહેરો કે મોટાં ગામોની જેમ શ્રમણોના ચાતુર્માસનો લાભ મળતો રહેવો જોઈએ.
ગામડાંઓ ભલે શહેરો જેવા ખર્ચાળ અને આડંબરી ઉત્સવ-મહોત્સવમાં પાછળ હોય, પણ અંતરની ભાવ-ભક્તિમાં અને ધર્મપ્રીતિમાં તેઓ જરા ય ઊતરતાં નથી;
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જિનમાર્ગનું અનુશીલન ઊલટું, અંતરની કુણાશમાં તો એ શહેરોને પણ બોધપાઠ આપી શકે એવાં હોય છે. શહેરોમાં તો કેટલીક વાર વધારે પડતા આડંબરોને લીધે ધર્મભાવનાનું અજીર્ણ અને હૃદયનું એવું રીઢાપણું જોવામાં આવે છે, કે જેથી જીવનશુદ્ધિ, અહિંસા અને કરુણાને વરેલો ધર્મ કયાં વસતો હશે એ જ સવાલ થઈ પડે છે. ધર્મનું પાલન અને ધર્મની લ્હાણી એ જ સાધુજીવનનો સાર છે.
[તા. ૮-૬-૧૯૬૩ અને તા. ૯-૭-૧૯૫૦ (નાનો અંશ)] ઉપાધ્યાય શ્રી સુખસાગરજી મહારાજના શિષ્ય, સાહિત્યસેવક મુનિરાજશ્રી કાંતિસાગરજી અજમેરથી ઉદેપુર તરફ ગયા તે વિહારનું થોડુંક વર્ણન અમારા તા. ૪-૮-૧૯૫૬ના અંકમાં છપાયું છે. આ વિહારમાં રાજસ્થાનનો ઇતિહાસ ટોડરાજસ્થાન' લખનાર સુપ્રસિદ્ધ અંગ્રેજ સજ્જન કર્નલ ટોડના સંભારણારૂપ ટોડગઢ, ભીમ, જસ્સાખેડા વગેરે ગામોના જૈનોની સ્થિતિના સંબંધમાં મુનિશ્રી લખે છે :
“આ તરફ વસનારા દરેક ગામમાંના બહુ ઓછા શ્રાવકો મળ્યા, જેમણે મૂર્તિપૂજક સાધુઓને જીવનમાં કોઈ વાર જોયા હોય. મુનિઓને જોઈ તેઓને આશ્ચર્ય થતું કે મોટું નહીં બાંધનારા પણ જૈન સાધુઓ હોય છે !
ખરેખર, આ પરિસ્થિતિ આપણી આટલી મોટી સાધુ-સંસ્થા માટે લજ્જા ઉપજાવે તેવી છે. શું અમારા મુનિરાજો ગુજરાતને છોડી માનવતાની સાચી સેવા આ તરફ આવી ન બનાવી શકે? શ્રમણપરંપરાનું જો આવું જ કાર્ય ચાલતું રહેશે તો તેનો વ્યાપક ઉદ્દેશ ક્યાં સુધી ટકી રહેવાનો ?”
આપણા મુનિવરોનું વિહારક્ષેત્ર છેલ્લાં પાંચ-સાત વર્ષમાં કંઈક વિસ્તૃત તો થયું છે; છતાં, મુનિશ્રી કાંતિસાગરજી કહે છે, તેમ આપણા મુનિવરોએ એને વધુ વિસ્તૃત કરીને દેશના બધા પ્રદેશો અને ઘણાં ગામોનો સંપર્ક સાધવાની જરૂર તો છે જ.
(તા. ૧૧-૮-૧૯૫૬)
(૨૭) વહેતાં પાણી નિર્મળાં
(શેષ વિહારકાળ)
ગતિશીલતા એ પ્રગતિમાત્રની પહેલી જરૂરિયાત છે. શું ભૌતિક સાધનામાં કે શું આધ્યાત્મિક સાધનામાં, ગતિશીલતા વગર આગળ વધી શકાતું નથી, અને ગતિશીલતાના પ્રમાણમાં જ વિકાસ થઈ શકે છે. બંધિયારપણું વિકાસને રૂંધે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ ૨૭
૧૫૯ વહેતા પાણીને નિર્મળતાનો વિશેષ લાભ, ને બંધિયાર પાણીને ગંધાઈ ઊઠવાનો વિશેષ અવકાશ હોય છે; એ જ વાત માનવજીવનને લાગુ પડે છે. ધર્મમાર્ગની શોધ માનવજીવન દ્વારા સાધી શકાતી ઉચ્ચમાં ઉચ્ચ સિદ્ધિ – આધ્યાત્મિક સિદ્ધિ – માટે જ થયેલી છે; અને એ ધર્મમાર્ગના સંપૂર્ણ અનુસરણ માટે ત્યાગમાર્ગ (સંન્યાસમા)નું વિધાન થયેલું છે.
સાધુજીવનનો મૂળ પાયો નિર્મમપણું એટલે કે અસંગ છે. અને આ નિર્મમપણું કેળવવું હોય તો ચેતન અને જડ બંને પ્રત્યેના મમત્વને એટલે કે રાગદૃષ્ટિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાધનાના ક્રમમાં નિર્મમત્વને પ્રથમ સ્થાન આપીને કહ્યું છે :
निर्ममत्वं विरागाय, वैराग्याद् योगसंततिः ।
योगात् संजायते ज्ञानं, ज्ञानान्मुक्तिः प्रजायते ।। (અર્થાત નિર્મમત્વ વૈરાગ્યમાં પરિણમે છે, વૈરાગ્યમાંથી યોગની ધારા પ્રવર્તે છે, યોગમાંથી પરમ જ્ઞાન ને જ્ઞાનમાંથી મુક્તિ પ્રભવે છે.)
જૈનધર્મમાં સાધુજીવનને માટે જે વ્રતો અને નિયમો નક્કી કરવામાં આવ્યાં છે, તે આકરાં છે. એમાં ક્યારેય સાધકના અંતરમાં મમત્વનો વાસ ન થઈ જાય એની ભારે તકેદારી રાખવામાં આવી છે. તેથી જેન શ્રમણોના આચારમાં પાદવિહારને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે, તેના મુખ્ય બે ઉદ્દેશ છે. એક તો તેને લીધે પ્રવાસને માટે ક્યારેય પૈસાની જરૂર ન પડે, અને બીજું, પોતાના ધર્માચાર પ્રમાણે વર્ષા-ચાતુર્માસ સિવાયના મોટા ભાગના સમયમાં એમને સ્થિરવાસ ઓછો અને પરિભ્રમણ વધારે કરવાનું હોવાથી માયા-મોહ અને મમત્વનાં બંધનોથી બંધાઈ જવાનો બહુ ઓછો ભય રહે છે. એથી એ નિરાકુળ ચિત્તે આત્મસાધના કરી શકે છે.
આથી જ જૈન આચારશાસ્ત્રમાં શ્રમણ-શ્રમણીએ ક્યાં કેટલો વખત રહેવું અને કેવી રીતે વિહાર કરવો એના ચોક્કસ અને સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. આ આદેશોના અનુસરણમાં જેટલા પ્રમાણમાં ક્ષતિ આવે છે, તેટલા પ્રમાણમાં વૈરાગ્યનો રંગ ફિક્કો પડ્યા વગર રહેતો નથી.
હમણાં-હમણાં કેટલાંક સ્થાનોમાં – ખાસ કરીને મુંબઈ જેવાં મોટાં શહેરોમાં -- કેટલાક સાધુ-મહારાજો દ્વારા આ આદેશમાં અપવાદો સેવાતા જોવામાં આવે છે. તેથી એનાં માઠાં પરિણામોથી બચવું મુશ્કેલ બની જાય છે, ભલે પછી બાહ્યાડંબરોના તેજથી અંજાઈને આપણે એ દોષોને જોઈ ન શકીએ !
નિયમિત વિહાર કરતાં રહેવાને બદલે એક સ્થાને ધર્માનુજ્ઞા કરતાં વધારે સમય સ્થિરવાસ કરવાની જે પ્રવૃત્તિ અત્યારે વધતી જોવામાં આવે છે, તેથી જ ‘મુંબઈ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૦
જિનમાર્ગનું અનુશીલન સમાચાર' દૈનિકના જયજિનેન્દ્ર વિભાગના લેખક શ્રી ધર્મપ્રિયાને સાધુ-મુનિરાજોના નવકલ્પ' વિહાર અને સાધ્વીજીઓના પંચકલ્પ' વિહાર તરફ ધ્યાન દોરવાની જરૂર ઊભી થઈ છે. સાથે સાથે એમણે ઉપાશ્રયો કે ભંડારો અમુક જ સમુદાયો માટે નહીં, પણ બધા ય સાધુઓ માટે સમાન રીતે ખુલ્લા હોવા જોઈએ એ બાબત તરફ પણ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું છે. આ અંગે તા. ર૯-૪-૧૯૬૩ના મુંબઈ સમાચારમાં શ્રી ધર્મપ્રિય' લખે છે –
“શ્રી જિનાગમોમાં સાધુઓને નવકલ્પ અને સાધ્વીઓને પંચકલ્પના વિહારો કરવા માટે ફરમાન છે.
સાધુઓ માટે વરસના બાર મહિનામાંથી ચાતુર્માસનો એક કલ્પ અને બાકીના આઠ માસના આઠ કલ્પના અને સાધ્વીઓને માટે ચાતુર્માસ બાદ બે માસનો એક કલ્પ ગણતાં પાંચ કલ્પના વિહારો કરવાની વીતરાગની આજ્ઞા છે.
“સ્ત્રી, પુત્ર, સગાં, મિત્રો, લક્ષ્મી આદિ છોડીને આત્માના કલ્યાણને અર્થે નીકળેલા ત્યાગી જનો કોઈ પણ જાતની માયામાં લપટાઈ ન જાય તે માટે શાસ્ત્રોએ આ પ્રકારની જોગવાઈ કરી છે. ચાતુર્માસ સિવાયના સમયમાં સાધુઓ કોઈ પણ જગાએ એક માસથી વધુ રોકાય નહિ, તેમ સાધ્વીઓ બે માસથી વધુ રોકાય નહિ.
જો આ પ્રમાણે શાસ્ત્રાજ્ઞાનું પાલન કરવામાં આવે તો સાધુસંસ્થામાં દોષો પેદા થાય નહિ, તેમ જ શ્રાવકોમાં પણ ખોટો દૃષ્ટિરાગ ઉત્પન્ન થાય નહિ.
કહેવાય છે કે “સાધુ તો ચલતા ભલા” અથવા “વહેતાં જળ નિર્મળ'. સંસારની સાથેના સંબંધો તોડીને આત્મકલ્યાણને અર્થે નીકળેલાને મારું-તારું હોય નહિ, કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ પણ હોય નહિ. માત્ર જેનાથી આત્માનું કલ્યાણ થાય એવી જ પ્રવૃત્તિમાં તે મસ્ત હોય. પરંતુ આજે જોઈએ તો કાંઈક જુદું જ ચિત્ર નજરે ચઢે છે.
“અમુક ઉપાશ્રય તો અમુક સાધુઓના, અમુક ભંડારો ઉપર તો અમુક સાધુઓના જ હક્ક; ત્યાં બીજા સમુદાય કે ગચ્છના સાધુઓને ઊતરવા માટે જગા મળે નહીં, કે ભંડારનાં પુસ્તકોને ઊધઈ ખાઈ જાય પણ બીજાને અભ્યાસ માટે પણ મળે નહિ! તે સંપ્રદાયના એકના એક જ સાધુઓ વર્ષો સુધી એકના એક ઉપાશ્રયમાં પડી રહે છે. આ વસ્તુ બંધ થવાની જરૂર છે.”
સાધુઓ માટે નવકલ્પ અને સાધ્વીઓ માટે પંચકલ્પ વિહારની આજ્ઞાનો હેતુ જ એ છે કે શ્રમણ-જીવન ગંગાનાં વહેતાં નીરની જેમ હંમેશાં મોહમાયા-મુક્ત રહે. આમ છતાં, જેઓ કોઈ અસાધારણ કારણ વગર – પ્રવચનભક્તિના અસાધારણ લાભના પ્રસંગને કે અસાધારણ શારીરિક અસ્વાથ્યને બાદ કરતાં – એક સ્થાને વધુ સમય રહે છે, તેઓ પ્રવચનને અને પોતાની સાધનાને એમ બંનેને સમાન રીતે ગેરલાભ પહોંચાડે છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૭
૧૬૧ એક વાત કયારેય ભુલાવી જોઈએ નહિ, કે સાધુજીવન એ પહેલાં પોતાનો ઉદ્ધાર કરવા માટે સ્વીકારવામાં આવેલું છે; રાગદ્વેષરહિત, કરુણા પ્રેરિત લોકોપકાર એ તો પોતાની સફળ જીવનસાધનાનું આનુષંગિક ફળ છે. એટલે જેઓ પોતાની જીવનસાધનાને બદલે, ખાસ તો સાંસારિક ઢબના અને નામનાની કામનાવાળા લોકોપકારને વધારે પડતું મહત્ત્વ આપે છે, તેઓ સરવાળે ન તો પોતાનું કલ્યાણ સાધી શકે છે કે ન તો બીજાઓનું સાચું હિત કરી શકે છે.
(તા. ૧૮-૫-૧૯૬૩) ઉપર નિર્દેશેલ ઉચ્ચતર લોકોપકારની દૃષ્ટિએ વિહારનો મહિમા પણ નિર્દેશીએ:
દેશની આમ જનતા માટે અત્યારનો સમય કેવો વિકટ છે એ માટે વિશેષ લખવાની જરૂર નથી. દેશના કે સમાજના સાધુસંતો એ બહુમૂલી મૂડી ગણાય. દીનદુઃખી અને સંતપ્ત માનવીઓને આશ્વાસન મેળવવાનું સર્વશ્રેષ્ઠ સ્થાન તે આવા પરઉપકારમાં મગ્ન રહેનારા સાધુસંતો અને મુનિવરો જ કહી શકાય.
પાદવિહાર એ બીજા ધર્મ કે સંપ્રદાયના સાધુસંતો કરતાં જેન શ્રમણોની વિશેષતા હોવાથી તેઓ જનતાનો વધારેમાં વધારે સંપર્ક સાધવાનો અને લોકસમૂહનાં સુખદુઃખોનો પ્રત્યક્ષ પરિચય કરવાનો ભારે મોટો લાભ મેળવે છે.
જે આફત અને દુઃખ દેશને અને સમગ્ર દુનિયાને ઘેરી વળ્યાં છે, તેનાથી જૈન સમાજ અલિપ્ત કે મુક્ત રહી શકે એ ન બનવા જેવી વાત છે. એટલે એક કાળે સુખી અને સમૃદ્ધ ગણાતો જૈન સમાજ દુઃખી અને દરિદ્ર થવા લાગ્યો છે એ વાતનું આપણને અને ખાસ કરીને નાયકપદે બિરાજતા ગુરુવર્યોને ભાન થવાની ખાસ જરૂર છે. એ માટે પોતાના વિહારો એ રીતે યોજવાની અમે તેમને વિનંતિ કરીએ છીએ.
આપણા મુનિવરોના વિહાર અંગે અત્યારની પરિસ્થિતિ જોતાં બીજી પણ બે-ત્રણ બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે :
પહેલું તો એ કે અત્યારના દેશકાળનો ખ્યાલ કરીને સાધુઓએ મોટા સમુદાયરૂપે ન વિચરતાં નાનીનાની સંખ્યામાં વિચરવું જોઈએ, જેથી કોઈ પણ ગામ કે શહેરને માટે બોજારૂપ ન થવા સાથે વધારે જનતાને તેમના સત્સંગનો લાભ મળી શકે.
બીજું, અમે તો માનીએ છીએ કે જૈન જનતા ઉપરાંત જાહેર જનતા પણ નિર્દોષ ઉપદેશ સાંભળવામાં વધુ રસ ધરાવતી થઈ છે. એટલે સામાન્ય જનતાના કલ્યાણને નજર સામે રાખીને જો પ્રવચનો કરવામાં આવે તો જરૂર સહુ કોઈ રસપૂર્વક એને સાંભળે અને જીવનમાં ઉતારે.
વળી, આજે સાધુઓના સમયાનુકૂળ વર્તનના અભાવને કારણે એમના ચુસ્તમાં ચુસ્ત ગણાતા અનુયાયીઓમાં પણ કચવાટની લાગણી કે નિંદા થતી જણાય છે. બીજી
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જિનમાર્ગનું અનુશીલન બાજુ પોતાનાં તપ, ત્યાગ અને સંયમને વિશુદ્ધ રાખીને ધર્મોપદેશ આપનારા ગુરુઓની છાપ જૈનો ઉપરાંત જૈનેતરો ઉપર પણ ઘણી ઉમદા પડતી દેખાય છે.
આપણા ધર્મગુરુઓ શેષકાળ દરમિયાન આ રીતે વહેતાં જળ જેમ વિચરે અને ધર્મોપદેશ કરીને જૈનસમાજને પ્રગતિને માર્ગે વાળે અને આમ જનતામાં જૈનધર્મની શાખ વધારે એ જ અભિલાષા.
(તા. ૯-૧૨-૧૯૫૦)
(૨૮) શ્રમણસંઘ અને ચતુર્થ-પંચમ વ્રત. શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ જાણીતા રાષ્ટ્રીય કાર્યકર, સુવિચારક અને સ્થાનકવાસી સંઘના સમર્થ આગેવાન છે. થોડાક વખત પહેલાં મુંબઈમાં અ. ભા. જે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સની જનરલ કમિટી મળી, તે પ્રસંગે શ્રમણસંઘને સ્પર્શતા ઠરાવ અંગે બોલતાં શ્રી ચીમનભાઈએ એક વિચારપ્રેરક પ્રવચન કર્યું હતું, જેમાં તેઓએ શ્રમણસંઘની શુદ્ધિ અંગે – ખાસ કરીને બ્રહ્મચર્ય-મહાવ્રત અને અપરિગ્રહ-મહાવ્રત અંગે – જે સ્પષ્ટ વિચારો વ્યક્ત કર્યા હતા, તે આપણા માટે પણ ઉપયોગી હોવાથી, અહીં ઉદ્ધત કરીએ છીએ :
જો આપણે સંગઠન સાધવું હશે તો આ પ્રકારની (મારા-તારાપણાની) ભાવનાને આપણા અંતરમાંથી સદાને માટે તિલાંજલિ આપવી જોઈશે અને શિથિલાચારને દૂર કરવા માટે કટીબદ્ધ બનવું પડશે. શ્રમણસંઘ જેવી પવિત્ર સંસ્થામાં શિથિલાચારને સીધું યા આડકતરું જરા પણ પોષણ આપી શકાય નહિ. શિથિલાચાર માટે પ્રાયશ્ચિત્તનું ધોરણ ઉચ્ચ બનવું જોઈએ. જે કોઈ સાધુ-સાધ્વી ચોથા વ્રતનો ભંગ કરે તે એક ક્ષણ માટે પણ સાધુ-સાધ્વીના વેશમાં રહી શકે જ નહિ; તે માટેનું પ્રાયશ્ચિત્ત હું કલ્પી જ શકતો નથી. માનવજીવનની બધી વાસનાઓમાં કામવાસના એટલી પ્રબળ છે કે તે દિશામાં એક વખત મન ગયા પછી તેમાંથી પાછા હટવાનું અત્યંત દુર્ઘટ છે. ખ્રિસ્તી ધર્મમાં રોમન કેથોલિક ચર્ચમાં જે પ્રકારે પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે તે તમો સાંભળો તો તમારું દિલ થંભી જાય એટલું કડક પ્રાયશ્ચિત્ત તે સંસ્થામાં આપવામાં આવે છે. શ્રમણો માટે બ્રહ્મચર્યવ્રત અને અપરિગ્રહવત મુખ્ય છે. કોઈ સાધુ-સાધ્વી પોતાના સંપ્રદાયના નામે કે પોતાના નામે સંસ્થા ઊભી કરવા કે ચલાવવા પૈસા ભેગા કરે તે ઊંડાણથી જોઈએ તો એક પ્રકારનો પરિગ્રહ જ છે. અને તેમાં અપરિગ્રહવ્રતનો સ્પષ્ટ ભંગ જ છે. સત્તા અને કીર્તિ માટેની લાલસા, પોતાના નામે
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૨૮
૧૬૩
પુસ્તકો છપાવવાની અને નામના મેળવવાની ઝંખના, મોટા પાયા પર ઉત્સવો યોજવાની અને વાહવાહ બોલાવવાની તમન્ના – આ બધા મનના વિકારો છે. અને જ્યાં સુધી આ બધું દૂર ન થાય ત્યાં સુધી સાધુવેશે પણ આધ્યાત્મિક વિકાસને વેગ મળી શકે નહિ.
શ્રાવક-શ્રાવિકાઓએ પણ આ વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ. તેઓએ ચારિત્ર અને સંયમને જ નમવું જોઈએ. કોઈ સાધુ-સાધ્વી સારું વ્યાખ્યાન વાંચે તેમાં બધું સમાઈ જતું નથી, તેની સાથે તેમનું ચારિત્ર અને સંયમનું ધોરણ પણ ઊંચું જોઈએ. આજે સારા વક્તાઓ ઘણા મળી આવશે, પરન્તુ મહાત્મા ગાંધીજીના શબ્દોનું જે વજન પડતું તેનું વજન તેમનું પડતું નથી, તેનું કારણ એ છે ગાંધીજીના શબ્દો પાછળ ચારિત્ર્યનું બળ હતું તેમનાં વિચાર, વાણી અને વર્તનમાં એકરૂપતા હતી. એટલે જે સાધુ-સાધ્વીજીઓમાં મોહ, મમતા, પરિગ્રહ કે વાસના જોવામાં આવે તેને શ્રાવકશ્રાવિકાઓએ નિભાવવાં જોઈએ નહિ; તેમ કરવું એ સાધુ-સાધ્વીઓની સેવા નથી પણ કુસેવા છે, શિથિલાચારમાં ભાગીદાર બનવા સમાન છે.
મૂળ વતમાં ખામી અને સામાન્ય બાબતોમાં છૂટછાટ વચ્ચે જે તફાવત છે, તે પણ આપણે સમજી લેવો જરૂરી છે. મૂળ વતની ખામીને આપણે ક્ષણવાર માટે પણ ચલાવી લેવી ન જોઈએ, પરંતુ સમયાનુકૂળ સામાન્ય આચાર-વિચારનું પરિવર્તન અને છૂટછાટને આપણે તે કોટીમાં મૂકવાની ભૂલ પણ ન કરવી. કોઈ સાધુ બ્રહ્મચર્યવ્રતનો ભંગ કરે અને અન્ય સાધુ સંજોગવશાત્ છૂટ લઈને રાત્રે પ્રવચન કરે, તો તે બંને એક કોટીનાં ન ગણાવી શકાય. કોઈ સાધુ દોરા-ધાગા કરે અને સમાજને ભરમાવે અને અન્ય સાધુ ધ્વનિવર્ધક યંત્રમાં બોલે, તેને પણ એકસરખી કોટીમાં મૂકી શકાય નહિ... આમ છતાં શ્રાવક-શ્રાવિકાઓ પોતાનાં માની લીધેલાં સાધુસાધ્વીજીઓની મૂળ વતની ખામીને પણ ઢાંકવાનો પ્રયત્ન કરતાં જોવામાં આવે છે,
જ્યારે બીજાં સાધુ-સાધ્વીજીઓની સામાન્ય નાની બાબતોની ખામીને પણ પહાડનું રૂપ આપી દે છે..
સાધુ-સાધ્વીજીઓએ પણ આ બાબતમાં પોતાનું વલણ બદલવું જોઈશે. કેટલાંક સાધુ-સાધ્વીજીઓ પણ આ જાતની સામાન્ય છૂટછાટને શિથિલાચારનું રૂપ આપીને, તેમને શિથિલાચારીમાં ગણવા અને પોતાને ઉચ્ચ કોટિના ગણાવવા પ્રયત્ન કરે છે. આ જાતની માન્યતા દૂર કરીને જ આપણે મતભેદોનો ઉકેલ આણી શકીશું અને શ્રમણસંઘને એક અને અવિભાજ્ય બનાવી શકશું...”
શ્રી ચીમનભાઈએ સાધુસંઘની શુદ્ધિ અને શ્રાવકસંઘની જાગૃતિ અંગે જે વિચારો ઉપર વ્યક્ત કર્યા છે, તે અત્યારે આપણે ત્યાં પ્રવર્તતા વિચારોનો વ્યવસ્થિત પડઘો જ છે એમ કહી શકાય. આવી વિષમ પરિસ્થિતિથી સાવધ બનીને એ માટે સત્વર યોગ્ય ઉપાયો હાથ ધરવાની જરૂર છે.
(તા. ૧૬-૨-૧૯૬૩)
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૪
(૨૯) વધતા પરિગ્રહ-પ્રેમને નાથવાની જરૂર
સમાજહિતની દૃષ્ટિએ છેલ્લા કેટલાક સમયથી લખવા જેવી લાગતી વાત આજે પણ લખવી અમને સુખદ લાગતી નથી; કંઈક ભારે હૈયે જ અમે આ લખી રહ્યા છીએ. પણ આ કટુ સત્ય રજૂ કરવામાં અમારો એકમાત્ર ઉદ્દેશ્ય સમાજના શુદ્ધીકરણને વેગ આપવાનો જ છે એટલું સ્વીકારીને સહુ કોઈ – ખાસ કરીને આપણા પૂજ્ય મુનિવરો
અંતર્મુખ વૃત્તિથી આ લખાણના મર્મનો વિચાર કરે એવી અમારી વિનંતી છે. આપણે ત્યાં બાવાની લંગોટીનું દૃષ્ટાંત બહુ જાણીતું છે. પોતાની અકિંચનવૃત્તિને થોડીસરખી અળગી કરીને, નાની-સરખી લંગોટીની મોહ-માયામાં ફસાયેલા બાવાજી એક-એક કદમ આગળ વધતાં (કે પાછળ પડતાં ?) છેવટે જ૨ અને જમીનના વિષચક્રમાં અટવાઈ જાય છે, અને એમની અકિંચનવૃત્તિ જ વેગળી થઈ જાય છે.
એ એક બહુ દુ:ખ ઉપજાવે એવી બીના છે કે હમણાં-હમણાં આપણા શ્રમણસમુદાયમાં બાવાજીની લંગોટી જેવી વૃત્તિ વધુ ને વધુ ઘર કરતી જાય છે, અને તેઓના અકિંચનવ્રતનો આત્મા ઠીકઠીક નીચો પડતો જાય છે.
આમ થવામાં સામાન્ય રીતે સાધુજીવનને ઉપયોગી ઉપકરણો ભેગાં કરવાની વૃત્તિ અમુક અંશે નિમિત્તરૂપ હોવા છતાં વિશેષે કરીને પુસ્તક-પાનાંઓનો સંગ્રહ કરવાની અને વધારવાની વૃત્તિ આગળ પડતો ભાગ ભજવે છે. નાના કે મોટાના ભેદભાવ વગર, બહુ જ થોડા અપવાદ સિવાય, ઘણાખરા મુનિવરોને પુસ્તક ભેગાં કરવાની ઇચ્છા થાય છે. પુસ્તક ભેગાં થયાં એટલે એને માટે કબાટ-પેટીઓની જરૂ૨ ઊભી થાય. કબાટ-પેટીઓ ગમે તેમ કરીને મેળવી લીધાં એટલે કામ પૂરું થતું નથી. એ કબાટ-પેટી-પોટલાંઓ ક્યાં મૂકવાં એના માટે પોતાને અનુકૂળ સ્થાનની શોધ ચાલે છે, અને છેવટે પોતાનું જ કહી શકાય એવું સ્થાન ઊભું કરવાની મહત્ત્વાકાંક્ષા જન્મે છે. અને પછી તો એક પછી એક અનેક પ્રવૃત્તિઓની ભૂતાવળ પેદા થઈ જાય છે. અકિંચનવ્રત અને બીજાં વ્રતો પણ આ ભૂતાવળથી સાવ અલિપ્ત રહે એ ન બનવા જેવું છે. વળી, પુસ્તકો સંગ્રહવા ઉપરાંત પુસ્તકો છપાવવાની અને તેમાં ય કેટલાય દાખલાઓમાં તો પોતપોતાની સ્વતંત્ર પ્રકાશન-સંસ્થાઓ સ્થાપવાની પ્રવૃત્તિ પણ ઠીકઠીક વેગ પકડતી જોવામાં આવે છે; ભલે પછી એવી સંસ્થાઓ અલ્પજીવી નીવડે. જેઓ પોતાના અધ્યયન-અધ્યાપન અંગે પુસ્તકોનો સંગ્રહ કરતા હોય તેઓને માટે કશું પણ કહેવાપણું ન હોય. તેઓને વિદ્યાનો, જ્ઞાનનો સાચો રસ ને પાકો રંગ લાગ્યો હોઈ તેઓ પોતાના કામને કે પોતાના સાધુધર્મને બાધ આવે એ રીતની આવી
-
જિનમાર્ગનું અનુશીલન
Page #188
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૯
૧૬૫
ગ્રંથસંગ્રહની પ્રવૃત્તિથી તો મોટે ભાગે અળગા જ રહે છે. આ જ રીતે જેઓ પ્રાચીન સમયથી જળવાતા આવતા જૈન-સાહિત્યના અમૂલ્ય વારસાને દીપાવે એવાં ગ્રંથરત્નોનું સર્જન કે સંપાદન કરતા હોય તેઓના ગ્રંથો પ્રગટ કરવા માટે કોઈ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તો તે પણ યોગ્ય જ ગણાય. પણ જેઓ ન તો જ્ઞાન મેળવવામાં વિશેષ રસ ધરાવતા હોય કે ન તો પ્રાણવાન ગ્રંથોનું સર્જન કરવાની થોડી પણ શક્તિ ધરાવતા હોય, તેવાઓ જ્યારે જ્ઞાનને નામે આવી સંગ્રહવૃત્તિમાં સપડાય છે, ત્યારે સાધુધર્મમાં અકિંચનવ્રતને ધક્કો લાગ્યા વગર રહેતો નથી.
અને આ બધી ય પ્રવૃત્તિઓનું મૂળ પૈસામાં સમાયેલું હોઈ, પૈસા વગર આવી પ્રવૃત્તિ જરા પણ આગળ વધી શકતી નથી. એટલે યેનને પ્રારે પૈસા મેળવવા તરફ નજર જાય છે, અને એમાંથી અનર્થની પરંપરાનો પ્રાદુર્ભાવ થયા વગર રહેતો નથી. અત્યારે ગૃહસ્થો પાસેથી આવાં કાર્યો માટે પૈસા મેળવવા માટે જે હિલચાલ કરવામાં આવે છે, તેથી પૈસા આપનારાઓના દિલમાં જે કચવાટ કે અણગમો પેદા થાય છે તેની વાત બાજુએ મૂકીએ તો પણ, એમ કરવા જતાં આપણા નિઃસ્પૃહ મુનિવરોને પોતાના સાધુધર્મને ન છાજે એવી કેટલીક પ્રવૃત્તિ હાથ ધરવી પડે છે. એમના પરિપ્રેમના દુષ્પરિણામરૂપે ખુશામત કે એવાં બીજાં અનિષ્ટો આપોઆપ આવી જાય. એટલે અંશે ત્યાગી ગણાતા મુનિવરોનું તેજ અચૂક ઝાંખું પડે છે.
પોતાના અંગત લાભ માટે અને પોતાના પરિગ્રહ-પ્રેમનું પોષણ કરવા માટે જ્યારે આપણા મુનિવરો ગૃહસ્થો સાથે આવા સંબંધમાં પડે છે, ત્યારે એ મુનિવરને પોતાને તો નુકસાન થાય જ છે; ઉપરાંત આપણી સમાજ-વ્યવસ્થાને પણ એથી ભારે હાનિ પહોંચે છે. મુનિવરો એટલે આપણા ધર્મના પહેરેગીરો. પણ જ્યારે એ ગુરુઓનું પણ મન પરિગ્રહપ્રેમથી કલુષિત બને, એટલે થોડાક ચાંદીના સિક્કાઓ તેમને સામાજિક અન્યાય આચરનાર કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધમાં બોલતા બંધ કરી દેવા બસ થઈ પડે છે. તેથી ઉત્તરોત્તર સમાજની નૈતિક શક્તિમાં ઓટ આવવા લાગે છે, ને આખી સમાજવ્યવસ્થા વિશૃંખલ બની જાય છે.
આપણા મુનિવરોને આપણે નિગ્રંથ' જેવા બહુમાનસૂચક નામથી ઓળખીએ છીએ. ધાર્મિક કે સામાજિક સત્કાર્યોમાં અઢળક નાણું ખર્ચાવવા છતાં, પોતાના મનને પરિગ્રહપ્રેમના કાલુષ્યથી જળકમળવત્ અલિપ્ત રાખીને નિગ્રંથપણાનું બરોબર પાલન થઈ શકે. આદ્ય સૂત્રકાર પૂ. શ્રી ઉમાસ્વાતિ વાચકવર્થે પરિગ્રહની વ્યાખ્યા આપતાં યથાર્થ જ કહ્યું છે કે “પૂછ પરિપ્રદ:'. જ્યાં વસ્તુ ભેગી કરવાની લાલસા જન્મી, ત્યાં વસ્તુ મળે કે ન મળે તો પણ પરિગ્રહ આવી જ ગયો સમજવો.
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પૂજ્ય મુનિવરોની મહત્તા માટે તો કહેવાયું છે :
જિનમાર્ગનું અનુશીલન
न चेन्द्रस्य सुखमस्ति न चापि चक्रवर्तिनः । सुखमस्ति विरक्तस्य मुनेरेकान्तजीविनः ॥
વિરક્તતા મુનિજીવનનો અપૂર્વ આનંદ અને અલૌકિક લ્હાવો છે. ન કોઈની પરવા, ન કશાની લાલચ. આજે જે કાંઈ ચાલી રહ્યું છે તેથી એને ઝાંખપ લાગી રહી છે, અને એ ઝાંખપનું પ્રધાન કા૨ણ અત્યારે વધતો જતો પરિગ્રહપ્રેમ છે.
સાધુજીવન અને સમાજજીવન એ બંનેના કલ્યાણ ખાતર, આ વધતા જતા પરિગ્રહપ્રેમને નાથવાનો પ્રયત્ન હાથ ધરવાની ખાસ જરૂર છે.
(તા. ૬-૧-૧૯૫૧)
(૩૦) કર લે સિંગાર... *
સ્થાનકવાસી સમાજમાં પ્રચલિત થતી જતી ધર્મક્રિયાઓની ઉછામણી બોલવાની પ્રથાની સામે શ્રીયુત કુંદનમલજી ફિરોદિયાજીએ જે લાલબત્તી ધરી છે, એ અંગે અમે ગયા અંકમાં નોંધ લખીને સ્થાનકવાસી સમાજની જેમ આપણે માટે પણ એ બાબતનો વિચા૨ ક૨વાની ઊભી થયેલી જરૂર તરફ આંગળી ચીંધી હતી.
વારે-તહેવારે, એક યા બીજા નિમિત્તે, ધાર્મિક કે એવા જ કોઈ કાર્ય પ્રસંગે, આપણી સંપત્તિનું પ્રદર્શન કરવાની જૈનસંઘમાં જે ટેવ વધતી જાય છે, એનો એક સાવ વિલક્ષણ ગણી શકાય એવો દાખલો તેરાપંથી સમાજમાં ચારેક મહિના પહેલાં બન્યો છે, એ ત૨ફ તેરાપંથી ભાઈઓનું તેમ જ બધા ય જૈન ફિરકાઓનું ધ્યાન દો૨વા માટે આ લખવું અમને જરૂરી લાગ્યું છે; તેથી ઘણે મોડેમોડે પણ અમે આ લખીએ છીએ. (આ નોંધ અમે તા. ૨૬-૨-૧૯૬૦ના ‘ભૂદાન-યજ્ઞ'ના અંકમાંની ‘સિદ્ઘાંતોના રાવ[R' શીર્ષકની શ્રી જમનાલાલજી જૈનની નોંધના આધારે લખી છે.)
તેરાપંથ જૈન સંપ્રદાયના એક મુનિ શ્રી મગનલાલજી મહારાજ તા. ૧૯-૧૧૯૬૦ના રોજ રાજસ્થાનમાં સ૨દા૨શહેરમાં કાળધર્મ પામ્યા. એમની સ્મશાનયાત્રાનું વર્ણન કરતાં તેરાપંથી સમાજના મુખપત્ર જૈનભારતી'માં કહેવામાં આવ્યું છે
* લેખકશ્રી કબીરનું જે ભજન સવારની નિત્ય પ્રાર્થનામાં ભાવથી ગાતા, તેની પ્રથમ પંક્તિનો અંશ, મૂળ શીર્ષકને બદલે મૂક્યો છે – માનવચેતનાના ઉત્તરધ્રુવ-દક્ષિણધ્રુવ વ્યંજિત કરવા. (– સં.)
-
Page #190
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૦
૧૬૭
૧૯મી જાન્યુઆરીએ મહામના શ્રી મગનમુનિજીનું દેહાવસાન થયું. એમના શબની શોભાયાત્રામાં હજારો લોકો આવ્યા હતા. પાલખી ૪૧ કળશની બનાવી હતી. એમાં ચાંદીના ૪૧ કળશ ચડાવવામાં આવ્યા હતા અને ચાંદીની કલગીઓ પણ ૪૧ લગાવી હતી. ધજાઓ વગેરેથી પાલખીને ખૂબ શણગારી હતી. શરીર ઉપર સફેદ જરિયાની ચાદર, સોનાની મુહપત્તી, ગળામાં સોનાની માળા અને કપાળમાં સુંદર માંડલું શોભી રહ્યું હતું. પાંત્રીસસો રૂપિયાની ઉછામણી બોલાવવામાં આવી હતી. સ્મશાનભૂમિ સુધી રૂપિયા ઉછાળવામાં આવ્યા હતા. સરદારશહેરના ઇતિહાસમાં આવી જાતનું મહાપ્રયાણ પહેલ-વહેલું જ જોવા મળ્યું. આખી ચિતા ટોપરાં, ઘી અને ચંદનની બનેલી હતી. આ બધા ખર્ચને માટે ત્રીસ હજારથી વધારે રૂપિયા ભેગા થયા છે.”
આ સામાચાર ઉપર શ્રી જમનાલાલજી જેને જે નોંધ લખી છે, તે તેમના જ શબ્દોમાં વાંચીએ :
શું તુલસીજી એ નથી જાણતા કે અત્યારે આપણો દેશ કેવી મુશ્કેલ સમસ્યાઓ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે? શું તેઓ નથી જાણતા કે અત્યારનો માનવધર્મ શું છે? જે મુનિએ કનકને કીચડ જેવું લેખીને અપરિગ્રહનું વ્રત સ્વીકાર્યું હતું, એમના શબને સોનાની મુહપત્તી અને કંઠીથી શણગારવું કયાં સુધી ઉચિત છે .. આ શબ- શૃંગાર સંબંધી અમે શું લખીએ? આ ઉપર ટાંકેલ “જેન-ભારતીમાં પ્રગટ થયેલ) વર્ણન પોતે જ એક જીવતી-જાગતી ટીકારૂપ છે. શબનો આ શણગાર અપરિગ્રહ અને ત્યાગના આદર્શો અને સિદ્ધાંતોની હત્યા જ છે ! આવી ઘટના દેશને માટે દુઃખદાયક છે. અમે આચાર્ય શ્રી તુલસીજીને વિનયપૂર્વક કહેવા ઇચ્છીએ છીએ કે ઓછામાં ઓછું તેઓ પોતાના કાર્યક્ષેત્ર ઉપર એવું કલંક ન લાગવા દે કે જેને સાફ કરવામાં એમનું આખું જીવન પણ ઓછું પડે !”
શ્રી જમનાલાલજીએ માર્મિક શબ્દોમાં પોતાની વેદના પ્રગટ કરી છે, અને જો આપણી ગુણગ્રાહક દષ્ટિ કંઠિત થઈ ન હોય, તો એની આપણે જરૂર આભાર સાથે કદર કરવી જોઈએ. પણ અત્યારે જે રીતે સાંપ્રદાયિક વ્યામોહ અને કદાગ્રહ સૌને વળગ્યો છે, તે જોતાં આવી આશા રાખવી નકામી લાગે છે.
એક મુનિવરના શબના મુખે સોનાની મુહપતી, એ ઘટના ખરેખર સાવ નવી, વિચિત્ર અને શોચનીય છે. પણ આ કંઈ માત્ર તેરાપંથી સમાજને ઉદ્દેશીને જ અમે નથી લખતા. ઇતર જૈન સમાજોમાં પણ સંપત્તિનું જે કંઈ પણ આવું વિવેકહીન પ્રદર્શન થતું હોય, તે બધાએ આમાંથી બોધપાઠ લેવો જોઈએ એમ અમને લાગે છે.
છેવટે અત્યારના પલટાતા રાજકારણમાં જૈન-સમાજના ભલાની વ્યાવહારિક દૃષ્ટિએ પણ જેનોની સંપત્તિનું આવું બેહૂદું પ્રદર્શન ન થાય એ ઈચ્છવા જેવું અમને
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૮
જિનમાર્ગનું અનુશીલન લાગ્યું છે. નહીં તો અંદરથી ગરીબ બનતો જતો સમાજ બહારથી શ્રીમંત લેખાઈ શકે; અને મૂઠીભર શ્રીમંતોની આવી શ્રીમંતાઈના ગુરુવર્ગ-પ્રેરિત પ્રદર્શનના ભોગ સામાન્ય જનસમૂહને બનવું પડશે.
(તા. ૨૮-૫-૧૯૬૦)
(૩૧) સંઘની અરાજકતાનું તળિયું કયાં? વ્યક્તિની દષ્ટિ જ્યારે સમૂહ ઉપરથી ખસીને પોતાની જાત ઉપર કેન્દ્રિત થાય છે, ત્યારે સમષ્ટિના હિતના જોખમે વ્યક્તિ પોતાનો સ્વાર્થ સાધવામાં લાગી જાય છે. અને જ્યારે સમાજ આવી વ્યક્તિઓને શિક્ષા કરવાને બદલે એને મૂગે મોઢે નભાવી લેવા જેટલો કમ-તાકાત બને છે, ત્યારે વ્યક્તિ અને સમાજ બંનેની અધોગતિ થાય છે. સમાજમાં માથાભારે તત્ત્વોની બોલબોલા થવા લાગે છે, અને સામાન્ય માનવીના નસીબમાં કેવળ પરેશાન થવાનું જ લખાઈ જાય છે. છેલ્લા દોઢ-બે દાયકા દરમિયાનનું આપણા દેશનું રાજકારણ આ વાતની સાક્ષી પૂરે છે. પણ અમારે તો અહીં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને અનુલક્ષીને કહેવું છે. આનું નિમિત્ત છે બે સાધુવેશધારીઓનું પતન.
આક્ષેપ કરવાનો દોષ વહોરીને પણ કહેવું જોઈએ કે આપણા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં જેમજેમ આચાર્યોની સંખ્યા વધતી ગઈ છે, તેમતેમ શ્રમણ-સમુદાયની અનુશાસનની શક્તિ તેમ જ સચ્ચરિત્રશીલતા ઘટતી રહી છે; અને આજે તો સંઘની સ્થિતિ નિર્ણાયક ટોળા જેવી બની ગઈ છે. આ કમનસીબ સ્થિતિનાં જેવાં આવવાં જોઈએ એવાં જ બે પ્રકારનાં માઠાં પરિણામ આવ્યાં છે. એક તો સંઘની સત્તા અને શક્તિને ભરખી જતી આવી કેવળ અનિષ્ટરૂપ જ નહીં, પણ ધર્મ અને સંઘવ્યવસ્થાના મૂળમાં કુઠારાઘાત કરતી ઘટનાઓ પ્રત્યે પણ આપણે દુર્લક્ષ કરવા ટેવાઈ જઈએ છીએ, અને બીજું: જો કોઈ વ્યક્તિ કે સંઘ આવી સ્વેચ્છાચારી અને પતિત વ્યક્તિ સામે સખ્ત પગલાં ભરવાની હિંમત દાખવીને ધર્મની પવિત્રતાને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે, તો એ જ વખતે બીજી કેટલીક વ્યક્તિઓ એવી પતિત સાબિત થયેલી વ્યક્તિને પણ પવિત્ર વ્યક્તિ તરીકે આવકાર આપવાનું પાપ આચરવા તૈયાર થાય છે – જે સંઘ અને ધર્મના હીરને અને તેજને નામશેષ કરી નાખે છે.
આમ જુઓ તો આપણે ત્યાં ગામેગામ સંઘો છે, ધર્મના રખેવાળ એવા ધર્માચાર્યો, ધર્મગુરુઓ અને સાધ્વીસમુદાયની સંખ્યા પણ કંઈ ઓછી નથી. વ્રત, તપ અને
Page #192
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૧
૧૬૯
ધર્મોત્સવો પણ પુષ્કળ થતાં રહે છે. આ બધું જ છે; અને છતાં પાપાચારીઓને શિક્ષા કરીને એમને સીધા રહેવાની કે ધર્મનો અંચળો તજી દેવાની ફરજ પાડીને ધર્મની શુદ્ધિને ટકાવી રાખે એવી શક્તિશાળી સંઘવ્યવસ્થા નથી. બીજાનું અનુશાસન કરવાની વાત તો દૂર રહી, અરે, શાસનના શિરતાજ ગણાતા મોટામોટા આચાર્યો સુધ્ધાં પોતાના અંતેવાસીઓને પણ એમના ચારિત્રદોષોને અનુરૂપ દંડ આપવાની હિંમત અને તાકાત ભાગ્યે જ દાખવી શકે છે ! સ્થિતિ તો એવી અવળી બની ગઈ છે, કે મોટા ભાગના ગુરુઓ પોતાના શિષ્યો આગળ પરવશ થઈ ગયા છે; દોષોને માટે એમને દાખલારૂપ શિક્ષા કરવાને બદલે, એમના દોષોને છાવરવાનો પ્રયત્ન કરવો પડે છે !
જ્યાં માથાભારે બની બેઠેલા સ્વેચ્છાચારીઓને આવો છુટ્ટો દોર મળી જતો હોય, ત્યાં નિર્મળ સંયમ દુર્લભ બને અને શિથિલાચારને ઉકરડાની જેમ વિકસવાનો માર્ગ મળે એમાં શી નવાઈ ?
પાલેજમાં જેઓને માથે ચારિત્રભંગનો આરોપ આવ્યો છે અને જેઓએ સ્વાર્થપરાયણતા, સુખશીલતા અને કામ-વાસનાનો લપસણો માર્ગ અપનાવીને સાધુવેશનો અનિચ્છનીય ઉપયોગ કર્યો છે, એ બે સાધુવેશધારી વ્યક્તિઓને ઉદ્દેશીને કંઈ કહેવું લખવું એ કેવળ છાર ઉપર લીંપણ જેવું છે. ધર્મનો માર્ગ એ મુખ્યત્વે આત્મનિયમનનો માર્ગ છે. એ માર્ગની લક્ષ્મણરેખા શાસ્ત્રકારોએ તો બહુ જ સ્પષ્ટ રીતે દોરી આપેલી હોવા છતાં, એ એવી તો સૂક્ષ્મ છે, કે માનવી જરાક આત્મસંયમ ચૂક્યો કે એ લક્ષ્મણરેખાને લુપ્ત થતાં વાર લાગતી નથી. વ્યક્તિ રહે તો આપથી, અને જાય તો સગા બાપથી’ એવી જ ધર્મમર્યાદાના પાલનની વાત છે,
આવા શિથિલાચારના કિસ્સાઓ જોઈને આપણને દુઃખ કે ખેદ થાય, અથવા રોષ આવે એ સ્વાભાવિક છે. પણ ખરો ખેદ કે રોષ તો આવી આચારહીનતાને નભાવી લે અને એની ઉપેક્ષા કરે એવી આપણી સંઘવ્યવસ્થા અંગે કરવા જેવો છે.
છાપામાં આવેલા અહેવાલ પ્રમાણે, પાલેજના કેટલાક ભાઈઓએ આવી શિથિલાચારી વ્યક્તિઓ સાધુજીવનના પવિત્ર વેશનો દુરુપયોગ ન કરે અને બીજા ગામના સંઘો એમનાથી છેતરાતા બચે એ માટે એમનો વેશ ઉતારી લેવા જેવી હિંમત દાખવી; તો જાણે એમના આ હિંમતભર્યા પગલાનો છેદ ઉડાડી દેવા એ વ્યક્તિઓના સૂરતના કોઈ ભક્ત એમને સાધુવેશનું દાન કરવાની ઉદારતા દાખવી !.આ ભક્ત સંઘવ્યવસ્થા ઉપર એક પ્રકારનો ફટકો મારવા જેવું જ કામ કર્યું છે.
પાલેજનો આ કિસ્સો તો આવા અનેક કિસ્સાઓમાંનો એક છે; નવી-નવાઈનો કિસ્સો નથી. આપણો શ્રમણ સમુદાય પણ આવી ઘટનાઓ અંગે આઘાત અનુભવવાને
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૦
જિનમાર્ગનું અનુશીલન બદલે આવું તો ચાલ્યા કરે એ રીતે મન વાળીને નિષ્ક્રિય બેસી રહેવા ટેવાતો જાય છે. શાસનના ભાવિ માટે વિશેષ ચિંતા ઉપજાવે એવી આ બીના છે.
દોષને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, અથવા એને ઢાંકવાનો પ્રયત્ન કરીએ, તો પણ, જ્યાં સુધી એને આપણે નાબૂદ ન કરીએ, ત્યાં સુધી એના દુષ્પરિણામથી તો આપણે બચી શકતા નથી જ – ભલે પછી એ પરિણામ તત્કાળ આવે કે કાળાંતરે.
પાલેજનો કિસ્સો એ સંઘમાં વધુ ને વધુ વ્યાપી રહેલ આચાર-હીનતાના રોગનું નિદાન કરવામાં ઉપયોગી થાય એવો એક વધારાનો પ્રસંગ છે; બાકી, નિદાન તો ક્યારનું થઈ ગયું છે. હવે તો એ નિદાનને અનુરૂપ કારગત જલદ ઉપચારની જ જરૂર છે.
(તા. ૨૦-૧-૧૯૬૮)
(૩૨) ધ્વનિવર્ધક યંત્રના ઉપયોગનો સવાલ
વિજ્ઞાન નવાં-નવાં સાધનો બનાવતું રહે છે. એમાં કેટલાંક સુખ-ભોગ-વિલાસને પોષનારાં હોય છે, તો કેટલાંક જનસમૂહને માટે ઉપયોગી પણ હોય છે. રેલગાડી, મોટર, વિમાન, તાર, ટેલિફોન વગેરે સાધન શરૂ-શરૂમાં કદાચ વૈભવનાં સાધનો ગણાયાં હોય, પણ સમય જતાં એ ઉપયોગી તેમ જ જીવનની જરૂરિયાતરૂપ બની ગયાં છે. ધ્વનિવર્ધક યંત્ર (લાઉડસ્પીકર) પણ હવે આવું જ ઉપયોગી અને અનિવાર્ય સાધન બની ગયું છે. ત્યારે સવાલ એ રહે છે, કે જ્યાં હજારોની વિશાળ મેદની ભેગી થઈ હોય, ત્યાં સાધુ-સાધ્વીજીઓએ ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવો કે નહીં? મોટા સમારોહમાં સાધુ-સાધ્વીજીઓ લાઉડસ્પીકરનો ઉપયોગ કરે તો એમની વાણીનો લાભ કેટલી બધી વ્યક્તિઓ કેવી સારી રીતે લઈ શકે !
મુંબઈના બાર સગૃહસ્થોએ પોતાની સહીથી મુંબઈના ઉપાશ્રયોના વહીવટદારોને જ્યાં-જ્યાં જરૂર હોય અને ખાસ કરીને જે વખતે જરૂર પડે, તે જ વખતે તેનો (ધ્વનિવર્ધક યંત્રનો) ઉપયોગ કરવાની તેમ જ શ્રમણસંઘને એમાં ‘વિરોધ યા વિક્ષેપ ન કરવાની જે વિનંતી વ્યવસ્થિત રીતે તેમ જ વિનમ્ર, સમજૂતીભરી ભાષામાં કરી છે, તે ચતુર્વિધ સંઘ સમક્ષ રજૂ થયેલો સાવ અભિનવ વિચાર છે. અત્યારે ભલે એ વિચાર મુંબઈમાં ચાતુર્માસ રહેલ આચાર્યાદિ સાધુસમુદાય તેમ જ શ્રાવકસંઘને અનુલક્ષીને રજૂ થયો હોય, પણ છેવટે તો એ આખા દેશના સમગ્ર ચતુર્વિધ સંઘને સ્પર્શતો વિચાર છે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ.
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૧
'બ * ૩૨
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૨
આખા દેશમાં તેમ જ જૈનસંઘના ગૃહસ્થવર્ગમાં શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સમારંભોમાં પણ આ યંત્રનો ઠેર-ઠેર ખૂબ વ્યાપક રીતે ઉપયોગ થવા લાગ્યો છે, એટલું જ નહીં, વિશાળ જન-સમુદાય એકત્ર થાય ત્યાં એ અનિવાર્ય પણ બની ગયેલ છે. આમ છતાં, ખાસ જરૂર ઊભી થઈ હોય તેવા વખતે આપણો શ્રમણસમુદાય પણ ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરે એવી વિનંતિ કે એવો વિચાર એક રીતે હજુ ક્રાંતિકારી જ છે. સાધુ-સમુદાયના ઘણા મોટા વર્ગની મનોવૃત્તિ ચાલુ ચીલે ચાલવાની જ હોય છે, એટલે આવો કોઈ પણ વિચાર પ્રથમ દર્શને આવકાર પામવાને બદલે પ્રતિકૂળ પ્રત્યાઘાતો જન્માવે એ સાવ સ્વાભાવિક છે. પણ તેથી આ નવો વિચાર રજૂ કરનાર સદ્દગૃહસ્થોએ નિરાશ થવાની મુદ્દલ જરૂર નથી. વળી કોઈ પણ રૂઢ થઈ ગયેલી જૂની પરંપરામાં પરિવર્તન કરવાનું – તેમાં ય જે બાબતો ધર્મરૂપ લેખાતી હોય એમાં પરિવર્તન કરવાનું – કામ રાતોરાત પતી જાય એવી અપેક્ષા પણ રાખી શકાય નહીં. એ માટેની આવશયક ભૂમિકા તૈયાર કરવા માટે ખરેખરું કામ તો એ માટેના વિચારો લાગતાવળગતા લોકસમૂહ પાસે રજૂ કરવા માટે અને એનો બની શકે તેટલો પ્રચાર કરવાનું છે. એક રીતે આ મહાનુભાવોએ પોતાના વિચારો વ્યવસ્થિત રીતે રજૂ કરીને તેમને જાણે જન્મ આપ્યો' એમ કહી શકાય. એટલે એમનું આ કાર્ય પ્રશંસાને પાત્ર જ લેખી શકાય. જો વિચારો જ રજૂ ન થાય તો પછી અમલ કે આચરણની તો વાત જ ક્યાં રહી?
સ્વ. આચાર્ય વિજયવલ્લભસૂરિજીમાં તો સમયની હાકલને સાંભળવાની અને યુગની માંગને સમજી જવાની વિશિષ્ટ અને વિરલ શક્તિ હતી. એક વિચાર કે એક પરિવર્તન સ્વીકારવા યોગ્ય જણાય કે તરત જ, બીજા કોઈની શેહ-શરમ રાખ્યા વગર, એનો અમલ કરવાની એમનામાં અજબ હિંમત હતી. આવી વિશિષ્ટ દૃષ્ટિ અને શક્તિને લીધે જ, જ્યારે એમણે જોયું કે ધર્મપ્રચાર અને લોકકલ્યાણની દૃષ્ટિએ ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવો લાભકારક અને જરૂરી છે, ત્યારે કશી ય ગડમથલ કે વિવાદમાં પડ્યા વગર એમણે સીધેસીધો એનો ઉપયોગ કરી બતાવ્યો; અને એમ કરીને જેઓ આ બાબતમાં દુવિધામાં હતા, અથવા જેમનું મન ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવા તરફ સહેજ પણ ઢળતું હતું એમને માટે માર્ગ મોકળો કરી દીધો.
પણ જ્યાં સાંપ્રદાયિક કટ્ટરતા, જુનવાણીપણું અને રૂઢિચુસ્તપણું પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠું હોય, અને મોટા ભાગનું માનસ ગાડરિયા પ્રવાહને જ અનુસરવા માગતું હોય, ત્યાં આવી ક્રાંતિકારી વૃત્તિનો અભાવ દેખાય, તો તેથી આશ્ચર્ય પામવાની કે નિરાશ થવાની જરૂર નથી. દેખીતું નુકસાન ગમે તેટલું કળાતું હોય, છતાં અણદેખીતા લાભની કલ્પનામાં રાચીને રૂઢિચુસ્તતાને જાળવવી એ જુનવાણી માનસની તાસીર છે.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૨
જિનમાર્ગનું અનુશીલન
ભૂતકાળમાં પણ નવા વિચારે કે આચરણે શરૂશરૂમાં – અને તે પણ ઠીક-ઠીક લાંબા સમય સુધી – પ્રતિકૂળ પ્રત્યાઘાતો જન્માવ્યાના અનેક દાખલાઓ ઇતિહાસને પાને નોંધાયેલા છે. અત્યારના આ પ્રશ્નને સમજવા માટે દૂરના અને નજીકના ભૂતકાળના એવા થોડાક દાખલાઓ જોઈશું તો આપણને સમજાશે કે આમાં શરૂઆતમાં તો આમ જ બને : (૧) વિક્રમ રાજાના સમયમાં થયેલ આપણા મહાન જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકરે અર્ધમાગધી પ્રાકૃતમાં રચવામાં આવેલ જે નમસ્કાર-મંત્ર-સૂત્રનાં પાંચ પદો દ્વારા પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા હતા, તે પાંચ પદોને બદલે એક જ લાંબા પદ દ્વારા નમસ્કાર કરવા માટે સંસ્કૃત ભાષામાં નવા સૂત્રની રચના કરી, તો એમની સામે એવો જબરો વિરોધ ઊઠ્યો કે એવા સમર્થ આચાર્યને પણ રૂઢિચુસ્તતાએ પારાચિક (કઠિનતમ પ્રાયશ્ચિત્ત) જેવું પ્રાયશ્ચિત્ત આપ્યું! પણ પછી સમય જતાં એ જ પદનો દૈનંદિન ધર્મક્રિયામાં સ્વીકાર કરાયો ! એટલું જ નહીં, અનેક તાત્ત્વિક વિષયો પણ સંસ્કૃત ભાષામાં જ રચાવા લાગ્યા, તેમ જ સંસ્કૃતના અધ્યયન-અધ્યાપનમાં પણ ત્યાર પછી ઘણો વેગ આવ્યો ! (૨) એ જ રીતે જ્યારે મહાન આચાર્ય અભયદેવસૂરિજીએ અંગસૂત્રો ઉપર સંસ્કૃત ટીકાઓ રચવાનો પ્રારંભ કર્યો, ત્યારે એમને નિંદવામાં આપણે મણા નહોતી રાખી, અને એમને કુષ્ઠ-રોગ થયો તો “તે આગમોની ટીકાઓ રચ્યાના પાપનું ફળ મળ્યું” એટલે સુધી આપણે કહ્યું ! પણ ત્યાર પછી તો એ ટીકાઓ જ આગમશાસ્ત્રોના ઉકેલને માટે આપણા માટે ચાવીરૂપ બની ગઈ – અરે, એટલે સુધી, કે ટીકાઓ વગર આગમોના અર્થ સમજવા જ મુશ્કેલ બની ગયા ! આ પછી તો સંસ્કૃત તરફના અધ્યયન-અધ્યાપનની આપણી રૂચિ એટલી તો આગળ વધી, કે મૂળ પ્રાકૃત-અર્ધમાગધી કરતાં સંસ્કૃતનું પરિશીલન વધારે પ્રમાણમાં થવા લાગ્યું ! આજે પણ આપણા સાધુસમુદાયોના અધ્યયનનું અવલોકન કરીશું તો જણાયા વગર નહીં રહે કે સંસ્કૃતના જાણકારોના પ્રમાણમાં પ્રાકૃતના જાણકારો ઓછા જ નીકળવાના. આજે આપણે બધા અભયદેવસૂરિજીનું નવાંગીવૃત્તિકાર' તરીકે ભારે ગૌરવપૂર્વક નામ લઈએ છીએ; પણ એ પ્રક્રિયાને કેટલાં બધાં વર્ષો લાગ્યો ! અભયદેવસૂરિજીને તો પોતાના જીવનકાળમાં કેવળ લોકનિંદાના અને તિરસ્કારના કડવા ઘૂંટડા જ ગળે ઉતારવા પડ્યા હતા !
નવા વિચાર કે ક્રાંતિકારી પ્રવૃત્તિ સામે જુનવાણી માનસ કેવું પ્રતિકૂળ કે પ્રત્યાઘાતી વલણ ધારણ કરે છે, એના આ બે ભૂતકાળનાં સૂચક દાખલાઓ છે. નજીકના ભૂતકાળનો વિચાર કરીએ તો (૩) આનંદઘનજીની આત્મમયતા અને મસ્તીનું મૂલ્યાંકન કરવાને બદલે જડ ક્રિયાકાંડમાં મૂળ તત્ત્વને ભૂલી જનારા કેટલા બધા રૂઢિચુસ્તો એમની મહત્તાને ઉવેખનારા નીકળ્યા હતા! (૪) તેથી ય નજીકના
Page #196
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૨
૧૭૩
ભૂતકાળમાં – જેને આપણે આપણી સામે વહી ગયેલો વર્તમાનકાળ જ કહી શકીએ એ અરસામાં – આપણા મહાન સમર્થ આચાર્ય આત્મારામજી મહારાજે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને છેક તે કાળે અમેરિકા જેટલે દૂર ચિકાગોની સર્વધર્મ પરિષદમાં, જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા, એ મહાન કાર્યની મુક્ત મને પ્રશંસા કરનારા કેટલા નીકળ્યા ? અને આજે પણ એ કાર્યની મહત્તા અને ઉપયોગિતા સમજીને એનું અનુકરણ કરનારા કોણ છે? (૫) ઉપાશ્રયોની ચાર દીવાલો વચ્ચે, ચંદરવા-પૂઠિયા નીચે બેસીને, પોતાના અનુયાયીઓ જેવા સહધર્મીઓ આગળ વ્યાખ્યાન આપવાને બદલે નગરનાં જાહેર સ્થાનોમાં ખડા રહીને સામાન્ય જનસમૂહ અને વિદ્વાનો સમાન રીતે સમજી શકે એ રીતે જૈનધર્મ-સંબંધી જાહેર વ્યાખ્યાનો આપવાની શરૂઆત સદ્ગત યુગપારખુ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીએ કરી, ત્યારે એમને માથે શી-શી વીતી હતી? અત્યારે તો આવાં જાહેર વ્યાખ્યાનો રોજની પ્રવૃત્તિ જેવાં બની ગયાં છે. (૬) એ જ આચાર્યે ૨૫-૫૦ વર્ષ પછી જૈનસંઘ અને સમાજને સાધારણ-ખાતાનો પ્રશ્ન કેટલો સતાવવાનો છે એ અગાઉથી પારખી જઈને દેવદ્રવ્યની વાત છેડી તો એમને માથે કેટલી પસ્તાળો પડી હતી ! આઠેક વર્ષ પહેલાં મુંબઈનાં રૂઢિચુસ્ત ગણી શકાય એવા ઉપાશ્રયના વહીવટકર્તાઓ અને બીજા આગેવાનોએ પણ બોલી બોલવાના દર ઉપર સાધારણ-ખાતાનો અમુક ટકા (અમારી યાદ પ્રમાણે ૨૫ ટકા) સરચાર્જ નાખવાની વાત ઉચ્ચારી એ શું સૂચવે છે? અને છતાં એ મહાન આચાર્યની દીર્ધદષ્ટિનો લાભ લેવાનું હજી પણ આપણને નથી સૂઝતું! (૭) અને હજી ગઈ કાલની જ વાત તપાસીએ, તો આપણા વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ તેમ જ ઈતિહાસના ઊંડા અભ્યાસી પં. શ્રી કલ્યાણવિજયજી ગણીએ જિનપૂજાની જૂની અને મૂળ પદ્ધતિનો ખ્યાલ આપવા પ્રયત્ન કર્યો તો આપણે જૈનસંઘના રત્નસમાન એવા એ જ્ઞાની પુરુષને પણ પાપના ઉદય વાળા કહેતાં પણ ન અચકાયા !
આવા બીજા પણ અનેક દાખલાઓ આપી શકાય; પણ અહીં આટલા પૂરતા ગણાય. આવા દાખલાઓનો માનસશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરીએ તો એમ લાગે છે કે સામાન્ય જનસમૂહનું અને ખાસ કરીને જુનવાણીપણામાં સવિશેષ આસ્થા ધરાવતા વર્ગનું માનસ કંઈક ટાઇફોઈડ તાવમાં સપડાયેલ દર્દીના પેટ જેવું આળું બની ગયું હોય છે; એમાં તો સ્વસ્થતા, ધીરજ અને દઢ આત્મવિશ્વાસથી કામ લેવું જોઈએ.
આ દષ્ટિએ વિચારતાં તો ધ્વનિવર્ધક યંત્રનો સાધુસંઘ ઉપયોગ કરે એ નવા વિચારની સામે જે જુદા વિચારો અથવા જે વિરોધ અત્યાર સુધીમાં વ્યક્ત થયા છે, તે બહુ સૌમ્ય તેમ જ સંસ્કારી ભાષામાં વ્યક્ત થયા છે એમ કહેવું જોઈએ. આ બીનાને પણ કદાચ સમયની અસર તરીકે ઓળખાવી શકાય.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૪
જિનમાર્ગનું અનુશીલના હવે ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવાથી સાધુજીવનમાં શિથિલતા આવવાનો ભય ખરો કે કેમ એ દષ્ટિએ આ સવાલનો વિચાર કરીએ:
ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવા જતાં સાધુ-જીવનમાં પાળવાના સૂક્ષ્મ અહિંસાવ્રતમાં તેજસ્કાય અને વાયુકાયની વિરાધનાનો દોષ લાગી જતો હોય, તો તે તથ્ય નકારી શકાય તેમ નથી. પણ આજે સાધુજીવનમાં એક યા બીજા બહાને મહત્ત્વની બાબતોમાં જે શિથિલતા સારા પ્રમાણમાં પ્રવેશી ગઈ છે અને હજુ પણ પ્રવેશી રહી છે, તે જોતાં, જો લોકોપકારની દૃષ્ટિએ વિશેષ લાભકારક માલુમ પડે તો આ યંત્રનો ઉપયોગ કરવા જેટલો અપવાદ સરવાળે તો લાભકારક જ લાગે છે,
અત્યારના સાધુજીવનની પ્રક્રિયાનું તટસ્થ અને સત્યશોધક દૃષ્ટિએ અવલોકન કરીએ તો એમ કોઈ ભાગ્યે જ કહી શકશે કે અત્યારનાં ખાન-પાન, વસ્ત્ર-પાત્ર, મળમૂત્ર-વિસર્જન, પોથી-પુસ્તક-પરિગ્રહ અને વાસ-રહેઠાણ પહેલાંના મૂળ અને કઠોર નિયમોની સાથે સુસંગત કહી શકાય એવાં છે.
દવાના ઉપયોગે તો શિથિલતામાં હદ કરી છે, તે એટલે સુધી કે ક્યારેક તો અમુક દવા વનસ્પતિમાંથી બનાવેલી છે કે પ્રાણી હિંસાથી એનો વિવેક પણ વીસરાઈ ગયો છે, અને નવામાં નવી અને મોંઘામાં મોંઘી દવાના ઉપયોગની લોલુપતા વધી ગઈ છે. નિયમિત અને સંયમિત જીવન, વેદનીય કર્મ અને આયુષ્યકર્મના સ્વીકારનો જાણે જીવનમાં કોઈ ઉપયોગ જ લાગતો નથી !
વળી અનેક સાધુ-મહારાજો પોતપોતાનાં કહી શકાય એવાં સ્વતંત્ર પત્રો પણ ચલાવે છે. છાપકામ માટે જે યંત્રો ચાલે તેમાં તો કેટલી બધી હિંસા થાય? છતાં જેઓ વર્તમાનપત્રની આટલી શક્તિને પિછાણીને આટલો અપવાદ સેવવા તૈયાર થાય એમને એક રીતે સમયના જાણકાર જ કહેવા જોઈએ ને ?
- આ રીતે પોતાનાં સુખ-સગવડ ખાતર, પોતાના પરિગ્રહ કે મમતની ખાતર કે પોતાની સંકુચિત સમજણને કારણે જે શિથિલતાઓ સેવવામાં આવે છે, તેની સરખામણીમાં ધર્મોપદેશ માટે ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવાની શિથિલતા, ખરેખર, સાવ ઓછી અને ક્ષમાપાત્ર જ લાગે એવી છે.
અલબત્ત, આજે અમુક અનિવાર્ય સ્થિતિમાં આ યંત્રનો ઉપયોગ કરવાની રજા આપવા જતાં, એનો જરૂર વગર પણ ઉપયોગ થઈ જવાની શકયતા ખરી; એ દુરુપયોગને તો યોગ્ય નિયમો દ્વારા નાથવાનો પ્રયત્ન જરૂર કરી શકાય.
અમે પોતે પણ માનીએ છીએ કે જ્યાં સુધી ચાલતું હોય ત્યાં સુધી ઉત્સર્ગમાર્ગને મૂકીને અપવાદરૂપ લાગતા માર્ગનું સેવન ન કરવું. પરંતુ ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કરવાની આ બાર ગૃહસ્થોએ જે વિનંતી કરી છે તે કેવળ ધર્મોપદેશ દ્વારા
Page #198
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૨
૧૭૫
લોકોપકાર કરવાની નિર્ભેળ શુભદષ્ટિથી જ કરી છે, અને તેથી અમે એમની એ માગણીનું સમર્થન કરીએ છીએ.
વિજ્ઞાન દ્વારા કે બીજી રીતે જે ઉપયોગી સાધનો તૈયાર થાય, એનો ઉપયોગ આપણે ધર્મના કામમાં પણ અમુક અંશે કરતા જ રહ્યા છીએ. એમાં દૃષ્ટિ પોતાના અંગત સુખ-સગવડની નહીં, પણ ધર્મપ્રચાર અને લોકકલ્યાણની હોવી જોઈએ.
સ્થાનકવાસી સંઘનાં સાધુ-સાધ્વીઓને અનુલક્ષીને આ બાબતમાં જૈનપ્રકાશ સાપ્તાહિકના તંત્રી શ્રીયુત એમ. જે. દેસાઈએ, તા. ૧પ-૧૨-૧૯૭૬ના અંકની પ્રાયશ્ચિત્ત કોણે લેવાનું રહે?” એ નામની તંત્રી-નોંધમાં આ વાતની સારી છણાવટ કરી છે, એમાંનો કેટલોક ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ :
મહાસંઘ તરફથી આચારસંહિતા પ્રગટ થઈ છે, તેમાં સ્પષ્ટ દર્શાવવામાં આવેલ છે કે સંઘને જરૂર લાગે ત્યાં લાઉડસ્પીકરનો પ્રબંધ કરી શકશે; પરંતુ કોઈ સાધુ-સાધ્વીને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની ફરજ પાડવી નહિ. આ નિયમ પણ સ્પષ્ટ છે, એટલે તે અંગે વિશેષ કહેવાની જરૂર નથી.
આ તકે આ પ્રશ્રની બીજી બાજુ અંગે પણ થોડું વિચારવાનું રહે છે. આજે પૂ. સાધુ-સાધ્વીજીઓ સામાચારીના પાલનમાં સીધી કે આડકતરી રીતે થોડી-ઘણી છૂટછાટ લઈ રહેલ છે. તો સંઘને જરૂર જણાય ત્યારે શ્રીસંઘ ધ્વનિવર્ધક યંત્રનો પ્રબંધ કરે અને પૂ. સાધુ-સાધ્વીજીઓ ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ સાધુ-સંમેલનના નિયમોની મર્યાદામાં કરે તો તે ઉપયુક્ત છે તેમ કહી શકાય; એટલું જ નહિ, પરંતુ જો તેઓ ઉપર મુજબ છૂટછાટો લેતાં હોય અને માત્ર ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ ન કરતાં હોય, તો તેવું વલણ વિરોધાભાસી લાગ્યા વિના નહિ રહે.
“. જેઓ બીજી બધી રીતે સાધુ-સામાચારીનું સંપૂર્ણપણે અને ચુસ્ત રીતે પાલન કરતાં હોય, તેઓ ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિમાં ન કરે તો તે તેમના ઉચ્ચ ચારિત્રપાલન સાથે સુસંગત છે તેમ કહી શકાય. પરંતુ જેઓ બીજી રીતે છૂટછાટ લેતાં હોય અને માત્ર ધ્વનિવર્ધક યંત્રનો ઉપયોગ ન કરવાની બાબતને કડક ચારિત્ર-પાલનમાં ગણતા હોય તો તેવું વલણ મિથ્યાભિમાનનું પોષક બને છે.
આજની પરિસ્થિતિમાં ધ્વનિવર્ધક યંત્રના ઉપયોગની ચોક્કસ સંયોગો અને પરિસ્થિતિમાં જરૂર છે. એટલે જ સાધુ-સંમેલનમાં તેના ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવેલ છે...”
સ્થાનકમાર્ગી સંઘના શ્રમણસમુદાયની જેમ આપણા શ્રમણસમુદાયે પણ પરંપરાગત આચારસંહિતામાં સમયને અનુરૂપ, તેમ જ બિનજરૂરી, મનસ્વી કે શિથિલાચારની પોષક કહી શકાય એવી પણ છૂટછાટો ઠીકઠીક પ્રમાણમાં લેવા માંડી છે. તો પછી જેમાં લોકોને ધર્મની – પરમાત્માની વાણીનો વિશેષ લાભ આપીને શાસનની પ્રભાવના કરવાનો જ હેતુ રહેલ છે, તે ધ્વનિવર્ધક યંત્રના ઉપયોગની છૂટ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૬
જિનમાર્ગનું અનુશીલન
આપવાની બાબતમાં ગંભીરપણે વિચાર કરવામાં આવે એ અમને જરૂરી લાગે છે. ઇચ્છીએ કે આવી બાબતોનો વિચાર અને નિર્ણય કરી શકે એવી સમર્થ વ્યક્તિ શ્રીસંઘને માર્ગદર્શન આપવા આગળ આવે.
(તા. ૨૪-૯-૧૯૬૦ અને તા. ૮-૧-૧૯૭૭)
(૩૩) શ્રમણસમુદાયની નીહાર-વ્યવસ્થાનો પુનર્વિચાર
ધર્મનો હેતુ અશુદ્ધિને દૂર કરવાનો છે – મુખ્યત્વે ચિત્ત કે આત્માને મલિન કરતી આંતરિક અશુદ્ધિ. આમ છતાં, જ્યારે પણ આવી આંતરિક અશુદ્ધિઓનું નિવારણ કરવા માટે ઘડવામાં આવેલા શીલ-સંયમના પાલન માટેના નિયમો આસપાસ બાહ્ય ગંદગી કે અશુદ્ધિ ઊભી કરીને વાતાવરણને દૂષિત બનાવતા લાગે, ત્યારે સંઘના નાયકો તથા આગેવાનોએ એ બાબતનો વિચાર વિવેક, શાણપણ અને દૂરંદેશીથી કરીને, એનો સમયસ૨ ને સંતોષકારક નિકાલ લાવવા પ્રયત્ન કરવો જોઈએ. એમ કરવામાં આવે તો જ આપણું ધર્માચરણ બીજાઓની અપ્રીતિનું નિમિત્ત બનતું અટકી શકે અને ધર્મશાસનની હાંસી થતી પણ અટકે.
મોટે ભાગે શહેરોમાં સ્થિરતા કરતા મુનિરાજો તથા સાધ્વીજીઓના ઠલ્લામાત્રાના નિકાલનો પ્રશ્ન, સમયના વહેવા સાથે વધારે જટિલ, વધારે અપ્રીતિ જન્માવે એવો અને શાસનની નિંદા કરાવે એવો બનતો જાય છે. ગીચ વસતીમાં બનેલા ઉપાશ્રયોની આસપાસ રહેતા લોકોની સુખાકારીને નુકસાન પહોંચાડી રહેલ, અને, કેટલેક ઠેકાણે તો, ઉપાશ્રયોની નજીકમાં જ આવેલ દેરાસરોની આશાતનાનું પણ મોટું નિમિત્ત બનતા આ પ્રશ્નનો સત્વર વિચાર અને નિકાલ કરવાની ખાસ જરૂર છે. ગામડામાં અને ખાસ કરીને ગામ બહારના વસવાટમાં જ નભી શકે એવી આ પ્રથાને ગીચ વસ્તીવાળાં શહેરોની વચ્ચે પણ ચાલુ રાખીને આપણે આચારપાલનનો કેવો મહિમા સાચવી શકવાના છીએ ? આમ કરીને તો આપણે કેવળ આપણા જુનવાણી, જડ માનસને જ છતું કરીને જનસમૂહના અણગમાના નિમિત્ત બનીએ છીએ.
આ અંગેનો શ્રી ધનરાજ એન. ટોપીવાળાનો એક પત્ર અને તે ઉપર ‘પ્રબુદ્ધજીવન'ના તંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહની નોંધ, તા. ૧-૨-૧૯૭૭ના ‘પ્રબુદ્ધજીવન'માં છપાયાં છે, તે વાંચવા-વિચારવા જેવાં હોવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ. પત્રલેખક લખે છે :
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૩
જૈન સાધુ-સાધ્વીઓ હજી પણ પરંપરાગત ઢબે મળમૂત્ર-વિસર્જન અંગે ફ્લશસંડાસનો ઉપયોગ ન કરતાં ‘ખુલ્લી જગ્યાના ઇલ્લા' માટે આગ્રહ રાખે છે. નાનાં મોટાં શહેરોમાં હવે ઉપાશ્રય નજીક ઝાઝી ખુલ્લી જગ્યા હોતી નથી, અને શ્રમણસમુદાય આ બાબતમાં બાંધછોડ માટે તૈયાર નથી. ટ્રસ્ટીઓ મોટે ભાગે શ્રમણવર્ગને નારાજ કરવા તૈયાર નથી. તેથી શ્રમણવર્ગને ફ્લશ-જાજરૂ કે મુતરડીનો ઉપયોગ કરવા માટે ભારપૂર્વક જણાવતા નથી. ઘણા જૈન યુવાનો ‘ઠલ્લા'ના ઉપયોગ અંગે સૂગ ધરાવે એ સ્વાભાવિક છે; પરંતુ તેઓમાં પણ તેઓને તે વિશે કહેવાની નૈતિક હિંમત નથી.
“મેં તેરાપંથી આચાર્ય પરમ પૂજ્ય તુલસી મહારાજજી તથા પ. પૂ. પદ્મસાગરજી સાથે આ બાબતમાં ચર્ચા કરી હતી. પણ બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે એવી મનોદશા દરેક ફિરકાના જૈન સાધુ-સાધ્વીની છે. મારી જાણ મુજબ પ. પૂ. મુનિશ્રી સંતબાલજી, જે ક્રાંતિકારી જૈન સાધુ છે તે આવા ફ્લશ-શૌચાલયનો ઉપયોગ કરે છે.
“ગીચ વસતિવાળાં શહેરોમાં ‘ઠલ્લા’ આરોગ્યની દૃષ્ટિએ કેટલા હાનિકર્તા છે તે તો આપણને સૌને વિદિત છે. ઇતરેતર જૈન વર્ગને (? જૈનેતર વર્ગને ) તો જૈનધર્મની ટીકા કરવાનું એક અગત્યનું કારણ મળે છે. જમાનો બદલાય, પરિસ્થિતિ બદલાય તો આવી પરંપરાગત પ્રણાલિકાનો ત્યાગ દરેક વર્ગે કરવો જોઈએ એમ મારું નમ્રપણે મંતવ્ય છે. આખરે તમારા અંકનું શરણ લેવાની પ્રબળ ઇચ્છા જાગી છે... ધનરાજ એન, ટોપીવાળા.”
66
નોંધ : આ પત્ર જૈનસમાજને, ખાસ કરી, જૈન સાધુ-સાધ્વીઓને સ્પર્શે છે. આ પ્રશ્નની જાહેર વિચારણા કરવાનો સમય પાકી ગયો છે. સાધુ-સાધ્વીઓ મોટાં શહેરોમાં ચાતુર્માસ કરે છે. ત્યાંના જૈનસંઘોને મૂંઝવતો આ પ્રશ્ન છે, જેનો યોગ્ય નિકાલ લાવવો જ જોઈએ. કવિશ્રી નાનચંદ્રજી મહારાજના જન્મશતાબ્દી-સમારંભ પ્રસંગે પ્રસિદ્ધ જૈન વિદ્વાન શ્રી દલસુખભાઈ માલવણિયાએ પોતાના પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રશ્ન બધા ફિરકાના જૈન સાધુ-સધ્વીઓને સ્પર્શે છે. કેટલાક સાધુ-સાધ્વીઓ સાથે મેં આ અંગે ચર્ચા કરી છે. તેઓ પણ વિમાસણમાં છે. આ રૂઢિને ચુસ્તપણે વળગી રહેવા જતાં સાધુ-સાધ્વીઓને એવો માર્ગ લેવો પડે છે, જેમાં વધારે હિંસા અને ગંદકી થાય છે, સાધુ-સાધ્વીઓના સ્વાસ્થ્યને અવળી અસર પહોંચે છે; ગૃહસ્થીઓનાં મકાનોમાં રહે છે ત્યારે વધારે કફોડી સ્થિતિમાં મુકાય છે. કેટલાંક સાધુ-સાધ્વીઓ ખાનગી રીતે ફ્લશના સંડાસનો ઉપયોગ કરે છે એમ સાંભળ્યું છે. શ્રાવક-શ્રાવિકાઓ પૌષધ કરે અથવા વ્રતમાં હોય ત્યારે આ બાબતમાં સાધુ-સાધ્વીનું અનુકરણ કરે છે. પરિણામે ઉપાશ્રયોમાં મોટી તિથિઓએ વધારે પૌષધ થયા હોય ત્યારે ગંદકી થાય છે.
૧૭૭
“બધા સંપ્રદાયના આચાર્યો અથવા પ્રમુખ સાધુ-સાધ્વીઓ મળી આ પ્રશ્નનો યોગ્ય નિકાલ સત્તર લાવે તે બહુ જરૂરનું છે. બધા ફિરકાના સંઘોના આગેવાનોએ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૮
જિનમાર્ગનું અનુશીલન
પણ મળીને આ બાબતની યોગ્ય વિચારણા કરી, સાધુ-સાધ્વીઓને વિનંતિ કરવી જોઈએ.
ચીમનલાલ ચકુભાઈ” આ પ્રશ્નની વિચારણાની અને એના નિકાલની અનિવાર્યતાનો વિચાર કરીને સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી સાપ્તાહિક ‘જૈનપ્રકાશ'ના તંત્રીશ્રીએ પણ તા. ૧૫-૨-૧૯૭૭ના અંકમાં ‘આજનો પ્રસંગોપાત્ત ચર્ચાતો પ્રશ્ન' એ નામનો અગ્રલેખ લખીને આ પ્રશ્નનો નિકાલ આવી શકે એ રીતે વિચારણા કરવાની પોતાના સંઘને વિનંતી કરી છે.
જો આપણે આ પ્રશ્નની ગંભીરતા અને તાકીદ સમજી શકીએ, તો એનો નિકાલ લાવવાનો પ્રયત્ન હાથ ધરતાં આપણને ન તો સંકોચ થવો જોઈએ, ન વિલંબ. પણ આપણા સંઘમાં અત્યારે આવા પ્રાણપ્રશ્નો અંગે પણ જે પ્રકારની સ્થિતિ-ચુસ્તતા અસમયજ્ઞતા, નિર્માયકતા પ્રવર્તે છે, તે જોતાં સત્યને સમજવા, સમજાવવા તથા આચરવાની હિંમત કોઈ બતાવે એવી શક્યતા નહીંવત્ છે.
પણ સાથેસાથે એ વાત પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે આપણા શ્રમણસમુદાયની તથા શ્રાવકસંઘની કેટલીક વિચારક વ્યક્તિઓને આ બાબત ઠીકઠીક પ્રમાણમાં બેચેન બનાવી રહી છે, અને તેઓ ઇચ્છે પણ છે કે આનો નિકાલ લાવવો જ જોઈએ. છતાં, તેઓ પોતાનું મૌન છોડવા તૈયાર નથી એ મોટી કરુણતા છે. આ બાબતની રચનાત્મક ચર્ચા આપણાં જૈન સામિયકોમાં થવી જોઈએ. (તા. ૨૬-૨-૧૯૭૭)
(૩૪) શ્રમણ-સમુદાયનું આરોગ્ય
બહુ ગંભીર બનીને અમે આ નથી લખતા, છતાં વાત વિચારવા જેવી અને ખાસ કરીને આપણા શ્રમણસંઘના અધિનાયક એવા આચાર્યો વગેરેના ધ્યાન ઉપર લાવવા જેવી હોવાથી આ લખવું ઉચિત માન્યું છે.
આમાં સાધુ-સાધ્વી-સમુદાયની ટીકા કરવાનો આશય તો મુદ્દલ નથી; ફક્ત જૈનસંઘના નાયકપદે બિરાજતા આ વર્ગમાં વધી રહેલી શારીરિક બિનતંદુરસ્તી જૈનસંઘને પોતાને માટે પણ હાનિકારક હોઈ એ બાબત આપણા ધ્યાન બહાર ન જાય એટલા માટે જ આનો વિચાર કરવો ઇષ્ટ લાગે છે. ઘણા જ ઓછા અપવાદને બાદ કરતાં, માણસનું તન ઢીલું બનતાં મન પણ ઢીલું બને છે, અને સરવાળે મનની મક્કમતા,
Page #202
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૪
૧૭૯ હૃદયની દઢતા કે ઈચ્છાશક્તિની પ્રબળતામાં ઓટ આવવા માંડે છે; એટલું જ નહીં. એમાં વિકૃતિનો પણ પ્રવેશ થવા લાગે છે. એટલે છેવટે સાધુ-સાધ્વી-સમુદાયના સ્વાથ્યનો સવાલ એ આડકતરી રીતે સમસ્ત સંઘના સ્વાથ્યનો સવાલ બની જાય છે.
અત્યારે આપણે સાધુઓના કે સાધ્વીજીઓના ઉપાશ્રયોમાં જઈએ અને શારીરિક તંદુરસ્તીની દૃષ્ટિએ ત્યાંની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ, તો આપણને જણાયા વગર નહીં રહે કે ત્યાંની સ્થિતિ ચિંતા ઉપજાવે એવી છે, તેમાં ય આપણે જો એમના પ્રત્યે સહૃદયતા દાખવીને એમની સાથે આત્મીયતાથી વાત કરીએ તો આ ચિંતાજનક સ્થિતિનું ચિત્ર વધુ સ્પષ્ટ બને છે.
કોઈ સહૃદય, નિષ્ણાત વૈદ્ય કે દાક્તર કોઈ બીમાર મુનિરાજ કે સાધ્વીજીને તપાસવા માટે ઉપાશ્રયમાં જાય ત્યારે કેટલાક અન્ય સાધુ-સાધ્વીઓને પણ એમ થઈ આવવાનું કે આ વૈદ્ય કે દાક્તર અમને પણ તપાસે તો સારું – દરેકને પોતાના સ્વાથ્યની કંઈક ને કંઈક ફરિયાદ કરવાની હોય જ! ગૃહસ્થજીવનમાં પણ પોતાના સ્વાથ્યની ફરિયાદ ઈચ્છવા જેવી નથી, તો પછી સાધુજીવનમાં તો એને સ્થાન જ ન હોય. આમ છતાં આજે આવી ફરિયાદ થયા જ કરે છે, અને એમાં ઉત્તરોત્તર વધારો થતો લાગે છે. આ દુઃખદ અને ચિંતાજનક સ્થિતિ તરફ શ્રમણસમુદાયના આગેવાનોએ સત્વર ધ્યાન આપીને એનું તત્કાળ નિવારણ કરવાની જરૂર છે.
અલબત્ત, સાધુ-સાધ્વી-સમુદાયનાં શરીર હટ્ટાકટ્ટાં કે તાજામાજાં હોવાં જોઈએ એવી અપેક્ષા રાખવી અસ્થાને છે; એ ઇષ્ટ પણ નથી, તેમ જ શ્રમણવર્ગ એ રીતે શરીરની આળપંપાળમાં પડે એ પણ બરાબર નથી. કૃશ, દુર્બળ કે વ્રત-નિયમ-તપસંયમપરિષહની અગ્નિપરીક્ષામાં શોષાયેલું શરીર એ તો સાધુ-જીવનની શોભા છે; એમાં સાધક વ્યક્તિના જીવનની ચરિતાર્થતા પણ છે. પણ તપ તપતાં, સંયમની સાધના કરતાં કે વ્રતોનું પાલન કરતાં કૃશતા કે દુર્બળતા એટલી હદે તો આગળ વધવી ન જ જોઈએ કે જેથી શરીરની તંદુરસ્તીને નુકસાન પહોંચે અને શરીર રોગનો ભોગ બનીને એવું અસ્વસ્થ કે બિનતંદુરસ્ત બની જાય કે છેવટે વૈદ્ય કે ઔષધનો કાયમી આશ્રય અનિવાર્ય બની જાય. તપ, વ્રત કે સંયમની સાધનામાં શરીરની આળપંપાળ ભુલાઈ જાય અને એ કશ બની જાય એ એક વાત છે, અને શરીર રોગિષ્ઠ બનીને અસ્વસ્થ બની જાય એ સાવ જુદી વાત છે.
વળી, સહજપણે આવી પડેલી માંદગીમાં વૈદ્ય કે ઔષધનો આશ્રય લેવો પડે તો એ પણ કંઈ અજુગતું ન લખાય; શરીર હોય ત્યાં ક્યારેક અસ્વસ્થતા આવી પણ જાય, અને ત્યારે એનો ઇલાજ પણ કરવો જ જોઈએ. પણ જ્યારે જીવનપ્રક્રિયામાં અસંગતિ કે વિકૃતિ પ્રવેશી જાય, અથવા તો સારાસારનો વિવેક ચુકાઈ જાય, અને
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૦
જિનમાર્ગનું અનુશીલના એને લઈને શરીર રોગનું ધામ બની જાય, તો એની અસરરૂપે સમગ્ર જીવનસાધના શિથિલ અને વેરવિખેર થઈ જાય છે, અને ત્યારે મનોબળ પણ જાણે હાર ખાવા લાગે છે.
- સાધુ-જીવનમાં પાળવાનાં વ્રતો, નિયમો, સંયમ અને તપનો વિચાર કરીએ અને રાત્રિભોજનના સર્વથા ત્યાગનું અહિંસા ઉપરાંત તંદુરસ્તીની દૃષ્ટિએ મૂલ્ય આંકીએ, તો અમે ઉપર કહ્યું તેમ, શરીર તાજુંમાશું ભલે ન થાય, પણ એને રોગિષ્ઠ બનવાના સંયોગો તો ભાગ્યે જ ઉપસ્થિત થવા જોઈએ. સામાન્ય રીતે બાર કલાક કરતાં પણ વધુ સમય માટે ખાન-પાન બિલકુલ બંધ હોય અને હોજરીને પોતાનું કામ કરીને અગ્નિને પ્રદીપ્ત કરવાનો પૂરેપૂરો અવસર મળતો હોય, તેમ જ સમયે-સમયે, નાના-મોટા પર્વદિવસોના આરાધના માટે કરવામાં આવતાં ઉપવાસ-આયંબિલ-એકાશનને લીધે શરીરના અવશિષ્ટ મળોની કે અજીર્ણની સાફસૂફી થતી રહેતી હોય, ત્યાં શરીરને રોગિષ્ઠ બનવાની વેળા ભાગ્યે જ આવવી જોઈએ. વસ્તુસ્થિતિ આવી હોવા છતાં,
જ્યારે શરીર રોગિષ્ઠ બનતું લાગે, તો સમજવું જોઈએ કે જીવન જીવવાની અને આહારવિહાર-નીહારની પ્રક્રિયામાં ક્યાંક ને કયાંક ભૂલ થઈ રહી છે.
આની સામે આપણે એવા પણ દાખલા (ભલે આંગળીને વેઢે ગણી શકાય એટલા) મેળવી શકીએ એમ છીએ કે જેમના આહાર-વિહાર સંયમિત અને નિયમિત હોય છે, તેઓ પોતાના તન અને મનને સારી રીતે તંદુરસ્ત અને મજબૂત રાખી શકે છે અને કલાકોના કલાકો સુધી ભારે જવાબદારીવાળું કામ કરવા છતાં, ન તો શરીરથી થાકે છે કે ન તો મન કે બુદ્ધિથી હારે છે – પછી શરીર ભલે દેખાવમાં દૂબળું-પાતળું હોય.
આજે સાધુ-સાધ્વી-સમુદાયમાં જે અનારોગ્ય જોવા મળે છે, એનાં કારણો ના સમજી શકાય એવાં તો નથી; પણ એની ઊંડી મીમાંસા કરવાનું ન તો આ સ્થાન છે કે ન તો એ કરવું અહીં જરૂરી કે ઇષ્ટ પણ છે. તોપણ એમાં તરત પ્રતીત થઈ શકે એવી કેટલીક બાબતો આપણું ધ્યાન દોર્યા વગર નથી રહેતી.
એમ લાગે છે કે ખાસ કરીને શહેરોએ અને શહેરોમાંના પોતાના અનુરાગીઓ કે પ્રશંસકોએ સાધુ-સાધ્વી-સમુદાયની ખાન-પાનની પ્રક્રિયાને વિક્ષિપ્ત કરી દીધી છે, અને એને લીધે એમાં જે ચુસ્ત નિયમિતતા અને સંયમ સચવાવાં જોઈએ, એમાં ઢીલાશ આવી જાય છે. પરિણામે, શરીરની તંદુરસ્તી જોખમાઈ જાય છે.
બીજું કારણ કદાચ એ પણ છે કે દવા અને દાક્તરની કંઈક વધુ પડતી સગવડના કારણે શરીર કરતાં મન વધારે ઢીલું બની જાય છે, અને તેથી મનમાં એમ જ રહ્યા કરે છે કે મારું શરીર બરાબર નથી. આ ઢીલાશને કારણે શિથિલ શરીરને પણ તંદુરસ્ત કે શક્તિશાળી બનાવવાની મનની જે વિશિષ્ટ શક્તિ છે એમાં ઓટ આવી જાય છે.
Page #204
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૪
૧૮૧
સાધ્વી-સમુદાયની શારીરિક બિનતંદુરસ્તીનું કારણ ઠીકઠીક પ્રમાણમાં માનસિક હોય એમ લાગે છે. જો એમને મન પ્રફુલ્લ બનીને કામ કરવા પ્રેરાય એવી ઊંડા અધ્યયન-અધ્યાપન અને લેખન-પ્રવચનની પ્રવૃત્તિ કરવા મળે તો થોડા વખતમાં સ્વાથ્યમાં ઘણો મોટો ફેર પડી જાય એમાં શક નથી.
આ તો અમે આ સંબંધી કેટલુંક સામાન્ય નિરૂપણ કર્યું છે. પણ અમે ઇચ્છીએ છીએ કે આનું ઊંડું નિરૂપણ સાધુ-સાધ્વી-વર્ગ તરફથી પણ કરવામાં આવે.
(તા. ૨૪-૧૨-૧૯૬૦) એક મુનિનો જાતઅનુભવ
ખાન-પાનમાં સ્વાદવૃત્તિ ને અસંયમનું કેવું માઠું પરિણામ આવે છે, અને અસ્વાદ અને સંયમનું કેવું સારું પરિણામ આવે છે, એ અંગે “સ્થાનકવાસી જૈન' પત્રના તા. પ-૭-૧૯૬૧ના અંકમાં એક જૈન મુનિએ “હું રોગમુક્ત કેમ બન્યો ?” એ નામે પોતાનો જાત-અનુભવ વર્ણવતો ટૂંકો લેખ લખ્યો છે, તે વાંચવા-વિચારવા જેવો હોવાથી અહીં સાભાર ઉદ્ધત કરીએ છીએ :
“આજે આપણા ભારતમાં દિપ્રતિદિન રોગો વધી રહ્યા છે. અબજો રૂપિયાનો વિનાશ થઈ રહ્યો છે. નવી-નવી દવાઓ અને ઇજેકશનોની શોધ થઈ રહી છે, છતાં પણ રોગો તો ઘટવાને બદલે વધતા જ રહે છે.
“રોગોનું મૂળ કારણ ખાનપાનનો અસંયમ જ છે. જ્યાં સુધી ખોરાકમાં યોગ્ય ફેરફાર નથી થતો, તેમ જ તેનું મૂળ નથી શોધાતું, ત્યાં સુધી તે દર્દ ફક્ત ઉપરથી જ દબાય છે, પણ જડમૂળમાંથી મટતું જ નથી,
“સંસારીઓ તો રોગોના ભોગ બન્યા છે, પણ સંસારથી પર એવા ત્યાગીઓ કે સાધુઓ પણ રોગમાં ફસાએલા ને ખૂબ જ દવાનું સેવન કરતા નજરે પડે છે ત્યારે નવાઈ લાગે છે.
આરોગ્યસંબંધી અજ્ઞાન ને ખોરાકનો અસંયમ જ રોગને નોતરે છે. આને માટે મારા જેવા બીજા સાધુઓ કે ત્યાગીઓને તથા ગૃહસ્થોને મારી સત્ય ઘટના પ્રેરક બને માટે રજૂ કરું છું.
મેં સંયમ (સંન્યાસી લીધેલો તે પહેલાં મારું શરીર ખૂબ જ ખડતલ ને તંદુરસ્ત હતું; દવાની ખાસ જરૂર પડેલી જ નહિ, ને દવા પ્રત્યે ખૂબ જ નફરત હતી, તેમ ખાનપાન નિયમિત જ લેતો.
સંન્યાસી થયા બાદ અમારી સાધુ-મર્યાદા પ્રમાણે ઘણાં ઘરની ભિક્ષા મળવા માંડી. તેથી નિયમિતતા તૂટી, તથા રસ-સ્વાદ વધવા માંડ્યો.
ગળપણ ખૂબ ખાવા માંડ્યો, તથા કેરીનું અથાણું તો મને બહુ જ પ્રિય હતું. આના પરિણામે મારી હોજરી બગડવા માંડી, અવાર-નવાર કબજિયાત થવા માંડી, પણ મને તે સંબંધી જરા પણ ખ્યાલ નહોતો. કુદરતે બરોબર સજા કરી.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જિનમાર્ગનું અનુશીલન
“એક દિવસ મને ટાઇફોઈડ તાવ લાગુ પડ્યો, અને લગભગ એક મહિનો ચાલ્યો. દવા અને ઇજેક્શનો ખૂબ જ લેવાં પડ્યાં. દવા પ્રત્યે ખૂબ જ અરુચિ છતાં પરાણે લેવી પડતી. શરીર ખૂબ જ નબળું પડેલું, અને અશક્તિ જણાવા માંડી. જેમતેમ શરીર કંઈક ઠેકાણે પડ્યું. પાછું આગળ પ્રમાણે ફરસાણ, ગળપણ વગેરે ખાવાં શરૂ કર્યો, એટલે વળી બે-એક મહિના પછી પગે વા (સાઇટિકા) થયો. આખો પગ વાથી ઝલાઈ ગયો. પડખું પણ ન ફેરવી શકાય તેવી અસહ્ય વેદના થવા લાગી. તે વખતે વળી દવાઓ ને ઇંજેક્શનો લીધાં. તેનાથી સાધારણ રાહત મળી, પણ રોગ મૂળમાંથી તો ન જ ગયો. હજી ૨૫ ટકા વાની અસર રહેતી. ચાલતાં પગ ઢસડાતો હતો.
“ત્યાં એક ભાઈને ત્યાંથી દવાનો છેલ્લો ઘૂંટડો' તથા 'હઠીલાં દર્દોમાં કુદરતી ઉપચાર' (‘તંદુરસ્તી” કાર્યાલયના ડો. ભૂપતરાય તથા ડૉ. શંકરલાલનાં જ લખેલાં) આ બે પુસ્તકો વાંચ્યાં. તેમાંથી મને મારી ભૂલ સમજાણી, અને કુદરતી ઉપાયો જ અજમાવવા એમ નક્કી કર્યું.
“ખોરાકમાંથી ગળપણ, ફરસાણ, કઠોળ તથા અથાણાનો ત્યાગ કર્યો. સાદું અને સાત્વિક ભોજન જ લેવા મંડ્યો, શારીરિક શ્રમ પણ કરવા લાગ્યો, તથા મહિનામાં ત્રણ-ચાર ઉપવાસ (ફક્ત પાણી સાથે) કરતો તથા કબજિયાત ન રહે તે માટે અવારનવાર હિમેજ પણ લેતો. આના પરિણામે શરીરનો કચરો દૂર થયો, ને વાની અસર સદંતર કુદરતી ઉપચારોથી નાબૂદ થઈ. આ વાતને છ-સાત વરસ થઈ ગયાં છે; ત્યારબાદ બિલકુલ વાની અસર થઈ જ નથી અને સારું આરોગ્ય ભોગવી રહ્યો છું, અને હજી પણ અથાણાં, ગળપણ તથા ફરસાણ ઉપર ખૂબ જ કાબૂ રાખું છું. અવારનવાર કબજિયાત થતાં, ભૂખ્યા પેટે હિમેજ વાપરું છું. મહિનામાં બે-ત્રણ ઉપવાસ પણ કરું છું. આ રીત મેં મારી તબિયત સુધારી અને કુદરતી ઉપચારથી રોગમુક્ત બન્યો
આરોગ્યને નુકસાન શાથી થાય છે તે, તેમ જ તંદુરસ્તી કેવી રીતે રહે છે એ સંબંધમાં એ મુનિશ્રીએ સરળ ભાષામાં અને સાવ ટૂંકાણમાં જે જાતઅનુભવ વર્ણવ્યો છે, તે સહેલાઈથી સૌ કોઈને સમજાઈ જાય એવો છે. નિષ્ઠાપૂર્વક અમલ કરો અને તરત ફળ આપે એવી આ વાત છે.
એનો સાર એ છે કે સંયમ અને અસ્વાદ-વ્રત એ જ અખંડ આરોગ્યની સનાતન ચાવી છે. એટલા માટે જ જીભના સ્વાદને જીતવાનું શાસ્ત્રોમાં ઠેરઠેર ઉગ્બોધન કરવામાં આવ્યું છે; અને મહાત્મા ગાંધીજીએ તો પોતાનાં વ્રતોમાં “અસ્વાદ' નામના અલગ વ્રતનો જ સ્વીકાર કર્યો છે.
(તા. ૨૨-૭-૧૯૬૧)
Page #206
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩પ
૧૮૩
૧૮૩
(૩૫) સાથ્વીવર્ગની અવગણના –
અહિંસાના પાલનની જ ખામી
અમારા પત્રના તા. ૩૦-૧૨-૧૯૬ ૧ના અંકના “સામયિક ફુરણની “મુનિવિહારના ક્ષેત્રના વિસ્તારની જરૂર' શીર્ષકની નોંધના છેલ્લા ફકરામાં અમે લખ્યું હતું – “આ પ્રસંગે એક વાત એ પણ વિચારવા જેવી છે, કે જે-જે જૈન ફિરકાઓમાં સાધ્વીસમુદાયને ધર્મોપદેશ આપવાની છૂટ આપવામાં નથી આવી, એમને આ છૂટ આપવી જોઈએ. આમ કરવાથી એ સાધ્વીસમુદાયને ઊંડું અધ્યયન કરવાની પ્રેરણા મળશે અને જૈનસંઘનું એ અંગ સબળ બનશે. વળી વધારે ક્ષેત્રોમાં ધર્મોપદેશ પહોંચતો કરવાનું મુશ્કેલ લાગતું કાર્ય સરળ બનશે.” આ લખાણ વાંચીને અમારા એક વાચક જણાવે છે –
“તમે અવારનવાર પૂજ્ય સાધ્વીજીઓને પાટે બેસીને વખાણ આપવાની એટલે કે પૂજ્ય સાધુ-મુનિરાજોની જેમ ધર્મનો ઉપદેશ આપવાની છૂટ આપવાનું લખો છો. પણ ક્યારેક-ક્યારેક આપણા તપગચ્છના આચાર્ય-મહારાજો કે મુનિમહારાજો આ વાતનો નિષેધ કરે છે, અને મોટે ભાગે આપણે ત્યાં જોવામાં પણ એમ જ આવે છે કે પૂજ્ય ગરણીજી મહારાજ પોતે પણ આમ કરવા ચાહતાં નથી હોતાં. તમારા તરફથી આમ કહેવામાં આવે છે અને વારંવાર એ વાતનો પ્રચાર કરવામાં આવે છે તે બરાબર અને વાજબી થાય છે ? એમ કરવાથી આપણા સંઘની પ્રણાલિકામાં ભંગ નથી થતો ? એથી સંઘને નુકસાન નહીં થાય ?"
આ સવાલનો અમારો ટૂંકો અને સીધો જવાબ એ છે કે આપણો સાધ્વી-સમુદાય ઉપાશ્રયમાં, મુનિરાજની જેમ પાટે બેસીને કે જાહેર સ્થળોમાં જાહેર સભાઓમાં ધર્મશાસ્ત્રોનું વાચન કરે કે ધર્મોપદેશ આપે કે સંઘ કે સમાજની ઉન્નતિની વાતો સમજાવે, તો એથી ન તો કંઈ નુકસાન થવાનું છે કે ન તો કોઈ સાચી ધર્મપ્રણાલિકાનો ભંગ થવાનો છે. જે પ્રણાલિકાનો ભંગ થવાનો ભય રજૂ કરવામાં આવે છે, એ તો જૈન ધર્મના હાર્દ સાથે કોઈ રીતે બંધ ન બેસતી છતાં પાછળથી આપણામાં પ્રવેશી ગયેલી હાનિકારક કે અભ્યદયરોધક પ્રથાઓ કે પ્રણાલિકાઓ પૈકીની એક છે. તેથી એ પ્રણાલિકાને દૂર કરવાનું કહેવું અને સાધ્વી-સમુદાયને ધર્મોપદેશની છૂટ આપવાના વિચારનો પ્રચાર કરવો એ સર્વથા ઉચિત તેમ જ જૈન સંસ્કૃતિની સૂક્ષ્મ અહિંસાની ભાવના સાથે પૂરેપૂરું બંધબેસતું જ કાર્ય છે. એટલે, ખરી રીતે તો સાધ્વી-સમુદાય ઉપર ધર્મોપદેશનો પ્રતિબંધ અહિંસાના પાલનની જ ખામી સૂચવે છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
અમને પૂછવામાં આવેલ પ્રશ્નનો સ્પષ્ટ ખુલાસો ઉપર મુજબ હોવા છતાં આટલાથી સંતોષ ન માનતાં, આ બાબતની ઐતિહાસિક અને તાત્ત્વિક દૃષ્ટિએ અહીં વધુ વિચારણા થાય એ અમને જરૂરી લાગે છે.
ઊંચી કહેવાતી ‘આર્ય-સંસ્કૃતિ'ની બે ખામીઓ ધ્યાનમાં લેવા જેવી છે : (૧) વર્ણોમાં બ્રાહ્મણોની પ્રધાનતા (વર્ષાનાં બ્રાહ્મળો ગુરુ:) અને (૨) સમાજમાં પુરુષોની પ્રધાનતા (સ્ત્રીશૂદ્રોનાધિયાતામ્) અથવા ‘સ્ત્રીને સ્વાતંત્ર્ય ન છાજે' તેવી માન્યતા (ન સ્ત્રી સ્વાતન્ત્રમર્દતિ). આ બે માન્યતાઓને લીધે, બીજાં ક્ષેત્રોની વાત તો દૂર રહી, ધાર્મિક કે આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ માનવમાત્રની તેમ જ સ્ત્રી-પુરુષની સમાનતાના ધર્મના પાયાના સિદ્ધાંતનો અસ્વીકાર કરવામાં આવ્યો.
૧૮૪
અહીં વર્ષોમાં બ્રાહ્મણોની પ્રધાનતાનો વિચાર પ્રસ્તુત નથી, એટલે સ્ત્રીજાતિ પ્રત્યેના આપણા વલણનો જ વિચાર કરવો ઇષ્ટ છે.
આર્યસંસ્કૃતિએ સ્ત્રીઓને માટે શાસ્ત્રાધ્યયનનો તેમજ સ્વાતંત્ર્યનો જે જોરદાર ઇન્કાર કર્યો, એનું એક પરિણામ તો એ આવ્યું કે “જે સમાજમાં નારીને પ્રતિષ્ઠા આપવામાં આવે છે તે સમાજ સ્વર્ગસમો સુખી બને છે' (યત્ર નાર્યસ્તુ પૂન્યને રમન્તે તત્ર દેવતા:) એ ઉદાત્ત વિચારનો કોઈ અર્થ રહેવા પામ્યો નહીં, અને મોટા ભાગનું નારીજીવન, કહેવાતા પતિતોની જેમ દીન, હીન, દુઃખપૂર્ણ બની ગયું !
સમાજમાં પુરુષની જ પ્રધાનતા અને સ્ત્રીનું કોઈ વિશિષ્ટ કે આગવું સ્થાન જ નહીં – એ દશા સમજવા માટે ઇતિહાસકાળ પૂર્વેના સમય સુધી જવાની જરૂર નથી. જેમને થઈ ગયા હજુ પૂરાં ત્રણ હજાર વર્ષ પણ થયાં નથી, તે ભગવાન પાર્શ્વનાથના ઐતિહાસિક સમયની જ વાત જોઈએ. ભગવાન પાર્શ્વનાથે ચાર યામ (ચાર મહાવ્રત)ની પ્રરૂપણા કરી હતી એ વાત જાણીતી છે. એમાં પહેલાં ત્રણ વ્રતો તે અહિંસા, સત્ય અને અસ્તેય હતાં, અને ચોથું વ્રત ‘વહ્રિદ્ધાવાળાો વેરમાં' (અપરિગ્રહ) નામે હતું; એમાં બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ બંને વ્રતોનો સમાવેશ થતો હતો; કારણ કે સ્ત્રીનો પણ, ધન-ધાન્ય કે ખેતરપાદરની જેમ પરિગ્રહ'માં સમાવેશ થતો હતો !
આમ ભગવાન મહાવીરસ્વામીએ જ્યારે ધર્મચક્રનું પ્રવર્તન કર્યું ત્યારે સમાજમાં તેમ જ ધર્મક્ષેત્રમાં સ્ત્રીઓનું તેમ જ દલિતો, પતિતો કે શૂદ્રોનું કોઈ સ્થાન નહોતું; એ બધાયની એકસરખી દુર્દશા હતી.
ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ આત્મસાધનાના કેન્દ્રમાં પૂર્ણ આત્મશુદ્ધિ અને એ આત્મશુદ્ધિના સાધનરૂપે અહિંસાની, વિશ્વમૈત્રીની સર્વકલ્યાણકારી ભાવના હતી. એટલે તેમણે પોતાના સંઘમાં દાખલ થવા માટે ઊંચ-નીચપણાનો કે પુરુષ-સ્ત્રીપણાનો કોઈ ભેદભાવ રાખ્યો ન હતો. તરસ્યો જીવમાત્ર જેટલી સરળતા અને સહજતાથી નદીકિનારે
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૫
૧૮૫ જઈ શકે, એટલી જ સરળતા અને સહજતાથી માનવમાત્ર ભગવાન મહાવીરના ધર્મમાર્ગમાં પ્રવેશ પામી શકતો.
અને આ પાછળનું ધ્યેય સૂક્ષ્મતમ કોટીની અહિંસાનું પાલન કરવું એ જ હતું. જે કોઈ સાધક પોતાની સાધનાના લક્ષ્યબિંદુ તરીકે અહિંસાને સ્વીકારે, તે જીવમાત્ર સાથે સમભાવ સાધવાની પાયાની વાતનો ઈન્કાર કેવી રીતે કરી શકે? એટલે જ તો ભગવાન મહાવીરે સ્ત્રીઓનો પણ મોક્ષનો અધિકાર માન્ય રાખ્યો; અને તેથી એના શાસ્ત્રપઠનનો તેમ જ ધર્મોપદેશનો અધિકાર તો સ્વયમેવ માન્ય થયો લેખાય.
આ છે ભગવાન મહાવીરે માનવસમાજના ઉત્થાન માટે આરંભેલી ક્રાંતિ; અને એ ક્રાંતિ એ જ જૈન સંસ્કૃતિ કે જેને ધર્મની મૂળભૂત ભૂમિકા છે.
એટલે અમે સાધ્વી-સમુદાયને શાસ્ત્રાભ્યાસની અને ખાસ કરીને સાધુમુનિરાજોની જેમ ધર્મોપદેશ કરવાની છૂટ આપવાની વાતનું વારંવાર ઉચ્ચારણ કરીએ છીએ એની ભૂમિકા પણ આ જ છે. સાદી સમજમાં સહેજે ઊતરી શકે એવી આ છૂટનો પણ ઈન્કાર કરવો એ તો કેવળ અહિંસાની સાચી સમજણની તેમ જ એના પાલનની ખામીનું જ સૂચન કરે છે.
વળી આપણી સામે બીજા જૈન ફિરકાઓમાં જે બની રહ્યું છે તે તરફ નજર ન નાખવી અને આપણા મમતને વળગી રહેવું એ પણ કેવળ “દીવો લઈને કૂવે પડવા' જેવું આત્મઘાતક પગલું જ છે. સ્થાનકવાસી તેમ જ તેરાપંથી સંપ્રદાયમાં, અને આપણા શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં પણ જે-જે ગચ્છ કે સમુદાયમાં સાધ્વીજીઓને પાટે બેસીને ધર્મોપદેશ આપવાની કે જાહેર સ્થળોમાં જાહેર વ્યાખ્યાનો આપવાની છૂટ આપવામાં આવી છે, એનું શું અનિષ્ટ પરિણામ આવ્યું છે ? એથી તો ઊલટું સાધ્વીઓને વિદ્યાઉપાર્જન કરવાની પ્રેરણા મળી છે. સ્વાધ્યાય રૂપ આત્યંતર તપની એમની આરાધના વિશેષ ઉત્કૃષ્ટ બની છે અને જનસમુદાયને ધર્મની વાણી સાંભળવાનો તેમ જ ધર્મનો માર્ગ સમજવાનો લાભ થયો છે.
ઉપરાંત ગાંધીયુગમાં નારી-જાતિમાં રહેલી વિશિષ્ટ શક્તિનાં અનેક રૂપે આપણે દર્શન કર્યા છે, અને હવે તો દુનિયાની બહેનોએ જ્ઞાનવિજ્ઞાન તેમ જ સેવા અને સાહસનાં ક્ષેત્રે કેવી-કેવી સિદ્ધિઓ હાંસલ કરી છે એ પણ આપણી જાણ બહાર રહ્યું નથી.
સ્ત્રી સ્વતંત્રતા કે છૂટનો દુરુપયોગ કરે અને પુરુષ ન કરે, અથવા, એનાથી ઊલટું, પુરુષ દુરુપયોગ કરે અને સ્ત્રી ન કરે, એવો કોઈ નિયમ નથી. આમાં મુખ્ય વાત વિવેકની
આ બધાનો સાર એ છે કે સાધ્વી-સમુદાયને શાસ્ત્રાધ્યનની અને ધર્મોપદેશની છૂટ આપવામાં કોઈ પણ જાતનું જોખમ નથી. અહિંસાની દૃષ્ટિ પણ એ જ માગે છે.
(તા. ૧૩-૧-૧૯૬૨)
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૬
જિનમાર્ગનું અનુશીલન તપગચ્છમાં જેઓ સાધ્વીઓના વ્યાખ્યાન આપવાના અધિકારનો વિરોધ કરે છે, તેઓ એ વિરોધના સમર્થનમાં કેટલાંક શાસ્ત્રોની સાક્ષીઓ આપે છે એ સાચું છે. પણ આવી સાક્ષીઓ આપનારા એ વાતની ભાગ્યે જ ચિંતા કરે છે કે વર્તમાન સાધુસમુદાયે આહાર-નીહાર-વિહારના નિયમોમાં, વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણોના નિયમોમાં, ગ્રંથ-ગ્રંથમાળા-જ્ઞાનમંદિરરૂપ પરિગ્રહના નિયમોમાં અને દૃષ્ટિરાગ, રાગદૃષ્ટિ અને મોહ-મમતાના પોષક જનસંપર્કથી અળગા રહેવાની ધમજ્ઞાઓમાં, આપમેળે, ધર્મશાસ્ત્રોની આજ્ઞાઓનો લોપ થયો કહેવાય અને ચારિત્રમાં શિથિલતાને આશ્રય આપ્યો ગણાય એટલી હદે, કેટલી બધી છૂટછાટો લઈ લીધી છે ! સાધુજીવનના ચતુર્થ મહાવ્રત સુધ્ધાંના ભંગના પુરવાર થયેલા કે પુરવાર થઈ શકે એવા પ્રસંગોએ પણ દોષપાત્ર વ્યક્તિને સમુચિત દંડ આપવાને બદલે જ્યારે એને છુપાવવાના પ્રયત્નો થાય છે, ત્યારે ધર્મની અને શાસ્ત્રોની જે વિડંબના અને અવહેલના થાય છે, એની કોણ ચિંતા કરે છે? બીજી બાજુએ, જેનાથી ધર્મપ્રચારરૂપ એકાંત લાભ જ થવાનો છે અને વ્યક્તિને કે ધર્મને કશી જ હાનિ થવાની નથી તે સાધ્વીજીઓની વ્યાખ્યાનપ્રવૃત્તિને રોકવાને માટે છાશવારે ને છાશવારે શાસ્ત્રાજ્ઞાઓની વાતો કહેવામાં આવે છે ! ખાળે ડૂચા અને દરવાજા મોકળા !
તપગચ્છમાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજનો સાધ્વી-સમુદાય પાટ ઉપર બેસીને શ્રાવકસમુદાય સમક્ષ વ્યાખ્યાન વાંચવાની જે મોકળાશ ભોગવે છે, તે પુરુષપ્રધાનપણાનો ગુમાની ખ્યાલ ધરાવતા મુનિવર્ગને તથા શ્રાવકવર્ગને આંખના કણાની માફક ખટકે છે, અને તેથી એની સામે તેઓ અવારનવાર વિરોધ દર્શાવતા રહે છે. આમ કરવામાં તેઓ શાસ્ત્રપાઠો તો રજૂ કરે છે, પણ એમ કરવામાં છેક પ્રાચીનમાં પ્રાચીન ગણાય એવાં આગમસૂત્રો તથા આગમિક ધર્મશાસ્ત્રોમાં જેની ઠેરઠેર રજૂઆત કરવામાં આવી છે, તેમ જ સાધુજીવનની નિત્યક્રિયાઓમાં જેનું અનેક વાર સ્મરણ-ઉચ્ચારણ કરવામાં આવે છે, તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો વિચાર કરીને નિર્ણય કરવાનું ફરમાવતા મહત્ત્વના પાઠની જ ઉપેક્ષા કરવામાં આવે છે તે આ મહાનુભાવોના ધ્યાનમાં આવતું નથી ! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ઉપયોગ કરવાની વાતનો શું માત્ર પોપટના રામનામરટણ જેવો કેવળ શબ્દોચ્ચાર પૂરતો જ ઉપયોગ છે કે જીવનસાધનામાં એક સન્માર્ગદર્શક પ્રદીપરૂપે એની ઉપયોગિતા છે – એનો વિચાર કરવાનું પણ આપણે આપણા મમતમાં વીસરી જઈએ છીએ.
વળી, જે આચાર્યશ્રીનો સાધ્વીસમુદાય આવી છૂટ ભોગવે છે, ખુદ એ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીનાં વચનોને જ એનો વિરોધ કરવામાં ટાંકવામાં આવે છે, ત્યારે એ અંગેની વિચારણા પણ જરૂરી થઈ પડે છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૫
વાત આમ છે : આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ (તે કાળે મુનિ વલ્લભવિયજીએ) શ્રી જૈનધર્મ-પ્રસારક-સભા તરફથી વિ. સં. ૧૯૪૮માં પ્રકાશિત ‘ગપ્પદીપિકાસમીર’ નામે પુસ્તકની તેમ જ જૈન આત્માનંદ સભા તરફથી વિ. સં. ૧૯૭૨માં પ્રકાશિત ‘કલ્પસૂત્ર-સુબોધિકા ટીકા'ની પ્રસ્તાવનામાં સાધ્વીઓ પાટ ઉપર બેસીને પુરુષોની સામે વ્યાખ્યાન વાંચે તે વાતનો વિરોધ કર્યો હતો. ‘શ્રી મહાવી૨ શાસન' માસિકના તા. ૧-૨-૧૯૭૧ના તથા તા. ૧-૬-૧૯૭૧ના અંકના ‘પ્રાસંગિક’ નામે વિભાગમાં આ બંને પ્રસ્તાવનાઓ જોવાનું અમને કહેવામાં આવ્યું છે. ઉપરાંત, આ જ માસિકના તા. ૧-૭-૧૯૭૧ના અંકમાં મદ્રાસના પંડિત શ્રી કુંવરજી મૂળચંદ દોશીનો ‘પૂ. આ. શ્રી વિયસમુદ્રસૂરિજી મ. નું નિવેદન એક સમીક્ષા' નામે લેખ છપાયો છે. એમાં પણ આ પ્રસ્તાવનાઓનો ઉલ્લેખ કરીને આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ સાધ્વીઓને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપ્યાનો લેખિત પુરાવો આપવાની માગણી કરી છે. એ જ રીતે આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય પંન્યાસ શ્રી કનકવિજયજીના શિષ્ય મુનિશ્રી મહિમાવિજયજીએ તા. ૧-૩૧૯૭૧ના રોજ આઠ પાનાંની નાની પુસ્તિકા પ્રકાશિત કરી છે, એમાં ઉક્ત ‘ગપ્પદીપિકાસમીર'ની તથા ‘કલ્પસૂત્ર-સુબોધિકા'ની આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રસ્તાવનામાંના સાધ્વીઓના વ્યાખ્યાનનો વિરોધ કરતા અંશો ઉષ્કૃત કરીને તેઓ આના વિરોધી હતા એમ સૂચવ્યું છે.
આ રીતે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીનાં પોતાનાં વચનો ટાંકીને, એમના નામે સાધ્વીજીઓનાં વ્યાખ્યાનનો જે વિરોધ કરવામાં આવે છે, એનો સમાધાનકારક ખુલાસો છે જ, અને તે આ પ્રમાણે :
તેઓના આશાવર્તી સાધ્વીસમુદાયને પાટે બેસીને, શ્રાવકવર્ગની સમક્ષ વ્યાખ્યાન આપવાની તેમ જ કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ મળી હતી, તે તેઓશ્રીના કાળધર્મ પછી નહીં, પણ તેઓશ્રીની હયાતીમાં જ મળી હતી. એટલે આની સામે જો તેઓનો વિ. સં. ૧૯૪૮ અને વિ. સં. ૧૯૭૨ની જેમ વિરોધ ચાલુ હોત તો એ વિરોધનું પુનરુચ્ચારણ કરીને તેઓએ પોતાના સાધ્વીસમુદાયને આ રીતે વ્યાખ્યાન વાંચવાની પ્રવૃત્તિથી જરૂ૨ રોકયો હોત; એ રીતે રોકતાં એમને કોણ અટકાવી શકતું હતું ? આમ છતાં, જેઓ આચાર્યશ્રીએ સાધ્વીઓના વ્યાખ્યાન સામેનો પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો હોવાના લેખિત પુરાવાની માગણી કરે છે, તેઓની પાસે આપણે જરૂ૨ એવી સામી માગણી મૂકી શકીએ કે પોતાના સમુદાયની સાધ્વીઓની આ પ્રવૃત્તિના વિરોધમાં એ આચાર્યશ્રી જે કંઈ લખ્યું હોય તે રજૂ કરો !
૧૮૭
Page #211
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન વળી, આચાર્યશ્રીએ તો પોતાના જીવનકાળ દરમિયાન સમાજ-ઉત્કર્ષને ધ્યાનમાં રાખીને અનેક ક્રાંતિકારી વાતો કહી છે અને એ માટે ઊંઘ-આરામ ભૂલીને પ્રેરણા આપી છે, તેમ જ પ્રવૃત્તિ પણ કરી છે. તો પછી આ મહાનુભાવોને આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીની સાધ્વીઓના વ્યાખ્યાનનો વિરોધ કરતી વાત જ માન્ય કરવા યોગ્ય લાગી અને બીજી વાતો એમને જરા પણ આકર્ષી ન શકી એ બીના પણ એમની દષ્ટિ કેવી એકાંગી છે એ બતાવે છે. બાકી તો આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના મનનો જે રીતે ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો અને તેઓએ જે રીતે પ્રગતિશીલતાને અપનાવી, તે દૃષ્ટિએ વિચારતાં તેઓ સાધ્વીસમુદાયને વ્યાખ્યાન આપવાની અનુમતિ આપે એ એમના જીવન અને કાર્ય સાથે પૂરેપૂરું સુસંગત જ છે.
આ બાબતમાં સૌથી વધુ પ્રતીતિકર અને નિર્ણાયક ખુલાસો તો આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીએ તથા સ્વ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીએ તા. ૨૨૨-૧૯૭૧ના રોજ, મુંબઈમાં ભાયખલામાં, ચતુર્વિધ સંઘ સમક્ષ કરેલ નિવેદનમાંથી મળે છે. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીએ આ અંગે ખુલાસો કરતાં કહેલું –
“પરમપૂજ્ય સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના એક પ્રાચીન અભિપ્રાયને આધારે સાધ્વીઓના વ્યાખ્યાન તથા કલ્પસૂત્ર આદિના વાચનની બાબતમાં જે વિરોધ કરવામાં આવે છે, એ સંબંધી ખુલાસો કરવાની જરૂર છે. આ સંબંધમાં મેં આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ શ્રી પુણ્યવિજયજી મહારાજની સાથે જે પરામર્શ કર્યો છે, એને આધારે મારું એટલું જ કહેવું છે, કે જે આચાર્યો તેમ જ મુનિભગવંતો તથા શ્રાવકમહાનુભાવો સ્વર્ગસ્થ ગુરુદેવના એ કથનને લઈને સાધ્વીઓના વ્યાખ્યાન અને કલ્પસૂત્ર આદિના વાચનનો વિરોધ કરે છે, તેઓ ગુરુદેવે, સમયની ગતિને અને યુગની આવશ્યકતાને પારખીને, પોતાની હયાતી દરમિયાન જ, આ દિશામાં જે પ્રત્યક્ષ કાર્ય કરી બતાવ્યું હતું અને પોતાના સાધ્વી-સમુદાયને વ્યાખ્યાન આપવાની અને કલ્પસૂત્ર/બારસાસ્ત્ર-વાચન આદિની જે અનુમતિ આપી હતી, એ વાતને પણ ધ્યાનમાં લેવાનું કષ્ટ કરે.” આ વાતને વિશેષ સ્પષ્ટતા કરતાં પુણ્યવિજયજી મહારાજે કહેલું –
“આચાર્ય ભગવાને આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે) એક કાળે, શાસ્ત્રના એક આદેશને ધ્યાનમાં લઈને, સાધ્વીઓના વ્યાખ્યાનનો અને કલ્પસૂત્રના વાચનનો નિષેધ કર્યો હતો, અને પછી, બદલાયેલી પરિસ્થિતિનો અને લાભાલાભનો તેમ જ સાધ્વીસમુદાયના વિકાસનો વિચાર કરીને, તેઓએ પોતે જ એના પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને અનુમતિ આપી હતી. આ વાતનું મહત્ત્વ સૌકોઈએ આ દૃષ્ટિએ અવધારવું ઘટે. આચાર્ય મહારાજની સમયજ્ઞતા એવી વિવેકભરી અને જાગૃત હતી, કે જો એમને એમ લાગ્યું હોત કે સાધ્વીવર્ગને આવી છૂટ આપવાથી શાસનને
Page #212
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૬
૧૮૯ નુકસાન થવાનો સંભવ છે, તો આ છૂટને પાછી ખેંચી લેતાં તેઓ ખમચાત નહીં પણ તેઓએ આવું કોઈ પગલું ભર્યું ન હતું. એટલે આપણા સાધ્વીસંઘને શ્રાવકસંઘની સમક્ષ પણ વ્યાખ્યાન આપવાની, તેમ જ એને કલ્પસૂત્રનું વાચન કરવાની જે અનુમતિ તેઓએ આપી હતી તેથી એકંદરે જૈનસંઘને લાભ જ થયો છે.
અત્યારે આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે આપ સૌની સમક્ષ જે વાત મૂકી છે તેનું હાર્દ આ જ છે; અને શ્રીસંઘ એને આ દૃષ્ટિએ જ સમજશે અને અપનાવશે તો તેથી ઘણો લાભ થશે. આની સાથે “શ્રાવકસંઘ સમક્ષ વ્યાખ્યાન વાંચનાર સાધ્વીને નટીની ઉપમા આપવામાં આવી છે” એનો ભાવ પણ સમજવાની જરૂર છે, જેથી ખોટી વાતને પોષણ આપ્યાના દોષથી બચી શકાય. આ વાતનો ખુલાસો એ છે કે જે સાધ્વી પોતાના ગુરુની આજ્ઞા મેળવ્યા વગર જ. પોતાની મેળે જ, શ્રાવકસંઘ સમક્ષ વ્યાખ્યાન આપે છે, તેને આવી ઉપમા આપવામાં આવી છે. અમારા સમુદાયનાં સાધ્વીજીઓ શ્રાવકસંઘ સમક્ષ વ્યાખ્યાનો આપવાની તેમ જ કલ્પસૂત્ર આદિનું વાચન કરવાની જે પ્રવૃત્તિ કરે છે, તે પોતાના આચાર્યદેવની અનુમતિથી જ કરે છે, તેથી એમને આ દોષ લાગતો નથી. એટલું જ નહીં, એથી એમની બુદ્ધિશક્તિ અને વિદ્વત્તામાં એકંદર વધારો જ થયો છે. એટલે આચાર્ય-ભગવાનના એકાદ જૂના કથનને આગળ કરીને આવો વિરોધ કરવો ઉચિત નથી."
સ્વર્ગસ્થ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના પટ્ટધર આચાર્યશ્રીનો તેમ જ આગમપ્રભાકરજી મહારાજ જેવા સમભાવી અને સત્યગ્રાહી મુનિવરનો આ બાબતમાં આટલો સ્પષ્ટ ખુલાસો મળ્યા પછી પણ જેઓને આ બાબતમાં પોતાનો વિરોધ ચાલુ જ રાખવો હોય તેઓને એમ કરતાં કોણ રોકી શકે ?
(તા. ૬-૧૧-૧૯૭૧)
(૩૬) સાધ્વીસંઘ બાબત તપગચ્છ હજી નહિ જાગે?
જૈનસંઘના બધા ફિરકામાં અને જેન શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાના તપગચ્છ સિવાયના બધા ગચ્છોમાં સાધ્વીસંઘને શાસ્ત્રાભ્યાસ, વિદ્યાધ્યયન, સંશોધન, લેખન તથા પ્રવચનની પૂરી મોકળાશ આપવામાં આવેલી છે. આવો દરેક સાધ્વીસમુદાય જેમ, એક બાજુ વધારે તેજસ્વી, અધ્યયનશીલ અને પ્રભાવશાળી બન્યો છે, તેમ બીજી બાજુ પોતાની લેખન, ચિંતન અને પ્રવચનની કાબેલિયતના લીધે શ્રીસંઘ તથા સામાન્ય જનસમૂહને ધર્મબોધ આપીને સારા પ્રમાણમાં લોકોપકારક પણ સાબિત થયો છે. વળી એના દ્વારા, સાધુસંઘ જેટલી જ શાસનની પ્રભાવના થાય છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૦
જિનમાર્ગનું અનુશીલન તપગચ્છના પણ સમયજ્ઞ, દીર્ઘદર્શી, ઉદાર આચાર્યો કે વડાઓ દ્વારા પોતાની આજ્ઞામાં રહેતો જે સાધ્વગણ શ્રાવિકાગણ તથા શ્રાવકસંઘ સમક્ષ પણ વ્યાખ્યાન વાંચવાની આવી અનુમતિ પામ્યો છે, એણે પણ પોતાનો આંતરિક ઉત્કર્ષ સાધવાની સાથે, ભગવાન તીર્થકરના ધર્મશાસનની સારા પ્રમાણમાં પ્રભાવના કરી છે અને લોકોકાર પણ ઘણો કર્યો છે તે આપણી નજર સામેની વાત છે, અને તે પ્રેરણા આપે એવી પણ છે – જો આપણે, ઉદારતા અને ખેલદિલી સાથે વાસ્તવિકતાનો સ્વીકાર કરવા તૈયાર હોઈએ તો.
વળી, આવી મોકળાશ પામેલા કોઈ સાધ્વીસમુદાય દ્વારા આચારધર્મની જરા પણ ઉપેક્ષા થઈ હોય કે શિથિલતાનું થોડું ઘણું પણ પોષણ થવા પામ્યું હોય, અને એમ થવાને લીધે જૈનસંઘની ચારિત્રશુદ્ધિની પ્રાણભૂત ભાવનાનો પાયો હચમચી ગયો હોય એવું બન્યું નથી.
તપગચ્છમાં વાગડ-સમુદાય' નામે જાણીતો એક સમુદાય છે. આ સમુદાય ન તો સુધારક છે કે ન તો એ નવા વિચારોને આવકારવાની વૃત્તિ ધરાવે છે; પ્રાચીન માન્યતાઓ અને પદ્ધતિઓને સાચવી રાખવાની એની પ્રકૃતિ છે. એમ છતાં, આ સમુદાયના સાધ્વી-સમુદાયને પણ એટલી તો છૂટ આપવામાં આવેલી જ છે કે કચ્છમાં જે શહેર કે ગામમાં મુનિરાજો ન હોય, ત્યાં આ સમુદાયનાં સાધ્વીજીઓ પુરુષો સમક્ષ પણ વ્યાખ્યાન વાંચી શકે છે. જે સંઘનાયકે, પરિસ્થિતિને પારખીને તથા લાભાલાભનો પણ વિચાર કરીને આ છૂટ આપી છે, તેઓએ મોટો ઉપકાર કર્યો છે.
વસ્તુસ્થિતિ આટલી સ્પષ્ટ હોવા છતાં, તપગચ્છના અનેક અથવા તો મોટા ભાગના સાધ્વી-સમુદાયો ઉપર, એમના વિકાસમાં અવરોધરૂપ બની રહે એવાં અનેક જાતનાં નિયંત્રણો, શાસ્ત્ર અને પરંપરાના નામે, મૂકવામાં આવ્યાં છે, અને એમાંનું એક અને મુખ્ય નિયંત્રણ સાધ્વીજીઓ શ્રાવકસંઘ સમક્ષ વ્યાખ્યાન ન વાંચી શકે, અને વાંચે તો ધર્માજ્ઞાનો લોપ થાય – એ છે. પુરુષના સર્વોપરિપણાના અહંભાવી ખ્યાલે અને સંકુચિત માનસે ઊભો કરેલો આ કેવો કાલ્પનિક હાઉ છે !
ખેદ ઉપજાવે એવી કરુણતા તો એ છે, કે જે શ્રમણ સંઘ શાસ્ત્ર અને પરંપરાની મર્યાદાને સાચવવાને બહાને શ્રમણીસંઘને આવી વાજબી છૂટ આપવાનો ઈન્કાર કરે છે, એ શ્રમણસંઘે (શ્રમણસંઘના લગભગ બધા સમુદાયોએ) હમણાં-હમણાં આજીવન સામાયિક વ્રત, પાંચ મહાવ્રતો અને મૂલગુણોની વિરાધના થાય અથવા એમાં ઠીકઠીક પ્રમાણમાં ક્ષતિ આવી જવાને કારણે શિથિલાચારનું પોષણ થાય એટલી હદે છૂટછાટો લીધી છે – જેનો શાસ્ત્ર કે પરંપરા સાથે મેળ મળતો નથી! અને છતાં
Page #214
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૬
અથવા કદાચ તેથી જ સાધ્વી-સમુદાયનો વિકાસ કરવા માટેની જરૂરી છૂટ આપવાની વાત આવે છે ત્યારે, શાસ્ત્ર અને પરંપરાની દુહાઈ દઈને, અવરોધો મૂકવામાં આવે છે !
તપગચ્છમાં સાધ્વી-સંઘ પ્રત્યે પ્રવર્તતી આવી અન્યાયી અને સંકુચિત વૃત્તિ અંગે પોતાની નારાજી વ્યક્ત કરતાં આપણા જાણીતા ચિંતક અને લેખક સ્વ. શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજી (‘સુતેજ')એ લખેલ ‘મંગલં ભગવાન વીરો યાને શ્રી મહાવી૨ જીવન-જ્યોત' નામે પુસ્તકની પ્રસ્તાવનામાં યોગ્ય જ કહ્યું છે
૧૯૧
“સાધ્વીજીઓને વ્યાખ્યાનનો અધિકાર નહિ, દીક્ષા આપવાનો અધિકાર નહ પ્રતિષ્ઠાક્રિયા કરાવવાનો અધિકાર નહિ – આ અને આવી અનેક પ્રથાઓનો હવે અંત આવી જવો જોઈએ. આવી-આવી વાતોને ટેકો આપતાં વિધાનો શોધી કાઢવાં એ પણ આપણી અહંવૃત્તિનું જ માત્ર પ્રતીક છે. પ્રધાનતા નથી તો પુરુષની કે નથી તો સ્ત્રીની; પ્રધાનતા તો વ્યક્તિના શુદ્ધ અને નિર્મળ ચારિત્રની છે.........”
સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજીએ પોતાના ઉક્ત પુસ્તકના ‘સાધ્વીસંઘની મહત્તા’ નામે છેલ્લા પ્રકરણમાં તપગચ્છનાં સાધ્વીઓની બાબતમાં લખ્યું છે
“પાર્શ્વચંદ્ર-ગચ્છ, શ્રી ખરતર-ગચ્છ, શ્રી અચળ-ગચ્છ તેમ જ સ્થાનકવાસી સંઘમાં સાધ્વીવર્ગનું મહત્ત્વ સચવાતું આવ્યું છે. માત્ર તપગચ્છના અમુક વિભાગ સિવાય સાધ્વીજીવર્ગને સભામાં પાટ પર બેસી વ્યાખ્યાન આપવાની છૂટ હોવાથી અભ્યાસ, વાચન, ચિંતન અને મનનમાં કંઈક પ્રગતિ જણાય છે. પણ તપગચ્છ વિશાળ છે. એમાં ઘણાં સાધ્વીરત્નો પાણીદાર મોતી સમાન ચમકે છે. જો તેમને જોઈતી સગવડતાઓનો ઓપ આપવામાં આવે, તો ઘણાં રત્નો બહાર આવે અને જૈનશાસનનો ચાંદ સોળે કળાએ ખીલી ઊઠે. ચતુર્વિધ સંઘનું બીજું અંગ સિદાય છે, પણ તેની જાણે કોઈને ૫૨વા જ નથી ! આ શાસન મહાવીરનું છે, આ ધર્મ મહાવી૨નો છે, આ દીક્ષા પણ મહાવીરની જ છે; તો પછી એ દીક્ષિત આત્માઓને મહાવીરની શિક્ષાથી શા માટે વંચિત રાખવા ? દીક્ષાનો ભિક્ષા સાથે જેટલો સંબંધ છે તેનાથી અનેકગણો શિક્ષા સાથે સંબંધ હોવો જોઈએ. એ માટે દીક્ષાર્થી બહેનો અને બાલિકાઓ માટે, ભારતભરમાં જુદાંજુદાં સ્થળે સર્વાંગી વિકાસ થાય તેવા જ્ઞાન-સંપાદન માટે ઓછામાં ઓછી પચીશ પાઠશાળાઓની અતિ આવશ્યકતા છે.”
આ પ્રમાણે શ્રી મનસુખભાઈએ તથા સાધ્વીજી શ્રી વસંતપ્રભાશ્રીજીએ જે કંઈ કહ્યું છે, એનો ગંભી૨૫ણે વિચાર કરવાની તથા અમલ કરવાની જરૂર છે.
સાધ્વી-સમુદાયને અધ્યયન, લેખન, પ્રવચન માટેની મોકળાશ દ્વારા, પોતાનો વિકાસ કરવાની પૂરી તક આપવાની જરૂર આ બે કારણોસર પણ છે :
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૨
જિનમાર્ગનું અનુશીલના
પહેલી વાત : આજે આપણા અને બીજા દેશના નારીવર્ગની સ્થિતિમાં ઘણો જ આવકારપાત્ર પલટો આવ્યો છે, અને એને લીધે એને અધ્યયન-અધ્યાપન, લેખનસંપાદન-પ્રવચન, અર્થોપાર્જન વગેરેની એટલી બધી મોકળાશ મળી છે કે જેથી એની પરાધીન દશા સારા પ્રમાણમાં સુધરી રહી છે. રાજકારણ, હુન્નરઉદ્યોગ, વેપાર જેવાં ક્ષેત્રોમાં પણ સ્ત્રીઓ પોતાની કાર્યકુશળતા અને શક્તિના બળે માનભર્યું સ્થાન મેળવવા લાગી છે. આ નવી હવાની અસર આપણાં ઘરોમાં પણ જોવા મળે છે. આમ સામાન્ય નારીવર્ગને પણ આવી છૂટ મળતી હોય, ત્યારે મોક્ષાર્થી સાધ્વીવર્ગ ઉપર મોક્ષમાર્ગનાં બાધક જરી-પુરાણાં બંધનો કેવી રીતે ચાલુ રહી શકે?
બીજી વાત : અત્યારે ૧૫થી ૨૫ વર્ષની લગ્નવયની સંખ્યાબંધ ભણેલી-ગણેલી તથા ગ્રેજ્યુએટ થયેલી કુમારિકાઓ ધર્મની સાધના દ્વારા પોતાનો વિકાસ કરવાની મંગલ ભાવનાથી પ્રેરાઈને ઘરસંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવા લાગી છે, ત્યારે એમને અધ્યયન-અધ્યાપન, લેખન-પ્રવચનની પૂરી સગવડ અને છૂટ આપવી એ શ્રીસંઘની ફરજ છે.
આ બંને દૃષ્ટિએ વિચારીએ તો તપગચ્છના સંઘનાયકોનું પોતાના ગચ્છના સાધ્વીસંઘ પ્રત્યેનું વલણ બહુ જ સંકુચિત, શોચનીય અને નુકસાનકારક છે. આમાં ફેરફાર માટે સાધ્વીસંઘ પોતે જ જાગૃત અને પ્રયત્નશીલ બને એ પણ એક ઉપાય છે, અને તે વધુ કારગત બની શકે એમ છે. પણ અત્યારની પરિસ્થિતિ જોતાં આપણાં સાધ્વીજીઓ આવો પ્રયત્ન કરવા સજ્જ થાય એવી શક્યતા ઓછી દેખાય છે.
આવી સ્થિતિમાં આવો ફેરફાર કરવાની જવાબદારી સ્વાભાવિક રીતે જ શ્રમણ સંઘ ઉપર આવી પડે છે. શ્રમણસંઘના વડીલો શાણપણ, દીર્ઘદ્રષ્ટિ અને સમયજ્ઞતા દાખવીને આ દિશામાં કામ કરવા ઇચ્છતા હોય, તો તીર્થકર ભગવાને દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવને પારખીને વર્તવાનો ઠેરઠેર જે ઉપદેશ આપ્યો છે તે એમને માટે માર્ગદર્શક બની શકે એમ છે.
તપગચ્છના સાધ્વીસંઘને માટે છૂટ આપવાની જે માગણી આ નોંધ દ્વારા કરવામાં આવી છે એ ક્રાંતિકારી છે એવું રખે કોઈ માની લે. ભગવાન મહાવીરે પોતે જે છૂટ આપી હતી અને પુરુષની પ્રધાનતાના મિથ્યા અભિમાનને જ લીધે આજે જેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, તેમ જ જે છૂટ જૈનસંઘના અન્ય ફિરકાઓ અને ગચ્છોનાં સાધ્વીજી-મહારાજો ઘણી મોટી સંખ્યામાં ભોગવે છે, તે છૂટ જ આપવાની સાવ સામાન્ય અને બિલકુલ અનિવાર્ય આ માગણી છે.
(તા. ર૯-૧-૧૯૭૭)
Page #216
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૬
૧૯૩
એક ઉપકારક, શાસનપ્રભાવક નિર્ણય
આ કાર્યને પાંચ-છ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં એની મહત્તા, ઉપયોગિતા અને ઉપકારકતામાં કંઈક પણ વધારો થયો છે, એટલે મોડેમોડે પણ એની પ્રશસ્તિ યોગ્ય છે.
સંઘ ઉપર ઉપકાર કરનારું અને જૈનશાસનની પ્રભાવનમાં મહત્ત્વનો ફાળો આપનારું આ કાર્ય તે અમુક સમુદાયનાં સાધ્વીજી મહારાજોને વ્યાખ્યાન વાંચવાની આપવામાં આવેલ છૂટ, અને આવી છૂટ આપનાર આપણા સંઘનાયક તે આચાર્ય શ્રી વિજયરામસૂરિજી મહારાજ (ડેલાવાળા). તેઓશ્રીએ શ્રીસંઘની ધર્મશ્રદ્ધાને ટકાવી રાખવાની અને વધારવાની ઉપકારક દૃષ્ટિથી પ્રેરાઈને, પરિસ્થિતિની ગંભીરતાને પારખીને, લાભલાભનો પૂરતો વિચાર કરીને પોતાના આજ્ઞાવર્તી સાધ્વીસમુદાયને ગત ચાતુર્માસની શરૂઆતમાં વ્યાખ્યાન વાંચવાની છૂટ આપીને આપણા સંઘ ઉપર તથા પોતાના સાધ્વીસમુદાય ઉપર મહાન ઉપકાર કર્યો છે એમાં શક નથી.
તેઓએ આવો આવકારપાત્ર અને અનુકરણીય નિર્ણય કર્યો, એમાં એમણે બે-ત્રણ વર્ષ પહેલાં કલકત્તા વગેરે દૂરના પ્રદેશોમાં કરેલ વિહાર દરમિયાન પલટાતા દેશ-કાળને જોવા-સમજવાના મુક્ત મને કરેલા પ્રયાસનો પણ હિસ્સો હશે એમ લાગે છે. એ જે હોય તે, પણ એમનો આ નિર્ણય શ્રીસંઘને અનેક રીતે લાભ કરનારો સાબિત થવાનો છે.
જૈનસંઘના અન્ય ફિરકાઓ, જેવા કે સ્થાનકમાર્ગી તથા તેરાપંથનાં મહાસતીજીઓ, દિગંબરસંઘની આર્થિકાઓ, અરે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ખરતરગચ્છ, પાયચંદગચ્છ તેમ જ અંચલગચ્છનાં સાધ્વીજી મહારાજો, ઉપરાંત તપગચ્છમાં સુધ્ધાં આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના સમુદાયનાં આશાવર્તી સાધ્વીજીઓ ઉપાશ્રયમાં તેમ જ જાહેરમાં પ્રવચનો આપે છે. વળી, આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજનાં તથા આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી મહારાજનાં સાધ્વીજીઓ કચ્છમાં અને આગામોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરિજી મહારાજનાં સાધ્વીજી મહારાજો માળવામાં વ્યાખ્યાનો વાંચે છે. આથી તાજેતરના ઉપર્યુક્ત નિર્ણયથી પ્રભુના ધર્મશાસનની પ્રભાવના થઈ છે કે હાલના એ વાતનો પૂર્વગ્રહથી મુક્ત બનીને વિચાર કરવામાં આવે તો એથી આપણા સંઘને કેટલો બધો લાભ થયો છે એ સમજતાં વાર ન લાગે.
(તા. ૧૫-૧૨-૧૯૭૯)
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૪
(૩૭) એક નિરુત્તર માર્મિક પ્રશ્ન એક પડકાર
-
જિનમાર્ગનું અનુશીલન
સ્થાનકવાસી જૈનસંઘનાં એક સાધ્વીજી મહાસતી શ્રી સુમતિકુંવરસ્વામીએ એક નિવેદન તા. ૮-૩-૧૯૫૪ના ‘જૈનપ્રકાશ'માં પ્રગટ કર્યું છે તે વિચારવા જેવું હોવાથી નીચે ઉદ્ભુત કરીએ છીએ ઃ
જૈનાગમોમાં શ્રમણ-શ્રમણી બંનેને સમાન રૂપ આપવામાં આવ્યું છે. ઠાણાંગ સૂત્રમાં ‘અધર્મો ચૈવ ગળધર્મો ચેવ' એવું કહી અણગાર-ધર્મમાં, શ્રમણ-શ્રમણી (સાધુ-સાધ્વી) બંનેનો સમાવેશ કર્યો છે અને ચતુર્વિધ સંઘ(સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિકા)માં પણ બંનેનો દરજ્જો સરખો માનવામાં આવ્યો છે. પરંતુ સાધ્વીવર્ગને શાસ્ત્રમાં જેટલું મહત્ત્વ મળ્યું છે તેટલું જીવનક્ષેત્રમાં મળ્યું નથી એ આજનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે.
“જ્યારે આપણે જૈન ઇતિહાસનું અવલોકન કરીએ છીએ, ત્યારે અન્તિમ તીર્થંકર ભગવાન મહાવીરથી માંડી આજ સુધી આચાર્યોની પાટપરંપરા સ્વર્ણાક્ષરોથી અંકિત થયેલી મળે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે શ્રમણીવર્ગનું નામ ઇતિહાસના પાને નજરે પડતું નથી . તીર્થંકર ભગવાન ઋષભદેવના યુગમાં મહાસતીજી શ્રી બ્રાહ્મી અને સુન્દરીજી થઈ ગયાં. તે જ પ્રમાણે અન્ય ૨૨ તીર્થંકરોના સમયમાં અન્ય મહાસતીજીઓ થઈ ગયાં અને ભગવાન મહાવીરના યુગમાં મહાસતી શ્રીચંદનબાળા થયાં છે. પરંતુ તેમના પછી ૩૬ હજાર શ્રમણીઓમાંથી કોણ પ્રવર્તિની કે મુખ્યા બની તેનો ઉત્તર ઇતિહાસમાંથી મળતો નથી.
“આપણા આચાર્યોએ સંઘની એક બાજુરૂપ ‘શ્રમણ’-વર્ગની પરંપરા તો બરાબર કાયમ રાખી છે, પરંતુ કોણ જાણે સંઘની બીજી બાજુને વિસ્મૃતિના ગહન અંધકારમાં કેમ વિલીન કરી છે ? જો કે સંઘના વિકાસમાં શ્રમણીવર્ગનો પણ મોટો હાથ છે અને સંઘમાં તેઓનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
“હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી તો ઇતિહાસનાં પાનાઓમાં ક્યાંય ‘શ્રમણી’ (સાધ્વી)-વર્ગની પરંપરા મળતી નથી. તો જો આપણા પૂજનીય આચાર્યો તેમ જ મહાન સાધુ-સાધ્વીઓના ધ્યાનમાં હોય તો મારી સવિનય વિનંતિ છે કે તેઓ કૃપા કરી બતાવે, અને સ્મૃતિમાં ન હોય તો સંઘની આ બીજી બાજુને કેમ ભૂલવામાં આવી છે તેના ઉપર પ્રકાશ પાડે. આપણા આચાર્યો આના ઉ૫૨ ધ્યાન આપશે તો ઘણો જ ઉપકાર થશે.’’
(તા. ૨૦-૩-૧૯૫૪)
Page #218
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૮
(૩૮) જેટલું મુશ્કેલ એટલું જ ઉપયોગી કાર્ય
સાધ્વી-સંમેલન
જૈનસંઘના જાણીતા વિદ્યાપ્રેમી, વિચારક અને લેખક ભાઈશ્રી અગરચંદજી નાહટાએ થોડા વખત પહેલાં સાધ્વીઓના સંમેલનની જરૂ૨ અંગે એક લેખ લખ્યો હતો એ તરફ અમારું ધ્યાન ગયું છે. એથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ. શ્રી નાહટાજીનો આ લેખ મૂળ ‘ભારત જૈન મહામંડળ'ના માસિક મુખપત્ર ‘જૈનજગત્ 'ના ગત ફેબ્રુઆરી માસના અંકમાં છપાયો હતો. એ પછી થોડાક સંક્ષેપ સાથે એ લેખ ‘જૈન' પત્રના તા. ૨૫-૨-૧૯૬૭ના અંકમાં છપાયો છે. આ લેખમાં શ્રી નાહટાજીએ અત્યારના સમયમાં જૈન સાધ્વીઓના સંમેલનની ખાસ જરૂ૨ હોવાનો નિર્દેશ કરવાની સાથેસાથે જુદાજુદા ફિરકાઓનાં સાધ્વીજીઓના સામાન્ય વિકાસનો પણ ઉપયોગી અને યથાર્થ ખ્યાલ આપ્યો છે. ચારે ય જૈન ફિરકાઓના સાધ્વીજીઓના અભ્યાસ અને વિકાસ અંગેનો પોતાનો અભિપ્રાય દર્શાવતાં તેઓ કહે છે
ય
૧૯૫
-
“ જ્યારે હું દરેક સંપ્રદાયનાં સાધ્વીઓની પ્રગતિનો વિચાર કરું છું, ત્યારે મને એમ લાગે છે કે દિગંબર સમાજનાં આર્યાઓ હજી મોટે ભાગે કંઈક દબાયેલાં છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તપાગચ્છનાં સાધ્વીઓ, સાધુઓની મુખ્યતાને કારણે, જોઈએ તેવી પ્રગતિ કરી શકતાં નથી. ખરતરગચ્છમાં સાધુઓ બહુ ઓછા હોવાને કારણે, એ ગચ્છનાં સાધ્વીઓને ધર્મ-પ્રચારનું કામ વધારે કરવું પડે છે, તેથી એમનાં અધ્યયનમાં અને વક્તૃત્વકલામાં નોંધપાત્ર વધારો થયો છે. સ્થાનકવાસી સાધ્વીઓમાં પણ ભણેલાંગણેલાં સાધ્વીઓ ઘણાં છે, પણ એ અભ્યાસની સરખામણીમાં, સાધુઓની અધિકતા અને મુખ્યતાને કારણે, તેઓ પ્રગતિ સાધી શકયાં નથી. તેરાપંથી સમુદાયનાં આર્યાઓએ આચાર્ય તુલસીના કુશળ નેતૃત્વમાં, છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન જે પ્રગતિ સાધી છે તે આશ્ચર્યકારક અને ચોંકાવી દે એવી છે... તેરાપંથનાં સાધ્વીઓને જ્યારે-જ્યારે મળવાનું થાય છે અને એમના લેખો ‘જૈન-ભારતી’, ‘અણુવ્રત', ‘અનેકાંત' જેવાં પત્રોમાં વાંચું છું ત્યારે મને એવું લાગે છે, કે થોડાંક વર્ષ પહેલાં જે સંપ્રદાયનાં સાધ્વીઓમાં એક પણ વિદુષી સાધ્વી ન હતાં, હિંદીમાં ભાષણ આપી શકે કે લખી શકે એવાં પણ ભાગ્યે જ હશે, એ સંપ્રદાયનાં સાધ્વીઓ આજે સુંદ૨ લેખો લખે છે, પ્રભાવશાળી ભાષણો આપે છે, પ્રાકૃત-સંસ્કૃત-અંગ્રેજી વગેરે ભાષાઓમાં ધારાવાહી રીતે ભાષણ આપી શકે છે, અવધાનના પ્રયોગો કરેછે, શીઘ્રકવિતા બનાવે છે અને જ્ઞાન-ધ્યાનમાં અનેક રીતે પ્રગતિ કરી રહ્યાં છે; તો પછી બીજા સંપ્રદાયોમાં થોડા વખતમાં આવાં સાધ્વીઓ કેમ તૈયાર ન થઈ શકે ? સાધુસમુદાય અને શ્રાવક-સમાજે એમની પ્રગતિને માટે જે જરૂરી સાધનો પૂરાં પાડવાં જોઈતાં હતાં, અને એમને જે પ્રકારનાં માર્ગદર્શન અને પ્રોત્સાહન મળવાં જોઈતાં હતાં, એ ન મળી
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૬
જિનમાર્ગનું અનુશીલન શક્યાં, એને કારણે જ એમની પરંપરામાં છેક શરૂઆતથી અધ્યયનની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં તેઓ પાછળ રહી ગયાં છે. થોડોક જ પ્રયત્ન કરવામાં આવે તો એમની પ્રતિભા જરૂર ચમકી ઊઠે. એકબીજાને મળવાથી આગળ વધવાની ભાવના જરૂર જાગી ઊઠશે. તેરાપંથી સાધ્વીઓએ તો આગમ-કાર્યમાં પણ ઘણો ફાળો આપ્યો છે એ “જૈન-ભારતી'ના તા. ૧૧-૧૨-૧૯૬૬ના અંક ઉપરથી સારી રીતે જાણી શકાય છે.”
શ્રી નાહટાજીએ ચારે ય ફિરકાનાં સાધ્વીઓના વિકાસનું જે અવલોકન ઉપર રજૂ કર્યું છે, તે સ્વીકારવું પડે એવું છે. તેમાં ય તેરાપંથી ફિરકાના સાધ્વીઓએ છેલ્લા એકાદ દાયકા જેટલા ટૂંકા સમયમાં જે વિકાસ સાધી બતાવ્યો, તેની ગૌરવકથા તો આપણને અચરજમાં નાખવાની સાથેસાથે અનેક બાબતો સમજાવી જાય છે. સૌથી મોટી અને અગત્યની વાત તો આ ઉપરથી એ જાણવા મળે છે, કે કોઈપણ વ્યક્તિ - ભલે પછીએ સ્ત્રી હોય કે પુરુષ – એને વિકાસની તક, સામગ્રી અને મોકળાશ આપવામાં આવે તો એ સ્ત્રી-પુરુષના ભેદને બાજુએ રાખીને, પૂરેપૂરો વિકાસ સાધી શકે છે, સાધી બતાવે છે. કોઈ પણ ધર્મના વડા ચાહે તો સ્ત્રી-પુરુષના ભેદને ગૌણ બનાવીને સહુ કોઈને વિકાસની એકસરખી પ્રેરણા આપી શકે છે; આચાર્ય તુલસીનું આ દિશાનું માર્ગદર્શન બીજાઓને માટે દાખલારૂપ અને પ્રેરક બની શકે એવું છે. એમ કહેવું જોઈએ કે આચાર્ય તુલસીની દીર્ઘદર્શી આગેવાની નીચે સમગ્ર તેરાપંથી ફિરકાની કાયાપલટ થઈ રહી છે, તેમાં ય સાધ્વી-સમુદાયને તો નવજીવન જ મળ્યું છે. આથી સરવાળે આખા સંઘનું તેજ વૃદ્ધિ પામવાનું છે.
વળી, જૈન આત્મસાધકોએ આત્મશક્તિનું જે દર્શન કર્યું અને જૈનદર્શને એના આધારે આત્મશક્તિની જે પ્રરૂપણા કરી, એ દષ્ટિએ વિચાર કરતાં કીડીથી કુંજર સુધીનાં અને પશુ-પંખીથી તે દેવ-માનવ સુધીનાં કલેવરમાં વસતા આત્માની શક્તિ તાત્વિક કે પારમાર્થિક રીતે તો એકસરખી જ માનવામાં આવી છે, અલબત્ત, કોઈક દેહધારીમાં આત્મશક્તિ વધારે પ્રગટી હોય, કોઈમાં એ ઓછી પ્રગટી હોય અને કોઈમાં એ સુષુપ્ત જેવી દશામાં હોય એ બને. જો વસ્તુસ્થિતિ આવી છે તો પછી પુરુષ વધારે વિકાસ સાધી શકે અને સ્ત્રી ઓછા વિકાસની અધિકારી છે એ માન્યતા ભ્રમપૂર્ણ છે.
ભગવાન મહાવીરે (અને બીજા તીર્થકરોએ પણ) જ્યારે સ્ત્રીને પુરુષની જેમ જ મોક્ષની અધિકારી માની છે અને ભિક્ષુઓના સંઘની જેમ જ ભિક્ષુણીઓના સંઘને પણ માન્ય રાખ્યો છે, તો પછી સાધ્વી-સમુદાય જ્ઞાન-ક્રિયાની આરાધના કરવા માટે પણ અમુક જ શાસ્ત્ર ભણી શકે અને અમુક ન ભણી શકે, અમુક કામ કરી શકે અને અમુક ન કરી શકે – એવા અવરોધો ઊભા કરવા તે વ્યર્થ છે. આમ છતાં આવા અવરોધોને શાસ્ત્રના પવિત્ર નામે આગળ ધરવા એ કેવળ પુરુષ પ્રધાનતાના
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૩૮
૧૯૭ ગુમાનનું જ દુષ્પરિણામ છે. જેઓ જૈનદર્શનની તત્ત્વદૃષ્ટિને બરાબર સમજી શકતા હોય, તેઓ આવા નકલી અવરોધોને તો સ્વીકારી શકે નહિ.
- શ્રી અગરચંદજી નાહટાએ સાધ્વીઓનું સંમેલન ભરવાની જરૂર સમજાવતાં પોતાના એ લેખના આરંભે કહ્યું છે –
જૈનધર્મ પુરુષ અને સ્ત્રીને સમાન ધાર્મિક અધિકાર આપે છે. તેથી જ ચતુર્વિધ સંઘમાં સાધુની સાથે સાધ્વીને અને શ્રાવકની સાથે શ્રાવિકાને સ્થાન આપવામાં આવ્યું છે... જૈનસંઘમાં સાધુઓનાં સંમેલન તો પ્રાચીન સમયથી તે અત્યાર સુધીમાં અનેક વાર થયાં છે, શ્રાવકોનાં સંમેલન પણ થતાં જ રહે છે, અને, હવે તો, સ્ત્રીઓનું સંમેલન પણ કોઈ પણ સંસ્થાના અધિવેશનની સાથોસાથ જરૂરી જેવું મનાવા લાગ્યું છે. મહિલા-મંડળ વગેરે સ્વતંત્ર સંસ્થાઓ પણ સ્થપાઈ ચૂકી છે. પણ સમસ્ત જૈન સાધ્વીઓનું સંગઠન કે સંમેલન હજી સુધી નથી થઈ શકર્યું એ બહુ જ ખટકે એવી વાત છે.”
આ રીતે સાધ્વી-સંમેલનના અભાવ પ્રત્યે પોતાનો ખેદ દર્શાવીને એમને આ વિચારની પ્રેરણા ક્યાંથી, કેવી રીતે મળી એ દર્શાવતાં શ્રી નાહટાજી કહે છે –
કેટલાક દિવસ પહેલાં મારે મુંબઈ જવાનું થયું, ત્યારે સાધ્વીરત્ન મૃગાવતીશ્રીજી આદિને એ ઉત્કટ ભાવના થઈ કે જૈન આર્થીઓનું પણ એક સંમેલન બોલાવવામાં આવે, જેથી તેઓ એકબીજાની વધુ નિકટ આવી શકે અને પોતાની પ્રગતિનો માર્ગ વિચારી શકે. મને આ વાત બહુ જ સારી લાગી, અને મેં એની ચર્ચા હૈદરાબાદ જઈને શાસન-પ્રભાવિકા વિદુષી આર્યારત્ન વિચક્ષણ શ્રીજીની સાથે કરી. પણ તેઓ અત્યારે એટલે દૂર છે કે સંમેલનનો કોઈ પ્રસંગ જલદી બની આવે એ શક્ય નથી લાગતું. આમ છતાં મારો પોતાનો એવો અભિપ્રાય છે, કે ભલે થોડો વખત લાગી જાય, પણ જો સાધ્વી-સંમેલન બોલાવવાનો નિર્ણય કરવામાં આવે, તો હવે તો (વર્ષા) ચોમાસું પૂરું થઈ ગયું છે, તેથી વિહાર કરીને અમુક સ્થાને પહોંચવું હોય, તો મુખ્ય-મુખ્ય સાધ્વીઓ ત્યાં પહોંચી શકે એમ છે.”
બધા ફિરકાનાં સાધ્વીજીઓનું સંમેલન બોલાવવા અંગેનો પોતાનો અભિપ્રાય દર્શાવતાં શ્રી નાહટાજી કહે છે –
કેટલાક લોકો એવો વિચાર ધરાવે છે કે પહેલાં એકએક ગચ્છ કે ફિરકાનાં સાધ્વીઓનું સંમેલન જ મળે; પછી ભૂમિકા તૈયાર થાય એટલે બધા ફિરકાનાં સાધ્વીઓનું એક બૃહદ્ સંમેલન બોલાવવામાં આવે. પણ મારો પોતાનો અભિપ્રાય એવો છે, કે દુનિયા જે ઝડપથી આગળ વધી રહી છે તે જોતાં, આપણે સંપ્રદાયના ક્ષુદ્ર વાડામાંથી બહાર આવીને એક જૈન ધ્વજની નીચે આવી જ જવું જોઈએ. આથી એક મોટો લાભ તો એ થશે કે અન્ય ફિરકાનાં વિદુષી અને મુખ્ય સાધ્વીઓ સાથે મિલન થવાથી દેખા-દેખીથી પણ પ્રગતિની ભાવના જાગશે, પોતાની સ્થિતિનો સાચો ખ્યાલ આવશે. કયા-કયા ફિરકાનાં ક્યાં-ક્યાં સાધ્વીજી વિદ્યા વગેરે ક્ષેત્રોમાં કેટલાં
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૮
જિનમાર્ગનું અનુશીલન આગળ વધી શકયાં છે – એ વાતનો જ્યારે એકબીજાને ખ્યાલ આવશે, ત્યારે એમને પોતાને પણ જલદી એટલે સુધી કે એથી આગળ પહોંચવાની પ્રેરણા મળશે.” અંતમાં બધા ફિરકાઓને આ માટે ભારપૂર્વક વિનંતિ કરતાં લેખક કહે છે –
“હું દિગંબર, શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી બધા ય ફિરકાઓને અનુરોધ કરું છું કે તેઓ પોતાના સાધ્વી-સમુદાયની મહાન શક્તિ અને પ્રતિભાનો યોગ્ય રીતે વિકાસ થઈ શકે એ માટે પૂરો સાથ આપે. બધા ફિરકાનાં વિદુષી અને મુખ્ય સાધ્વીઓની જલદી યાદી તૈયાર કરવામાં આવે; એમાં તેઓની પોતાની યોગ્યતાનું અને એમનાં શિષ્યાઓનું વિતરણ કરવામાં આવે. અને એવાં સાધ્વીઓમાંનાં મોટા ભાગનાં સાધ્વીઓ એક સ્થાને એકત્ર થઈને વિચાર-વિનિમય અને ભાવી યોજના કરી શકે એવો અવસર એમને આપવામાં આવે. જૈનધર્મ અને સમાજને માટે તેઓ વધારેમાં વધારે ઉપયોગી થઈ શકે એવો પ્રયત્ન કરવામાં કશી ખામી રહેવા દેવામાં
ન આવે.”
સાધ્વી-સંમેલનનો શ્રી નાહટાજીનો વિચાર અમને સમયસરનો અને આવકારપાત્ર લાગે છે. સાથેસાથે આ વિચારને અમલી રૂપ આપીને આવું સાધ્વીસંમેલન મેળવવાનું કામ, અત્યારના પ્રગતિશીલ સમયમાં પણ, ખૂબખૂબ મુશ્કેલ છે એ પણ એટલું જ સાચું છે. એમ હોવાનું મુખ્ય કારણ, અમારી સમજ મુજબ, આંતરિક છે. દુનિયાભરના દેશોની, આપણા દેશની, આપણા પોતાના સંઘ કે સમાજની, આપણાં સંખ્યાબંધ કુટુંબોની અને આપણાં પોતાનાં ઘરોમાં રહેતી અસંખ્ય બહેનો આજે અનેક દિશાઓમાં અનેક રીતે વિકાસ સાધી રહેલ છે એ નજરોનજર નિહાળવા છતાં, કમસે-કમ તપગચ્છમાં તો, હજી પણ એવા કેટલાય સાધ્વી-સમુદાય મોજૂદ છે કે જેમને વિશેષ વિદ્યાધ્યયન અને શાસ્ત્રાભ્યાસ તેમ જ અન્ય શક્તિઓને ખીલવવા દ્વારા પોતાનો વિકાસ સાધવાની ઝંખના સતાવતી ન હોય, અને પોતાની બંધિયાર સ્થિતિ પ્રત્યેનો અણગમો ઉગ્ર બની ગયો ન હોય. ઊલટું, એમને તો જે સાધ્વીઓ પ્રગતિશીલ વિચારો ધરાવતી હોય અને પોતાનો વિકાસ સાધવા પ્રયત્ન કરતી હોય તેઓ જાણે કંઈક ભૂલ કરતી લાગે છે!
લાંબા સમયથી અમુક સ્થિતિમાં રહેવાને ટેવાઈ જવાને લીધે, ઘણી વાર સ્ત્રી પોતે જ સ્ત્રીવર્ગના દુઃખનું કે પછાતપણાનું નિમિત્ત બની બેસે છે એવી વસ્તુસ્થિતિને કારણે આવું બને એ સ્વાભાવિક છે. પણ સમસ્ત શ્રીસંઘના કલ્યાણ અને અભ્યદયની દૃષ્ટિએ આ પરિસ્થિતિમાં સત્ર ફેરફાર કરવાની અને સાધ્વી-સમુદાય વિદ્યાઅધ્યયન વગેરે બાબતોમાં પૂર્ણ વિકાસ કરી શકે એવી એમને પૂરેપૂરી મોકળાશ અને સગવડ કરી આપવાની ખાસ જરૂર છે; અને આવી આવકારપાત્ર પરિસ્થિતિનું સર્જન કરવામાં
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૮, ૩૯
સાધ્વી-સંમેલન ઘણો અગત્યનો ફાળો આપી શકે એ ચોક્કસ છે. અને તેથી જ એ બને તેટલું વહેલું કરવા લાયક છે.
પહેલાં એક-એક જ ફિરકાનાં સાધ્વીઓનું સંમેલન ભરવું કે બધા ફિરકાનાં સાધ્વીઓનું ભેગું સંમેલન બોલાવવું એ વાત પણ ગંભીર વિચારણા માગે છે. વ્યવહારુ રીતે આમાં કેવી યોજના સફળ થઈ શકે એ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપી શકીએ એવી સ્પષ્ટતા અત્યારે અમારા મનમાં નથી. આમ છતાં આ વાતનો વધારે સંબંધ આ કે તે અભિપ્રાય કરતાં એ માટેની વ્યવહારુ વ્યવસ્થા સાથે છે.
પણ આ તો પ્રાથમિક વિચારણામાત્ર છે, એટલે આવું સંમેલન બોલાવવાનો નિર્ણય કરતાં પહેલાં એ સંબંધી પુખ્ત અને સર્વાંગીણ વિચારણા કરવામાં આવે એ ખૂબ જરૂરી છે.
૧૯૯
(૩૯) મુંબઈમાં સાધ્વીરત્નોનો સુભગ સંગમ
આ ચાતુર્માસમાં સ્થાનકવાસી અને દેરાવાસી એ બંને ફિકાનાં તેજસ્વી સાધ્વીરત્નોનો મુંબઈને લાભ મળ્યો છે એ બહુ આનંદ આપે એવી બીના છે. સ્થાનકવાસી ફિરકાનાં મહાસતી શ્રી પ્રમોદસુધાશ્રીજી તેજસ્વી મહાસતીશ્રી ઉજ્વળકુમારીજીનાં સુયોગ્ય શિષ્યા છે. સાધ્વીજી મહારાજ શ્રી મૃગાવતીશ્રીજી એમનાં માતા સાધ્વી શ્રી શીલવતીશ્રીજીનાં સુયોગ્ય શિષ્યા છે. બંને ઉદાર વિચારનાં, સમાજનાં સુખદુઃખનો વિચા૨ ક૨ના૨, અધ્યયન-ચિંતનશીલ, સમગ્ર માનવજાતના કલ્યાણની પ્રેરણા આપનારાં અને માતા સરસ્વતીની કૃપાપ્રસાદી પામેલાં સાધ્વીજીઓ છે, અને હૃદયસ્પર્શી વ્યાખ્યાતા તરીકે બંનેની ખૂબ નામના છે.
મુંબઈના જૈનસંઘને સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીના ચાતુર્માસનો અને ખાસ કરીને એમનાં હૃદયસ્પર્શી, નિખાલસ અને સચોટ પ્રવચનો સાંભળવાનો જે અવસર મળ્યો, તેને એક યાદગાર અવસર તરીકે જરૂર લેખી શકાય. વિશેષ આનંદ ઉપજાવે એવી વાત તો એ છે કે મુંબઈ નગરીએ આ વિરલ અવસ૨નો બને એટલો વધુ લાભ લીધો છે, અને હજી પણ લઈ રહેલ છે.
સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી અને મહાસતીશ્રી પ્રમોદસુધાશ્રીએ બે પ્રસંગોએ એકીસાથે પોતાનાં પ્રવચનોનો લાભ જનતાને આપ્યો, એ બનાવ અમારે મન એક સુભગ સંગમરૂપ છે.
(તા. ૧૧-૩-૧૯૬૭)
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૦
જિનમાર્ગનું અનુશીલન તા. ૨૪-૭-૧૯૬૬ના રોજ આ બંને સાધ્વીજીઓએ, દેરાવાસી તથા સ્થાનકવાસી કેટલીક સંસ્થાઓના સંયુકત ઉપક્રમે, ભાયખાલામાં જૈન સંસ્કૃતિનો સંદેશ’ એ વિષય ઉપર જાહેર પ્રવચન આપ્યું હતું.
આ પ્રસંગે મહાસતી પ્રમોદ સુધાશ્રીએ યોગ્ય જ કહ્યું હતું કે “જે શ્વેત વસ્ત્ર ધારણ કરે તે શ્વેતાંબર, જે વસ્ત્ર ધારણ ન કરે તે દિગંબર. પણ ગૃહસ્થો! તમે તો વીતરાગ શાસનમાં માનો છો; પછી શ્વેતાંબરદિગંબરના ઝઘડા શા માટે ? સ્થાનકવાસી-દેરાવાસી આ ઝઘડો શા માટે ? તમે “વાસી'ન થાઓ, તાજા રહો !.. જૈન સંસ્કૃતિનો સંદેશ વિશ્વવ્યાપક બનવા જ સર્જાયો છે. આપણે શ્વેતાંબર, દિગબંર, સ્થાનકવાસી, તેરાપથી – આમ વિભાગોમાં આ સંદેશને વહેંચી, સંઘભાવના અને સમાજભાવના ટૂંકાવી એકબીજા આત્મઘાતમાં અટવાઈ ગયાં અને ગૌરવભર્યા ભૂતકાળની પ્રતિષ્ઠા ખોઈ બેઠાં !" - સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીએ આ પ્રસંગે પોતાનો હર્ષ-વ્યક્ત કરતાં કહ્યું : મહાસતીજીની જ્ઞાનગંગાનો લાભ લીધો. હજુ સાંભળ્યા જ કરીએ એવું મન થાય છે.. સંગઠન માટે મારા નામનો ઉલ્લેખ થયો છે, પણ આ પ્રયત્ન પૂ. ગુરુદેવ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનો છે... આપણાં જુદાં-જુદાં પર્યુષણ જોઈ દુઃખ થાય છે. હમણાં જ પંજાબમાં પૂ. આચાર્ય સમુદ્રસૂરિજીનું અને પૂ. આચાર્ય આનંદઋષિજીનું મિલન થયું, જે સમયે પૂ. સમુદ્રસૂરીશ્વરજીએ પૂછ્યું: ‘તમે પર્યુષણ કયારે કરવાના છો ?' તે જ સમયે પૂ. આચાર્યઆનંદઋષિજી મહારાજે કહ્યું: ‘તમે કરો એ જ ટાઈમે અમે પર્યુષણ કરીશું.” ”
આ સંયુકત પ્રવચન બાદ તા. ૭-૮-૧૯૬૬ના રોજ આ બંને વિદુષી સાધ્વીજીઓનું સંયુકત પ્રવચન, બંને ફિરકાઓની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમથી, સ્થાનકવાસી સંઘના કાંદાવાડીના સ્થાનકમાં યોજવામાં આવ્યું હતું; વ્યાખ્યાનનો વિષય હતો “ધર્મ અને સમાજ'.
આ વિષય ઉપર બંને સાધ્વીજીઓએ પોતાની મધુર વાણી દ્વારા શ્રોતાઓને ચિંતનનું ભાતું આપ્યું હતું અને ઘણી મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનોએ એનો આદરપૂર્વક સ્વીકાર કર્યો હતો.
આ પ્રસંગ વિશેષ યાદગાર એ રીતે બની ગયો કે એ સભામાં આપણા સ્વ. વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીનાં કર્તવ્યપરાયણ ધર્મપત્ની શ્રીમતી લલિતાદેવી હાજર રહ્યાં હતાં.
આ રીતે આ બંને સાધ્વીજી મહારાજોએ એકબીજાને મળવાની અને એકબીજાની વિદ્વત્તાનો પોતે લાભ લેવાની અને બંને ફિરકાના સંઘોને એનો લાભ આપવાની જે
Page #224
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૩૯, ૪૦
તત્પરતા, ઉદારતા અને દીર્ઘદૃષ્ટિ દાખવીને એક સુંદર ઉદાહરણ રજૂ કર્યું છે, તે માટે તેઓને ખૂબખૂબ ધન્યવાદ ઘટે છે. જે સંસ્થાઓ તેમ જ આગેવાનોએ આવા સુંદરસુભગ સંગમ માટે સફ્ળ પ્રયત્ન કર્યો છે, તેઓ પણ ધન્યવાદને પાત્ર છે.
(તા. ૫-૧૧-૧૯૬૬)
(૪૦) શ્રમણોને યોગ્ય એક આવશ્યક મર્યાદા
આપણે ત્યાં સાધ્વીજીઓની સંખ્યામાં જે પ્રમાણે વધારો થતો જાય છે, તે પ્રમાણે એમના વિકાસને માટે જરૂરી યોજના અને સગવડો કરવા તરફ ધ્યાન અપાતું નહીં હોવાને લીધે, ન તો સાધ્વીસમુદાયનો વિકાસ થઈ શકે છે કે ન તો એમનાં જ્ઞાનચારિત્રનો લાભ સંઘને મળી શકે છે.
૨૦૧
પણ વિશેષ ગ્લાનિ ઉપજાવે એવી વાત તો એ છે, કેટલાય સાધ્વી-સમુદાયોને માથે સાધુઓનાં વસ્ત્રો સાફ કરવાનું, એમનાં પાતરાં રંગવાનું અને એવુંએવું કામ ફરજરૂપ લેખવામાં આવ્યું છે; અરે, કેટલાય સાધ્વી-સમુદાયો પોતે પણ આને પોતાનું કર્તવ્ય લેખે છે !
પણ સાધુસમુદાયના સંયમપાલનની દૃષ્ટિએ અને સાધ્વીસમુદાયના વિકાસની દૃષ્ટિએ – એમ બંને દૃષ્ટિએ આ પ્રથા એ તરત બંધ થવી ઘટે છે.
સ્વ. આ. મ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ પોતાની દીક્ષાનાં પંદર વર્ષ પૂરાં થયાં ત્યારે સોળમા વર્ષના પ્રવેશ પ્રસંગે પોતાની ડાયરીમાં લખ્યું છે – “કદાપિ કોઈ સાધ્વીને વસ્ત્ર-પ્રક્ષાલન કરવા આપ્યું નથી અને હવે તે આપવાનો ભાવ નથી.”
યોગનિષ્ઠ આચાર્યશ્રીની આ નાની-સરખી નોંધ આ પ્રથાને બંધ કરવામાં માર્ગદર્શક બની રહે એવી છે. આ દૃષ્ટિએ જ શ્રીસંઘ-સંમેલને પોતાના ઠરાવમાં ચતુર્થ મહાવ્રત અંગે કહ્યું છે “એમની (સાધ્વીજીઓ) પાસે પોતાનું કોઈ પણ કામ કરાવવું નહીં.' મુક્તિમાર્ગના સાચા પ્રવાસી બની આપણે આવી કુપ્રથાથી કયારે મુક્ત થઈશું ?
(તા. ૧૧-૭-૧૯૬૪)
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૨
જિનમાર્ગનું અનુશીલન (૪૧) યોગ્યતાને આધારે દીક્ષાઃ એક ઠરેલ અભિગમ
દીક્ષા કોને આપવી અને કોને નહિ એ સંબંધી આપણે ત્યાં ઠીકઠીક વિચારભેદ પ્રવર્તે છે. એક વર્ગ દીક્ષામાં યોગ્યતાને પ્રથમ સ્થાન આપવાનો આગ્રહ સેવે છે. બીજો વર્ગ યોગ્યતા-અયોગ્યતાના વિચારને આઘો મૂકી ગમે તેને દીક્ષા આપી દેવાનો જ આગ્રહ ધરાવે છે.
અમને પોતાને તો, જે દીક્ષાને માગે તેને વગર વિચાર્યું અને વગર ઊંડી તપાસ કર્યો આપી દેવા જેવી સોંઘી ચીજ ગણી લેવામાં સમાજનું, સંઘનું, ધર્મનું, સાધુસમુદાયનું અને દીક્ષા લેનાર વ્યક્તિનું પોતાનું એમ સૌનું હિત જોખમાતું હોય એમ ચોક્કસ લાગે છે, અને તેથી વ્યક્તિની યોગ્યતાની તપાસને અંતે જ દીક્ષા આપવી જોઈએ એમ અમે માનીએ છીએ.
પણ અમારી આ માન્યતાનો સ્વીકાર કરવામાં આવે કે ન આવે, છતાં એટલું તો સાચું જ છે કે દીક્ષાને માટે કંઈક પણ નિયંત્રણ સ્વીકાર્યા વગર ચાલે એમ નથી; નહીં તો એક બાજુ સાધુ-સમુદાયની શિથિલતામાં વધારો થતો રહેશે અને બીજી બાજુ સંઘની જવાબદારી પણ વધતી રહેશે. પરિણામ છેવટે સંઘની આંતરિક શક્તિની ઓટમાં જ આવશે.
આ દૃષ્ટિએ વિચારતાં દિલ્હી(ચાંદની ચોક)ના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવકસંઘની વ્યવસ્થાપક કમિટીએ તા. ૧-૫-૧૯૫૯ના રોજ દીક્ષા અંગે નીચેનો જે ઠરાવ કર્યો છે, તે અમને આવકારપાત્ર લાગ્યો છે :
જે કોઈ સ્થાનકવાસી જૈનને આ ક્ષેત્રમાં દીક્ષા આપવાની હોય, તેની સૂચના શ્રીસંઘને એક માસ અથવા યોગ્ય સમય પહેલાં મળી જવી જોઈએ, જેથી શ્રીસંઘ તેમની યોગ્યતા અને અયોગ્યતા તથા પૂર્વ અને વર્તમાન જીવન પર વિચાર કરીને, દીક્ષા આપવાની સ્વીકૃતિ આપી શકે.”
આમાં પણ સંઘની સ્વીકૃતિની પાછળ મુખ્ય હેતુ દિક્ષાના ઉમેદવારની યોગ્યતાઅયોગ્યતાની ચકાસણી જ છે, એટલે એને દીક્ષામાં શ્રાવકસંઘનો હસ્તક્ષેપ માની લેવામાં આવે, તો તે કેવળ ટૂંકી બુદ્ધિ જ લેખાય ! વ્યક્તિ યોગ્ય હોય, છતાં એને દીક્ષા આપવાની સંમતિ શ્રાવકસંઘ નહીં આપે એમ માની લેવું એ ખોટું છે, સિવાય કે એથી દીક્ષા આપનારની મનસ્વિતા ઉપર નિયંત્રણ આવતું હોય. અને જો અયોગ્ય વ્યક્તિની દીક્ષા અટકે કે એની યોગ્યતા પુરવાર થતાં સુધી વિલંબમાં પડે તો સરવાળે સૌને તે લાભકર્તા જ નીવડવાનું છે.
આગળ જતાં, આ ઠરાવ પછી, શ્રમણસંઘને આમ વિજ્ઞપ્તિ કરવામાં આવી છે
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૧
૨૦૩ શ્રમણ સંઘના આદરણીય પદાધિકારીઓને પણ અત્યંત નમ્રતાપૂર્વક નિવેદન છે કે સ્થાનિક સંઘનું પ્રમાણપત્ર મળ્યા બાદ જ દીક્ષાર્થીને દીક્ષા આપવાની તેઓ મંજૂરી આપે. આથી વૈરાગ્ય-ભાવનાથી ઓતપ્રોત વ્યક્તિને જ દીક્ષા આપી શકાશે. શ્રમણ-સંઘનો પૂજનીય પદાધિકારી-ગણ સ્થાનિક સંઘ દ્વારા જ આજ્ઞા દેવાની પદ્ધતિ દાખલ કરે તે આવકારદાયક છે.” દિીક્ષા લેવા ઇચ્છનારની યોગ્યતાની તપાસ કરવાની અત્યારે કદાચ વધારે. જરૂર એટલા માટે પણ લાગે છે, કે એક જ વ્યક્તિએ પોતાના આત્મકલ્યાણની દૃષ્ટિએ નહીં, પણ પોતાના અંગત સ્વાર્થથી પ્રેરાઈને અનેક વાર દીક્ષા લીધાના કે ગુરુ બદલ્યાના દાખલા વારંવાર બનવા લાગ્યા છે. જો વચમાં શ્રાવકસંઘનું યોગ્યતાની ચકાસણીનું આવું કંઈક નિયંત્રણ હોય તો જ આવા અઘટિત દાખલાઓ રોકી શકાય.
અમારી સમજ પ્રમાણે દીક્ષાનો વિચાર ત્રણ રીતે કરી શકાયકેવળ સંખ્યા વધારવાની દૃષ્ટિએ, કેવળ ગુણવત્તાની દૃષ્ટિએ અને ગુણવત્તામૂલક સંખ્યા વધારવાની દૃષ્ટિએ. આમાં પહેલી અને બીજી બાબત એકએક છેડાને સ્પર્શતી હોવાથી, એ બેના મધ્યમ માર્ગરૂપ ત્રીજી બાબત બધી રીતે આવકારપાત્ર છે.
અને જો આ વાત બરાબર લાગતી હોય તો દીક્ષા માટે તે-તે સ્થળના શ્રાવકસંઘની અનુમતિ એ જ વ્યવહારુ પદ્ધતિ છે.
(તા. ૨૦-૬-૧૯૫૯) મુંબઈ રાજ્યની ઉપલી ધારાસભા લેજિસ્લેટિવ કાઉન્સિલ)ના સભ્ય શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ, બાલસંન્યાસ-દીક્ષા-પ્રતિબંધક ધારો ઘડવા માટે એક બિલ પેશ કર્યું છે, અને અમે આવકારીએ છીએ.
કોઈ એમ પૂછી શકે, કે જો માણસને આપણે મરતાં અટકાવી શકતા નથી, તો દીક્ષા લેતાં કેમ અટકાવી શકીએ ? પણ આ એક ભ્રામક દલીલ છે. અત્યારનું આપણું વ્યવસ્થાતંત્ર એવી રીતે ગોઠવાયેલું છે, કે દીક્ષા લેનાર વ્યક્તિ કંઈ સમાજથી સાવ અળગી નથી થઈ જતી. એટલે પછી જ્યારે સાધુઓના જીવનનું ઘડતર સમાજ કે સંઘના કલ્યાણની દૃષ્ટિએ થવાના બદલે ગમે તેવું થતું હોય, તો એથી સમાજ ઉપર સ્વાભાવિક રીતે જ વિશેષ ભાર પડે છે; એટલું જ નહીં, સમાજમાં કેટલીક વિકૃતિઓ પણ ઊભી થાય છે.
સરકારે જ્યારે બાળલગ્નોને ગેરકાયદે ગણવાનો ધારો ઘડ્યો હોય ત્યારે, “બાળક પરણી જશે તો પછી એ પોતાનું આત્મકલ્યાણ કેમ કરી સાધી શકશે” એવી ખોટી ચિંતાથી દોરવાઈને પણ હવે બાળકોને દીક્ષા આપી દેવાનું કોઈ કારણ રહેતું નથી. ધર્મની બાબતમાં સરકારી કાયદાનો પ્રવેશ અનિચ્છનીય હોવા છતાં આ બિલને અમે આ દષ્ટિએ આવકારીએ છીએ.
(તા. ૨૬-૩-૧૯૫૫)
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૪
જિનમાર્ગનું અનુશીલના (૪૨) દીક્ષા લેવાની ભાવનાવાળા માટે ઉપયોગી એક પ્રસંગ
આપણે ત્યાં સુધારક વિચારસરણી ધરાવનારાઓ એમની સમજણ મુજબ વ્યક્તિની પૂરી તપાસ કર્યા પછી જ દીક્ષા આપવાની હિમાયત કરે છે. નાની ઉંમરની સગીર વ્યક્તિ કે કૌટુંબિક જવાબદારીની ઉપેક્ષા કરીને દીક્ષા લેવા તૈયાર થનાર વ્યક્તિની દીક્ષા એ અયોગ્ય દીક્ષા લેખાય છે. જ્યારે રૂઢિચુસ્ત વર્ગનું સામાન્ય વલણ જે દીક્ષા લેવા તૈયાર થાય, એને કોઈ પણ જાતની ચીકાશ કર્યા વગર દીક્ષા આપી દેવાનું મોટે ભાગે હોય છે, જો કે છેલ્લાં કેટલાંક વર્ષ દરમિયાન વગર વિચાર્યે આપવામાં આવેલ દીક્ષાનાં કડવાં ફળ ચાખ્યા પછી આ મનોવૃત્તિમાં ફેરફાર થયો છે ખરો.
જેઓ પોતાની કૌટુંબિક જવાબદારીની ઉપેક્ષા કરીને દીક્ષા લેવા તૈયાર થાય છે, તેઓને ઉપયોગી એક શ્રીરામકૃષ્ણ પરમહંસના જીવનનો પ્રસંગ અહીં પ્રસ્તુત છે :
રામકૃષ્ણ પરમહંસ પાસે એક નવજુવાન આવ્યો અને તેણે તેમની ચરણધૂલિ લઈ દીક્ષા આપવાની પ્રાર્થના કરી.
રામકૃષ્ણ હસીને પૂછ્યું: “ભાઈ, શું તું એકલો જ છે ? તારા ઘરમાં બીજું કોઈ નથી ?”
બસ એક બૂઢી મા છે, મહારાજ !” “તો પછી તું દીક્ષા લઈ, શા માટે સંન્યાસી થવા માગે છે ?” “આ સંસારનો ત્યાગ કરી મને મોક્ષ મેળવવાની ઇચ્છા છે !”
રામકૃષ્ણ પરમહંસે તેને પ્રેમથી સમજાવતાં કહ્યું : “બેટા, પોતાની વૃદ્ધ માતાને એકલી અસહાય છોડી દઈને તને મોક્ષ નહીં મળી શકે. જા, હૈયું નિચોવીને તારી માની સેવા કર ! એમાં જ તારું કલ્યાણ છે. એનાથી જ તને મોક્ષ મળી જશે.”
જેઓ ખુલ્લું મન રાખીને સમજવા માગતા હોય, તે ગુરુ અને દીક્ષાર્થી બંનેને આ પ્રસંગ વિચારપ્રેરક સામગ્રી પૂરી પાડે છે. દીક્ષા એ ઘેલછાના આવેશમાં નહીં, પણ પૂરી સમજણ અને ગંભીરતાપૂર્વક આપવા-લેવાની મહામૂલી પવિત્ર વસ્તુ છે.
અરે, ખુદ ભગવાન મહાવીરે દીક્ષા જેવી બાબતમાં માતા-પિતાના વાત્સલ્યને કેટલું મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. કોણ જાણે કેમ, ભગવાન મહાવીરના જીવનની આ ખૂબ મહત્ત્વ ઘટનાનો બોધ આપણે તારવી જ ન શક્યા !
(તા. ૩૧-૫-૧૯૬૯)
Page #228
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૩, ૪૪
૨૦૫
(૪૩) હરિજનને પણ દીક્ષા આપવાની તૈયારી
તેરાપંથી મહાસભાના સાપ્તાહિક “જૈન-ભારતી'ના તા. ૨૧-૯-૧૯૭૫ના અંકમાં પ્રગટ થયેલા હરિજનને દીક્ષા આપવા અંગેના આચાર્ય શ્રી તુલસીના વિચારો જાણવા ઉપયોગી થઈ પડશે –
જ્યારે આચાર્ય તુલસીએ હરિજનોનું કામ હાથ ધર્યું. ત્યારે એમણે બધાં પાસાંઓ ઉપર વિચાર કર્યો હતો. સૌથી પહેલાં તો એમને જોવું હતું કે આ પ્રશ્નને કારણે અમારા સાધુસંઘમાં કેવા કેવા પ્રશ્નો ઊભા થાય છે અને એનું સમાધાન અમે કેવું આપીએ છીએ. જો એનું સમાધાન અમે પોતે જ ન કરી શકીએ તો ખાલી ચર્ચાનો કોઈ અર્થ નથી.
કેટલાક સાધુઓ અને આસપાસના લોકોએ પૂછ્યું કે જો કોઈ હરિજન દીક્ષા લેવા તૈયાર હોય તો શું એને દીક્ષા આપવાની આપની તૈયારી છે? આચાર્યશ્રીએ કહ્યું કે શા માટે નહીં? જો વ્યક્તિ યોગ્ય હોય તો એને દીક્ષા દેવા માટે હું આજે પણ તૈયાર છું. લોકોએ પૂછ્યું : “શું આપ હરિજનોના ઘરેથી ભિક્ષા લેવા તૈયાર છો ?” આચાર્યશ્રીએ કહ્યું: “એમાં કોઈ રુકાવટ નથી; જ્યાંથી પણ શુદ્ધ આહાર મળશે ત્યાંથી ભિક્ષા લેવાની અમારી તૈયારી છે.”
આચાર્ય તુલસીનો આ જવાબ, જે ઇચ્છતો હોય એને, વર્ણ, જ્ઞાતિ કે કુળનો ભેદ ભૂલીને, ઉદારતાથી ધર્મની પ્રભાવના કરવાની વ્યાપક ધર્મભાવનાનું સૂચન કરે એવો અને જૈનધર્મના હાર્દને સ્પર્શે એવો છે.
(તા. ૨૬-૬-૧૯૭૬)
(૪૪) મોર અને પીછાં જૈન સમાજ સંન્યાસીવર્ગ, શ્રીમંતો અને સામાન્ય જનતા એમ ત્રણ અંગમાં વહેંચાયેલો છે. આ ત્રણે અંગોમાં હંમેશાં સુસંવાદ પ્રવર્તી રહે અને વિસંવાદનું વિષ અળગું રહે તો જ સમાજશરીર તંદુરસ્ત, બળવાનું અને દીપ્તિમાનું રહી શકે. આ ત્રણ અંગો વચ્ચેના સુમેળમાં જેટલી ખામી એટલું જ સમાજનું કમભાગ્ય
આજે જૈન સમાજનાં આ ત્રણ અંગો વચ્ચે કેવી પરિસ્થિતિ પ્રવર્તે છે અને એ ત્રણે વચ્ચે પરસ્પરમાં કેવો સંબંધ બંધાઈ ગયો છે એનો વિચાર કરવાની ખાસ જરૂર છે; કારણ કે આજે તો એ દીવા જેવું સ્પષ્ટ છે કે આપણો સમાજ ઠીકઠીક કમજોર
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૬
જિનમાર્ગનું અનુશીલન
બની ગયો છે અને દિવસે-દિવસે વધુ ને વધુ કમજોર બનતો જાય છે. આ કમજોરીને જો જલદીમાં જલદી ડામવામાં ન આવે તો આપણી હસ્તી પણ જોખમમાં મુકાઈ જાય. અમને તો સ્પષ્ટ લાગે છે કે આપણાં આ ત્રણ અંગો વચ્ચે આજે સુમેળ પ્રવર્તતો નથી. અને જ્યારે શરીરનું એક અંગ બીજા અંગને સહાયતા કરવાનો ઇન્કાર ભણતું હોય કે એની સ્થિતિ તરફ આંખમીંચામણાં કરતું હોય ત્યારે એનું પરિણામ શરીરના નાશ સિવાય બીજું શું આવે ? શરીરનું એક સશક્ત અંગ બીજા અશક્ત અંગને મદદ કરવામાં પાછું પડે, તો એ અશક્ત અંગની સાથે છેવટે એ સશક્ત અંગ પણ દુર્દશાનું ભોગ બન્યા વગર નહીં રહેવાનું. શરીરનાં અંગો એકબીજા તરફ બેદરકાર બનીને છેવટે એકબીજાનો છેદ ઉડાવી દેનારાં ન નીવડે એ માટે દરેક અંગ બીજા અંગની જાળવણી માટે સદા તત્પર રહે એ જ એકમાત્ર ઇલાજ છે.
ઉપર કહ્યું તેમ, જૈન સમાજનાં ત્રણ અંગો વચ્ચે આવી પરસ્પરને સહાયક બનવાની ભાવનાનો આજે અભાવ છે. આને જરાક વિગતપૂર્વક જોઈએ :
આપણા મુનિરાજો ને આપણા શ્રીમંત સગૃહસ્થો વચ્ચે આજે ઠીક-ઠીક પ્રમાણમાં મેળ પ્રવર્તે છે. આપણા ગુરુવર્યોને પોતાનાં – પોતે માનેલાં – ધાર્મિક કાર્યો માટે નાણાંની જરૂ૨ છે, આપણા શ્રીમંતોને પોતાનું યશોગાન કરે એવા પ્રશંસકની જરૂ૨ છે. આમ મુનિવરો અને શ્રીમંતોની આ જુદીજુદી જરૂરિયાતોએ બંનેની વચ્ચે આંધળા અને પાંગળાના વચ્ચે જન્મે છે એવો સુમેળ જન્માવી દીધો છે. આજે તો ગુરુઓને શ્રીમંતો વગ૨ સૂનુંસૂનું ભાસવા લાગે છે. પરિણામે, જે લક્ષ્મીને આપણા શાસ્ત્રકારોએ ચંચળ અને અસ્થિર કહીને વારંવાર સારહીન કહી છે, એની આસપાસ જ જાણે ધર્મ ગોઠવાઈ ગયો હોય એવું કઢંગું વાતાવરણ જામી ગયું છે. બીજી બાજુ શ્રીમંતોનાં દાન પણ પ્રશંસા અને કીર્તિની આસપાસ જ ઘૂમવા લાગ્યાં છે : વાહવાહ નહીં તો દાન નહીં. પરિણામે, ગુપ્તદાનનો મહિમા આપણા અંતરમાંથી સરી જવા લાગ્યો છે. આમ ધન અને કીર્તિની ગરજે આપણા ગુરુઓ અને શ્રીમંતો એકબીજાની સાથે એવા ગંઠાઈ ગયા છે કે એકબીજાને એકાદ કડવું વેણ કહેવાને પણ અશક્ત બની ગયા છે . અપવાદ છતાં, મોટા ભાગની સ્થિતિ આવી છે.
આનું સૌથી ભયંક૨ પરિણામ એ આવ્યું છે, કે આપણા બંને નાયકો – સાધુઓ અને શ્રીમંતો – આપણી સામાન્ય જનતાને ઠીકઠીક પ્રમાણમાં વીસરી ગયા છે, વીસરતા જાય છે. અત્યારે તો જાણે પોતાના પગમાં પગરખાં હોય તેને આખી પૃથ્વી ચામડે મઢેલી લાગે, કે પોતાનું પેટ ભરેલું હોય તેને આખી દુનિયા તૃપ્ત ભાસે એવો ત્રાગડો રચાઈ ગયો છે. ગુરુઓ અને શ્રીમંતો પરસ્પર એવા સંતુષ્ટ બન્યા છે કે એમને સામાન્ય જનતાની સ્થિતિની ચિંતા વિશેષ સતાવતી જણાતી નથી. અલબત્ત, આપણા ગુરુઓ અને શ્રીમંત મહાનુભાવો કેટલીય વાર સામાન્ય જનતા(મધ્યમવર્ગ)ના દુ:ખનું વર્ણન
Page #230
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૪, ૪૫ ૨૦૭ ફેશનમાં કરે છે ખરા; પણ એ તો માત્ર વાણીવિલાસ. આગેવાન પોતાના જીવનને ખૂબખૂબ સાદું બનાવીને જ દાખલો બેસાડી શકે.
સામાન્ય જનતા પ્રત્યેની આપણા નાયકોની આ બેદરકારી છેવટે તો આત્મઘાત તરફ જ દોરી જવાની એ ચોક્કસ. આપણા શ્રીમંતોની સાચી શોભા અને આપણા ગુરુવર્યોનો ખરો મહિમા સામાન્ય જનતા જ છે; સામાન્ય જનતાને ઉવેખીને આપણા શ્રીમંતો અને ગુરુવર્યો પોતાની પ્રવૃત્તિ કોની સમક્ષ રજૂ કરવાના ? એનું મૂલ્યાંકન કોણ કરવાનું ? પ્રેક્ષકો નહિ તો નાટક નહિ !
તેથી જ અમે આપણા ગુરુવર્યો અને શ્રીમંત મહાનુભાવોને ભારપૂર્વક કહીએ છીએ કે સમાજની શોભા માટે આપ મોરલાના મહિમાવંતા સ્થાને રહો એ અમને મંજૂર છે. પણ આપ સ્વસંતુષ્ટ બનીને સામાન્ય જનતારૂપી આપની શોભાનાં પીછાંઓને વીસરી જાઓ એ કુદરત મંજૂર નહીં કરે. કાળના પ્રવાહમાં તો કોણ શ્રીમંત, કોણ. મહંત અને કોણ ગરીબ ? આજે એક, તો કાલે બીજું ! પીછાં બરાબર સચવાઈ રહે એમાં જ મોરની સાચી શોભા સામાન્ય માનવીને ઉવેખીને કોઈ સુખી નહીં બની શકે. ભાનભૂલેલા મોરલાએ પીછાંનો મહિમા પિછાણ્યે જ છૂટકો.
(તા. ૨૬-૧-૧૯૫૨)
(૪૫) ધન્ય ગુરુ! ધન્ય ચેલા !
ગરવા ગુર્જર દેશના ઈતિહાસમાં જેને સુવર્ણયુગ તરીકે ઓળખાવવામાં આવે છે એ સોલંકીયુગની આ નાની-સરખી કહાણી છે. ગુજરાતમાં ત્યારે મહારાજા સિદ્ધરાજ જયસિંહનું રાજ તપતું હતું. ગુજરાતનું પાટનગર અણહિલપુર પાટણ દેશ-દેશાવરમાં ખ્યાતિ પામેલું નગર લેખાતું હતું. જૈનધર્મના અનુયાયીઓમાં વર્ષોથી ઘર કરીને બેઠેલા ચૈત્યવાસની સામે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનો પુણ્યપ્રકોપ હજુ પ્રજ્વળી ઊઠ્યો ન હતો. એવા એ સમયે એક સમયજ્ઞ જૈન મંત્રીએ પોતાની વિચક્ષણતાના બળે એક પતિત થઈ ચૂકેલા યતિનો ઉદ્ધાર કર્યાની આ કથા શ્રી મેરતુંગાચાર્યવિરચિત પ્રબન્ધચિંતામણિ' ગ્રંથમાં જળવાઈ રહી છે; સૌ કોઈને શિખામણ આપે એવી એ કથા આ પ્રમાણે છે :
ગુર્જરપતિ જયસિંહદેવના યશસ્વી રાજકારભારની ધુરા વહન કરતા મંત્રીમંડળમાં શાન્ત મહેતાનું સ્થાન ઊંચું અને ગૌરવભર્યું હતું. રાજકાજની અનેક અટપટી
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૮
જિનમાર્ગનું અનુશીલન સમસ્યાઓના ઉકેલ માટે સદા ય એમની સલાહ લેવાતી. રાજકાજના રસિયા આ. મંત્રીશ્વર જેનધર્મની ધર્મકરણીના પણ ઠીકઠીક રસિયા હતા. એક શ્રાવકને છાજતાં નિત્ય-નિયમો અને ધર્મકાર્યોનું આચરણ કરવામાં એ સદા ય તત્પર રહેતા. તેમણે પોતાની ધર્મભાવનાના પ્રતીક રૂપે પાટણમાં એક “સાન્તવસહિકા' નામનું જિનમંદિર પણ બંધાવ્યું હતું.
એક દિવસનો સમો છે. મંત્રીશ્વર શાન્ત મહેતા હાથી ઉપર બેસી રાજવાડીએથી પાછા ફરતા હતા. વચમાં સાનુવસહિકા જિનમંદિર આવ્યું અને દેવાધિદેવ વીતરાગજિનેશ્વરને નમસ્કાર કરવાની મંત્રીશ્વરને ભાવના થઈ આવી. એ હાથીના હોદ્દેથી નીચે ઊતર્યા અને વિધિપૂર્વક દેવમંદિરમાં દાખલ થયા. પણ અંદર પ્રવેશ કરતાં જ જે દશ્ય એમણે નિહાળ્યું એથી એ ક્ષણભર સ્તબ્ધ થઈ ગયા. એમણે જોયું કે શ્વેતવસ્ત્રધારી ચૈત્યવાસી યતિ કામુકતાભર્યા પ્રેમના આલાપ-સંલાપમાં ભાન ભૂલી એક વારવનિતા(વેશ્યા)ના ગળામાં હાથ નાખી એને આલિંગન આપી અશ્લીલ ચેષ્ટાઓ કરતો હતો – અને તે પણ એક જિનેશ્વરદેવના મંદિરમાં! મંત્રીશ્વરની વિમાસણનો કોઈ પાર ન રહ્યો; તેમને થયું પરમાત્મા મહાવીરદેવે સંઘવ્યવસ્થા કરતી વેળા જેના ઉપર શાસનની ધુરાને વહન કરવાની જવાબદારી મૂકી, એ યતિ-સમુદાયની આવી અધોગતિ ? તો પછી એ શાસનની ધુરાના કેવા બેહાલ થવાના? જેમ નાગણી પોતાનાં જ બચ્ચાંઓને ખાઈ જાય છે, તેમ ધર્મના પાલણહાર અને રાખણહાર ગણાતા ગુરુ જ જો ધર્મનું આવું ભક્ષણ કરે તો પછી ધર્મમાર્ગનું રક્ષણ થાય જ શી રીતે ? જોયેલું દિશ્ય એવું કારમું હતું કે મંત્રીશ્વરના દુઃખનો કંઈ પાર ન રહ્યો. પણ દુઃખમાં ભાન ભૂલે એવા એ મંત્રીશ્વર ન હતા. સમયસૂચકતા અને વિચક્ષણતા એ શાન્ત મહેતાના ખાસ ગુણો હતા. એમણે શાસનના ભાવી લાભનો વિચાર કર્યો અને ઝેર જેવો કડવો ઘૂંટડો ગળે ઉતારતા હોય એમ એ કટુ પ્રસંગને ગળી જઈને પોતાના હૃદયને સ્વસ્થ બનાવી દીધું. તેમણે બળના બદલે કળથી ને આવેશના બદલે શાંતિથી કામ લેવાનો નિર્ણય કર્યો.
બીજી બાજુ પેલા ચૈત્યવાસીની ભોંઠપનો પણ કોઈ પાર ન હતો; આખર તો એ પણ એક માનવી જ હતો નેઅને ત્યાગ-માર્ગના પ્રતીક સમા સાધુજીવનનાં વસ્ત્રો એની કાયાને શોભાવતાં હતાં ને ! આવી અશ્લીલ પ્રેમચેષ્ટા કરતાં પકડાઈ જવા કોઈ પણ માનવી તૈયાર ન જ હોય ! એ પણ મનમાં ને મનમાં લાજી મરતો હતો. શરમના માર્યા એની આંખો જાણે જમીન ઉપર જડાઈ ગઈ હતી અને એ પોતે જાણે નિચેતન બનીને પૂતળા જેવો સ્થિર બની ગયો હતો !
Page #232
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજજતા અને આચારશુદ્ધિઃ ૪૫
૨૦૯
ચારે તરફ જાણે સ્તબ્ધતાનું જ સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું. વાણીનો પ્રવાહ જાણે ઘડીભર થંભી ગયો; ન કોઈ બોલે કે ન કોઈ ચાલે !
પણ સ્તબ્ધ દેખાતા શાન્ત મહેતાનું મન જાગતું હતું. તેમણે આ મહાવ્યાધિનો ઉપાય શોધી કાઢ્યો હતો, અને એ ઉપાય એમણે બિલકુલ સહજ ભાવે તદ્દન સ્વસ્થ ચિત્તે અને કોઈ પણ જાતનો દુર્ભાવ દર્શાવ્યા વગર અજમાવવો શરૂ કર્યો – જાણે, પોતાની સામે વારવનિતામાં મોહાંધ બનેલ કોઈ પતિત સાધુ નહીં પણ ગુરુ ગૌતમના અવતારસમાં તપ, ત્યાગ અને સંયમના પાલનહાર સાચા સાધુ બિરાજતા હોય એમ માની એમણે પોતાનું ઉત્તરાસંગ હાથમાં લઈ, પંચાંગ-પ્રણિપાત કરી, વિધિપૂર્વક એ સાધુને વંદન કર્યું અને તેમને સુખશાતા પૂછી. પછી ક્ષણ-બે ક્ષણ પોતે ત્યાં બેઠા અને ફરી પ્રણામ કરી પોતાના માર્ગે સ્વસ્થપણે ચાલતા થયા: જાણે, પોતે કશું જ દુઃખકર દશ્ય જોયું ન હોય !
પણ પેલા પતિત ચૈત્યવાસી ઉપર એ સ્વસ્થતા જાણે જાદુઈ ચમત્કાર કરી ગઈ. કોઈ ગારડી મહામંત્રનો પ્રયોગ કરી મોટા ભોરિંગને વશ કરે, એમ શાન્ત મહેતાના આ વર્તનથી ચૈત્યવાસી એકદમ અંતર્મુખ બની જાણે પોતાની અધોગતિ નીરખવા લાગ્યો; ને એની આંખો ઊંચી થાય છે, ન એ એની પ્રેમિકા વેશ્યા તરફ ડોકિયું ય કરે છે. એ તો જાણે અંતરના ઊંડાણમાં જ ડૂબી જઈને બહારની દુનિયાને વીસરી ગયો. એ ડૂબકીએ તો જાણે ક્ષણવારમાં એનાં જુગજુગ-જૂનાં પાપો અને વાસનાઓને વેગળાં બનાવી દીધાં!
અને એક ધન્ય પળે પાટણનાં નર-નારીઓએ જોયું કે એ પતિત ચૈત્યવાસી સાચા વૈરાગ્યરસનો આશક બનીને પોતાના સર્વસ્વનો ત્યાગ કરી તે વખતના સમર્થ આચાર્ય મલધારી હેમચંદ્રસૂરિના શરણે જઈ બેઠો; અને એમની પાસેથી આત્મસાધનાનો ગુરુમંત્ર લઈને, અનંત આત્માઓના તારણહાર તીર્થાધિરાજ શત્રુંજયની છાયામાં ઉગ્ર તપ તપી કર્મમળને દૂર કરવા પુરુષાર્થ ફોરવવા લાગ્યો. કુકર્મચૂર ચૈત્યવાસી ઘડીના છઠા ભાગમાં ધર્મશૂર બની ગયો !
મંત્રીશ્વર શાન્ત મહેતાનું સમયજ્ઞતારૂપી વૃક્ષ જાણે અમરફળોથી પાંગરી ઊડ્યું! સંસારની સંજીવની સમી સાધુતાનો જય-જયકાર થયો.
આત્માને પંથે પળેલ પેલા સાધુરાજ આકરાં તપશ્ચરણો કરીને જાણે પોતાની આત્મસાધનાની મજલમાં આગળ ને આગળ વધી રહ્યા; ન એમને કાયાનો મોહ છે, ન વાસના. એ તો સદાકાળ ધર્મમાર્ગમાં જ મગ્ન રહે છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૦
જિનમાર્ગનું અનુશીલન આમ કરતાં બાર-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં! એક દિવસ શાન્ત મહેતાના હૈયામાં યુગાદિદેવનાં દર્શનની તાલાવેલી જાગે છે અને એ તીર્થાધિરાજમાં આવી પહોંચે છે. આદિદેવની યાત્રા કરતાં એમના ઉલ્લાસને જાણે કોઈ સીમા નથી. યાત્રા કરતાં કરતાં મંત્રીશ્વર તપ અને ત્યાગની મૂર્તિ સમા એક મુનિવરને નીરખે છે, અને એમનું મસ્તક નમી પડે છે. મુનિની મૃદુતા અને આર્જવ એમને મુનિનો વધુ સંગ કરવા પ્રેરે છે. એ મુનિવરના ગુરુ વગેરેની પૂછપરછ કરે છે, મુનિના હૈયામાં તો શાન્ત મહેતાની છબી સદાકાળ માટે જડાઈ ગઈ છે; પણ શાન્ત મહેતાને મન તો એ કોઈ અજાણ્યા જ મુનિવર છે.
ગુરુનું નામ પૂછતાં મુનિવર હસતે વદને ઉત્તર આપે છે: “મુનિવર ખરું પૂછો તો આપ જ મારા ગુરુ છો ! આપ જ મારા ઉદ્ધારક છો.”
જૈનધર્મની પ્રણાલિકાના જાણકાર શાન્ત મહેતા મુનિવરના આ શબ્દો સાંભળી જાણે શરમાઈ જાય છે અને કાને હાથ દાબી કહે છે: મુનિવર ! એવું ન બોલો! મારા હાથે આપ જેવા મુનિવરની આશાતના ન થાઓ ! કયાં આપ જેવા ગુરુ અને ક્યાં મારા જેવો અદનો શ્રાવક !"
પણ મુનિવર તો સાચું જ કહેતા હતા. તેમણે પાટણમાં, સાન્ત-સહિ મંદિરમાં બનેલો આખો પ્રસંગ યાદ કરી આપ્યો અને કહ્યું “મને ધર્મમાં સ્થિર આપે જ કર્યો, માટે આપ જ મારા ગુરુ !”
મુનિવરના મુખ પર કૃતજ્ઞતાનો ભાવ ચમકી રહ્યો ! મંત્રીશ્વરના મુખ પર ધર્મનો જય થયાનો સંતોષ પ્રસરી રહ્યો ! ધન્ય એ ગુરુ અને ધન્ય એ ચેલા! '
| (તા. ૨૬-૯-૧૯૪૮)
(૪૬) પાપોદય અને પુણ્યોદય ! અમારા ગયા અંકના નિષ્ફળતાની સંવત્સરી' શીર્ષકના અગ્રલેખને અંતે, મુનિસંમેલન દરમિયાન બનેલ કેટલીક જાણવા જેવી વાતોમાંની એક બાબત અંગે એકબે અઠવાડિયાંમાં લખવાનું સૂચવ્યું હતું. એ અંગે અમે આ અંકે જ લખીએ છીએ.
ત્રણેક વર્ષ પહેલાં આપણા ઇતિહાસ અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસી અને પોતાની ઊંડી સંશોધનદષ્ટિના કારણે જૈનેતર વિદ્વત્સમાજમાં પણ પ્રતિષ્ઠા મેળવનાર
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૬
૨૧૧ પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણવિજયજી ગણીએ જિનપૂજાપદ્ધતિ નામની નાની-સરખી પુસ્તિકા હિન્દી ભાષામાં લખી હતી.
એ પુસ્તિકામાં જિનેશ્વર ભગવાનની મૂર્તિની પૂજાની પદ્ધતિમાં ક્રમે ક્રમે કેવો ફેરફાર થતો રહ્યો છે અને પૂજાનું મૂળ રૂપ કેવું હતું એ સંબંધી ઇતિહાસ અને શાસ્ત્રોના પુરાવા તેમ જ દલીલોને આધારે જે આધારભૂત, વિચાર-પ્રેરક અને માહિતી પૂર્ણ હકીકત રજૂ કરવામાં આવેલ છે, એણે જેમ એક બાજુ ઇતિહાસ અને તુલનાત્મક દૃષ્ટિવાળા વિચારકો અને વિદ્વાનોની ખૂબ પ્રશંસા મેળવી હતી, તેમ બીજી બાજુ વિવેકને વેગળો મૂકીને કેવળ જૂનું (ચીલાચાલુ) તેટલું સોનું માની લેવાની અંધશ્રદ્ધાભરી દૃષ્ટિ ધરાવતા રૂઢિચુસ્ત વર્ગની ભારે નારાજગી પણ મેળવી હતી.
આ વાત ગત મુનિસંમેલનમાં ચર્ચાનો એક મુદ્દો બની હતી. પણ એની પાછળની દૃષ્ટિ સત્યની શોધ માટેના મંથનની નહીં, પણ પંન્યાસ શ્રી. કલ્યાણવિજયજી મહારાજ નવા પર્વતિથિમતને માનતા હોવાથી, એ સંબંધમાં નવા પર્વતિથિમતવાળા સાધુસમુદાયને શું કહેવું છે એ જાણવાની, પર્વતિથિની જૂની માન્યતાવાળા પક્ષની કુતૂહલવૃત્તિ હતી. કહેવું જોઈએ કે આ સંબંધમાં જૂના અને નવા પક્ષના મોટા ભાગના મુનિવરો પુર નિર્દેવ સાધુ સર્વ (જે ચાલ્યું આવે છે તે જ બરાબર છે) એવો એકસરખો જ મત ધરાવે છે, અને બધા સમાન રીતે પંન્યાસજી મહારાજની પુસ્તિકાના વિરોધી છે.
આ વાત જ્યારે મુનિસંમેલનમાં ચર્ચાઈ ત્યારે પર્વતિથિના નવા મતના પુરસ્કર્તા આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી મહારાજ જેવા, જૈનસંઘને માટે આ યુગના એક અમૂલ્ય રત્ન સમાન વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને ગીતાર્થ લેખી શકાય એવા મુનિપુંગવને માટે જે શબ્દોનો પ્રયોગ કર્યો હતો તે ખરેખર ભારે આઘાત ઉત્પન્ન કરે એવા હતા. એવા હલકા અને વિવેક-વિચારહીન – લગભગ ગાલીપ્રદાન લેખી શકાય એવા – શબ્દોથી પંન્યાસજી મહારાજને શું હાનિ થઈ એ તો એ શબ્દો બોલનાર અને એ શબ્દોને ઠંડે કલેજે સાંભળી લેનાર જાણે, પણ એક વાત તો ખરી કે એ શબ્દોએ એવા શબ્દોનું ઉચ્ચારણ કરનારના અંતરમાં રહેલી અમર્યાદ અને તોછડી અસહિષ્ણુતાનું જૈનસંઘને સ્પષ્ટ દર્શન કરાવ્યું છે.
આ આખા પ્રસંગનો વિગતવાર અહેવાલ “મુનિસંમેલન-પ્રેક્ષક'ના નામથી સિદ્ધચક્ર' પત્રના વર્ષ ૨૪, અંક ૮-૯, તા. ૧૭-૫-૧૯૫૮ના છેલ્લે પાને છપાયેલ છે. એ અહેવાલ આજે પણ જૈનસંઘે જાણવા અને વિચારવા જેવો હોવાથી અક્ષરશ: અહીં સાભાર ઉદ્ધત કરીએ છીએ :
અમદાવાદ ખાતે ચાલુ શ્રમણ-સંમેલન વખતે સંમેલનના નવમા દિવસે, એટલે કે વૈશાખ સુદ ૧૨ના દિવસે (મુનિશ્રી હંસસાગરજીના) પ્રશ્નના ઉત્તરમાં
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૨
જિનમાર્ગનું અનુશીલન આ. શ્રી વિજયસિદ્ધિસૂરિજી મ.ના. શિષ્ય પં. શ્રી કલ્યાણવિજયજીને તીવ્ર પાપોદવાળા, શ્રી સિદ્ધિસૂરિજી મ. ની પાટને કલંકિત કરનારા અને શ્રી સિદ્ધિસરિજી મહારાજે આજ્ઞા બહાર કરેલા હોવા તરીકે જાહેર કર્યા હતા.
વાત એમ બનેલ, કે તે દિવસે સંમેલનમાં પૂજ્ય પં. શ્રી રાજેન્દ્રવિજયજી મ શ્રીનાં સમભાવી વક્તવ્યનો ખુલાસો કરતાં આ. શ્રી. રામચંદ્રસૂરિજી મહારાજે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે “રતલામ, કેસરિયાજી પ્રકરણ વગેરે બાબતોનો વિચાર કરવાનો છે, તેમાં તો કોઈ જ વિરોધ કરવાના નથી, તેમાં તો કોઈ આડે આવે તેમ નથી.' તે વાક્ય બોલાતું હતું તેમાં મુનિ હંસસાગરજીએ વચ્ચે જ વાત મૂકી : “એ સાથે પૂજાપદ્ધતિ નામના પુસ્તકનો પણ વિચાર કરવાનો . તરત જ આ. શ્રી રામચંદ્રસૂરિજીએ કહ્યું કે – “તેનો પણ વિરોધ કરવામાં બધા એકમત છે અને બધાની સંમતિ છે. કલ્યાણવિજયનો તીવ્ર પાપોદય, કે જેમને વીતરાગ પરમાત્માની પૂજા અટકાવવાની દુર્બદ્ધિ થઈ, તેમણે તો આ. શ્રી સિદ્ધિસૂરિજીની પાટને કલંક્તિ કરી છે. એના પ્રતાપે તો શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે તેઓને આજ્ઞા-બહાર પણ કર્યા છે. આ પ્રભુપૂજા પ્રતિની ધગશના ઉદ્ગારો સાંભળીને સૌ ચકિત થયા હતા.”
આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજીએ પંન્યાસજી મહારાજ માટે જે આકરાં, અહંભાવભર્યા અને અનિચ્છનીય વેણ ઉચ્ચાર્યા છે તે જોતાં, આશરે નવસો વર્ષ પહેલાંનો આચાર્યશ્રી અભયદેવસૂરિનો યુગ સાંભરી આવે છે. આજે જેમને નવાંગીવૃત્તિકાર' તરીકે સંભારતાં અને સન્માનતાં આપણે થાકતા નથી, તે આચાર્ય અભયદેવસૂરિજીએ આગમોની સંસ્કૃત વૃત્તિઓ ટીકાઓ) લખવાનો આરંભ કર્યો, ત્યારે તે વખતના અંધશ્રદ્ધાળુ રૂઢિચુસ્ત ગૃહસ્થો અને સાધુઓએ એમને પરેશાન કરવામાં અને ખાસ કરીને એમની નિંદા કરવામાં કશી કચાશ નહોતી રાખી. શ્રી અભયદેવસૂરિજીને કોઢનો વ્યાધિ થયો. તો એ પ્રત્યાઘાતી લોકોએ કહી દીધું કે “અંગો' ઉપર લખેલી વૃત્તિઓમાં ઉત્સુત્ર પ્રરૂપણ આવી જવાને લીધે, તેમને શિક્ષારૂપે કોઢ જેવો ભયંકર વ્યાધિ થયો છે! અંધ રૂઢિચુસ્તતાએ તો હંમેશાં આવું જ કામ કર્યું છે. એટલે પંન્યાસજી મહારાજ માટે આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીને આવો કઠોર વચનપ્રયોગ કરતા જોઈને નવાઈ નથી લાગતી. આ શબ્દો, આપણે ક્યાં ઊભા છીએ અને આપણી સ્થિતિ કેવી છે એનો બરાબર ખ્યાલ તો આપે જ છે.
વિશેષ ખેદની વાત તો એ છે કે મૃષાવાદ-વિરમણનું મહાવ્રત, ભાષાસમિતિ કે વચનગુપ્તિ એ ત્રણમાંનો એક પણ ગુણ આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિને આવો કઠોર શબ્દપ્રયોગ કરતાં ન રોકી શક્યો. પોતાની મરજી પ્રમાણે સ્વર્ગ કે નરકની ચિઠ્ઠીઓ આપીને માનવીઓને સ્વર્ગ કે નરકના અધિકારી બનાવનાર પોપનો યુગ જાણે જીવતો થયો હોય, એમ જ ક્ષણભર લાગી જાય છે !
Page #236
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૬
૨૧૩
જો આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી ઈચ્છત, તો તેઓ શિષ્ટ શબ્દોમાં પણ પોતાના વિચાર વ્યક્ત કરી શકત. પણ જ્યાં પોતાનો દોષ જોવાની આત્મલક્ષી વૃત્તિના બદલે પોતાની કલ્પનાથી માની લીધેલા બીજાના દોષને મોટો બનાવીને રજૂ કરવાની દોષદર્શી વૃત્તિ કેળવાઈ ગઈ હોય, ત્યાં આવું જ બને !
એમણે જે કારણથી પ્રેરાઈને આવા કઠોર શબ્દો એક પવિત્ર વ્યક્તિને માટે ઉચ્ચાર્યા એ કારણનું થોડુંક પૃથક્કરણ કરવા જેવું છે.
પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીએ જિનપૂજાપદ્ધતિ' પુસ્તક લખીને પ્રભુપૂજાની અત્યારની પદ્ધતિમાં, પ્રાચીન પદ્ધતિ મુજબ ફેરફાર કરવાનું સૂચન કર્યું છે, એટલે કે છેલ્લાં વર્ષોથી આપણે ત્યાં જિનપૂજાની જે પદ્ધતિ રૂઢ થઈ ગઈ છે, તેમાં ફેરફાર કરવાનું એમણે સૂચન કર્યું છે.
આવું સૂચન કરવા માત્રથી જો પંન્યાસજી મહારાજનો તીવ્ર પાપોદય હોવાનું અને એમણે પોતાના ગુરુની પાટને કલંકિત કર્યાનું દોષારોપણ એમના ઉપર ઠડે કલેજે કરી શકાતું હોય, તો પર્વતિથિની ચાલી આવતી પરંપરાને દૂર કરીને નવી પરંપરા ઊભી કરનાર અને એવી નવી પરંપરાને નામે આખા તપગચ્છ સંઘમાં છિન્નભિન્નતાનું નિમિત્ત બનનાર અને ગામેગામ, શહેરે-શહેરે અને મહોલ્લે-મહોલ્લે તેમ જ ઘરે-ઘરે અને સાધુસાધ્વી-સમુદાય સુધ્ધાંમાં ક્લેશના હુતાશનનું કારણ બનનાર માટે શું કહેવું?
એ વાત સારી પેઠે જાણીતી છે કે પર્વતિથિના નવા મત માટેની સમર્થ દલીલો આશ્રી વિજયરામચંદ્રસૂરિજીને પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી પાસેથી જ મળી છે. એટલે છેવટે જો કૃતજ્ઞતા કે ગુણગ્રાહકદૃષ્ટિએ પણ આ વાતનો વિચાર કરવામાં આવ્યો હોત, તો આચાર્યશ્રી પંન્યાસજી માટે આવાં કઠોર વચનો ઉચ્ચારવાને બદલે એમ જ વિચારત કે જ્યારે આવા વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને સત્યશોધક મુનિવરે આ વાત કહી છે તો ચાલો, એના ઉપર સમભાવપૂર્વક, ગુણ-ગ્રાહક દૃષ્ટિએ વિચાર કરીએ.
“શ્રી જિનપૂજાપદ્ધતિ' પુસ્તક છપાયા બાદ તા. ૨-૨-૧૯૫૭ના “જૈન”ના, અંકમાં “શ્રી જિનપૂજાપદ્ધતિના પ્રત્યાઘાતો' શીર્ષકના લેખને અંતે પંન્યાસશ્રી કલ્યાણવિજયજીએ પોતે જ જાહેર કર્યું કે “આ સંબંધમાં કોઈ પણ વિદ્વાનું સાધુ, ગૃહસ્થ વ્યક્તિ રૂબરૂમાં શાસ્ત્રાર્થરૂપે ચર્ચા કરવા જણાવશે, તો અમો તૈયાર રહીશું.” | મુનિસંમેલનમાં આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીએ ઉપર પ્રમાણે કઠોર વચનો ઉચ્ચાર્યા બાદ ગત વર્ષના વિ. સં. ૨૦૧૪ના) ચાતુર્માસમાં પંન્યાસશ્રી કલ્યાણવિજયજીએ “શાસ્ત્રાર્થની ધગશવાળાઓએ અમારી સૂચનાનો સ્વીકાર કરવો જોઈએ” એ નામની એક પત્રિકા પ્રગટ કરી હતી. (આ લખાણ તે વખતના જૈનમાં પણ છપાયું હતું.)
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૪
જિનમાર્ગનું અનુશીલન એ પત્રિકામાં પણ એમણે જો આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી આ માટે શાસ્ત્રાર્થ કરવા માગતા હોય તો પોતે એ માટે તૈયાર હોવાનું લખ્યું હતું.
એમાં શાસ્ત્રાર્થની શરત તરીકે લખતાં પંન્યાસજીએ એટલું જ લખ્યું છે, કે “શાસ્ત્રાર્થની શરત એ છે કે ફેંસલો વાદીના (અમારા) તરફેણમાં આવશે, તો પ્રતિવાદી અમારી “શ્રી જિનપૂજાપદ્ધતિ' પુસ્તકને પ્રામાણિક રૂપે જાહેર કરશે અને ફેંસલો પ્રતિવાદીની તરફેણમાં હશે તો અમો અમારી આ કૃતિ(પુસ્તિકા)ને પાછી ખેંચી લઈશું.”
છેક ભૂતકાળથી જોઈશું તો શાસ્ત્રાર્થના માર્ગે કોઈ પણ પ્રશ્નનો, એકતાની સ્થાપના કરી શકે અને પ્રીતિનો વધારો કરી શકે એવો નિવેડો આવ્યો હોવાનું ભાગ્યે જ જાણી શકાય છે. એટલે જૈનસંઘની એક્તા અને ઉન્નતિની દૃષ્ટિએ શાસ્ત્રાર્થની વાતમાં અમે જરા ય રસ ધરાવતા નથી, અને એ માર્ગને ઉત્તેજન આપવામાં આવે એમ પણ ઇચ્છતા નથી.
આમ છતાં તિથિચર્ચાની બાબતમાં વારેવારે શાસ્ત્રાર્થનું ઉચ્ચારણ કરતા અને છેવટ સુધી એ વાતને વળગી રહેનાર આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી પંન્યાસજી મહારાજની શાસ્ત્રાર્થની આવી સ્પષ્ટ જાહેરાત સામે જે રીતે ચુપ થઈ ગયા એ વાત ખાસ નોંધપાત્ર છે.
આચાર્યશ્રીએ પોતાને માટે આવા કટુ શબ્દોનો પ્રયોગ કરવા છતાં પંન્યાસ કલ્યાણવિજયજીએ પોતાની પત્રિકામાં એમને માટે એક પણ કડવો શબ્દ વાપર્યો નથી એ બીના એ મુનિવરની સમતા અને મહાનુભાવતાનું સૂચન કરે છે. પંન્યાસજીએ પોતા પ્રત્યે કરવામાં આવેલ કટુ શબ્દપ્રયોગ માટે ફક્ત એટલું જ કહ્યું છે કે “શ્રી રામચંદ્રસૂરિજીએ શાસ્ત્રાર્થ માટેની તૈયારી ઉપરાંત સભામાં બે બીજાં પણ વાક્યો ઉચ્ચાર્યા છે, જેનું અમો કંઈ પણ મહત્ત્વ ગણતા નથી.”
આ બાબતમાં શાસ્ત્રાર્થ થાય કે ન થાય એ દૃષ્ટિએ અમે આ લખતા નથી. અમને પોતાને તો આવા મતભેદનો એકતાસાધક નિકાલ શાસ્ત્રાર્થને માર્ગે આવે એવી જરા પણ શ્રદ્ધા નથી. આમ છતાં, જો આવો શાસ્ત્રાર્થ થવાનો જ હોય, તો તે વિજિગીષ વૃત્તિથી પ્રેરિત નહીં પણ જિજ્ઞાસાપ્રેરિત અને સત્યશોધક જ હોવો જોઈએ.
અમારે અહીં જે કહેવું છે તે મુખ્યત્વે એટલું જ કે જરાક વિચાર-ભેદ થતાં આપણા મોટા ગણાતા આચાર્ય પણ જો આવા એક વિદ્વાનું અને સાધક મુનિવરને આવી રીતે ઉતારી પાડી શકે, તો માનવું રહ્યું કે આપણી સાંપ્રદાયિકતા અને રૂઢિચુસ્તતા આપણું પોતાનું જ અકલ્યાણ કરવાની છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૬, ૪૭ ૨૧૫
આપણે આવું જ આંધળે બહેરું ચાલવા દેવું છે કે જાગવું છે એનો વિચાર જૈનસંઘે પોતે જ કરવાનો છે.
(તા. ૩૦૫-૧૯૫૯)
(૪૭) દમન અને સંયમ વચ્ચેની ભેદરેખાઃ
એક વિનમ્ર સાધકનો મત
અમારા તા. ૧૮-૧૧-૧૯૭૮ના અંકના “શ્રી રજનીશજીની દુરાચારને પ્રોત્સાહન આપતી વિકૃત વિચારસરણીથી ખૂબ ચેતતા રહેવાની જરૂર' શીર્ષકના અગ્રલેખના અનુસંધાનમાં અને એની એક ઉપયોગી પૂર્તિરૂપે, આપણા જાણીતા તત્ત્વચિંતક અને ધ્યાનયોગના સાધક મુનિવર્ય શ્રી અમરેન્દ્રવિજયજીએ નિર્દેશેલી દમન અને સંયમ વચ્ચેની ભેદરેખાને સમજવાનું ઉપયોગી થઈ પડશે. તેઓ શાસ્ત્રાભ્યાસ અને સ્વાનુભવના આધારે કહે છે –
કેટલાક કહે છે કે, “આંતરિક વિકાસ થયે સંયમ કે ત્યાગ સ્વયં પ્રગટે છે. સ્વયે આવતા સંયમ કે ત્યાગ આવકાર્ય છે; પણ ઇચ્છા કરીને, સંકલ્પ કરીને કરેલ ત્યાગ એ તો દમન છે, અને દમન હંમેશા અભિશાપ છે.' કિંતુ અહીં પણ એ સમજવું જોઈએ કે અનિચ્છાએ – કોઈ બાહ્ય દબાણવશ – કરાતો ત્યાગ એક વસ્તુ છે, અને સ્વસ્થપણે, પોતાના હિતાહિતનો વિચાર કરી, વ્યક્તિએ સ્વયં સ્વીકારેલ સંયમ એ જુદી ચીજ છે. આવો કોઈ સંયમ સ્વીકાર્યા વિના, પૂર્વ સંસ્કારવશ જે કંઈ આવેગો અને વિકારો અંતરમાં ઊઠે, તેના ચાળે ચઢીને જ જો જીવન વિતાવવાનું હોય તો એ પશુ જીવન જ રહેવાનું, એ કદી સાધકનું જીવન નહીં બની શકે.”
આ રીતે આંતરિક વિકારોનું દાસપણું સ્વીકારવાથી થનાર જીવનની બરબાદી તરફ ધ્યાન દોરીને ફ્રોઈડ અને આપણા આર્ષદ્રષ્ટાઓના દર્શન વચ્ચેનો પાયોનો ભેદ દર્શાવતાં મુનિશ્રી કહે છે –
સાધકનું ધ્યેય સર્વ પ્રાકૃતિક આવેગો અને આવેશોથી ઉપર ઊઠવાનું જ રહેવું જોઈએ. ફ્રોઈડના વિચારોથી પ્રભાવિત થયેલો એક વર્ગ આજે એમ માનતોવિચારતો થયો છે, કે “કામ એ માણસની સહજ વાસના છે, એને રૂંધવી ન જોઈએ. આ પ્રાકૃતિક આવેગને મુક્તપણે અભિવ્યક્ત થવા ન દેવાય તો અજાગૃત મનમાં ગ્રંથિઓ બંધાય છે અને તે શારીરિક કે માનસિક વિકૃતિઓ જન્માવે છે.” સંયમને તિલાંજલિ આપવા તૈયાર થયેલો આ વર્ગ અધ્યાત્મમાર્ગના જ્યોતિર્ધરોનાં વચનો અને
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૬
જિનમાર્ગનું અનુશીલન અનુભવોના સંદર્ભમાં જો સ્થિર ચિત્તે વિચારે કે વિકાસોન્મુખ જીવનનો આધાર કામ છે કે સંયમ, તો એને સમજાશે કે ફ્રોઈડનો સિદ્ધાંત તો પૂર્વાર્ધ-માત્ર છે, તે અડધ અટકી જાય છે. એનાથી આગળના સત્ય સુધી ફ્રોઈડની નજર પહોંચતી નથી. જ્યારે આપણા આર્ષદ્રષ્ટાઓ કામને જીવનના અદમ્ય આવેગ તરીકેના પિછાણી શક્યા હતા; પણ એથી આગળનું તથ્ય પણ એમણે અનુભવ્યું હતું. તેઓ એ જોઈ શક્યા હતા, કે નાનો-મોટો દરેક સંસારી જીવ ચાર અદમ્ય ઉત્તઓ – આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ – થી પ્રેરાઈને જીવનસંઘર્ષ ચલાવી રહ્યો છે. છતાં, “એ પ્રાકૃતિક આવેગો છે' એમ કહીને, એ વૃત્તિઓને તાબે થઈ જવાની વાત એમણે ન કરી. “કામને જીતી શકાય કે નહિ ? જો જીતી શકાય, તો કઈ રીતે ?' – આ પ્રશ્નો પણ એમણે ઉઠાવ્યા હતા અને એના ઉત્તર મેળવ્યા હતા – માત્ર બૌદ્ધિક તર્કોમાં જ નહિ, પણ જીવનના અનુભવમાં પણ. આથી, અદમ્ય આવેગ ગણી લઈ કામને જીવનમાં છૂટો દોર આપવાની વાત કોઈ જ્ઞાની પુરુષે કદી કરી નથી.”
આ પછી અધ્યાત્મસાધના આવા પ્રાકૃતિક આવેગો અને વિકારોને કાબૂમાં લાવવામાં કેવી ઉપયોગી થઈ શકે છે તે અંગે તેઓ કહે છે –
“યોગ, અધ્યાત્મ કે સાચા ધર્મમાર્ગની નેમ જ સદા એ રહી છે, કે ક્રમશઃ સંયમ અને ઊર્ગીકરણ દ્વારા વાસનાના મૂળ સુધી પહોંચીને તેને જડમૂળથી નષ્ટ કેમ કરવી તે અંગે પથદર્શન કરવું. દબાયેલી કામવાસના એ ગ્રંથિઓની જન્મદાત્રી છે એ ખરું, પણ ખુદ કામવાસનાના મૂળમાં પણ એક ગ્રંથિ રહેલી છે. યોગ, અધ્યાત્મ ક્રમશઃ સંયમ અને ઊર્ધ્વકરણના માર્ગે થઈ એ ગ્રંથિ સુધી પહોંચીને એનો જ વિસ્ફોટ કરવાની પ્રક્રિયા ચીંધે છે. આધ્યાત્મિક સાધક એ પથદર્શનને અનુસરતો રહી, પ્રકૃતિ ઉપર વિજયનાં પદચિહનો મૂકતો આગળ વધે છે. કોઈ પ્રાકૃતિક આવેગને પોતાના જીવનનો સૂત્રધાર થવા દઈને યોગમાર્ગનાં શિખરો આંબવાની આશા તે ન રાખી શકે.”
અંતે યોગસાધનાના માર્ગે આગળ વધવા ઇચ્છતા સાધકને જરૂરી ચેતવણી આપતાં મુનિશ્રી અમરેન્દ્રવિજયજી સાચું જ કહે છે –
“કોઈ વ્યક્તિનું ગતજીવન વિલાસી હોય, અન્યાય, અનીતિ અને વાસનાઓથી ખરડાયેલું હોય, પણ એ દિશાએથી તે પાછી વળે અને ટૂંક સમયમાં જ સારો આત્મવિકાસ સાધી, જૂના સાધકોથી યે આગળ નીકળી જાય એની ના નથી; વ્યક્તિનો ભૂતકાળ ગમે તેવો હોય, પ્રશ્ન છે તેના વર્તમાન જીવનનો ઢાળ કેવો છે એનો. અનીતિમય જીવન અને ઇંદ્રિયોની નિરંકુશ પ્રવૃત્તિ ચાલુ રાખીને, કેવળ જ્ઞાનની શુષ્ક વાતો કે કહેવાતા ધ્યાનાભ્યાસના જોરે આત્મદર્શન સુધી પહોંચવાનો મનોરથ વિફળ જ રહેવાનો છે, એ વાત યોગમાર્ગે પગ મૂકનાર સાધક વેળાસર સમજી લે તે તેના હિતમાં છે.”
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૭
શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૭
આ લખાણમાં શ્રી અમરેન્દ્રવિજયજીએ દમન અને સંયમ વચ્ચેનો ભેદ સમજાવવાની સાથેસાથે, સંયમસાધના વિના આત્મસાધના, આત્મશુદ્ધિ કે આત્માનુભૂતિ શક્ય જ નથી એ વાત સ્પષ્ટ અને પ્રતીતિકર રીતે સમજાવી છે; એટલે એનું વધુ વિવેચન જરૂરી નથી.
આચાર્ય રજનીશજી કે એમની વિચારસરણીના પ્રશંસકો અને અનુયાયીઓ આ વાત જેટલી વહેલી સમજશે તેટલો વહેલો અને વધુ લાભ એમને થશે, અને ભોગ-વિલાસથી આત્મદર્શન થવાના ભ્રામક વિચારથી ઊગરી જઈને તેઓ પોતાની અધોગતિને આગળ વધતી રોકી શકશે.
(તા. ૧૬-૧૨-૧૯૭૮)
Page #241
--------------------------------------------------------------------------
________________
૩
જૈનસંઘોની આંતરિક એક્તા અને શુદ્ધિ
(૧) ધર્મ અને સંઘની શોભાને સાચવવાની વ્યક્તિની જવાબદારી
સમૂહ, સંઘ કે સમાજના પાયામાં વ્યક્તિ રહેલી છે; અને વ્યક્તિઓનાં ગુણઅવગુણ, શક્તિ-અશક્તિ અને સદાચરણ-દુરાચરણ જ છેવટે સંઘ કે સમાજના સારાખોટાપણાના કે સામર્થ્ય-અસામર્થ્યનાં જનક બની રહે છે. વળી, જેવો સંઘ એવો જ ધર્મ. એટલે છેવટે ધર્મ અને સંઘની પ્રતિષ્ઠાને સાચવી રાખીને તેમની શોભાને વધારવાની જવાબદારી વ્યક્તિની જ છે.
આ વાતને જરાક જુદી રીતે પણ વિચારી શકાય : ધર્મ, સંઘ, સમાજવ્યવસ્થા – એ બધાંયનો હેતુ વ્યક્તિનું સમુચિત ઘડતર કરીને એનાં દુઃખ-દારિદ્ય-કષ્ટનું નિવારણ કરીને એને સુખી ક૨વાનો છે. જે વ્યક્તિને બીજી દુષ્ટ કે દુર્ગુણી વ્યક્તિના હાથે થતા અન્યાય, અધર્મ કે અત્યાચાર સહન કરવા પડતા હોય, એને એમાંથી ઉગારી લેવાનું કામ કે સામર્થ્ય ધર્મ કે સંઘનું જ લેખાય છે. એટલે જે ધર્મ, સંઘ કે સમાજ નિર્બળ, ગરીબ અને અસહાય વ્યક્તિને આવું રક્ષણ ન આપી શકે, એ પોતાનાં નામ અને કામને ચરિતાર્થ કરવાને બદલે એને છેહ આપે છે એમ જ સમજવું. અને જ્યારે ખુદ ધર્મ કે સંઘને જ નામે વ્યક્તિ ઉપર અન્યાય વરસાવવામાં આવે અથવા તો એના સ્વાતંત્ર્ય કે અધિકારોને રૂંધી નાખવાનો પ્રયાસ કરવામાં આવે, તો સમજવું કે આ તો ખુદ જળમાંથી જ જ્વાળા પ્રગટી !
જે ધર્મ અને સંઘ માનવીનાં કલ્યાણ, વિકાસ અને ઉદ્ધારનો માર્ગ ચીંધે અને એની આડે આવતા અવરોધોને દૂર કરે, એ જ સાચો ધર્મ અને સંઘ. એ જ રીતે જે વ્યક્તિ ધર્મભાવનાને અને સંઘવ્યવસ્થાને ટકાવી રાખવા, દૃઢ કરવા અને ગૌરવશાળી બનાવવા પોતાના સ્વાર્થનું અને વ્યક્તિત્વનું વિલોપન કરવા સદા તત્પર હોય એ જ સાચો માનવી બની શકે; અને ધર્મ અને સંઘનું એક અંગ હોવાનું ગૌરવ પણ પામી શકે. બાકી તો, સ્વચ્છંદી, આપમતલબી અને શિસ્ત-સંયમની ભાવનાની ઉપેક્ષા કરતી
Page #242
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ ઃ ૧
ન
વ્યક્તિઓ ધર્મ અને સંઘને માટે ન તો શોભારૂપ કે ન તો મૂડીરૂપ પુરવાર થાય છે. ઊલટું, એવી વ્યક્તિઓનાં અઘટિત વિચાર, વાણી, વર્તનથી ધર્મ અને સંઘ વગોવાય છે. આવું બનવા ન પામે એ રીતે બે ઘટકો વચ્ચે સુમેળ સધાય અને દરેક પોતપોતાની જવાબદારીનું ઉલ્લાસપૂર્વક પાલન કરે એવી પાયાની વ્યવસ્થા થવી જોઈએ. આ પાયાની વિચારણાના પ્રકાશમાં આપણા ધર્મ અને સંઘની સ્થિતિનો વિચાર કરવા અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
ધર્મનું એક રૂપ છે ધર્મના બાહ્ય કલેવરનું અને બીજું રૂપ છે ધર્મના આંતરિક તેજ કે હીરને લગતું. પહેલા રૂપનો વિચાર કરીએ તો મોટાંમોટાં બાહ્ય વિધિવિધાનો કે ક્રિયાકાંડો નિમિત્તે, ભાવુકતાથી પ્રેરાઈને અત્યારે એટલું બધું ખર્ચ કરવામાં આવે છે અને એવા મોટા અને ભપકાભર્યા ઉત્સવ-મહોત્સવો ઊજવવામાં આવે છે, કે એ જોઈને તો આપણને એમ લાગે કે જૈન શાસનનો ચોમેર યજયકાર થઈ રહ્યો છે; કદાચ એમ પણ કહી શકાય કે આટલા વિશાળ ધર્મમહોત્સવો, આટલી મોટી સંખ્યામાં, દેશભરમાં જુદાંજુદાં સ્થાનોમાં પહેલાંના વખતમાં ભાગ્યે જ ઊજવવામાં આવ્યા હશે.
વળી, અત્યારના સમયના ધર્મોત્સવોની એક વિશેષતા એ પણ ધ્યાનમાં લેવા જેવી છે, કે અત્યારે વીતરાગ તીર્થંકરદેવોની ભક્તિ નિમિત્તે યોજવામાં આવતાં વિવિધ પ્રકારનાં પૂજનો-મહાપૂજનોમાં સરાગ દેવ-દેવીઓ કે યક્ષ-યક્ષિણીઓનાં નામોચ્ચારણને તેમ જ પૂજન-અર્ચનને વધારે મહત્ત્વનું સ્થાન મળવા લાગ્યું છે. નામ કે નિમિત્ત ભલે ને વીતરાગદેવનું હોય, પણ જ્યાં હેતુ સરાગ દેવ-દેવીઓનું આહ્વાન કરીને એમને પ્રસન્ન કરવાનો હોય, ત્યાં અંતરમાં વીતરાગભાવ કે ધર્મની સાચી કે જીવનસ્પર્શી પરિણિત થઈ શકે ખરી ?
૨૧૯
અહીં જ, ધર્મના આંતરિક સ્વરૂપની સ્થિતિ અત્યારે કેવી છે એનો વિચાર ક૨વાનો, એટલે કે, ધર્મની અત્યારે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ સંઘના તેજ અને હીરને વધારવામાં કેટલી સફળ થાય છે એનો ક્યાસ કાઢવાનો સવાલ ઊભો થાય છે.
ધર્મનો મૂળભૂત હેતુ માનવીની જીવનશુદ્ધિ કરવાનો જ છે; અને જે એક માનવીને માટે સાચું છે તે સંઘ કે સમાજને માટે પણ સાચું છે. સંઘે જીવનશુદ્ધિની આ ભાવનાને ઝીલવા તત્પર રહેવાનું હોય છે. માટે જ સંઘને ધર્મવ્યવસ્થામાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે.
જીવનશુદ્ધિની આ કસોટીએ અત્યારની ધર્મપ્રવૃત્તિઓની સફળતા-અસફળતાનો અંદાજ મેળવવા જતાં કંઈક નિરાશા જ સાંપડે છે. આટઆટલા ધર્મોત્સવો અને આટઆટલી ધર્મપ્રવૃત્તિઓ સતત ચાલતાં હોવા છતાં, જીવનશુદ્ધિ કરવાની પાયાની જરૂર બાબતે સમસ્ત શ્રીસંઘને એ ભાગ્યે જ સહાયક બની શકે છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
જો ધર્મપ્રવૃત્તિઓ જીવનસ્પર્શી હોય, તો એમાંથી જીવનશુદ્ધિ આપોઆપ નિષ્પન્ન થયા વગર ન રહે. અને જો જીવનશુદ્ધિનો લાભ થયો હોય તો એ આંતરિક રીતે ચિત્તશુદ્ધિરૂપે અને બાહ્ય રીતે વ્યવહારશુદ્ધિરૂપે પ્રગટ થાય જ થાય. પણ આજે તો આવી વ્યાપક શુદ્ધિ દોહ્યલી બની ગઈ લાગે છે – ગૃહસ્થવર્ગ અને ત્યાગીવર્ગપક્ષે. અને છતાં ધર્મક્રિયાઓ અને ધર્મોત્સવો તો ચાલતાં જ રહે છે. ધર્મ એક માર્ગે ચાલે અને જીવન જુદે માર્ગે ચાલે એવી વિષમતા આપણને ઠીક-ઠીક સદી ગઈ છે. પણ આ સ્થિતિ સાવ બિનકુદરતી છે; એનાથી મોક્ષગામી જીવનવિકાસ સહજ શકય જ નથી; એ માટે તો જીવનશુદ્ધિના પ્રેરક ધર્મનું જ આપણે સ્વાગત કરવું રહ્યું. અને આવો ધર્મનો પાયો તો શાસ્ત્રકારોએ અર્થશુદ્ધિ એટલે કે નીતિમત્તા અને પ્રામાણિકતાને કહેલ છે; તો એના વગર ધર્મની સાચી પરિણિત કેવી રીતે થવાની છે ? મોટી કરુણતા તો એ છે, કે સંઘના અગ્રપદે બિરાજતો આપણો શ્રમણસમુદાય ધર્મમાર્ગના પાયારૂપ પ્રામાણિકતા માટે ન તો સાતત્યપૂર્ણ આગ્રહ રાખે છે કે ન તો અંતઃસ્પર્શી પ્રેરણા આપે છે.
૨૨૦
અને અત્યારની આપણી સંઘવ્યવસ્થા માટે તો કહેવું જ શું ? આપણને એ સમજતાં વાર ન લાગવી જોઈએ, કે એ અરાજકતાનો નમૂનો બની ગયેલ છે. આપણા શ્રમણસંઘ અને શ્રાવકસંઘ બંનેમાં અત્યારે એવી અરાજકતા પ્રવર્તે છે, કે છડેચોક આચારવિમુખતા, અપ્રામાણિકતા અને કલહવૃત્તિ વધતી હોવા છતાં, ન કોઈ કોઈને કંઈ કહી શકે છે, ન કોઈ કોઈને રોકી શકે છે !
શું આ બધું આપણે આ પ્રમાણે ચાલવા દેવું છે ?
(૨) ધર્મક્ષેત્રમાં સાધ્ય અને સાધનની શુદ્ધિ
કૉન્ફરન્સના જુન્નેર-અધિવેશન વખતે, અમદાવાદમાં પરમાનંદ-પ્રકરણ-સમયે અને તાજેતરમાં જ કલકત્તામાં બાળદીક્ષાનો વિરોધ કરવા માટે મળેલી સભામાં ધર્મ-ઝનૂનથી ઘેલા બનેલા રૂઢિચુસ્ત જૈનોએ, પોતાથી જુદો વિચાર ધરાવનારાઓને માર મારવા જેટલી હદે જઈને પોતાની વિકૃત ધર્મભાવનાનું જે પ્રદર્શન કર્યું, તે જૈનધર્મના સંરક્ષણ અને સંવર્ધનની દૃષ્ટિએ ખાસ વિચાર કરવા જેવું અમને લાગ્યું છે.
(તા. ૧૮-૮-૧૯૭૧)
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૧
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨
આમાં આ કે તે પ્રસંગે શું બન્યું કે કોણે શું કર્યું એની વ્યક્તિગત કે વિગતવાર ચર્ચામાં ઊતરવાનું અભિપ્રેત નથી; પણ પોતાને ધાર્મિક લાગતા વિચાર, સિદ્ધાંત કે માર્ગની સાચવણીને માટે, જેને હિંસક કે અસત્યગામી કહી શકાય એવો, એટલે કે અધાર્મિક ઉપાય હાથ ધરવા સુધી આપણે કેમ વિવેકશૂન્ય અને ભાનભૂલેલા બની જઈએ છીએ એ બાબતનો મૂળભૂત વિચાર કરવો જ અહીં ઉદ્દિષ્ટ છે.
જીવનની સંપૂર્ણ શુદ્ધિ, આત્માની સંપૂર્ણ શુદ્ધિ કે કર્મનો સંપૂર્ણ નાશ એટલે મોક્ષ - એ રીતના મોક્ષનો જીવનના ધ્યેય કે સાધ્ય તરીકે સ્વીકાર થયો એટલે એ સાધ્યને અનુરૂપ સાધનોનો આપોઆપ સ્વીકાર કરવો પડે. એ રીતે જૈન ધર્મે અહિંસા, સંયમ અને તપને અથવા તો અહિંસા સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ધર્મનાં સાધન તરીકે સ્વીકાર્યાજેવું સાધ્ય સ્વીકારીએ તેવાં સાધનો સ્વીકારવાં જ પડે; કારણ કે. જેવાં સાધનો સ્વીકારીએ તેવું જ સાધ્ય હાંસલ થઈ શકે એ સાદી સમજની વાત છે. સાધ્ય અને સાધન વચ્ચે સંવાદીપણાની જરૂર ન સ્વીકારીએ તો ગમે તેવા સાધનથી ગમે તેવું સાધ્ય પ્રાપ્ત થઈ શકે એવી તાર્કિક અશક્યતા અને વ્યાવહારિક ગેરવ્યવસ્થા ઊભી થતી ન રોકી શકાય. અને તેથી જ જૈનધર્મના પ્રરૂપકોએ મોક્ષ જેવાં પરમશુદ્ધ સાધ્યને માટે એને અનુરૂપ એવો સર્વથા શુદ્ધ સાધનનો જ હંમેશાં આગ્રહ રાખ્યો છે. બીજા ધર્મોએ પણ પોતપોતાના ધ્યેય કે સાધ્યને અનુરૂપ સાધનોનું જ વિધાન કર્યું છે. જ્યાં એ બે વચ્ચે દુર્મુળ થયો છે અને સાધ્ય ગમે તેટલું ઊંચું રાખવા છતાં સાધનની શુદ્ધિમાં શિથિલતા પેસી ગઈ છે, ત્યાં નિશ્ચિતરૂપે તે ધર્મ કે સંસ્કૃતિનું પતન જ થયું છે.
જૈનધર્મે સાધ્યની જેમ સાધનશુદ્ધિ ઉપર ખૂબખૂબ ભાર આપવા છતાં, જ્યારથી આપણે ત્યાં સંપ્રદાયભેદ પડ્યા, તેમાંથી ગચ્છભેદ પડ્યા, ગચ્છભેદમાંથી વળી સમુદાયભેદ કે એવા એવા ભેદ-પ્રભેદો પડતા ગયા, અને આપણી બુદ્ધિએ સત્ય સમજવા અંગે “સાચું તે મારું' જેવા ધર્મમય માર્ગેથી પોતાનું મુખ ફેરવી લઈને “મારું તે સાચું નો અભિનિવેશપૂર્ણ માર્ગ સ્વીકાર્યો, ત્યારથી આપણે ત્યાં સાધનશુદ્ધિમાં ઉત્તરોત્તર શિથિલતા આવતી ગઈ. પરિણામે મૂળ જૈનધર્મના જ અંગરૂપ ગણાય અથવા એક જ મુખ્ય વૃક્ષની શાખારૂપ લેખાય એવા સંપ્રદાયો, ગચ્છો કે સમુદાયો પોતાના નજીવા વિચારભેદ, ક્રિયાભેદ કે માન્યતાભેદને મોટું રૂપ આપીને આપસ-આપસમાં એકબીજાનો છેદ ઉડાવવામાં એટલા બધા મશગૂલ બન્યા, કે પોતાની વચ્ચે સંધાન કરનારું ધર્મતત્ત્વ પડેલું છે એ વાત જ વીસરી ગયા !
આવો જ વિરોધ આપણે બીજાં દર્શનો કે ધર્મો સાથે લડવામાં પણ દેખાડવા લાગ્યા. એ રીતે આપણી તમામ સર્જકશક્તિનો એવો તો નાશ થવા લાગ્યો કે છેવટે આપણે આપણી પોતાની જાતને કે સહધર્મીઓને પણ ન જાળવી શક્યા.
Page #245
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
બીજાં દર્શનો કે ધર્મો સાથેના વિરોધને તો આપણે અમુક રીતે કદાચ વાજબી ઠરાવી શકીએ. બીજાઓ કદાગ્રહમાં પડીને આપણાં ધર્મ કે દર્શનની નિંદા કરવા લાગે તો આપણાથી ચૂપ ન બેસી શકાય, અને એનો ઘટતો જવાબ વાળવો પડે. પણ જૈનધર્મના જુદાજુદા સંપ્રદાયો કે ગચ્છો તાત્ત્વિક કોઈ પણ પાયાના મતભેદ વગર જ જ્યારે એકબીજાનો વિરોધ કરીને એકબીજાનું ખંડનમંડન કરવાના અને પરસ્પરનો છેદ ઉડાડવાના કેવળ આપઘાત જેવા માર્ગે વળ્યા એનો વિચાર કરીએ છીએ, ત્યારે નવાઈ અને દુઃખ લાગ્યા વગર નથી રહેતાં.
૨૨૨
અને આપણી પરસ્પરની હોંસાતૂંસી તો એટલી ભયંકર નીવડી, કે એમાં આપણી પાસે સર્વ દર્શનો, સર્વ ધર્મો અને સર્વ મતોનો સમન્વય સાધી શકનાર અનેકાંતવાદનું જે મહાઅમૃત આપણને વારસામાં મળ્યું હતું, એ અમૃતનો ટૂંપો જ આપણે ખોઈ બેઠા અને આપણી સ્થિતિ કરોડાધિપતિ પિતાના, રસ્તે ભીખ માગતા દીકરા જેવી દારુણ અને કરુણ બની ગઈ ! આ દોષ આપણે પોતે જ પેદા કર્યો છે; એટલે એ માટે બીજાને આપણે શું કહી શકીએ ?
અને જ્યારે માનવી ગુણગ્રાહક વૃત્તિને તરછોડીને મમત અને કદાગ્રહનો ભોગ બને છે, ત્યારે એ એનો માણસાઈનો મુખ્ય ગુણ ગુમાવીને પાશવી વૃત્તિઓનો ભોગ બની જાય છે. અને આવી વૃત્તિ જન્મી એટલે સાધ્યને અનુરૂપ શુદ્ધ સાધન રહેવું જોઈએ એ આગ્રહ શિથિલ બની જાય છે.
પરિણામે, અશુદ્ધ સાધનોને કારણે એનું સાધ્ય દૂષિત બને છે; એટલું જ નહીં, એ સાવ બદલાઈ જાય છે, અને છેવટે ‘બગડે બે'ની કમનસીબી જ બાકી રહે છે !
અમે ચોક્કસ માનીએ છીએ કે આપણે સાધનશુદ્ધિના આગ્રહને મજબૂત રીતે વળગી રહ્યા હોત અને ભગવાન મહાવીરની જેમ ગમે તેવાં સંકટોની સામે પણ સાધનશુદ્ધિની વાત છોડી ન હોત, તો જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિનાં તેજ અને પ્રભાવને આપણે સો-ગણાં વધારી શકયા હોત. અત્યારે તો, આપણા ધર્મની આપણા પોતાના જ હાથે ઉત્તરોત્તર હાનિ થતી રહી છે; એનું મુખ્ય કારણ સાધનશુદ્ધિનો આગ્રહ આપણે પડતો મૂક્યો એ જ છે.
તાજેતરના કલકત્તાના તોફાન જેવા અનેક માઠા પ્રસંગો આપણે ત્યાં બન્યા એનું કારણ પણ સાધનશુદ્ધિની અનિવાર્યતાના નિયમનું અજ્ઞાન જ છે. નહીં તો પંચમહાવ્રતની પ્રતિજ્ઞાવાળા ધર્મગુરુઓના પ્રેર્યા બાર વ્રતધારી ગૃહસ્થો આવી મારામારી કરે એવું બને જ નહીં. પણ જ્યાં બુદ્ધિ ઉ૫૨ કદાગ્રહે અંધારપછેડો પાથરી દીધો હોય, ત્યાં સારા-ખોટાનો વિવેક ન જ રહી શકે.
Page #246
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨, ૩
૨૨૩
અમે અહીં આપણા ધર્મગુરુઓ અને ગૃહસ્થોને ભારપૂર્વક એ જણાવવાની અમારી ફરજ લેખીએ છીએ કે અશુદ્ધ સાધનોનો ઉપયોગ કરવાનું જો હજુ પણ આપણે ચાલુ રાખીશું, તો ધર્મ ચળાશે ચાળણીએ” એ ભવિષ્યવાણીને સાચી પાડવાના દોષના ભાગીદાર આપણે પોતે જ બનીશું. માટે, પોતાના વિચારનો પ્રચાર કરવો હોય કે બીજાના વિચારનું નિરાકરણ કરવું હોય – ગમે તે કરવું હોય, તો પણ અશુદ્ધ સાધનનો તો કદી પણ ઉપયોગ થઈ જ શકે નહીં. આમ છતાં જેઓ ગાળાગાળી કે મારામારી દ્વારા ધર્મને બચાવવાનો વિચાર સેવતા હોય, તેઓ ચોક્કસ સમજી રાખે કે તેઓ એમ કરીને આંબાનું નહીં પણ કેવળ બાવળનું વૃક્ષ જ રોપી રહ્યા છે, અને એના કાંટા ભોંકાયા વગર રહેવાના નથી.
સાધનની અશુદ્ધિને કારણે આપણે આપણા ધર્મને પાર વગરનું નુકસાન પહોંચાડ્યું છે. એટલે હવે તો આવા આત્મવિધ્વંસના માર્ગેથી પાછા ફરીને સાધ્યને અનુરૂપ શુદ્ધ સાધનનો આગ્રહ સેવતા થઈએ એ જ અભ્યર્થના.
(તા. ૭-૧૨-૧૯૫૫)
(૩) સંઘશુદ્ધિનું મુશ્કેલ છતાં સહેલું કાર્ય શ્રમણોપાસક-શ્રીસંઘ-સંમેલન આનંદપૂર્વક પૂરું થયું, અને એણે શ્રીસંઘના ગૌરવ અને પ્રતિષ્ઠામાં વધારો કર્યો, તેથી એનાં સુમધુર સંસ્મરણો આપણને આહ્વાદ આપ્યા કરે અને એક અભૂતપૂર્વ કાર્ય કર્યાનો સંતોષ લેવા પ્રેરે એ સ્વાભાવિક છે. પણ આપણે કેવળ આવા મહાન કાર્યની યાદમાં જ રાચ્યા કરીએ એ બરાબર નથી. આપણે જે કંઈ નિર્ણયો લીધા છે અને અમલી રૂપ આપવામાં જ આ કાર્યની અને આપણી જવાબદારીની ચરિતાર્થતા રહેલી છે.
વિ. સં. ૧૯૯૦ની સાલમાં મળેલ પ્રથમ મુનિસંમેલન દિવસોની લાંબી અને મહેનતભરી કામગીરીને અંતે સફળતાપૂર્વક પૂરું થઈ શકર્યું હતું, અને પાંચ વર્ષ પહેલાં (વિ. સં. ૨૦૧૪ની સાલમાં) મળેલ બીજું મુનિસંમેલન તો પંદર-પંદર દિવસની મથામણને અંતે પણ છેવટે સાવ નિષ્ફળ ગયું હતું. આ ઉપરથી એટલું તો સહેજે જાણી શકાય છે, કે નજર સામેની વિષમ પરિસ્થિતિનો તાગ લેતાં, સંઘને મૂંઝવતા પ્રશ્નોની ગંભીરતા સમજતાં અને એનો ઉકેલ શોધતાં આપણા ગુરુવર્ગને કેટલો બધો વિલંબ થાય છે ! આમ કેમ થતું હશે, એની મીમાંસામાં ઊતરવાની અત્યારે જરૂર નથી.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪
જિનમાર્ગનું અનુશીલન આ બે મુનિસંમેલનની કાર્યવાહીની સામે શ્રાવકસંમેલને માત્ર બે જ દિવસ જેટલા ખૂબ ટૂંકા સમયમાં સફળતાપૂર્વક પૂરી કરેલી કાર્યવાહીની સરખામણી કરવા જેવી છે. શ્રાવકસંમેલન જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી શકર્યું, તેનું કારણ સંઘને અત્યારની અનિચ્છનીય સાચી પરિસ્થિતિથી માહિતગાર કરીને આપણા આગેવાનો દ્વારા મહિનાઓની જહેમતથી રચાયેલી પૂર્વભૂમિકા, પરિસ્થિતિને પારખવાની અને એ માટે જરૂરી ઉપાયો યોજવાની શ્રાવકસંઘની તત્પરતા, તેમ જ આગેવાનોની દીર્ઘદૃષ્ટિ, નિખાલસતા અને નિષ્ઠા છે, જ્યાં વિષમ પરિસ્થિતિને સરખી કરવાના ઉપાયો શોધવાની વ્યવહારુ દષ્ટિ કામ કરતી હોય, ત્યાં ખૂબ મુશ્કેલ લાગતું કામ પણ કેવી સરળતા તેમ જ સફળતાપૂર્વક પાર પડે છે એનું આ એક જ્વલંત ઉદાહરણ છે.
વળી, પહેલા મુનિસંમેલન અને આ શ્રાવકસંમેલનની કામગીરી વચ્ચેનો એક બીજો તફાવત પણ ધ્યાનમાં લેવા જેવો છે. પહેલું મુનિસંમેલન અઠવાડિયાંઓની જહેમતને અંતે સફળ તો થયું, પણ એણે પટ્ટકરૂપે જે નિર્ણયો કર્યા તેને અમલી રૂપ આપવા માટેનું એક સબળ વ્યવસ્થાતંત્ર રચવાની દીર્ઘદ્રષ્ટિ ન દાખવી. એટલે એ નિર્ણયોથી શ્રીસંઘને જેટલા પ્રમાણમાં લાભ થવો જોઈતો હતો, તેટલા પ્રમાણમાં ન થઈ શકયો. આ વાત શ્રાવકસંમેલનના ધ્યાન બહાર ન ગઈ; અને એણે શાણપણ અને દૂરંદેશી વાપરીને પોતે લીધેલ નિર્ણયોનો અમલ થઈ શકે એ માટે એક સ્વતંત્ર (ત્રીજા) ઠરાવ દ્વારા શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘસમિતિની સ્થાપના કરી; અને એમ કરીને એક સબળ વ્યવસ્થાતંત્ર ઊભું કર્યું. આ સંમેલનની કાર્યવાહીનો સાચો લાભ આ સંઘસમિતિની જાગૃતિ કાર્યવાહી ઉપર જ આધાર રાખે છે.
શ્રાવક-સંમેલને પહેલેથી જ માન્યું છે તેમ, શ્રમણ સમુદાયની આચારશુદ્ધિમાં અત્યારે જે કંઈ ખામી આવી ગઈ છે તે દૂર કરવાનું કામ સહેલું નથી; અને એ ખામીઓ દૂર કરવાની જવાબદારી સાધુ-સમુદાય પોતે જ પોતાને શિરે ઉઠાવે એ જ સુધારણાનો સાચો માર્ગ છે. આમ છતાં, અત્યારની ઠીકઠીક વણસેલી સ્થિતિ જોતાં, આ કામ કોણ કરે એ પ્રશ્નને સ્થાને ગમે તે રીતે આચારશુદ્ધિનું કામ થવું જ જોઈએ એજ પ્રાણપ્રશ્ન લેખાવો જોઈએ. એટલે આ કામ કોણ કરે, એની ચર્ચામાં વધુ કાળક્ષેપ ન કરતાં, ગાય વાળે તે ગોવાળ' એ શાણી શિખામણને અનુસરવું જોઈએ.
વળી, એક દૃષ્ટિએ વિચારીએ, તો ખૂબ મુશ્કેલ લાગતું આ કામ, શ્રમણ સંઘ આ માટે થોડોક પણ જાગૃત બને અને શ્રમણસંઘની પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારીનો વિચાર કરીને એને અનુરૂપ પોતાની જીવચર્યાને નવેસરથી ગોઠવવાની અને જે કંઈ ક્ષતિઓ જાણ્યે-અજાણ્ય પ્રવેશી ગઈ હોય એને દૂર કરવાની તૈયારી અને સરલતા દાખવે તો ઘડીના છઠ્ઠા ભાગમાં પાર પડી શકે એવું આ કામ છે.
Page #248
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૩, ૪
૨૨૫ દરેક સાધુ-સાધ્વી બીજાઓને સુધારવાની ચિંતાથી મુક્ત બનીને પહેલાં જાતને જ વિશુદ્ધ રાખવાનો વિચાર કરે તો આ કામ મુશ્કેલ મટીને સાવ સરળ બની જાય.
જ્યારે યાત્રાસંઘનો દરેક પ્રવાસી પોતપોતાનો સામાન ઊંચકી લેવાની જવાબદારીને પૂરી કરે છે, ત્યારે ખૂબ મુશ્કેલ લાગતું કામ પણ કેવું આસાન બની જાય છે ! શ્રમણસમુદાયની આચારશુદ્ધિનું જતન કરવાની વાત પણ આવી જ છે. સૌ પોતપોતાની જાતને સંભાળી લે તો કોઈને કશું કહેવાનું કે કરવાનું ન રહે !
સહુ કોઈ એટલું તો જાણે છે, કે સમાજરચના, સંઘવ્યવસ્થા અને ધર્મસ્થાપનાનાનો ઉપાય માનવીને વ્યક્તિગત રીતે ન્યાય, નીતિ અને સદાચારને માર્ગે વાળવામાં છે. તેથી જ્યારે એક વ્યક્તિ પોતાના જીવનની શુદ્ધિની ઉપેક્ષા કરે છે, ત્યારે એથી સમાજશુદ્ધિમાં ખામી આવી જાય છે, અને છેવટે આખા રાષ્ટ્રની શુદ્ધિ ભયમાં મુકાય છે.
સ્વ અને પર બંનેનું કલ્યાણ એ જ સાધુજીવનનો મૂળ પાયો છે. એ પાયાને જરા પણ નુકસાન પહોંચે એવી પ્રવૃત્તિથી શ્રમણ સમુદાયની પ્રત્યેક વ્યક્તિ દૂર રહે એ જ અભ્યર્થના !
(તા.૨૭-૪-૧૯૬ ૩)
(૪) ભેદશમનનાં મંગળ એંધાણ
વિચારશક્તિ અને માનસિક ભૂમિકાના વૈવિધ્યના કારણે માનવ-સમાજમાં એક જ વસ્તને સમજવાની જે જાતજાતનાં દષ્ટિબિંદુઓ ઉદ્દભવે છે, તેનું વર્ગીકરણ મુખ્યપણે બે વિભાગોમાં કરવામાં આવે છે : જુનવાણી અને પ્રગતિશીલ. આ બે જાતની વિચારસરણીઓ અને એના સંઘર્ષનું મૂળ શોધતાં ઠેઠ માનવકુળની ઉત્પત્તિ સુધી પહોંચવું પડે.
જૈન સમાજમાં પણ જૂના-નવા વિચારોનો સંઘર્ષ ઘણા લાંબા કાળનો છે, પણ છેલ્લી અડધી સદીમાં આ સંઘર્ષે ઠીક-ઠીક ઉગ્ર રૂપ લીધું છે. એમ કહી શકાય કે લગભગ બધા ય ધર્મ કે સંપ્રદાયોમાં આવો સંઘર્ષ જાગી ઊઠ્યો છે; કારણ કે, આ વર્ષોમાં દુનિયામાં એટલા બધા અવનવા વિચાસ્પ્રવાહો – ફક્ત વિચાર-પ્રવાહો જ શા માટે ? એ વિચાર-પ્રવાહોથી પ્રેરિત પ્રત્યક્ષ ફેરફારો પણ – ગતિમાનું બન્યા છે કે એની અસર એક વ્યક્તિના પોતાના અંગત જીવનથી માંડીને ધાર્મિક, સામાજિક, રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ પહોંચ્યા વગર નથી રહી.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૬
જિનમાર્ગનું અનુશીલના જૈન સમાજમાં પ્રવર્તતા આ સંઘર્ષના કારણે એકંદરે નવીન વિચારસરણીના પુરસ્કર્તાઓને ઠીક-ઠીક સહન કરવું પડ્યું છે, અને પડે છે. સામાન્ય સાંપ્રદાયિક તિરસ્કાર, “નાસ્તિક’ કે ‘મિથ્યાત્વી” જેવાં વિશેષણો અને કોઈ-કોઈ વાર તો સંઘબહિષ્કાર જેવા પ્રસંગો એમને વેઠવા પડ્યા છે. પણ આજે સમાજમાં પ્રવર્તતા વાતાવરણને પારખવાની જેઓ શક્તિ ધરાવે છે, તેવા તટસ્થ વિચારકો એટલું તો જરૂર કહી શકે કે એમણે જે કંઈ સહન કર્યું હતું, તે એળે નથી ગયું; એટલું જ નહીં, પણ જૂનાઓને પણ હવે એ પ્રવાહનું રહસ્ય સમજાવા લાગ્યું છે.
આજે જ્યારે જૈન સમાજમાં સંપ કે એકતાની વાત ઠીક-ઠીક પ્રમાણમાં ચર્ચાવા લાગી છે, તે પ્રસંગે જૂના ગણાતાં અને નવીન ગણાતાં માનસો કેવી ચૂપચાપ રીતે એકબીજાની નજીક આવીને ઊભાં રહી ગયાં છે – અરે, કોઈ-કોઈ પ્રસંગે તો એકબીજાનું જુદાપણું વીસરી જઈને સાવ એક જેવાં થઈ ગયાં છે – એ જાણવું ઉપયોગી અને રસપ્રદ થઈ પડશે. કોઈ-કોઈ વાર તો એવા પણ વિચારો જાણવા મળે છે, કે જો એ વિચારના પુરસ્કર્તાનું નામ ન જાણીએ, તો આપણને એમ જ લાગે કે આ કોઈ સુધારણાપ્રેમી વ્યક્તિના વિચારો હશે. ત્યારે જરૂર એમ થયા વગર નથી રહેતું કે સમયનો પ્રભાવ કહો કે ગમે તે કહો, પણ આજે જૂના અને નવા પ્રવાહો ઘણા નજીક-નજીક આવવા લાગ્યા છે. આ એક શુભ ચિહ્ન ગણી શકાય.
આ માટે છેલ્લા એકાદ વર્ષના ગાળામાં જે. મૂ. જૈન સમાજમાં બનેલ બે-ચાર પ્રસંગો આપણે જોઈશું તો આ વાત વધુ સારી રીતે સમજી શકાશે.
મુંબઈ ઇલાકાનાં ધાર્મિક કે સખાવતી ટ્રસ્ટોની તપાસ માટે મુંબઈ સરકારે નીમેલ ટેન્ડલકર કમિટી સમક્ષ જૈન સમાજ વતી જે મહાનુભાવોએ જુબાની આપી હતી, તેમાં શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડિયાએ (તા. ૨૧-૪-૧૯૪૮ના રોજ) અને શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ (તા. ૨૨-૫-૧૯૪૮ના રોજ) પણ જુબાનીઓ આપી હતી. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવું અંતર ધરાવતા આ બંને મહાનુભાવોની જુબાનીઓ પણ
જ્યારે નવીન મંદિર બંધાવવા માટે સરકારી પરવાનગી મેળવવાનું નિયમન સ્વીકારવાની એક વિવાદાસ્પદ બાબતમાં પૂરી સહમતી દર્શાવતી જણાઈ, ત્યારે જરૂર એમ થયું, કે સમયનો પ્રવાહ પોતાનું કામ કર્યું જ જાય છે. આ રહ્યા એ બંને મહાનુભાવોના એ અંગેના શબ્દો –
શેઠ કસ્તૂરભાઈ : “નવું મંદિર બાંધવા સંબંધમાં તમો કાંઈ બંધન મૂકો તો તેના સામે મને કોઈ પણ વાંધો નથી.”
શ્રી પરમાનંદભાઈ : “હું તો એવો કાયદો કરવાની સૂચના કરું છું, કે જેથી કોઈ પણ નવીન મંદિર બંધાતાં પહેલાં સરકારની ફરજિયાત પરવાનગી લેવી જ પડે.”
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૭
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૪
અમને પોતાને તો આવું નિયમન ઉચિત નથી લાગતું, અને તેથી અમારા તા. ૧૩-૬-૧૯૪૮ના અંકમાં આ સંબંધી અમે અમારા વિચારો વ્યક્ત કર્યા હતા. પણ આવા નિયમનના સંબંધમાં શું ઉચિત અને શું નહીં એ અહીં પ્રસ્તુત નથી. અહીં તો ભિન્ન-ભિન્ન તાસીરની વ્યક્તિઓ પણ કેવી અજબ રીતે એક માર્ગે પ્રવાહિત થઈ જાય છે એ જ દર્શાવવું પ્રસ્તુત છે.
નવીન વિચારવાળાઓ કેટલીક વાર સમાજની ક્ષીણતા કે છિન્નભિન્નતાની જવાબદારી આપણા સાધુ-સમુદાયના શિરે મૂકે છે, અને જો આપણો જૈનસંઘ એ શ્રમણપ્રધાન હોવાની વાતનો આપણે સ્વીકાર કરતાં હોઈએ, તો સમાજના ઉત્થાન કે પતનની જવાબદારી પણ મુખ્યત્વે એમના શિરે જ જવી જોઈએ એ સ્પષ્ટ છે. પણ સુધારક મહાનુભાવો આવી કંઈક વાતો કરે છે, ત્યારે તેમના ઉપર ઠીક-ઠીક તિરસ્કાર વરસાવવામાં આવે છે. પણ જેઓ આવો તિરસ્કાર કરવામાં ભાગીદાર હોય અથવા એમાં ભાગીદાર થવાની પોતાની ફરજ સમજતા હોય, તેઓ મહેસાણાથી શ્રી જેન શ્રેયસ્કર મંડળના મુખપત્ર તરીકે શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડિયાના તંત્રીપણા નીચે પ્રગટ થયેલ “જ્ઞાનપ્રકાશ' માસિકના તા. ૧૫-૮-૧૯૪૮ના અંકની “પરામર્શ અને પ્રતિબિંબ' શીર્ષકની નોંધમાંના નીચેના શબ્દો જરૂર વિચારે :
પરંતુ જે બાબતમાં આપણી પૂ. શ્રમણ સંસ્થાના મોવડીઓમાં મતભેદ હોય છે અને તેઓશ્રી જ્યારે ઉઘાડા મતમતાંતરોની છાવણીઓમાં વહેંચાઈ જાય છે, ત્યારે જ જૈનો, જૈનસંઘોનો અવાજ બેસૂરો બને છે, જાગૃતિને સ્થાને બેદરકારી અને કંટાળો અનુભવાય છે. પૂ. પા. શ્રી. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજાદિ મુનિરાજો કાળને ઓળખી, પ્રજાની શ્રદ્ધા બની રહે એ રીતે અરસપરસ પ્રેમભાવથી વર્તે અને સૌને ગુણાનુરાગના રાહે ચઢાવે એ ઘણું ઇચ્છનીય છે.”
આ વિચારો ઉપર ભાષ્ય કરવાની જરૂર નથી. એમાંનાં નમ્રતા કે પૂજ્યતાસૂચક વિશેષણોને બાજુએ મૂકી એ શબ્દોની અંદર સાધુ-સમુદાય ઉપર છાવણીઓમાં વહેંચાઈ જવાનો (એટલે કે, સમાજમાં કલહના પુરસ્કર્તા બનવાનો) જે ઈશારો કરવામાં આવ્યો છે, અને છેવટે તેમને વિનમ્ર ભાષામાં ફરજનું પાલન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, તે અત્યારના વિચાર-પ્રવાહો કઈ દિશામાં ગતિમાન છે તે સ્પષ્ટ રીતે દર્શાવે છે.
મુંબઈમાં મળેલી જે. જે. મૂ. કૉન્ફરન્સની બેઠકમાં જુનવાણી વિચારસરણીને આગળ કરવામાં અને નવીન વિચારવાળાઓને હંફાવવામાં પોતાની તમામ શક્તિ કામે લગાડનાર શેઠશ્રી અમૃતલાલ કાળીદાસે તા. ૧૪-૧૧-૧૯૪૮ના રોજ અમદાવાદ મુકામે શ્રી શાંતિચંદ્ર સેવા સમાજના વાર્ષિક-ઉત્સવના પ્રમુખસ્થાનેથી જે શબ્દો ઉચ્ચાર્યા હતા, તેમ જ તા. ૨૦-૧૧-૧૯૪૮ના રોજ અમદાવાદમાં “વડોદરા-અન્યાયદિન'
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૮
જિનમાર્ગનું અનુશીલના નિમિત્તે બોલાવવામાં આવેલી સભાના પ્રમુખપદેથી જે વિચારો દર્શાવ્યા હતા, તે, સુધારકો પ્રત્યે સૂગ ધરાવતા દરેક મહાનુભાવે વિચારવા-સમજવા જેવા છે. જેન’ પત્રના તા. ૨૮-૧૧-૧૯૪૮ના અંકમાં છપાયેલ અહેવાલ મુજબ ૧૪-૧૧-૧૯૪૮ના રોજ તેઓ બોલ્યા હતા –
તિથિચર્ચાઓના ક્ષુલ્લક ઝગડાઓને ઝડપથી પતાવી નાખવા જોઈએ, અને આપણે એક થઈ જવું જોઈએ; તિથિચર્ચાઓના ઝઘડાઓએ માઝા મૂકી છે. ગામેગામ અને શહેરે-શહેર આ ઝઘડાઓએ ઉગ્ર સ્વરૂપ પકડ્યું છે. એક પક્ષ જે દિવસે સંવત્સરી આરાધે તે દિવસે બીજો પક્ષ માલમલિદા ઉડાવે ! આ ઘણું જ શરમજનક છે. આવા ઝઘડા અંગે આપણો સમાજ ખૂબ જ પાછો પડતો જાય છે. કોઈ પણ જાતની ઉન્નતિ સાધવી હોય અને સમાજને ઊજળો બનાવવો હોય, તો તાત્કાલિક મતભેદ મિટાવી દો. સૌ એકત્ર થઈ જૈન સમાજની ઉન્નતિ માટે પ્રયત્ન નહીં કરો, તો લોકો બંડ કરશે. તમે મતભેદો નહીં મિટાવી દો, તો હવે અમે વધુ સહન કરનાર નથી. આ સ્થિતિ રહેશે તો સમાજ સુધરવાનો નથી. પૂજ્ય મુનિ મહારાજ જ્યાં-જ્યાં વિચરતા હોય
ત્યાં-ત્યાં આ સંદેશો પહોંચાડશો. સૌ મુનિ મહારાજો એકસાથે બેસીને ઝઘડાઓનો નિકાલ લાવે.”
મોડે-મોડે પણ શેઠથી અમૃતલાલભાઈને આવા વિચારો વ્યક્ત કરવા બદલ અભિનંદન આપવાનું મન થાય છે. તેમણે જે વાતો કરી છે, તે એટલી બધી સ્પષ્ટ છે, કે એ માટે કંઈ કહેવાની જરૂર નથી. આમાં ઠપકારૂપે, ચેતવણીરૂપે અને સલાહસૂચનારૂપે જે કંઈ કહેવામાં આવ્યું છે, તે આપણા સાધુ-સમુદાયને લક્ષીને જ કહેવામાં આવ્યું છે એ પ્રથમ દૃષ્ટિએ જ સમજી શકાય એમ છે. આવા તો બીજા અનેક દાખલાઓ અને પ્રસંગો રજૂ કરી શકાય; પણ એની કંઈ જરૂર નથી.
શેઠ શ્રી અમૃતલાલ કાળીદાસે કહેલું રૂઢિચુસ્તોને ભલે નવું લાગતું હોય, પણ નવીન વિચારવાળાઓ તો ઘણા જૂના સમયથી એ જ વાત કહેતા આવ્યા છે. એમ કહી શકાય કે સમાજના કલ્યાણની દૃષ્ટિએ જે વાત સુધારકોએ વર્ષો પહેલાં ઉચ્ચારી હતી, તે વાત રૂઢિચુસ્તો જાણ્યે-અજાણ્યું કે મને-કમને આજે ઉચ્ચારવા લાગ્યા છે.
વાત એટલી જ કે જે સાચું છે એ સાચું જ રહેવાનું; ભલે પછી એને સમજતાં કોઈને થોડોક વિલંબ લાગે. સમાજકલ્યાણની જવાબદારી સાધુ-સમુદાયની છે અને પોતાનાં અંગત કારણોસર તેઓ એ તરફ ધ્યાન આપતા નથી – આપી શકતા નથી - એ વાત ધીમે-ધીમે સૌ કોઈને સમજાવા લાગી છે.
જો વસ્તુસ્થિતિ આમ જ છે, તો પછી સુધારકોનો તિરસ્કાર કરવાની કે તેમને નાસ્તિક' વગેરે હીન વિશેષણો આપવાની જરૂર જ ન રહેવી જોઈએ. અમને તો
Page #252
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૪, ૫
૨૨૯ આ બધામાં જૂના અને નવાઓના મતભેદોની રેખા બહુ જ આછી-પાતળી ભાસે છે. તેથી અમે સૌને નમ્રભાવે અને આગ્રહપૂર્વક વિનવીએ છીએ, કે જૂના કે નવા આપણે સૌ એક જ માર્ગના મુસાફર છીએ – ભલે પછી કોઈ આગળ હોય કે પાછળ – અને ભગવાન મહાવીરસ્વામીના અહિંસાધર્મને દીપાવવો એ આપણો ધર્મ છે. એ ધર્મનું પાલન કરવામાં પરસ્પરની કે બીજા કોઈની પણ નિંદાથી આપણે અળગા રહીએ અને દેશ અને દુનિયાના નવસર્જનમાં અને અહિંસાના ઉદ્ધારના પવિત્ર કાર્યમાં સાચા અહિંસાધર્મી તરીકે આપણો પૂરેપૂરો ફાળો આપીએ.
(તા. ૨-૩-૧૯૪૯)
(૫) ધર્મ, સંઘ અને સમાજ અંગે એક મુનિવરની વેદના
ઊજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં એ કહેવતની યાદ કરાવે એવી સ્થિતિ જૈન ધર્મ, સંઘ અને સમાજની અત્યારે પ્રવર્તે છે એવું નિદાન કોઈ તટસ્થ અભ્યાસ કરે તો એને ખોટું માનવાની કે એથી નવાઈ પામવાની જરૂર નથી.
બહુ જ તાત્ત્વિક દૃષ્ટિએ વિચારીએ તો ધર્મ, સંઘ અને સમાજ એ ત્રણેમાં સારાખોટાપણું, સુખી-દુઃખીપણું, સબળા-નબળાપણું કે તવંગર-ગરીબપણું એક પ્રાચીન સમયથી ચાલ્યાં આવે છે. કોઈ સમયમાં ધર્મ, સંઘ અને સમાજ સર્વથા દોષમુક્ત અને સર્વગુણસંપન્ન હોય એવું તો શક્ય જ નથી.
આમ છતાં માનવસમાજના ઇતિહાસમાં એવા કાળપ્રવાહો વહેતા જ રહ્યા છે, કે જ્યારે ગુણની માત્રા વધારે અને અવગુણની માત્રા ઓછી, અથવા અવગુણની માત્રા વધારે અને ગુણની માત્રા ઓછી હોય. તેથી જ લોકભાષામાં આ બંને યુગને અનુક્રમે સત્યયુગ તરીકે અને કળિયુગ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારનો સમય તો ઉત્તરોત્તર વધતા-
વિસ્તરતા જતા અવગુણનો સમય છે. એટલે એને હળાહળ કળિયુગ જ કહેવો જોઈએ.
સંઘશુદ્ધિના આગ્રહી અને સમાજની ઉન્નતિના ચાહક તથા પ્રેરક એક મુનિવરે અમારા ઉપરના એક પત્રમાં આ પરિસ્થિતિ અંગે જે ચિંતા અને વેદનાની લાગણી દર્શાવી છે, તે તરફ શ્રીસંઘનું ધ્યાન દોરવા માટે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
સ્વર્ગસ્થ શાંતસ્વભાવી આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના શિષ્ય મુનિવર્ય શ્રી જનકવિજયજી ગણી બદીઓ અને કુવ્યસનોમાં સપડાયેલ જનસમૂહને પણ
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૦
જિનમાર્ગનું અનુશીલન જીવનસુધારણાનો બોધ આપીને સાચા માનવ બનાવવાના ઉમદા ધ્યેયને પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારીને એ માટે સતત કાર્યરત રહેતા મુનિવર છે. તેઓએ અમારા ઉપર તા. ૨૮-૧-૧૯૭૯ના રોજ લખેલ એક પત્રમાં પોતાની લાગણી દર્શાવી છે.
શરૂઆતમાં, અમારાં લખાણો અંગે પોતાની ખુશાલી વ્યક્ત કરવા સાથે પોતાની મનોવેદનાને વાચા આપતાં તેઓએ લખ્યું છે :
તા. ૨-૧૨-૧૯૭૮ના જૈન'નો અગ્રલેખ “સત્તા અને સંપત્તિ તરફના મોહમાં માર્ગ ભૂલીને ત્યાગમાર્ગનું મૂલ્ય ઓછું કાં કરીએ?' વાંચીને ખૂબ આનંદ થયો. હમણાંહમણાં બીજા અંકોમાં પણ ચિંતનપ્રધાન પ્રેરક લેખો આપે લખ્યા છે, તે બદલ આપને હું એકલો જ નહીં પણ શ્રીસંઘ – આખો સમાજ જેટલા ધન્યવાદ આપે તેટલા ઓછા છે...
આજે પણ ઘણા લોકોમાં એવી માન્યતા છે કે, જેન કોમ તો શ્રીમંતોની કોમ છે, જેની પાસે પુષ્કળ ધન હોય છે; “જૈન” અને “ધન' જાણે પર્યાયવાચી શબ્દો ન બની ગયા હોય એમ લાગે છે. જ્યારે કલકત્તાના જૈન નગરશેઠ જગડુશેઠ બન્યા ત્યારે કોઈક અંગ્રેજ હાકેમે (ઘણું કરી લોર્ડ કર્ઝને) કંઈક એ મતલબનું વિધાન કર્યાનું સાંભળવામાં આવેલું, કે દેશમાં અડધાથી વધારે વ્યાપાર જેનો પાસે છે; એક તરફ આખા દેશનું ધન અને બીજી તરફ જૈનો પાસેનું ધન. તે સમયની છાપ આજે પણ લોકોના મનમાં છે. પણ તે સમયમાં ધનોપાર્જનમાં પ્રામાણિકતા, સાદગી, નમ્રતાની સાથે જે ઉદારતા, સમયજ્ઞતા હતી તે આજે નથી રહી.
“તે વખતે ધર્મને ધનથી તોલવામાં નહોતો આવતો. નિર્ધન વ્યક્તિઓ પણ નગરશેઠ, સંઘના પ્રમુખ જેવાં શ્રેષ્ઠ સ્થાનો પર બિરાજમાન રહેતી હતી. ગુણવાનું વ્યક્તિઓને ધર્મસ્થાનોમાં સન્માનનીય સ્થાન આપવામાં આવતું હતું... રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની સંપત્તિ પણ નિર્ધન પુણિયા શ્રાવકના સામાયિક આગળ કાંઈ નથી – આવી વાતો સંભળાવવા-સાંભળવા છતાં અત્યારે સમાજ-સંઘની વિચિત્ર દશા કેમ બની તે અવશ્ય વિચારણીય લાગે છે.
“આપને મારા અનુભવની વાત લખું : અમો જયપુરની પાસેના ગામમાં લગભગ ૧૫ વર્ષ પહેલાં ગયા હતા, ત્યારે એક અજૈન ભાઈને જેન સાધુના નિયમોનો ખ્યાલ આપતાં કહ્યું કે “અમો જૈન સાધુ છીએ; પૈસા લેતા નથી અને રાખતા પણ નથી, સવારી પણ નથી કરતા, કોઈ આપે તો પણ પૈસા નથી લેતા.” ત્યારે એણે કહ્યું, કે “એ વાત તો સાચી છે, કે આપ પૈસા નથી લેતા, સવારી નથી કરતા, પણ પૈસાવાળાઓને તો સાથે જ રાખો છો.. મારા ગામમાં, થોડા સમય પહેલાં, એક મોટા જેન આચાર્ય આવીને ગયા. એમની સાથે સૌથી (? “સોથી'?) વધારે સાધુસાધ્વીઓ હતાં અને ભક્ત-ભક્તાણીઓ પણ ઘણાં હતાં. મારી ભાવના ત્યાગી સંતોને ભોજન (ભિક્ષા) આપવાની હતી, પણ મારો નંબર જ ન આવ્યો; કેમ કે મોટરકારો લઈને ઘણા ભક્તો એમની સાથે જ રહેતા હતા....”
Page #254
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ : ૫
૨૩૧ “એક વખતે એક પ્રખર ચિંતનકારે મને કીધું હતું, કે આજે તો ત્યાગી-સંયમીસાધુ-સંન્યાસીઓની ચોટલી શ્રીમંતોના હાથમાં છે... તેથી જ મનમાં સાચી વાત સમજવા છતાં, શ્રીમંત ભક્તો નારાજ ન થઈ જાય એવા ભયને કારણે ગુરુજનો નથી કહેતા. આવી ભયભીત દશા થવાનું કારણ અમારી સાધુ-સંસ્થામાંનું વધારે પડતું પરાધીનપણું, સુખશીલિયાપણું અને આડંબરપૂર્ણ મહોત્સવો દ્વારા નામના, કીર્તિ અને પ્રશંસાની વધતી જતી ભૂખ જ છે. આના લીધે સંઘોત્થાન, સમાજનિર્માણનાં કામોમાં અમારી શક્તિ નથી લાગી રહી.
ગયા વર્ષે પત્રેડી ગામના સરપંચની પાસેથી એક પત્રિકા જોવામાં આવી. તેમાં સનાતન ધર્મના મંદિરની પ્રતિષ્ઠાના સમાચાર અને જગદ્ગુરુ શંકરાચાર્ય પણ પધારવાના છે તેવી સૂચના હતી. સામાન્ય હેન્ડબિલમાં બધો કાર્યક્રમ લખેલો હતો; આડંબર-દેખાવ જેવું કાંઈ પણ નહોતું. જ્યારે મૂર્તિપૂજક સંઘમાંથી નીકળતી મોંઘા કાગળવાળી લાંબી અને ચોડી પત્રિકાઓનો વિચાર કરતાં એમ જ લાગે છે, કે જૈનોને ધનનું અજીર્ણ જ થઈ ગયું છે...”
આ રીતે જૈનસંઘ અને સમાજની અત્યારની અવદશાનું ચિત્ર દોર્યા પછી મુનિશ્રી વધુમાં કહે છે –
“આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આજે કાળાબજાર કર્યા સિવાય કોઈપણ શ્રીમંત નથી બની શકતો. વિવિધ પાપોથી કમાયેલ ધનનું પ્રાયશ્ચિત્ત ત્યારે થાય, કે જ્યારે દાતા નામના કે પ્રશંસાની ભૂમિને ત્યાગી, પાપોનો પશ્ચાત્તાપ કરી, સ્વધર્મ સમજીને, નમ્ર ભાવે દાન કરે. પણ જ્યારે દાન આપનાર અને અપાવનાર બંને જણા કીર્તિ અને પ્રશંસા ઈચ્છતા હોય ત્યાં કોણ કોને સમજાવે ?”
આ રીતે વર્તમાન પરિસ્થિતિ અંગેની પોતાની મનોવ્યથાને કડવી છતાં સાચી ભાષામાં વર્ણવીને, પોતાનો મુખ્ય હેતુ સમજાવતાં, અંતમાં મુનિશ્રી કહે છે –
“આ લખવા પાછળ મારા મનમાં શ્રીમંતો પ્રત્યે દ્વેષ કે ધૃણા જેવું કાંઈ પણ નથી. મારું તો એટલું જ કહેવું છે, કે આપણા બધામાં વિવેક જાગૃત થાય અને આવશ્યક અને અનાવશ્યક, સાર્થક અને નિરર્થક કામોનો દીર્ઘદ્રષ્ટિએ વિચાર કરીને સાદગીથી, કર્તવ્યભાવે બધાં જ કામો કરવામાં આવે તો સંઘને, સમાજને કેટલો બધો લાભ થાય !”
ગણિવર્યશ્રી જનકવિજયજી પોતે સાદાઈથી અને નિરાડંબરપણે તેમ જ શાંતિ, સ્વસ્થતા અને નિખાલસતાપૂર્વક, જે રીતે પોતાની નિર્મળ સંયમ-સાધનાને અને માનવદેહધારીને સાચો માનવી બનાવવાની જનસેવાની પ્રવૃત્તિને આગળ વધારતા રહે છે, એનો જ પડઘો મોટે ભાગે એમના આ પત્રમાં સાંભળવા મળે છે.
ધર્મનો મૂળભૂત હેતુ જ માનવીનાં મન-વચન-કાયાને નિર્મળ બનાવવાનો અને એને દોષો અને કષાયોના આવેશથી મુક્ત કરીને વિશ્વમૈત્રીની દિશામાં આગળ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૨
જિનમાર્ગનું અનુશીલન વધારવાનો છે. આ હેતુને સફળ થતો રોકવામાં જે અનેક અવરોધો આડા આવે છે, એમાં લોભ ઘણો મોટો અવરોધ છે. “લોભ પાપનું મૂળ' એ કહેવત આ વાતનું જ સમર્થન કરે છે. પ્રામાણિકતાથી ધન રળવાનો નિયમ કરીએ તો તેથી લોભ ઉપર આપોઆપ નિયંત્રણ મુકાય અને વ્યવહાર પણ આપમેળે જ શુદ્ધ થઈ જાય - આમ બેવડો લાભ થાય.
પાયચંદગચ્છનાં વિદુષી, વિચારક અને કુશળ લેખિકા સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી (સુતેજ) પણ થોડા દિવસ પહેલાં અમારા ઉપર લખેલ એક પત્રમાં જૈનશાસનની અત્યારની દુઃખદ સ્થિતિ અંગે બહુ જ ઓછા શબ્દોમાં પોતાની વેદના વ્યક્ત કરે છે: “તમારા “જેન'ના અગ્રલેખો વાંચવા જેવા મનનીય હોય છે. એ વિચારો વ્યાપક બને તો જ બરાબર. જૈન શાસનનો ઉદય કયા પ્રકારનો છે એ જ સમજાતું નથી !”
આપણાં ધર્મ, સંઘ અને સમાજની પ્રવૃત્તિનું ચક્ર જેવી અવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે, એના લાભાલાભ કે સારાસારનો ધરમૂળથી વિચાર કરીને એમાં જરૂરી ફેરફાર કરવાની ખાસ જરૂર છે.
(તા. ૧૩-૧૯૭૯).
(૬) સંઘશુદ્ધિ બાબત આચાર્યશ્રીની સાચી આગાહી
એક મહિના પહેલાં અમદાવાદમાં મળી ગયેલ શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રીસંઘ સંમેલન એ એક કુદરત-પ્રેરિત તેમ જ સમય અને પરિસ્થિતિની જોરદાર માગણીમાંથી જન્મેલી ઘટના છે; અને સંઘશુદ્ધિ અને સંઘસંગઠનમાં પ્રવેશી ગયેલી ખામીઓને દૂર કરવા માટે જ એનો અવતાર થયો છે. અને છતાં કેટલીક વ્યક્તિઓને એની ઉપયોગિતા અને ઉપકારકતા સમજાવી હજી બાકી જ છે ! પણ તેઓ આ દીવા જેવા સત્યને સમજવા તૈયાર થાય કે ન થાય તો પણ, સમય પોતાનું કામ કર્યા વગર નથી રહેવાનો એ નક્કી.
શ્રમણોપાસક-શ્રીસંઘ-સંમેલનની કાર્યવાહી સફળ થઈ, અને એના નક્કર પરિણામરૂપે શ્રી અખિલ-ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રીસંઘ સમિતિનો જન્મ થયો એ સંઘકલ્યાણકારી સત્ય ઘટના પણ જેઓને હજી પણ કડવી લાગતી હોય, તેઓએ સાથેસાથે એ કટુ સત્યનો પણ સ્વીકાર કરવા તૈયાર રહેવું જ જોઈએ, કે શ્રીસંઘસમિતિ જેવી સંસ્થાને જન્મ આપવાની જવાબદારી શ્રમણસમુદાયની પોતાની જ છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૬
૨૩૩
જો શ્રમણસમુદાયે વ્યક્તિગત લાભાલાભ, રાગદ્વેષ, મમત, મહાગ્રહકે હઠાગ્રહમાં પડીને શ્રીસંઘના સંગઠન અને એકતાને નુકસાન પહોંચાડવા જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા જેટલી ખબરદારી દાખવી હોત, અને શ્રમણસમુદાયમાં ઉત્તરોત્તર વધી રહેલ આચારશુદ્ધિ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિને ડામી દેવા જેટલી અપ્રમત્તતા અને દૂરંદેશી દર્શાવી હોત, તો ન તો કોઈને શ્રમણોપાસક-શ્રીસંઘ-સંમેલન બોલાવવાની જરૂર પડતી કે ન તો શ્રીસંઘ-સમિતિ જેવી સંસ્થાની સ્થાપનાની જરૂર પડત. જેઓને નવું સત્ય સમજવું હોય, એમણે આ ઘટનાની પૂર્વભૂમિકાને મુક્ત મને સમજવાની જરૂર છે. બાકી જેઓ ધોળે દિવસે દીવો લઈને કૂવામાં પડવા જેવી વિલક્ષણ, વિકૃત અને અતિરૂઢિચુસ્ત મનોવૃત્તિમાં જ અટવાઈ પડ્યા હોય, એમને માટે તો કોણ શું કરી શકે ?
- પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી આ યુગના એક સમર્થ, સમયજ્ઞ અને દીર્ઘદર્શ આચાર્ય થઈ ગયા. સંઘ અને સમાજના અભ્યદય માટે શું કરવાની જરૂર છે અને શું કરવાથી સંઘ અને સમાજ પાછો પડવાનો છે એનો ખ્યાલ તેઓ દાયકાઓ પૂર્વે પામી શકયા હતા – એવી દૂરદર્શી એમની બુદ્ધિ હતી. શ્રમણ સમુદાય વખતસર નહીં જાગે અને પોતાની શિથિલિતાને અટકાવી સંગઠિત નહીં બને, તો છેવટે શ્રાવકસમુદાયને એ કામ કરવું પડશે – એવી આગાહી તેઓએ બારેક વર્ષ પહેલાં મુંબઈમાં કરી હતી. મુનિ શ્રી જનકવિજયજી ગણીએ પંજાબની શ્રી આત્માનંદ જૈન મહાસભાના માસિક મુખપત્ર “વિજયાનંદના ગત ઑગસ્ટ માસના અંકમાં “યુગવારછ વર્ણવાળા તથા શ્રમણોપાસ% સંકેતન' નામે એક લેખ લખ્યો છે. તેમાં તેઓએ સ્વર્ગસ્થ આચાર્યશ્રીએ કરેલી આ આગાહીનો નિર્દેશ આમ કર્યો છે :
જ્યારે યુવગીર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી વિ. સં. ૨૦૦૮નું ચોમાસું મુંબઈમાં પાયધુનીના ઉપાશ્રયે રહ્યા હતા, ત્યારે તેઓશ્રીએ એક દિવસ પ્રસંગોપાત્ત પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે “જો શ્રમણ સંઘ પોતાનામાં વધી રહેલી શિથિલતાને દૂર કરવા માટે સંગઠિત નહીં થાય અને સમગ્ર પરિસ્થિતિનો વિચાર કરીને ગૃહસ્થોને યોગ્ય માર્ગદર્શન નહીં કરે, તો એક સમય એવો આવશે કે જ્યારે શ્રાવકસંઘ એકત્રિત થઈને નિયમો ઘડશે અને સંઘશુદ્ધિને માટે પ્રયત્ન કરશે.' મારી ધારણા પ્રમાણે, આચાર્ય મહારાજે આવા ઉદ્ગારો કાઢ્યા એનું કારણ એ હતું, કે વિ. સં. ૨૦૦૭ના પાલીતાણાના ચોમાસામાં આચાર્યશ્રીએ શ્રમણ-સંઘની એકતા માટે યથાશક્ય પ્રયત્નો કર્યા હતા, પરંતુ એમાં જરા યે સફળતા મળી ન હતી. આચાર્ય મહારાજશ્રીના મુખેથી આવી ભવિષ્યવાણી પ્રગટ થઈ, તે, ઘણે ભાગે, ઉપર સૂચવેલ પ્રયત્નોની અસફળતાનું જ પરિણામ હતું. કેટલાક વખત પહેલાં અમદાવાદમાં ભરાયેલ શ્રમણોપાસક-સંમેલન એ આચાર્ય મહારાજશ્રીની ભવિષ્યવાણીનું જ સક્રિય રૂપ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.”
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૪
જિનમાર્ગનું અનુશીલન
શ્રમણોપાસક-શ્રીસંઘ-સંમેલન અને શ્રી સંઘ-સમિતિ, એ કેવળ શ્રમણ સમુદાયની સંઘસંગઠન અને સંઘની આચારશુદ્ધિ પ્રત્યેની પ્રમાણાતીત ઉપેક્ષાનું જ પરિણામ છે એમાં જરા ય શક નથી. અને એ દૃષ્ટિએ વિચારતાં આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિશ્વરજીએ જે નવી પરિસ્થિતિ સર્જાવાની બારેક વર્ષ પહેલાં આગાહી કરી હતી, તે સાચી પડી છે એમ સ્વીકાર્યા વગર પણ ચાલે એમ નથી.
મુનિશ્રી જનકવિજયજીએ પોતાના આ લેખમાં સંઘશુદ્ધિ અને સંઘસંગઠન માટે શ્રમણોપાસક સંઘનાં અધિકાર અને કર્તવ્યનો જે નિર્દેશ કર્યો છે તે પણ ધ્યાનમાં લેવા જેવો છે :
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો વિચાર કરીને, શુદ્ધ ભાવનાથી પ્રેરાઈને અને પોતાનું કર્તવ્ય સમજીને શ્રમણોપાસકોએ સાધુઓને પોતાની મર્યાદામાં રહેવાની પ્રેરણા આપી હોય, એવા અનેક દાખલા શાસ્ત્રોમાં છે... “મણાંગ સૂત્રમાં શ્રમણ અને શ્રમણોપાસક વચ્ચે કેવળ ગુરુ-
શિષ્ય તરીકેનો જ સંબંધ નહીં દર્શાવતાં ચાર પ્રકારના સંબંધોનું પણ વર્ણન શાસ્ત્રકારોએ કર્યું છે. સાધુઓને માટે શ્રાવકસંઘને માતા-પિતા સમાન પણ કહેલ છે. આ બાબતનો જો આપણે ઉદાર, ગંભીર તેમ જ તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરીએ તો એનો અર્થ એ થાય છે, કે ચતુર્વિધ સંઘના ચાર સભ્યોએ પોતાની મર્યાદા ધ્યાનમાં લઈને પોતાની ફરજનું પાલન કરવામાં જાગૃત રહેવું જોઈએ..
“ચતુર્વિધ સંઘમાં શ્રમણસંઘ મુખ્ય છે, એટલે શ્રાવકોથી સાધુઓને કયારેય કશું કહી શકાય નહીં, – આવી માન્યતા જૈન સમાજમાં લાંબા સમયથી પ્રચલિત છે. આ વાત અનેક વાર ચર્ચાનો વિષય બની છે, છતાં તેનું નિરાકરણ આજે પણ આપણે નથી કરી શક્યા. વર્તમાન સમયમાં શ્રમણોપાસક-સંઘે શ્રમણોપાસકસંમેલનમાં થોડા વખતમાં સર્વાનુમતે ઠરાવો પસાર કરીને શાસ્ત્રસંમત અનેકાંતદષ્ટિનાં દર્શન કરાવ્યાં એ ગૌરવની વાત છે; અને સંઘને માટે એ કલ્યાણકારક હોવાથી આદરણીય છે.
“.. ઘણે ભાગે સાધુ-સંસ્થાના ભાગલાને લીધે શ્રાવકોના ભાગલા પડી ગયા છે. જો શ્રમણોપાસકો – શ્રાવકો ગુણગ્રાહક બનીને, સંગઠિત થઈને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરીને સંઘની ઉન્નતિ માટે પ્રયત્ન કરે તો શ્રાવક-સંઘનું સંગઠન અસંભવ નથી. શ્રમણોપાસક સંઘની સ્થાપના થવાથી દરેક સંપ્રદાયના આચાર્ય પોતાના સમુદાયમાંથી શિથિલતા અને સુખશીલતા વગેરે દૂષણોને, એનો સહકાર લઈને, દૂર કરી શકે છે.”
શ્રમણ સમુદાય જો શ્રમણોપાસક-શ્રીસંઘ-સંમેલનની કાર્યવાહીનું યથાર્થ મૂલ્યાંકન કરી શકે અને શ્રીસંઘ-સમિતિએ સ્વીકારેલ જવાબદારીનું મહત્ત્વ પિછાણવા જેટલી સહાનુભૂતિ દર્શાવી શકે, તો એકંદરે એને પોતાને જ આનાથી લાભ થવાનો છે; કારણ કે, શ્રમણસમુદાયમાં આજે ગુરુ-શિષ્ય વચ્ચેની મર્યાદાઓનો જે રીતે લોપ થઈ રહ્યો
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૫
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૬, ૭ છે, તેથી નાના-મોટાનો વિવેક નામશેષ જેવો બન્યો છે, અને કોઈ કોઈને કહી શકે કે જરૂરી કઠોર અનુશાસન કરી શકે એવી સ્થિતિ રહી જ નથી. આ મર્યાદાની પુનઃસ્થાપના માટે શ્રીસંઘ-સમિતિ ખૂબ ઉપયોગી બની શકે તેમ છે.
આમ છતાં આપણાં કોઈકોઈ સામયિકો તેમ જ કોઈકોઈ સાધુઓ શ્રમણોપાસકશ્રીસંઘ-સંમેલનની કાર્યવાહીને અનધિકાર ચેષ્ટા તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કરવામાં જ જે રીતે રાચી રહ્યાં છે, તે જોઈને આશ્ચર્ય અને ખેદ થયા વિના રહેતો નથી. આ સાધુ-મહારાજોને પોતે પોતાની પવિત્ર ધાર્મિક જવાબદારીની કેટલી હદે ઉપેક્ષા કરી છે એનો તો જાણે લેશમાત્ર રંજ થતો નથી; તેઓ તો સંઘના અગ્રણી તરીકેના પોતાના અબાધિત અધિકારના અહંભાવમાં જ મગ્ન છે. પણ તેઓ ભૂલી જાય છે કે જવાબદારી અને અધિકાર એક જ સિક્કાની બે બાજુઓ છે; જવાબદારીને પૂરી કરવામાં જ અધિકારની ચરિતાર્થતા છે. જવાબદારીની ઉપેક્ષા કરીને કેવળ સ્વાર્થ સાધવા માટે વપરાતો અધિકાર ન કદી લાંબો સમય રહ્યો છે, ન ટકી શકવાનો છે.
ઇચ્છીએ કે વધુ મોડું થાય તે પહેલાં આવા મુનિરાજોને સાચી વાત સમજાય, અને સંઘશુદ્ધિ અને સંઘના સંગઠનને માટે તેઓ સમયની અને પરિસ્થિતિની હાકલને માન આપીને સંઘના અભ્યદયના સહભાગી બને.
(તા. ર૬-૧-૧૯૬૩)
(૭) પંજાબના પ્રવાસ પ્રસંગે મળેલી જૈનસંઘની ઝલક
પંજાબમાં જૈન સમાજની એકતા અને એના સંગઠનનું, તેમ જ જૈનધર્મની ભાવનાનું, અમારા ઝડપી પ્રવાસ દરમિયાન અમે જે કંઈ દર્શન કરી શક્યા, તે અમારા માટે બીજા પ્રદેશો કરતાં કંઈક અનોખું અને આલાદક હતું. આ અલ્પ-સ્વલ્પ દર્શને પણ મન ઉપર ઊંડી અને કાયમી છાપ પાડી છે, અને મનમાં એમ પણ થયા કરે છે, કે ક્યારેક નિરાંતે એક જિજ્ઞાસની દૃષ્ટિથી પંજાબનાં ફરી દર્શન કરવાં.
પંજાબના જૈન સમાજના અને જૈન ધર્મના આટલા આછા અને ઓછા પરિચય દરમિયાન પણ શ્રીયુત નાગરકુમારભાઈ મકાતી અને મારો એ બાબતમાં સરખો અભિપ્રાય થયો, કે આ પ્રવાસમાં પંજાબનું નવું દર્શન (discovery) થયું છે.
ત્યાંની શ્રી આત્માનંદ જેન મહાસભાએ ત્યાંના ગામેગામ અને શહેરે શહેરના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘમાં જે એકતા અને સંગઠનની ભાવનાને મૂર્ત કરી છે, તે
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૬
જિનમાર્ગનું અનુશીલન
આપણું સૌથી વધારે ધ્યાન ખેંચે છે. આ સંસ્થાની ઠેર-ઠેરની શાખાઓ દ્વારા સંસ્થાનો સંદેશો સર્વત્ર વિના વિલંબે પહોંચી જાય છે; એટલું જ નહીં, એ સંદેશાનો બધાં જૈન ભાઈ-બહેનો યથાશક્ય અમલ પણ કરી બતાવે છે. કોઈ રાજદ્વારી કે બીજી સંસ્થાની જેમ અનેક શાખા-પ્રશાખાઓની ફૂલગૂંથણી (net-work) દ્વારા આ મહાસભા કામ કરે છે. આવી ગોઠવણને લીધે લુધિયાણા-અધિવેશનમાં ગામેગામનાં આબાલવૃદ્ધ ભાઈબહેનો ઘણી મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
થોડાક દાયકા પહેલાં પંજાબમાં જૈનોના મૂર્તિપૂજક અને સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે વિરોધ પ્રવર્તતો હતો. પણ જાણે કોઈ જાદુઈ દંડ ફરી ગયો હોય એમ, અત્યારે તો આ બંને ફિરકાઓ વચ્ચે ત્યાં ઘણો સુમેળ જોવા મળે છે. અનેક સારા-માઠા પ્રસંગે બંને એકબીજાના સુખદુઃખના સાથી બની જાય છે. કૉન્ફરન્સના અધિવેશન પ્રસંગે બંને ફિરકાની કૉન્ફરન્સના પ્રમુખોની તેમ જ બંને ફિકાનાં સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિ અને પ્રમુખના સ્વાગતમાં બંને ફિરકાઓએ ઉમળકાભેર લીધેલો ભાગ – એના યાદગા૨ પ્રસંગો આ સુમેળનું જ પરિણામ લેખી શકાય.
આનાં કરતાં પણ આ સુમેળનો વિશેષ નોંધપાત્ર દાખલો તો એ છે, કે સ્થાનકવાસી સંઘના એકમાત્ર આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ મૂર્તિપૂજક સંઘના એક જિજ્ઞાસુ સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીને સ્વયં આગમશાસ્ત્રનું અધ્યયન કરાવતા હતા. શ્રી આત્મારામજી મહારાજ એંશી વર્ષ જેટલા વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને સ્થાનકવાસી સંઘમાં આગમના મોટામાં મોટા જ્ઞાતા લેખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષથી એમની આંખનાં તેજ અંતર્મુખ બની ગયાં છે. છતાં તેઓ આગમના અધ્યાપનમાં ઘણો વખત આપે છે. લુધિયાણાના સ્થાનકવાસી સંઘના મંત્રી ભાઈશ્રી રતનચંદજી જૈન એમ.એ. સાથે હું શ્રી આત્મારામજી મહારાજના દર્શને ગયો હતો. તેમની પાસે અમે અડધો-એક કલાક બેઠા તે દરમિયાન આચાર્યશ્રીએ આત્મચિંતનમાં ઉપયોગી થાય એવી કેટલીક આગમ-ગાથાઓ અમને સમજાવી. આચાર્ય મહારાજે એમ પણ કહ્યું, કે અમારી પાસે વધારે વખત હોત તો વધારે વાતચીત કરવાનો અવસર મળત.
લુધિયાણામાં રહ્યો તે દરમિયાન વિદુષી સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીને મળવાનો અવસર મળ્યો, અને એક લાંબા વખતની ઇચ્છા સફળ થઈ. એક લોકપ્રિય વક્તા તરીકે આ સાધ્વીજીનું નામ ઘણાં વર્ષોથી જાણવામાં આવ્યું હતું. વળી છેલ્લા મહિનાઓ દરમિયાન પૌર્વાત્ય વિદ્યા(Oriental)ના આપણા દેશના બહુ જાણીતા પુસ્તક-વિક્રેતા મેસર્સ મોતીલાલ બનારસીદાસની કંપનીના માલિક લાલા સુંદરલાલજી દ્વારા પંડિતવર્ય શ્રી સુખલાલજી સાથે થયેલ પત્રવ્યવહાર ઉપરથી આગમશાસ્ત્રોના અધ્યયન માટે સાધ્વીજીશ્રીની ઇચ્છા અમદાવાદ આવીને કેટલોક વખત રહેવાની હોવાનું જાણી શકાયું
Page #260
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૭
૨૩૭
હતું. એટલે મનમાં થયા કરતું હતું કે સાધ્વીજીને ક્યારેક પણ પ્રત્યક્ષ મળવાનું થાય તો સારું.
સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીને અધિવેશનમાં સાંભળ્યા પછી તેમ જ એમને મળીને એમની સાથે કેટલી વાતચીત કર્યા પછી મનમાં એક ભાવના ઊગી આવી કે સદ્દગત આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજીએ એમને વ્યાખ્યાન વાંચવાની અને જાહેરમાં પ્રવચનો કરવાની અનુમતિ આપીને કેટલો મોટો ઉપકાર કર્યો છે ! આ સાધ્વીજીના વિકાસમાં આ અનુમતિએ કંઈ નાનાસૂનો ભાગ ભજવ્યો નથી. ત્રીસૂકો નધિયાતા (સ્ત્રીઓ અને દ્રો શાસ્ત્રાભ્યાસનાં અધિકારી ન ગણાય) એ બ્રાહ્મણધર્મની પ્રાચીન માન્યતાની સામે ભગવાન મહાવીરે ક્રાંતિ કરીને સ્ત્રી-સમાજને મોક્ષનો એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્રની ઊંચામાં ઊંચી કોટીની આરાધના કરવાનો અધિકાર જાહેર કરીને સમસ્ત સ્ત્રી જાતિનો ઉદ્ધાર કર્યો હતો.
શ્રી આત્માનંદ જૈન મહાસભા મારફત કે બીજી રીતે પંજાબના જૈન ભાઈઓ પ્રાથમિક શિક્ષણથી માંડીને તે અંબાલાની કોલેજ સુધીની અનેક શિક્ષણ-સંસ્થાઓ ચલાવી રહ્યા છે, અને ધાર્મિક અભ્યાસની ગોઠવણ પણ એમણે ગામેગામ કરી છે.
વળી નાનાં-નાનાં યુવકમંડળોની યોજના પણ પંજાબમાં સારી રીતે કામ કરી રહી હોય એવી છાપ લુધિયાણામાં છેલ્લે દિવસે મળેલ યુવક-પરિષદ ઉપરથી તેમ જ એણે કૉન્ફરન્સના પ્રમુખશ્રીને આપેલ અભિનંદન-પત્ર અને ગાર્ડન પાર્ટીનો સુવ્યવસ્થિત સમારંભ જોઈને મન ઉપર પડી છે. એ અભિનંદન-પત્રમાં યુવકોને ધર્મવિરોધી કહીને વારંવાર ઉતારી પાડવામાં આવે છે એની સામે હૃદય-સોંસરા ઊતરી જાય એવી લાગણીભીના શબ્દોમાં જે દર્દ વ્યક્ત કરવામાં આવ્યું હતું, એ સાંભળીને મારી જેમ અનેકની આંખો આંસુભીની બની હતી.
શ્રી આત્મારામજી મહારાજ અને ગુરુ વલ્લભ (આ. વિજયવલ્લભસૂરિજી) તો પંજાબી ભાઈ-બહેનોના શ્વાસ અને પ્રાણ છે. આ બધું જોયા પછી આ. ભ. શ્રી વિજયવલ્લભસૂરિજીએ આત્માનંદ જૈન મહાસભાના સંગઠન માટે, મૂર્તિપૂજક અને
સ્થાનકવાસી સમાજની એકતા માટે તેમ જ એ પ્રદેશમાં જૈનધર્મની ભાવનાને ટકાવી રાખવા માટે જે જંગી કામ કર્યું છે, તે માટે એમના પ્રત્યે ખૂબખૂબ આભાર અને બહુમાનની લાગણી ઉત્પન્ન થયા વગર રહેતી નથી. પંજાબની (અને મારવાડ, ગુજરાતની પણ) અનેક જૈન શિક્ષણસંસ્થાઓની પાછળ આ સમયજ્ઞ આચાર્યશ્રીની પ્રેરણાએ જ કામ કર્યું છે.
સાથે સાથે અહીં એ પણ નોંધવું જોઈએ કે આ. મ. શ્રી. વિજયસમુદ્રસૂરિજી અને એમનો સાધુસમુદાય તેમ જ સ્થાનકવાસી સાધુસમુદાય પણ જે રીતે પંજાબમાં
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૮
જિનમાર્ગનું અનુશીલન એકતા અને સંગઠનની ભાવનાનું પોષણ કરી રહેલ છે અને કોઈ નિરર્થક સંઘર્ષ ઊભો ન થાય તે માટે સાધુસંઘ તેમ જ શ્રાવક-સંઘ જે તકેદારી અને જાગૃતિ રાખે છે, તે બીજાઓને માટે દાખલારૂપ બની રહે એમ છે.
પંજાબી ભાઈઓએ એમની મહાસભા દ્વારા જે સંગઠન સાધ્યું છે અને દેરાવાસી અને સ્થાનકવાસી ફિરકાઓમાં જે એકતા સાધી છે, એ જોયા પછી પણ લુધિયાણામાં જે થોડો-ઘણો પ્રત્યક્ષ પરિચય થયો એ ઉપરથી મન ઉપર કંઈક એવી છાપ પડી કે એમનામાં જેટલી શ્રદ્ધા, ભાવના, ભક્તિશીલતા છે, તેના પ્રમાણમાં વ્યવસ્થાશક્તિ કંઈક ઓછી હશે. તેથી કયારેક કોઈક કાર્ય માટે પ્રમાણાતીત પરિશ્રમ કરવા છતાં એમને ધાર્યો યશ મળતો નહીં હોય. મારી આ માન્યતા ખોટી પણ હોય.
પંજાબી ભાઈ-બહેનોની જૈનધર્મનું પાલન કરવાની ભાવના, પોતે જેન છે એ વાતનું ગૌરવ લેવાની વૃત્તિ અને સહધર્મી ભાઈ-બહેનોને જોઈને હર્ષના અતિરેકપૂર્વક એમનું સ્વાગત અને આતિથ્ય કરવાની ઉત્કટ લાગણી બીજા પ્રદેશો કરતાં કંઈક નોખી તરી આવે એવી લાગી. એ જોઈને અમને એમ થયું કે અહીં જૈનધર્મ અને જૈનસંસ્કૃતિ બાહ્ય આડંબર વિના પણ ભાવના અને આસ્થાની દૃષ્ટિએ કંઈક અનોખાં છે.
- પંજાબની ઊડતી મુલાકાત દરમિયાન ત્યાંના જૈન સમાજ અને જૈન ધર્મ અંગે જે સામાન્ય છાપ મન ઉપર પડી તે ઉપર રજૂ કરી છે. એટલે મારી આ છાપને અંતિમ માની લેવાની જરૂર નથી.
- હવે આવી છાપ પડવાના જે પ્રસંગો ત્રણ શહેરમાં બન્યા, એની કેટલીક વિગતો આપીને આ પ્રવાસવર્ણન પૂરું કરીશ:
ઉંદર - લુધિયાણાથી સ્ટેશનવેગનમાં અમે બપોરના એક વાગે જલંદર પહોંચ્યા. દોઢેક વાગે દેરાસરના દર્શને ગયા તો દેરાસર બંધ. અમે વિમાસણમાં પડ્યા કે અત્યારે દર્શન કેવી રીતે થશે? એટલામાં ૨૫-૩૦ વર્ષના એક નવયુવક ભાઈ આવી પહોંચ્યા. એમણે તરત જ દેરાસર ઉઘાડવાની ગોઠવણ કરી, અને અમે દર્શન કરી લીધાં કે તરત જ ભારે લાગણીપૂર્વક જમવાનો અમને આગ્રહ કરવા લાગ્યા. અમે એક-બે જણ નહીં પણ છ જણા, ખરો બપોર, જમવા-વેળા વીતી ગયેલી; અને જમવાનો આવો પ્રેમભર્યો આગ્રહ જોઈને અમે તો વિચારમાં જ પડી ગયા.
અમે એ ભાઈને વિવેકપૂર્વક ના પાડી, તો એ ભાઈએ કહ્યું: “કંઈ ખાધા વગર તો આપનાથી નહીં જ જવાય; આપના જેવા સહધર્મી-ભાઈ અમારે ત્યાં ક્યાંથી? આપ જરાક થોભો. હું હમણાં મીઠાઈ અને ચવાણું (નમકીન) લઈ આવું છું. વાર નહીં લાગે." અમે એની પણ ના પાડી. આવા નિર્ચાજ પ્રેમભર્યા આગ્રહ આગળ આવી ના-નો સ્વીકાર કરાવવો એ સહેલું કામ નથી એમ અમને ત્યારે સમજાયું.
:
Page #262
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૭
૨૩૯
છેવટે એ ભાઈ દોડીને ઠંડા પીણાના ગ્લાસ લઈ આવ્યા અને અમે એ પીધા ત્યારે જ એમને સંતોષ થયો. અમારા માટે એ ઠંડું પીણું નહીં પણ પ્રેમરસનું પાન હતું. પછી પાછા ફરતાં અમે એ ભાઈના ધંધા સંબંધી પૂછ્યું તો પાસેની એક ઓટલા ઉપરની ત્રણ-ચાર ફૂટની નાની-સરખી દુકાન એમણે બતાવી. એમાં નકલી વાળના ગુચ્છા વગેરેનો એ વેપાર કરતા હતા; સાંજ પડે એ માંડ રોજી પેદા કરતા હશે. પણ અહીં અમે એ પ્રત્યક્ષ જાણ્યું કે ભક્તિ કદી શક્તિ-અશક્તિનો વિચાર કરતી નથી !
હોશિયારપુર – હોશિયારપુરનું સ્મરણ તો કદી વીસર્યું ન વિસરાય એવું છે. અમે ચારેક વાગે ત્યાં પહોંચ્યા હોઈશું. ત્યાં એક જૈન સુવર્ણમંદિર છે. મંદિરના શિખર અને ઘુમ્મટ ઉપર સોને રસ્યું પતરું મઢેલું છે. મંદિરે ગયા તો મંદિર બંધ અને પૂજારી બહાર ગયેલ. (પંજાબમાં મોટે ભાગે પૂજારીને રહેવા માટે દેરાસરની પાસે જ વ્યવસ્થા હોય છે.) પાસે જ ઉપાશ્રય હતો. અમે ઉપાશ્રય પાસે ગયા, તો એક આધેડ ઉંમરનાં બહેન છોકરા-છોકરીઓને ધાર્મિક ભણાવતાં હતાં. તેમણે અમને જોયા અને અમને અંદર બોલાવીને આદરપૂર્વક બેસાર્યા. અમને પૂછ્યા વગર તરત જ એમણે મીઠાઈનાસ્તો મંગાવ્યો, પાણી મંગાવ્યું અને અમને કહ્યું: “આપ જરાક નાસ્તો કરો, એટલી વારમાં હું મંદિર ઉઘાડવાનો બંદોબસ્ત કરું છું.”
પૂજારીની ભાળ મળતાં વાર થઈ, એટલે અમે એ બહેન સાથે વાતે વળગ્યા. એમની પાસેથી અમે જાણ્યું કે એ ઉપાશ્રયમાં સવારે એક સાર્વજનિક પ્રાથમિક નિશાળ ચાલે છે. બપોરના બહેનો ભરત-ગૂંથણ-સીવણનો અભ્યાસ કરવા આવે છે અને સાંજે પોતે ધાર્મિક અભ્યાસ કરાવે છે. સાધુમહારાજ હોય તો વ્યાખ્યાન માટે પણ જગ્યા અને સમય રહે છે.
આ બહેનની વ્યવસ્થાશક્તિ અજબ હતી; એ જાજરમાન સ્ત્રીશક્તિના સૌમ્ય પ્રતીક સમાં લાગ્યાં. મને થયું : મહાપંડિત હરિભદ્રસૂરિજી ઉપર કામણ કરનાર યાકિની મહત્તરા કંઈક આવું જ સૌમ્ય છતાં જાજરમાન, નીરાગી છતાં મમતાળુ વ્યક્તિત્વ ધરાવતાં હશે. એ બહેનનું નામ ગૌરાંદેવી. પંજાબના જાણીતા કાર્યકર સબજજ શ્રી જ્ઞાનચંદજીનાં એ સગાં બહેન થાય. એ બોલે તો જાણે જીભ નહીં પણ અંતર બોલતું લાગે.
હજી પૂજારી ન આવ્યો એટલે એ અમને બીજા દેરાસરના દર્શને લઈ ગયાં. ત્યાંથી પાછા ફર્યા, ત્યાં ગુજરાતીઓને તો બપોરના ચા પીવાની ટેવ હોય છે એમ સમજીને પાસેના જ એક ભાઈને ત્યાં એમણે ચા-નાસ્તાનો બંદોબસ્ત કર્યો. એટલામાં બીજા પણ કેટલાક ભાઈઓ ભેગા થઈ ગયા. ગૌરાંદેવીએ અને બીજાઓએ સાંજના વાળ માટે એટલો બધો ભાવભર્યો આગ્રહ કર્યો કે એનો ઇન્કાર અમે માંડ-માંડ કરી
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૪૦
જિનમાર્ગનું અનુશીલન શક્યા. એ બધાંને જાણે પોતાના ચિરપરિચિત સ્વજનો આવી મળ્યા હતા. સમાનધર્મીપણાનું સગપણ કંઈ ઓછું ગણાય? પણ એ તો જે સમજે એને માટે!
અમે દેરાસરનાં દર્શન કર્યા અને બહારની દાદાવાડીના દર્શને રવાના થતા હતા, એટલામાં એમણે એક બીજાં બહેનને બોલાવી લીધાં. એ પણ પચાસેક વર્ષનાં ભવ્ય સન્નારી હતાં. એમનું નામ બીબી ફૂલચંબી. એ પણ ત્યાંના જાહેર કાર્યમાં ખૂબ રસ લે છે. ગૌરાદેવીએ કહ્યું : આ મારાં સહેલી છે, અને અમે બે સાથે મળીને અહીંની બધી પ્રવૃત્તિઓ ચલાવીએ છીએ.
ગૌરાંદેવીએ ઉપાશ્રયમાં એક કુમારિકાનો અને પરિચય કરાવેલો. સોળ-સત્તર વર્ષની, વીજરેખા જેવી તેજસ્વી છતાં સૌમ્ય એ કુમારિકાનું નામ તરસીમકુમારી. એ બહેન માધ્યમિક શાળાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને અંગ્રેજી પાકું કરાવવામાં મદદ કરે છે. ધન્ય સ્ત્રીશક્તિ !
દાદાવાડીનાં દર્શન કરીને અમે નમતી સંધ્યાએ અમૃતસર માટે રવાના થયા.
જડિયાલા ગુરુક – અમૃતસરનાં બંને દેરાસરનાં દર્શન કરીને બપોરના એક વાગે અમે ડિવાલા ગુરુકા ગામે પહોંચ્યા. ત્યાં દેરાસર છે. અમને જોઈને કેટલાક જૈન ભાઈઓ ભેગા થઈ ગયા. અમે દર્શન કરીને પાછા ફર્યા એટલામાં તો એમણે જાણે નાનો-સરખો સમારંભ જ ગોઠવી દીધો. જમવાનો વખત હતો, એટલે પહેલાં તો એમણે જમવાનો ખૂબખૂબ આગ્રહ કર્યો. પણ અમારી સાથે અમારા યજમાન શેઠ શ્રી સંતલાલજી પોદાર હતા. તેમની પ્રકૃતિ એવી કે મહેમાનો જેમ પોતાને ત્યાં વધારે જમે એમ એ વધારે રાજી. અમે જમવાની ના પાડી તો છેવટે શરબતના બહાને એમણે મીઠાઈ, ચવાણું અને ફળ મગાવીને અમારી ખૂબ પરોણાગત કરી. એ ઉપાશ્રયમાં તેઓ એક સાર્વજનિક પ્રાથમિક શાળા ચલાવે છે અને ધાર્મિક શાળા પણ ચલાવે છે.
અમારા માટે આ ત્રણ શહેરોની મુલાકાત એ જૈનોની વસતીવાળાં પંજાબમાં બીજાં શહેરોની ધર્મભાવના સમજવાના નમૂનારૂપ હતી. પોતાના ગામના ઉપાશ્રયનો જૈનોના અને બીજાઓના લાભ માટે તેઓ જે રીતે વધારેમાં વધારે ઉપયોગ કરે છે, તે આપણે સમજવા અને અનુકરણ કરવા જેવી બાબત છે.
- પંજાબના જૈનો ગુજરાતને પોતાના મોટા ભાઈ તરીકે માને છે. ગુજરાતમાં રચાતા ઉત્સવો-મહોત્સવો, આડંબરો, ધામધૂમ અને ક્રિયાકાંડો તેમ જ ધનનું કરવામાં આવતું પ્રદર્શન – એ બધું જોઈને તેઓ આમ માનવા પ્રેરાયા હોય તો ના નહીં. પણ ધર્મભાવનાની દષ્ટિએ પંજાબે પોતાની જાતને ઊતરતી માનવાની જરૂર નથી.
ગુજરાતમાં કૂણાશ, ભાવનાશીલતા અને સહધર્મી પ્રત્યેનો સ્નેહ પંજાબ જેવો કેમ નહીં દેખાતો હોય ? તો આના જવાબમાં મનમાં સામો એક નવો
Page #264
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૭, ૮
૨૪૧ સવાલ ઊભો થયો કે ગુજરાતને ધર્મભાવનાનું અને ધર્મોપદેશનું અજીર્ણ તો નહીં થયું હોય?
પંજાબના સીમાડે આવેલ હસ્તિનાપુર તીર્થની યાત્રા કરી અમે અમારો પંજાબનો આ ઊડતો પ્રવાસ પૂરો કર્યો.
(તા. ૧૮-૬-૧૯૬૦)
(૮) ગચ્છના વ્યામોહથી મુક્તિ માટેની
એક ધ્યાનપાત્ર ચેષ્ટા
અમારા જૈન' પત્રના તા. ૨૯-૧૧-૧૯૬૯ના અંકમાં પૃષ્ઠ ૬ ૧૨ ઉપર “નવીન તેમ જ વિચિત્ર ઘટના' એ મથાળા નીચે કચ્છના દેવપુર ગામના સમાચાર છપાયા છે. આ સમાચાર વિશેષ ધ્યાનપાત્ર હોઈ અને ફરી પ્રગટ કરીએ છીએ :
ભગવાન મહાવીરસ્વામીના નિર્વાણ પછી આપણા જૈન સમાજમાં જુદાજુદા ગણો અને ગચ્છો ઉત્પન્ન થયા, જેમાંથી કેટલાક ગણો તેમ જ ગચ્છોનો નાશ થયો. આ જુદાજુદા ગણો અને ગચ્છો પ્રત્યે દેવપુર કચ્છના કેટલાક શ્રાવક-શ્રાવિકાઓને અણગમો હતો. સં. ૨૦૧૪ની સાલમાં “જૈનપત્રમાં એક અગ્રલેખ “૧૯૮૪ ગચ્છો તે જૈનોની શોભા કે શરમ?' એ વાંચવામાં આવ્યો. તે વાંચતાં આ અળખામણા મનાતા ગણો અને ગચ્છો પ્રત્યેનો અણગમો વધતો ગયો. આટલાં વર્ષો બાદ સં. ૨૦૨૬ના કારતક સુદ ૧ ને સોમવારના રોજ (સમાજે) આઠ ગણો અને દસ ગચ્છો મળી કુલ અઢારનાં છાણ અને માટીનાં પૂતળાં બનાવ્યાં, અને તેના ઉપર લેબલો લગાવ્યાં. પછી તેની વિસર્જનવિધિ ગામ બહાર જઈ ફેંકી દઈ કરવામાં આવી. ત્યાંથી વળતાં આવતાં જયઉ સચ્ચે જયઉ સચ્ચ(સત્યનો જય થાઓ, સત્યનો જય થાઓ !)ના અવાજો સાથે થાળીનો રણકાર કરતા પાછા આવ્યા.
આ કાર્ય એક રીતે કહીએ તો કુતૂહલ જેવું હતું. કુદરતને પણ આ કાર્ય ગમી ગયું હોય તેમ તેણે અમીનાં છાંટણાં કર્યો.”
જૈનસંઘમાં પ્રવર્તતા ગણો અને ગચ્છો પ્રત્યે આટલો ઉગ્ર અને સ્પષ્ટ વિરોધ જાહેર કરવાનો અને એનું આ રીતે વિસર્જન કરવાનો બનાવ, સાચે જ, અનોખો અને અસાધારણ છે. આથી શ્રીસંઘની એકતાના હિમાયતીઓને આનંદ થાય અને પોતાના ગણ કે ગચ્છના આગ્રહીઓને અને ખાસ કરીને પોતાના ગચ્છની શ્રેષ્ઠતામાં અંધશ્રદ્ધા
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૨
જિનમાર્ગનું અનુશીલન ધરાવનારાઓને આઘાત લાગે એ બનાવજોગ છે. આપણે આ ઘટનાનું માત્ર એ સારી છે, કે ખોટી એવી પરિભાષામાં મૂલ્યાંકન કરવાને બદલે આપણા સંઘમાં આપણા જૂનાજરીપુરાણા ગણો-ગચ્છો સામે કોઈક સ્થાનમાં આવો સખ્ત અણગમો પણ જાગી ઊઠ્યો છે એ દષ્ટિએ એના તરફ ધ્યાન આપીએ, તો જરૂર આપણને સારાસારનો તાગ મેળવવાનો અવસર મળે.
ભગવાન મહાવીર પછી એમના સંઘમાં, સમયે-સમયે, કોઈક માન્યતા કે અમુક બાહ્ય ક્રિયાને નામે જે ભેદ પડતા ગયા અને અત્યારે પણ એ સંઘ-
વિભાજનની પ્રક્રિયા ચાલી રહી છે તેથી, જૈનસંઘ જુદાજુદા ફિરકાઓમાં અને એક જ ફિરકો જુદાજુદા ગણો, ગચ્છો કે સમુદાયોમાં વિભક્ત થતો જ રહ્યો છે. આ વિભાજનને કારણે ભલે અમુક વ્યક્તિનો અહં પોષાયો હોય અથવા ભલે અમુક વ્યક્તિનું વર્ચસ્વ સચવાયું હોય, પણ એ બધું કેવળ શ્રીસંઘની વ્યવસ્થા, શક્તિ અને એકતાને ભોગે જ !
આવા બધા ભેદ-પ્રભેદોમાં કંઈ આપમેળે જ ગુણવત્તા કે શ્રેષ્ઠતા પ્રગટતી નથી; તે તો કેવળ આત્મલક્ષી, અંતર્મુખ, ગુણગ્રાહક, સત્યચાહક જીવનસાધનાથી જ પ્રગટે છે; અને જેનામાં એ પ્રગટે છે એ બીજાની નિંદાથી સદા ય દૂર જ રહે છે.
આ ગચ્છવાદ કે સમુદાયવાદનું અનિષ્ટ સમજવા માટે દૂર જવાની કયાં જરૂર છે? શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘના તપગચ્છ વિભાગમાં તિથિચર્ચા જેવી મામૂલી વાતે કેટલો બધો કલહ જગાવી મૂક્યો છે !
પવિત્ર ધર્મતિથિને નામે ક્લેશ એ પણ આવા સાંપ્રદાયિક કદાગ્રહનું જ દુષ્પરિણામ છે. આ જ રીતે વસ્ત્રરહિતપણાની માન્યતા, આગમોના વિચ્છેદની માન્યતા, જિનમૂર્તિનો વિરોધ, જિનમૂર્તિનું સમર્થન, મુહપત્તી કેવી રાખવી અને ક્યાં રાખવી એ અંગેની માન્યતા, જિનમૂર્તિની આંગી કરવાની શૃંગારભક્તિની માન્યતા – આવી આવી અનેક માન્યતાઓને લઈને આપણે ત્યાં જે ઝઘડાઓ અને ઉગ્ર ખંડન-મંડન થતાં રહે છે, અને બીજાની વાતનો સાર કે ભાવ સમજવાની અનેકાંત-દૃષ્ટિની જે સાવ ઉપેક્ષા થતી જોવાય છે, તે પણ કેવળ સાંપ્રદાયિક અભિનિવેશનું જ પરિણામ છે.
જો આપણે ગુણગ્રાહક અને સત્યચાહક દૃષ્ટિથી આપણાં ધર્મશાસ્ત્રોનું અધ્યયનઅવલોકન કરવા તૈયાર હોઈએ તો આપણને આ સમજતાં વાર ન લાગવી જોઈએ. આવા સાંપ્રદાયિક કદાગ્રહ કે હઠાગ્રહથી દૂર રહેવાની આત્મસાધકને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. પણ ગચ્છવાદ કે સંપ્રદાયવાદનું જોર એટલું વ્યાપેલું છે કે આવી અમૃત જેવી બાબતનો પણ કોઈક વિરલા જ લાભ લઈ શકે છે. યોગીરાજ આનંદઘનજી આવા જ એક વિરલ સંત થઈ ગયા ! એમણે ૧૪મા તીર્થકર શ્રી અનંતનાથ ભગવાનના જીવનમાં ““ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં તત્ત્વની વાત કરતાં ન લાજે” એ ત્રીજી ગાથામાં ગચ્છવાદના અનિષ્ટ સામે પોતાનો પુણ્યપ્રકોપ વ્યક્ત કર્યો છે.
WWW.jainelibrary.org
Page #266
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૮, ૯
૨૪૩ શ્રી રત્નમંડન-ગણીએ વિક્રમના અઢારમા સૈકામાં રચેલ સુપ્રસિદ્ધ “ઉપદેશતરંગિણી' ગ્રંથમાં મોક્ષની સાચી અને સુગમ સમજણ આપતાં સ્પષ્ટ કહ્યું છે કે ન શ્વેતાંબરપણામાં, દિગંબરપણામાં, તત્ત્વચર્ચામાં, તાર્કિક વાદવિવાદમાં કે ન અમુક પક્ષ (એટલે કે ફિરકા, ગણ, ગચ્છ કે સમુદાય)નો આશ્રય લેવાથી મુક્તિ મળે છે. કષાયોથી મુક્તિ એ જ, ખરેખર, મુક્તિ છે (“પાવિત: છિન મુક્તિવ''), એટલે ગચ્છ વગેરેના વ્યામોહથી મુક્તિ મેળવવી એ મોક્ષપ્રાપ્તિ માટે અનિવાર્ય છે.
સંઘની એકતાની ભાવનાથી પ્રેરાઈને દેવપુરના ભાઈઓએ ગણગચ્છીનું વિસર્જન કરવાનું જે અસાધારણ પગલું ભર્યું છે તે એમની હિંમત તેમ જ દૂરંદેશીનું સૂચન કરે છે. અત્યારે તો અમે એમને એટલું જ સૂચવવું બસ માનીએ છીએ કે એમના આ પગલામાંથી કયાંય નવો મત કે ગચ્છ ન જન્મે એ માટે પૂરેપૂરા જાગતા રહેજો!
(તા. ૧૦-૧-૧૯૭૦)
(૯) શ્રમણભક્તિમાં સમત્વની જરૂર કંઈક સંકોચ અનુભવવા છતાં લખવા જેવું લાગવાથી અમે બહુ જ નમ્રતાપૂર્વક આ સૂચન કરીએ છીએ; અને તે પણ શ્રાવક-શ્રાવિકાવર્ગના ઉત્કર્ષ માટે સતત ચિંતા સેવતા અને એ માટે નિરંતર પ્રયત્ન કરતા પૂજ્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી સાજા થઈ ગયા પછી જ અમે આ લખી રહ્યા છીએ.
પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની બીમારી દરમિયાન તેઓશ્રીની સારવાર માટે બે સમિતિઓ નીમવામાં આવી હતી : એક બારેક ગૃહસ્થોની કાર્યવાહક સમિતિ, જેના મંત્રીઓ તરીકે શ્રી ચંદુલાલ સારાભાઈ મોદી અને શ્રી ચંદુલાલ વર્ધમાન શાહ હતા, અને બીજી સમિતિ તે સાતેક તબીબોનું બનેલું એક તબીબી-સલાહકાર-મંડળ.
આવા પ્રસંગે તબીબી-સલાહકાર-મંડળ નીમવામાં આવે એ જરૂરી અને સમજી શકાય એવી વાત છે, પણ આ માટે મંત્રીઓ સહિત કાર્યવાહક સમિતિ નીમવી એ કંઈક નવી વાત લાગે છે. સારવારને માટે યોગ્ય વ્યક્તિઓની જરૂર હોય એની ના નથી; પણ એ માટે આવી સમિતિની નિમણૂક કરવાથી બીજાઓની ભક્તિને અજાણપણે પણ અવગણના થઈ જવાનો ઘણો સંભવ છે. અને કદાચ કોઈ કારણસર આવી સમિતિ રચવી જ પડે, તો તેની છાપાંઓમાં જાહેરાત કરવાની તો મુદ્દલ જરૂર ન હોય.
Page #267
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
આ અમારો અંગત મત છે. ગુરુભક્તિમાં ભેદભાવ ન પડે, એ જ મુખ્ય
મુદ્દો છે.
૪૪
(૧૦) સમુદાયમાં વ્યવસ્થાની કેળવણી
ખરી રીતે અહીં જે વાત લખવા ધારી છે એ આખા હિંદુ સમાજને ઉદ્દેશીને લખી શકાય એમ છે; છતાં અત્યારે તો જૈન સમાજને ધ્યાનમાં રાખીને જ એ લખવી ઉચિત માની છે.
(તા. ૩૦-૧-૧૯૫૪)
આપણા ધાર્મિક અને સામાજિક સમારંભોમાં મોટે ભાગે વ્યવસ્થા, સુઘડતા અને સ્વચ્છતાનો અભાવ પ્રવર્તે છે - એ વાત કોઈ પણ સંસ્કાપ્રેમી વ્યક્તિથી અજાણી નથી. ઘણો મોટો જનસમુદાય એકત્રિત થાય ત્યારની વાત તો બાજુએ રહી, નાનોસરખો સામાન્ય જનસમુદાય ભેગો થયો હોય ત્યારે પણ આ બાબતો જાળવવી એવી મુશ્કેલ બની જાય છે કે જાણે જનસમુદાયને અને વ્યવસ્થા વગેરેને જન્મજાત વિરોધ ન હોય !
આમાં ય થોડુંક પૃથક્કરણ કરવું હોય, તો એટલું જરૂર કહી શકાય કે લગ્ન વગેરે સામાજિક સમારંભો મુખ્યત્વે વ્યક્તિગત જવાબદારીવાળા સમારંભો હોવાથી એમાં તો કંઈકે વ્યવસ્થા જળવાય છે, અથવા તો એમાં બેહદ અવ્યવસ્થા કે અસ્વચ્છતા થતી નથી. તેનાં જમણોમાં પણ વ્યવસ્થા અને સ્વચ્છતા હમણાં-હમણાં ઠીક પ્રમાણમાં સચવાતી જોવામાં આવે છે. આમ છતાં આવા સામાજિક સમારંભોમાં પણ જે દોડાદોડ, ધમાધમ અને ઘાંટાઘાંટ જોવા મળે છે, એમાં તેમ જ સ્વચ્છતા વગેરેમાં વિશેષ સુધારાને પૂરેપૂરો અવકાશ છે તેમાં તો શક નથી.
પણ આપણા ધાર્મિક સમારંભોની સ્થિતિ તો સામાજિક સમારંભોની અપેક્ષાએ સવિશેષ વણસેલી છે એટલું સખેદ સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી.
જનસમુદાય ભક્તિ અર્થે દેવમંદિરમાં, ગુરુ-મહારાજનો ધર્મોપદેશ સાંભળવા કે પ્રતિક્રમણ જેવી પ્રશાંતભાવે કરવાની ધર્મક્રિયા કરવા ઉપાશ્રયાદિમાં, પ્રતિષ્ઠા, વ્રતોદ્યાપન કે બીજા કોઈ નિમિત્તે નીકળતા વરઘોડામાં કે સ્વામીવાત્સલ્ય યા નવકારશી જેવા ભોજનસમારંભમાં ભેગો થયો હોય, એટલે સમજવું કે ત્યાં વ્યવસ્થા, સુઘડતા અને સ્વચ્છતા જાળવવાનું કામ અતિ મુશ્કેલ બની જવાનું. જેમ જનસમુદાય વધારે મોટો એમ આ કાર્યમાં મુશ્કેલી વધતી જ જવાની.
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૫
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૦
તીર્થસ્થાનમાં પ્રભુપૂજા માટે આપણે જઈએ ત્યાં પ્રભુપ્રતિમાના પ્રક્ષાલનથી માંડીને પૂજા સુધી કેવી પડાપડી અને ધમાલ મચી રહે છે ! સહુને એમ કે હું પહેલો પહોંચી જાઉં અને મારી પૂજાને સફળ બનાવી લઉં. પણ આ વખતે આપણે શાંતિ અને ધીરજનો મહિમા સદંતર ભૂલી જઈને પ્રભુ-પ્રતિમાની પૂજામાંથી જીવનપ્રેરક સગુણોને પ્રગટાવવાનો જે લાભ હાંસલ કરવાનો હોય છે, તે ચૂકી જઈએ છીએ. પ્રભુપૂજાની આ સ્થિતિ છે, તો પ્રભુસ્તુતિમાં વળી સૌને ઊંચે સાદે ચૈત્યવંદન-સ્તવનસ્તુતિ-સ્તોત્ર લલકારવાનું મન થઈ આવે છે – પછી પોતાનું એ ગાન ભલે ને મધુરતા, સ્વરમેળ કે ઢંગધડા વગરનું કે બીજાને અગવડકારક હોય ! ત્યાં તો જાણે હોડ જ જામી પડે છે! પરિણામે, મંદિરનો રંગમંડપ સુમધુર સ્વરોને બદલે ઘોંઘાટનું મેદાન જ બની જાય છે.
ગુરુ-મહારાજનો ઉપદેશ સાંભળવા માટે પણ, ખાસ કરીને પર્યુષણા વગેરે પર્વદિવસોમાં જ્યારે મોટો જનસમુદાય ભેગો થાય છે ત્યારે, શોરબકોર અને કલબલાટનું જ સામ્રાજ્ય જામી જતું હોઈ થોડેક દૂર બેઠેલાને પણ કાને કશું સંભળાતું નથી, તો પછી વધારે દૂર બેઠેલાની તો વાત જ શું કરવી ? ઉપદેશ સાંભળવા જનાર ભાવના અને શ્રદ્ધાથી જાય છે, પણ જ્યાં સાંભળવું જ મુશ્કેલ બની જાય ત્યાં એ શું કરી શકે? વળી જ્યાં બહુ મોટો સમુદાય એકત્ર થયો હોય ત્યાં દૂર દૂર સુધી વ્યાખ્યાતાનો અવાજ ન પહોંચે તેથી કંટાળીને પણ લોકો વાતચીત વગેરે દ્વારા ત્યાંની શાંતિમાં ખલેલ પહોંચાડતા હોય. આનો ઉપાય અત્યારે તો ધ્વનિવર્ધક યંત્ર સિવાય બીજો એને માટે અમને દેખાતો નથી. પણ સમય પાક્યો હોય એમ આજના ધર્મસંઘમાં નથી દેખાતું.
સ્વામીવાત્સલ્ય કે નવકારશીના જમણવારો વખતે જે અસ્વચ્છતા અને કચ્ચરઘાણની સ્થિતિ પેદા થાય છે, એનું તો વર્ણન જ કરવું શક્ય નથી. તેમાં તો પહેલી કે વધુમાં વધુ બીજી પંગતમાં જેઓ જમવા બેઠા, એમના સિવાય બીજાઓને તો કેવળ એઠવાડમાં જ જમવા બેસવું પડતું હોય એવી હાલત પ્રવર્તે છે. થાળી-વાડકા વગેરેની અસ્વચ્છતા પણ મનમાં ધૃણા ઉપજાવે એવી હોય છે.
સંવત્સરી-પ્રતિક્રમણ જેવી સ્થિર અને શાંત મને કરવાની ધર્મક્રિયા વખતે પણ આપણે ત્યાં કેટલાક પ્રમાણમાં જે અરાજકતા અને ટીખળી વૃત્તિ દેખાય છે, તે તો શરમ ઉપજાવે એવી છે. આવે વખતે સહેજે ક્રિશ્ચિયનોના ચર્ચમાં એકત્ર થતી વિશાળ માનવમેદનીની શાંતિ અને શિસ્ત યાદ આવી જાય છે.
વળી, તીર્થસ્થાનોમાં આપણે ધર્મશાળા વગેરેનો જે બેજવાબદારીથી ઉપયોગ કરીએ છીએ, મન ફાવે ત્યાં બેહદ ગંદકી કરીએ છીએ અને ધર્મશાળાનાં વાસણો,
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪૬
જિનમાર્ગનું અનુશીલન ગાદલાં-ગોદડાં અને બીજાં સાધનોનો જે બેદરકારીભરી રીતે ઉપયોગ કરીએ છીએ, તે તો આપણામાં જાણે સંસ્કારિતાનો અંશ પણ ન હોય એવું સૂચવે છે.
આમ ધર્મના પ્રત્યેક ક્ષેત્રમાં એક બાજુ દેખીતી ભાવના અને ભક્તિ પ્રવર્તે છે, તો બીજી બાજુ અવ્યવસ્થા અને બેદરકારી પ્રવર્તે છે, અને તે આપણને એક સંસ્કારસંપન્ન, જવાબદાર, સમજદાર સમાજ બનતા રોકે છે.
શું આ સ્થિતિ સુધારી શકાય એવી છે ? અને એને સુધારવા શું કરવું જોઈએ? આ સ્થિતિ સુધારી શકાય એમ નથી એવું કહેવું એ તો સમાજવિકાસ કે આત્મવિકાસની શકયતાનો જ ઈન્કાર કરવા બરોબર લેખાય.
આ સુધારો કરવાનો પ્રારંભિક ઇલાજ છે પહેલાં પોતાની જાતને સુધારવી તે, અને પછીનો ઇલાજ છે આપણા સમાજને વ્યવસ્થાની કેળવણી આપવી એ. સમાજની કેળવણીનું આ કામ આપણા આગેવાનો અમુક અંશે કરી શકે; પણ એ કામ સરળતાપૂર્વક કરવું હોય તો આપણા ગુરુવર્ગે આ વાતનું મહત્ત્વ સમજી લઈને એ માટે સમાજને સતત. માર્ગદર્શન અને પ્રેરણા આપતાં રહેવું જોઈએ.
સમાજનાં સ્ત્રી-પુરુષો કે બાળક-બાળિકાઓને વ્યવસ્થાની કેળવણી આપવાનું અને એ રીતે એમને જવાબદાર નાગરિક બનાવવાનું આ કામ ધર્મોપદેશ કરતાં જરા ય ઊતરતું નથી. ઊલટું સાચું ધર્મપરાયણ જીવન જીવવા માટેની યોગ્ય ભૂમિકા તૈયાર કરતું હોવાથી આ કામ સવિશેષ મહત્ત્વનું અમને લાગે છે.
આપણા ધર્મગુરુઓ મોટા પ્રમાણમાં સમાજનો સતત સંપર્ક સાધી શકે છે તે દૃષ્ટિએ જો તેઓ સમાજને આ દિશામાં કેળવવાનું કાર્ય ઉપાડે, તો એ સમાજ ઉપર મહાન ઉપકારરૂપ બની શકે એમ છે. '
જીવનના નાના કે મોટા પ્રત્યેક ક્ષેત્રમાં પ્રામાણિકતા, વ્યવસ્થા ને સુઘડતા બતાવીને જ માનવી પોતાની પ્રગતિની સાચી દિશા મેળવી શકે, અને સમાજને પણ આગળ વધારી શકે. આ સમાજનો અભ્યદય સાધવા જેવું જ મહત્ત્વનું કામ છે.
અને જો આવી મૂળભૂત કેળવણીથી સમાજ વંચિત રહે, તો બીજા ધર્મોપદેશોનું પરિણામ સરવાળે ધૂળ ઉપર લીંપણ કરવા જેવું જ આવે. આવું ન થાય અને આપણો સમાજ એક સાચા સંસ્કાએમી, વ્યવસ્થાપ્રેમી સમાજ તરીકેની નામના મેળવે એ માટે આ કાર્ય પ્રત્યે સવિશેષ ધ્યાન આપવા આપણા ગુરુવર્ગને ભારપૂર્વક વિનવીએ છીએ.
(તા. ૧૫-૯-૧૯૫૬)
Page #270
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૧
૨૪૭
(૧૧) વૃદ્ધાવાસ, વિદ્યાભ્યાસ અને વૈચ્યાવચ્ચની સગવડની જરૂર
આપણા સાધુ-સાધ્વીસંઘની સંયમયાત્રા સારી રીતે આગળ વધતી રહે અને તેઓનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે એ માટે શ્રાવકસંઘે કેટલીક અનુકૂળતાઓ કરી આપવાની હોય છે. આમાં વૃદ્ધત્વ, સતત માંદગી કે એવા જ કોઈ કારણસર વિહાર કરવાને અશક્ત સાધુ-સાધ્વીઓ શાંતિથી રહી શકે એવા વૃદ્ધાવાસોની, નવદીક્ષિત સાધુ-સાધ્વીઓ એકાગ્રતાપૂર્વક વિદ્યાભ્યાસ કરી શકે એવાં અભ્યાસકેન્દ્રોની અને સર્વસામાન્યરૂપે બધાં સાધુ-સાધ્વીઓના જરૂરી વૈધ્યાવચ્ચની (સેવાની) સગવડ મુખ્ય છે.
પહેલાં વૃદ્ધાવાસ અંગે વિચારણા કરીએ :
ઘરસંસારનો ત્યાગ કરી સંયમ-ધર્મનો સ્વીકાર કરવો અને બધાં સમય-શક્તિનો ઉપયોગ આત્માને નિર્મળ કરવાની સાધનામાં કરવો એ જૈનધર્મનો મુખ્ય આદેશ છે. આ સાધનામાં સમ્યગુ દર્શન(શ્રદ્ધા), જ્ઞાન અને ચારિત્રની સમાન ભાવે આરાધના કરીને છેવટે સંસારના બધાં ય જીવો સાથે મૈત્રીભાવ સધાય એવી ઉચ્ચ કોટીની અહિંસા અને સમતાને પ્રાપ્ત કરવાનું કહેવામાં આવ્યું છે. કર્મજન્ય અને કષાયજન્ય દોષોથી મુક્ત થઈ મોક્ષ મેળવવાનો આ જ માર્ગ છે.
આ રીતે ત્યાગધર્મની સાધના માટે વ્યક્તિએ બાહ્યભાવથી વિમુખ બનતા જઈને વધુ ને વધુ અંતર્મુખ બનવાનું હોય છે એ સાચું છે; પણ સાથે જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી દેહનો સાથ છૂટી શકતો નથી. એટલે અનિવાર્ય દેહધર્મોને પણ નિભાવવા જ પડે છે. અનિવાર્ય દેહધર્મોની વધારે પડતી ઉપેક્ષાનું પરિણામ દેહની પંગુતામાં અને પ્રમાણાતીત નિર્બળતામાં જ આવે છે; અને છેવટે ચિત્ત વિક્ષિપ્ત બનતાં ખુદ સંયમયાત્રામાં જ અવરોધ ઊભા થાય છે. એથી દેહની સાચવણીને પણ સંયમસાધનામાં સ્થાન આપવું જ પડે છે. સારીરમાદ્ય વસ્તુ ઘર્મસાધનમ્ (શરીર એ, અચૂકપણે, ધર્મનું પ્રથમ સાધન છે) એ કવિ કલિદાસના કથનનો આ જ ભાવ છે.
સામાન્યતઃ મોટા ભાગના મુનિવરો તેમ જ સાધ્વીજી મહારાજ તપ-ત્યાગસંયમની સાધનાની સાથેસાથે, પોતાના શરીરની સાચવણી પ્રત્યે પણ ધ્યાન આપતાં હોય છે, અને શ્રાવકસંઘ પણ એમને એ માટે બનતી જોગવાઈ કરી આપવાનું ધ્યાન રાખે છે. પણ વૃદ્ધાવસ્થા, લાંબી માંદગી કે એવા જ કોઈ કારણે શરીર વધારે પડતું નબળું થઈ જવાને લીધે જે સાધુ-સાધ્વીઓ વિહાર કરવાને અશક્ત બની જાય છે,
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૮
જિનમાર્ગનું અનુશીલન એમની સ્થિતિ આથી કંઈક જુદી છે. અને એમના સ્થાયી આવાસ માટે કેવી સગવડ કરવી જોઈએ એ અંગે આપણે ત્યાં ગંભીર વિચારણા અને પ્રવૃત્તિ હાથ ધરાવી હજી બાકી જ છે. અમારી નમ્ર સમજ મુજબ, આપણી સંઘવ્યવસ્થાની આ એક ધ્યાનપાત્ર ખામી છે; એ દૂર કરવાનો સમય પાકી ગયો છે.
આમ તો વિહાર કરવાને અશક્ત એવાં સાધુ-સાધ્વીઓને પોતાની શેષ જિંદગી વિતાવવાને માટે એક યા બીજા સ્થાનમાં કંઈક ને કંઈક આશ્રય મળી રહે છે, અને તે-તે સ્થાનના શ્રાવક ભાઈ-બહેનો એમની બનતી સંભાળ પણ રાખે છે. છતાં અત્યારે સાધુ-સાધ્વીઓની વિશાળ સંખ્યા જોતાં, જરૂરના પ્રમાણમાં આવી સગવડ બહુ અપૂરતી અને ઓછી સંતોષકારક છે એમ લાગ્યા વગર રહેતું નથી. બીજી બાજુ જેઓએ સંયમ અને તપની આરાધના કરતાં-કરતાં પોતાની કાયાને ઘસી નાખી હોય અને જેઓ વૃદ્ધાવસ્થાને કિનારે પહોંચી ગયા હોય, તેઓ પોતાના વૃદ્ધાવાસ માટે આવી સંતોષકારક સગવડ મેળવવાના સાચા અધિકારી છે. આવી સગવડ કરી આપવી એ જેમ શાસનને માટે શોભા અને ગૌરવરૂપ છે, તેમ વૃદ્ધ અને અશક્ત સાધુ-સાધ્વીઓની પાછલી અવસ્થા આર્તધ્યાન, રૌદ્રધ્યાન કે અસ્વસ્થતામાં ન વીતે અને તેઓ આશા-ઉલ્લાસપૂર્વક પોતાના શેષ જીવનને જીવી જાય એ માટે પણ આવી સગવડ જરૂરી છે.
આવા વૃદ્ધાવાસો ક્યાં-કયાં સ્થાપવા, એમાં કેવા-કેવા નિયમો રાખવા, ત્યાં કેવીકેવી સગવડ રાખવી વગેરે બાબતો અંગે તો શ્રમણસંઘના નાયકો અને શાણા અનુભવી ગૃહસ્થ મહાનુભાવો જ મળીને વિચારણા અને યોજના કરે એ બરાબર છે. આમ છતાં એટલું જરૂર કહી શકાય કે દેશના જે વિભાગોમાં સાધુઓ અને સાધ્વીઓ મોટી સંખ્યામાં વિચરે છે અને જ્યાં સાધુ-સાધ્વી પ્રત્યે ભક્તિ ધરાવતાં ભાવિકજનો સારી સંખ્યામાં વસે છે, એવા રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર જેવા પ્રદેશોમાં આવા વૃદ્ધાશ્રમો સ્થાપવામાં આવે તો એનો લાભ સારા પ્રમાણમાં અવશ્ય લેવાય. અલબત્ત, યોજનાનો વિચાર કરવો જેટલો સહેલો લાગે છે, એટલો જ મુશ્કેલ એનો અમલ છે.
(તા. ૧૪-૧૧-૧૯૭૦)
શ્રમણજીવન અર્થે ગૃહવાસનો, ઘરવખરીનો અને વસ્ત્રાભૂષણોનો ત્યાગ કરીને ત્યાગી જીવનનાં વસ્ત્ર-ઉપકરણોનો સ્વીકાર કરવામાત્રથી બાહ્ય દૃષ્ટિનું સ્થાન આત્મભાવ લેવા લાગે છે એવું નથી; એ માટે તો, ખાંડાની ધાર પર ચાલવાની જેમ, ભગવાન મહાવીરે વારંવાર ઉદ્દબોધ્યું છે તેમ, પળનો પણ પ્રમાદ સેવ્યા વગર, સંયમ અને તપની આરાધના કરવાની હોય છે, બધો વખત જ્ઞાન, ધ્યાન અને ક્રિયાનું આરાધન કરવાનું હોય છે.
Page #272
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૧
૨૪૯ ચારિત્રની આરાધના નિર્મળ થઈ શકે એ માટે સાચી દ્રષ્ટિ અને સાચા જ્ઞાનની પહેલી જરૂર છે. વ્યાવહારિક સિદ્ધિ મેળવવી હોય કે આધ્યાત્મિક એ બધાયમાં પાયાની વાત એ સિદ્ધિ કેમ પામી શકાય એનું જ્ઞાન મેળવવાની છે. તેથી જ આપણા શાસ્ત્રકર્તાઓએ ના તમો તયા (પહેલું જ્ઞાન, પછી દયા) અને જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ: (જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ મળે) એમ કહ્યું છે.
વળી, જૈન ધર્મશાસ્ત્રોના પાયામાં સત્યશોધક અને ગુણગ્રાહક અનેકાંતદષ્ટિ રહેલી છે. અનેકાંતદષ્ટિનો પ્રકાશ માનવીને પોતાનાં અને બીજાઓનાં ધર્મશાસ્ત્રોના વ્યાપક, ઉદાર, તુલનાત્મક, મર્મસ્પર્શી અને સત્વગ્રાહી અધ્યયન તરફ દોરી જાય છે; એવો શાસ્ત્રાભ્યાસ જ સાધકને નિર્મળ ચારિત્રની દિશા તરફ દોરી જાય છે. સાધકને બહિર્મુખના બદલે અંતર્મુખ બનાવે એવો વિદ્યાભ્યાસ, એકાંત-સેવન અને યોગ(ચિત્તનિરોધ)ની પ્રવૃત્તિ આપણા ત્યાગીવર્ગમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. પણ અહીં તો માત્ર વિદ્યાભ્યાસ અંગે જ વિચારણા કરીશું.
- સત્યગામી, જીવનસ્પર્શી શાસ્ત્રાભ્યાસ એકાગ્ર ધ્યાન જેવું જ દુષ્કર કાર્ય છે. એ માટે શાંત-એકાંત સ્થાન, તે તે વિષયના નિષ્ણાત અધ્યાપકો-પંડિતો અને અભ્યાસી નિરાકુલતાપૂર્વક અભ્યાસ કરી શકે એવી અન્ય સગવડોની જરૂર પડે છે. વળી, અભ્યાસ કરવા ઈચ્છનાર વ્યક્તિની જિજ્ઞાસા અર્થાત્ જ્ઞાનની તમન્ના તો આ બધાના પાયામાં જોઈએ. આવા બધા અનુકૂળ સંયોગો હોય અને અભ્યાસી પોતાની જાત અને બાહ્ય સુખ-સગવડને ભૂલીને અમુક વર્ષો સુધી સ્થિરતાપૂર્વક અધ્યયન કરે તો જ શાસ્ત્રાભ્યાસ સીઝ અને ફળે.
અત્યારે વ્યાવહારિક લેખાતી વિદ્યાઓના અભ્યાસનો સમગ્ર પ્રજામાં જે રીતે વિસ્તાર થઈ રહ્યો છે અને બુદ્ધિશાળી વર્ગ ઘડાતો જાય છે, એની તુલનામાં આપણા મોટા ભાગના શ્રમણ સમુદાયના અતિ મર્યાદિત એવા વિદ્યાભ્યાસ અને શાસ્ત્રજ્ઞાન અંગે જરૂર ચિંતા ઊપજવી જોઈએ. શ્રમણસમુદાયમાં અહીં સાધ્વીસમુદાયનો પણ સમાવેશ સમજી લેવો. સાધ્વીજીઓની સંખ્યામાં અત્યારે નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે. એમાં કેટલીક ઊછરતી ઉંમરે દીક્ષા લેનારી બહેનો તો એવી ભણેલી અને તેજસ્વી હોય છે, કે જો એમને સરખી રીતે શાસ્ત્રાભ્યાસ કરાવવામાં આવે, તો તેઓ શાસનનું ગૌરવ વધારવા સાથે શ્રીસંઘનું સંસ્કારઘડતર કરવામાં ખૂબ મહત્ત્વનો હિસ્સો આપી શકે, તેમ જ આત્મકલ્યાણના પોતાના મૂળ હેતુને પણ સફળ કરી શકે. '
આ બધું ત્યારે જ બની શકે કે જ્યારે શ્રીસંઘ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના બળાબળને પારખીને, પોતાની પરંપરાગત ચાલુ વ્યવસ્થામાં આવશ્યક ફેરફાર કરીને, દેશમાં જુદાંજુદાં અનુકૂળ સ્થાનો કે તીર્થધામમાં, બીજીબીજી વિદ્યાઓ સાથે મુખ્યત્વે શાસ્ત્રીય
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૫૦
જિનમાર્ગનું અનુશીલન અભ્યાસનાં પાંચ-સાત કેન્દ્રો શરૂ કરે, જ્યાં રહીને નવદીક્ષિત મુનિઓ અને સાધ્વીજીઓ શાંત, એકાગ્ર ચિત્તે વિદ્યાભ્યાસ કરી શકે. જે ભાઈ-બહેનો દીક્ષા લેવાની ભાવના ધરાવતાં હોય તેઓને પણ સાધુ-જીવનની પૂર્વ તૈયારીરૂપ અભ્યાસ કરવાની તેમ જ સંયમજીવનની તાલીમ લેવાની તક મળે એવી જોગવાઈ પણ આ અભ્યાસકેન્દ્રોમાં હોવી જોઈએ. ઉપરાંત દીક્ષા લીધા બાદ અમુક વર્ષો વીતી ગયાં હોય, તેઓ પણ શાસ્ત્રાભ્યાસ કરવા ઇચ્છે તો કરી શકે એવી સગવડ પણ એમાં રહે. આવાં અભ્યાસકેન્દ્રોની આગળ જતાં વિકાસ થાય, તો એ જૈન સંસ્કૃતિનાં બધાં અંગોના વ્યાપક અને ઊંડા અધ્યયનનાં કેન્દ્રો બને તેવી શક્યતા પણ રહેલી છે.
વળી, દીક્ષા લેવાની ભાવના ધરાવનાર વ્યક્તિને માટે સાધુ-જીવનની પૂર્વતૈયારીરૂપ અમુક શાસ્ત્રીય અભ્યાસ કરવાનું ફરજિયાત બનાવવામાં આવે. દીક્ષાર્થી વ્યક્તિની યોગ્યતા અને ઉંમરના પ્રમાણમાં અમુક મહિના કે વર્ષ આવી તૈયારીમાં ફરજિયાત ગાળવામાં તેની ભાવના બદલાઈ જવાનું જોખમ લેખવામાં ન આવે, બલ્ક દીક્ષાર્થી અને શ્રીસંઘ બંનેના ભલાની દૃષ્ટિએ એવા જોખમ તરફ વિશેષ ધ્યાન આપવામાં ન આવે, તેવી નવી વ્યવસ્થા કે પ્રણાલિકા ઊભી કરવાની ખાસ જરૂર છે. અત્યારે તો સ્થિતિ એવી શોચનીય છે, કે જે કોઈ ભાઈ-બહેન સમજણથી, અણસમજણથી, ઓછી સમજણથી કે અરે, સ્વાર્થ-બુદ્ધિથી પ્રેરાઈને દીક્ષા માગે છે અને મોટે ભાગે વધુ વિચાર કર્યા વગર આપી દેવામાં આવે છે. આપણા સંઘની આવી ચિંતાકારક સ્થિતિનો વિચાર કરતાં પણ અમુક ચકાસણી અને જરૂરી પૂર્વતૈયારી પછી જ દીક્ષા આપવામાં આવે એ જરૂરી છે. સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ કદંબગિરિ તીર્થમાં સાધુ મુનિરાજોના અધ્યયન માટે આવું વિદ્યાકેન્દ્ર સ્થાપવાના મનોરથ સેવતા હતા; એને સાકાર કરવાનો સમય પાકી ગયો છે.
અગાઉ અમે વૃદ્ધાવાસો સ્થાપવાની અને અત્રે અમે નવદીક્ષિતો અને દીક્ષાર્થીઓના અભ્યાસ માટે વિદ્યાકેન્દ્રો ઊભાં કરવાની વાત લખી. પણ સાથે સાથે આવા વૃદ્ધાવાસો અને વિદ્યાકેન્દ્રો ઊભાં કર્યા પછી પણ એ સારી રીતે ચાલે અને પોતાના ઉદ્દેશને સફળ બનાવે એની આડે જે અવરોધ દેખાય છે, એનો ઉલ્લેખ પણ અહીં કરવો જોઈએ. આવાં વૃદ્ધાવાસો કે વિદ્યાકેન્દ્રોમાં જૈનસંઘના જુદાજુદા ફિરકાઓનાં સાધુઓને કે સાધ્વીઓને એકસાથે રાખવાની તો અહીં વાત જ નથી. અહીં અમે જે કહ્યું છે તે ફક્ત જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ફિરકાના સાધુ-સાધ્વીઓને અનુલક્ષીને જ કહ્યું છે. પણ આ એક ફિરકાના સાધુઓ અને સાધ્વીઓ એક સ્થાનમાં શાંતિથી રહીને પોતાની વૃદ્ધાવસ્થાને સુખમય બનાવે કે શાસ્ત્રાભ્યાસ કરે એવી શક્યતા પણ બહુ જ ઓછી છે. આમાં જુદાજુદા ગચ્છોનો સવાલ તો આવે જ આવે, પણ એક જ ગચ્છના
Page #274
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૧
૨૫૧ જુદાજુદા સમુદાયો કે સંઘાડાઓનો સવાલ પણ એટલો જ જટિલ છે. આ જટિલતાનો ગંભીરપણે વિચાર કરતાં તો નિરાશ થઈને આવાં કેન્દ્રોની સ્થાપના કરવાનો વિચાર માંડી વાળવાનું મન થાય. આમ, છતાં અમે વૃદ્ધાવાસો અને વિદ્યાકેન્દ્રો ઊભાં કરવાની હિમાયત કરવાનું મુનાસિબ માન્યું છે, તે બે કારણોને લીધે એક તો આપણાં સંઘમાં ગચ્છો-ગચ્છો વચ્ચેની અને એક જ ગચ્છના જુદાજુદા સમુદાયો કે સંઘાડાઓ વચ્ચેની કટ્ટરતા અને કટુતા ઠીકઠીક પ્રમાણમાં ઓછી થઈ હોય એવું નવી પેઢીના કેટલાક મુનિવરોનાં વિચારો, વાણી અને વર્તન ઉપરથી જોઈ શકાય છે. આ એક આશાપ્રેરક ચિહ્ન છે. બીજું કારણ એ કે બધા ય ગચ્છો કે બધા ય સમુદાયો આ નવી વ્યવસ્થાને આવકારવા તત્પરતા બતાવે તે પછી જ જો આવાં કેન્દ્રો સ્થાપવાનું વિચારવામાં આવે તો એ વિચાર કેવળ કલ્પના જ રહે. એટલે જેઓને આ કામ કરવા જેવું લાગતું હોય તેઓએ “શુભ આશયથી પોતે હાથ ધરેલી પ્રવૃત્તિ તરફ, જુદાજુદા ગચ્છો અને સમુદાયો
ક્યારેક તો જરૂર હૃદયથી આકર્ષાશે એવી આશાથી પ્રેરાઈને આ પ્રવૃત્તિ, પોતાની શક્તિ અને સાધનોના પ્રમાણમાં, ભલે નાના પાયા પર પણ, શરૂ કરી દેવી જોઈએ એમ અમને લાગે છે.
(તા. ૨૧-૧૧-૧૯૭૦)
હવે સાધુ-સાધ્વીસમુદાયના વૈધ્યાવચ્ચની સગવડ અંગે કેટલોક વિચાર કરીએ :
આપણી ચતુર્વિધ સંઘની વ્યવસ્થા પ્રમાણે ગૃહસ્થસંઘની એ ફરજ લેખવામાં આવી છે કે એ ત્યાગીઓના સંઘની સંયમયાત્રા સારી રીતે નિર્વિબે આગળ વધતી રહે એ રીતે તેમની સેવા અને ભક્તિરૂપ વેયાવચ્ચ કરવા તરફ નિરંતર પૂરતું ધ્યાન આપતા રહેવું. અલબત્ત, ગૃહસ્થ-સમુદાયના આવા વેયાવચ્ચનો લાભ કેટલા પ્રમાણમાં લેવો એનો વિવેક અને ઓછામાં ઓછી સેવા અને ઓછામાં ઓછાં અને અલ્પમૂલ્ય સાધનો-ઉપકરણોથી પોતાના ચારિત્રનો નિર્વાહ થાય અને સાથેસાથે સંયમજીવનના મુખ્ય ધ્યેયરૂપ નિર્મોહવૃત્તિ, અનાસક્તિ અને અહિંસાની ભાવનાની હંમેશાં પુષ્ટિ જ થતી રહે એવી અપ્રમત્તતા તો સાધુ-સાધ્વી-સંઘ અવશ્ય દાખવે એ કહેવાની જરૂર નથી. આમ સતત જાગૃતિ રાખવા છતાં, છેવટે ધર્મારાધન નિમિત્તે પણ દેહની સાચવણી કરવી એ ગૃહસ્થ કે ત્યાગી, સૌ કોઈને માટે અનિવાર્ય છે. રસવૃત્તિ કે જીભના સ્વાદ ઉપર સંયમ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે એ એક વાત છે અને દેહને ટકાવી રાખવા માટે એને દાપુ (ભાડું) આપવું પડે એ બીજી વાત છે. જ્યાં આત્મશુદ્ધિ અને કર્મક્ષય માટે તપસ્યા કરવાનું વિધાન કરવામાં આવ્યું છે ત્યાં સાથેસાથે એમ પણ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૨
જિનમાર્ગનું અનુશીલના કહેવામાં આવ્યું જ છે કે, “તપ એવું જ કરવું કે જેથી દુર્બાન ન થાય, મન-વચનકાયાની શક્તિનો હાસ ન થાય અને ઇંદ્રિયોની જ્ઞાનશક્તિ ક્ષીણ ન થાય.'
આ દૃષ્ટિએ વિચારતાં આપણા ત્યાગી સમુદાયની સંયમયાત્રાને આગળ વધારવામાં અનિવાર્ય હોય એવી વૈધ્યાવચ્ચની સગવડ કરવી એ શ્રીસંઘના યોગક્ષેમની દૃષ્ટિએ તેમ જે આપણા શાસનની શોભાની દૃષ્ટિએ પણ જરૂરી છે.
વૈધ્યાવચ્ચની આવી સગડવમાં મુખ્યત્વે ગોચરી-પાણી, વસ્ત્ર-પાત્ર જેવાં સંયમજીવનનાં ઉપકરણો, માંદગી વખતે દવા-ઉપચાર જેવી સામગ્રીનો સમાવેશ થઈ શકે. એકંદરે જોઈએ તો જૈનસંઘ પોતાના ત્યાગીવર્ગ પ્રત્યે અત્યારે પણ પહેલાંના જેવી જ ભક્તિ ધરાવે છે, એટલે એ માટે એને વિશેષ કહેવા કે ઉપદેશ આપવા જેવું બહુ છે નહીં; ઊલટું, આ બાબતમાં કંઈક પણ ખેદ કરવા જેવું કે કહેવા જેવું હોય, તો સંયમધર્મની ઉપેક્ષા અને શિથિલતાનું પોષણ કહી શકાય એટલી હદે, ભાવનાશીલ અને ભક્તિપરાયણ ગૃહસ્થવર્ગની ભક્તિનો દુરુપયોગ કરવાની સુંવાળી અને સુખશીલિયા મનોવૃત્તિ ધરાવનારની ત્યાગીવર્ગમાં વધતી સંખ્યાને અનુલક્ષીને કહેવા જેવું છે.
અમે ઉપર સૂચવ્યું તેમ, જનસંઘનો ગૃહસ્થવર્ગ આપણા ત્યાગીવર્ગની સંયમસાધનામાં ઉપયોગી થાય એવી સામગ્રી દ્વારા એમનું વેયાવચ્ચ કરવા માટે હંમેશા ધર્મબુદ્ધિથી તત્પર હોય છે, આમ છતાં, અત્યારની પરિસ્થિતિમાં આ દિશામાં કેટલીક નવી વ્યવસ્થા ઊભી કરવા જેવી પણ છે જ.
એક રીતે જોઈએ તો ગોચરી-પાણી અંગેની સ્થિતિ સંતોષકારક હોવા છતાં કેટલાક પ્રદેશો અને સ્થાનો એવા પણ છે, જ્યાં આ અંગે આપણા ત્યાગીવર્ગને સારી એવી મુશ્કેલી પડે છે; એટલું જ નહીં, નિર્દોષ ગોચરી-પાણી લગભગ અપ્રાપ્ય જેવાં હોવાથી એ અંગેના નિયમોનું પાલન અતિદુષ્કર અને ક્યારેક તો અશક્ય પણ બની જાય છે. પરિણામે, કાળક્રમે એવા પ્રદેશોમાં સાધુ-સાધ્વીઓનો વિહાર જ બંધ થઈ જાય છે. આ માટે શું કરવું એ ગંભીરતાપૂર્વક સંઘે વિચારવા જેવી બાબત છે. તેથી આપણા શ્રમણસંઘે આ અંગે વર્તમાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો અને પોતાના જાતઅનુભવનો ખ્યાલ કરીને શ્રાવકસંઘને માર્ગદર્શન આપવાની વિશેષ જરૂર છે.
વસ્ત્ર-પાત્ર જેવાં સંયમનાં ઉપકરણો અને દવા-ઉપચારનાં સાધનો અંગે પણ જૈનસંઘ ધ્યાન તો આપે જ છે. આમ છતાં જૈનસંઘનાં કેન્દ્ર ગણાતાં મોટાંમોટાં શહેરોમાં પણ કેટલાંય ભદ્રપરિણામી, ભલાંભોળાં અને ઓછા પ્રભાવશાળી કે શાસનના પ્રભાવને બદલે પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયત્ન કરવામાં પોતાના સંયમજીવનમાં ખામી આવી જવાની પ્રશંસનીય ધર્મભીતિ અનુભવતાં એવાં સાધુ-સાધ્વીઓ છે, કે જેઓને આવી જરૂરી સામગ્રી પણ સહેલાઈથી મળી શકતી નથી, અને એમને ઠીકઠીક મુશ્કેલી
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૩
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૧ ભોગવવી પડે છે. આ અંગે એક વાત આપણા ગૃહસ્થસંઘના મનમાં વસવી જોઈએ કે વૈધ્યાવચ્ચ કરવામાં મોટા-નાનાનો કોઈ ભેદ ન રાખતાં, જરૂરિયાતવાળાં બધાં ય સાધુ-સાધ્વીઓની સમાન ભાવે ભક્તિ કરવામાં જ સાચો ધર્મ છે. અને જેઓ મૂગે મોઢે, આવેલાં કષ્ટોને સહન કરી લેવાનો જ સ્વભાવ ધરાવતાં હોય, તેઓની સમુચિત ભક્તિ તો સામે ચાલીને કરવી એ આપણું વિશેષ ધર્મકર્તવ્ય છે.
આ માટે અમદાવાદ, પાલીતાણા કે એવાં બીજાં જે સ્થાનોમાં જે કંઈ વેયાવચ્ચની સગવડ છે, એવી સગવડ જુદાજુદા પ્રદેશોમાં કરવી જોઈએ, કે જેથી આપણા ત્યાગીવર્ગને એ ઓછે પ્રયત્ન સુલભ બની શકે. સાથેસાથે જ્યાં આવી સગવડ છે ત્યાં એ સગવડને પરિપૂર્ણ કરવા તરફ પણ ધ્યાન આપવું જોઈએ. એક વિચારણીય મુદ્દો
- ત્યાગીવર્ગના વૈધ્યાવચ્ચ માટેની સગવડની વિચારણા કરતાં કેટલાંય સ્થાનોના શ્રાવકભાઈઓને અને ક્યાંક-ક્યાંક તો શ્રાવકસંઘ સુધ્ધાંને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એનો વિચાર કરવો પણ ઉચિત અને જરૂરી છે.
આ મુશ્કેલી મુખ્યત્વે આ પ્રકારની છે. જે ગામોમાં શ્રાવકોની વસ્તી કે ત્યાં વસતા શ્રાવકોની આર્થિક શક્તિ ઓછી છે, અને એ ગામો સાધુ-સાધ્વીઓના સતત વિહારના ધોરીમાર્ગમાં (દાખલા તરીકે અમદાવાદ-પાલીતાણાનો ધોરી વિહાર-માર્ગ) આવે છે, ત્યાં એકસાથે મોટી સંખ્યામાં આવી પહોંચતાં સાધુ-સાધ્વીઓ માટે ગોચરી અને પાણીની વ્યવસ્થા કરવામાં ઘણી મુશ્કેલી પડે છે; આ મુશ્કેલીના કેન્દ્રમાં તે-તે સ્થાનની આર્થિક મર્યાદા રહેલી છે. કેટલાક તો એવા પણ દાખલા જોવા મળે છે, જેમાં આવી મુશ્કેલીને કારણે અમુક શ્રાવકો પોતાનું ગામ છોડીને બીજે ચાલ્યા ગયા હોય. જો અમદાવાદ જેવી જેનપુરીની આસપાસનાં ગામોને પણ એવી ફરિયાદ કરવી પડતી હોય કે અમે તો હવે ઉકાળેલા પાણીના ખર્ચને પહોંચી શકતા નથી, તો પછી બીજાં સ્થાનોનું તો પૂછવું જ શું? જે ભાઈઓ આવી બધી મુશ્કેલીઓને બરદાસ્ત કરીને પણ સાધુ-સાધ્વીઓની ગોચરી-પાણીનું વૈધ્યાવચ્ચ કરે છે, એમને તો જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. પણ ધન્યવાદની સાથોસાથ સહાનુભૂતિ અને સક્રિય આર્થિક સહકારની ભાવના પણ પ્રગટવી જોઈએ.
આ માટે લંબાણથી લખવું ઉચિત ન કહેવાય; કારણ કે, આમાં તો એ ધર્માનુરાગી ભાઈઓના ધર્મપ્રેમ તથા સ્વમાનનો પણ સવાલ રહેલો છે.
જૈનસંઘના શાણા અગ્રણીઓ આ માટે વ્યવહારુ ગોઠવણ કરવા તરફ પૂરું ધ્યાન આપે; આ કાર્ય આપણા ધર્મમહોત્સવો કરતાં જરા ય ઊતરતું નથી.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૪
જિનમાર્ગનું અનુશીલન એકની મુસબીતને સૌ પોતાની મુસીબત માને, અને એને દૂર કરવા સૌ ઉમંગથી સાથ આપે, અને આનંદના સૌ કોઈ સહભાગી બને, એનું જ નામ સાચો સંઘ કે સમાજ, અમે શ્રીસંઘના જ અંગરૂપ શ્રાવક-ભાઈઓની મુસીબતને દૂર કરવાની ઉપર જે વાત કરી છે, તે આ દૃષ્ટિએ જ કરી છે. ઇચ્છીએ કે આપણા સંઘને આવો સાચો સંઘ બનાવવાની ભાવના અને શક્તિ આપણામાં પ્રગટે.
(તા. ૨૮-૧૧-૧૯૭૦) વિહારના માર્ગોની મુશ્કેલીઓને ઓછી કરવાની જરૂર
જૈનધર્મે ત્યાગીવર્ગને માટે નક્કી કરેલી આચારસંહિતાના બધા જ નિયમો અને વિધિ-નિષેધો કષ્ટસાધ્ય છે. આમ છતાં એના કેશકુંચન તથા પાદવિહારના નિયમો વધારે મુશ્કેલીભર્યા, ખૂબ સહનશીલતા માગી લે એવા અને સમભાવની સાધનાની આકરી અગ્નિપરીક્ષા કરે એવા છે. તેથી જ જૈનધર્મના આ નિયમોથી અજ્ઞાત જૈનેતર વ્યક્તિને આવા નિયમોની જાણ થાય છે ત્યારે એનાં રૂંવાડા ખડાં થઈ જાય છે, એટલું જ નહીં, ક્યારેક તો એ આવી વાત માનવા પણ તૈયાર નથી હોતી. પણ જ્યારે એને વાતની ખાતરી થાય છે ત્યારે એ આદરયુક્ત વિશેષ અહોભાવ અનુભવે છે.
અહીં આપણે પાદવિહારના નિયમો સંબંધી જ થોડીક વિચારણા કરીશું; કારણ કે, જેમજેમ સમય વીતતો જાય છે, તેમતેમ જુદાજુદા પ્રદેશોના વિહારના માર્ગો વધુ ને વધુ મુશ્કેલ બનતા જાય છે. સાધુ-સાધ્વીઓનો વિહાર સરળ કે ઓછી મુશ્કેલીવાળો બને એ માટે જૈનસંઘે ખાસ ધ્યાન આપવાની અને ઘટતું કરવાની જરૂર છે.
આ લખતી વખતે એક વાત અમારા ધ્યાનમાં છે, કે અમદાવાદ-પાલીતાણા વચ્ચેના વિહાર દરમિયાન તેમ જ અમદાવાદ અને મુંબઈ વચ્ચેના વિહાર દરમિયાન આપણાં સાધુ-સાધ્વીઓને ઊતરવાની તથા વેયાવચ્ચ વગેરેની જરૂરી સગવડ મળી રહે એ માટે કેટલીક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. આમ છતાં સાધુ-સાધ્વીઓના વિહારનાં બીજાં અનેક ક્ષેત્રો એવાં છે કે જ્યાં આવી સગવડના અભાવે વિહાર કરવામાં ઘણી-ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. અત્યારનો સમય એવો વિચિત્ર આવ્યો છે, કે જેથી આ મુશ્કેલીઓ આપમેળે ઓછી થાય એવી આશા રાખવી નકામી છે. એ માટે જૈનસંઘે જ પૂરેપૂરો પ્રયત્ન કરવો પડે એવી સ્થિતિ છે.
વિહારક્ષેત્રોમાં ઉત્તરોત્તર વધતી જતી મુશ્કેલીઓનું એક અને કદાચ મુખ્ય કારણ, અમારી નમ્ર સમજ મુજબ, સરકારની રાજ્ય-સંચાલનની નીતિ-રીતિ અને કાર્યપદ્ધતિ જ છે. આપણી સરકારો છેક સ્વરાજ્ય આવ્યું તે સમયથી, વાતો તો ગામડાંઓનો ઉદ્ધાર કરવાની, એમને સુખી, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવાની કરે છે, પણ અત્યાર સુધીનો એનો વ્યવહાર આ વાતોથી સાવ ઊલટી દિશામાં વહેતો રહ્યો છે. પરિણામે,
Page #278
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૧
૨૫૫ ગામડાંની વસ્તી – ખાસ કરીને વાણિયા, બ્રાહ્મણ જેવા ઊજળા ગણાતા વર્ગની – કમેક્રમે ઘટતી જાય છે, અને શહેરોની વસ્તીમાં સતત ઉમેરો માથાના દુઃખાવા જેવો બનતો જાય છે. આવી વિષમ અને વિચિત્ર પરિસ્થિતિને લીધે ગામડાંમાં વસતા જૈનોને ધીમેધીમે શહેર તરફ હિજરત કરવાની ફરજ પડે છે, પરિણામે, ગામડાંમાં સાધુસાધ્વીઓના ઉતારાની અને વૈયાવચ્ચની સગવડ ભાવનાપૂર્વક સાચવનારાં કુટુંબોની સંખ્યા ઘટતી જાય છે – તે એટલી હદે કે જે ગામડાંઓમાં જૈનોની વસતી ઠીકઠીક સંખ્યામાં હતી ત્યાં જૈનનું એક પણ ઘર ઉઘાડું ન હોય; એટલું જ નહીં, દેરાસર અને ઉપાશ્રય પણ બંધ કરી દેવાની ફરજ પડી હોય.
ખામીભરેલી અને એકાંગી રાજ્યપદ્ધતિને કારણે ઊભી થયેલી આવી શોચનીય સ્થિતિને રોકવી કે એમાં જરૂરી ફેરફાર કરવો એ આપણા હાથની વાત નથી; એટલે એનો અફસોસ કરીને દુઃખી થવાને બદલે જે વાત આપણા હાથની છે એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું એ કર્તવ્ય છે. વિહારના માર્ગો સરળ કે બને તેટલી ઓછી મુશ્કેલીઓવાળા. બને એવા વ્યવહાર ઉપાયો યોજવા એ જૈનસંઘના અખત્યારની વાત છે. આ કામ પૂર્ણ ખંત, ઉત્સાહ અને લાગણીથી કરવાની ખાસ જરૂર છે; કારણ કે જેનશાસનની પ્રભાવના કરવામાં તથા દેશના નજીકના તેમ જ દૂરદૂરના ભાગોમાં વસતાં જૈન ભાઈબહેનોની ધર્મશ્રદ્ધાને ટકાવી રાખવામાં આપણાં સાધુ-સાધ્વીઓ કેટલી અગત્યની કામગીરી બજાવી શકે છે તે એટલું સુવિદિત છે, કે એ માટે વધુ કહેવાની જરૂર નથી. આ ઉપરથી એમ સ્પષ્ટ લાગે છે કે આપણાં સાધુ-સાધ્વીઓ દેશના બધા કે મોટા ભાગના પ્રદેશોમાં વિહાર કરી શકે એવી ગોઠવણ કરવી એ જૈનસંઘને માટે પવિત્ર ધર્મકર્તવ્ય છે.
આ બાબત અંગે આટલી વિગતે આ નોંધ લખવાનું અમે એટલા માટે મુનાસિબ માન્યું છે, કે શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના સમુદાયના વિદ્વાન, વિચારક, તત્ત્વજિજ્ઞાસુ મુનિવર શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ આવી જરૂરી બાબત થોડા વખત પહેલાં પત્ર દ્વારા નોંધ લખવાનો અમને અનુરોધ કર્યો છે.
શરૂઆતમાં જૈનશાસનના આધારરૂપ સાત ક્ષેત્રો પૈકી અત્યારે જિનપ્રતિમા અને જિનમંદિર એ બે ક્ષેત્રો માટે જ ખર્ચ કરવામાં આવે છે, તે અંગે તેઓ લખે છે :
“છેલ્લાં વીસેક વર્ષ દરમિયાન, ગમે તે કારણે, જિનમૂર્તિ અને જિનમંદિર એ બે ક્ષેત્રમાં કલ્પના પણ ન થઈ શકે એટલા મોટા પ્રમાણમાં નાણાંનો ઉપયોગ થવા લાગ્યો છે, અને તે માટે ખૂબ અસરકારક ઉપદેશ અને પ્રેરણા આપવામાં આવે છે, તેમ જ પ્રયત્ન પણ ઘણો કરવામાં આવે છે. આ કાળના સમર્થ, પ્રભાવશાળી અને પુણ્યવંત શ્રમણભગવંતો તથા સૂરિવરોએ આ બે ક્ષેત્રો ઉપર પોતાનું ધ્યાન વધારે
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૬
જિનમાર્ગનું અનુશીલન
કેન્દ્રિત કર્યું હોય એમ દેખાય છે. પરંતુ પ્રભુના શાસનમાં તો શાસનશરીરનાં સાત અંગરૂપ સાતે ક્ષેત્રો સરખું મહત્ત્વ ધરાવે છે. એટલે એ બધાં ક્ષેત્રોની સમાન ભાવે સાચવણી થતી રહે એવી વ્યવસ્થા થવી જરૂરી છે. અંગોની સપ્રમાણતા ઘટવા લાગે તો જેમ એ શરીરની તંદુરસ્તીનું નહીં પણ રોગિષ્ટતાનું સૂચન કરે છે, એ જ વાત સાત ક્ષેત્રો રૂપ અંગો ધરાવતા સંઘશરીરને લાગુ પડે છે. સાત ક્ષેત્રો તે જિનમૂર્તિ અને જિનમંદિર ઉપરાંત (૧) શ્રુતજ્ઞાન (જિનવાણી), (૨) સાધુ, (૩) સાધ્વી, (૪) શ્રાવક અને (૫) શ્રાવિકા – એ પાંચ ક્ષેત્રો. આ પાંચ ક્ષેત્રો પણ એટલાં જ લાભદાયી છે, શ્રીસંઘનાં અંગભૂત છે. એટલે એની જાળવણી એ પણ જિનમૂર્તિ અને જિનમંદિરનાં બે ક્ષેત્રોને જાળવવા જેવું જ પવિત્ર ધર્મકર્તવ્ય છે. આ વાતને શ્રમણભગવંતો પોતાની ધર્મદેશના અને પ્રેરણામાં સ્થાન આપે અને એ માટે પ્રયત્નશીલ થવાનું શ્રાવક-સંઘને સમજાવે એ અત્યારની પરિસ્થિતિને અનુરૂપ અને ઘણું ઉપયોગી તથા મૂલ્યવાન કાર્ય છે.”
અત્યારે શ્રાવકસંઘમાં નિત્યધર્મ પ્રત્યે જે ઉદાસીનતા અને નૈમિત્તિક ધર્મ પ્રત્યે જે અનુરાગ જોવા મળે છે, તેની ભેદરેખા સમજાવતાં મુનિશ્રી કહે છે –
જો કે, શ્રાવક-શ્રાવિકા-શ્રેત્રના રક્ષણ માટે પણ ઘણું જ કરવા જેવું છે, પણ આ સ્થાને જે વાત કરવી છે, તે સાધુ-સાધ્વી-ક્ષેત્રને લગતી છે. ભગવાન મહાવીરના નિર્વાણને પચીસસો વર્ષ વીત્યા પછી આપણા શ્રીસંઘમાં બાહ્ય ધર્મોદ્યોત પુષ્કળ પ્રમાણમાં જોવા-જાણવા-સાંભળવા મળે છે. એ જ રીતે નિત્યધર્મ કરતાં નૈમિત્તિક ધર્મ ખૂબ મોટા પ્રમાણમાં ફાલ્યો-ફૂલ્યો છે.
નિત્યધર્મ એટલે રોજિંદા જીવનમાં આચરવાનો – પાળવાનો શ્રાવકધર્મ, જેનાથી શ્રાવકકુળ અને શ્રાવકધર્મ શોભી ઊઠે. અને નૈમિત્તિક ધર્મ એટલે પર્વાધિરાજની કે શાશ્વતી ઓળીની આરાધના વખતે અથવા ઉપધાન તપ કે છરી પાળતા સંઘ વખતે થતો કે પળાતો ધર્મ કે કરવામાં આવતી ધર્મક્રિયાઓ. આમાં રોજિંદા જીવનમાં દયા, દાન, તપ, ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ વગેરે જે ધર્મક્રિયાઓ થવી જોઈએ તે ઘટતી જાય છે, જ્યારે નૈમિત્તિક ધર્મ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. જો કે નિમિત્તને પામીને જે થાય તે પણ આવકાર્ય છે – પણ જો તે નિત્યના જીવનમાં ઉતારવાના ધર્મકાર્યનું નિમિત્ત બને તો...”
આ પછી વિહારમાગમાં વેઠવી પડતી મુશ્કેલીઓની મુખ્ય વાતનું, પોતાના અવલોકન તથા જાતઅનુભવને આધારે વર્ણન કરતાં તેઓ લખે છે –
તેઓનો વિહાર પણ યથાસંયોગ થવાનો જ. આવે પ્રસંગે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે વચ્ચે ગામડાં આવે છે. તેમાં લગભગ જે મોટા કે ધોરી રસ્તા છે – જેમ કે અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી શંખેશ્વર, અમદાવાદથી સુરેન્દ્રનગર, અમદાવાદથી મુંબઈ, મુંબઈથી દક્ષિણના પ્રદેશો કે શહેરો, પાલીતાણાથી
Page #280
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ ઃ ૧૧
જૂનાગઢ, ટીંટોઈથી કેસરિયાજી વગેરે – એ બધા વિહારના રસ્તાઓમાં વચ્ચે આવતાં ગામડાંઓમાં ક્યાંય ઉપાશ્રયો નથી અને શ્રાવકનાં ઘરો પણ નથી . વળી, ચાંક ઉપાશ્રય છે, તો શ્રાવકનાં ઘર નથી, ક્યાંક શ્રાવકનાં ઘર છે તો ઉપાશ્રય નથી, અને ક્યાંક શ્રાવકો છે, પણ એ સાવ સાધારણ સ્થિતિના છે... વળી કચાંક શ્રાવકનું ઘર ન હોવા છતાં તે ગામના દરબારો કે લુવાણા ગૃહસ્થો આહાર-પાણીની સગવડ સાચવે છે અને ઊતરવાની વ્યવસ્થા પણ કરી આપે છે. છતાં જૈનોની વસ્તી વગરનાં આવાં સ્થાનોમાં સવાર પડે ને ત્રણ સાધ્વીજી-મહારાજો અને ચાર ડોળી ઉપાડનારી બાઈઓ આવી પહોંચે, કે પાંચેક સાધુ-મહારાજો પધારે -- આવું રોજ બનતું રહે તેથી એને પહોંચી વળવાની એમની શક્તિ ઓછી પડવાથી એમની ભાવનામાં ઓટ આવે એ સ્વાભાવિક છે.
dh
“આવા સંયોગોમાં આપણાં મુખ્ય-મુખ્ય શહેરોના માતબર સંઘોએ પોતાની આજુબાજુનાં સ્થાનોમાં જ્યાં ઉપાશ્રયની તથા આહાર-પાણીની સગવડ ન હોય તે સ્થાનોને સંભાળી લેવાં એ એમનું કર્તવ્ય છે. આ સંઘો આવું કાર્ય શરૂ કરે એવાં ઉપદેશ અને પ્રેરણા તપગચ્છના શ્રમણ-સમુદાય તરફથી હંમેશાં મળતાં રહે તો વિહારમાર્ગમાં આવતાં ગામડાઓમાં આપણા ત્યાગીવર્ગને વેઠવી પડતી મુશ્કેલીમાં જરૂર સારો એવો ઘટાડો થાય એ નક્કી સમજવું. આવો ઉપદેશ આપવો અને જે કોઈ આવું કામ કરતાં હોય એમને સહકાર આપવાની પ્રેરણા કરવી એ પણ આપણા ગુરુવર્યોની ફરજ છે.”
સાધુ-સાધ્વીજીઓ ગામડાંની મુશ્કેલીની વાત શહેરમાં જઈને વીસરી જાય છે એ અંગે ટકોર કરતાં મુનિશ્રી લખે છે
જો કે ગામડાંની મુશ્કેલીઓ જેમને વેઠવી પડે છે એ સાધુ-સાધ્વીજીઓને પણ આ પ્રશ્ન મહત્ત્વનો અને તત્કાળ ધ્યાન આપીને ઉકેલવા જેવો તો લાગે જ છે; પણ શહેરમાં પહોંચ્યા પછી શહેરમાં મળતી સગવડને કારણે કે બીજા એવા જ કોઈ કારણસર તેઓ પ્રશ્નને વીસરી જાય છે.
૨૫૭
-
“મોટામોટા આચાર્ય મહારાજો વગેરે ગામડાંમાં પધારે ત્યારે તો એમનો ભક્તવર્ગ તેમની સેવામાં હાજર રહીને બધી સગવડ સાચવે છે; તેથી એમને ગામડાંમાં પડતી અગવડનો ખ્યાલ ભાગ્યે જ આવે છે. બાકી સામાન્ય સાધુમહારાજો તથા વિશેષ કરીને સાધ્વીજીમહારાજોને આવાં સ્થાનોમાં કેવીકેવી મુશ્કેલીઓ ભોગવવી પડે છે તેનો ખ્યાલ તો તેમને રૂબરૂ મળી પૂછવાથી જ આવી શકે.”
અંતમાં, આવી સુવિધા ઊભી કરવાની અત્યારે જે હિલચાલ થઈ રહી છે, તેને ઉલ્લેખીને આ કાર્ય માટે ઉદારતાથી સહાય આપવાનું સૂચવતાં મુનિશ્રીએ લખ્યું છે : “હમણાં-હમણાં આ દિશામાં કંઈક કરવું જોઈએ એવી વિચારણા થવા લાગી છે તે આવકા૨પાત્ર વાત છે. શામળાજીથી કેસરિયાજી-ડુંગરપુર જતાં વચમાં રતનપુરમાં
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૮
જિનમાર્ગનું અનુશીલન ઉપાશ્રય થયો છે. ત્યાં આહાર-પાણીની સગવડ શામળાજીવાળા કરે છે. ત્યાંથી આગળ ૧૪ કિલોમીટર પર વીંછીવાડા આવે છે, ત્યાં કશી સગવડ નથી; ઉપાશ્રયની ખાસ જરૂર છે. એ જ રીતે ત્યાંથી આગળ ભવનેશ્વરમાં પણ ઉપાશ્રયની જરૂર છે. આ બે ગામોમાં ઉપાશ્રય કરવાની યોજના ડુંગરપુરનો સંઘ કરી રહ્યો છે. આ રીતે જેજે ગામવાળા આવું ઉપયોગી કામ શરૂ કરે અને તે માટે ફાળો આપવાની શ્રીસંઘને અપીલ કરે, ત્યારે દાતાઓ એ માટે ઉદારતાપૂર્વક ફાળો આપે અને શ્રમણસંઘ પણ આવાં કાર્યોમાં શ્રાવકસંઘ ઉલ્લાસથી પોતાનો આર્થિક સહકાર આપવા તત્પર થાય એવો ઉપદેશ આપે એમ થવાની ખાસ જરૂર છે. આજે જૈનસંઘમાં દાનની સરિતા જેટલા વિશાળ રૂપમાં વહી રહી છે, એ દાનના મોટા વહેણનો થોડોક ભાગ પણ આ દિશામાં વાળવામાં આવે, તો આ કામ ખૂબ સહેલાઈથી અને સારી રીતે પૂરું થઈ શકે અને આ પ્રશ્ન કાયમને માટે ઊકલી જાય.”
મુનિશ્રીએ પોતાની વાત ઠીકઠીક વિસ્તારથી તથા સ્પષ્ટ રૂપમાં કહેલી છે, એટલે એ માટે વધારે કહેવાની મુદ્દલ જરૂર નથી.
(તા. ૩-૬-૧૯૭૯)
(૧૨) દિગંબર સમાજનો આંતરિક એકતાનો પ્રયત્ન
આમ જોઈએ તો એકતા, સંપ એ સનાતન સામાજિક સદ્ગણો છે. જે પ્રજા કે જે સમાજમાં એ ગુણ જેટલા પ્રમાણમાં પ્રગટ થાય છે, એટલા પ્રમાણમાં એ પ્રજા કે એ સમાજ વિશેષ શક્તિશાળી બને છે અને બાહ્ય આક્રમણો કે આંતરિક મુસીબતોનો સફળતાપૂર્વક સામનો કરીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખી શકે છે. આમ છતાં કોઈક કાળ એવો આવે છે, કે જ્યારે પ્રજાને કે સમાજને ટકાવી રાખવા માટે આ સદ્દગુણની સવિશેષ જરૂર લાગે છે. અમારી સમજ પ્રમાણે અત્યારનો સમય એ આ ગુણોની વધારેમાં વધારે આવશ્યકતાનો સમય છે.
આ દૃષ્ટિએ જેનધર્મના બધા ય ફિરકાઓમાં અંદરોઅંદર સંપ અને એકતા વધે. તેમ જ દરેક ફિરકામાં પોતાની અંદર જે મતભેદ કે મનભેદ પ્રવર્તતા હોય તેનું નિવારણ થઈને તેમાં પણ સંપ અને એકતાની પ્રતિષ્ઠા થાય એ બહુ જરૂરી છે.
એ તો હવે દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે, કે જૈનસંઘ સંગઠિત નહીં હોવાને કારણે એક બાજુ એના ઉપર અનેક આક્ષેપો અને આક્રમણો થતાં રહ્યાં છે અને બીજી બાજુ આપણે વાજબી લેખી શકાય એવી માગણીનો પણ બીજાઓ પાસે સ્વીકાર કરાવી
Page #282
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૨
૫૯ શક્યા નથી. આવી સ્થિતિમાં જૈનોના જુદાજુદા ફિરકાઓ વચ્ચેની એકતા માટે એક જ ફિરકાની અંદર પ્રવર્તતા મતભેદોનું નિવારણ કરીને એને સંગઠિત બનાવવા માટે જે કંઈ પ્રયત્ન કરવામાં આવે તેને અમે આવકારપાત્ર લેખીએ છીએ.
દેખીતી રીતે કોઈને એમ લાગે કે કોઈ એક ફિરકો પોતાની અંદર સંગઠિત બનવા પ્રયત્ન કરે તેથી બીજા ફિરકાને શો લાભ? પણ અમે આ બાબતને એ રીતે વિચારીએ છીએ, કે અનુકરણ કરવું એ માનવીનો સહજ સ્વભાવ છે. એટલે એક સ્થાને બનતી ઘટનાની પોતાને માહિતી હોય તો ક્યારેક પણ પોતાની સ્થિતિનો વિચાર કરવાની અને એને સુધારવાનો પ્રયત્ન કરવાની પ્રેરણા મળે.
આ દૃષ્ટિએ જ બે-એક મહિના પહેલાં દિગંબર જૈન સમાજે પોતાની આંતરિક એકતા સાધવા માટે જે પ્રશંસાપાત્ર પ્રયત્ન કર્યો છે, તે તરફ ધ્યાન દોરવું જરૂરી છે.
દિગંબર જૈન સમાજમાં ત્રણ સંસ્થાઓ મુખ્ય છે : દિગંબર જૈનસંઘ, ભારતવર્ષીય દિગંબર જૈન મહાસભા અને ભારતવર્ષીય દિગંબર જૈન પરિષદ. એમાં ય મહાસભા અને પરિષદ આગળ પડતી સંસ્થાઓ છે. મહાસભાની સ્થાપના સાઠેક વર્ષ પહેલાં થઈ હતી. અત્યારે એના પ્રમુખ છે અજમેરનિવાસી શ્રેષ્ઠી ભાગચંદજી સોની. આ સંસ્થાનું વલણ વધારે પડતું રૂઢિચુસ્ત હોવાને કારણે સમાજમાં નવા વિચારોનો આદર અને પ્રચાર કરવાના ઉદ્દેશથી પાંત્રીશ વર્ષ પહેલાં ભા.દિ. જૈન પરિષદની સ્થાપના કરાઈ હતી. પરિષદના અત્યારના પ્રમુખ છે જાણીતા ઉદ્યોગપતિ સાહુ શાંતિપ્રસાદજી જૈન.
જુનવાણી વિચારોની પુરસ્કર્તા હોવાને કારણે મહાસભા પંડિતપાર્ટી તરીકે ઓળખાતી હતી અને સુધારક વિચારસરણી ધરાવવાને કારણે પરિષદ “બાબુપાર્ટી' તરીકે ઓળખાતી હતી; અને એ રીતે એ બે સંસ્થાઓ વચ્ચે ક્યારેક-ક્યારેક વિચારઘર્ષણ પણ જન્મતું. તેથી સમાજના કેટલાક હિતેચ્છુઓ એ બે સંસ્થાઓનું એકીકરણ કરવા મથતા હતા, પરંતુ અત્યાર સુધી એ પ્રયત્નને સફળતા મળી ન હતી. . ગયા વર્ષમાં જબલપુરમાં જૈનો ઉપર ત્યાંના જૈનેતરોએ જે આક્રમણ કર્યું અને અત્યાચાર કર્યો, જૈન મૂર્તિઓને ખંડિત કરી અને જૈન શાસ્ત્રોને બાળી નાખ્યાં, તેથી, તેમ જ મધ્યપ્રદેશમાંનાં ચાર-પાંચ દિગંબર જૈન તીર્થોમાં સો ઉપરાંત જૈન મૂર્તિઓને ખંડિત કરવામાં આવી, એથી બધાને એમ લાગી ગયું, કે જો જૈનો સંગઠિત નહીં હોય, તો આવા વિષમ સમયમાં ટકી રહેવું એમને માટે બહુ મુકેલ છે. આથી જૈનોના બધા ય ફિરકાઓ વચ્ચે એકતા સાધવાના વિચાપ્રવાહો વહેતા થયા; પણ હજુ એના અમલને વાર હોય એમ, એ લાગણી અત્યારે તો શમી ગઈ લાગે છે.
પરંતુ બધા જૈન ફિરકાઓની એકતા સધાય ત્યાં સુધી રાહ જોઈને બેસી ન રહેતાં દિગંબર સમાજે આ દિશામાં પ્રયત્ન હાથ ધર્યા છે એ આનંદજનક બીના છે.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૦
જિનમાર્ગનું અનુશીલન દિલ્હીમાં, બે માસ પહેલાં, ત્રીજી-ચોથી ઓક્ટોબરના દિવસો દરમિયાન સાહુ શ્રી શાંતિપ્રસાદજીના પ્રમુખપદે અખિલ ભારતીય દિગંબર-જેન કન્વેન્શન બોલાવવામાં આવ્યું અને એમાં અત્યારની પરિસ્થિતિમાં એકતાની કેટલી જરૂર છે એ સંબંધી લંબાણથી વિચારણા કરીને ભારતવર્ષીય દિગંબર જૈન મહાસભા અને ભારતવર્ષીય દિગંબર જૈન પરિષદ – એ બે સંસ્થાઓના એકીકરણની યોજના તૈયાર કરવામાં આવી. આ યોજના અનુસાર મહાસભા વધારે જૂની સંસ્થા હોવાથી પરિષદે એમાં સમાઈ જવું, અને પરિષદના સભ્યોને પોતામાં સમાવી લેવા માટે તેમ જ બીજા પણ મહાસભાના સભ્યો બની શકે એ માટે મહાસભાએ પોતાના બંધારણમાં જરૂરી સુધારો કરવો એમ નક્કી કરાયું. આ સંબંધી પહેલો ઠરાવ નીચે પ્રમાણે છે :
ભારતવર્ષના દિગંબર જૈન ભાઈઓનું આ કન્વેન્શન એ વાતનું સમર્થન કરે છે, કે સમાજની આગેવાની એક સંસ્થાના હાથમાં હોવી જોઈએ. દિગંબર જૈન મહાસભા સમાજની સૌથી વધારે જૂની સંસ્થા હોવાથી આગેવાનીની જવાબદારી એને આપવામાં આવે. મહાસભાના બંધારણમાં એવો જરૂરી સુધારો કરવો કે જેથી દિગંબર જૈન ધર્મમાં શ્રદ્ધા ધરાવનાર પ્રત્યેક પુખ્ત ઉંમરની વ્યક્તિ એના સભ્ય બની શકે. આ રીતે સભ્ય બનાવવામાં બંધારણની નવમી કલમ આડે આવે છે, તેને કાઢી. નાખવામાં આવે.
કન્વેન્થાન એવી પણ ભલામણ કરે છે, કે આવતાં પાંચ વર્ષ દરમિયાન સમાજની સામે તીર્થક્ષેત્રો અને ધર્મસ્થાનોની રક્ષા, સાહિત્યનું સંશોધન અને પ્રકાશન, શિક્ષણ-સંસ્થાઓની પ્રગતિ અને એનું સુસંચાલન તેમ જ યુવક-સંગઠન વગેરે કાર્યો આગળ પડતાં રહેવાનાં છે. કન્વેન્શન ભલામણ કરે છે, કે આ પાંચ વર્ષ દરમિયાન આ કામો ઉપર પૂરું ધ્યાન આપવામાં આવે, અને કોઈ પણ વિવાદાસ્પદ વિષયને કાર્યક્રમમાં સ્થાન આપીને શક્તિનો અપવ્યય કરવામાં ન આવે.
આ ઠરાવનો મહાસભા અને પરિષદ પોતપોતાના નિર્ણયો કરી લઈને વ્હેલામાં હેલી તકે અમલ કરે; એ અમલ પછી પરિષદના બધા સભ્યો આપોઆપ મહાસભાના સભ્યો બની જશે.”
આ રીતે બંને સંસ્થાના એકીકરણને લગતા ઠરાવ પસાર કર્યા બાદ બીજો ઠરાવ આવતાં પાંચ વર્ષમાં હાથ ધરવા ઈચ્છેલ કાર્યક્રમને પાર પાડવા માટે એકાવન સભ્યોની માર્ગદર્શક સમિતિ(સ્ટીઅરિંગ કમિટી)ને લગતો છે. એ સભ્યોની વરણી કરવાની સત્તા પરિષદના (અને કન્વેન્શનના પણ) પ્રમુખ સાહુ શાંતિપ્રસાદજીને અને મહાસભાના પ્રમુખ શેઠ ભાગચંદજી સોનીને આપવામાં આવી. દિગંબર જૈન સમાજની વતી અખિલભારતીય ધોરણે કોઈની પણ સાથે વાતચીત કરવાની સત્તા આ સમિતિને આપવામાં આવી.
Page #284
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૨
૨૬૧
આ પછી ત્રીજા અને ચોથા ઠરાવમાં મૂર્તિખંડનની તેમ જ એવી બીજી દુર્ઘટનાઓ માટે ખેદ વ્યક્ત કરીને એ તરફ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું; તેમ જ પ્રાચીન અવશેષોના રક્ષણ માટે સંગ્રહાલયની જરૂરનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. આ પ્રસંગે સાહુ શાંતિપ્રસાદજીએ સંગ્રહાલય જેવા કાર્ય માટે અઢી લાખ રૂપિયા જેવી મોટી રકમ આપવાની જાહેરાત પણ કરી હતી.
આ કન્વેન્શનમાં નક્કી થયા પ્રમાણે દિગંબર જૈન તીર્થોના સંરક્ષણ વગેરેનો વિચાર કરવા માટે દિગંબર-જૈનતીર્થ-કન્વેન્શન ચાલુ ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં મળવાનું હતું. પરંતુ હવે જાણવા મળે છે, કે તે ટૂંક સમયમાં મુંબઈમાં મળવાનું છે.
આ રીતે દિગંબર સમાજે એક સ્તુત્ય પ્રયાસ હાથ ધર્યો છે. એ માટે એમાં થોડો-ઘણો પણ સાથ આપનાર સૌને ધન્યવાદ ઘટે છે. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજે તેમ જ ઈતર જૈન સમાજોએ પણ આમ પોતાની આંતરિક એકતા સાધવા જાગૃત થવું જોઈએ.
આ તબક્કે જે. મૂ. જૈન સમાજમાં એકતા માટેના બે નિષ્ફળ ગયેલા પ્રયાસોનું સ્મરણ કરવું ઉચિત લાગે છે. એક તો છેલ્લાં કેટલાંય વર્ષથી ભાવનગરની ત્રણ સાહિત્યસંસ્થાઓ શ્રી જૈનધર્મ પ્રસારક સભા, શ્રી આત્માનંદ જૈન સભા અને શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાનું એકીકરણ કરવાના વિચારો અને અમુક પ્રયાસો થયા છે, પણ એ સફળ થયા નથી. જો વિશાળ દૃષ્ટિએ વિચારવામાં આવે, તો આ સંસ્થાઓના એકીકરણથી જે મહાન લાભ થવાની શક્યતા છે એ સમજાયા વગર ન રહે. એ જ રીતે વર્ષ-દોઢ વર્ષ પહેલાં ધાર્મિક પરીક્ષા લેતી આપણી પાંચે સંસ્થાઓના અભ્યાસક્રમના એકીકરણનો પ્રયત્ન નિષ્ફળ જવા છતાં અમને એ જરૂર ફરી કરવા જેવો લાગે છે.
| દિગંબર સમાજની બે સંસ્થાઓના એકીકરણને વધાવી લેતાં જૈનમિત્ર' એના તા. ૨૨-૧-૧૯૫૯ના અંકના અગ્રલેખમાં ધાર્મિક પરીક્ષાની એકતા અંગે આવી જ ભાવના વ્યક્ત કરતાં કહ્યું છે: અમે તો ઇચ્છીએ છીએ કે માણિકચન્દ પરીક્ષાલય અને મહાસભા પરીક્ષાલયનું પણ એકીકરણ થવું જોઈએ. બંને પરીક્ષાલયોના એકીકરણથી વિદ્યાર્થીઓને, સમાજને અને સંચાલકોને બધાંને લાભ
આ રીતે આપણે જાગીએ અને ઇચ્છીએ તો અનેક નાની-નાની સંસ્થાઓનું એકીકરણ કરીને એક સમર્થ સંસ્થા ઊભી કરી શકીએ.
(તા. ૧૨-૧૨-૧૯૫૯)
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૬૨
જિનમાર્ગનું અનુશીલન (૧૩) તેરાપંથના પ્રચારની સામે ધરમૂળનો સાચો ઉપાય
છેલ્લાં ૪-૬ વર્ષથી તેરાપંથી જૈન સંપ્રદાયે પોતાના પ્રચારક્ષેત્રમાં સૌરાષ્ટ્રનો સમાવેશ કરીને સૌરાષ્ટ્રનાં જુદાંજુદાં સ્થળોમાં પોતાના સાધુઓ તેમ જ શ્રાવકપ્રચારકોને મોકલીને પોતાના પંથનો પ્રચાર શરૂ કરી દીધો છે.
મૂળે તેરાપંથી જૈન સંપ્રદાયનું મુખ્ય ક્ષેત્ર માળવા તેમ જ નાની મારવાડનો કેટલોક પ્રદેશ, મોટી મારવાડ એટલે સ્થળી-પ્રદેશ અને મેવાડ – એ ગણાતું હતું. ઉપરાંત કલકત્તા, મુંબઈ, સુરત જેવાં શહેરોમાં પણ એના અનુયાયીઓ સારી સંખ્યામાં તેમ જ સુખી-સમૃદ્ધ સ્થિતિમાં હતા, છે. પણ છેલ્લાં થોડાંક વર્ષોથી પોતાના પંથનો પ્રચાર વધારવાનો એ સંપ્રદાયે વ્યવસ્થિત પ્રયત્ન આરંભી દીધો હોય એમ એ સંપ્રદાયની અત્યારની વિવિધ પ્રવૃત્તિઓ ઉપરથી સહજમાં સમજાય છે. આ પ્રવૃત્તિઓમાં તેઓએ કેટલાંય નવાં-નવાં સામયિકો-વર્તમાનપત્રો શરૂ કર્યા છે, પોતાના સાધુ અને શ્રાવકપ્રચારકોને જુદાજુદા અપરિચિત પ્રદેશોમાં મોકલવાની સગવડ કરી છે, ધર્મ-પ્રચાર નિમિત્તે અઢળક નાણું ખર્ચી શકાય એવી જોગવાઈ કરી રાખી છે, દયા અને દાનના નિષેધક પંથ તરીકેની પોતાની જૂની આબરૂ જનતાના ધ્યાનમાં ન આવી જાય એવી કુનેહભરી રીતે પોતાના નવીન સાહિત્યનું પ્રકાશન શરૂ કર્યું છે, તેમ જ દેશના અને પરદેશના રાજદ્વારી કે બીજા આગેવાનો કે વિદ્વાનો-પંડિતો સાથે પોતાના પંથના આચાર્યની મુલાકાતો ગોઠવીને એના આકર્ષક અહેવાલો વર્તમાનપત્રોમાં પ્રગટ થતા રહે એવી વ્યવસ્થા કરી છે. આ બધા ઉપરથી એમ લાગે છે કે બધા ય જૈન ફિરકાઓમાં પોતાના પ્રચાર માટે વધારેમાં વધારે જાગૃત તેરાપંથી સંપ્રદાય છે.
પંથ-પ્રચારના આ પ્રયત્નના એક અંગ રૂપે તેઓએ સૌરાષ્ટ્રના પ્રદેશને પસંદ કર્યો હોય એમ લાગે છે. આમાં થોડીક નવાઈ એ વાતની થાય છે, કે મારવાડ, મેવાડા અને માળવાની લગોલગ આવેલ ગુજરાતને બાજુએ રાખીને તેઓએ સૌરાષ્ટ્રના પ્રદેશ ઉપર જ પોતાની પસંદગી ઉતારી ! સંભવ છે, પોતાના પંથ-પ્રચારના કાર્ય માટે તેઓને સૌરાષ્ટ્રની ધરતી વધારે ફળદ્રુપ લાગી હોય. ગમે તેમ, પણ એટલું ખરું, કે શ્રી કાનજીસ્વામીના નવા જૈન સંપ્રદાયની સ્થાપના પછી, સૌરાષ્ટ્રમાં તેરાપંથી સંપ્રદાયના પ્રચારનું નવીન કાર્ય આરંભાઈ ગયું છે. છેલ્લા સમાચાર એવા મળ્યા છે, કે હાલ તુરત માટે તેરાપંથના પ્રચારકો સૌરાષ્ટ્રની ભૂમિમાંથી વિદાય લે છે. પણ આના ઉપરથી એમ તો ન જ કહી શકાય, કે એમના સ્થાને બીજા પ્રચારકો નહીં જ આવે; કદાચ અત્યારના કરતાં વધુ કાબેલ અને ચતુર પ્રચારકો લાવવાની યોજનાનો જ આ એક ભાગ હોય. જે હોય તે, આપણે તો એની સામેના સાચા ઉપાયનો વિચાર કરવાનો રહે છે.
Page #286
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૩
૨૬૩
તેરાપંથી પ્રચારકોએ સૌરાષ્ટ્રમાં આરંભેલ કાર્યની વિશેષ અસર સ્થાનકવાસી સંપ્રદાય ઉપર થઈ છે, અને એની ચિંતા પણ તેમને જ વધુ થવા લાગી છે. એમ છતાં આ પ્રચારની થોડીઘણી અસર છે. મૂર્તિપૂજક સંપ્રદાય ઉપર પણ થઈ છે – ભલે પછી કોઈએ પોતાના સંપ્રદાયનું ખુલ્લે-ખુલ્લું પરિવર્તન ને સ્વીકાર્યું હોય.
- તેરાપંથી પ્રચારકો જો પંથ-પરિવર્તન કરાવવાની ઘેલછાથી અળગા રહીને, માત્ર ધર્મોપદેશ પૂરતી જ પોતાની પ્રવૃત્તિને મર્યાદિત રાખી શક્યા હોત, તો તેમની સામે વિશેષ કહેવાપણું ન રહેત. પણ સૌરાષ્ટ્રમાં તેઓએ જે રીતે કાર્ય કરવા માંડ્યું છે, તે જોઈને તેમની દાનતમાં સહેજે શંકા ઉત્પન્ન થાય તેમ છે. એટલે તેમના આ પંથપ્રચારની સામે યોગ્ય ઉપાય જરૂરી થઈ પડે છે.
આવા યોગ્ય ઉપાયની વિચારણા માટે, અમારા જેન”ના તા. ૭-૧૦-૧૯૫૦ના. અંકમાં તેરાપંથના પ્રચાર અંગે જે વિગતવાર સમાચાર છપાયા છે, તેમાંથી નીચેની બાબત અહીં રજૂ કરવી ઉચિત સમજીએ છીએ :
“મોરબીમાં અમુક દેરાવાસી અને સ્થાનકવાસી બહેનો હવે કહે છે, કે તેરાપંથી સાધુ બહુ જ ગરીબ સ્વભાવના છે; આપણા પેઠે ખટપટી અને શિથિલ નથી. આપણા કરતાં તેરાપંથી સાધુઓ ઘણો જ ઓછો પરિગ્રહ રાખે છે... જામનગરમાં તેરાપંથનો પાયો નખાયો છે. લોકો ઉપર અસર થઈ છે. જતે દહાડે જેમ બીજે બન્યું, તેમ સૌરાષ્ટ્રભરમાં મૂર્તિપૂજક સંપ્રદાય ભયમાં આવી પડશે. જે મારવાડમાં બન્યું, વાવમાં બન્યું, સુરતમાં બન્યું, તે જ સૌરાષ્ટ્રની પુણ્યભૂમિમાં બનશે. બની શકે, તો મૂર્તિપૂજક જૈનોએ સ્થાનકવાસી જૈનોની સાથે ખંભેખંભો મિલાવીને તેરાપંથીનો સામનો કરવો
જોઈએ.”
ઉપરનું લખાણ ખૂબ મહત્ત્વનું છે. તેમાં સૌરાષ્ટ્રમાં તેરાપંથના પ્રચારની વિગતો ઉપરાંત એ પ્રચારનાં કારણો સ્પષ્ટ રીતે જાણવા મળે છે. સાથે સાથે એ પ્રચારને અટકાવવાના સાચા ઉપાયનું ગર્ભિત સૂચન પણ એમાંથી જ મળી રહે છે.
એમાં દર્શાવ્યા મુજબ સૌરાષ્ટ્રના મૂર્તિપૂજકો અને સ્થાનકવાસીઓ સંગઠિત બને તો જરૂર આ કાર્ય સારી રીતે થઈ શકે એ ખરું, છતાં આ પ્રચારને અટકાવવાનો વધુ સબળ ઉપાય તો એ છે, કે આપણે આપણી ત્યાગની ભૂમિકાને ઉન્નત બનાવવી. સ્થાનકવાસી સાધુઓ કરતાં પણ શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુઓમાં પરિગ્રહ પ્રત્યેનો અનુરાગ વિશેષપણે જોવા મળે છે. બીજી બાજુ જૈનસંઘના સામાન્ય જનસમૂહની આર્થિક સ્થિતિ દિવસે-દિવસે ઘસાતી જાય છે. એ સ્થિતિમાં અલ્પપરિગ્રહી અને ત્યાગપરાયણ સાધુઓના જીવનની અસર જનતા ઉપર વધારે થાય એ સ્વાભાવિક છે. એટલે તેરાપંથી કે અન્ય સંપ્રદાયના પ્રચારને અટકાવવાનો ધરમૂળનો ઉપાય ત્યાગભાવના, નિષ્પરિગ્રહવૃત્તિ અને સાદાઈને વધુ ને વધુ અપનાવવી એ જ છે.
(તા. ૩૦-૧૨-૧૯૫૦)
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૪
જિનમાર્ગનું અનુશીલના
(૧૪) તેરાપંથમાં ધરમૂળનું પરિવર્તન?
નકવાસી જૈન સંપ્રદાયમાંથી નીકળેલ તેરાપંથી જૈન સંપ્રદાયને આપણે સામાન્ય રીતે મૂર્તિનો નિષેધ કરનાર ઉપરાંત દયા અને દાનનો નિષેધ કરનાર સંપ્રદાય તરીકે ઓળખીએ છીએ. આ પંથમાં, એની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં, હંમેશા એક જ આચાર્યને નીમવાની અને એમની આજ્ઞામાં આખા સંઘે રહેવાની પ્રથા ચાલી આવે છે. આ મુજબ અત્યારે આ પંથના નવમા આચાર્ય શ્રી તુલસીરામજી ગણી છે.
- આ પંથને આપણે જે રીતે પિછાણીએ છીએ તેની, ચારેક વર્ષ પહેલાં (સં. ૨૦૦૫ના ફાગણ શુદિ બીજના દિવસે), અણુવતી સંઘની સ્થાપના કર્યા પછી આ પંથનો જે રીતે આમ જનતામાં પ્રચાર કરવામાં આવે છે તેની સાથે તુલના કરતાં એ પંથની એક કાળની ધાર્મિક માન્યતાઓમાં ધરમૂળનું પરિવર્તન આવતું હોય એમ લાગ્યા વગર નથી રહેતું. સમયના પલટા સાથે એ પંથના મોવડીએ ધર્મપ્રચારમાં પણ જાણે નખશિખ ફેરફારને અપનાવી લીધો હોય એમ પણ સહજ રીતે દેખાઈ આવે છે. આ સંપ્રદાયના, કલકત્તાથી રાષ્ટ્રભાષામાં પ્રગટ થતા ‘વિવરણ-પત્રિકા' સાપ્તાહિકના તા. ૪-૧૨-૧૯૫૨ના અંકના અગ્રલેખમાંનું નીચેનું લખાણ આપણને આ વાતની ખાતરી કરાવે એવું છે. અત્યારની વિશ્વમાં પ્રવર્તતી અશાંતિ અને તેના ઉપાયનું સૂચન કર્યા પછી, આ અગ્રલેખમાં લખવામાં આવ્યું છે –
આચાર્ચ તુલસીએ જોયું. કે જો દુનિયા ભગવાન મહાવીરે કહેલ અણુવ્રતોને સ્વીકારી લે, તો એને ડરવાની કશી જ જરૂર નથી, અને યુદ્ધને નોતર્યા વગર જ એની સમસ્યાઓ હલ થઈ જશે – વ્યક્તિગત આધ્યાત્મિક ભૂમિકા જ નહીં, પણ સામુદાયિક ભૂમિકા પણ ઉન્નત થઈ જશે. તેથી તેઓએ એ પ્રાચીન છતાં નિત્ય નવીન માર્ગને દુનિયાની સામે રજૂ કરવાનો નિશ્ચય કર્યો. અહિંસાની ભાવના બીજાઓના હક્કોના રક્ષણ તરફ વળશે, તો સ્વાભાવિક રીતે જ વિરોધ ઓછો થઈ જશે. જ્યારે સત્યનો માર્ગ સ્વીકારાશે, ત્યારે સંદેહ અને શંકા આપોઆપ ચાલ્યાં જશે. જ્યારે ચોરીથી સ્વાર્થની સાધના અટકી જશે, ત્યારે ઠગવિદ્યાના વિકાસનો માર્ગ જ રોકાઈ જશે. બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવતાં અસંયમ એક સ્વપ્ન બની જશે. અપરિગ્રહની સામે લોભ અને સત્તાલાલસા તેજહીન બની જશે. આ રીતે અણવ્રતી આંદોલનનું પુન:પ્રવર્તન થયું.
પણ આચાર્યશ્રીએ એ પણ જોયું, કે અણુવ્રતોનો પ્રચાર ન તો શક્તિના બળે થઈ શકે છે કે ન તો એને સાંપ્રદાયિક વાડામાં ગોંધી રાખી શકાય એવો છે. આ તો દુનિયાની સમસ્યાઓને હલ કરવાની ચાવી છે, અને પ્રત્યેક સ્ત્રી-પુરુષને એને અપનાવવાનો અધિકાર છે. તેથી તેઓએ અણુવતી આંદોલનને પોતાના સંપ્રદાય સાથે
Page #288
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૪
૨૬૫
સંબંધિત ન રાખતાં એને એક યોજનાના રૂપમાં દુનિયાની સામે રજૂ કરી દીધું, અને દેશકાળનો કશો જ વિચાર નહીં કરતાં, દરેક મનુષ્યને એમાં દાખલ થવાની હાકલ કરી. આજે આ સંઘમાં બધા ધર્મો, બધાં રાષ્ટ્રો, બધી જાતિઓ અને બધા વર્ણના લોકો દાખલ થવા લાગ્યા છે, અને એમનું એ જ ધ્યેય છે, કે પોતાને આદર્શ બનાવીને સમાજનો, દેશનો અને છેવટે દુનિયા આખીનો પ્રવાહ ભોગવાદના માર્ગેથી વાળીને અભોગવાદ તરફ ફેરવી નાખવામાં આવે.”
આ નિવેદન આ પંથનો પ્રચાર તદ્દન નવો જ વળાંક લેતો હોય એનું સ્પષ્ટ સૂચન કરે છે એમાં શક નથી. સમયના વહેવા સાથે જૈનધર્મ મોટે ભાગે અમુક જાતિ કે વર્ણમાં બદ્ધ થઈ ગયો છે એ એક હકીકત છે. આચાર્ય શ્રી તુલસીરામજીએ આરંભેલું આ આંદોલન જાણે જૈન પરંપરાના ઇતિહાસમાં નવું પાનું લખવાની શરૂઆત કરતું હોય એમ લાગે છે. આ પંથમાં એક કાળે – હજુ ગઈકાલ સુધી – જે દયા અને દાનના નિષેધનું ભારે કટ્ટરતાપૂર્વક વારંવાર ઉચ્ચારણ કરવામાં આવતું હતું, તેમાં પણ ધરમૂળનું પરિવર્તન આવવાની ખાતરી, “વિવરણ-પત્રિકા'ના તા. ૧૧-૧૨-૧૯૫રના અંકમાં છપૈયાલ આચાર્યશ્રીના એક પ્રવચનમાંના નીચેના શબ્દોથી થાય છે :
ધર્મ એવો મહેલ છે, જેમાં આખી દુનિયા આરામથી નિદ્રા લઈ શકે છે. એ કેવળ સત્ય અને અહિંસાના બે સ્તંભો ઉપર જ ઊભો છે. વિશ્વમૈત્રી એ એની ભીંતો છે. તમે બધા એ મહેલમાં દાખલ થાઓ; આ જિંદગીને એમ જ ન ગુમાવી ધો. આજે તો લોકો ધર્મના નામે લડે-ઝઘડે છે; આ ધર્મ નહીં પણ ધર્મના નામ ઉપર કલંક છે. ધર્મમાં જાતિ, વર્ણ કે વર્ગનો ભેદ નથી; દરેક જાતિ ધર્મનું આચરણ કરી શકે છે. એવું બની જ ન શકે કે સાકર હિંદુને ગળી લાગે અને મુસલમાનને ખાટી લાગે; એ તો બધાંને માટે સરખી છે.
“લોકોમાં ઘણી ગેરસમજૂતીઓ ફેલાયેલી છે. તેઓ કહે છે : “આમનો (તેરાપંથીનો) ત્યાગ સારો છે, સાધુ-સંતો યે સારા છે, ધર્મોપદેશ સારો છે; પણ એકબે વાતો સારી નથી. તેઓ કૂવા વગેરે કરાવવાની મનાઈ કરે છે.' હું સ્પષ્ટ કહેવા માંગું છું, કે તેઓની આ ભ્રાંતિ છે. સાધુ આમ-જનતાનાં આ કાર્યોમાં આડો હાથ ન કરી શકે, અને જો તે એવું કરે તો એ સાધુ નથી; એ અંતરાયનો ભાગી છે. આવી ગેરસમજૂતીઓ કેવળ અહીં જ નહિ, દેશના ખૂણેખૂણામાં જ નહિ, પણ પરદેશ સુધ્ધાંમાં ફેલાયેલી છે, કે તેરાપંથ આવી વાતોની મનાઈ કરે છે. હાલમાં જ સરદારશહેરમાં સૌરાષ્ટ્રની કેટલીક વ્યક્તિઓ આવી હતી, જ્યારે તેઓએ ગાંધી વિદ્યામંદિર જોયું અને એ સાંભળ્યું કે એ એક તેરાપંથી બંધાવી રહ્યા છે, ત્યારે તેઓને અચરજ થયું કે શું તેરાપંથી આવી જાતનાં કાર્યો પણ કરે ખરા? મેં હસતાં-હસતાં કહ્યું : “ના, એ લોકો થોડા જ કમાય છે કે ખાય છે ? સૌરાષ્ટ્રવાસીઓએ કહ્યું: “અમે લોકો ભ્રમમાં હતા.' ”
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૬
જિનમાર્ગનું અનુશીલના એ પંથના આચાર્યનાં આ વચનો દયા અને દાનના નિષેધનાં નહીં, પણ પ્રચારનાં સૂચક છે એમ કોઈને પણ લાગ્યા વગર નહીં રહે. જે શબ્દોમાં આ વાત રજૂ કરવામાં આવી છે, તેની પાછળ બીજા કોઈ ભાવની કલ્પના કરવાના બદલે, એ શબ્દોને એના સરળ અને સાચા અર્થમાં લઈએ તો ચોક્કસ માનવું પડે, કે તેરાપંથી સમાજની મૂળ માન્યતાઓમાં ધરમૂળનું પરિવર્તન આવી રહ્યું છે. આ પરિવર્તનની પાછળ પંથપ્રચારનો ટૂંકો આશય છુપાયેલો છે, કે રાષ્ટ્રસેવાનો ઉમદા ઉદ્દેશ રહેલો છે એ તો ભવિષ્યની ઘટનાઓ નક્કી કરશે; અત્યારે એનો નિર્ણય કરવા બેસવું કવેળાનું લેખાય. આમ છતાં ભારે પરિવર્તન થયું છે એ ચોક્કસ.
અહીં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજ સમક્ષ તો ધરમૂળના આ પરિવર્તનની વાત એટલા માટે જ લખી છે, કે આપણે પણ આપણો દૃષ્ટિકોણ ચારે કોર વિસ્તારવાની અને ધર્મ સર્વજનસુલભ બને એવી ઉદારતા કેળવવાની જરૂર છે.
(તા. ૨૭-૧૨-૧૯૫૨)
(૧૫) તિથિચર્ચાનો ઇતિહાસ ઈ. સ. ૧૯૫૫ના આ વર્ષની સંવત્સરી અત્યારના જૈનસંઘની નિર્ણાયક દશાનો અને અધોગતિનો એક વધુ પુરાવો પૂરો પાડે છે. આ વર્ષે જુદાજુદા જૈન ફિરકાઓ અને તે-તે ફિરકાઓમાંના ગચ્છોમાં મળીને લગભગ છ સંવત્સરી ઉજવવામાં આવશે ! જીવનને શુદ્ધ કરવાનો અને ક્ષમાના આદાન-પ્રદાનનો આવો ઉત્તમ દિવસ, અને એ માટે જ આટલો બધો માન્યતાભેદ! વિશેષ ખેદ તો એ વાતનો થાય છે, કે આ માન્યતાભેદ મુખ્યમુખ્ય ફિરકાઓ વચ્ચે મર્યાદિત ન રહેતાં, એક ફિરકામાં અંદરોઅંદર પણ ઘર ઘાલી ગયો છે ! સ્થાનકવાસી ભાઈઓ પણ બે સંવત્સરી કરે અને શ્વેતાંબર મૂર્તિપૂજકો પણ બે કે તેથી વધુ પણ કરે !
| (તા. ૨૦-૮-૧૯૫૫) આ વર્ષે (૧૯૭૧ ઈ. સ.માં) તપગચ્છ સંઘમાં સંવત્સરી મહાપર્વની આરાધના એકને બદલે બે દિવસ થવાની છે. તો શું એનો કોઈ એવો ઉકેલ શોધી શકાય ખરો કે જેથી સમસ્ત તપગચ્છ સંઘ એક જ દિવસે આ મહાપર્વની આરાધના કરી શકે અને આંતરિક બેદિલીથી બચી શકે – એ બાબત તરફ શ્રમણસંઘ અને શ્રાવકસંઘના અગ્રણીઓનું ધ્યાન દોરવું જરૂરી હોવાથી અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
Page #290
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ : ૧૫
૨૬૭
આ તિથિચર્ચાનો જન્મ થયો ત્યારથી, જ્યારેજ્યારે તીર્થકરોના કલ્યાણક-દિનોને કારણે કે બીજા પર્વદિન નિમિત્તે, ચૌદશ-પૂનમની જેમ, બે પર્વતિથિઓ સાથેસાથે આવતી અને એ સાથેસાથે આવેલી બે પર્વતિથિઓમાંથી પાછળની પર્વતિથિ લૌકિક પંચાંગ પ્રમાણે બે આવતી ત્યારે તપગચ્છમાં પરાધનમાં ફેર પડતો. એટલે કે, જૂની પરંપરાને માનનારો પક્ષ પર્વનું આરાધન એક દિવસે કરતો તો નવો પક્ષ બીજા દિવસે.
દાખલા તરીકે, લૌકિક પંચાંગમાં તેરશ સોમવારે હોય, ચૌદશ મંગળવારે હોય અને બુધ તથા ગુરુવારે બે પૂનમ હોય તો જૂની પરંપરાવાળા બે તેરશ માનીને ચૌદશની આરાધના બુધવારે કરતાં અને પૂનમની આરાધના ગુરુવારે કરતાં. આમ કરવામાં જે વારે જે પર્વતિથિનો ઉદય કે ભોગકાળ હોય તે વારે તે પર્વતિથિનું આરાધન ન થતું હોવા છતાં એથી એક લાભ એ થતો કે એમની ચૌદશ તથા પૂનમ એ બંને પર્વતિથિઓની આરાધના અવ્યવહિત (સળંગ) થતી અને ચૌદશ-પૂનમનો છઠ્ઠ કરનારાઓ વચમાં કોઈ પણ જાતના ભંગ વગર બે ઉપવાસ કરીને એ બંને પર્વોનું આરાધન કરી શકતા. આ રીતે જૂની પરંપરા, વચમાં કોઈ પણ જાતના વ્યવધાન વગર બંને પર્વતિથિઓનું આરાધન એકસાથે થઈ શકે એ રીતે પોતાનાં પંચાંગો તૈયાર કરે છે. એટલે, જયારે પણ કોઈ ધર્મકાર્ય માટે, તેમ જ સંસાર-વ્યવહારના શુભ કાર્ય માટે પણ) મુહૂર્ત નક્કી કરવાનું હોય છે, ત્યારે તો આ જૈન પંચાંગનો નહીં પણ લૌકિક પંચાંગનો જ ઉપયોગ કરવામાં આવે છે તે સુવિદિત છે.
પરંપરાની આ પ્રણાલીની સામે નવો પક્ષ એનું આરાધન આ પ્રમાણે કરે છે : લૌકિક પંચાંગમાં તેરશ સોમવારે હોય, ચૌદશ મંગળવારે હોય અને બુધવારે તથા ગુરુવારે બે પૂનમ હોય, તો બે પૂનમના બદલે બે તેરશ માનીને આરાધના કરવાને બદલે, મંગળવારે ચૌદશ કરવી, બુધવારની પહેલી પૂનમને વધારાની પૂનમ ગણીને પૂનમની પર્વતિથિની આરાધના માટે ઉપયોગ ન કરવો અને ગુરુવારની બીજી પૂનમના રોજ પૂનમની પર્વતિથિની આરાધના કરવી. આમ કરવામાં જે વારે જે પર્વતિથિનો ઉદય કે છેવટે ભોગકાળ હોય તે વારે તે પર્વતિથિનું આરાધન કર્યાનો સંતોષ મળવા છતાં બંને પર્વતિથિઓનું આરાધન અવ્યવહિત એટલે સાથોસાથ ન થતું, પણ બે પર્વતિથિઓ વચ્ચે એક દિવસ નકામો ગણાતો. આને લીધે, આ પ્રસંગે, જે આરાધકો ચૌદશ અને પૂનમનો છઠ્ઠ કરતાં હોય એમને માટે એ વિમાસણ ઊભી થતી કે આ છઠ્ઠ અવિચ્છિન્નપણે કેવી રીતે કરવો ? એમણે તો છઠ્ઠના બદલે બે છૂટા ઉપવાસ જ કરવાના રહેતા. આ સ્થિતિ કંઈક બિનકુદરતી લાગતી હતી. પર્વતિથિ અંગે નવા પક્ષે સ્વીકારેલ પદ્ધતિની આ એક મોટી મર્યાદા કે ક્ષતિ હતી.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૮
જિનમાર્ગનું અનુશીલન એટલે જ્યારથી વિ. સં. ૧૯૯૧-૯૨) તપગચ્છમાં પર્વતિથિ નિમિત્તે આ તિથિચર્ચાનો જન્મ થયો ત્યારથી, જ્યારે જ્યારે સાથે આવતી બે પર્વતિથિઓમાંની બીજી પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે, એક જ ગચ્છમાં બીજી પર્વતિથિની આરાધના જૂની પરંપરા અને નવા પક્ષમાં જુદાજુદા વારે થતી, અને તેથી દર વર્ષે ક્યારેક-કયારેક બારપૂર્વી અને કલ્યાણક-દિવસોની આરાધના બંને પક્ષે જુદાજુદા વારે કર્યાના પ્રસંગો બની આવતા. એક જ ગચ્છમાં પર્વદિન જેવા ધર્મકરણીના અને કર્મ ખપાવવાના અવસરના આરાધનમાં પ્રવર્તતો, સંઘમાં ક્લેશ-દ્વેષનું નિમિત્ત બનતો આ ભેદ જૂના અને નવા બંને પક્ષોમાંના સહૃદય મુનિરાજો તેમ જ શ્રાવકોને ખટકતો હતો. તેથી તેઓ ઇચ્છતા હતા, કે ગમે તેમ કરીને તપગચ્છ સંઘમાંથી આ ખટરાગ દૂર થાય; આ માટે તેઓ પોતાની સૂઝ અને શક્તિ પ્રમાણે પ્રયત્ન પણ કરતા રહેતા હતા. બાકી તો, એક કે સાથોસાથ આવતી બે પર્વતિથિઓમાં જ્યારે ક્ષય આવતો, ત્યારે જૂની અને નવી પરંપરાનાં પંચાંગોમાં કેટલાક ફેર હોવા છતાં, આરાધનાના દિવસમાં કશો ફેર ન પડતો. (જૂની પરંપરાના જૈન પંચાંગમાં પર્વતિથિનો ક્ષય કે એની વૃદ્ધિ દર્શાવવામાં નથી આવતી,
જ્યારે નવા પક્ષના પંચાંગમાં પર્વતિથિનાં ક્ષય અને વૃદ્ધિ બંને છાપવામાં આવે છે અને પર્વની આરાધના કયા વારે કરવી એ પણ સૂચવવામાં આવે છે.)
આ તિથિચર્ચાને લીધે તપગચ્છ સંઘમાં ભારે ક્લેશ જાગી ઊઠ્યો હતો. એટલે એનો કોઈ રીતે નિવેડો આવે એ માટે પ્રયત્ન જરૂરી હતો.
આવો પહેલો નોંધપાત્ર પ્રયત્ન કર્યો જૈનસંઘના મુખ્ય અગ્રણી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ. વિ. સં. ૧૯૯૯માં તેઓના પ્રયાસથી ડૉ. પી. એલ. વૈદ્યને આ બાબતની લવાદી કરવાનું, જૂની પરંપરાની રજૂઆત કરવાનું આચાર્ય શ્રી સાગરનંદસૂરિજીને અને નવા પક્ષની રજૂઆત કરવાનું આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીને સોંપવામાં આવ્યું. આ રજૂઆત બાદ ડૉ. પી. એલ.વૈદ્ય પોતાનો ફેંસલો નવા પક્ષની તરફેણમાં આપ્યો. છતાં આ ફ્લેશકર મતભેદનું શમન ન થયું.
આ પછી પણ આ ઝગડાને દૂર કરવા જુદાજુદા મુનિરાજો તથા સદ્દગૃહસ્થો તરફથી નાના-મોટા પ્રયત્નો થતા રહ્યા, પણ એનું કશું નોંધપાત્ર પરિણામ ન આવ્યું. અલબત્ત, એથી આ ઝઘડો દૂર થવો કેટલો જરૂરી છે અને એથી સંઘને કેટલું નુકસાન થઈ રહ્યું છે એનો તો, આમ મથનારાઓને વધારે સ્પષ્ટ ખ્યાલ આવ્યો.
વિ. સં. ૨૦૧૪માં તપગચ્છના શ્રમણસમુદાયનું એક નાનું મુનિસંમેલન ખાસ આ માટે જ અમદાવાદમાં મળ્યું, પણ એમાં પણ આ પ્રશ્નનો કંઈ નિવેડો ન આવ્યો; અને બે અઠવાડિયે એ વિખરાઈ ગયું.
આ માટેના એક વધુ પ્રયાસ તરીકે એ જ વર્ષે જૈનપુરી અમદાવાદના તપગચ્છ સંઘે વિ. સં. ૨૦૧૪ના બીજા શ્રાવણ વદિ સાતમથી, ચંડાશુગંડુ પંચાંગને બદલે
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૬૯
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૫ જન્મભૂમિ પ્રત્યક્ષ પંચાંગનો ઉપયોગ કરવાનો સર્વસમ્મત નિર્ણય તપગચ્છના આચાર્યમહારાજોએ કર્યાનું જણાવીને તે પ્રમાણે વર્તવાની જાહેરાત કરી. આ જાહેરાતના લીધે વિ. સં. ૨૦૧૪ની સંવત્સરીની આરાધના તપગચ્છના જૂના અને નવા પક્ષમાં જુદાજુદા વારે થવાની હતી તે એક જ વાર થઈ એ મોટો લાભ થયો. છતાં બારપર્વ અને કલ્યાણકપર્વોમાં સાથે સાથે આવતાં બે પર્વોમાં બીજી પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે જૂના અને નવા પક્ષે જુદાજુદા વારે પવરાધન કરવાનું તો ચાલુ જ રાખ્યું. એટલે એ દૂર કરવા માટે વધારે એકાગ્રતાથી અને વ્યવહારુ દૃષ્ટિથી પ્રયત્ન કરવાનું જરૂરી હતું; સદ્દભાગ્ય કેટલાક મુનિરાજો અને સદ્દગૃહસ્થો નિરાશ થયા વગર આ દિશામાં પરિસ્થિતિને અનુરૂપ પ્રયત્નો કરતા રહ્યા. આ પ્રયત્નોનું કેટલુંક આવકારપાત્ર પરિણામ નવા પક્ષના કેટલાક આચાર્યો તથા પદસ્થ મુનિવરોની સહીથી પિંડવાડામાંથી પ્રગટ કરવામાં આવેલી નીચે મુજબની જાહેરાત રૂપે આવ્યું: તિથિની આરાધનાદિ અંગે પિંડવાડામાં થયેલા પટ્ટકની સત્તાવાર જાહેરાત “પિંડવાડા, વિ. સં. ૨૦૨૦ પોષ વદિ ૫, તા. ૪-૧-૧૯૬૪,
શનિવાર, સમય : સાંજે ૪-૪૫ વાગે. તિથિરિન અને પરાધન બાબતમાં શ્રીસંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ પપર્વ-તિથિઓની ક્ષયવૃદ્ધિ યથાવત્ માન્ય રાખીને આપણે જે રીતિએ ઉદયમિ તથા ક્ષયે પૂર્વના નિયમ અનુસાર તિથિ દિન અને આરાધનાદિન નક્કી કરીએ છીએ, તે શાસ્ત્રાનુસારી છે, તેમ જ શાસ્ત્રમાન્ય પ્રાચીન-પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય પણ આવી જ ગયેલો છે. આમ છતાં પણ અભિયોગાદિ કારણે, અપવાદપદે પટ્ટકરૂપે આપણે નિર્ણય કરીએ છીએ કે ભવિષ્યમાં સકળ શ્રી શ્રમણ સંઘ એકમતે આ બાબતનો શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય કરી તેને અમલી બનાવે નહિ, ત્યાં સુધીને માટે, શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે-જ્યારે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારે તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી, કે જેથી સકલ શ્રીસંઘમાં ચૌદસ, પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક દિવસે થાવ.
“આ એક આપવાદિક આચરણા છે, માટે શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે ભાદરવા સુદિ પાંચમની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારેત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદ ચોથે શ્રી સંવત્સરી કરવાની છે. અને તે જ પ્રમાણે બાકીની બારપર્વો માંહેની તિથિઓ તથા લ્યાણક-આદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે. આ પટ્ટક મુજબ આપણે તથા આપણા આજ્ઞાવર્તી સર્વ સાધુ-સાધ્વીઓએ, ઉપર જણાવ્યા મુજબનો શ્રીસંઘનો નિર્ણય થાય નહિ ત્યાં સુધી આ પ્રમાણે જ વર્તવાનું છે.”
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૭૦
જિનમાર્ગનું અનુશીલના આ પટ્ટકનો અમલ વિ. સં. ૨૦૨૦ના જેઠ સુદિ ૪, તા. ૧૩મી જૂન સને ૧૯૬૪ ને શનિવારથી થાય છે.”
આ પટ્ટકની તથા એના અમલની તિથિ-તારીખની આ પ્રમાણે જાહેરાત પછી પણ એ જ વર્ષમાં જેઠ સુદિ પૂનમ આવતી હોવાથી અને એ પટ્ટકમાં નવા પક્ષના કેટલાક આચાર્યો તથા પદસ્થ મુનિવરોએ પોતાની સંમતિની સહી કરી નહીં હોવાથી એના અમલની તારીખમાં ફેરફાર કરવો પડ્યો અને છેવટે નવા પક્ષના બાકીના પટ્ટકનો અમલ વિ. સં. ૨૦૨૦ના જેઠ સુદિ ૪, તા. ૧૩-૬-૧૯૬૪ને શનિવારને બદલે વિ. સં. ૨૦૨૦ના ભાદરવા સુદિ ૫, તા.૧૧-૯-૧૯૬૪ ને શુક્રવારથી કરવાની અને કોઈ પણ કારણસર આ મુદતમાં ફેરફાર નહીં કરવાની જાહેરાત કરવામાં આવી.
આ પટ્ટક મુજબ જ્યારેજ્યારે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ હોય ત્યારે તેરશની ક્ષય-વૃદ્ધિ કરવાનો નવા પક્ષે સ્વીકાર કરવાથી, બે પૂનમ કે બે અમાસ હોય ત્યારે ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાસનો છઠ્ઠ, વચમાં પહેલી પૂનમ કે પહેલી અમાસનો એક દિવસ નકામો ગણાતો હોવાથી, ખંડિત થઈને જુદાજુદા બે ઉપવાસરૂપે વિભક્ત થઈ જતો હતો એ બિનકુદરતી સ્થિતિ દૂર થઈ, અને ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાસની આરાધના સમગ્ર તપગચ્છમાં એક જ દિવસે થાય એવી આવકારપાત્ર પરિસ્થિતિ ઊભી થઈ. એટલે અંશે આ મહાનુભાવોના પ્રયત્નો સફળ થયા, અને એ ઉગ્ર પ્રશ્નના નિરાકરણની દિશામાં આપણે એક કદમ આગળ વધી શક્યા એનો બધો યશ આવો પ્રયત્ન કરનાર મુનિરાજો તથા સદ્દગૃહસ્થોને ઘટે છે.
આમ છતાં, આ પટ્ટકમાં જણાવ્યા મુજબ, સંવત્સરીનો, ચૌદશ-અમાસપૂનમ સિવાયનાં બાર પર્વનો તથા કલ્યાણકની તિથિઓ અંગેના માન્યતાભેદનો પ્રશ્ન હજી ઊભો જ છે; અને સંવત્સરીનો પ્રશ્ન તો આ વર્ષે જ તપગચ્છ સંઘ સમક્ષ આવીને ખડો છે. જો એનો નિવેડો વેળાસર નહીં આવે તો જૂની પરંપરાવાળા મંગળવારે અને નવી પરંપરાવાળા સોમવારે સંવત્સરી મહાપર્વની આરાધના કરશે.
એક જ ગચ્છમાં પર્વની આરાધનાના દિવસમાં આવો ભેદ હોય એથી આખો સંઘ વહેંચાઈ કેવા ક્લેશ કંકાસમાં ઓરાઈ જાય છે, તેમ જ શ્રમણ-સમુદાય પ્રત્યે પણ મારા-પરાયાનો કેવો ભાવ ઘર કરી જાય છે એ આપણે પ્રત્યક્ષ જોયું છે. વળી, આથી એક જ ગચ્છમાં એક નવો ફાંટો કાયમને માટે રચાઈ જાય એ પણ કોઈ રીતે ઇચ્છવા જેવું નથી. એટલે આ પ્રશ્નનો બાકીનો ઉકેલ શોધીને આખા ય પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવું જરૂરી છે.
ખરી રીતે તો, નવા પક્ષના આ પટ્ટકમાં જ આ પ્રશ્નના અમુક અંશો ચાલુ હોવાનો નિર્દેશ મળે છે. એટલે ખરી રીતે તો એ પટ્ટક થયા પછી થોડા સમય બાદ જ બાકીની
Page #294
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૫, ૧૬
૨૭૧
બાબતોનો નિકાલ કરવાની દિશામાં આપણે પ્રયત્નો હાથ ધરવા જોઈતા હતા; પણ આપણે છ-સાત વર્ષ એમ ને એમ જવા દીધાં! છતાં, હજી પણ આપણે પ્રયત્ન કરવા ઇચ્છીએ, તો આપણી પાસે આઠ-નવ મહિના જેટલો વખત તો છે જ. એનો ઝડપથી ઉપયોગ કરીને બાકીની બાબતોનો આપણે નિકાલ કરી શકીએ અને આગામી સંવત્સરી મહાપર્વની આરાધના એક જ વારે કરી શકીએ તો કેવું સારું ! (આ લખાણમાં કંઈ હકીકત-દોષ હોય તો તે તરફ ધ્યાન દોરવા વિનંતી છે.)
(તા. ૩-૧૦-૧૯૭૧)
(૧૬) તિથિની એકતા માટે ધ્યાનપાત્ર બે સૂચનો
અમારા તા. ૧૧-૧૨-૧૯૫૪ના અંકના સામયિક ફુરણ'માં અમે “એક આવકારપાત્ર સૂચન' નામે એક નોંધ લખીને જૈન સમાજના જુદાજુદા ફિરકાઓ વચ્ચે તિથિ અંગે જે મતભેદ પ્રવર્તે છે તે દૂર કરવા માટે, એટલે કે બધા ય જૈન ફિરકાઓ એક જ દિવસે જુદીજુદી તિથિના બદલે એક જ તિથિ માનતા થાય તે માટે પૂ. પં. શ્રીવિકાસવિજયજીકૃત “મહેન્દ્ર જૈન પંચાંગ”ને અપનાવવાના શ્રી મગનલાલ પી. દોશીના સૂચનનું સમર્થન કર્યું હતું. આ નોંધ વાંચ્યા પછી ગણિત-જ્યોતિષ-પંચાંગશાસ્ત્રના ઊંડા અભ્યાસી પૂ. મુ. મ. શ્રી દર્શનવિજયજી(ત્રિપુટીએ એક તિથિ માને એમાં ક્યાં વ્યવહારુ મુકેલી રહેલી છે તે, અને કયું પંચાંગ જૈનોમાં સર્વમાન્ય થઈ શકે તે વાત અમને એક પત્ર દ્વારા જણાવી છે. આ બહુ ઉપયોગી વાત અહીં સાભાર રજૂ કરીએ છીએ:
જૈનમાં મહાવીર-જયંતીની એક તિથિ માટે લેખ તમે આપ્યો હતો. મહેન્દ્રજૈન-પંચાંગ અપનાવવાથી તે એકતા થવાનું સૂચવ્યું હતું. પણ એ વસ્તુ એ રીતે નથી; કારણ કે,
(૧) શ્વેતાંબરો ઉદયતિથિને પ્રમાણ માને છે. (૨) દિગંબરો સૂર્યોદય પછી ૬ ઘડી સુધી તેને પ્રમાણ માને છે. “(૩) સ્થાનકવાસીઓ સૂર્યાસ્ત સમયની તિથિને પ્રમાણ માને છે.
“દાખલા તરીકે જો રવિવારે તેરશ બે ઘડી સુધી હોય અને પછી ચૌદશ શરૂ થતી હોય તો શ્વેતાંબરો રવિવારે, દિગંબરો શનિવારે અને સ્થાનકવાસીઓ શનિવારે જયંતી કરશે.
અને જો રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધી તેરશ હોય, તો શ્વેતાંબરો, દિગંબરો રવિવારે અને સ્થાનકવાસીઓ શનિવારે જયંતી માનશે.
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૨
જિનમાર્ગનું અનુશીલના હવે જો રવિવારે સૂર્યાસકાળ સુધી તથા રાતે તેરશ હોય તો શ્વેતાંબરો, | દિગંબરો, સ્થાનકવાસીઓ – ત્રણે રવિવારે જયંતી માનશે.
* “આવો માન્યતાભેદ છે. તે એક પંચાંગ માનવાથી ઊકલે તેમ નથી જ. જો કે, દિગંબર, શ્વેતાંબર અને સ્થાનકવાસીનાં મૂળ શાસ્ત્રોમાં ઉદયતિથિનાં જ પ્રમાણો છે. પણ ઘણાં વર્ષોથી પરિપાટી જુદીજુદી ચાલે છે તેની જ આ ગડબડ છે.”
વિદ્વાન મુનિશ્રીએ એક પંચાંગ માનવામાત્રથી આપણી વચ્ચેનો તિથિભેદ ઊકલી જશે એમ માની લેવું બરાબર નથી તે વાત આપણને અહીં દાખલો આપીને સ્પષ્ટતાપૂર્વક સમજાવી છે તે બહુ સારું કર્યું છે. આ ઉપરથી આપણને સમજાશે, કે જૈનોના બધા ફિરકાઓ એક દિવસે એક જ તિથિને માને તે માટે, એક જ પંચાંગને અપનાવવા ઉપરાંત બીજું પણ કરવું જરૂરી છે.
આ પછી કયું પંચાંગ જેનોમાં સર્વમાન્ય થઈ શકે તે અંગેનું સૂચન કરતાં મહારાજશ્રી લખે છે –
જૈનોમાં એ જ પંચાંગ સર્વમાન્ય થઈ શકે, કે જેનું ગણિત મધ્યરેખાથી લેવાયું હોય. દિલ્હી, ઉજ્જૈન કે જોધપુર મધ્યરેખા પાસેનાં સ્થાનો છે. ત્યાંના રેખાંશ-અક્ષાંશથી ગણિત લઈ બનાવાય તે જ પંચાંગ કરાંચીથી કલકત્તા સુધી અને કાશમીરથી કન્યાકુમારી સુધી જૈનોમાં માનનીય થઈ શકશે. આપણું મહેન્દ્ર જૈન પંચાંગ અમદાવાદના ગણિતવાળું છે. તે મધ્યરેખાના ગણિતથી બને તો વધુ વ્યાપક બનશે. ઉદયતિથિ લેવાથી જૈનો-અજૈનો પણ તેનો આદર કરશે.”
પંચાંગ સર્વમાન્ય કેવી રીતે થઈ શકે એ માટેનું મહારાજશ્રીનું આ સૂચન પણ ઉપયોગી થઈ પડશે એમ અમે માનીએ છીએ, અને આશા રાખીએ છીએ પં. શ્રી વિકાસવિજયજી તથા જૈન પંચાંગના અન્ય અભ્યાસીઓ તટસ્થપણે આ સૂચનના ગુણદોષનો વિચાર કરે, અને એમાં જે સ્વીકારવા યોગ્ય તત્ત્વ લાગે તે અવશ્ય અપનાવે.
જૈનસંઘ એક જ તિથિ અને એક જ પંચાંગને માને તે માટે આ બંને સૂચનો અમને ધ્યાન આપવા યોગ્ય લાગ્યાં છે, અને તેથી બધા ય ફિરકાના જૈનસંઘોનું અમે એ તરફ આથી ધ્યાન દોરીએ છીએ.
(તા. ૧૫-૧-૧૯૫૫)
(૧૭) તિથિચર્ચામાં ઠેરના ઠેર! સોયના નાકામાંથી આખો હાથી નીકળી જાય અને એનું પૂંછડું બહાર નીકળતું અટકી જાય; એટલું જ નહીં, એ પૂંછડું એવું અવળું જોર કરે કે સોયના નાકામાંથી
Page #296
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૭
૨૭૩ પેલે પાર નીકળી ગયેલ વિશાળકાય હાથીને પણ પાછા ખેંચાઈ આવવું પડે – કંઈક આવી દુર્દશા તપગચ્છમાં ૩૫-૩૬ વર્ષથી જાગી ઊઠેલ તિથિચર્ચાના પ્રશ્રની, આ ચર્ચાના ઉત્પાદક પક્ષને હાથે અને ખાસ કરીને એના પુરસ્કર્તા આચાર્યશ્રીને હાથે થઈ રહી હોય એમ તપગચ્છ-સંઘમાં આ પ્રશ્નને લઈને દ્વેષનો હુતાશન પ્રગટાવવાના જે ઝનૂની પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે તે જોતાં લાગે છે.
આઠેક વર્ષ પહેલાં આ નવા પક્ષ તરફથી પિંડવાડામાંથી એક પટ્ટક પ્રગટ કરવામાં આવ્યું હતું. આ પટ્ટકની પહેલાં નવો પક્ષ લૌકિક પંચાંગમાં બે પૂનમ કે બે અમાવાસ્યા હોય ત્યારે (એટલે કે લૌકિક પંચાંગમાં ચૌદશ સોમવારે હોય, પહેલી પૂનમ કે અમાસ મંગળવારે હોય અને બીજી પૂનમ કે અમાસ બુધવારે હોય ત્યારે) ચૌદશની આરાધના એક દિવસ કરીને પહેલી પૂનમ કે અમાસને પર્વની આરાધનાની દૃષ્ટિએ “ફલ્થ' (નકામી) તિથિ ગણીને બીજી પૂનમ કે અમાવાસ્યાની પર્વ તરીકે આરાધના કરતો હતો. પરિણામે, આવા પ્રસંગે ચૌદશ અને પૂનમ કે ચૌદશ અને અમાસની આરાધના સળંગ નહોતી થતી, અને ચૌદશ અને પૂનમ કે અમાસનો છઠ્ઠ ખંડિત થઈ જતો હતો. પિંડવાડામાં નવા પ્રશ્ન કરેલ પટ્ટકથી આ ક્ષતિ દૂર થઈ હતી. આ પટ્ટકમાં એમ સ્પષ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, કે “શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે જ્યારે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ આવે ત્યારેત્યારે તેરશની ક્ષય-વૃદ્ધિ કરવી, કે જેથી સકલ શ્રીસંઘમાં ચૌદશ, પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક દિવસે થાય.”
અલબત્ત, આ જાહેરાત માત્ર પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિને જ સ્પર્શતી હતી, તેથી સંવત્સરી, બાર-પર્વો અને કલ્યાણક-તિથિઓની આરાધના અંગે પટ્ટકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું, કે “શ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારેજ્યારે ભાદરવા સુદિ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે, ત્યારેત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાંગની ઉદયાત્ ભાદરવા સુદ ચોથે શ્રી સંવત્સરી કરવાની છે, અને તે જ પ્રમાણે બાકીની બાર-પર્વો માંહેની તિથિઓ. તથા કલ્યાણક આદિની સર્વ તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે.” મતલબ કે નવો પક્ષ સંવત્સરીની અને ચૌદશ, પૂનમ અને અમાસ સિવાયની બાર પર્વતિથિઓની તેમ જ કલ્યાણક-તિથિઓની આરાધના, આ ચર્ચા ઊભી થઈ તે પછી અને આ પટ્ટક રચાયું તે પૂર્વે જે રીતે કરતો હતો તે રીતે જ કરતો રહેવાનો.
આમ છતાં આ પટ્ટક જાહેર થયા પછીનાં છેલ્લાં આઠ વર્ષ દરમિયાન બીજી પર્વતિથિઓ કે લ્યાણકતિથિઓ અંગે તપગચ્છના જૂના અને નવા પક્ષો વચ્ચે પર્વતિથિની આરાધનાની બાબતમાં કોઈ ક્લેશકારી મતભેદ જાગ્યો ન હતો, અને જાણે આ અંગે એકતા સધાઈ હોય એવી શાંતિ પ્રવર્તતી હતી. ઉપરાંત, તપગચ્છ-સંઘમાં
WWW.jainelibrary.org
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૪
જિનમાર્ગનું અનુશીલન . કંઈક એવી આશા પણ ઊભી થઈ હતી, કે જ્યારે પૂનમ અને અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિની બાબતમાં આવી એકતા સધાઈ છે, તો કયારેક બાકીની પર્વતિથિઓની બાબતમાં પણ એકતા સધાઈ જશે અને પરાધનની બાબતમાં જાગેલ મતભેદ અને પક્ષાપક્ષીનું સંપૂર્ણ નિરાકરણ થઈ જશે. પણ આ આશાને સફળ બનાવવાનો પ્રયત્ન કરવાનાં ડહાપણ અને દૂરંદેશી આપણામાં ન જાગ્યાં.
દરમિયાનમાં, તિથિચર્ચાએ જગાડેલ આ મતભેદ પ્રમાણે, આ વર્ષે તપગચ્છમાં સંવત્સરીની આરાધના સોમ અને મંગળ એમ બે વારે કરવી પડે એવા સંજોગો ઊભા થયા. એનો અર્થ એ થયો કે આખા પર્યુષણ-મહાપર્વની આરાધના બે થાય : નવા પક્ષના પર્યુષણ સોમવારે બેસીને સોમવારની સંવત્સરી સાથે પૂરા થાય અને જૂના પક્ષના પર્યુષણ મંગળવારે બેસે અને મંગળવારની સંવત્સરી સાથે પૂરા થાય. એકતા, ક્ષમાપના, મૈત્રીભાવ, આત્મશુદ્ધિ અને વિનમ્રતાનો સંદેશો લઈને આવતા આ મહાપર્વની આરાધના અંગે એક જ ગચ્છમાં આવો ક્લેશ-દ્વેષપોષક મતભેદ પ્રવર્તે એના જેવી કરુણતા બીજી શી? પણ બંને પક્ષના ભાવનાશીલ, વગદાર, દૂરદર્શી, સહૃદય, શાણા મુનિરાજો તથા સદ્દગૃહસ્થોને પર્વતિથિની આરાધનામાં શેષ રહેલ આ મતભેદનું નિરાકરણ કરીને સમગ્ર પ્રશ્નનો કાયમી નિકાલ કરવાનો પ્રયત્ન વેળાસર હાથ ધરવાનું ન સૂછ્યું; ક્લેશનાં મૂળ ઊભાં રહ્યાં !
આમ છતાં, પિંડવાડાના પટ્ટકને કારણે, તપગચ્છમાં આ પ્રશ્નને લીધે જન્મેલ ઉગ્રતામાં જે નોંધપાત્ર ઘટાડો થવાની સાથે શાંતિ-અનુકૂળતાભર્યું આવકારપાત્ર વાતાવરણ સરજાયું હતું, તેથી એટલી આશા તો જરૂર બંધાઈ હતી, કે ભલે આ વર્ષે બે સંવત્સરી અને બે પર્યુષણ થાય, પણ દરેક પક્ષ શાંતિથી આરાધના કરશે અને બીજા પક્ષની ટીકા કે ખણખોદથી અને શાસ્ત્રાર્થથી વ્યર્થ દૂર રહેશે.
પણ જેમ જેમ સંવત્સરી નજીક આવતી જાય છે, તેમતેમ તિથિચર્ચાના પ્રશ્નને. જાણે ઝનૂની જેહાદ જગવવી હોય એ ઢબે, ફરી સજીવન કરવાનો પ્રયત્ન, આ ચર્ચાના મુખ્ય પુરસ્કર્તા આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજી દ્વારા, શાસ્ત્રાર્થના પડકાર સાથે જયપરાજયની ભાષામાં કરવામાં આવી રહ્યો છે, તે જોતાં તો લાગે છે, કે આપણી આટલી આશા પણ ઠગારી નીવડી છે. આ પ્રશ્ન ક્યાંક પિંડવાડાના થોડાક સમાધાનને નામશેષ કરીને ફરી આપણને ઠેરના ઠેર તો નહીં લાવી મૂકે ને ?
આમ કરતાં નવા પક્ષને રોકનારી એકમાત્ર વાસ્તવિકતા એ છે, કે પિંડવાડાપટ્ટક પહેલાંની સ્થિતિ ઊભી કરવાનો પ્રયત્ન કરવા જતાં, જ્યારે પૂનમ કે અમાવાસ્યાની વૃદ્ધિ આવે ત્યારે ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાસના છઠ્ઠમાં વિક્ષેપ આવે છે. આ અવરોધ ન હોય તો પિંડવાડા-સમાધાનને નામશેષ થતાં વાર ન લાગે; આ અવરોધ જેવો-તેવો
Page #298
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ : ૧૭
નથી. મુખ્યત્વે આ સ્થિતિમાંથી ઊગરવા જ નવા પક્ષે પિંડવાડા-પટ્ટક કર્યું હોવાનું લાગે છે. પણ જો આ પટ્ટકની પાછળ રહેલી ભાવનાનું આ ચર્ચાના પુરસ્કર્તા સાચું મૂલ્યાંકન કરી શકયા હોત, તો તેઓ શ્રીસંઘને સમાધાનને માર્ગે જ દોરી જવાનું પસંદ કરત. પણ વસ્તુસ્થિતિ જુદી છે.
અમે આ પ્રમાણે માનવા-લખવા શાથી પ્રેરાયા તેનો ખુલાસો આ પ્રમાણે છે : (૧) લાખાબાવળથી પ્રગટ થતા ‘શ્રી મહાવી૨-શાસન' માસિકના ગત જુલાઈ માસના (તા. ૧-૭-૧૯૭૨ના) અંકમાં, આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય પં. શ્રી રતિવિજયજીએ “પૂ. આચાર્યદેવશ્રી વિજયનંદનસૂરિજી મ.સાહેબે સ્વમતિથી લખેલ ‘તપગચ્છ તિથિ-પ્રણાલિકા' પુસ્તિકા અંગે સત્યનું સ્પષ્ટીકરણ તપગચ્છ પ્રણાલિકાનું સત્ય સ્વરૂપ” નામે વિસ્તૃત લેખ લખ્યો છે, તેમાં એમણે પોતાના પક્ષની રજૂઆત કરવામાં જે ઉગ્રતા દર્શાવી છે, તે એ પક્ષની આ પ્રશ્નને સજીવન કરવાની વૃત્તિ કેવી ઉત્કટ છે તેનો ખ્યાલ આપે છે. લેખના મથાળાથી સૂચિત થાય છે તે મુજબ આ લેખનો હેતુ આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજીએ કેટલાક મહિના પહેલાં લખેલ પુસ્તિકાનો જવાબ આપવાનો છે. પણ આચાર્ય શ્રી વિજયનંદસૂરિજીનું લખાણ માત્ર વસ્તુસ્થિતિને રજૂ કરતું અને આક્ષેપાત્મક ભાષાથી મુક્ત છે, જ્યારે પં. શ્રી રવિતિયજીની રજૂઆતમાં અતિઆગ્રહ અને આક્ષેપ બંને છે. વળી, શ્રી મહાવીરશાસન'ના આ અંકના અગ્રલેખમાં પણ આ નવા પક્ષની વાત જ એકપક્ષીય રીતે ભારપૂર્વક રજૂ કરવામાં આવી છે; આટલું ઓછું હોય તેમ, આ અંકમાં “આના અનુસંધાનમાં પૂ. આ.શ્રી નંદનસૂરિજી મ.ની ‘તપગચ્છ તિથિ-પ્રણાલિકા' પુસ્તિકાના મુદ્દાઓને સ્પષ્ટ કરવા પ્રશ્નોત્તર પણ હવે પછીના અંકે રજૂ કરવા ધારણા છે’’ એવી જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષની બે સંવત્સરી નિમિત્તે આ પ્રશ્નને જલદ રૂપમાં સજીવન કરવાની નવા પક્ષની ઇચ્છા કેટલી ઉત્કટ છે !
-
(૨) આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી આ વર્ષે અમદાવાદ આવ્યા ત્યારે તિથિચર્ચાની સમજૂતી આપવા જાહેર પ્રવચન યોજ્યું હતું. એ જ રીતે મુંબઈમાં ગઈ તારીખ ૨૩મી જુલાઈએ રવિવારે આ જ કામ માટે લાલબાગમાં જાહે૨ પ્રવચન યોજવામાં આવ્યું હતું, અને જો આ વ્યાખ્યાન એ રવિવારે પૂરું ન થાય તો તે પછીના દર રવિવારે એ પ્રવચન ચાલુ રાખવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી. મજાની વાત તો એ છે, કે આ સમાચાર છેક રાજકોટના ‘જયહિંદ ’ દૈનિકના તા. ૨૨-૭-૧૯૭૨ના અંકમાં પણ છાપવામાં આવ્યા હતા ! આ વર્ષની બે સંવત્સરી બંને પક્ષ પોતાની રીતે શાંતિથી કરે એ વાત આ આચાર્યશ્રીને હરગિજ મંજૂર નથી !
૨૭૫
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૬
જિનમાર્ગનું અનુશીલન
જાહેર વ્યાખ્યાનના આ સમાચારમાં જરીપુરાણી અને પ્રશ્નના નિકાલમાં નાકામયાબ સાબિત થયેલી, કોઈની પણ સાથે શાસ્ત્રાર્થ કરવાનો પડકાર આપવાની વાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ બીના પરથી, આ પ્રશ્નની બાબતમાં કેવો દઢ મમત કામ કરી રહેલ છે એ જોઈ શકાય છે. જો મનમાં સહૃદયતા, સરળતા, નમ્રતા અને સત્યની શોધ અને એનો સ્વીકાર કરવાની વૃત્તિ પ્રવર્તતી હોય તો શાસ્ત્ર જીવનશોધનનો કલ્યાણકર માર્ગ શોધવામાં માર્ગદર્શક બને, પણ જ્યારે પોતે માનેલું શાસ્ત્રજ્ઞાન જાણકારીના ગુમાનનું પોષક બને છે, ત્યારે એ માનવીને જય-પરાજયની માયાવી અને ધર્મવિરોધી વૃત્તિમાં ફસાવીને ક્લેશ-દ્વેષ-કંકાસનું સાધન બનીને કેવળ આત્મઘાતક શસ્ત્ર જ બની રહે છે. જો જય-પરાજયના ધ્યેયવાળાં શાસ્ત્રોથી મતભેદોનો. નિકાલ આવી જતો હોત, તો એક જ ઇષ્ટદેવ અને એક જ પ્રકારના તત્ત્વજ્ઞાનને માનનાર ધર્મ અનેક ફાંટાઓ અને સંખ્યાબંધ નાના-મોટા ગણો-ગચ્છો-સમુદાયોમાં વહેંચાઈને વેરવિખેર ન બનત. ત્રણ-ચાર દાયકા પહેલાં ‘વીરશાસન' સાપ્તાહિકમાં ઊંટડીનું દૂધ ભક્ષ્ય ગણાય કે નહીં, એની શાસ્ત્રાધારે મહિનાઓ સુધી ચર્ચા ચાલી હતી; છતાં એનું પરિણામ પાણી વલોવવા કરતાં વિશેષ શું આવ્યું હતું? આ આચાર્યશ્રી તિથિચર્ચા માટે શાસ્ત્રાર્થનો પડકાર ફેંકે છે, ત્યારે, બહુ બહુ તો, જેઓ એમના પક્ષને અને આદેશને માને છે, તેઓ આથી સંતોષ પામશે કે “અમારા સંઘનાયકે શાસ્ત્રાર્થનો પડકાર કરીને બીજાઓને કેવા ચૂપ કરી દીધા?" બાકી સરવાળે તો ઝઘડાનો ઉપશમ પામેલો દાવાનળ ફરી જાગી ઊઠવાનો.
(૩) આ વર્ષે બે સંવત્સરી આવવાને કારણે, તિથિચર્ચાને સજીવન કરવાના જે ક્લેશવર્ધક પ્રયત્નો થયા છે, એના ઉપર કળશ તો ચડાવ્યો છે આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરિજીના ઉપર સૂચવેલ જાહેર પ્રવચનની જાહેરાત કરવા માટે પ્રગટ કરવામાં આવેલી એક પત્રિકાએ. આ પત્રિકામાં એના લખનારને ઓળખી શકાય એવું સાચું નામ ન આપતાં, “દ. : ગુણાનુરાગી' એવું છૂપું નામ આપવામાં આવ્યું છે. વળી, આ પત્રિકા ક્યારે, કયા ગામમાં અને કયા પ્રેસમાં છાપવામાં આવી એનો પણ કશો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.
ભાષા-સમિતિ અને વચન-ગતિને તો જાણે આ પત્રિકાના ઘડવૈયાએ દેશવટો જ દીધો છે ! માત્ર એના થોડાક નમૂના જોઈએ. “મહામિથ્યાત્વનું ઉન્મેલન યાને સનાતન સત્યનું સમર્થન એ મથાળાથી પ્રગટ થયેલ એ પત્રિકા કહે છે :
ગયા જ રવિવારે વ્યાખ્યાનમાં તિથિવિષયક આક્ષેપાત્મક પ્રશ્ન આવતાં તેઓશ્રીએ (આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજીએ) ફરમાવેલ છે, કે “હું અમદાવાદમાં પણ કહી આવ્યો છું અને અહીં પણ કહું છું કે હું અહીં બેઠો છું. કોઈને પણ ચર્ચા કરવી હોય તો હું તૈયાર છું; છે કોઈ પડકાર ઝીલનાર ? આજે આ તિથિચર્ચાના
Page #300
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ ઃ ૧૭, ૧૮
ઝઘડાથી શું સાચું એ તમે નથી સમજતા, ખરું ને ? હવે સાચું સમજવાનું મન થયું છે? સત્યના સંશોધક થવું છે ? મહામિથ્યાત્વના માર્ગેથી સન્માર્ગે આવવું છે ? વિરાધકમાંથી આરાધક બનવું છે ? કુગુરુઓની મિથ્યાત્વભરેલી વાજાળથી છૂટવું છે ? ઉપર્યુક્ત વાતોના શાસ્ત્રસિદ્ધ, સુવિહિત પરંપરાથી આચરાયેલાં સમાધાનો મેળવવાં છે? તો ભૂલેશ્વર મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રયના હૉલમાં તા. ૨૩-૭-૧૯૭૨ રવિવાર સવારે હાજરી આપવી પડશે.”
૨૭૭
આ વાંચીને તો ઊલટી રમૂજ ઊપજે છે, કે જાણે બે દુકાનદારોમાંનો એક દુકાનદાર ગ્રાહકને પોતાની દુકાન તરફ ખેંચવા માટે સારાસારને ભૂલીને ગમે તેવો પ્રચાર કરવામાં ન લાગ્યો હોય ! નથી લાગતું કે આવા મહાનુભાવો, ‘જીવ જતો હોય તો ભલે જાય, પણ રંગ તો રહેવો જ જોઈએ' એવી હઠ લઈને ધર્મને ધોઈ નાખીને ધર્મનું રક્ષણ કરવા બહાર પડ્યા છે !
અહીં એ જાણવું પણ રસપ્રદ થઈ પડશે, કે જાણે બે સંવત્સરીના પ્રસંગ નિમિત્તે, તિથિચર્ચાનો ઇડરિયો ગઢ જીતવાનો અવસર ન આવ્યો હોય, એમ આ પત્રિકા મુંબઈ સિવાય બીજાં સ્થાનોમાં પણ મોકલવામાં આવી છે !
એટલે જૂના પક્ષવાળાએ પડકાર ઝીલવાના મોહમાં ન પડતાં આગામી પર્યુષણ અને સંવત્સરીની આરાધના શાંતિથી થાય એવું જ વલણ અપનાવી પોતાના પક્ષને એ માર્ગે જ દોરવો. ધર્મામૃતને મેળવવાનો આ જ સાચો ઉપાય છે.
(તા. ૫-૮-૧૯૭૨)
(૧૮) તિથિચર્ચા ખડક પુરવાર થશે?
તિથિચર્ચાનો અત્યારનો પ્રશ્ન કેવળ તપગચ્છને જ સ્પર્શતો હોવા છતાં, બંને પક્ષ તરફથી એને જે પ્રમાણાતીત મહત્ત્વ આપવામાં આવ્યું છે તેની સામે સમસ્ત જૈન સમાજે જાગૃત થવાની ખૂબ જરૂર છે.
કોઈ પણ એક વર્તુળને વરેલા માનવીઓ વચ્ચે એ વર્તુળમાં ભાગલા પડી જાય એ રીતનો મતભેદ ઊભો ન થાય એ સર્વથી શ્રેષ્ઠ વાત. મતભેદ ઊભો જ થયો, તો એ મતભેદને અનુરૂપ પગલું ભરતાં પહેલાં એ અંગે આપસની વાટાઘાટો દ્વારા એનો નિકાલ લાવવાનો પ્રયત્ન કરવો એ બીજી સારી વાત. પહેલેથી જ મતભેદને અનુરૂપ આચરણ કરવું અને સાથોસાથ મતભેદનો નિકાલ લાવવાની કોશિશ કરવી એ તો લોટ ખાતાંખાતાં ભસવા જેવી અર્થહીન વાત ગણાય.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૮
જિનમાર્ગનું અનુશીલન મતભેદ આવી જ પડે તો એનો સમુચિત નિકાલ ન થાય ત્યાં સુધી એની ચર્ચાને અળગી રહેવા દઈ, બીજી બાબતોમાં ખભેખભા મિલાવીને ચાલવું એ સાચો રચનાત્મક માર્ગ ગણાય. થાળીમાં પીરસાયેલી વાનગીઓમાંથી અમુક ન ભાવતી હોય તો તેને બાજુએ રહેવા દઈ બીજીને ન્યાય આપવામાં આવે છે.
વળી મતભેદ અનિવાર્ય જ બને, તો સૌને પોતપોતાની માન્યતા કે સમજણ મુજબ વર્તવા દઈ એ મતભેદના નિકાલ માટે સહૃદયતાપૂર્વક માર્ગ શોધ્યા કરવો અને જય-પરાજયની બાલિશતાભરી વાતોથી સાવ વેગળા રહેવું એ ત્યાર પછીની ફરજ.
બીજાના ભિન્ન વર્તનને નભાવી લેવાની ઉદારતા કે સત્યને અપનાવવાની સહૃદયતા ન હોય, તો એવા મતભેદો મનભેદ બની ગયા વગર ન જ રહે.
જૈન સમાજ, કમનસીબે, તિથિચર્ચાના કારણે પહેલાં બીજાં-બીજાં પણ કારણો હતાં જ) અત્યારે મનભેદની ભયંકર ભૂમિકા ઉપર આવી ઊભો છે.
સમાજનું નિર્ભેળ લ્યાણ વાંછતી પ્રત્યેક વ્યક્તિની ફરજ છે, કે આવી ભૂમિકાને દુરસ્ત કરવાનો જ માર્ગ અખત્યાર કરે; પણ જાયે-અજાણ્યે પણ એ ભયંકરતામાં રજમાત્ર પણ ઉમેરો પોતાથી ન થઈ જાય એની સતત ખબરદારી રાખે. આવી ખબરદારી ત્યારે જ સંભવી શકે, જ્યારે આપણું હૃદય અહંકાર, અંધશ્રદ્ધા, મમત, કદાગ્રહ ને પક્ષવ્યામોહ જેવી મલિન વૃત્તિઓથી મુક્ત બનીને વિવેકથી જળહળે.
જે પક્ષે તિથિચર્ચાને જન્મ આપ્યો છે, તે તો, દુંદુભિ' કહે છે તેમ, એમ જ માને છે, કે તિથિચર્ચા કે અન્ય મતભેદો ઊભા હોય ત્યાં લગી સાચી એકતા શક્ય જ ન બને. જો આમ જ હોય, તો એકતા સામે તિથિચર્ચા એક મોટો ખડક બની રહેવાની !
અમે ઇચ્છીએ છીએ કે તિથિચર્ચાના પુરસ્કર્તા માનુભાવો આ ચર્ચાને આવા ભયંકર ખડકનું રૂપ લેતી અટકાવે.
પણ આ પક્ષને સમાજમાં પોતાનું જ વર્ચસ્વ જમાવવાની જે મહત્ત્વાકાંક્ષા વળગેલી છે અને એ કારણે તે ગમે તે રીતે ભાગલા-નીતિને અપનાવી અલગતાનું પોષણ કરવાને ટેવાઈ ગયેલ છે, તે જોતાં આ ઇચ્છા ફળે એવો બહુ ઓછો સંભવ છે.
સાવ નજીકનો જ એક પ્રસંગ તેની આ મનોવૃત્તિની સાખ પૂરે છે :
આપણી કૉન્ફરન્સનાં કાર્યોમાં પોતાનો સહકાર આપવા માટે આ પક્ષની એવી માગણી કે શરત હતી, કે કૉન્ફરન્સે પોતાનો દીક્ષાનો ઠરાવ પાછો ખેંચીને માલેગામ ઐક્ય-સમિતિએ તૈયાર કરેલા ઠરાવ પસાર કરવા. ફાલના કોન્ફરન્સે આ માગણીનો બરાબર અમલ કર્યો. બધાએ ક્ષણભર માન્યું કે હવે આ પક્ષ મધ્યમવર્ગની રાહત કે એનાં જેવાં બીજાં ખૂબ મહત્ત્વનાં કાર્યોમાં કોન્ફરન્સને સાચો સહકાર આપશે. પણ
Page #302
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૮
૨૭૯
આ માન્યતા ઠગારી નીવડી, અને એક જ વર્ષ બાદ એ પક્ષના અંતરમાં રમી રહેલી ભયંકર મહત્ત્વાકાંક્ષાનું સમાજે ફરી વાર દર્શન કર્યું. કોઈ પણ જાતના સાચા કારણ વગર તેણે પોતાના અલગતાવાદનું પુનરુચ્ચારણ કર્યું. કાગનો વાઘ કર્યો હોય તો ય ઠીક, પણ વગર કાગે જ વાઘની બૂમ મારીને કૉન્ફરન્સનો બહિષ્કાર પોકાર્યો ! એને તો ગમે તેમ કરીને પોતાના પક્ષના જ વર્ચસ્વની પડી હતી.
આ માનસ જ્યારે તિથિચર્ચાના નિકાલ વગર એકતા ન સંભવી શકે એમ કહે છે, ત્યારે એ પોતાના ભૂતકાળથી ચાલ્યા આવતા અલગતાવાદનું જ પોષણ કરે છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે. એને એમાં જ લાભ દેખાતો હોય તો એ એનો તરત ત્યાગ કરે એમ બનવું બહુ મુશ્કેલ છે.
આપણે ઈચ્છીએ કે અમારી આ માન્યતા ખોટી ઠરે અને એ પક્ષમાંના થોડાઘણા પણ તટસ્થ વિચારક મહાનુભાવો દેશ અને દુનિયાની પરિસ્થિતિના પ્રકાશમાં જૈન સમાજના કલ્યાણ-અકલ્યાણનો વિચાર કરીને, છેવટે આ પ્રશ્નને બાજુએ રહેવા દઈને પણ, સમાજને સાચે માર્ગે દોરે.
આ તો થઈ તિથિચર્ચાના જન્મદાતા પક્ષની વાત. પણ બે હાથે જ તાળી પડે એ ન્યાયે બીજા પક્ષે પણ આ માટે ઘણું કરવાનું રહે છે.
અમે પોતે તો ચોક્કસ માનીએ છીએ કે આ કે આના જેવી કોઈ પણ ચર્ચાને ખડકનું રૂપ આપવું એ જરા પણ વાજબી નથી; એમ કરવું એ અકુદરતી જ છે. માનવીનું હૃદય તો હંમેશા સમાધાનવૃત્તિના માર્ગે જ વળતું રહે છે.
એક પક્ષ આવો સમાધાનનો માર્ગ અપનાવવા રાજી ન હોય, તો બીજા પક્ષે અપાર ધીરજ દાખવીને એવું વાતાવરણ ઊભું કરવું કે જેથી પહેલા પક્ષને સમાધાનનો માર્ગ સ્વીકારવાની ફરજ પડે કે એનું દિલ એમ કરવા લલચાય.
આ દૃષ્ટિએ જોતાં આ ચર્ચામાં બીજા પક્ષે પણ પોતાની પ્રવૃત્તિ સંયમિત કરવાની ભારે જરૂર છે. પક્ષાપક્ષીના વ્યામોહમાં પડીને બંને પક્ષે ન કહેવાનું કહ્યું છે અને ન કરવાનું કર્યું છે. ઊલટું, આથી સમાજની આબરૂને ભારે હાનિ પહોંચી છે.
સહુ શાસનની સાચી મા બનવાનો સંકલ્પ કરે, અને શરીરના ટુકડા કરીને પણ બાળકનો કબજો ચાહનાર પેલી નકલી મા બનવાથી અળગા રહે. સાચી નમ્રતા, સહૃદયતા, સચ્ચાઈથી કામ સફળ થયા વગર નહીં રહે એ નક્કી.
આ રીતે અમે બીજા પક્ષને વિનવીએ છીએ, કે કામ કરવાનાં બીજાં ઘણાં ય ક્ષેત્રો છે, અને આજની સ્થિતિમાં તિથિચર્ચાનો પ્રશ્ન હલ થઈ જાય એવું એક પણ ચિહ્ન નજરે પડતું નથી. એટલે તમારી શક્તિ કે સામગ્રીનો બીજી રીતે સદુપયોગ કરો.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૮૦
જિનમાર્ગનું અનુશીલના કાળને કરવું હશે અને આ તિથિચર્ચા એક નવા ગચ્છને કાયમને માટે જન્મ આપનાર નીવડવાની હશે તો એને આપણે કેમ કરી અટકાવી શકવાના છીએ ? અને એ ઘટનાને આપણે ભાગ્યદેવતાના એક ફેંસલા રૂપે સ્વીકારવી જ પડશે. જે વાત આપણા હાથમાં ન હોય એ માટે વ્યર્થ ગાળાગાળી કે જીભાજોડીમાં પડવું કે કાવાદાવાનો માર્ગ લેવાનું કોઈ રીતે ઉચિત નથી. મલિન સાધનોથી કદી પણ શુદ્ધ સાધ્યની સાધના થઈ શકતી નથી. ડુંગળી વાવીને કસ્તૂરીની સૌરભ કદી ન પ્રસરાવી શકાય. છેવટે જૈન સમાજની પ્રત્યેક વ્યક્તિને અમે વિનવીએ છીએ, કે આ તિથિચર્ચાના કારણે આ કે તે – નવા કે જૂના – કોઈ પણ પક્ષના મોહમાં ફસાઈને એકના સમર્થન કે બીજાના ખંડન માટે તમારાં તન, મન કે ધનનો એક અણુ જેટલો અંશ પણ વાપરશો નહીં. બીજાઓને સાચે માર્ગે લાવવા એ ભલે આપણા હાથની વાત ન હોય, પણ આપણા હાથે અનિષ્ટ થતું અટકાવવું એ તો કેવળ આપણા હાથની જ વાત છે. આજના અતિ વિષમ સંયોગોમાં, પ્રાયઃ મધ્યમ-વર્ગથી જ બનેલ જૈન સમાજને બચાવી લેવાની જેઓના દિલમાં તમન્ના હોય, તેઓ તો, આપણને વધુ ને વધુ શક્તિહીન બનાવતી આવી ચર્ચાઓથી સર્વથા અળગા જ રહે.
વળી, જૈન સમાજનો મોટો ભાગ જો આવી નકામી ચર્ચાઓથી અળગા રહેવાનો નિર્ણય કરે, તો વખત જતાં આવી ચર્ચાઓ આપમેળે જ નામશેષ બની જાય.
આવી ચર્ચાઓને સમાજલ્યાણની પ્રવૃત્તિ આગળ અડગ ખડક રૂપ બનતી અટકાવવાનો સાચેસાચો ઉપાય આ જ છે.
(તા. ૨૨-૧૨-૧૯૫૧)
(૧૯) જાહેર વિવાદો અને જીવનશુદ્ધિ અંગે શાસ્ત્રનો
મર્મસ્પર્શી અભિપ્રાય
બાબત છે આ વર્ષે તપગચ્છમાં થનાર સંવત્સરીની એટલે કે પર્યુષણા મહાપર્વની બે આરાધના-તિથિની. ૩૫-૩૭ વર્ષ પહેલાં પર્વની આરાધન-તિથિને લગતા મતભેદના કારણે તિથિચર્ચાના વિવાદનો તપગચ્છમાં જન્મ થયો હતો. આ વિવાદે વિખવાદનું કેવું ઉગ્રરૂપ ધારણ કર્યું હતું એ સુવિદિત છે. ત્યારે તો એ બારે પર્વતિથિઓને સ્પર્શતો હતો, અને તેથી આરાધના-તિથિઓમાં અવારનવાર આવતા ફેરફારને કારણે આ વિખવાદનો અગ્નિ શ્રીસંઘની શાંતિ, એકતા અને બંધુતાને ભરખી જતો હતો.
Page #304
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૯
૨૮૧ સદ્ભાગ્યે, સાત-આઠ વર્ષ પહેલાં, તપગચ્છ સંઘમાં આ પ્રશ્રની બાબતમાં કંઈક શાણપણ અને દૂરંદેશી જાગૃત થયાં, તેમ જ કેટલાક સંઘહિતચિંતક મહાનુભાવોના, આ મતભેદનું નિવારણ કરવાના અવિરત પ્રયત્નો ઠીકઠીક પ્રમાણમાં સફળ થયા. પરિણામે, આ મતભેદને કારણે વ્યાપક બની ગયેલ ડંખ કેવળ સંવત્સરી-મહાપર્વની આરાધનામાં કયારેક આવી પડતા ભેદ પૂરતો મર્યાદિત બની ગયો.
આ રીતે આ ચર્ચાએ જગવેલ ડંખનો મોટો ભાગ તો દૂર થયો, પણ એનો ભલે નાનો-સરખો અંશ પણ હજી સંવત્સરી અંગેના મતભેદ રૂપે ટકી રહ્યો છે એ પણ એક હકીકત છે. નાનો ડંખ પણ છેવટે ડંખ જ છે; એ પીડા જગાવ્યા વિના રહેતો નથી, એથી અત્યારે પણ તપગચ્છ “એક-તિથિવાળા' અને બે-તિથિવાળા' તરીકે ઓળખાતા બે ભાગમાં વહેંચાઈને બેચેન છે જ.
તપગચ્છ-સંઘના મોવડીઓએ એ વાતનો ગંભીરપણે વિચાર કરવાનો છે કે સંઘ એક તિથિવાળો’ અને ‘બે તિથિવાળો.” એવા બે પેટા ગચ્છો રૂપે કાયમને માટે વિભાજિત રહે એવી સ્થિતિને નિભાવી રાખવી છે, કે તેનું નિવારણ કરીને આંતરિક કલહમાં પોતાનાં સમય, શક્તિ અને સંપત્તિને બરબાદ થતાં રોકીને તે વધારે શક્તિશાળી અને વગદાર બને એ દિશામાં પ્રયત્ન કરવો છે?
જો આપણે આ દિશામાં પ્રયત્ન કરવો હોય તો શાસ્ત્રવાણી આપણને આ માટે ઠીકઠીક માર્ગદર્શક થઈ શકે એમ છે. આ વાણી આપણને સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે, કે આવા મતભેદોને સાચી ધર્મભાવના સાથે કશી લેવાદેવા નથી. આવી જ એક ઉપયોગી બાબત તરફ શ્રી સંઘનું ધ્યાન દોરવાનું અમે અહીં ઉચિત માન્યું છે.
મુંબઈની જાણીતી સાહિત્યસંસ્થા “જૈન સાહિત્ય વિકાસમંડળ' તરફથી યોગસાર' નામે એક નાનું-સરખું પુસ્તક પ્રસિદ્ધ થયું છે. આત્મસાધનામાં માર્ગદર્શક બની શકે એવી અનેક બાબતો, ગાગરમાં સાગરની જેમ આ નાના-સરખા પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે. આ પુસ્તકના પાંચ પ્રસ્તાવ છે, જેમાં અનુષ્ટ્ર, છંદમાં કુલ ૨૦૬ શ્લોકો છે. દરેક શ્લોકનો સુગમ અર્થ પણ આપવામાં આવ્યો છે. ગ્રંથના કર્તાનું નામ જાણી શકાયું નથી – કદાચ ગ્રંથના કર્તાએ નામનાથી સર્વથા દૂર રહેવાનું જાણીસમજીને પસંદ કર્યું હશે.
આ યોગસાર'ના બીજા પ્રસ્તાવ (‘તત્ત્વ સારોપદેશક')માં માનવી મતાગ્રહ કે કદાગ્રહમાં સત્યને ભૂલીને સાચી ધર્મભાવનાથી કેવો વિમુખ બની જાય છે એ વાત હૃદયસ્પર્શી વાણીમાં સમજાવીને માનવીની પાયાની કમજોરી તરફ આંગળી ચીંધવામાં આવી છે. તિથિચર્ચા જેવા મતભેદો, આત્મકલ્યાણની દૃષ્ટિએ, કેવા નિરર્થક છે તે સમજાવતો આ પ્રસ્તાવનો નીચેનો ચોવીસમો શ્લોક મનન કરવા યોગ્ય છે :
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૨
જિનમાર્ગનું અનુશીલના
नांचलो मुखवस्त्रं न, न राका न चतुर्दशी।
न श्राद्धं प्रतिष्ठा वा तत्त्वं किंत्वमलं मनः ॥ અર્થાતુ – વસ્ત્રનો છેડો કે મુખપત્ર (મુહપત્તિ) તત્ત્વ નથી, પૂર્ણિમા કે ચતુર્દશી તત્ત્વ નથી, શ્રાદ્ધ વગેરે કે પ્રતિષ્ઠા પણ તત્ત્વ નથી, પરંતુ નિર્મળ (પ્રસન) મન જ તત્ત્વ છે.
ઉપર મુજબની જે ભાવના યોગસારમાં દર્શાવવામાં આવી છે, એવી જ મર્મગ્રાહી અને ઉદાર ભાવના અન્ય ધર્મગ્રંથોમાંથી પણ મળી શકે તેમ છે – જો આપણે સત્યશોધક અને ગુણગ્રાહક બનીને પ્રયત્ન કરીએ તો.
સને ૧૯૬૭માં પ્રગટ થયેલા આ પુસ્તકના પ્રકાશન અંગે, એના પ્રકાશકીય નિવેદનમાં કહેવામાં આવ્યું છે –
“આ ગ્રંથ હજી પણ કદાચ બહાર ન પડત, પરંતુ આ કાર્ય માટે સદાકાળ પ્રેરણા આપનાર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર.. પરમપૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવરની તથા જૈનસાહિત્ય-વિકાસમંડળના પ્રમુખ શ્રેષ્ઠીવર્ય શ્રીયુત અમૃતલાલ કાળીદાસ દોશી, બી એ.ની તમન્નાથી જ આ ગ્રંથ આજે વાચક-મહાનુભાવોના કરકમલમાં મૂકવા અમે ભાગ્યશાળી બન્યા છીએ.”
આ ઉપરથી જોઈ શકાશે કે તિથિચર્ચાને જગવનાર તપગચ્છના એક પક્ષના શ્રમણ સમુદાયના સાધુ-મુનિરાજોનો આમાં સહજ ભાવે નિર્દેશ થયેલો છે. તેઓ તેમ જ બીજા પક્ષવાળાઓ પણ આ મતભેદને દૂર કરવા કૃતનિશ્ચય બને તો આ શ્લોક એમાં કેટલો બધો ઉપયોગી થઈ શકે !
(તા. ૮-૪-૧૯૭૨)
-
(૨૦) શાસ્ત્રાર્થ ભલે કરીએ, કલહ નહિ
ચાર દાયકા કરતાં પણ વધુ સમય પછી પણ એવું જ ઉગ્ર અને ખતરનાક રૂપ સાચવી રહેલા તિથિચર્ચાના રાહુએ તપગચ્છ સંઘની અનેક રીતે ખાનાખરાબી કરવામાં કશી જ મણા રાખી નથી તે સુવિદિત છે. આ ચર્ચાના કારણે ધર્મભાવનાના પાયામાં જ સુરંગો ચાંપતી દૃષ્ટિરાગ, રાગદષ્ટિ, શિથિલતા, નિંદા-કૂથલી અને છળપ્રપંચની પ્રવૃત્તિને જે આશ્રય મળ્યો છે, તે કોઈ પણ સહૃદય સંઘહિતચિંતકને ચિંતિત અને ખિન્ન કરે એવો અપૂર્વ છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૦
૨૮૩ જાણીતા પ્રવચનકાર અને લેખક મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજીએ, કંઈક આવી જ ચિંતાકારક લાગણીથી પ્રેરાઈને, થોડા વખત પહેલાં, તિથિચર્ચા અંગે એક નિવેદન બહાર પાડીને સંઘમાં પ્રવર્તમાન અનિષ્ટ તરફ આંગળી ચીંધવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. એમનું આ નિવેદન “મુંબઈ સમાચાર' દૈનિકના તા. ૪-૪-૧૯૭૮ના અંકના “જિનેન્દ્ર વિભાગમાં પ્રગટ થયું છે. અહીં એ સાભાર રજૂ કરીએ છીએ:
હવે, વિ. સં. ૨૦૪૨ની સાલમાં સંવત્સરી પર્વની આરાધના જુદી આવે છે. અને ત્યાર બાદ જાણવા મુજબ વિ. સં. ૨૦૫ની સાલમાં વળી પાછી જુદી આરાધના આવે છે. આમ આજથી ૨૦૫૧ની સાલ સુધીમાં ૧૮ વર્ષમાં માત્ર ૨૦૪રની રોલમાં એક જ દિવસ માટે સમસ્ત છે. મૂ. પૂ. જૈનસંઘ સંવત્સરી-પર્વની જુદાજુદા દિવસે આરાધના કરશે.
“આ પ્રશ્નને અનુલક્ષીને જૈનસંઘ સમક્ષ એક વાત રજૂ કરવાનું મને ઉચિત લાગે છે કે જ્યારે હવે ૨૦૫૧ની સાલ સુધીમાં ૧૮ વર્ષમાં માત્ર એક જ સંવત્સરીપર્વની આરાધના જુદી કરવાની આવતી હોય, તો આ પ્રશ્નને ક્લેશનું ઉગ્રતમ સ્વરૂપ આપીને સમસ્ત સંઘમાં અત્યંત ઉદ્વેગનું વાતાવરણ જારી રાખવાનું જરૂરી ગણાય ખરું? અઢાર વર્ષના એક દિવસ ખાતર અઢારેય વર્ષ સુધી લગાતાર એકબીજાના ધિક્કારનું વાતાવરણ જીવંત રાખવાની વૃત્તિવાળાં તત્ત્વો જૈનસંઘની ભયાનક આશાતના કરી રહ્યાં નથી શું? તેવા સતત ફ્લેશમાં જ પોતાની દાળ-રોટી કાઢતાં તે નિંદા-કૂથલીના કારમાં રસના જામ ગટગટાવતા ગૃહસ્થોના કબજામાં સમસ્ત જૈનસંઘે રહેવાનું જરા ય યોગ્ય છે ?
આ પ્રશ્ન અત્યંત શાસ્ત્રીય છે, તત્ત્વચર્ચાનો મુદ્દો છે એ કબૂલ; પરંતુ એને ભારે સંઘર્ષના મેદાનમાં તાણી લાવવામાં આવ્યો, તેથી સૌથી મોટું નુકસાન એ થયું કે આ પ્રશ્ન તો શાસ્ત્રીય ઉકેલના ટેબલ ઉપરથી દૂર ફંગોળાયો ! હવે તો એના ઓઠા નીચે બહુ સારા ગણાતા વર્ગમાં શૈથિલ્યનો પ્રવેશ થવા લાગ્યો છે. આ શૈથિલ્ય ભલે વ્યાપક બન્યું ન હોય, પરંતુ એ નગણ્ય કહી શકાય એટલું નાનું પણ નથી જ, બલ્ક જે રીતિથી અને જે ગતિથી એ રોગ ઉગ્ર બની રહ્યો છે, તે જોતાં તો ભાવિ વધુ ચિંતાજનક જણાય છે.
પક્ષ તે જ સારો છે, જે શાસનને મજબૂત કરે. જે પક્ષ પોતાને જ મજબૂત કરવાની ગતિવિધિમાં શાસનને નબળું પાડવાનું કામ અજાણતાં પણ કરતો હોય તે પક્ષ પ્રશસ્ત કોટિનો કેમ જ કહી શકાય?
“જો કોઈ પક્ષ પોતાનાં શિથિલ તત્ત્વોને પણ છાવરવાનું કામ કરતો હોય અને સામા પક્ષનાં સુવિશુદ્ધ તત્ત્વોની અનુમોદના કરવામાં કાયર થતો હોય, તો તેના દ્વારા ધર્મશાસન ખરેખર નબળું જ પડી રહેવાનું છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૪
જિનમાર્ગનું અનુશીલન
“ખરેખર તો સુવિશુદ્ધ ધર્મના આરાધકો એ જ આપણો પક્ષ, અને તેના ઉઘાડેછોગ મોટા વિરોધકો એ વિપક્ષ – એવી રીતે ભેદ પાડીને વિચારવાની ખૂબ જરૂર જણાય છે.
-
“આ બાબતમાં ગંભીરપણે કશું જ વિચારવામાં નહિ આવે, અને શાસન અને શાસ્ત્રોથી નિરપેક્ષ બની જઈને માત્ર પક્ષ'ને જ સર્વસ્વ માનીને તેને પુષ્ટ કરવા માટે બધા જ દોષોને ગૌણ બનાવી દેવામાં આવશે તો મને લાગે છે, કે ધર્મશાસનના રખોપા (? રખેવાળ) જેવા ગણાતા વર્ગનું ભાવિ બેચેની ઉત્પન્ન કરે તેવું કદાચ હશે.
“અંતમાં એટલું કહીશ કે... એટલી બધી સહુ શાંતિ પકડે અને સુંદર આરાધના કરે, કે અઢાર વર્ષ પૂરાં થતાં પહેલાં જ શ્રીસંઘની સુંદર આરાધનાઓના બળથી ઉત્પન્ન થનારું પુણ્ય ૨૦૪૨ની સાલના સંવત્સરી પર્વને પણ શાસ્ત્રનીતિથી એક થઈને આરાધવાની ધન્ય પળોનું સર્જન કરે.”
પોતાને જે વાત કહેવાની છે, તે મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજીએ અસંદિગ્ધ ભાષામાં અને સ્પષ્ટ રૂપમાં કહી છે; એટલે એ અંગે વિવેચન જરૂરી નથી. આવું ઉપયોગી નિવેદન કરવા બદલ આપણે મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજીનો ઉપકાર માનીએ.
(૨૧) મહાવીર-નિર્વાણ-મહોત્સવના વિરોધનું તાંડવ
ભગવાન મહાવીરસ્વામીના મહાનિર્વાણનું પચીસસોમું વર્ષ જેમજેમ નજીક આવતું જાય છે, તેમતેમ એક બાજુએ ઐતિહાસિક દૃષ્ટિએ પ્રેરક અને મહત્ત્વના ધર્મપ્રસંગની અખિલ-ભારતીય ધોરણે વ્યાપક, સમુચિત, ભવ્ય ઉજવણી થાય તે માટે જુદીજુદી કમિટીઓ-સમિતિઓ દ્વારા એ ઉજવણીનો આકાર-પ્રકાર નક્કી કરવા માટે જરૂરી વિચારણાઓ અને યોજનાઓ થતી હોવાના સમાચાર મળતા રહે છે; અલબત્ત, આ વિચારણાઓ અને યોજનાઓ દ્વારા હજી સુધી આ પ્રસંગની ઉજવણીની સ્પષ્ટ અને સુનિશ્ચિત રૂપરેખા સમાજ અને જનતા સમક્ષ રજૂ થઈ શકી નથી, અને હજુ બધી વાત પ્રવાહી કે પ્રાથમિક રૂપમાં જ જાણવા મળે છે – એ એની એક મર્યાદા કે ખામી લેખી શકાય એમ છે. પણ કામને સાંગોપાંગ છેલ્લા તબક્કે પૂરું કરવાની આપણી સહજ ટેવને કારણે, આ બાબતમાં પણ કંઈક મોડે-મોડે છતાં બહુ મોડું થાય તે પહેલાં આપણે બધો કાર્યક્રમ નિશ્ચિત કરી શકીશું એવી આશા જરૂર રાખીએ.
(તા. ૧૩-૫-૧૯૭૮)
Page #308
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૧
૨૮૫ બીજી બાજુએ જેમ-જેમ આ પ્રસંગની ઉજવણી વધારે નજીક આવતી જાય છે, તેમ-તેમ એ ઉજવણી સામેનો જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની તપગચ્છ શાખાના એક વગદાર શ્રમણ-સમુદાયનો વિરોધ વધારે વ્યાપક અને વેગવાન બનતો જાય છે, અને હમણાં હમણાં તો એ જોરદાર અને ઝનૂની હિલચાલનું રૂપ ધારણ કરતો જણાય છે. શાસ્ત્ર અને પરંપરાના મોઘમ કે ગોળ-ગોળ નામે નરી રૂઢિચુસ્ત અને જુનવાણી મનોવૃત્તિ છેક પ્રાચીન સમયથી, સંઘના એકાંત રૂઢિભક્ત વર્ગને વળગેલી છે, તે દૃષ્ટિએ વિચાર કરતાં આવા વિરોધ માટે નવાઈ તો નથી લાગતી, પણ ખેદ જરૂર થાય છે. ધર્મની “વત્યુસદાવો ઘો’ જેવી પારમાર્થિક વ્યાખ્યાની ઉપેક્ષા કરીને, પવન, પાણી કે પ્રકાશને પોટકામાં બાંધી રાખવાની ચેષ્ટાની જેમ ધર્મના સર્વલ્યાણકારી તત્ત્વને અતિસંકુચિત મનોવૃત્તિના સાવ સાંકડા વાડામાં ગોંધી રાખવા મથીને વિશ્વના જીવોને એના લાભથી વંચિત રાખવાનો અતિબાલિશ પ્રયત્ન કરવામાં આપણા વિદ્વાન ગણાતા અને સંઘનાયકપદે બિરાજતા આચાર્યો સુધ્ધાં રાચે અને એમ કરવામાં પ્રવચનરક્ષા માને એ માટે કોને શું કહીએ ?
અલબત્ત, તપગચ્છમાં પણ એવા આચાર્યો અને મુનિવરો છે જ, કે જેઓ આ પ્રસંગની ઉજવણી નિગ્રંથ ભગવાન મહાવીરના દિવ્ય-ભવ્ય જીવન અને જૈન સંસ્કૃતિના ગૌરવને છાજે એવી રીતે થવી જોઈએ એમ માને છે, અને એમાં પોતાથી બનતો બધો સહકાર આપવાની પોતાની ફરજ માને છે. ઉપરાંત, તપગચ્છના શ્રમણ સમુદાયમાં એક વર્ગ એવો પણ છે, જે આ કાર્ય માટે આ કે તે પક્ષમાં ભળવાને બદલે ઉદાસીનતા કે તટસ્થતા સેવે છે. પણ અહીં તો આ ઉજવણી પ્રત્યે આકરી નાપસંદગી અને નારાજગી દર્શાવીને જે શ્રમણસમુદાય એનો નર્યો વિરોધ કરવાની જ પોતાની ફરજ માને છે અને સકળ શ્રીસંઘને એનો વિરોધ કરવાની જ હાકલ કરે છે, એને અનુલક્ષીને જ કેટલીક વિચારણા કરવા ઈચ્છીએ છીએ. આ ઉજવણીની સામે શ્રીસંઘમાં વિરોધનું વાતાવરણ ગવવાનું કામ એક સંસ્થા તરીકે ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજની પ્રેરણાથી સ્થપાયેલ “શ્રી અખિલ ભારતીય જન-સંસ્કૃતિ-રક્ષક સભાએ હાથ ધર્યું છે અને એક વ્યક્તિ તરીકે મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજે ઉપાડ્યું છે.
શ્રી અખિલ ભારતીય જૈન-સંસ્કૃતિ-રક્ષક સભાની બેઠક ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજની નિશ્રામાં, દિવાળી પહેલાં, ગત ૯-૧૦ ઑક્ટોબરે ઊંઝા મુકામે મળી હતી. એમાં આ ઉજવણીના વિરોધમાં કરવામાં આવેલી વિચારણાને અંતે તપગચ્છના જુદાજુદા સમુદાયના નવ આચાર્ય મહારાજો તથા બે મુનિવરોના નામે પ્રગટ કરવામાં આવેલ પત્રિકામાં, આ ઉજવણીમાં ભાગ નહીં લેવાનો શ્રીસંઘને આ પ્રમાણે આદેશ આપવામાં આવ્યો છે :
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૬
જિનમાર્ગનું અનુશીલન “प्रभु महावीर तीर्थंकरदेवकी २५००वीं उजवणी जैनशास्त्रोंमें आदिष्ट नहीं है, और ऐसी विहित भी नहीं है । उसे वह करनेके योग्य नहीं है । क्योंकि वह जैन धर्म, जैन शासन आदि पर आगे जा कर महाखतरों की उत्पादक बन रहनेवाली
મુનિરાજશ્રી ચંદ્રશેખરવિજયજીએ આ ઉજવણીના વિચારનું સવિસ્તર સમાલોચન કરી એનો વિરોધ કરવાની પ્રેરણા આપતી બે પુસ્તિકાઓ પ્રગટ કરી છે. તા. ૨૮૧૧૯૭૧ના રોજ પ્રગટ થયેલી ૩૮ પાનાંની પુસ્તિકાનું નામ છે “શાસનપતિ તીર્થકર પરમાત્મા મહાવીરદેવના નિર્વાણના ર૫૦૦મા વર્ષે ઉજવાતી સરકારી ધોરણની ઉજવણી અને તા. ૨૧-૧૧-૧૯૭૧ના રોજ બહાર પડેલ, પ૬ પાનાંની બીજી પુસ્તિકાનું નામ છે : “શાસનપતિ તીર્થંકર પરમાત્મા મહાવીરદેવની ૨૫મી શતાબ્દીની. ઉજવણી નિમિત્તે ૩૯ શ્રીમંતો વગેરેની નિમાએલી કમિટી તરફથી બહાર પડેલા ચાર પરિપત્રોની સ્પષ્ટ સમાલોચના'.
આ એકાંગી વિરોધ પાછળની મનોવૃત્તિનું કેટલુંક અવલોકન-પૃથક્કરણ કરીએ.
એ પહેલાં નાફેરવાદી મનોવૃત્તિ, કે જે હંમેશાં બીજાના સમયાનુરૂપ નવા (એટલે કે સુધરેલા વિચાર કે વર્તનને આવકારવામાં નાખુશ, સંકોચશીલ કે પછાત રહે છે, એની તાસીર સમજી લેવી ઉપયોગી થઈ પડશે. નાફેરવાદી, રૂઢિચુસ્ત કે જુનવાણી એ ત્રણેનો ભાવ એક જ છે, કે મુખ્યત્વે પુરાતનપણાનું જ સમર્થન કરતાં રહીને નવા વિચાર કે નવી પ્રવૃત્તિ સામે મનનાં દ્વાર બંધ કરી દેવાં. જૈનધર્મના પ્રરૂપકોની અનુભવપૂર્ણ પ્રરૂપણાને સંઘકલ્યાણ અને લોકકલ્યાણને માટે કાયમને માટે સાચવી રાખવા માટે આપણાં ધર્મશાસ્ત્રોએ દેશ-કાળને અનુરૂપ પરિવર્તનને આવકારી શકાય એટલા માટે ઠેરઠેર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ઓળખીને વિચારવા-વર્તવાનું સ્પષ્ટ વિધાન કર્યું છે. વળી, સામી વ્યક્તિની વિચારસરણી અને પ્રવૃત્તિનું હાર્દ એ વ્યક્તિની પોતાની દષ્ટિએ સમજી શકાય અને પછી એને સમભાવપૂર્વક આપણું દૃષ્ટિબિંદુ સમજાવી શકાય એટલા માટે સત્યશોધક, ગુણગ્રાહક અને કદાગ્રહી-હઠાગ્રહી વૃત્તિથી મુક્ત એવા અનેકાંતવાદનું પ્રરૂપણ પણ કરેલું છે; તેમ જ સત્યનો નાનો-સરખો અંશ પણ ધ્યાનબહાર જતો ન રહે એ માટે નયવાદ, નિક્ષેપો અને સપ્તભંગીની વિશદ સમજૂતી અપાઈ છે. આમ, છતાં રૂઢિચુસ્તો દ્વારા એનો વ્યવહારમાં ન તો કશો જ ઉપયોગ કરવામાં આવે છે કે ન તો પરમત-સહિષ્ણુતાની ભાવનાને કશું પ્રોત્સાહન આપવામાં આવે છે. નવાઈની વાત તો એ છે, કે આવી નાફેરવાદી વ્યક્તિઓ પોતાના શાસ્ત્રાભ્યાસના બળે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના, સ્યાદ્વાદ-અનેકાંતવાદના તેમ જ નય-સપ્તભંગીના સિદ્ધાંતો ઉપર ખૂબ વિસ્તૃત અને પાંડિત્યભર્યું વિવેચન કરવા છતાં જીવનમાં અને વ્યવહારમાં
Page #310
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૧
૨૮૭
એનો ઉપયોગ કરવાની વૃત્તિ કે પ્રવૃત્તિથી સાવ અલિપ્ત રહી શકે છે ! અને આના કરતાં ય વિશેષ રમૂજ ઉપજાવે એવી વાત તો એ છે, કે તેઓ પોતે લાભાલાભનું બહાનું આગળ કરીને છાપાં છપાવવાં, જાહેર વ્યાખ્યાનો ગોઠવવાં, પ્રચાર-પુસ્તકો મુદ્રિત કરાવવા જેવી અનેક નવા જમાનાની પ્રવૃત્તિઓને તો હોંશેહોંશે અને ધર્મબુદ્ધિથી આવકારે છે, પણ બીજાઓની સમયાનુરૂપ નવી વિચારસરણી કે પ્રવૃત્તિને સમજવા અને આવકારવાની ઉદારતા, સમતા અને ખેલદિલી દાખવી શકતા નથી; એટલું જ નહીં, એવે પ્રસંગે જાણે નવી વિચારણા કે પ્રવૃત્તિથી ધર્મ કે સંઘમાં ધરતીકંપ સરજાઈ જવાનો ન હોય, એમ એનો ઝનૂનપૂર્વક પ્રતિકાર કરવા સજ્જ થઈ જાય છે. જ્યારે નાફેરવાદી માનસની આવી એકાંગી તાસીરનો વિચાર કરીએ છીએ, ત્યારે નવા વિચાર કે વર્તન સામેના એના ઉગ્ર અણગમા અંગેનાં આપણાં નવાઈ અને ખેદ ઓછાં થઈ જાય છે, અને એમના આવા વલણના ઘેરા અને વ્યાપક પ્રત્યાઘાતો પડવાનો આપણો ભય પણ ઓછો થઈ જાય છે.
હવે એમના આ વિરોધનું અવલોકન-પૃથક્કરણ કરીને એમાંથી ઊભા થતા કેટલાક પ્રશ્નોની થોડીક વિચારણા કરીએ :
આપણે ત્યાં રોહિણેય ચોરની વાત એક ધર્મકથા રૂપે બહુ જ રસપૂર્વક કહેવાયસંભળાય છે. તેનો મુખ્ય ભાવ એ છે, કે ભગવાન તીર્થંકરની વાણી અનિચ્છાએ પણ જો કાનમાં અને કાન મારફત મનમાં સંઘરાઈ હોય તો તે ક્યારેક પણ માનવીનો ઉદ્ધાર કરનારી બને છે. તો શું ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-મહોત્સવ નિમિત્તે તેઓની ધર્મભાવનાને સમજાવતી પવિત્ર જીવનકથા અને ધર્મવાણી સામાન્ય જનસમૂહને કહી સંભળાવવામાં આવે તો તેથી લોકોનું કે આપણા ધર્મ યા સંઘનું અકલ્યાણ થવાનું છે? કે ભગવાન મહાવીરદેવનું અગૌરવ થઈ જવાનું છે ?
આપણે “સવિ જીવ કરું શાસનરસી અને મિતી કે સન્ગમૂUહ્યું સૂત્રનું આત્મસાક્ષીએ અને પ્રભુસાક્ષીએ કે ગુરુસાક્ષીએ અનેક ધર્મક્રિયા પ્રસંગે અનેક વાર ઉચ્ચારણ કરીએ છીએ. શું આ સૂત્ર પોપટની જેમ ખાલી મુખપાઠરૂપે જ બોલવાનું છે, કે એનું જીવન અને વ્યવહાર સાથે અનુસંધાન કરવાનો પુરુષાર્થ કરીને એને સાચું પાડવાનું છે? જો બીજાઓ આપણે કરીએ તેમ જ કરે, આપણે વિચારીએ એમ જ વિચારે અને આપણે કહીએ તેમ જ વર્તે અને પોતાનાં સ્વતંત્ર વિચાર-વર્તનને દેશવટો. આપી દે તેવી આત્માના ચૈતન્ય વિરુદ્ધની જડ વિચારધારાને જ આપણે અપનાવવા માગતા હોઈએ કે ધર્મને નામે ઓળખાવવા ઇચ્છતા હોઈએ, તો સર્વજીવમૈત્રીની ઉમદા, ઉદાર અને ઉદાત્ત ભાવના જીવનમાં સાકાર કેવી રીતે થઈ શકશે ?
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૮
જિનમાર્ગનું અનુશીલન વળી, ભગવાનનો પચીસસોમો નિર્વાણ મહોત્સવ વ્યાપક અને સાર્વજનિક ધોરણે ઉજવવામાં જૈન શાસનનું મોટું અનિષ્ટ થવાનું માનવા જેટલી હદની સંકુચિતતાને જો આપણે કેળવીએ, તો પછી તીર્થકર ભગવાનને આપવામાં આવેલાં જગનાથ, જગગુરુ, જગદુદ્ધારક, લોકનાથ, શરણદાતા વગેરે વિશેષણો પ્રભુની યથાર્થ મહત્તાનાં સૂચક છે એમ આપણે પુરવાર કેવી રીતે કરી શકીશું ? એક વાત આપણે બરાબર સમજી રાખવી ઘટે કે છેવટે ભગવાનનો મહિમા ઘટાડવો કે વધારવો એ ભક્તના પોતાના હાથની વાત બની જાય છે, અને ભક્તની ઉદારતા કે સંકુચિતતા ભગવાને ઉપદેશેલા ધર્મની ઉદારતા કે સંકુચિતતા લેખાવા લાગે છે.
આપણે ત્યાં આત્માને નિમિત્તવાસી' કહીને એને ધર્મકરણી કરવાનું કંઈક પણ નિમિત્ત મળે અને એથી એ ધર્મકરણી કરવા પ્રેરાય એટલા માટે આપણા માનવસ્વભાવના અનુભવી ધર્મનાયકો અને શાસ્ત્રકારોએ પર્વો, તીર્થો અને ધર્મોત્સવની યોજના કરી છે. તો પછી ભગવાન મહાવીરના પચીસસોમાં નિર્વાણવિર્ષ જેવા શ્રેષ્ઠ પર્વ નિમિત્તે મહાન સમારોહ યોજીને સામાન્ય જનસમૂહ સુધી ભગવાનનો સમભાવ, વિશ્વમૈત્રી તથા અહિંસા-સંજમ-તપનો સંદેશો પહોંચતો કરવાનો પુરુષાર્થ કરવો એમાં ધર્મશાસનને નુકસાન કરનારું કર્યું તત્ત્વ હોઈ શકે? અને આ નિર્વાણમહોત્સવ જાહેર રીતે ઉજવવામાં જૈનધર્મનું ગૌરવ ખંડિત થવાનો ભય સેવવો એ તો ખુદ ભગવાનના અને એમણે પ્રરૂપેલા ધર્મના હીરને નહીં પિછાણવા જેવાં અજ્ઞાન અને પામરતા જ ગણાય. સાચા ઝવેરાતને બજારમાં મૂકવામાં ભય કેવો ?
જે મહાનુભાવો પચીસસોમા નિર્વાણ-મહોત્સવની હિમાયત અને હિલચાલ કરે છે, એમના શુભ ઇરાદા માટે શંકા સેવવી એ સાચી વસ્તુસ્થિતિનો અપલાપ કરવા જેવો મોટો દોષ છે. આ રીતે બીજાઓ ઉપર નિરાધાર દોષારોપણ કરવું એ તો બીજાઓને આપણા શુભ ઈરાદા ઉપર પણ શંકાશીલ કરવા જેવી સ્વહાનિકર ભૂલ છે.
અહીં એક પ્રસંગ ટાંકવા જેવો છે. સને ૧૯૫૮માં પંડિત શ્રી સુખલાલજી એમના દર્શન અને ચિંતન' પુસ્તકને સાહિત્ય અકાદમી તરફથી આપવામાં આવેલ પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક લેવા દિલ્હી ગયેલા. એ વખતે હિન્દી ભાષાના સુવિખ્યાત કવિ શ્રી મૈથિલીશરણજી ગુપ્ત પણ પારિતોષિક લેવા આવેલા. તેઓ પંડિતજીને મળ્યા ત્યારે એમણે દુઃખ સાથે તેમને એ મતલબનું કહ્યું, કે “આપ મને એવો કોઈ જૈન વિષય બતાવો કે જેના ઉપર હું કવિતા રચું. મિત્રો અને લોકો મને ઠપકો આપે છે કે મેં જૈન વિષયને લઈને કોઈ કાવ્યની રચના નથી કરી. પણ કોઈ નારાજ ન થાય, કે બધાંને
Page #312
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૧
૨૮૯
પસંદ પડે એવો કયો જૈન વિષય મારે પસંદ કરવો એ મને સમજાતું નથી.” પંડિતજીએ ચંદનબાળાનો તથા બીજો કોઈક પ્રસંગ તેઓને સૂચવ્યો. મુસીબત એ હતી, કે ચંદનબાળાના પ્રસંગને દિગંબર સંઘ માનતો જ નથી, તથા બીજા પ્રસંગો બીજા જૈન ફિરકાઓને માન્ય નથી; તો એ કયા પ્રસંગોને લઈને પોતાની કાવ્યગંગાને વહેતી મૂકે? આપણને વળગેલી સાંપ્રદાયિક કટ્ટરતા, સંકુચિતતા અને અસહિષ્ણુતા એવી તો ઘેરી છે, કે જૈનેતર ચિત્રકારો, કવિઓ કે કથાકારો પોતાની કળા દ્વારા કોઈ પણ જૈન વિષયનું સર્જન કરતાં હંમેશાં વિરોધનો ભય સેવતા રહે છે.
આપણી સાંપ્રદાયિક ઘેલછાનો એક બીજો દાખલો પણ અહીં નોંધવા જેવો છે. થોડાંક વર્ષ પહેલાં બિહાર સરકાર સાથે શ્રી સમેતશિખર તીર્થ બાબતમાં આપણને ખટરાગ થયો હતો. અધૂરામાં પૂરું દિગંબર જૈનસંઘ પણ પોતાના હિતની રક્ષા કરવા માટે આ પ્રશ્ન સાથે સંકળાયો હતો. આપણા સંઘના અધિકાર સુરક્ષિત રહે એ માટે આપણા મોવડીઓ તનતોડ મહેનત કરતા હતા. જ્યારે આપણું પ્રતિનિધિમંડળ બિહારના મુખ્યપ્રધાનશ્રીને મળવા પટના પહોંચ્યું ત્યારે એમણે પોતા ઉપર આવેલ તાર આપણા પ્રતિનિધિમંડળને આપ્યો. એમાં કોઈ વધારે પડતી ઉત્સાહી વ્યક્તિએ લખ્યું હતું, કે આપની પાસે આવેલ પ્રતિનિધિ મંડળ અમને માન્ય નથી ! આવી અદૂરદર્શી છે આપણી સંકુચિત મનોવૃત્તિ !
આ કામનો વિરોધ કરવામાં અનેક આચાર્યો અને મુનિવરો ભેગા થયા એમાં કોઈ મહાન સિદ્ધિ આપણે મેળવી છે એમ માની લેવાની જરૂર નથી. શ્રદ્ધા, અતિશ્રદ્ધા, અને અંધશ્રદ્ધામાં પળોટાયેલ સામાન્ય જનસમૂહને અમુક કામમાં સાથ ન આપવાનો આદેશ આપીને એને એ કામથી રોકવાનો પ્રયત્ન કરવો એ તો પાણી ઢાળ તરફ દોડાવવા જેવું સહેલું કામ છે. ખરી બહાદુરી તો ગૃહદાહનું રૂપ લઈ બેઠેલા તિથિના પ્રશ્નનો નિકાલ લાવવામાં કે પહેલા-બીજા મહાવ્રતના પાયાને લૂણો લગાડતી સંગ્રહશીલતા રૂપે તેમ જ રાગદષ્ટિ કે દૃષ્ટિરાગની પ્રેરક મોહાવિષ્ટ લોકસંપર્કની વૃત્તિરૂપે ઉત્તરોત્તર વધી રહેલ શિથિલતાની સામે વેળાસર પાળ બાંધવાનો પુરુષાર્થ કરવામાં રહેલી છે.
ઝાઝું શું કહીએ? અમારે એ જ કહેવાનું છે, કે આ મહોત્સવ ઉજવવામાં આપણને લેશ પણ નુકસાન થવાનું નથી, પણ શાસનની પ્રભાવના રૂપે કંઈક લાભ જ થવાનો છે.
(તા. ૮-૧-૧૯૭૨)
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૯૦
જિનમાર્ગનું અનુશીલન
(૨૨) વિરોધના વકરતા રોગનું સિંહાવલોકન
આપણા જૈનસંઘના એક અગ્રણી શેઠ શ્રી જીવતલાલભાઈ પ્રતાપસીએ ભગવાન મહાવીરના પચીસસોમા નિવાર્ણવર્ષની રાષ્ટ્રીય ઉજવણી માટે કેન્દ્ર-સરકારે રચેલી સમિતિમાંથી, મહારાષ્ટ્ર રાજ્યની કમિટીમાંથી, ગુજરાત રાજ્યની કમિટીમાંથી તથા મુંબઈમાં રચાયેલ બધા જૈન ફિરકાની બિનસરકારી કમિટીમાંથી થોડા દિવસ પહેલાં રાજીનામું આપ્યું છે. જે સંજોગોમાં તેઓએ રાજીનામું આપ્યું છે, તે જોતાં આ બાબતની વિશદ અને બની શકે તેટલી સર્વ-સ્પર્શી છણાવટ થાય તે ઈષ્ટ છે.
તપગચ્છના જે મુનિરાજોને આ પવિત્ર અવસરની રાષ્ટ્રીય ઉજવણી સામે સજ્જડ વિરોધ છે, તેઓએ તપગચ્છ સંઘમાં જબરી જેહાદ જગાડી છે. ગૃહસ્થો અને યુવાનોનો સાથે પણ મેળવ્યો છે, અને પૈસાની તો આ કામ માટે ખૂબ રેલમછેલ થઈ રહી છે. આ જેહાદ ક્રમેક્રમે એવું જલદ રૂપ ધારણ કર્યું છે કે એના દુષ્પરિણામરૂપે એક જ તપગચ્છ જૈનસંઘ, યુદ્ધે ચડેલા પાંડવ-કૌરવોની જેમ, જાણે બે લશ્કરી છાવણીઓમાં વહેંચાઈ ગયો છે. એમાં વિરોધનો વંટોળ ઊભો કરનાર વર્ગ આવી પવિત્ર બાબતમાં પણ પોતાથી જુદા વિચારો ધરાવનાર વર્ગની વાત સાંભળવા કે એ વિચારોને બરદાસ્ત કરવા તૈયાર નથી; એટલું જ નહીં, એમને બોલતા બંધ કરી દેવા અને જો અવસર મળે, તો એમની દરેક પ્રકારની કનડગત કરીને હેરાન-પરેશાન કરવા મેદાને પડ્યો છે! પોતાના એકાંગી, પાંગળા અને પાયા વગરના વિરોધને બીજાઓ ઉપર ઠોકી બેસાડવા માટેના ઉત્સાહના અતિરેકમાં એ એટલો બેફામ અને ઝનૂની બની ગયો છે, કે જેથી વાણી અને વર્તનના વિવેકના સામાન્ય નિયમો પણ નેવે મુકાઈ ગયા છે; એટલે પછી એની પાસેથી માણસાઈભર્યા કે ધાર્મિકતાનું દર્શન કરાવે એવા વ્યવહારની તો. અપેક્ષા જ ક્યાંથી રાખી શકાય?
આ દૃષ્ટિએ જોતાં શેઠ શ્રી જીવતલાલભાઈના રાજીનામાને આ વર્ગ પોતાની જલદ જેહાદના મોટા વિજયરૂપે હર્ષાતિરેકથી વધાવી લે તે સ્વાભાવિક છે.
આ પ્રમાણે છેવટે રાજીનામું આપીને નિર્વાણ-મહોત્સવની ઉજવણી માટે નિમાયેલ કમિટીઓમાંથી છૂટા થવા માટે શેઠને શ્રી જીવતલાલભાઈને ન તો કશો દોષ આપી શકાય તેમ છે કે ન તો કંઈ કહી શકાય એમ છે. એંશી વર્ષ ઉપરાંતની વૃદ્ધ વયે સતત ગૃહફ્લેશ (મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજી તેમનાં સંસારી ભત્રીજા છે અને મુનિ શ્રી ચંદ્રશેખરવિજયજીના સંસારી બહેને પણ દીક્ષા લીધી છે) જેવી તાણમાં રહેવા છતાં પણ તેઓએ જે મક્કમતા દાખવી છે અને શાંતિથી કામ લીધું છે એ માટે એમની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૨
૨૯૧ આ પ્રસંગના અનુસંધાનમાં, નિર્વાણ-મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણી સામે તપગચ્છમાં કનડગત અને બળજબરી જેવાં હિંસક પરિબળોથી ભરેલો જે વિરોધનો વંટોળ ઊભો કરવામાં આવ્યો છે એની પૂર્વભૂમિકા સમજવા જેવી છે.
આમ તો, આપણી નજર સામે સર્જાયેલી પરિસ્થિતિનો, ઉપર-ઉપરથી વિચાર કરવામાં આવે, તો એમ જ લાગે કે આટલો જલદ વિરોધ એ છેલ્લાં બે-ચાર વર્ષ દરમિયાન એ દિશામાં જેહાદ જગાડવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે એનું જ પરિણામ છે. પણ તપગચ્છ સંઘમાં ક્લેશ-દ્વેષનો દાવાનળ પ્રસરાવતી અત્યારની પરિસ્થિતિનું જરા તલસ્પર્શી અને સર્વગ્રાહી અવલોકન કરવાનો પ્રયત્ન કરીએ તો ચિત્ર કંઈક જુદા પ્રકારનું જ જોવા મળે છે.
તપગચ્છની અત્યારની બેહાલી અને વેરવિખેર સ્થિતિનું જો સાચું નિદાન કરવું હોય તો આપણે ૩૮-૪૦ વર્ષ જેટલા ઊંડા ભૂતકાળ સુધી પહોંચવું જોઈએ. ત્યારે તિથિચર્ચાના નામે કે બહાને વ્યક્તિવાદ, અંધ વ્યક્તિપૂજા અને અહંભાવ જેવી વિઘાતક અને ધર્મવિમુખ વૃત્તિ અને પ્રવૃત્તિએ પોતાનો ખતરનાક પંજો ફેલાવવાની શરૂઆત કરી હતી, અને, કમનસીબે, આવી ભયંકર વૃત્તિ-પ્રવૃત્તિના હુતાશનને અનુકૂળ એવાં ઈંધણ, એક યા બીજી નવીનવી ચર્ચાને બહાને મળતાં જ રહ્યાં. પરિણામે, તપગચ્છ સંઘ ક્લેશ-કંકાસનું ધામ બનતો ગયો, તથા એની આંતરિક ધાર્મિકતા જોખમાવા લાગી. આ ૩૫-૪૦ વર્ષ દરમિયાન તિથિચર્ચાના ઘડવૈયા અને એના સમર્થકોએ, “ભાગલા પાડો અને રાજ કરો'ની કુટિલ નીતિનો આશ્રય લઈને જે અજંપો, અશાંતિ અને અવ્યવસ્થા ઊભાં કરવાનો દિન-રાત પ્રયત્ન કર્યો છે, તેથી એમના પોતાના સમુદાયમાં જ શિસ્ત, વિનય-વિવેક અને વડીલો તરફનાં આદરભક્તિની ઉપેક્ષા થવા લાગી હોય તો પછી બીજાઓ પ્રત્યે એવાં આદરભર્યા વર્તન-વ્યવહારની આશા જ કયાંથી રાખી શકાય?
સામાન્ય રીતે તો, માનવીની પોતાની અંદર રહેલી કાષાયિક (મલિન) વૃત્તિ અને ક્લેશપ્રિય દૃષ્ટિરૂપ પાયાની ખામી જ્યારે ધર્મ જેવા પવિત્ર ક્ષેત્રને અભડાવી મૂકે છે, ત્યારે ધર્મ પોતાના સર્વમંગલકારી અને મહાસાગર જેવા વિશાળ રૂપને તજીને સંપ્રદાય કે પંથરૂપ ખાબોચિયાસમું અતિ સંકુચિત અને કટ્ટરતાથી દૂષિત રૂપ ધારણ કરે છે – એટલું બધું સંકુચિત કે જેમાં પોતાથી જરા પણ જુદા વિચાર ધરાવતી પોતાની જ ગણાય એવી વ્યક્તિને પણ બરદાસ્ત કરવાનું મુશ્કેલ બની જાય છે, અને ધર્મની રક્ષાના બહાને જ ધર્મનો ધ્વંસ કરનારી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓને આશ્રય અને પ્રોત્સાહન મળવા લાગે છે. છતાં માનવી માને છે અને મનાવવા પ્રયત્ન કરે છે કે “ધર્મનું રક્ષણ
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૨
જિનમાર્ગનું અનુશીલન એ રીતે જ થઈ શકે; બહુ ચોખલિયા કે ડગલે ને પગલે પાપભીરુ થઈએ તો ધર્મની રક્ષા થઈ ચૂકી.”
છેલ્લા ચારેક દાયકા દરમિયાન તપગચ્છ જૈનસંઘમાં તિથિચર્ચાના બહાને જે ક્લેશ અને વિક્ષેપ ઊભો કરવામાં આવ્યો છે, એણે તો ધર્મના અને ધર્મની રક્ષાના નામે જગવવામાં આવતી ક્લેશવૃત્તિના ઇતિહાસમાં એવો તો આડો આંક વાળી દીધો છે, કે એનો નમૂનો બીજે ભાગ્યે જ મળી શકે. નિર્વાણ-મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણીના વિરોધ તપગચ્છમાં અત્યારે જે બિહામણું, હિંસક અને તોફાની રૂપ લીધું છે, તે તિથિચર્ચાથી શરૂ થયેલ ક્લેશ-દ્વેષવૃત્તિ, અલગતાવાદ અને ચરમ કોટીની અસહિષ્ણુતાનો જ માઠો પરિપાક છે એમ સ્પષ્ટ જોઈ શકાય છે.
તિથિચર્ચાથી શરૂ થઈને, નાની-મોટી અનેક કુચર્ચાઓમાંથી પસાર થઈને આ ક્લેશ-દ્વેષ-પોષક વૃત્તિ અત્યારે નિર્વાણ મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણીના વિરોધ રૂપે એવી જલદ બની ગઈ છે, કે એમાં વિનય, વિવેક, નમ્રતા, સરળતા, ઉદારતા જેવા ગુણો નરી નબળાઈરૂપ લેખાય છે અને ગમે તેમ કરીને સામાને હલકો દખાડવાના પ્રયત્નને બહાદુરી લેખવામાં આવે છે ! અને વિરોધને ભયંકર મોટું રૂપ આપવાના ઉત્સાહના અતિરેકમાં શ્રીસંઘમાંથી નાના-મોટાનો જે વિવેક ઉપેક્ષિત થવા લાગ્યો છે તે સંઘના ભાવિને જોખમમાં મૂકી દે એવો છે. આજે તો વિરોધ જગવનાર પક્ષના નાના-મોટા મુનિરાજો કે નાના-મોંટા અજ્ઞ ગૃહસ્થો તથા ઊછરતા યુવાનો પણ સામા પક્ષના મોટા આચાર્યો, સાધુ-મુનિરાજો કે નાના-મોટા આગેવાનોની સામે તોછડાઈભરી વિવેકશૂન્ય ભાષામાં ગમે તેમ લખતા જ રહે છે ! સત્યવ્રત, ભાષાસમિતિ અને વચનગુપ્તિના ઉપાસકોના હાથે જ એ બધાંની કેવી ઉપેક્ષા અને વિડંબના થઈ રહી છે ! આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, કાંટાળા બાવળનું વાવેતર કરવા જેવી દુષ્પવૃત્તિના બૂરા અંજામથી આપણે હરગિજ બચી શકવાના નથી એ નક્કી સમજવું. રાષ્ટ્રીય ઉજવણીના પોતાના વિરોધને જલદ જેહાદનું રૂપ આપવા માટે આ મહાનુભાવોએ “પ્રશસ્ત કષાય અને અપ્રશસ્ત કષાય”ની જે ભ્રામક વાત વહેતી મૂકી છે તે કેવી નુકસાન કરનારી છે તે વાત આપણા બે તીર્થકર ભગવંતોના જીવન ઉપરથી સમજી શકાય એમ છે. ભગવાન મલ્લિનાથે પોતાના એક પૂર્વભવમાં મિત્રોને અંધારામાં રાખીને (મિત્રોની સાથે માયા રમીને) તપ કર્યું એનું માઠું ફળ એમને ભોગવવું પડ્યું હતું. ભગવાન મહાવીરના જીવે મરીચીના ભવમાં અહંકાર કર્યો તો એનું પણ કડવું ફળ એમને ભોગવવું પડ્યું હતું. આ બંને દાખલાઓમાં તો કાંઈ બીજાને નુકસાન કરવા માટે કષાયનો પ્રયોગ નહોતો કરવામાં આવ્યો, છતાં પણ એમને એનું કડવું ફળ ભોગવવું પડ્યું હતું. તો ઉજવણીના વિરોધીઓએ તો એક મગની જ બે ફાડ
Page #316
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ : ૨૨, ૨૩
જેવા પોતાના સહધર્મીઓ ઉપર બળનો પ્રયોગ કરવા માંડ્યો છે, તો એનાં માઠાં પરિણામથી તેઓ કેવી રીતે બચી શકવાના છે ?
ઉજવણીના વિરોધીઓએ રાષ્ટ્રીય ઉજવણીની તરફેણ કરનારાઓની વારંવાર કનડગત કરતાં રહેવાનો જે વિઘાતક માર્ગ અપનાવ્યો છે એનું અનુસરણ કરતાં-કરતાં એમને જૈનધર્મે પ્રરૂપેલ વ્રતો, મહાવ્રતો, નિયમો અને વિધિનિષેધોમાં અવારનવાર અપવાદ કર્યાં વગર કેવી રીતે ચાલતું હશે ? ધર્મનિયમોમાં, ધર્મની રક્ષા કરવાના બહાને જ, વારંવાર આવા અપવાદો સેવવાને બદલે જો જરાક શાણપણ અને ખેલદિલીનો આશ્રય લઈને પોતાથી જુદો વિચાર ધરાવનારાઓને હેરાનપરેશાન કરવાનો માર્ગ ન લેતાં એમની વાત સમજવાનો અને એમની સાથે ચાલવાનો પ્રયત્ન કર્યો હોત તો લાખો રૂપિયાની બરબાદી થતી અટકી ગઈ હોત, એમની શક્તિનો કંઈક રચનાત્મક ઉપયોગ થઈ શક્યો હોત અને સંઘની સ્થિતિ સારા પ્રમાણમાં ઉન્નત બની શકી હોત.
૨૯૩
ઝાઝું શું કહીએ ? અમને તો પૂરેપૂરો અંદેશો છે, અને નજર સામેનાં એંધાણ પણ એ જ વાત કહી જાય છે, કે શેઠશ્રી જીવતલાલભાઈના રાજીનામાને પોતાનો મોટો વિજય માનીને ઉજવણીના વિરોધીઓ બીજાની કનડગત કરવાની પોતાની પ્રવૃત્તિને વધુ જલદ બનાવ્યા વગર રહેવાના નથી !
આવા વિરોધીઓથી અને એમની ધર્મવિરોધી પ્રવૃત્તિઓથી પરમાત્મા તપગચ્છસંઘને બચાવે તેવી પ્રાર્થના કરીએ.
(૨૩) વિજય તો ખરો, પણ કોનો ?
ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-કલ્યાણક જેવો અપૂર્વ અવસર એ જૈન શાસનની પ્રભાવના માટેનો સોનેરી અવસર છે એમ સમજીને, આખા વર્ષ સુધી એની આપણા દેશમાં ઠેરઠેર તેમ જ પરદેશમાં પણ કેટલાંક સ્થાનોમાં ઘણા મોટા પાયા ઉ૫૨ વ્યાપક ઉજવણી ક૨વામાં આવી. આ ઉજવણીમાં સંઘના ધો૨ણે, સામાન્ય જનતાના ધો૨ણે અને રાષ્ટ્રીય ધોરણે – એમ ત્રણે ધોરણે કરવામાં આવેલી ઉજવણીનો સમાવેશ થાય છે. સાથેસાથે એ વાત પણ જાણીતી છે કે જૈનસંઘના મુખ્ય ચાર ફિરકાઓમાંના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના તપગચ્છ વિભાગના અમુક વર્ગને આ પ્રસંગની રાષ્ટ્રીય ઉજવણી સામે, બાપે માર્યા વેર જેવો હાડોહાડ વિરોધ હતો, અને
-
(તા. ૧૨-૧૦-૧૯૭૪)
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૪
જિનમાર્ગનું અનુશીલન એ વિરોધને વ્યક્ત કરવા માટે એ વર્ગે કાગનો વાઘ બનાવીને ભારે ઝનૂનપૂર્વક, કોઈ પણ ધર્મના અનુયાયીઓને ન શોભે એવાં ન કરવા જેવાં કંઈકંઈ કાર્યો કર્યાં હતાં; અને હજી પણ આંધળી જેહાદ જેવો એમનો આ વિરોધ શાંત પડ્યો હોય એવાં કોઈ એંધાણ નથી. ઊલટું, આ વિરોધના હુતાશનને શાંત પડી જતો અટકાવવા માટે તેઓ કિંઈક ને કંઈક પણ ઈંધણ એમાં નાખતા જ રહે છે ! તાજેતરમાં બનેલ આવા જ એક દુઃખદ પ્રસંગને લઈને અમને આ નોંધ લખવાની ફરજ પડી છે.
અમારા આજના અંકના પહેલે પાને ગુજરાત રાજ્યની પ્રદર્શન-સમિતિ તરફથી પ્રગટ કરવામાં આવેલું નિવેદન અમે છાપ્યું છે. તે ઉપરથી જોઈ શકાશે કે ગુજરાત સરકારની નિર્વાણ મહોત્સવ-સમિતિના ઉપક્રમે, જૈન સાહિત્ય અને કળાની સામગ્રીનું અમદાવાદમાં આ દીપોત્સવી આસપાસ ત્રણેક અઠવાડિયા માટે મોટું પ્રદર્શન ભરવાની જે યોજના કરવામાં આવી હતી, તે તપગચ્છ જૈનસંઘના ઉજવણીનો વિરોધ કરનાર વર્ગના હાથે જ નુકસાન થવાની સંભાવના લાગવાથી, પડતી મૂકવાની પ્રદર્શન-સમિતિને ફરજ પડી છે. કાળબળની, હળાહળ કળિયુગની અથવા તો પડતીવાળા પાંચમા આરાની જ બલિહારી કે જૈન સાહિત્ય અને કળાની આવી અમૂલ્ય સામગ્રીને નુકસાન થવાનો ભય ન તો કોઈ પરદેશીઓ તરફથી, ન પરધર્મીઓ તરફથી, પણ ખુદ જૈનસંઘના જ એક ભાગના ઝનૂની વલણને કારણે ઊભો થયો!
પ્રદર્શન-સમિતિનું આ નિવેદન જોઈને કોઈને કદાચ એમ પણ લાગે કે આ રીતે સમિતિએ પોતાની કમજોરી દાખવી છે. પણ અમે એમ નથી માનતા; એટલું જ નહીં, પણ દેખીતી રીતે કમજોરી જેવું લાગતું સમિતિનું આ પગલું અમને આવકારપાત્ર, શાણું અને દૂરંદેશીથી ભરેલું લાગ્યું છે. ગત મહાવીર જન્મકલ્યાણકની સરકારી ઉજવણીના છેલ્લા દિવસે અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીના દેરાસરના મેદાન જેવા પવિત્ર સ્થાનમાં, આ વિરોધીઓએ જે બેફામ હિંસક તોફાન અને મારામારી કર્યા હતાં, તે નજરોનજર નિહાળ્યા પછી અને પ્રદર્શનમાં તોફાન થવાની વહેતી થયેલી વાતો સાંભળ્યા પછી, ત્રણેક અઠવાડિયાં જેટલા લાંબા સમય માટે ચાલુ રહેનાર આવું પ્રદર્શન ભરવાનું જોખમ કોઈ પણ સમજદાર વ્યક્તિ ન જ લઈ શકે. પરમાત્માનો પાડ કે ઉદ્ઘાટન થાય તે પહેલાં જ પ્રદર્શન-સમિતિને આવા જોખમના અણસાર મળી ગયા અને એણે સમયસૂચકતાથી પ્રદર્શનનો વિચાર જ માંડી વાળ્યો. આવા સંજોગોમાં પ્રદર્શન ભરાયું હોત અને પછી કંઈ તોફાન થયું હોત, તો ઘણે ભાગે કાગળ, કપડું, લાકડું ધરાવતા આ પ્રદર્શનને કેટલું મોટું નુકસાન પહોંચ્યું હોત એની કલ્પના જ કંપાવી મૂકે છે.
આ બાબતમાં ભય હોવાનું શાથી લાગ્યું તેની જે આછી વિગતો જાણવાસાંભળવા મળી તેનો સાર કંઈક આ પ્રમાણે તારવી શકાય : આ પ્રદર્શનનું ઉદ્દઘાટન
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૯૫
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૩ તા. ૨૦મી ઓક્ટોબર શરદ-પૂર્ણિમાના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી બાબુભાઈ જશભાઈ પટેલના હાથે થવાનું હતું. આ દરમિયાન ઉજવણી-વિરોધી પ્રવૃત્તિના એક મુખ્ય પુરસ્કર્તા મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજીના સાંનિધ્યમાં, નવા ડિસામાં, ગત આસો સુદિ ૮-૯-૧૦એ ત્રણ દિવસ માટે, જુદાં જુદાં સ્થાનોના ભાઈઓનું (‘વીરસૈનિકોનું) એક સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં શી-શી કાર્યવાહી થઈ એ જાણવાનું કામ સહેલું નથી. પણ આ પછી, કંઈક એવું જાણવા મળે છે, કે કેટલાક ભાઈઓ આપણા મુખ્ય પ્રધાન માનનીય શ્રી બાબુભાઈ પટેલને મળ્યા હતા, અને તેમણે આ પ્રદર્શન સામે પોતાનો વિરોધ હોવાનું એમને જણાવ્યું હતું. પરિણામે, આ બાબતમાં, આમ જૈનો વચ્ચે વિરોધ પ્રવર્તતો હોવાનો ખ્યાલ આવવાથી મુખ્યમંત્રીએ આ પ્રદર્શનનું ઉદ્દઘાટન કરવાની ના પાડી.
આ ઉપરાંત, આ અરસામાં જ, આ પ્રદર્શન બાબતમાં વિરોધી વર્ગ તરફની એકબીજાથી સાવ ઊલટી કહી શકાય એવી વાતો સાંભળવા મળી હતી. એક વાત એવો સંદેશો કહેતી હતી, કે ઉજવણીના વિરોધીઓ આ પ્રદર્શનનો વિરોધ કરવાના નથી; તો બીજી વાત મુજબ, વીરસૈનિકોના એક મોવડીએ એક વ્યક્તિને મોઢામોઢ સાફસાફ શબ્દોમાં કહ્યું હતું, કે જો પચીસસોમાં નિર્માણ-મહોત્સવ નિમિત્તે આ પ્રદર્શન ભરવામાં આવ્યું છે એમ જાહેર કરવામાં આવશે, તો અમે તોફાન કર્યા વગર નથી રહેવાના. ઉપરાંત, અહીં એ વાતની પણ રસપૂર્વક નોંધ લેવી જોઈએ, કે આ પ્રદર્શન ભરવાની જાણ થઈ ત્યારથી વિરોધી વર્ગે પોતાની લાગવગવાળાં સ્થાનોમાંથી આ પ્રદર્શન માટે સામગ્રી ન મળે એ માટેનો પ્રયાસ પણ આદરી દીધો હતો; અને એમાં એને કેટલીક સફળતા અને કેટલીક નિષ્ફળતા પણ મળી હતી. છતાં આ માટે ઘણા મોટા પ્રમાણમાં સામગ્રી એકત્ર થવા પામી હતી, અને વિરોધી-વર્ગના ગણાતા મુનિવરો પણ આ પ્રદર્શન જોવાની ભાવના રાખતા હતા એ હકીકત છે. આવા વિરોધના ચિત્રવિચિત્ર વાતાવરણ વચ્ચે પણ પ્રદર્શન ભરવાનો આગ્રહ રાખવો એ પ્રદર્શન-સમિતિને માટે જાણી-જોઈને જોખમને નોતરવા જેવું કાર્ય ગણાત. એટલે એણે, અગમચેતી વાપરીને, આ પ્રદર્શન ભરવાનું બંધ રાખ્યું છે, તે સર્વથા ઉચિત થયું છે.
આ દુઃખદ બનાવ ઉપરથી એ સ્વીકારવું જોઈએ કે ઉજવણીના વિરોધી વર્ગને આ પ્રદર્શન બંધ રહેવાથી ઓછી મહેનતે સારો વિજય મળ્યો છે, અને તેથી એ એની ખુશાલી મનાવે એ સ્વાભાવિક છે. પણ આમાં અફસોસ કરવા જેવી એક જ વાત છે, કે આ વિજય શાણપણ, સમતા, અહિંસા, સત્ય, સમજૂતીની કળા અને ધાર્મિકતા જેવી સુભગ આંતરિક દિવ્ય ગુણસંપત્તિનો નહીં, પણ આક્રમક, હિંસક, ઝનૂની, તોફાની, અમાનુષી અને ધર્મવિરોધી એવી આસુરી વૃત્તિનો છે. આનાથી તેઓ કયા ધર્મની રક્ષા
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૬
જિનમાર્ગનું અનુશીલન કરવા માગે છે એ તો ખુદ ભગવાન પણ શી રીતે જાણી શકે? પ્રાર્થીએ કે ભગવાન શાસનને આવા વિજય અને એના ઉન્માદથી બચાવે !
(તા. ૧-૧૧-૧૯૭૫)
(૨૪) ઉપાશ્રયોનાં દ્વાર મોકળાં બનાવો થોડા વખત પહેલાં, તિથિચર્ચાના ક્લેશને લીધે, ઉજજૈનમાં સાધ્વીજીઓને ઉપાશ્રયની જે અગવડો, આપણા જ જૈન મહાનુભાવોની સંકુચિતતાના કારણે ભોગવવી પડી હતી, તે માટે અમે “અચૂક અધર્મ આચરણ” એ નોંધ લખી હતી.
આ નોંધ લખ્યા પછી ખાસ કરીને જૈનપુરી ગણાતા અમદાવાદના અને બીજાં કેટલાંક શહેરોના ઉપાશ્રયો સંબંધમાં એક સમગ્ર અવલોકન કરતી નોંધ લખવાનું અમે જરૂરી માનતા હતા. આજના અંકમાં અન્યત્ર છપાયેલ “આ તે કેવી સંકુચિતતા?’ શીર્ષકે એક ચર્ચાપત્ર વાંચ્યા પછી ઉપાશ્રયોના સંબંધ જે કંઈ અમારે કહેવું છે તે અહીં રજૂ કરીએ છીએ, અને બીજા-બીજા જૈન આગેવાનો તેમ જ પત્રકાર-બંધુઓને આ સંબંધમાં પોતાના વિચારો સ્પષ્ટપણે રજૂ કરવાની વિનંતી કરીએ છીએ. સાથેસાથે એવી આશા રાખીએ છીએ, કે આ શબ્દો બહેરા કાન ઉપર ન અથડાતાં આપણને ઘટતું પરિવર્તન કરવા પ્રેરશે.
અમદાવાદના ભાઈએ જે ચર્ચાપત્ર મોકલ્યું છે તેમાં સંભવ છે, કે કંઈક હકીકતફેર હોય. પણ તેથી અહીં જે કંઈ લખવા વિચાર્યું છે તેમાં ફેરફાર જરૂરી નથી.
એટલું તો ચોક્કસ છે, કે ઉપાશ્રયો આપણાં જિનમંદિરો જેટલાં જ પવિત્ર અને ધર્મ પાળવાનાં સ્થાનો છે – આપણા ધાર્મિક જીવનની શાળાઓ છે. જો આ શાળાઓ જ દૂષિત કે સંકુચિત હોય તો પછી શુદ્ધ ધાર્મિક જીવન સિદ્ધ કરવાની આશા જ ક્યાં રહે? કેળવણીનાં કેન્દ્રો જ જો પ્રત્યક્ષ અસત્ય જ્ઞાન ફેલાવતાં હોય તો પછી સાચી કેળવણી રહે જ ક્યાં?
આ ઉપાશ્રયોનો ઉદ્દેશ પંચમહાવ્રતના પાલનહાર કોઈ પણ મુનિવરને વાસસ્થાનની સવલત આપવાનો અને ગૃહસ્થો માટે સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ કે ધર્મશ્રવણ માટેની જગ્યા પૂરી પાડવાનો છે – આ સમજણ કોઈથી પણ ઇન્કારી શકાય એમ નથી. તો પછી અમુક ઉપાશ્રયોમાં અમુક જ મુનિવરો ઊતરે એવાં વ્યવહાર, પરંપરા કે પ્રથા સ્થાપવાં એ ધાર્મિક દૃષ્ટિએ એકદમ અકુદરતી અને ધર્મવિરુદ્ધનું જ કૃત્ય છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૪
૨૯૭
દિગંબર કે સ્થાનકવાસી મુનિઓને પણ વસતી આપવાનું તો દૂર રહ્યું, પણ સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય માટે પણ આપણાં કેટલાંક – ખાસ કરીને અમદાવાદ જેવાં – શહેરોમાંના ઉપાશ્રયો ખુલ્લાં નથી રહ્યાં એ ભારે કમનસીબ બીના છે. આમાં પણ આપણે ગચ્છભેદને બહુ આગળ કરવા ટેવાઈ ગયા છીએ. આટલું બસ ન હોય એમ, એક જ ગચ્છના બધા સાધુઓ માટે પણ આપણા ઉપાશ્રયોનાં દ્વાર ઉઘાડાં નથી રહ્યાં એ આપણી ભારે અધોગતિની નિશાની છે. અમુક ઉપાશ્રયમાં અમુક ગચ્છના ને અમુક સંપ્રદાયના જ સાધુઓ ઊતરી શકે એ ભારે બીમારીની નિશાની છે. જો પરિગ્રહના સંપૂર્ણ ત્યાગી મુનિવરો અંગે પણ આવી ગેરવ્યવસ્થા ચાલુ રાખીએ તો આપણે જૈનેતરોના મઠો કે મઠાધીશોને કયા મોઢે દોષપાત્ર ઠરાવી શકીએ?
- સાચી વાત તો એ છે, કે ઉપાશ્રયમાં ઊતરવા માગનાર મુનિવર, જો ભાગવતી દીક્ષાના ધારક હોય અને પંચ મહાવ્રતના પાલનહાર હોય, તો પછી એમાં ન કોઈ ગચ્છની અપેક્ષા રહે છે, ન કોઈ વિશિષ્ટ સમુદાયની મહોરછાપની. ઉપર્યુક્ત યોગ્યતા જ કોઈ પણ ઉપાશ્રયમાં સ્થાન મેળવવા માટે બસ ગણાવી જોઈએ.
આથી જુદી વ્યવસ્થા ઊભી કરવી – જે અત્યારે અમદાવાદમાં અને બીજાં કેટલાંક શહેરોમાં પ્રવર્તી રહી છે – તે એક પ્રકારની અસ્પૃશ્યતા આચરવા બરોબર છે. પ્રભુ મહાવીરની વિશ્વ વાત્સલ્યપૂર્ણ અહિંસાનો સંદેશો અપનાવી આપણે માનવમાત્રમાંથી અસ્પૃશ્યતા દૂર કરી શકીએ ત્યારે ખરા; પણ આપણા ધર્મને અને આપણી ધર્મભાવનાને અચૂક કલંકિત કરતી આ અસ્પૃશ્યતા તો આપણે દૂર કરવી જ રહી.
તેથી અમે લાગતાવળગતા બધાં ય મહાનુભાવોને ભારપૂર્વક સૂચવીએ છીએ, કે આપણા તમામ ઉપાશ્રયનાં દ્વારો સાધુમાત્રને માટે સત્વર ખુલ્લાં રાખો. એમાં ગચ્છ, સમુદાય કે વ્યક્તિઓના વાડાઓ ઊભા કરીને ધર્મના પવિત્ર આત્માને ન હણશો. નહીં તો આપણા જ હાથે આપણા ધર્મનો હ્રાસ કર્યાનું કલંક આપણને લાગ્યા વગર નહીં રહે. જો આપણે વ્યક્તિગત વ્યામોહમાં ફસાઈ સાચી સાધુતાનું અપમાન કરીશું, તો જૈનેતરોમાં જેનધર્મ માટે બહુમાન જન્માવવાની આશા શી રીતે રાખી શકીશું?
(તા ૨૮-૧૧-૧૯૪૮) ડેલાના ઉપાશ્રયનો ઝઘડો
છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં ડેલાના ઉપાશ્રય નિમિત્તે ત્યાંના જૈનસંઘના કેટલાક સાધુઓ અને શ્રાવકોમાં જે પ્રકારનો ઝઘડો ઊભો થયો છે, તે એક રીતે વિચારીએ તો, જૈનસંઘના શરીરમાં ધાર્મિકતાના સોહામણા લેબાસ નીચે. પેઠેલો અધાર્મિકતાનો દારુણ રોગ છે. આ ઝઘડાએ અમદાવાદના જે. મૂ. જૈનસંઘની
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૮
જિનમાર્ગનું અનુશીલન પ્રતિષ્ઠા અને આબરૂને ભારે હાનિ પહોંચાડી છે; કારણ કે, અમદાવાદને આપણે જૈનપુરી” તરીકે ઓળખીએ છીએ, અને ત્યાં જેનો દાવો ‘હિંદુસ્તાનના સમસ્ત જે. મૂ. જૈન કોમના પ્રતિનિધિ' હોવાનો છે, તે આણંદજી-કલ્યાણજીની પેઢીનું મુખ્ય મથક છે. વળી, જેમને માત્ર અમદાવાદના જ નહીં, પણ ધાર્મિક વર્ચસ્વના સંબંધે સમસ્ત છે. મૂ. જૈનસંઘના નગરશેઠ તરીકે ઓળખાવવાનો વારંવાર પ્રયત્ન થાય છે, તેમનું ત્યાં રહેઠાણ છે. જૈન શ્રેષ્ઠીઓ અને હજારો અનેક જૈન ભાઈ-બહેનોની ત્યાં વસ્તી છે. અનેક ભવ્ય દેવમંદિરો, મોટામોટા ઉપાશ્રય આવેલાં છે.
આ ઝઘડા અંગેના આ લખાણમાં કયો પક્ષ સાચો અને કયો પક્ષ ખોટો એના ન્યાયાધીશ બનવાનો અમારો ઇરાદો નથી. અમારે એટલું જ કહેવું છે, કે આપણે જો ધાર્મિકતાના સાચા રંગે રંગાયેલા હોત, તો આવા ઝઘડાને કદી પણ ઉપસ્થિત ન કરત. એક પક્ષને અજ્ઞાનના કારણે કદાચ ઝઘડો જગાવવાની ઇચ્છા થાય, પણ જો બીજો પક્ષ આવા ઝઘડાને અવકાશ આપવા માગતો જ ન હોય, તો ધર્મના નામ ઉપર કલંક લગાડનાર ઝઘડાઓ જરૂર ટાળી શકાય.
આ ઝઘડામાં બંને પક્ષે પદવીધારી સાધુઓ છે અને ધનવાન તથા વગદાર શ્રાવકો છે; તેમ જ એ સંસ્થા પાસે પણ અઢળક નાણું સંગ્રહાયેલું છે. એટલે, દરેક પક્ષને પોતાના બળ ઉપર એવી પ્રમાણાતીત આસ્થા છે, કે એની આગળ સત્યઅસત્યનો કે ધર્મ-અધર્મનો વિચાર કરવા એ પળવાર પણ થોભે એમ નથી લાગતું. આજે તો ધર્મનો જીવ જતો હોય તો ભલે જાય, પણ આપણા મમત અને અહંકારનો રંગ રહેવો જોઈએ એવો ઘાટ બની ગયો છે. અને એના પરિણામરૂપે મુખકલહ, હસ્તપ્રહાર અને પત્રિકા પ્રચારથી આગળ વધીને, હજારોની નકલોમાં છપાતાં અને સર્વસાધારણ જનતામાં છૂટથી વંચાતાં વર્તમાનપત્રોમાં અવનવાં નિવેદનો કરવાની અને સરકારી કચેરીઓનો આશ્રય લેવાની હદ સુધી બંને જૂથો આગળ વધી ગયાં છે.
એક બાજુ જૈન સમાજ, સંઘ કે ધર્મ માટે અજૈન કોઈપણ મહાનુભાવ જરા પણ ઘસાતું લખે તો તેની સામે આપણે મોટા પ્રતીકારોની વાતો કરીએ છીએ; જરૂર પડ્યું તેનો વિરોધ કરવા સભાઓ પણ ભરીએ છીએ. બીજી બાજુ આપણે આપણા પોતાના જ હાથે ભાવનાથી પ્રેરાઈને આપવામાં આવતાં આપણાં પોતાનાં જ નાણાંનો ધુમાડો કરીને પોતાના સમસ્ત જૈનસંઘની આબરૂનું લિલામ કરીએ છીએ ! તો પછી બીજાઓએ કરેલ આક્ષેપોના હજારો પ્રતીકારો અને વિરોધો પણ આપણી પ્રતિષ્ઠાને નિષ્કલંક નહીં રાખી શકે એ સમજી લઈએ.
આ ઉપરાંત એક તરફ ધાર્મિક બાબતોમાં દખલગીરી કરવા માટે આપણે સરકારની નિંદા કરીએ છીએ અને એવી દખલગીરી નહીં કરવા માટે સરકાર ઉપર
Page #322
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ ઃ ૨૪
લાંબાંલાંબાં ઠરાવો અને આવેદનો મોકલીએ છીએ, અને બીજી બાજુ આપણે પોતે જ સામે પગલે ચાલીને અને ગાંઠનું નાણું ખરચીને સરકારને આપણાં કાર્યોમાં દખલગીરી કરવા નોતરીએ છીએ !! સંભવ છે, કે આજે મમત અને અહંભાવના આવેશમાં આપણને આવી સરકારી દખલગીરી નોતરવામાં કશું અજુગતું ન લાગતાં, ઊલટું, ધર્મની રક્ષા નિમિત્તે એ અનિવાર્ય લાગતું હોય.
પલટાયેલી અને હજુ પણ પલટાઈ રહેલી રાજદ્વારી પરિસ્થિતિમાં કોઈ પણ સંઘ, સમાજ, જાતિ, ધર્મ કે સંસ્કૃતિ વ્યાપક સંગઠન વિના પોતાનું ગૌરવ કે વર્ચસ્વ તો શું, પોતાનું અસ્તિત્વ પણ નહીં ટકાવી શકે એ નિઃશંક છે. ડેલાના ઉપાશ્રય જેવા અધાર્મિક ઝઘડાઓ જગાવી અને એનું પોષણ કરીને જો આપણે આપણાં ધર્મ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન કરી શકીએ, તો તો તેલ છાંટીને અગ્નિને બૂઝવવા જેવો ચમત્કાર આપણે કર્યો ગણાય !
વધારે અફસોસ તો એ છે, કે વ્યવહારડાહ્યા ગણાતા આપણે વાણિયાઓ પોતાને જ ભરખી જનાર આ પ્રલયાગ્નિમાં ઘી હોમીએ છીએ !
આ માટે કોને શું કહેવું ? આમાં તો સાધુઓ ય સમર્થ છે અને શ્રાવકો ય સમર્થ છે; છતાં સાધુઓને અમે એટલું જ વિનવીએ છીએ કે આપ જૈનસંઘની સાવકી માની નહીં, સાચી માની ગરજ સારશો, અને એમ જૈનસંઘના ક્ષેમ-કુશળ માટે અંગત મમતનું બલિદાન આપવામાં આનંદ અનુભવશો. શ્રીમંત અને વહીવટદાર તરીકેનો મોભો ધરાવતા શ્રાવકોને અમે ભારપૂર્વક એટલું જણાવવા માગીએ છીએ કે આપને જે વહીવટ સોંપવામાં આવેલો છે, તે નાણાંનો નહીં, ઈંટ-ચૂના-લાકડાના મકાનનો નહીં, એમાંના રાચ-રચીલાનો પણ નહીં, ખરો વહીવટ તો ઉપાશ્રય જેવાં ધર્માંગારોના એકએક ખૂણામાં જેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે તે ધાર્મિકતાનો વહીવટ સોંપવામાં આવ્યો છે. આપના કોઈ પણ કૃત્યથી જો ધાર્મિકતાને લેશ પણ ક્ષતિ પહોંચી, તો આપના હજારો પ્રયત્નો પણ એળે જવાના.
આ નોંધની શરૂઆતમાં જ અમે કહ્યું છે, કે આવા ઝઘડા એ આપણી અધાર્મિકતાના રોગના સૂચક છે. ખરી વાત એ છે, કે અમદાવાદના (અને કોઈ કોઈ બીજાં ગામોના પણ) ઉપાશ્રયોને એક મોટું દૂષણ લાગેલું છે તે એ, કે ઉપાશ્રયો અન્ય પંથના સાધુઓને તો નહીં, પણ બધા શ્વે. મૂ. સાધુઓને પણ ઉતારો આપવા તૈયા૨ નથી. અમુક સમુદાયના સાધુઓને જ ઊતરવા દે છે. આવો નિયમ એ ઉપાશ્રયો માટે મહારોગની નિશાની છે, અને એના કારણે અનેક અધાર્મિકતાનું આપણે ધર્મના જ નામે પોષણ કરીએ છીએ. આ માટે અમે આ પહેલાં પણ લખ્યું છે અને આજે પણ
૨૯૯
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૦
જિનમાર્ગનું અનુશીલન ભારપૂર્વક લખીએ છીએ. ડેલાના ઉપાશ્રયના ઝઘડામાંથી પણ કંઈ ફલિત થતું હોય તો આ જ ફલિત થાય છે. જ્યારે પણ આપણા ઉપાશ્રયોનાં દ્વારા સર્વ સાધુઓ માટે અભંગ થશે તે દિવસ જૈનસંઘને માટે ધન્ય દિવસ હશે. અત્યારે તો જૈનેતરના મઠો અને આપણા આવા ચોકા પાડતા ઉપાશ્રયમાં કશો ફરક નથી જણાતો.
(તા. પ-૬-૧૯૪૯)
(૨૫) સુણો અચરજ એહ!
(હાથીના દાંત) એક જ માનવ સમય-સમય પર, બે-બે રૂપો ધરતો, તળિયાહીણા ગટકૂડા જ્યમ, બધી દિશામાં ફરતો. ડોલકાચીડાની કાયાના રંગો જ્યમ બદલાય, માનવ-મનના ઢગ જોઈને, મનમાં અચરજ થાય. ધનની માળા ભાળો – ધર્મતણી વાતો બહુ કરતો, કરે પ્રશંસા ભારી; ધર્મથકી સહુ કારજ સીઝે, વાત ધર્મની ન્યારી! ધર્મકાર્યથી આ જગમાંહી, નહીં કો બીજું મોટું. ધર્મતણી વાતોને છોડી, બીજું સઘળું ખોટું. બીજી બાજુ ધનને નિંદઃ ધન ઝઘડાનું મૂળ; માનવના કલ્યાણમાર્ગમાં, ધન છે મોટું શૂળ. પણ જો એના દિલમાં પેસી, સાચી વાત નિહાળો, ધર્મતણી ડબ્બીમાં બેઠી, ધનની માળા ભાળો. કરે ત્યાગનો ત્યાગ – ત્યાગતણો મહિમા બહુ ગાયે, ત્યાગ સર્વમાં શ્રેષ્ઠ; ત્યાગ અને ત્યાગીની આગળ, બીજું સઘળું હેઠ. પણ હૈયામાં ભોગલાલસા, ભોરિંગની જ્યમ બેઠી; ભોગ ન મળતાં સઘળી મેલે, ત્યાગની વાતો હેઠી. ત્યાગમહીંથી ભોગ મેળવે, જોઈ જોઈને લાગ; ભોગોને મેળવવા સારુ, કરે ત્યાગનો ત્યાગ !
Page #324
--------------------------------------------------------------------------
________________
જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ : ૨૫
બહુ-બહુ વલખાં મારે
ગુરુજી પણ કંચનની નિંદા, કરતા સઘળે આજે; પણ મૂઠી કંચનને કાજે, કરગરતા નવ લાજે. બ્રહ્મચર્યને બહુ વખાણે, કરે ન સ્ત્રીનો સાથ; પણ પરભવમાં ચાહે એ તો, અપસરાનો હાથ ! મોક્ષમાર્ગને બહુ વખાણે : “નહીં ત્યા દુઃખ લવલેશ; જન્મ-મરણના ફેરા ટળતા, નહીં દ્વેષ કે ક્લેશ. મોક્ષ સર્વમાં શ્રેષ્ઠ જગતમાં, સાચા સુખની ખાણી; એના શાશ્વત સુખની આગળ, સ્વર્ગ ભરે છે પાણી.’’ મુખથી વાતો કરે મોક્ષની, પણ દિલમાં નવ ધારે; સ્વર્ગતણાં સુખ મેળવવાને, બહુ-બહુ વલખાં મારે. જુએ ચોરીનો લાગ પ્રભુભક્તિમાં એવો ડોલે, જાણે રસ-તરબોળ; પણ મંદિરથી પાછો ફરતાં, પથ્થર જ્યમ ધાકોર ! ગુરુજી આગળ જી-જી કરીને, વાતો કરતો મોટી; પણ આવે જ્યાં વાત સ્વાર્થની, બુદ્ધિ થાયે ખોટી. વિદ્યાકેરો મહિમા ગાતાં, જીભ કદી ના થાકે; પણ એ કાજે ધનને દેતાં, માથું એનું પાકે. વીતરાગની પૂજા કરતો, મનમાં ધરતો રાગ; સત્યમાર્ગને ભલે પ્રશંસે, જુએ ચોરીનો લાગ ! તેને જરા ન વાંછે
આવું આવું કેટકેટલું, કહેતાં ના'વે પાર; એવા માનવ બનીને બેઠા. ધર્મતણા આધા૨ ! હાથીના દાંતોના જેવો, બન્યો બધો આ ઢંગ, ટૂંકામાં સમજાવું તમને આ વાતોનો રંગ. જેની મુખથી નિંદા કરતો, મનથી તેને વાંછે, જેનો જશ ગાતાં નવ થાકે, તેને જરા ન વાંછે !
—
૩૦૧
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
૧૯
૨૦
૨૧
(તા. ૭-૫-૧૯૫૫)
Page #325
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો
(૧) કેવી ઝંખના ! કેવું દર્શન! કેવી સિદ્ધિ!
આ લખાય છે ત્યારે અમેરિકાના બે અવકાશી વીરો ચંદ્ર ઉપર સફળ ઉતરાણ કરવાનું અપૂર્વ સાહસ ખેડીને ધરતી ઉપર પાછા આવવા રવાના થઈ ગયાના આનંદસમાચાર મળ્યા છે, અને આ નોંધ વંચાતી હશે ત્યારે તો ચંદ્ર ઉપર ઉતરાણ કરનાર બંને સાહસિકો અને “એપોલો યાન ૧૧'ને ફરતું રાખનાર એમના એક સાથી – એમ ત્રણે બહાદુરો સહીસામલત પૃથ્વી ઉપર ઊતરી પણ ચૂક્યા હશે; અને કલ્પનામાં પણ ભાગ્યે જ આવી શકે એવું સાહસ નક્કર સત્ય રૂપે આપણી સામે ઊભું હશે.
આવી અદ્દભુત અને અસાધારણ સિદ્ધિ એ કંઈ અકસ્માત કે એકાદ છૂટાછવાયા પ્રયત્નનું પરિણામ ન હોઈ શકે; એની પાછળ તો વર્ષોના અવિરત પુરુષાર્થનું અર્થાત્ કેટલાંય વર્ષોની વિચારણા અને વૈજ્ઞાનિક સંશોધન-પ્રવૃત્તિનું બળ રહેલું હોય છે. ઉપરાંત એમાં ભાવનાનું બળ પણ જોઈએ જ.
અહીં તો આવા બે જ હૃદયસ્પર્શી પ્રસંગોની નોંધ લેવાનું વિચાર્યું છે. આમાંનો પહેલો પ્રસંગ છે અમેરિકાના સદૂગત પ્રમુખ જ્હોન કેનેડીનો :
આજથી આઠ વર્ષ પહેલાંનો એ સમય હતો : તા. ૨૫-૫-૧૯૬ ૧. પ્રેસિડેન્ટ જહોન કેનેડી અને એમના કુટુંબના કેટલાક સભ્યો એમની ઓફિસમાં બેઠા હતા. એ વખતે એક આરામ-ખુરશીમાં બેઠાં-બેઠાં એમણે કહ્યું : એક દાયકામાં તો અમેરિકાએ ચંદ્ર ઉપર માનવીને મોકલવાનું કામ સફળ કરવું જ જોઈશે. “હું ગમે તે ભોગે આ કામ પાર પાડવા બંધાયો છું, અને કદાચ મારો આ નિર્ણય પૂરો થાય એ પહેલાં મારું મોત થાય, તો તમે યાદ રાખજો કે જ્યારે પણ આ કાર્ય સફળ થશે, ત્યારે અહીંની જેમ જ આરામ-ખુરશીમાં બેઠો-બેઠો, સ્વર્ગમાંથી તમારા સૌ કરતાં વધુ સારી રીતે હું એ દશ્ય નિહાળતો હોઈશ !”
આ પ્રસંગની હકીકત પ્રેસિડેન્ટ કેનેડીના સાળા શ્રી શ્રીવેરે હમણાં જ મિયામી હેરલ્ડ” પત્રના ખબરપત્રીને કહી.
Page #326
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૧
કેવી ઝંખના ! અને કેવું ભવિષ્યદર્શન !
હવે બીજો પ્રસંગ જોઈએ; એ છે ૧૦૪ વર્ષ જૂનો સને ૧૮૬૫નો. એ વખતે જુલે-વર્ન નામના વિખ્યાત ફ્રેંચ નવલકથાકારે એમની પૃથ્વીથી ચંદ્રની સફ૨' નામે કલ્પિત નવલકથામાં માનવીના ચંદ્ર ઉપરના ઉતરાણની વાત અને એ સફરની કેટલીક કલ્પિત વિગતો આપી હતી, જેમાંની કેટલીક આજે સાકાર થયેલી જોવા મળે છે.
જુલે-વર્ને લખેલું કે અમેરિકાની ગન-ક્લબના પ્રમુખે ‘કોલમ્બિયાડ' નામનો દૈત્યાકા૨ તોપનો ગોળો‘રાતની રાણી'ની મુલાકાતે મોકલવાનું ઠરાવ્યું; એ ઍલ્યુમિનિયમનો હતો. એની ઊંચાઈ ૪.૬ મીટર અને વ્યાસ ૨.૭ મીટર હતાં. ઍપોલો-૧૧ના મુખ્ય યાનનું નામ વર્નને અંજલિ આપવા નિમિત્તે કોલમ્બિયાડ' રાખવામાં આવ્યું છે. તે પણ એલ્યુમિનિયમની મિશ્ર ધાતુનું બન્યું છે, ઊંચાઈ ૩.૨ મીટર અને વ્યાસ ૩.૯ મીટર જરાક જ ફેર !
303
-
જુલે-વર્નની કલ્પના મુજબ દ૨ સેકન્ડે ૧૨૦૦૦ વારની ગતિએ ચંદ્ર તરફ તાકીને કોલમ્બિયાડને ફેંકે તો એ જરૂ૨ ચંદ્ર પર પહોંચે. ઍપોલો-૧૧ની ગતિ બીજી પૃથ્વીપ્રદક્ષિણામાંથી ચંદ્ર પ્રત્યે ધસતી વખતે ૧૧,૮૪૫ વાર દર સેકંડે હશે ! વર્નની અટકળ કેટલી આબાદ !
જુલે-વર્ને કલ્પેલું કે કોલમ્બિયાડ ફ્લૉરિડામાં ૨૭ અંશ ઉત્તર અક્ષાંશે આવેલી સ્ટોનહિલ નજીકથી છોડાશે. ઍપોલો-૧૧ ફ્લોરિડામાં ૨૮ અંશ ઉત્તર અક્ષાંશે આવેલ કેપકેનેડીથી છોડવામાં આવ્યું. કેપકેનેડી સ્ટોનહિલથી ફક્ત ૧૬૦ માઈલ દૂર છે !
અવકાશમાં ભારરહિત દશાના આનંદદાયક અનુભવને પણ જુલે-વર્ને આબાદ વર્ણવ્યો હતો !
એક નરી કલ્પના નક્કર સત્યની નજીક કેટલી પહોંચી શકે છે, એનો આ એક પારદર્શક દાખલો છે. પ્રેસિડેન્ટ કૅનેડીનો આત્મા પોતાની ઝંખનાને સફળ થયેલી જોઈને કેટલો પ્રસન્ન થતો હશે !
એ ઝંખનાને પૂરી કરનાર અમેરિકાની સરકાર, ત્યાંના વૈજ્ઞાનિકો અને બધા અવકાશી વી૨ યાત્રિકોને ખૂબ-ખૂબ ધન્યવાદ, અને છેલ્લા ત્રણ બહાદુરોનું હાર્દિક
સ્વાગત.
(તા. ૨૬-૭-૧૯૬૯)
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૪
જિનમાર્ગનું અનુશીલન
(૨) વિજ્ઞાન અને અધ્યાત્મ – બે પાંખો
સવા મહિના કરતાં પણ ટૂંકા ગાળામાં, ફક્ત ચાર જ દિવસના અંતરે, જે બે બહુ જ મહત્ત્વની અને નોંધપાત્ર ઘટનાઓ બની છે, તે માનવશક્તિના ઉચ્ચ – કદાચ સર્વોચ્ચ – શિખરની નિર્દેશક અને ઉન્નત વિચારસરણીની પ્રેરક હોવાથી એ અંગે થોડુંક નિરૂપણ કરવું ઉપકારક બનશે. આ બે ઘટનાઓમાંની એક તે અમેરિકાને સ્વતંત્ર થયે બરાબર બસો વર્ષ પૂરાં થયાં એ તા. ૨૦-૭-૧૯૭૬ના ઐતિહાસિક દિવસે જ, અમેરિકાની ધરતી ઉપર બનાવવામાં આવેલી અવકાશ સંશોધન માટેની અદ્ભુત પ્રયોગશાળાના સંચાલન-કેન્દ્રમાં રહ્યાં-રહ્યાં જ એના વૈજ્ઞાનિકોએ “વાઇકિંગ-૧' નામના અવકાશયાનનું ઉતરાણ પૃથ્વીથી આશરે ચોવીસ કરોડ માઈલ જેટલા અંતરે રહેલા મંગળ ગ્રહ ઉપર સફળતાથી કરાવ્યું તે.
અને બીજી ઘટના તે, તા. ૨૩-૨૪ જુલાઈ ૧૯૭૬ના રોજ, મધ્યરાત્રિ બાદ રાતના દોઢ વાગે, ફાજલપુરની નદીના કિનારે આવેલ એક બંગલામાં, શ્રી મોટાએ. જાણે ઈચ્છામૃત્યુનો સફળ પ્રયોગ કરતા હોય એ રીતે, પોતાનો જીવનપટ સંકેલી લીધો તે. અનેક રોગોનું ઘર બનેલ પોતાની ૭૮ વર્ષની જઈફ, જર્જરિત કાયાનો હવે લોકકલ્યાણ માટે ઉપયોગ થઈ શકે એમ નથી એવી પોતાને ખાતરી થતાં, દેહમુક્ત થવાના પોતાના સંકલ્પની જાણ પોતાના અતિનિકટના અંતેવાસીઓને ચાર દિવસ અગાઉ કરીને એમણે જે રીતે મૃત્યુને વધાવી લીધું એ કંઈ સાધારણ ઘટના ન કહેવાય.
આ બંને ઘટનાઓનું થોડુંક મર્મગ્રાહી અને વ્યાપક અવલોકન તથા પૃથક્કરણ કરવા જેવું છે.
માનવ વગરનું અને મંગળ પર અનેક પ્રકારનાં સંશોધનો અને પ્રયોગો કરીને એની માહિતી તથા વિવિધ પ્રકારની તસ્વીરો ધરતી ઉપરની પ્રયોગશાળામાં વ્યવસ્થિત રીતે અને નિયમિતપણે મોકલવાની વિપુલ યાંત્રિક સામગ્રીથી સજ્જ, તેરસો રતલ વજનનું આ અવકાશયાન, સચેતન વ્યક્તિના કોઈ પણ જાતના પ્રત્યક્ષ સંપર્ક વગર, એક જીવંત આજ્ઞાંકિત વ્યક્તિની જેમ, સંચાલન-કેન્દ્રમાં રહેલ વૈજ્ઞાનિકોની આજ્ઞાને અનુસરે, અગિયાર મહિના જેટલી લાંબી સફર ખેડીને વૈજ્ઞાનિકોએ પસંદ કરેલ સ્થાનમાં નિર્વિને ઉતરાણ કરીને એમની સૂચના મુજબ કામગીરી બજાવવા લાગે અને એનું સંચાલન કરનાર વૈજ્ઞાનિકો કરોડો માઈલ દૂર રહેલ એ અવકાશયાનમાં કોઈ યાંત્રિક ખરાબી થઈ જાય, તો અહીં બેઠાં બેઠાં એને દૂર કરે – આ બધું એટલું આશ્ચર્યકારક, વિલક્ષણ અને રોમાંચક છે, કે પહેલી દૃષ્ટિએ તો એ કોઈ કાલ્પનિક કથા જ લાગે ! અને છતાં, સૌ કોઈ જાણે છે, કે આ એક નક્કર હકીકત છે અને આ અવકાશયાન
Page #328
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૨
અત્યારે પણ મંગળગ્રહનાં સ્વરૂપ, આકાર-પ્રકાર તથા એમાં રહેલ સામગ્રીની માહિતી મોકલી રહ્યું છે; એટલું જ નહિ, મંગળના સંશોધનને વધુ ઘનિષ્ઠ બનાવવા વાઇકિંગ-૨ નામે બીજું અવકાશયાન પણ, બે-એક અઠવાડિયાં બાદ જ, મંગળના અન્ય વિભાગમાં પહોંચી જવાનું છે !
હવે પછી વૈજ્ઞાનિક પ્રયોગો અને સંશોધનોથી કેવી-કેવી વધુ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાશે એ વાતને બાજુએ રાખીએ, તો એમ વિના અતિશયોક્તિએ કહી શકાય, કે દુનિયાના વૈજ્ઞાનિકો સૈકાઓથી વિજ્ઞાનની વિવિધ પ્રકારની સિદ્ધિઓમાં જે ઝડપી આગેકૂચ કરી રહ્યા છે, એ બધી સિદ્ધિઓની પરાકાષ્ઠારૂપે મંગળ ઉ૫૨ વાઇકિંગ૧ના ઉતરાણ અને સંશોધનની આ સિદ્ધિ છે.
*
*
શ્રી મોટાએ શાંત, એકાંતપ્રધાન, ધ્યાનમૌનમય અંતર્મુખ આત્મસાધના દ્વારા જે સિદ્ધિ મેળવી, અને સાથેસાથે જ, બિલકુલ અનાસક્ત ભાવે, લોકકલ્યાણની તેમ જ પ્રજાનાં ઘડતર તથા ઉત્થાનની વિવિધમુખી, વ્યાપક સંખ્યાબંધ પ્રવૃત્તિઓની જે પ્રેરણા આપી હતી, અને અંતે જીવનનો સ્વાભાવિક ક્રમ હોય એમ, મરણને સાવ સહજભાવે આવકારી જાણ્યું એ પણ કંઈ મામૂલી ઘટના નથી; સતત જાગૃતિથી જીવનને દોષમુક્ત અને સદ્ગુણોથી સમૃદ્ધ બનાવવાના ૫રમ પુરુષાર્થનું જ એ સુળ છે.
―
એક વિજ્ઞાનની સિદ્ધિ અને બીજી આત્મસાધનાની સિદ્ધિ – આ બંને સિદ્ધિઓનું હાર્દ એ બેના વિશ્લેષણથી વધારે સમજીએ.
વિજ્ઞાન અને એની શોધોનો આધાર મુખ્યત્વે પ્રયોગશીલતા છે. કુદરતનાં તત્ત્વોનાં નિરીક્ષણ, મિશ્રણ અથવા વિભાજનથી જે વૈજ્ઞાનિક પરિણામ આવવાની શકયતા લાગે, એ માટે જુદા-જુદા પ્રકારના સંખ્યાબંધ પ્રયોગ કરવામાં આવે છે; અને એ સફ્ળ થાય છે, ત્યારે જ કોઈ પણ વૈજ્ઞાનિક સિદ્ધિ હાંસલ કરી શકાય છે. આત્માસાક્ષાત્કાર તરફ દોરી જતી સિદ્ધિનો આધાર પ્રયોગશીલતા નહીં, પણ યોગસાધના છે. યોગસાધનાથી એવું જ્ઞાન પ્રગટે છે કે જેમાં જગના, જીવના (ચૈતન્યયુક્ત શરીરીઓના) અને પરમતત્ત્વરૂપ પરમાત્માના સ્વરૂપનું ક્રમેક્રમે વધુ ને વધુ સ્પષ્ટ અને અંતે પરિપૂર્ણ કહી શકાય એવું દર્શન થતું જાય છે.
પ્રયોગશીલતા અને યોગસાધના વચ્ચે અર્થાત્ વિજ્ઞાન અને સ્વાનુભૂતિ વચ્ચે બીજો મોટો તફાવત એ છે કે વિજ્ઞાનને માટે ઢગલાબંધ સામગ્રી અને અઢળક સંપત્તિ જરૂરી છે, ત્યારે સ્વાનુભૂતિ માટે તો માત્ર યોગસાધના પ્રત્યેનો આદર અને એ માટેની તમન્ના, નિશ્ચયશક્તિ અને બાહ્ય દૃષ્ટિને આત્મદર્શન અર્થે અંતર્મુખ બનાવવાની વૃત્તિ જેવી આંતરિક ગુણસંપત્તિની જ જરૂર પડે છે.
૩૦૫
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૬
જિનમાર્ગનું અનુશીલન પણ વિજ્ઞાનની ભૌતિક સિદ્ધિને જડવાદની પોષક માનીને એની નિંદા કે ઉપેક્ષા કરવામાં આવે, અને “એનાથી કેવળ નુકસાન જ થાય છે એવી ભ્રામક માન્યતાનો પ્રચાર કરવામાં આવે તે પણ ઉચિત નથી; કારણ કે વિજ્ઞાનની સિદ્ધિઓએ સૈકાઓથી એકએકથી ચડિયાતી ભારે ઉપયોગી અને ઉપકારક કામગીરી પણ બજાવી છે.
આની સામે, દેખીતી યોગસાધના કે આત્મસાધના પણ જો બાહ્ય વેશ અને બાહ્ય જડ ક્રિયાકાંડોમાં જ સીમિત અને રચીપચી રહે, અને જીવનને પવિત્ર બનાવવાના પાયાના ધ્યેય સુધી ઊંડી ઊતરવા ન પામે, તો એ સરવાળે વ્યક્તિ અને સમાજ બંનેને માટે લાભકારક બનવાને બદલે હાનિકારક બની રહે છે. માત્ર ધાર્મિક દેખાવાની બાહ્ય આંડબરી વૃત્તિ માનવીને દંભી બનાવીને સાચી ધાર્મિકતાથી દૂર લઈ જાય છે.
વળી વિજ્ઞાનને જડવાદ કે ભોગવિલાસનું પોષક કહીને એના તરફ નફરત દાખવીએ તો એટલા પ્રમાણમાં જગના બાહ્ય અને આંતરિક સ્વરૂપનું વધારે પ્રતીતિકર દર્શન કરાવી શકે એવા જ્ઞાનથી જ આપણે વંચિત રહી જઈએ એ કંઈ ઓછું નુકસાન ન ગણાય. એ જ રીતે યોગસાધના કે ધર્મસાધનાના નામે માત્ર અજ્ઞાન અને અંધશ્રદ્ધાનું જ પોષણ કરતા રહીએ અને રખે ને આપણી કોઈક રૂઢ ધર્મમાન્યતાને આઘાત પહોંચે કે એને જતી કરવાનો વખત આવે એવા ડરથી પ્રેરાઈને સત્ય-શોધક જ્ઞાનની ઉપાસનામાં જ શિથિલ રહીએ, તો યોગસાધનાના નામે થતી ક્રિયાઓનું પરિણામ, ઘાણીના બળદની જેમ, ઠેરના ઠેર રહેવા સિવાય બીજું કશું જ ન આવે.
વાઈકિંગની મંગળ ઉપર ઉતરાણ કર્યાની વૈજ્ઞાનિક સિદ્ધિ વિશ્વભરમાં વિખ્યાત બની ગઈ અને શ્રી મોટાની યોગસિદ્ધિની જાણ સાવ મર્યાદિત રહી – એ વાત સાચી છે; પણ એ તફાવત તો માત્ર ઉપરછલ્લો જ છે, અને એથી યોગસાધનાજન્ય આંતરિક મહિનામાં લેશ પણ ઊતરતાપણું આવતું નથી.
પ્રયોગાત્મક વિજ્ઞાન કહો કે યોગજન્ય જ્ઞાન કહો, એ બંનેનો સમાન સ્વીકાર કરવાની ભૂમિકા એ છે, કે એ બંનેનું ઊગમસ્થાન માનવી જ છે. વિજ્ઞાન મુખ્યત્વે બુદ્ધિના વિકાસ ઉપર વધારે આધાર રાખે છે, જ્યારે યોગ હૃદયના વિકાસના સહારેસહારે આગળ વધે છે; અને બુદ્ધિ અને હૃદય વચ્ચેનો તફાવત તો જાણીતો છે. તર્કકુતર્ક, શંકા-કુશંકા, દલીલ-કદાગ્રહ જેવાં સારાં અને નરસાં બંને પ્રકારનાં તત્ત્વો બુદ્ધિમાં વસે છે, જ્યારે ગુણવિભૂતિને પ્રગટાવવાની, ચકાસવાની અને વધારવાની પ્રક્રિયા હૃદય કરે છે. આમ છતાં બુદ્ધિ અને હૃદય વચ્ચેની આ ભેદરેખાને વજરેખા જેવી સજ્જડ કે અપરિવર્તનીય માની લેવાની જરૂર નથી; એ બંનેની સારી કે માઠી અસર એકબીજા ઉપર પડતી જ રહે છે, અને એના પરિણામરૂપે માનવીની પોતાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાં ક્યારેક આવકારપાત્ર તો ક્યારેક અનિષ્ટ પરિવર્તન થતું જ રહે છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦૭
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો ઃ ૨, ૩
વિજ્ઞાન પણ, યથાર્થ યોગસાધનાની જેમ, વ્યક્તિ અને સમાજ બંને માટે આશીર્વાદરૂપ બની રહે અને એથી હાનિ થવાનો વખત મુદ્દલ ન આવે અથવા ઓછામાં ઓછો આવે એ માટે માનવીને મળેલ શક્તિઓમાં સર્વોપરિ સ્થાને બિરાજતી વિવેકશીલતા ઘણો મહત્ત્વનો, નિર્ણાયક અને માર્ગદર્શક ભાગ ભજવી શકે. સાર અને અસાર વચ્ચેની ભેદરેખાને આંકી બતાવવાની વિવેકની શક્તિ જાણીતી છે. વિવેકદીપ હોય તો પછી વિજ્ઞાન કે યોગ બેમાંથી કોઈ પણ માર્ગ ખેડવામાં નુકસાનને લેશ પણ અવકાશ રહેતો નથી.
આત્મલક્ષી અંતર્મુખ સાધનામાં આગળ વધવા માટે પણ વિજ્ઞાન અને એની શોધોની અવહેલના, નિંદા કે ઉપેક્ષા અત્યંત હાનિકારક છે. આ વાતને ખૂબ સ્પષ્ટતાપૂર્વક સમજવામાં ખુદ શ્રી મોટાનું જ જીવન અને કાર્ય બહુ જ ઉપયોગી થઈ શકે એમ છે. તેઓ પોતે યોગ-સાધનાને પૂર્ણરૂપે સમર્પિત થયેલા હોવા છતાં, વિજ્ઞાનની શક્તિ, મહત્તા અને ઉપયોગિતાને પણ બરાબર પિછાણીને પોષી શક્યા હતા એ એમની સતત જાગૃત વિવેકશીલતાનું સુપરિણામ હતું એમાં શક નથી.
(તા. ર૩-૮-૧૯૭૬)
(૩) માનવતાવાદી સંસ્કૃતિની જરૂર સંસ્કૃતિ'નો અર્થ અમુક વર્ગ કે પ્રજાની રહેણીકરણી કે જીવનપદ્ધતિ – એવો કરીએ તો એમાં સારા-ખોટા રિવાજો, સારી-ખોટી ટેવો, શ્રદ્ધા-અંધશ્રદ્ધા ઉપર આધારિત વિધિવિધાનો, ખુદ ધર્મના નામે પોષાતી પ્રગતિગામી કે પ્રત્યાઘાતી માન્યતાઓ અને પ્રવૃત્તિઓ, વિકાસશીલ કે આત્મવિઘાતક વિચારો અને કાર્યો વગેરે લાભકારક અને નુકસાનકારક બધી બાબતોનો સમાવેશ થઈ જાય છે. મતલબ કે માનવસમાજ પોતાના જીવનવ્યવહારનો નિભાવ કરવા માટે સારાં કે ખોટાં જે કંઈ વિચાર, વાણી, વર્તનને આવકારતો રહે, તે એની સંસ્કૃતિનાં – જીવનપદ્ધતિનાં અંગ બની જાય છે.
પણ જ્યારે સંસ્કૃતિ એટલે સુસંસ્કારિતા એમ સમજવામાં આવે ત્યારે એનો ભાવ સાવ બદલાઈ જાય છે; એમાંથી અનિષ્ટ તત્ત્વ દૂર થઈ જાય છે, અને કેવળ સદ્દગુણશીલતાને જ આશ્રય મળે છે. આ સંસ્કારિતામાં માનવતાને વગર કહ્યું સ્થાન હોય છે, એટલું જ નહીં, માનવતા જ સંસ્કારિતાનો પ્રાણ બની જાય છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૮
જિનમાર્ગનું અનુશીલન પણ દુનિયાભરની માનવસંસ્કૃતિઓ કેવળ માનવતાવાદી હોય એવું જોવામાં આવતું નથી; એમાં તો માનવતા અને દાનવતાનાં બંને તત્ત્વો જોવા મળે છે. કોઈક બીજાના ભલાને માટે પોતાના સુખનો અને ક્યારેક પોતાની જાતનો પણ ભોગ આપતા અચકાતા નથી, તો કેટલાક એવા આપમતલબી હોય છે કે પોતાના થોડા લાભ માટે બીજાને મોટામાં મોટું નુકસાન કરવામાં પણ પાછા પડતા નથી, બીજાનો જાન જાય એની પણ પરવા કરતા નથી. કોઈ સત્યને માટે કુરબાન થવા તૈયાર થાય છે, તો કોઈ પોતાના સ્વાર્થ ખાતર સત્યને દેશવટો દેવામાં આનંદ માને છે. આવી જ હાલત બીજા સદ્દગુણોની છે. આમાં વિશેષ ભયંકર બાબત તો એ છે કે દુનિયામાં સગુણો કરતાં અવગુણોનું બળ હમેશાં વધારે હોય છે, અને તે હંમેશાં માનવજાત તેમ જ અન્ય જીવસૃષ્ટિ ઉપર સિતમ વરસાવવામાં રાચતું રહે છે. તેમાં ય ભૌતિક વિજ્ઞાનની વિકાસકૂચને કારણે આ સિતમમાં ઔર વધારો થઈ ગયો છે; પોતાનાં સુખ-સાહ્યબીસંપત્તિ માટેની નવી-નવી વૈજ્ઞાનિક શોધોમાં માનવી જાણે ઈતર જીવસૃષ્ટિનાં સુખ-દુઃખ પ્રત્યે સાવ બેપરવા અને બેદર્દ બની ગયો છે. જો આવી દયાહીનતા માનવીના ચિત્ત ઉપર વધારે ને વધારે પ્રભુત્વ જમાવતી રહેશે, તો અન્ય જીવસૃષ્ટિ તો ઠીક, ખુદ માનવજાત જ દુઃખ કે સર્વનાશના દાવાનળમાં ઓરાઈ જશે, માનવી માનવભક્ષી સુધ્ધાં બની જશે અને માનવતાથી હાથ ધોઈ બેસશે. દુનિયામાં આવી ભયંકરતા ન વ્યાપી જાય એટલા માટે જ સત્ય, પ્રેમ, કરુણાની સર્વકલ્યાણકર સુભગ લાગણીઓ સતત વહેતી રહે એ જરૂરી છે. એટલા માટે જ ધર્મ, યોગ કે અધ્યાત્મ-માર્ગની શોધ કે સ્થાપના કરવામાં આવી છે. માનવદેહધારી પોતાની માનવતાને વિકસાવવાનો પ્રયત્ન કરે તો પોતાનું ભલું કરવાની સાથેસાથે બીજાઓનું ભલું કરવાના યશનો ભાગી થાય.
માનવી પોતાના સ્વાર્થ ખાતર કે બેદરકારીને કારણે, જાણતાં કે અજાણતાં, અન્ય નિર્દોષ, અબોલ જીવો પ્રત્યે દયાહીન બનીને જે ક્રૂર આચરણ કરે છે, ત્યાંથી જ એની માનવતાનો વિકાસ રૂંધાવા લાગે છે. પછી એ ન કરવા જેવાં કામો કરતાં પણ અચકાવાનો નહીં, અને ક્રમે ક્રમે એનાં જીવન અને વ્યવહાર કોઈ દાનવને પણ સારો કહેવરાવે એવાં હલકાં બની જવાનાં.
વળી, કોઈ સબળો માનવી નબળા માનવી ઉપર સિતમ વરસાવે, તો ક્યારેક એ નબળો માનવી પણ એનો પ્રતિકાર કરવા કે છેવટે એની સામે પોકાર ઉઠાવવા તૈયાર થઈ જાય – જો કે ઇતિહાસ, અવલોકન અને અનુભવ તો એમ જ કહે છે કે દીન-હીન, ગરીબ-પતિત માનવજાતના નસીબમાં તો મોટે ભાગે સિતમગરોના સિતમોને, પ્રતિકાર કે પોકાર વગર, કેવળ બરદાસ્ત કરી લેવાનું જ લખાયેલું હોય છે. છતાં કયારેક એમાં પણ પ્રતિકારની બુદ્ધિ અને શક્તિ જાગી ઊઠ્યાના ભલે બહુ
Page #332
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૩
વિરલ એવા પણ પ્રસંગો જોવામાં આવે છે. પણ ઇતર જીવસૃષ્ટિને તો, માનવીની ક્રૂરતા માટે ન કાંય ફરિયાદ કરવાની, ન કોઈની પાસેથી દાદ માગવાની; માનવી પોતાના સ્વાદ, સ્વાર્થ કે મોજશોખ ખાતર પોતાની ઉપર જે કંઈ દુઃખો વરસાવે તે મૂંગે મોઢે બરદાસ્ત કરી લેવાનાં ! પણ સમજી શકીએ તો આવી દયાહીનતા ઇતર જીવસૃષ્ટિ સાથે ખુદ માનવીને પોતાને પણ નુકસાનકારક બની રહે છે એમાં શંકા નથી. આવી દયાહીનતા આચરનાર માનવીની માનવતા જ નામશેષ થવા લાગે છે એ કંઈ એને પોતાને માટે જેવું-તેવું નુકસાન ન ગણાય. સુવર્ણમાંથી સુવર્ણપણું જ જતું રહે તો એનું મહત્ત્વ બાકી શું રહે ? એટલા માટે જ પ્રાણીદયા ખરી રીતે આપદયા જ લેખાવી જોઈએ; એથી જ એને પોતાની પ્રત્યેક વૃત્તિ અને પ્રવૃત્તિમાં સદા આવકા૨વી જોઈએ.
ત્રણેક મહિના પહેલાં વિશ્વશાકાહાર કૉંગ્રેસનું ૨૧મું અધિવેશન હોલાન્ડ (નેધરલૅન્ડ)ની રાજધાની હેગ ખાતે સ્પેનના જીવદયાપ્રેમી શ્રી માર્કવીસ ઑફ સેન્ટ ઇન્સન્ટના પ્રમુખપદે મળ્યું હતું. આ સંસ્થા પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તા૨ ક૨વામાં એટલે કે માંસાહારના સ્થાને લોકો વનસ્પતિજન્ય આહા૨ને અપનાવે એટલા માટેનું અનુકૂળ વાતાવરણ દુનિયાના જુદા-જુદા દેશોમાં ઊભું કરવામાં જે કામગીરી બજાવી રહી છે, તે સૌ કોઈની પ્રશંસા માગી લે એવી છે, અને એનાં ફળ પણ નોંધપાત્ર પ્રમાણમાં દેખાવા લાગ્યાં છે.
હેગની શાકાહાર-કૉંગ્રેસમાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે ડૉ. સ્કૉટ નિયરિંગે હાજરી આપી હતી. પંચાશી વર્ષ જેટલી જઈફ ઉંમરના ડૉ. સ્કૉટ પૂરા માનવતાવાદી અને પ્રાણીરક્ષાના હિમાયતી છે. તેઓએ વનસ્પતિ-આહારનાં આર્થિક અને નૈતિક પાસાં વિશે અધિવેશનમાં જે પ્રવચન આપ્યું હતું, તેનો સાર શ્રી મુંબઈ જીવદયા-મંડળીના માસિક ‘શ્રી જીવદયા’ના ગત સપ્ટેમ્બરના અંકમાં છપાયો છે. એમાં અત્યારની દુનિયા કેવી થઈ ગઈ છે અને કેવાં-કેવાં કારણે જીવહત્યા થઈ રહી છે, એનું ચિત્ર રજૂ કરીને તેઓએ બધા ય જીવોના જીવવાના અધિકારને માન્ય રાખીને માનવતાવાદી સંસ્કૃતિને અપનાવવાની જે હિમાયત કરી છે તે જાણવા-વિચારવા જેવી છે :
૩૦૯
“જે દુનિયામાં આજે આપણે વસીએ છીએ તેના ૫૨ માનવતાવાદીઓનું સામ્રાજ્ય નથી, પરંતુ હત્યારાઓની સત્તા જામેલી છે. સમગ્ર દુનિયા હત્યારાઓથી ભરેલી છે. નાનાં-મોટાં જીવજંતુઓથી માંડીને મનુષ્યો સુધીના જીવો ઉપરાંત વનસ્પતિ, ઝાડપાન અને જડચેતન સૃષ્ટિનો આપણે સંહાર કરીએ છીએ. વિશ્વની ચરાચર (જડચેતન) સૃષ્ટિ એ અખંડ ચૈતન્યના અંશ છે. જીવ પ્રત્યેનો આદર માત્ર જીવસૃષ્ટિના આદરમાં પર્યાપ્ત નથી; તે જડચેતન સમગ્ર સૃષ્ટિને લાગુ પડે છે. સૃષ્ટિના એક ભાગની હિંસાના પ્રત્યાઘાતો બીજા ભાગ પર પડે છે. અમેરિકામાં તે અંગે થયેલા અખતરાથી માલૂમ પડ્યું છે કે એક વનસ્પતિને કાપવાની અસર અન્ય વનસ્પતિ પર થતી હોવાનું,
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૧૦
જિનમાર્ગનું અનુશીલન રેકોર્ડિંગ ઇન્સ્ટમેન્ટમાં નોંધાયું હતું. એક જાતની જીવસૃષ્ટિનો પ્રત્યાઘાત બીજી
જીવસૃષ્ટિ પર પડે છે. વનસ્પતિ કે પ્રાણીઓની હત્યાના પ્રત્યાઘાતો માનવસૃષ્ટિ પર પડ્યા વગર રહેતા નથી. અને તેથી જ આજે સમગ્ર વિશ્વમાં હિંસક વાતાવરણ છવાયું છે અને માનવી માનવીની હત્યા કરે છે. વિશ્વમાં ખોરાક માટે, મોજ-મજા માટે, વિજ્ઞાન માટે કે ધર્મને નામે ચાલતી ભયંકર હત્યા બિનજરૂરી છે... વનસ્પતિને કાપવાને બદલે તેમાંથી મળતાં ફળફળાદિ ખાવામાં હત્યા નથી. પણ આજે તો સત્તા માટે, સંપત્તિ માટે અને જીવવા માટે હત્યા થઈ રહી છે. તેથી જ પ્રત્યેક સમાજ અને પ્રજા એ હત્યારાઓનો સમાજ બની ગયેલ છે. તે પરિસ્થિતિ બદલવાના વિધાયક માર્ગો અપનાવવાની જરૂર છે. આજના હત્યારા સમાજને બદલવા માટે, માનવતાવાદી આદર્શો દ્વારા અહિંસક સમાજ રચવાની આવશ્યકતા છે. માનવસૃષ્ટિને જીવવું હશે તો જીવમાત્રના જીવનના અધિકાર સુરક્ષિત રાખીને જીવી શકાશે.”
જેમ પવન, પ્રકાશ અને પાણીને સીમાડા નડતા નથી, તેમ વિચાર, વાણી વર્તન ઉપર પણ કોઈનો ઇજારો હોઈ શકે નહીં: ડૉ. સ્કૉટના ઉપર આપેલા ઉદ્દગારો આ સત્યની જ સાક્ષી પૂરે છે. વાપરી જાણે એનું શસ્ત્ર અને પાળી જાણી એનો ધર્મ.
આપણા દેશને ધર્મોની આગવી ભૂમિ કહીને એની પ્રશંસા કરતાં આપણે થાકતા નથી; પણ આવા મિથ્યા અભિમાનથી કોઈને કશો લાભ થયો નથી. સૌ કોઈ પોતાની સંસ્કૃતિના વારસાને માનવતાવાદી બનાવવા પ્રયત્ન કરે એ આજની મોટામાં મોટી જરૂરિયાત છે.
(તા. ૪-૧૨-૧૯૭૧)
(૪) ભારતની વર્તન વગરની વંધ્ય વિચારસરણી
(એક પ્રજ્ઞાચક્ષુ તત્ત્વવેત્તાની વેદના)
વર્તન એ વિચારનું ફળ છે. વર્તન વગરનો વિચાર વંધ્ય છે, છેતરામણો છે, કેવળ આડંબર છે. “પરોપદેશે પાંડિત્ય' કે “પોથીમાંનાં વેંગણ” એ આવા વંધ્ય વિચારોને જ સૂચવતી લોકોક્તિઓ છે.
બંગાળના એક પ્રજ્ઞાચક્ષુ વિદ્વાનું ભારતીય તત્ત્વજ્ઞાનના અને તુલનાત્મક ધર્મવિચારના પ્રાધ્યાપક. એમણે થોડા જ દિવસ પહેલાં ભારતની વર્તન-વિહોણી ચિંતનધારા પ્રત્યે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.
Page #334
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૪
એ વિદ્વાનનું નામ ડૉ. સુબોધચંદ્ર રોય. એમની જન્મભૂમિ વિદ્વાનો, વૈજ્ઞાનિકો અને વિચારકોની ખાણ સમું બંગાળ. કલકત્તા એમનું વતન. બૉમ્બ-યુગના બંગાળના ક્રાંતિકારી સમયમાં એકાવન વર્ષ પહેલાં (૧૯૧૦માં) એમનો જન્મ થયેલો.
નવ વર્ષની ઉંમરે એમની આંખોનાં તેજ હરાઈ ગયાં, અને સમગ્ર વિશ્વ એમને માટે અંધકારભર્યું બની ગયું. પણ એમનો આત્મા ભારે ખમીરવંત હતો. આવી ભયંકર આફતથી પણ તેઓ હતાશ કે વિચલિત ન થયા. એમણે મુસીબતો ઉ૫૨ પુરુષાર્થ અને ખંતથી વિજય મેળવ્યો, અને તેઓએ કલકત્તા યુનિવર્સિટીની એમ. એ. અને પીએચ. ડી.ની ડિગ્રી મેળવી.
૩૧૧
પછી તો એમણે કલકત્તા યુનિવર્સિટીમાં અને મુંબઈમાં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સીઝ'માં અધ્યાપન કર્યું, અને સને ૧૯૪૧માં કલકત્તામાં સમદુઃખિયા અંધજનો માટે ઑલ-ઇન્ડિયા લાઇટ-હાઉસની સ્થાપના કરી, અને પાંચ વર્ષ સુધી એના મુખ્ય નિયામક (ડિરેક્ટર) તરીકેની જવાબદારી પણ અદા કરી.
પણ જાણે અપંગો અને અંધજનો માટે તેઓ વધુ આશા અને પ્રે૨ણાના સ્થાન બનવાના હોય એમ એમનો પુરુષાર્થ આટલેથી ન અટક્યો. પંદર વર્ષ પહેલાં (૧૯૪૬માં) તેઓ અમેરિકા જઈ પહોંચ્યા. ત્યાં શરૂઆતનાં ત્રણ વર્ષ એમણે વિશેષ અધ્યયન કર્યું; અને છેલ્લાં બાર વર્ષથી તેઓ ત્યાં ન્યૂયોર્કની એક સામાજિક સંશોધનની સંસ્થામાં ભારતીય તત્ત્વજ્ઞાન અને તુલનાત્મક ધર્મવિચારનું અધ્યાપન કરે છે. એક વ્યાખ્યાન તૈયાર કરતાં એમને દસ કલાક લાગે છે !
એમણે ત્રણ વા૨ વિશ્વનો પ્રવાસ કર્યો છે. વળી શિક્ષણ, તત્ત્વજ્ઞાન અને માનસશાસ્ત્ર ઉપર અનેક લેખો લખ્યા છે અને ‘ભારત અને પરદેશના અંધજનો’ (‘બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા એન્ડ એબ્રોડ') નામે એક પુસ્તક પણ લખ્યું છે.
ડૉ. રોયને ભાષણો આપવા ઉપરાંત સિતારવાદનનો અને શતરંજનો ભારે શોખ છે. ભારતમાં વ્યાખ્યાનો આપવા માટે તેઓ છ અઠવાડિયાં માટે આવ્યા છે. તેઓ અમેરિકન મહિલાને પરણ્યા છે, અને એમને સત્તર વર્ષની પુત્રી છે.
પોતે અમેરિકામાં જઈને કેવી રીતે સ્થિર થઈ શકયા, એનો ખ્યાલ આપતાં, ભારતની વર્તન વગ૨ની, કહેવાતી ઉચ્ચ વિચારસરણી ત૨ફ એમણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, અને સાથે-સાથે અમેરિકાવાસીઓની પોતાને સહાયતા આપવાની તત્પરતાની પ્રશંસા કરી હતી. એમણે કહ્યું :
“હું અમેરિકા ગયો તો હતો અભ્યાસ કરવાના ઉદ્દેશથી, પણ ત્યાં અપંગોને જે પુષ્કળ તકો પૂરી પાડવામાં આવે છે એથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. ત્યાં
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૨
જિનમાર્ગનું અનુશીલના
પ્રત્યેક માનવીને – પછી એ ગમે તેવી સ્થિતિમાં હોય – ઈશ્વરના બાળક તરીકે લેખવામાં આવે છે. સંભવ છે કે આવી વિચારસરણી ભારતમાં પણ અસ્તિત્વ ધરાવતી હોય, પણ અહીંના લોકો એને વર્તનમાં નથી ઉતારતા. ભારતવાસીઓને બીજા લોકોની જરૂરિયાતનો સામાજિક ખ્યાલ હોતો નથી!
“નેત્રહીન હોવાથી મારે અઠવાડિયામાં પચીસ જેટલા વાચકોની સહાયતા લેવી પડે છે. એમાં બીજા દેશમાં કેટલું બધું ખર્ચ કરવું પડે ? પણ અમેરિકામાં તો મારે કશું જ ખર્ચ કરવું પડતું નથી! અમેરિકનો હમેશાં મને નિઃસ્વાર્થભાવે સહાય કરવા માટે તત્પર હોય છે ! અરે, ક્યારેક હું એમને નથી બોલાવતો તો તેઓ સામેથી ટેલિફોન કરીને મને પૂછે છે કે અમને કેમ બોલાવતા નથી!”
ડો. રોયની આ વાત મનમાં કંઈકંઈ વિચારો જગવી જાય છે. આપણે માનવતા, ધાર્મિકતા અને આધ્યાત્મિકતાના ગુણગાન ગાતા જ રહ્યા અને વર્તનમાં એનાથી દૂર ને દૂર ધકેલાતા ગયા !
ક્યાં ઉપનિષદોની, વેદાંતની, જૈન આગમોની અને બૌદ્ધ પિટકોની અતિઉન્નત વિચારધારા અને ક્યાં પોતાના જ માનવસમાજ પ્રત્યેનું આપણું ક્ષુદ્ર વર્તન ! (તા. ૨૭-૮-૧૯૬ ૧ના “ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ને આધારે) (તા. ૮-૯-૧૯૬૧)
(૫) વિના સહકાર નહિ ઉદ્ધાર વિકાસ સાધવો હોય કે મુસીબતોની સામે ટકી રહેવું હોય, તો તે એકલે હાથે થઈ શકતું નથી. આ માટે જરૂરી એવાં સાથ અને સહાયતા ત્યારે જ મળી શકે, જ્યારે માનવસમૂહોએ પોતાની અંદર સહકારની મંગલમય ભાવના પ્રગટાવી હોય.
સહકારની ભાવના એ ખરેખર તો હાર્દિકતા, વાત્સલ્ય અને સમસંવેદનના આદાન-પ્રદાનની સુભગ પ્રક્રિયા છે. જેમ આવા દિવ્ય ગુણોથી રંગાયેલા કુટુંબમાં એક પણ માનવીનું અસુખ આખા કુટુંબની બેચેની બની રહે છે, અને એને દૂર કર્યા વગર કુટુંબને જંપ વળતો નથી, એવી જ સહકારની ભાવના જે નાના-મોટા માનવસમૂહમાં જન્મે છે અને કેળવાય છે, તે પ્રાણવાન અને શક્તિશાળી બનીને બહુમુખ વિકાસ સાધે છે અને મુશ્કેલીઓના સાગરને સહેલાઈથી તરી શકે છે. ત્યાં વ્યક્તિ કે વ્યક્તિ-સમૂહનાં સુખ-દુઃખ સહિયારાં બની જાય છે, અને શરીર અને એનાં અંગ-પ્રત્યંગોની જેમ સહુ સમરસતા અનુભવે છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૧૩
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૫
પણ અત્યારે સહકારની ભાવનાએ જે ધંધાદારી રૂપ લીધું છે અને તેને નામે જે પાર વગરની દુકાનો, સંસ્થાઓ, સોસાયટીઓ છેલ્લા દાયકામાં આપણે ત્યાં જન્મી છે, એમાં અને ઉપર સૂચવી એ સહકારવૃત્તિની વચ્ચે આભ-ધરતીનું અંતર છે.
અહીં જે સહકારની વાત કરીએ છીએ, એ તો સો ટચના સોના જેવો સ્વચ્છ છે; એમાં તો સહકાર લેનાર અને આપનાર બંને આત્મીયતાભરી કૃતાર્થતા અનુભવે છે, એમાં નકલીપણાનું તો નામનિશાન નથી હોતું. શરીરનું એક અંગ બીજા કોઈ પણ અંગની મુશ્કેલી વખતે સ્વયં એ મુકેલીનો અનુભવ કરે છેતેથી જ એને દૂર કરવા સાવ સહજપણે પોતાનો પૂરો ફાળો આપે છે. ત્યાં દુઃખી થયેલા અંગને બીજા અંગ પાસે કરગરવા નથી જવું પડતું. આવો જ હોય છે સાચો સહકાર. એને ધરતીનું કલ્પવૃક્ષ કહી શકાય.
પણ આવા સહકારનો વિચાર એક વાત છે અને એનો અમલ જુદી વાત છે; એને અતિવિરલ જ કહી શકાય ! અમૃત કંઈ દરેક કુંભમાં પ્રગટતું નથી; કલ્પવૃક્ષ કંઈ શેરીએ-શેરીએ ઊગતું નથી. પણ જો સાચી અને સર્વકલ્યાણકારી પ્રગતિ સાધવી હોય, તો એની ગુરુચાવી કેવળ સહકારની ભાવના જ છે એ પણ એટલું જ સાચું છે. નાનામોટા સહુકોઈનો અભ્યદય સાધી શકે એવું ઉમદા રસાયણ કેવળ સહકારની ભાવના જ છે.
કહેનારે કહ્યું છે કે સંઘે વિત: છ યુગ (કળિયુગમાં શક્તિનો વાસ સંઘમાં હોય છે). પણ ખરી રીતે તો એ ઉક્તિને એ રીતે સુધારવી ઘટે કે સંધે પવિત: સર્વધુ – એટલે કે દરેક યુગમાં શક્તિનો વાસ મુખ્યત્વે સંઘમાં જ હોય છે. જેટલો સહકાર ચોખ્ખો એટલો પ્રાણવાન્ સંઘ સમજવો. જ્યાં સહકારને અવકાશ મળ્યો, ત્યાં ઊંચનીચપણાને, દગાફટકાને કે સ્વાર્થપરાયણતાને સ્થાન જ નથી રહેતું.
ધર્મનાં બાહ્ય-આંતર આચરણોનો હેતુ પણ, છેવટે તો, માનવમાત્ર સાથે જ નહીં, પણ દુનિયાના જીવમાત્ર, બલ્ક પદાર્થમાત્ર સાથે કુટુંબભાવના, ભ્રાતૃભાવ કે આત્મીયતાની ભાવનાને અંતરમાં જગાડવાનો છે. અને જ્યાં બધા ય જીવો ભ્રાતૃભાવ કે મિત્રતાને અલૌકિક તાંતણે બંધાયેલા હોય, ત્યાં કોણ કોને પીડવાનો વિચાર કરી શકે ? અથવા કોણ કોનો તિરસ્કાર કરવા પ્રેરાય ? ત્યાં તો સહુ પરસ્પરનાં સુખ-દુઃખના સહભાગી બનવામાં જ ધન્યતા અનુભવે.
જૈનધર્મે વિશ્વમૈત્રીની જે ઉમદા અને ઉદાત્ત ભાવના કેળવવાનું ઉદ્ધોધન કર્યું છે, તેનું એક વહેવારુ પરિણામ તે સામાજિક સંગઠન પણ છે. તેથી સૈકે-રોકે એનું પુનઃ પુનઃ ઉચ્ચારણ થતું જ રહે છે. આમ છતાં, સમયે-સમયે પાયાની કોઈક એવી ખામી પ્રવેશી જાય છે, જેને લીધે સહકારને બદલે અલગતાની જ વિશેષ પ્રેરણા જાગે છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૪
જિનમાર્ગનું અનુશીલન જ્યારે સમાજમાં સહકારની ભાવના ધબકતી હોય, ત્યારે નબળા કે મુસીબતમાં મુકાયેલાને એવી ચૂપચાપ સહાયતા મળી રહે કે એક હાથનું આપેલું બીજો હાથ સુધ્ધાં ન જાણી શકે. આથી ધનનું દાન પણ કીર્તિ માટે નહીં પણ કર્તવ્યભાવનાથી જ થવું જોઈએ. એમ ત્યારે જ થઈ શકે, જ્યારે અંતરમાં સહકારની ભાવનાની ઉપયોગિતા, ઉપકારિતા અને મહત્તા બરાબર વસી ગઈ હોય.
(તા. ૧૨-૧૧-૧૯૬૬)
(૬) વસુધા-કુટુંબના નિર્માણ માટે સહિષ્ણુતા અને સમતા
જીવોનો સમૂહ એનું નામ જ વિશ્વ. અને જ્યાં વિવિધ શક્તિ, વિવિધ રુચિ ને વિવિધ વિકાસરેખા ધરાવતા અગણિત જીવો હોવાના ત્યાં સુખ-દુઃખ, નિંદા-પ્રશંસા, હિંસા-અહિંસા, સાચ-જૂઠ, રાગ-દ્વેષ, મિત્રતા-શત્રુતા, સાધુતા-શઠતા જેવાં કંઈ-કંઈ પ્રકારનાં કંકો રહેવાનાં. આવી બધી સારી-માઠી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓનો સમુચ્ચય એનું નામ જ સંસાર. અને તેથી જ કોઈને સંસાર સાકર જેવો મીઠો અને સ્વર્ગસમો સુખકર લાગે છે, તો કોઈને ઝેર જેવો અકારો અને નરક જેવો વેદનાભર્યો.
જ્યાં માત્ર એકનું જ અસ્તિત્વ હોય ત્યાં ન હિંસા-અહિંસાના, ન સત્ય-અસત્યના, ન ચોર-શાહુકારના વિચારને અવકાશ રહે છે. કાયા જ નહિ, ત્યાં છાયા કયાંથી?
પણ જ્યારે એકથી વધુ વ્યક્તિઓના અસ્તિત્વની વાસ્તવિકતા વચ્ચે જીવવાનું હોય છે, ત્યારે પરિસ્થિતિ સાવ બદલાઈ જાય છે. જેમ-જેમ વ્યક્તિઓની સંખ્યામાં વધારો થતો જાય છે, તેમ-તેમ એ વ્યક્તિઓ સુખ-શાંતિ અને સુમેળથી રહી શકે અને પોતાનો વ્યવહાર સરખી રીતે ચલાવી શકે એ માટે કંઈક નિયમો, નિયમનો અને વ્યવસ્થાઓ અપનાવવાં પડે છે. સમાજવ્યવસ્થા, રાજસત્તા અને ધર્મસ્થાપના એ ત્રણેની પાછળનું પ્રેરક બળ આ જ છે. માનવી અથડામણથી બચી એખલાસથી રહી શકે એ આ બધાની પાછળનો ઉમદા હેતુ છે.
ભગવાન ઋષભદેવના વખતનો જ જરાક વિચાર કરીએ. એ યુગમાં આપણી ભરતભૂમિમાં એક જ માનવીનો વાસ હતો એવું તો નહીં, પણ એ યુગલિક યુગ હતો. એ યુગની અસર એ યુગલિકો ઉપર એવી વિલક્ષણ કે વિચિત્ર હતી, કે તે કાળનો માનવસમૂહ જાણે એક જ માનવી હોય એ રીતે, આવાં બધાં ઢંઢોથી પર એવું નિરાપદ જીવન જીવતો હતો; ન કોઈ કોઈના ઉપર અધિકાર ભોગવતો કે ન કોઈને કોઈનાથી
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૧૫
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૬ દબાવાપણું રહેતું. યુગલિયાઓનો એ સમૂહ ધર્મ-અધર્મ કે હિંસા-અહિંસાથી અજાણ હતો, એટલે એમને માટે કોઈ જાતની વ્યવસ્થા જરૂરી ન હતી.
પણ યુગમાં એવું મહાપરિવર્તન આવ્યું અને યુગલિકોના એ જગમાં એવા અવનવા બનાવો બનવા માંડ્યા કે જેથી એમાં માનવસમૂહો નિરાંતથી રહી અને જીવી શકે એ માટે અનેક પ્રકારનાં નિયમો, નિયંત્રણો અને કંઈ કેટલા પ્રકારની વ્યવસ્થાઓ જરૂરી બન્યાં. નવા યુગનું મંડાણ થતાં માનવીએ નવી રીતે જીવવાનું અને પોતાના વ્યવહારને સાચવવાનું શીખવા માંડ્યું. ત્યારે પ્રભુ ઋષભદેવ સામાજિક માનવસંસ્કૃતિના સ્થાપક લેખાયા, અને સાચા અર્થમાં “આદિનાથ' તરીકે પૂજાયા. આમાંથી જ ધીમે-ધીમે સમાજવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, ધર્મવ્યવસ્થા સ્થપાઈ.
માનવસંસ્કૃતિના ઊગમકાળનું દર્શન કરાવતા આ પૌરાણિક વૃત્તાંતને આધારે આપણે એટલું જ સમજવાનું કે સમાજ, રાજ્ય અને ધર્મની સ્થાપના પાછળનો એકમાત્ર હેતુ બળવાન તથા નિર્બળ એવા દરેક સ્તરના માનવીઓ અને માનવસમૂહો ન્યાયનીતિ અને સુલેહ-શાંતિથી રહી શકે તે હતો. આવી સુલેહ-શાંતિ અને ન્યાય-નીતિની સ્થાપનામાં ધર્મસંસ્થાએ તો સવિશેષ આગળ પડતો ભાગ ભજવવાનો હતો; ઉપરાંત એણે માનવીની મરણોત્તર ગતિની પણ માર્મિક વિચારણા કરવાની હતી.
સમાજ, રાજ્ય અને ધર્મ – એ ત્રણ વ્યવસ્થાની ઉપયોગિતા અને કામગીરી કંઈક આ રીતે નિરૂપી શકાય : બધા માનવીઓ અને જુદા-જુદા માનવસમમૂહો અંદરોઅંદર સરખી રીતે રહી શકે અને બળિયાના બે ભાગ” જેવો જંગલનો ન્યાય પોતાનો કારમો પંજો ફેલાવતો અટકે એ માટે સમાજે કેટલાંક નિયમો કે નિયંત્રણો નક્કી કર્યા અને પારસ્પરિક પ્રેમ અને સદ્દભાવનાની સ્થાયી મનોવૃત્તિને આધારે એનું પાલન સૌ સ્વેચ્છાથી, છતાં નિષ્ઠાપૂર્વક કરે તેમ ઠરાવાયું. આ હતું વ્યક્તિની સમૂહ સાથેની એકરસતા પર આધારિત આંતરિક નિયમન – સામાજિક નિયમન. આમ છતાં, કેટલાક માથાભારે માનવીઓ મનસ્વી રીતે વર્તન કરતાં ન અચકાતા. આવા બેફામ બનેલા માનવીઓને કાબૂમાં રાખવા માટે રાજ્યસત્તા અસ્તિત્વમાં આવી. આમ છતાં માનવી ન સમજ્યો અને રાજ્યસત્તાની ઉપેક્ષા કરીને પણ પોતાની સ્વાર્થસાધના અને વિલાસી વૃત્તિમાં રાચવા લાગ્યો. તો એને તાત્ત્વિક દૃષ્ટિએ દોષ અને એનાં માઠાં ફળોનું દર્શન કરાવવા માટે તથા સમજુ માનવીને સાચા આંતરિક ઉત્કર્ષનો માર્ગ ચીંધવા માટે ધર્મસંસ્થાનો પ્રાદુર્ભાવ થયો.
અને છતાં માનવીએ એ બધાયથી જરા ય શેહ-શરમ કે ભય અનુભવ્યા વગર મનસ્વી વર્તન ચાલુ રાખ્યું. ઊલટું, આ ત્રણે ય સત્તાઓનો એણે પોતાના અંગત સ્વાર્થના સાધન તરીકે ઉપયોગ કરવા માંડ્યો; વાડ પોતે જ ચીભડાં ગળવા લાગી ! પણ આમાં
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૬
જિનમાર્ગનું અનુશીલન
ધર્મ, રાજ્ય અને સમાજ સંસ્થાઓનો દોષ ન ગણવો જોઈએ. આ સંસ્થાઓ ધાર્યું આવકારપાત્ર પરિણામ ન નિપજાવી શકી એમાં ખરેખરો દોષ તો માનવમાં હજી નામશેષ ન થયેલી ચંચળતાઓનો જ ગણવો જોઈએ. માનવી જેમ ખૂબીઓનો, તેમ ખામીઓનો પણ ભંડાર છે. એને લીધે એ ગમે તેવી સારી અને ન્યાયી વ્યવસ્થાને પણ દૂષિત કરીને પોતાના અંગત લાભ માટે એનો દુરુપયોગ કરી લે છે. માનવીની આવી સ્વાર્થપરાયણતાનો અંજામ એ આવ્યો છે કે કોઈ પણ સુવ્યવસ્થા ખામીવાળી ઠરે છે; અજબ છે માર્ગ ભૂલેલા માનવીની અક્કલ અને આવડત ! ભૂલ માનવી પોતે કરે છે અને વગોવાય છે ધર્મ, રાજ્ય અને સમાજ, પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવી આ વાત છે. વસ્તુતઃ આ ત્રણે ય વ્યવસ્થાઓની વિશ્વામ્યતાને લચીલા ઉપાયોથી ટકાવી રાખવામાં જ આપણો જ્યવારો છે.
દાખલા તરીકે : આપણી ધર્મવ્યવસ્થા અને સંઘવ્યવસ્થા માટેનાં નિયમો અને નિયંત્રણો કેટલાં બધાં ઉપયોગી અને કારગત બની શકે એવાં છે ! સમતા, અહિંસા અને મૈત્રીભાવનાના અમૃતમય સિદ્ધાંતોની આપણને ભેટ મળી છે. મતભેદોનું મૂલ્ય આંકી શકે, વેરિવરોધનું શમન કરી શકે અને સત્યના એક-એક અંશને સ્વીકારી શકે એવી અનેકાંત-પદ્ધતિ આપણને વારસામાં મળી છે. વળી, પલટાતી પરિસ્થિતિમાં આચાર-વિચારના નિયમોમાં જરૂરી પરિવર્તન કરીને ધર્મ અને જીવન વચ્ચેની ગાંઠને વધારે દૃઢ કરી શકીએ અને દંભથી બચી શકીએ એટલા માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પારખતાં રહેવાનું વિધાન પણ ઠેર-ઠેર કરાયું છે. છતાં શ્રીસંઘમાં ચિંતા ઉપજાવે એટલા પ્રમાણમાં શિથિલતાને સ્થાન મળવા લાગે, સંગ્રહશીલતા માઝા મૂકવા માંડે, રાગદ્વેષને છુટ્ટો દોર મળી જતો દેખાય, નાના કે નજીવા પ્રશ્નોને, કાગનો વાઘ કરીને, વિકૃત અને વિકરાળ રૂપ આપીને સંઘમાં ક્લેશ-કલહનો આતશ ફેલાવવામાં આવે અને ધર્મની રક્ષાના નામે જ અધર્મી વૃત્તિઓ તથા પ્રવૃત્તિઓને વધારી મૂકવામાં આવે ત્યારે શું સમજવું ? શું આપણને મળેલો આ સંસ્કારવારસો એળે ગયો ?
ઉપર્યુક્ત દુર્દશાનું મુખ્ય કા૨ણ એ છે કે શ્રમણસંસ્કૃતિએ ઉદ્બોધેલી સાધનાપદ્ધતિના સાધનરૂપ સમતાનાં ગુણગાન પુષ્કળ ગાવા છતાં એ તરફથી આપણું ધ્યાન હઠી ગયું છે; અને જેના વગર સમતાની પ્રાપ્તિ અશક્ય બની જાય એ સહિષ્ણુતાને તો આપણે જાહે૨ દેશવટો દઈ દીધો છે ! પરિણામે, આપણે વાતવાતમાં લડવા ટેવાઈ ગયા છીએ.
છેવટે આપણને સહુને જ રક્ષનારા એવા ધર્મ અને સંઘને જો દોષમુક્ત અને પ્રાણવાન્ બનાવવા હશે, તો સહિષ્ણુતાને કેળવીને સમતાની સાધના કરવી જ પડશે.
(તા. ૨૪-૮-૧૯૭૩)
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૧૭
સંસ્કૃતિનાં મૂળતત્ત્વોઃ ૭
(૭) સંસ્કૃતિ-વિકાસ માટે ભાષાશુદ્ધિ મહાન યોગીઓ કે આત્મસાધકોના નિજાનંદના અનુભવની કે આત્મસાક્ષાત્કારના આનંદની વાત બાજુએ મૂકીએ, તો બાકીનું બધું જ્ઞાન શબ્દમાં જ સચવાઈ રહે છે અને શબ્દરૂપે જ અભિવ્યક્ત થાય છે. એટલા માટે જ જ્ઞાન અને શબ્દ વચ્ચેનો અવિનાભાવ (કાયમી જોડાણરૂ૫) સંબંધ દર્શાવતાં શાસ્ત્રકારોએ કહ્યું છે કે મનુવિદ્ધમિવ જ્ઞાન સર્વ રાત્રેન માલતે – જાણે કે સમગ્ર જ્ઞાનરૂપી મૌક્તિકો શબ્દરૂપી દોરાથી પરોવાયેલાં હોય એમ લાગે છે.
વળી જૈન-દર્શનમાં શબ્દને પુદ્ગલરૂપ (ભૌતિકદ્રવ્યરૂપ) માનીને, બીજા અનેક જાતના પગલોની જેમ, લોકાકાશમાં ભાષાવર્ગણાના પુદ્ગલો પણ વ્યાપ્ત હોવાનું માનવામાં આવ્યું છે, તેમને ગ્રહણ કરીને જીવ પોતાના વિચારો અને અનુભવોની અભિવ્યક્તિ કરે છે. આ ઉપરથી પણ શબ્દનું મહત્ત્વ સમજી શકાય છે. અહીં “શબ્દનો અર્થ ‘ભાષા' સમજવો. મતલબ કે ભાષા જ જ્ઞાનનું વાહન બની શકે છે.
આનો જરાક બીજી રીતે વિચાર કરીએ.
કોઈ પણ કામ કરવું હોય, તો પહેલાં મનમાં એનો વિચાર જન્મે છે. આ વિચાર ભાષાને છોડીને બીજી કોઈ રીતે જન્મે છે કે અભિવ્યક્ત થાય છે ખરો ? અને જ્યારે જુદા-જુદા માનવીઓને એક જ જાતનો વિચાર આવે છે, ત્યારે બધાની ભાષા કંઈ એક જ હોતી નથી. વિચારનો ઝોક ભલે એકસરખો હોય તો પણ એનો ભાષામય આકાર તો માનવી જેવી ભાષાથી પરિચિત હોય તે રૂપે જ ઘડાવાનો.
આ ઉપરથી એટલું તો સ્પષ્ટ થશે કે જ્ઞાનને કે વિચારને અમુક ભાષા સાથે જ સંબંધ છે એમ નથી. આ ઉપરથી એટલું ફલિત થાય છે કે ભાષા અને તેનો ઉત્તરોત્તર વિકાસ એ મુખ્યત્વે માનવબુદ્ધિનું સર્જન છે, જ્યારે જ્ઞાન કે વિચારોનો પ્રાદુર્ભાવ તો માનવીની આત્મશક્તિનું પરિણામ છે. છતાં એ બંને એટલાં બધાં ઓતપ્રોત બની ગયાં છે કે એકના વિના બીજાની જાણે કલ્પના જ થઈ શકતી નથી.
જ્ઞાનનો હેતુ એકને સમજાયેલી સાચી વસ્તુસ્થિતિ બીજાને સમજાવવી એ જ છે. એટલે જે જ્ઞાન સાચી વાતને સમજાવે કે વ્યક્ત કરે નહીં તે ખોટું જ્ઞાન ગણાય છે. એવા ખોટા કે વિપરીત જ્ઞાનનો કોઈ ઉપયોગ રહેતો નથી; ઊલટું તે જોખમી છે.
આ રીતે સત્યને સમજવા માટે જ્ઞાનની જરૂર રહે છે, અને જ્ઞાનને અભિવ્યક્ત કિરવા માટે ભાષાની જરૂર પડે છે. આમ સત્ય, જ્ઞાન અને ભાષા એ ત્રણ વચ્ચે એકસૂત્રતા બંધાઈ છે. એ એકસૂત્રતા જેટલી દઢ, તેટલું જ સત્યનું આકલન નિર્દોષ; એમાં જેટલી ખામી એટલી જ ખામી સત્યના પ્રાકટ્યમાં રહી જાય છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૮
જિનમાર્ગનું અનુશીલન આ ત્રિપુટી પૈકી સત્યના સાક્ષાત્કારની ઝંખના જ્ઞાન-શોધની પ્રેરક બને છે, અને જ્ઞાનને અભિવ્યક્ત કરવા ભાષા અનિવાર્ય બને છે. એટલે અંતરમાં જ્ઞાન પોતા પૂરતું ગમે તેટલું સ્પષ્ટ હોય, પણ ભાષા ઉપર આધિપત્ય વિના એને યથાસ્થિતરૂપે રજૂ કરવાનું મુશ્કેલ બની જાય છે. આથી ભાષાની સાધના એ સમૂહજીવનની ઉપાસના બની રહે છે.
ભાષાના આ મહત્ત્વને લીધે જ, એમાં કોઈ જાતનો દોષ રહેવા ન પામે એ દૃષ્ટિએ જૈનદર્શને પાંચ સમિતિઓમાં ભાષાસમિતિને સ્થાન આપ્યું છે અને ત્રણ ગુપ્તિમાં વચનગુપ્તિને દાખલ કરી છે.
વળી ભાષા ઉપર પ્રભુત્વ મળી ગયા પછી એનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા માટે મૌન અને મિતભાષિતાનો મહિમા વર્ણવ્યો છે. “વચન રતન, મુખ કોટડી' એ સૂક્તિમાં વચનને રતનની ઉપમા આપીને એનું બરાબર જતન કરવાનું અર્થાત્ એનો ખાસ જરૂર પડ્યે જ ઉપયોગ કરવાનું સૂચવ્યું છે.
વાણીના પ્રભાવનું વર્ણન કરતાં “અમોઘ વાણી'ની જે વાત કહેવામાં આવી છે, તે અંતઃસાધનાથી પ્રાપ્ત થતી લબ્ધિરૂપ હોઈ ભલે સર્વસુલભ ન હોય, પણ એનો વ્યવહારુ સાર એ છે કે જે વ્યક્તિ સત્યને વફાદાર રહીને અને મિતભાષિતાનો મહિમા પિછાણીને વિવેકપૂર્વક, જરૂર પૂરતું બોલે છે, એને વાણીનું સાફલ્ય પ્રાપ્ત થાય છે.
આમ ભાષા એ માનવજીવનનું સંસ્કૃતિનું મહત્ત્વનું જ નહીં, અનિવાર્ય અંગ છે.
આટલી પૂર્વભૂમિકાને અંતે અમારે અહીં સંક્ષેપમાં જે કહેવું છે તે ભાષાશુદ્ધિને અનુલક્ષીને કહેવાનું છે.
સામયિકોમાં વારે-તહેવારે ઉદ્ધત કરવામાં આવતાં આગમવાક્યો કે બીજાં શાસ્ત્રવચનોને અશુદ્ધ રીતે છપાયેલાં જોઈએ છીએ, ત્યારે તો, કોળિયામાં કાંકરી આવ્યાની જેમ, બુદ્ધિને આંચકો લાગ્યા વગર રહેતો નથી.
આપણે જાણીએ છીએ કે આપણાં શાસ્ત્રોમાં ભાષાની અશુદ્ધિને બહુ મોટો દોષ લેખવામાં આવ્યો છે, અને તે સાચી રીતે લેખવામાં આવ્યો છે. એક અનુસ્વાર એક કાનો કે એક માત્રા વધારે કે ઓછાં થઈ જાય તો અર્થનો અનર્થ થતાં વાર ન લાગે.
એટલા માટે તો આપણે ત્યાં બોલવામાં “કાનો, માત્રા, અક્ષર, મીંડી આઘીપાછી” થઈ હોય તો એ માટે અંતઃકરણપૂર્વક “
મિચ્છા મિ દુક્કડ' માગવાની આજ્ઞા છે, અને એ પ્રણાલીનું હમેશાં પાલન કરવામાં આવે છે. પણ રોજ “મિચ્છા મિ દુક્કડું' અને રોજ એ ને એ ભાષાઅશુદ્ધિનો દોષ કરતા રહીએ તો એ દોષની ક્ષમાયાચના નિરર્થક અને હાસ્યાસ્પદ જ બની રહે. ભારે ખેદ સાથે કહેવું પડે છે કે આપણા પ્રાણરૂપ શાસ્ત્રવચનોના સંબંધમાં પણ આપણે ભાષાને અણીશુદ્ધ રાખી શક્તા નથી. *
Page #342
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૭
જે વાત શાસ્ત્રોની ભાષાશુદ્ધિને માટે કહી છે, એ જ માતૃભાષા માટે પણ કહી શકાય એમ છે. શુદ્ધ, અર્થવાહી, રોચક શૈલીમાં માતૃભાષામાં પણ લખનારા કેટલા ? સાર એ છે કે દરેક વ્યક્તિને એના ઉછેરના પ્રારંભથી જ શુદ્ધ ભાષા બોલવાનો અને લખવાનો સહજ સંસ્કાર વારસામાં મળવો જોઈએ. એ નહીં મળવાને કા૨ણે એ દોષ આગળ પણ ચાલુ રહે છે. શાસ્ત્રીય ભાષાની શુદ્ધિ માટે આપણા મુનિવરો અને માતૃભાષાની શુદ્ધિ માટે વ્યાપકપણે મા-બાપો અને શિક્ષકો પણ જાગૃત બને તો જ આ દોષ દૂર થઈ શકે એ જ અહીં મુખ્ય મુદ્દો છે.
(તા. ૧૮-૨-૧૯૬૧)
૩૧૯
Page #343
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિધાધ્યયન
(૧) વિદ્વાનો પ્રત્યેની અંધ અશ્રદ્ધા ગયા મહિને ૭મી જૂનના રોજ મુંબઈમાં ઘાટકોપર મુકામે ભરાયેલ પાઠશાળાપરિષદના પ્રથમ અધિવેશનના ઉપપ્રમુખ તરીકે શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાએ જે ભાષણ આપ્યું હતું, તે તરફ જૈન સમાજનું ધ્યાન દોરીને એ મનનપૂર્વક વાંચવા સહુ ધાર્મિક-શિક્ષણપ્રેમીઓને ભારપૂર્વક વિનવીએ છીએ.
આ ભાષણમાં અત્યારના સમયે ધાર્મિક શિક્ષણ અંગે જે અનેક પ્રશ્નો સામાન્ય જનતાના દિલમાં પેદા કર્યા છે, તેની તલસ્પર્શી રીતે નૂતન દૃષ્ટિએ છણાવટ કરવામાં આવી છે એ આ ભાષણની ધ્યાનપાત્ર વિશેષતા છે. જે સવાલો આજે અનેક વિચારવાનું વ્યક્તિઓના દિલમાં ધાર્મિક શિક્ષણ સંબંધમાં ઘોળાઈ રહ્યા છે અને જે વિચારોને જબાન કે કલમ ઉપર લાવતાં ઘણાખરાને સંકોચ થાય છે, એ વિચારો ઠીકઠીક સ્પષ્ટતાથી એમાં રજૂ કરાયા છે; તેથી એનું મૂલ્ય વધી જાય છે. આવા નિખાલસ અને માર્ગદર્શક વિચારો રજૂ કરવા બદલ શ્રી મનસુખલાલભાઈને ધન્યવાદ ઘટે છે.
આ ભાષણમાં શ્રી મનસુખલાલભાઈએ બીજાબીજા પ્રશ્નોની સાથે આપણા પંડિતો પ્રત્યેના જે સમાજના બેદરકારીભર્યા વર્તન અંગે જે ટકોર કરી છે, તે અત્યારના તબક્કે અમને ખાસ ધ્યાન આપવા જેવી લાગી છે. તેઓએ કહેલું :
ગઈ કાલે શ્રી મોતીલાલભાઈએ દિગમ્બર સંપ્રદાયના પંડિતો અને વિદ્યાર્થીઓની વાત આપણી સમક્ષ કરેલી. મને લાગે છે કે તેઓએ જે કહ્યું છે તે સત્ય છે, પરંતુ તે પૂર્ણ સત્ય નથી. દિગંબર સંપ્રદાયના પંડિતોને બાજુએ મૂકી દે તેવા એક નહીં પણ અનેક પંડિતો આપણે ત્યાં હતા અને છે, પણ જૈન સમાજ તેઓની કદર કરવામાં નિષ્ફળ ગયો છે. પ્રાકૃત ભાષાનો કોશ સ્વ. પંડિત હરગોવિંદદાસભાઈએ તૈયાર કર્યો છે. આવો જ કોશ યુરોપના કોઈ પંડિતે તૈયાર કર્યો હોત તો તે દેશની પ્રજાએ તે માટે તેને મોટું માન આપ્યું હોત. પરંતુ આપણે માત્ર ગુણગાન જ ગાવામાં સમર્થ છીએ – તે પણ આવાં મહાન કાર્યો કરી જનાર જ્યારે વિદાય લઈ બીજી દુનિયાને માર્ગે પડે છે ત્યારે; તે પહેલાં તો નહીં જ ! ગૂજરાત વિદ્યાપીઠ, કલકત્તા યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી આપણા પંડિતોની કદર કરી શકે છે, પણ
Page #344
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જન-વિધાધ્યયન : ૧
૩૨૧
આપણા સમાજની દૃષ્ટિએ તો આપણા મહાન પંડિતો આપણને નાસ્તિક અને મનસ્વી લાગે છે; પછી તેઓની કદર કરવાની કે તેઓને માન આપવાની વાત જ ક્યાં રહી? દિગંબર સંપ્રદાય તેમના પંડિતોને પચાવવા સફળતાપૂર્વક શક્તિમાનું થયેલ છે, ત્યારે કોઈ અગમ્ય કારણોથી આપણે આપણા પંડિતોને સમજી શક્યા નથી, અગર તો આવા યોગ્ય પંડિતોનો લાભ ઉઠાવવા માટે આપણે લાયકાત કેળવી શક્યા નથી. આ માટેનાં કારણો શોધી કાઢવાં, અને તેમાં સુધારો થાય તેવાં પગલાં લેવાં એ આવી ધાર્મિક સંસ્થાઓનું કર્તવ્ય છે.”
શ્રી મનસુખલાલભાઈએ એક દુઃખદાયક વાતનું સાચું દર્શન કરાવ્યું છે. અત્યાર લગી આવી સ્થિતિને નભાવી વિદ્યાવિકાસ અર્થે ઉચ્ચ કોટીના વિદ્વાનો મોટી સંખ્યામાં તૈયાર કરવાના ક્ષેત્રમાં તેમ જ ઉચ્ચ કોટિનું નવું સાહિત્ય તૈયાર કરવાના ક્ષેત્રમાં આપણે ભારે નુકસાન થવા દીધું છે. પરિણામે, જ્ઞાનનો ઉત્તમ વારસો આપણી પાસે હયાત હોવા છતાં, આપણે જ્ઞાનના ક્ષેત્રમાં પછાત જ રહ્યા છીએ.
આમ થવાનું કારણ શું? જૈનધર્મમાં જ્ઞાનનો અપૂર્વ મહિમા વર્ણવેલો હોવા છતાં, જ્ઞાનીનો આદર કરવાનું ભારપૂર્વક ઠેરઠેર કહેવામાં આવેલું હોવા છતાં અને જ્ઞાન નિમિત્તે આપણે ધનનો વ્યય પણ ઠીકઠીક કરતા હોવા છતાં, આપણે આપણા વિદ્વાનો પ્રત્યે કેમ આદર વગરના રહ્યા છીએ એ સવાલ જરૂર વિચારવા જેવો છે. શ્રી મનસુખભાઈએ આ અંગે બોલતાં કહ્યું છે કે “કોઈ અગમ્ય કારણોથી આપણે આપણા પંડિતોને સમજી શક્યા નથી.” તેમણે આ કારણોનો સ્ફોટ ન કરતાં એને “અગમ્ય કારણો' કહીને પોતાની વાત મોઘમ રીતે રજૂ કરવા પ્રયત્ન કર્યો છે. આ “અગમ્ય કારણ' શાં હોઈ શકે એ સંબંધી કંઈક વિચાર કરવા જ અમે આ નોંધ જરૂરી લેખી છે.
આપણા સ્વતંત્ર વિચારકો અને મૌલિક વિદ્વાનો પ્રત્યેની આપણી અનાદરવૃત્તિનું કારણ અમને તો એ જ લાગે છે, કે એક દિશા તરફની જૈન સમાજની અંધશ્રદ્ધામાંથી બીજી દિશા તરફ એને જે અંધ અશ્રદ્ધા જન્મી, એને કારણે જ પોતાનાં વિદ્વદ્રરત્નોની કદર કરવામાં અને તેમને સન્માનવામાં નિષ્ફળ ગયેલ છે.
આ વાત જરા વધુ સ્પષ્ટતાથી કહેવી હોય તો એમ કહી શકાય કે “બાબાવાકય પ્રમાણ' જેવી સાધુસમુદાય પ્રત્યેની અંધશ્રદ્ધા આપણા સમાજના મોટા ભાગના દિલમાં વ્યાપી ગઈ. તેના પડઘારૂપે સમાજના દિલમાં એક એવી અંધ અશ્રદ્ધા ઉત્પન્ન થઈ કે સાધુવર્ગ સિવાયના બીજા વિચારક પંડિતો જે કંઈ કહે તે ધર્મને નુકસન કરનારું કે શ્રદ્ધાને શિથિલ કરનારું જ નીવડે ! આપણા સાધુસમાજે સામાન્ય જનસમૂહના દિલમાં અંધ અશ્રદ્ધાનું નિરંતર પોષણ કરતાં રહીને જૈન સંસ્કૃતિનું તેજ ઓછું કર્યું છે એમ દુઃખ સાથે કહ્યા વગર ચાલતું નથી. આમ થવાથી આખા સમાજની જ્ઞાનની ભૂમિકા
WWW.jainelibrary.org
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૨
જિનમાર્ગનું અનુશીલન
ઉન્નત થવાના બદલે નીચી ઊતરી ગઈ છે; એટલું જ નહીં, ખુદ સાધુસમુદાયના જ્ઞાનનું ઊંડાણ પણ ઓછું થતું ગયું છે. અને આપણા ઉત્તમ સાહિત્યને જગા ચોકમાં જે શોષાવું પડ્યું છે એની તો વાત જ શી કરવી ? આમ કરવાથી જૈન સાધુસમુદાય, જૈન આમ-સમાજ અને સમગ્ર જૈન સાહિત્યને ભારે હાનિ પહોંચી છે એ વાત કડવી છતાં સત્ય છે. ખરેખર તો આપણાં પંડિતરત્નોની કદર કરવાથી આપણી શ્રદ્ધા શિથિલ થવાના બદલે એમાંથી અંધપણાનો કચરો દૂર ચાલ્યો જવાથી એ વધુ સ્થિર અને તેજસ્વી જ બનત એ આપણે સમજવું જોઈતું હતું.
આપણા મુનિવરોને અમે વિનવીએ છીએ કે સમાજમાં આપના પ્રત્યે આવી અંધશ્રદ્ધા અને પંડિતો પ્રત્યેની આવી અંધ અશ્રદ્ધા એ બંને તત્ત્વો સમાજને પીછેહઠ કરાવનારાં હોવાથી એના બદલે સાચી શ્રદ્ધા અને જ્ઞાનની પ્રતિષ્ઠા થવી જરૂરી છે. (તા. ૪-૭-૧૯૫૩)
(૨) શાસ્ત્રાભ્યાસની યોજનાની જરૂર
સામાન્ય માનવીને માટે ધર્મને જાણવાનું મુખ્ય સાધન ધર્મગુરુઓ છે. ધર્મગ્રંથોનું પરિશીલન પણ એમાં અવશ્ય ઉપયોગી થાય છે; પણ ધર્મગ્રંથો સુધી સીધેસીધા (કે કોઈની સહાયથી પણ) પહોંચી જવું સામાન્ય માનવીને માટે સરળ નથી. બીજી બાજુ ધર્મગુરુઓને માટે ધર્મને જાણવાનું મુખ્ય સાધન ધર્મશાસ્ત્રો જ છે; અલબત્ત, એમાં ગુરુની સહાયતા અવશ્ય બહુ ઉપયોગી થઈ રહે છે. પણ છેવટે તો ધર્મશાસ્ત્રોનું વ્યાપક અને ઊંડું અવગાહન એ જ એમને માટે ધર્મને -- ધર્મના આચરણરૂપ વિધિનિષેધોને અને ધર્માચરણના પાયારૂપ તત્ત્વજ્ઞાનને – જાણવાનું મુખ્ય સાધન છે. ધર્મશાસ્ત્રોના આવા તલસ્પર્શી અને સર્વસ્પર્શી અધ્યયન-પરિશીલનમાં પોતાના ધર્મના ધર્મશાસ્ત્રોનો સમાવેશ તો થાય જ છે; પણ સાથે-સાથે અન્ય ધર્મનાં શાસ્ત્રોનું તટસ્થ, સત્યશોધક અને જિજ્ઞાસુ બુદ્ધિથી જેટલા પ્રમાણમાં અધ્યયન-અધ્યાપન-પરિશીલન ક૨વામાં આવે તેટલા પ્રમાણમાં પોતાનાં ધર્મશાસ્ત્રોનો બોધ વિશદ થતો જાય છે અને અન્ય ધર્મોને પણ સમજી શકાય છે.
વળી જૈનદર્શને તો અનેકાંતવાદ કે સ્યાદ્વાદ જેવી સત્યશોધક અને ગુણગ્રાહક પદ્ધતિની શોધ કરીને પોતાનો ધર્મ કે પારકો ધર્મ અથવા પોતાનાં શાસ્ત્રો કે પારકાનાં શાસ્ત્રો એવો કોઈ ભેદ સ્વીકાર્યા વગર, જ્યાંથી મળે ત્યાંથી સત્યનો સ્વીકાર કરવાનું
Page #346
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૨
ઉદ્બોધ્યું છે; “ષદર્શન જિન અંગ ભણીજે'' (જિનેશ્વરના દર્શન કે પ્રવચનમાં છ યે દર્શનોનો સમાવેશ થઈ જાય છે) એમ જે કહ્યું, તેનો ભાવ આ જ છે. મહાતાર્કિક આચાર્ય સિદ્ધસેન દિવાકરે એમના સન્મતિપ્રકરણ' ગ્રંથમાં “બધાં ય મિથ્યાદર્શનોનો જેમાં સમાવેશ થઈ જાય છે, એવા અમૃતના સારરૂપ જિનશાસનનું કલ્યાણ થાઓ.' એમ કહીને જૈનધર્મની સર્વસંગ્રાહક દૃષ્ટિ અને વ્યાપક ભાવનાનો જે મહિમા વર્ણવ્યો છે તે હંમેશા દૃષ્ટિ સમક્ષ રાખવા જેવો છે.
જે ધર્મગુરુ જૈનદર્શનની આવી ઉદાર દૃષ્ટિને સમજતા હોય, એમનું શાસ્ત્રાધ્યયન પણ એવું જ ઉદાર અને વ્યાપક બનવાનું. ધર્મશાસ્ત્રોનું આવી ઉદાર અને વ્યાપક દૃષ્ટિએ અધ્યયન કરવામાં આવે તો જ જીવનમાં સમતા અને જીવમાત્ર સાથે મિત્રતા કેળવવાની ભાવના પ્રગટે. છેવટે તો ધર્મશાસ્ત્રોના પરિશીલનનો હેતુ જીવનમાં ધર્મને જાગૃત કરવાનો અને જીવનને ધર્મમય – અહિંસા, કરુણા, સત્ય, સમતાથી પરિપૂર્ણ – બનાવવાનો જ છે. આપણા વર્તમાન સાધુ-સાધ્વીસમુદાયમાં ધર્મશાસ્ત્રોનું આવું અધ્યયન-અધ્યાપન કેટલા પ્રમાણમાં થાય છે એનો વિચાર કરવાની ખાસ જરૂર છે. અલબત્ત, અમુક સાધુ કે સાધ્વીઓ અત્યારે પણ શાસ્ત્રોનું ઊંડું અવગાહન કરનારાં મળી જ આવવાનાં; પણ એમાં ય અન્ય ધર્મશાસ્ત્રો પ્રત્યે સમભાવપૂર્ણ અભ્યાસ-દૃષ્ટિ કેળવીને પોતાનાં ધર્મશાસ્ત્રોનું અધ્યયન-અધ્યાપન કરનારાં તો વિરલ. તે સિવાયનાં સાધુ-સાધ્વીઓમાં તો જ્યાં પોતાનાં ધર્મશાસ્ત્રોનું જ અધ્યયન-ચિંતન-મનન સાવ ઉપરછલ્લું કે નહિવત્ હોય, ત્યાં ઇતર ધર્મશાસ્ત્રોના અધ્યયનની તો વાત જ કયાં ? સાધુ-સાધ્વીઓના શાસ્ત્રાભ્યાસના પ્રમાણનો જો અત્યારે સાચો આંક આપણે મેળવી શકીએ, તો નિરાશા સાંપડે. આ સ્થિતિ સત્વર સુધારો માગે છે.
ધર્મશાસ્ત્રોના વિશાળ અધ્યયન વગર પણ જો ધર્મની સાચી સમજણ જીવનમાં પ્રગટી શકતી હોત તો પછી ધર્મશાસ્ત્રોનો કોઈ ખાસ ઉપયોગ જ ન રહેત. જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ: (જ્ઞાન અને ક્રિયાથી જ મોક્ષ) પઢમં નાળું તો વા (પ્રથમ જ્ઞાન, પછી દયા) એવાં વચનો પણ નકામાં બની જાય. પણ તાત્ત્વિક રીતે, ધર્મશાસ્ત્રો ધર્મ સમજવામાં અને એનું પાલન કરવામાં અનિવાર્ય છે.
આ સ્થિતિમાં પણ જો શાસ્ત્રાભ્યાસ પ્રત્યે બેદરકારી સેવવામાં આવે, તો તે કેવળ પોતાની જાતના અને જનસમૂહના હિતના ભોગે જ. આવા ઊંડા શાસ્ત્રીય અધ્યયનના અભાવમાં જ વ્યક્તિ અને સંઘ બંનેમાં અહંકાર, અજ્ઞાન, અંધશ્રદ્ધા અને સત્યવિમુખતા ફેલાય છે, અને આત્મોત્કર્ષનો સમૂળગો માર્ગ જ અવરાઈ જાય છે. શાસનમાં કે સંઘમાં ધર્મના પવિત્ર નામે ઠૂંસાતૂંસી, કદાગ્રહ, મમત, ઈર્ષ્યા, દ્વેષ અને ક્લેશનું વિષ ફેલાય છે, તે પણ આવા ગુણવૃદ્ધિસાધક શાસ્ત્રાભ્યાસના અભાવને
૩૨૩
Page #347
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
કારણે. વળી જ્યારે શાસ્ત્રનું અધ્યયન અથવા અવલોકન પોતાના મત કે મમતને પુરવાર કરવાની એકાંગી દૃષ્ટિએ થવા લાગે છે, ત્યારે પણ એનું હાર્દ ચૂકી જવાય છે, અને અર્થ વગરના શબ્દોનું ખોખું હાથમાં આવે છે. આવા એકાંગી શાસ્ત્રાધ્યયનને કારણે જૈનસંઘે અંદરોઅંદર ખૂબ સાઠમારી કરી છે. પણ હવે આવા ભારે ખોટના માર્ગેથી પાછા ફરીને શાસ્ત્રાભ્યાસ માટે કોઈક નક્કર યોજના ઘડી કાઢીને એનો દૃઢતાથી અમલ ક૨વાની જરૂર છે.
૩૪
આ યોજના કેવી હોઈ શકે, એનો અમલ કેવી રીતે કરી શકાય એની વિગતવાર ચર્ચા કરવાનું આ સ્થાન નથી; છતાં એ અંગે કેટલીક વિચારણા રજૂ કરવી ઇષ્ટ છે. જેમાં તીર્થંકર ભગવાનના ઉપદેશો-આદેશો સંગ્રહાઈને અત્યાર સુધી સચવાઈ રહ્યા છે તે આપણા આગમગ્રંથોને ચાર અનુયોગમાં વહેંચવામાં આવ્યા છે : દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ. આ ચારે અનુયોગોના અધ્યયન-પરિશીલનની પહેલી જરૂ૨ ગણાય. પણ એ પહેલાં એના પ્રવેશદ્વારરૂપ અર્ધમાગધી વગેરે પ્રાકૃત ભાષાના પદ્ધતિસરના બોધની સૌથી મોટી જરૂર છે.
અર્ધમાગધી પ્રકારની પ્રાકૃત ભાષા એ આપણા આગમગ્રંથોનો પ્રાણ છે. પણ આજે તેના અધ્યયનની પરંપરા સાધુ-સાધ્વીઓમાંથી સાવ ઓછી થઈ ગઈ છે. એ ભાષા જાણે પરાઈ હોય એવું ઉપેક્ષાભર્યું આપણું વલણ છે. જો જૈનો અર્ધમાગધી પ્રત્યે આવા ઉદાસીન હોય, તો બીજાઓ એનું અધ્યયન કરે અથવા કૉલેજો અને યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં એને સ્થાન મળે એવી અપેક્ષા આપણે કેવી રીતે રાખી શકીએ ? એટલે સાધુ-સાધ્વીઓના શાસ્ત્રાધ્યયનમાં અર્ધમાગધી ભાષાનો વ્યાકરણશુદ્ધ બોધ અનિવાર્ય અંગ હોવું જોઈએ. વળી, પ્રાકૃત ભાષા સંસ્કૃત ભાષાના જ્ઞાનને આધારે જ બરોબર જાણી શકાય એ પણ ધ્યાનમાં રહે.
અર્ધમાગધીના બોધની સાથે કે એની પછી, પ્રકરણ-ગ્રંથોના અધ્યયનને સ્થાન મળવું જોઈએ, અને તે પછી સુબોધતા અને દુર્બોધતાના ક્રમ મુજબ આગમગ્રંથોના તેમ જ અન્ય શાસ્ત્રગ્રંથોના અધ્યયનની વ્યવસ્થા થવી જોઈએ.
આવા વ્યવસ્થિત શાસ્ત્રાભ્યાસને માટે બે બાબતોની ગોઠવણ થવી જોઈએ : એક તો આવા શાસ્ત્રાભ્યાસનાં જુદેજુદે સ્થળે ખાસ કેન્દ્રો ઊભાં થવાં જોઈએ, અને ત્યાં સાધુ-સાધ્વીઓના વ્યવસ્થિત અધ્યયનને માટે અધ્યાપકોની તથા રહેવા વગેરેની પૂરી સગવડ થવી જોઈએ, જેથી તેઓ પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે જુદાજુદા શાસ્ત્રીય વિષયોનું અધ્યયન નિાંતે કરી શકે. આવું અધ્યયન વ્યવસ્થિત રીતે ચાલતું રહે એ માટે કક્ષાવાર અભ્યાસક્રમ મુજબ પરીક્ષાઓ લઈને તેમાં ઉત્તીર્ણ થનારને પદવી આપવાની ગોઠવણ પણ કરવી જોઈએ.
Page #348
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૨, ૩
૩૨૫
સાધુ-સાધ્વી-સમુદાયમાં પરીક્ષા આપવાની પદ્ધતિ, બહુ જ ઓછા અપવાદને બાદ કરતાં, અસ્તિત્વમાં જ નથી એમ કહી શકાય. પણ હવે સમય એવો આવી લાગ્યો છે કે જ્યારે ધર્મશાસ્ત્રોના અને અન્ય વિદ્યાઓના) સુવ્યવસ્થિત બોધ વગર ધર્મગુરુઓ - પોતાનો પ્રભાવ ટકાવી શકવાના નથી. વિજ્ઞાનયુગમાં ઊછરતી અને શાળા-મહાશાળાવિશ્વવિદ્યાલયોમાં વિજ્ઞાનનું શિક્ષણ પામતી નવી પેઢીને ગમે તેમ કરીને ચૂપ કરી દઈ શકાય એ દિવસો હવે વહી ગયા છે. જે ધર્મગુરુ કે ધર્મગુરુણી રવ અને પર ધર્મશાસ્ત્રોનું વ્યાપક જ્ઞાન ધરાવતાં હશે, એમનો પ્રભાવ આપમેળે જ વિસ્તરશે; ખરેખર, વ્યાપક ધર્મજિજ્ઞાસાનો આ સુંદર યુગ છે. વળી અહિંસા અને વિશ્વશાંતિના ધ્યેયને વરેલ જૈનધર્મ માટે તો પોતાનો સાચો મહિમા વધારવાનો આ અનુપમ યુગ છે.
પરીક્ષા પ્રત્યેની સાધુ-સાધ્વીઓની અરુચિ કે ઉપેક્ષાવૃત્તિને દૂર કરવાનો સમય પાકી ગયો છે. જૈન શાસ્ત્રોને અને આગળ ચાલીને ઇતર ધર્મશાસ્ત્રોને અનુલક્ષીને વિવિધ વિષયોના જુદીજુદી કક્ષાના અભ્યાસક્રમો યોજીને અને એની વ્યવસ્થિત પરીક્ષાઓ લઈને એમાં ઉત્તીર્ણ થનાર સાધુ-સાધ્વીઓને પદવીઓ આપવાનું યોજવું જોઈએ. (સ્થાનકવાસી ફિરકામાં “પાથરડી બોર્ડ તરફથી આવી પરીક્ષાઓ લેવામાં આવે છે.) આ માટે વિદ્વાન આચાર્યોની રાહબરી નીચે એક પરીક્ષા-બોર્ડ જેવી સંસ્થા સ્થાપી શકાય તો આ કામ જલદી ચાલુ થઈ સારી રીતે આગળ વધી શકે.
જૈનસાહિત્યનો ભંડાર બહુ વિપુલ છે; પણ વ્યવસ્થિત અધ્યયનને અભાવે એના બોધની વાત તો દૂર રહી, એની માહિતીથી પણ આપણે વંચિત રહી જઈએ છીએ!
વળી, આપણે ત્યાં મુનિરાજોને માત્ર તપપ્રધાન-ક્રિયાપ્રધાન જ યોગોદ્વહન દ્વારા ગણી, પંન્યાસ, પ્રવર્તક, ઉપાધ્યાય કે આચાર્ય જેવી પદવીઓ અપાય છે. એ પદવીઓનું ગૌરવ સ્થાપવા માટે યોગોદ્વહનમાં અમુક શાસ્ત્રાભ્યાસને અનિવાર્ય બનાવવાની જરૂર છે. આના અભાવમાં અત્યારે આચાર્યપદ એકંદરે કેટલું નિસ્તેજ બની ગયું છે !
-
(તા. ૯-૭-૧૯૬૬)
(૩) જૈન-ચેર' સંબંધી વિચારણા
જૈન આચાર કે જૈન તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરતા કોઈ પણ પ્રાચીન ગ્રંથનું મહત્ત્વ એના મુખ્ય વિષયની દૃષ્ટિએ તો સૌ કોઈ સ્વીકારે જ છે; પણ હવે તો સમાજશાસ્ત્રીને માટે એમાં સચવાયેલ તે સમયની સમાજરચનાનું પ્રતિબિંબ પાડતી સામગ્રીની દૃષ્ટિએ
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૬
જિનમાર્ગનું અનુશીલના એનું મહત્ત્વ છે, તો ભાષાશાસ્ત્રીને માટે એમાંની ભાષાના વિકાસનું સૂચન કરતી સામગ્રીની દૃષ્ટિએ મહત્ત્વ છે. વળી ઇતિહાસકાર એમાંથી ઇતિહાસની કેટલીક ખૂટતી કડીઓ અથવા તો કેટલાંક નવીન ઐતિહાસિક તથ્યો શોધી કાઢે છે. એ જ રીતે કળાકાર કળાની દૃષ્ટિએ, કાવ્યશાસ્ત્રજ્ઞ પોતાના વિષયની દૃષ્ટિએ અને માનસશાસ્ત્રી પોતાની દૃષ્ટિએ : એમ સૌ પોતપોતાની દૃષ્ટિએ એક જ ગ્રંથનું અધ્યયન કરે છે. વળી નવાનવા વિષયો શોધાતા જ જાય છે; એ રીતે એક જ ગ્રંથની ઉપયોગિતા અનેક દૃષ્ટિએ સ્વીકારાતી જાય છે.
હવે, આપણે ઇચ્છીએ કે ન ઈચ્છીએ, અથવા તો આપણને રુચે કે ન રુચે, તો પણ, જ્યારે પ્રાચીન સાહિત્યનું આ રીતે અધ્યયન-અધ્યાપન મોટા પાયા ઉપર થવા લાગ્યું છે અને એમાં જૈન સાહિત્યનો પણ સમાવેશ થઈ જાય છે, તો જૈન સંસ્કૃતિના વારસદારો તરીકે આપણી એ ફરજ બની જાય છે કે આ કાર્ય વધુમાં વધુ સુવ્યવસ્થિત થાય એવી ગોઠવણ કરવી, અને એને માટે જરૂરી બધી સામગ્રી વિપુલ પ્રમાણમાં સૌને સુલભ કરી આપવી.
આ માટે બે કામ કરવાં જોઈએ : આપણા પ્રાચીન ગ્રંથોનું સંશોધન-સંપાદનપૂર્વક પ્રકાશન અને આ માટે અધ્યયન-અધ્યાપનનાં કેન્દ્રોની સ્થાપના.
જૈન આગમો તેમ જ અન્ય પ્રાચીન જૈન સાહિત્યના પ્રકાશનની દિશામાં, ભલે અપેક્ષિત ઝડપે નહીં, છતાં આશાસ્પદ પ્રગતિ થઈ રહી છે, એ વાત સ્વીકારવી જ રહી.
સ્વર્ગસ્થ આગમોદ્ધારક પૂજ્ય સાગરાનંદસૂરિજીએ એકલે હાથે, પંચાંગીયુક્ત મોટા ભાગના આગમગ્રંથોના પ્રકાશનનું જે ભગીરથ કાર્ય કર્યું હતું, એને જૈનાગમોના મુદ્રણનો પ્રભાતકાળ અવશ્ય લેખી શકાય – એવું ગૌરવભર્યું એ કાર્ય થયું છે. સુઘડ અને સ્વચ્છ રીતે છપાયેલ આ ગ્રંથોએ જૈન ઉપરાંત દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનોનું ધ્યાન સારા પ્રમાણમાં દોર્યું હતું અને એમની જિજ્ઞાસાને પણ નોંધપાત્ર રીતે વધારી હતી.
આગમોની સંશોધિત-સંપાદિત આવૃત્તિ બોધક પ્રસ્તાવના, ગ્રંથમાંથી ઉપલબ્ધ થતી વિવિધ વિષયની માહિતીને દર્શાવતાં પરિશિષ્ટો અને શબ્દસૂચિ સહિત સમૃદ્ધ રૂપે મેળવવાની આકાંક્ષા ઉત્તરોઉત્તર વધતી જતી હતી.
હવે રહી વાત જૈન સંસ્કૃતિનાં વિવિધ અંગોનું જ્યાં ઊંડાણથી અને વ્યાપક રીતે અધ્યયન-અધ્યાપન થઈ શકે એવાં અધ્યયન-કેન્દ્રોનું સ્થાપન કરવાની.
આ માટે બે રીતે કામ થઈ શકે: જેનોએ પોતે એવાં અધ્યયન-કેન્દ્રો ઊભાં કરીને કે યુનિવર્સિટી યા એવી કોઈ લબ્ધપ્રતિષ્ઠ વિદ્યાસંસ્થામાં જૈન “ચેર' (જૈન પીઠ)ની સ્થાપના કરીને.
Page #350
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૩
આપણે પોતે આવાં અધ્યયન-કેન્દ્રો ઊભાં કરી શકીએ એ સોના જેવું; પણ આ કામની જવાબદારી બહુ મોટી છે, અને એવા કેન્દ્રને અત્યારની ઢબના ઊંડા અને વ્યાપક અધ્યયન-અધ્યાપન માટે સર્વાંગસંપૂર્ણ બનાવવું એ કામ ઘણું મુશ્કેલ અને ખર્ચાળ છે, આમ છતાં આવી સંસ્થાની સ્થાપનાનો વિચાર કરવામાં આવે તો એ કામ ન જ થઈ શકે એવું તો નથી જ. એનો વિચાર લાગતાવળગતાઓ ગંભી૨૫ણે કરે તો એ ઇષ્ટ છે.
આમ છતાં યુનિવર્સિટીઓમાં કે એવી વિશિષ્ટ પ્રતિષ્ઠા ધરાવતી અને યુનિવર્સિટી સાથે સંકળાયેલી વિદ્યાસંસ્થામાં જૈન ચૅર સ્થાપવી એ કામ જેટલું ગૌરવભર્યું અને સર્વમાન્ય બને છે, એટલું ગૌરવ સંઘની કે સમાજની સંસ્થાને ભાગ્યે જ મળી શકે એમ અમને લાગે છે. વિદ્યાવૃદ્ધિની દૃષ્ટિએ યુનિવર્સિટીનું જે મહત્ત્વ અને ગૌરવ છે, એટલું સામાન્ય વિદ્યા-સંસ્થાઓનું ભાગ્યે જ હોઈ શકે. અલબત્ત, અત્યારે કેટલીક યુનિવર્સિટીઓમાં અનેક બખેડા ઊભા થઈ જવાથી એનું ગૌરવ ઝંખવાયું છે; પણ એ તો કેવળ તાત્કાલિક અને અલ્પજીવી ઝંખવાટ છે. છેવટે તો યુનિવર્સિટીનું સ્થાન અને ગૌરવ સનાતન છે.
૩૨૭
એટલે જૈન સંસ્કૃતિના અધ્યયન માટે જુદીજુદી યુનિવર્સિટીઓમાં આપણે જેટલી વધુ પીઠો (ચૅર) સ્થાપી શકીએ, એટલા પ્રમાણમાં જૈન સંસ્કૃતિનું ગૌરવ વધે અને એના વિવિધ વિષયના અધ્યયનને વેગ મળે. તેથી, અમારા મતે તો, આ દિશામાં આપણું ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાનો સમય ઘણાં વર્ષ પહેલાં પાકી ગયો છે. એટલે આમાં હવે જેટલો વધુ વિલંબ થાય, તેટલે અંશે જૈન સંસ્કૃતિના અભ્યાસ અને વિકાસની સોનેરી તક ગૂંચવાવાની સંભાવના વધે છે.
અત્યાર સુધીમાં આપણે, આપણી કૉન્ફરન્સના સત્પ્રયત્નથી, માત્ર બનારસમાં જ એક જૈન પીઠ (ચૅ૨) સ્થાપી શકયા છીએ એ બીના કંઈક ખેદ ઉપજાવે છે. હવે તો ગુજરાતની ત્રણ યુનિવર્સિટીઓમાં એ સ્થપાય એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. યુનિવર્સિટી (વિશ્વ-વિદ્યાલય) એટલે વિશ્વની વિદ્યાઓનું અધ્યયન-કેન્દ્ર; એમાં જૈન સંસ્કૃતિનાં સર્વાંગી અધ્યયનની જોગવાઈ ન હોય એ આપણી શરમ ગણાય. (તા. ૧૯-૮-૧૯૬ ૧)
જૈન ચૅર સંબંધમાં સકારોએ અને યુનિવર્સિટીઓએ કંઈ ક૨વા જેવું છે કે કેમ એ અંગે પણ વિચારીએ; જોકે અમારી આ વાત એટલે દૂર – મધ્યસ્થ-કે પ્રાદેશિક સરકારના તેમ જ યુનિવર્સિટીઓના પદાધિકારીઓના કાન સુધી – પહોંચશે જ એવી ખાતરી ઓછી છે; આમ છતાં કોઈ પણ પ્રશ્નની અણીશુદ્ધ વિચારણા એળે જતી નથી એ દૃષ્ટિએ અમે આ લખીએ છીએ.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જિનમાર્ગનું અનુશીલન વિશ્વવિદ્યાલયો આમ તો રાજ્યોની સ્વતંત્ર સંસ્થાઓ છે, અને એનો બધો કારોબાર એના પોતાનાં જ બંધારણ અને ધારાધોરણ તેમ જ કેટલીક પ્રણાલિકાઓ પ્રમાણે જ ચાલ્યા કરે છે. છતાં, એના ખર્ચનો સારો એવો હિસ્સો કેન્દ્ર સરકાર કે પ્રાદેશિક સરકારો પાસેથી, યુનિવર્સિટી ગ્રાસ કમિશનની ભલામણથી મળતો હોય છે. એથી, અને વળી કોઈ પણ યુનિવર્સિટી ધારાસભાએ ઘડેલા ધારા દ્વારા જ અસ્તિત્વમાં આવે છે એથી, યુનિવર્સિટીને અર્ધસરકારી સંસ્થા તો અવશ્ય લેખી શકાય.
આનો અર્થ એ કે યુનિવર્સિટીને મધ્યસ્થ કે પ્રાદેશિક સરકાર તરફથી જે કંઈ નાણાકીય સહાયતા મળી રહે છે, તે, તે-તે સકારોએ જુદાજુદા પ્રકારના કરવેરાઓ મારફત સમસ્ત પ્રજામાંથી એકત્ર કરેલાં નાણાંમાંથી જ આપવામાં આવે છે, અને કરવેરા મારફત સરકારને નાણાં ભરનારો વર્ગ તો પ્રજાની અઢારે આલમનો બનેલો વર્ગ છે; એટલે એ નાણાં ઉપર સમસ્ત પ્રજાનો અધિકાર લેખાય. તેથી એ નાણાંનો ઉપયોગ સમસ્ત પ્રજાનાં જુદાંજુદાં અંગોના વિકાસ માટે કે જુદીજુદી જે સંસ્કૃતિઓએ સમગ્ર ભાવે પ્રજાજીવનને પ્રભાવિત કર્યું હોય, એ સંસ્કૃતિનાં અધ્યયન-અધ્યાપન માટે થવો જોઈએ.
- તેમાં ય જ્યારે યુનિવર્સિટીઓ આવી સરકારી સહાયના આધારે જ જુદાજુદા વિષયોનાં અધ્યયન-અધ્યાપનનો વ્યાપક કાર્યક્રમ અમલી બનાવતી હોય, ત્યારે તો દરેક વિષયના અને ખાસ કરીને દરેક સંસ્કૃતિના તલસ્પર્શી અને સર્વસ્પર્શી અધ્યયનઅધ્યાપનની જોગવાઈ એણે કરવી જ જોઈએ. આવી જોગવાઈ કરવામાં આવે તો જ એનું “વિશ્વવિદ્યાલય” નામ સાર્થક બને.
સમગ્ર રીતે ભારતીય સંસ્કૃતિને એક અને અખંડ સંસ્કૃતિરૂપે સમજવામાં કોઈ હરકત નથી. પણ એનાં મુખ્ય, મૌલિક અને પાયારૂપ બે આંતરવહેણોનો સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી : એક બ્રાહ્મણ-સંસ્કૃતિ અને બીજી શ્રમણ-સંસ્કૃતિ. બ્રાહ્મણસંસ્કૃતિ યજન(યજ્ઞ)-પ્રધાન છે અને વેદો એના ધર્મગ્રંથો છે. અને શ્રમણ-સંસ્કૃતિ પૂજન- પ્રધાન છે, અને વેદોને બદલે તે કાળે લોકભાષામાં રચાયેલા શ્રમણગ્રંથોને એ ધર્મગ્રંથો તરીકે માને છે.
વધારે વિગતમાં ઊતરતાં, જેમ બ્રાહ્મણ-સંસ્કૃતિના અધ્યયનની પણ જુદીજુદી શાખાઓ મળી આવે છે, એમ શ્રમણ-સંસ્કૃતિનું મુખ્ય વહેણ પણ જુદીજુદી શાખાઓ રૂપે વિકસેલું જોવામાં આવે છે. એની મુખ્ય શાખાઓ છે બૌદ્ધ અને જૈન.
શ્રમણ-સંસ્કૃતિની આ બંને શાખાઓમાં બ્રાહ્મણ કે વૈદિક સંસ્કૃતિથી મૌલિક રીતે ભિન્ન શાખાઓ તરીકે કેટલુંક સામ્ય હોવા છતાં, તત્ત્વવિચાર અને આચારની દૃષ્ટિએ એ બંનેમાં પણ મૌલિક તફાવત છે, એને લીધે એ બંનેના સાહિત્યનો પણ સ્વતંત્ર રીતે વિકાસ થયો છે.
WWW.jainelibrary.org
Page #352
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૩
૩૨૯,
એટલે ભારતીય સંસ્કૃતિનું સર્વસ્પર્શી આકલન ત્યારે જ થઈ શકે, જ્યારે બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ એ ત્રણેનાં તત્ત્વજ્ઞાન, આચાર, સંસ્કૃતિ (જીવનપદ્ધતિ), સાહિત્ય અને ઇિતિહાસનું તલસ્પર્શી અને વ્યાપક આકલન કરવામાં આવે.
એટલે ભારતમાંની કોઈ પણ યુનિવર્સિટીમાં દેશ-વિદેશમાં વિકસેલા ગમે તે અને ગમે તેટલા વિષયોના ઉચ્ચ અધ્યયન-અધ્યાપનની જોગવાઈ કરવામાં આવે, પણ જો એમાં ભારતીય સંસ્કૃતિના સર્વાગીણ અધ્યયન-અધ્યાપનની પૂરેપૂરી જોગવાઈ કરવામાં ન આવે, તો એ એની મોટામાં મોટી ઊણપ લેખાય.
આ દૃષ્ટિએ દરેક ભારતીય યુનિવર્સિટીએ વૈદિક એટલે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ સંસ્કૃતિઓના ઊંડા અધ્યયન-અધ્યાપનની જોગવાઈ કરવી એ એની પહેલામાં પહેલી ફરજ બને છે. પરદેશની કોઈકોઈ યુનિવર્સિટી પોતાને ત્યાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ અને જૈન સંસ્કૃતિના અધ્યયન-અધ્યાપનની જોગવાઈ રાખે છે અને નાણાંની તંગી તેમ જ વિદ્યાર્થીઓની પાંખી સંખ્યા છતાં એ વિભાગને ટકાવી રાખે છે. આ બીના આપણી યુનિવર્સિટીઓ માટે આ બાબતમાં માર્ગદર્શક અને પ્રેરક બને એવી છે.
પણ, આપણી યુનિવર્સિટીઓમાં વૈદિક સંસ્કૃતિના અધ્યયન-અધ્યાપનની સગવડની સરખામણીમાં શ્રમણ-સંસ્કૃતિના અધ્યયન-અધ્યાપનની જે સગવડ જોવામાં આવે છે, તે દુઃખ અને નિરાશા ઉપજાવે એવી છે; એમાં ય જૈન સંસ્કૃતિના અધ્યયનઅધ્યાપનની જોગવાઈ તો નહિવત્ છે. બનારસ હિંદુ યુનિવર્સિટી જેવી એકાદ યુનિવર્સિટીમાં જૈન ચેરની વ્યવસ્થા થઈ છે તે પણ કંઈ યુનિવર્સિટીએ પોતે નહિ, પણ જૈનો તરફથી મળેલી સખાવતથી જ કરી છે. એ સિવાયની બીજી કોઈ યુનિવર્સિટીમાં જૈન ચૅરની સ્થાપના કે જૈન સંસ્કૃતિનાં વિવિધ અંગોનો ઉચ્ચ અભ્યાસ થઈ શકે એવી કોઈ ગોઠવણ નથી થઈ એ જોઈને ખૂબ ખેદ ઊપજે છે, અને સહેજે પૂછવાનું મન થઈ જાય છે કે આ બાબત તરફ યુનિવર્સિટીના અધિકારીઓ આટલા બધા ઉદાસીન કે ઉપેક્ષાભાવવાળા કેમ છે. હવે જ્યારે ઠેરઠેર જૈન સંસ્કૃતિના કોઈ ને કોઈ અંગનો ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, ત્યારે તો આવો પ્રશ્ન સવિશેષ ઊઠે છે.
બીજાબીજા વિષયોનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના પ્રમાણમાં જૈન સંસ્કૃતિનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એ વાત સ્વીકારવામાં હરકત નથી. પણ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા એ કંઈ ઉપરના સવાલનો સંતોષપ્રદ જવાબ કે ઉદાસીનતાનો બચાવ ન હોઈ શકે.
Page #353
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
અમને આવી ઉદાસીનતા કે ઉપેક્ષાવૃત્તિનું કારણ એ જ લાગે છે, કે લગભગ બધી યુનિવર્સિટીઓવાળા એમ જ માની બેઠા છે કે યુનિવર્સિટીમાં જૈન ચૅરની સ્થાપના કરવી એ તો છે જૈનોનું પોતાનું જ કામ; જૈનો પૈસાદાર કોમ છે, એટલે એ માટે એમણે પૈસા આપવા જોઈએ, અને એમ થાય તો જ યુનિવર્સિટીમાં જૈન સંસ્કૃતિના અધ્યયનઅધ્યાપનની વ્યવસ્થા થઈ શકે ! જાણે કે આ બાબતમાં યુનિવર્સિટીની પોતાની સ્વરૂપગત જવાબદારી કે ફરજ કશી ન હોય એમ જ બધા અધિકારીઓ માની બેઠા છે અને વર્તી રહ્યા છે.
330
પણ અમને જૈન સંસ્કૃતિ પ્રત્યેની યુનિવર્સિટી-સંચાલકોની આ મનોવૃત્તિ બિનતંદુરસ્ત અને પડકારવા જેવી લાગે છે. સહજ ભાવે પૈસા મળે યા ન મળે, પણ ભારતના સાંસ્કૃતિક અધ્યયન-અધ્યાપનના એક વિશિષ્ટ અને અવિભાજ્ય અંગરૂપે જૈન સંસ્કૃતિના અધ્યયન-અધ્યાપનની પણ પૂરેપૂરી સગવડ યુનિવર્સિટીઓએ સામે ચાલીને કરવી જ રહી.
અમે આ અતિ અગત્યની બાબત તરફ સૌ કોઈનું ધ્યાન દોરીએ છીએ અને જૈન ચૅર માટે જે કંઈ અન્ય પ્રયત્ન હાથ ધરવામાં આવે એની સાથોસાથ બધી યુનિવર્સિટીઓનું અને તે-તે પ્રાદેશિક સરકારોનું ધ્યાન ભારપૂર્વક દોરીને એમને આ માટે અચૂક સજાગ કરવામાં આવે એમ ઇચ્છીએ છીએ.
(તા. ૨૬-૮-૧૯૬૧) આપણા દેશમાં બધાં અથવા મોટા ભાગનાં વિશ્વવિદ્યાલયોમાં જૈનવિદ્યાના ઉચ્ચ અધ્યયન-સંશોધન માટેનાં કેન્દ્રો રચવા અંગે કે એ માટે સ્વતંત્ર ચૅરની સ્થાપના કરવા અંગે અન્ય દૃષ્ટિએ પણ વિચારણા કરવાનું અમને જરૂરી લાગવાથી આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
જૈનવિદ્યાના અધ્યયન-સંશોધન માટે યુનિવર્સિટીઓ જૈનસંઘ પાસેથી પૂરી આર્થિક સહાય મેળવવાની અપેક્ષા રાખ્યા વગર, પોતાની જવાબદારી ઉપર જ, સ્વતંત્ર કેન્દ્ર ચલાવે એવો આગ્રહ ન રાખતાં, જૈનસંઘ આ માટે ઉદારતાથી સહાય આપવા તૈયારી બતાવે, તો પણ એટલી ગોઠવણ થવામાત્રથી આ કામ પૂરું થતું નથી.
સાંસ્કૃતિક ઉચ્ચ અધ્યયન-સંશોધનના ક્ષેત્રમાં કામ કરવા ઇચ્છતા વિદ્વાનોનું ધ્યાન પણ જૈનવિદ્યાના અણખેડાયેલા કે ઓછા ખેડાયેલા વિષયોના અધ્યયન-સંશોધન તરફ વધારે પ્રમાણમાં ખેંચાવું જોઈએ. પણ વસ્તુસ્થિતિ આથી જુદી પ્રવર્તે છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૩
૩૩૧
આથી, જૈનસંઘ અમુક-અમુક યુનિવર્સિટીઓમાં જૈનવિદ્યાના અધ્યયન માટેનું સ્વતંત્ર કેન્દ્ર ચલાવી શકાય એવી આર્થિક સહાય આપવા તૈયાર થાય તે પછી, સૌથી પહેલી મુશ્કેલી એ આવવાની કે આવાં અધ્યયનકેન્દ્રો સફળતાપૂર્વક ચલાવી શકે એવા વિદ્વાનો કેવી રીતે, ક્યાંથી મેળવવા? આવા વિદ્વાનો આપણે ત્યાં ઓછી સંખ્યામાં છે; અને તેમાં પણ વધારો નહીં, પણ ઘટાડો થતો જાય છે. તો પછી આવાં વિદ્યાકેન્દ્રો પોતાની કામગીરી કેવી રીતે કરી શકે ?
પણ જૈન વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોના નવા વિદ્વાનો તૈયાર થતા ન હોય તો એમાં અભ્યાસીઓ કે બુદ્ધિશાળી વિદ્યાર્થીઓની એ ક્ષેત્ર તરફની ઉદાસીનતાને વિશેષ દોષ આપી શકાય એમ નથી. આ ઉદાસીનતારૂપ અનિષ્ટનું મૂળ કોલેજ-કક્ષાના અભ્યાસથી આગળ વધીને શાળાઓ(હાઈસ્કૂલોના અભ્યાસક્રમ સુધી આગળ વધેલું છે. એટલે આ ખામીને મૂળમાંથી દૂર કરવાનો સફળ પ્રયત્ન કરવામાં ન આવે, તો જૈનવિદ્યાનું ઉચ્ચ અધ્યયન છેક યુનિવર્સિટી-કક્ષા સુધી વિસ્તૃત થાય એવી અપેક્ષા ભાગ્યે જ રાખી શકાય; કારણ કે આ રીતે જૈનવિદ્યાના ક્ષેત્રમાં તૈયાર થનાર વિદ્વાનોને, આ વિદ્યાના અધ્યાપન માટે વ્યાવસાયિક ધોરણે સ્થાન મળી ન રહે, તો જૈન વિદ્યાના અધ્યયનસંશોધન તરફ વિદ્યાર્થીઓ ને આકર્ષાય તો એમને દોષપાત્ર કેવી રીતે લખી શકાય ?
આનો અર્થ એ થયો, કે જો યુનિવર્સિટી-કક્ષાએ જેનવિદ્યાના ઉચ્ચ અધ્યયનનાં કેન્દ્રો સ્થપાય એમ આપણે સાચે જ ઇચ્છતા હોઈએ, તો એની શરૂઆત શાળા તથા મહાશાળા/કોલેજોની કક્ષાથી થવી જોઈએ. આથી ઊલટું, છેલ્લા દાયકાઓ દરમિયાન વિશેષ શોચનીય સ્થિતિ તો એ થઈ ગઈ છે કે પહેલાં શાળા અને મહાશાળાના ધોરણે, જૈન સંસ્કૃતિ અને વિદ્યાના દરેક કક્ષાના અધ્યયનના રાજમાર્ગરૂપ, પ્રાકૃતભાષા અને સાહિત્યનો અભ્યાસ કરાવવામાં આવતો હતો તે મોટા ભાગે બંધ થઈ ગયો છે. આમ થવામાં બીજા કારણોની સાથેસાથે ટૂંકી આર્થિક દૃષ્ટિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એ માટે કોને શું કહીએ?
એક તરફ, જૈન વિદ્યાના ઉચ્ચ અધ્યયનને પ્રોત્સાહન મળે એ માટે પ્રાકૃતઅર્ધમાગધી ભાષા અને સાહિત્યના અભ્યાસને દરેક કક્ષાએ સજીવન કરવાની ખૂબ જરૂર છે, ત્યારે બીજી તરફ, જાણે સંસ્કૃતના અધ્યાપકોએ પ્રાકૃતના અધ્યયનને સમૂળગું ઉખેડી નાખવાનું કાવતરું રચ્યું હોય એમ, શાળા-મહાશાળાઓમાં પ્રાકૃતના અભ્યાસ અને અભ્યાસીને કોઈ જાતનું પ્રોત્સાહન આપવામાં આવતું નથીએટલું જ નહીં, કોઈ સ્વયં પ્રેરણાથી આવો ઉત્સાહ દાખવે તો એને ભાંગી નાખવામાં આવે છે. પણ પ્રાકૃત ભાષાના અભ્યાસને જાકારો આપવા માટે જાણે આટલું બસ ન હોય, એમ કૉલેજકક્ષાના સંસ્કૃતના વિદ્વાનો સાહિત્ય જગતમાં ગુનાહિત અકાર્ય કરતાં પણ અચકાતા
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩૨
જિનમાર્ગનું અનુશીલન નથી; અને સંસ્કૃતના બીજા વિદ્વાનોએ એની સામે અવાજ સરખો ઉઠાવ્યો હોય એવું જાણવા મળ્યું નથી ! સંસ્કૃત વિદ્વાનોએ કરેલું આ પાપમય અકાર્ય એટલે સંસ્કૃત નાટકોના મહાકવિ કાલિદાસ વગેરે અનેક સર્જકોએ જ્યાં પોતાનાં નાટકોમાં નીચલી કક્ષાનાં પાત્રો દ્વારા બોલાતી ભાષામાં બધે પ્રાકૃત ભાષાનો ઉપયોગ કર્યો છે, તેને સ્થાને આ નાટકોની આધુનિક આવૃત્તિઓના સંપાદક સંસ્કૃતિના અધ્યાપકોએ એ પ્રાકૃત સંભાષણની સંસ્કૃત છાયા મૂકીને પ્રાકૃત ભાષાને એમાંથી રૂખસદ આપી દીધી છે તે ! વિદ્યાસાધના જેવા પવિત્ર ક્ષેત્રમાં પણ આપણે કેટલું પતન થયું છે!
અત્યારના સમગ્ર વિદ્યાગની તેમ જ જૈનસંઘની પણ પ્રાકૃતના દરેક કક્ષાના અભ્યાસ તરફ આવી ખફાદષ્ટિ પ્રવર્તતી હોય, એવી સ્થિતિમાં યુનિવર્સિટી-કક્ષાએ જૈનવિદ્યાના અધ્યયન-સંશોધનને પ્રોત્સાહન કેવી રીતે મળી શકે? પ્રાકૃત ભાષા અને સાહિત્ય એ તો જૈન સંસ્કૃતિ અને જૈન વિદ્યાના અભ્યાસનો પ્રાણ છે.
આથી જો યુનિવર્સિટી-કક્ષાએ નવિદ્યાનું ઉચ્ચ અધ્યયન-સંશોધન ચાલતું રહે એમ આપણે ઇચ્છતા હોઈએ, તો શાળા અને મહાશાળાની કક્ષાથી પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસની સળંગસૂત્રતા પ્રસ્થાપિત થાય એ માટે જૈનસંઘના વિદ્યાપ્રેમી શ્રેષ્ઠીઓ, મોવડીઓ અને વિદ્વાનોએ મન દઈને પ્રયત્ન કરવો જોઈએ.
(તા. ૧૧-૧-૧૯૭૫)
(૪) જૈનસંસ્કૃતિ-કલાકેન્દ્રની સ્થાપના વ્યાપક વર્તુળમાં જેમ ઊર્મિલતાને જગાડીને તેનું પોષણ-સંવર્ધન કરવામાં ભક્તિયોગ વિશેષ કારગત બની શકે છે, તેમ વિશાળ જનસમૂહને ધર્મના એટલે કે જીવનસુધારણાના માર્ગે વાળવામાં કળા પણ એવો જ અગત્યનો ભાગ ભજવી શકે છે – પછી એ કળા ભલે ને ચિત્ર, સંગીત, નૃત્ય, અભિનય કે શિલ્પ-સ્થાપત્ય એમ ગમે તે રૂપે અભિવ્યક્ત થઈ હોય; એમાં શરત એટલી કે એનું સ્વરૂપ વિલાસિતાને ભડકાવી મૂકે એવું વિકૃત નહીં, પણ સંસ્કારિતાને જગાડે એવું હૃદયસ્પર્શી, સૌમ્ય અને સુરુચિપૂર્ણ હોવું જોઈએ; મતલબ કે કળાની ખાતર કળા નહીં, પણ જીવનની ખાતર કળા હોવી જોઈએ. વળી, આ રીતે જીવન-ઘડતરનું અંગ બની રહેતી કળા એ ભક્તિયોગનું પણ એક અંગ બની શકે, અને આવી કળાના વિકાસમાં ક્યારેક એવો તબક્કો પણ આવે, જ્યારે ભક્તિ અને કળા એકરૂપ બની જાય. ધર્મસાધનામાં વિવિધ કળાઓને જે સ્થાન આપવામાં આવ્યું છે, તે આ દૃષ્ટિએ જ.
Page #356
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૪
જૈન સંસ્કૃતિએ પોતાના ધર્મક્ષેત્રને વ્યાપક, લોકપ્રિય અને સમૃદ્ધ બનાવવા માટે, છેક જૂના સમયથી વિવિધ પ્રકારની કળાઓને જે આવકાર અને આશ્રય આપ્યો છે, એનો ઇતિહાસ જેવો રોચક છે, એવો જ ગૌરવશાળી છે – અને આ ગૌરવ પણ કેવળ જૈન સંપ્રદાયનું જ નહીં, પણ સમગ્ર દેશનું અને જાગતિક સંસ્કૃતિનું પણ ગૌરવ બની શકે એવું વ્યાપક છે. અન્ય સંપ્રદાયોની જેમ જૈન સંપ્રદાયે પણ ભક્તિરસ કે ભક્તિયોગને પણ ધર્મસાધનામાં સ્થાન આપેલું હોવાને કારણે આપણે ત્યાં સંગીત વગેરે કળાઓને ધર્મનો સ્થિર આશ્રય મળ્યો છે. પણ જૈન સંસ્કૃતિએ કળાની દૃષ્ટિએ દેશ-વિદેશમાં જે નામના મેળવી છે તે મુખ્યત્વે એની ચિત્રકળા અને શિલ્પસ્થાપત્યકળાને આભારી છે; તેમાં ય અંગ્રેજોના શાસનકાળ દરમિયાન, છેલ્લાં દોઢસો વર્ષ દરમિયાન, પૂર્વ અને પશ્ચિમની વિદ્યાઓ તેમ જ કળાઓનો તથા પૂર્વ-પશ્ચિમના વિદ્વાનો અને કળા-વિશારદોનો જે સમાગમ થયો, ત્યાર પછી જૈનાશ્રિત ચિત્રકળા અને શિલ્પકળાએ સૌનું સવિશેષ ધ્યાન દોર્યું છે; અને હવે તો જૈન જ્ઞાનભંડારો અને જૈન મંદિરો તેમ જ તીર્થસ્થાનો કળાના ચાહકો અને ઉપાસકોને માટે વિશેષ અભ્યાસ, પ્રેરણા અને આકર્ષણનું ધામ બની ગયાં છે. એટલે અહિંસાપ્રધાન જૈનધર્મને અને કળાની પુરસ્કર્તા અને આશ્રયદાતા જૈન સંસ્કૃતિને વિશેષ લોકાભિમુખ બનાવવા માટે અને જૈનધર્મે ઉદ્બોધેલી વ્યાપક ધર્મભાવનાનો પ્રચાર કરવા માટે અત્યારનો યુગ ખૂબ અનુકૂળ અને સોનેરી કહી શકાય એવો છે. જૈન કળા પ્રત્યેની જનસમૂહની આવી ચાહના અને જૈન સંસ્કૃતિ અને કળાને એના યથાર્થ રૂપમાં ૨જૂ ક૨વાની સમયની માગણીની સામે, એ જુવાળનો લાભ લઈ લેવાની દૃષ્ટિએ, આ દિશામાં આપણા તરફથી જે કંઈ કામ થઈ રહ્યું છે, તે માત્ર ‘પાશેરામાં પહેલી પૂણી' જેટલું જ થયું છે. અલબત્ત, અત્યાર સુધીમાં જે અલ્પ-સ્વલ્પ કામ થયું છે, તેનાથી આપણને લાભ જ થયો છે. એટલે જૈનકળાના ક્ષેત્રને અનુલક્ષીને, વ્યાપક દૃષ્ટિએ અને એક સુસ્થિર વ્યવસ્થાતંત્ર રૂપે કામ કરતી સંસ્થાને ધોરણે – એવી સંસ્થાની રાહબરી નીચે – કામ શરૂ કરવામાં આવે એનો સમય ક્યારનો પાકી ગયો છે, અને હવે વિના વિલંબે આ કામ હાથ ધરવામાં આવે એની જરૂર છે.
આ દૃષ્ટિએ તા. ૨૪-૧૧-૧૯૬૮ના રોજ મુંબઈમાં આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી, આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી આદિનાં સાંનિધ્ય અને આશીર્વાદથી, અને ખાસ કરીને મુખ્યત્વે આપણા જાણીતા સાહિત્ય-કલાપ્રેમી મુનિવર્યશ્રી યશોવિજયજીનાં પ્રે૨ણાં અને પ્રયત્નથી, ‘જૈન-સંસ્કૃતિ-કલા-કેન્દ્ર'ની સ્થાપના થઈ એ એક આવકારપાત્ર ઘટના ગણાય.
333
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૪
જિનમાર્ગનું અનુશીલન આ નવી સંસ્થાની સ્થાપના માટે યોજવામાં આવેલ સમારંભની આમંત્રણપત્રિકામાં આ સંસ્થાના કાર્ય અંગે કહેવામાં આવ્યું હતું –
આ સંસ્થા પ્રારંભમાં તો જૈનધર્મની ઉત્તમ પ્રાર્થનાઓ, મંગલ મંત્રપાઠો, પ્રાચીન સ્તુતિઓ, સ્તવનો, સઝાયો, કાવ્યો વગેરેની રેકોર્ડો તૈયાર કરાવવાનું અને જરૂરી રેકોર્ડો રેડિયો-સ્ટેશનો ઉપરથી રિલે કરાવવાનું કાર્ય કરશે. ત્યારબાદ અનુકૂળતાએ શિલ્પ-સ્થાપત્ય અને અન્ય પ્રસંગોને લગતી કલાકૃતિઓનો પ્રચાર કરશે. વળી બાળકો, વિદ્યાર્થીઓ વગેરે માટે ન્હાની-ન્હાની ધાર્મિક સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની, જૈન ઘરો જેને સંસ્કૃતિના પવિત્ર વાતાવરણથી ઝળકતાં રહે તેવાં પ્રતીકો તૈયાર કરાવવાની, આખ્યાન પ્રકારના રાસાદિના વિશિષ્ટ સંગીત-સમારોહ ઊજવવાની વગેરે યોજનાઓ પણ હાથ ધરશે.”
અમને લાગે છે કે આ સંસ્થાએ કરવા ધારેલાં કાર્યોનું ઉપર જે વર્ણન કરવામાં આવ્યું છે, તે સ્પષ્ટ ઉદ્દેશરૂપ નહીં પણ સામાન્ય રૂપરેખારૂપ જ હશે. અલબત્ત, બાળજીવોમાં અને અભણ કે ઓછા ભણેલ ભદ્ર-પરિણામી શ્રદ્ધાળુ સામાન્ય જનસમૂહમાં ધાર્મિકતા અને સંસ્કારિતાનાં બીજો રોપવા માટે ઉપર જણાવ્યાં તેવાં કામો કરવાની જરૂર છે જ; અને આ માટે શાસ્ત્રીય ભાષામાં તેમ જ વિવિધ લૌકિક ભાષામાં રચાયેલી આપણી પ્રાચીન (તેમ જ ખાસ પસંદ કરેલી અર્વાચીન પણ) સુગમ, સુગેય અને હૃદયંગમ કાવ્યકૃતિઓ પણ ઉપયોગી થઈ શકે એવી છે. આ કૃતિઓને તેમ જ વિશિષ્ટ નવીન કૃતિઓને પણ જો એના શબ્દ અને ભાવને અનુરૂપ ગંભીર છતાં શ્રવ્ય રાગમાં રજૂ કરવામાં આવે તો એ ખૂબ અસરકારક બની શકે. ફિલ્મી ગીતોની રેકોર્ડે અને ખાસ કરીને રેડિયોના લીધે જનતામાં પ્રચલિત બનેલ ફિલ્મીગીતોની તર્જા કે રાગોમાં કોઈ પ્રભુસ્તુતિનું ગાન કરવા જતાં પ્રભુના મહિમાની સાથેસાથે એવી તર્જવાળા ફિલ્મીગીતનો હળવો ભાવ પણ છૂપી રીતે પોતાની અસર કરતો હોય છે. એટલે આવા છીછરા સંસ્કારથી આપણી આવી ઉમદા કૃતિઓ મુક્ત રહે એ જરૂરી છે. અને, જો આપણે ઇચ્છીએ અને શોધીએ તો, આવી ભવ્ય કૃતિઓને એની ભવ્યતાને સાકાર કરે એવી ઉમદા ઢબે ગાઈ બતાવનાર ભાઈ-બહેનો આપણાં સંબંધીઓમાંથી તેમ જ આપણી આસપાસના ઈતર વર્ગમાંથી પણ અવશ્ય મળી આવે. મતલબ કે આવી કાવ્યકૃતિઓ દ્વારા જેમ આપણે જનતાની ધર્મરુચિને જાગૃત કરવાની છે, તેમ એમની સંગીતની રુચિને પણ નિમ્ન થવા દેવાને બદલે ઊંચે લઈ જવાની છે. પણ આ તો એક આનુષંગિક વાત થઈ. મુખ્ય વાત તો આવા એક કલાકેન્દ્રની સ્થાપના કરવામાં આવી એ છે. અમે આ નવી સંસ્થાનું સ્વાગત કરીએ છીએ; એ જૈન કળાને દેશવિદેશના કળાકોવિદો અને સામાન્ય જનસમૂહ સુધી પહોંચતી કરવામાં ખૂબ સફળ થાય એવી એને શુભેચ્છા પાઠવીએ છીએ.
Page #358
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૪
૩૩૫ જૈન કળાના ક્ષેત્રમાં ઉપર સૂચવ્યું તેવું કામ કરવા ઉપરાંત ખરેખરું કાર્ય તો છે આપણી ગ્રંથસ્થ ચિત્રકળાના ઉત્તમ નમૂનાઓને અને શિલ્પ-સ્થાપત્યમાં સચવાઈ રહેલી સજીવ કલાકૃતિઓને, દરેકનાં સમુચિત ઇતિહાસ, મૂલ્યાંકન અને વર્ણન સાથે, એના યથાર્થ રૂપમાં પ્રગટ કરવાનું. આ માટે અત્યારે એટલાં બધાં અસરકારક વૈજ્ઞાનિક સાધનો શોધાયાં છે, કે આપણે ઈચ્છીએ તો, આવી કલાકૃતિઓને આપણે એના હૂબહૂ સ્વરૂપમાં રજૂ કરી શકીએ. આ સંસ્થાએ પોતાના કાર્યક્ષેત્રમાં આ કાર્યનો પણ સમાવેશ કરેલો જ છે, એટલે અવશ્ય આશા રાખી શકાય કે આ દિશાની એની કામગીરી જરૂર વિશિષ્ટ જૈન સંસ્કૃતિનું ગૌરવ વધારે એવી અને અત્યારના યુગની માગણીને અનુરૂપ હશે.
આ સંસ્થાની સ્થાપનાના સમારોહમાં મુનિશ્રી યશોવિજયજીએ સંસ્થાનું કાર્યક્ષેત્ર, પ્રચારકાર્યની જરૂર તેમ જ એ પ્રત્યેની જૈનસંઘની ઉદાસીનતા અંગે પોતાની ભાવના તેમ જ વેદના વ્યક્ત કરતાં કહ્યું :
“સંસ્થાનો કાર્યપ્રદેશ અત્યારે તો મર્યાદિત શબ્દોમાં જાહેર કર્યો છે; એમ છતાં, એનો સૂચિતાર્થ ઘણો વિશાળ છે. પરંતુ જાહેર કરેલા ઉદ્દેશને સંસ્થા ઠીકઠીક રીતે પહોંચી શકશે, તો વિશાળ ઉદ્દેશને અમલી બનાવવાની દિશામાં સંસ્થા ડગ ભરી શકશે.
“અમારી એક ઇચ્છા એ છે કે સાત્ત્વિક અને ધર્મપોષક કલા પ્રત્યેની જે સામાજિક ઉપેક્ષા છે, ઉદાસીનતા છે અને અજ્ઞાન છે એમાં પલટો લાવવો. બીજી ઇચ્છા કલાનો ધર્મ સાથે સમન્વય સાધી, સંસ્કૃતિ અને કલાના આકર્ષક શબ્દોના
ઓઠા નીચે જાહેર જનતાને અસંસ્કૃત, વિકૃત અને વાસનાપોષક – મનોરંજક નહિ પણ મનોભંજક – જે કંઈ પીરસાઈ રહ્યું છે તેથી જૈન જનતા બચે એ છે.
“આ માટે જૈનોના ઘરેઘરે સુસંસ્કૃત, સંસ્કારપોષક, ધર્મપોષક પ્રતીકો, સાધનો અને સાહિત્ય પહોંચાડવું. આ તો જેનો પૂરતી વાત છે; પરંતુ જો તમારે અજૈન પ્રજા સુધી જૈન સંસ્કૃતિ અને જૈન કળાને પહોંચાડવી હોય તો આ માટે અનેક બળો કામે લગાડવાં પડશે.
“હજુ આપણે ધર્મ-જ્ઞાનના પ્રચારની દિશામાં દીવાલો ઓળંગી શક્યા નથી. થોડીક પ્રગતિ દેખાઈ રહી છે, પણ હજુ ગણનાપાત્ર દેખાતી નથી. હજુ સુષુપ્ત છીએ. ક્રિશ્ચિયન ધર્મના પ્રચારને જોઉં છું, હમણાં હમણાં છેલ્લાં વીસ વરસથી બૌદ્ધ અને ઇસ્લામ પ્રચારને જોઉં છું, એમનાં વિવિધ ક્ષેત્રમાં સચિત્ર-અચિત્ર પ્રકાશનોને જોઉં છું, અને એની સામે આપણી પરિસ્થિતિ જોઉં છું, ત્યારે સંતાપ, વિષાદ અને શરમ અનુભવું
જે સમાજ વિશાળ અને સમૃદ્ધ સાહિત્યનો ધરખમ અને નક્કર વારસો ધરાવે છે, જે સમાજ સંપત્તિ અને બુદ્ધિમાં સારું એવું સ્થાન ધરાવે છે, એ સમાજે શા માટે ધર્મ અને કલાના પ્રચાર તરફ ઉપેક્ષા દાખવવી જોઈએ ?
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૬
જિનમાર્ગનું અનુશીલન આ બધા ધર્મોની સરખામણીમાં જૈનધર્મ અને જૈનસંસ્કૃતિનો પ્રચાર અલ્પ છે; અને તેનું પરિણામ તેના અનુયાયીઓની સંખ્યામાં તેમ જ અન્ય બાબતોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે આજે એવો સમય આવી પહોંચ્યો છે, કે જૈનસંઘે પોતાનાં ઉપકારક સુંદર તત્ત્વોનો, સુંદર વસ્તુઓનો વ્યાપકપણે વ્યવસ્થિત પ્રચાર કરવો જોઈએ. તો જ જગતના લાખો મનુષ્યો જૈનધર્મ અને જૈન સંસ્કૃતિ તરફ આકર્ષાશે અને તેનાં પરિણામો તેઓના વ્યક્તિગત જીવન ઉપરાંત સંઘ, સમાજ, રાષ્ટ્ર તથા વિશ્વના કલ્યાણ માટે પણ સારાં આવશે. પણ આ કરશે કોણ? આ દિશામાં જે ઊંડી સુસ્તી છે, શાસનલક્ષી જીવનની પ્રધાનતાને બદલે સ્વલક્ષી જીવનની પ્રધાનતા વ્યાપક બની છે, ત્યારે ઘેરી ચિંતા થાય તેવું છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજ સાધુમુખો જ રહીને જીવન જીવવા માગે છે. એટલે મોટા ભાગે કોઈપણ પ્રવૃત્તિની આગેવાની સાધુઓ લે તો જ કાર્ય થાય, તો જ કાર્ય આગળ ધપે; પણ જો એ ન હોય તો કોઈ પણ પ્રવૃત્તિ શરૂ ન થાય, શરૂ થાય તો આગળ ન વધે, કદાચ આગળ વધે તો સંગીનતા ન આવે ! આ ચિહનો જરા ય સારાં નથી. સાધુ તો, બહુ બહુ તો, પ્રારંભ કરાવે, પાયો નાખી દે. એ તો વિહારી છે, પછીની જવાબદારીઓ કાર્યકર્તાઓએ ઉપાડતી રહી.
- “આજે જૈન અહિંસા અને જૈન તત્ત્વજ્ઞાનને સમજવાની જનતાને ખૂબ ભૂખ લાગી છે, ત્યારે શ્રીસંઘે કે સમાજે વહેલી તકે, વ્યવસ્થિત ઢબે લાભ ઉઠાવવાની ખૂબ જરૂર છે.
બીજી એક વાત કહી દઉં કે ઇતરોના પ્રચારક ગ્રન્થો, કલાને લગતા પ્રથો જોઉં છું, ત્યારે એમ થાય છે કે આટલાં વરસો બાદ, કરોડો રૂપિયા જિનમંદિરો પાછળ ખરચ્યા, પણ સમગ્ર ભારતનાં જૈન તીર્થો, જૈન મૂર્તિઓ, ઐતિહાસિક અને અન્ય ભવ્ય જૈનમંદિરો જેવી કલાકૃતિઓનું એક પુસ્તક પણ ન મળે ! આ દેવી-તેવી શરમની વાત નથી.
“મારે આ સંસ્થાના કાર્યકર્તાઓને કહેવાનું એ છે કે અમે તો આજે છીએ ને કાલે નહિ હોઈએ; રખે એવું માની બેસતા કે જેટલું હું કહું છું તેટલું હું એકલો કરી શકીશ. મારા વિચારો તો પરિસ્થિતિનો કેટલોક ખ્યાલ આપવા માટે અને કંઈક પ્રેરણા મળે તે માટે જણાવ્યા છે – તેને કોઈ સાકાર બનાવનાર નીકળી આવે તે સારુ. બાકી હું સાધુ છું, અમને અમારી મર્યાદાઓ છે.”
મુનિવર્ય શ્રી યશોવિજયજીએ પોતાના આ વક્તવ્યમાં કેટલીય જરૂરી અને ધ્યાન આપવા જેવી વાતો કહી છે, તેમાં ય તેમણે પોતાના સાધુધર્મની મર્યાદાઓનો ખ્યાલ આપીને સંસ્થાની જવાબદારી કાર્યકર્તાઓએ ઉપાડી લેવાની અને આ કાર્યને સાકાર બનાવનારાઓ આગળ આવે એ અંગે જે વાત કરી છે, તે સંસ્થાના વિકાસ અને લાંબા ગાળાના હિતની દૃષ્ટિએ બિલકુલ સાચી છે. આપણા સંઘ કે સમાજની સામાજિક, ધાર્મિક, સાહિત્યિક કે શૈક્ષણિક સંસ્થાઓનો ઇતિહાસ તપાસીશું, તો આપણને એ
Page #360
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૪
૩૩૭
જણાઈ આવ્યા વગર નહીં રહે કે જે સંસ્થાઓ વ્યક્તિનિષ્ઠ રહી, એનું ભાવિ અંતે એકદંડિયા મહેલ જેવું થઈ ગયું, અને એ સંસ્થાઓ નિરાધાર જેવી બની ગઈ. ત્યારે જે સંસ્થાઓ વ્યવસ્થાનિષ્ઠ રહી છે, એટલે કે જેનું વ્યવસ્થાતંત્ર નિશ્ચિત્ત ઉદ્દેશોને આધારે કાર્યકર્તાઓ સાચવતા રહે છે, એ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે છે. આ નવી ઊગતી સંસ્થાનો કારોબાર પણ આવો વ્યવસ્થાનિષ્ઠ બને અને એ વધુ ને વધુ પ્રગતિ સાધે એમ ઇચ્છીએ.
સંસ્થાની સ્થાપનાના પ્રસંગે આચાર્ય મહારાજ શ્રી વિજયધર્મસૂરિજીએ સંસ્થા સદા ધ્યેયનિષ્ઠ રહી શકે અને કલ્યાણકર બની શકે, એ માટે જે પાયાની વાત કહી, તેની પણ અહીં નોંધ લેવી ઘટે છે; ઇશારામાં હિત-શિખામણ આપતાં તેઓએ કહ્યું –
“સર્વ કલાઓમાં ધમ્મકલા એટલે કે ધર્મકલા જ શ્રેષ્ઠ કલા છે. સંગીતકલા, ચિત્રકલા કે બીજી જે કોઈ કલાઓ હોય તે ધર્મને પુષ્ટિ આપતી જ કલા હોવી જોઈએ; તે જ સાચી કલા છે. સર્વ કલાઓનો પ્રશસ્ત ઉપયોગ ધર્મકલા માટે જ છે, અને એના માટે જ મુનિશ્રી યશોવિજયજીએ આ સંસ્થા સ્થાપવા માટે પ્રેરણા આપી છે. તમો આ દ્વારા જૈન સંસ્કૃતિ અને જૈન કલાઓનો પ્રચાર કરવામાં અને અનેક જીવાત્માઓનો જીવનપંથ અજવાળવામાં સફળતાને વરો એ જ શુભેચ્છા.”
કળાના પ્રચારને નામે આપણે નીચી કક્ષાએ ન ઊતરી પડીએ એ માટે એક અનુભવી ધર્મગુરુને છાજે એવી બહુ જ ટૂંકી છતાં અત્યંત મહત્ત્વની વાત આચાર્ય મહારાજે આપણને કહી છે. એમણે નિર્દેશેલી જે ધર્મને પ્રોત્સાહન આપે અને જીવનને અજવાળે એ જ સાચી કળા' એ કસોટીને આધારે આ નવી સંસ્થા પોતાના કાર્યના સારાસારને તપાસતી રહેશે, તો એ જૈનધર્મ અને જેને સંસ્કૃતિનો એટલે કે સાચી ધર્મભાવનાનો પ્રચાર કરવાના પોતાના હેતુને બરાબર ન્યાય આપી શકશે.
આ સંસ્થાની સ્થાપના વખતે માત્ર મોટીમોટી વાતો કરીને વીખરાવાને બદલે સંસ્થાને માટે પચાસેક હજાર જેટલું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું, એ પણ એક ઉત્સાહવર્ધક બીના છે. આ ભંડોળ ઓછું છે કે વધારે એનો વિચાર અહીં અપ્રસ્તુત છે. જો સંસ્થા પોતાના કાર્યમાં આગળ વધતી રહેશે, તો આ રકમ બીજરૂપ બનીને જેટલી જરૂરી હશે તેટલી સહાય સહેલાઈથી ખેંચી લાવશે; અને જો ધાર્યું કામ નહીં થાય, તો એ બંધિયાર પાણી જેવી બની જશે. પણ પ્રેરક મુનિવર અને સંસ્થાના કાર્યકરો સજાગ હશે તો સંસ્થાની કાર્યશીલતા થંભી જવાનો કોઈ સંભવ નહીં રહે.
પ્રાર્થીએ કે પોતાના કર્તવ્યપરાયણ, સંનિષ્ઠ કાર્યકરો અને પ્રેરક મુનિશ્રીની રાહબરી નીચે આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ સાધીને જૈન કળાના યથાર્થ પ્રકાશન અને પ્રચારના ક્ષેત્રમાં પ્રવર્તતી ખામીની પૂર્તિ કરવા શક્તિશાળી બને.
(તા. ૧૮-૧-૧૯૬૯)
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૮
જિનમાર્ગનું અનુશીલન
(૫) ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ અને આપણે
નીચેની હકીકત જૈન સમાજે ખાસ જાણવા જેવી હોવાથી આ નોંધ લખીએ છીએ:
યુરોપીય પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું એ સને ૧૯૧૮(?)ની સાલમાં હિન્દુસ્તાનમાં બનેલી યાદગાર ઘટનાઓ પૈકીની એક ઘટના તે પૂનામાં ઓલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સની (અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા-પરિષદૂની) સ્થાપના. એના સ્થાપક હતા દેશ-વિદેશમાં વિખ્યાત, મહારાષ્ટ્રના પ્રથમ પંક્તિના વિદ્વાન સ્વ. ડૉ. રામકૃષ્ણ ભાંડારકર. પ્રાચ્ય (જગતના પૂર્વના દેશોની) વિદ્યાને લગતી કોઈ શાખાને વિશેષ પલ્લવિત કરવા પ્રયત્ન કરવો અને તેને વિષયના અભ્યાસીઓ તેમ જ નિષ્ણાતોને એકબીજાની નિકટ લાવી એ બધાની શક્તિઓનો સમન્વય કરવો અને એ દ્વારા પશ્ચિમની વિદ્યાઓની પ્રગતિની હરોળમાં પૂર્વની વિદ્યાઓને લાવવી એ આ સંસ્થાનો ઉદ્દેશ છે.
તેની સ્થાપના પછી, તેના સ્થાપકો તેમ જ સહકારીઓના પાંડિત્ય અને વ્યક્તિત્વના બળે સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ સાધતી રહી છે અને પોતાની પ્રતિષ્ઠા વધારતી રહી છે. આ સંસ્થાના સભ્ય હોવું એ સન્માન ગણાય છે.
આ સંસ્થાએ પોતાના કાર્યને વેગ આપવા માટે, તેમ જ પ્રાચ્યવિદ્યાનાં નવાંનવાં ક્ષેત્રોમાં પ્રગતિ સાધવા માટે, વિદ્યારસિકો અને વિદ્વાનોમાં પરસ્પર જીવંત સંપર્ક સાધવાના ઉદ્દેશથી, દેશનાં જુદાંજુદાં શહેરોમાં, પોતાનું દ્વિવાર્ષિક અધિવેશન ભરવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. આ ક્રમ પ્રમાણે, એકાદ અપવાદ સિવાય, આ કોન્ફરન્સનું દરેક અધિવેશન ભરાયું છે, અને એમાં દેશના દૂરદૂરના પ્રદેશમાં વસતા પ્રાપ્ય વિદ્યાના પંડિતો ભેગા મળી વિચારોની આપ-લે કરે છે. આ ક્રમ પ્રમાણે આ કૉન્ફરન્સનું ૧૬મું અધિવેશન તા. ૩-૧૦-૧૯૫૧થી લખનૌ મુકામે મળવાનું છે.
જૈન સાહિત્ય પ્રાચીન કાળથી ભારતીય સાહિત્યના એક અગત્યના અંગરૂપ હોવા છતાં, ઈસ્વીસનની સત્તરમીથી ઓગણીસમી સદી દરમિયાન આ વાત જાણે ભુલાઈ ગઈ હતી અને ભારતીય વિદ્યાના પંડિતો એ તરફ ભાગ્યે જ વિશેષ ધ્યાન આપતા હતા. ધીમેધીમે સાંપ્રદાયિકતાનું પડ વધુ ઘેરું બનતું જતું હતું અને એની નીચે જૈન સાહિત્યનાં વ્યાપકતા અને સર્વતોમુખીપણું એ વૈશિસ્ત્રો ઢંકાઈ ગયાં હતાં. કોઈકોઈ સ્થળે તો એવી માન્યતા પણ ઘર કરતી જતી કે જૈનધર્મ એ તો બૌદ્ધધર્મની શાખામાત્ર છે. આ પડને ભેદ્યા વગર જૈનધર્મ કે જૈન સાહિત્ય વિષેનું સત્ય સામાન્ય જનસમૂહની જાણમાં આવે એ અશક્ય હતું.
Page #362
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિધાધ્યયન
આ પડને ભેદવાના પ્રારંભનો ઇતિહાસ જોતાં લાગે છે કે પશ્ચિમ યુરોપના અને ખાસ કરીને જર્મનીના વિદ્વાનોએ આમાં ભારે અને પરિશ્રમપૂર્ણ ફાળો આપ્યો છે. એમણે શરૂઆત કરી પછી તો ભારતમાં પણ એ વાતની કદર થવા લાગી. તે પહેલાં પણ આપણા કોઈકોઈ સાક્ષર એ વાત સ્વીકારતા હતા. તેમ છતાં એમાં વેગ તો પશ્ચિમના પંડિતોના પ્રયત્ન પછી જ આવ્યો. સ્વ. ડૉ. રામકૃષ્ણ ભાંડારકર પણ આવા જ વિદ્વાનોમાંના એક હતા. જૈન જ્ઞાનભંડારો તરફ એમને પહેલેથી જ આકર્ષણ હતું, અને જ્યારે ઊંટની ભારે મુશ્કેલ સવારી કર્યા વગર જેસલમેર પહોંચવું અશકય હતું, તે કાળમાં પણ તેમણે જેસલમેરની વિકટ યાત્રા ખેડીને ત્યાંના જ્ઞાનભંડારોનું અવલોકન કર્યું હતું એ વાત તેમની જૈન સાહિત્ય પ્રત્યેની લાગણીની દ્યોતક છે.
આ સ્થિતિમાં, ડૉ. ભાંડારકરે સ્થાપેલી આ કૉન્ફરન્સે પણ શરૂઆતથી જ જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્ય પ્રત્યે આદર કે રસ દાખવ્યો એ સાવ સ્વાભાવિક છે. આ કૉન્ફરન્સના પહેલા અધિવેશન વખતે જ પુરાતત્ત્વના આચાર્ય મુનિશ્રી જિનવિજયજીએ પોતાનો સુપ્રસિદ્ધ ‘મિદ્રાચાર્યય સમયનિર્ણય:' (હરિભદ્રાચાર્યનો કાળનિર્ણય) એ ઐતિહાસિક નિબંધ વાંચ્યો હતો એ બીના આ વાતની શાખ પૂરે છે.
એટલે આ સંસ્થાના કામમાં જૈન વિદ્વાનો (ભલે સાવ અલ્પ સંખ્યામાં પણ) પહેલેથી જ રસ લેતા આવ્યા છે. પરિણામે, જૈન સાહિત્યની વિશેષતા અને જૈનધર્મની મૌલિકતા વિષેની માહિતી આપણા બીજા વિદ્વાનોમાં ઠીકઠીક પ્રમાણમાં ફેલાવા પામી છે. એટલે આ સંસ્થા સાથે જૈનોએ વધુ ને વધુ ગાઢ સંબંધ બાંધવો જોઈએ અને એના કાર્યમાં સવિશેષ ૨સ લેવો જોઈએ. આપણા સાહિત્યજ્ઞ મુનિવરોએ પણ એમાં ઊલટભેર સાથ આપવો જોઈએ એમ અમે ચોક્કસ માનીએ છીએ. જે કામ આપણે એકલે હાથે ભારે પ્રયત્નને અંતે પણ પાર ન પાડી શકીએ, તે આવી સાહિત્યસેવી સંસ્થાના સહકારથી સહજમાં પા૨ પાડી શકાય એમાં શક નથી.
: પ્
૩૩૯
આ સંસ્થાના કાર્યમાં જૈનોએ વિશેષ રસ લેવાનું એક બીજું પણ મહત્ત્વનું કારણ છે. શરૂઆતનાં વર્ષો દરમિયાન તો જૈન સાહિત્યનો બીજા સાહિત્ય સાથે સમાવેશ કરીને એની સાથેસાથે એ સાહિત્યનું વિવેચન-અવલોકન કરવામાં આવતું હતું. પણ જૈન સાહિત્યની વિપુલતા અને મહત્તાને પિછાણીને છેલ્લાં દસ વર્ષથી અર્થાત્ ૧૯૪૧ની સાલથી કૉન્ફરન્સે ‘જૈનધર્મ અને પ્રાકૃત ભાષા' નામે એક સ્વતંત્ર વિભાગ જ સ્થાપિત કર્યો છે, અને દરેક અધિવેશન વખતે એ વિભાગના, બીજા વિભાગોની જેમ, એક સ્વતંત્ર વિભાગીય પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. આ પ્રમાણે અત્યાર સુધીનાં છેલ્લાં ચાર અધિવેશનો દરમિયાન ચાર જૈન વિદ્વાનો આ વિભાગના પ્રમુખ બની ચૂક્યા
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૦.
જિનમાર્ગનું અનુશીલન છે અને આ વર્ષના અધિવેશનમાં આ વિભાગના પ્રમુખ તરીકે સર્વ-દર્શન-સમન્વયના સમર્થ પંડિત પ્રજ્ઞાચક્ષુ શ્રી સુખલાલજી સંઘવીની વરણી કરવામાં આવી છે.
આ ઉપરથી જોઈ શકાશે કે જૈન સમાજને અપનાવવા માટે અને જૈન ધર્મ તેમ જ જૈન સાહિત્યને તેના મોભા પ્રમાણેનું યોગ્ય સ્થાન આપવા માટે આ કોન્ફરન્સ પ્રયત્ન કર્યા કરે છે. આ સ્થિતિમાં જૈનોએ એના કાર્ય પ્રત્યે વધુ રસ અને વધુ આદર દાખવવો જરૂરી થઈ પડે છે. અર્ધમાગધી વગેરે પ્રાકૃત ભાષાઓના પ્રચાર અને ઉત્કર્ષ માટે અને જૈન સાહિત્યના તલસ્પર્શી અભ્યાસ અને આદર્શ પ્રકાશન માટે આ સંસ્થા નવાં નવાં સૂચનો કર્યા કરે છે, જે આપણે ગંભીર રીતે વિચારવા જેવાં છે.
(તા. ૨૯-૯-૧૯૫૧)
(૬) ઓરિયેન્ટલ કૉન્ફરન્સની વિધાયાત્રા, સાચે જ એ વિદ્યાયાત્રા હતી : યાદગાર, પ્રેરક અને આફ્લાદક. ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સનું ર૩મું અધિવેશન ગત (૧૯૬૬ની) ઑક્ટોબરની ૨૭, ૨૮, ૨૯ તારીખોએ, ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં ભરાવાનું હતું, એમાં મારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું હતું.
અલ્પસ્વલ્પ વિદ્યાપ્રીતિ અને વિદ્વાનો તરફની યત્કિંચિત ભક્તિને કારણે આવી પરિષદ્ કે વિદ્યા અને વિદ્વાનોના મિલન સમાં આવા સમારંભ પ્રત્યે મનમાં સહેજે આકર્ષણ રહે છે. તેમાં ય ઓરિયેન્ટલ કૉન્ફરન્સનું ૧૭મું અધિવેશન જે સને ૧૯૫૩માં અમદાવાદમાં ભારતના વિશ્વવિદ્યુત વિદ્વાન અને ભાષાશાસ્ત્રી ડો. સુનીતિકુમાર ચેટર્જીના પ્રમુખપદે મળેલું, એને નજરે જોવાનો સુઅવસર મળ્યો, ત્યારથી હું આ કૉન્ફરન્સ પ્રત્યે વિશેષ આકર્ષણ અનુભવતો રહ્યો છું. એમાં પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનો તો મારો આ પહેલો જ પ્રસંગ હતો – વિદ્યાલયની મારા પ્રત્યેની મમતાને
લીધે,
અમદાવાદથી અમે છ મિત્રો આ વિદ્યાયાત્રાએ સાથે ગયાં હતાં: શ્રી દલસુખભાઈ માલવણિયા, ડો. હરિવલ્લભભાઈ ભાયાણી, ડૉ. મિસ સોલોમન, ડો છોટુભાઈ નાયક, પ્રોફેસર ફારૂકી અને હું અમદાવાદથી જયપુર સુધી શ્રી ભંવરમલજી સિંઘી સાથે હતાં. અલીગઢમાં ડો. ભોગીભાઈ સાંડેસરા, ડૉ. ઉમાકાંત શાહ, શ્રી કે. કા. શાસ્ત્રી વગેરે મિત્રો મળ્યા હતા, તેથી આ પ્રવાસ ખૂબ આનંદપ્રદ બન્યો હતો.
Page #364
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૬
૩૪૧ ઓરિયેન્ટલ કોન્ફરન્સની સ્થાપના સને ૧૯૧૯માં થઈ હતી, અને એનું પહેલું અધિવેશન એ જ વર્ષમાં, પૂનામાં, સર રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરના પ્રમુખપદે મળેલું. આ કોન્ફરન્સનું પ્રમુખપદ પ્રો. સિલ્વૉ લેવી અને ડૉ. એફ. ડબલ્યુ. થોમસ જેવા વિખ્યાત વિદેશી વિદ્વાનોએ અગાઉ શોભાવ્યું છે. કોન્ફરન્સનું પ્રમુખપદ ભારે ગૌરવરૂપ અને વિદ્વત્સમાજે કરેલ મોટા બહુમાનરૂપ લેખાય છે.
કૉન્ફરન્સમાં પ્રા(પૌર્વાત્ય વિદ્યાને લગતા જુદાજુદા વિભાગો હોય છે. અત્યારે વૈદિક અને ક્લાસિકલ સંસ્કૃત, પાલી અને બૌદ્ધધર્મ, પ્રાકૃત અને જૈનધર્મ, ઇતિહાસ પુરાતત્ત્વ, તત્ત્વજ્ઞાન અને ધર્મ, ભારતીય ભાષાશાસ્ત્ર, કળા, દ્રવિડિયન ભાષાઓ, ઈરાનની સંસ્કૃતિ, ઇસ્લામ, અરબી અને ફારસી, બૃહભારતીય અધ્યયન - એમ ૧૪ વિભાગો છે. ઉપરાંત દેશના જે પ્રદેશમાં કોન્ફરન્સનું અધિવેશન મળતું હોય તે પ્રદેશની ભાષાનો એક વિભાગ પણ હવેથી પ્રાયઃ રાખવામાં આવે છે. આ દરેક વિભાગ માટે તે-તે વિષયના કોઈ નિષ્ણાત વિદ્વાન્ વિભાગીય પ્રમુખ તરીકે હોય છે.
મુખ્ય પ્રમુખના ભાષણથી અધિવેશનનો આરંભ થયા પછી બીજી બેઠકમાં વિભાગીય પ્રમુખોનાં ભાષણો થાય છે. આ ભાષણો બધાં લખેલાં, અભ્યાસપૂર્ણ તેમ જ માહિતીપૂર્ણ હોય છે, અને એમાં આગલા અધિવેશનથી તે ચાલુ અધિવેશન સુધીના બે વર્ષના ગાળામાં પ્રાચ્યવિદ્યાની તે-તે શાખામાં થયેલ નોંધપાત્ર કામની આધારભૂત માહિતી ઉપરાંત પ્રમુખને વિભાગના અધ્યયનની ખામી, ખૂબી કે ભાવી પ્રગતિ અંગે જે કહેવાનું હોય છે તેનો તથા પોતાની શોધ કે સૂચનાઓના કથનનો સમાવેશ થાય છે. એથી વિભાગીય પ્રમુખોનાં ભાષણો મોટે ભાગે તે-તે વિદ્યાશાખામાં થયેલ કામગીરીના અહેવાલની ગરજ સારે છે; અને ભાવી કામગીરીનો પણ કેટલોક ખ્યાલ એમાંથી મળી રહે છે. સમયની મર્યાદાને લીધે દરેક પ્રમુખને પોતાના વક્તવ્યના મુખ્ય મુદ્દાઓ જ રજૂ કરવા પડે છે. અને આવા દરેક ભાષણમાંના કે એ વિદ્યાશાખાને લગતા કોઈ મુદ્દા અંગે કોઈને જિજ્ઞાસા હોય તો તેની પ્રશ્નોત્તરી હોય છે.
વિભાગીય પ્રમુખોનાં ભાષણો બાદ તે-તે વિદ્યાશાખાઓને લગતા વિદ્વાનો તરફથી આવેલા નિબંધોના વાચનનો અને એ અંગેની પ્રશ્નોત્તરીનો ખૂબ રસપ્રદ કાર્યક્રમ શરૂ થાય છે. આમાં પણ સૌએ સમયમર્યાદાને તો માન આપવું જ પડે છે. આ બધા ય નિબંધોમાં સામૂર્તિ તિવ્યો વિવિત્' (આધાર વગર કશું ન લખવું) એ સંશોધનના પાયાના નિયમનું પાલન અચૂક કરવાનું હોય છે. કોઈ વિદ્વાન આ નિયમને ચૂકીને કલ્પનાવિહાર કરી બેસે તો પ્રશ્નોત્તરી વખતે એ ઝડપાયા વગર ભાગ્યે જ રહે; કયારેક તો એને ભોંઠા પડવાનો પણ વખત આવે ! એટલે નિબંધોનું તેમ જ પ્રશ્નોત્તરી કે ચર્ચાનું ધોરણ એકંદરે ઊંચું રહે છે. એમાં કોઈથી આકળા, આકરા કે ઉતાવળા તો થવાય
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૨
જિનમાર્ગનું અનુશીલન જ નહીં! દરેક નિબંધને અંતે વિભાગીય પ્રમુખ ખૂબ સમભાવ અને સહાનુભૂતિપૂર્વક એનું પર્યાલોચન કરે છે, અને કોઈ ખામી તરફ ધ્યાન દોરવું હોય, તો એ માટે પણ સંયમભરી અને સૌમ્ય ભાષા જ પ્રયોજાય છે. પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરવા ખાતર જ કે બીજાને ઉતારી પાડવા ખાતર વાણીનો દુરુપયોગ કરતાં જાણે સૌ ખમચાતા હોય એવું મધુર વાતાવરણ અહીં જોવા મળે છે. (નજીવી સામાજિક કે ધાર્મિક બાબતોમાં વાતવાતમાં ક્લેશ-દ્વેષમાં ઊતરી પડવા ટેવાઈ ગયેલા આપણા માટે આ કાર્યવાહી, ખરેખર, બોધદાયી છે.)
જુદાજુદા ખંડોમાં એકીસાથે અનેક વિભાગોના નિબંધોનું વાચન ચાલતું હોય ત્યારે, એકાધિક વિદ્યાશાખાઓમાં રસ ધરાવતા જિજ્ઞાસને પોતે બધે એકસાથે કેવી રીતે પહોંચી જવું એની મૂંઝવણ થાય છે, અને જાણે પોતાને કોઈક સુંદર તક ગુમાવવી પડતી હોય એવી લાગણી અનુભવવી પડે છે. મારી પોતાની જ વાત કરું, તો મને પ્રાકૃત ભાષા અને જૈનધર્મ વિભાગ ઉપરાંત ઇતિહાસ, પુરાતત્ત્વ, કળા તેમ જ તત્ત્વજ્ઞાન અને ધર્મ જેવા વિભાગોમાં પણ એટલો જ રસ છે; પણ સમાંતર બેઠકોને કારણે એમાંથી ઘણું જતું કરવું પડ્યું! આનો ઇલાજ શો?
આ પરિષદનો સૌથી મોટો અને અપૂર્વ લાભ તે ભારતીય કે અન્ય પ્રાચ્ય દેશોની વિદ્યાની જુદીજુદી શાખાઓના ૫૦૦-૭૦૦ વિદ્વાનો, જિજ્ઞાસુઓ અને પ્રેમીઓ એક
સ્થાને ભેગા થઈને વિદ્યામય વાતાવરણમાં ત્રણ દિવસ સુધી એકબીજાને હળેમળે, વિદ્યાવિનોદ કરે અને નવાનવા સંપર્કો સાધે એ છે. એમાં વયોવૃદ્ધ, વિખ્યાત અને પીઢ વિદ્વાનો પણ હોય છે, અને નવોદિત કે ઉદયમાન તરુણ વિદ્યાસેવીઓ પણ હોય છે. વળી, એમાં જેમ પુરુષ-વિદ્વાનો હોય છે, તેમ વિદુષીઓ પણ સારી સંખ્યામાં આવે છે. આ વિદ્યાના ખેડાણમાં દેશના જુદાજુદા પ્રદેશોની બહેનો પણ કેટલી નિપુણ બની છે એનો આશ્ચર્યકારક છતાં આનંદજનક અને આશાપ્રેરક ખ્યાલ આ કોન્ફરન્સમાં આવ્યા વગર રહેતો નથી.
કૉન્ફરન્સના અલીગઢ અધિવેશનમાં જવાનું એક વિશેષ આકર્ષણ એ હતું કે એના મુખ્ય પ્રમુખ સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્ધ (શ્રી આદિનાથ નેમિનાથ ઉપાધ્ય) હતા. કોન્ફરન્સના ૧૯૫૩માં અમદાવાદમાં મળેલ ૧૭મા અધિવેશન વખતે પહેલવહેલાં પૂ. પં. શ્રી સુખલાલજી પાસે ડૉ. ઉપાધ્ધનાં દર્શન થયાં અને એમનો અતિ અલ્પ પરિચય થયો, ત્યારથી જ મન ઉપર એવી છાપ પડી છે કે તેઓ એક સનિષ્ઠ અને આદર્શ વિદ્વાન છે. તે પછી તો એમનો નિકટનો પરિચય સાધવાના અનેક પ્રસંગો મળતા રહ્યા છે, અને ગુણવત્તા અને સચ્ચરિત્રતાથી સુરભિત એમની વિદ્વત્તાનાં વધુ ને વધુ સુભગ દર્શન થતાં રહ્યાં છે. મૃદુતા અને મધુરતાને તજ્યા વગર, સૌમ્યભાવે,
Page #366
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૬
૩૪૩
છતાં મક્કમતાપૂર્વક, સામાને સાચી વાત કહેવાની તેઓની આવડત આગવી છે. સાદું, નિર્મળ, ન્યૂનતમ જરૂરિયાતોવાળું અને ખડતલ એમનું જીવન છે. નાના કે મોટા, વ્યવહારના કે વિદ્વત્તાના દરેક કામમાં ચીવટ, ઠાવકાઈ, ચોકસાઈ જોવા મળે જ. તેઓ કચારેક નવો છતાં મર્મસ્પર્શી કટાક્ષ પણ પ્રયોજી જાણે છે. એમના વ્યવહા૨માં સરળતા, સુજનતા, સહાયવૃત્તિ, સ્પષ્ટતા અને નિખાલસતાનો અનુભવ કોઈને પણ થયા વગર નથી રહેતો. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષા અને સાહિત્યના તેઓ સર્વમાન્ય વિદ્વાન છે. ડૉ. ઉપાધ્યેનું અંગ્રેજી પ્રવચન સાંભળવું એ જિંદગીનો એક લ્હાવો છે. તેમના વક્તવ્યમાં વિદ્વત્તા, વિચાર અને વાણીનું અદ્ભુત માધુર્ય પ્રવર્તે છે.
ડૉ. ઉપાધ્યેનું અલીગઢનું પ્રમુખ તરીકેનું ભાષણ આવું જ ઉત્તમ અને ઉદાત્ત હતું : વિદ્વત્તાપૂર્ણ, માહિતીસભર અને વિચાર-સમૃદ્ધ. આવી વિદ્વત્પરિષદના પ્રમુખના ભાષણમાં મુખ્યત્વે વિદ્યાપ્રવૃત્તિ અને સંશોધન-સંપાદનની વાતો હોય; નીતિ-સદાચારની વાતને એમાં ભાગ્યે જ સ્થાન હોય. પણ ડૉ. ઉપાધ્યેએ દેશની વર્તમાન નીતિશૂન્યતાને ખ્યાલમાં રાખીને પ્રાચ્યવિદ્યાને લગતાં કાર્યો સાથે એનો સંબંધ જોડીને એનું જે રીતે યથાર્થ મૂલ્યાંકન કરી બતાવ્યું, તેથી એમના ભાષણની ગુણવત્તા અને મહત્તા ઔર વધી ગઈ, અને એમનું વક્તવ્ય વધુ સજીવ અને હૃદયસ્પર્શી બની શક્યું. એમનું આ ભાષણ અક્ષરેઅક્ષર મનનપૂર્વક વાંચવા જેવું છે. ડૉ. ઉપાધ્યેના આ ભાષણના છેલ્લા ફકરાની શરૂઆતની આ ૩-૪ લીટી ઉ૫૨થી પણ એમની ધ્યેયનિષ્ઠા અને મૂળગામી સાચી દૃષ્ટિનો ખ્યાલ મળી શકે એમ છે ઃ
“ભાવી પેઢી આપણાં સ્થાનો, પગારો કે બીજા વિશિષ્ટ અધિકારો ઉપરથી આપણું એટલું મૂલ્યાંકન નથી કરવાની, જેટલું મૂલ્યાંકન પ્રાચ્યવિદ્યાની નોંધપાત્ર પ્રગતિમાં આપણે જે કાયમી વધારો કર્યો હશે એના ઉપરથી કરવાની છે.” આ ભાષણની અંતિમ પંક્તિઓ એના પ્રવક્તાની કાર્ય પ્રત્યેની અને સત્ય પ્રત્યેની ભક્તિનું દર્શન કરાવે છે ઃ
“સાચી દિશામાં નિષ્ઠાપૂર્વકનો કોઈ પણ પ્રયત્ન, એ પોતે જ એક ઇનામ છે. આપણા દુન્વયી વ્યવહારોની જેમ વિદ્યાઉપાસનામાં પણ જેની શોધ કરવી સૌથી વિશેષ અગત્યની છે તે છે સત્યઃ સવ્વ હોમિ સારમૂયમ્ ''
*
૧૪ વિભાગીય પ્રમુખોનાં ભાષણો એક પછી એક થતાં નથી; સમયની મર્યાદાને પહોંચી વળવાને માટે એના બે ભાગ કરીને દરેકમાં સાત-સાત ભાષણો ગોઠવવામાં આવે છે : તેથી એમાં પણ અડધોઅડધ ભાષણો જતાં કરવાં પડે છે ! આર્થિક મર્યાદાને કારણે આ બધાં ભાષણો અધિવેશન વખતે છપાવવાની જોગવાઈ પણ કૉન્ફરન્સ તરફથી કરવામાં આવતી નથી. વળી, ભાષણો ટૂંકાવીને જ વંચાતા હોઈ, તે-તે વિભાગના પ્રમુખે ખૂબ જહેમત લઈને તૈયાર કરેલ ભાષણનો મળવો જોઈએ તેટલો લાભ
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૪
જિનમાર્ગનું અનુશીલન પ્રતિનિધિઓને મળતો નથી; ભાષણ તૈયાર કરનારને પણ પોતાની સામગ્રી રજૂ કરવાનો સંતોષકારક અવસર મળતો નથી. આ મોટી ખામીને દૂર કરવા તરફ સત્વર ધ્યાન આપવાની જરૂર છે.
“પાલિ અને બૌદ્ધધર્મ” વિભાગના અધ્યક્ષ હતા કટકની ઉત્કલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. પી. પ્રધાન. એમના ભાષણમાં જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્યના અભ્યાસીને ઉપયોગી થાય એવી પણ સામગ્રી હતી. ભાષણ બાદ તેઓ અને શ્રી દલસુખભાઈ માલવણિયા મળ્યા ત્યારે ડૉ. પ્રધાને એક વાત કહી તે બિલકુલ સાચી છે કે બૌદ્ધધર્મનો બરાબર અભ્યાસ હોય તો જૈનધર્મ અને સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ, જૈનધર્મનો બરાબર અભ્યાસ હોય તો બૌદ્ધ ધર્મ અને સાહિત્યને જાણવા જોઈએ; નહીં તો અભ્યાસ અધૂરો જ રહેવાનો. આ સૂચના સૌએ અપનાવવા જેવી છે.
પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષ હતા, જબલપુર યુનિવર્સિટીના પ્રાધ્યાપક જાણીતા વિદ્વાન ડૉ. હીરાલાલજી જૈન. તેઓ બીજી વાર આ વિભાગના અધ્યક્ષ ચૂંટાયા હતા. તેઓના ભાષણમાં પણ ઘણી માહિતી અને ઘણા જાણવા જેવા મુદ્દાઓ હતા.
આ વિભાગમાં દસેક નિબંધો હતા. ઉપરાંત બીજા વિભાગોમાં પણ જૈન વિષયના નિબંધો આવ્યાનું દરેક વિભાગના નિબંધોના સંક્ષેપની યાદી ઉપરથી જાણી શકાય છે. ઈતર વિભાગોની જેમ જૈન વિભાગના નિબંધને અંતે જે મુદ્દાસરની ટૂંકી ચર્ચા કે પ્રશ્નોત્તરી થતી તે ખૂબ રોચક અને જિજ્ઞાસાને સંતોષે અને વધારે એવી હતી, અને ડૉ. હીરાલાલજી દરેક નિબંધને અંતે એનું સંક્ષિપ્ત છતાં માર્મિક પર્યાલોચન કરતા ત્યારે એમની વ્યાપક વિદ્વત્તા અને સૌમ્યતાનો વિશેષ પરિચય મળતો.
આ કૉન્ફરન્સમાં જેનવિદ્યાની જુદીજુદી શાખાઓને લગતા જે નિબંધો આવ્યા હતા, તેની યાદી ઉપરથી જેનવિદ્યાના ક્ષેત્રમાં શું કામ ચાલી રહ્યું છે એનો કેટલોક ખ્યાલ આવી શકે છે; જોકે જેનવિદ્યાના ક્ષેત્રમાં કામ કરતા બધા કે મોટા ભાગના વિદ્વાનો આ કૉન્ફરન્સમાં આવી શકતા નથી, તેથી આ બાબતનો પૂરો ખ્યાલ તો એ બધાનાં કામોની માહિતી ઉપરથી જ આવી શકે.
કૉન્ફરન્સમાં બધા વિભાગના મળીને ત્રણસોથી પણ વધુ નિબંધો આવેલા. જૈન વિષયો ઉપર જૈનેતર વિદ્વાનોના અને જૈનેતર વિષયો ઉપર જૈન વિદ્વાનોના નિબંધો પણ જોવા મળે છે. વિદ્યાનું અધ્યયન કેવી વ્યાપક દૃષ્ટિએ ચાલી રહ્યું છે, એનો ખ્યાલ આ ઉપરથી આવી શકે છે.
આ ઉપરથી જૈન સમાજે બે વાત કરવા જેવી લાગે છે : એક તો આપણા વિદ્વાનું મુનિરાજોના નિબંધો કોન્ફરન્સમાં એમના પ્રતિનિધિઓ સાથે મોકલવામાં આવે, અને બીજું, આપણા મુનિવરો અને અન્ય વિદ્વાનો જે અધ્યયન કરી રહ્યા છે તે માટે
Page #368
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન ઃ ૬, ૭
૩૪૫
અમુકઅમુક સમયને અંતરે આ કૉન્ફરન્સની ઢબનું સંમેલન નિયમિત યોજવામાં આવે, જેમાં જૈન વિદ્યાનું કામ કરતા સૌ ભાગ લઈ શકે.
(તા. ૧-૧૨-૧૯૬૬)
(૭) અધતન જૈન વિદ્યાધ્યયન માટેનાં
કેન્દ્રસ્થ ગ્રંથાલયોની જરૂર
જુદાંજુદાં અનેક શહેરોમાં તેમ જ કેટલાંક ગામોમાં પણ જૈન પુસ્તકાલયો કે જ્ઞાનભંડારો સારી એવી સંખ્યામાં છે, અને નવાં નવાં સ્થપાતાં પણ જાય છે. આમાંનાં કેટલાંક સંઘહસ્તક ગણાય કે સમાજહસ્તક છે, તો કેટલાંક આચાર્યો કે મુનિવરોનાં ગણાય એવાં છે. કેટલાક ગ્રંથભંડારો તો હર્ષ ઊપજે એવા સમૃદ્ધ પણ છે. વળી કેટલાક જ્ઞાનભંડારોમાં છપાયેલાં પુસ્તકો ઉપરાંત હસ્તલિખિત ગ્રંથો પણ મોટી સંખ્યામાં મોજૂદ છે. આમ છતાં અમને અહીં કેન્દ્રસ્થ ગ્રંથાલયોની જરૂર અંગે લખવાનું ઉચિત તેમ જ જરૂરી લાગે છે.
આપણે ત્યાં પુસ્તકાલયો, જ્ઞાનભંડારો કે જ્ઞાનમંદિરો આટલાં બધાં હોવા છતાં, સમગ્ર જૈનસાહિત્ય ઉપરાંત સંશોધન માટેની આવશ્યક સામગ્રીની દૃષ્ટિએ સર્વાંગસંપૂર્ણ, તેમ જ સર્વ વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓને જેમાંના ગ્રંથો સરળ રીતે પ્રાપ્ત થઈ શકે એવા ગ્રંથભંડારો કેટલા? કયાંક ગ્રંથસંગ્રહ બહુ ઉપયોગી અને મહત્ત્વનો હોય છે, તો ત્યાં પુસ્તકો સહેલાઈથી મળી શકે એવી વ્યવસ્થા નથી હોતી. ક્યાંક વ્યવસ્થા ઠીક હોય છે, તો ત્યાં સર્વાગી સાહિત્યસામગ્રી નથી.
આ સ્થિતિને કારણે, તદુપરાંત આમ-સમાજમાં અહિંસાના અભિનવ પ્રચારને કારણે, તેમ જ જૈન-સાહિત્યમાંની અણખેડાયેલી કે ઓછી ખેડાયેલી વિપુલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સામગ્રીને કારણે જૈનસાહિત્ય તરફ અભ્યાસીઓ, જિજ્ઞાસુઓ અને દેશ-વિદેશના વિદ્વાનોનું ધ્યાન દોરાવા લાગ્યું છે તેનો ખ્યાલ કરતાં, દેશના કેન્દ્રરૂપ લેખી શકાય એવાં કેટલાંક મુખ્ય સ્થાનોમાં મુખ્યત્વે વિપુલ જૈન ગ્રંથરાશિ ધરાવતાં ગ્રંથાલયોની સ્થાપના કરવાનો વખત ક્યારનો પાકી ગયો છે. '
આવાં ગ્રંથાલયોમાં જૈનોના બધા ય ફિરકાનું સમગ્ર સાહિત્ય તો હોય જ; ઉપરાંત દેશ-વિદેશમાં જૈનેતર વિદ્વાનોના હાથે જે-જે જૈન ગ્રંથોનું સંશોધન કે સંપાદન થયું હોય, અથવા ઐતિહાસિક, તુલનાત્મક કે સંશોધક દૃષ્ટિએ જે નાના-મોટા લેખો કે ગ્રંથો
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૪૬
જિનમાર્ગનું અનુશીલન લખાયા હોય, તેનો પણ સંગ્રહ થવો જોઈએ. વળી ભારતીય સંસ્કૃતિનાં અન્ય અંગરૂપ વૈદિક અને બૌદ્ધ સાહિત્યના ગ્રંથોનો પણ સારો એવો સંગ્રહ આવાં ગ્રંથાલયોમાં થવો જોઈએ; તો જ એ ગ્રંથાલય સંશોધન અને સંપાદનની દૃષ્ટિએ સર્વાંગસંપૂર્ણ બની શકે.
મુખ્યત્વે વેપાર-ઉદ્યોગ કે નોકરી જેવા વ્યવસાયમાં વ્યસ્ત રહેતા આપણા ગૃહસ્થવર્ગને અને સાધુજીવનની નિત્યની કે પ્રાસંગિક ધાર્મિક ક્રિયાઓ, થોડોક અભ્યાસ અને ધર્મોપદેશથી સંતુષ્ટ રહેતા આપણા મોટા ભાગના ગુરુવર્ગને પૌવંય વિદ્યાઓના જાણકાર દેશ-વિદેશના અનેક વિદ્વાનો દ્વારા જૈન સંસ્કૃતિનાં જુદાંજુદાં અંગો વિષે જુદીજુદી ભાષાઓમાં સમયે-સમયે, અનેક નાના-મોટા સંશોધનાત્મક લેખો કે ભારતીય સંસ્કૃતિને લગતાં પુસ્તકોમાં જૈનધર્મને લગતાં પ્રકરણો લખાય છે એનો ભાગ્યે જ ખ્યાલ રહે છે. આવી બધી સાહિત્ય-સામગ્રીથી આપણે માહિતગાર રહીએ, તેમ જ એ સામગ્રીનો જૈન સંસ્કૃતિનું ગૌરવ વધારવાની દૃષ્ટિએ સમુચિત ઉપયોગ કરી શકીએ – એ ત્યારે જ બને કે જ્યારે પૂરેપૂરી જાગૃતિ અને વ્યાપક દૃષ્ટિ રાખીને આવી બધી સામગ્રીને એકત્ર કરી શકે એવાં ગ્રંથાલયો આપણી પાસે હોય.
આવાં ગ્રંથાલયોની સ્થાપના માટે મુંબઈ, અમદાવાદ, ભાવનગર, દિલ્હી, બનારસ, કલકત્તા, મદ્રાસ, બેંગલોર અને મૈસુર જેવાં કેન્દ્રરૂપ સ્થાનોની પસંદગી કરી શકાય. પણ આ સ્થાનોનો નિર્ણય તો ક્યાંના સ્થાનિક સંઘમાં કેટલો ઉત્સાહ છે, તેમ જ દેશનાં મહત્ત્વનાં સ્થાનોના સંઘનો એ કેટલો સહકાર મેળવી શકે છે અને બીજી કેટલી અનુકૂળતાઓ સાંપડી શકે છે, એના ઉપરથી વધારે સારી રીતે કરી શકાય. શેખચલ્લીપણાનો દોષ વહોરીને પણ એવો ય વિચાર વ્યક્ત કરી શકાય કે આવાં ગ્રંથાલયોની સ્થાપના અને એના સંચાલન માટે એક માતબર મધ્યસ્થ સંસ્થા હોય, અને એના દ્વારા જ, આવાં મોટાં ગ્રંથાલયોની સ્થાપનાનો પ્રયત્ન કરવામાં આવે.
એ ધ્યાનમાં રહે કે આપણે અહીં શાસ્ત્રીય રીતે વ્યવસ્થિત અને વિશિષ્ટ તાલીમ લીધેલ ગ્રંથપાલ દ્વારા સંચાલિત ગ્રંથાલયોની વાત કરીએ છીએ. વળી વિદ્વાનોને એમના સંશોધનના કાર્યમાં ઉપયોગી થાય એવા ગ્રંથાલયની જ આ વાત છે; એવા ગ્રંથાલયને પૂરેપૂરી રીતે ઉપયોગી બનાવવા માટે નવાં નવાં પ્રગટ થતાં ઈતિહાસ, તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ જેવા વિષયોનાં અને સંશોધનકાર્યમાં જરૂરી હોય એવાં પુસ્તકો, તેમ જ એ જ વિષયને લગતાં વિવિધ સામયિકો મગાવવાની પૂરી જોગવાઈ હોવી જોઈએ એ કહેવાની જરૂર ન હોય.
વળી, જ્યારે આપણે આવાં ગ્રંથાલયોનો વિચાર કરીએ, ત્યારે એની સાથે એક સુવિદ્વાનું ગ્રંથપાલ રાખવાનો વિચાર આપોઆપ સંકળાઈ જાય છે. એટલે કે આવાં કેન્દ્રસ્થ જૈન ગ્રંથાલયો જ્યારે અને જ્યાં પણ આપણે સ્થાપીએ ત્યારે એમાં જૈન
Page #370
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૭
સંસ્કૃતિનાં બધાં અંગો, જેવાં કે જૈન તત્ત્વજ્ઞાન, આચાર, યોગ, ઇતિહાસ, કળા, સાહિત્ય વગેરેના જાણકાર ઓછામાં ઓછા એક વિદ્વાન્ તો એવા હોય કે જે જૈન સંસ્કૃતિના કોઈ પણ પાસાના જિજ્ઞાસુની જિજ્ઞાસાને દોરી શકે; સાથોસાથ ભારતીય સંસ્કૃતિની વૈદિક, બૌદ્ધ જેવી ઇતર શાખાઓથી પણ તે ઠીકઠીક પરિચિત હોય. તો આવું ગ્રંથાલય કેવળ ગ્રંથનું સંગ્રહાલય બનવાને બદલે જૈનવિદ્યાનું જીવંત કેન્દ્ર બને.
કદાચ કોઈને અમારા આ વિચારો મનોરમ કલ્પનાના ઉડ્ડયન જેવા લાગે. વળી કદાચ આ વિચારોમાં કંઈ પણ નક્કર૫ણું હોય તો એનો અમલ કંઈ આવો એકાદ અગ્રલેખ લખવામાત્રથી થઈ જાય એવી અપેક્ષા પણ ન રાખી શકાય એ વાત પણ અમારા ખ્યાલ બહાર નથી. આમ છતાં આનો અમલ ભલે આપણી શક્તિ અને સાધનોના પ્રમાણમાં – શરૂ કરવાનો વખત તો પાકી જ ગયો છે; આમાં જે કંઈ વિલંબ થશે તે આપણને હાનિ જ કરશે એટલી અમને ખાતરી છે.
-
બે-એક સ્થાનમાં આવાં ગ્રંથાલયોની સ્થાપના થઈ રહી હોવાનું અને એમાં જૈનસંસ્કૃતિના જાણકાર સુયોગ્ય વિદ્વાન્ની નિમણૂક થઈ કે થવાની હોવાનું જાણવાથી અમને તો આ વિચાર વ્યવહારુ હોવાની પ્રતીતિ થયા વગર નથી રહેતી.
૩૪૭
શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમનાં કુટુંબીજનોની મોટી સખાવતથી અમદાવાદમાં સ્થપાયેલ ‘શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર' એ કેવળ હસ્તલિખિત અને મુદ્રિત ભારતીય સાહિત્યગ્રંથોનું સર્વાંગસંપૂર્ણ સંગ્રહાલય જ નહીં, પણ જૈન તેમ જ ભારતીય સંસ્કૃતિનાં ઇતર અંગોના અધ્યયન-સંશોધનનું એક નમૂનેદાર કેન્દ્ર પણ બનવાનું છે. વળી એનું સંચાલન પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા જેવા સત્યશોધક સમગ્રદર્શી વિદ્વાનના હાથમાં સોપાયું છે, ત્યારે તો એ ભારતીય સંસ્કૃતિના સર્વ જિજ્ઞાસુઓ અને અભ્યાસીઓને માટે જ્ઞાનની પરબરૂપ સાબિત થવાનું છે એમાં જરા ય શંકા નથી.
આ જ રીતે, બનારસમાં, હિંદુ યુનિવર્સિટીના કંપાઉન્ડમાં જ સ્થપાયેલ શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ'માં એક વિશાળ ગ્રંથાલય વસાવવાનો અને એમાં પણ જૈન સંસ્કૃતિના જાણકાર વિદ્વાન્ની નિમણૂક કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
આ બે તો આપણું વધારે ધ્યાન ખેંચે એવા અને સમર્થ ગ્રંથાલયની આપણી જરૂ૨ને પહોંચી શકે એવાં હોવાથી એનો નિર્દેશ કર્યો છે. નાના પાયા ઉપર તો જુદાંજુદાં સ્થાનોમાં આવા પ્રયત્નો થઈ જ રહ્યા છે. એટલે જો આપણા છૂટાછૂટા પ્રયત્નોમાં એકરૂપતા લાવીએ તો આ કાર્ય અવશ્ય થઈ શકે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તૈયા૨ કરેલ મૂળ જૈન આગમોના પ્રકાશનની યોજનાના પ્રારંભના સમારંભ પ્રસંગે, મુંબઈ જેવા શ્રીમંત જૈનોથી સમૃદ્ધ શહેરમાં એક
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૮
જિનમાર્ગનું અનુશીલન
સમર્થ જૈન ગ્રંથાલય નહીં હોવા અંગે હમણાં આપણા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ પોતાની જે વેદના વ્યક્ત કરી હતી, તેમ જ વિદ્યાલય જેવી સંસ્થાએ આ કાર્ય હાથ ધરવું જોઈએ એવી જે સૂચના કરી હતી તે સર્વથા યથાર્થ જ હતી.
મુંબઈમાં જૈનોના બધા ય ફિરકાઓની વસતી ઘણી મોટી છે. વળી એમાં શ્રીમંતોની સંખ્યા પણ કંઈ જેવી તેવી નથી. ઉપરાંત દરેક ફિરકાની અનેક સંસ્થાઓ પણ ત્યાં છે. આ સ્થિતિમાં મુંબઈમાં આવું સર્વાગ સંપૂર્ણ જૈન ગ્રંથાલય ન હોય એ એને માટે નાલેશીરૂપ જ લેખાય. વળી, મુંબઈ તો ચોરાશી બંદરના વાવટાવાળું આંતરરાષ્ટ્રીય નગર છે; એટલે ત્યાં જૈન સંસ્કૃતિના અધ્યયનનું એક સમર્થ કેન્દ્ર હોવું જ જોઈએ, અને એ માટેના પ્રયત્નો સત્વર હાથ ધરવા જોઈએ.
અમારી જાણ મુજબ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકોનું ધ્યાન જૈન સાહિત્ય તરફ હવે સવિશેષપણે ગયું છે, અને પોતાને જરૂરી સહકાર મળે તો આવું એક ઉત્તમ ગ્રંથાલય અને જૈન સંસ્કૃતિના અધ્યયનનું એક સુંદર કેન્દ્ર સ્થાપવાની એની ઉમેદ છે.
અહીં અમારો લખવાનો હેતુ આ કે તે સંસ્થા માટે ભલામણ કરવાનો નહીં, પણ આ માટેની આવશ્યકતા તરફ શ્રી સંઘનું ધ્યાન દોરવાનો જ છે.
(તા. ૨૬-૧૧-૧૯૬૦)
(૮) દષ્ટિસંપન્ન, લોકાભિમુખ વિધોપાસના જ ખપે
થોડાક વખત પહેલાં, તા. ૨૪-૨૫ જૂનના દિવસોમાં, સાગર મુકામે, દિગંબર જૈન સમાજના જૈન-શિક્ષા-સંમેલનનું અધિવેશન, દિગંબર જૈન સમાજના સુપ્રસિદ્ધ વિદ્વાનું પંડિત શ્રી કૈલાશચંદ્રજી શાસ્ત્રીના પ્રમુખપદે મળી ગયું. આ અધિવેશનનું ઉદ્દઘાટન કલકત્તાનિવાસી બાબુ શ્રી લક્ષ્મીચંદ્રજીએ કર્યું હતું. પં. શ્રી કૈલાશચંદ્રજીએ તેમ જ બાબુ શ્રી લક્ષ્મીચંદ્રજીએ પોતપોતાનાં ભાષણોમાં સમાજ અંગેના તથા વિશેષ કરીને શિક્ષણને લગતા કેટલાય મુદ્દાઓની વિચારણા કરી હતી. એમાંના કેટલાક મુદ્દાઓ આપણે પણ જાણવા-વિચારવા જેવા હોવાથી અહીં ઉદ્ધત કરીએ છીએ.
પં શ્રી કૈલાશચંદ્રજીએ પોતાના વક્તવ્યના પ્રારંભમાં જ કોઈ પણ ધર્મનું યથાર્થ જ્ઞાન મેળવવા માટે અન્ય ધર્મો સંબંધી માહિતી જરૂરી હોવા અંગે જણાવ્યું હતું –
Page #372
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૮
૩૪૯
“મારા “નૈન સાહિત્ય તિદાસી પૂર્વટિકા' નામે પુસ્તક માટે જુદાજુદા સાહિત્યનું અધ્યયન કરતાં મને જણાયું છે, કે ભારતીય ધર્મોનો ઇતિહાસ હજુ પણ અંધારામાં છે, અને કોઈ એક ધર્મના સાહિત્યને વાંચવા માત્રથી જ એ ધર્મનો સાચો ઇતિહાસ જાણી શકાતો નથી. એ માટે તો એ સમયે પ્રવર્તમાન બીજા ધર્મોના સાહિત્યના અભ્યાસની પણ જરૂર રહે છે, કારણ કે જે ધર્મો એકીસાથે લેફૂલે છે તે આપસ-આપસમાં એકબીજાના પ્રભાવથી વંચિત રહી શકતા નથી. એટલા માટે ભારતના જૂનામાં જૂના જૈનધર્મ, બૌદ્ધધર્મ અને વૈદિક ધર્મો વચ્ચે અરસપરસ જે આપલે થતી રહી છે, એને ત્રણ ધર્મોના તુલનાત્મક અધ્યયનથી જ સમજી શકાય એમ
છે.”
આ મુદ્દો, ખરી રીતે તો, અત્યારના યુગની એક મહત્ત્વની જરૂરિયાત તરફ અંગુલીનિર્દેશ કરે છે. ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક તેમ જ રાષ્ટ્રીય – એ દરેક ક્ષેત્રનો વિકાસ કંઈ ઘઉં-બાજરીના વાવેતરવાળાં ખેતરોની જેમ એકબીજાથી સાવ નિરપેક્ષ રીતે થતો નથી; પણ એ પ્રત્યેક ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રના તેમ જ કોઈ ક્ષેત્રના એક ફાંટા ઉપર અન્ય ફાંટાઓના સંસ્કારો તાણાવાણાની જેમ ગૂંથાઈ જાય છે. આવી અસરને અટકાવવી શકય નથી. મુશળધાર વરસાદના જુદાજુદા પ્રવાહો એકબીજા સાથે ભેળસેળ થયા વગર નથી રહેતા.
એટલે કોઈ પણ ધર્મનાં સ્વરૂપ, વિકાસ તેમ જ ઇતિહાસને યથાર્થરૂપે સમજવા હોય તો આનુષગિક અને સમકાલીન બધાં બળોનો, બધી પરિસ્થિતિનો અને ખાસ કરીને એ ધર્મે જે-જે ધર્મો ઉપર અસર કરી હોય તેમ જ એ ધર્મ જે-જે ધર્મપરંપરાઓની અસર નીચે આવ્યો હોય એનું યથાર્થ જ્ઞાન મેળવવું અનિવાર્ય બની જાય છે. અત્યારના યુગમાં તો કોઈ પણ વિષયનું ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરવું એ સત્યગામી અધ્યયનની સર્વમાન્ય પદ્ધતિ લેખાય છે; “સારું કે સાચું તે મારું એવી સત્યગ્રાહક અને ગુણગ્રાહક દૃષ્ટિને બદલે “મારું તે સારું' એવી પથિક અને વ્યામોહભરી સંકુચિત દૃષ્ટિનો હજી પણ જેઓ આદર કરવા ચાહતા હોય એમની વાત જુદી છે.
પોતાના ઉપર સૂચવેલ મુદ્દાના સમર્થનમાં ભારતીય સંસ્કૃતિ અંગે તેઓ કહે છે –
“પ્રાચીન સંસ્કૃતિનું ઘડતર બે સંસ્કૃતિઓના મિલનથી થયું હતું. આ બે સંસ્કૃતિઓ તે વૈદિક અને શ્રમણ. વૈદિક અને શ્રમણ સંસ્કૃતિઓ વચ્ચે જે અથડામણો થઈ એના જ ફળ રૂપે ઉપનિષદોની ધારાઓ પ્રવાહિત થઈ. એમાં તો જેમ કેટલીક વેદોને અનુકૂળ વાતો છે તો કેટલીક વેદવિરોધી વાતો પણ છે. જો કોઈ વિદ્વાન અંધ અનુસરણનો માર્ગ છોડીને નિષ્પક્ષ દૃષ્ટિએ ઉપનિષદોનું તુલનાત્મક અધ્યયન કરે તો કેટલાંય રહસ્યો પ્રગટ થઈ શકે એમ છે.”
Page #373
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
આ રીતે સાંસ્કૃતિક અસરો નિર્દેશી જૈન સાહિત્યની મહત્તા અંગે કહ્યું છે “જૈનધર્મની આટલી પ્રાચીન પરંપરાના વારસા રૂપે આપણને જે અમૂલ્ય સાહિત્ય પ્રાપ્ત થયું છે, એમાં જો કોઈ સારભૂત તત્ત્વ ન હોત તો જૈનધર્મ આ દેશમાં આટલા વખત સુધી ટકી જ ન શકત. જૈનધર્મની નક્કરતાનો ખ્યાલ તો આપણને અન્ય દર્શનોના એ ગ્રંથો ઉપરથી આવે છે કે જેમાં જૈનધર્મનું ખંડન કરવામાં આવ્યું છે. કોઈના વિરોધીઓની સંખ્યા વધારે હોય તો તે એના મહત્ત્વને જ સ્થાપિત કરે છે. ચાહે બૌદ્ધ ધર્મનું પાલીભાષાનું સાહિત્ય જુઓ કે હિંદુઓનાં પુરાણો કે દર્શનગ્રંથો જુઓ; એમાં જૈનોનું ખંડન અવશ્ય મળવાનું. જ્યાં સુધી જૈન સાહિત્ય અને જૈન સાહિત્યમાં જણાવેલ તત્ત્વોના જાણકાર અને એના વ્યાખ્યાતા વિદ્વાનો સુરક્ષિત છે ત્યાં સુધી જૈનધર્મનું મહત્ત્વ સુરક્ષિત છે.”
છેવટે તો કોઈ પણ ધર્મ એના અનુયાયીઓમાં જીવતો રહે છે અને એનાં શાસ્ત્રોમાં, સાહિત્યમાં સુરક્ષિત રહે છે. એટલે કોઈ પણ ધર્મનાં શાસ્ત્રોનું ઉપર જણાવ્યું તેવી સર્વસ્પર્શી, મર્મસ્પર્શી, તલસ્પર્શી એવી વ્યાપક દૃષ્ટિએ અધ્યયન કરવું એ દરેક ધર્માનુયાયીની ફરજ થઈ પડે છે. મતલબ કે દરેક ધર્મમાં કેટલાક તો એ ધર્મના આવા પારગામી વિદ્વાન્ હોવા જ જોઈએ; અને સામાન્ય સમાજે પણ ધર્મતત્ત્વો અને ધર્મના ઇતિહાસનું પાયાનું જ્ઞાન મેળવવું જોઈએ.
આ પછી વિદ્યા-પ્રવૃત્તિને આગળ વધારવા માટે અને વિદ્વાનોને વિશેષ ઊંડા અધ્યયનનું પ્રોત્સાહન મળે એ દૃષ્ટિએ તેઓ પોતાનાં બે સૂચનો કરે છે :
‘(૧) અત્યારે જે વિદ્વાનો આગળ વધા૨ે અધ્યયન કરવા ઇચ્છતા હોય, એમને વિશેષ આર્થિક સગવડ (સ્કૉલરશિપ) આપીને આગળ અધ્યયન કરવામાં સહકાર આપવો જોઈએ. જે વિદ્યાર્થીઓ બનારસના સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં જૈનદર્શન અને પ્રાકૃત વિષય લઈને ‘આચાર્ય’ પરીક્ષા પસાર કરવા ઇચ્છતા હોય, એમને વિશેષ છાત્રવૃત્તિઓ આપવી જોઈએ. અત્યારે બનારસનાં વિશ્વવિદ્યાલયોમાં (હિંદુ વિશ્વવિદ્યાલયમાં તેમ જ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં) પાલિ વિષય દાખલ થયેલ છે, અને જૈન વિદ્યાર્થીઓ પણ એ વિષયનો અભ્યાસ કરે છે. આ રીતે જ આપણે પ્રાકૃત ભાષાના અધ્યયનને પ્રોત્સાહન આપવું જોઈએ...
(૨) જૈનધર્મ સાથે સંબંધ ધરાવતા કોઈ પણ વિષય ઉપર મૌલિક ગ્રંથ લખનાર વિદ્વાનને દર વર્ષે ઓછામાં ઓછા એકવીસસો રૂપિયાનું પારિતોષિક આપી શકાય એવી વ્યવસ્થા થવી જોઈએ. આથી વિદ્વાનોમાં ગ્રંથસર્જનની પ્રવૃત્તિની સાથોસાથ જ્ઞાનાર્જનની ભાવનાને પણ પ્રોત્સાહન મળશે.''
વિદ્યાપ્રસાર અને વિદ્વાનોને ઉત્તેજન માટે બીજા માર્ગો પણ વિચારી અને યોજી શકાય. આનો અર્થ એ થયો કે અન્ય ધર્મપ્રવૃત્તિઓને માટે જૈનસંઘ જેટલો જાગૃત
૩૫૦
Page #374
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૮
૩પ૧
છે, એટલી જ જાગૃતિ એણે વિદ્યાવિકાસ, જ્ઞાનપ્રસાર અને શાસ્ત્રીય અધ્યયન માટે દાખવવી જોઈએ, અને એ માટેના ખર્ચમાં જરા ય પણતા રાખવી ન જોઈએ.
અહીં એ જણાવીએ કે થોડાંક વર્ષ પહેલાં બનારસમાં સ્થપાયેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં જૈનદર્શન અને પ્રાકૃત ભાષામાં પણ આચાર્યની પરીક્ષા લેવાની જોગવાઈ કરાઈ છે.
- શ્રી બાબુ લક્ષ્મીચંદ્રજી, જેઓ બનારસની ભારતીય જ્ઞાનપીઠના મંત્રી અને સાહુ શ્રી શાંતિપ્રસાદજીના અંગત મંત્રી છે, એમણે પોતાના ઉદ્ઘાટન-ભાષણમાં અત્યારે ઓસરતી જતી ધર્મજ્ઞાનની રુચિ અંગે દુઃખ વ્યક્ત કરતાં તેમ જ અત્યારની વધતી જતી જિજ્ઞાસા તરફ અંગુલિનિર્દેશ કરતાં કહ્યું –
“અત્યારે સૌથી વધારે કડવું સત્ય તો એ છે કે સમાજને - સામાન્ય જનસમૂહને - ધાર્મિક પંડિત, ક્રિયા કરવાનાર અને વ્યાખ્યાતાની એટલી જરૂર નથી લાગતી જેટલી પહેલાં લાગતી હતી. પહેલાં લોકો વિદ્વાનોનાં બારણે જઈ પહોંચતા હતા અને વિદ્વાનો અકિંચન રહીને પણ આવા બહુમાનથી સંતોષ અનુભવતા હતા. દુઃખની વાત છે કે અત્યારે સમાજમાં વિદ્વાનોનું આવું મૂલ્ય નથી રહ્યું. તો પછી સવાલ થાય છે કે વિદ્વાનોએ શું કરવું? શું વિદ્વાનોએ પોતાનું આસન ઉપાડી લઈને વેપારમાં લાગી જવું? આનો જવાબ પણ આપણે અત્યારના યુગને ખ્યાલમાં રાખીને જ શોધવો પડશે. આપણે ગમે તેટલું પ્રતિપાદન કરીએ કે આ યુગ અધાર્મિક છે, તો પણ સાચી વાત તો એ છે કે અત્યારના જેટલી વ્યાપક જિજ્ઞાસા અને એ જિજ્ઞાસાની પૂર્તિનાં સાધનોની વિપુલતા પહેલાંના કોઈ યુગમાં નહોતી. એટલે સવાલ તો એ છે કે આપણે અત્યારના માનવીની એ જિજ્ઞાસાને અત્યારના જીવનને લક્ષમાં રાખીને, આધુનિક ભાષા અને શૈલીમાં તૃપ્ત કરી શકીએ એમ છીએ કે નહીં ?” . આમ પૂછડ્યા પછી એનો ઉત્તર આપતાં તેઓ પોતે જ કહે છે –
“આપણે ધર્મતત્ત્વોના મર્મને, દર્શનની ઉચ્ચતાને, ચિંતનની ગંભીરતાને, સાહિત્ય અને સંસ્કૃતિના અનુભવને દુર્ગમતામાંથી બહાર કાઢીને નવીન શૈલીએ, અત્યારના જીવનને ખ્યાલમાં રાખીને પ્રગટ કરીએ તો સમાચારપત્રોની કંડિકાઓ, પ્રકાશકોનાં સામયિકો, રેડિયો-સ્ટેશનો વગેરે, તેમ જ સભાઓના ખંડો અને સભાઓની વ્યાસપીઠો દેશ-વિદેશમાં આપણા માટે ખુલ્લાં છે. આપણે – આપણી શિક્ષણ સંસ્થાઓએ – આવા વિદ્વાનો તૈયાર કરવા જોઈએ.
“અત્યારે આપણને એવા વિદ્વાનોની જરૂર છે કે જેઓ અંગ્રેજીમાં અને દેશીપરદેશી અન્ય ભાષાઓમાં યોગ્ય પ્રકારનું ધાર્મિક, દાર્શનિક અને સાંસ્કૃતિક સાહિત્ય સર્જી શકે. આપણી પાસે એવા કેટલા વિદ્વાનો છે, જેઓ બન્ડ રસેલ, વ્હાઈટહેડ કે રાધાકૃષ્ણના સાહિત્યથી પરિચિત હોય અને પોતાના ધર્મ અને દર્શનના જ્ઞાનનો પરિચય કરાવીને એમના (જિજ્ઞાસુના) જૈનધર્મસંબંધી જ્ઞાનને પરિપૂર્ણ કરી શકે ?”
Page #375
--------------------------------------------------------------------------
________________
૩પ૨
જિનમાર્ગનું અનુશીલન ત્યાર બાદ ધાર્મિક અભ્યાસ વ્યાપક દૃષ્ટિએ કરવાની જરૂર અંગે તેઓએ કહ્યું – - “સંસ્થાના સંચાલકો અને બીજા બધા ય વિદ્વાનોએ એ વાત સમજી લેવી જોઈએ કે ચાહે ધાર્મિક ક્ષેત્રમાં હોય કે ચાહે દાર્શનિક ક્ષેત્રમાં હોય, અથવા તો સાહિત્યક્ષેત્રમાં હોય, આપણે કેવળ જૈન ગ્રંથોનું જ્ઞાન મેળવીને એને પૂરતું માની લેવાની ભૂલ નહીં કરવી જોઈએ.”
પં. શ્રી કૈલાશચંદ્રજી અને બાબુશ્રી લક્ષ્મીચંદ્રજીનાં ભાષણોનાં આ અવતરણો ઉપરથી એ સહેજે સમજી શકાશે કે હવે પછી જૈનધર્મ-સંબંધી પણ જે વિદ્યાધ્યયન કરવામાં આવે તે સર્વસ્પર્શી વ્યાપક દૃષ્ટિએ જ થવું જોઈએ, અને જૈન ધર્મ-દર્શનસંસ્કૃતિને લગતું જે સાહિત્ય સર્જાય તે પણ આવી જ વ્યાપક દૃષ્ટિએ તેમ જ આધુનિક શૈલી અને ભાષામાં એવી રીતે સર્જાવું જોઈએ કે જે લોકરુચિને પોષે અને લોકજિજ્ઞાસાને સંતુષ્ટ કરે. આવા વિદ્વાનો અને આવું સાહિત્ય જ આજના યુગની માગણીને અને જિજ્ઞાસાને પૂરી કરી શકશે.
(તા. ૪-૮-૧૯૬ ૨)
(૯) વિધાયત્નમાં ગુજરાત ગુજરાતની જાણીતી સાહિત્ય-સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદુ’નું અઠ્ઠાવીસમું અધિવેશન ગત ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં પોરબંદર મુકામે, વયોવૃદ્ધ સાક્ષરવર્ય શ્રી રામપ્રસાદભાઈ બક્ષીના પ્રમુખપદે મળ્યું હતું. આ અધિવેશનના સંશોધન-વિભાગના પ્રમુખ તરીકે પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાની વરણી કરાઈ હતી.
આ વિભાગના અધ્યક્ષીય વ્યાખ્યાનમાં કેટલીક ઉપયોગી માહિતી આપવામાં આવી હતી, કેટલીક ધ્યાનમાં લેવા જેવી ટકોર કે ટીકા હતી. અને આ ક્ષેત્રનાં મોટા ભાગનાં નવાં પ્રકાશનોની યાદી પણ રજૂ કરવામાં આવી હતી. આમાંની કેટલીક વિગતો અહીં સાભાર રજૂ કરીએ છીએ.
વિશ્વના મહાન ઇતિહાસકાર લેખાતા આર્નોલ્ડ ટોયલ્બીને અંજલિ આપતાં તેઓએ કેવું સાચું કહ્યું હતું ! –
“ગત વર્ષમાં મહાન ઇતિહાસ-લેખક આર્નોલ્ડ શ્રેયબીનું અવસાન થયું. તેમણે પોતાની આગવી દૃષ્ટિથી દુનિયાના ઇતિહાસનો અદ્વિતીય ગ્રન્થ આપણને આપ્યો છે. તે ગ્રન્થનું તારણ યાદ કરીને જ આપણે તેમને અંજલિ આપી શકીશું. તેમનું કહેવું
Page #376
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૯
રૂપર
છે કે માણસ-માણસ વચ્ચેનું ભૌગોલિક અંતર ઘટી ગયું છે, પરંતુ માણસે જે આધુનિક શસ્ત્રોની શોધ કરી છે તે જ તેનો સર્વનાશ કરવા સમર્થ છે. એમાંથી બચવાનું એકમાત્ર સાધન માણસ પોતે છે; અને તે તેની ધર્મભાવના. તેમના ઇતિહાસના આ નવનીતનો આસ્વાદ લઈ કોણ કહેશે કે પશ્ચિમના લેખકોમાં આધ્યાત્મિકતા નથી? આપણે તેનું મિથ્યાભિમાન કરી, ફુલાઈએ છીએ, પરંતુ તે તો સર્વત્ર પડેલી જ છે.”
વિદેશી ભાષામાં થતાં સંશોધનોમાં દેખાતાં ઊંડાણ અને તલસ્પર્શી અભ્યાસ તરફ આંગળી ચીંધતાં તેઓ કહે છે –
પૂર્વકાળમાં સંશોધનક્ષેત્રે ભારતમાં વિસ્તાર તો ઘણો થયો, પણ આજે જે થોડું-ઘણું વિદેશી ભાષામાં લખાઈ રહ્યું છે, તેમાં ઊંડાણ જોવા મળે છે, અને તેનું કારણ મર્યાદિત વિષયો લઈને લખાય છે એ છે. દર્શનો વિષે કે ભારતીય ધર્મો વિષે સામાન્ય ઘણું લખાયું, પણ તેમાંના એકએક મુદ્દાની ચર્ચા જે પ્રકારે હવે થઈ રહી છે, તેમાં તલસ્પર્શી અભ્યાસ અને વિષયને પૂરો ન્યાય આપવાની પ્રવૃત્તિ વિશેષરૂપે દેખાય છે. આવું કાંઈ આપણે પણ સ્વતંત્ર રીતે કરવું જોઈએ.”
પ્રશિષ્ટ ગ્રંથોના અનુવાદોની જરૂર સમજાવતાં તથા આ દિશામાં યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ કરેલ ખામીભરેલી કામગીરીની ટીકા કરતાં તેઓએ કહ્યું –
અત્યારની જે આપણી શૈક્ષણિક સ્થિતિ છે, એમાં કદાચ સ્વતંત્ર સંશોધનને બહુ ઓછો અવકાશ મળે તેમ બને. તો એનું નિરાકરણ તે-તે વિષયમાં લખાતા પ્રશિષ્ટ ગ્રન્થોના અનુવાદ કરવાની પ્રવૃત્તિને વેગ આપી કરવું જોઈએ. હજી આપણી ભાષામાં વેદના વિક્માન્ય અનુવાદો નથી થયા. વેદને નામે જે થઈ રહ્યું છે તે કથાવાર્તા છે, અને તેથી આપણી પ્રજા સંતોષ અનુભવે છે એ દુર્ભાગ્ય છે. આ અનુવાદોનું કાર્ય આ પેઢીના કેટલાક વિદ્વાનો કરી શકશે, પણ આગલી પેઢી તો એ પણ કરી નહિ શકે એ આપણું પરમ દુર્ભાગ્ય હશે. એટલે ઉત્તમ ગ્રન્થોના અનુવાદની પ્રવૃત્તિને તીવ્ર વેગ આપવાની જરૂર છે. યુનિવર્સિટી ગ્રન્થનિર્માણ બોર્ડ આમાં ઘણું કરી શકે તેમ હતું, પરંતુ સમગ્રભાવે આયોજનના અભાવને કારણે આ બન્યું નહિ, અને મોટા ભાગના ગ્રન્થો વિદ્યાર્થી માટે ઉચ્ચ પ્રકારની ગાઈડો પણ પૂરી પાડે એમ બન્યું નહીં. આમાં દોષ આયોજકો ઉપરાંત તેમાં ભાગ લેનાર કેટલાક લેખકોનો પણ ગણાવો જોઈએ. લેખનમાં જે પ્રકારની નિષ્ઠા જોઈએ, તેનો સર્વથા અભાવ કેટલાકમાં હતો. પરિણામ એ છે કે જેમના માટે ગ્રન્થનિર્માણ બોર્ડે ગ્રન્થો તૈયાર કરાવ્યા એ વિદ્યાર્થીઓ હજુ આ ગ્રન્થોને બદલે બજારૂ ગાઈડોનો જ ઉપયોગ કરે છે, અને ગ્રન્થનિર્માણ બોર્ડના ગ્રન્થો તેમના ગોદામમાં જ ભરાઈ પડ્યા છે.”
પરદેશી (અંગ્રેજી) ભાષાના અધ્યયનની ઉપેક્ષાને લીધે ભારતીય ધર્મો તથા દર્શનોના આપણા અધ્યયનમાં આવનાર ખામી, આ વિષયના ગ્રંથોના ભાષાંતરની
Page #377
--------------------------------------------------------------------------
________________
૩પ૪
જિનમાર્ગનું અનુશીલન જરૂર, ગુજરાતમાં રચાયેલ દાર્શનિક સાહિત્યમાં બૌદ્ધ અને જૈન દર્શનના ગ્રંથોનો કીમતી ફાળો, આ ગ્રંથો પ્રત્યે સેવાતો ઉપેક્ષાભાવ વગેરે વિષે તેઓએ કહ્યું –
* “ભારતીય ધર્મો, દર્શન તથા ઇતિહાસ વિષે વિદ્વાનોએ જે લખ્યું છે, તેનો આસ્વાદ નવી પેઢીને મળવાનો નથી; કારણ : વડોદરાને બાદ કરીએ, તો આપણી બધી જ યુનિવર્સિટીઓએ પરદેશી ભાષાના અધ્યયનનો લગભગ બહિષ્કાર જ કર્યો છે. આપણી યુનિવર્સિટીઓમાં સંસ્કૃતનું અધ્યયન પણ હવે ઉત્તરોત્તર ઘટતું જ જાય છે. એટલે ભારતીય ધર્મો અને દર્શનોનું મૌલિક અધ્યયન કરનારા અને કરાવનારાની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી જશે. આ પરિસ્થિતિમાં જે કાંઈ શક્ય છે, તેમાં પ્રથમ તો એ કે ધર્મ અને દર્શનોના ઉત્તમ ગ્રન્થોના અનુવાદો ગુજરાતીમાં ઉપલબ્ધ થાય. પૂર્વકાળમાં આ વિષે આચાર્ય આનંદશંકર આદિએ જે કાંઈ કર્યું છે તેનું મૂલ્ય છે જ; પણ આજની પરિસ્થિતિમાં તેટલામાત્રથી સંતોષ લઈ શકાય તેમ નથી. ગુજરાતમાં જ જે દાર્શનિક સાહિત્ય લખાયું છે તેમાં બૌદ્ધ અને જૈન દાર્શનિકોનો ફાળો બહુમૂલ્ય છે તે આપણને જો વિદેશી વિદ્વાન કહે તો સ્વીકારીએ, પણ સ્વયં અભ્યાસ કરી તેનું મૂલ્યાંકન આપણે કરતા નથી. બહુ જ નમ્રતાપૂર્વક મારે એટલું કહેવાનું છે કે ભારતીય બીજાં બધાં દર્શનોનું નવનીત જો કોઈએ તારવ્યું હોય, તો તે ગુજરાતના જૈન દાર્શનિકોએ તારવ્યું છે. પણ ખેદની વાત એ છે કે આવી સંપત્તિ ગુજરાત પાસે પડી છે, છતાં તે પ્રત્યે ગુજરાતના વિદ્વાનો ઉપેક્ષાભાવ સેવે છે. ભારતીય દર્શનોના ચર્ચાક્ષેત્રમાં અન્ય બધાં દર્શનોનો વિકાસ થયા પછી જ જૈન દાર્શનિકો પ્રવેશ્યા છે; એટલે સારાસારનો વિવેક કરવાનો લાભ જૈનોને મળ્યો છે. અને આથી જ જૈનોએ દાર્શનિક ચર્ચાઓને મૂલવવા માટે નવાં કાટલાં ઊભાં કર્યા, અને તેમ કરી નયવાદ અને સાદ્વાદ-અનેકાંતવાદની શોધ કરી છે. પાંચમી શતીમાં ગુજરાતમાં થયેલા મલ્લવાદીએ ગુજરાતમાં જ જે ગ્રન્થ લખ્યો તે “નયચક્ર' છે. આ ગ્રન્થમાં તત્કાલીન ભારતીય દાર્શનિકોની વિવિધ ચર્ચાના જે ગુણ-દોષોનું વિવરણ જોવા મળે છે, તે તત્કાળના અન્ય કોઈ પણ દાર્શનિક ગ્રન્થમાં ઉપલબ્ધ નથી થતું તેમ જો કહું તો આમાં કશી જ અતિશયોક્તિ નથી કરતો. અને છતાં પણ એ પ્રત્યે ગુજરાતી વિદ્વાનોમાંથી કેટલાનું ધ્યાન ગયું છે તે પૂછવાનું મન થઈ જાય છે. આપણે આપણી પોતાની સંપત્તિની ઉપેક્ષા કરી છે, કારણ કશું જ નહીં, પણ કૂપમંડૂકતા જ છે એ મને કહેવા દો. આ પછી આઠમી શતીમાં આચાર્ય હરિભદ્ર “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' લખી પુનઃ સમગ્ર ભારતીય દાર્શનિક ચર્ચાઓનું જૈન દૃષ્ટિએ મૂલ્યાંકન કર્યું છે, એ વિષે પણ શ્રી મણિલાલ પછી ગુજરાતી વિદ્વાનોમાંથી કેટલાએ રસ લીધો ? આને પણ ટપી જાય એવું કાર્ય વાદીદેવસૂરિએ પ્રમાણનયતત્તાલોક' અને તેની ટીકા “સ્યાદ્વાદરત્નાકર' લખી કર્યું છે. અને એટલું જ મહત્ત્વ “સન્મતિ'ની આચાર્ય અભયદેવકૃત ટકા “વાદમહાર્ણવ'નું છે. આ પ્રકારના ગ્રન્થો સમગ્ર ભારતીય દર્શનોમાં શોધ્યા જડશે નહિ એમ જ્યારે
Page #378
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૯
૩૫૫
કહું છું, ત્યારે મારી માત્ર જૈનભક્તિ જ કારણ છે એમ ન માનવા વિનંતી કરું તો અસ્થાને નથી. આપ ભારતીય દર્શનોના અન્ય ગ્રન્થો સાથે આ ગ્રન્થોની તુલના કરો તો જ આપને મારી વાતનું સત્ય જણાશે. ભારતીય દર્શનોમાં વિવાદના જે અનેક પક્ષો છે, તેનું સર્વાગપૂર્ણ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ રૂપે જે વિવેચન આ જૈન ગ્રન્થોમાં મળે છે, તેવું અન્યત્ર દુર્લભ છે. મારું તો ત્યાં સુધી કહેવાનું છે કે ભારતીય સમગ્ર દર્શનોના નિષ્ણાત થવું હોય તો ઉપર જણાવેલ ગ્રન્થો વાંચો; તેથી બહારનું નહિ વાંચ્યું હોય તો પણ ભારતીય દર્શનોની જરૂરી માહિતી તેમાંથી મળી જશે. આવા ઉત્તમ ગ્રન્થો ગુજરાતમાં લખાયા છતાં આપણે તેની ઉપેક્ષા કરી છે તે આપણું દુર્ભાગ્ય છે. સત્તરમી સદીના ઉપાધ્યાય યશોવિયે અમદાવાદથી બનારસ જઈને નવ્ય ન્યાયની વિદ્યા પ્રાપ્ત કરી. તે વિદ્યાનો ઉપયોગ સ્વતંત્ર ગ્રન્થો લખવામાં કર્યો અને પ્રાચીન ગ્રન્થો જેવા કે “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' અને “અષ્ટસહસીની નવ્યન્યાયનો આશ્રય લઈને ટીકા લખી તે ગ્રન્થોને અદ્યતન દાર્શનિક ગ્રન્થો બનાવી દીધા. આમ જૈન આચાર્યોએ સમગ્ર ભારતીય દાર્શનિક ચર્ચાનો સમાવેશ પોતાના ગ્રન્થોમાં કરી લેવા જે પ્રયત્ન કર્યો છે તે ગુજરાતને ગૌરવ અપાવે એવો છે. પરંતુ એ ગૌરવનાં ગીત ગાયે કશું જ વળે નહિ. એનો લાભ આપણી નવી પેઢીને મળે એ તરફ લક્ષ આપવાની જરૂર છે. આ અવસરે ભારતીય દર્શનો પૈકી હમણાં પ્રસિદ્ધ થયેલ ડૉ. નગીન શાહના
ન્યાયવૈશેષિક દર્શન પ્રત્યે આપ સૌનું ધ્યાન દોરવું જરૂરી માનું છું... એ ગ્રન્થ ગુજરાતી ભાષાનો એ વિષયનો ઉત્તમ ગ્રન્થ છે, એટલું જ નહિ, પણ મારી જાણના જે અન્ય દેશી ભાષામાં તે વિષયના ગ્રંથો છે તે સૌમાં અગ્રસ્થાન ભોગવે એવો એ ગ્રંથ છે. તે વિષે પણ જો આપણી ઉપેક્ષા હોય તો પછી અન્ય દાર્શનિક ચર્ચામાં રસ કેવી રીતે જામે, એ પ્રશ્ન છે.”
જ્ઞાનગંગોત્રીની ગ્રંથમાળામાં “સાહિત્યદર્શન' નામે સત્તરમા ગ્રંથમાં ગુજરાતમાં રચાયેલ વિપુલ જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યના પરિચય માટે ફાળવવામાં આવેલી સાવ ઓછી જગ્યા અંગે ટકોર કરતાં શ્રી દલસુખભાઈએ સાચું જ કહ્યું કે –
“જ્ઞાનગંગોત્રીનું પ્રકાશન સરદાર પટેલ યુનિવર્સિટીએ કરીને નવી પેઢીને અત્યંત ઉપકૃત કરેલ છે એમાં શક નથી. પરંતુ સાહિત્યદર્શન (ભાગ ૧૭)માં ગુજરાતમાં જે વિપુલ સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત-જૂની-ગુજરાતીમાં જૈન આચાર્યોએ લખ્યું છે, તેનો પરિચય આપવામાં, જેટલાં પાનાં “મેઘદૂત' માટે અપાયાં છે, તેટલાં જ છે! ગુજરાતીમાં લખાતા અને ગુજરાતી પ્રજા માટે લખાતા ગ્રન્થમાં આ પ્રકારની અક્ષમ્ય બેદરકારી ચલાવી લેવા જેવી નથી. આ ઉપરાંત ગુજરાતના જ સુપુત્રો ગુણમતિ અને સ્થિરમતિના બૌદ્ધ ગ્રન્થો વિષે એમાં એક શબ્દ કહેવામાં આવ્યો નથી; એટલું જ નહિ,
Page #379
--------------------------------------------------------------------------
________________
૩પ૬
જિનમાર્ગનું અનુશીલન પણ ગુજરાતમાં જ રચાયેલ “બોધિચર્યાવતાર' અને “શિક્ષાસમુચ્ચય' જેવા બૌદ્ધ ગ્રન્થો, જે ભારતમાં અને વિદેશોમાં પણ પ્રતિષ્ઠિત થયા છે; એટલું જ નહીં, પણ જેમના અનુવાદો પણ તિબ્બતી આદિ ભાષામાં પણ થયા છે, તે વિષે “સાહિત્યદર્શનમાં ઉલ્લેખ પણ ન આવે તે ગુજરાતી પ્રજાના અજ્ઞાનમાં વધારો કરવાના પાપના ભાગી બનવા જેવું છે. આ “સાહિત્યદર્શનમાં બૌદ્ધ સાહિત્યને ફાળવવામાં આવેલ પાનાં તેના વિપુલ સાહિત્યને કોઈ પણ રીતે ન્યાય આપી શકે તેમ નથી.”
જૈન કળા અને શિલ્પસ્થાપત્ય તથા પ્રદર્શનીય સામગ્રીના પરિચયને લગતા, થોડા વખતમાં પ્રકાશિત થનાર બે ગ્રંથોની માહિતી આપતાં કહેવામાં આવ્યું છે –
ગુજરાત વિદ્યાપીઠમાં સમગ્ર ભારતવર્ષના કલા અને સ્થાપત્યના વિદ્વાનોને આમંત્રીને ગોષ્ઠી થઈ તેના ફળરૂપે ગુજરાત સરકાર તરફથી Aspects of Jaina Art And Architecture નામે એક બૃહદ્ ગ્રન્થ પ્રકાશિત થવામાં છે, તે સમગ્રભાવે ભારતીય કળામાં જૈનકળા-સ્થાપત્યનું મૂલ્યાંકન કરવામાં અત્યંત ઉપયોગી સિદ્ધ થશે એમાં શક નથી. ગુજરાત સરકારની જ સહાયતાથી લા.દ. વિદ્યામંદિરે એક સાહિત્યકલા-પ્રદર્શન યોજ્યું હતું. તેના અનુસંધાનમાં ગુજરાત સરકાર તરફથી બહુમૂલ્ય હસ્તપ્રતો આદિનું એક સૂચિપત્ર પણ પ્રકાશિત કરવાનું નક્કી થયું છે તે પણ અભિનંદનીય કાર્ય ગણાવું જોઈએ.”
જૈનાચાર્યોએ રચેલ પુરાણ જેવા સાહિત્ય કે પ્રાચીન પ્રબંધાત્મક સાહિત્યને આધારે ગુજરાતનો ઇતિહાસ લખવામાં રહેલી મુશ્કેલી અને એના ઉકેલ અંગે તેઓએ કહેલું –
જૈનાચાર્યોએ લખેલ પ્રબંધોને આધારે ગુજરાતનો ઈતિહાસ લખવામાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાનો અવસર ઇતિહાસના વિદ્વાનોને આવે જ. પરંતુ એમાંથી કેમ પાર ઊતરવું એની કળા હજી હસ્તગત કરવી બાકી છે એમ કહું તો ખોટું નથી. પુરાણ કે પ્રબંધમાંથી નિર્ભેળ સત્ય તારવવું અત્યંત કઠણ છે જ; પણ મધ્યસ્થ બુદ્ધિ હોય, તત્ત્વની સમજ હોય અને બહુશ્રુતપણું હોય તો સત્યને નહીં તો સત્યની નજીક પહોંચવામાં તો કશી મુશ્કેલી નડવી જોઈએ નહિ એમ મને લાગે છે. પુરાણ કે પ્રબંધનું બધું જ ખોટું એમ નહિ અને બધું જ યથાતથ એમ પણ નહિ; પરંતુ સત્ય તારવવાનો પ્રયત્ન કરનારને એક સાધન એ પણ છે એટલું તો સ્વીકારીને ચાલવું જ રહ્યું. એ સિવાયનાં આપણી પાસે એ કાળનાં અન્ય સાધનો બહુ વંચાં છે, તેથી એમાંથી સત્ય તારવવા સિવાય બીજો માર્ગ રહેતો નથી.”
આ પ્રમાણે શ્રી દલસુખભાઈએ પોતાના ભાષણમાં, ઉપરની તેમ જ બીજી પણ કેટલીક માહિતી રજૂ કરી છે એ તો ખરું; પણ એમણે, “કડવું કહ્યા'નો દોષ વહોરીને પણ, ઉપરની તેમ જ બીજી પણ કેટલીક ટકોર કે ટીકા કરીને મોટી સેવા બજાવી છે. એ માટે એમને ધન્યવાદ ઘટે. એમનું આ બધું કથન બહેરે કાને ન અથડાતાં
Page #380
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૯, ૧૦
૩પ૭
એમાંના થોડા-ઘણાનો પણ ગુજરાતી સાહિત્ય પરિષદ્ તથા ગુજરાતની બીજી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા અમલ થાય તો કેવું સારું!
(તા. ૩-૪-૧૯૭૬)
(૧૦) ભણે તેની વિધા અંગ્રેજોના રાજ્યશાસન દરમિયાન, તેમ જ તે પછી પણ, પશ્ચિમના સંપર્કના પ્રભાવે જેમ આપણા દેશની વિચારસરણીમાં અને રહેણી-કરણીમાં નખશિખ કહી શકાય એવું પરિવર્તન આવ્યું છે, એમ વિદ્યાવ્યાસંગના વિષયો અને એના ખેડાણની પદ્ધતિમાં પણ ક્રાંતિકારી કહી શકીએ એવો ફેરફાર થયો છે. સૌથી મોટી વાત તો એ છે કે વિદ્યાસાધના એ કોઈ પણ એક દેશ, ધર્મ, સમાજ, વર્ણ, વર્ગ કે જાતિના ઇજારાની જેમ બંધિયાર રહેવાને બદલે, કુદરતમાતાનાં જીવનપ્રદ તત્ત્વો પવન, પ્રકાશ અને પાણીની જેમ, બંધનમુક્ત બનીને સર્વજનસુલભ બની છે. જો આપણે પૂર્વગ્રહોથી, અજ્ઞાન કે અંધશ્રદ્ધાથી મુક્ત બની શકીએ, તો આપણને એ સમજતાં વાર ન લાગવી જોઈએ અને એ સત્ય સ્વીકારતાં સંકોચ ન થવો જોઈએ, કે વિદ્યા એ તો પવન, પ્રકાશ અને પાણી કરતાં પણ વધુ અસરકારક અને વધારે શક્તિશાળી જીવનપ્રદ તત્ત્વ છે; એ તત્ત્વની સમુચિત સાધનાથી જ માનવી સાચો માનવી બની શકે છે અને જીવનને ઊર્ધ્વગામી કરી શકે છે. વિદ્યા જેમ વ્યક્તિના ઘડતરનું અમોઘ સાધન છે, તેમ સમાજના ઉત્થાનનો પણ પાયાનો ઉપાય છે. એટલે તેનું ક્ષેત્ર વ્યાપક રહે એમાં જ માનવજાતનું કલ્યાણ છે.
પણ હવે વિદ્યા ફરી વાડાબંધીમાં સપડાઈ જશે એવી ચિંતા સેવવી પડે એવી સ્થિતિ રહી નથી; અરે, હવે તો તે દેશ જેવા વ્યાપક સીમાડા પણ વટાવીને વિશ્વવ્યાપક બની ગઈ છે. પરિણામે, ગમે તે દેશનો માનવી ગમે તે દેશની વિદ્યા અને સંસ્કૃતિના ગમે તે અંગનું અધ્યયન કરીને પોતાની વિદ્યા પ્રીતિ અને જિજ્ઞાસાને, બે-રોકટોક સંતોષી શકે છે. એટલે વિદ્યાની કોઈ પણ શાખાનાં અધ્યયન-અધ્યાપન બંધિયાર મટી વધુ ને વધુ વ્યાપક બને એવો પ્રયત્ન જ અત્યારના યુગનું પ્રાપ્ત કર્તવ્ય છે એ સમજી રાખવું ઘટે. સમગ્ર જીવન ઉપર જ જ્યારે વિશ્વની જુદીજુદી સંસ્કૃતિ કે જીવનપદ્ધતિ અસર કરી રહી હોય, ત્યારે વિદ્યાસાધનાને એમાંથી બાકાત કેવી રીતે રાખી શકાય ?
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૮',
જિનમાર્ગનું અનુશીલન વળી, બૌદ્ધિક શક્તિ અને હૃદયશક્તિ) એ માનવજીવનને ઇતર પ્રાણીજગતથી જુદું પાડતું અને વિશિષ્ટતા આપતું ભેદક તત્ત્વ છે, એટલે બુદ્ધિના વિકાસમાં જ માનવીની પશુતાનો હાસ અને માનવતાનો વિકાસ રહેલો છે. અને એક વાર બુદ્ધિની પ્રભા વિસ્તરવા લાગી, પછી તો એમાં જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી જ રહેવાની; અને એ જિજ્ઞાસાને સંતોષવા માટે માનવીની વિદ્યાસાધનાની ઝંખના પણ વધારે તીવ્ર બનવાની. આ જિજ્ઞાસા અને આવી ઝંખના એ તો વ્યક્તિ અને સમાજ બંનેના ભલાની દૃષ્ટિએ ખૂબ આવકારપાત્ર બાબત છે, અને એથી એને સંતોષવાની અને પ્રોત્સાહન આપતા રહેવાની જરૂર છે. ખરેખર તો, જ્યારે જિજ્ઞાસા અને વિદ્યાઝંખના જાગી ઊઠી છે, ત્યારે આપણા હાથમાં ફક્ત એટલી જ વાત છે કે એને આપણે નહેરના પાણીની જેમ યોગ્ય દિશામાં વાળીને એમાંથી સારાં ફળ નિપજાવવાં છે કે એને વરસાદનાં પાણીની જેમ ગમે ત્યાં વહી જવા દેવાં? - વિશ્વની અન્ય સંસ્કૃતિ અને વિદ્યાની જેમ ભારતીય સંસ્કૃતિ તથા વિદ્યા તરફ પણ વિશ્વભરના જિજ્ઞાસુઓ, અભ્યાસીઓ અને વિદ્વાનોનું ધ્યાન ઘણા દાયકાઓ પહેલાં ગયું છે, અને એ અધ્યયનરુચિ હમણાં-હમણાં વધારે પ્રબળ પણ બની છે. પરદેશના કેટલા બધા અભ્યાસીઓ આપણા દેશમાં આવવા લાગ્યા છે! એ જ રીતે આપણા દેશના કેટલા બધા વિદ્વાનો પરદેશનાં વિદ્યાધામોમાં જવા લાગ્યા છે ! આ પરિસ્થિતિનો આપણે વિશેષ લાભ પ્રાપ્ત કરવો હોય તો એને વ્યવસ્થિત બનાવવાની ખાસ જરૂર છે; પરદેશમાં આ બાબત તરફ વિશેષ ધ્યાન અપાઈ પણ રહ્યું છે : દાખલા તરીકે –
એક મહિના પહેલાં જ પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા ભારતીય દર્શનોના અધ્યાપન માટે કેનેડાની ટૉરોન્ટો યુનિવર્સિટીના આમંત્રણથી ત્યાં ગયા. એમને આ કામ માટે કેનેડા આવવાનું આમંત્રણ આપતો જે પહેલો પત્ર ટોરોન્ટો યુનિવર્સિટીના “ઇસ્ટ એશિયન સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ અને સંસ્કૃતના પ્રાધ્યાપક ડો. વારે લખ્યો હતો, એમાં એમણે નિમંત્રણની ભૂમિકારૂપે લખ્યું હતું –
બૌદ્ધદર્શનના પ્રમાણવાદ તેમ જ વિશ્વનું પૃથક્કરણ કરતાં ભારતીય દર્શનોની બીજી શાખાઓની સમજૂતી આપવામાં, તેમ જ એ ઉપર વિવેચન કરવામાં સમર્થ હોય એવા વિરલ વિદ્વાનોમાંના એક વિદ્વાન તરીકે હું તમને લાંબા સમયથી પિછાણું છું; તેથી જ તમને અહીં બોલાવવાનો વિચાર મને આવ્યો છે.”
આમ નિમંત્રણના કારણનો નિર્દેશ કરીને પોતાને ત્યાં ચાલતા કામનો ખ્યાલ આપતાં તેઓ એ જ તા. ૯-૪-૧૯૬ ૭ના પત્રમાં લખે છે –
Page #382
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૧૦
૩૫૯
આ યુનિવર્સિટીમાં અમે સંસ્કૃતની ઓનર્સની ડિગ્રીનો અભ્યાસ કરાવીએ છીએ, અને એના ખાસ અંગરૂપે દર્શનને સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત,
ભારતીય દર્શનો'નો વિષય સ્નાતક (ગ્રેજ્યુએટ) થયા પછીથી તે છેક પીએચ.ડી.ની પદવી સુધી રાખવામાં આવેલ છે. આ રીતે આ કામને માટે અમારે, વિદ્યાર્થીઓને સંસ્કૃત તર્કશાસ્ત્ર-દર્શનશાસ્ત્રના મૂળ ગ્રંથોને સમજાવી શકે એવા તેમ જ વ્યાપક રીતે ભારતીય તર્કશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્ર સારી રીતે ભણાવી શકે એવા વિદ્વાનોના જૂથની જરૂર છે. સાથેસાથે ભારતીય દર્શનોની આ તર્કશાસ્ત્ર અને પ્રમાણશાસ્ત્રની શાખાને વધારે જાણીતી કરવા તેમ જ એની સમજૂતીને વ્યાપક બનાવવા માટે પણ અમે સંશોધનકાર્ય હાથ ધરવાના છીએ. ટૉરોન્ટોને માટે આ કાર્યક્રમ બિલકુલ નવો છે. પણ જો અમે યોગ્ય વિદ્વાનો મેળવી શકીએ, તો હું માનું છું કે એનું ભાવિ ઉજ્જવળ છે. આ વિષય ઘણો અગત્યનો હોવા છતાં, આ દિશામાં ભાગ્યે જ કોઈ યુનિવર્સિટી પ્રયત્ન કરી રહેલ છે. તેથી આ કાર્યક્રમ અમારે ત્યાં આગળ વધે એ માટે હું ખૂબ ઉત્સુક છું.” આ પછી તા. ૧૬-૧૧-૧૯૬ ૭ના પત્રમાં પ્રો. વાર્ડર લખે છે :
“દિનાગ અને ધર્મકીર્તિ(બૌદ્ધ વિદ્વાનો)ના પ્રમાણવાદ અંગે મારે સ્નાતકો માટે એક જ્ઞાનસત્ર યોજવાનું છે, અને એમાં પીએચ ડી ના ત્રણ વિદ્યાર્થીઓ અને એક પ્રાધ્યાપક પણ જોડાવાના છે. અને આને લગતા ધર્મકીર્તિ અને ધર્મનીતિ પછીના તબક્કાનું અધ્યાપન મારે અમારા બીજા સત્રમાં (જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન) કરાવવાનું છે, અને એમાં મારે તમારી સહાયની ખૂબ જરૂર છે.”
ડૉ. વાર્ડરના આ પત્રથી આપણને સહેજે ખ્યાલ આવી જવો જોઈએ કે પરદેશમાં ભારતીય દર્શનોના અભ્યાસ અંગે કેવી અભિરુચિ પ્રવર્તે છે અને એ ક્ષેત્રમાં કામ કરતા વિદ્વાનો કેવી ઝીણવટ, ખંત અને ધીરજથી પોતાની વિદ્યા-ઉપાસનામાં અને સંશોધનપ્રવૃત્તિમાં ગૂંથાયેલા રહે છે.
આમ, પંડિત શ્રી દલસુખભાઈ કેનેડાની ટૉરોન્ટો યુનિવર્સિટીમાં અત્યારે બૌદ્ધદર્શનના ગ્રંથોનું અધ્યાપન કરી રહ્યા છે. આ વિભાગમાં બીજા પણ ભારતીય વિદ્વાનો કામ કરી રહ્યા છે.
આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે પરદેશના વિદ્વાનો ભારતની વિદ્યાનું મર્મસ્પર્શી અને સર્વગ્રાહી અધ્યયન-સંશોધન કરવાનો કેટલો ખંતપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છે; અને એ દેશના લોકો એ માટે ખર્ચ પણ કેટલું બધું કરે છે ! -
પરદેશના વિદ્વાનો ભારતીય વિદ્યાની જુદીજુદી શાખાના અધિકૃત વિદ્વાનો બનવા જે પ્રયત્નો કરી રહ્યા છે, તે પરંપરા કંઈ આજકાલની નથી; ઓછામાં ઓછા એક સૈકા જેટલી જૂની તો એ છે જ. અને એના પ્રતાપે આપણા તત્ત્વજ્ઞાન અને ધર્મશાસ્ત્રના
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૬૦
જિનમાર્ગનું અનુશીલન સંખ્યાબંધ ગ્રંથોને પહેલવહેલાં મુદ્રિત કરવાનું માન પણ પરદેશના વિદ્વાનોએ જ પ્રાપ્ત કર્યું છે. -
આ બધાનો સાર એ છે કે “વીસમોથા વસુંધરા' (ધરતીને વીર જ ભોગવી જાણે)ની જેમ વિદ્યાને માટે પણ એમ જ કહેવું જોઈએ કે “ભણે તેની વિદ્યા”.
આ ઉપરથી આપણા સંઘે અને ખાસ કરીને આપણા સાધુ-સમુદાયે તેમ જ વિદ્વાનોએ એ બોધપાઠ લેવાનો છે, કે આપણે ત્યાં જે કોઈ વ્યક્તિ અભ્યાસ કરવા આવે એને ઉમળકાથી આવકારવી જોઈએ, અને આપણે પણ જેનવિદ્યાના તેમ જ ભારતીય વિદ્યાના ઊંડા અને વ્યાપક અધ્યયન-સંશોધનમાં લાગી જવું જોઈએ. છેવટે તો આવી જ્ઞાનોપાસના જ આપણા સંઘ અને સમાજને વિશેષ પ્રભાવશાળી બનાવી શકશે; “જેની બુદ્ધિ એનું બળ' (વૃદ્ધર્યસ્થ વત્ત તથ) – એ કહેવતનો આ જ સાર છે.
(તા. ૩-૨-૧૯૬૮)
(૧૧) ભારતીય વિદ્યા માટે અનુકરણીય સખાવત
ભારતીય વિદ્યાઓની વિવિધ શાખાઓના મર્મજ્ઞ જર્મન વિદ્વાન ડૉ. ગ્લાઝના ૭૨ વર્ષની ઉમરે, જર્મનીમાં મોટર-અકસ્માતમાં ગુજરી ગયા એ વાતને ત્રણ મહિના થયા. તેઓ આજીવન અવિવાહિત રહ્યા હતા, અને જિંદગીના અંત સુધી વિદ્યાની ઉપાસના કરતા રહ્યા હતા.
હવે જાણવા મળે છે, કે તેઓ પોતાની પાછળ ૧,૮૦,૦૦૦ રૂપિયા જેટલી જે મિલકત મૂકતા ગયા છે, તેનો ઉપયોગ, એમની પોતાની ઇચ્છા મુજબ, ભારતીય વિદ્યાના અભ્યાસને ઉત્તેજન આપવા કરવામાં આવનાર છે. આ હેતુને પાર પાડવા આ રકમ જર્મનીની “ધી જર્મન ઓરિયેન્ટલ સોસાયટીને સોંપવામાં આવી છે, અને આ કાર્ય માટે એક ફાઉન્ડેશન(અભ્યાસપીઠ)ની સ્થાપના કરવામાં આવનાર છે.
ડૉ. ગ્લાઝેનાની ઊંડી વિદ્યાતપસ્યા તો સૌને મુગ્ધ બનાવે અને સૌનાં શિર ઝુકાવે એવી હતી જ; એમની આ ઉદાર સખાવતે એના ઉપર સુવર્ણકળશ ચડાવી દીધો છે ! તેઓ ભારતીય વિદ્યાની સેવા કરવા માટે જ જીવ્યા, અને પોતાનું સર્વસ્વ ભારતીય વિદ્યાને ચરણે મૂકીને કૃતકૃત્ય થયા !
(તા. ૨૮-૯-૧૯૬૩)
Page #384
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૧૨
૩૬૧
(૧૨) આધુનિક જાગતિક જૈન-વિધાધ્યયન
સર્વગ્રાહી ચિત્રણની તાતી જરૂર
અહિંસાપ્રધાન, પ્રાચીન અને ગૌરવવન્તી સંસ્કૃતિ તરીકે જૈન સંસ્કૃતિએ અનેક અભ્યાસીઓ, વિદ્વાનો અને તત્ત્વચિંતકોનું ધ્યાન, ઘણા લાંબા સમયથી આકર્ષે છે. પશ્ચિમના વિદ્વાનોને જ્યારથી વિશેષ પ્રમાણમાં ભારતીય સંસ્કૃતિ તરફ આકર્ષણ જાગ્યું, તેની શરૂઆતનાં કેટલાંક વર્ષો લગી, એમાંના કેટલાક વિદ્વાનો જૈન ધર્મ કે જૈન સંસ્કૃતિને બૌદ્ધ ધર્મ કે બૌદ્ધ સંસ્કૃતિની શાખા માનવા દોરવાઈ ગયા હતા એ જાણીતી બીના છે. વળી પોતાના જ દેશની સંસ્કૃતિને પોતાની સ્વતંત્ર બુદ્ધિથી જાણવા-સમજવાનું ભૂલીને અને માત્ર પશ્ચિમના વિદ્વાનોનાં ભૂલભરેલાં વિધાનોનું અનુકરણ કરીને, આપણા થોડાક ભારતીય વિદ્વાનો પણ એવા ભ્રમમાં હતા. પણ પછી તો મુખ્યત્વે પશ્ચિમના વિદ્વાનોના જ જૈનધર્મ-વિષયક વિશેષ અધ્યયન અને અવલોકને એ સાબિત કર્યું કે એમની પોતાની કે એમના પુરોગામી પંડિતોએ ઊભી કરેલી એ માન્યતા નિરાધાર છે. પરિણામે, આ ભ્રમણામાં ફસાયેલા આપણા ભારતીય વિદ્વાનો પણ જૈનધર્મને સ્વતંત્ર ધર્મ તરીકે ઓળખતા થયા. આમ ભ્રમભરેલી માન્યતાનાં થોડાંક વર્ષોનો આ કાળ બાદ કરતાં, જૈન ધર્મ અને સંસ્કૃતિની સ્વતંત્ર દ્વારા જ માન્ય છે. પછી તો એના અભ્યાસ પ્રત્યે વિદ્વાનોનું આકર્ષણ વધતું ગયું છે.
જૈનધર્મ પ્રત્યે જૈનેતર વિદ્વાનોનું ધ્યાન આકર્ષાવાનું મુખ્ય કારણ જૈનધર્મ અને જૈન સંસ્કૃતિની ભાવનાને સાતત્યથી સાચવી રાખનાર જૈન સાહિત્ય છે. જૈન સાહિત્યમાં સર્વજ્ઞપ્રણીત આત્મજ્ઞાન કે તત્ત્વજ્ઞાનને લગતા મૌલિક આગમગ્રંથોથી માંડીને શૃંગાર સહિત જુદાજુદા રસો, વૈદ્યક-જ્યોતિષ સહિત જુદીજુદી વિદ્યાઓ, ઇતિહાસ ખગોળ કે ભૂગોળ જેવા વિષયો અને લોકભોગ્ય સરળ સ્તવનો, કાવ્યો, રાસો સુધ્ધાંનો સમાવેશ થઈ જાય છે. આવી બહુમુખતાને લઈને જુદા-જુદા વિષયના જિજ્ઞાસુઓને એના પ્રત્યે આદર જાગે એ સ્વાભાવિક છે.
જૈનેતર વિદ્વાનોએ તટસ્થવૃત્તિથી કરેલા જૈન સાહિત્યનાં અધ્યયન, અધ્યાપન કે અવલોકનનો વિચાર કરતાં તેમાં દેશ બહારના વિદ્વાનોનો ફાળો પ્રમાણમાં વધુ નોંધાયો હોય એમ લાગે છે. આ પરદેશના વિદ્વાનોમાં ઈંગ્લાંડ, ફ્રાન્સ, જર્મની, ઈટલી, નોર્વે, સ્વીડન જેવા યુરોપના પંડિતોનો તેમ જ અમેરિકા સુધ્ધાના વિદ્વાનોનો સમાવેશ થાય છે. છેલ્લાં સો-એક વર્ષના ગાળામાં યુરોપ અને અમેરિકામાં થઈ ગયેલ તેમ જ અત્યારે હયાત એવા, જૈન સાહિત્ય પ્રત્યે આદર ધરાવનાર વિદ્વાનોની સંખ્યા ૧૦૦થી પણ વધુ થઈ જાય એટલી છે; આ સંખ્યા નાનીસૂની ન ગણાય.
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૨
જિનમાર્ગનું અનુશીલન જૈન સાહિત્ય પ્રત્યે પરદેશના વિદ્વાનોને રસ જળવાવાના આપણા હાથે થયેલ વ્યવસ્થિત પ્રયત્નોનો વિચાર કરતાં ખાસ ઉલ્લેખનીય ફક્ત બે જ પ્રયત્નો આપણા ધ્યાનમાં આવે છે. પહેલો પ્રયત્ન આપણા સમર્થ આચાર્ય સ્વ. પૂજ્ય શ્રી આત્મારામજી પૂ. આ. ભ. શ્રી વિજયાનંદસૂરિજી) મહારાજના હાથે અને બીજો પ્રયત્ન નવયુગીન દૃષ્ટિવાળા સ્વ. પૂજ્ય આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી કે તેમના સમુદાયમાંના કોઈ-કોઈ મુનિવરોના હાથે. સ્વ. શ્રી વિજયધર્મસૂરિજીએ તો તેમના સમયના જૈન સાહિત્ય પ્રત્યે રસ ધરાવતા લગભગ બધા ય પરદેશી (તેમ જ દેશના પણ) વિદ્વાનો સાથે ગાઢ સંપર્ક સાધ્યો હતો, અને તેમને અનેક રીતે સહાયક બનીને તેમના હાથે જૈન સાહિત્યના પ્રકાશનનું અને મૂલ્યાંકનનું કાર્ય કરાવ્યું હતું. તેના પછી આ કાર્ય, બહુ ઓછા અપવાદ સિવાય, લગભગ સ્થગિત થઈ ગયું છે એમ કહી શકાય. કોઈ છૂટાછવાયા સંબંધો બંધાયા હોય કે છૂટાછવાયા પ્રયત્નો થતા હોય તેની ના ન કહી શકાય.
આમ છતાં પરદેશના વિદ્વાનો આ ક્ષેત્રને સાવ તજી નથી બેઠા, અને પોતાની અનુકૂળતા મુજબ જૈન સાહિત્યનું કાર્ય કર્યા કરે છે. ભૂતકાળમાં તો આ વિદ્વાનોએ બહુ જ નોંધપાત્ર સેવા બજાવી છે, અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યપ્રણીત ‘ઉણાદિવૃત્તિ' ગ્રંથની જેમ આપણા કેટલાક ગ્રંથો પહેલવહેલાં પરદેશમાં જ અને આવા પરદેશી વિદ્વાનો દ્વારા જ સંપાદિત થઈને મુદ્રિત થયેલા આપણને મળ્યા છે.
અમને લાગે છે કે પરદેશના તેમ જ દેશના જે-જે જૈનેતર વિદ્વાનોએ જેના સાહિત્યની થોડી-ઘણી સેવા કરી છે, અને જેઓ અત્યારે પણ આવી સાહિત્ય-સેવાના કાર્યને વરેલા છે તે સહુની કામગીરીનો ઈતિહાસ રચવાનો વખત પાકી ગયો છે.
જૈન સાહિત્યની સેવા કરનાર આવા જે-જે વિદ્વાનો થઈ ગયા કે અત્યારે મોજૂદ છે, તે દરેકનો તેમ જ તેઓએ કરેલી સાહિત્યસેવાનો પરિચય આપતા ગ્રંથો આપણા સાહિત્યના તેમ જ ધર્મના ગૌરવની દૃષ્ટિએ તૈયાર કરવા જોઈએ એમ અમે ચોક્કસ માનીએ છીએ; અને તેથી આપણી સાહિત્ય-સંસ્થાઓમાંની કોઈક આ કાર્ય હાથ ધરે એવી આશા રાખીએ છીએ.
આવા વિદ્વાનોના હાથે એવી કેટલીય બહુ ઉપયોગી સાહિત્યકતિઓ નિર્માઈ છે. જેનો આપણા વિદ્વાનુ મુનિવરો કે અન્ય વિદ્વાનોને ખ્યાલ પણ નથી. વિશેષ મહત્ત્વનું કાર્ય તો એ છે કે આવી અલભ્ય સાહિત્યકૃતિઓનો મૂળ ભાષામાંથી અનુવાદ કરીને આપણી પોતાની ભાષામાં પ્રગટ કરીએ; જરૂર લાગે ત્યાં એને એની મૂળ ભાષામાં કે અંગ્રેજીમાં પણ પ્રકાશિત કરીએ. આ કાર્ય તો આપણે જ્યારે હાથ ધરીએ ત્યારે ખરા; અત્યારે તો આવા દેશી અને પરદેશી ગ્રંથકારો અને તેમના ગ્રંથોનો પરિચય આપતું સાહિત્ય પ્રગટ કરવા તરફ આપણે ધ્યાન આપીએ.
Page #386
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિધાધ્યયન : ૧૨, ૧૩
૩૬૩
અમને આશા છે કે સારા ગ્રંથો મેળવવા માટે મોટાં ઇનામોની યોજના હાથ ધરવાનું સત્કાર્ય કરનાર ભાવનગરની ‘જૈન આત્માનંદ સભા’-હસ્તક જૈન સસ્તું સાહિત્ય પ્રકાશન-વિભાગ' જેવી સંસ્થા કે એવી બીજી કોઈ સંસ્થા આ કાર્યને હાથ ધરવાનો વિચાર કરશે. જે સંસ્થા આ કાર્ય હાથ ધરશે તે જરૂર પોતાના નામને દીપાવવાની સાથે જૈન સાહિત્યની એક બહુમૂલી સેવાના યશની ભાગીદાર બનશે. આવું કાર્ય હાથ ધરવાનો વિચાર થશે તો એને યોગ્ય રીતે પાર પાડી શકે એવા વિદ્વાન્ અવશ્ય મળી આવશે એ કહેવાની જરૂર ન હોય.
(૧૩) ‘વિધાશ્રમ’ને પરિપૂર્ણ બનાવીએ
જૈનસંઘે જ્ઞાનની પૂજા અને જ્ઞાનની સાચવણી માટે જેટલો ઉત્સાહ અને ૨સ દાખવ્યો છે, એટલો પ્રત્યક્ષ જ્ઞાનોપાસના કે જ્ઞાનોપાર્જનમાં ભાગ્યે જ દાખવ્યો છે. જૈન શાસ્ત્રોનાં અધ્યયન, સર્જન, રક્ષણની મોટા ભાગની જવાબદારી આપણે આપણા ગુરુવર્ગ ઉ૫૨ જ મૂકી દીધી છે; જૈન સાહિત્યના ઇતિહાસનો એકંદર ધ્વનિ જોતાં આ જવાબદારી આપણા ગુરુઓએ સારી રીતે અદા પણ કરી છે એમ કહેવું જોઈએ. સૈકેસૈકે જનતાએ જેવી જ્ઞાનસુધા અનુભવી તેને અનુરૂપ વિવિધ વિષયના સાહિત્યનું સર્જન એ જૈન શ્રમણોની એક નોંધપાત્ર સેવા અને વિશેષતા રહી છે.
(તા. ૧૭-૨-૧૯૫૧)
ભારતમાંના અંગ્રેજોના અમલ દરમિયાન દેશને એક લાભ તો અવશ્ય થયો કે વિદ્યાભ્યાસ અને સાહિત્યસર્જનના સીમાડા ઘણા વિસ્તૃત બની ગયા. હિંદુ-ધર્મનાં જે શાસ્ત્રોનું અધ્યયન બ્રાહ્મણવર્ગ પૂરતું જ મર્યાદિત હતું, તે વિશ્વમાનવ માટે ઉઘાડું થઈ ગયું. જૈનવિદ્યાની વિવિધ શાખાઓનું અધ્યયન અને સર્જન પણ સાધુસમુદાય પૂરતું જ મોટા ભાગે મર્યાદિત હતું, તે ગૃહસ્થો તેમ જ જૈનેતર જિજ્ઞાસુઓ માટે પણ મોકળું બની ગયું. આને પરિણામે દેશ-વિદેશમાં વ્યાપકપણે જૈનધર્મ અને સાહિત્ય પ્રત્યેની રુચિ અને જિજ્ઞાસામાં ઘણો વધારો થઈ ગયો. આ પરિસ્થિતિ ધર્મ અને સંઘની સાચી પ્રભાવનાની દૃષ્ટિએ અત્યંત આવકારપાત્ર ગણાય.
પણ આવી ઉત્તમ તકનો પૂરેપૂરો લાભ આપણે ત્યારે જ લઈ શકીએ કે જ્યારે આપણો ગુરુવર્ગ, આપણા પૂર્વાચાર્યો અને પુરોગામી મુનિવરોની જેમ, જનસમુદાયની અત્યારની જિજ્ઞાસાને સંતોષીને, વૃદ્ધિંગત કરી શકે એ રીતે પોતાના જ્ઞાનને સુસમૃદ્ધ કરવા પ્રયત્નશીલ બને. આપણા ગુરુઓ અને ગુરુણીઓના વિશાળ સમુદાયમાં આવું વ્યાપક, તલસ્પર્શી અને સમયાનુરૂપ અધ્યયન કરનારા કેટલા – એનો વિચાર કરતાં
.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૪
જિનમાર્ગનું અનુશીલન પરિસ્થિતિ બહુ ઉત્સાપ્રેરક જણાતી નથી; જ્યારે બીજી બાજુ આપણાં જ્ઞાન અને કળાનો ખજાનો એવો તો વિપુલ, વિવિધવિષયસ્પર્શી અને સમૃદ્ધ છે, કે ભલભલા જ્ઞાનપિપાસુઓ અને કળાપ્રેમીઓનાં દિલ ડોલાવી મૂકે.
આ બધું આપણું અમૂલ્ય સાંસ્કૃતિક ઝવેરાત વિશ્વ સમક્ષ યથાર્થ રૂપે રજૂ કરવા માટે પહેલાં તો આપણે પોતે એના પારખુ બનવું પડે. આનો એકમાત્ર માર્ગ અનેક વિષયોનો ઊંડો અભ્યાસ કરવો એ જ છે.
આવા અભ્યાસમાં આપણા ગુરુઓ આગળ વધવા માગતા હોય તો એ અધ્યયન-અધ્યાપનની પુરાણી રીતથી બનવું મુશ્કેલ છે. એ માટે આધુનિક સાધનો, પદ્ધતિઓ અપનાવવા જોઈએ; અને થોડાંક વિદ્યાકેન્દ્રો પણ ઊભાં કરવાં જોઈએ.
પંજાબના કેટલાક ભાવનાશીલ, દીર્ઘદર્શી અને વિદ્યાપ્રેમી જૈન સગૃહસ્થોના દાન અને પ્રયત્નથી સને ૧૯૩૭માં બનારસમાં સ્થપાયેલ “શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ” જેનવિદ્યાના અધ્યયન માટેનું આધુનિક સગવડો અને આધુનિક અધ્યયન-પદ્ધતિ ધરાવતું આવું જ એક કેન્દ્ર છે, અને જૈન મુનિઓ પણ ત્યાં રહીને ઉચ્ચ અધ્યયન કરી શકે એવી આવકારપાત્ર જોગવાઈ કરવાની એની ભાવના છે. આ અંગે સંસ્થા તરફથી પ્રગટ કરવામાં આવેલ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે :
વારાણસી વિદ્યાધામ છે. અહીંયાં પ્રાચીન વખતથી લઈને તે આજ સુધી શિક્ષણની અખંડ પરંપરા છે. હિંદુ વિશ્વવિદ્યાલયમાં ભારતીય વિદ્યાઓના અધ્યાપનની ખાસ વ્યવસ્થા થવાને કારણે આજે પરદેશોમાંથી પણ સારી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીઓ અહીં આવે છે. બૌદ્ધ ભિક્ષુઓ અને વૈદિક સંન્યાસીઓ પણ પૂરતી સંખ્યામાં વિશ્વવિદ્યાલયનાં સાધનોનો લાભ ઉઠાવે છે. તેઓને અહીંયાં ભારતીય અને બિનભારતીય પરંપરાઓની બધી વિચારધારાઓનું અધ્યયન કરવાનો સુઅવસર સહેજમાં મળી રહે છે. આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરતાં અમને ઘણી વાર વિચાર આવે છે કે આવી સગવડોનો લાભ જૈન સાધુ-સાધ્વીજીઓને શું ન મળી શકે? શું કોઈ એવી વ્યવસ્થા ન થઈ શકે કે જે દ્વારા જેન સાધુ-સાધ્વીજીઓ વારાણસીમાં સ્થિર થઈ જૈન વિદ્યા અને બીજી વિદ્યાઓનો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ કરી શકે ?
“પાર્શ્વનાથ વિદ્યાશ્રમ દેશની પ્રથમ જૈન સંસ્થા છે, જે સને ૧૯૩૭થી શિક્ષણાર્થીઓને જૈન વિદ્યાના ઉચ્ચતમ શિક્ષણની સગવડ આપતું આવ્યું છે. આજે તેની સ્થાપના થયાને ૨૮ વર્ષ થઈ ગયાં છે. હવે તો તે જૈનવિદ્યાનું, જૈન શિક્ષણનું ઉચ્ચતમ સર્વસાધનસંપન કેન્દ્ર બનેલ છે. અહીંયાં રહીને અનેક વિદ્વાનોએ વિશ્વવિદ્યાલયની ઊંચામાં ઊંચી પદવી પ્રાપ્ત કરેલી છે. અત્યારે પણ પાંચ વિદ્યાર્થીઓ વિવિધ જૈન વિષયો ઉપર સંશોધન કરી રહ્યા છે.
વિદ્યાશ્રમની પાસે પૂરતી જમીન, વિશાળ પુસ્તકાલય, યોગ્ય શિક્ષિત વિદ્વાનો વગેરે અન્ય પ્રકારની ઘણી સગવડો છે. કોઈ પણ જૈન મુનિ અહીંયાં રહીને
Page #388
--------------------------------------------------------------------------
________________
ઉચ્ચ જૈન-વિદ્યાધ્યયન : ૧૩
૩૬૫
વિશ્વવિદ્યાલયની કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. સંસ્કૃત-પ્રાકૃત-ધર્મ આદિ કોઈ પણ વિષયમાં એમ.એ., પીએચ.ડી., શાસ્ત્રી, આચાર્ય આદિની પદવી પ્રાપ્ત કરવાનું શકય છે. આવા પ્રકારની પદવીવાળા સાધુઓની આજના યુગમાં જરૂરિયાત છે અને એમની પ્રતિષ્ઠા પણ છે. તેઓ સાહિત્ય વગેરેના માધ્યમ દ્વારા જેનવિદ્યાના – જૈન શાસ્ત્રોના હાર્દને વિશ્વ સમક્ષ સત્ય રૂપમાં પ્રસ્તુત કરી શકે છે. સાથેસાથે સાધુસાધ્વીઓને ભણાવી સાધુ-શિક્ષણની ગંભીર સમસ્યાને પણ સરળતાથી હલકી કરી શકે છે.
“વિદ્યાશ્રમ અધ્યયન-અધ્યાપનસંબંધી સઘળી સગવડો આપવા તૈયાર છે, પરંતુ તેની પાસે મુનિર્વાદના નિવાસસ્થાનની કોઈ સગવડ નથી. આ અમારી એક અનિવાર્ય આવશ્યકતા છે. જો કોઈ શિક્ષણપ્રેમી શ્રમણોપાસક અમારી આ મુશ્કેલીને પોતાની ઉદારતાથી દૂર કરી આપશે તો અમને શ્રમણવર્ગની શિક્ષણ-સેવા કરવામાં અત્યંત પ્રસન્નતા થશે. જમીન તો અમારી પાસે છે જ; માત્ર મકાન ઊભું કરવાનો જ સરળતાથી પ્રબંધ કરવાનો રહેશે, અને તે માટે અમારે રૂ. ૫૦,૦00ની જરૂરિયાત છે, અથવા કોઈ દાનવીર પોતાના તરફથી કોઈની પુણ્યસ્મૃતિમાં આ ભવનનું નિર્માણ કરાવી શકે છે. એનાથી અહંત-મત એટલે કે જૈનધર્મની ઘણી જ ઉપયોગી સેવા થઈ શકશે.
“વિશેષ ખુલાસા અને પૂછપરછ માટે આપ અમોને લખીને સંપર્ક સાધી શકો છે : ડૉ. મોહનલાલ મહેતા : અધ્યક્ષ, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ-સંસ્થાન, કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલય, વારાણસી – ૫.”
અમે વિદ્યાશ્રમના આ પરિપત્રનું સ્વાગત કરીએ છીએ. વિદ્યાશ્રમના મુખ્ય સંચાલક ડો. મોહનલાલ બે વિષયના એમ. એ. અને કર્મશાસ્ત્રના પીએચ. ડી. છે. જૈન ધર્મ અને સાહિત્યનું એમનું અધ્યયન વ્યાપક, ઊંડું અને આધારભૂત છે.
આ સંસ્થાએ સાધુ-મુનિવરો રહી શકે એવું મકાન બનાવી આપવાની જે ટહેલ નાખી છે, તે વધાવી લેવા જેવી અને જલદી પૂરી કરવા જેવી છે. અમે જૈનસંઘને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ કે વિદ્યાશ્રમની આ માગણીને એ સત્વર પૂરી કરે.
વિદ્યાશ્રમના સંચાલકોએ જૈન મુનિવરોના ઊંચા અધ્યયનની જોગવાઈ કરી આપવાની જે ભાવના દર્શાવી છે તે માટે એમને ખૂબખૂબ ધન્યવાદ ઘટે છે.
ઇચ્છીએ કે જૈનસંઘ આ સંસ્થાના વિકાસમાં સક્રિય રસ લઈને એને આર્થિક તેમ જ બીજો પૂરેપૂરો સહકાર આપે, અને આપણા મુનિવરો આવા ઉત્તમ વિદ્યાધામનો વધુ ને વધુ લાભ લેવા પ્રેરાય. અહીં અધ્યયન માટે રહેવામાં કાશી જેવા પ્રાચીન મહા વિદ્યાધામના વિદ્યામય વાતાવરણનો લાભ મળવાનો છે, એ વિશેષ આકર્ષણ ગણાય.
(તા. ૧૮-૯-૧૯૬૫)
Page #389
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર
(૧) શ્રુતસંપત્તિના રક્ષણની સુદીર્ઘકાલીન ગરવી જૈન પરંપરા
જૈનસંઘ-હસ્તકના પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારોની ત્રણ વિશેષતાઓ પહેલી નજરે જ ધ્યાનમાં આવી જાય એવી છે:
(૧) એમાં જૈનધર્મના પ્રાણરૂપ પવિત્ર આગમસૂત્રો અને અનેક વિષયોને આવરી લેતા, જૈન સાહિત્યના આઠસો કે તેથી પણ વધુ વર્ષો પહેલાં લખાયેલા ગ્રંથો હજારોની સંખ્યામાં સચવાયેલા છે. આવા ગ્રંથોની નકલ થઈ હોય ભલે આઠસો કે એક હજાર વર્ષ પહેલાં, પણ એમાંના સંખ્યાબંધ ગ્રંથો તો એવા છે કે જેની રચના પંદરસો, બે-હજાર કે એથી પણ વધુ વર્ષો પહેલાં થયેલી છે. આમાંના કેટલાક આગમસૂત્રોની ગૂંથણી કે રચના તો ખુદ ભગવાન મહાવીરના ગણધરોને હાથે થયેલી હોવાથી એ ગ્રંથોનું સર્જન આશરે પચીસસો વર્ષ પહેલાં થયું હતું એમ કહી શકાય.
મહાવીરસ્વામીના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ સુધી (ઐતિહાસિક ઉલ્લેખ પ્રમાણે ૯૮૦ વર્ષ સુધી) જૈન નિગ્રંથો અપરિગ્રહ-મહાવ્રતનું ઉત્કટ રૂપમાં પાલન કરવાની ભાવનાથી પ્રેરાઈને, પોતાના ધર્મગ્રંથોને લખાવીને એનો સંગ્રહ પોતાની પાસે રાખવાને બદલે, શ્રુત-સાહિત્યને કંઠસ્થ જ રાખતા હતા. આ માટે તેઓને કેટલું નિર્મળ ચારિત્ર પાળવું પડતું હશે, જ્ઞાનસાધનામાં કેટલું એકાગ્ર રહેવું પડતું હશે અને કેવી અખંડ જાગૃતિ કેળવવી પડતી હશે એનો ખ્યાલ આવી શકે છે. આ રીતે એમણે શ્રુતસંપત્તિનો પોતાની જીવનસાધના માટે ઉપયોગ કરવાની સાથે સમસ્ત શ્રીસંઘને માટે એનું જતન કરવાની ભારે અસાધારણ જવાબદારી વહન કરવી પડતી હતી.
પણ સમય જતાં શ્રુતસંપત્તિમાં વધારો થતો ગયો, અને માનવીની સ્મરણશક્તિ ઘટતી ગઈ; પરિણામે, ધર્મશાસ્ત્રોને મુખપાઠથી સાચવી રાખવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું. આવી નાજુક પરિસ્થિતિને પામી જઈને સમયજ્ઞ શ્રમણ-ભગવંતોએ શ્રુતની સાચવણીની દિશામાં પુરુષાર્થ શરૂ કર્યો. આ માટે મથુરામાં એક અને વલભીપુરમાં બે વાચનાઓ યોજવામાં આવી; એટલું જ નહિ, વલભીની બીજી વાચના વખતે, વીરનિર્વાણ પછી ૯૮૦ વર્ષે, શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણ, દૂરંદેશી વાપરીને
Page #390
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૧
૩૬૭
આગમસૂત્રોને પુસ્તકરૂપે લખાવવાની પ્રણાલિકા શરૂ કરી. શ્રી દેવર્કિંગણીનું આ યુગકાર્ય, જૈનસંસ્કૃતિને માટે, યુગો સુધી મહાન ઉપકાર કરનારું બની રહ્યું છે એની ઇતિહાસ સાક્ષી પૂરે છે. પછી તો વિવિધ વિષયનું જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાતું ગયું અને પુસ્તકરૂપે લખાતું રહ્યું. એ બધાનું સમુચિત રક્ષણ કરવાનું કામ આપણા જ્ઞાનભંડારોએ કર્યું. પુસ્તકોની રચના કરવી, પુસ્તકો લખાવવાં અને એમાં સહાયક થવું – એમ વિવિધ પ્રકારે જ્ઞાનની સાધના અને ભક્તિ કરવાનો જે મહિમા જૈન સંસ્કૃતિએ વર્ણવ્યો છે, એનું જ આ સુપરિણામ છે; અને આજે પણ આ મહિમા જૈનસંઘમાં સચવાઈ રહ્યો છે એ ગૌરવ લેવા જેવી વાત છે. આથી જૈનસંઘ ઉપરાંત અન્ય સમાજોને પણ સારા પ્રમાણમાં લાભ મળતો રહે છે એ દેખીતું છે.
(૨) ઇતર સમાજને મળેલા આ લાભનો ખ્યાલ જૈન જ્ઞાનભંડારોનું અવલોકન કરવાથી તરત જ આવી શકે છે, કેમ કે જૈનસંઘ-હસ્તક હસ્તલિખિત જ્ઞાનભંડારોમાં જૈન સાહિત્યના ગ્રંથોની જેમ જ અન્ય ધર્મોના ધર્મગ્રંથો તેમ જ વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, છંદ, અલંકાર, મંત્રતંત્ર, જ્યોતિષુ, વૈધક જેવી સાર્વજનિક વિદ્યાઓનાં જુદીજુદી ભાષાઓમાં રચાયેલાં નાનાં-મોટાં પુસ્તકો પણ હજારોની સંખ્યામાં સચવાયેલાં છે. આવા ગ્રંથોમાં અન્ય ધર્મના કે બીજા વિષયના થોડાક ગ્રંથો એવા પણ છે કે જેની એકમાત્ર નકલ જૈનસંઘ-હસ્તક કોઈક જ્ઞાનભંડારમાંથી જ મળી છે. વળી, નિર્ભેળ જ્ઞાનસાધનાની ભાવનાથી પ્રેરાઈને જેમ વિદ્યાસાધક જૈન શ્રમણોએ લોકોપયોગી સાર્વજનિક વિદ્યાનાં પુસ્તકોનું સર્જન કર્યું છે, તેમ ચારેક-ક્યારેક અન્ય ધર્મના ગ્રંથો ઉપર પણ વિવેચન કર્યું છે. જૈનસંઘમાં છેક પ્રાચીન સમયથી પોષાયેલી જ્ઞાનોપાસનાની આવી વ્યાપક ભાવના અન્યત્ર જવલ્લે જ જોવા મળે છે.
(૩) જૈન જ્ઞાનભંડારોની ત્રીજી વિશેષતા છે એમાંથી મળી આવતી ચિત્રસામગ્રી. આ ચિત્રસામગ્રી જેટલી વૈવિધ્યવાળી છે, એટલી જ વિપુલ છે. એને લીધે જૈન જ્ઞાનભંડારોની દેશ-વિદેશમાં ખૂબ ખ્યાતિ થયેલી છે; અને કળાના અભ્યાસીઓ અને ચાહકો એના તરફ ખૂબ આકર્ષાયા છે.
જૈનસંઘની જ્ઞાનભક્તિ આજે પણ એવી વ્યાપક છે એની ખાતરી દર વરસે પ્રગટ થતાં પુસ્તકો, સ્થપાતાં પુસ્તકાલયો કે જ્ઞાનભંડારો અને સંઘના ખર્ચે ચાલતી પાઠશાળાઓ તથા જ્ઞાનશાળાઓ ઉપરથી પણ થાય છે. વળી, દેશના વ્યાવહારિક શિક્ષણ માટે પણ જૈનસંઘ પૂરેપરી ઉદારતાથી ફાળો આપે છે તે સુવિદિત છે.
આમ છતાં, આપણાં પવિત્ર આગમસૂત્રો તથા જૈન સાહિત્યના અન્ય ગ્રંથોના પ્રકાશનની દિશામાં હજી આપણે ઘણું-ઘણું કરવાનું બાકી છે તે આપણે સ્વીકારવું જોઈએ. આનો અર્થ એવો નહીં સમજવો કે પ્રાચીન ગ્રંથો જેવા મળે તેવા જ રૂપમાં
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૬૮
જિનમાર્ગનું અનુશીલન એને પ્રકાશિત કરી દેવા. ભૂતકાળમાં અને કેટલાક પ્રમાણમાં અત્યારે પણ) આ રીતે પ્રાચીન ગ્રંથોને છપાવી દેવાથી એમાં સારા પ્રમાણમાં અશુદ્ધિઓ રહી જવા પામી છે. આમ ન બને અને પ્રાચીન ગ્રંથો વધારેમાં વધારે શુદ્ધ રૂપમાં જળવાય એ માટે પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદનની વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ અને ઉપયોગ કરીને જ આવા ગ્રંથો છપાવવામાં આવે એ જરૂરી છે. એ રાજી થવા જેવી બીના છે કે આપણે ત્યાં આ રીતની પદ્ધતિથી સંશોધિત કરીને શુદ્ધ રૂપમાં પ્રાચીન પુસ્તકો છપાવવાનું કામ પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે, અને અત્યારે થઈ રહ્યું છે. આ પ્રકારની પદ્ધતિથી છપાયેલા ગ્રંથોનો એક પ્રકારનો જીર્ણોદ્ધાર જ થઈ જાય છે. એટલે આ પદ્ધતિ જેટલી વધુ અપનાવવામાં આવે, એટલી આપણી જ્ઞાનભક્તિ અને એ નિમિત્તે કરવામાં આવેલ ખર્ચ ઊગી નીકળે. ખરી રીતે તો, બધા ય પ્રાચીન ગ્રંથના મુદ્રણ-પ્રકાશન માટે આ પદ્ધતિ અપનાવવામાં આવે, તો થોડા જ વર્ષોમાં આપણા બધા નહીં, તો મોટા ભાગના પ્રાચીન ગ્રંથો શુદ્ધ રૂપમાં આપણને મળી શકે અને સુરક્ષિત બની શકે.
લાખાબાવળથી પ્રગટ થતા “શ્રી મહાવીરશાસન' માસિકના તા. ૧-૬-૧૯૭૬ના અંકના “ખોવાયેલ શ્રુતજ્ઞાનને પાછું મેળવવા પ્રયત્નની જરૂરિયાત' નામે મુખ્ય લેખમાં આ અંગે પ્રગટ કરવામાં આવેલા વિચારો ઉપયોગી અને જાણવા જેવા હોવાથી એમાંનો કેટલોક ભાગ અહીં સાભાર રજૂ કરીએ છીએ :
શ્રી તીર્થંકર-દેવોની શિષ્યપરંપરામાં ઊતરતું જ્ઞાન ધીમે-ધીમે ઘટતું જાય છે. કિંઠસ્થ ન રહેતાં હાથથી લખાતું ગયું અને પછી છપાતું ગયું છે. આમાં વિષમ કાળ અને અલ્પ સાધનને લીધે તથા સુરક્ષાના અભાવે ઠેર-ઠેર પડેલું લિખિત શ્રુતજ્ઞાન ઘણું નાશ પામી ગયું છે, ઘણું જ્યાં-ત્યાં ચાલ્યું ગયું છે; પરદેશમાં પણ ચાલ્યું ગયું છે. જર્મની અને બીજા પણ વિદેશોમાં એવા પુષ્કળ હસ્તલિખિત ગ્રંથો પડ્યા છે. ભારતમાં પણ શ્રી જૈનસંઘો સિવાયના ભંડારોમાં પણ પુષ્કળ જૈન ગ્રંથો પડ્યા છે. જૈન ભંડારોમાં પણ જોયા, મેળવ્યા અને સંશોધ્યા વિનાના પુષ્કળ ગ્રંથો પડ્યા છે.
નજીકના ભૂતકાળમાં થઈ ગયેલ વાચકવર શ્રીમાન યશોવિજયજી મ.ના પણ પુષ્કળ ગ્રંથો અલભ્ય બની ગયા છે, તો પછી તે પૂર્વના શાસ્ત્રજ્ઞ મહાત્માઓએ નિર્માણ કરેલા ગ્રંથોની ક્યાં વાત કરવી?
છતાં આજે એ દિશામાં પ્રયત્ન થાય તો વિષમ કાળમાં પણ ઘણું-ઘણું કરી શકાય તેમ છે; અને તેમ કરતાં જે ગ્રંથરત્નો પ્રાપ્ત થશે તેની પ્રાપ્તિનો આનંદ પણ અનહદ રહેશે જ. “શ્રી દ્વાદશાર નયચક્ર'ની પૂજ્યવર મહો. શ્રી યશોવિજયજી મહારાજાએ સંશોધિત કરેલી પ્રત મુનિવરશ્રીને મળતાં, તે ગ્રંથની કિંમત જાણનાર એ વૃદ્ધ મુનિવર પણ, જેમ રજોહરણ લઈને નવદીક્ષિત નાચે, તેમ ગ્રંથને માથે મૂકીને નાચી ઊઠ્યા હતા!
Page #392
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૧, ૨
૩૬૯
“શ્રુતજ્ઞાનપ્રેમીઓ અને સંઘોનાં જ્ઞાનખાતાંઓ આ કાર્ય માટે ઉદાર બને તો આ વિષયના જાણકારોને મોકલી દેશ-વિદેશના ભંડારો તપાસી જે ગ્રંથો પ્રાપ્ત થાય તે મેળવી પ્રતો કરાવી – નકલો કરાવીને જૈનસંઘના એ ખોવાયેલા શ્રુતજ્ઞાનને પાછું મેળવી શકાય.
“આજના જ્ઞાનખાતાઓ જ્ઞાનદૃષ્ટિને બદલે માત્ર ચાતુર્માસ પધારેલા સાધુને જ્ઞાનના કાર્ય માટે ના ન પડાય માટે, સામાન્ય રીતે, જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ કરે તેવું બને છે; પણ ઉપર્યુક્ત દૃષ્ટિ આવી જાય અને તે માટે ભાવિક ધર્મપ્રેમીઓ અને સંઘો જો ઉદાર બને તો શ્રી જૈનશાસનની એવી અજોડ વ્યવસ્થા છે કે કોઈપણ ક્ષેત્ર સીદાય નહીં, તેમ જ્ઞાનક્ષેત્ર પણ સીદાય નહિ.
“ભારતભરના સંઘોમાંથી ૨૫-૫૦ મુખ્ય સંઘો પણ એવા નીકળે કે ૨૦-૨૫ ટકા જ્ઞાનદ્રવ્ય આ ખોવાયેલા શ્રુતજ્ઞાન મેળવવા પાછળ ખર્ચે તો જૈન શ્રુતભંડાર વધુ સમૃદ્ધ બન્યા વિના રહેશે નહિ. પછી આ કાર્ય માટે રસ ધરાવનારા મહાત્માઓ-આદિનો સંપર્ક સધાતાં અણધારી સફળતા મળ્યા વિના રહેશે નહિ. શ્રીસંઘમાં સુખી ધર્મપ્રેમીઓ વિદ્યમાન હોય અને શ્રીસંઘનાં જ્ઞાનખાતાં પણ સધ્ધર હોય, છતાં શ્રી જૈનશાસનના પ્રાણસ્વરૂપ શ્રુતજ્ઞાન જ્યાં-ત્યાં પડ્યું હોય, જેમ-તેમ પડ્યું હોય, નાશ પામતું હોય, તો તે ઘણું દોષરૂપ ગણાય. એથી જ આ દિશામાં શ્રુતજ્ઞાનપ્રેમી સંઘો, કાર્યકર્તાઓ અને સંઘોના ટ્રસ્ટીઓ જાગૃત બની પોતાની શ્રુતભક્તિને જાગૃત કરીને ખોવાયેલા શ્રુતજ્ઞાનને પાછું મેળવવા પ્રયત્નશીલ બને એ જ શુભ અભિલાષા.’
‘શ્રી મહાવીરશાસને' પોતાની વાત સ્પષ્ટ રૂપમાં કહી છે; સાથેસાથે, શરમાશરમીથી જ્ઞાનદ્રવ્યનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે એ અંગે પણ ધ્યાનપાત્ર ટકોર કરી છે. છેવટે જ્ઞાનદ્રવ્યનો શ્રુતજ્ઞાનના રક્ષણ અને ઉદ્ધાર માટે વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરવાની માગણી કરી છે. આ દિશામાં આપણો સંઘ વધારેમાં વધારે ધ્યાન આપે.
(તા. ૨-૧૦-૧૯૭૬ )
(૨) જૈન સાહિત્યનો ઉદ્ધાર
આ ઘડીનો તગાદો
સરિતાનાં પાણી અને સંતોની વાણી ઉપર સૌ કોઈનો સરખો અધિકાર ગણાય છે; એના ઉ૫૨ કોઈનો વિશેષ હક્ક કે ઇજારો હોતો નથી. એને બંધિયાર બનાવવા જતાં એનો વિકાસ અટકી જાય છે અને એનું હીર હણાવા લાગે છે.
જો સંતો અને જીવનસાધકો પોતે જ વિશ્વની મૂડી હોય અને એનો લાભ લેવાનો માનવમાત્રનો અધિકાર હોય, તો એમની સાધનાના નિચોડરૂપ એમની અનુભવવાણીના અમૃતનું આચમન કરવાનો અધિકાર અમુકને જ હોય એવું બને ?
Page #393
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
આ રીતે, તેમ જ જૈનધર્મની વિશ્વમૈત્રીપ્રધાન મૂળભૂત પ્રકૃતિનો વિચાર કરીએ તો, જૈન સાહિત્યને કેવળ ભારતીય સંસ્કૃતિની જ નહીં, પણ સમગ્ર માનવ-સંસ્કૃતિની બહુમૂલી મૂડી કે એનું અગત્યનું અંગ લેખવામાં કદાચ કોઈને અતિશયોક્તિ લાગે, તો પણ એમાં વાસ્તવિકતા રહેલી છે એમાં શંકા નથી; અલબત્ત, ભાષાભેદ, જીવનપદ્ધતિ અને વિચારપદ્ધતિનો ભેદ, જ્ઞાતિજન્ય કે દેશજન્ય ભેદ, તેમ જ અજ્ઞાન, અંધશ્રદ્ધા કે અહંકાર વગેરેને કા૨ણે જન્મેલા ભેદોને લીધે, ઘણી વાર જે વસ્તુને પોતાની લેખવામાં લેશ પણ હાનિને બદલે ઊલટા લાભની શક્યતા હોય, એને પણ પરાઈ માની લેવામાં આવે છે. આમ છતાં સંતોની ધર્મવાણી એ વિશ્વની અમૂલ્ય મૂડી જ બની રહે છે.
-
જે સાહિત્ય જિનેશ્વરે પ્રરૂપેલ તત્ત્વજ્ઞાન એટલે કે દર્શનની તેમ જ આચાર એટલે ધર્મની સમજૂતી આપે એનું નામ જૈન સાહિત્ય – એમ આપણે કહી શકીએ. પણ જૈન સાહિત્યના સર્જનની આ ક્ષેત્રમર્યાદા બહુ લાંબો વખત ચાલુ રહી હોય એમ, જૈન સાહિત્યનો ઇતિહાસ જોતાં, નથી લાગતું. ક્રમે-ક્રમે જૈન શ્રમણો અને જૈનધર્મના અનુયાયીઓની બુદ્ધિ, સર્જનશક્તિ કે રુચિ પ્રમાણે એનું સર્જનક્ષેત્ર વિસ્તૃત થતું ગયું, અને એમાં સૈકે-સૈકે નવાનવા વિષયોના ગ્રંથો ઉમેરાતા જ ગયા. પરિણામે, આજે વિદ્યાની લગભગ બધી શાખાઓના ગ્રંથોનો જૈન સાહિત્યમાં સમાવેશ થઈ ગયો છે; સાથે-સાથે ભાષાની દૃષ્ટિએ અર્ધમાગધી-પ્રાકૃત, સંસ્કૃત જેવી શાસ્ત્રીય ભાષામાં, તેમ જ ગુજરાતી, રાજસ્થાની, હિંદી, તામિલ વગેરે વિવિધ આધુનિક લોકભાષાઓમાં પણ જૈન સાહિત્યની રચના થતી રહી. આમ ઉત્તરોત્તર જૈન સાહિત્યની સમૃદ્ધિમાં તેમ જ અમુક અંશે એની ગુણવત્તામાં પણ વધારો થતો ગયો. એટલે આજે જૈન સાહિત્ય એ ભારતીય સંસ્કૃતિનું સમૃદ્ધ અંગ અને એના અધ્યયન માટેનું અનિવાર્ય સાધન લેખાવા લાગ્યું છે. અને એ રીતે આપણા દેશના તેમ જ વિદેશના પૌરસ્ત્ય વિદ્યાના અને વિશેષ કરીને ભારતીય વિદ્યાના અભ્યાસીઓ અને વિદ્વાનોનું ધ્યાન જૈન સાહિત્ય પ્રત્યે વિશેષ દોરાયું છે.
390
સમયના વહેણ સાથે જૈન સાહિત્યનો જે રીતે વિસ્તાર થતો ગયો, તે ઉપરથી આપણે એને, સામાન્ય વિભાગીકરણ માટે, બે ભાગમાં વહેંચી શકીએ : એક તો જૈન દર્શનનાં મૂળતત્ત્વો અને જૈનધર્મના મૂળ સિદ્ધાંતો ઉપર પ્રકાશ પાડે એવા ગ્રંથો; બીજી રીતે કહીએ તો જૈનશાસ્ત્રોના ચાર અનુયોગો – દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને ધર્મકથાનુયોગ – ને લગતું સાહિત્ય – ભલે પછી એવા ગ્રંથની રચના જૈનધર્મીએ કરી હોય કે જૈનેતરે. આનો બીજો વિભાગ તે મુખ્યત્વે જૈનધર્મના શ્રમણવર્ગ યા અન્ય અનુયાયીઓએ સમતોલ લોકઘડતર માટે રચેલું વિવિધ સાર્વજનિક
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૭૧
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૨ વિદ્યાઓને લગતું સાહિત્ય; જેમ કે વ્યાકરણ, કોશ, અલંકાર, છંદ, કાવ્ય વગેરે વિષયોના ગ્રંથો.
આ રીતે ઉત્તરોત્તર સાહિત્યસર્જનમાં વધારો થવાને લીધે, તેમ જ જૈનધર્મે જ્ઞાનભક્તિ અને જ્ઞાનરક્ષા ઉપર વિશેષ ભાર આપેલો હોવાને લીધે, જૈનસંઘમાં પ્રાચીન કાળથી જૈન ગ્રંથો લખાવવાની અને ગ્રંથોની સાચવણી માટે જ્ઞાનભંડારોની સ્થાપના કરવાની પ્રવૃત્તિમાં પણ ક્રમે ક્રમે વિકાસ થતો ગયો.
જૈન સાહિત્યની આવી વિપુલતાનો, ભારતીય સંસ્કૃતિના અધ્યયન માટેની તેની ઉપયોગિતાનો અને જૈન જ્ઞાનભંડારોની આવી વિશિષ્ટતાનો ખ્યાલ આપણા દેશના તેમ જ પરદેશના વિદ્વાનોને અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આવ્યો, અને તેથી જૈન સાહિત્યના સંશોધન-અધ્યયનને અને જૈન જ્ઞાનભંડારોનું ઝીણવટપૂર્વક અવલોકન કરવાની તેમ જ એમનું યથાશકય દરેક રીતે જતન કરવાની વૃત્તિને વેગ મળ્યો. સાથેસાથે કંઈક એમ પણ લાગે છે કે અંગ્રેજોના શાસનકાળનાં સો-દોઢસો વર્ષ દરમિયાન ભારતીય સાહિત્યની જેમ જૈન સાહિત્યના સંશોધનમાં પણ નવી જ દિશા, નવી જ દૃષ્ટિ ઊઘડી. આ રીતે અંગ્રેજોના શાસન સમય પહેલાંની જૈન-સાહિત્યનાં રક્ષણ, અધ્યયન અને સંશોધનની પદ્ધતિમાં અને એ શાસન દરમિયાનની તેમ જ તે પછીની પદ્ધતિમાં સ્પષ્ટ આંકી શકાય એવો ભેદ દેખાયા વગર નહીં રહે.
વળી, અત્યારે જૈન સાહિત્યના જુદા-જુદા વિષયના ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન તેમ જ સંશોધન-પ્રકાશન કરવા તરફ આપણા દેશના તેમ જ બહારના દેશોના વિદ્વાનોનું ધ્યાન વિશેષ ગયું છે તેનું એક કારણ કદાચ એ પણ હોઈ શકે કે ભારતીય સંસ્કૃતિની વૈદિક તથા બૌદ્ધ એ બે ધારાઓના ધર્મ અને સંસ્કૃતિને લગતા મોટા ભાગના પ્રાચીન ગ્રંથોનું અધ્યયન-સંશોધન થઈ ગયું છે, એના પ્રમાણમાં જૈન સાહિત્યના સંખ્યાબંધ ગ્રંથોનું તુલનાત્મક અને ઐતિહાસિક દૃષ્ટિએ અધ્યયન-અધ્યાપન થવું અને આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ એનું સંશોધન-સંપાદન થવું હજુ બાકી છે.
પણ, દુઃખની વાત એ છે, કે જૈન સાહિત્ય અને સંસ્કૃતિ અંગેની આવી વ્યાપક જિજ્ઞાસાની ન તો આપણે સમુચિત કદર કરી શક્યા છીએ કે ન તો એ જિજ્ઞાસાને સંતોષે અને વધારે એવી પદ્ધતિથી આપણા સાહિત્યને પ્રગટ કરવા માટે જોઈએ તેટલો સમર્થ અને સમુચિત પ્રયત્ન કર્યો છે, અને છતાં, દર વર્ષે સાહિત્યપ્રકાશનના કાર્યમાં આપણે પુષ્કળ ધન વાપરીને સંખ્યાબંધ પુસ્તકો પણ પ્રકાશિત કરતા રહીએ છીએ.
સાહિત્ય પ્રકાશનની બાબતમાં ઉદારતાપૂર્વક ધન ખર્ચવું એ સગુણ જ છે, એટલે એની ટીકા કરવાની હોય જ નહીં. પણ એમાં જરૂર છે એ ધન સાચી દિશામાં વપરાય
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૨
જિનમાર્ગનું અનુશીલન અને સાહિત્યનું પ્રકાશન અત્યારની જરૂરિયાતને પૂરી કરે એવી ઢબનું થાય એ રીતે નવેસરથી ગોઠવણ કરવાની.
અને જો આપણે ઇચ્છીએ, તો સાહિત્યપ્રકાશનની બાબતમાં આવી નવા પ્રકારની ગોઠવણ કરવાનું કામ જરા ય મુશ્કેલ નથી. આપણે ત્યાં પણ, ભલે ઓછી સંખ્યામાં આધુનિક વૈજ્ઞાનિક સંશોધન-પદ્ધતિના આદર્શ નમૂનારૂપ કહી શકાય એ રીતે કેટલાક પ્રાચીન ગ્રંથોનું સંશોધન-સંપાદન-પ્રકાશન થયું જ છે; અને આવું આદર્શ સંશોધન કરવાની દૃષ્ટિ ધરાવતા થોડાક પણ ઉચ્ચ કોટિના વિદ્વાન્ સંશોધકો પણ આપણે ત્યાં છે. એટલે આ પરંપરાને વ્યાપક બનાવવાનો પ્રયત્ન કરીએ, અને દરેક ગ્રંથ સંશોધનની પદ્ધતિ પ્રમાણે ઉત્તમ રીતે પ્રગટ કરવાનો બે-એક દાયકા સુધી આગ્રહ રાખીએ, તો અત્યારે મુશ્કેલ લાગતું કામ સહજ-સરળ બની જવામાં અને ગ્રંથસંશોધન-પ્રકાશનની એક આદર્શ પરંપરા ઊભી થવામાં ઝાઝો વખત નહીં લાગે. ખરેખર તો જેને સાહિત્યના પુનરુદ્ધારનું જ આ કામ છે. વળી સરવાળે આ કામ ધર્મપ્રભાવનાનું પણ પવિત્ર કાર્ય
તા. ર૭-૧-૧૯૬૮ને રોજ મુંબઈમાં શ્રી શ્વેતાંબર તેરાપંથી મહાસભાના ઉપક્રમે, આચાર્યશ્રી તુલસીજીના સાંનિધ્યમાં, “જૈન દર્શન અને સંસ્કૃતિ પરિષ’નું ત્રીજું અધિવેશન મળ્યું, તે પ્રસંગે જાણીતા વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્યેએ જૈન સાહિત્યનું મહત્ત્વ અને એના પુનરુદ્ધારની જરૂર ચીંધતું જે પ્રવચન કર્યું હતું, એની ટૂંકી નોંધ તેરાપંથી મહાસભાના સાપ્તાહિક હિંદી મુખપત્ર જૈન-ભારતી'ના તા. ૩-૩-૧૯૬૮ના અંકમાં આપવામાં આવી છે; તેઓ કહે છે –
જૈન સાહિત્ય એ ભારતીય સાહિત્ય છે, અને જૈન સમાજ એનો માલિક નહીં, પણ ફક્ત સંરક્ષક છે; આ સાહિત્ય તો જેઓ એનું અધ્યયન કરવા ઇચ્છે એ સૌનું છે. જૈન સાહિત્યનો ભંડાર વિશાળ છે, તેમ જ જૈન સંતોએ ક્યારેય ભાષાનો આગ્રહ રાખ્યો નથી. એમણે હમેશાં લોક-ભાષામાં જ સાહિત્યનું સર્જન કર્યું છે. જૈનોએ નથી કોઈ ભાષાને દેવભાષા બનાવી અને નથી કોઈ વ્યક્તિને ભૂદેવ બનાવી. જૈન સમાજે જૈન સાહિત્યને છુપાવીને રાખ્યું છે, પણ હવે એ બધા લોકો પાસે પહોંચતું થાય એ જરૂરી છે. શબ્દોની સાઠમારીમાં પડ્યા વગર, નિરાગ્રહ દષ્ટિએ, જૈન સાહિત્યનો પુનરુદ્ધાર કરવાની જરૂર છે.”
ડૉ. ઉપાધ્યે આજીવન વિદ્યાવ્યાસંગી હોવાથી એમણે અનેક પ્રાચીન જૈન ગ્રંથોનું નમૂનેદાર સંશોધન કરીને એનો પુનરુદ્ધાર કર્યો છે, એટલે એમણે અહીં સ્વાનુભવને આધારે તેમ જ અત્યારના સમયની જરૂરિયાતને અનુલક્ષીને જ કહ્યું છે.
(તા. ૩૩-૧૯૬૮)
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૭૩
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૩ (૩) જ્ઞાનભંડારોની શોચનીય દશા અને આપણો સમયધર્મ
ખંડિત મૂર્તિઓને અને જીર્ણ કે વેરવિખેર થયેલી હસ્તપ્રતોને તો પાણીમાં જ પધરાવાય; તો જ એની આશાતના અટકે, એવી આપણી માન્યતા સેંકડો વર્ષોથી ચાલે છે અને એનું આપણે ધર્મબુદ્ધિથી પાલન કરતા રહ્યા છીએ. પરિણામે, ઇતિહાસ અને કળા એ બંને દૃષ્ટિથી બહુ કીમતી એવી પ્રાચીન મૂર્તિઓ હજારોની સંખ્યામાં જળાશયોમાં પધરાવીને જ આપણે આપણી ફરજનું પાલન માન્યું !
જ્યારે આપણી દૃષ્ટિ પ્રાચીન મૂર્તિઓ, સ્થાપત્યો અને ગ્રંથો તરફ આવી સમજણ વગરની અને આપણને પોતાને જ નુકસાન કરનારી હતી, ત્યારે શાણા અંગ્રેજો આપણા દેશની સેંકડો પ્રાચીન ખંડિત મૂર્તિઓ પોતાના દેશમાં લઈ ગયા અને એનું બહુમૂલ્ય સંપત્તિની જેમ એમણે જતન કર્યું. બહુ મોડે-મોડે આપણને આપણી આ ભૂલ સમજાઈ અને પ્રાચીન ખંડિત મૂર્તિઓને પાણીમાં પધરાવી દેવાની આપણી પ્રવૃત્તિ બંધ થઈ. જો કે હજી પણ આપણે ત્યાં ધર્મશાસ્ત્રોના જાણકાર એવા ધર્મગુરુઓ વિદ્યમાન છે, જેઓ ખંડિત મૂર્તિઓનું જળાશયોમાં જ વિસર્જન કરાય એમ માને છે, અને પૂછનારને એવી જ સલાહ આપે છે. એમને તો આપણે શું કહી શકીએ ? જેઓ આવી ખંડિત મૂર્તિઓનું મૂલ્ય સમજે છે, તેઓ મારફત આવી ઇતિહાસ, કળા અને સંસ્કૃતિની દષ્ટિએ મહત્ત્વની સામગ્રીનું સારી રીતે જતન અને અધ્યયન થઈ શકે એવી વ્યવસ્થા થવી હજી બાકી જ છે. આ માટે કેટલાંક કેન્દ્રોમાં સંગ્રહસ્થાનો થવાં જોઈએ.
હજી આપણા કેટલાય જ્ઞાનભંડારોમાં એવી બેહાલી પ્રવર્તે છે, જેથી દર વર્ષે સંખ્યાબંધ હસ્તલિખિત પ્રતો કાં તો ઊધઈથી કે કાં તો સુરક્ષા-વ્યવસ્થાના અભાવે નકામી થઈ જાય છે ! જોકે હવે આપણે જીર્ણ અને અસ્તવ્યસ્ત બની ગયેલી હસ્તપ્રતોનું પણ મૂલ્ય સમજતા થયા છીએ અને એની સાચવણી માટે કેટલીક ગોઠવણ પણ કરવા લાગ્યા છીએ. છતાં સામગ્રીના પ્રમાણમાં આ ગોઠવણ બહુ જ ઓછી, અધૂરી અને ખામીવાળી છે એમ કબૂલ કર્યા વગર ચાલે એમ નથી.
પ્રાચીન શાસ્ત્રોની ઉપયોગિતાને કારણે જૈન શ્વેતાંબર-સંઘમાં જ્ઞાનભંડારો સ્થપાતા રહ્યા છે, તેમ દિગંબર-સંઘમાં પણ જિનમંદિર સાથે જ નાનો કે મોટો શાસ્ત્રભંડાર રાખવાની પ્રથા પ્રાચીનકાળથી ચાલે છે. દિગંબર-સંઘ-હસ્તકના મધ્યપ્રદેશના શાસ્ત્રભંડારોની શોચનીય સ્થિતિ અંગેની થોડીક માહિતી ધ્યાનમાં લેવા જેવી છે.
રાજસ્થાનમાં વ્યાવરમાં “ઐલક પન્નાલાલ દિગંબર જૈન સરસ્વતી ભવન' નામે એક સંસ્થા પ્રાચીન સાહિત્યના રક્ષણ અને સંશોધનનું કામ કરે છે. આ સંસ્થા તરફથી,
Page #397
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
કોઈ વિશિષ્ટ અપ્રકાશિત પ્રાચીન કૃતિ મળી આવે એ દૃષ્ટિએ, અવારનવાર જુદા-જુદા શાસ્ત્રભંડારોની તપાસને માટે વિદ્વાનોને મોકલવામાં આવે છે. થોડા મહિના પહેલાં (ગત જૂન માસમાં) આ સંસ્થા તરફથી પંડિત શ્રી હીરાલાલજી શાસ્ત્રી દિગંબર સંઘ હસ્તકના મધ્ય-પ્રદેશના શાસ્ત્રભંડારોનું નિરીક્ષણ કરવા ગયા હતા. આ નિરીક્ષણને અંતે તેઓએ એ ભંડારોની જે શોચનીય સ્થિતિ નજરે નિહાળી તેનો ખ્યાલ આપતાં તેઓ કહે છે
398
બ્યાવરના ‘ઐલક પન્નાલાલ દિગંબર જૈન સરસ્વતી ભવન' તરફથી હું આ જૂન મહિનામાં મધ્યપ્રદેશના કેટલાક શાસ્ત્રભંડારોનું નિરીક્ષણ કરવા, કોઈ નવીન પુસ્તક મળી આવે એ આશાથી ગયો હતો. કોઈ નવીન ગ્રંથ તો ન મળ્યો, પણ શાસ્ત્રભંડારોની જે દુર્દશા દેખી એથી મન ખિન્ન થઈ ગયું.
“સૌથી વધુ દુઃખ છતરપુરના એક મંદિરમાંનો શાસ્ત્રભંડાર જોવાથી થયું. ત્યાં લાકડાના કબાટના નીચેના ભાગના કાચ ફૂટી ગયા છે અને એમાં ઉંદરો પેસીને હસ્તપ્રતોને કાતરી ગયા છે. આના વ્યવસ્થાપક મંદિરની સામે જ રહે છે. માળાને મોકલીને એમને બોલાવ્યા તો જાણવા મળ્યું કે તેઓને પક્ષઘાત થયો છે. એમના સુપુત્રોને બોલાવ્યા તો ખબર મળી કે તેઓ બહારગામ ગયા છે. તેમનાં પત્નીને બોલાવ્યાં તો જવાબ મળ્યો કે ‘મને ફુરસદ નથી. પંડિતજીને કહેજો કે અમારાં શાસ્ત્રોને હાથ ન લગાવે; જેમ છે તેમ જ રહેવા દે !' ત્યાંનાં બીજાં પણ મંદિરોનાં લિસ્ટ તૈયાર કરવામાં આવ્યાં છે; એ જોયાં પણ એમાં કોઈ નવો ગ્રંથ ન મળ્યો, રીનાં પોટલાંઓમાંથી કદાચ સંસ્કૃત-પ્રાકૃતના અધૂરા ગ્રંથો મળી આવત; પણ એના વ્યવસ્થાપક એને બહારગામ આપી દેવાની વાત તો દૂર રહી, પોતાના ગામનાં મંદિરોમાંથી પણ કોઈ એક મંદિરમાં એ બધાંને ભેગાં કરીને વ્યવસ્થિત રીતે રાખવા તૈયાર નથી !
“ટકમગઢની પાસે ‘નિગોડા’ નામે પ્રાચીન સ્થાન છે... ત્યાં બે મંદિર છે. ત્યાંના લોકોએ કહ્યું કે ઘણી હસ્તપ્રતો બહુ જીર્ણ થઈ ગઈ હતી, એટલે એને ઘણા વખત પહેલાં જ તળાવમાં પધરાવી દેવામાં આવી છે...
“વિજાવરમાં એક મંદિર છે... ત્યાંનો શાસ્ત્રભંડાર અત્યારે તો લોઢાના કબાટમાં મૂકવામાં આવ્યો છે, પણ પહેલાં એ લાકડાના કબાટમાં રખાતો હતો. એમાં ઉંદરોએ પેસીને પ્રતોનાં બંધન અને પ્રતોને પણ કાતરી ખાધાં હતાં.
“ગયા વર્ષના મારા પ્રવાસ દરમિયાન મેં જે શહેરોના શાસ્ત્રભંડારોની દુર્દશાના સમાચાર વર્તમાન-પત્રોમાં પ્રકાશિત કર્યાં હતા, એની દશા હજી પણ દયા ઊપજે એવી છે; અને છતાં એના વ્યવસ્થાપકોને એની જરા પણ ચિંતા નથી !
“દરેક શહેરના સમાજને અને ખાસ કરીને વિદ્વાનોને મારું નિવેદન છે કે તેઓ પોતાના શહેરમાંના શાસ્ત્રભંડારોની સારી રીતે સંભાળ રાખે, જો સત્તાધારીઓ એમને
Page #398
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૩
૩૭પ આ કામ કરવા ન દે તો આખા સમાજે એક થઈને એમના હાથમાંથી સત્તા છીનવી લેવી જોઈએ, અને જે રીતે શાસ્ત્રગ્રંથો સુરક્ષિત બને એવા ઉપાયો હાથ ધરવા જોઈએ. તો જ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો સુરક્ષિત બનશે.”
પંડિત શ્રી હીરાલાલજીએ શાસ્ત્રભંડારોની બેહાલીની જે વિગતો પોતાના લેખમાં આપી છે, તે તો માત્ર નમૂનારૂપ જ છે. એવી બેહાલી તો અનેક સ્થાનોમાં પ્રવર્તે છે. છેલ્લે-છેલ્લે તેઓએ સત્તાધારીઓની સત્તા છીનવી લઈને પણ ભંડારોની સાચવણીની જે વાત કરી છે તે તેની ચિંતા અને વેદનાનું જ સૂચન કરે છે. એનો સાર એ છે કે ગમે તે ઉપાયે આપણા જ્ઞાનભંડારો સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનવા જોઈએ.
(તા. ૨૬-૧૨-૧૯૭૦) થોડાંક અઠવાડિયાં પહેલાંની જ વાત છે. જૈન વિદ્યા તથા ભારતીય વિદ્યાના પ્રાચીન ગ્રંથોનાં સંશોધન-સંપાદન-પ્રકાશનનું કામ કરતી આપણી એક જાણીતી વિદ્યાસંસ્થાએ એક ગામના જૈન જ્ઞાનભંડારમાંથી એક હસ્તલિખિત પ્રત મગાવી હતી. તે, પરદેશના વિશ્વવિદ્યાલયમાં ભારતીય વિદ્યાની કોઈ શાખાનું અધ્યયન-સંશોધન કરતા આપણા જ દેશના એક વિદ્વાનના ઉપયોગ માટે મંગવાઈ હતી.
આ જ્ઞાનભંડારે ઉદારતાથી આ પ્રત મોકલી આપી, પણ જ્યારે એ પ્રતનો ઉપયોગ કરવા માટે એને ખોલવામાં આવી ત્યારે માલૂમ પડ્યું કે એનાં પાનાં ચોટી ગયાં છે; અને જો ધ્યાનપૂર્વક અને આવડતથી તથા માવજતથી એને ઉખાડવામાં ન આવે તો આવી કીમતી અને વિરલ પ્રત ફાટી-તૂટીને ઉપયોગ માટે નકામી બની જવાની. પ્રત મગાવનાર સંસ્થામાં હસ્તપ્રતોની સાચવણીની કળાના જાણકાર માણસો હોવાથી એમણે ધીરજપૂર્વક આ પ્રતનાં ચોટી ગયેલાં પાનાંઓને ઉખાડીને એને સુરક્ષિત અને ઉપયોગમાં લઈ શકાય એવી બનાવી દીધી.
આ તો એક દાખલો છે, તે આપણને ચિંતિત બનાવી મૂકે એવો છે. તેથી આપણાં સંઘ, સંસ્થાઓ અથવા ક્વચિત વ્યક્તિઓના હાથ નીચે રહેલા હસ્તલિખિત પ્રતોના ભંડારોના સંચાલકોનું ધ્યાન દોરવા માટે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ.
એક બીજો દાખલો જોઈએ :
ભારતીય વિદ્યા અને જૈન વિદ્યાના અધ્યયન-સંશોધનના ક્ષેત્રમાં પોતાના દેશમાં વર્ષોથી કામ કરતા એક વિદેશી વિદ્વાન ત્રણેક વર્ષ પહેલાં ભારતમાં આવ્યા હતા. પોતાના કામને લઈને તેઓને પાટણ જવાનું થયું. પાટણના જૈન જ્ઞાનભંડારો આ ક્ષેત્રમાં કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોમાં ખૂબ જાણીતા છે. તેમાં પણ ત્રણ-ચાર દાયકા પહેલાં પાટણના કેટલાક જૈન જ્ઞાનભંડારોને એકત્ર કરીને સ્થાપવામાં આવેલું શ્રી હેમચંદ્રાચાર્ય જેના જ્ઞાનમંદિર તો વિદ્વાનોને માટે વિદ્યાયાત્રાના ધામ જેવું ઉપકારક
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૬
જિનમાર્ગનું અનુશીલન બની ગયું છે. આ જ્ઞાનમંદિરમાં હજારો હસ્તપ્રતો સુરક્ષિત કરાઈ છે, અને વિદ્વાનો એ પ્રતોને સહેલાઈથી જોઈતપાસી શકે, તેમ જ એનો ઉપયોગ ઓછી મુસીબતે કરી શકે એવી સારી વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે. આ જ્ઞાનમંદિરમાં પાટણના સંખ્યાબંધ જ્ઞાનભંડારો ભેળવી દેવામાં આવેલ હોવા છતાં, કેટલાક જ્ઞાનભંડારોના સંચાલકોએ વ્યવસ્થાનો લાભ લેવાનું ઉચિત ન માન્યું, અને વહીવટ પોતાના હાથ પર રાખવાનો આગ્રહ રાખ્યો. આ વહીવટકર્તાઓ પોતાના વહીવટમાં રહેલ જ્ઞાનભંડારોની સાચવણી માટે પોતાથી બનતું બધું કરે તો છે જ. આમ છતાં, પ્રતોની સાચવણીની અને વ્યવસ્થા સુલભતાની બાબતમાં એક વ્યક્તિ એક જાહેર સંસ્થાની તોલે ભાગ્યે જ આવી શકે એ એક હકીકત છે. તેથી પાટણના આવા ભંડારોમાં પણ ખામી દેખાય છે.
શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિરને સોંપવા બાકી રહી ગયેલા પાટણના આવા કેટલાક જ્ઞાનભંડારોમાં એક તાડપત્રીય પ્રતોનો ભંડાર પણ છે. કાગળ ઉપર લખાયેલ પ્રતો કરતાં તાડપત્ર ઉપર લખાયેલ પ્રતો મોટે ભાગે વધારે પ્રાચીન હોવાથી, ગ્રંથ-સંશોધનની દષ્ટિએ એનું મહત્ત્વ વધારે હોય એ સ્વાભાવિક છે. પોતાના સંશોધન-કાર્ય માટે પાટણ ગયેલા પેલા વિદ્વાને જ્યારે આ તાડપત્રીય ગ્રંથભંડારની મુલાકાત લીધી, ત્યારે એ પ્રતોની સ્થિતિ જોઈને એમના દુઃખનો પાર ન રહ્યો. કેવી કીમતી પ્રતો અને એની કેવી ઉપેક્ષા ! આવી અવ્યવસ્થામાં આ પ્રતો કેટલો વખત સુરક્ષિત રહેવાની ? એ વિદ્વાને પોતાની આ વેદના આપણા એક જાણીતા વિદ્વાનને લખી જણાવી હતી. આ વખતે આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીની દરમિયાનગીરી દ્વારા આ બાબતમાં સત્વર કંઈક જરૂરી પગલાં ભરવાનું વિચારાયું પણ હતું, પણ મહારાજશ્રીની ઉત્તરોત્તર કથળતી જતી તબિયતના કારણે આમાં કશું ન થઈ શક્યું.
વળી એક વધુ દાખલો જાણવા જેવો છે :
ભાવનગર પાસેના આપણા જાણીતા તીર્થ ઘોઘામાં પણ હસ્તલિખિત પુસ્તકોનો સંગ્રહ છે; એમાં હજાર-બારસો જેટલી પ્રતો છે. વિ.સં. ૨૦૨૩માં ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાનો મણિમહોત્સવ ઉજવાયો તે વખતે આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી ભાવનગર પધાર્યા હતા. એ મહોત્સવ પ્રસંગે શ્રી દલસુખભાઈ માલવણિયા, શ્રી અમૃતભાઈ પંડિત, શ્રી લક્ષ્મણભાઈ ભોજક વગેરે પણ ભાવનગર ગયા હતા. આ ત્રણે મહાનુભાવો હસ્તપ્રતોના પારખું અને એની સાચવણીની પદ્ધતિના જાણકાર છે. મહારાજશ્રી સાથે ભાવનગરનો શ્રી ડોસાભાઈ અભેચંદની શ્રીસંઘની પેઢી હસ્તકનો જ્ઞાનભંડાર જોયા પછી તેઓ ઘોઘાનો ભંડાર જોવા ગયા. ત્યાં જે સ્થાનમાં હસ્તલિખિત પુસ્તકો રાખવામાં આવતાં હતાં, એ સ્થાનને ઉઘાડીને જોતાં ભંડારની
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭૭
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૩ હાલત ખૂબ શોચનીય માલૂમ પડી. કેટલીય પ્રતો ભેજ અને ઊધઈનો ભોગ થઈ ગઈ હતી, અને ત્યાં દુર્ગધ એવી હતી કે પ્રતો જોવાનું પણ અસહ્ય બની જાય. છતાં એમણે ધીરજપૂર્વક એ ભંડારને તપાસ્યો. નષ્ટ થયેલી અને સાજી રહેલી પ્રતોને જુદી કરી. ઊધઈ અને ભેજનો શિકાર થઈને નાશ પામેલી આશરે અઢીસો જેટલી પ્રતોને સાચવવાનું હવે કોઈ રીતે શકય ન હતું એટલે એનો નિકાલ કરાયો, અને બાકીની પ્રતો વિનાશમાંથી ઊગરી જાય એવી તાત્કાલિક ગોઠવણ કરાઈ.
પણ આ માટેની પૂરેપૂરી ગોઠવણ તો આ ગ્રંથભંડારના સંચાલકોના સાથ અને સહકારથી જ થઈ શકે એ સમજી શકાય એવી વાત છે. આ ભંડારમાંની પ્રતોમાંની આટલી બધી પ્રતોનો, કેવળ સંચાલકોની જરૂરી દેખરેખને અભાવે, નાશ થઈ ગયા પછી બાકીની પ્રતોની સુરક્ષા માટે અથવા એ પ્રતો ભાવનગર સંઘ હસ્તકના ભંડારને સોંપી દેવા અંગે ઘોઘાના આ ભંડારના સંચાલકોનું એક કરતાં વધુ વાર ધ્યાન દોરવા છતાં આ બાબતમાં કંઈ થઈ શક્યું હોય એમ જાણવા મળેલ નથી.
આ ભંડારના સંચાલકોને પોતાની બેદરકારીને દૂર કરીને આ બાબતમાં પોતાની ફરજ બજાવવાની પ્રેરણા મળે એ દૃષ્ટિએ બે-એક વર્ષ પહેલાં ભાવનગરમાં ચાતુર્માસ બિરાજેલા એક જાણીતા આચાર્ય મહારાજનું ધ્યાન આ વાત તરફ દોરવામાં આવેલું, અને આ માટે ઘટતું કરવાની વિનંતી કરવામાં આવેલી. અને આચાર્ય મહારાજે આ અંગે બનતું કરવાનું પણ કહેલું; પણ છેવટે કશું થઈ શક્યું નહીં.
આવા ભંડારોમાંના જે ભંડારો વધારે હસ્તપ્રતો ધરાવતા હોય, એનું મહત્ત્વ વિશેષ હોય એ સ્વાભાવિક છે. પણ તેથી જે ભંડારોમાં ઓછી હસ્તપ્રતો હોય એ ભંડારોને ઓછા મહત્ત્વના માની લેવાની જરૂર નથી. ક્યારેક તો ઓછી પ્રતા ધરાવતા ભંડારમાંથી પણ એવી વિરલ અને દુર્લભ હસ્તપ્રત મળી આવે છે, જે અન્યત્ર ક્યાંય નથી મળતી ! આવી પ્રત મળી આવવાને કારણે કોઈ લુપ્ત થયેલ માની લેવામાં આવેલ ધર્મગ્રંથ કે બીજા વિષયના ગ્રંથનો અભ્યાસ કરવાનું અને લાભ લેવાનું શકય બની જાય છે; આ કંઈ જેવો-તેવો લાભ ન ગણાય.
આ તો અમે અહીં માત્ર દાખલા જ યંક્યા છે. બાકી તો હજી આપણા કેટલાય નાના-મોટા હસ્તલિખિત ભંડારો વણશોધાયા રહ્યા છે, અને એમને સુરક્ષિત અને સુવ્યવસ્થિત કરવાનું કામ તો બાકી જ છે. અને જે ભંડારો સુરક્ષિત અને વ્યવસ્થિત છે એની પ્રતો બાબતે પણ, એને કોઈ પણ જાતના નુક્સાનનું જોખમ તો નથી ને – એની પણ અમુક-અમુક સમયે બરાબર તપાસ થતી રહે એ જરૂરી છે.
જ્યારે આવા તપાસાયેલા જ્ઞાનભંડારોને તપાસવાનો, અને સુરક્ષિત ભંડારોને અવારનવાર દેખભાળ કરતાં રહેવાની જરૂરનો વિચાર કરવામાં આવે છે, ત્યારે પહેલો સવાલ એ થાય છે કે આ કામ પૂરી ચીવટ, ધીરજ અને ખંતથી કોણ કરે ? અને
Page #401
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
આવું કામ કરવાની આવડત ધરાવતા માણસો પણ આપણે ત્યાં કેટલા ? આ બાબતમાં સ્થિતિ ઠીક-ઠીક અસંતોષકારક છે, અને તેને સુધારવાનો કોઈ વ્યવસ્થિત પ્રયત્ન ક૨વાનો આપણને હજી ખ્યાલ નથી આવતો એ વાત વિશેષ ચિંતાજનક છે.
૩૭૮
રાજસ્થાન અને ગુજરાતમાં હજી પણ કેટલાક ભંડારો અજ્ઞાત હશે; કેટલાકનું તો નામ કે ઠેકાણું પણ આપણે જાણતા નહીં હોઈએ ! જૈનપુરી ગણાતા અમદાવાદ શહેરમાં પણ કોઈ-કોઈ ભંડારો એવા છે કે જેનું નામ સારી રીતે જાણીતું હોવા છતાં એમાંની વિપુલ અને વિવિધ વિષયને લગતી સામગ્રીમાં શું-શું છુપાયું છે એની માહિતી મળવી હજી સુધી બાકી જ છે. જ્યારે આ ‘રાજનગર’ની સ્થિતિ આવી હોય ત્યારે અજાણ્યા-અગોચર પ્રદેશોમાંના ગ્રંથભંડારોને શોધી કાઢવાની ને એમાંની સામગ્રીની માત્ર વિગતો એકત્ર કરવાની આશા પણ ક્યાં રાખવી?
એ દીવા જેવું સ્પષ્ટ છે કે આ બધા જ્ઞાનભંડારો એ જૈનસંઘની અમૂલ્ય મૂડી છે, જૈનધર્મ અને સંસ્કૃતિનો એ ગૌરવભર્યો વારસો છે. આ ગ્રંથભંડારોમાં સંગ્રહાયેલી અને સચવાયેલી જ્ઞાનસંપત્તિની વિરલ વિશેષતા એ છે કે એ સામગ્રી કેવળ જૈનવિદ્યાને લગતી નહીં, પણ સમગ્ર ભારતીય વિદ્યાને પણ સ્પર્શે છે; તેથી એની ઉપયોગિતા જૈનજૈનેત૨ તેમ જ દેશ-વિદેશના વિદ્વાનો માટે એકસમાન છે. જ્ઞાનની સામગ્રીનાં સર્જન, સંગ્રહ અને સંરક્ષણમાં જૈનસંઘે, મારા-પરાયાપણાના ભેદને ભૂલીને કેવી ઉદારતા અને ગુણગ્રાહક દૃષ્ટિ અપનાવેલી છે એની સાક્ષી આપણા આ જ્ઞાનભંડારો આપતા જ રહે છે, એ જૈનોની જ્ઞાનભક્તિની કીર્તિપતાકા છે.
આમ છતાં ભાગ્યયોગે આપણી બેદરકારી તથા ઓછી સમજણને કારણે અસંખ્ય હસ્તપ્રતો નષ્ટ થઈ ગઈ અને હજારો હસ્તપ્રતો વિદેશમાં ચાલી ગઈ. હવે જે બની ગયું એનો અફસોસ કરવાને બદલે, જાગ્યા ત્યારથી સવાર ગણીને આ બાબતમાં જે કંઈ કરવા જેવું છે તે ક૨વા તરફ આપણે દત્તચિત્ત થવું જોઈએ. આ દિશામાં જે કામો કરવાં જરૂરી છે, તે નીચે મુજબ ગણાવી શકાય :
(૧) અજ્ઞાત-અગોચર પ્રદેશમાં રહેલા ભંડારોને શોધી કાઢવા. (૨) જે ભંડા૨ો જાણીતા છે એને સુરક્ષિત અને સુવ્યવસ્થિત કરવા. (૩) સુરક્ષિત અને વ્યવસ્થિત લેખાતા ભંડારોની પ્રતોની અવારનવાર સંભાળ લેવાતી રહે.
(૪) બધા ભંડારોનાં માહિતીપૂર્ણ સૂચિપત્રો તૈયાર કરવાં, ગ્રંથની માહિતી તરત મળે એવાં અકારાદિક્રમવાળાં કાર્ડો બનાવવાં અને બને તો આ સૂચિઓ છપાવવી. (૫) વિદ્વાનો ગ્રંથો-સંબંધી માહિતી સહેલાઈથી મેળવી શકે, ગ્રંથોનો ઉપયોગ સરળતાથી કરી શકે, અને છતાં ગ્રંથો પણ બરાબર સચવાય એમ ગોઠવવું.
Page #402
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૩, ૪
(૬) હસ્તપ્રતોને ઉકેલવાની અને સાચવવાની કળાના જાણકાર માણસો તૈયા૨ થઈ શકે એવી કંઈક ગોઠવણની ખાસ જરૂર છે. આવી અગમચેતી નહીં દાખવીએ, તો અત્યારની આની જાણકા૨ થોડીક વ્યક્તિઓથી જ્ઞાનસેવા અને જ્ઞાનોદ્ધારનું કામ કાયમ કેવી રીતે ચાલી શકશે ? કુશળ ધાર્મિક શિક્ષકોની અછત કરતાં પણ આ અછત વધુ ચિંતાજનક છે.
ટૂંકમાં કહીએ, તો આપણી જ્ઞાનસંપત્તિને સુરક્ષિત અને સુવ્યવસ્થિત કરવાનું આ કામ એવું મોટું છે, કે એ માટે, મંદિરોના જીર્ણોદ્ધાર-ખાતાની જેમ જ્ઞાનોદ્વારનું એક મોટું ખાતું ચલાવવું જરૂરી થઈ પડે. આવું ખાતું કેવું હોય અને કેવી રીતે કામ કરી શકે એનો ઉત્તમ નમૂનો અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરરૂપે જોવા મળે છે. આ કાર્ય માટે પૂરેપૂરાં સલાહસૂચન અને માર્ગદર્શન આપી શકે એવી સમર્થ આ સંસ્થા છે, અને એના કાર્યકરોનું જૂથ આ બાબતમાં ખૂબ કુશળ છે. (તા. ૨૮-૭-૧૯૭૩)
(૪) કચ્છનું ઉપેક્ષિત વિધાધન
મુંબઈથી પ્રગટ થતા કચ્છી દશા ઓસવાળ જૈન જાતિના માસિક મુખપત્ર ‘પ્રકાશ-સમીક્ષા'ના ગત જૂન-જુલાઈ-ઑગસ્ટ માસના સંયુક્ત અંકમાંના ભાઈશ્રી કરમશી ખેતશી ખોનાના ‘શ્રી અંચળગચ્છ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આવશ્યકતા’ એ લેખ તરફ અમારું ધ્યાન ગયું છે; અને એમાં કરવામાં આવેલ સૂચન તરફ જૈનસંઘનું ધ્યાન દોરવા આ નોંધ લખવા પ્રેરાયા છીએ. શ્રી કરમશીભાઈ લખે છે :
૩૭૯
“હાલમાં જ લેખકશ્રી પાર્શ્વભાઈએ એકાદ માસનો કચ્છનો સંશોધન-પ્રવાસ પૂર્ણ કરી એ વિશે પોતાના વિચારો મિત્રો અને આગેવાનોને પત્રો દ્વારા કે રૂબરૂ મળીને જણાવેલ છે. આ પ્રવાસ દરમિયાન એમને પ્રાપ્ત થયેલ અનેક જાણકારીનું ભાથું એમના પ્રકાશ્યમાન બે ગ્રંથોમાં પ્રતિબિંબિત થશે. અહીં તેમણે વર્ણવેલ આપણા જ્ઞાનભંડારોની અવદશા વિશે સંક્ષેપમાં દૃષ્ટિપાત કરી એના ઉપાય વિશે જણાવવું પ્રસ્તુત છે.
“અંચલ-ગચ્છના પૂર્વાચાર્યોએ જૈન શ્રુતને બધે પ્રસારિત કરવામાં કે તેને ગ્રંથબદ્ધ કરી જાળવી રાખવામાં ઉલ્લેખનીય પ્રયાસો કર્યા છે, એમના ઉપદેશથી ગચ્છના શ્રેષ્ઠીવર્યોએ એ દિશામાં પ્રચુર ધનવ્યય કરવામાં જરી યે કચાશ રાખી નથી. પરિણામે ગચ્છના મહત્ત્વના દરેક સ્થાનમાં સમૃદ્ધ જ્ઞાનપરબ પ્રસ્થાપિત થઈ અને પ્રતિદિન વૃદ્ધિવંત બનતી રહી.
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૦
જિનમાર્ગનું અનુશીલન
“કચ્છની જ વાત કરીએ, તો અહીં લગભગ પ્રત્યેક મુખ્ય ગામમાં હસ્તલિખિત ગ્રંથોના ભંડારો આજે પણ જીર્ણશીર્ણ દશામાં રહ્યા છે ખરા. આ ભંડારોમાં સુવર્ણાક્ષરી શાહીથી લિપિબદ્ધ સચિત્ર હાથપ્રતો જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય છે. પરજાઉ જેવા તદ્દન નાના ગામમાં આચાર્ય મલયગિરિ જેવા મહાન ગ્રંથકારની હસ્તલિખિત કૃતિઓ ઉપલબ્ધ થાય એ શું ઓછા અચંબાની વાત છે ?
“પરંતુ આ બધા ભંડારોમાં હસ્તલિખિત પ્રતોની જાળવણીમાં ઘોર ઉદાસીનતા સેવાઈ છે. સુથરીનો જ દાખલો લઈએ, તો અહીં સ્તવનો કે પ્રતિક્રમણની છાપેલી ચોપડીઓ સ્ટીલના કબાટમાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવી છે; જ્યારે અપ્રાપ્ય હસ્તલિખિત ગ્રંથરાશિને ઠાંસીઠાંસીને પોટલાંઓમાં ભરવામાં આવેલ છે; અને એ પોટલાંઓ પણ બહાર પડેલ છે. આવું તો લગભગ બધે જ છે. જો આ પોટલાંઓને વ્યવસ્થિત કરવામાં આવે અને તેનું તલસ્પર્શી સંશોધન કરવામાં આવે તો તેમાંથી ઘણી અમૂલ્ય સામગ્રી મળી આવે એમ છે. આવાં પોટલાઓમાંથી જ શ્રી પાર્શ્વભાઈએ મુક્તિસાગરસૂરિષ્કૃત ‘અર્બુદાચલ રાસ' શોધી કાઢ્યો, જે રાસસંગ્રહમાં પ્રકટ થશે. “પહેલાં આપણાં ધનિકો પોતાને ઘેર પણ હાથપ્રતોનો સંગ્રહ રાખતા; આવા સંગ્રહો પણ ઠીક સંખ્યામાં હતા. પરંતુ હાલ એવું જાણવા મળ્યું છે કે આવા વ્યક્તિગત ભંડારોની પ્રતોને નદીના પાણીમાં પધરાવી દેવામાં આવે છે. આવો જ એક દાખલો અબડાસાના પ્રવાસ દરમિયાન સાંભળવામાં આવેલો.
“પૂજ્યપાદ દાદા શ્રી ગૌતમસાગરજી મહારાજને જ્ઞાનભંડારો સ્થાપવાના ભારે કોડ હતા. એમના પ્રયાસોને પરિણામે કચ્છમાં ભુજ અને માંડવીમાં મોટા હસ્તલિખિત સંગ્રહો અસ્તિત્વમાં આવ્યા, દાદાગુરુજી પોતે પણ પ્રતો લખતા . ગ્રંથરત્નોનો પુનરુદ્ધાર કરવામાં એમણે સતત પ્રયાસો કરેલા. પરંતુ એમના પછી હાલ કોઈ પણ ત્યાગીઓને આ દિશામાં નામમાત્રનો પણ રસ હોય એમ જણાતું નથી. મુનિરાજો અને સાધ્વીશ્રીજીઓને પોતાને જ રસ ન હોય, ત્યાં તેઓ શ્રાવકોને ગ્રંથોદ્ધારનો ઉપદેશ તો ક્યાંથી આપવાના ? એમના દુર્લક્ષને પરિણામે પ્રતિદિન આપણાં જ્ઞાનભંડારોની પ્રતોની સંખ્યા ઘટતી જાય છે. જ્ઞાન પ્રત્યેની આવી ઘોર ઉપેક્ષા એ જ આપણી અવનતિનું મૂળ છે એ સત્ય હજી પણ આપણે સમજી શકતા નથી એ મોટી કરુણતા છે. પરંતુ આ કરુણતાની રિસીમા તો એ છે કે આજે આપણા જ્ઞાનભંડારો, જેમના વિકાસમાં આપણા પૂર્વાચાર્યોએ પોતાનું જીવન ખર્ચેલું, તે બધા મોટી કીમતે વેચાઈ રહ્યા છે.
“કચ્છની મોટી પોશાળ, જખૌના ગોરજી હસ્તક આદિ અનેક પોશાળોના સંગ્રહો આપણી પાસેથી ચારના ય ચાલ્યા ગયા છે. આ સંગ્રહોમાં આપણા પૂર્વાચાર્યોનાં પ્રશસ્ત કાર્યો વિશે ઘણું સાહિત્ય હતું. રહ્યાસહ્યા ભંડારો પણ વેચાઈ જવાની સ્થિતિમાં છે. મુનિરાજો કે આગેવાનોની ઊંઘ ઊડતી નથી એવી પરિસ્થિતિ સર્જાઈ છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૪
૩૮૧
લેખક શ્રી પાર્શ્વભાઈએ આ બાબત તરફ સૌનું ધ્યાન ખેંચીને એક અભિનવ વિચાર રજૂ કર્યો છે, કે “અંચલગચ્છ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' સ્થાપીને છૂટી-છવાઈ બધી હાથપ્રતોનો એક જ સ્થાને વિપુલ સંગ્રહ તૈયાર કરવો. નાનાં ગામો હાથપ્રતો વ્યવસ્થિત રીતે ન સાચવી શકે એ સ્વાભાવિક છે. તેઓ સ્વેચ્છાએ એ સંગ્રહ ઉક્ત સંસ્થાને ભેટ ધરી દે. અનેક સંગ્રહોના સમૂહરૂપે એક જ સ્થાને હાથપ્રતોની જાળવણી સુંદર રીતે થઈ શકશે. એ ગ્રંથોનાં સૂચિપત્રો પણ તૈયાર થઈ શકશે એમાં જરા યે શંકા નથી. સૂચિપત્રો તૈયાર થતાં પ્રાચ્યવિદ્યાના અભ્યાસીઓ સંશોધન માટે કે પીએચ.ડી. થવા આ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટનો લાભ સારી રીતે લઈ શકશે, અને એ રીતે અંધકારમાં રહેલાં ગ્રંથરનો પ્રતિદિન પ્રકાશમાં આવતાં જશે.
શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ “શેઠ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર" અમદાવાદમાં સ્થાપેલ હોઈ અને ત્યાં હસ્તપ્રતોનો વિશાળ ગ્રંથસંગ્રહ હોઈને આજે સંશોધનના અભ્યાસીઓ માટે વિદ્યા મેળવવાનું વિદ્યાધામ બનેલ છે. પરદેશી વિદ્વાનો પણ સંશોધન માટે ત્યાં આવવા આકર્ષાય છે. આ સંસ્થાના વિપુલ સંગ્રહમાં માંડલનો અંચલગચ્છનો ભંડાર આદિ અનેક સંગ્રહો લેવાઈ ગયા છે; અને હજી પણ એવા જ બીજા સંગ્રહો મેળવાઈ રહ્યા છે...
આપણા શ્રીમંતો સંઘો કાઢવામાં, પ્રતિષ્ઠાઓ કરાવવામાં કે આંગીઓ રચાવવામાં અઢળક ધનવ્યય કરે છે, જેનાં તાજાં ઉદાહરણો સૌની સ્મૃતિમાં છે. આ શ્રીમંતો જ્ઞાનભંડારોના ઉદ્ધાર માટે પણ થોડું લક્ષ આપે, તો આપણા સંગ્રહોની અસ્પૃહણીય દશા ન રહે, એટલું જ નહીં, પણ “અંચલગચ્છ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવી એક આદર્શ સંસ્થા પણ અસ્તિત્વમાં આવે, જે દ્વારા વેરવિખેર થતાં ગ્રંથરત્નો જળવાઈ રહે અને તેનો યોગ્ય રીતે પ્રચાર પણ થાય. જો આ દિશામાં સત્વરે લક્ષ નહીં અપાય, તો રહ્યા-સહ્ય ગ્રંથભંડારો પણ વેચાઈ જશે, અથવા તો નખ્ખાય: થઈ જશે..”
ભાઈશ્રી પાર્શ્વનાં વિદ્યાવ્યાસંગ અને અભ્યાસશીલતાને કારણે એમની વિદ્યાપ્રવૃત્તિ સારી રીતે પાંગરવા લાગી છે; એનું કેટલુંક નક્કર પરિણામ પણ આપણી સમક્ષ આવ્યું છે. એટલે પ્રાચીન હસ્તપ્રતોનું અને શાસ્ત્રસંશોધનનું મૂલ્ય તેઓ બરાબર સમજે છે. અંચળગચ્છનાં સંશોધનની સંસ્થાની જરૂરનો નિર્દેશ કરતા એમના સુચનને અનુલક્ષીને ભાઈશ્રી ખોનાએ કરેલું આપણા ગ્રંથભંડારોની અત્યારે પણ પ્રવર્તતી બિસ્માર હાલતનું વર્ણન બિલકુલ સાચું છે. તેથી શ્રી પાર્શ્વ અને શ્રી ખોનાના આ સૂચનને અમલી બનાવવા લાગતા-વળગતાને પ્રયત્નશીલ બનવા અનુરોધ કરીએ છીએ.
(તા. ૨૯-૧૧-૧૯૬૯)
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૮૨
જિનમાર્ગનું અનુશીલન (૫) જોખમી સ્થાનોમાંથી જ્ઞાનભંડારોને
તત્કાળ ફેરવવાની જરૂર આપણા કેટલાક જ્ઞાનભંડારોનો તાત્કાલિક સ્થળફેર કરવાની ખાસ જરૂર ઊભી થઈ છે; એથી આ અંગે કંઈક વિસ્તારથી લખવાની અમને જરૂર લાગે છે.
પાકિસ્તાન અને હિંદુસ્તાન વચ્ચે તાજેતરમાં છેડાઈ ગયેલી અને ઠીક-ઠીક ઉગ્રતાપૂર્વક ખેલાયેલી લડાઈના લીધે, યુદ્ધ કેવી તારાજી કરે છે અને કેવો સર્વનાશ ફેલાવે છે એનો સચોટ ખ્યાલ આપણને આવી ગયો હોવો જોઈએ. આના લીધે જ્યારે હજારો અને લાખો માનવીઓનાં જાન-માલ જોખમમાં મુકાઈ ગયાં હોય ત્યારે, દેવમંદિરો, સંસ્કૃતિનાં ધામો કે સરસ્વતીનાં મંદિરો પણ ભય અને જોખમમાં મુકાયા એ સ્વાભાવિક છે. આવા સર્વનાશના સમયમાં રક્ષણની યોજનાથી જેમ આ બધાંનો બચાવ કરવો જરૂરી થઈ પડે છે, તેમ એમાંની જે-જે વસ્તુઓનું સ્થાનાંતર કરવાથી એનો બચાવ થઈ શકે એમ હોય, તે વસ્તુઓ તત્કાળ બીજાં સુરક્ષિત અને ભયમુક્ત સ્થાનોમાં લઈ જવી એ જ શાણપણ અને દૂરંદેશી ગણાય.
આ યુદ્ધને કારણે પંજાબના, રાજસ્થાનના અને સૌરાષ્ટ્રમાંના પણ આપણા કેટલાક જ્ઞાનભંડારો ભયમાં મુકાઈ ગયા હતા, તેમાં ય પંજાબ અને રાજસ્થાનમાંના અમુક ભંડારો માટે તો સવિશેષ ચિંતા ઊભી થઈ હતી. પંજાબના જ્ઞાનભંડારોમાં પણ અમુક હસ્તલિખિત પુસ્તકો હોવાને કારણે એ મહત્ત્વના છે. આમાંના કયા ભંડારોમાં હસ્તલિખિત ગ્રંથોની કેવી-કેવી સામગ્રી સંગ્રહાયેલી પડી છે, એની વિગતો બહુ પ્રસિદ્ધિ નહીં મળેલ હોવાથી એનું પૂરેપૂરું મહત્ત્વ આપણે પિછાણી શકતા નથી. એ જ રીતે સૌરાષ્ટ્રના સાગર-કિનારાની પાસે આવેલ જામનગરમાં પણ અમુક હસ્તલિખિત ગ્રંથસામગ્રી હોવા છતાં એની મહત્તાનો ખ્યાલ આવવો હજી બાકી છે.
પણ રાજસ્થાનમાંના જોધપુર અને જેસલમેરના હસ્તલિખિત ગ્રંથભંડારો કેવળ જૈન સાહિત્યની દૃષ્ટિએ જ નહીં, પણ સમગ્ર ભારતીય સાહિત્યના વિવિધ વિષયોને લગતા સાહિત્યની દૃષ્ટિએ અત્યંત મહત્ત્વના છે અને વિશ્વવ્યાપી ખ્યાતિ ધરાવે છે. તેમાં ય જેસલમેરમાંના હસ્તલિખિત ગ્રંથભંડારો તો એમાંના કેટલાંક અપૂર્વ અને અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથરત્નોને કારણે કેટલાય દાયકાઓથી દેશ-વિદેશના વિદ્વાનોને માટે મોટા આકર્ષણરૂપ બની રહ્યા છે. તેથી જેસલમેરનો પ્રવાસ અત્યારે પણ અન્ય સ્થાનોના પ્રવાસના જેટલો સહેલો ન હોવા છતાં, દેશના ને વિદેશના અનેક વિદ્વાનો એની મુલાકાત લેતા જ રહ્યા છે. કળામય શિલ્પ અને કોરણીથી સમૃદ્ધ એવાં મનોહર, ભવ્ય જિનમંદિરો પણ જેસલમેરની યાત્રાનું એક વધારાનું આકર્ષણ રહ્યું છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૮૩
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૫
જોધપુરમાં પહેલાંના કેટલાક નાના-મોટા ગ્રંથભંડારો તો હતા જ; પણ રાજસ્થાન સરકારે ત્યાં “રાજસ્થાન પુરાતત્ત્વ પ્રતિષ્ઠાન' નામે કેન્દ્રસ્થ સંસ્થાની સ્થાપના કરી, અને એનું મુખ્ય સંચાલકપદ (માનાર્ડ ડિરેક્ટર-પદ) પુરાતત્ત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજીને સોંપ્યું ત્યારથી, ખાસ કરીને મુનિજીના પ્રયત્નથી અને એમના પ્રત્યેની શ્રદ્ધાને કારણે, એ સંસ્થામાં આશરે નાના-મોટા મળીને ચાલીસથી પચાસ હજાર હસ્તલિખિત ગ્રંથોનો વિપુલ સંગ્રહ થઈ ગયો છે. આ જ રીતે બીકાનેરમાં પણ હસ્તલિખિત ગ્રંથોના નાના-મોટા અનેક ભંડારો મોજૂદ છે.
પાકિસ્તાન-હિંદુસ્તાન વચ્ચેના તાજેતરનું યુદ્ધ ઉગ્ર બનતાં પાકિસ્તાનના સિંધની સહરદની સમીપમાં હોવાને કારણે આ બધાં સ્થાનો ઉપર વિમાની આક્રમણનો ભય ઊભો થયો હતો. જોધપુરે તો લડાયક વિમાનોમાંથી કરવામાં આવતી બોમ્બવર્ષાનો અનેક વાર ભયંકર જાત-અનુભવ કર્યો, જેસલમેર તેમ જ એની આસપાસના પ્રદેશ ઉપર પણ બોમ્બમારાનો ભય સતત ઝઝૂમતો રહ્યો. એના લીધે જોધપુર અને જેસલમેરના આવા બહુમૂલા હસ્તલિખિત ગ્રંથભંડારોના ભાવિ માટે આપણે ખૂબ ચિંતાગ્રસ્ત બની ગયા હતા, અને આ ભંડારોને કેવી રીતે બચાવી શકીશું એ માટે આપણામાં એક પ્રકારનો ગભરાટ વ્યાપી ગયો હતો. તેથી તાર-ટપાલ દ્વારા કે બીજી રીતે લાગતા-વળગતાઓનો સંપર્ક સાધીને આ અંગે તત્કાળ કંઈક કરવાની જરૂર તરફ એમનું ભારપૂર્વક ધ્યાન દોર્યું હતું.
જોધપુરની દિવસેદિવસે વધુ ને વધુ વણસતી અને ભયગ્રસ્ત થતી જતી સ્થિતિને કારણે ત્યાંના “રાજસ્થાન પુરાતત્ત્વ પ્રતિષ્ઠાન'માંના હસ્તલિખિત ગ્રંથોના અતિવિપુલ ગ્રંથભંડારનું શું થશે, એ બાબતે મુનિશ્રી જિનવિજયજીને ભારે બેચેન અને ચિંતિત બનાવી મૂક્યા હતા. એમ કહી શકાય કે આ ચિંતાના ભારે એમનાં ઊંઘ અને આરામને ઉડાડી મૂક્યાં હતાં. આ વખતે તેઓ અમદાવાદમાં હતા અને એમની તબિયત પણ નાદુરસ્ત હતી, તેમ જ જોધપુરમાં આકાશમાંથી બોમ્બવર્ષો થયાના સમાચાર અવારનવાર મળતા રહેતા હતા. પણ એ કશાની પરવા કર્યા વગર તેઓ જાતે જોધપુર પહોંચી ગયા. ત્યાં અત્યારે તેઓ આ હસ્તલિખિત ગ્રંથભંડારની સુરક્ષિત સ્થાને બદલી કરવા અંગે વિચારણા ચલાવી રહ્યા છે. આશા રાખીએ કે રાજસ્થાન સરકાર પણ પરિસ્થિતિની વિકટતાને પિછાણીને તત્કાળ જરૂરી નિર્ણય લઈને એનો અમલ કરશે.
હિંદુસ્તાનના સૌથી વધારે મહત્ત્વવાળા હસ્તલિખિત ભંડારોમાં જેસલમેરના ભંડારોનું સ્થાન આગળ પડતું છે. એમાંના તાડપત્રીય ગ્રંથો જેમ વિશેષ પ્રાચીન છે, તેમ વિશેષ મહત્ત્વના પણ છે. આ ભંડારોનાં વહીવટ અને વ્યવસ્થા સરકાર-હસ્તક નહીં, પણ જૈનસંઘ કે જૈન આગેવાનો-હસ્તક છે. એટલે એની સુરક્ષિતતા માટે સ્થાન
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૪
જિનમાર્ગનું અનુશીલન પરિવર્તન વધારે સહેલાઈથી થઈ શકે. આ માટે કેટલીક હિલચાલ તો ચાલી રહી છે, પણ હજી એ ગ્રંથભંડારની સંભાળ માટે જવાબદાર મહાનુભાવ આ બાબતમાં કેટલા સજાગ અને સક્રિય થયા છે એ જાણવાનું બાકી છે.
આ જ રીતે રાજસ્થાનમાં બીકાનેર વગેરે જે સ્થાનોમાં યુદ્ધની પરિસ્થિતિને લીધે આપણા જ્ઞાનભંડારો ભયમાં મુકાવાનો થોડો પણ સંભવ લાગતો હોય, ત્યાંના આગેવાનોએ પણ એ માટે સાબદા થઈને તરત ઘટતું કરવું જોઈએ.
ઉપરાંત પંજાબ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ જ્યાં-ક્યાંય આવી ભયજનક સ્થિતિ ઊભી થવાનો અંદેશો હોય, ત્યાંના સંઘોએ પણ એ વાતનો વિચાર કરીને બનતી ત્વરાએ ત્યાંના ગ્રંથભંડારોની સુરક્ષા માટે સમુચિત બંદોબસ્ત કરવો જોઈએ.
સદ્ભાગ્યે અત્યારે બે દેશો વચ્ચે યુદ્ધવિરામ સ્થપાયો છે, અને કેટલાંક નાનામોટાં છમકલાં ચાલુ હોવા છતાં, મોટા ભાગનું યુદ્ધ થંભી ગયું છે. આપણા આવા બધા અમૂલ્ય ગ્રંથભંડારોનું સુરક્ષિત સ્થળે ખસેડવાની દૃષ્ટિએ આ એક બહુ જ અનુકૂળ પરિસ્થિતિનો બને તેટલો વધુ અને બને તેટલો વેળાસર લાભ લઈ લેવો જોઈએ.
હવે તો યુદ્ધવિરામ થઈ ગયો છે, એટલે કંઈ કરવાની જરૂર નથી' એમ જો માની લઈશું તો આપણે ભીંત જ ભૂલીશું.
એક કાળે આપણને જેસલમેર બહુ જ સુરક્ષિત સ્થાન લાગ્યું હોવું જોઈએ. તેથી જ ત્યાં આવા અમૂલ્ય ગ્રંથભંડારો આપણે વસાવ્યા હશે. આનો અર્થ એવો નથી કે એ સ્થાન સદાને માટે સુરક્ષિત છે. પાકિસ્તાન ન થયું હોત તો વાત જુદી હતી. એટલે બદલાયેલી પરિસ્થિતિને અનુરૂપ પરિવર્તનને આપણે આવકારવું જ જોઈએ. આમાં સ્થાનનું મમત્વ, પ્રતિષ્ઠાનો સવાલ કે વહીવટી સત્તાની સાઠમારીમાં આપણે અટવાઈ ગયા, તો આપણા પોતાના હાથે આપણા પોતાના જ પગ ઉપર કુહાડો મારી બેસવાની કમનસીબ ભૂલ આપણે કરી બેસીશું!
આવા ખતરામાં આવી પડેલા ભંડારોને ક્યાં ફેરવવા એનો નિર્ણય તે-તે ભંડારોના સંચાલકોએ જ કરવાનો છે. આમ છતાં એ હકીકત જણાવીએ કે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ દ્વારા પૂ. મુ. શ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી સ્થપાયેલ “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર માં, બીજાઓની માલિકીને કાયમ રાખીને પણ, આવા હસ્તલિખિત ગ્રંથભંડારોની પૂરેપૂરી સાચવણીની સુંદર વ્યવસ્થા છે. જેઓને લાભ લેવો હોય, તેઓ આ આદર્શ વ્યવસ્થાનો લાભ લઈ શકે છે.
(તા. ર-૧૦-૧૯૬૫),
Page #408
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૬
(૬) જ્ઞાન-ભંડારોનો વહીવટ
મોટે ભાગે સંઘની માલિકીના જ્ઞાનભંડારો વસાવવાની પરિપાટી આપણે ત્યાં પ્રાચીનકાળથી ચાલી આવે છે. આગળ જતાં વ્યક્તિગત માલિકીના ગણી શકાય એવા પણ જ્ઞાનભંડારોના થોડાક દાખલાઓ મળી શકે એમ છે, અને કોઈ ઉપાશ્રયની શ્રીપૂજ કે યતિની ગાદીની સાથે સંકળાયેલ હોવાથી અમુક અંશે વ્યક્તિગત માલિકીના લેખી શકાય એવા પણ ગ્રંથભંડારો છે. એટલે પછી એની સાચવણી અને એના ઉપયોગ માટેની વ્યવસ્થા અને વહીવટનો સવાલ પણ જૂના કાળથી જ આપણે હલ કરવો પડ્યો છે. કેટલાય સમૃદ્ધ અને ઉપયોગી જ્ઞાનભંડારોના ઉપયોગની આડે આવતી વહીવટી ગેરવ્યવસ્થા દૂર કરવા માટે લખવું અમને જરૂરી લાગે છે. તે પહેલાં આપણા જ્ઞાનભંડારોના મહત્ત્વ અંગે થોડુંક લખવું ઉચિત લેખાશે.
આપણા પ્રાચીન હસ્તલિખિત ગ્રંથભંડારો એ આપણી બીજી બધી સાંસ્કૃતિક, ધાર્મિક, ઐતિહાસિક સંપત્તિ કરતાં વધારે મૂલ્યવાન તેમ જ પાયારૂપ સંપત્તિ છે. અને એની સાચવણીમાં જ આપણાં સંસ્કૃતિ, ધર્મ અને ઇતિહાસની સુરક્ષા છે; ધર્મ, ઇતિહાસ અને સંસ્કૃતિનો બોધપાઠ અને વારસો પણ મોટે ભાગે એમાંથી જ મળે છે. એટલે આવા ગ્રંથભંડારોનું જતન અને એનો સૌ ખપી વ્યક્તિ છૂટથી ઉપયોગ કરી શકે એવી એ આપણી બહુ મોટી ફ૨જ બની રહે છે.
વ્યવસ્થા
વીરનિર્વાણ-સંવત્ ૯૮૦માં (વિક્રમ સંવત્ ૫૧માં) દેવર્નિંગણી ક્ષમાશ્રમણ દ્વારા વલભીપુરમાં થયેલી શ્રમણસંઘની બેઠકમાં લેવાયેલા શકવર્તી નિર્ણય મુજબ માત્ર કંઠસ્થ રખાતાં શાસ્ત્રોને ગ્રંથસ્થ કરવાની પ્રથા એક વાર શરૂ થઈ, ત્યાર પછી તો આપણે ત્યાં પ્રાચીન તેમ જ નવાંનવાં રચાતાં પુસ્તકોને લખવાં-લખાવવાં એ પવિત્ર ફરજ લેખાવા લાગી, અને જે કાળે જે સાધનો આ માટે સુલભ હતાં, તેનો ઉપયોગ છૂટથી થવા લાગ્યો. જ્યારે દેવનાગરી લિપિના બદલે બ્રાહ્મી લિપિ પ્રચલિત હતી તેટલા પ્રાચીન કાળમાં લખાયેલાં પુસ્તકો તો અત્યારે મળતાં નથી; પણ વલભી-વાચના પછી પુસ્તકો લખાવવાની જે પ્રથા ચાલી તેથી દરેક સૈકે અનેક પુસ્તકો લખાતાં રહ્યાં. એટલે અત્યારે જૈન-ધર્મના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથો તાડપત્ર ઉપર દેવનાગરી ભાષામાં લખાયેલા મળે છે. પછી કાગળનો ઉપયોગ શરૂ થયો ત્યારથી આપણા ગ્રંથો કાગળ ઉપર હાથે લખાવા શરૂ થયા; અને છેલ્લે-છેલ્લે યંત્રયુગમાં મુદ્રણકળા(છાપખાના)ની શરૂઆત થઈ, તો આપણે ધર્મશાસ્ત્રોને છપાવવાં શરૂ કર્યાં. (અલબત્ત, ઓછા શાસ્ત્રજ્ઞ અને ઓછા અભ્યાસી એવા અનધિકારીઓને હાથે છપાયેલા ગ્રંથોમાં અનેક અશુદ્ધિઓ આવી જવા પામી.) એક વા૨ના કંઠસ્થ આગમોને ગ્રંથસ્થ કરવાની શરૂઆત થઈ તે એટલે સુધી
-
૩૮૫
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૬
જિનમાર્ગનું અનુશીલના કે ધર્મપુસ્તકો લખવાં-લખાવવાં. (પુત્વત્તિi) એ શ્રાવકને માટે ધર્મફત્ય લેખાવા
લાગ્યું.
શ્વેતાંબરોના પ્રાચીન અને આધુનિક પણ) ગ્રંથભંડારો જોતાં એની એક વિશેષતા તરફ વિદ્વાનોનું ધ્યાન ગયા વગર નથી રહેતું કે એ ભંડારોમાં તાંબર પરંપરાના ગ્રંથો ઉપરાંત દિગંબર પરંપરાના, વળી વૈદિક (હિંદુ) અને બૌદ્ધ પરંપરાના પણ, તેમ જ દેશમાંના બીજા કોઈ પણ ગ્રંથભંડારમાં સદંતર અલભ્ય એવા ગ્રંથોની પ્રતો પણ મળી આવી છે. આથી દેશ-વિદેશના વિદ્વાનોમાં જૈનવિદ્યા અને ભારતીય વિદ્યાઓના અધ્યયનના અન્વયે આ ભંડારોની ખ્યાતિ ખૂબ ફેલાઈ છે. આનો અર્થ એ થયો કે શ્વેતાંબર જૈનોએ પુસ્તકો લખાવવામાં અને એની જ્ઞાનભંડારો દ્વારા સુરક્ષા કરવામાં સાંપ્રદાયિક સંકુચિત દષ્ટિ ન રાખતાં જ્ઞાનની દૃષ્ટિએ જ સાચવવાની ઉદાર અને દીર્ઘ દૃષ્ટિ શરૂઆતથી જ રાખી છે.
શ્વેતાંબર જૈનસંઘ કે વ્યક્તિ હસ્તકના આવા પ્રાચીન જ્ઞાનભંડારો મોટે ભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં અને મારવાડ-મેવાડ સહિત રાજસ્થાનમાં આવેલા છે. સૌરાષ્ટ્રમાં લીંબડી, ભાવનગર જેવાં સ્થાનમાં, કચ્છમાં રુણી, કોડાય વગેરે સ્થળોએ, ગુજરાતમાં પાટણ, ખંભાત, અમદાવાદ, વડોદરા, સુરત જેવાં શહેરોમાં, રાજસ્થાનમાં જેસલમેર જેવા દૂરના સ્થાને પણ આવા પ્રાચીન અને અમૂલ્ય ગ્રંથભંડારો આવેલા છે.
આમ છતાં આપણી બેદરકારીને કારણે અત્યાર સુધીમાં અસંખ્ય હસ્તલિખિત ગ્રંથો કાળનો કોળિયો બની ગયા, અને આપણા અજ્ઞાનને લીધે વેચાઈને કે બીજી રીતે પરદેશોમાં પહોંચી ગયા એની કથા બહુ જ કરુણ છે. અને, છેલ્લા પાંચેક દાયકા દરમિયાન આ દિશામાં આપણે ઠીકઠીક જાગૃત થયા હોવા છતાં, આવા ગ્રંથોના વિનાશની કે વેચાણની પ્રક્રિયા સાવ અટકી ગઈ છે એવું નથી.
આ ભંડારોનાં મૂલ્ય અને ઉપયોગિતા આપણને જેમ જેમ સમજાતાં થયાં, તેમતેમ એની વ્યવસ્થા તરફ આપણે ધ્યાન આપતા ગયા છીએ, અને વિદ્વાનો એનો સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી પણ કેટલીક ગોઠવણ આપણે ત્યાં થવા લાગી છે. આમ છતાં હજી સંખ્યાબંધ ભંડારો એવા છે, જેમની સામગ્રી વિદ્વાનો માટે દુર્લભ છે. કેટલાંક સ્થાનોમાં હજી પણ આવા પ્રાચીન ગ્રંથોની વિગતવાર યાદીઓ તૈયાર થવી અને એનો સરળતાપૂર્વક ઉપયોગ થઈ શકે એવી વ્યવસ્થા થવી બાકી છે. એ માટે જ્યાં પૈસાની સગવડનો અભાવ હોય ત્યાં આવી સગવડ કરવાની પણ જરૂર છે.
ખપી વિદ્વાનોને પડતી અગવડના ત્રણેક કિસ્સાઓ અમારા જાણવામાં આવ્યા છે, એથી જ આ નોંધ લખવાનું અને દુરસ્ત માન્યું છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૬
૩૮૭
એક વયોવૃદ્ધ અને ચાલવામાં પગની તકલીફવાળા મુનિવર સાથે વાત થઈ; તેઓએ કહ્યું: “અમે જે શહેરમાં ગયા હતા તે તો મોટું, સુખી અને ધર્મભાવનાવાળું શહેર છે. વળી ત્યાં દેવમંદિરો અને જ્ઞાનમંદિરો પણ ઘણાં છે.” તેથી અમે પૂછ્યું : “તો પછી ચોમાસા માટે એ શહેરમાં ન રહેતાં આટલે આઘે કેમ ચાલ્યા આવ્યા; ત્યાં જ રહીને જ્ઞાનધ્યાન કર્યું હોત તો ?”
મુનિવરે ભારે વેદનાપૂર્વક કહ્યું “ભાઈ શું કરીએ ? એ શહેરમાં બધું ય સારું છે – પાંચ-પાંચ તો સારા એવા જ્ઞાનભંડારો છે; પણ કમનસીબી એ છે કે એમાં જોઈએ તેવાં પુસ્તકો હોવા છતાં, જરૂર હોય ત્યારે પુસ્તકો મળી શકતાં નથી. અને ઈતિહાસનું કે સંશોધનનું થોડું પણ કામ કરવું હોય તો એમાં તો કેટલાંય પુસ્તકોની જરૂર પડે. હું આ કંઈ હસ્તિલિખિત પુસ્તકો નહીં મળવાની ફરિયાદ નથી કરતો, આ તો છાપેલાં પુસ્તકોની જ વાત છે. જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં સાહિત્યનું શું કામ થઈ શકે ?”
મુનિશ્રીની આ વાત સાચી છે. અને કેવળ આ શહેરને માટે જ શા માટે? આ બીજાં સ્થાનો સામે પણ આવી ફરિયાદ થઈ શકે એમ છે.
આવો જ એક બીજો કિસ્સો આ પ્રમાણે છે : એક પંન્યાસજી મહારાજ કચ્છના જ્ઞાનભંડારો જોવાના જ મુખ્ય ઉદ્દેશથી ગુજરાતથી ઉગ્ર વિહાર કરીને કચ્છ તરફ ગયા, અને અનેક મુશ્કેલીઓ વેઠીને તેઓ કચ્છમાં ઠેરઠેર ફર્યા. કચ્છના ગ્રંથભંડારોમાંથી કોઈ અલભ્ય પ્રાચીન ગ્રંથ મળી આવવાની એમને આશા હતી; અને તે અમુક અંશે સાચી પણ પડી. છતાં આ મુનિશ્રીને એવાં સ્થાનો પણ મળ્યાં, જ્યાંના ગ્રંથભંડારોનાં તાળાં, ઘણો પ્રયત્ન કરવા છતાં, એના વહીવટદારોએ ન ખોલ્યો તે ન જ ખોલ્યાં. એક વહીવટદાર બીજાનું નામ આપે, બીજો ત્રીજાની વાત કરે. આમ વિદ્વાન મુનિશ્રી ધક્કા ખાધા જ કરે કે માણસને આંટા ખવરાવ્યા જ કરે; છતાં કશું પરિણામ ન આવે ! આવાં સ્થાનોમાં રણી ગામના જ્ઞાનભંડારનો એમણે ખાસ ભારપૂર્વક ઉલ્લેખ કર્યો. બસો-ત્રણસો પ્રત ધરાવતા આ ભંડારમાંથી કંઈક પણ નવું સાહિત્ય મળી આવવાની આશા છે. પણ એ ભંડારનાં તાળાં ખૂલે ત્યારે ને? જો અમારો અવાજ કે અમારી વિનંતી કચ્છના રણી ગામના એ જૈન ભાઈઓના હૃદય સુધી પહોંચી શકે અને તેઓ આ ગ્રંથભંડારને તાળાબંધીમાં ગોંધી રાખવાને બદલે સાચા પારખુ અને ખપી વિદ્વાનો માટે એનાં દ્વાર ખોલે તો કેવું સારું !
ત્રીજો કિસ્સો છે અમદાવાદનો. રાજસ્થાનના એક ખૂબ વિદ્યાપ્રેમી અને સાહિત્યસેવી શ્રીમંત સદ્દગૃહસ્થે તાજેતરમાં જ કહ્યું; “અમદાવાદમાંના અમુક-અમુક ભંડારો જોવાની ઇચ્છાથી હું અમદાવાદ ગયો, ત્યાં રોકાયો અને ભંડારો જોવા દેવાની એના વહીવટદારો પાસે માગણી કરી. આ માટે કોઈએ ના તો ન પાડી, પણ એવા
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૮
જિનમાર્ગનું અનુશીલન
ખોટા આંટા ખવરાવ્યા અને એમાં એટલો વખત નકામો ગયો કે છેવટે થાકીને મારે એ વિચાર પડતો મૂકવો પડ્યો ! કેટલાંક વર્ષ પહેલાંની આ વાત છે; અને હજી પણ મારી આ ઇચ્છા સફળ નથી થઈ!”
આ ત્રણ કિસ્સાઓને પણ કદાચ સારા કહેવડાવે એવી, એક વિચિત્ર વાત આ સ્થાને જાણવી રસપ્રદ થઈ પડશે, કે ક્વચિત્ એવું પણ બને છે કે પોતાની પાસે વિશાળ જ્ઞાનભંડાર હોવા છતાં, પોતાને કોઈ ગ્રંથની જરૂર પડે તો પોતાના જ્ઞાનભંડારનાં તાળાં ઉઘાડવાને બદલે બીજે ક્યાંકથી એ ગ્રંથ મળી શકતો હોય તો તે મેળવવાની મનોવૃત્તિ હોય છે!
આજે જૈન સાહિત્ય તરફ દેશ-પરદેશના વિદ્વાનોનું ખૂબ ધ્યાન દોરાયું છે અને ચારેકોરથી હસ્તલિખિત તેમ જ છપાયેલ સાહિત્યની માગણી થયા કરે છે. તો જૈન સાહિત્યના પ્રચારને માટે કે જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોનો સામાન્ય જનસમૂહને પરિચય કરાવવા માટે અત્યારે સોનેરી સમય છે. આવા સમયે પણ જો આપણે આપણા જ્ઞાનભંડારો માટે આવું સંકુચિત વલણ રાખીએ, અને એના ખપી વિદ્વાનો માટે પણ એ સુલભ ન બનાવી શકીએ, તો તે આપણા માટે ઘણું જ હીણપતભર્યું છે.
જ્ઞાનભંડારોને સાચવવા અને એમાંના પ્રાચીન ગ્રંથો રફેદફે ન થઈ જાય એની ખબરદારી એ એક વાત છે, અને એનો સદંતર ઉપયોગ જ ન થઈ શકે એવી વ્યવસ્થા એ સાવ જુદી વાત છે; એ તો કેવળ અજ્ઞાન જ છે.
ગ્રંથોની સુરક્ષા માટે પણ, હવે તો હસ્તપ્રતોનો ઉપયોગ કરવા દેવાની મોકળાશમાત્ર કરીએ તે પૂરતું નથી, પણ વહેલામાં વહેલી તકે સામે ચાલીને એનો ઉપયોગ કરાવી સંશોધન-સંપાદનપૂર્વક પ્રતોની મુદ્રિત રૂપે વૃદ્ધિ કરીએ એવો યુગસંદર્ભ છે તે નીચેની પૂરક નોંધ બતાવશે.
ડૉ. હીરાલાલજી જૈન એ ભારતના પ્રાચ્યવિદ્યાના વિશારદ વિદ્વાનોમાંના એક વિખ્યાત વિદ્વાન છે. દિગંબર સંઘના આગમિક આકર-ગ્રંથ “ષટ્રખંડાગમ' (‘ધવલા' ટીકા સહિત) મહાગ્રંથનું ૧૬ ભાગોમાં સંપાદન એમની દેખરેખ નીચે થયું છે. આ મહાગ્રંથના સંપાદન દરમિયાન આ ગ્રંથની મૂડબિદ્રીની પ્રાચીનમાં પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રત નહીં મળી શકવાને કારણે એ કાર્યમાં એમને કેટલી મુસીબત વેઠવી પડી એનું તેમ જ આ ગ્રંથોને સુરક્ષિત બનાવવાની તેમ જ એનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે એવી વ્યવસ્થા થવાની કેટલી જરૂર છે, એ વાતની સચોટ અને હૃદયસ્પર્શી રજૂઆત તેઓએ આ મહાગ્રંથના પહેલા ભાગના પ્રાકકથનમાં ખૂબ વેદનાભરી વાણીમાં કરી છે. ત્રીસેક વર્ષ પહેલાં (સને ૧૯૩૯માં) લખાયેલું એમનું આ લખાણ થોડા વખત પહેલાં અમારા જોવામાં આવતાં, અત્યારે પણ એ એટલું જ ઉપયોગી લાગ્યું એટલે
Page #412
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૬
૩૮૯ અમે એમનું એ લખાણ (મૂળ હિંદીનો ગુજરાતી અનુવાદ) અહીં સાભાર રજૂ કરીએ છીએ :
“આને (શ્રી વીરસેનાચાર્યવિરચિત “ધવલા' ટીકા સહિતના શ્રી ભગવતપુષ્પદંત તથા ભૂતબલિ વિરચિત પખંડાગમને) તૈયાર કરવામાં અમને જે અનુભવ મળ્યો છે, તેથી અમારું હૃદય અંદર ને અંદર ખેદ અને વિષાદના આવેગથી રડી રહ્યું છે.
“આ સિદ્ધાંત-ગ્રંથોમાં જે અપાર જ્ઞાનરાશિ ભરેલો છે, એનો ગઈ કેટલીય શતાબ્દીઓ લગી આપણા સાહિત્યને કશો લાભ નથી મળી શક્યો; કેમ કે એની જે એકમાત્ર પ્રતિ હતી, તે, ગમે તે રીતે, તિજોરીમાં બંધ થઈ ગઈ હતી, અને એ અધ્યયનની વસ્તુ મટીને પૂજાની વસ્તુ બની ગઈ હતી. જો આ ગ્રંથો સાહિત્ય-ક્ષેત્રમાં સુલભ રહ્યા હોત, તો એને આધારે અત્યાર સુધીમાં, ન માલૂમ, કેટલું અને કેવી કોટિનું સાહિત્ય રચાયું હોત, અને આપણા સાહિત્યને કેવી ય દિશા અને ગતિ મળી ગઈ હોત ! સિદ્ધાંતની કેટલીય ગૂંચો, કે જેને ઉકેલવામાં વિદ્વાનોનાં પુષ્કળ સમય અને શક્તિનો હાસ થતો રહ્યો છે, એ આ ગ્રંથોમાં ઉકેલાયેલી પડી છે. આટલી વિપુલ સંપત્તિ મળવા છતાં આપણે દરિદ્ર જ બની રહ્યા; અને આ દરિદ્રતાનાં સૌથી વધારે સંતાપ અને દુઃખનો અનુભવ અમને આ ગ્રંથોનું સંપાદન કરતાં થયો છે !
જે પ્રતોને આધારે અમે સંશોધન કરતા હતા તે ખામીઓ અને ભૂલોથી ભરેલી છે. અમારે એના એક-એક શબ્દના સંશોધનને માટે, ન માલૂમ કેટકેટલી માનસિક કસરત કરવી પડી છે, અને કેટલા દિવસો સુધી, સતના બે-બે વાગ્યા સુધી બેસીને અમારા લોહીને સૂકવવું પડ્યું છે ! આમ છતાં ય અમે જે સંશોધન કર્યું છે, એને માટે સોળે સોળ આના અમને ખાતરી નથી કે આચાર્યે રચેલા શબ્દો એ જ છે. ભલે અમારે આ બધું કરવું પડ્યું, પણ ખરી રીતે મૂડબિદ્રીની આદર્શ પ્રતિઓમાં દૃષ્ટિપાત કરવા માત્રથી પણ એ કઠિન સ્થળો અંગેનો નિર્વિવાદ નિર્ણય થઈ શકવાની સંભાવના હતી. અમને થયેલા અનુભવ એવા માનવીના જીવન જેવો હતો કે જેના પિતાની અઢળક સંપત્તિ ઉપર તાળું લગાવીને કોઈ બેસી ગયું હોય, અને એ પોતે એક-એક ટુકડાને માટે ભીખ માગતો ફરતો હોય !
“આનાથી આપણને કેટલું બધું નુકસાન થયું! જેટલો સમય અને પરિશ્રમ એના સંશોધનમાં લાગી રહ્યો છે, એટલામાં જો મૂળ પ્રતિ મળી શકી હોત, તો ન માલૂમ, કેટલી સાહિત્ય-સેવા થઈ શકી હોત, અને સમાજનું કેટલું ભલું કરી શકાયું હોત ! સમય અને શક્તિના આવા જ અપવ્યયથી સમાજની પ્રગતિ રૂંધાઈ જાય છે. અત્યારની મંદગતિ જોતાં, કોણ જાણે આ ગ્રંથોના ઉદ્ધારમાં કેટલો સમય ખરચાશે!
“આ સમય સાહિત્ય, કળા અને સંસ્કૃતિને માટે ભારે આપત્તિનો સમય છે, રાજદ્વારી અશાંતિને કારણે હજારો વર્ષોની સાંસ્કૃતિક સંપત્તિ અમુક મિનિટોમાં જ ભસ્મસાત્ થઈ જાય. ભગવાન એવું ન થવા દે, પણ જો આવી આફત અહીં આવી
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૯૦
જિનમાર્ગનું અનુશીલન
પહોંચે તો આ દ્વાદશાંગ વાણીના અવશેષો પછી ક્યાં સચવાશે? આફ્રિકા, ચીન વગેરેના દાખલાઓ આપણી સામે જ છે. પ્રાચીન પ્રતિમાઓ ખંડિત થઈ જતાં ગમે ત્યારે નવીન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી શકાય છે, પ્રાચીન મંદિરો જીર્ણ થઈને પડી જાય તો ગમે ત્યારે નવાં મંદિરો ઊભાં કરી શકાય છે, ધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી થઈ જાય, તો કદાચ, પ્રચાર દ્વારા એ વધારી શકાય છે, પરંતુ પ્રાચીન આચાર્યોના જે શબ્દો ગ્રંથોમાં ગૂંથી લેવામાં આવ્યા છે, એ જો એક વાર નષ્ટ થઈ જાય તો એનો પુનરુદ્ધાર થવો સર્વથા અસંભવ છે. શું લાખો-કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ સંપૂર્ણ દ્વાદશાંગી શ્રુતનો ઉદ્ધાર કરી શકાય એમ છે ખરો? કદી નહીં.
એટલા માટે જ પ્રાણવાન દેશ, રાષ્ટ્ર અને સમાજ પોતાના પ્રાચીન સાહિત્યના એક-એક ટુકડા માટે પોતાની સમગ્ર શક્તિ વાપરીને એનું રક્ષણ કરે છે.
એ ધ્યાનમાં રાખવું ઘટે કે અત્યાર લગી જે ઉપાયોથી ગ્રંથરક્ષા થતી રહી, એ ઉપાયો હવે કામ લાગે એવા નથી રહ્યા. અત્યારે સંહારક શક્તિએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આ યુગમાં સાહિત્યના રક્ષણનો એનાથી ચઢિયાતો બીજો કોઈ ઉપાય નથી કે ગ્રંથોની હજારો પ્રતિઓ છપાવીને બધે ફેલાવી દેવામાં આવે, જેથી ગમે તેવી સ્થિતિ આવી પડવા છતાં, કયાંક ને કયાંક એની હસ્તી ટકી રહે.
- “આપણે-જ્ઞાનના આવા ઉત્તમ સંગ્રહો તરફ આટલા બધા ઉદાસીન રહીએ છીએ અને એના સર્વનાશનું જોખમ વહોરીને ચૂપચાપ બેસી રહ્યા છીએ, એ આપણી શ્રુતભક્તિનું નવું બુદ્ધિહીન સ્વરૂપ છે.
“આ પ્રશ્ર સમસ્ત જૈન સમાજે વિચારવા જેવો છે. એમાં ઉદાસીનતા ઘાતક નીવડવાની છે.”
ડૉ. હીરાલાલજીનું આ લખાણ કેવળ જૈનસંઘને માટે જ નહીં, પણ બધા ય હસ્તલિખિત ગ્રંથભંડારોના વ્યવસ્થાપકોને માટે ઉપયોગી થઈ શકે એવું છે. તેમાં ય અત્યારના અણુબોંબ જેવાં પળવારમાં સર્વનાશ વેરી શકે એવાં અસ્ત્રોના યુગમાં આ બાબતમાં કેટલું સાવધાન રહેવાની જરૂર છે – એ તરફ એમણે યથાર્થ આંગળી ચીંધી છે. પ્રાચીન ગ્રંથોની સાચવણીના એક ઉપાય તરીકે એમણે એની હજારો પ્રતિઓ છપાવીને જુદે જુદે સ્થળે ફેલાવી દેવાનું જે સૂચન કર્યું છે તે ઘણું મહત્ત્વનું છે.
એમ થવાથી પ્રાચીન ગ્રંથોનો ઉપયોગ સરળ અને વ્યાપક બનશે; સાથે-સાથે એનું રક્ષણ પણ વિશેષ પ્રમાણમાં થઈ શકશે. અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે હસ્તલિખિત ગ્રંથોની આવી મહત્તા અને ઉપયોગિતા સમજીને આપણી કેન્દ્ર સરકારે આવા ગ્રંથોની યાદીઓ છપાવવા માટે ઘણી સારી મદદ આપવાની યોજના કરી છે. (આ અંગેની વિશેષ માહિતી “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર', અમદાવાદ-૩૮૦૦૦૯ – એ સરનામે લખવાથી મળી શકશે.)
(તા. ૩૦-૭-૧૯૬૦ અને તા. ૧-૮-૧૯૬૮)
Page #414
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર: ૭
(૭) મુનિવરની મૂલ્યવાનું સાહિત્યયાત્રા ચાતુર્માસ પૂર્ણ થતાં, ગત કારતક વદિ સાતમ ને શનિવારના રોજ સાક્ષરરત્ન પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજીએ અમદાવાદથી જેસલમેર તરફ વિહાર કર્યો છે એ બીના ખાસ નોંધવા જેવી છે. છેલ્લાં કેટલાંક વર્ષથી મહારાજશ્રીએ આગમ-સંશોધનનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે અને એની વ્યવસ્થા માટે “આગમપ્રકાશિની સંસ’ નામક સંસ્થાની સ્થાપના કરીને પોતે એ કાર્યને આગળ ધપાવી રહ્યા છે. આ કાર્ય માટે આપણાં જુદાં-જુદાં શહેરોમાંના જ્ઞાનભંડારોમાં રહેલી આગમ-ગ્રંથોની પ્રાચીનતમ હસ્તપ્રતો મેળવીને એકેએક આગમ-ગ્રંથના મૂળ પાઠ વગેરેનું સંશોધન અને યથાસ્થિત સંકલન તેઓ કરી રહ્યા છે. આ રીતે અનેક પ્રતિઓ સાથે મેળવ્યા પછી જ તૈયાર થયેલ આગમગ્રંથોને મુદ્રિત કરવાની તેઓની યોજના છે. આમ બહુ જ ઝીણવટપૂર્વક અને ધ્યાનપૂર્વક સંપાદિત કરવામાં આવેલ આગમગ્રંથો જ્યારે પણ મુદ્રિતરૂપે પ્રગટ થશે, ત્યારે એ અનેક વિશેષતાઓથી યુક્ત અને તેથી જૈન સાહિત્યનું ખૂબ ગૌરવ વધારનારા થઈ પડશે, અને જૈન સંસ્કૃતિના જિજ્ઞાસુ વિદ્વાનો અને અભ્યાસીઓ માટે ખૂબ મહત્ત્વની સામગ્રી પૂરી પાડશે એ નિશ્ચિત છે. મહારાજશ્રીની ખાસ ઈચ્છા હતી કે આ આગમગ્રંથોની મુદ્રણ-નકલો (પ્રેસ કોપીઓ)ને આખરી રૂપ આપવામાં આવે તે પહેલાં જેસલમેરના પ્રસિદ્ધ જૈન જ્ઞાનભંડારોમાંથી જે-જે આગમગ્રંથોની હસ્તપ્રતો મળી શકે તેની સાથે એની મેળવણી કરી લેવામાં આવે; કારણ કે જેસલમેરના ભંડારોમાં સચવાયેલી હસ્તપ્રતો બીજી હસ્તપ્રતો કરતાં વિશેષ પ્રાચીન હોવાનો સંભવ છે. આજે સદ્દભાગ્યે જેસલમેર અને તેની આસપાસના પ્રદેશના જૈન મહાનુભાવોની ભાવભરી વિનંતીથી મહારાજશ્રીની એ ઇચ્છા પાર પડે છે, અને ખાસ એ જ્ઞાનભંડારોનું અવલોકન કરવાના તેમ જ એ બધા ભંડારોને વ્યવસ્થિત કરવાના મુખ્ય ઉદ્દેશથી તેઓ એ તરફ વિહાર કરે છે એ બીના હર્ષ ઉપજાવે એવી છે.
જેસલમેરના જૈન જ્ઞાનભંડારો ખૂબ સમૃદ્ધ હોવાની વાત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ; કોઈ-કોઈ વાર કોઈ પ્રવાસી મુનિવર કે વિદ્વાને એ સમૃદ્ધિનાં આછાં-પાતળાં દર્શન પણ કર્યા છે. પણ અત્યાર લગી ત્યાંના આ પ્રસિદ્ધ જ્ઞાનભંડારોની વ્યવસ્થા એવી કઢંગી હતી કે એ જ્ઞાનભંડારોમાંની આપણી એ અમર બહુમૂલી સંપત્તિનાં દર્શનમાત્ર કરવાનું પણ ભારે મુશ્કેલ થઈ પડ્યું હતું. ત્યાંના આ જ્ઞાનભંડારો સ્થાનિક શ્રાવકભાઈઓના હાથમાં હોઈ અને તેઓ અતિસંકુચિત મનવાળા અને જ્ઞાનનો મહિમા બહુ જ ઓછો સમજનારા હોઈ, કોઈ પણ સાચા ખપી વિદ્વાનને પણ એ જ્ઞાનભંડારોનો લાભ મળવો ભારે મુશ્કેલ થઈ પડતો હતો, એટલું જ નહીં, પણ એ જુદા-જુદા
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૨
જિનમાર્ગનું અનુશીલન જ્ઞાનભંડારોમાંના હસ્તલિખિત ગ્રંથો એવી કઢંગી હાલતમાં પડ્યા હતા – હજુ પણ પડ્યા છે – કે ક્યારે કયો ગ્રંથ જીવ-જંતુ કે માટી-કચરાનો શિકાર બનીને નામશેષ થઈ જાય કે ગ્રંથોનાં પાનાંઓ એકબીજામાં સેળભેળ બની જઈને અનેક ગ્રંથો કામમાં ન આવી શકે એવા બની જાય એ કહી શકાય એમ ન હતું.
ત્રણેક વર્ષ ઉપર આપણાં જાણીતા સાક્ષર શ્રી જિનવિજયજી પોતાની સાથે કેટલાક બીજા વિદ્વાનો તેમ જ લહિયાઓને લઈ લગભગ છએક માસ લગી આ જ્ઞાનભંડારોમાંથી મુખ્યત્વે ઐતિહાસિક સામગ્રી મેળવવા માટે જેસલમેરમાં રહેલા, ત્યારે ત્યાં કેવી કઢંગી સ્થિતિ પ્રવર્તે છે તે તરફ, તેમ જ એ જ્ઞાનભંડારોમાં કેવાં અમૂલ્ય અને પ્રાચીન ગ્રંથરત્નો ભર્યાં પડ્યાં છે તે તરફ આપણું ધ્યાન દોર્યું હતું. ત્યારથી જ જાણે એમ લાગ્યા કરતું હતું કે સલમેરના એ જ્ઞાનભંડારો પોતાના સંપૂર્ણ પુનરુદ્ધાર માટે કોઈ સમર્થ વિદ્વાનૂની રાહ જોઈ રહ્યા છે. આજે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના પ્રયાણથી એ રાહ પૂરી થાય છે એ જૈનસંઘ અને સંસ્કૃતિને માટે એક શુભ અવસર છે.
જ્ઞાનભંડારોને સુવ્યવસ્થિત કરવાના કસબમાં પૂ. પુણ્યવિજયજી ખૂબ નિષ્ણાત છે. એમના હાથે લીંબડી, વડોદરા અને પાટણના તેમ જ બીજા અનેક જ્ઞાનભંડારી વ્યવસ્થિત થયા છે અને અનેક પ્રાચીન હસ્તપ્રતિઓ કાળદેવતાનો કોળિયો બનવામાંથી બચી ગઈ છે. વળી એ ગ્રંથોનું સંશોધન-સંપાદન કરવા માટે કે પોતાના હાથે થતા આગમ-સંશોધનના કાર્યમાં એ ભંડારોમાંથી મળી આવતી મહત્ત્વની પ્રાચીન પ્રતિઓનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવા માટે જે અપાર ધીરજ અને ખંત જોઈએ, તે મહારાજશ્રીમાં મોજુદ છે. એમ કહી શકાય કે ઢગલા જેટલી ધૂળનું શોધન કરીને કણ જેટલું સુવર્ણ મેળવનાર ધૂળધોયા જેવી ધીરજ સાહિત્ય-સંશોધનના ધૂળધોયા આ મુનિવરમાં ભરી પડી છે. એટલે તેમની જેસલમેરની આ મુલાકાતથી જૈનસંઘને બેવડો લાભ થવાની આશા છે : એક તો એ, કે જ્યારે એ જ્ઞાનભંડારોના વહીવટદારો પોતે જ વિનંતી કરીને મહારાજશ્રીને ત્યાં તેડી જાય છે ત્યારે તેઓ કોઈ પણ ડર રાખ્યા વગર સાવ મુક્ત મને એ જ્ઞાનભંડારોનાં દ્વાર ખુલ્લાં મૂકી દેશે. એટલે એ બહુમૂલા ગ્રંથો બરાબર વ્યવસ્થિત થવાની સાથે એમની જાળવણી માટે જરૂરી બધી વ્યવસ્થા પણ કરી શકાશે. એટલે ભવિષ્યમાં એ ગ્રંથોને હાનિ પહોંચવાનો બહુ જ ઓછો સંભવ રહેશે. એ જ્ઞાનભંડારો બરાબર વ્યવસ્થિત થશે, એટલે એમાંનાં ગ્રંથરત્નો એના ખપી વિદ્વાનો માટે વિશેષ સુલભ બનશે. બીજો લાભ એ, કે એ જ્ઞાનભંડારોમાં રહેલ આગમગ્રંથોની પ્રાચીન હસ્તપ્રતોથી આપણા આગમ-ગ્રંથોનું વિશેષ સંશોધન થઈ શકશે; આ લાભ જૈન સંસ્કૃતિને માટે ખૂબ મહત્ત્વનો છે. ઉપર્યુક્ત બંને રીતે એ જ્ઞાનભંડારોનો ઉપયોગ કરી લેવા માટે પૂ. પુણ્યવિજયજી અધિકારી વ્યક્તિ છે એમાં શક નથી.
Page #416
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર ઃ ૭, ૮
૩૯૩ જેસલમેરના આ જ્ઞાનભંડારોમાંના ગ્રંથોની પ્રાચીનતાનો વિચાર કરતાં એમ લાગે છે કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને પરમહંત મહારાજ કુમારપાળના સ્વર્ગારોહણ પછી ગુજરાતમાં જ્યારે અજયપાળનો ત્રાસ પ્રવર્તી રહ્યો અને એનો મુખ્ય શિકાર જ્યારે જૈન મંદિરો અને જૈન ભંડારો બનવા લાગ્યા, ત્યારે એ બહુમૂલા શાસ્ત્રગ્રંથોને બચાવવા ગુજરાતના સીમાડા બહાર મોકલી દેવામાં આવ્યા હતા, તેથી ૭૦૦-૮૦૦ વર્ષ કે તેથી ય વધુ પ્રાચીન ગ્રંથો જેસલમેરના આ જ્ઞાનભંડારોમાં મળી આવવાનો સંભવ છે. એથી પુણ્યવિજયજીની આ યાત્રાને અમે અનિલાભદાયી સાહિત્ય-યાત્રા' તરીકે ઓળખાવીએ છીએ. આશા છે જૈનસંઘના લક્ષ્મીનંદનો, ભારતીય અને જૈન સંસ્કૃતિના પ્રેમી વિદ્વાનો અને મુનિવરો સહુ કોઈ જૈનધર્મની સેવાના મહાન યજ્ઞમાં સાથ આપવાના આ ધન્ય અવસરને ઉમળકાભેર વધાવી લેશે.
(તા. ૨૦-૧૧-૧૯૪૯)
(૮) જ્ઞાનોદ્ધારનો એક સ્મારકરૂપ પુરુષાર્થ આગમ-પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી જ્ઞાનોદ્ધારનાં જુદાં-જુદાં અનેક ક્ષેત્રે, એકલે હાથે જે કામ કરી ગયા, તે સાચે જ વિરાટ છે. એનું મૂલ્યાંકન કરવાનું તો આપણું ગજું જ નથી. જેમ-જેમ સમય વીતતો જશે તેમ-તેમ તેઓશ્રીના કાર્યનું મૂલ્ય જૈનસંઘને અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધનની ક્ષેત્રે કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોને વધુ ને વધુ સમજાતું જશે. તેઓના સ્વર્ગવાસથી પડેલી મોટી ખોટ ક્યારે કોના દ્વારા, કેવી રીતે પુરાશે?
આમ છતાં મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના જીવન અને કાર્યને કંઈક આશા જગાવે એવી બીજી રીતે પણ જોઈ શકાય એમ છે. ધર્મસાધકો અને ધર્મશાસ્ત્રોએ આત્માની શક્તિ અનંત-અખૂટ હોવાનું વારંવાર કહ્યું છે. મુનિ શ્રી પુણ્યવિજયજી કે એમના જેવા નિષ્ઠાવાનું ધર્મપુરુષો કે માનવજાતના સેવકો પોતાના જીનકાળ દરમિયાન જે અકથ્ય કાર્યસિદ્ધિ કરી ગયા, તે આત્માની શક્તિ અખૂટ હોવાની વાતની સચ્ચાઈની સાક્ષીરૂપ છે. આ પરથી આપણે કંઈક આશા ધારણ કરીને જૈનસંઘે જ્ઞાનોદ્ધારનો પુણ્યયજ્ઞ ચાલુ રાખવા શું કરવું જોઈએ એનો જ મુક્ત મનથી વિચાર કરીએ.
શ્રી આગમપ્રભાકરજી મહારાજે જ્ઞાનના ઉદ્ધારને ક્ષેત્રે જે વિરલ અને વિપુલ કામગીરી બજાવી છે, એની ઉપયોગી વિગતો કંઈક આમ આપી શકાય :
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૪
જિનમાર્ગનું અનુશીલન (૧) મહારાજશ્રીએ પોતાના દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી તથા ગુરુ મુનિવર્ય શ્રી ચતુરવિજયજીની સાથે અને તેઓના સ્વર્ગવાસ બાદ તેઓના પગલેપગલે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ હસ્તકના સંખ્યાબંધ પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારોનો નમૂનેદાર જીર્ણોદ્ધાર કર્યો-કરાવ્યો હતો. આ જીર્ણોદ્ધારમાં માત્ર હસ્તલિખિત પ્રતોને સુરક્ષિત બનાવીને જ સંતોષ માનવાને બદલે એ પુસ્તકોનું માહિતીપૂર્ણ સૂચિપત્ર તૈયાર કરીને એ પુસ્તકો એનો ઉપયોગ કરવા ઇચ્છતા વિદ્વાનોને ઓછામાં ઓછી મુશ્કેલીથી મળી શકે એવી વ્યવસ્થા પણ તેઓએ કરાવી હતી. કેટલાક જ્ઞાનભંડારોમાંનાં પુસ્તકોની સૂચીઓ તો તેઓએ ખૂબ મહેનત લઈને મુદ્રિત પણ કરાવી, જેથી દેશ-વિદેશનાં જુદાં-જુદાં સ્થાનોમાં રહેતા વિદ્વાનોને માટે ભંડારનાં પુસ્તકોની માહિતી ઘર બેઠાં મેળવવાનું સહેલું થઈ પડ્યું. આમ મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સુરક્ષિત બનાવવા જેટલી જ ધગશ જ્ઞાનભંડારનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે હતી. એમ લાગે છે કે દાદાગુરુના ગુરુ યુગપ્રભાવક મહાપુરુષ શ્રી આત્મારામજી આચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજને જ્ઞાન પ્રસાર અને જ્ઞાનોદ્ધારની જે ઉત્કટ ઝંખના હતી, એ પરંપરાનું જ સાતત્ય તેમણે સવાઈ રીતે સાચવી અને શોભાવી જાણ્યું.
(૨) જ્ઞાનભંડારોના ઉદ્ધારમાં હસ્તપ્રતોનો ઉદ્ધાર તો સ્વયમેવ સમાઈ જાય છે. આમ છતાં શ્રી પુણ્યવિજયજીએ હજારો પ્રાચીન જીર્ણ હસ્તપ્રતોને સુરક્ષિત બનાવવા માટે, માતા જેવી મમતાથી એમની જે માવજત કરી હતી, તેનો જુદો નિર્દેશ કરવો ઘટે. જુદી-જુદી પ્રતોનાં ભેળસેળ થઈ ગયેલાં પાનાંઓને તપાસી-તપાસીને છૂટાં પાડીને એમને સળંગ પુસ્તકરૂપે વ્યવસ્થિત કરવાની, પુસ્તકોનો વિષય સમજી જવાની, છૂટાંછવાયાં પરચૂરણ પાનાંઓને જોઈને એક-એક પાનાની ઉપયોગિતા નક્કી કરવાની, ફાટી તૂટી કે વળી ગયેલ પ્રતોને સરખી કરવાની, પ્રતોમાંના પુસ્તકની મહત્તાને પિછાણી જવાની, વિશિષ્ટ મહાપુરુષોના હસ્તાક્ષરોને ઓળખી કાઢવાની અને અન્ય પરંપરાના સાહિત્યનાં પુસ્તકોની વિશેષતાને પણ પામી જવાની મહારાજશ્રીની ચકોર દૃષ્ટિ, આવડત અને સૂઝ ખરેખર અનોખી હતી. પ્રાચીન પ્રતોની કિંમત પણ તેઓ બરાબર આંકી શકતા. આવાં પુસ્તકો વેચનારાઓ પાસેથી તેઓએ ખરીદાયેલી હસ્તપ્રતોની સંખ્યા હજારો ઉપર પહોંચી જાય એવી મોટી છે. આવી જૂની કે કળાના નમૂનારૂપ વસ્તુઓ વેચનારને યોગ્ય વળતર મળી રહે એ માટેની તેમની ચીવટ પણ તેઓના જીવન સાથે એકરૂપ બનેલી ઉદારતાનું જ પરિણામ કહી શકાય.
Page #418
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર: ૮
(૩) પોતાના ગુરુવર્ય સાથે, બીજા વિદ્વાનો સાથે, તેમ જ એકલે હાથે મહારાજશ્રીએ જૈન આગમો, અન્ય પ્રાચીન જટિલ શાસ્ત્રીય તેમ જ બીજા જૈન ગ્રંથો અને ઇતર પરંપરાના સાહિત્યના ગ્રંથોનું જે સંશોધન-સંપાદન કર્યું છે, તે તેઓની મધ્યસ્થતા, સમભાવિતા, સત્યની શોધની તાલાવેલી અને પ્રાચીન કઠિન ગ્રંથોને સમજવાની સિદ્ધહસ્તતાનું સૂચન કરે છે. તેઓએ સંશોધિત-સંપાદિત કરેલ ગ્રંથોએ દુનિયાના વિદ્વાનોની પ્રશંસા મેળવવા સાથે સંશોધન-કળાના શ્રેષ્ઠ નમૂના તરીકે પણ નામના મેળવી છે. તેમાં ય જૈન આગમો અંગેનું મહારાજશ્રીનું જ્ઞાન તો જેટલું ઊંડું, એટલું જ વ્યાપક અને એટલું જ મૂળગામી હતું. વિભિન્ન આગમસૂત્રો વચ્ચેના આંતપ્રવાહોના તો તેઓ અનન્ય જ્ઞાતા જ હતા.
બીજાં-બીજાં કામોની ગમે તેવી ભીંસ વચ્ચે પણ આ કામોને તેઓ, લેશ પણ ઉતાવળ કર્યા વગર, પૂરી સ્વસ્થતાથી ન્યાય આપવા ટેવાયા હતા.
(૪) વળી, પ્રાચીન-અર્વાચીન ચિત્રો, નાની-મોટી મૂર્તિઓ, સચિત્ર હસ્તપ્રતો, શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ અને લાકડા કે ધાતુની કે બીજી કળાસામગ્રીનું મૂલ્યાંકન કરવાની તેઓશ્રીની કોઠાસૂઝ, એ બધાનો સંગ્રહ કરીને એને સુરક્ષિત બનાવવાની વૃત્તિ અને સાથે-સાથે એ બધી સામગ્રી પ્રત્યેની અલિપ્તતા તેઓના પ્રત્યે વિશેષ આદર પ્રેરે એવી હતી.
(૫) જૈન વિદ્યા કે ભારતીય વિદ્યાના વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓ માટે તો તેઓ જ્ઞાનકોશ કે જ્ઞાનતીર્થ જ હતા. તેઓને જોઈતી માહિતી, સામગ્રી અને ક્યારેક તો ખર્ચમાં પૂરક થઈ રહે એવી સહાય પણ મહારાજશ્રી દ્વારા મળતી; ઉપરાંત કોઈકોઈ ગ્રંથની વિરલ હસ્તપ્રત પણ તેમની પોતાની જવાબદારી ઉપર જ્ઞાનભંડારોમાંથી મળી રહેતી. તેમની હમેશાં એ ઝંખના રહેતી કે કોઈ પણ વિદ્યાના સાધકની સાધના જરૂરી માહિતી, સામગ્રી કે સહાયના અભાવે રૂંધાવી ન જોઈએ. જેનવિદ્યાના અધ્યયનસંશોધનમાં દેશ-વિદેશના વિદ્વાનોને ઉદારતાથી સહાય કરવાની જે ઉપયોગી પ્રવૃત્તિ સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે વ્યવસ્થિતપણે શરૂ કરી હતી, તેનું સાતત્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ સાચવ્યું હતું.
(૬) જ્ઞાનોદ્ધારના કાર્યમાં જેના વગર ચાલે નહીં, એવા લહિયાઓ તૈયાર કરવાની દિશામાં પણ મહારાજશ્રીએ તેમ જ એમના ગુરુશ્રી અને દાદાગુરુશ્રીએ જે કામગીરી બજાવી હતી તે તેઓની દીર્ઘદ્રષ્ટિ અને તીવ્ર વિદ્યાપ્રીતિનું સૂચન કરે છે. મુશ્કેલીથી ઉકેલી શકાય એવી લિપિઓમાં લખાયેલી શાસ્ત્રીય તેમ જ બીજા અનેક વિષયોની પ્રાચીન હસ્તપ્રતોને ઉકેલવાનું અને એની શુદ્ધ અને સ્વચ્છ નકલ
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૯૬
જિનમાર્ગનું અનુશીલના કરવાનું કામ ખૂબ મુશ્કેલ છે. આજે તો આવા નિપુણ લહિયાઓની સંખ્યા દિવસેદિવસે ઘટતી જાય છે, અને નવા લહિયાઓ તૈયાર કરવા માટે કોઈ પ્રયાસ થતો દેખાતો
નથી.
મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીએ, કુશળ વિદ્વાનોનું એક જૂથ જે કામ ન કરી શકે એટલું બધું કાર્ય એકલે હાથે કરેલું હોવા છતાં, જ્ઞાનભંડારોના રક્ષણની જ્ઞાનપ્રસારની અને સમગ્ર આગમિક સાહિત્યના ઉદ્ધારની દિશામાં હજી પણ ઘણું ઘણું કરવાનું બાકી છે. અને જો આ કાર્ય સરખી રીતે આગળ વધારવું હોય તો ઉપર સૂચવેલ છે કે છ પ્રવૃત્તિઓ આગળ ચલાવ્યા વગર આપણે ચાલવાનું નથી. આ પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલુ રહે અને વિકાસ પામે એની વિચારણા અને યોજના જૈનસંઘે – શ્રમણ સમુદાયના અને શ્રાવકસંઘના અગ્રણીઓએ – સત્વર કરવી જોઈએ. - આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજી તથા તેઓના શિષ્યો, આચાર્ય શ્રી વિજયજંબુસૂરિજી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, મુનિરાજ ચતુરવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજી અને એમના શિષ્યો તેમ જ બીજા પણ કેટલાક આચાર્યો કે મુનિવરોના પ્રયાસથી અનેક સમૃદ્ધ જ્ઞાનભંડારો અસ્તિત્વમાં આવ્યા છે તે રાજી થવા જેવું છે. પણ આમાંના કેટલાક ભંડારોની વિગતવાર સૂચીઓ અને એમાંની સામગ્રીનો ઉપયોગ અભ્યાસીઓ સહેલાઈથી કરી શકે એવી વ્યવસ્થા થવી બાકી છે. આ બંનેના અભાવમાં, આ ભંડારોનો ઉપયોગ કૃપણના ધનની જેમ, અતિ મુશ્કેલ કે અશકય ન બની જાય તે જોવું જોઈએ.
પ્રાચીન પુસ્તકોનું સંશોધન-પ્રકાશન કરવાનો રસ પણ આપણા શ્રમણસમુદાયમાં સારા પ્રમાણમાં જોવા મળે છે, અને જૂનાં-નવાં પુસ્તકોના પ્રકાશનમાં જૈનસંઘ દર વર્ષે અઢળક દ્રવ્ય પણ ઉદારતાથી ખર્ચે છે. આમ છતાં એ બધામાં જે દૃષ્ટિ, વ્યવસ્થા અને સળંગસૂત્રતા હોવી જોઈએ તે નહીં હોવાને લીધે, આ બધા પ્રયત્નો અને ખર્ચનું જોઈએ તેવું સારું પરિણામ આવતું નથી.
સમગ્ર કથનનો સાર એ છે કે હવે પછીની જ્ઞાનોદ્ધાર અને જ્ઞાન પ્રસારની આપણી કોઈ પણ પ્રવૃત્તિ કેવળ જૈનસંઘને જ લક્ષમાં રાખીને નહીં, પણ દેશ-વિદેશના વિદ્વાનોને અને અત્યારની વૈજ્ઞાનિક સંશોધન-પદ્ધતિને ધ્યાનમાં રાખીને ચાલવી જોઈએ. આ કામ જરૂર અતિકપરું છે, પણ અશકય તો નથી જ.
(તા. ૨૬-૬-૧૯૭૧)
Page #420
--------------------------------------------------------------------------
________________
૩૯૭.
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૯ (૯) પ્રાચીન ગુજરાતી જૈન સાહિત્યને પ્રગટ
કરતાં રહીએ. જુદી-જુદી સદીઓમાં થઈ ગયેલ જૈન આચાર્યો-મુનિવરોએ તે-તે સમયના ભારતીય સાહિત્યમાં મૂકી શકાય એવા ચિરંજીવ અનેક ગ્રંથોનું સર્જન કરીને ભારતીય સંસ્કૃતિધારામાં જૈન સંસ્કૃતિનું આગવું સ્થાન આકાર્યું છે એ એક સુવિદિત બીના છે. આ સાહિત્ય-સર્જનમાં જૈન વિદ્વાનોએ જેમ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષામાં જુદાજુદા વિષયોને લગતા અનેક ગ્રંથો રચ્યા છે, તેમ ગુજરાતી, રાજસ્થાની અને હિન્દી ઉપરાંત દક્ષિણની તમિળ જેવી લોક-ભાષાઓમાં પણ અનેક કૃતિઓનું સર્જન કર્યું છે.
આવા લોકભાષામાં રચાયેલ જૈન સાહિત્યમાં, અત્યારના હિસાબે પ્રાચીન ગણી શકાય એવી ગુજરાતી ભાષાની કૃતિઓનું પ્રમાણ મોટું છે એમ ઠેરઠેરના જ્ઞાનભંડારોમાંથી સાંપડેલી કૃતિઓ ઉપરથી જાણી શકાય છે. તેમાં ગદ્ય અને પદ્ય બંને શૈલીની કૃતિઓનો સમાવેશ થાય છે. આ જૈન સાહિત્યનું પણ અત્યારના સંશોધનપ્રિય યુગમાં અનેક દૃષ્ટિએ મહત્ત્વ છે. પ્રાચીન ગુજરાતી ભાષાનું સ્વરૂપ, પ્રાચીન કાવ્યનું સ્વરૂપ, ઇતિહાસ, ભૂગોળ, તે-તે સમયના સામાજિક રીતરિવાજો, ખાનપાન યા વેશભૂષાની પદ્ધતિ, કિંવદત્તીઓ, કથાઓ, ચરિત્રો, પિંગળશાસ્ત્ર, રૂઢ પ્રયોગો વગેરે અનેક વિષયોની રસપ્રદ માહિતી આ પ્રાચીન સાહિત્યમાં સહજ રીતે સમાયેલી હોય છે. એટલે આવા કોઈ પણ ગ્રંથનું સંશોધન-સંપાદન કરવું એ ગુજરાતી ભાષા અને સાહિત્યની ભારે સેવા બજાવવા જેવું અને જીવનને પણ સમૃદ્ધ કરનારું કાર્ય ગણાય.
વળી, આ સાહિત્ય એટલા મોટા પ્રમાણમાં આપણાં ભંડારોમાં ભર્યું પડ્યું છે, કે અત્યાર અગાઉ આવું જે કંઈ સાહિત્ય મુદ્રિત થઈને જુદે જુદે સ્થળેથી પ્રગટ થયું છે તે એના ચોથા ભાગ કરતાં પણ ઘણું ઓછું ગણી શકાય. આ સ્થિતિમાં બાકી રહેલી આવી નાની-મોટી સાહિત્યકૃતિઓ પ્રગટ કરવી એ જૈન સાહિત્યની ભારે સેવારૂપ અને તેની પ્રતિષ્ઠામાં ઉમેરો કરનારું પુણ્ય-કાર્ય છે.
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં જૈન વિદ્વાનોએ આપેલા આ મહત્ત્વના ફાળાથી પ્રેરાઈને મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના મુખપત્ર “સૈમાસિકના ગત એપ્રિલસપ્ટેમ્બરના પુસ્તક ૧૫માના સંયુક્ત અંક ૧-૨માં “નયસુંદરત રૂપચંદકુંવર રાસ – એક સ્વાધ્યાય' એ લેખમાં શ્રી જનાર્દન પંડ્યા લખે છે :
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં જૈન (સાધુ) કવિઓનું અર્પણ અમૂલ્ય છે. રાસ, રાસા, ફાગુ અને પ્રબંધ વગેરે સાહિત્યના પ્રકારો એમની પાસેથી આપણને મળેલા.
Page #421
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
ગુજરાતના પ્રાચીન ભંડારો, જૈન મંદિરો અને અપાસરામાં હજી પણ કેટલાંક કાવ્યદલો અણઉકેલ્યાં પડ્યાં છે, જેનાં સંશોધનો થયાં નથી. જે કાવ્યોનો રસાસ્વાદ ગુજરાતે કર્યો છે, એમાં કેટલાંક કાવ્યો એવાં છે કે જેના કર્તા કોણ છે એ જાણી શકાયું નથી. એ કાવ્યોમાં કે બીજે સ્થળે એના કર્તાનો ઉલ્લેખ ન થયો હોવાથી સંશોધક એના પર પ્રકાશ પાડી શકચા નથી. ‘વસંતવિલાસ’ કાવ્ય એનું સબળ દૃષ્ટાંત છે. વળી કેટલાંક કાવ્યો એક જ નામ ધારણ કરનારી જુદી-જુદી વ્યક્તિએ લખ્યાં છે; એટલે કયું કાવ્ય કોનું એ જાણવું મુશ્કેલ થઈ પડે છે. કેટલાકે સમાન વિષય પર કાવ્યો રચ્યાં છે, એટલે પહેલું કોણે લખ્યું એ નક્કી કરવામાં અગવડો આવે છે. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં આપણા સંશોધકોએ પ્રાચીન ભંડારમાં જઈ, ઊંડાં અભ્યાસપૂર્ણ સંશોધનો કરી કેટલાંક અમૂલ્ય કાવ્યો ગુજરાતને ચરણે ધર્યાં છે. આમાંનાં કેટલાંક કાવ્યો માહિતીના અભાવે અપૂર્ણ રહ્યાં છે. છતાં એ કાવ્યો પરત્વે જેટલું સંશોધન અત્યાર સુધીમાં થયું છે એ પ્રાચીન સાહિત્યભંડોળમાં સારો ઉમેરો કરે છે.” ઉપરના લખાણ ઉ૫૨થી સમજી શકાય એમ છે કે સમગ્ર ગુજરાતી ભાષાની દૃષ્ટિએ જૈન મુનિવરોએ પ્રાચીન ગુજરાતીમાં રચેલી કૃતિઓનું કેટલું મહત્ત્વ છે; અને એ કારણે એના યથાસ્થિત સંશોધન-સંપાદનની કેટલી જરૂર છે.
આવા પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં નાનાં-નાનાં સ્તવનો, સજ્ઝાયો કે છંદ યા સ્તુતિથી માંડીને દળદાર પુસ્તક જેવડા મોટા રાસોનો સમાવેશ થાય છે. આમાં ફાગ, વિવાહલો કે પ્રબંધનો તેમ જ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલ ગ્રંથો ઉપરના ટબાઓ કે બાલાવબોધોનો પણ સમાવેશ કરી શકાય. ઉપદેશાત્મક ભાવનાપ્રધાન પદોનો કે ગીતોનો સમૂહ પણ સારા પ્રમાણમાં મળી શકે એમ છે.
આપણે જાણીએ છીએ છેલ્લાં ૧૫-૨૦ વર્ષ પહેલાંની પચીસી દરમિયાન આપણા વિદ્વાનોને પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાયેલ જૈન સાહિત્યનું સંશોધન ક૨વાનો અને તેને સુવાચ્ય પુસ્તકરૂપે પ્રગટ કરવાનો ભારે રસ જાગ્યો હતો. શરૂઆતમાં મુંબઈના જાણીતા પુસ્તક-પ્રકાશક શ્રી ભીમસિંહ માણેકે આ કામ હાથ ધર્યું હતું. ત્યાર પછી સ્વ. આ. મ. શ્રી વિજ્યધર્મસૂરિજી, સ્વ. આ. મ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી, ક્ષર શ્રી જિનવિજ્યજી મુનિ, સ્વ. શ્રી ચીમનલાલ (સી.ડી.) દલાલ, પં. લાલચંદભાઈ ગાંધી વગેરેએ આ કાર્યને વેગ આપવા ઉલ્લેખનીય પ્રયત્ન કર્યો હતો. આ ક્ષેત્રમાં વિદ્વાન્ તરીકે વિશેષ પ્રયત્ન કરવાનો યશ સ્વનામધન્ય જૈન સાહિત્યના ફકીર સ્વ. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈને ફાળે જાય છે. અને પ્રકાશન-સંસ્થા તરીકેનો યશ ‘આનંદકાવ્યમહોદધિ'ના આઠ ભાગોમાં પ્રાચીન ગુજરાતી ભાષાની જૈન રચનાઓ પ્રગટ ક૨ના૨ આપણી સુપ્રસિદ્ધ ‘શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડ' નામક સંસ્થાને
૩૯૮
Page #422
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથભંડારો અને જ્ઞાનોદ્ધાર : ૯
૩૯૯
ફાળે જાય છે. આ ઉપરાંત અન્ય કેટલાક વિદ્વાનોએ કે સંસ્થાઓએ પણ આમાં છૂટોછૂટો ફાળો આપ્યો છે.
પણ છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી આ કાર્ય તરફ આપણે કંઈક ઉદાસીન થઈ ગયા હોઈએ એમ લાગે છે. પણ હવે ગુજરાતમાં એક સ્વતંત્ર વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી)ની સ્થાપના થયેલ હોવાથી ગુજરાતી ભાષાનો વિકાસ થવાના ઘણા સંયોગો ઊભા થયા છે, ત્યારે આ કાર્ય તરફ આપણે વિશેષ ધ્યાન આપવું જોઈએ. આજે જનતામાં ઇતર ધર્મોના સાહિત્યનું પણ સમભાવપૂર્વક અધ્યયન-અધ્યાપન કરવાની ભાવના જાગૃત થઈ છે, ત્યારે બહુમૂલ જૈનસાહિત્ય સુંદર-સુવાચ્ય રૂપમાં જનતા સમક્ષ રજૂ કરવું એ આપણો ધર્મ છે. આવું કાર્ય હાથ ધરી શકે એવી આર્થિક સગવડવાળી સંસ્થાઓ કે આવું કાર્ય યોગ્ય રીતે કરી શકે એવા વિદ્વાનોનો અત્યારે તોટો નથી.
(તા. ૨૭-૧-૧૯૫૧)
Page #423
--------------------------------------------------------------------------
________________
જૈન આગમો : મહત્ત્વ અને પ્રકાશન
(૧) આગમ-પ્રકાશનની વિવિધ આધુનિક યોજનાઓ
છેલ્લાં એકસો વર્ષ દરમિયાન શ્વેતામ્બર જૈનસંઘના પ્રાણ કે પાયારૂપ મૂળ આગમસૂત્રો, અને એને આધારે અથવા એના વિશદીકરણ માટે રચવામાં આવેલાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા – એમ સમગ્ર આગમ-પંચાંગીનાં સંપાદન, સંશોધન, હસ્તલેખન (અત્યારે પણ કાગળ કે તાડપત્ર ઉ૫૨ આગમગ્રંથો લહિયાઓ પાસે હાથથી લખાવવાનું કાર્ય કર્યાંક-ક્યાંક ચાલી રહ્યું છે), ભાષાંતર તથા મુદ્રણ-પ્રકાશનની જે પ્રવૃત્તિ મોટા પાયે અને વ્યાપક રૂપમાં થવા પામી છે, એને લીધે, જૈન સાહિત્યની દૃષ્ટિએ એને આગમ-પ્રકાશનનો સૈકો જ કહેવો જોઈએ.
અલબત્ત, આ એકસો વર્ષ દરમિયાન, જૈન સાહિત્યના વિપુલ ખજાનામાં સંગ્રહાયેલ અને સચવાયેલ જુદીજુદી ભાષાની અને જુદાજુદા વિષયોને સ્પર્શતી નાનીમોટી હજારો અન્ય જૈન કૃતિઓ પણ મુદ્રિત અને પ્રકાશિત થવા પામી છે. આમાંનાં કેટલાંક પુસ્તકો તો, સંશોધન-સંપાદનની વિશ્વમાન્ય આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિની અગ્નિપરીક્ષામાં પણ સફળ પુરવાર થાય એવાં ઉત્તમ રૂપમાં પ્રકાશિત થયાં છે; એટલે આવાં પ્રકાશનો, એના સંપાદકો અને એની પ્રકાશન-સંસ્થાઓની નામના સર્વત્ર પ્રસરી જાય એ સ્વાભાવિક છે. આમ, આ સમયને વ્યાપક જૈન સાહિત્યના પ્રકાશનના ગૌરવભર્યા સૈકા તરીકે પણ ઓળખાવી શકાય.
વળી, આ ગાળામાં દિગંબર જૈનસંઘનું આગમિક તેમ જ અન્ય સાહિત્ય પણ ઘણા મોટા પ્રમાણમાં યશસ્વી રીતે સંપાદિત, અનૂદિત અને મુદ્રિત-પ્રકાશિત થયું છે. શ્વેતામ્બર જૈનસંઘનાં આગમસૂત્રો, આગમિક ગ્રંથો અને અન્ય જૈન સાહિત્યકૃતિઓનાં સંશોધન, ભાષાંતર અને પ્રકાશનની વ્યાપક કાર્યવાહીમાં જેમ પશ્ચિમના દેશોના વિદ્વાનોએ પોતાનો માર્ગદર્શક ફાળો આપ્યો છે, તેમ મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી સંઘના આચાર્ય-મહારાજો તેમ જ ગૃહસ્થ વિદ્વાનો અને પંડિતોનો ફાળો પણ ઘણો મોટો અને મહત્ત્વનો છે.
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૦૧
જૈન આગમોઃ મહત્ત્વ અને પ્રકાશન : ૧
પશ્ચિમી દેશોમાં આગમોનાં અધ્યયન, સંશોધન અને પ્રકાશનની પ્રવૃત્તિ મુખ્યત્વે જર્મનીમાં થઈ હતી; અને કમે-કમે એનું થોડુંઘણું અનુસરણ બીજા દેશોમાં પણ થયું હતું. આ રીતે પરદેશમાં જૈન આગમને લગતી આ પ્રવૃત્તિ શરૂ થયાને પણ આશરે એક સૈકો થઈ ગયો.
આપણા દેશમાં, જૈનસંઘમાં આગમગ્રંથોના સંશોધન-પ્રકાશનની કાર્યવાહી અંગેની વિગતો આ પ્રમાણે છે :
બંગાળના અજીમગંજ-મકસુદાબાદના વતની રાય ધનપતસિંહની ભાવના આપણાં ૪૫ આગમસૂત્રોને છપાવીને પ્રગટ કરવાની થઈ. પોતાની આ ભાવનાને સફળ કરવાની દિશામાં પહેલા પગલા રૂપે એમણે તપગચ્છના તે વખતના મહાપ્રભાવિક સંઘનાયક શ્રી બુટેરાયજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી ભગવાનવિજયજી પાસે અગિયાર અંગસૂત્રોમાંના દશમા અંગસૂત્ર “પ્રશ્નવ્યાકરણસૂત્રનું, એની ટીકા સાથે સંશોધન કરાવીને, એનું પ્રકાશન વિ. સં. ૧૯૩૩માં કર્યું હતું. પછી તો ક્રમેક્રમે બીજાં આગમસૂત્રો અને એની ટીકાઓનું પણ એમના તરફથી પ્રકાશન થયું હતું.
કોઈ પણ નવા વિચાર અને કાર્યનો, શરૂઆતમાં વિરોધ કરવો એ સંપ્રદાયની સહજ પ્રકૃતિ ગણાય છે; એ રીતે રાય ધનપતસિંહે શરૂ કરેલ આગમપ્રકાશન જેવા ઉત્તમ કાર્યનો પણ પ્રારંભમાં કેટલોક વિરોધ થયો હતો. પણ પોતાના આ કાર્યની ઉપયોગિતા અને ઉપકારકતાની તેઓને ખાતરી હતી, એટલે વિરોધથી વિચલિત થયા વગર તેઓએ પોતાના કાર્યને ચાલુ રાખ્યું. તેઓની આ પ્રવૃત્તિ જૈનસંઘને માટે કેવી લાભકારક અને આવકારપાત્ર સાબિત થઈ, તે પછીના સમયે સ્પષ્ટપણે પુરવાર કરી આપ્યું. તેઓની આ પ્રવૃત્તિ ૧૪-૧૫ વર્ષ (વિ. સં. ૧૯૪૭ સુધી) ચાલુ રહી હતી.
આ પછી, ૨૦-૨૨ વર્ષ બાદ, આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરિજીનો આગમપંચાંગીના સમુદ્ધારનો જાણે એક નવો જ યુગ શરૂ થયો; તે આશરે ૩૫ વર્ષ સુધી ચાલુ રહ્યો. તેઓએ મોટે ભાગે એકલે હાથે આગમ-પંચાંગીનાં સંશોધન અને પ્રકાશનનું જે ભગીરથ કાર્ય અસાધારણ મોટા પ્રમાણમાં કર્યું, તે ઘટના જિનવાણીના રક્ષણ દ્વારા જૈનસંઘ ઉપર પરમ ઉપકાર કરનાર પ્રભાવક શ્રમણભગવંત શ્રી દેવર્કિંગણી ક્ષમાશ્રમણનું સ્મરણ કરાવે એવી છે. આગમપ્રકાશન અંગેની તેઓની ઝડપી અને વિસ્તૃત કામગીરી જોતાં તો એમ જ લાગે છે કે આ કાર્યનો તેઓએ પોતાના પવિત્ર જીવનકાર્યરૂપે જ સ્વીકાર કર્યો હતો.
તેઓશ્રીની હયાતી દરમિયાન જ જૈનસંઘને “આગમપ્રભાકર' મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી જેવા શાસ્ત્રવેત્તા અને સમગ્ર આગમસાહિત્યમાં અસાધારણ નિપુણતા ધરાવતા શ્રવણભગવંતની ભેટ મળી એને પણ મોટો પુણ્યયોગ લેખવો જોઈએ. તેઓએ
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૨
જિનમાર્ગનું અનુશીલન આગમ-સંશોધનની દિશામાં બે રીતે કામ કર્યું ઃ એક તો, એમના વખત સુધી અપ્રગટ આગમસૂત્રો અને આગેમિક ગ્રંથોમાંના કેટલાકનું નમૂનેદાર અને ઉચ્ચકોટિનું સંશોધનસંપાદન, ક્યારેક પોતે એકલા અને ક્યારેક પોતાના ગુરુવર્ય કે પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા યા પંડિતશ્રી અમૃતલાલભાઈ ભોજકના સહયોગમાં કરીને એનું પ્રકાશન જુદીજુદી સંસ્થાઓ મારફત કરાવ્યું. બીજું મહત્ત્વનું કામ તેઓએ ત્યાં સુધીમાં પ્રકાશિત આગમ-સાહિત્યનું જાતે ઝીણવટભર્યું અધ્યયન અને અવલોકન કરીને એ દ્વારા, તેમ જ જે હસ્તપ્રતો સહજ રીતે પ્રાપ્ત થઈ તથા જે હસ્તપ્રતો ભારે જહેમત લઈને મેળવી શકાઈ એના આધારે, એ ગ્રંથોમાં જે કંઈ સુધારો-ઉમેરો કરવો જરૂરી લાગ્યો એની અસંખ્ય નોંધો તૈયાર કરવાનું અને અપ્રસિદ્ધ આગમ-ગ્રંથોમાંના અનેક ગ્રંથો છપાવી શકાય એવી સંખ્યાબંધ પ્રેસકોપીઓ પ્રાચીન હસ્તપ્રતોને આધારે તૈયાર કરવાનું કર્યું. આ ક્ષેત્રમાં તેઓ જિંદગીના છેડા સુધી (પંચોતેર-છોંતેર વર્ષની ઉંમર સુધી પૂરી એકાગ્રતા અને સમર્પણભાવથી કામ કરતા રહ્યા. છતાં ઘણા ગ્રંથોના અંતિમ સંશોધનપ્રકાશનનું કાર્ય બાકી જ રહી ગયું. આમ છતાં એ સામગ્રી આગમ-સંશોધનના ક્ષેત્રમાં કામ કરવા ઈચ્છતા નિષ્ઠાવાનું મુનિવરો તથા ગૃહસ્થ પંડિતોને માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ છે. વળી, મૂળ આગમસૂત્રોને વિશુદ્ધ રૂપમાં પ્રકાશિત કરવાની મોટી યોજના શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરી હતી તે કેવળ તેઓની પ્રેરણાથી તથા તેમણે પોતે સંશોધનની મોટા ભાગની જવાબદારી ઉલ્લાસપૂર્વક જાતે જ સંભાળવાની તત્પરતા દાખવી હતી તેથી જ. સાતેક વર્ષ પહેલાં, તેઓનો અણધાર્યો સ્વર્ગવાસ થતાં, આ યોજનાને ચાલુ કેવી રીતે રાખવી એની મોટી મૂંઝવણ વિદ્યાલયના કાર્યવાહકો સમક્ષ ઊભી થઈ હતી.
આવા કટોકટીના કે અણીના વખતે મુનિવર્યશ્રી જંબૂવિજયજી વિદ્યાલયની સહાય આવ્યા, અને આ યોજનાને ચાલુ રાખવાની જવાબદારીનો તેઓએ અંતરના ઉલ્લાસૂપર્વક સ્વીકાર કર્યો એ ઘટનાને પરમાત્માની મોટી મહેર જ લેખવી જોઈએ. મહારાજશ્રીએ આ કાર્યને હાથ ધર્યાને ય પાંચેક વર્ષ થઈ ગયાં.
આમાં વિશેષ નોંધપાત્ર અને આવકારપાત્ર વાત તો એ થઈ છે, કે દર્શનશાસ્ત્રોના એક સિદ્ધહસ્ત, મર્મગ્રાહી સર્વસ્પર્શી મહાન વિદ્વાન તરીકે તેઓશ્રીએ ‘દ્વાદશારનયચક્ર' જેવા એક પ્રાચીન, અતિ જટિલ અને અધ્યયન-અવલોકનની સૂક્ષ્મતા માંગી લેતા જૈન આકરગ્રંથનું, વર્ષોની મહેનતથી જ થઈ શકે એવું સંપાદન-સંશોધન સફળતાપૂર્વક કરીને જે ઊંડી અને એકાગ્રતાભરી અધ્યયનશીલતા કેળવી હતી એનો લાભ હવે આગમસંશોધન જેવા જેનધર્મના પ્રાણરૂપ અને વિશેષ અધ્યાત્મલક્ષી કાર્યને મળવાનો
Page #426
--------------------------------------------------------------------------
________________
જૈન આગમો ઃ મહત્ત્વ અને પ્રકાશન : ૧
૪૦૩
છે. જેમ દ્વાદશાનિયચક્ર' જેવા ગ્રંથના સંપાદનથી તેઓએ જે વિદ્યા ઉપરાંત ભારતીય વિદ્યાની વિશિષ્ટ સેવા બજાવી હતી, તેમ તેઓએ પોતાના સ્વર્ગસ્થ પિતાગુરુની ભાવનાને માથે ચડાવીને, આગમસંશોધનની જે નિષ્ઠાભરી કામગીરી હાથ ધરી છે, તેથી પણ જેને વિદ્યા તેમ જ ભારતીય વિદ્યાની વિશિષ્ટ સેવા થઈ રહી છે.
વળી, આગમસૂત્રો તરફની વિશેષ ભક્તિથી પ્રેરાઈને, તેઓએ બે-એક વર્ષ પહેલાં પોતાની પ્રવૃત્તિનો વધુ વિસ્તાર કર્યો છે એ જાણીને આપણને વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક છે. એની વિગત આ પ્રમાણે છે :
આગમોદ્ધારક આચાર્ય આનંદસાગરસૂરિજીએ સંશોધિત-સંપાદિત કરેલ અને સુરતની ‘આગમોદય-સમિતિ એ પ્રસિદ્ધ કરેલ લગભગ બધા આગમગ્રંથો હવે અપ્રાપ્ય થઈ ગયા છે, અને આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીએ એકત્ર કરેલ તથા બીજી હસ્તપ્રતોમાંથી ઉપલબ્ધ થતી સામગ્રીને આધારે આગમોદય-સમિતિની આવૃત્તિમાં સુધારો-વધારો કરવાની પણ જરૂર છે. પણ આ કાર્ય ખૂબ ધીરજ, ખંત અને કુશાગ્રબુદ્ધિથી જ થઈ શકે એવું હોવાથી એ માટે તો કોઈ વિશિષ્ટ વિદ્વાનું જ જોઈએ.
બે-એક વર્ષ પહેલાં, ભારતીય અને પૌર્વાત્ય વિદ્યાનાં પુસ્તકોના પ્રકાશન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી દિલ્હીની મોતીલાલ બનારસીદાસની પેઢીના માલિક અને પંજાબના જૈન અગ્રણી લાલાશ્રી સુંદરલાલજી જેને મુનિરાજશ્રી જંબૂવિજયજીને આ કાર્ય કરી આપવા વિનંતી કરી, અને આ કામ સરખી રીતે થઈ શકે એ માટે એક લાખ રૂપિયાનું એક ટ્રસ્ટ રચવાની પણ જાહેરાત કરી. સદ્ભાગ્યે, મુનિશ્રી બૂવિજયજીએ એ વિનંતીનો સ્વીકાર કર્યો અને એ કામ શરૂ પણ કરી દીધું. આ રીતે મહારાજશ્રી અત્યારે આગમ-સંશોધનની બેવડી કામગીરીનો મોટો ભાર ઉઠાવી રહ્યા છે.
દોઢેક વર્ષની કામગીરીને અંતે તેઓએ, આગમોદ્ધારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજીએ સંપાદિત કરેલ અને આગમોદય-સમિતિએ પ્રકાશિત કરેલ આચાર્ય શ્રી ભદ્રબાહુસૂરિકત નિર્યુક્તિ અને શ્રી શીલાંકાચાર્યવૃત ટીકા સહિત શ્રી “આચારાંગસૂત્ર' અને શ્રી “સૂત્રકતાંગ' સૂત્ર – એ પહેલાં બે અંગસૂત્રોની સુધારાવધારા સાથેની નકલ તૈયાર કરી, એટલે મોતીલાલ બનારસીદાસની પેઢીએ એનું મુદ્રણ હાથ ધર્યું.
આ મુદ્રણમાં આગમોદય-સમિતિએ પ્રકાશિત કરેલ બને આગમગ્રંથોના બ્લોકો બનાવીને છાપવામાં આવેલ છે; અને જે-જે સ્થાને જે-જે સુધારા કે ઉમેરા કરવાના છે તે એક વિસ્તૃત પરિશિષ્ટ રૂપે અલગ અપાયેલ છે. ઉપરાંત આમાં બીજાં કેટલાંક પરિશિષ્ય ઉમેરીને એની ઉપયોગિતા અને ગુણવત્તામાં વધારો કરવામાં આવ્યો છે.
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૪
જિનમાર્ગનું અનુશીલન આ બંને આગમસૂત્રો એક જ ગ્રંથમાં સમાવી લેવામાં આવ્યાં છે, અને આ ગ્રંથ આ કાર્યનો પ્રારંભ કરાવનાર સ્વ. લાલા સુંદરલાલજી જૈનની સ્મૃતિ નિમિત્તે કરવામાં આવેલ આગમ-ગ્રંથમાળાના પહેલા ગ્રંથ તરીકે પ્રગટ કરવામાં આવેલ છે.
એક મહિના પહેલાં, ગત મહાવીર-જન્મ-કલ્યાણકના પર્વદિને, શ્રી શંખેશ્વર તીર્થમાં, આચાર્યશ્રી વિજયકલાપૂર્ણસૂરિજી તથા મુનિશ્રી જંબૂવિજયજી આદિના સાનિધ્યમાં, આ ગ્રંથમાળાના પહેલાં ગ્રંથનો પ્રકાશનવિધિ, શેઠ શ્રી કસ્તૂરભાઈના શુભ હસ્તે થયો.
અહીં જેઓના આગમ-સંશોધનની પ્રશસ્તિ કરવામાં આવી છે, તેઓ સિવાય આપણા શ્રમણસંઘમાંના અનેક આચાર્ય-મહારાજો તથા મુનિવરોએ, છેલ્લાં એકસો વર્ષ દરમિયાન આગમ-સંશોધનના ક્ષેત્રમાં નાનાં-મોટાં અનેક કાર્યો કર્યા છે અને એ ગ્રંથોને પ્રકાશિત કરવાની જવાબદારી આપણી અનેક સંસ્થાઓએ સંભાળી છે. વળી સ્થાનકવાસી તથા તેરાપંથી ફિરકામાં પણ આગમ-સંશોધનપ્રકાશનની પ્રવૃત્તિ સારા પ્રમાણમાં ચાલતી રહી છે, અને હમણાં-હમણાં એ ખૂબ વ્યાપક અને ઝડપી પણ બની છે. આ બધાની પણ કામગીરીની અમે ખૂબખૂબ અનુમોદના કરીએ છીએ.
(તા. ૨૧-૫-૧૯૭૮)
(૨) ફિરકાવાર અલગ આગમ-સંશોધનઃ
શક્તિનો અતિવ્યય
જૈનધર્મના આદર્શ અને આદેશને સમજવાનું મુખ્ય સાધન આપણાં પવિત્ર આગમ છે. એટલે આપણા માટે આ ગ્રંથોનું અસાધારણ મહત્ત્વ હોય એ સ્વાભાવિક છે. તેથી, જ્યારથી આગમગ્રંથોને મુદ્રિત કરવાની પરિપાટી શરૂ થઈ, ત્યારથી બધાં આગમો વિશુદ્ધ રૂપે સુઘડ અને સ્વચ્છ સ્વરૂપમાં પ્રગટ કરવાનો આપણો પ્રયત્ન રહે એ પણ બિલકુલ સ્વાભાવિક છે. આને લીધે શ્વેતાંબર જૈન સંપ્રદાયના મૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી એ ત્રણે ફિરકાઓમાં આગમ-પ્રકાશન કેટલાક દાયકાથી હાથ ધરવામાં આવ્યું છે તે સુવિદિત છે. દિગંબર સંપ્રદાયે પણ મૂળ આગમોનો વિચ્છેદ થયો હોવાનું માનવા છતાં, પોતાના આગમપ્રાય (આગમ જેવા) પ્રાચીન ગ્રંથોનું સુચાર પ્રકાશન કરવા તરફ ઘણું પ્રશંસાપાત્ર ધ્યાન આપ્યું છે. શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયો તરફથી નોંધપાત્ર પ્રમાણમાં કરવામાં આવેલ આ પ્રકાશનોને લીધે બંને
Page #428
--------------------------------------------------------------------------
________________
જૈન આગમોઃ મહત્ત્વ અને પ્રકાશન : ૨
૪૦૫
સંપ્રદાયોના ગ્રંથોનું તુલનાત્મક અધ્યયન કરીને એનું ઐતિહાસિક પર્યાલોચન કરવાનું સરળ બની ગયું છે. આ પર્યાલોચન જો સત્યને સમજવાની દૃષ્ટિએ કરવામાં આવે, તો એનું ઘણું આવકારપાત્ર પરિણામ આવ્યા વગર ન રહે– સાંપ્રદાયિક કટ્ટરતા વધવાને બદલે ઓછી થાય અને ભ્રાતૃભાવ વધે. હવે પછીનું આપણું જૈન ધર્મશાસ્ત્રોનું અધ્યયન જો આવી ઉદાર, વ્યાપક, સત્યશોધક અને ગુણગ્રાહક દૃષ્ટિએ થવા લાગે તો જૈનધર્મ અને સંઘ એ બંને, આંતર અને બાહ્ય બંને રીતે વિશેષ પ્રાણવાનું અને પ્રભાવશાળી બને; અને દેશમાં તેમ જ સામાન્ય જનસમુદાયમાં પણ જૈન સંસ્કૃતિની ઘણી પ્રતિષ્ઠા થાય.
શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં આગમ-પ્રકાશનનો શુભ આરંભ રાય ધનપતસિંહવાળી આવૃત્તિથી થયો. તે પછી પૂજ્ય આગમોદ્ધારક સાગરાનંદસૂરિજી મહારાજે તો દેવર્કિંગણી ક્ષમાશ્રમણની જેમ, આગમોના ઉદ્ધારનું એક શકવર્તી યુગકાર્ય આગમપંચાંગીના મુદ્રણ દ્વારા જ કરી આપ્યું – અને તે પણ એકલે હાથે ! તે પછી આગમગ્રંથોના અધ્યયન-અધ્યાપનમાં તેમ જ એની પ્રત્યેના લોકાદરમાં ઉત્તરોત્તર વધારો થતો ગયો, અને ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યના અધ્યયનમાં આ ગ્રંથો અને એની આસપાસ રચાયેલાં બધાં શાસ્ત્રોની કેટલી બધી ઉપયોગિતા છે તેનો ખ્યાલ દેશ-વિદેશના વિદ્વાનોને વધુ ને વધુ આવતો ગયો. આ દૃષ્ટિએ, આધુનિક સંશોધન-પદ્ધતિ પ્રમાણે આગમ-ગ્રંથોની સુસંપાદિત અને સંશોધિત આવૃત્તિઓ, એની મહત્તા દર્શાવતાં વિવિધ પરિશિષ્ટો અને ગ્રંથનો વ્યાપક તેમ જ મૂળસ્પર્શી પરિચય આપતી પ્રસ્તાવનાઓ સાથે પ્રગટ થાય એ જરૂર ઈચ્છવા જેવું છે.
આગમોનું આટલું બધું મહત્ત્વ હોવાને લીધે સ્થાનકવાસી સંઘનું ધ્યાન પણ એના તરફ જાય એ સ્વાભાવિક છે. એ સંઘમાં શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે આગમ તરીકે માન્ય કરેલ બધા ગ્રંથોને બદલે માત્ર ૩૨ આગમોને માન્યતા આપવામાં આવી છે, ઉપરાંત આગમ-પંચાંગીનો નહીં પણ માત્ર મૂળ આગમોનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે. આમ છતાં આગમોના અર્થ માટે એક યા બીજા પ્રકારનાં વિવરણો વગર આગમોના અર્થો અને ભાવોને સમજવા એ તો ચાવી વગર તાળું ઉઘાડવા જેવું કપરું કામ હતું. એટલે એ સંઘમાં આગમો ઉપર ટબાઓ જેવી લોકભાષાની કૃતિઓ રચવાનું જરૂરી થઈ ગયું અને એ કામ થયું પણ નોંધપાત્ર પ્રમાણમાં. મુદ્રણના યુગમાં મૂળ આગમો અને એના હિન્દી-ગુજરાતી અનુવાદનું મુદ્રણ તો કરવામાં આવ્યું જ, ઉપરાંત એના ઉપર નવી ટીકાઓની રચનાનું અને એને મુદ્રિત કરવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું. આ ટીકાઓની રચનામાં સ્થાનકવાસી સંઘે આગમોનાં પોતાને અમાન્ય એવાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે ટીકાઓનો સદંતર ઉપયોગ નહીં જ કર્યો હોય એમ કહેવું મુશ્કેલ
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૦૬
જિનમાર્ગનું અનુશીલન
છે. એટલે, જ્યારે આગમોને સમજવા માટે ટીકાની (ભલે પછી એ નવી રચાયેલી હોય) અનિવાર્યતા સ્વીકારીને એની રચના કરવામાં આવી જ છે, ત્યારે પછી આગમના અર્થો ઉપર પ્રકાશ પાડતાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા – એ પ્રાચીન ચાર અંગોને અમાન્ય ગણવાનો આગ્રહ નાબૂદ કે છેવટે હળવો તો થવો જ જોઈએ.
સ્થાનકવાસી સંઘને માન્ય બધાં ય મૂળ આગમોને એકસરખા રૂપમાં બે ભાગમાં તૈયાર કરી આપવાનું કામ મુનિ શ્રી પુભિખ્ખુએ કર્યું છે, જે ‘સુત્તાગમે’ નામે પ્રસિદ્ધ થયેલ છે. પણ આ આવૃત્તિમાં આગમોના મૂળ પાઠોને ફેરવી નાખવા જેવાં જે કેટલાંક ચેડાં કરાયાં છે, તેથી આ આવૃત્તિ અમાન્ય થઈ ગઈ. પરિણામે, આટલાં ખર્ચ અને મહેનતને અંતે પણ, આગમોની સંશોધિત આવૃત્તિની જરૂર ઊભી જ રહી !
તેથી, થોડા વખત પહેલાં જાહેર થયા મુજબ, જૈનસંઘના એક મૌલિક ચિંતક, ઉદાર વિચારક અને સહૃદય લેખક અને સ્થાનકવાસી સંઘના સર્વપ્રિય મુનિવર કવિરત્ન ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજની દેખરેખ નીચે, આગરાની સન્મતિ જ્ઞાનપીઠે, આગમ-પ્રકાશનની એક મોટી યોજના તૈયાર કરી છે. આ યોજના પ્રમાણે નીચેની પદ્ધતિએ આગમોનું પ્રકાશન કરવાનું વિચારવામાં આવ્યું છે :
(૧) શુદ્ધ મૂળ પાઠ
(૨) પ્રાચીનમાં પ્રાચીન હસ્તપ્રતોને આધારે વિશેષ પાઠાંતર
(૩) મૂલસ્પર્શી હિંદી ભાવાનુવાદ
(૪) તુલનાત્મક, સમીક્ષાત્મક તેમ જ ઐતિહાસિક વિશેષ ટિપ્પણ
(૫) પારિભાષિક શબ્દોનું વિવેચન
(૬) વિશિષ્ટ શબ્દકોશ
(૭) સ્વચ્છ અને સુંદ૨ મુદ્રણ
આ યોજનાની સાથોસાથ એની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટેની યોજના પણ વિચારવામાં આવી છે.
તેરાપંથી સંઘનું ધ્યાન પણ આગમ-પ્રકાશનના કાર્ય તરફ કેટલાંક વર્ષથી ગયું છે, અને એ માટેના પ્રયત્નો આચાર્ય તુલસીજીની દેખરેખ નીચે ચાલી રહ્યા છે. આને પરિણામે ‘દશવૈકાલિકસૂત્ર' અનુવાદ, ટિપ્પણ તેમ જ બીજી ઉપયોગી સામગ્રી સાથે, અત્યાર અગાઉ પ્રગટ થઈ ચૂકયું છે. આ પ્રકાશન એના આંતર અને બાહ્ય બંને રૂપને માટે પ્રશંસા માગી લે એવું સારું છે. ઉપરાંત ‘જૈન-ભારતી' સાપ્તાહિકના ૩૦મી ઑક્ટોબરના અંકમાં મુનિશ્રી દુલહરાજજીએ આ અંગે જે માહિતી આપી છે તે ઉપરથી જાણવા મળે છે કે
(૧) ઉત્તરાધ્યયન-સૂત્ર અનુવાદ સાથે છપાઈ રહ્યું છે.
-
Page #430
--------------------------------------------------------------------------
________________
જૈન આગમોઃ મહત્ત્વ અને પ્રકાશન : ૨
૪૦૭
(૨) સ્થાનાંગ, સમવાયાંગ, ઉપાસકદશા, નંદી, નિરયાવલિકા વગેરે સૂત્રોના અનુવાદો તૈયાર છે.
(૩) જુદાંજુદાં મુનિઓ અને સાધ્વીજીઓ ઔપપાતિક (છાયા તથા અનુવાદ), સ્થાનાંગ (છાયા), ઉપાસકદશા (છાયા), આચારાંગ (પ્રથમ; છાયા તથા અનુવાદ), ઔપપાતિક (અનુવાદ), અનુયોગદ્વાર (છાયા તથા અનુવાદ), આચારાંગ ચૂલા (છાયા), નિશીથ (છાયા) અને સમવાયાંગ (છાયા) તૈયાર કરી રહ્યા છે.
શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં મૂળ આગમો તથા પંચાંગીનાં બીજાં અંગોને પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ જુદી-જુદી સંસ્થાઓ દ્વારા ચાલી રહી છે. તેમાં બધાં મૂળ આગમોને સુસંપાદિત રૂપમાં (‘ક્રિટિકલ ઍડિશન' રૂપે) પ્રગટ કરવાની શ્રી મહાવીર જૈન વિદ્યાલયની યોજના અને પ્રાકૃત ટેકસ્ટ સોસાયટીની આગમ-પંચાંગીને સમીક્ષિત આવૃત્તિ રૂપે પ્રગટ કરવાની યોજનાને મુખ્ય લેખી શકાય.
આમ જોઈએ તો શ્વેતાંબર સંપ્રદાયના ત્રણે ય સંઘમાં આગમ પ્રકાશનનું જે કામ ચાલી રહ્યું અથવા શરૂ થવાનું છે તેની ઉપર જણાવેલી કેટલીક માહિતી ઉપરથી આપણને ખુશી ઊપજે એ સ્વાભાવિક છે. આના ઉપરથી ઓછામાં ઓછું એટલું તો ફલિત થાય જ છે, કે એ ત્રણ સંઘમાં આગમોની સંશોધિત-સંપાદિત આવૃત્તિઓ પ્રગટ કરવાની જરૂરનું સવિશેષપણે ભાન થવા લાગ્યું છે. આ એક આવકારપાત્ર ચિહ્ન છે.
પણ, આ બાબતનો તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરીએ તો એક જ પ્રકારના આગમગ્રંથોને પ્રગટ કરવાના એકસાથે ત્રણ-ત્રણ પ્રયત્નો થાય તેમાં એકદમ હરખાઈ જવા જેવું અમને લાગતું નથી. આમ કરવામાં ધનનો જે વિશેષ વ્યય થાય છે એનો વિચાર ન કરીએ તો પણ સમય અને શક્તિનો જે વધારાનો વ્યય થાય છે એ જરૂર વિચારવા જેવો છે. મૂળ તો આગમોનું આવું ઝીણવટભર્યું સંપાદન પાઠાંતરો અને પ્રસ્તાવના-પરિશિષ્ટો સાથે, આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ કરી શકે એવા, આગમો
અને એની સાથે સંબંધ ધરાવતાં શાસ્ત્રોનું મર્મસ્પર્શી અને સર્વસ્પર્શી જ્ઞાન ધરાવતા વિદ્વાનો કેટલા? આવા નિષ્ણાત વિદ્વાનોની તંગીમાં એક જ ગ્રંથ પાછળ ત્રણે સંઘના મુનિવરો કે વિદ્વાનોનાં શક્તિ અને સમય સમાંતર વપરાતાં રહે એ કોઈ રીતે ઈચ્છવા જેવું અમને લાગતું નથી. અમારી નમ્ર સમજ મુજબ તો ત્રણે સંઘોના આગમના અભ્યાસી વિદ્વાનો ભેગા મળીને અને કામની વહેંચણી કરીને પ્રયત્ન કરે તો પણ મુશ્કેલીથી પૂરું થઈ શકે એવું ભગીરથ આ કામ છે. બધાં આગમોના પાઠોને સુવ્યવસ્થિત કરવાનું કામ જરા ય સહેલું નથી; એ માટે આગમોના પાઠોનો અને
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦૮
જિનમાર્ગનું અનુશીલના આંતપ્રવાહોનો પૂરો ખ્યાલ હોવો જરૂરી છે. વળી આગમોની પ્રાચીન અને શુદ્ધ પ્રતોની ભાળ મેળવવાનું અને ભાળ મળ્યા પછી પણ એ બધી પ્રતો એકત્ર કરવાનું કામ પણ એટલું જ કપરું છે. આ બધા ઉપરથી તો એમ કહેવાનું મન થાય છે કે ત્રણે સંઘોના સંયુક્ત પ્રયાસથી જ પૂરું થઈ શકે એવું આ કામ છે.
પંજાબ જૈન મહાસભાના માસિક મુખપત્ર “વિજયાનંદમાં મુનિશ્રી નન્દીર્ષણવિજયજી દ્વારા “આગમ-સંશોધન' નામે લેખમાં આવા જુદાજુદા પ્રયત્નો થાય એના બદલે સમ્મિલિત પ્રયત્નો કરવા અંગે જે સૂચન રજૂ કરવામાં આવ્યું છે, તેનો અમલ લગભગ અશક્ય હોવા છતાં, તે ધ્યાનમાં લેવા જેવું તો જરૂર છે. તેઓ કહે છે :
મારે કહેવાનું એટલું જ છે કે જે સંશોધન ચાલી રહ્યું છે એ ત્રણે ફિરકાઓ દ્વારા સમ્મિલિત રૂપે થવું જોઈએ. સંભવ છે, આમાં મંતવ્યભેદને લીધે વધારે મુકેલીઓ ઊભી થાય અને સમય અને ધનનો પણ વધુ વ્યય થાય; પણ ભાવી નવા સમાજની સામે એક આદર્શ ઊભો થશે. નહીં તો આગમોની પ્રામાણિકતા જોખમાઈ જશે.... આગમાં એક એવી નક્કર ભૂમિકા પૂરી પાડી શકે એમ છે, જેના આધારે સમયદેવતા ક્યારેક ને ક્યારેક આપણને (બધા જૈન ફિરકાઓને) એક વ્યાસપીઠ ઉપર ભેગા કરી શકે.”
આ માટે વિશેષ વિવેચન કરવાની જરૂર નથી. જેન ફિરકાઓના વ્યાપક સંગઠનની વાત બાજુએ રાખીએ, તો પણ આગમસંશોધન માટેના સમ્મિલિત પ્રયત્નનો આ મનોરથ જો અમલી બની શકે તો તેથી આગમોગ્રંથોની શુદ્ધિ અને સંપૂર્ણતાને પણ ઘણો-ઘણો લાભ થઈ શકે એમ છે. ભલે આજે આ વિચાર અવ્યવહારુ મનોરથ જેવો લાગે, છતાં એ ધ્યાન આપવા જેવો તો છે જ.
આમ છતાં, અમુક સંઘ અને અમુક વ્યક્તિને આ કામ સોંપી દઈને બીજાઓએ એના દ્વારા થતા કાર્યમાં પોતાનો સંપૂર્ણ સહકાર આપીને આ કામ પૂરતું પોતાનું અલગ વ્યક્તિત્વ ગાળી નાખવું એમ કહેવાનું સાહસ અમે કરી શકતા નથી; એમ કહેવાનો અમારા આ લખાણનો હેતુ પણ નથી. સૌને આગમ પ્રત્યે સમાન ભક્તિ અને પ્રીતિ છે; એનું સુચારુ પ્રકાશન કરવામાં પ્રતિષ્ઠા પણ એટલી જ રહેલી છે. એટલે કોને ના કહી શકાય કે રોકી શકાય? તેથી આમારો હેતુ તો માત્ર વર્તમાન સ્થિતિનું ચિત્ર દોરવાનો જ છે. આ અંગે કયા સંઘે શું કરવું એની સલાહ આપવાના કાર્યને અમે અહીં અમારી મર્યાદા બહારનું માન્યું છે.
(તા. ૧૭-૧૨-૧૯૬૬ અને તા. ૨૨-૬-૧૯૬૩ના લેખો પરથી સંકલિત)
Page #432
--------------------------------------------------------------------------
________________
જૈન આગમો : મહત્ત્વ અને પ્રકાશન ઃ ૩
(૩) આગમોની ટીકાઓ સંબંધી સ્થાનકવાસી સંઘ જરૂર વિચારે
અત્યારે ભારે સંક્રમણનો યુગ છે. ઘણા જૂના ચીલા ભૂંસાઈ નવા અનેક પડી રહ્યા છે. જીવનનાં ધોરણો અને મૂલ્યોમાં પણ જબરો ફેરફાર થઈ રહ્યો છે. જૂનાં કેટલાંક મૂલ્યોને સ્થાને અનેક નવાં મૂલ્યો પ્રતિષ્ઠિત થઈ રહ્યાં છે. યુગપલટા જેવી આ સ્થિતિમાં પોતાના અસ્તિત્વને ગૌરવપૂર્વક ટકાવી રાખવું એ ભારે ચકોર અને દીર્ઘ દૃષ્ટિ, ઊંડી સૂઝ, આવડત, શક્તિ અને સમયની પરખ માગનારું કામ છે.
આટલી સામાન્ય પૂર્વભૂમિકા સાથે, અત્યારે અમારે જૈન ધર્મ અને જૈન સમાજને જ ઉદ્દેશીને થોડી વાત કરવી છે.
જુદા-જુદા જૈન ફિરકાઓને, અંદરથી નહીં તો બાહ્ય પરિસ્થિતિને કારણે પણ, એમ ભાસવા લાગ્યું જ છે કે આપણે સંગઠિત થવું જ જોઈએ; તો જ આપણે આપણા ઉપરના આક્ષેપોનો કે આક્રમણોનો સામનો કરી શકીશું, અને આપણી વાજબી માગણીનો સ્વીકાર કરાવી શકીશું. અલબત્ત, આ લાગણીમાં હજી કાર્યસાધક તીવ્રતા ખૂટે છે.
૪૦૯
આપણે જાણીએ છીએ કે દર્શનમૂલક તત્ત્વો, આચારમૂલક સિદ્ધાંતો, ધર્મગ્રંથો અને ધાર્મિક વિધિવિધાન કે ક્રિયાકાંડો – આટલી બાબતોનો કોઈ પણ ધર્મમાં સમાવેશ થાય છે; અને આ બાબતો વચ્ચે પરસ્પર પ્રવર્તતી ભિન્નતાઓ બે ધર્મો વચ્ચેની ભેદક રેખા બની રહે છે. આ દૃષ્ટિએ અત્યારના શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી (જેમાં શ્વે. તેરાપંથી ફિકાનો સમાવેશ સમજી લેવો) અને દિગંબર એ ત્રણે મુખ્ય જૈનફિરકાઓનો વિચાર કરીએ, તો દાર્શનિક તત્ત્વો અને આચારના સિદ્ધાંતો - એ બંને બાબતમાં ત્રણેમાં એકમત પ્રવર્તે છે એમ જરૂર કહી શકાય. જો આપણે ઇચ્છીએ, તો આ બાબત સંગઠન અને એકતા સ્થાપવામાં ખૂબ ઉપયોગી બની શકે.
ધર્મગ્રંથોની દૃષ્ટિએ, શ્વેતાંબર મૂર્તિપૂજક અને સ્થાનકવાસી ફિરકાઓ વચ્ચે પૂરેપૂરું નહીં તો પણ એકતા અને સંગઠન સાધવાની દૃષ્ટિએ કાર્યસાધક સામ્ય છે જ. જો આપણે ઇચ્છીએ, તો અત્યારના યુગમાં આ સામ્યને આપણે ઘણું વિસ્તારી શકીએ. ધાર્મિક વિધિવિધાન કે ક્રિયાકાંડ ભલે સૌ પોતપોતાની પ્રણાલિ કે પરંપરા પ્રમાણે આચરે; પણ જ્ઞાનોપાર્જન અને જ્ઞાનભક્તિની દૃષ્ટિએ આપણે હવે પછી હાથમાં હાથ મિલાવીને ચાલવાનો સંકલ્પ કરીએ, તો જૈન સંસ્કૃતિ અને જૈન સાહિત્યના વિકાસ અને પ્રસારને માટે અત્યારનો સમય ખૂબ અનુકૂળ લાગે છે.
તત્ત્વો અને સિદ્ધાંતોના પ્રતિપાદનની દૃષ્ટિએ વિચારીએ તો વળી દિગંબર સંપ્રદાય સાથે પણ ભારે મોટો શાસ્ત્રભેદ પ્રવર્તતો હોવાનું માની લેવાને કારણ નથી. છતાં,
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૧૦
જિનમાર્ગનું અનુશીલન એ સંપ્રદાયે બધાં આગમો વિચ્છિન્ન થયાનું માની લીધું છે. એટલે, અહીં, આગમ અને તેનાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓની દષ્ટિએ અમારે જે કંઈ કહેવું છે તે શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકા સાથે વધારેમાં વધારે નિકટતા ધરાવતા સ્થાનકવાસી ફિરકાને અનુલક્ષીને.
અત્યારે તેરાપંથી તેમ જ સ્થાનકવાસી એ બંને ફિરકાઓનું ધ્યાન આગમસૂત્રોના પ્રકાશનની જરૂર તરફ ઠીક-ઠીક પ્રમાણમાં ખેંચાયું છે, અને આ માટે અનેક યોજનાઓ પણ વિચારાઈ કે ગોઠવાઈ રહી છે. સ્થાનકવાસી સમાજમાં તો અગાઉ પણ આગમોના પ્રકાશનની અને તે પર નવી ટીકાઓ રચવાની પ્રવૃત્તિ હાથ ધરાઈ જ છે. રાજકોટના શેઠ શ્રી દુર્લભજીભાઈ વીરાણીએ આને માટે ઘણી સારી રકમની સખાવત પણ કરી છે. સ્થાનકવાસી કૉન્ફરન્સની મુંબઈ શાખા તરફથી શ્રી. દુર્લભજીભાઈ સહિતનું એક પ્રતિનિધિમંડળ આગરામાં ઉપાધ્યાય કવિ શ્રી અમરચંદજી મુનિને આ માટે થોડા વખત પહેલાં મળી આવ્યું છે. મુનિ શ્રી અમરચંદજીએ પણ, પોતાની તબિયતની અને પોતાના સાથી મુનિવરોની અનુકૂળતા રહી, તો સૌરાષ્ટ્રમાં ઠેઠ વડિયા આવીને પણ આગમનાં સંશોધન અને પ્રકાશનને હાથ ધરી એને વેગવાન બનાવવાની તૈયારી બતાવી છે.
આની સાથોસાથ અમે એ પણ જાણીએ છીએ કે કેવળ મૂળ બત્રીસ આગમોનું મુદ્રણ કરી દેવાથી અત્યારની જિજ્ઞાસાને સંતોષી શકાય તેમ નથી, તેમ જ આગમોના યથાર્થ ભાવ પણ સમજી શકાય એમ નથી એમ કેટલાક સ્થાનકવાસી મુનિવરોને પણ ઘણાં વર્ષો પહેલાં સમજાઈ ગયું હતું. અને તેથી પોતાને માન્ય આગમોની નવી સંસ્કૃત ટકા રચવા-ચાવવા તરફ તેમનું ધ્યાન દોરાયું હતું. એટલું જ નહીં, એ દિશામાં એમણે અમુક પ્રવૃત્તિ પણ આદરી હતી, અને અત્યારે પણ ચાલુ છે. સદ્ગત શતાવધાની વિદ્વાનું મુનિશ્રી રત્નચંદ્રજી મહારાજ અને અત્યારે વિદ્યમાન મુનિશ્રી ઘાસીલાલજી મહારાજનાં નામ આ પ્રસંગે સહેજે યાદ આવી જાય છે.
આ રીતે જ્યારે આગમ-પ્રકાશન અંગે અને આગમોની નવી ટીકાઓની રચના અંગે સ્થાનકવાસી સંઘમાં આવા પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે એ સંઘ આગમોની પ્રાચીન ટીકાઓને અપનાવે એ અમને આ સમયમાં અનેક રીતે લાભકારક લાગે છે.
જેઓ આગમોની નવી ટીકાઓ પોતાની શક્તિથી કે પંડિતોનો સહકાર મેળવીને રચવા માગતા હોય તેમને કોઈ રોકી તો શી રીતે શકે ? પરંતુ પ્રાચીન ટીકાઓને છોડી દેવામાં આગમોના અર્થની પ્રાચીન પરંપરાને છોડી દેવાનું જોખમ રહેલું છે તે તો છે જ; ઉપરાંત એમ કરવા જતાં એ સાહિત્યમાં સચવાયેલ ભારે મહત્ત્વની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિપુલ સામગ્રીની પણ ઉપેક્ષા થાય છે એ વાત તરફ અમે સ્થાનકવાસી સંઘનું બહુ જ નમ્રતાથી ધ્યાન દોરીએ છીએ. પ્રાચીન સાહિત્યના અભ્યાસનું પ્રયોજન
Page #434
--------------------------------------------------------------------------
________________
જૈન આગમો : મહત્ત્વ અને પ્રકાશન ઃ ૩
હવે કેવળ તે-તે ગ્રંથનો અર્થ સમજવો એટલું જ નથી; પરંતુ એમાં રહેલ ઐતિહાસિક, સાંસ્કૃતિક, સામાજિક હકીકતોને ઝીલવાનું પણ છે. આગમો ઉપરનાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓમાં પણ આવી સામગ્રી બહુ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકે એમ છે; એના ઉપર તો આપણા દેશના અને પરદેશના ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓ મુગ્ધ છે.
સંપ્રદાયથી મુક્ત બનીને ધર્મગ્રંથોને નિર્ભેળ જ્ઞાનોપાર્જન માટે જ ઉપાસના · એવી ભારે આવકારપાત્ર વ્યાપક લાગણીનો જો આપણે સદુપયોગ કરવો હોય તો જૈનોના બધા ફિરકા વિદ્યાના ક્ષેત્રમાં આવી વાડાબંધીથી મુક્ત બનતા જાય એ ખૂબ જરૂરી છે. જ્ઞાન એ જ્ઞાન જ છે; એને કોઈ સીમાડા નડતા નથી. જો આપણે જૈનો આપણા ઘરમાં જ આ વાતનો સ્વીકાર નહીં કરીએ, તો બીજાને આપણે કઈ રીતે કહી શકીશું ? તેથી સ્થાનકવાસી સંઘને માટે તો જેમ આગમો એમનાં પોતાનાં છે, તેમ એની પ્રાચીન ટીકાઓ વગેરે પણ એમની પોતાની જ સંપત્તિ લેખાવી જોઈએ. વળી નવી ટીકાઓની ૨ચના પણ કંઈ પ્રાચીન ટીકાઓનું અધ્યયન કે અવલોકન કર્યા વગર સાવ અધ્ધરથી થઈ જાય એ તો શક્ય જ નથી; તો પછી જે મૂળ છે એને જ શા માટે ન અપનાવાય ? સ્થાનકવાસી સંઘને અમે આગમોની પ્રાચીન ટીકાઓ વગેરેના સ્વીકાર માટે કહીએ છીએ તે પ્રામાણિકતા કે વાસ્તવિકતાની આ દૃષ્ટિએ, તેમ જ બંધુભાવમાં ઉત્તરોત્તર વધારો કરવાની દૃષ્ટિએ પણ.
દિવાળી પહેલાં, ઑલ-ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ફરન્સનું વીસમું અધિવેશન ઓરિસ્સામાં ભુવનેશ્વરમાં મળ્યું હતું. તેના પ્રાકૃત અને જૈન વિભાગના અધ્યક્ષ હતા આપણા જાણીતા વિદ્વાન ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા. વિભાગીય પ્રમુખ તરીકેના માહિતી અને અભ્યાસથી પૂર્ણ ભાષણમાં એમણે સ્થાનકવાસી સમાજ તરફથી થઈ રહેલ આગમ-પ્રકાશનસંબંધી તેમ જ આગમોની આધુનિક ટીકા સંબંધી, અને એક જ આગમ-ગ્રંથના જુદી-જુદી સંસ્થાઓ તરફથી કરવામાં આવતાં પ્રકાશન સંબંધી નોંધ લઈ ઉપયોગી ટકોર પણ કરી છે, તે અહીં ઉદ્ધૃત કરીએ છીએ ઃ
“એમાંની કેટલીકનું કામ તો સંશોધનની પદ્ધતિને અનુરૂપ જરા ય નથી. ધાર્મિક ઉત્સાહથી પ્રેરિત થઈને તેઓ આ પ્રયત્નોની પાછળ ઘણું મોટું ખર્ચ કરતા હોવા જોઈએ. જો તેઓ પોતાનાં સાધનોને સંયુક્ત કરી શકે અને પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી જેવી વિદ્વાનોના સાથવાળી સંસ્થાનો સહકાર મેળવીને કામ કરવા લાગે તો વધારે સારું થાય.”
અહીં પંડિત શ્રી સુખલાલજીના નીચેના વિચારો પણ ઉપયોગી થઈ પડશે; તેઓ ‘ચાર તીર્થંક૨’ પુસ્તકમાં એના ‘વીર-પરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ' લેખમાં કહે છે ઃ
૪૧૧
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૨
જિનમાર્ગનું અનુશીલન “સ્થાનકવાસી અને શ્વેતાંબર એ બે ફિરકાઓનું કેટલુંક આગમિક સાહિત્ય તો સાધારણ છે... વીર-પરંપરાનું અસલી સાહિત્ય (તેના બંધારણમાં, ભાષા-સ્વરૂપમાં અને વિષયચર્ચામાં કાંઈક ફેરફાર કે ઘટાડો-વધારો થયો હોય તો વ) વસ્તુતઃ નાશ ન પામતાં અખંડ રીતે હયાત જ રહ્યું છે. આ દૃષ્ટિએ જોતાં એ અસલી સાહિત્યનો વારસો દિગંબર ફિરકા પાસે નથી, પણ શ્વેતાંબર અને સ્થાનકવાસી એ બે પાસે છે. સ્થાનકવાસી ફિરકો કેટલુંક અસલી આગમિક સાહિત્ય ધરાવે છે, પણ તે ડાળ, શાખા, પાંદડાં અને ફૂલ કે ફળ વિનાના એક મૂળ કે થડ જેવું છે. અને તે મૂળ કે થડ પણ તેની પાસે અખંડિત નથી... સ્થાનકવાસી ફિરકાએ અમુક જ આગમો માન્ય રાખી તે સિવાયનાંને માન્ય ન રાખવાની પહેલી ભૂલ કરી. બીજી ભૂલ આગમિક સાહિત્યના અખંડિત વિકાસને અને વિરપરંપરાને પોષતી નિર્યુક્તિ આદિ ચતુરંગીના અસ્વીકારમાં એણે કરી.”
પંડિતજીનું આ લખાણ અહીં સ્થાનકવાસી ફિરકાને હીન બતાવવા અમે મુદ્દલ આપ્યું નથી. કોઈ પણ ધર્મ જ્યારે સંપ્રદાય કે ફિરકાનું રૂપ ધારણ કરે છે, ત્યારે એકાંગી વલણને કારણે એના હાથે એક યા બીજા પ્રકારની ભૂલ થઈ જ જાય છે.
બધાં ય આગમોની જેમ એનાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા, શ્વેતાંબર મૂર્તિપૂજકોની જેમ, સ્થાનકવાસી સંઘ પણ બહુમૂલી પ્રાચીન સંપત્તિ તરીકે અપનાવે અને જેનોની એકતા અને સંગઠનની ભાવનાને ચરિતાર્થ કરવાની સાથે-સાથે સંસ્કૃતિ અને સાહિત્યના અભ્યદયને સાધવામાં સહાયક બને એ જ અભ્યર્થના.
(તા. ૨૬-૧૧-૧૯૫૯)
(૪) પરદેશમાં આગમોનું અધ્યયન જૈન આગમો અને સમગ્ર આગમિક સાહિત્યના મર્મજ્ઞ વિદ્વાન “આગમ-પ્રભાકર' મુનિરાજ શ્રી પુણ્યવિજયજીનું નામ દેશ-વિદેશના ભારતીય વિદ્યાના તેમ જ વિશેષ જેનવિદ્યાના જિજ્ઞાસુઓ, અભ્યાસીઓ અને વિદ્વાનોમાં સારી રીતે જાણીતું છે. તેમાં ય અભ્યાસીઓને એમના અભ્યાસમાં ઉપયોગી થાય એવી બહુમૂલી સામગ્રી તેમ જ આધારભૂત માહિતી ગમે તેમ કરીને પૂરી પાડવાની એમની વિરલ તત્પરતા અને ઉદારતાએ તો એમને આ ક્ષેત્રમાં ખૂબ આદરને પાત્ર બનાવ્યા છે. વળી, એક સાચા સત્યશોધકને શોભે એમ ગમે ત્યાંથી, ગમે તેટલી મહેનતે સત્યની શોધ કરવાની અને
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૧૩
જૈન આગમોઃ મહત્ત્વ અને પ્રકાશનઃ ૪ તેનો સ્વીકાર કરવાની તાલાવેલી, પૂર્વગ્રહ કે સાંપ્રદાયિક કદાગ્રહથી દૂર રહેવાની જાગૃતિ અને પ્રાચીન ભંડારોની સુરક્ષાની અને પ્રાચીન પ્રતોને ઉકેલવાની નિપુણતા – આ બધા ગુણોએ એમની વિદ્વત્તાનો શતદળ-કમળની જેમ વિકાસ કર્યો છે.
આવી વિદ્યાનિષ્ઠા, સત્યપ્રિયતા અને પ્રાચીન સાહિત્યની નિપુણતાને લીધે મહારાજશ્રીની આસપાસ વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું એક વિશાળ કુટુંબ રચાયું છે, એમાં દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનો પણ મોટી સંખ્યામાં છે. વિદ્યાના સગપણે મહારાજશ્રીની આગળ જૈન-જૈનતરના ભેદ ભૂંસાઈ જાય છે. તેથી દેશ-વિદેશના અનેક વિદ્વાનો સાથે મહારાજશ્રીને નિરંતર પત્રવ્યવહાર ચાલતો રહે છે.
ડૉ. ક્લાસ બૂન અત્યારે પશ્ચિમ જર્મનીમાં બર્લિન યુનિવર્સિટીમાં અધ્યાપક છે. તેઓ ત્યાં જૈન સાહિત્યનું તેમ જ જૈન આગમોનું અધ્યાપન કરે છે, સાથેસાથે પોતે પણ એના વિશેષ સંશોધન અને અધ્યયનમાં પરોવાયેલા છે. ત્રણેક મહિના પહેલાં તેઓનો એક પત્ર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને મળ્યો હતો. ડૉ. બ્રુને આ પત્ર શુદ્ધ હિંદી ભાષામાં અને સ્વચ્છ દેવનાગરી લિપિમાં પોતાના હાથે લખ્યો છે; એમાં એમણે જૈન આગમોના અધ્યયનમાં ચૂર્ણિ અને ભાષ્યના મહત્ત્વનો નિર્દેશ કર્યો છે.
ડો. ખૂનની આ અધ્યયનશીલતા અને જિજ્ઞાસા ભારતીય વિદ્યાના તેમ જ જૈન વિદ્યાના ઊંડા અભ્યાસી અનેક જર્મન વિદ્વાનોની પરંપરામાં એમને માનભર્યું સ્થાન અપાવે એવી તેમ જ આપણને પ્રેરણા આપે એવી છે. જૈન સમાજની જાણ માટે “ભારત જેન મહામંડલ'ના માસિક મુખપત્ર જૈન-જગતુ”ના ભાવનાશીલ સંપાદક, જૈનોના બધા ફિરકાની એકતાના પ્રખર હિમાયતી જાણીતા જૈન કાર્યકર શ્રી રિષભદાસજી રાંકાએ ડૉ. બૂનના આ પત્રનો બ્લૉક બનાવરાવીને ગત સપ્ટેમ્બર માસના અંકમાં જરૂરી વિવેચન સાથે છાપ્યો છે. “જૈન-જગતુ'ના સૌજન્યથી એ બ્લોક મેળવીને અમે અમારા આજના અંકમાં ટાઇટલ-પેજ ઉપર છાપ્યો છે; બર્લિનથી તા. ૨૮-૭-૧૯૬૭ના રોજ લખેલા એ પત્રનો અનુવાદ આપીએ છીએ : મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી,
સાદર પ્રણામ.
આપને યાદ હશે કે હું ૧૯૫૬માં આપને અમદાવાદમાં મળ્યો હતો. હું બર્લિનમાં છું અને અહીંના વિશ્વવિદ્યાલયમાં કામ કરી રહ્યો છું.
- ડૉ. ત્રિપાઠીનો પત્ર આ સાથે છે. એનાથી આપને માલુમ પડશે કે અમે બંને જૈન આગમોના અધ્યયનને વધારે મહત્ત્વ આપીએ છીએ. અમારા મત પ્રમાણે અત્યાર સુધીના સંશોધનમાં ચૂર્ણિઓ અને ભાષ્યોને યોગ્ય સ્થાન નથી મળ્યું. આપે સંપાદિત કરેલ નન્દીચૂર્ણિને જોઈને અમને પ્રસન્નતા થઈ; કારણ કે એ સ્પષ્ટ છે, કે ભાષ્યો
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૪
જિનમાર્ગનું અનુશીલન
અને ચૂર્ણિઓનું સમુચિત અધ્યયન નન્દી અને અનુયોગના આધારે જ થઈ શકે એમ છે.
ડૉ. ત્રિપાઠીએ એમના પત્રમાં આપને અનુયોગ-ચૂર્ણિઓના પ્રકાશન અંગે લખ્યું છે, મને વિશ્વાસ છે કે આપનો આ ગ્રંથ જલદી જ પ્રકાશિત થશે.
આ દિવસોમાં હું આપને એક પુસ્તક મોકલું છું, જેમાં જર્મનીના સંસ્કૃત પ્રોફેસરોનાં ચિત્રો સંગ્રહાયેલાં છે. કૃપયા એનો સ્વીકાર કરી મને આભારી કરશો. આપનો ક્લાસ જૂન જર્મનીમાં સમગ્ર ભારતીય વિદ્યાની બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ ત્રણ શાખાઓનું અધ્યયન શરૂ થયું એ વાતને સો-સવાસો વર્ષ તો થયાં જ. આ વિદ્યાનું વ્યાપક અને ઊંડું ખેડાણ કરનારા દિગ્ગજ વિદ્વાનો જર્મનીમાં પાડ્યા છે, અને અત્યારે પણ – ભલે પહેલાં કરતાં ઓછી માત્રામાં – આવું અધ્યયન ત્યાંનાં વિશ્વવિદ્યાલયોમાં ચાલી રહ્યું છે એનો એક વધુ પુરાવો તે ઉપરનો પત્ર છે. પોતાનું વક્તવ્ય ડૉ. બ્રૂને સંક્ષેપમાં છતાં સ્પષ્ટતાપૂર્વક રજૂ કર્યું છે.
ડૉ. બ્રૂને પોતાના પત્રમાં ડૉ. ત્રિપાઠીનો ઉલ્લેખ કર્યો છે. ડૉ. ત્રિપાઠી ગુજરાતના વિદ્વાનુ છે; એમનું નામ છે શ્રી ચંદ્રભાલ ત્રિપાઠી. તેઓ કેટલાંક વર્ષથી જર્મનીમાં ભારતીય વિદ્યાના સંશોધનનું કામ કરી રહ્યા છે. પહેલાં તેઓ બૌદ્ધ ધર્મ અને સાહિત્યના અધ્યાપન અને સંશોધનનું કામ કરતા હતા. હવે એમનું ધ્યાન ખાસ કરીને જૈન આગમોના અધ્યયન-સંોધન તરફ દોરાયું છે. એ કહેવાની જરૂર નથી, કે જૈન ગણિપિટક એટલે, કે જૈન આગમોનાં અધ્યયન-અધ્યાપન-સંશોધનમાં બૌદ્ધ ત્રિપિટકોની જાણકારીનો ખૂબ-ખૂબ ઉપયોગ છે. મતલબ કે જૈન અને બૌદ્ધ એમ બે મુખ્ય શાખા ધરાવતી શ્રમણ-સંસ્કૃતિના અભ્યાસ માટે એ બંને ધર્મોના મૂળ ગ્રંથોનો તલસ્પર્શી અને વ્યાપક અભ્યાસ જરૂરી છે. એટલે ડૉ. ત્રિપાઠી દ્વારા જૈન આગમોના અધ્યયન-સંશોધનના ક્ષેત્રમાં ઉપયોગી કાર્ય થશે એવી આશા જરૂ૨ રાખી શકાય. ડૉ. બ્રૂનની સેવાઓ પણ ખૂબ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થશે એમાં શંકા નથી.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન પશ્ચિમના (અને બીજા પણ) દેશોના વિદ્વાનો ભારતીય વિદ્યાનું અધ્યયન-સંશોધન કરવા પ્રેરાયા એને લીધે વૈદિક અને બૌદ્ધ સાહિત્યનું તેમ જ સંસ્કૃતિનું જેટલું અધ્યયન-સંશોધન થયું, તેના પ્રમાણમાં જૈન સાહિત્ય તેમ જ સંસ્કૃતિનું અધ્યયન ઘણું ઓછું થયું છે. આમાંનું કેટલુંક અધ્યયન-સંશોધન નમૂનેદાર થયું છે એ સાચું છે, પણ એનો વિસ્તાર જોઈએ તેટલો થઈ શક્યો નથી. પરિણામે, જૈનવિદ્યાનાં અનેક ક્ષેત્રો હજી પણ અણખેડાયેલાં રહ્યાં છે.
Page #438
--------------------------------------------------------------------------
________________
જૈન આગમો : મહત્ત્વ અને પ્રકાશનઃ ૪
૪૧૫
બીજી બાજુ વિદ્યાની ખાતર વિદ્યા' જેવી નિર્ભેળ અને નિર્મળ બુદ્ધિથી પ્રાચીન વિદ્યાઓના અધ્યયન-સંશોધનની પ્રશસ્ય મનોવૃત્તિ દેશ-વિદેશના વિદ્વાનોમાં વ્યાપક થતી જાય છે. એથી ભારતીય વિદ્યાના અભ્યાસીઓનું ધ્યાન જૈનવિદ્યાના અણખેડાયેલા પ્રદેશ તરફ પણ જાય એ સાવ સ્વાભાવિક છે. આમ જૈન ધર્મ, સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવીને એનો વિશેષ પ્રચાર કરવા માટે અત્યારનો યુગ સોનેરી છે.
ડૉ. બૂનનો આ પત્ર જેમ જેનવિદ્યાના અધ્યયનની વિદ્વાનોની તમન્નાની સાક્ષીરૂપ છે, તેમ આપણને – આપણા ગુરઓ અને વિદ્વાનોને – પણ જૈન વિદ્યાના વિશિષ્ટ, મર્મસ્પર્શી અને વૈજ્ઞાનિક અધ્યયનને માટે પ્રેરણા આપે એવો છે. જૈનવિદ્યાના અધ્યયન માટે જો વિદેશના વિદ્વાનું આવી ઉત્સુકતા સેવતા હોય તો આપણે આપણા ધર્મના પ્રાણરૂપ પ્રાચીન શાસ્ત્રોનાં અધ્યયન-સંશોધન તરફ કેટલા બધા એકાગ્ર થવું ઘટે! જૈન ધર્મ અને સંસ્કૃતિને વધુ તેજસ્વી અને પ્રભાવક બનાવવાનું જ આ કામ છે.
(તા. ૧-૧૧-૧૯૬૭)
Page #439
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયન
(૧) પ્રાકૃત અને લોકભાષાઓના અધ્યયનનું મહત્ત્વ
ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ ભારતીય જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને યુગપલટો કરવાનો જે મહાપુરુષાર્થ કર્યો હતો, અને એમ કરતાં જે અનેક નવીનવી પ્રવૃત્તિઓનો સમાદર કર્યો હતો, એમાં લોકભાષાની પ્રતિષ્ઠાનો પણ સમાવેશ થતો હતો. અહિંસાના આ પુરસ્કર્તાઓની પહેલાં સંસ્કારી ઉચ્ચ વર્ગની તેમ જ ધર્મશાસ્ત્રોની એકમાત્ર ભાષા સંસ્કૃત જ લેખાતી હતી; લોકભાષાનું કોઈ વિશેષ મૂલ્ય ન હતું. પણ યુગ પલટાયો અને લોકભાષામાં ધર્મશાસ્ત્રોની રચના થવા લાગી. લોકભાષાની આવી પ્રતિષ્ઠા કરવાનું કામ શ્રમણ-સંસ્કૃતિને ફાળે જાય છે, અને એમાં તે કાળે જેન અને બૌદ્ધ બંને ધર્મોએ સમાન રીતે ફાળો આપ્યો હતો.
આપણા જાણીતા વિદ્યાસેવી શ્રીયુત અગરચંદજી નાહટા અને શ્રી ભંવરમલજી નાહટાએ સંપાદિત કરેલ “જ્ઞાનસાગર-ગ્રંથાવલી' પુસ્તક થોડા વખત પહેલાં પ્રગટ થયું છે. એમાં ઓગણીસમી સદીના અધ્યાત્મપ્રેમી શ્રી જ્ઞાનસાગરજીની લોકભાષાની કાવ્યકૃતિઓનો સંગ્રહ અપાયો છે. તેની પ્રસ્તાવના (પ્રાકુકથન) ભારતના આંતરરાષ્ટ્રીય વિદ્વાન શ્રી રાહુલ સાંકૃત્યાયને (તા. ૩૧-૮-૧૯૫૨) લખી છે. એમાં જૈનોએ લોકભાષાના ખેડાણ તેમ જ સાચવણી માટે જે પ્રયત્ન કર્યો છે, તેનું થોડુંક વર્ણન છે. પ્રાકૃત, પાલિ અને અપભ્રંશ વચ્ચેનો ભેદ સમજાવતાં તેમ જ આ કાર્યમાં જેનોએ આપેલ ફાળાનો કંઈક ખ્યાલ આપતાં શ્રી રાહુલજી આરંભમાં જ લખે છે –
જ્ઞાનસાગર-ગ્રંથાવલી પ્રગટ કરીને નાહટાજીએ હિન્દી સાહિત્ય ઉપર મોટો ઉપકાર કર્યો છે. ખરી રીતે હિંદીની અખંડ પરંપરાની જેટલી રક્ષા જૈનોએ કરી છે, એટલી જો ન કરી હોત તો હિંદી ભાષા અને એના સાહિત્યના વિકાસનું આપણું જ્ઞાન બહુ અધૂરું રહેત. એક સમય એવો હતો, જ્યારે આપણા દેશના વિદ્વાનો હિન્દી ભાષાની ઉત્પત્તિ સીધી સંસ્કૃતમાંથી થયાનું માનતા હતા; પછી એ બેની વચ્ચેની કડી તરીકે તેઓ પાલી-પ્રાકૃતને માનવા લાગ્યા. હવે વિદ્વાનો એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છે કે
Page #440
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૧
૪૧૭ પ્રાકૃત અને અત્યારની હિન્દી તેમ જ એની ભગિની-ભાષાઓની વચગાળાની કડી અપભ્રંશ હતી. આમ છતાં આપણા લોકોને અત્યારે પણ અપભ્રંશ સાહિત્યનો કેટલો અભાવ તેમ જ કેટલો ઓછો પરિચય છે, એ વાત એટલા ઉપરથી જાણી શકાશે, કે કેટલાય જૈન ભંડારોમાંના પ્રાકૃત અને અપભ્રંશ એ બંને ભાષાઓના ગ્રંથોને પ્રાકૃત માનીને એ રીતે એમને યાદીઓમાં દર્શાવવામાં આવ્યા છે. સ્વયંભૂ, દેવસેન, પુષ્પદંત, યોગીન્દુ, રામસિંહ, ધનપાલ, હરિભદ્રસૂરિ, કનકામર, જિનદત્તસૂરિ વગેરે ઘણા ય પ્રતિભાશાળી અપભ્રંશ કવિઓનાં મહાકાવ્યો આદિ કાવ્યસાહિત્યનું રક્ષણ કરીને અપભ્રંશ સાહિત્યના અત્યારે પણ મળતા મોટા જથ્થાને આપણી રામક્ષ રજૂ કરવાનું કાર્ય જૈન ગ્રંથ-સંરક્ષકોએ જ કર્યું છે. એમણે અપભ્રંશ પદ્ય-સાહિત્યનો મોટો ખજાનો સાચવી રાખ્યો છે, એટલું જ નહીં, એના ગદ્યના નમૂના પણ પ્રાચીન જૈન ભંડારોમાં મળી આવ્યા છે, અને તપાસ કરવાથી હજી વધારે મળી શકે એમ છે.”
આમ જૈન ભંડારોમાંથી ઉપલબ્ધ થતા અપભ્રંશ ભાષાના પદ્ય-ગદ્યાત્મક સાહિત્યનો સામાન્ય નિર્દેશ કરીને એનું વિશેષ વર્ણન કરતાં તેઓ લખે છે –
“અપભ્રંશ-કાળમાં અપભ્રંશ ભાષામાં રચાયેલી ભિન્નભિન્ન વ્રતો અને પર્વોની કથાઓ કે એમનાં માહાભ્ય અત્યારે પણ મળી આવે છે. આથી એટલું તો જાણી શકાય છે કે લોકશિક્ષણને માટે, ઓછામાં ઓછું ધાર્મિક ક્ષેત્રમાં, જેને આચાર્યો એ વાતનું બરાબર ધ્યાન રાખતા હતા કે અર્ધમાગધી અને સંસ્કૃત નહીં જાણતાં જૈન ગૃહસ્થ સ્ત્રી-પુરુષોને માટે એમની ભાષામાં પુસ્તકોની રચના કરવામાં આવે. જ્યારે અપભ્રંશ ભાષાનું અત્યારની ભાષાઓમાં રૂપાંતર થયું ત્યારે એમણે એ ભાષામાં પણ લખવું શરૂ કર્યું.”
આમ જૈન આચાર્યોએ તે-તે કાળની લોકગમ્ય ભાષામાં સાહિત્ય રચ્યાના નિર્દેશ બાદ હિન્દી-ભાષાના વિકાસના અભ્યાસ માટે અપભ્રંશની મહત્તા સૂચવતાં લખાયું છે –
“જો શોધ કરવામાં આવે તો અપભ્રંશ-કાળની શરૂઆત (સાતમ-આઠમી સદી) પછી હિન્દીભાષી પ્રદેશની સાહિત્યિક ભાષાનો વિકાસ કેવી રીતે થયો એના શતાબ્દીવાર અને સળંગ દાખલાઓ મળી શકે એમ છે. પણ કમનસીબે આપણી દષ્ટિ સંપ્રદાયોની બહાર નથી જતી. તેથી જૈન કવિઓ અને સાહિત્યકારોના ફાળા તરફ હિન્દીના વિદ્વાનોનું ધ્યાન નથી ગયું. મુનિ જ્ઞાનસાગરજી એ જ પરંપરાના રત્ન છે, કે જેણે શ્રમણ મહાવીર અને બુદ્ધના સમયથી લોક-શિક્ષણને માટે લોકભાષાને મહત્ત્વ આપ્યું છે અને એમાં દરેક સમયે સુંદર રચનાઓ કરી છે.”
શ્રી નાહટાજીના પ્રયત્નની પ્રશંસા કરતાં તેમ જ લોકભાષાના સાહિત્યના પ્રકાશનની જરૂર તરફ વિશેષ ધ્યાન દોરતાં શ્રી રાહુલજીએ લખ્યું છે –
નાહટાજીએ જૈનોને ત્યાં રહેલા આપણા સાહિત્યિક અને ઐતિહાસિક ખજાનાઓને જાહેરમાં મૂકવાનો જે પ્રયત્ન કર્યો છે, તે બહુ પ્રશંસનીય છે. પરંતુ એમનો
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૧૮
જિનમાર્ગનું અનુશીલના સંગ્રહ તો બહુ મોટો છે, જેનું પ્રકાશન એટલું સહેલું નથી; સાથોસાથ એ અપ્રગટ રહે એ પણ બરાબર નથી. મેં તો એમને સૂચવ્યું હતું કે યઇપરાઇટર કે સાઇક્લોસ્ટઇલની મદદથી દરેક મહત્ત્વની સામગ્રીની સો-સો નકલો કઢાવીને જો દેશપરદેશના જિજ્ઞાસુ વિદ્વાનો અને વિદ્યાપીઠોને મોકલી આપવામાં આવે તો મોટું કામ થાય.” છેવંટે આ વિષયના ઉચ્ચ અધ્યયનથી થનાર લાભનું સૂચન કરાયું છે –
આપણાં વિશ્વવિદ્યાલયોના અધ્યાપકો અને સંચાલકોનું પણ કંઈક કર્તવ્ય છે... જો જાણીતા અને બિન-જાણીતા જૈન ભંડારોમાંની સામગ્રીનું સંશોધન કરવાની પ્રેરણા આપવામાં આવે, તો ઘણાંખરાં અમૂલ્ય રત્નો મળી આવે, અને એનું મૂલ્યાંકન પણ થાય. અહીં એટલું યાદ રાખવું ઘટે કે પાટણ અને જેસલમેરના ભંડારોમાં તો પ્રાચીન દુર્લભ બહુ કીમતી ગ્રંથો છે જ, પરંતુ આપણી વર્તમાન ભાષાને લગતી કેટલીય બહુમૂલ્ય સામગ્રી આગ્રા, કાલપી, લખનૌ જેવાં શહેરોમાંના સામાન્ય લેખાતા જૈન જ્ઞાનભંડારોમાં પણ છે. જો ઉત્તરપ્રદેશના ચાર ભાષા-વિભાગ – અવધી, બુદેલી, વ્રજ અને કૌરવીના પ્રદેશમાં રહેલા જેન ગ્રંથભંડારોનાં વિવરણયુક્ત સૂચિપત્રો તૈયાર કરવા અને એમના ઉપર પૃથક્કરણાત્મક નિબંધો લખવા, ડૉક્ટરેટની પદવીના ઇચ્છુક ચાર યુવાનોને કામે લગાડવામાં આવે તો એથી બહુ લાભ થશે.”
જૈન જ્ઞાનભંડારોએ જ્ઞાનનું પુસ્તકોનું જતન બિલકુલ બિનસાંપ્રદાયિક દૃષ્ટિએ, કેવળ જ્ઞાનની સાચવણી કરવાની નિર્ભેળ દૃષ્ટિથી જ કર્યું છે એ વાતની સાક્ષી જૈન જ્ઞાનભંડારોમાંથી મળી આવેલ બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યના અનેક અમૂલ્ય અને અન્યત્ર અલભ્ય પ્રાચીન હસ્તલિખિત ગ્રંથો ઉપરથી મળી રહે છે. જ્ઞાનનું જતન કરવાની આ પ્રાચીન પ્રથાનું પાલન જૈનો અત્યારે પણ એવું જ કરે છે. પરંતુ આધુનિક લોકભાષાઓ તેમ જ પ્રાકૃત-અપભ્રંશ વગેરે ભાષા અને એમના પારસ્પરિક સંબંધ અંગે ઊંડાં અધ્યયન-સંશોધનનો ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે.
ભારતવર્ષની આયેંતર સિવાયની લગભગ બધી લોકભાષાનાં મૂળ સંસ્કૃતપ્રાકૃતમાં, વિશેષ કરીને પ્રાકૃતમાં, અને એથી વધુ તો નજીકના સમયની અપભ્રંશમાં રોપાયેલાં છે.
વળી અર્ધમાગધી (પ્રકારની) પ્રાકૃત ભાષા તો જૈન સંસ્કૃતિની મૂળ ભાષા લખાય છે; મોટા ભાગનાં પ્રાચીન મૌલિક જૈન શાસ્ત્રો એ ભાષામાં જ રચાયેલાં છે. આમ છતાં પ્રાકૃત-અર્ધમાગધી-અપભ્રંશના અધ્યયન-અધ્યાપનની પરિપાટી આપણે ત્યાં જોઈએ તેવી વ્યવસ્થિત કે અસ્મલિત, તેમ જ ભાષાવિજ્ઞાનની પદ્ધતિ અનુસારની નથી એ વાતનો સ્વીકાર કરવો રહ્યો.
Page #442
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૧, ૨
૪૧૯ એક બાજુ અર્થ સમજ્યા વગર પ્રાકૃત-સૂત્રો, પ્રકરણો અને શાસ્ત્રોને મુખપાઠ કરવાની પદ્ધતિ અને બીજી બાજુ ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ એનું અધ્યયન કરવાની પદ્ધતિનો અભાવ – એને લઈને આટઆટલું પ્રાકૃત સાહિત્ય મુખપાઠ કર્યા છતાં, અને અમુક અંશે એના અર્થોનું અવધારણ તેમ જ અવગાહન કરવા છતાં, આપણે પ્રાકૃત ભાષાના વ્યવસ્થિત જ્ઞાનથી વંચિત રહી જઈએ છીએ; અને આપણને પોતાનાં ધર્મશાસ્ત્રોના અર્થો સંસ્કૃત ટીકાઓ વગેરે દ્વારા જ ઉકેલવાની ફરજ પડે છે.
આનો અર્થ એ નથી કે સંસ્કૃત ભાષાનું જ્ઞાન બિનજરૂરી છે; સંસ્કૃત તો કોઈ પણ ભારતીય સંસ્કૃતિના જ્ઞાન માટે અનિવાર્ય છે. અહીં મુખ્ય મુદ્દો એટલો જ છે કે સંસ્કૃતની જેમ જ પ્રાકૃતનું પણ વ્યાકરણસિદ્ધ ભાષાજ્ઞાન મેળવવું જોઈએ.
આ સંબંધમાં વિશેષ નવાઈની વાત તો એ છે કે આપણા સાધુ-સમુદાયમાં પણ સંસ્કૃતના અધ્યયન ઉપર જેટલું ધ્યાન આપવામાં આવે છે એટલું પ્રાકૃત ઉપર આપવામાં આવતું નથી. વળી હિન્દી, ગુજરાતી, મરાઠી કે બંગાળી જેવી ચાલુ લોકભાષામાં મનોરંજક કે ગંભીર રીતે શુદ્ધ શૈલીમાં લખી શકે એવા સાધુઓ પણ ઝાઝા નથી. સમયની સાથે કદમ મિલાવવાની દૃષ્ટિએ આ સ્થિતિ ઈચ્છવા જેવી નથી. એટલે પ્રાકૃતના તેમ જ લોકભાષાના અધ્યયન તરફ વિશેષ ધ્યાન આપવાની ખાસ જરૂર છે. - શ્રી રાહુલજીની પ્રશંસાને સાર્થક કરવા આપણે કર્તવ્યની ભાવના સાથે પ્રાકૃત અને લોકભાષાના વ્યવસ્થિત અધ્યયન તરફ વળીએ.
(તા. ૯-૫-૧૯૫૯)
(૨) પ્રાકૃત સાહિત્યમાંનું પ્રાચીન વૈજ્ઞાનિક જ્ઞાનઃ
એક અભિનંદનીય અધ્યયન ભારતીય સંસ્કૃતિને સમજવામાં ઉપયોગી વિદ્યાઓનાં અધ્યયન-સંશોધન માટે, અમદાવાદમાં સ્થપાયેલ ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં એક સંશોધક વિદ્વાન તરીકે ઘણાં વર્ષથી કામ કરતા ડૉ. જે. સી. સિકંદરના પ્રયાસથી, ભારતીય વિજ્ઞાનના ઇતિહાસ માટે આધારસોત તરીકે પ્રાકૃત અને પાલિભાષાના સાહિત્યને પણ સમુચિત સ્થાન મળી શક્યું એ વાતની નોંધ લેતાં આનંદ થાય છે.
WWW.jainelibrary.org
Page #443
--------------------------------------------------------------------------
________________
૨૦
જિનમાર્ગનું અનુશીલન
“ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી' નામની સંસ્થાએ “ભારતીય પ્રાચીન વિજ્ઞાન' એ વિષયનો ઇતિહાસ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું છે, અને અત્યાર સુધીમાં આ ઇતિહાસને લગતી સામગ્રી એકત્રિત કરવા માટે સંસ્કૃત, અરેબિક અને પશિયન સાહિત્યમાંથી વિજ્ઞાન સંબંધી જે માહિતી મળી શકે એમ છે, એને શોધવા અને સંગ્રહવાનો પ્રયત્ન એકેડેમી દ્વારા થતો રહ્યો છે. પણ પ્રાકૃત અને પાલિભાષાના સાહિત્યમાંથી પણ આવી ઉપયોગી અને મહત્ત્વની સામગ્રી મળી શકે એમ છે એ વાત તરફ એકેડેમીનું ધ્યાન નહોતું ગયું.
થોડા વખત પહેલાં, આ માટે દિલ્હી યુનિવર્સિટી તરફથી એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. એમાં હાજર રહેવાનું ડૉ. સિફદરજીને પણ આમંત્રણ મળ્યું હતું. આ સેમિનારનું પ્રમુખપદ આપણા દેશના જાણીતા વૈજ્ઞાનિક ડૉ. ડી. એસ. કોઠારીએ સંભાળ્યું હતું.
શ્રી સિફદરજીએ આ સેમિનારમાં પોતાનો માહિતીપૂર્ણ નિબંધ વાંચીને ભારતીય પ્રાચીન વિજ્ઞાનનો ઇતિહાસ તૈયાર કરવા માટે પ્રાકૃત અને પાલિભાષાના સાહિત્યનું કેટલું મહત્ત્વ છે, અને જૈન શાસ્ત્રોમાં પરમાણુ અને એની શક્તિ વિશે કેટલી બધી ઉપયોગી માહિતી સંચાવાયેલી છે તે સચોટપણે અને પ્રતીતિકર રીતે સમજાવ્યું હતું.
શ્રી સિફદરજીની આવી આધારભૂત રજૂઆતથી ડૉ.કોઠારી તથા અન્ય વિદ્વાનો પ્રભાવિત થયા હતા. પરિણામે આ સેમિનારને અંતે ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીએ પ્રાચીન વિજ્ઞાનના ઈતિહાસની સામગ્રી એકત્ર કરવા માટે સંસ્કૃત, અરેબિક અને પર્શિયન સાહિત્ય ઉપરાંત પાલિ અને પ્રાકૃત સાહિત્યમાંથી પણ આવી સામગ્રી એકત્રિત કરીને એને પ્રકાશિત કરવાને લગતા ઠરાવ કર્યો હતો અને આ માટે વિદ્વાનોની પેનલ રચીને તે-તે વિષયના નિષ્ણાતોની સહાય લેવાનું પણ ઠરાવામાં આવ્યું હતું. આને પરિણામે નેશનલ કમિશન ફૉર કંપાઇલેશન ઑફ હિસ્ટ્રી ઓફ સાયન્સીસ ઇન ઇન્ડિયા'(ભારતીય વિજ્ઞાનોના ઇતિહાસના સંકલન માટેનું રાષ્ટ્રીય સંગઠન)ની સલાહકાર-સમિતિમાં શ્રી. સિફદરજીને લેવામાં આવ્યા છે.
શ્રી સિદરજીએ “શ્રી ભગવતીસૂત્ર' ઉપર પીએચ.ડી.નો મહાનિબંધ લખ્યો હતો, એ ઉપરથી જૈન સાહિત્યના એમના અભ્યાસનો ખ્યાલ આવે છે. પ્રાકૃત અને પાલિભાષાના અધ્યયનને માટે આવી ઉપયોગી સેવા બજાવવા માટે અમે ડૉ. સિફદરજીને અભિનંદન આપીએ છીએ.
(તા. ૭-૧૨-૧૯૭૪)
Page #444
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૩
૪૨૧
(૩) પ્રાકૃત ભાષાના જતનનો પ્રયાસ રોજ-બ-રોજના વ્યવહાર કે ચાલુ બોલચાલમાંથી ઓસરી ગયેલી ભાષા સંસ્કૃતિમાંથી સર્વથા લુપ્ત થઈ જવામાંથી ઊગરી શકે એમાં રચાયેલી ખમીરવંત સાહિત્યકૃતિઓ દ્વારા જ. આવી કૃતિઓ સામાન્ય જનસમૂહના અંતર ઉપર સતત કામણ કરતી લોકભોગ્ય કૃતિઓ પણ હોઈ શકે, સર્વજનનાં આદર અને બહુમાનને પાત્ર લેખાતાં ધર્મશાસ્ત્રો પણ હોઈ શકે; અથવા તો ઉચ્ચ કોટીના વિદ્યારસનું કે સાહિત્યરસનું પાન કરાવતી વિદ્ધભોગ્ય કે રસિકભોગ્ય રચનાઓ પણ હોઈ શકે.
જ્યારે સંસ્કૃત ભાષા આ દેશમાં બોલચાલની ભાષારૂપે પ્રચલિત હતી, એ જ કાળે પ્રાકૃત ભાષા નગર કે ગામમાં વસતી તળ જનતાની રોજિંદા વ્યવહારની ભાષા - લોકભાષા હતી, અને તેથી એનું ક્ષેત્ર સંસ્કૃત કરતાં વ્યાપક રહેતું. તેથી જ તો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધે પોતાના ધર્મસંદેશ પ્રાકૃત અને પાલિ જેવી સર્વજનસુગમ લોકભાષાઓમાં આપવાનું પસંદ કર્યું હતું.
અહીં એટલું યાદ રાખવું ઘટે કે સંસ્કૃત ભાષા અને તે કાળે પ્રચલિત અર્ધમાગધી, પાલિ વગેરે લોકભાષાઓ એ કંઈ એકબીજાથી તદ્દન જુદી સ્વતંત્ર ભાષાઓ ન હતી, પણ તે સમયના માનવજીવન સાથે વણાઈ ગયેલી એક જ ભાષાનાં, તે-તે માનવસમૂહોની વિકસિત, અલ્પવિકસિત કે અર્ધવિકસિત ભૂમિકા પ્રમાણે, માત્ર ઉચ્ચારણભેદે જ સાવ સહજપણે નીપજી આવેલાં બે રૂપો હતાં. જે ભાષાએ શિષ્ટ અને નિયમબદ્ધ રહેવાનું મંજૂર કર્યું તે “સંસ્કૃત' કહેવાઈ, અને જે બોલીને ખળખળ વહેતા ઝરણાની જેમ, આવા નિયમોમાં ન બંધાઈને જે-તે મુલકના લોકોની જબાનની ફાવટ મુજબ બોલની થોડી-થોડી જુદી લઢણો પસંદ પડી, તે ભાષા “પ્રાકૃત' કહેવાઈ – “પ્રાકૃત' એટલે “સામાન્ય વર્ગને લગતું'. બાકી તો ભાષા સંસ્કૃત હોય, પ્રાકૃત હોય કે બીજી ગમે તે; એનું મુખ્ય કામ અંતરની વાતને અભિવ્યક્તિ આપવાનું જ છે. આ કામ સંસ્કૃત અને પ્રાકૃત (અર્ધમાગધી, પાલિ વગેરે પ્રાકૃતના પ્રકારો છે) બંનેએ સમર્થ રીતે બજાવ્યું છે એ વાતની સાખ આજ સુધી ટકેલું પ્રાચીન ભારતીય સાહિત્ય પૂરે છે.
સમય જતાં જૈન પરંપરામાં સંસ્કૃત ભાષામાં સ્વતંત્ર શાસ્ત્રકૃતિઓની રચના કરવાની તેમ જ મૂળ આગમગ્રંથોની ટીકાઓની રચના કરવાની અભિનવ છતાં સમયાનુરૂપ અને ખૂબ આવશ્યક પરિપાટી શરૂ થઈ. આને લીધે સંસ્કૃત ભાષાની વિવિધ વિષયની જૈન રચનાઓમાં એક પ્રકારની ભરતી આવી. પ્રાકૃત રચનાઓ ચાલુ રહેવા છતાં એમાં કંઈક ઓટ આવી, અને સમય જતાં, પ્રાકૃત રચનાઓની આ ઓટની જાણે
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૨
જિનમાર્ગનું અનુશીલન
વ્યાજ સાથે પૂર્તિ થતી હોય એમ, દક્ષિણ ભારતની તામીલ વગરે લોકભાષાઓમાં અને પશ્ચિમ ભારતની ગૂર્જર, રાજસ્થાની વગેરે લોકભાષાઓમાં હજારો નવી-નવી જૈન કૃતિઓની રચના થવા લાગી. તે બીના ધર્મશાસ્ત્રની રચના માટે પણ લોકભાષાને અપનાવવાની જૈન સંસ્કૃતિની મૌલિક પ્રણાલિકાનું જ સાતત્ય દર્શાવે છે.
આમ છતાં, જૈન તત્ત્વજ્ઞાન અને જૈન આચારનું મૂળભૂત જ્ઞાન મેળવવાનું કેવળ મહત્ત્વનું જ નહીં, પણ પાયાનું સાધન અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં રચાયેલાં અંગ, ઉપાંગ વગેરે આગમગ્રંથો જ છે. એટલે સંસ્કૃત ટીકાઓ કે લોકભાષામાં થયેલી ટબા, બાળાવબોધ જેવી રચનાઓની સહાયથી આગમોને સમજવાનું ખૂબ સહેલું થઈ પડવા છતાં, મૂળ વસ્તુની જે જિજ્ઞાસા હોય તેને સંતોષવાનું તથા અર્થઘટન અંગે કંઈ શંકા ઊભી થઈ હોય કે મતભેદ જોવામાં આવતો હોય તેનું નિરાકરણ કરવાનું એકમાત્ર સાધન મૂળ આગમો જ છે.
વસ્તુસ્થિતિ આવી હોવાથી અને અર્ધમાગધી ભાષા જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનની ખાણ સમાન આગમોના કલેવરરૂપ હોવાથી, આપણા સંઘમાં, અને ખાસ કરીને આપણા મુનિરાજો અને સાધ્વીસમુદાય માટે આ ભાષાનું પદ્ધતિસરનું તલસ્પર્શી અને વ્યાપક જ્ઞાન જરૂરી છે. પણ અત્યારે એ વર્ગમાં આ ભાષાના જ્ઞાનના વ્યાપનો અંદાજ મેળવવામાં આવે તો નિરાશા સાંપડે એવી સ્થિતિ છે. ખરી રીતે તો જૂજ અપવાદને બાદ કરતાં, સમગ્ર સાધુ-સમુદાય અને સાધ્વી-સમુદાયને પ્રાકૃત ભાષાનું જ્ઞાન એમના ત્યાગી-જીવનની શરૂઆતમાં જ અપાવું જોઈએ. પણ પ્રાકૃત જ્ઞાનની આવી અનિવાર્યતા આપણને સમજાવી હજી બાકી છે.
પણ, હવે તો એ વાત આપણને બરોબર ઠસવી જોઈએ કે પ્રાકૃત ભાષાના જ્ઞાન વગર આપણને ચાલવાનું નથી. ધર્મશાસ્ત્રોની મૂળ ભાષા પ્રત્યે ઉદાસીનતા સેવીને આપણો ત્યાગી-સમુદાય ન તો સ્વયં ધર્મતત્ત્વનો કે ધર્મશાસ્ત્રોનો જ્ઞાતા બની શકવાનો છે, કે ન તો એના સાધુત્વનો પ્રભાવ વિસ્તરવાનો છે. અને જ્યારે જૈનધર્મના અનુયાયીઓ પોતે જ ઊઠીને પ્રાકૃત ભાષા અને સાહિત્યનાં અધ્યયન-અધ્યાપન પ્રત્યે આવી ઉદાસીનતા સેવતા હોય ત્યારે બીજાઓ એનાં અધ્યયન-અધ્યાપન કરે એવી અપેક્ષા આપણાથી કેવી રીતે રાખી શકાય?
પણ આના અનુસંધાનમાં અહીં એક પ્રેરક વાતની નોંધ લેવી ઘટે છે. પ્રાકૃતના અધ્યયન અંગે જૈનસંઘમાં શું ચાલી રહ્યું છે એની ગણતરી કર્યા વગર, છેલ્લા સૈકા દરમિયાન આપણા દેશના તેમ જ પરદેશના પણ સંખ્યાબંધ વિદ્વાનોએ અર્ધમાગધી વગેરે પ્રાકૃત ભાષા અને આગમ સાહિત્યનાં અધ્યયન-અધ્યાપન માટે નોંધપાત્ર પ્રેરક અને સમર્થ પ્રયત્ન કર્યો છે. આવો પ્રયત્ન કેટલાકે સ્વયંભૂ જ્ઞાનપિપાસાથી પ્રેરાઈને
Page #446
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયનઃ ૩
૪૨૩
કર્યો હતો. આ બીના જૈન સાહિત્યમાં છુપાયેલી જ્ઞાન અને સંસ્કારિતાની સાર્વજનિક વિપુલ સમૃદ્ધિનો પણ ખ્યાલ આપે છે. તરસ્યો વગર કહ્યું જળાશય તરફ જાય છે.
અને છતાં હવે એ કબૂલ કર્યા વગર ચાલે એમ નથી કે પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસીઓની સંખ્યા આપણા દેશમાં તેમ જ પરદેશમાં પણ ઘટતી જાય છે. આનું મુખ્ય કારણ ઘણું વ્યાપક છે; તે છે કાબેલ અને બુદ્ધિશાળી વિદ્યાર્થીઓમાં વિનયનના વિષયોના અધ્યયન પ્રત્યે ઉત્તરોત્તર ઘટી રહેલું અને વિજ્ઞાન, ટેક્નોલોજી, ઇજનેરી, દાકતરી વગેરે વિષયોના અધ્યયન તરફ બેફામ વધી રહેલું આકર્ષણ. વિનયન વિદ્યાશાખાના એટલે કે સાંસ્કૃતિક, ઐતિહાસિક, સાહિત્યિક, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક જેવા વિષયોના અભ્યાસીઓ બાબતે આપણે ત્યાં તેમ જ વિદેશમાં પણ પ્રથમ પંક્તિના વિદ્યાર્થીઓની ખોટ વરતાય છે.
વિજ્ઞાન તરફની દોડની માઠી અસર જેમ પ્રાકૃતના અભ્યાસ ઉપર થઈ છે, એ જ રીતે સંસ્કૃતના અભ્યાસ ઉપર પણ થઈ છે; બલ્ક પ્રમાણની દૃષ્ટિએ તો આ અસર વધુ વ્યાપક લાગે છે. પરંતુ સંસ્કૃતનાં અધ્યયન-અધ્યાપન જારી રાખવા માટે તો વિશ્વસંસ્કૃત પરિષદુ, બનારસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, દરભંગાની સંસ્થા અને બીજી નાની-મોટી સંખ્યાબંધ સંસ્થાઓ દ્વારા સમર્થ પ્રયત્નો ચાલી રહ્યા છે.
પાલિ ભાષામાં રચાયેલા બૌદ્ધ પિટકોનો અભ્યાસ તો, બૌદ્ધ ધર્મના વ્યાપક પ્રસારને લીધે, અત્યારે પણ સારા પાયા ઉપર સર્વત્ર ચાલી રહ્યો છે, અને વિશ્વભરના વિદ્વાનો એમાં પોતાનો ફાળો આપી રહ્યા છે.
એટલે સૌથી શોચનીય અને ચિંતાજનક સ્થિતિ પ્રાકૃત ભાષા અને સાહિત્યનાં અધ્યયન-અધ્યાપનની છે. આ દુઃખદ સ્થિતિના નિવારણ માટે બે રીતે પ્રયત્ન થવો જોઈએ: એક તો જૈન સાધુઓ અને સાધ્વીઓએ (તેમ જ ધર્મજિજ્ઞાસુ શ્રાવકો તથા શ્રાવિકાઓએ પણ) ખૂબ પ્રયત્નપૂર્વક પ્રાકૃત ભાષા અને સાહિત્યનું પદ્ધતિસરનું જ્ઞાન મેળવવું જોઈએ; અને બીજું, પ્રાકૃત ભાષા-સાહિત્યના અધ્યયનને પૂરેપુરું પ્રોત્સાહન મળે એવો સમર્થ અને નિષ્ઠાભર્યો પ્રયત્ન થવો જોઈએ.
(તા. ૩૦-૭-૧૯૬૬) ભારતીય ધર્મસંસ્કૃતિની મુખ્ય ત્રણ ધારાઓ તે જૈન, બ્રાહ્મણ અને બૌદ્ધ. એ ત્રણે ધર્મસંસ્કૃતિઓનાં ધર્મશાસ્ત્રો અર્ધમાગધી, સંસ્કૃત અને પાલિમાં રચાયાં.
ભારતની આ ત્રણે ધર્મસંસ્કૃતિની ધારાઓ સ્વતંત્ર રીતે વહેતી લાગવા છતાં, એમાંની કોઈ પણ એકનું અથવા એ ત્રણે ય દ્વારા સમગ્ર ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવું હોય તો એ ધર્મસંસ્કૃતિઓના તટસ્થ, ઐતિહાસિક તેમ જ તુલનાત્મક અધ્યયનની અપેક્ષા રહેવાની જ; કારણ કે એક સાથે, એક જ પ્રદેશમાં વહેતી ધર્મસંસ્કૃતિની ધારાઓ
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૪
જિનમાર્ગનું અનુશીલન વચ્ચે આદાન-પ્રદાન થયા વગર ન રહે. એટલે જ્યારે પણ ભારતની આ ધર્મસંસ્કૃતિઓને જાણવી-સમજવી હોય, ત્યારે તે સંસ્કૃતિનાં ધર્મશાસ્ત્રોના કલેવરરૂપ ભાષાનો બોધ હોવો જરૂરી બની જાય છે.
પ્રાકૃત, સંસ્કૃત અને પાલિ ભાષાઓના અને એ દ્વારા જૈન, બ્રાહ્મણ અને બૌદ્ધ પરંપરાઓના અધ્યયનની વર્તમાન સ્થિતિનો વિચાર કરીએ છીએ ત્યારે નિરાશા સાંપડે છે; બલ્ક, જાણે આપણી સામે મોટું સાંસ્કૃતિક સંકટ ઊભું થયું હોય એમ લાગે છે. આ સંકટ એવું તો મોટું છે કે તેને લીધે માણસની માણસાઈ અને ગુણસંપત્તિ જ જોખમાતી લાગે છે. આ સંકટને ટાળવાનો એકમાત્ર ઉપાય માનવજીવનમાંથી ઓસરી રહેલી ધર્મચેતનાને સજીવન કરવી એ છે; અને આ માટે આપણાં ધર્મશાસ્ત્રોની મૂળ ભાષાઓનું પણ સંગીન અધ્યયન વ્યાપક બને એ જરૂરી છે.
જૈન ધર્મશાસ્ત્રોની મૂળ ભાષા પ્રાકૃત હોવા છતાં, એના પદ્ધતિસરના અધ્યયન પ્રત્યે જૈનસંઘમાં જે ઉદાસીનતા પ્રવર્તે છે, તે આપણને ગુનેગારના પાંજરામાં ખડા કરાવે એવી છે. અરે જૈનધર્મ, જૈનસંસ્કૃતિ અને પ્રાકૃત ભાષા તથા સાહિત્યના અભ્યાસી વિદેશી વિદ્વાનોએ પ્રાકૃત ભાષાનું પદ્ધતિસરનું અને સર્વાગીણ અધ્યયન કરીને આપણી સામે એક ઉત્તમ આદર્શ રજૂ કર્યા છતાં એના ઉપરથી પણ પ્રેરણા લેવામાં આપણે પાછળ રહી ગયા ! આમ થવાનું મુખ્ય કારણ એ છે, કે આપણે ધર્મની વ્યાપક ભાવનાને ભૂલીને કટ્ટર સાંપ્રદાયિકતાએ ઊભા કરેલા નજીવા મતભેદો પર “કાગનો વાઘ કરીને એની સાઠમારીમાં જ પડી ગયા.
એ ગમે તેમ હોય, પણ હવે “જાગ્યા ત્યારથી સવાર' ગણીને આ નુકસાનીનો ધંધો સત્વર બંધ કરવાની અને પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયનને બધા ય જેન ફિરકાઓમાં, માધ્યમિક શાળાઓમાં, કોલેજોમાં, વિશ્વવિદ્યાલયોમાં અને સાંસ્કૃતિક કે શાસ્ત્રીય સંશોધનનું કામ કરતી બધી સંશોધન-સંસ્થાઓમાં સારા પ્રમાણમાં વેગ અને પ્રોત્સાહન મળે એવો સમર્થ પ્રયત્ન કરવાની જરૂર છે.
પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયનને માટે અત્યારે આપણા દેશમાં જાહેર કે સરકારી સંસ્થાઓમાં જે કંઈ અલ્પ સગવડ છે, તે એકાદ પચીશી પહેલાં કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં જે સગવડ હતી તેના મુકાબલામાં ઘણી નબળી છે અને ક્રમશઃ ઘટતી જાય છે.
તો પછી જૈનસંઘની એ ફરજ બની જાય છે કે એણે સાંપ્રદાયિક દૃષ્ટિથી મુક્ત બનીને, નિર્ભેળ વિદ્યા-ઉપાસનાની ભાવનાથી, ખાનગી રાહે પોતા તરફથી પ્રાકૃતના અધ્યયનની માતબર સગવડ ઊભી કરવી, જે સંસ્થાઓ એ દિશામાં કામ કરતી હોય
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૨૫
પ્રાકૃતાદિનું અધ્યયન : ૩ એને દરેક પ્રકારનો અને ખાસ કરીને આર્થિક સહકાર આપવો અને વિદ્યાર્થીઓ પ્રાકૃત ભાષા અને સાહિત્યનું અધ્યયન કરવા પ્રેરાય એવું પ્રોત્સાહન આપવું. આવા પ્રયત્નોના એક અનિવાર્ય અંગ રૂપે આપણાં મોટા ભાગનાં સાધુ-સાધ્વીઓએ ઊંડી રુચિથી પ્રાકૃતનું વ્યાપક અને તલસ્પર્શી જ્ઞાન મેળવી લેવું જ જોઈએ; અને આ માટેનાં કેન્દ્રો જૈનસંઘે સ્થાપવાં જોઈએ.
અત્યારે મોજૂદ આવાં અધ્યયન-કેન્દ્રોમાં સ્થાનકવાસી સંઘે વડિયા, રાજકોટ, વ્યાવર તેમ જ બીજાં સ્થાનોમાં સ્થાપેલી સિદ્ધાંત-શાળાઓ, પ્રાકૃત અને ધાર્મિક પરીક્ષાઓ લેતું પાથરડી બોર્ડ, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘમાં મહેસાણાની શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા, મુંબઈમાં થોડા વખત પહેલાં ગોડીજીના ઉપાશ્રયમાં સ્થપાયેલ પાઠશાળા તથા પાટણ, ખંભાત જેવાં સ્થાનોમાં કામ કરતી સંસ્થાઓ ગણાવી શકાય. પણ આધુનિક દષ્ટિ અને પદ્ધતિ મુજબ પ્રાકૃતના સુવ્યવસ્થિત અધ્યયન માટે જે સગવડ જોઈએ, એ સગવડ આ સંસ્થાઓમાં નહીં જેવી છે. આવી પદ્ધતિથી પ્રાકૃત ભાષા અને સાહિત્યનો અભ્યાસ કરાવી શકે એવા અધ્યાપકોની પણ આપણે ત્યાં ખૂબ તંગી છે.
પ્રાકૃત સાહિત્યના પ્રકાશનની દૃષ્ટિએ વિચાર કરીએ તો છેલ્લાં પચાસેક વર્ષ દરમિયાન અનેક સંસ્થાઓએ આ દિશામાં નોંધપાત્ર કામ કર્યું છે. તેમાં ય સૂરતની બે સંસ્થાઓ – શ્રી આરામોદય સમિતિ અને શ્રી દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધારક ફંડ દ્વારા થયેલું કામ નમૂનારૂપ લેખી શકાય. ભાવનગરની ત્રણ પ્રકાશન સંસ્થાઓ શ્રી આત્માનંદ જૈન સભા, શ્રી જૈન ધર્મ પ્રસારક સભા અને શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા તેમ જ અન્ય સ્થાનોની બીજી સંસ્થાઓએ પોતાની રીતે આ દિશામાં કામ કર્યું છે, અને હજી પણ કરી રહેલ છે. દિગંબર ફિરકામાં જ્યધવલા, મહાધવલા વગેરેનાં પ્રકાશનો પણ પ્રશંસા માગી લે એવી સારી રીતે થયાં છે.
આપણા આગમ-સાહિત્યને સંશોધનની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે સંપાદિત કરીને પ્રકાશિત કરવાની જરૂરની પૂર્તિ પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી (આગમપંચાંગીનું પ્રકાશનએ, શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ (આગમકોશ) અને શ્રી મહાવીર જૈનવિદ્યાલય, મુંબઈએ (મૂળ સમીક્ષિત પાઠ) હાથ ધરેલી યોજનાઓ દ્વારા થઈ રહેલ છે. પણ આવું ઉચ્ચકોટીનું સંશોધન-કામ કરવા માટે આપણી નજર અમુક વિદ્વાનો તરફ જ મોટે ભાગે જાય છે, અને તેઓ જ ગજા ઉપરાંત કામ ખેંચીને પણ આ કાર્યને આગળ વધારવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહેલ છે. દાખલા તરીકે, ઉપર જણાવેલ ત્રણે સંસ્થાઓ સાથે પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી,
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૬
જિનમાર્ગનું અનુશીલન પં. શ્રી બેચરદાસજી દોશી, અને પં. શ્રી દલસુખભાઈ માલવણિયા ગાઢ રીતે સંકળાયેલા છે, અને એમની રાહબરી નીચે કામ ચાલી રહ્યું છે.* પણ એમની નિપુણતાનો વિશેષ લાભ મળે અને આગમગ્રંથોના સર્વાગીણ પ્રકાશનમાં વધુ વેગ આવે તે માટે એમને સુયોગ્ય સહાયક વિદ્વાનો મળી રહે એ જરૂરી છે.
વળી, સ્થાનકવાસી તેમ જ તેરાપંથી ફિરકાનું ધ્યાન પણ આગમપ્રકાશનની દિશામાં સારા પ્રમાણમાં ગયું છે, અને એ માટે યથાશક્ય પ્રયત્નો પણ થઈ રહ્યા છે. આ પ્રયત્નોમાં સંશોધન-પદ્ધતિનો ઉપયોગ ન થતો હોય કે ઓછો થતો હોય ત્યાં એનો પૂરેપૂરો ઉપયોગ થાય તો આ પ્રકાશનો ખૂબ ઉપયોગી અને મૂલ્યવાન બની રહે.
ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલીમાં બિહાર સરકાર દ્વારા સ્થપાયેલ વૈશાલી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી એન્ડ પ્રાકત' એ સંસ્થા પણ જૈનવિદ્યા. અને પ્રાકૃત ભાષાના અધ્યયન-અધ્યાપનને અને એ અંગેના સાહિત્યના સંશોધનપ્રકાશનને વરેલી છે; ત્યાં આ દિશામાં કેટલુંક કામ થઈ રહ્યું છે. પણ આ સંસ્થાનો વિશેષ વિકાસ હજી બાકી છે, અને એનો લાભ પણ જોઈએ તેટલો લેવાતો નથી. પ્રાકૃત-વિદ્યામંડળ
શાળા-મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયન-અધ્યાપનને પ્રોત્સાહન આપવાના મુખ્ય ધ્યેયથી બે-એક વર્ષ પહેલાં અમદાવાદમાં સ્થપાયેલ પ્રાકૃત-વિદ્યામંડળ આ દિશામાં કંઈક નવી આશા જન્માવે એવી સંસ્થા છે. સરકારી-અર્ધસરકારી શિક્ષણ સંસ્થાઓ ઉપરાંત બીજી જે કોઈ સંસ્થાઓ મારફત આ કામ થઈ શકે એમ હોય એનો સંપર્ક સાધીને એ દિશામાં પ્રયત્ન કરવો એ પણ આ સંસ્થાનો ઉદ્દેશ છે. અને અધ્યયનમાત્રના પાયારૂપ લેખાતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તરફ આ સંસ્થાનું ધ્યાન શરૂઆતથી જ ગયું છે એ સારું થયું છે.*
પંડિત શ્રી બેચરદાસજી આ મંડળના અધ્યક્ષ, શ્રી દલસુખભાઈ માલવણિયા એના એક મંત્રી અને પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી, પં.શ્રી સુખલાલજી, મુનિશ્રી જિનવિજયજી, ડૉ. પી. એલ.વૈદ્ય, ડૉ. એ. એન. ઉપાધ્ધ જેવા પ્રથમ પંક્તિના વિદ્વાનો એના સંમાન્ય સભ્યો છે.
*સમયાનુક્રમે આમાં શ્રી અમૃતલાલ ભોજકનો મૂલ્યવાનું દીર્ઘ પરિશ્રમ તથા વિદ્ધન્વર્ય પૂ. જંબૂવિજયજી મહારાજનું સમીક્ષિત સંપાદનનું ઉન્નત નેતૃત્વ ભળ્યાં છે. – સં.
+ પ્રાકૃત વિદ્યામંડળનો અલગ પરિચયલેખ આ વિભાગમાં સાતમા ક્રમે સામેલ કરેલ છે. -- સં.
Page #450
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૩
પ્રાકૃતના જતન માટે આ સંસ્થા દ્વારા ચાલતો પ્રયાસ તેમ જ બીજી સંસ્થાઓ દ્વારા પણ થતું કામ પૂર્ણ સાથ અને સહકારને પાત્ર છે.
(તા. ૬-૮-૧૯૬૬) પ્રાકૃતના અધ્યયનને વેગ આપવા અંગે નીચેનાં સામાન્ય સૂચનો ઉપયોગી થશે : (૧) પ્રાકૃત ભાષાના વિકાસ માટે આપણે શું કરવું જોઈએ તે આપણે બૌદ્ધ ધર્મના અનુયાયીઓએ પાલીના અભ્યાસ માટે જે કર્યું છે તે ઉ૫૨થી સમજી શકીએ એમ છીએ. બૌદ્ધોએ સીલોનમાં, બ્રહ્મદેશમાં, બીજાં સ્થળોએ અને હવે હિંદુસ્તાનમાં પણ પાલીના અભ્યાસ માટે ઉત્તમ વિદ્યાલયોની સ્થાપના કરેલ છે, જ્યાં ગમે તે દેશ, ધર્મ કે જ્ઞાતિનો પાલીનો જિજ્ઞાસુ નિઃસંકોચપણે રહીને પાલી ભાષાનો અને બૌદ્ધ ધર્મનો ઊંડો અભ્યાસ કરી શકે છે. એટલે પ્રાકૃત ભાષાના સંરક્ષણ તથા સંવર્ધન માટે સૌથી પહેલું તો એક વિદ્યાકેન્દ્ર આપણે સ્થાપવું જોઈએ, જ્યાં જિજ્ઞાસુ પ્રાકૃત ભાષાનું તલસ્પર્શી જ્ઞાન મેળવી શકે. જ્ઞાનનિમિત્તે પ્રતિવર્ષ અઢળક નાણું ખર્ચવા છતાં આપણે જૈનો આવું એક પણ વિદ્યાધામ ઊભું નથી કરી શક્યા એ બીના આપણને લાંછન લગાડે એવી છે.
૪૨૭
(૨) પ્રાકૃતના અભ્યાસને વેગ આપવા ઉપર કહેલું વિદ્યાકેન્દ્ર સ્થાપીને સર્વમાન્ય પદવીઓ (ડિગ્રીઓ) કાયમ કરવી જોઈએ, અને એના અભ્યાસીઓની આર્થિક ચિંતા દૂર કરવા સારી એવી શિષ્યવૃત્તિઓ અપાવી જોઈએ.
(૩) પ્રાકૃત ભાષાના અભ્યાસમાં ઉપયોગી થાય એવા ગ્રંથો તૈયા૨ ક૨વા જોઈએ. આવા ગ્રંથોમાં મૂળ આખો ગ્રંથ પણ હોય અને જુદાંજુદાં પુસ્તકોમાંથી વીણેલા પાઠોનો સંગ્રહગ્રંથનો પણ હોય. આવાં પુસ્તકો નમૂનેદાર રૂપમાં પ્રગટ થાય અને ઓછામાં ઓછી કિંમતે વિદ્યાર્થીઓને મળે એ ખાસ જરૂરી છે.
(૪) ધાર્મિક શિક્ષણમાં વિદ્યાર્થીઓ અનેક પ્રાકૃત સૂત્રો મોઢે કરે છે, છતાં અત્યારની પદ્ધતિમાં પ્રાકૃત-ભાષાના અભ્યાસને સ્થાન નથી. એટલે એ પદ્ધતિમાં એ દિશાનો ફેરફાર કરવો.
(૫) પ્રાકૃત અને સંસ્કૃતને સમાન ન્યાય મળે તે માટે પંડિત શ્રી સુખલાલજીએ અન્યત્ર સૂચવ્યા મુજબ કોઈ પણ સંસ્કૃત ભાષાનો અધ્યાપક (કૉલેજોમાં) એવો નીમવામાં ન આવે કે જેણે પ્રાકૃત ભાષાઓનું કમ-સે-કમ ભાષાની દૃષ્ટિએ અધ્યયન ન કર્યું હોય. એ જ રીતે કોઈ પણ પાલી કે પ્રાકૃત ભાષાનો અધ્યાપક એવો ન નિમાય, જેણે સંસ્કૃત ભાષાનું જરૂરી પ્રામાણિક અધ્યયન ન કર્યું હોય.”
(તા. ૧૨-૭-૧૯૫૨)
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૮
જિનમાર્ગનું અનુશીલના (૪) પ્રાકૃતના અભ્યાસ અને અભ્યાસીઓની સ્થિતિ
તાજેતરમાં જ એક દંપતીને મળવાનું થયું, બંને ખૂબ ભણેલાં. ભાઈ તો વર્ષો સુધી અમેરિકામાં રહીને થોડા મહિના પહેલાં જ દેશમાં પાછા આવ્યા છે. તેઓ રાજ્યશાસ્ત્ર (પોલિટિક્સ)ના ઊંડા અભ્યાસી છે. બહેન પ્રાકૃતનો વિષય લઈને એમ. એ. થયાં છે, અને અત્યારે શ્રી ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' ઉપર પીએચડી કરી રહ્યાં છે.
વાતો કરતાં એ બંનેએ કંઈક રમૂજમાં કહ્યું કે અમારા બંનેના વિષયો એવા છે કે જેમાં સહેલાઈથી નોકરી મળતી નથી. આપણે ત્યાં ગુજરાતમાં કૉલેજો તો પુષ્કળ છે, પણ એમાં રાજ્યશાસ્ત્રનો વિષય ચલાવતી કૉલેજો જવલ્લે જ છે. આવી જ સ્થિતિ પ્રાકૃતની છે. આટલી બધી કૉલેજો છતાં પ્રાકતનો વિષય કોઈક જ કૉલેજમાં ચલાવાતો હોય છે. તેથી પ્રાકૃતના અભ્યાસીને પણ ભાગ્યે જ નોકરી મળી શકે છે.
એમણે આ વાત કરી હતી તો હળવા ભાવે, પણ એની પાછળ કંઈક ગંભીરતા, કંઈક વેદના અને કંઈક નિરાશાનો ભાવ પણ હતો. વાતનો વિષય કોઈ પણ વિચારકને | વિચાર કરતા કરી મૂકે એવો હતો. રાજ્યશાસ્ત્રનો વિષય પણ એટલો જ મહત્ત્વનો છે. છતાં પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસ તથા પ્રસાર તરફ અમને કંઈક વિશેષ અનુરાગ હોવાથી, અહીં એ અંગે કેટલીક વિચારણા ઇષ્ટ છે.
આ બહેને જે ફરિયાદ કરી છે તેને અંગત ફરિયાદ ગણવાને બદલે એને એક વર્ગની ફરિયાદના નમૂના કે પ્રતિનિધિરૂપ ગણવી જોઈએ; અને એ રીતે એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ભારતના પ્રાચીન મુખ્ય ધર્મો ત્રણ જૈન, વૈદિક અને બૌદ્ધ. ત્રણેનાં મૌલિક ધર્મશાસ્ત્રો અનુક્રમે અર્ધમાગધી, સંસ્કૃત તથા પાલી ભાષામાં છે, અને તેથી આ ત્રણે ય ભાષાઓમાં વિપુલ સાહિત્ય રચાયું છે. અર્ધમાગધી અને પાલી ભાષાઓ તો ભગિનીભાષાઓ કહી શકાય એવી ખૂબ સમાનતા અને નિકટતા ધરાવતી લોકભાષાઓ છે; અથવા એક જ લોકભાષાનાં પ્રાદેશિક અસરવાળા બે પ્રવાહો છે.
આ દૃષ્ટિએ, તેમ જ છેલ્લા બે-ત્રણ દસકા દરમિયાન બૌદ્ધધર્મનો ભારતમાં પુનરુદ્ધાર થયો એ દૃષ્ટિએ આપણા દેશમાં આ ત્રણે ય ભાષાઓનાં અધ્યયન-અધ્યાપન તથા સંશોધન-પ્રકાશનની અખંડ પરંપરા ચાલુ રહેવી જોઈતી હતી. પણ જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, તેમતેમ વિદ્યાર્થીઓનું વલણ એ તરફ વધતું ગયું અને આ શાસ્ત્રભાષાઓનો મન દઈને અભ્યાસ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી ગઈ. જો આપણે આપણી સામેની પરિસ્થિતિનું બરાબર
Page #452
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૪
૪૨૯ આકલન કરી શકીએ, તો આપણને એ સમજતાં મુશ્કેલી ન પડવી જોઈએ, કે આ એક પ્રકારનું સાંસ્કૃતિક સંકટ જ ઊભું થયું છે. એને રોકવા સમર્થ પ્રયત્નની જરૂર છે.
સંસ્કૃત ભાષા અને સાહિત્યનું ક્ષેત્ર પ્રાકૃત કરતાં વધારે મોટું છે એ સૌ કોઈ જાણે છે. પણ આજે એ ભાષા અને સાહિત્યના પણ અધ્યયનમાં સુનકાર જામતો જાય છે! પહેલાં દેશભરમાં માધ્યમિક શાળાઓમાં તથા કોલેજોમાં કેટલા બધા વિદ્યાર્થીઓ એનો અભ્યાસ કરતા હતા ! અત્યારે આ ભાષાના અભ્યાસને પણ ચિંતા ઉપજાવે એટલો ઘસારો લાગી ગયો છે; સંસ્કૃતમાં ઊંચી કક્ષાએ એમ.એ. થનારને પણ સહેલાઈથી નોકરી મળી શકતી નથી, તો પછી પ્રાકૃત ભાષાની સ્થિતિ તો આના કરતાં પણ વધારે ખરાબ હોય જ ને? અને પાલી ભાષાની સ્થિતિ પણ એવી જ હોય ને ?
પણ સંસ્કૃત ભાષા અને પાલી ભાષા તથા સાહિત્યના અધ્યયન-અધ્યાપન અને સંશોધન પ્રકાશન-ક્ષેત્રે આશાસ્પદ સ્થિતિ એ છે કે તેને પ્રોત્સાહન મળતું રહે એવી કેટલીક વ્યવસ્થા છે, જ્યારે પ્રાકૃતને માટે આવી વ્યવસ્થા થવી હજી બાકી છે. જુદાજુદા જૈન ફિરકાઓમાં જે કંઈ આછી-પાતળી વ્યવસ્થા છે, તે એવી ઓછી-અધૂરી છે કે એનું ધાર્યું પરિણામ ભાગ્યે જ આવી શકે
એટલે જો પ્રાકૃતના અધ્યયનને આપણે સાચે જ વેગ આપવા ઈચ્છતા હોઈએ તો એ માટે એક બાજુ આપણાં સાધુ-સાધ્વીઓએ પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયન તરફ પૂરી ગંભીરતા તથા નિષ્ઠા સાથે વળવું જોઈએ; અને બીજી બાજુ તે તરફ દૃષ્ટિસંપન્ન ગૃહસ્થવર્ગમાં અને વિદ્યાર્થીઓમાં સ્થાયી ઉત્સાહ અને અભિરુચિ જાગે એવો વ્યવસ્થિત અને સમર્થ પ્રયત્ન થવો જોઈએ. આવો પ્રયત્ન પ્રાસંગિક નહીં, પણ કાયમી જ હોવો જોઈએ. આમાં એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પ્રાકૃત ભાષાના પૂર્ણ સમયના અભ્યાસીઓને યોગ્ય વેતનવાળી નોકરી સહેલાઈથી મળી રહે.
અગાઉ કહ્યું તેમ, માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં તો પ્રાકૃતના અધ્યયનને, એના ભવિષ્યને માટે ચિંતા થાય એટલી હદે જાકારો મળી રહ્યો છે. જે શાળાઓ તથા કોલેજો પ્રાકૃતના અધ્યાપન માટે કંઈક પણ જોગવાઈ રાખતી હતી, એમની સંખ્યામાં, તેમ જ જે વિદ્યાર્થીઓ પ્રાકૃતનું અધ્યયન કરવા પ્રેરાતા હતા એમની સંખ્યામાં પણ ઘટાડો જ થતો જાય છે. આનું મુખ્ય કારણ એ લાગે છે કે પ્રાકૃત ભાષાના વિદ્વાનોને નોકરી મેળવવામાં ખૂબખૂબ મુશ્કેલી પડે છે. આવી વિષમ સ્થિતિમાં પ્રાકૃતનો અભ્યાસ હજી પણ ઘટે તો એને આપણે ભાગ્યે જ રોકી શકવાના છીએ.
એક બાજુ પ્રાકૃતના વિદ્વાનોને યોગ્ય નોકરી નહીં મળવાની ફરિયાદ ઊભી છે, તો આની સામે, જેમ ધાર્મિક શિક્ષકોની આપણે ત્યાં અછત પ્રવર્તે છે, તેમ પ્રાકૃતના પંડિતો પૂરતા પ્રમાણમાં મળતા નથી એવી ફરિયાદ પણ અવારનવાર થતી રહે છે.
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૩૦
જિનમાર્ગનું અનુશીલન જૂનાગઢના સ્થાનકવાસી જૈનસંઘ તરફથી ચાલતી અર્ધમાગધી-પ્રચાર-સમિતિની પ્રવૃત્તિને અને અર્ધમાગધી ભાષા તથા સાહિત્યના અધ્યયનની અત્યારની પરિસ્થિતિને અનુલક્ષીને સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મુંબઈથી પ્રગટ થતા મુખપત્ર જૈન-પ્રકાશ' સાપ્તાહિકે એના તા. ૧૫-૫-૧૯૭૧ના અંકમાં “અર્ધમાગધી' નામે એક વિસ્તૃત અગ્રલેખ લખ્યો છે. એમાં પ્રાકૃતના અધ્યાપકો તથા ધાર્મિક શિક્ષકો તૈયાર કરવાની જરૂરનો નિર્દેશ કરતાં કહેવામાં આવ્યું છે –
શાળા-કોલેજોમાં અર્ધમાગધી ચાલુ કરાવતાં પહેલાં એ માટેનાં પાઠ્યપુસ્તકો, વ્યાકરણ, શબ્દકોશ, ગાઈડ વગેરે તૈયાર કરાવવાં પડશે. અર્ધમાગધીનું શાળાકોલેજોમાં શિક્ષણ આપી શકે તેવા શિક્ષકો પણ તૈયાર કરવા પડશે...
“આપણી જૈનશાળાઓ, અર્ધમાગધીના વર્ગો કે શાળા-કોલેજોમાં અર્ધમાગધીનો અભ્યાસક્રમ ત્યારે જ સફળ થશે કે જ્યારે આ બધાના સંચાલન માટે શિક્ષકો, પ્રાધ્યાપકો તૈયાર થશે. ભારતભરમાં શહેરે-શહેર અને ગામડે-ગામડે જૈનસંઘો સંખ્યાબંધ જેનશાળાઓ ચલાવે છે, જેમાં પ્રતિવર્ષ લાખો રૂપિયાનું એકંદર ખર્ચ થાય છે. પરંતુ તેમ છતાં આપણી ભાવી પેઢીમાં ધર્મના સુદઢ સંસ્કારો પ્રેરી શકાયા નથી. વિદ્યાર્થીઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકે એવા અધ્યાપકો આપણે તૈયાર કર્યા નથી. કૂવામાં ન હોય તો હવાડામાં ક્યાંથી આવી શકે ? સૌથી પ્રથમ આપણી શિક્ષણસંસ્થાઓએ એકાદ બે ટ્રેનિંગ-કૉલેજો શરૂ કરી પ્રાધ્યાપક-પ્રાધ્યાપિકાઓ તૈયાર કરવાં પડશે, કે જેઓ પારંગત બની પાઠશાળા, નાળાઓ, શ્રાવિકાશાળાઓ તેમ જ શાળાકૉલેજના અર્ધમાગધી અભ્યાસનું શિક્ષણ પદ્ધતિસર આપી શકે.”
એક બાજુ પ્રાકૃતના વિદ્વાનોને યોગ્ય નોકરી નહીં મળતી હોવાની ફરિયાદ અને બીજી બાજુ પાકતના અધ્યાપકો નહીં મળતા હોવાની ફરિયાદ – એકબીજાથી વિરોધી દેખાતી આ બંને ફરિયાદોમાં તથ્ય કેવી રીતે હોઈ શકે એવા ભ્રમમાં પડવાની જરૂર નથી. જે વ્યક્તિએ પ્રાકૃતના વિષયમાં એમ.એ. કે પીએચ.ડી. જેટલો અભ્યાસ કર્યો હોય, તે સામાન્ય પગારથી સામાન્ય અભ્યાસ કરાવવા તૈયાર ન થાય એ સમજી શકાય એવી બાબત છે. એટલે એની નોકરી નહીં મળવાની ફરિયાદ સાચી ઠરે છે. બીજી બાજુ આપણી ધર્મશિક્ષણની અને ખાસ કરીને ધર્મશાસ્ત્રનાં શિક્ષણ, સંશોધન અને પ્રકાશનનું કામ કરતી સંસ્થાઓ યોગ્ય વિદ્વાનને એની યોગ્યતા મુજબ પગાર આપતી નથી, તેથી શિક્ષકો કે વિદ્વાનોની અછત અનુભવે છે. બાકી જે સંસ્થાઓ પૂરતું વેતન આપે છે, એમને આવા વિદ્વાનોની તંગીની ફરિયાદ ભાગ્યે જ કરવી પડે છે. એટલે આ બે વિરોધી લાગતી ફરિયાદો વચ્ચે મેળ બેસારવાનો ઉપાય એ જ છે કે યોગ્ય વ્યક્તિને યોગ્ય વેતન મળી રહે અને તૈયાર થનાર દરેક વિદ્વાનને યોગ્ય નોકરી મળી રહે – એવી પાયાની કાયમી વ્યવસ્થા કરાય.
Page #454
--------------------------------------------------------------------------
________________
૪૩૧
પ્રાકૃતાદિનું અધ્યયન : ૪
પ્રાકૃત-અર્ધમાગધી ભાષા તથા સાહિત્યના અધ્યયનનું મહત્ત્વ કેવળ જૈનધર્મ અને એના અનુયાયીઓ પૂરતું જ મર્યાદિત નથી. દ્રવિડિયન સિવાયની ભારતની અત્યારે બોલાતી લગભગ બધી ભાષાઓ અને બોલીઓની માતારૂપે પ્રાકૃત વગેરે ભાષાઓનું અને ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના જુદાજુદા તબક્કાના આધારભૂત અધ્યયનસંશોધન માટે આ ભાષાઓમાં રચાયેલ જુદાજુદા વિષયના પ્રાચીન સાહિત્યનું મહત્ત્વ ઘણું છે. આ દષ્ટિએ દેશ-વિદેશમાં આ ભાષા અને સાહિત્યના અધ્યયન-સંશોધનને પ્રોત્સાહન મળે એવા વ્યાપક પ્રયત્ન તો થયા જ છે. આમ છતાં તે ભાષામાં જૈન વિદ્યાનું મૌલિક સાહિત્ય રચાયેલું હોઈ તે ભાષા અને સાહિત્યનું અધ્યયન વ્યાપક પ્રમાણમાં થતું રહે તે માટે બધા પ્રકારની ગોઠવણ કરવી એ જૈનસંઘની વિશેષ ફરજ છે.
જૈન-પ્રકાશે' પોતાના ઉક્ત અગ્રલેખમાં યોગ્ય જ કહ્યું છે – . “અર્ધમાગધીનો વધારેમાં વધારે વિકાસ સાધ્ય કરવો હશે તો શાળા-કોલેજોમાં આ ભાષાનો પ્રચાર કરવો જરૂરી છે. એક વખત ભૂલાયેલી ભાષાનો વ્યાપક પ્રચાર કરવા માટેનું સર્વોચ્ચ માધ્યમ શાળા-કૉલેજો છે. ભારતમાં સંખ્યાબંધ કોલેજો, શાળાઓ, યુનિવર્સિટીઓ છે. આ બધી શિક્ષણ-સંસ્થાઓ અર્ધમાગધીને અભ્યાસક્રમમાં દાખલ કરવા તત્પર પણ છે, પરંતુ એ માટેના પૂરા પ્રયાસો થયા નથી.
“જૈન આગમ-સાહિત્ય અર્ધમાગધી ભાષામાં લખાયેલ છે એ જોતાં અર્ધમાગધીને શાળા-કૉલેજમાં દાખલ કરવા માટે જૈનોએ પુરુષાર્થ કરવો જોઈએ.
જૈન વિદ્યાર્થીઓ શાળા-કૉલેજોમાં બીજી ભાષા તરીકે અર્ધમાગધી લે એ માટે : એમને શિષ્યવૃત્તિઓ, પારિતોષિકો, આર્થિક સહાય વગેરે આપવાની યોજના ઘડવી જોઈએ.”
પ્રાકૃતના અધ્યયનને પ્રોત્સાહન આપનારા બે વ્યાપક દૃષ્ટિના પ્રયાસોની અહીં નોંધ લેવી ઘટે છે :
થોડાંક વર્ષો પહેલાં અમદાવાદમાં પંડિતવર્ય શ્રી બેચરદાસજી, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરેના પ્રયાસો અને પંડિતવર્ય શ્રી સુખલાલજી, સ્વ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી વગેરેના સહકારથી સ્થપાયેલ “પ્રાકૃતવિદ્યામંડળ' માધ્યમિક શાળાઓમાં અને ખાસ કરીને કૉલેજો તથા વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃતના અધ્યયનને પ્રોત્સાહન મળે એ માટે દરેક રીતે પ્રયત્ન કરી રહેલ છે.
થોડા વખત પહેલાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને પ્રાકૃત-પાલી જેવી ભાષાઓના વિશિષ્ટ અધ્યયન-સંશોધનને માટે સ્કોલરશિપો આપવાનું જાહેર કર્યું છે. ”
આ બધામાં જૈનસંઘના પ્રયત્નનોનું બળ ભળે તો પ્રાકૃત ભણનારાઓની સંખ્યા પણ વધે અને પ્રાકૃતના વિદ્વાનોને યોગ્ય નોકરીની તકો પણ વધે.
| (તા. ૧૭-૭-૧૯૭૧)
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૨
જિનમાર્ગનું અનુશીલન (૫) ભારતમાં પ્રાકૃતના અભ્યાસની સગવડઃ એક સર્વેક્ષણ
માધ્યમિક શાળાઓ, કૉલેજો, યુનિવર્સિટીઓ અને સંશોધન-સંસ્થાઓમાં પ્રાકૃતના અધ્યયન-અધ્યાપનની સ્થિતિ કંઈ ઉત્સાહપ્રેરક તો નથી જ, પણ જરૂરિયાતને પહોંચી શકાય એવી પણ નથી. એકંદરે પરિસ્થિતિ નિરાશાજનક કહી શકાય. આની સામે અત્યારે જૈન ધર્મ અને સાહિત્યના ઉત્કર્ષની દૃષ્ટિએ પ્રાકૃતના વ્યાપક અને તલસ્પર્શી અધ્યયનની કેટલી જરૂર છે એ અંગે અમે અમારા ૩૦મા તથા ૩૧મા અંકમાં (જુઓ આ વિભાગનો ત્રીજો લેખ. – સં.) વિગતે લખ્યું છે. એમાં અમે આ દિશામાં પ્રાકૃત વિદ્યામંડળ' અત્યારે કેવું ઉપયોગી કાર્ય કરી રહેલ છે એનો પણ નિર્દેશ કર્યો હતો.
પ્રાકૃત-વિદ્યામંડળે થોડા વખત પહેલાં દેશમાં પ્રાકૃતિના અધ્યયન-અધ્યાપન અંગે કેવી સ્થિતિ પ્રવર્તે છે એ સંબંધી, જુદીજુદી યુનિવર્સિટીઓનો સંપર્ક સાધીને, ઠીક-ઠીક ઉપયોગી માહિતી એકત્ર કરી છે. એ માહિતી જૈનસંઘે અને પ્રાકૃત ભાષાના ચાહકોએ ધ્યાનમાં લેવા જેવી હોવાથી અહીં રજૂ કરીએ છીએ. પ્રાકૃત-વિદ્યામંડળે તૈયાર કરેલા અહેવાલ પ્રમાણે સંસ્કૃત, પાલી અને પ્રાકૃતના અભ્યાસની સગવડ સંબંધી વસ્તુસ્થિતિ નીચે મુજબ છે : ૧. પાઠ્યક્રમ સમિતિઓ (બોર્ડ ઑફ સ્ટડીઝ)
(૧) સંસ્કૃત, પાલી અને પ્રાકૃતના અભ્યાસની સમિતિઓ (બોર્ડ) નીચેનાં વિશ્વવિદ્યાલયોમાં છે :
કુરુક્ષેત્ર, અલાહાબાદ, જબલપુર, મૈસૂર, શિવાજી યુનિ કોલ્હાપુર, વિશ્વભારતી, મ.સ.યુનિ.-વડોદરા, મુંબઈ અને કર્ણાટક.
(૨) સંસ્કૃત અને પ્રાકૃતના અભ્યાસની સમિતિઓ નીચેનાં વિશ્વવિદ્યાલયોમાં
ગુજરાત, નાગપુર, મગધ અને વારાણસેય (સંસ્કૃત યુનિવર્સિટી).
(૩) હિંદી, પાલી તેમ જ પ્રાકૃતના અભ્યાસની સમિતિ દિલ્હી અને અલીગઢ યુનિવર્સિટીમાં છે.
(૪) પ્રાકૃત અને જૈનોલોજી(જૈનવિદ્યા)ના અભ્યાસની સમિતિ બિહાર યુનિવર્સિટીમાં છે.
આમાંનાં કેટલાંક વિશ્વવિદ્યાલયોમાં તો ત્યાંની અભ્યાસસમિતિઓમાં પ્રાકૃતનો ઉલ્લેખ નામમાત્રનો જ છે; ખરી રીતે ત્યાં પ્રાકૃતના અધ્યયનની કોઈ વ્યવસ્થિત જોગવાઈ નથી.
Page #456
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૫
૨. પ્રાકૃતનો દરજ્જો અને અભ્યાસક્રમ
હવે એ જરૂરી બની ગયું છે કે પ્રાકૃત ભાષાને સંસ્કૃત અને પાલીના જેવો દરજ્જો મળવો જોઈએ. પરંતુ ભારે ખેદની વાત છે કે મોટા ભાગનાં વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃત ભણાવવાની કોઈ વ્યવસ્થા નથી. અભ્યાસના વિષયોમાં જ્યાં પ્રાકૃતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ત્યાં મોટે ભાગે એને ગૌણ (સબસીડિયરી) સ્થાન મળેલું છે; સંસ્કૃત તથા પાલીની જેમ એને મુખ્ય (પ્રિન્સિપલ) વિષય તરીકેનો દરજ્જો નથી અપાયો. પ્રાકૃતને મુખ્ય અને ગૌણ વિષય તરીકે ચાં-કયાં સ્થાન મળેલ છે તે નીચેની વિગતોથી જાણી શકાશે :
(૧) જ્યાં પ્રી-યુનિવર્સિટીથી એમ .એ. સુધી પ્રાકૃત મુખ્ય વિષય તરીકે લઈ શકાય છે તે યુનિવર્સિટીઓ નીચે મુજબ છે :
૪૩૩
ગુજરાત, મુંબઈ, મગધ, કર્ણાટક, નાગપુર અને જબલપુર.
(૨) બિહા૨ યુનિવર્સિટીમાં ફક્ત એમ.એ.માં જ પ્રાકૃત મુખ્ય વિષય તરીકે લઈ શકાય છે.
(૩) ગૌણ વિષય તરીકે પ્રી-યુનિવર્સિટીથી એમ.એ. સુધી પ્રાકૃત નીચેની યુનિવર્સિટીઓમાં લઈ શકાય છે.
મ.સયાજીરાવ (વડોદરા), મૈસૂર, પૂના, સરદાર પટેલ-આણંદ, વારાણસેય (સંસ્કૃત યુનિવર્સિટી) અને શિવાજી કોલ્હાપુર
(૪) ફક્ત એમ.એ.માં સંસ્કૃત, હિન્દી અથવા બીજી આધુનિક ભાષાની સાથે અર્ધા પ્રશ્નપત્ર કે એક પ્રશ્નપત્ર રૂપમાં પ્રાકૃત ભાષાના અભ્યાસને નીચેનાં વિશ્વવિદ્યાલયોમાં સ્થાન મળેલ છે :
બનારસ (હિંદુ યુનિવર્સિટી), લખનૌ, અલાહાબાદ, વિશ્વભારતી, ગૌહત્તી, યાદવપુર, દિલ્હી, ઉદયપુર, જોધપુર, રાજસ્થાન અને અલીગઢ.
૩. પાલી વિરુદ્ધ પ્રાકૃત
કેટલાંક વિશ્વવિદ્યાલયોમાં મુખ્ય અથવા ગૌણ વિષય તરીકે પાલી ભાષા અને સાહિત્યના અધ્યાપનની વ્યવસ્થા હોવા છતાં ત્યાં પ્રાકૃત ભાષા અને સાહિત્યને કશું જ સ્થાન નથી મળ્યું.
મુખ્ય વિષય તરીકે પાલીનું અધ્યાપન બનારસ (હિંદુ યુનિ.) અને માઠાવાડ યુનિવર્સિટીમાં કરાવાય છે.
પાલીનું ગૌણ વિષય તરીકે, સંસ્કૃત અથવા હિંદીની સાથે, અધ્યાપન અલીગઢ, રાજસ્થાન તેમ જ ગુરુકુલ કાંગડીમાં કરાવાય છે.
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૪
જિનમાર્ગનું અનુશીલન બીજાં સ્થાનોમાં પણ પાલીનું અધ્યાપન કરાવાય છે. પણ એની પૂરી માહિતી હજી સુધી મેળવી શકાઈ નથી. ૪. પ્રાકૃત ભાષાના અધ્યાપકોની નિમણૂક
મોટે ભાગે એમ પણ જોવામાં આવ્યું છે કે ઘણાંખરાં વિશ્વવિદ્યાલયોમાં પ્રાકૃત ભણાવવાને માટે એ વિષયના વિશિષ્ટ અધ્યાપકો નથી; સંસ્કૃત અથવા અન્ય ભાષાના અધ્યાપકો જ પ્રાકૃત ભણાવે છે. પ્રાકૃતના વિશિષ્ટ અધ્યાપકોની અછતને લીધે વિશ્વવિદ્યાલયોને એવા લોકોની નિમણૂક કરવી પડે છે, કે જેમણે પ્રાકૃત ભાષાનું ખાસ (સ્પેશ્યલ) વિષય તરીકે અધ્યયન કર્યું નથી હોતું. ૫. પ્રાકૃતના અધ્યયનને પ્રોત્સાહન
વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસ તરફ આકર્ષાય એની બહુ જ જરૂર છે, જેથી આધુનિક બધી ભાષાઓનું ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ અધ્યયન સહેલાઈથી થઈ શકે. આ ઉદ્દેશને પૂરો કરવા માટે વિદ્યાર્થીઓને મદદ, છાત્રવૃત્તિ તેમ જ ઇનામો આપીને પ્રોત્સાહન આપવાની ખાસ જરૂર છે, જેથી તેઓ પ્રાકૃત ભાષાનું અધ્યયન મુખ્ય વિષય તરીકે કરી શકે. આ અગત્યની બાબત ઉપર વિશ્વવિદ્યાલયોએ મોટે ભાગે લક્ષ નથી આપ્યું.
જે વિશ્વવિદ્યાલયો પ્રાકૃતના અભ્યાસ માટે બહુ ઓછી છાત્રવૃત્તિઓ આપે છે તેની વિગત નીચે મુજબ છે:
બિહાર વિશ્વવિદ્યાલય – એમ.એ થી પીએચ.ડી. તથા ડી. લિ. સુધી વારાણસેય સંસ્કૃત વિશ્વવિદ્યાલય – મધ્યમાથી આચાર્ય સુધી નાગપુર વિશ્વવિદ્યાલય – ફક્ત પીએચ.ડી. માટે
મુંબઈ વિશ્વવિદ્યાલય – ફક્ત બી.એ. માટે ૬. પ્રાકૃત અને જૈનદર્શનને માટે વ્યાસપીઠ (Chair)
કોઈ પણ વિશ્વવિદ્યાલયમાં પ્રાકૃત અને જૈનદર્શનને માટે કોઈ પણ વ્યાસપીઠ નથી. આવી વ્યાસપીઠો સ્થપાય એવા પ્રયત્નો કરવા જોઈએ.
આ બધી માહિતીને અંતે આ અહેવાલમાં પ્રાકૃત-વિદ્યામંડળ તરફથી જણાવવામાં આવ્યું છે:
અંતમાં જુદાં જુદાં વિશ્વવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરતાં એ વાત ખાસ અમારા ધ્યાન ઉપર લાવવામાં આવી છે કે ઘણી સંસ્થાઓ પ્રાકૃત વિષયને દાખલ કરવા ઇચ્છે છે, તેમ જ એને પ્રોત્સાહન આપવા ચાહે છે; પરંતુ આર્થિક જોગવાઈના અભાવમાં તેઓ કશું કરી શકતાં નથી. જો એમને
Page #458
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૫
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, કેન્દ્ર-સરકાર કે પ્રાદેશિક સરકાર તરફથી અથવા તો બિનસરકારી (વ્યક્તિગત કે સાર્વજનિક) માર્ગે આર્થિક સહાયતા મળે તો તેઓ પ્રાકૃત ભાષા અને સાહિત્યને પોતાના પાઠ્યક્રમમાં સ્થાન આપવા તૈયાર છે.” પ્રાકૃત-વિદ્યામંડળે પ્રાકૃતના અધ્યયન અંગે અત્યારે જે સ્થિતિ પ્રવર્તી રહી છે તે અંગે આવો વિગતવાર અહેવાલ તૈયાર કરીને એક ઉપયોગી કાર્ય કર્યું છે.
પણ આ અહેવાલ દ્વારા પરિસ્થિતિથી વાકેફ થઈને આપણે ચૂપ રહીએ, તો આ અહેવાલ તૈયા૨ કર્યાનો પરિશ્રમ સફ્ળ ન થાય. એટલે આ અહેવાલથી આ દિશામાં સક્રિય થવાની ચેતના આપણામાં જાગવી જોઈએ અને આ કામ આર્થિક કારણે અટકી ન પડે એ માટે જૈનસંઘે પ્રયત્નશીલ થવું જોઈએ.
પ્રાકૃત-વિદ્યામંડળ આ ક્ષેત્રમાં ધીમેધીમે એવી કાર્યશક્તિ કેળવી રહ્યું છે, કે જેથી એ પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયન અને વિકાસની બાબતમાં ખૂબ ઉપયોગી સેવા બજાવી શકશે. એક રીતે એમ કહેવું જોઈએ કે જે કામ ઘણા વખત પહેલાં થવું જોઈતું હતું, તે મોડેમોડે પણ થવા લાગ્યું છે. જ્યારે પ્રાકૃતના વિદ્વાનો આ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતા હોય, ત્યારે એને પૂરેપૂરી આર્થિક સહાય મળી રહે એ જોવાનું કામ શ્રીસંઘ અને વિદ્યાપ્રેમી સૌ શ્રીમાનોનું છે. પ્રાકૃત-વિદ્યામંડળનું સરનામું આ પ્રમાણે છે. C/o. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, પોસ્ટ નવરંગપુરા.
અમદાવાદ ૩૮૦ ૦૦૯
પ્રાકૃત ભાષાની એક વધુ ઉપેક્ષા
આ નોંધ પણ પ્રાકૃત વિદ્યામંડળે તૈયાર કરેલ અહેવાલને આધારે લખીએ છીએ. પ્રાકૃત-વિદ્યામંડળે તૈયાર કરેલ પ્રાકૃતના અધ્યયનની પરિસ્થિતિનો ખ્યાલ આપતો જે અહેવાલ અમે અમારી પહેલી નોંધમાં આપ્યો છે, તે ઉપરાંત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કેન્દ્રસરકાર તેમ જ જુદાંજુદાં રાજ્યો દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે, તેમાં કાં કઈકઈ ભાષાની પરીક્ષાઓ લેવાય છે, એની નીચેની જાણવા જેવી વિગતો પણ એમણે એકત્ર કરીને આ અહેવાલ સાથે આપી છે :
(નોંધ : આંકડાઓ વિષયોની કુલ સંખ્યા બતાવવા જ મૂકયા છે.)
વિષય
સંસ્કૃત પાલિ | ઉર્દૂ
ફારસી અરબી ભા.સંસ્કૃતિ ફ્રેંચ
૫
૧. ભારતસરકાર
૨. બિહાર
૩. ઉત્તરપ્રદેશ
૪. મદ્રાસ
૧
૧
૧
૧
.
૨
w
m
. .
» y
૪
૩
૪
૫
ܡ
૪
૪૩૫
... ।
II
। ।
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૩૬
૫. આંધ્ર
૬. પંજાબ
૭. ગુજરાત
૮. રાજસ્થાન
૯. મહારાષ્ટ્ર
૧૦. આસામ
૧૧. મધ્યપ્રદેશ
૧
૧
૧
૧
૧
૧
૧
।
।
T
'
~
~ ~
૩
૩
૩
૩
૩
× ।
1
।
૩
જિનમાર્ગનું અનુશીલન
૧૨-૧૩: મૈસૂર અને કેરલમાં કોઈ વિશેષ પાઠ્યક્રમ નથી. ૧૪-૧૫-૧૬ : બંગાળ, કાશ્મીર અને ઓરિસ્સાથી કશો જવાબ નથી મળ્યો.
૪
આ ઉપરથી જોઈ શકાશે કે પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓમાં સંસ્કૃત ભાષાને બધાં રાજ્યોમાં સ્થાન મળેલું છે, પાલી ભાષાને બે રાજ્યોમાં સ્થાન મળેલું છે; પણ પ્રાકૃત ભાષાને કેન્દ્રમાં કે કોઈ પણ રાજ્યની પરીક્ષામાં સ્થાન મળેલ નથી. પ્રાકૃત ભાષા પ્રત્યેની આપણી સરકારોની આવી ઉપેક્ષા અથવા ઉદાસીનતા આપણી આ બાબતની બેપરવાઈ અને નિષ્ક્રિયતાને દૂર કરનારી બનવી જોઈએ.
પ્રાકૃતને બીજી ભાષા જેવો દરજ્જો નથી મળતો એમાં આપણી બેદરકારી પણ કંઈ ઓછી જવાબદાર નથી; અને હજી જો આપણે નહીં જાગીએ, નહીં બોલીએ, નહીં મથીએ તો કોઈ સામે ચાલીને આપણા મોંમાં લાડવો મૂકી જવાના નથી.
(તા. ૨૭-૮-૧૯૬૬)
(૬) પ્રાકૃતનું શિક્ષણ : પૂર્વતૈયારીની જરૂર
અત્યારે જૈનોને અમુક દૃષ્ટિએ અને જૈનેતરોને તો પૂર્ણપણે અજાણી લાગતી અર્ધમાગધી ભાષા, પ્રાચીન સમયમાં ભારતના એક પ્રદેશની માતૃભાષા કે લોકભાષા તરીકે સહજસુંદર ગૌરવ ધરાવતી હતી. મહાવીરસ્વામીએ સમગ્ર લોકજીવનનો ઉદ્ધાર કરવાના મંગલમય આશયથી જ્યારે આ લોકભાષાનો સમાદર કર્યો, ત્યારે કેટલાક કાળથી, ત્યક્તા સ્ત્રીની જેમ, સંસ્કારસંપન્ન કહેવાતા જનસમૂહથી તિરસ્કૃત થયેલી આ લોકભાષાને નવજીવન અને મહિમા પ્રાપ્ત થયાં, અને ભગવાન મહાવીરના ધર્મોપદેશની ગંગા એ ભાષા દ્વારા પ્રવાહિત થવાના કારણે, આજે જ્યારે એ ભાષા બોલતો એક
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૩૭
પ્રાકૃતાદિનું અધ્યયન : ૬ પણ પ્રદેશ નથી રહ્યો, ત્યારે પણ અર્ધમાગધી ભાષા એ ભારતીય સંસ્કૃતિનું એક અગત્યનું અંગ બની રહી છે. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપના યથાર્થ અને સંપૂર્ણ દર્શન માટે એનું અધ્યયન-અધ્યાપન અનિવાર્ય ઠરે એમ છે. પોતાનાં મૂળ શાસ્ત્રોનું સર્જન અને રક્ષણ, એક હેતાળ માતાની મમતાથી અર્ધમાગધી ભાષાએ જ કરેલું હોવાથી જૈનસંઘ ઉપર તો એ ભાષામાતાનો અપાર ઉપકાર છે. એટલે એ બહુમૂલા ભંડારનું સંપૂર્ણ રીતે જતન થાય અને સાથે સાથે એ સર્વતોભદ્ર સરસ્વતીનું અમૃત વધારેમાં વધારે માનવીઓ માટે સુલભ બને એ રીતે સતત પ્રયત્નશીલ રહેવું એ આપણું પવિત્ર કિર્તવ્ય બની જાય છે.
વળી, દેશ અને દુનિયાના અત્યારના સાહિત્યપ્રવાહો અને સંસ્કારપ્રવાહોથી પરિચિત કોઈ પણ મહાનુભાવને એ જણાયા વગર નહીં રહે, કે અત્યારે પંથ કે સંપ્રદાયની વાડાબંધીને વેગળી મૂકીને સાહિત્યજીવી સમુદાયમાં જૈન સાહિત્યના અને ખાસ કરીને મૌલિક જૈન શાસ્ત્રોના અધ્યયન પ્રત્યેની અભિરુચિ દિવસે-દિવસે વધતી જાય છે. વિશ્વમૈત્રી કે વિશ્વકલ્યાણની ભાવનાની દૃષ્ટિએ આ એક આવકારપાત્ર ચિલ છે, અને તેથી આ અભિરુચિને ઉત્તેજન આપવું અને એને પૂર્ણરૂપે સંતોષી શકાય તેવી વ્યવસ્થા કરવી એ પણ આપણી ફરજ છે.
તાજેતરમાં ડભોઈ મુકામે ઉજવાયેલ “શ્રી યશોવિજય સારસ્વત સત્ર' પ્રસંગે જે નવ ઠરાવો પસાર કરવામાં આવ્યા છે, તેમાંથી ત્રીજા ભાગ જેટલા (ત્રણ) ઠરાવો તો અર્ધમાગધી ભાષાને લગતા જ છે તે બીના જેમ અર્ધમાગધી ભાષાની મહત્તા સૂચવે છે, તેમ એ ભાષાના અધ્યયન-અધ્યાપનની અત્યારે કેટલી મોટી જરૂર છે એ તરફ પણ અંગુલીનિર્દેશ કરે છે. એ ઠરાવો આ પ્રમાણે છે :
(૧) ઠરાવ ૩ઃ મુંબઈ રાજ્યમાં આવેલી તમામ વિદ્યાપીઠોમાંનાં બોર્ડ ઑફસ્ટડીઝ વગેરે અંતર્ગત અર્ધમાગધી (પ્રાકૃત ભાષા)ના યોગ્ય પઠનના પ્રબંધ માટે, આ સંમેલન જે-તે વિદ્યાપીઠોને આગ્રહપૂર્વક ભલામણ કરે છે.
(૨) ઠરાવ ૪: આ ઠરાવમાં અર્ધમાગધી ભાષાનું શિક્ષણ શાળાઓ દ્વારા આપવાની ભલામણ કરવામાં આવી છે. (આ ઠરાવ અક્ષરશઃ નહીં મળવાથી એનો આશય જ અહીં આપ્યો છે.)
(૩) ઠરાવ ૫: જૈન સમાજમાં અર્ધમાગધી ભાષાનો પ્રચાર થાય તે માટે જેનોને આ સંમેલન ભલામણ કરે છે, કે તેમણે પોતાનાં બાળકોને આ ભાષાનો અભ્યાસ કરવા યોગ્ય પ્રેરણા કરવી અને ઘટતો પ્રબંધ કરવો.
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩૮
જિનમાર્ગનું અનુશીલના
આ સંમેલને પોતાની મર્યાદાનો બરાબર વિચાર કરીને આ ઠરાવોને “ભલામણ કરવા જેવું સામાન્ય રૂપ આપ્યું હોય તો તે માટે એને કંઈ કહી શકાય નહીં. જો એણે આ ઠરાવોને એક મહત્ત્વની બાબત તરફ લાગતા-વળગતા સહુ કોઈનું ધ્યાન દોરવા પૂરતા જ મર્યાદિત ન રાખતાં તેમાં અર્ધમાગધી ભાષાના અભ્યાસને વેગ મળે એવી એકાદ નાનીસરખી પ્રવૃત્તિ પણ હાથ ધરવાની જવાબદારી પોતાને શિરે ઉઠાવવાની તૈયારી દાખવી હોત, તો તે વધુ કારગત, પ્રેરણાદાયક અને માર્ગદર્શક બની શકત. પણ એ તો હવે ભૂતકાળની વાત બની; એટલે એ સંમેલન આ દિશામાં જે થોડું પણ કરી શકહ્યું એ માટે આપણે તો અનો ગુણ જ સ્વીકારવો ઘટે. પણ જ્યારે પણ આપણે અર્ધમાગધી ભાષાની મહત્તા કે એના અધ્યયન-અધ્યાપનની આવશ્યકતાની વાત કરવી હશે, ત્યારે માત્ર આવી ભલામણો કે આવાં સૂચનોથી આપણું કામ મુદ્દલ નથી સરવાનું એ માટે તો આપણે જૈનસંઘે) પોતે અમુક પૂર્વતૈયારી કરવી જ પડશે. અને એવી પૂર્વતૈયારી હશે તો પછી આપણી આવી ભલામણો કે આપણાં આવાં સૂચનો પણ શતશત રૂપે સફળ થયા વિના નહીં રહે - અરે, એવી પૂર્વતૈયારી હશે તો આવી ભલામણો કે આવાં સૂચનો ઉચ્ચારવાની ઝાઝી જરૂર જ નહીં રહે.
અર્ધમાગધી ભાષાના અભ્યાસના પ્રચાર માટેની પૂર્વતૈયારીની વાતથી અમે જે સૂચવવા માગીએ છીએ એનો થોડોક ખુલાસો કરીએ. આ પૂર્વતૈયારીના બે અર્થ છે ઃ પહેલો તો એ કે જેમ આપણે ઠેરઠેર જૈન પાઠશાળાઓ ચલાવીએ છીએ અને એમાં અર્ધમાગધી ભાષાનાં સૂત્રોનો મુખપાઠ કરાવીએ છીએ અને એનો અર્થ પણ શીખવીએ. છીએ, તે જ રીતે અર્ધમાગધી ભાષાના અધ્યયનને માટે પણ ગોઠવણ કરવી જોઈએ. આ માટે અર્ધમાગધીના અધ્યાપકો (શિક્ષકો તૈયાર કર્યા વગર નહીં ચાલે. આવા અધ્યાપકો તૈયાર થતાં આપણી ધાર્મિક શાળાઓમાં ભણતાં આપણાં બાળકોમાં અર્ધમાગધીનો પ્રચાર વધવાની સાથોસાથ બીજા જે અર્ધમાગધીના અભ્યાસમાં અંગતપણે શિક્ષકની સહાયતા ચાહતા હશે, તેમને માટે પણ સગવડ ઊભી થઈ શકશે. જો આ ભાષાના અભ્યાસને વેગ આપવો હશે, તો અનુરૂપ શિક્ષકોની ખોટ પૂરી કરવા આવી જોગવાઈ કર્યા વગર આપણો છૂટકો નથી. દસ-પંદર વર્ષ લગી આ કાર્યને જો આપણે ઉત્તેજન આપીએ તો તે જરૂર થઈ શકે. આપણા મુનિવરો જો ધારે, તો આ દિશામાં ખૂબખૂબ ઉપયોગી કામ કરી શકે તેમ છે. આ પૂર્વતૈયારીનો બીજો અર્થ એ છે કે અર્ધમાગધીના ઊંડા અને સંશોધનપૂર્ણ અધ્યયન માટે આપણે જુદાજુદા પ્રદેશમાં થઈને ચાર-પાંચ એવાં સંશોધન-અધ્યાપન-કેન્દ્રોની સ્થાપના કરવી જોઈએ, જ્યાં આ ભાષાનો અભ્યાસ કરવા ઇચ્છનાર ગમે તે વ્યક્તિને ઉચ્ચ અધ્યયનની પૂરતી સગવડ
Page #462
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૬, ૭
૪૩૯
સહજ રીતે મળી રહે. આવી સંસ્થાની આપણે ત્યાં બહુ મોટી ખામી છે, અને એ બે રીતે નુકસાનકારક છે : પહેલું તો એ કે આ ભાષાના અભ્યાસીને યોગ્ય સ્થળ નથી મળી શકતું, અને બીજું: જો અર્ધમાગધી ભાષાનો પ્રખર વિદ્વાન તૈયાર થાય તો તેને આપણે યોગ્ય કામગીરી નથી આપી શકતા, અને તેથી એવા વિદ્વાનોને પણ પોતાનાં સમય-શક્તિ બીજાં ક્ષેત્રોને અર્પણ કરવાં પડે છે.
બૌદ્ધ સાહિત્યનો પ્રચાર ઇચ્છનારાઓએ આજે જુદાં જુદાં સ્થળે પાલીભાષાનાં પ્રાથમિકથી માંડીને ઉચ્ચમાં ઉચ્ચ અધ્યયન માટે દેશમાં અનેક કેન્દ્રોની સ્થાપના કરી છે એ બીના આપણા માટે માર્ગદર્શક બની શકે એમ છે.
એટલે પ્રાકૃત ભાષાના અભ્યાસ માટે સારી ભાવના વ્યક્ત કર્યાથી કશો અર્થ સરવાનો નથી. એ માટે તો આપણે કર્મપંથ સ્વીકારીને અમુક પૂર્વતૈયારી જ કરવી પડશે. જૈનસંઘ પરમોપકારી અને જનગણનું કલ્યાણ કરનારી આ ભાષામાતા પ્રત્યેનું પોતાનું ઋણ યત્કિંચિત્ અદા કરવા આ પૂર્વતૈયારીમાં એકાગ્ર બને એમ ઇચ્છીએ.
(તા. ૧૧-૪-૧૯૫૩)
(૭) પ્રાકૃત વિધામંડળ
તાજેતરમાં અમદાવાદમાં “પ્રાકૃત વિદ્યામંડળ'ની સ્થાપના કરવામાં આવી છે એ વાતની નોંધ લેતાં અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ.
પ્રાકૃત ભાષા અને સાહિત્યનો અભ્યાસ ભારતીય સંસ્કૃતિના પ્રમાણભૂત તથા સર્વાગીણ જ્ઞાન અને યથાર્થ મૂલ્યાંકન માટે ઉચ્ચ ઠરેલ વિચારણાને આધારે અનિવાર્ય ગણાય છે. પ્રાકૃત ભાષા અને સાહિત્યનાં અધ્યયન-અધ્યાપનના પ્રસાર માટે, એનાં સંશોધન-સંપાદન માટે અને એનાં મુદ્રણ-પ્રકાશન માટે અત્યારે જાણે સોનેરી અવસર આવ્યો હોય એમ જ લાગે છે.
આ આગમગ્રંથો અને એની સમજૂતી માટે પ્રાકૃત ભાષામાં જ રચાયેલા નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ જેવા ગ્રંથોની જેટલી ઉપયોગિતા જૈનધર્મના હાર્દને સમજવાની દૃષ્ટિએ છે, એટલી જ ભારતીય સંસ્કૃતિ, ભારતીય ભાષાઓના વિકાસ અને ભારતીય ઇતિહાસના અધ્યયનની દૃષ્ટિએ પણ છે. ભારતીય જીવન-પદ્ધતિના અનેક અંશો એમાં છૂટાછવાયા સચવાયેલા પડ્યા છે, અને ભારતીય ઇતિહાસ અને કાળગણનાના કેટલાય ખૂટતા અંકોડા એમાંથી મળે છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૪૦
જિનમાર્ગનું અનુશીલન પ્રાકત ભાષા અને સાહિત્યના આ મહત્ત્વની સામે એના અધ્યયન-અધ્યાપન માટે જૈનસંઘમાં તેમ જ અન્યત્ર પણ અત્યારે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેનો વિચાર કરતાં પળવાર વિમાસણમાં પડી જવાય છે; ક્યાં આવો મહત્ત્વનો વિષય અને ક્યાં એના અધ્યયન-અધ્યાપન અને ઉત્તેજન-પ્રસારણ માટેની નબળી-પાંગળી વ્યવસ્થા !
- પ્રાકૃત ભાષા અને સાહિત્યનું આવું મહત્ત્વ પિછાણીને જૈનસંઘે પોતે જ એના મર્મસ્પર્શી, સર્વસ્પર્શી અધ્યયન માટે દેશમાં જુદે જુદે સ્થળે પાંચ-સાત સમર્થ અધ્યયનકેન્દ્રો સ્થાપવાં જોઈતાં હતાં. વળી, આજથી આશરે પોણોસો વર્ષ પહેલાં પરદેશના કોઈકોઈ વિદ્વાનોએ પ્રાકૃત ગ્રંથોનું અધ્યયન-સંશોધન-પ્રકાશન કરીને આપણને આપણા આ જ્ઞાનવારસાના મહત્ત્વનો ખ્યાલ પણ આપ્યો હતો. છતાં આ દિશામાં આપણે ખાસ નોંધપાત્ર કાર્ય ન કરી શક્યા !
બીજી બાજુ, આપણા મોટા ભાગના તેજસ્વી વિદ્યાર્થીઓનું વલણ વિજ્ઞાન. વાણિજ્ય અને ટેક્નોલોજીના અભ્યાસ તરફ વધતું જાય છે. આવી સ્થિતિમાં પ્રાકૃતસંસ્કૃત જેવી પ્રાચીન ભાષાઓના અધ્યયન પ્રત્યે વિદ્યાર્થીઓમાં અને શાળામહાશાળાઓમાં ઉદાસીનતા વધવા લાગે છે એ સમજાય તેમ છે.
આવી વિષમ પરિસ્થિતિમાં પ્રાકૃત ભાષા અને સાહિત્યના અધ્યયનને માધ્યમિક તેમ જ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં, અનુસ્નાતકક્ષેત્રે અને સંશોધન-સંપાદનમાં એના મહત્ત્વને અનુરૂપ સ્થાન મળી રહે એવો સમર્થ પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે. યોગ્ય વિદ્યાર્થીઓને જરૂરી આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન મળતું રહે એ માટે પણ ખાસ માર્ગદર્શક અને સહાયરૂપ વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. આ બધું સુવ્યવસ્થિત રીતે અને નિયમિતપણે ત્યારે જ થઈ શકે, જ્યારે એ માટે કોઈ શક્તિશાળી સંસ્થા સ્થાપીને એ બધી જવાબદારી એને સોંપવામાં આવે અને એને આર્થિક તેમ જ અન્ય સહકાર પૂરતા પ્રમાણમાં મળતો રહે.
અમારી સમજ મુજબ, અત્યારની પરિસ્થિતિમાં, “પ્રાકૃત-વિદ્યામંડળની સ્થાપના એ આવી જ દીર્ઘકાલીન ખામીને દૂર કરવાનો પ્રશંસનીય પ્રયત્ન છે, અને સમય જતાં એ ખૂબ આશીર્વાદરૂપ બની રહે એવી શક્યતા છે.
આ વિષયમાં રસ ધરાવતા કેટલાક વિદ્વાનો આ અંગે કેટલીક પ્રાથમિક વિચારણા કર્યા બાદ, તા. ૧૭-૭-૧૯૬૪ના રોજ પંડિત શ્રી સુખલાલજીને મળ્યા હતા, અને ચર્ચાવિચારણાને અંતે “પ્રાકૃત-વિદ્યામંડળની સ્થાપના કરી હતી અને એના બંધારણ માટે એક સમિતિ નીમી હતી.
Page #464
--------------------------------------------------------------------------
________________
પ્રાકૃતાદિનું અધ્યયન : ૭
આ સમિતિએ તા. ૧૧-૮-૧૯૬૪ના રોજ મંડળના બંધારણની રૂપરેખા તૈયાર કરી હતી. તા. ૨૧-૯-૧૯૬૪ના રોજ મળેલી, નોંધાયેલા મંડળના સભ્યોની સભાએ મંડળના બંધારણને આખરીરૂપ આપીને એને બહાલી આપી હતી. તદુપરાંત આગામી (સને ૧૯૬૫ના) માર્ચ પછી મંડળની કાર્યવાહક સમિતિની, બંધારણ મુજબ રચના થાય ત્યાં સુધી પંદર સભ્યોની કામચલાઉ કાર્યવાહક-સમિતિની વરણી કરી હતી.
બંધારણમાં આ મંડળનો ઉદ્દેશ દર્શાવતાં કહેવામાં આવ્યું છે -
“આ મંડળનો ઉદ્દેશ પ્રાકૃત ભાષા તથા સાહિત્યનો વિકાસ* સાધવાનો, તેનો પ્રચા૨ ક૨વાનો અને તેના અભ્યાસીઓને સહાયક થવાનો છે.” આ ઉદ્દેશને પાર પાડવા જે-જે પ્રવૃત્તિઓ તથા કાર્યક્ષેત્ર અપનાવવાનું આવશ્યક અને શક્ય માનવામાં આવ્યું છે તેનો બંધારણમાં આમ નિર્દેશ છે :
‘(૧) ભારતનાં જુદાંજુદાં રાજ્યો, તેમાંની યુનિવર્સિટીઓ, કૉલેજો તથા શાળાઓમાં, તથા શકય હોય ત્યાં પરદેશમાં પણ પ્રાકૃત શીખવવાની વ્યવસ્થા થાય તેવા પ્રયત્નો કરવા.
‘(૨) જ્યાં આવી વ્યવસ્થા હોય ત્યાંના વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવા માટે પાઠ્યપુસ્તકો, ફી, સ્કૉલરશિપ તથા ઇનામ વગેરે આપવાનો પ્રબંધ કરવો. આ માટે જે-તે શાળા અથવા કૉલેજના અધ્યાપકની ભલામણ ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓને મદદ કરવી.
૪૪૧
‘(૩) ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન ભાષાઓ તથા તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને સહાય કરનારાં જે-જે મંડળો અથવા સંસ્થાઓ હોય, તેમનો સહકાર સાધીને વધારે સારા પાયા ઉપર કામ થાય તેમ કરવું.
“(૪) યોગ્ય પાઠ્યપુસ્તકની ખામી જણાય ત્યાં તે દૂર કરવા પ્રયત્ન કરવા. જરૂર ઊભી થાય ત્યાં યોગ્ય પુસ્તકોનું પ્રકાશન કરવું અથવા તેના સંપાદકો અથવા પ્રકાશકોને સહાય કરવી.
‘(૫) પ્રાકૃતવિદ્યાને લગતા લેખો મગાવીને તેનો સંગ્રહ બહાર પાડવો, તથા જરૂર લાગે તો, સામયિકનું સંપાદન-પ્રકાશન કરવું.
‘(૬) પ્રાકૃતવિદ્યાના પ્રચાર માટે જાહેર વ્યાખ્યાનો ગોઠવવાં. ‘(૭) પ્રાકૃત તથા તત્ત્વજ્ઞાનના વર્ગો ચલાવવા.
‘(૮) પ્રાકૃત ભાષા અને સાહિત્ય કઈ કઈ યુનિવર્સિટીમાં શીખવાય છે, તેમાં કર્યાં કર્યાં પુસ્તકો નિયત થયાં છે તથા તેના અભ્યાસીઓને કેવી સગવડો મળે છે
* અહીં ‘પ્રાકૃત ભાષા તથા સાહિત્યના અધ્યયનનો વિકાસ’ – એમ અભિપ્રેત લાગે છે; વાક્ય૨ચનામાં ગક્ષ્ત છે.
સં.
-
Page #465
--------------------------------------------------------------------------
________________
૪૪૨
જિનમાર્ગનું અનુશીલના તે વિષે માહિતી એકત્ર કરીને તેને પ્રસિદ્ધિ આપવી તથા બને તેટલું સંયોજન (coordination) સાધવા પ્રયત્ન કરવા.
“(૯) મંડળની પ્રવૃત્તિને આગળ વધારવા માટે ભંડોળ એકત્ર કરવું, ભેટ સ્વીકારવી, ટ્રસ્ટોનો વહીવટ સ્વીકારવો તથા શરતી કે બિનશરતી અનુદાન, લોન વગેરે સ્વીકારવાં.
કોઈ પણ ઉંમરલાયક વ્યક્તિ લવાજમ ભરીને આ મંડળના સભ્ય થઈ શકે
Page #466
--------------------------------------------------------------------------
________________
૯
પ્રાચીન-વિધાકળાની સામગ્રી
(૧) પ્રાચીન કળા અને વિદ્યાની સામગ્રીનું જતન
અણસમજુને પારસમણિ મળ્યો; એણે કાચનો કટકો માનીને એને ફેંકી દીધો. સમજુને ખાણમાંથી નીકળેલો ઘાટ-રૂપ વગરનો કાચો હીરો મળ્યો; એનું સાચું મૂલ્ય પારખીને એણે એને સાચવી લીધો. અંગ્રેજોના શાસનકાળ પહેલાંનું શિલ્પ-સ્થાપત્ય તરફનું આપણું વર્તન અને એ કાળ દરમિયાન આપણા દેશમાંની એ જ સાંસ્કૃતિક તેમ જ પુરાતત્ત્વ અને કળાને લગતી પ્રાચીન સામગ્રીનું ખેડાણ, અધ્યયન અને મૂલ્યાંકન કરનારા અંગ્રેજો વગેરે પાશ્ચાત્યોનું વર્તન એ બે વચ્ચે એવો જ ફેર દેખાય છે.
એક વખત એવો હતો, જ્યારે ખંડિત શિલ્પસ્થાપત્યના પ્રાચીન અને કળામય પુરાતત્ત્વના અવશેષોને આપણે ગામ, નગર કે ઉદ્યાનની ખાલી મફતની જગ્યા રોકનારા માનતા હતા, અને એને કોઈ ઉઠાવી જાય તો એથી ઊલટા રાજી થતા હતા; એટલું જ નહીં, આવાં હજારો પુરાતત્ત્વીય સ્થાપત્યોને ભાંગી-ભાંગીને એનાં ઈંટ-પથ્થરોનો ઉપયોગ ઘરના કે વાડા-વંડીના ચણતરકામમાં ક૨વાની સામે પણ આપણે કોઈ વાંધો ઉઠાવતા ન હતા ! આબૂની તળેટીમાં વસેલી ચંદ્રાવતી નગરી સંગેમરમરનાં કળામય શિલ્પ-સ્થાપત્યો માટે વિખ્યાત બની હતી. એનો વિનાશ થયા પછી, વધુ નહીં તો છેલ્લા એકાદ સૈકામાં જ, એના કળામય પુરાતન અવશેષોને તોડીતોડીને લોકો એના પથ્થરોને એવી રીતે ઉઠાવી ગયા, કે અહીં કોઈ આવી સોહામણી નગરી હતી એવો ખ્યાલ આપી શકે એવી એંધાણીઓ અત્યારે ભાગ્યે જ રહેવા પામી છે ! આ નગરીની એક શ્વેત આરસની વિશાળ કળામય ઊભી (ખડ્ગાસન) ખંડિત જિનપ્રતિમા આજે વિદેશમાં (ઝુરીચમાં) ભારતીય મૂર્તિકળાનો એક કીમતી નમૂનો અને એના અધ્યયન માટેનું એક મહત્ત્વનું સાધન બનીને સચવાઈ છે. પુરાતત્ત્વના આવા જૈન તેમ જ અન્ય કળામય અવશેષો પ્રત્યેની આપણી ઉપેક્ષાના આવા તો જોઈએ તેટલા દાખલાઓ દેશભરમાંથી મળી શકે એમ છે. એ તો સારું થજો હિંદના તે વખતના વાઇસરૉય લૉર્ડ કર્ઝનનું, કે એમણે પુરાતત્ત્વના અવશેષો માટે ખાસ કાયદો ઘડાવીને અને એનો સખ્તાઈપૂર્વક અમલ કરાવીને આવા કીમતી અને કળામય તેમ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૪૪
જિનમાર્ગનું અનુશીલન અવશેષોને વધુ સર્વનાશમાંથી ઉગારી લીધા હતા, અને એ રીતે આપણી સંસ્કૃતિની અવિસ્મરણીય સેવા બજાવી હતી. દેશભરમાં ફેલાયેલી આવી પ્રાચીન ઇમારતોના રક્ષણની સરકારી આજ્ઞાનો ખ્યાલ આપતાં લાખો પાટિયાં જાણે એના ઘડવૈયા વિદેશી હાકેમ લૉર્ડ કર્ઝનની દીર્ઘદૃષ્ટિની પ્રશસ્તિ સંભાવે છે. અંગ્રેજોની આવી કામગીરી પહેલાં પુરાતત્ત્વના અવશેષો અંગે આપણી સ્થિતિ મોટે ભાગે પારસમણિને કાચ માની બેસનાર પેલા અણસમજુ માનવી જેવી જ હતી. કળા, ઇતિહાસ અને સંસ્કૃતિ ત્રણે દષ્ટિએ મહત્ત્વની ગણાય એવી પાષાણ તથા ધાતુની હજારો પ્રાચીન પ્રતિમાઓને, એ ખંડિત થઈ જવાથી, શાસ્ત્રીય વિધિના નામે આપણે આપણા સગે હાથે પાણીમાં પધરાવી દીધી છે કે કોઈ-કોઈ વાર ધરતીમાં ભંડારી દીધી છે, એટલું જ નહીં, પોતાના જ પગ ઉપર કુહાડો મારવા જેવી આ ભૂલ આપણા કેટલાક ધર્મગુરુઓ આજે પણ કરી રહ્યા છે !
પણ હવે ખંડિત પ્રતિમાઓના યોગ્ય વિધિ અંગે બીજી રીતે પણ વિચાર કરવો જ પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. સેંકડો વર્ષ પહેલાં જમીનમાં ભંડારેલી ખંડિત પ્રતિમાઓ – ધાતુની તેમ જ પાષાણની – જેમજેમ જમીનમાંથી સાંપડતી જાય છે, તેમ-તેમ જૈન ઇતિહાસના કેટલાય અંધારા ખૂણા ઉપર પ્રકાશ પડતો જાય છે, અને એવી કેટલીય ખૂટતી કડીઓ મળી આવવાથી ઈતિહાસ વધુ કડીબદ્ધ થઈ શકે છે. મથુરાના “કંકાલી ટીલામાંથી મળી આવેલી સાદા પથ્થરની મોટી-મોટી જૈન પ્રતિમાઓ ભલે ખંડિત હોય, છતાં એ બે હજાર વર્ષ પહેલાંની વાતોને વાચા આપે છે એ દૃષ્ટિએ એનું ભારેમાં ભારે મહત્ત્વ છે; અને એથી એવી ખંડિત પ્રતિમાઓનું પણ, હમેશાં પૂજાની અખંડ પ્રતિમાઓની જેમ જ જતન કરવું અનિવાર્ય બની જાય છે. થોડાં વર્ષો પહેલાં મહુડીમાંથી અને દોઢેક વર્ષ પહેલાં વડોદરા પાસે આકોટામાંથી મળી આવેલી ધાતુપ્રતિમાઓ પણ પ્રાચીન જૈન ઇતિહાસની દૃષ્ટિએ ભારે મહત્ત્વની અને અમૂલ્ય પુરવાર થઈ છે, અને તેથી એ સરકાર પાસેથી આપણને મળે એવો પ્રયત્ન પણ ચાલુ છે.
આમ, જેમજેમ ઇતિહાસ અને ઐતિહાસિક સામગ્રીનું મહત્ત્વ આપણને સમજાતું ગયું છે, તેમ તેમ આપણી દૃષ્ટિમાં ફેર થતો ગયો છે, અને હવે તો જૈનધર્મની પ્રાચીનતાના પુરાવાઓ જે કંઈ મળે તે એકત્રિત કરવાનો અને આપણા પ્રભાવક પુરુષની કે કોઈ વિશિષ્ટ ઘટનાની ઐતિહાસિકતા પુરવાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
ખાસ કરીને એ પ્રતિમાઓ ઉપર કોતરાયેલા લેખો જેમ પ્રતિષ્ઠા કરનાર અને કરાવનારની પ્રશસ્તિ પૂરી પાડે છે, એમ એ કેટલીક ઐતિહાસિક સામગ્રી પણ રજૂ કરે છે. આ દષ્ટિએ પ્રતિમાલેખો પણ અભ્યાસ અને સંશોધનનો વિષય બની ગયેલ
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૪૫
પ્રાચીન-વિદ્યાકળાની સામગ્રી : ૧ છે, અને પ્રાચીન શિલાલેખો, તામ્રપત્રો, ગ્રંથોની પુષ્પિકાઓ, સિક્કાઓ વગેરેની જેમ જ તેનું પણ ઐતિહાસિક મહત્ત્વ અંકાવા લાગ્યું છે.
એટલે હવે પછી આપણાં મંદિરોમાં પૂજાની પાષાણની કે ધાતુની પ્રતિમાઓ ખંડિત થવાથી કે ઘસારો વગેરે બીજા કોઈ કારણસર પૂજનને યોગ્ય ન રહે, તો એને પૂજનને સ્થાનેથી ભલે હટાવી લઈએ, પણ એમને જળમાં પધરાવી દેવી કે ભોંયમાં ભંડારી દેવી એ કોઈ રીતે યોગ્ય નથી; કારણ કે એનાં શિલ્પ અને શિલાલેખ વગેરેના કારણે એનું ઐતિહાસિક મહત્ત્વ ખંડિત નથી થતું. તેથી અમે સમસ્ત જૈનસંઘને અને શ્રમણ-સમુદાયને આ સંબંધી તત્કાળ વિચાર કરીને સ્પષ્ટ માર્ગદર્શન કરાવવા આગ્રહપૂર્વક વિનવીએ છીએ.
(તા. ૮-૮-૧૯૫૩ અને ૧૩-૬-૧૯૫૯ પરથી) જૂના વખતમાં પુરાતત્ત્વના અવશેષોના જેવી જ સ્થિતિ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોની હતી. આવાં લાખો પુસ્તકો જરૂરી સાર-સંભાળને અભાવે, ભંડારોમાં પડ્યાંપડ્યાં, ભેજ અને ઊધઈનો ભોગ બનીને નામશેષ બની ગયાં; એટલું જ નહીં, કેટલાક પ્રસંગોમાં તો કોઈ પણ કારણસર વેરવિખેર કે જીર્ણ બની ગયેલા આવા ગ્રંથોને આપણે ભંડારમાં જગ્યા રોકી રાખનાર ઉપાધિરૂપ માનીને એને જળશરણ કરી દેવામાં કે ગમે ત્યાં ફેંકી દેવામાં જ રાચતા રહ્યા ! વળી, કોઈ એને સત્તાના જોરે ઉપાડી જતું હોય કે એના બદલામાં મૂઠીભર પૈસા આપતું હોય તો એની સામે પણ આપણે આવા અમૂલ્ય વારસાનું જતન કરવામાં ઠીકઠીક પ્રમાદી રહ્યા. પરદેશનાં પુસ્તકાલયોમાં મળી આવતી કેવળ જૈન સાહિત્યની જ નહીં, પણ સમગ્ર ભારતીય સાહિત્યની સંખ્યાતીત પ્રાચીન હસ્તપ્રતો આપણી ઉપેક્ષાવૃત્તિની કથા સંભળાવે છે. અરે, અત્યારે પણ એવા (અલબત્ત, પ્રમાણમાં ઓછા) પ્રસંગો જોવા મળે છે, જ્યારે હસ્તલિખિત ગ્રંથોનું મૂલ્યાંકન સારાં પાનાં અને સારા અક્ષરોને આધારે કરવામાં આવે છે, અને જીર્ણ જેવા છતાં ખરી રીતે ખૂબ કીમતી અને વિરલ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનું સાચું મૂલ્ય સમજવામાં આપણે હજી પણ પાંગળા સાબિત થઈએ છીએ. પણ, અંગ્રેજોની દેખાદેખીથી જેમજેમ આપણે આધુનિક વૈજ્ઞાનિક સંશોધન-સંપાદનની ઉપયોગિતા સમજતા થયા, તેમતેમ આવા જીર્ણશીર્ણ હસ્તલિખિત ગ્રંથોનું અને એમાં રહેલી કળામય ચિત્રસામગ્રીનું પણ મહત્ત્વ સમજતા થયા એટલું આપણું સદ્ભાગ્ય. એને લીધે આપણા અનેક હસ્તલિખિત ભંડારોને આપણે સુરક્ષિત તથા સુવ્યવસ્થિત બનાવ્યા, અને લાખો હસ્તપ્રતો વધુ વિનાશમાંથી ઊગરી ગઈ. આમ છતાં હજી એવા કેટલાક ભંડારો છે, જે ઉપેક્ષિત જેવા છે, અને એમાંની સંખ્યાબંધ હસ્તપ્રતો નામશેષ થઈ જવાનો ભય છે. આવા એક ઉપેક્ષિત હસ્તલિખિત ગ્રંથભંડાર તરીકે ઘોઘાતીર્થના ભંડારનું નામ
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૪૬
જિનમાર્ગનું અનુશીલન દુઃખ સાથે લઈ શકાય એવી એની સ્થિતિ છે. જરૂરી દેખરેખ અને સાચવણીની પૂરતી સગવડના અભાવે થોડા વખત પહેલાં જ આ ભંડારની દોઢસો-બસો જેટલી હસ્તપ્રતો નષ્ટ થઈ ગઈ. એના જવાબદાર સંચાલકો કે ટ્રસ્ટી-મહાનુભાવો આ બાબતમાં પોતાનું ધર્મકર્તવ્ય બજાવવા તરફ પૂરતું ધ્યાન આપે એ જરૂરી છે. છતાં એકંદરે, આપણે હસ્તલિખિત પુસ્તકોના જતન માટે ઠીકઠીક સજાગ અને પ્રયત્નશીલ છીએ એ આનંદ અને સંતોષની વાત છે.
આમ અત્યારે પુરાતત્ત્વના અવશેષો અને પ્રાચીન હસ્તપ્રતો વિનાશના મોંમાંથી તો મોટા ભાગે ઊગરી ગયાં છે, પણ હવે એ ચોરાઈ જવાનો બીજો મોટો ભય ઊભો થયો છે. એ માટે લાગતા-વળગતા સૌ કોઈએ સવિશેષ જાગૃત રહેવાની જરૂર છે.
જેમજેમ લાકડાની, પથ્થરની કે ધાતુની પ્રાચીન મૂર્તિઓ, પૂતળીઓ (શાલભંજિકાઓ) કે એવા બીજા કળા-કોતરણીવાળા પુરાતત્ત્વના નાના-મોટા અવશેષોનું તેમ જ જીર્ણ છતાં સચિત્ર, અલભ્ય કે કળામય પ્રાચીન હસ્તપ્રતોનું મૂલ્ય આપણને સમજાતું ગયું, તેમતેમ દેશભરમાં એના ખરીદ-વેચાણનું એક પ્રકારનું બજાર ઊભું થઈ ગયું. એના સીમાડા કેટલેક અંશે છેક વિદેશ સુધી પહોંચ્યા. તેથી આવી સામગ્રી કેવળ સાર્વજનિક સંગ્રહાલયોમાં જ એકત્ર થવાને બદલે કેટલાક સામાન્ય કળાપ્રેમીઓ અને કળાપ્રેમી શ્રીમંતોનાં ઘરોમાં પણ કીમતી સંગ્રહરૂપે સંગ્રહાવા લાગી. આથી આ બજારને વિશેષ વેગ મળ્યો, દેશ-વિદેશમાં એના કેટલાક નામાંકિત વેપારીઓ પણ ઊભા થયા, અને ધીમેધીમે ઉપલા વર્ગમાં આ શોખ વધુ ને વધુ કેળવાતો ગયો. અહીં સુધી તો બધું ઠીક હતું.
પણ પછી તો કાળાબજારનો કાળો યુગ બેઠો ! આ કાળો પૈસો દેવમંદિરોમાં સુરક્ષિત એવી પૂજાતી મૂર્તિઓ વગેરેને અને ગ્રંથભંડારોમાં સચવાયેલી અને સમયે સમયે ઉપયોગમાં લેવાતી કળામય અને વિરલ હસ્તપ્રતોને પણ આભડી ગયો. આવી દેવમૂર્તિઓની અને હસ્તપ્રતોની, તેમ જ ઇતિહાસ, પુરાતત્ત્વ કળાની દૃષ્ટિએ કીમતી તેમ જ ઉપયોગી એવી પ્રાચીન સિક્કાઓ, ચિત્રો વગેરે સામગ્રીની ચોરી થવા લાગી અને એમાં ક્રમશ: વધારો થવા લાગ્યો ! અરે, આ વેપાર અને આ કળશોખ એવો તો ગોઝારો બન્યો, કે એણે મધ્યપ્રદેશમાંના એક પ્રાચીન દિગંબર તીર્થમાંની રોજ પૂજાતી પ્રાચીન સંખ્યાબંધ જિનપ્રતિમાઓનાં મસ્તકો ખંડિત કરાવીને પૈસાને માટે એને છપી રીતે પરદેશ મોકલી આપવા સુધીનું પાપ કરાવ્યું ! વળી હમણાં-હમણાં તો આ ચેપ વધુ વ્યાપક બનતો જાય છે, અને એમાં ધારી ન શકાય એવી વ્યક્તિઓ પણ સંડોવાયેલી ક્યારેક માલૂમ પડે છે. આવા કિસ્સાઓ અવારનવાર છાપાંઓમાં પ્રગટ થતા રહે છે.
Page #470
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન-વિદ્યાકળાની સામગ્રી : ૧
४४७
જૈન ગજટ'ના તા. ૧૬-૧૧-૧૯૬૭ના અંકમાં નવી દિલ્હીના સમાચાર છાપતાં, જણાવવામાં આવ્યું છે –
પ્રાચીન ઐતિહાસિક પ્રતિમાઓની ચોરી કરીને એમને પરદેશીઓને વેચનારાઓના એક જૂથના બે માણસોને ગિરફતાર કરીને દિલ્હીની પોલિસે પ્રશંસનીય સફળતા મેળવી છે... પોલિસને કોઈ જાણભેદુ મારફત બાતમી મળી હતી કે લાજપતનગરમાં અમુક જગ્યામાં ઘણી બધી કીમતી પ્રાચીન મૂર્તિઓ ચોરીને લાવવામાં આવે છે. આ બાતમીને આધારે પોલિસે લાજપતનગરમાં બે ઠેકાણે દરોડા પાડ્યા. ત્યાંથી ૮૭ મૂર્તિઓ ઉપરાંત કીમતી વાસણો પણ મળી આવ્યાં. આ મૂર્તિઓ દેશનાં જુદાંજુદાં પ્રસિદ્ધ મંદિરો તથા સંગ્રહસ્થાનોમાંથી ચોરીને લાવવામાં આવી છે. આમાંની ૪૧ મૂર્તિઓ તો ૩૦-૩૦ ઇંચ જેટલી ઊંચી છે. આના ઉપર ખૂબ કીમતી કોતરકામ કરેલું છે અને એ સદીઓ જૂની હોવાનું કહેવાય છે.”
આ જમાતની શક્તિ અને પ્રવૃત્તિનું વિષચક્ર દુનિયાભરમાં ધીમે-ધીમે એવું પ્રબળ બની ગયું છે, કે એને રોકવા માટે લોકોની તકેદારી સાવ નાકામિયાબ બની ગઈ છે; તેથી સરકારી તંત્રને આ કામ પોતાના હાથમાં લેવાની ફરજ પડી છે. પરંતુ સરકારનું આવું શક્તિશાળી અને આટલું વિશાળ તંત્ર પણ આ રોગને નોંધપાત્ર પ્રમાણમાં અટકાવી શકાયું નથી એ બીના પણ આ પ્રવૃત્તિ કેટલી ફાલી-ફૂલી છે એનો વધુ ચિંતા ઉપજાવે એવો ખ્યાલ આપે છે. અરે, ખુદ સરકારનાં જ જાહેર સંગ્રહાલયો આ ચોપ્રવૃત્તિના શિકાર બની રહ્યાં હોય, ત્યારે બીજાઓની માલિકીની વસ્તુઓની તો વાત જ શી કરવી ? ભૂતપૂર્વ રાજવીઓની અંગત માલિકીની અને સારી રીતે રક્ષિત એવી કળા અને પુરાતત્ત્વની કીમતી સામગ્રી પણ ચોરાવા લાગી છે.
આ પ્રવૃત્તિએ “લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે' એ કહેવતને સાચી પાડે એવો વળાંક લીધો છે એ વિશેષ ચિંતા ઉપજાવવાની સાથે કંઈક રમૂજ પણ કરાવે છે. જૂની વસ્તુઓથી થતી મોંમાંગી કે અસાધારણ કમાણીના કારણે આપણા દેશમાં અને દુનિયાના દેશોમાં પણ એવા નિષ્ણાતો તૈયાર થયા છે, જેઓ જૂની વસ્તુને પૂરેપૂરી મળતી આવે એવી નવી વસ્તુઓ તૈયાર કરી આપે છે. આવાં કેન્દ્રો આપણા દેશમાં દિલ્હી વગેરે અનેક સ્થાનોમાં કામ કરી રહ્યાં છે. આના કારીગરોને તો પોતાની આવડતના બદલામાં મોટે ભાગે રોજી જેટલો જ લાભ મળતો હોય છે; એનું ખરેખરું માખણ તો આવો વેપાર કરનારો વર્ગ જ ખાઈ જાય છે. આના ઉપરથી સમજવાનું
એ છે કે જૂની મહત્ત્વની વસ્તુઓ ચોરાઈ જવાનો જે એક ભય ચાલુ હતો, એમાં જૂની વસ્તુની હૂબહૂ નકલ થવાને કારણે જૂની મૂલ્યવાનું વસ્તુ ચાલી જવાનો એક નવો ભય ઊભો થયો છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
४४८
જિનમાર્ગનું અનુશીલન અને હવે, જાણે આવી વસ્તુની સાચવણીની તથા ચોરાઈ ગયેલી ચીજોને પાછી મેળવવાની સરકારી તંત્રની પ્રવૃત્તિને પડકાર હોય એમ, બંદૂકની નળીએ, ચોરધાડપાડુની જેમ, ધોળે દિવસે આવી ચીજો ઉઠાવી જવાની પ્રવૃત્તિ શરૂ થઈ છે ! ચંબાની ખીણના મંદિરમાંની વિષ્ણુની વિશાળ મૂર્તિની ચોરીનો અને એને પાછી મેળવવાનો કિસ્સો કેટલો રોમાંચકારી છે! એક ઘટનામાં ઉઠાઉગીરો ભગવાન મહાવીરની પાષાણની પ્રતિમા ઉઠાવીને નાઠા તો ખરા, પણ તરત જ એમનો પીછો પકડનારા નીકળ્યા. પરિણામે વજનદાર મૂર્તિનું વજન ઉઠાવીને નાસવું અશક્ય થઈ જવાથી મૂર્તિને પછાડીને ખંડિત કરીને એનું મસ્તક લઈને નાસી ગયા ! - જૈનપત્રોમાં સમાચાર છપાયા છે કે સૂરતમાં ગોપીપુરામાં આવેલ શ્રી મોહનલાલજી જૈન જ્ઞાનભંડારમાંની “કલ્પસૂત્ર'ની જૂની, સચિત્ર, સુવર્ણાક્ષરી હસ્તપ્રત તાજેતરમાં જ ચોરાઈ ગઈ છે; એ મેળવવા માટેના પ્રયાસો તથા એક મુનિશ્રીએ કરેલ અઠ્ઠમની તપસ્યા પણ હજી સુધી સફળ થયેલ નથી.
આ બધું, અત્યારે પાપી પૈસાનો વધારો થયો છે તેનું અને એના જ એક ફળરૂપ માનવીની નિર્મર્યાદ બનેલી લોભવૃત્તિનું જ દુષ્પરિણામ છે. આને તે વેપાર કહેવો કે કસાઈનો ધંધો કહેવો, અથવા આવા શોખને કળાનો શોખ કહેવો કે માનવતાનું દેવાળું કહેવું એ જ સમજાતું નથી. આ દુષ્પરિણામને રોકવાનું તો આપણા હાથમાં નથી. પણ આપણાં દેવમંદિરો, સંગ્રહાલયો અને જ્ઞાનભંડારોમાંની આવી કીમતી અને કળામય વસ્તુઓની સાચવણીની વધારે પાકી વ્યવસ્થા કરવાનું તો આપણા હાથમાં છે જ. અને આ માટે તે-તે સ્થાનના વહીવટદારો અને ટ્રસ્ટીઓ વધારે સજાગ બને અને આ માટે પૂરેપૂરો બંદોબસ્ત કરે તો આવી વસ્તુઓની ચોરીઓ પૂરેપૂરી નહીં, તો પણ મોટા પ્રમાણમાં જરૂર અટકાવી શકાય.
કેટલાક પ્રસંગોમાં, આપણા અજ્ઞાન કે ભોળપણને કારણે આપણે કેટલીક સંસ્થાઓનો વહીવટ એવી વ્યક્તિઓને સોંપી દઈએ છીએ કે જેનું પરિણામ બિલાડીને દૂધ ભળાવ્યા જેવું જ આવે છે. દરેક સંસ્થાના વહીવટમાં એ માટે હવે ખાસ તકેદારી રાખવાની જરૂર છે, કે જેથી એમાં આવાં સ્વાર્થી તત્ત્વોને પ્રવેશ કરવાનો કે પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો અવસર ન મળે. હવે આ બાબતમાં વિશ્વાસે વહાણ ચાલે તેવી સ્થિતિ મુદ્દલ રહી નથી.
વડોદરાના ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહ આપણા દેશના એક સુપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્, કળાના અભ્યાસી અને ઇતિહાસ-સાહિત્યના જાણકાર છે. જેનકળાના પણ તેઓ અધિકૃત વિદ્વાનું છે. આઠેક મહિના પહેલાં, ભાવનગરમાં, શ્રી જૈન આત્માનંદ
Page #472
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન-વિધાકળાની સામગ્રી : ૧
સભાનો
મણિમહોત્સવ ઊજવાયો તે પ્રસંગે પોતાનો સંદેશો મોકલતાં શ્રી ઉમાકાંતભાઈએ પુરાતત્ત્વની વસ્તુઓ, કળા-સામગ્રી તેમ જ પ્રાચીન હસ્તપ્રતોને ચોરાઈ જતી બચાવીને એનું જતન કરવા વિશે ઉપયોગી અને વ્યવહારુ સૂચન કર્યાં હતાં. પ્રાચીન સામગ્રીના જતન અંગે અમે અહીં જે કંઈ કહેવા પ્રેરાયા છીએ તે મુખ્યત્વે આ સૂચનાને અનુલક્ષીને જ એટલે જૈનસંઘના ધ્યાનમાં લાવવા એ સૂચનો અહીં રજૂ કરીએ છીએ :
જૈન સાહિત્ય અને ખાસ કરીને કલાકારીગરીમાં છેલ્લાં ત્રીસેક વર્ષથી મારો જે કાંઈ થોડોઘણો અભ્યાસ થઈ શક્યો છે, તે ઉપરથી અને હાલના સંજોગો જોતાં, હું જે થોડાં સૂચનો નીચે વિનમ્રભાવે રજૂ કરું છું, તે આપ આ પ્રસંગે સર્વેના ધ્યાન પર લાવશો તો આભારી થઈશ :
૪૪૯
‘(૧) જૈન ધાતુપ્રતિમાઓની પરદેશમાં મોટી માંગ ઊભી થઈ છે અને સારા દામ ઊપજે છે. જૈન ભાઈઓ તથા જૈનેતરો મળી આવી મૂર્તિઓ મંદિરોમાંથી પણ ઉપડાવી એની સારી કિંમત ઉપજાવતા સાંભળ્યા છે. તેથી પ્રત્યેક દહેરાસરના વહીવટકર્તા તે તે દહેરાસરની તમામ પ્રતિમાઓની યાદી સાચવે અને તેના ઉપ૨ સંઘના સંભાવિત ગૃહસ્થો સહી કરી વખતોવખત સર્વે ધ્યાન રાખે કે મૂર્તિઓ ઊપડી તો નથી ગઈ ને ?
“બીજું, આવી ચોરીઓ પકડાય તે માટે યોગ્ય દિશામાં યોગ્ય પ્રયત્ન થવા જોઈએ. પ્રત્યેક મંદિરની અગત્યની ધાતુપ્રતિમાઓના સવા બે ઇંચ x સવા બે ઇંચ જેટલા નાના ફોટોપ્રિન્ટ, તેની નોંધ સાથે હોય, તો ચોરાયેલી પ્રતિમા બજારમાં આવે ત્યારે તુરત પકડાય.
‘(૨) ખંડિત પ્રતિમાઓને ભંડારી દેવા કે લમાં પધરાવી દેવાને બદલે, અમદાવાદના લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવામાં મ્યૂઝિયમ જેવો વિભાગ ખોલી તેમાં સાચવવા મોકલી આપવી જોઈએ.
‘(૩) અગત્યની જૈન પ્રતિમાઓનો કલાદૃષ્ટિએ મોજણી (survey) થાય, સારા ફોટા પડે, તેની ઉપરના લેખોના ફોટા પડે અને તે બધાનો અભ્યાસ થઈ શકે તે માટે જૈનસંઘે જરૂરી પ્રબંધ વિચારવો ઘટે. આ કામ ઘણું ખર્ચાળ છે. અને કોઈ પણ સંશોધન (રિસર્ચ) ક૨ના૨ પોતાના જ ખિસ્સા-ખરચથી એને પહોંચી વળી શકતો નથી.
‘(૪) ભંડારોમાંથી પોથીઓ કે તેનાં પાનાં ચોરાય કે કોઈ ખોઈ નાંખે તે અંગે સખત પગલાં લેવાવાં જોઈએ.
‘‘(૫) તમામ ભંડારોના લિસ્ટની એક-એક નકલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં અથવા વધારે ઉચિત તો શ્રી લા. ૬. વિદ્યામંદિરમાં સુરક્ષિત રહે; જેથી દેશના વિદ્વાનો એક જ સ્થળે આ યાદીઓ જોઈ શકે, અને વધારામાં તે-તે ભંડારમાં અત્યારે
Page #473
--------------------------------------------------------------------------
________________
૪૫o
જિનમાર્ગનું અનુશીલન જે ગ્રન્થો, સચિત્ર પ્રતો વગેરે હોય તેની નોંધ (record) સચવાઈ રહે. આ યાદીઓનું કાર્ય આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીની સલાહ-સૂચના મુજબ થવું
જોઈએ.” (તા. ૩૦-૧૨-૧૯૬૭ના લેખમાં તા. ૮-૮-૧૯૫૩, તા. ૧૩-૬-૧૯૫૯ તથા
૧૦-૭-૧૯૭૧ના લેખોના અંશોના ઉમેરણ દ્વારા)
(૨) પુરાતન અવશેષોના સંરક્ષણની જરૂર દૂર-સુદૂરના ભૂતકાળમાં બનેલી મહત્ત્વની ઘટનાઓ રૂપી જુદીજુદી છૂટી-છવાઈ લાગતી કડીઓ વચ્ચેની ખૂટતી કડીઓની શોધ કરીને તે દ્વારા ઇતિહાસને સળંગ અને શૃંખલાબદ્ધ કરવાનાં જે થોડાંઘણાં સાધનો આપણે ત્યાં છે, તેમાં ખોદકામ દરમિયાન જમીનના ભૂગર્ભમાંથી, ઉપરની ગુફાઓમાંથી કે ગામ-પર્વતો-નગરના ધ્વંસના કારણે વેરાન બની ગયેલ ધરતીના પડ ઉપરથી પ્રાચીન શિલ્પ, સ્થાપત્ય કે શિલાલેખોના જે અવશેષો મળી આવે છે, તે અગત્યનું સ્થાન ધરાવે છે. સિંધમાં મોહેં-જો-દરોના ખોદકામ દરમિયાન મળી આવેલ પુરાતત્ત્વના અવશેષોએ ભારતીય સંસ્કૃતિની પાંચ હજાર વર્ષ પહેલાંની વાતોને વાચા આપી છે. એ જ રીતે ઓરિસ્સાના ખંડગિરિ-ઉદયગિરિ પહાડો ઉપરની હાથીગુફામાંના એક શિલાલેખના સંશોધને ઇતિહાસકારોની નજરમાંથી સાવ ભુલાઈ ગયેલા એક પ્રતાપી જેન રાજવી ખારવેલને પ્રકાશમાં આણ્યા. નાલંદા અને તક્ષશિલાના ખોદકામે ભૂતકાળની કેટલીય ઐતિહાસિક બીનાઓ ઉપર ચડી ગયેલાં અનેક પડ-પોપડાંને વેગળાં કરીને તે કાળનું સુભગદર્શન કરાવ્યું. આમ જે વાતો માનવીના સહજ ભુલકણા સ્વભાવને કારણે ભુલાઈ જાય છે, તે વાતો આવા પુરાતત્ત્વના અવશેષોની શોધના કારણે તાદશ થાય છે, અને આપણા ભવ્ય અને ભુલાયેલા ભૂતકાળનું અવલોકન કરીને આપણા વર્તમાનને ઘડવાની સૂઝ આપણને સાંપડે છે.
પ્રાચીન અવશેષોના મહત્ત્વની આ વાત જેમ ભારતવર્ષના ઇતિહાસની દૃષ્ટિએ સાચી છે, તેમ જૈન ધર્મ અને જૈન-સંસ્કૃતિના ઈતિહાસની દૃષ્ટિએ પણ એટલી જ સાચી છે. ઉપરાંત એ અવશેષો ભારતવર્ષના ઈતિહાસના સર્જનમાં અને કળાના વિકાસનું અવલોકન કરાવવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. એટલે આવા અવશેષોનું સંશોધન-સંરક્ષણ-જતન કરવું એ આપણી મોટી ફરજ થઈ પડે છે.
Page #474
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન-વિદ્યાકળાની સામગ્રી : ૨
થોડા દિવસો પહેલાં આ પત્રમાં મુનિ શ્રી શાંતિસાગરજીએ મધ્યપ્રાંતમાંના કેટલાક જૈન અવશેષોનો પરિચય આપ્યો હતો. એ જ રીતે દેશના ચારે ખૂણામાં ઠેરઠે૨ થોડે કે ઘણે અંશે જૈન શિલ્પ-સ્થાપત્યના અનેક અવશેષો મળી જ આવે છે. પણ આ બધા અવશેષોની ઐતિહાસિક દૃષ્ટિએ આટલી ઉપયોગિતા હોવા છતાં, આપણે એનું જતન કરવા માટે કશી જ જોગવાઈ કરી શક્યા નથી એ દુઃખદ છતાં સાચી, અને શ્રીમંત ગણાતી જૈન કોમને માટે કલંક લગાડે એવી બીના છે. આપણે દર વર્ષે ધર્મભાવનાથી પ્રેરાઈને લાખ્ખો રૂપિયાનું ખર્ચ કરીએ છીએ, અને છતાં આવું ઉપયોગી અને ઇતિહાસને માટે ઉપકારક ક્ષેત્ર સાવ અણખેડ્યું રહી જાય છે, તે એમ સૂચવે છે કે ઇતિહાસના સંશોધન કે સંરક્ષણનું મહત્ત્વ આપણને સમજાયું નથી.
-
બહુ વિચાર કરતાં કંઈક એમ પણ લાગે છે કે ભૂતકાળની ઘટનાઓને કડીબદ્ધ રીતે ઘટાવવાની ઐતિહાસિક તાલાવેલી, તેમ જ કોઈ પણ ઘટના ઉ૫૨ ચડી ગયેલાં કાળજૂનાં પડોને ભેદીને તેનું યથાસ્થિત રૂપે દર્શન કરવાની તટસ્થ સંશોધનવૃત્તિ આપણને વિશેષરૂપે ભાવતી ન હતી. તેથી કર્ણોપકર્ણ આપણે જે કાંઈ સાંભળીએ તેને જ સાચું માની લેવાને આપણે ટેવાઈ ગયા છીએ – ભલે પછી એ સાંભળેલી વાત સાંપ્રદાયિક તાણખેંચ કે વ્યામોહના કારણે ગમે તેવું વિકૃત રૂપ પામી ગઈ હોય. પણ છેલ્લાં પચાસેક વર્ષ દરમિયાન આપણા દેશના આ માનસમાં, અંગ્રેજોના સહવાસના કારણે, કંઈક પલટો આવ્યો છે અને આપણામાં ઇતિહાસ અને સંશોધનની થોડીથોડી તાલાવેલી જાગતી થઈ છે. પરિણામે, કેટલાક અસાધારણ કોટીના વિદ્વાનો પણ આપણે ત્યાં તૈયાર થઈ ગયા છે, અને અત્યારનાં આપણાં નબળાં-સબળાં પણ શિક્ષણધામો વિદ્યાર્થીમાં એ તાલાવેલી પોષવામાં ઉલ્લેખનીય ભાગ ભજવી રહ્યાં છે.
અત્યારે ઘડાતા યુગમાં ઇતિહાસ અને સંશોધન અગત્યનો ભાગ ભજવવાનાં છે. જે સમાજ આ ક્ષેત્રમાં એકાગ્ર અને કર્તવ્યપરાયણ રહેશે તે અચૂક પ્રગતિગામી બનશે એમાં શક નથી; કારણ કે એમ કરવાથી કેટલીય નકામી રૂઢિઓ અને નિરર્થક પ્રવૃત્તિઓનો ભાર દૂર કરવાની વિકાસગામી પ્રેરણા મળ્યા વગર રહેતી નથી. ભૂતકાળનું સત્યદર્શન વર્તમાનને ઘડવાનું એક અગત્યનું સાધન છે.
જૈન ધર્મ કે જૈન સંસ્કૃતિનો ઇતિહાસ તૈયાર કરવાનાં બીજાં-બીજાં સાધનો પણ આપણી પાસે છે આ સાધનો તે આપણાં આગમો અને તે પરનાં ટીકાઓ, ભાષ્યો વગેરે સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલા બીજા શાસ્ત્રગ્રંથો, અથવા ગુજરાતી-હિન્દીમાં રચાયેલી નાની-મોટી કાવ્યકૃતિઓ, જેમાં રાસાઓ, તીર્થમાલાઓ કે સાયોનો સમાવેશ થાય છે. સીધેસીધાં જીવનચરિત્રો અને પ્રબંધોની સંખ્યા પણ આપણે ત્યાં કઈ નાનીસૂની નથી. આ બધું હોવા છતાં એનું જે દૃષ્ટિએ અધ્યયન, અવલોકન અને સંશોધન થવું
૪૫૧
-
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૨
જિનમાર્ગનું અનુશીલન જોઈએ, તે થવું હજુ બાકી છે – એટલો પ્રાસંગિક ઉલ્લેખ જૈનસાહિત્યના ઐતિહાસિક દૃષ્ટિવાળા અભ્યાસ અંગે અહીં કરવો ઉચિત ગણાય.
બાકી અહીં પ્રસ્તુત વાત છે આપણા શિલ્પસ્થાપત્યોના અવશેષોનું સંરક્ષણ. આવા અવશેષોના સંરક્ષણ માટે આપણા દેશમાં ૪-૫ સ્થળોએ જૈન સંગ્રહાલયો (મ્યુઝિયમો) ઊભાં કરવાનો વિચાર ગંભીરપણે કરવો જોઈએ. એક દષ્ટિએ વિચારીએ તો ધર્મભાવનાની દૃષ્ટિએ આપણાં જિનમંદિરોનું જેવું મહત્ત્વ છે, તેવું જ મહત્ત્વ જૈન ધર્મ અને સંસ્કૃતિના અધ્યયનની દૃષ્ટિએ આવાં સંગ્રહાલયોનું ગણાય.
અત્યાર લગી આવા સંગ્રહાલયના સદંતર અભાવને લીધે આપણા ઘણા અવશેષો રખડતા રહ્યા છે, એટલું જ નહીં, નામશેષ પણ થઈ ગયા છે. જો પચાસેક વર્ષ પહેલાં આવું એકાદ સંગ્રહાલય આપણે ઊભું કરી શક્યા હોત, તો ચંદ્રાવતી જેવી ઇતિહાસપ્રસિદ્ધ ગૌરવભરી નગરીના સંગેમરમરમાંથી ઘડાયેલા અનેક અવશેષોને આપણે સાચવી શક્યા હોત અને એના ગૌરવવંતા ઇતિહાસનું દર્શન કરી શક્યા હોત. આવું તો અનેક સ્થળે બન્યું છે. પણ હવે તેનો ઝાઝો અફસોસ ન કરતાં, “જાગ્યા ત્યારથી સવાર' એ ન્યાયે આજે મોડામોડા પણ આપણે જાગીએ તો સારું; આ કામ ભારે મહત્ત્વનું અને વહેલામાં વહેલી તકે હાથ ધરવા જેવું છે. તેથી જૈનસંઘનું અને આપણી આગેવાન સંસ્થાઓનું અમે આ તરફ ધ્યાન દોરીએ છીએ.
આવાં સંગ્રહાલયો ઊભાં કરવામાં બે બાબતો ખાસ વિચારવાની રહે છે : આર્થિક સગવડની અને આવાં સંગ્રહાલયો માટે યોગ્ય સ્થળોની પસંદગી કરવાની.
આ બેમાંની આર્થિક સગવડ માટે ચિંતા કરવાનું કશું કારણ નથી; કારણ કે એ કામ કરવાનો આપણે સંકલ્પ કરીએ કે નાણાંની જોગવાઈ આપોઆપ થઈ જાય એ રીતે આપણી સંસ્થાઓ અને શ્રીમંતો સધ્ધર છે, વળી ધર્માદા ટ્રસ્ટ જેવા ધારાઓના કારણે પૈસાને બાંધી રાખવાના બદલે ખરચી નાખવાની વૃત્તિ પણ આજે સમાજમાં પ્રવર્તી રહી છે. પૂજ્ય મુનિવરોને અમે વિનવીએ છીએ કે આવાં સંગ્રહાલયોનું મહત્ત્વ આપ આપણા આગેવાનો અને સંસ્થાઓના ગળે ઉતારવાનો પ્રયત્ન આદરશો તો જૈન સંસ્કૃતિ અને ઇતિહાસની એક ભારે સેવા બજાવી ગણાશે.
બીજી વાત સ્થળોની પસંદગીની; આ માટે પાલીતાણા, ગિરનાર, બનારસ, હસ્તિનાપુર, સમેતશિખર, પાવાપુરી, અયોધ્યા વગેરે તીર્થધામોમાંથી યોગ્ય લાગે તે સ્થળો પસંદ થઈ શકે. તીર્થધામોની સંગ્રહાલયના સ્થળ તરીકે પસંદગી કરવાથી એનો લાભ હજારો જૈનો લઈ શકે; એ કારણે એને આર્થિક સગવડ પણ વિશેષ મળી શકે.
અહીં મુખ્ય મુદ્દો તો આવાં સંગ્રહાલયોની ઉપયોગિતા સ્વીકારીને તેની સ્થાપનાનો આપણે વિચાર કરતા થઈએ એ જ છે. આવાં સંગ્રહાલયો ઊભાં થાય
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૫૩
પ્રાચીન-વિદ્યાકળાની સામગ્રી : ૨ તો એને યોગ્ય વિદ્વાનો તૈયાર કરવા તરફ આપણી દૃષ્ટિ જાય એ પણ એક મહત્ત્વનો લાભ છે. એથી પૂજ્ય મુનિવરો પણ સંશોધનનું કાર્ય હાથ ધરવા પ્રેરાય એ જૈન સંસ્કૃતિને માટે સવિશેષ લાભપ્રદ થઈ પડે.
આમ અનેક દૃષ્ટિથી જોતાં આવાં સંગ્રહાલયો વહેલામાં વહેલી તકે સ્થાપવામાં આવે એ બહુ જરૂરી છે. આ કાર્ય માટે જૈનસંઘ સહાનુભૂતિપૂર્વક વિચારે એ જ પ્રાર્થના.
(તા. ૧૨-૩-૧૯૫૦)
Page #477
--------------------------------------------------------------------------
________________
૧૦
સામયિકો અને 'જૈન'-પત્ર સાથેની લેખકની સહયાત્રા
(૧) પત્રકારત્વ
એક રીતે કહીએ, તો નવા વર્ષનો આરંભ એ અમારે માટે ધર્મના શુદ્ધીકરણ તેમ જ સમાજના ઉત્થાન માટે જરૂરી એવા નવીન તેમ જ ઉદાર વિચારોનો પુરસ્કાર અને પ્રચાર કરવાની અમારી નીતિનું પુનરવલોકન, પુનઃસ્મરણ અને પુનરુચ્ચારણ કરવાનો પ્રસંગ છે. અમને પોતાને તો એ વાતની લવલેશ પણ શંકા નથી કે સમયના અને પરિસ્થિતિના પરિવર્તનની સાથે જે માનવી અને જે સમાજ તેમ જ રાષ્ટ્ર પોતાના વિચા૨ અને વર્તનનો મેળ સાધી શકે છે, એ જ પોતાની શક્તિને, પોતાના ગૌરવને અને પોતાના મોભાને ટકાવી રાખીને પોતાનો વિકાસ સાધી શકે છે. શિયાળાનો સામનો કરવો હોય તો ઉનાળાનાં મલમલનાં ઝીણાં વસ્ત્રોના બદલે ઊનનાં ગરમ અને જાડાં વસ્ત્રોનો સ્વીકાર ક૨વો જ જોઈએ.
-
એક યુગવિધાયક અપૂર્વ પરિબળ
રૂઢિચુસ્તપણું અને સુધારકપણું – એ ઘણાં વર્ષોથી પ્રચલિત બનેલા જૂના અને નવા વિચારો વચ્ચેના સંઘર્ષનું સૂચન કરતા શબ્દો છે. એ શબ્દો સમાજમાં આજ સુધી ખળભળાટ જન્માવતા રહ્યા છે; સમાજની સુષુપ્તિને દૂર કરવા માટે ચારેક એ ખળભળાટે આંચકાઓ આપવાનું પણ કામ કર્યું છે. આમાં નવીન, એટલે કે સુધારક વિચારોની જ આગેવાની છે.
બીજી રીતે નહીં, તો છેવટે વર્તમાનપત્રોના સ્વીકાર અને પ્રચારની દૃષ્ટિએ વિચારીએ તો પણ નવીન વિચારનું મહત્ત્વ સહજમાં સમજી શકાય છે. સુધારકો તો ઠીક, પણ રૂઢિચુસ્તપણાને વળગી રહેવામાં માનનારાઓ પણ વર્તમાનપત્રોના પ્રકાશનમાં જરા ય પાછળ રહેતા નથી – એ બાબત જ નવીન વિચારની મહત્તાને પિછાણવા માટે બસ છે !
આજે હવે એ વાત સમજાવવી પડે એમ નથી, કે વર્તમાનપત્ર એ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર એ બધાંના પ્રવર્તનનું એક અનિવાર્ય અંગ બની ગયું છે; સાથે-સાથે એ દરેક
Page #478
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૧
૪૫૫
દેશમાં એક મોટો વ્યવસાય અને નાનો કે મોટો ઉદ્યોગ પણ બની ગયેલ છે. એટલે અત્યારની સમાજ-રચનામાં એનું ભારે અગત્યનું અને મહત્ત્વનું સ્થાન છે. કોઈ પણ ધર્મ, સમાજ કે રાષ્ટ્રમાં પ્રગટ થતાં વર્તમાનપત્રો કે સામયિકો ધર્મ, સમાજ કે રાષ્ટ્રની સ્થિતિ અને પ્રગતિશીલતાનું માપ દર્શાવનાર પારાશીશીનું કામ કરે છે.
તેથી જ અત્યારે આપણા દેશમાં તેમ જ દુનિયાભરના દેશોમાં જુદાંજુદાં સમાજો, ધર્મો, રાષ્ટ્રો, ભિન્ન-ભિન્ન સેવા પ્રવૃત્તિઓ, વિદ્યાની શાખાઓ તેમ જ સાહિત્યપ્રવૃત્તિઓને લગતાં દૈનિકો, અઠવાડિકો, પાક્ષિકો, માસિકો, કૈમાસિકો કે સૈમાસિકો રૂપે લાખો છાપાં કે સામયિકો પ્રગટ થતાં રહે છે અને તેની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહે છે. લોકશિક્ષણ અને પ્રજાના માનસ-ઘડતરની દૃષ્ટિએ આ એક આવકારપાત્ર ચિલ અને પ્રવૃત્તિ છે.
આપણે ત્યાં પચાસ-પોણોસો વર્ષના ગાળામાં અખબારી પ્રવૃત્તિનો આટલો ઝડપી અને વ્યાપક વિકાસ થયો, અને છેલ્લા દાયકાઓ દરમિયાન એણે મોટા ઉદ્યોગ જેવું રૂપ ધારણ કરવાને લીધે એમાં કરોડો રૂપિયાનું રોકાણ થવા લાગ્યું છે. એનું મુખ્ય કારણ અખબારી આલમમાં રહેલી વિશિષ્ટ વિધાયક શક્તિ કહી શકાય. દેશના રાજકારણને ધાર્યો વળાંક આપવાની અને માંધાતા ગણાતા રાજકારણી ખેલાડીઓને પણ નિયંત્રણમાં રાખવાની કે એમને જેર કરવાની અખબારોની શક્તિ હવે તો સર્વમાન્ય બની ચૂકી છે. પોતાના હાથમાં અખબાર હોવું એ મોટી સત્તા હોવા જેટલું સામર્થ્ય લેખાય છે, અને કોઈ રોજિંદા અખબારનો કારોબાર તો એકાદ નાના-સરખા રજવાડાના કારોબાર જેવો વ્યાપક અને સત્તાવાહી હોય તેમાં નવાઈ નથી.
બાકી તો દુનિયાની અનેક પ્રવૃત્તિઓનાં સારાં અને માઠાં બંને પ્રકારનાં પરિણામો જોવામાં આવે છે – એ વાત અખબારોને પણ એટલી જ લાગુ પડે છે. અખબારો જેમ લોકોને સાથે માર્ગે દોરી શકે છે, તેમ લાગણીને બહેકાવીને સમાજને ખોટી દિશા અને ખોટી પ્રવૃત્તિ તરફ પણ દોરી શકે છે, સ્નેહ-સદ્દભાવને સ્થાને વેરઝેરની વૃત્તિઓનું વાવેતર પણ કરી શકે છે અને સમાજ-સમાજ કે પ્રજા-પ્રજા વચ્ચે પણ ભયંકર વેર જન્માવી શકે છે. આમ સારું-માઠું તત્ત્વ તો એકબીજા સાથે એટલું બધું સંકળાયેલું છે, કે તેને એકબીજાથી જુદું પાડવું શક્ય નથી. એટલે અખબારોનાં પરિણામોનું તટસ્થ વિચારકો દ્વારા અવલોકન-પર્યાલોચન થતું રહે એ લોકહિત તેમ જ વર્તમાનપત્રોની પોતાની તંદુરસ્તી એ બંને દૃષ્ટિએ આવશ્યક છે.
થોડાક વખત પહેલાં, કોઈક પ્રસંગે બોલતાં, આપણાં લોકપ્રિય અને વિચક્ષણ વડાપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીએ ભારતના પત્રકારત્વનું કેટલુંક પર્યાલોચન કર્યું હતું.
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૫૬
જિનમાર્ગનું અનુશીલન આ પર્યાલોચનનો કેટલોક ભાગ અમદાવાદથી પ્રગટ થતા “નિરીક્ષક' સાપ્તાહિકના તા. ૧૮-૭-૧૯૭૧ના અંકમાં આપવામાં આવેલ છે. એ આપણા અખબારોની પરિસ્થિતિ અંગેની વિચારપ્રેરક સામગ્રી રજૂ કરતું હોવાથી એમાંનો કેટલોક વિશેષ મહત્ત્વનો અંશ અહીં સાભાર રજૂ કરીએ છીએ :
“ભારતના પત્રકારત્વની સામે આજે જે સવાલ ખરેખર ઊભો છે તે અખબારી સ્વાતંત્ર્યનો નથી; દેશને કઈ જાતનાં અખબારોની જરૂર છે એ છે. જગતભરનાં છાપાં બે પ્રકારની કામગીરી બજાવે છે : એક તો માહિતી પૂરી પાડવાની અને બીજી ટીકાટિપ્પણ કરવાની. પણ ભારતનાં અખબારોએ પહેલી કામગીરીને બીજીની સરખામણીમાં સાવ ગૌણ બનાવી દીધી છે.
સ્વરાજ પહેલાંના કાળમાં રાજકારણનું આપણે માટે વાજબી મહત્ત્વ હતું. પણ આઝાદી આવ્યા પછી રાજકારણ આપણે માટે કાંઈક વળગાડ સમું બની ગયું છે. રાજકારણીઓ, રાજકીય બાતમીઓ, ગપાટાંઓ અને છળકપટ આપણાં અખબારોનો એકધારો મુખ્ય આહાર બની રહ્યાં છે.
“છેલ્લાં ૨૦ વરસમાં સમાજમાં મોટા-મોટા ફેરફારો થયા છે. તે છતાં, આપણાં છાપાં બહુ મોટા પ્રમાણમાં શહેરીજનોના રંગે રંગાયેલાં રહ્યાં છે; શહેરી જીવનના રસો ને તેનાં મૂલ્યોની જ છાયા તેમાં મુખ્યત્વે પડેલી જોઈ શકાય છે. એશિયામાં ભારતનું અગત્યનું સ્થાન છે. તે છતાં આપણાં છાપાંમાંના વિદેશોના સમાચારો યુરોપઅમેરિકા તરફ જ અતિશય ઢળેલા રહે છે. બિન-એશિયાઈ સમાચારો કુલ વિદેશી સમાચારના ૮૦ ટકા જેટલું મહત્ત્વ ધરાવે છે, અને તેમાં પણ રાજકીય સમાચારો જ અગ્રસ્થાને હોય છે, સામાજિક-આર્થિક બાબતોનો અભાવ જણાય છે.
આ દેશમાં એના રાજકારણીઓના કરતાં વિશેષ ઘણું-ઘણું બીજું પડેલું છે. મોટાં શહેરોની સગવડો અને કલબો-સચિવાલયો-હોટલોના એશઆરામને પાર, રાજકારણીઓનાં કૃત્યો ને અપકૃત્યોને પણ પેલે પાર આખી એક દુનિયા ખૂંદાવાની રાહ જોતી, પત્રકારોના ગંભીર પ્રયાસો વડે અજવાળાવાની ને અર્થઘટન કરાવાની વાટ જોતી પડેલી છે. એ દુનિયા છે ભારતની અસલી જિંદગાનીની, આર્થિક પ્રવૃત્તિના અટપટા તાણાવાણાની. યંત્રવિદ્યા અને ઔદ્યોગીકરણે વછોડેલાં પ્રચંડ બળોની, સામાજિક પરિવર્તનનાં ભરતી-પ્રવાહો અને આંતર-વહેણોની, વધતાં જતાં શહેરોની અને રાજકારણ પરના તેના પ્રત્યાઘાતોની, સમાજ અને ધર્મની – ટૂંકામાં ભારતની સર્વતોમુખી વાસ્તવિકતાનાં અનેકવિધ પાસાંની. આ જે સંભવિત મહેફિલ પડેલી છે, તેને બદલે આજના આપણા મોટા ભાગના સમાચારો એઠા-જૂઠા ટુકડા જેવા જણાય છે.
Page #480
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૧
૪પ૭
“ભારતે એવા એવા મહાન પત્રકારો જોયેલા છે કે જેમણે ખાબોચિયાં ચૂંથવાને બદલે અખબારોને રાષ્ટ્રજીવનના મુખ્ય પ્રવાહમાં સ્થાપેલાં છે. એમ કરવામાં બૌદ્ધિક સાહસ, નૈતિક હિંમત, અમુક ચોક્કસ આદર્શો ને મૂલ્યો પ્રત્યેની અફર નિષ્ઠાની જરૂર પડે છે. એને પરિણામે વર્તમાનપત્ર એ બનાવોના એક આંકડા-પટ પરનું ટિપ્પણમાત્ર બની રહેવાને બદલે રાષ્ટ્રઘડતરના અને સામાજિક પલટાની આખી યે પ્રક્રિયામાં સક્રિય હિસ્સેદાર થાય છે.”
વડાપ્રધાને જે કહ્યું છે એનો ભાવ એ છે, કે સાચું વિકાસશીલ અખબાર એ જ હોઈ શકે, જે પ્રજાને જાગૃત બનાવે અને વિકાસ તરફ દોરી જાય, તેમ જ પ્રજાના માનસનું સંસ્કાર-ઘડતર કરે. આ દૃષ્ટિએ વિચારતાં આપણાં અત્યારનાં વર્તમાનપત્રોના આકાર-પ્રકારથી આપણે સંતોષ લઈએ એ બરાબર નથી; જો કે, એ પણ સાચું છે, કે કેટલાંક અખબારો સમયની અને લોકકલ્યાણની દિશાને પારખીને ચાલવાનો પ્રયત્ન કરતાં હોય છે; આ એક આશપ્રેરક ચિહ્ન છે. મર્યાદાઓ છતાં ભારતની અખબારી આલમ પણ કંઈક વિકાસ કે પ્રગતિની દિશામાં ડગ ભરી રહી છે, અને અખબારી સમૃદ્ધિ ધરાવતા દુનિયાના દેશોમાં ભારતના પત્રકારત્વનું સ્થાન પણ બહુ માનભર્યું થતું જાય છે એ આપણને આનંદ આપે એવી બાબત છે.
સાર્વજનિક ધોરણે પ્રગટ થતાં વર્તમાનપત્રોની વ્યાપક કામગીરીની સરખામણીમાં કોઈ એક સમાજ અને ધર્મના મર્યાદિત ક્ષેત્રને સ્વીકારીને પ્રગટ થતાં વર્તમાનપત્રોની કામગીરી ઘણી જ મર્યાદિત બની જાય છે, અને તેથી એનો ફેલાવો પણ ઠીક-ઠીક મર્યાદિત બની રહે છે. એટલે આવાં સામાજિક-ધાર્મિક પત્રોનું આર્થિક સાધન પણ ઠીક-ઠીક મર્યાદિત બની જાય એ સહેજે સમજી શકાય એવી વાત છે. અને તેથી મોટા ભાગનાં આવાં પત્રો સંસ્થાકીય માલિકીથી પ્રગટ થાય છે, કે જેથી એને જાહેર રીતે સહાયતા મેળવવામાં સંકોચ કરવાનો કે પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો ભય સેવવાનો ભાગ્યે જ રહે છે. પણ વ્યક્તિગત માલિકીના વર્તમાનપત્રની સ્થિતિ આથી સાવ જુદી છે; પોતાના પગ ઉપર ઊભા રહી શકાય એટલી આવક કરી શકે, તો જ એ માન અને પ્રતિષ્ઠા સાથે ચાલુ રહી શકે.
દરેકે દરેક ક્ષેત્રમાં જોઈશું તો લાગશે કે જ્ઞાન-વિજ્ઞાન કે સાહિત્ય-કળાની વિવિધ શાખાઓના ખેડાણ માટે તે-તે વિષયનું એકાદ સામયિક (અઠવાડિકથી લઈને તે છમાસિક જેવું) પ્રગટ કરવું આવશ્યક લેખવામાં આવે છે. આવું કામ કરતી મોટા ભાગની સંસ્થાઓ પણ પોતાના મુખપત્ર તરીકે એકાદ સામયિક પ્રગટ કરે છે. તેથી
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૫૮
જિનમાર્ગનું અનુશીલના વર્તમાનપત્રો કે સામયિકોની સંખ્યામાં ઉત્તરોત્તર અને ઝડપી કહી શકાય એવો વધારો થવા લાગ્યો છે.
વળી, જનમમૂહમાં વધી રહેલી વાચનભૂખની દૃષ્ટિએ જોઈએ, તો સામાન્ય કથાવાર્તા જેવા હળવા વાચનથી માંડીને કોઈ પણ વિષયની તાત્ત્વિક મીમાંસા કરતાં ગંભીર અને અભ્યાસપૂર્ણ લખાણો વાંચવાની વૃત્તિ પણ દિવસે-દિવસે વધતી જાય છે. આવી વાચનક્ષુધાને લીધે જેમ વર્તમાનપત્રો કે સામયિકોની સંખ્યામાં વધારો થતો જાય છે, તેમ કેટલાંક વર્તમાનપત્રો કે સામયિકોના ગ્રાહકોની સંખ્યામાં પણ ઘણો જ નોંધપાત્ર વધારો થયો છે.
(તા. ૨-૧-૧૯૬૦, ૧-૧-૧૯૭૨ અને ૧૧-૧-૧૯૬૧ : અંશોનું સંકલન)
(૨) જૈન પત્રકારત્વ : પા-પા પગલી
જૈન સમાજનું પણ ધ્યાન સામયિકોની આવશ્યકતા તરફ આજથી (૧૯૬૪થી) ૬૦-૭૦ વર્ષ પહેલાં જ ગયું હતું. જેનોના શ્વેતાંબર અને દિગંબર ફિરકામાં વર્તમાનપત્રોનું પ્રકાશન કરવાનો પ્રારંભ થયો એ વાતને સિત્તેરેક વર્ષ તો થવા આવ્યાં. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં “જૈન” પત્રને શરૂ થયે, જેમ ૬૧૬ ૨ વર્ષ થયાં, તેમ દિગંબર સમાજના જૈન ગેજેટને – ૬૦ વર્ષ અને સૂરતથી પ્રગટ થતાં “જેન-મિત્રને શરૂ થયે ૬૫ વર્ષ થયાં. આમ થવામાં પરદેશનો સંપર્ક, અંગ્રેજોની રાજ્ય-પદ્ધતિનું અવલોકન અને ખાસ કરીને અંગ્રેજી ભાષા અને સાહિત્યના શિક્ષણ જન્માવેલ નવી દૃષ્ટિ અને નવા સંસ્કારે આગળ પડતો ભાગ ભજવ્યો છે. શરૂઆતમાં તો આવાં જૈન વર્તમાનપત્રો કે વિચારપત્રો પ્રગટ કરવાનું પ્રેરક બળ મુખ્યત્વે પ્રગતિની ઝંખના, સમાજસુધારણાની ધગશ અને સમાજને જાગૃત કરવાની ભાવનારૂપ હતું. પણ પછી તો જુનવાણી કે રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવનાર વર્ગને પણ, પોતાની પુરાતન માન્યતાઓ સાચવી રાખવા માટે અને સામાન્ય જનસમૂહને સુધારા-પ્રિય થતો રોકવા માટે પણ વર્તમાનપત્રોની જરૂર લાગી. પરિણામે, રૂઢિચુસ્ત, મધ્યમસરણીનાં અને સુધારાવાદી કે ક્રાંતિકારી – એમ ત્રણે કક્ષા કે વિચારસરણી ધરાવતાં પત્રોનું આપણે
ત્યાં પ્રકાશન થવા લાગ્યું. એકંદરે વિચારીએ તો આ એક આવકારપાત્ર પ્રવૃત્તિ થઈ. વધારે નહીં તો છેવટે એણે રૂઢિચુસ્તો અને પ્રગતિવાંચ્છુઓ બંનેને જાગૃત કરવાનું કામ તો કર્યું જ.
Page #482
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૨
૪૫૯
આમ, આજે આપણે ત્યાં જૈનોના બધા ફિરકાઓનાં મળીને સાપ્તાહિકો, પાક્ષિકો અને માસિકો ઠીક-ઠીક સંખ્યામાં પ્રગટ થાય છે. એમાંનાં, અમારા જેન' સાપ્તાહિક જેવાં બહુ થોડાં પત્રો સિવાયનાં મોટા ભાગનાં સંસ્થા તરફથી જ પ્રગટ થાય છે.
આજે દેશમાં અને પરદેશમાં જૈન ધર્મ અને જૈન સંસ્કૃતિ પ્રત્યેની જિજ્ઞાસા જે રીતે જાગૃત થઈ છે, તેને સંતોષે, પોષ અને વૃદ્ધિગત કરે એવાં સામયિકો પ્રગટ કરવા માટે તો આપણે, થોડાંક વર્ષોથી કલકત્તાથી પ્રગટ થતા જૈન જર્નલ સૈમાસિકને બાદ કરતાં, કોઈ નક્કર પ્રયત્ન કર્યો જ નથી, અથવા બહુ જ અલ્પ પ્રમાણમાં કર્યો છે એમ કહી શકાય.
આપણે ત્યાં નવાં સુવાચ્ય સામયિકો પ્રગટ થવાં તો દૂર રહ્યાં, પણ બે સુંદર માસિકો બંધ થયાં એ ખરેખર દુઃખ ઉપજાવે એવી બીના બની છે. આ બે સામયિકો તે મુનિશ્રી કલ્યાણચંદ્રજી મહારાજની પ્રેરણાથી સોનગઢમાંથી પ્રગટ થતું “સમયધર્મ” માસિક અને અમુક સમયગાળા સુધી ફરીથી પ્રકાશિત થવા માંડેલું અને વિદ્વાનોનો આદર પામેલું આપણી શ્રી જેન જે. મૂ. કોન્ફરન્સનું માસિક “જેનયુગ'. આમાં સમયધર્મની આર્થિક જવાબદારી વ્યક્તિગત હતી એટલે એ બંધ કરવાના સંયોગો ઊભા થયા હોય ત્યાં શું કહી શકાય? પણ કૉન્ફરન્સ જેવી મોટી સંસ્થાનું લોકપ્રિય બનતું જતું મુખપત્ર બંધ થાય એ જરૂર ખેદકારક લાગે. અમે જાણીએ છીએ તેમ કોન્ફરન્સના આગેવાનો પણ આથી ખેદ અનુભવે છે, અને એનું ત્રીજી વાર પ્રકાશન થાય એવી કેટલીક વિચારણા ચાલી રહી છે. ઇચ્છીએ, કે આ વિચારણા જૈનયુગના પુનઃપ્રકાશનમાં પરિણમે.
એ સાચું છે, કે આવી જિજ્ઞાસાને સંતોષવાનું કાર્ય મુખ્યત્વે તો એવાં નાનાંમોટાં પુસ્તકો દ્વારા જ વધારે સારી રીતે થઈ શકે. આમ છતાં, નાના-નાના લેખો દ્વારા આવી આધારભૂત માહિતી પ્રગટ કરતાં સામયિકો પણ આમાં ખૂબ ઉપયોગી કાર્ય કરી શકે એ ભૂલવું જોઈએ નહીં. જૈનસંઘ પાસે જેમ સાહિત્યની વિપુલ સામગ્રી છે, તેમ કળા તત્ત્વજ્ઞાન, પુરાતત્ત્વ તેમ જ ઇતિહાસને લગતી સામગ્રી પણ મોટા પ્રમાણમાં છે. આ બધી સામગ્રી કેવળ જૈન સંસ્કૃતિના અધ્યયન માટે જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અધ્યયન માટે પણ ખૂબ ઉપયોગી છે એ વાતનો સૌ કોઈએ સ્વીકાર કર્યો છે. એટલે જૈન તત્ત્વજ્ઞાન, આચાર, ઇતિહાસ, સાહિત્ય અને કળાને યથાર્થ રૂપમાં પ્રગટ કરે એવાં સમૃદ્ધ સામયિકોનો અભાવ ખૂબ ખટકે છે. કમ-સે-કમ આપણી એકાદ માતબર સંસ્થાએ આ દિશામાં ધ્યાન આપવાની ખાસ જરૂર છે.
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૬૦
જિનમાર્ગનું અનુશીલન સમાચારો, વિચારો, સાહિત્ય-સામગ્રી, કથા-વાર્તાઓ, નિબંધો, કાવ્યો વગેરે અનેક લોકભોગ્ય વિભાગો પણ એવા છે, કે જે કોઈ પણ અખબારને સમૃદ્ધ અને વાચનક્ષમ બનાવી શકે. આમ છતાં, આ દિશામાં જૈન સામયિકો સારા પ્રમાણમાં પછાત છે એ જોઈને કોને દુઃખ ન થાય ?
બીજી બાજુ આવા વિષયો ઉપર અધિકારપૂર્વક લખી શકે એવા વિદ્વાનો આપણે ત્યાં નથી એવું તો નથી. પણ એ બધાંની વિદ્યાનો સરખી રીતે ઉપયોગ થઈ શકે એવું તંત્ર આપણે ગોઠવી શકતા નથી એ આપણી મોટી કમનસીબી
આ ખામી તરફ આપણું ધ્યાન નથી જતું એમ તો કેમ કહી શકાય ? પણ આ માટે જે જરૂરી વ્યવસ્થાતંત્ર અને એનાથી ય આગળ વધીને જે સુનિશ્ચિત અર્થતંત્ર ઊભું થવું જોઈએ તે ઊભું કરવા તરફ આપણે હજી એકાગ્ર બન્યા નથી. બાકી તો, આપણે ત્યાં પૈસાની એટલી બધી છત છે, કે જો ધ્યાન આપવામાં આવે તો આવી પ્રવૃત્તિ ઇશારામાત્રથી શરૂ કરી શકાય અને સતત ચલાવી શકાય. જૈનસંઘ આ દિશામાં નિશ્ચય સાથે વિચાર કરે એ ખૂબ જરૂરી અને ઇચ્છનીય
આપણા તરફથી ખાસ કરીને જો વિદ્વભોગ્ય સળંગસમૃદ્ધ પત્ર પ્રગટ થતું રહે તો એથી આપણને એક બીજો પણ લાભ છે : અત્યારે દેશનાં અને પરદેશનાં અનેક પત્રોમાં તેમ જ પુસ્તકોમાં જૈન સંસ્કૃતિના કોઈ ને કોઈ અંગ સંબંધી લખાણો પ્રગટ થતાં રહે છે; પણ આપણને એની માહિતી ભાગ્યે જ હોય છે. તેથી ક્યાં જૈન સંસ્કૃતિનું ગૌરવ કરવામાં આવ્યું, કોણે એનું યથાર્થ મૂલ્યાંકન કર્યું અને કોણે એ અંગે ભ્રામક કે ખોટી માહિતી પ્રગટ કરી, તેમ જ કોણે કેવા પ્રકારનો આક્ષેપ કર્યો એ સંબંધમાં પણ મોટે ભાગે આપણે અંધારામાં જ હોઈએ છીએ. આવા પત્ર દ્વારા આવા પ્રકારની માહિતી એકત્ર કરીને શ્રીસંઘને માહિતગાર રાખી શકાય. આમ થવાથી એક બાજુ જેમ આપણે આવી ગેરસમજોને દૂર કરી શકીએ, તેમ ઈતર લોકોની જિજ્ઞાસા જોઈને આપણા અભ્યાસને પણ વધારે એકાગ્ર કરી શકીએ.
ક્યારેક-ક્યારેક જૈન સામયિકોના સંચાલકો, સંપાદકો કે તંત્રીઓની પરિષદુ ભરવાનું સૂચન થાય છે, કોઈક-કોઈક ફિરકામાં ક્યારેક આવું આયોજન થયું પણ છે. પરિષદો, સંમેલનો કે સમારંભોની ભીડવાળા અત્યારના સમયમાં આ સૂચન એકદમ આવકારપાત્ર ન બને એ સ્વાભાવિક છે. આમ છતાં કેટલીક પૂર્વભૂમિકા તૈયાર કરીને
Page #484
--------------------------------------------------------------------------
________________
૪૬૧
સામયિકો અને જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૩
અને થોડુંક પણ નક્કર કામ કરવાની મનોવૃત્તિ કેળવીને આવી પરિષદ્ યોજવામાં આવે તો પરિણામની દૃષ્ટિએ એ સાવ નકારી કાઢવા જેવું પણ નથી.
આ કામ કોણ હાથ ધરે એ સવાલ અઘરો છે. છતાં એટલું કહી શકાય, કે બધા જૈન ફિરકાઓની એકતામાં શ્રદ્ધા ધરાવી એ માટે આછો-પાતળો પણ પ્રયત્ન કરતી કોઈ સંસ્થા (દાખલા તરીકે જૈન મહામંડળ) દ્વારા આ કામ થઈ
શકે.
(તા. ૪-૧-૧૯૬૪, ૧૧-૧-૧૯૬૧, ૧-૧-૧૯૭૨ અને ૨-૧-૧૯૬૦ના
લેખોમાંથી)
(૩) જૈન પત્રકારત્વની પગદંડી
વર્તમાનપત્રો અને સામયિકો એ આધુનિક યુગનું અને અત્યારની સંસ્કૃતિનું એક અનિવાર્ય તેમ જ સબળ અંગ બની ગયું છે. વિશ્વવ્યાપી બીજી બાબતોની જેમ આમાં પણ સારાં અને નરસાં બંને તત્ત્વો જોવા મળે છે, અને લોકજીવનના ઘડતરમાં પણ એની સારી અને માઠી બંને પ્રકારની અસર થાય છે.
વર્તમાનપત્રોની કામગીરીનો વિચાર કરીએ છીએ, ત્યારે સમયના ભેદને બાદ કરતાં, ઇતિહાસ અને વર્તમાનપત્રની કામગીરીમાં કેટલુંક સામ્ય જોવા મળે છે. ઇતિહાસકાર નજીકના તેમ જ દૂરના ભૂતકાળમાંથી જાણવા-સમજવા જેવી, બોધ લેવા જેવી અગત્યની નાની-મોટી ઘટનાઓ રજૂ કરે છે. પત્રકાર, સામે પસાર થતા સમયની નજીકમાં કે દૂર બનતી આવી ઘટનાઓ રજૂ કરે છે. આવી ઘટનાઓ રજૂ કરવા ઉપરાંત એ અંગે પોતાનો અભિપ્રાય ઉચ્ચારે છે, અને બીજાના વિચારો પણ પ્રગટ કરે છે. દૈનિક સિવાયનાં સામયિકો સમાચારપત્રોનું કામ કરે ખરાં, પણ એમાંનાં મોટા ભાગનાં, વિચારપત્રો કે મનોરંજનપત્રો હોય છે.
જૈન સમાજમાં વર્તમાનપત્રો કે સામયિકોની પ્રવૃત્તિનો ઇતિહાસ જોતાં એના કેડા ચાર-પાંચ દાયકા જેટલા જૂના હોય એમ લાગે છે. જૈનોના બધા ય ફિરકાઓએ અને દરેક ફિરકામાં ઉદ્દામ, સુધારક, મધ્યમ અને ખૂબ રૂઢિચુસ્ત એવી બધી વિચારસરણી ધરાવનારાઓએ આ પ્રવૃત્તિને અપનાવી છે એ બીના વર્તમાનપત્રોની શક્તિ અને સ્થૂળ ઉપયોગિતાના સ્વીકાર-રૂપ લેખી શકાય. દૈનિક સિવાયનાં અઠવાડિક,
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૬૨
જિનમાર્ગનું અનુશીલન
પાક્ષિક, માસિક સામયિકો જૈન સમાજે પ્રગટ કર્યાં છે. આમાંનાં કેટલાંક પત્રો રાષ્ટ્રીય વિચારસરણીનાં પણ પ્રચારક રહ્યાં છે. વિચારસંશોધન અને મનોરંજન એવા બધા વિષયનાં અત્યારે પ્રગટ થતાં અને બંધ થઈ ગયેલાં જૈન સામયિકોની સંખ્યા નક્કી કરવા જેટલો સમય મને મળ્યો નથી. આમ છતાં, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એ ચાર દ્રવિડિયન ભાષાઓ અને મરાઠી ભાષાનાં સામયિકો સિવાય ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં પ્રગટ થતાં કે બંધ થઈ ગયેલાં સામયિકોની સંખ્યા પોણોસો જેટલી તો થવા જાય છે. અત્યારે પ્રગટ થતાં જૈન સામયિકોની સંખ્યા પચાસ કરતાં ઓછી નહીં હોય. આમાં મોટા ભાગનાં સંસ્થાઓનાં મુખપત્રો છે.
જૈનોમાં જૂનામાં જૂનું પત્ર કેટલાં વર્ષ પહેલાં પ્રગટ થયું એ નક્કી થઈ શકયું નથી. પણ આ અંગે તાત્કાલિક જે કંઈ તપાસ થઈ શકી એ આધારે ભાવનગરની ‘જૈન-ધર્મ-પ્રસારક-સભા'નું મુખપત્ર ‘જૈનધર્મપ્રકાશ' સૌથી જૂનું જૈન માસિક માલૂમ પડ્યું છે. આનાં કરતાં વધારે પ્રાચીન જૈન સામયિક હોવાની સંભાવના નકારી શકાય નહીં. ‘જૈનધર્મ-પ્રકાશ’ ૮૧ વર્ષથી (આ૰ સને ૧૮૮૪થી) માસિક રૂપે શરૂ થયું હતું, અને એ જાણીને રાજી થવાય છે, કે એના જન્મદાતા હતા અત્યારે જેની રજત-જયંતી ઉજવાઈ રહી છે, તે ‘પ્રબુદ્ધ-જીવન'ના પ્રણેતા શ્રી પરમાનંદભાઈના પિતાશ્રી કુંવરજી આણંદજી. શ્રી કુંવરજીભાઈ પ્રાચીનતામાં આસ્થા ધરાવતા ધાર્મિક પુરુષ હતા, છતાં એમણે સામયિકની ઉપયોગિતા પિછાણી લીધી હતી. તે પછી સુરતથી હિંદી ભાષામાં પ્રગટ થતા મુંબઈ-પ્રાંતીય દિગંબર જૈન મહાસભાના મુખપત્ર ‘જૈનમિત્ર’ તરફ ધ્યાન જાય છે. એને પ્રગટ થયાં પાંસઠ વર્ષ થયાં. તે પછી ભાવનગરથી પ્રગટ થતાં આ ‘જૈન’ સાપ્તાહિક (૬૨ વર્ષ) અને ‘આત્માનંદ-પ્રકાશ' માસિક (૬૨ વર્ષ) ધ્યાન દોરે છે. ‘જૈનધર્મ-પ્રકાશ' અને ‘જૈનમિત્ર' વચ્ચે ૧૬ વર્ષ જેટલો ગાળો છે. એમાં કોઈ અન્ય જૈન પત્ર પ્રગટ નહીં જ થયું હોય એમ માની ન શકાય. અર્વાચીનમાં અર્વાચીન જૈન સામયિક, જાણ મુજબ, સુરેન્દ્રનગરથી પાંચ મહિના પહેલાં શરૂ થયેલ અઠવાડિક ‘જૈનોદય’ છે. એના તંત્રી શ્રી શ્રીકાન્ત જૈન છે. એ પત્ર પોતાને જૈનોના બધા ફિરકાના બિનસાંપ્રદાયિક પત્ર તરીકે ઓળખાવે છે. જૈનોના બધા ફિરકાને અનુલક્ષીને પત્ર ચલાવવું એ જેટલું ઉપયોગી છે, એટલું જ મુશ્કેલ છે. ભારત જૈન મહામંડળનું માસિક મુખપત્ર ‘જૈન-જગત્’ આવું જ બધા ફિરકાનું સામયિક છે. પણ આ બધા ફિકાના પત્રની સ્થિતિ પશુઓ અને પક્ષીઓ બંનેમાં પરાયું ગણાઈને સ્થાન નહીં મેળવનાર પેલા કાનકડિયા જેવી થવાનો મોટો ભય રહેલો છે. તેમાં ય વ્યક્તિગત જવાબદારી
Page #486
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રાઃ ૩
૪૬૩
ઉપર આવું પત્ર કાઢવું એ આર્થિક રીતે બહુ મુશ્કેલ કામ લાગે છે. “જૈનોદય’ હજી તો આકાર પામી રહ્યું છે.
જૈન પત્રોમાં પહેલાં ભિન્ન-ભિન્ન ફિરકા વચ્ચે તેમ જ એક જ ફિરકાની જુદીજુદી વિચારસરણીઓ વચ્ચે સારા પ્રમાણમાં સાઠમારી ચાલતી હતી; પણ મને લાગે છે, કે ગાંધીયુગની અસરે આના ઉપર સારું એવું નિયંત્રણ મૂકયું છે. આજે જુદાજુદા જૈન ફિરકાઓ વચ્ચેની સાઠમારી ભલે અમુક અંશે ચાલુ હોય, છતાં એનું રૂપ પહેલાં જેવું બિહામણું રહ્યું નથી. આ એક શુભચિત છે.
જૈન સામયિકોની વાચન-સામગ્રીમાં સમાચાર, વિચાર, સંશોધન, મનોરંજન વગેરેનો સમાવેશ થવા છતાં, આ બધાં પત્રો મધ્યમ કોટીનાં છે એમ સામાન્ય રીતે કહી શકાય. “જૈન' પત્રના સંપાદન નિમિત્તે દર અઠવાડિયે બધા ફિરકાનાં સંખ્યાબંધ પત્રો મારે વાંચવાનું થાય છે, ત્યારે આપણી સામાજિક, ધાર્મિક, સાહિત્યિક કે શૈક્ષણિક પ્રવૃત્તિઓના સમાચારો વાંચીને મનમાં વિમાસણ થઈ આવે છે, કે આપણું પ્રવૃત્તિક્ષેત્ર શું આવું જ સંકુચિત રહેવાનું ? એ જ ઉત્સવમહોત્સવ, વાજાં-ગાજ-વરઘોડા અને ધામધૂમની વાતો ? આ સમાચારો આપણી કલ્યાણપ્રવૃત્તિની પારાશીશી લેખી શકાય. આ પ્રવૃત્તિઓમાં ઘણોઘણો વિકાસ અને ફેરફાર થવો જરૂરી છે.
કયા-કયા જૈન ફિરકાનાં કેટલાં પત્રો હશે એનો વિચાર કરતાં કોઈ નિશ્ચિત સંખ્યા તો જાણી શકાઈ નથી, પણ જે એક ધ્યાનપાત્ર બીના જાણવા મળી છે તેનો અહીં અછડતો ઉલ્લેખ કરવો ઠીક લાગે છે. આ અંગે વિચાર કરતાં લાગ્યું છે કે જે જૈન ફિરકાનો ઉદ્દગમ જેટલો અર્વાચીન તેટલી એનાં સામયિકોની સંખ્યા ઓછી; દા. ત, આપણે ત્યાં છેલ્લામાં છેલ્લો નવો ફિરકો છે શ્રી કાનજીસ્વામીનો. આમ તો એ દિગંબર જ લાગે છે; છતાં આજે એનું કંઈક સ્વતંત્ર રૂપ છે. એનું એક જ સામયિક છે : “આત્મધર્મ'. ફિરકાવાર પત્રસંખ્યાનું આવું ચિત્ર સાથી બન્યું હશે તે નિશ્ચિતરૂપે કહેવું મુશ્કેલ છે; ઓછા નેતાઓ અને કંઈક એકછત્રી વ્યવસ્થાને લીધે આમ બન્યું હોય.
જૈન પત્રોની વાત કરતાં, બે પત્રોનો, એની આગવી વિશેષતાને કારણે, ઉલ્લેખ કરવો જરૂરી લાગે છે : એક છે જેન-સાહિત્ય-સંશોધક' માસિક; એના સંપાદક હતા પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજી, એ પત્ર સાચા અર્થમાં સંશોધનનું પત્ર હતું; પણ બે-એક વર્ષ ચાલીને બંધ થયું. જો એ ચાલુ રહ્યું હોત તો સંશોધનનું એક આદર્શ પત્ર બનત. બીજું પત્ર હતું ખૂબ ઉદ્દામવાદી જૈન જીવન' સાપ્તાહિક; એના તંત્રી હતા શ્રીયુત મોતીલાલ લાધાજી. એમણે દીક્ષા લીધી છે, અને એમનું
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૬૪
જિનમાર્ગનું અનુશીલના
નામ છે મુનિશ્રી કેવળવિજયજી. એમની વિચારસરણી ખૂબ બદલાઈને પ્રાચીનતાની સમર્થક બની ગઈ છે. મારી જાણ મુજબ, કટાક્ષચિત્રો એ આ પત્રની આગવી વિશેષતા હતી. આ પત્ર પણ સને ૧૯૨૯-૩૦માં પ્રગટ થઈને, એકાદ વર્ષમાં જ બંધ થયું હતું.
જૈન પત્રકારત્વનો વિચાર કરતાં જૈનોએ ખેડેલા વ્યાપક જૈનેતર) પત્રકારત્વનો પણ વિચાર કરવા જેવો છે. એમાં અનેક તેજસ્વી, પીઢ, નામાંકિત પત્રકારો થઈ ગયા છે. પણ એ આજના મારા વિષયની મર્યાદાની બહાર છે; એ માટે સમય પણ નથી. જૈન પત્રોના સંપાદકોમાં શ્રી ભગુભાઈ ફતેચંદ કારભારી, શ્રી વાડીલાલ મોતીલાલ શાહ, શ્રી “સુશીલ' વગેરેનાં નામો વિશેષ ધ્યાન ખેંચે છે.
જૈન પત્રો સાથે જોડાઈ ગયેલા એક ભયસ્થાન તરફ થોડુંક ધ્યાન દોરવું જરૂરી લાગે છે : જેમ ગ્રંથસંગ્રહ અને ગ્રંથપ્રકાશન તરફના અનુરાગે સાધુસંઘમાં ક્યાંક-ક્યાંક અર્થસંગ્રહરૂપ શિથિલતાને વધારી મૂકી છે, તેમ સાધુઓનાં કે એમની સાથે ગાઢ રીતે સંકળાયેલાં પત્રો પણ કેટલીક વાર આ અનિષ્ટનાં પોષક બની જાય છે.
જૈનપત્રોમાં “પ્રબુદ્ધ જીવન' પાક્ષિક સાવ જુદું તરી આવે છે. શ્રીયુત પરમાનંદભાઈ એના પ્રણેતા અને પ્રાણ છે, અને તેમની બુદ્ધિ અને દૃષ્ટિ મૌલિક અને વ્યાપક છે. એમની આ પ્રતિભાની છાયા “પ્રબુદ્ધ જીવન' ઉપર પડે એ સ્વાભાવિક છે. “પ્રબુદ્ધ જીવન' એક જૈન સંસ્થાનું માસિક મુખપત્ર છે, અને તેમાં અવારનવાર જૈન સમાજના પ્રશ્નોની ચર્ચા થતી રહે છે; કયારેક તો આ ચર્ચા ભારે સચોટ પણ હોય છે. આમ છતાં એને કેવળ જૈન પત્ર તરીકેની અને શ્રી પરમાનંદભાઈને જૈન પત્રકાર તરીકેની છાપ લગાવવી બરાબર નથી. જેમ જાહેરખબરો ન છાપવી એ એની વિશેષતા છે, તેમ જૈન-જૈનેતર સમાચારનો અભાવ એ એની બીજી વિશેષતા છે. એ તો સાચા અર્થમાં નવું વિચારઘડતરનું પત્ર છે.
(તા. ૧૬-૧-૧૯૬૫)
(૪) “જૈન'-પત્ર – ભાવના, મથામણ અને સૌભાગ્ય
કાળબળે કે બીજા ગમે તે કારણસર, ધર્મ, સમાજ કે સંઘમાં જે અજ્ઞાન, અંધશ્રદ્ધા, અહંકાર, અનૈકય અને અનિચ્છનીય રૂઢિઓનાં જાળાં જામી ગયાં હોય કે જામતાં જતાં
Page #488
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૪
૪૬પ હોય, એને સમયે-સમયે દૂર કરવાની એટલી જ જરૂર છે, જેટલી ઘરમાંથી રોજ કચરો સાફ કરવાની. એક કાળે આ કામ સમાજહિતચિંતક ઉપદેશકો અને જ્ઞાની, દૂરદર્શી ગુરુઓ કરતા. આજે એ પ્રવાહ લગભગ બંધ પડી ગયો લાગે છે, અને તેથી આ કામ કરવાની મોટા ભાગની જવાબદારી વર્તમાનપત્રોને માથે આવી પડી છે. વર્તમાનપત્રો જેટલા પ્રમાણમાં જનસમૂહને આવાં જાળામાંથી મુક્ત બનાવી શકે, તેટલા પ્રમાણમાં એ માનવસમૂહને કલ્યાણને માર્ગે પ્રેરી શકે એવી અમારી દૃઢ માન્યતા છે. અને તેથી જ જૈન' પત્રે હંમેશા નવા વિચારોનો સત્કાર કર્યો છે અને સમાજ, સંઘ અને ધર્મની પ્રગતિ થાય એવાં વિચારો અને કાર્યોને સાથ આપ્યો છે. અત્યારે તો એ બંનેને વધુ ને વધુ પ્રોત્સાહન જરૂરી હોય એમ પણ લાગે છે. તેથી, અમારી જે કંઈ મર્યાદા છે એનો સંપૂર્ણ ખ્યાલ રાખવા છતાં, અમે સંઘ અને સમાજના અભ્યદયની દૃષ્ટિએ જે-જે નવા વિચારો અને કાર્યો અપનાવવા જેવાં હશે, એનો પુરસ્કાર કરતાં રહીશું એ અમારી નીતિનું અમે પુનરુચ્ચારણ કરીએ છીએ.
(તા. ૧૧-૧-૧૯૬૧) સાંપ્રદાયિક વિખવાદો ઓછા થતા જાય અને ફિરકાઓ વચ્ચે, તેમ જ એક ફિરકામાં જુદા-જુદા સમુદાયો વચ્ચે ભ્રાતૃભાવ અને એકતા વધે એ આ યુગની મોટામાં મોટી માગ છે; એ દિશામાં યત્કિંચિત્ પણ પ્રયાસ કરવાની અમારી નેમ છે.
(તા. ૨-૧-૧૯૬૦) અમારા જેવા ધાર્મિક-સામાજિક સામયિકો માટે તો વધુ ને વધુ કપરો સમય આવતો દેખાય છે. આવકનાં સાધનો મોટે ભાગે એ ને એ જ હોય અને ખર્ચમાં ઉત્તરોત્તર વધારો જ થતો રહે, તો છેવટે શ્વાસ ભરાઈ જાય એવાં સીધાં ચઢાણ ચઢવાની શક્તિ કેટલો વખત ટકી રહે એ સમાજ અને સંઘે વિચારવા જેવું છે. અને જ્યારે સામે જબરો આર્થિક ઝંઝાવાત ઊભો હોય, ત્યારે સામયિકને જુદી-જુદી રીતે સમૃદ્ધ અને વધારે વાચનક્ષમ બનાવવાને તો અવકાશ જ કેવો?
આમ છતાં જૈન' સાપ્તાહિકે અત્યાર સુધી પોતાની મજલ અખંડપણે ચાલુ રાખી જ છે, અને હજી પણ ચાલુ રાખનાર જ છે. આટલું પણ શક્ય બન્યું તે જૈન સમાજનાં અનેક ભાવનાશીલ મુનિરાજો, સાધ્વીજીઓ તથા ભાઈ-બહેનોના આત્મીયતાભર્યા સક્રિય સહકારને કારણે જ.
(તા. ૧-૧-૧૯૭૨) વ્યાપક સભાનતા કેળવાય તે માટે ઉમેરીએ, કે સામાજિક-ધાર્મિક કક્ષાનું પત્ર વ્યક્તિગત જવાબદારી ઉપર પ્રગટ કરવું એ કેટલું મુશ્કેલ છે તે દાયકાના અમારા
Page #489
--------------------------------------------------------------------------
________________
૪૬૬
જિનમાર્ગનું અનુશીલના જાત-અનુભવની વાત છે; અને છતાં જો ધ્યેયનિષ્ઠ બનીને અને સમાજના અભ્યદયને ખ્યાલમાં રાખીને વ્યક્તિગત જવાબદારી ઉપર પત્ર પ્રગટ કરવામાં આવે, તો એને સમાજની મમતા અને હૂંફ મળી રહે છે એવો પણ અમારો અનુભવ છે જ.
(તા. ૪-૧-૧૯૬૪) જૈન” પત્ર પ્રત્યે જાણવા જેવી મમતા
અમારા જૈન' પત્રના આજના અંકના અગ્રલેખમાં અમે મુનિરાજ શ્રી જનકવિજયજી ગણીના તા. ૧૩-૮-૧૯૭૬ના જે પત્રમાંથી કેટલાક ફકરા રજૂ કર્યા છે, એ જ પત્રમાં તેઓએ જૈન' પત્રમાંનાં લખાણો અંગેની પોતાની મમતા અને પ્રશંસા પણ વ્યક્ત કરી છે. અમારા શુભેચ્છકો અને સહૃદય વાચકમિત્રોની જાણ માટે એમાંનો કેટલોક ભાગ અહીં રજૂ કરીએ છીએ :
પત્ર લખવાનું ખાસ કારણ એ કે કેટલાય સમયથી પત્ર લખી આપનું ધ્યાન એક વાત તરફ ખેંચવાની ખાસ મનમાં ઈચ્છા થઈ હતી, પણ ઉત્કટતા ન આવવાને કારણે તે મનમાં જ રહેતી આવી.
હમણાં “જૈન”ના છેલ્લા અંકોમાં માણેકલાલ છગનલાલ, રસિકલાલ છગનલાલના વિચારો વાંચી પત્ર લખવાની ચિરકાલીન ભાવનાએ સાકાર રૂપ લીધું.
જૈન” પત્રનું વાચન હું ઘણાં વર્ષોથી કરતો આવ્યો છું. આપના અગ્રલેખો, સામયિક-ફુરણોને હું વિશેષ ધ્યાનપૂર્વક વાંચું છું. આપના જ્ઞાનવર્ધક, આધ્યાત્મિક, સામાજિક, જેનસંઘોન્નતિકારક, દીર્ઘદર્શી, અનુભવી, તટસ્થ, સુધારક, સામયિક (સમયને અનુરૂપ) અસાંપ્રદાયિક લેખો વાંચી મનમાં ખૂબ આનંદ અને સંતોષાનુભૂતિ થતી રહી છે, તથા મને મારા અહિંસા-પ્રચાર, વ્યસન-ત્યાગ, ગ્રામોત્થાનનાં કામોમાં પ્રેરણા પણ મળતી રહી છે. આવા પ્રકારની વિશદ અને વિપુલ સામગ્રી બીજા સાપ્તાહિક કે પાક્ષિક આદિમાં જોવામાં નથી આવતી, એટલે આપના ચિંતનપૂર્ણ, તલસ્પર્શી, સામયિક સેંકડો લેખોનાં સંરક્ષણ એવું સંગ્રહ અવશ્ય થવાં જોઈએ એમ મારા મનમાં ઘણા સમયથી વિચારો આવતા હતા.
“જ્યારે આપણે “જૈન” પત્રના કાગળોનો વિચાર કરીએ છીએ, ત્યારે એમ લાગે છે કે તે ઉપર છપાયેલ લેખો વધારે સમય રહી શકવાના નથી. તો આપના આ લેખોનો સંગ્રહ બીજી રીતે રાખો છો કે નહીં ? મારી સમજ મુજબ આપના આમાં
* ગાઢા થઇપમાં છાપવાનું આયોજન અમે કર્યું છે; મૂળમાં નથી. – સં.
Page #490
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને ‘જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૪, ૫
૪૬૭
આપેલા બધા જ લેખોનો સંગ્રહ યોગ્ય રીતે થવો જોઈએ, કેમ કે ભવિષ્યમાં જ્યારે પણ કોઈ જૈન સમાજની પ્રગતિ કે અવનતિ (ઉત્થાનપતન)નાં કારણોનું, સાધક-બાધક નિમિત્તોનું વિશ્લેષણ કરી ઇતિહાસ લખશે, ત્યારે આપના આ શતશઃ લેખો એમને મૂળભૂત સામગ્રી પૂરી પાડશે એમ મારું ચોક્કસ માનવું છે.
“તેથી હું પ્રથમ ‘જૈન” પત્રના તંત્રીશ્રીને તથા સંઘના હિતચિંતકોને નિવેદન કરું છું કે આની રક્ષા માટે યથા-યોગ્ય પ્રબંધ કરે.’
મુનિરાજ શ્રી જનકવિજયજીએ આ પ્રમાણે, ‘જૈન’નાં લખાણો અંગે પોતાના જે સંતોષ અને આનંદ એમના પત્રમાં પ્રદર્શિત કર્યા છે, તે તેઓની ઉદારતા અને ગુણગ્રાહક દૃષ્ટિનું જ પરિણામ છે, અને એ વાંચીને અમને હર્ષ થાય એ સ્વાભાવિક છે.
(૫) ગરવું સામયિક
આત્મઘડતરનો ઉત્સવ
( વિદાય-વચનો)
(તા. ૧૮-૯-૧૯૭૬)
‘જૈન' સાપ્તાહિકના આ અંકનાં સંપાદકીય લખાણો મોકલવાની સાથે, હવેથી હું આ જવાબદારીમાંથી છૂટો થાઉં છું ત્યારે ઘણી રાહતની લાગણી અનુભવું છું; તેનું મુખ્ય કારણ, ઉંમર વધવાની સાથે કાર્યશક્તિ ઘટતી જતી હોવાથી, આ લખાણો સમયસર તૈયા૨ કરીને રવાના કરવાનું કામ મારા માટે વધુ ને વધુ કપરું બનતું જાય ને છે એ છે. છેલ્લાં બે-એક વર્ષથી મને એમ લાગ્યા જ કરતું હતું, કે લખાણની ગુણવત્તા જોખમાય તે પહેલાં, તેમ જ મારા મન ઉપરનો ભાર દૂર થાય એટલા માટે, મારે આ જવાબદારીમાંથી મુક્તિ મેળવી લેવી જોઈએ. આજે મારી ઇચ્છા પાર પડે છે એ મારા માટે મોટી રાહતની વાત છે.
‘જૈન’-પત્રનાં સંપાદકીય લખાણોની જવાબદારી મેં માથે લીધી એ વાતને આપણા દેશને સ્વરાજ્ય મળ્યે જેટલાં વર્ષ થયાં તેટલાં (લગભગ ૩૨) વર્ષ થયાં. સ્વરાજ્ય સને ૧૯૪૭ના ઑગસ્ટ માસમાં મળ્યું અને આ લખાણોની જવાબદારી મેં એ જ વર્ષના ઑક્ટોબર માસમાં સ્વીકારી. આ જવાબદારી મેં માથે લીધી એની કથા ટૂંકમાં આમ છે ઃ
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૬૮
જિનમાર્ગનું અનુશીલન પરમપૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજીને શ્રી વિજયધર્મસૂરિ-જૈન-સાહિત્યસુવર્ણચંદ્રક આપવાનો સમારોહ ભાવનગરમાં, શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી, સને ૧૯૪૭ના સપ્ટેમ્બરમાં યોજવામાં આવ્યો હતો. એ પ્રસંગે પૂજ્ય પંડિતજી સાથે અમે બધા ભાવનગર ગયા હતા. શ્રીયુત “સુશીલભાઈ (શ્રી ભીમજીભાઈ હરજીવનદાસ પરીખ) ત્યારે ગ્રંથમાળાના પ્રમુખ હતા અને જૈન'નાં સંપાદકીય લખાણો વગેરેની જવાબદારી તેઓ જ સંભાળતા હતા. પણ છેલ્લા કેટલાક વખતથી એમને હાથના દુખાવાની (Writers Crampની) જ્ઞાનતંતુઓની નબળાઈ વર્તાતી હતી. તેઓ પણ, કાશીવાળા સ્વર્ગસ્થ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીએ બનારસમાં સ્થાપેલ શ્રી યશોવિજયજી જેને સંસ્કૃત પાઠશાળામાં જ પૂ. પંડિતવર્ય સુખલાલજી, પૂ. પંડિતવર્ય બેચરદાસજી વગેરેની સાથે ભણ્યા હતા, અને અમે એ આચાર્યશ્રીએ જ સ્થાપેલ અને છેવટે શિવપુરીમાં સ્થિર થયેલ “શ્રી વીરતત્ત્વ-પ્રકાશક મંડળ' નામે સંસ્થામાં રહીને અભ્યાસ કર્યો હતો. એટલે તેઓને તથા અમોને એ આચાર્ય મહારાજ ઉપર ઘણો આદર હોય એ સ્વાભાવિક છે. વળી, શ્રી “સુશીલ ભાઈનો સ્વભાવ ખૂબ આનંદી, અને એમની સાથેની વાતચીતમાં અવનવા કથાપ્રસંગો સાથે અવનવું જ્ઞાન પણ મળે. એટલે અમો તેમના તરફ ઘણો જ ભક્તિભાવ ધરાવતા હતા.
સુવર્ણચંદ્રકનો સમારોહ પત્યા પછી એક દિવસ સાંજે પૂ. પંડિતજી પાસે અમે બધા બેઠા હતા, અને શ્રી સુશીલ'ભાઈએ સહજ રીતે વાત કરી, કે “ડોક્ટરનું કહેવું છે, કે જો છ-એક મહિના માટે તમે લખવા-વાંચવા વગેરે બૌદ્ધિક શ્રમનું કામ છોડી દો તો તમારો આ દુખાવો મટી જાય.” આ વખતે અનેક વ્યક્તિઓ હાજર હતી, તેમાં મારા ભાઈ અને સિદ્ધહસ્ત લેખક શ્રી જયંભિખુ તથા બીજા પણ લેખનકળાકુશળ મિત્રો હાજર હતા; છતાં કોણ જાણે કેમ, મારાથી એકાએક કહેવાઈ ગયું, “છએક મહિના માટે જેનને લખાણ મોકલવાની જવાબદારી હું નિભાવીશ.” જ્યારે મેં આવું કહ્યું ત્યારે એની પાછળ શ્રી “સુશીલભાઈ પ્રત્યેનો મારો આદર જ કામ કરતો હતો: તેણે લેખનકાર્યસંબંધી મારી બિનઆવડતનું ભાન મને ભુલાવી દીધું હતું એમ લાગે છે; કારણ કે, બોલવું હોય તો હું તૈયારી વગર, મારી આવડત મુજબ, ગમે ત્યારે, બોલવા ઊભો થઈ જતો, પણ લખવાની જવાબદારી નિભાવવાની મારી કોઈ શક્તિ જ ન હતી. એટલે જ્યારે મેં આવી વાત કરી, ત્યારે કોઈ જવાબદારીના ભાન સાથે નહોતી કરી. એટલે હું તો એ વાત ત્યાર બાદ ભૂલી જ ગયો હતો !
પણ અમદાવાદ પાછા આવ્યા પછી, ખરેખર, શ્રી “સુશીલ' ભાઈનો પત્ર મારા ઉપર આવ્યો; તેમાં મેં જે જવાબદારી માથે લેવાની વાત કરી હતી, તેનો અમલ કરવાનો
Page #492
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને “જૈન સાથેની લેખકની સહયાત્રા : ૫
૪૬૯
આદેશ એમણે કર્યો હતો. પત્ર વાંચીને હું તો ભારે વિમાસણમાં પડી ગયો; મેં કંઈક ગભરામણનો પણ અનુભવ કર્યો. પણ હવે કહેલી વાત ઇન્કારી શકાય એવી સ્થિતિ નહોતી રહી; તેથી એનો ભાંગ્યોતૂટ્યો જેવો બને તેવો અમલ કર્યે જ છૂટકો હતો. એટલે મેં એમને હા લખી. મને હતું, કે છ-એક મહિના તો ગમે તેમ ગાડું ગબડાવી લઈશ; પછી મારે આ જવાબદારી લાંબો વખત ક્યાં ખેંચવાની છે ?
પણ ભવિતવ્યતા કંઈક જુદી જ હતી. તેથી, જે જવાબદારી છ-એક મહિનામાં છોડવાની હતી તે નિભાવતાં-નિભાવતાં છેક ૩૧-૩૨ વર્ષ જેટલો લાંબો સમય ચાલ્યો ગયો! કારણ કે, મેં એ જવાબદારી સ્વીકાર્યા પછી, “સુશીલ ભાઈની તબિયત વધુ ને વધુ અસ્વસ્થ થતી ગઈ; અને છેવટે એમનું અવસાન થયું ! આ પ્રસંગમાં મારા માટે કંઈક ગૌરવ કે આનંદ લેવા જેવી વાત એટલી જ છે, કે એક સિદ્ધહસ્ત, વિખ્યાત અને સુચરિત લેખકના ઉત્તરાધિકારી બનવાનો સોનેરી અવસર મને મળ્યો. તેથી, સમય જતાં, લખવાની ટેવ પણ હું કેળવી શક્યો. એટલે આ પ્રસંગે, સૌથી પહેલાં, શ્રી સુશીલ ભાઈના ઋણનો સાદર સ્વીકાર કરવો એ મારું કર્તવ્ય બની રહે છે.
લખવાનો મૂળે મહાવરો બહુ ઓછો; તેમાં વળી દર અઠવાડિયે નિયમિત રીતે લખવું અને સમયસર મેટર ટપાલમાં રવાના કરવું એ તો મારા માટે આકરી અગ્નિ-પરીક્ષા જેવું કામ થઈ પડ્યું હતું. શરૂઆતનાં બે-ત્રણ વર્ષની કામગીરી તો મારા માટે, સાચા અર્થમાં, ઉજાગરા કરાવનારી અને મનને બેચેન બનાવી મૂકે એવી જ હતી.
જે દિવસે ચાલુ કામથી છુટકારો મેળવીને કંઈક આનંદ કે મળવા-હળવા દ્વારા તાજગી મેળવવાનું બનતું હતું, એ રવિવારથી જ શું લખી મોકલવું, એની ચિંતા ઘેરી વળતી; અને જ્યારે લખાણ પૂરું કરીને ટપાલમાં નાખું, ત્યારે જાણે ચિંતાને ટપાલ-પેટીમાં પૂરી દીધી હોય એવી હળવાશ હું અનુભવતો ! પણ આ હળવાશ ઝાઝું ટકતી નહિ – અને વળી શનિ-રવિવારથી આગલા અઠવાડિયા માટેના લખાણની ચિંતા બેચેન બનાવી મૂકતી. પણ હવે લીધું કામ પડતું મુકાય એવી સ્થિતિ ન હતી; વળી આમાં બે પૈસાની પ્રાપ્તિ પણ થતી હતી કે, જે ઘરવ્યવહારમાં ઉપયોગી બની રહેતી હતી.
પણ આ રીતે ત્રણેક વર્ષ માનસિક તાણમાં વિતાવ્યા પછી, લખવાની ફાવટ મને ક્રમે-ક્રમે આવવા લાગી હતી, અને દર અઠવાડિયે સમયસર લખાણ મોકલવાનું પણ હવે એટલું બધું ચિંતાકારક કે બોજાવાળું લાગતું ન હતું. આ જવાબદારી મેં લીધી
Page #493
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન એનાથી જૈનસંઘ કે સમાજને શું લાભ થયો એની ચર્ચા મારે માટે અનધિકાર ચેષ્ટા ગણાય, પણ એનાથી મને જે બે લાભ થયા એ નિર્દેશવા અહીં ઉપયુક્ત છે. એક તો સમાજ, ધર્મ, સંઘ, દેશ કે સાહિત્ય-વિદ્યા-કળાને લગતા પ્રશ્નોને, અલ્પ પ્રમાણમાં પણ સમવાની તથા એ અંગેના મારા વિચારોને, તેમ જ બીજા કોઈ પણ વિષયને વ્યવસ્થિત રૂપે રજૂ ક૨વાની મારી સૂઝ અને આવડત કેળવાતી ગઈ; અને બીજી બાજુ સંઘ કે સમાજની અલ્પ-સ્વલ્પ પણ ચાહના મેળવવા હું ભાગ્યશાળી થયો. એટલે, એકંદરે, કોઈ પણ વિચાર, વાત કે વસ્તુનું નિરૂપણ કે પૃથક્કરણ કરવાનું મારા માટે, ધીમેધીમે, સરળ બનતું ગયું. આ જેવો-તેવો લાભ નથી.
આ જવાબદારીથી છૂટો થાઉં છું ત્યારે, મને એ વાતનો કંઈક સંતોષ અને આનંદ થાય છે, કે હું ‘જૈન'ને લખાણ મોકલવામાં નિયમિતતા અને મારી સામાન્ય સમજણ મુજબની ગુણવત્તાને સાચવી શક્યો છું. આમાં નિયમિતતા સાચવી શક્યાનો પુરાવો તો એ જ છે, કે એકત્રીસ-બત્રીસ વર્ષના ગાળામાં, ફક્ત એક અંકને બાદ કરતાં, મારું લખાણ ‘જૈન'ને હું સમયસર મોકલી શકયો છું – ભલે પછી હું પંજાબ ગયો હોઉં, કલકત્તા ગયો હોઉં કે પછી બીજાં કોઈ પ્રવાસ કે કામમાં અટવાયો હોઉં અથવા બીમાર થયો હોઉં. મારા લખાણમાં હું ગુણવત્તા કેટલી સાચવી શક્યો છું એ અંગે હું કંઈ કહું એ કેવળ અનુચિત જ ગણાય. એ અંગેનો અભિપ્રાય ઉચ્ચારવાનો અધિકાર તો ‘જૈન ’ના વાચકોનો તેમ જ જૈન સમાજ અને સંઘનો જ છે. ‘જૈન'ને લખાણ મોકલવામાં હું નિયમિતતા સાચવી શક્યો એને હું, બહુ જ વિનમ્ર ભાવે, કેવળ પરમકૃપાળુ પરમાત્માનો અનુગ્રહ જ લેખું છું.
પણ આ નિયમિતતા સાચવવા જતાં, ચારેક-કયારેક, અપ્રામાણિકતા જેવા દોષનું સેવન કરવું પડ્યું છે એનો એકરાર પણ મારે આ સ્થાને કરવો જોઈએ. કોઈક વા૨ કુટુંબનું, વ્યવહારનું કે બીજું કંઈક કામ એવું અણધાર્યું આવી પડે, જેથી જૈનનું લખાણ પૂરું કરવાનો સમય જ ન મળે; અને આ લખાણ વેળાસર ટપાલમાં તો જવું જ જોઈએ. આવી લાચાર સ્થિતિમાં, કોઈક-કોઈક વાર, બાકીનું લખાણ નોકરીના સમયમાં પૂરું કરવું પડ્યું છે. દેખીતી રીતે જ આ ચોરી ગણાય અને માફી માગવાથી પણ એનું પરિમાર્જન થઈ શકે એમ નથી. આમ છતાં, આવું બન્યા પછી, મારા જેવા સામાન્ય માનવીને માટે માફી માગવા સિવાય બીજો ઉપાય પણ શો છે ?
૪૭૦
ઉપર મેં જે એક અંકનું મૅટર જૈન'ને ન મળ્યાનો નિર્દેશ કર્યો છે, તે કવિવર ટાગોરની જન્મશતાબ્દી વખતે, એમના જીવનને લગતું કેટલુંક સાહિત્ય વાંચીને એમના અંગે માહિતીપ્રદ નોંધરૂપે મેં ટપાલમાં મોકલ્યું હતું તો ખરું; પણ એ, ગમે તે કારણે,
Page #494
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૫
ટપાલમાં ગુમ થયું હતું. એમ કેમ થયું હશે એ વિચારું છું ત્યારે, એ પ્રસંગે મારી એવી ભૂલ થઈ ગયાનો સંભવ લાગે છે, કે એ લખાણ વખતસર ટપાલમાં નાખવાની ઉતાવળમાં હું સરનામું કરવાનું જ ભૂલી ગયો હોઉં !
જૈન'-પત્ર સાથે, એનાં સંપાદકીય લખાણોના એક અદના લેખકના નાતે, એકધારા, એકત્રીસ-બત્રીસ વર્ષ જેટલા લાંબા સમય સુધી સ્નેહ-સંબંધ ટકી રહ્યો એનો પૂરેપૂરો યશ પત્રના તંત્રી અને મારા મોટા ભાઈ જેવા મહાનુભાવ શ્રીયુત ગુલાબચંદભાઈ દેવચંદ શેઠની સ૨ળતા, સજ્જનતા અને નિખાલસતાને જ ઘટે છે. આવા સૌજન્યશીલ અને સહૃદય પત્રકાર બહુ જ વિરલ જોવા મળે છે. આટલા લાંબા સમય દરમિયાન એક પણ પ્રસંગ એવો નથી બન્યો, જ્યારે એમણે મારા લખાણમાં કંઈ પણ આછું-પાછું કર્યું હોય અને એને લીધે કે બીજા કોઈ કારણે, અમારા વચ્ચે મતભેદ કે મનદુઃખનો પ્રસંગ આવ્યો હોય ! આને હું મારું સદ્ભાગ્ય લેખું છું. ધીરેધીરે બોલવા ઉ૫૨નો મારો અનુરાગ ઘટતો ગયો અને લખવા માટેનાં અનુરાગ અને ફાવટ વધતાં ગયાં, એમાં ‘જૈન' પત્રનો ફાળો ઘણો મોટો છે એ વાતનો, ખૂબ ઊંડા અભારની લાગણી સાથે, સ્વીકાર કરતાં હું આનંદ અનુભવું છું.
-
મારી ૩૧-૩૨ વર્ષની આ કામગીરીનો વિચાર કરું છું, ત્યારે ચતુર્વિધ સંઘની જે અનેક વ્યક્તિઓએ તેમ જ અન્ય સહૃદય મહાનુભાવો તેમ જ મિત્રોએ સમાચારોરૂપે, વિચારોરૂપે, ચર્ચાપત્રોરૂપે, કાગળોરૂપે કે એવા જ કોઈ નિમિત્તે નોંધ લખવામાં ઉપયોગી થાય એવી જે સામગ્રી મને મોકલ્યા કરી છે, એ માટે એ બધાં પ્રત્યેની આભારની લાગણીથી મારું માથું ઝૂકી જાય છે. આવી સામગ્રી મેળવવામાં, સાચે જ, હું ભાગ્યશાળી રહ્યો છું. વળી ‘જૈન’-પત્ર માટેની નાની-મોટી નોંધો – અગ્રલેખરૂપે કે સામયિક સ્ફુરણરૂપે – લખવામાં અનેક જૈન તેમ જ અન્ય પત્રોમાં છપાયેલ સમાચારો તથા વિચારોનો તેમ જ કોઈ-કોઈ પુસ્તકોમાંનાં અવતરણોનો પણ, વિના સંકોચે, હું અવારનવાર ઉપયોગ કરતો રહ્યો છું, તે ‘જૈન'ના વાચકમિત્રો સારી રીતે જાણે છે. આ પત્ર-પત્રિકાઓના સંપાદક-મિત્રો તથા પુસ્તકોના લેખક-બંધુઓ પ્રત્યે પણ આ પ્રસંગે ઊંડી કૃતજ્ઞતા દર્શાવવી જરૂરી છે. વળી વડીલ, મુરબ્બી કે શિરછત્ર સમા આદરણીય પ્રજ્ઞા-પુરુષો તથા વિદ્વાન્ મિત્રો તરફથી આત્મીયભાવે, આ કાર્ય માટે મને અવારનવાર જે માગી મદદ મળતી રહી છે, તેથી હું તે સહુનો ખૂબ ઓશિંગણ
છું.
પત્રકારને માટે જેમ સારું કામ કરનારાના ગુણગાન કરવાનું જરૂરી હોય છે, તેમ જે કાર્ય કે વિચારને કારણે ધર્મ, સંઘ, સમાજ કે રાષ્ટ્રને નુકસાન થવાનું પોતાને
૪૭૧
Page #495
--------------------------------------------------------------------------
________________
૪૭૨
જિનમાર્ગનું અનુશીલન લાગે તેનાં ટીકા કે વિરોધ દ્વારા સમાજને તેની સામે જાગૃત કરવાનું પણ અનિવાર્ય બની જાય છે. આવા પ્રસંગે, જેમના કાર્ય કે વિચારની ટીકા કરવામાં આવી હોય, કે એનો વિરોધ કરવામાં આવ્યો હોય, એમને આવા લખાણથી દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ આવી ટીકા કે આવો વિરોધ કરવાની પાછળ કોઈ અંગત દુર્ભાવ ન હોય એ અંગે હું યથાશક્ય નમ્ર પ્રયાસ કરતો રહ્યો છું. આમ છતાં હું એક “છદ્મસ્થ” અને સાવ સામાન્ય વ્યક્તિ છું. એટલે આવા દોષથી સાવ મુક્ત રહ્યો છું એમ ન જ કહી શકાય. એટલે મારા લખાણને કારણે જે કોઈનું મન દુભાયું હોય તે સૌની હું આ પ્રસંગે અંતઃકરણથી માફી માગું છું.
મેં શરૂઆતમાં કહ્યું તેમ, છેલ્લાં બે-એક વર્ષથી વધતી જતી ઉંમર અને અશક્તિને કારણે મને એમ લાગ્યા જ કરતું હતું, કે આ જવાબદારી મારાથી હવે સરખી રીતે નભી શકે એવી નથી. મારી સમજ મુજબની ગુણવત્તા તો હું ગમે તેમ કરીને કદાચ સાચવી શકું, પણ દર અઠવાડિયે લખાણ સમયસર તૈયાર કરીને રવાના કરવાની નિયમિતતા હવે મારાથી નભી શકે એમ નથી; એટલે મેં આ નિર્ણય કર્યો છે. આથી મારા મગજ ઉપરનો ભાર પણ ઓછો થશે અને “જૈન”ના સંચાલક-મિત્રો મૅટર સમયસર મળવા અંગેની પોતાની ચિંતાનો ઉકેલ લાવવા પોતાને ઠીક લાગે એવી બીજી ગોઠવણ પણ કરી શકશે.
જૈન”ના વાચકો જાણે છે, કે છેલ્લા કેટલાક વખતથી “જૈન”નું પ્રકાશન ઠીક-ઠીક અનિયમિત બની ગયું છે. મારા સ્વભાવ મુજબ આ વાત મને ઘણી જ ખટક્યા કરે છે. પણ આમ થવામાં જેમ જેન'ના સંચાલન-તંત્રની ઢીલાશનો કેટલોક દોષ છે, તેમ, એના કરતાં વધુ દોષ, આવી અસહ્ય આર્થિક મોંઘવારીના યુગમાં આવું ધાર્મિક-સામાજિક ઢબનું સાપ્તાહિક વ્યક્તિગત જવાબદારી ઉપર ચલાવવાનું કેટલું મુશ્કેલ (લગભગ અશક્ય) બની ગયું છે તેનો વિચાર કરીને જૈનસંઘ અને સમાજે પોણોસો વર્ષ જેટલી લાંબી મજલ વટાવી ચૂકેલા આ પત્રને જોઈએ તેટલો સહકાર નથી આપ્યો એ વાતનો પણ છે. આથી હું અહીં મુખ્યત્વે એ કહેવા માંગું છું, કે જેનસંઘ અને સમાજ આ પત્રને પગભર કરવા સત્વર સર્ચિત અને પ્રયત્નશીલ બને.
વિદાય-વેળાએ આમ મારા મનને હળવું કરું છું અને જૈન-સંઘ, સમાજ અને જેન'ના તંત્રી શ્રી ગુલાબચંદભાઈનો ફરી આભાર માની આ નિવેદન પૂરું કરું છું.
| (તા. ૨૮-૭-૧૯૭૯)
Page #496
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૬
૪૭૩
(૬) “જૈનપ્રકાશ'નું જાગૃત, સેવાનિષ્ઠ પત્રકારત્વ
સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ'ના, મુંબઈથી ગુજરાતી ભાષામાં પ્રગટ થતા સાપ્તાહિક જૈનપ્રકાશ' થોડા વખત પહેલાં એકસઠમા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે નિમિત્તે અમે એ પત્રને, એના તંત્રીશ્રીને અને એના સંચાલકોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. (અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું મુખ્ય કાર્યાલય મુંબઈથી દિલ્હી લઈ જવામાં આવ્યું તે પછી દિલ્હીથી જૈનપ્રકાશ'ની સાપ્તાહિક હિંદી આવૃત્તિ પણ પ્રગટ કરવામાં આવે છે.)
જૈનપ્રકાશ' સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સનું મુખપત્ર હોવાથી એમાં સ્થાનકવાસી ફિરકાને લગતા ધાર્મિક, સામાજિક તેમ જ સંઘને સ્પર્શતા પ્રશ્નોની છણાવટ કરવામાં આવે એ સ્વાભાવિક છે. પણ આ પત્રના તંત્રીશ્રીએ પોતાના પત્રમાં રજૂ કરવામાં આવતી વાચનસામગ્રીને કેવળ સ્થાનકવાસી સંઘના વિચાર કે સમાચાર પૂરતી જ મર્યાદિત નહીં રાખતાં, એમાં અવારનવાર રાષ્ટ્રીય, સાહિત્યિક, શૈક્ષણિક અને વ્યાપક સમાજને સ્પર્શતા પ્રશ્નો-વિચારોની પણ રજૂઆત કરવાની નીતિ સ્વીકારી છે. ઉપરાંત એમાં એકાદ સંસ્કારપોષક, રોચક અને રસપ્રદ વાર્તા આપવાનો આવકારપાત્ર શિરસ્તો સ્વીકારવામાં આવ્યો છે તે પણ એની એક વિશેષતા.
જૈનપ્રકાશ'નું ધોરણ નહીં ઉદ્દામ કે નહીં રૂઢિચુસ્ત એવું મધ્યમમાર્ગી સુધારકનું છે. આમ છતાં, જ્યાં અંધશ્રદ્ધાનું પોષણ થતું લાગે ત્યાં એ એની સામે પોતાના સ્પષ્ટ વિચારો રજૂ કરે છે, અને જ્યાં સુધારકપણાના નામે આચારવિમુખતા અને સુખશીલતા પોષાતી દેખાય ત્યાં હંમેશાં સંઘને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. આમ જૈનપ્રકાશ' સ્થાનકવાસી સંઘના યોગક્ષેમ માટે એક જાગૃત સૈનિકનું કામ કરે છે.
આ પત્રનું તંત્રીપદ ઘણાં વર્ષોથી શ્રીયુત ખીમચંદ મગનલાલ વોરા સંભાળે છે. તેઓશ્રી વિદ્યાપ્રેમી વિચારક છે, અને સ્થાનકવાસી કૉન્ફરસના મંત્રી તરીકે તેઓ ધર્મ અને સંઘના ઝીણા-મોટા બધા પ્રશ્નોથી સુપરિચિત છે, એટલે સ્વાભાવિક રીતે જ એમનાં લખાણોમાં સાહિત્યરસ અને અનુભવનો નિચોડ જોવા મળે છે. અત્યારે જૈનપ્રકાશ'ની જે નામના છે, એમાં શ્રી ખીમચંદભાઈનો ઘણો મોટો હિસ્સો છે.
(તા. ૮-૧૨-૧૯૭૩)
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭૪
જિનમાર્ગનું અનુશીલન (૭) “જૈન-જર્નલ'ના સંપાદકશ્રીને અભિનંદન
કેટલાંક વર્ષ પહેલાં કલકત્તામાં જૈન-ભવન' નામે એક સંસ્થા સ્થપાઈ છે. આ સંસ્થા જૈન વિદ્યા, જૈન સંસ્કૃતિને લગતી જુદાજુદા વિષયોની આધારભૂત માહિતી પ્રગટ કરવાની દિશામાં, નાના પ્રમાણમાં છતાં નક્કર રૂપમાં, કોઈ પણ વધુ પડતી જાહેરાતના મોહમાં ખેંચાયા વગર, શાંતપણે એવી ઉત્તમ કાર્યવાહી કરી રહી છે કે જેનવિદ્યાના દેશ-વિદેશના વિદ્વાનોની ચાહના અને પ્રશંસા મેળવી શકી છે.
આ સંસ્થાએ પોતાની કાર્યવાહી નિયમિત, વ્યવસ્થિત અને રચનાત્મક રૂપમાં ચાલતી રહે અને એનું પરિણામ અવારનવાર જૈન વિદ્યાના વિદ્વાનો તથા જિજ્ઞાસુઓ સમક્ષ રજૂ થતું રહે, તેમ જ જૈનવિદ્યાનાં જુદાંજુદાં અંગોના અભ્યાસી વિદ્વાનોની વિદ્યા અને શોધોનો લાભ જૈન સંસ્કૃતિના ચાહકો અને અભ્યાસીઓને મળતો રહે, એ માટે અંગ્રેજીમાં જેન-જર્નલ' (Jain-Journal) નામે વૈમાસિક શરૂ કર્યું છે. એના સંપાદક શ્રી ગણેશ લલવાણીજી છે. એનું વાર્ષિક લવાજમ ફક્ત રૂપિયા પાંચ છે. તેમાં ય ત્રણ વર્ષના ભેગા લવાજમના કેવળ બાર જ રૂપિયા લેવામાં આવે છે. એનું સરનામું આ YHUST 9 : Jain Bhavan, P-25, Kalakar Street, Calcutta-700007
આ ત્રૈમાસિકમાં ઊંચી જાતનો કાગળ વાપરવામાં આવે છે. એનું છાપકામ સ્વચ્છ, સુઘડ અને શુદ્ધ હોઈ ચિત્તને વશ કરી લે છે. ઉપરાંત એમાં ઊંચી જાતના આર્ટપેપર ઉપર છાપવામાં આવતી જૈન ઇતિહાસ, સાહિત્ય, પુરાતત્ત્વ અને કળાને લગતી પ્રાચીન કૃતિઓની એકરંગી તેમ જ ક્યારેક તો બહુરંગી છબીઓ પણ આપવામાં આવે છે. આ બધું જોતાં એમ જ કહેવું પડે, કે સાચે જ જૈન-જર્નલ' એ જૈન-વિદ્યાને લગતું એક આદર્શ રૈમાસિક છે; એણે જૈન-વિદ્યાના સંશોધનને લગતા સામયિકની ખોટ અમુક પ્રમાણમાં પૂરી છે. આ કીમતી સેવા અભિનંદનીય અને દાખલારૂપ છે. તે પણ આનાં આવાં સુંદર રૂપ-રંગ અને એમાં પ્રગટ થતી ઉત્તમ લેખસામગ્રી તથા ચિત્રસામગ્રી જોઈને સ્વાભાવિકપણે જ એવો સવાલ થાય છે, કે છાપકામ, કાગળ, બાઈડિંગ, બ્લોકો વગેરેના ભાવો દિવસે-દિવસે ખૂબ વધતા જતા હોવાથી જેન-ભવનને આ વૈમાસિક વાર્ષિક રૂપિયા પાંચ (ત્રણ વર્ષના રૂપિયા બાર) જેટલા ઓછા લવાજમમાં આપવાનું કેવી રીતે પરવડતું હશે ? આનો જવાબ એ લાગે છે, કે જેન-ભવનના સંચાલકો આ સૈમાસિક મારફત જૈનવિદ્યાની નોંધપાત્ર સેવા બજાવવાની પોતાની ભાવનાને સફળ બનાવવા સારી એવી આર્થિક નુકસાની વેઠતા હોવા જોઈએ.
પણ આવી ઉત્તમ પ્રકારની સાહિત્ય-સેવા માટેની બધી જવાબદારી કેવળ આ સંસ્થાના સંચાલકો કે કલકત્તા-જૈનસંઘના અગ્રણીઓ જ ઉઠાવતા રહે અને અન્ય
Page #498
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૭
૪૭પ સ્થાનોના વિદ્યાપ્રેમી શ્રીમંતો અને સંઘો આવા ઉત્તમ કાર્ય માટે પોતાનો ઉદાર ફાળો આપમેળે આપવા આગળ ન આવે, તો એમાં એમની શોભા ન કહેવાય. અમારી નમ્ર સમજ મુજબ તો પોતાની પાસેના ધનને ધન્ય બનાવવાનું આ એક શ્રેષ્ઠ સ્થાન છે; એટલું જ નહીં, પણ એને જેટલા પ્રમાણમાં વધુ આર્થિક સગવડ મળે, એટલા પ્રમાણમાં પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરીને જૈન-વિદ્યાની બધી શાખાઓની સવિશેષ સેવા કરી શકે એવી એની શક્તિ છે; અને આ દિશામાં ઘણું ઘણું કામ કરવાની ખાસ જરૂર પણ છે.
તેથી, પોતાની પાસે સારું ભંડોળ ધરાવતા સંઘો અને શ્રીસંઘનાં વિદ્યાપ્રેમી શ્રીમંતો અને સંસ્થાઓ જૈનભવન ને ઉદારતાથી આર્થિક સહાય આપે. જેન-ભવનના સંચાલકોએ આ માટે અત્યાર સુધીમાં કયારેય જૈન સમાજમાં ટહેલ નાખી હોય એવું અમારી જાણમાં નથી. એટલે તેઓ આવી માગણી કરે એવું ઓછું બનવા જેવું અમને લાગે છે. તેથી આપણને જ લાભકારક અને ગૌરવરૂપ બની રહેનાર આ કાર્ય માટે આપણે સામે ચાલીને મદદ આપીએ એ ઉચિત છે.
જૈન-જર્નલે ગત એપ્રિલ-માસના એક પ્રકાશન સાથે, એની ગૌરવભરી, યશસ્વી અને ઉપયોગી કાર્યવાહીનાં અગિયાર વર્ષ પૂરાં કર્યા તે પ્રસંગે અમે એ વૈમાસિકના સંપાદકમિત્ર શ્રી ગણેશ લલવાણીજીનો તથા જૈન-ભવનના વિદ્યાપ્રેમી અને ભાવનાશીલ સંચાલકોને હાર્દિક અભિનંદન આપીએ છીએ અને આ સંસ્થાનો તથા સૈમાસિકનો હજુ પણ વધુ વિકાસ થાય એવી અંતરની શુભેચ્છા દર્શાવીએ છીએ.
જૈન-જર્નલે” એના ગત એપ્રિલ માસના અંક દ્વારા જેન ધર્મ, સંઘ, ઇતિહાસ, પુરાતત્ત્વ અને કળાની એક એવી વિશિષ્ટ પ્રકારની સેવા બજાવી છે, જેની અહીં ખાસ નોંધ લેવી જરૂરી છે. જે-જે મહાનુભાવોના જોવામાં આ વિશેષાંક આવશે, તેઓ એની આ અનોખી અને વિરલ સેવાની મુક્ત મને પ્રશંસા કર્યા વગર નથી રહેવાના.
આની વિગતો આ પ્રમાણે છે :
૧૦૮ વર્ષ પહેલાં, ઈસ્વીસન ૧૮૬૯ની સાલમાં, જેમ્સ બસ નામના, ભારતીય પુરાતત્ત્વના અંગ્રેજ દિગ્ગજ વિદ્વાને “ધી ટેમ્પલ્સ ઑફ શત્રુંજય પાલીતાણા ઈન કાઠિયાવાડ એ નામે એક મહાકાય, સચિત્ર, સુંદર અદૂભુત મહાગ્રંથ તૈયાર કર્યો હતો, એની છબીઓ “સાઈકસ એન્ડ ડ્રવાયર' (Sykes & Dwyer) નામની કંપનીએ લેવરાવી હતી, અને એનું પ્રકાશન પણ એ કંપનીએ જ કર્યું હતું. -
આને “મહાકાય મહાગ્રંથ' તરીકે બિરદાવવાનું કારણ એ છે, કે એનું કદ લગભગ “ગુજરાત સમાચાર' દૈનિક જેટલું લાંબું-પહોળું છે. આ માપનાં ૨૭ પાનાં ભરીને શ્રી બર્જેસે જૈન ધર્મ, જૈન તીર્થકરો, સાધુ-સંસ્થા, શત્રુંજય તીર્થ સંબંધી પ્રાચીન
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૭૬
જિનમાર્ગનું અનુશીલન પરંપરાની જાણકારી અને શત્રુંજય તીર્થ ઉપરનાં એમના સમયમાં વિદ્યમાન જિનાલયો તથા ટૂંકોનું સવિસ્તર વર્ણન, સંખ્યાબંધ પાદનોંધો (ફુટનોટો) સાથે આપ્યાં છે. વળી, આ તીર્થ ઉપરનાં નાનાં-મોટાં સેંકડો મંદિરોની સમૃદ્ધિનું સર્વગ્રાહી દર્શન કરાવતી છબીઓ, ખાસ-ખાસ જિનમંદિરોની છબીઓ તથા કેટલીક ટૂંકોની છબીઓ – એમ કુલ ૪૫ છબીઓ આપીને આ ગ્રંથને શિલ્પસ્થાપત્ય વિષેના ઉત્તમ સંગ્રહ જેવો સમૃદ્ધ બનાવ્યો છે. આ છબીઓમાંની કેટલીક તો એક ફૂટ જેટલી લાંબી અને દરેક ઇંચ જેટલી પહોળી છે. બધી છબીઓને પુસ્તકના કદના જાડા કાર્ડબોર્ડ ઉપર ચોટાડવામાં આવેલ છે. આ છબીઓની સૌથી વધુ ધ્યાનપાત્ર વિશેષતા તો એ છે, કે લગભગ ૧૧૦ વર્ષ પહેલાં લેવામાં આવેલી આ છબીઓ, અત્યારે ફોટોગ્રાફીની કળા અને સામગ્રીનો ઘણો વિકાસ થયા પછી પણ, કોઈ પણ જાતની ખામીવાળી હોય એમ નથી લાગતું; એટલું જ નહીં, આ છબીઓ જે-તે મંદિર, ટૂંક કે વિભાગનું સુરેખ, હૂબહૂ અને પુનઃપુનઃ આહ્લાદકારી દર્શન કરાવે છે.
શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપરનાં દેવવિમાન સમાં દેવમંદિરોની વિપુલ અને અનન્ય સમુદ્ધિને જોઈને એને ‘દેવમંદિરોની નગરી’ (city of temples) તરીકેની ગૌરવભરી ઉપમા ડૉ. બર્જેસે જ આપી હતી. એમના આ કાવ્યમય કથનની યથાર્થતા આ છબીઓ જોવાથી પ્રતીત થાય છે. વળી ગ્રંથમાં ગિરિરાજ ઉપરના ચૌમુખજીના આલીશાન, ગગનચુંબી જિનપ્રાસાદના પાયાનો નકશો પણ આપ્યો છે. આ પ્રમાણે આ ગ્રંથ લેખક અને પ્રકાશક દ્વારા સર્વાંગસુંદર બનાવાયો છે; અને તેથી દુનિયાના સમૃદ્ધ અને કાયમી મહત્ત્વના વિ૨લ મહાગ્રંથોમાં સ્થાન મેળવી શકે એવો તે બન્યો છે.
આવા મોટા ગ્રંથમાં આપવામાં આવેલી વર્ણનાત્મક તથા ચિત્રાત્મક બધી સામગ્રીને ‘જૈન-જર્નલ' જેવા નાના કદના (૧૦ × પોણા સાત ઇંચના માપના) અંકમાં, એક સ્વતંત્ર પુસ્તકરૂપે અણીશુદ્ધ, સ્વચ્છ-સુંદર અને કલાત્મક રીકે સમાવી લેવાનું કામ કેટલું મુશ્કેલ છે, એ તો મુદ્રણ-પ્રકાશન-કળાના જાણકાર અથવા તો મૂળગ્રંથ અને એ મૂળગ્રંથની સમસ્ત સામગ્રીને સમાવી લઈને પુસ્તકરૂપે રજૂ કરતા ‘જૈન-જર્નલ’ના આ વિશેષાંકને નજરોનજર જોનાર જ સમજી શકે.
પહેલી વાત તો એ છે, કે મુદ્રણની દૃષ્ટિએ ખૂબ અટપટા આ ગ્રંથને, સહેલાઈથી હે૨વી-ફેરવી શકાય એવા નાના આકારમાં મુદ્રિત-પ્રકાશિત કરવાનો વિચાર આવવો જ બહુ મુશ્કેલ છે. મનમાં કલ્પનાશક્તિ, આ કામની અત્યંત ઉપકારકતાનું સ્પષ્ટ દર્શન અને અપાર કાર્યશક્તિ અને કાર્યસૂઝ હોય તો જ આવું કામ હાથ ધરવાનો વિચાર આવી શકે. શ્રી ગણેશ લલવાણીજીએ પોતાની આવી બધી આંતિરક શક્તિ, નમૂનારૂપ અનોખું કામ કરી બતાવવાનો અદમ્ય ઉત્સાહ અને આ ક્ષેત્રના પોતાના વર્ષોના
Page #500
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૮
૪૭૭
અનુભવના બળે આ અતિમુશ્કેલ લાગતા કાર્યને પણ સફ્ળ રીતે સાંગોપાંગ પૂરું કરી બતાવ્યું છે, અને એક કાયમી મૂલ્ય ધરાવતો મહાગ્રંથ અભ્યાસીઓ અને વિદ્વાનોને સસ્તા મૂલ્યે સુલભ બનાવી દીધો છે. (આ વિશેષાંકની કિંમત માત્ર દસ રૂપિયા જ રાખવામાં આવી છે!)
શ્રી લલવાણીજીએ આ વિશેષાંક તૈયાર કરવામાં કેટલી ચીવટ રાખી છે, તે એ ઉપરથી પણ જાણી શકાય છે, કે શ્રી બર્જેસના ગ્રંથમાં સરતચૂક વગેરેના કારણે જે મુદ્રણ-દોષો રહી જવા પામ્યા હતા, તે એમણે સુધારી લીધા છે, અને આ વિશેષાંકનું SATRUNJAYA (શત્રુંજ્ય) એવું નામ આપતું લખાણ પણ મૂળ ગ્રંથ ઉપરના લખાણનો બ્લૉક બનાવીને છાપ્યું છે. આ રીતે શ્રી લલવાણીજીએ આ વિશેષાંકની નાની-મોટી બધી બાબતો ઉપર ખૂબ ઝીણવટભર્યું ધ્યાન આપ્યું છે.
આવા સમૃદ્ધ, કલાત્મક અને જૂના પુસ્તકના પુનર્મુદ્રણના ઉત્તમ નમૂના રૂપ આ વિશષાંકને તૈયા૨ કરાવવા માટે જૈન-ભવનના સંચાલકોને કેટલી મોટી આર્થિક સગવડ કરવી પડી હશે તે અત્યારના અસાધારણ ભાવ-વધારાને જોતાં, સહેલાઈથી સમજી શકાય એમ છે. સાચે જ તેઓ એક શ્રેષ્ઠ કાર્યના સહભાગી બન્યા છે. જૈનસંઘ આ વિશેષાંકને તથા જૈનભવનની સેવાઓને પિછાણીને એની પૂરી કદર કરે એમ અમે ઇચ્છીએ છીએ.
(૮) ‘જૈનયુગ'ને ખપે સંઘનો જાગૃત સહકાર
આપણી કૉન્ફરન્સે પોતાના મુખપત્ર તરીકે ‘જૈનયુગ' માસિકનું પુનઃપ્રકાશન દોઢેક વર્ષથી શરૂ કર્યું છે એ સૌ કોઈ જાણે છે. એનો હેતુ કેવળ જૈનસમાજના સમાચારો આપવાનો કે કૉન્ફરન્સનો પ્રચાર કરવાનો ન રાખતાં, એ પત્રની ભૂતકાળની યશસ્વી કારકિર્દીને ધ્યાનમાં લઈને, એમાં જૈન ધર્મ-તત્ત્વજ્ઞાન-કળા-સાહિત્યને લગતા વિવિધ વિષયો ઉપર પ્રકાશ પાડી શકે એવી લેખસામગ્રી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે; એ માટે એનું વ્યવસ્થાપક-મંડળ યથાશકય જે પ્રયત્ન કરે છે એ ખરેખર પ્રશંસાપાત્ર
છે.
(તા. ૨૮-૫-૧૯૭૭)
‘જૈનયુગ'નો ગત એપ્રિલ માસનો અંક ‘શ્રી મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક’ તરીકે પ્રગટ કરવામાં આવ્યો છે, વાર્ષિક માત્ર બે રૂપિયાના લવાજમની દૃષ્ટિએ દળદાર
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૭૮
જિનમાર્ગનું અનુશીલન લેખી શકાય એવાં એશી પાનાંનાં આ વિશેષાંકમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં કેવળ મહાવીરજીવન-સંબંધી જ નહીં, પણ જૈનધર્મને લગતા અન્ય વિષયોના લેખો પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત એમાં પ્રાચીન જૈન સ્થાપત્યો અને મૂર્તિઓનાં દસ જેટલાં સુંદર ચિત્રો છ પાનાંમાં આપવામાં આવ્યાં છે.
સ્વચ્છ-સુઘડ છાપકામ, સારી જાતના કાગળો, વ્યવસ્થિત ગોઠવણી અને ભાષા તથા વિષયોના વૈવિધ્યવાળી રસદાયક વાચન-સામગ્રી - એ બધું જોતાં સહેજે વ્યવસ્થાપક-મંડળને અભિનંદન આપવાનું મન થઈ જાય છે.
આવા દળદાર અને આવી લેખસામગ્રીથી સમૃદ્ધ આ સુંદર વિશેષાંકની કિંમત માત્ર પોણો રૂપિયો જ રાખવામાં આવી છે એની પણ નોંધ લેવી ઘટે છે.
પણ કેવળ આ વિશેષાંકની પ્રશંસા કરવા અમે આ લખત નહીં; એ નિમિત્તે જૈન સમાજને કંઈક ખાસ કહેવા માટે જ આ લખીએ છીએ.
કોઈ પણ સામયિકને લોકપ્રિય થવા, જેમ વિવિધવિષયક રસપૂર્ણ વાચનસામગ્રી જરૂરી છે, તેમ એને ચિરંજીવી બનવા વિશાળ ગ્રાહક-સંખ્યાની પણ જરૂર છે. એ બે ચક્રોને આધારે જ કોઈ પણ સામયિકનો રથ નિરાકુલપણે આગળ વધી શકે છે.
વળી, આપણે ત્યાં ઇતિહાસ અને સંશોધનના સામયિકની જે ખોટ છે તે ક્રમેક્રમે જૈનયુગ' દ્વારા પૂરી થઈ શકે એવી શક્યતા અમને લાગે છે, એટલે એ દૃષ્ટિએ પણ જેનયુગ” આર્થિક રીતે નચિંત બને એ બહુ જરૂરી છે.
અમારે સમાજને ઉદ્દેશીને જૈનયુગ સંબંધમાં જે કંઈ કહેવું છે, તે જૈનયુગના વ્યવસ્થાપક-મંડળના પણ પૂરેપૂરા ધ્યાનમાં જ છે.
જૈનયુગના બીજા વર્ષના પ્રારંભે, નવેમ્બર, ૧૯૫૮ના અંકના સંપાદકીય નિવેદનમાં કહેવામાં આવ્યું છે –
“અમારે અહીં કબૂલ કરવું જોઈએ, કે જૈનયુગ' અત્યારે તો ગ્રાહકવર્ગ અને લેખકવર્ગ એ બંને દૃષ્ટિએ જોઈએ તેટલું સબળ નથી. આ દિશામાં અમારા પ્રયાસો તો ચાલુ જ છે, પણ એ પ્રયાસોને સફળ બનાવવા એ શ્રીસંઘના અને વિદ્વાનોના હાથની વાત છે.
“બીજા વર્ષના આરંભ સમયે સમાજના સજ્જનો અને વિદ્વાનો પાસેથી અમે આશા રાખીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે જેનયુગ” આર્થિક રીતે નચિત બને એટલી એની ગ્રાહકસંખ્યા થાય અને “જેનયુગ' અમારી ઉમેદ પ્રમાણે વિવિધ પ્રકારની રસપૂર્ણ વાચનની તેમ જ ચિત્ર-કળાની સામગ્રી પીરસી શકે એવું સમૃદ્ધ માસિક બને.
જૈનયુગને એક ઉચ્ચ કોટિનું સામયિક બનાવવાના અમારા મનોરથોને સફળ બનાવવામાં અમને સૌનો સક્રિય સાથ-સહકાર પ્રાપ્ત થાય એ જ અભ્યર્થના.”
Page #502
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૯
૪૭૯
આ પછી પોતાની વાત વધુ સ્પષ્ટતાથી સમાજ સમક્ષ રજૂ કરવા “જેનયુગના ડિસેમ્બર ૧૯૫૮ના અંકના સંપાદકીય વક્તવ્યને અંતે અપાયેલી “સમાજ જેનયુગને અપનાવે' એ શીર્ષકવાળી ટૂંકી નોંધ કહે છે –
સ્થાયી સમિતિએ જૈનયુગ'નું પ્રકાશન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, અને એ રીતે “જૈનયુગે' ગયા અંકથી બીજા વર્ષનો આરંભ કર્યો છે. “જૈનયુગ” સુઘડ છાપકામ દ્વારા રોચક અને ઉપયોગી સાહિત્યસામગ્રી પીરસવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલે ઇચ્છીશું કે એનો વાચકવર્ગ વધુ નહીં, તો ઓછામાં ઓછો એટલો વિશાળ તો જરૂર થાય કે જેથી એ પોતાના ખર્ચને પહોંચી વળી શકે અને એનું પ્રકાશન નશ્ચિતપણે થતું રહે.
એક સમય એવો પણ આવેલો કે જ્યારે પુરાતત્ત્વ' જેવા ઈતિહાસ અને સંશોધનના ઉચ્ચ કોટીના સામાયિકને માત્ર સો ગ્રાહકોના અભાવે બંધ કરવું પડેલું.
આવો પ્રસંગ “જેનયુગ” માટે ઊભો ન થાય, એનો એકમાત્ર ઇલાજ એ છે, કે સમાજ “જનયુગને સહર્ષ વધાવી લે, અને એની ગ્રાહક-સંખ્યામાં ઝડપથી સારો એવો વધારો થાય.”
આમાં “પુરાતત્ત્વ'નો દાખલો આપીને જે ચેતવણી આપવામાં આવી છે તે જ મહત્ત્વની છે; અમારે જે કંઈ કહેવું છે તે ઉપરના નિવેદનમાં સમાઈ જાય છે.
એટલે આ માટે વિશેષ ન લખતાં, અમે સમાજને એટલું જ નિવેદન કરવા ઈચ્છીએ છીએ, કે જેમ એકાદ વર્ષ પહેલાં મુનિ-સંમેલનના એકમાત્ર સંભારણારૂપ “જૈન-સત્યપ્રકાશ' માસિકને વીસ-એકવીશ વર્ષને અંતે, કેવળ સાધુ-સમુદાયની ઉદાસીનતા અને ઉપેક્ષાવૃત્તિને કારણે બંધ કરવું પડ્યું, તેમ જૈનયુગને જૈનસંઘ અને સમાજની ઉદાસીનતાને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાવાનો વખત ન આવે એનું એ પૂરેપૂરું ધ્યાન રાખે ; અને એને એવો સમર્થ સહકાર આપે કે જેથી એ જૈન સંસ્કૃતિના ઉચ્ચ કોટીના સામયિક તરીકેની પ્રતિષ્ઠા મેળવે.
(તા. ૧૬-૫-૧૯૫૯)
(૯) જૈનસંસ્કૃતિનું ભૂષણ
શ્રી જૈન-સત્ય-પ્રકાશ' બંધ જ થશે ? , જ્યારે, જૈન સંસ્કૃતિનાં ધર્મ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, પુરાતત્ત્વ, કળા, સાહિત્ય વગેરે વિવિધ અંગોનો પરિચય કરાવી શકે અને એ સંબંધી આધારભૂત માહિતી પ્રગટ
Page #503
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
કરી શકે એવા માસિકની આપણે ત્યાં ખોટ હોઈ તેની પૂર્તિ માટે શ્રી જૈન-સત્ય-પ્રકાશ’ જેવા ચાલુ માસિકને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવાની જરૂર છે, ત્યારે કેવળ આર્થિક ટેકાને અભાવે જ એ બંધ કરવાનો વખત આવે એ દુઃખ અને દુર્ભાગ્યની વાત છે.
૪૮૦
‘શ્રી જૈન-સત્ય-પ્રકાશે’ જૈનધર્મ ઉપર થતા આક્ષેપો સામે પોતાનો અવાજ રજૂ કરવા પોતાથી બનતું કરવા ઉપરાંત જૈન સંસ્કૃતિનાં વિવિધ અંગો સંબંધી સાહિત્ય પ્રગટ કરવામાં પણ પોતાની શક્તિ અને સંપત્તિ પ્રમાણે, બાવીસ વર્ષ સુધી ઠીક-ઠીક કામ કર્યું છે એ વાત ભૂલી શકાય એમ નથી.
વળી, ગચ્છ કે સમુદાયના ભેદને ભૂલીને, સમસ્ત શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘ જેને પોતાનું માની શકે અને જે પોતે પણ નિઃસંકોચ એ સૌની પાસે જઈ શકે એવું આ એક જ માસિક છે. શ્વે. મૂ. જૈનસંઘના જુદાજુદા સમુદાયના મુનિવરો માટે તો ‘અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુનિસંમેલન'ના સંભારણા અને પ્રતીકરૂપે આ માસિક એક મિલનસ્થાન જ છે.
આવી સારી ભૂમિકા ધરાવતા અને વખત આવ્યે જૈન સંસ્કૃતિ અને સંઘની વિશેષ સેવા કરી શકે એવા એ માસિકને કેવળ આર્થિક મુશ્કેલીને કા૨ણે જ બંધ કરવાનો વખત આવે એ વાત સમજી શકાતી નથી.
સમિતિનું સુકાન અત્યારે શ્રી વિજયલબ્ધિસૂરિજી, શ્રી વિજયલાવણ્યસૂરિજી, શ્રી ચંદ્રસાગ૨સૂરિજી જેવા મોટા આચાર્યો અને મુ. શ્રી. દર્શનવિજ્યજી (ત્રિપુટી) જેવા જૈનસંઘ અને સાહિત્યની સેવાની લાગણીથી ભરેલ મુનિવર – એમ ચા૨ શ્રમણવર્યોના હાથમાં હોવા છતાં, અને જો ધારે તો સમિતિના એક-એક આચાર્ય-મહારાજ પણ સમિતિને માસિક માટે જરૂર પડતાં બે-ત્રણ હજાર રૂપિયાની મદદ સહજ રીતે મેળવી આપે એવી શક્તિ ધરાવતા હોવા છતાં, આ માસિકને બંધ કરવું પડે એ ભારે કરુણતા લેખાય. આ માટે આથી વધારે કહેવાની અમને જરૂ૨ લાગતી નથી. આ માટે તો હવે કામ કરી બતાવવાની જ જરૂર છે.
આ માટે કોણે શું કરવું એ સૂચવવાનું અમારું કામ નથી. અમે તો એટલું જ કહીએ છીએ કે સમસ્ત શ્રીસંઘનું આ કામ છે; અને આ આચાર્ય-મહા૨ાજો જો મન પર લે તો ઘડીના છઠ્ઠા ભાગમાં જોઈતી જોગવાઈ થઈ જાય એમ છે. આશા રાખીએ, બહુ મોડું થાય તે પહેલાં આપણે જાગીશું.
(તા. ૧૪-૯-૧૯૫૭)
Page #504
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૧૦
૪૮૧
૪૮૧
(૧૦) પ્રજાના પ્રાણસમાં “હરિજન-પત્રો'ને ટકાવવાની જરૂર
મહાત્મા ગાંધીએ સ્થાપેલ ગુજરાતી “હરિજનબંધુ', હિન્દી 'હરિજનસેવક' અને અંગ્રેજી હરિજન' – એમ ત્રણે હરિજનપત્રોનું પ્રકાશન, એકાએક આવતા માર્ચ માસથી બંધ કરવાનો નિર્ણય નવજીવન ટ્રસ્ટે જાહેર કર્યો છે, એમ કરવાના કારણ તરીકે આર્થિક ખોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમાચાર વાંચી અમને બહુ આઘાત લાગ્યો છે, અને અમને લાગે છે, કે જેઓએ આવા ઉમદા વિચાર-૫ત્રો થોડા વખત માટે પણ વાંચ્યાં હશે, તેઓ પણ અમારા જેવી જ લાગણી અનુભવતા હશે.
આ પત્રોનું પ્રકાશન બંધ કરતું “નવજીવન ટ્રસ્ટના વ્યવસ્થાપકનું નિવેદન સાવ અણધારી રીતે પ્રજા સમક્ષ રજૂ થયું એ ખૂબ ખૂંચે એવી અને ટ્રસ્ટીઓ પ્રત્યે નારાજી ઉત્પન્ન કરે એવી બીના છે. હરિજન-પત્રોની માલિકી કે એની વ્યવસ્થાની સત્તા ભલે નવજીવન ટ્રસ્ટની હોય, પણ એ સંપત્તિ તો હિન્દુસ્તાનની આમપ્રજાની છે; બલ્ક, એ આખી દુનિયાની સંપત્તિ છે. અને તેથી આ પત્રો બંધ કરવાનો આખરી નિર્ણય લેતાં પહેલાં આખી પરિસ્થિતિ સ્પષ્ટ રૂપમાં પ્રજા સમક્ષ રજૂ કરવાની નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટીઓની ફરજ હતી. એ ફરજ તેઓ ચૂકયા, તેથી એમનો આ નિર્ણય પ્રજાને ઉતાવળિયો કે અવિચારી લાગે તો એમાં પ્રજાને દોષ ન દઈ શકાય.
આ ઘટનામાં સૌથી વધુ ખેંચે એવી બીના તો એ છે, કે હરિજન-પત્રોના આત્મારૂપ અને ભારે બીમાર હાલતમાં પણ પોતાનાં હાડ-ચામ-રુધિર નિચોવીને એ પત્રોનું ઉચ્ચ ધોરણ જાળવી રહેલા શ્રી કિશોરલાલ મશરૂવાળાનું આ અંગેનું નિવેદન પ્રગટ કરીને તે પછી (કે છેવટે તેની સાથોસાથ પોતાનો નિર્ણય જાહેર કરવાનો વિવેકી ક્રમ નવજીવનના ટ્રસ્ટીઓ જાળવી શક્યા નથી. આથી વ્યવસ્થાપક ટ્રસ્ટીનું નિવેદન શુષ્ક બુદ્ધિનો જ આશ્રય શોધતું, ઉપલકિયું અને તેથી અપ્રતીતિકર જ લાગે છે.
આપણી પાંગરતી લોકશાહીમાં પ્રજાજીવનને સ્વચ્છ બનાવવા માટે જ્યારે અનેક પત્રો જરૂરી છે, ત્યારે આ કાર્યમાં મોખરાનું સ્થાન જાળવતાં પત્રો જ બંધ થાય તો પછી દેશની જીવનશુદ્ધિની આશા જ શી ? અમે તો ચોક્કસ માનીએ છીએ કે મુઠ્ઠીભર સિક્કાઓને બચાવવા આવાં આદર્શ પત્રોનો ભોગ લેવો આપણને કોઈ રીતે પાલવે એમ નથી. ‘નવજીવન' જેવી માતબર સંસ્થા પાસેથી તો ઊલટી એવી આશા રાખી શકાય, કે ગમે તે સંજોગોમાં પણ તે આવાં પત્રોનું પ્રકાશન ચાલુ રાખવાનો નિર્ધાર જાહેર કરે. આપણને એનાથી ઊલટો નિર્ણય સાંભળવા મળે છે તે દેશનું કમનસીબ
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૮૨
જિનમાર્ગનું અનુશીલના અને ‘નવજીવન'ના ટ્રસ્ટીઓની મોળપ સિવાય બીજું કશું નથી. જો સાચે જ આ પત્રો બંધ થશે, તો તે દેશનું દુર્ભાગ્ય અને કોંગ્રેસીઓને માટે નામોશીરૂપ ગણાશે.
મહાત્મા ગાંધીજીએ સ્થાપેલું પત્રકારત્વનું ઉચ્ચ ધોરણ આ પત્રોમાં છેલ્લાં ચાર વર્ષો દરમિયાન પણ સોએ સો ટકા જળવાઈ રહ્યું છે, કેટલાક પ્રસંગોમાં તો એણે પ્રજાને ભારે માર્ગ-દર્શન કરાવ્યું છે એ વાતની સાક્ષી એ પત્રોનું પાને-પાનું આપે છે. આવા માર્ગદર્શનની અત્યારે પહેલાં કરતાં પણ વિશેષ જરૂર છે.
વધુ શું લખીએ ? “નવજીવન'ના ટ્રસ્ટીઓના નિર્ણયનો અમલ થાય એ પહેલાં આખી પ્રજા જાગૃત બને. આ પત્રોનું પ્રકાશન અત્યારની જેમ અખંડપણે ચાલુ રહે એવી પરિસ્થિતિ પેદા થાય એવું બળ પરમાત્મા આપણને આપે !
(તા. ૯-૨-૧૯૫૨)
(૧૧) મારી અભિવ્યક્તિકળાનો વિકાસ-પથ
[મુંબઈના શ્રી અધ્યાત્મ-જ્ઞાન-પ્રસારક-મંડળ તરફથી, તા. ૩૦-૧૧-૧૯૭૫ના રોજ, “ગુરુ ગૌતમસ્વામી’ પુસ્તક માટે, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને સુવર્ણચંદ્રક અપાયો તે પ્રસંગે તેમણે રજૂ કરેલ વક્તવ્યનો સાર અહીં આપવામાં આવે છે.*
– તંત્રી પરમપૂજ્ય પાસાગરજી મહારાજ, પૂજ્ય મુનિરાજો, પૂજ્ય સાધ્વીજી-મહારાજો, બહેનો અને ભાઈઓ,
આજનો પ્રસંગ મારા માટે નમ્ર બનવાનો અને આત્મ-ખોજનો છે. અહીં મારા માટે જે કંઈ કહેવાયું છે, તેની પાછળ રહેલાં સ્નેહ અને વાત્સલ્યનું મૂલ્ય મારે મન ઘણું જ છે; એની કિંમત આંકી શકાય એમ નથી. હું આવો છું અને તેવો છું એ અંગે જે કહેવામાં આવ્યું છે તેનો અર્થ હું એવો કરું છું કે મારે એવા થવાનો, મારો એવો વિકાસ કરવાનો અને આપ સૌના સ્નેહને યોગ્ય થવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આ પ્રસંગ નિમિત્તે અહીં આવવામાં હું ઝડપાઈ ગયો એમ કહું તો તે ખોટું નથી. મેં શ્રી મનસુખભાઈને વિનંતી કરી હતી, કે સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત થઈ
* આ વક્તવ્યમાં ધાર્મિક શિક્ષણ અને શિક્ષક વિષે ને સાથોસાથ પ્રાકૃતના અધ્યાપન વિષે જે પ્રાસંગિક ઉદ્દગારો કાઢેલા તે આ ગ્રંથશ્રેણિના બીજા ગ્રંથના ધાર્મિક શિક્ષણ અને શિક્ષક - એ સાતમા વિભાગમાં સમાવ્યા છે. – સં.).
Page #506
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૧૧
૪૮૩
ગઈ છે, તો તે મને અહીં (અમદાવાદમાં જ આપી દ્યો તો ચાલે; આ માટે મને મુંબઈ બોલાવવો અને આ બધો ખર્ચ કરવો એ મારા મન સાથે બંધ બેસતું નથી. પણ હું ઘણી બાબતોનો ઈન્કાર કરી શકું છું, પણ મહોબ્બતનો ઈન્કાર કરી શકતો નથી; મહોબ્બતનો હું ગુલામ (દાસ) છું. એટલે મંડળના સંચાલકોના અને શ્રી મનસુખભાઈ તથા શ્રી રમણભાઈના કહેવાથી અહીં હાજર થયો છું. ગુરુ ગૌતમસ્વામી' પુસ્તક લખવાનો યશ
હું “ગુરુ ગૌતમસ્વામી' પુસ્તક લખી શકયો તેનો ખરો યશ મારા મિત્ર શ્રી મનસુખભાઈ તારાચંદ મહેતા અને એમના વેવાઈ ભાવનગરના ટી. સી. બ્રધર્સવાળા શ્રીયુત ચીમનભાઈ ચુનીલાલ પરીખને ઘટે છે. મારી અનેક જંજાળોથી ભરેલી જિંદગીમાં આ પુસ્તક લખી આપવાની જવાબદારી લેવા હું તૈયાર ન હતો; પણ શ્રી મનસુખભાઈએ એ કામ આગ્રહ કરીને સોંપ્યું, અને એમાં અણધાર્યો વિલંબ થવા છતાં એમણે અપાર ધીરજ દાખવી, એટલે જ હું આ પુસ્તક લખી શક્યો. આ માટે હું એ બંનેનો અંત:કરણથી આભાર માનું છું. આ પુસ્તક સુંદર રૂપ રંગમાં પ્રકાશિત થઈ શક્યું તે સુપ્રસિદ્ધ જીવનમણિ-સદ્વાચનમાળા ટ્રસ્ટના સંચાલક શ્રી લાલભાઈ મણિલાલ શાહની મારા તરફની ભલી લાગણીને કારણે જ. છાપકામના ભાવ-વધારાને કારણે આ પુસ્તક કોણ છપાવે અને ક્યારે પ્રગટ થાય એની મૂંઝવણ હતી. એવે વખતે આ ટ્રસ્ટે આ કામની જવાબદારી સ્વીકારી હતી. આ માટે હું આ ટ્રસ્ટનો ખૂબ ઋણી છું.
આવું પુસ્તક લખવાની હથોટી હું કેવી રીતે કેળવી શક્યો એનો વિચાર કરું છું, ત્યારે મારું ધ્યાન ભાવનગરના “જેન' સાપ્તાહિકનાં સંપાદકીય લખાણોની મેં. ૨૮-૨૯ વર્ષ પહેલાં સ્વીકારેલી જવાબદારી તરફ જાય છે. ત્રણેક દાયકા પહેલાં મને કોઈ લખવાનું કહેતું તો એ કામ માથાના દુખાવા જેવું આકરું લાગતું, અને જ્યારે પણ બોલવાનો પ્રસંગ મળતો તો મન ઉલ્લાસનો અનુભવ કરતું. મારા ભાઈ શ્રી જયભિખ્ખું અને મારી વચ્ચે જાણે કંઈક એવી સમજૂતી પ્રવર્તતી હતી, કે લખવાનું કામ શ્રી જયભિખ્ખનું અને બોલવાનું કામ મારું. આવી સ્થિતિમાં અમારા આદરભક્તિના પાત્ર શ્રી “સુશીલ ભાઈની વતી જૈન'માં લખવાનું કામ મેં માથે લીધું, તેનાં શરૂઆતનાં વર્ષોની મારી લેખક તરીકેની મૂંઝવણ અને મથામણનો વિચાર કરું છું તો લાગે છે, કે એ સમય મારા માટે ખૂબ કપરો અને કસોટીનો હતો, પણ પછી ધીમેધીમે લખવાની ફાવટ આવતી ગઈ, અને વિચારોની સ્પષ્ટતા થવાની સાથે એને બને તેટલા યથાસ્થિત રૂપમાં રજૂ કરવાની હથોટી પણ કેળવાતી ગઈ. મારા જૈન” પત્ર સાથેના ત્રણેક દાયકા જેટલા લાંબા સંબંધમાં સૌથી મહત્ત્વની વાત એ પત્રના સંચાલકોએ અને એના સહૃદય તંત્રી ભાઈ શ્રી ગુલાબચંદભાઈએ દાખવેલ ઉદાર
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૮૪
જિનમાર્ગનું અનુશીલન વલણની છે. આટલા લાંબા સમય દરમિયાન એક વાર પણ એવું નથી બનવા પામ્યું, કે એમણે મારા લખાણમાં કાનોમાત્રા જેટલો પણ સુધારો કર્યો હોય. આવા ધાર્મિકસામાજિક ઢબના પત્રના સંચાલકોને મારા જેવાનાં લખાણોમાં સુધારો કરવાનું સ્વાભાવિક મન થાય; પણ એમણે તો મેં જે કંઈ લખી મોકલ્યું તે વિના સંકોચે છાપ્યું છે અને એ રીતે મને મારી રીતે લખવાની મોકળાશ હમેશાં કરી આપી છે. આવા સતત લખવાના મહાવરાને લીધે જ હું આ પુસ્તક લખી શક્યો છું. આ માટે હું જેન” કાર્યાલયનો આભાર માનું છું. ધાર્મિક શિક્ષણના સંસ્કાર
થોડા વખત પહેલાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયકસૂરસૂરીશ્વરજીએ મને કહ્યું: “કયાં' “જૈન” પત્રમાનાં તારાં લખાણો અને ક્યાં શ્રદ્ધાથી ભરેલું “ગુરુ ગૌતમસ્વામી’ પુસ્તક ! અમને તો એ વાતની નવાઈ લાગે છે કે સમાજ-સુધારાની વાત કરનાર અને અમારી (સાધુ-સમુદાયની) ટીકા કરનાર તું આવું પુસ્તક કેવી રીતે લખી શક્યો.” આચાર્ય મહારાજની વાત સાંભળીને મને સંતોષ થયો; મેં ધન્યતા અનુભવી.
આચાર્ય-મહારાજની વાતનો વિચાર કરતાં મારામાં ધર્મશિક્ષણ અને ધર્મસંસ્કારનું સિંચન કરનાર ત્રણ બાબતોનો મને ખ્યાલ આવે છે.
આવું પુસ્તક કેવી રીતે લખાયું એનો વિચાર કરું છું, ત્યારે મારું ધ્યાન શિવપુરીની મારી માતૃસંસ્થા (સ્વ. આ. શ્રી વિજયધર્મસૂરિજી મહારાજે સ્થાપેલું “શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ') તરફ જાય છે. ત્યાં જે ધર્મશિક્ષણ મળ્યું અને ધર્મસંસ્કારોનું જે પોષણ થયું તેથી જીવનનું કેટલુંક ઘડતર થયું. એ સાચું છે, કે ન ગમતાં વિચારો અને કામો જોઈને મારું મન અકળાઈ જાય છે, અને મારું જીવન કંઈક નાસ્તિક અને કંઈક સુધારક જેવું છે; અને છતાં શ્રદ્ધાનો તંતુ જળવાઈ રહ્યો છે તે શિવપુરીની પાઠશાળાના પ્રતાપે. સરસ્વતીની ઉપાસનાના માર્ગે મસ્તીથી અને ઓછા દોષથી જીવી શકાય છે – એ સંસ્કારો ત્યાં જ રોપાયા હતા.
યેવલાના બચપણના દિવસો પણ આ પ્રસંગે યાદ આવે છે. ત્યાં મારા પૂજ્ય પિતાશ્રી દીપચંદ ભગત' તરીકે ઓળખાતા હતા. (અને છેવટે એમણે પૂજ્ય મુનિરાજ શ્રી “દીપવિજયજી' નામે દીક્ષા પણ લીધી હતી.) તેઓ ધર્મપર્વોનું અને ધર્મક્રિયાઓનું આરાધન પણ પૂરેપૂરું કરતાં અને રાતના ઉજાગરા વેઠીને શેઠની નોકરી પણ બરાબર ખડે પગે કરતા. હું ચારપાંચ વર્ષનો હતો, ત્યારે મોટી પર્વતિથિના દિવસે તેઓ મને પરોઢિયે પાંચેક વાગે ઉઠાડીને ઉપાશ્રયે લઈ જતા. તેઓ ત્યાં પ્રતિક્રમણ કરતા અને
Page #508
--------------------------------------------------------------------------
________________
સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા ઃ ૧૧
૪૮૫
હું ઝોકાં ખાતા-ખાતાં સામાયિક કરતો; ક્યારેક ઊંઘી પણ જતો. સાવ નાની-ઊગતી ઉંમરમાં પિતાજીએ આ ધર્મસંસ્કાર આપ્યા હતા.
મારા વતન સાયલામાં હું ભણવા માટે થોડોક વખત રહ્યો હતો, ત્યારે મારી ઉંમર દસ-અગિયાર વર્ષની હશે. રાત્રે શ્રી શિવાભાઈ પૂજારી દેરાસરના ચોકમાં ફાનસ લઈને બેસતા અને ગામના છોકરાને ધર્મનાં સૂત્રો ભણાવતા. એક ગાથા મોઢે કરવા માટે પીપરમીંટની નાની-સરખી ગોળી, જેને એ વખતમાં “ગુલાબ-ચકરડી” કહેતા, તે આપવામાં આવતી. આ લાલચે અમે એ ઉંમરમાં જે ગાથાઓ ગોખી હતી એ જીવનને માટે સંસ્કારનું ભાતું બની ગઈ. પાછળથી લાગ્યું, કે શ્રી શિવાભાઈએ શીખવેલી ગાથાઓમાં ક્યાંક-ક્યાંક અશુદ્ધિ હતી. પણ એમનું જીવન શુદ્ધ અને એમનો વ્યવહાર પવિત્ર હતો એની ઊંડી છાપ અમારા મન ઉપર પડી હતી. તેઓ સાયલાના જ વતની અને જૈન ધર્માત્મા હતા, અને પાછલી અવસ્થામાં દીક્ષા લઈને એમણે પોતાના જીવનને ઉજાળ્યું હતું.
“ગુરુ ગૌતમસ્વામી' પુસ્તકમાં જે શ્રદ્ધાનો તંતુ વણાયેલો દેખાય છે, તે બચપણમાં મળેલા ધર્મશિક્ષણ અને ધર્મસંસ્કારને કારણે છે એમ હું માનું છું.
(તા. ૧૩-૧૨-૧૯૭૫)
Page #509
--------------------------------------------------------------------------
________________
૧૧
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો: સમીક્ષા
(૧) મહાગ્રંથ ‘નયચક્ર'નાં સંશોધન-પ્રકાશનના બે સીમાસ્તંભો
આ ગ્રંથ નયવમ્ તથા દાવાર નયવમ્ એવાં બે નામથી જાણીતો છે. એનો અર્થ અનુક્રમે ‘નયોનું પૈડું' અને ‘બાર આરાવાળું નયોનું પૈડું' એવો થાય. એમાં, એના નામ પ્રમાણે, એક-એક કરીને ભારતીય દર્શનોનાં બાર પ્રકારનાં દાર્શનિક મંતવ્યોની ખૂબી તથા ખામીનું વિવરણ કરવામાં આવ્યું છે, અને અંતે, એ બધાં ય મંતવ્યો કે વાદોને પોતામાં સમાવી લઈને, સત્યના જ્યાં-કચાંયથી મળી આવતા અંશોનો સંગ્રહ કરીને, પૂર્ણ સત્યની પ્રાપ્તિ તરફ દોરી જતા જૈન દર્શનના અનેકાંતવાદની સ્પષ્ટતા તેમ જ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અનેકાંતદૃષ્ટિરૂપી સૂર્યનાં ભિન્ન-ભિન્ન નયો(આંશિક સત્યો)રૂપ કિરણોના વ્યાપનું ‘નયચક્ર' ગ્રંથમાં કરવામાં આવેલું નિરૂપણ સાવ અનોખી ઢબનું છે. નયદૃષ્ટિનું આ રીતે વિવરણ કરતો બીજો ગ્રંથ જૈન દર્શન-સાહિત્યમાં ઉપલબ્ધ થતો નથી; એ રીતે આ ગ્રંથ અજોડ છે. કદાચ આ ગ્રંથના આવા અજોડપણાને કારણે, તેમ જ એ ગ્રંથમાં એના મહાન કર્તાએ અપનાવેલ સત્યગામી, ઉદાર અને વ્યાપક નિરૂપણ-પદ્ધતિને કારણે, એ ગ્રંથની નામના અને પ્રતિષ્ઠા ખૂબ હોવા છતાં, એના અધ્યયન-અધ્યાપનની પરંપરા કાળક્રમે લુપ્ત જેવી થઈ ગઈ હોય એમ લાગે છે. આ ગ્રંથની નયવાદના નિરૂપણની શૈલી એકદમ મૌલિક પ્રકારની હોવા છતાં, એમાં જૈનદર્શને નિરૂપેલ પરંપરાગત નૈગમ, સંગ્રહ વગેરે સાતે નયોને અપનાવી લઈને આ ગ્રંથમાં સ્વીકારવામાં આવેલાં બારે દાર્શનિક મંતવ્યોનો એ સાતમાંના કયા કયા નયમાં કેવી રીતે સમાવેશ થઈ જાય છે એ વિશદ રીતે દર્શાવવામાં આવ્યું છે – એ આ ગ્રંથની અસાધારણ વિશિષ્ટતા છે.
આ રીતે આ ગ્રંથમાં બધાં ય ભારતીય દર્શનોની માર્મિક સમીક્ષા કરવામાં આવેલ હોવાથી ભારતીય દર્શનોના તુલનાત્મક અધ્યયન માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે; એટલું જ નહીં, પણ જો બધાં ય દાર્શનિક મંતવ્યોની ખૂબી અને ખામી તટસ્થ દૃષ્ટિએ
Page #510
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧
૪૮૭
સમજવી હોય તો આ ગ્રંથનું અધ્યયન-અધ્યાપન અનિવાર્ય જ લેખાવું જોઈએ. એક દૃષ્ટિએ આ ગ્રંથ ભારતનાં પ્રાચીન દર્શનોનાં મંતવ્યોના ખજાનારૂપ ગણી શકાય; આની તોલે આવી શકે એવો બીજો ગ્રંથ આપણા સાહિત્યમાં ઉપલબ્ધ થતો નથી. આ ગ્રંથની આ છે દાર્શનિક મહત્તા.
ઉપરાંત, આ ગ્રંથમાં સંખ્યાબંધ ગ્રંથોનાં ઉદ્ધરણો લેવામાં આવેલ હોવાથી, તેમ જ સંખ્યાબંધ ગ્રંથકારો અને અનેક મતપ્રવર્તકોના નામ-નિર્દેશ એમાં મળી આવતા હોવાથી, ગ્રંથો અને ગ્રંથકારોનો તેમ જ એના આધારે બીજી પણ કેટલીક બાબતોનો કાળક્રમ નક્કી કરીને, કાળગણનાને સ્થિર કરવામાં આ ગ્રંથ ઉપયોગી થઈ શકે એમ છે. આવા ઐતિહાસિક મહત્ત્વને કારણે ભારતીય તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં તો એનું સુનિશ્ચિત સ્થાન છે જ છે; ઉપરાંત કેટલીક વિશિષ્ટ ઘટનાઓ અને વ્યક્તિઓનો સમય નક્કી કરવામાં પણ એ ઉપયોગી થઈ શકે એમ છે.
દાર્શનિક અને ઐતિહાસિક બંને દૃષ્ટિએ ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા આ ગ્રંથરત્નના કર્યા છે આચાર્ય મલવાદી ક્ષમાશ્રમણ. તેઓ વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં થઈ ગયા. તાર્કિકશિરોમણિ આ આચાર્યનો ઐતિહાસિક પરિચય નહીં જેવો મળે છે. પ્રભાવકચરિત્રના ૧૧મા “મલ્લવાદિ-પ્રબંધ માં જે કંઈ માહિતી મળે છે, તે પ્રમાણે તેઓ વલભીપુરના વતની હતા. એમણે જિનાનંદમુનિ પાસે દીક્ષા લીધી હતી. એમણે શ્રુતદેવતાની કૃપાથી દસ હજાર શ્લોક-પ્રમાણ “નયચક્ર' ગ્રંથની તેમ જ બીજા ગ્રંથોની પણ રચના કરી હતી, અને ભરૂચમાં પોતાના ગુરુને વાદમાં પરાજિત કરનાર બુદ્ધાનંદ નામના બૌદ્ધ વાદીને ભરૂચ જઈને વાદમાં પરાજિત કર્યો હતો – એવી એવી કેટલીક માહિતી સાંપડે છે. પ્રભાવક-ચરિત્રમાં “નયચક્ર' મૂળનું પ્રમાણ દસ હજાર શ્લોક જેટલું જણાવ્યું છે, પણ તે ઓછું છે. એ ગ્રંથ ચોક્કસ કેટલા શ્લોકપ્રમાણ છે એ વાત આખો ગ્રંથ છપાઈ જતાં નક્કી થઈ શકશે.
મલવાદિ-રચિત “નયચક્ર' કે બીજા કોઈ પણ ગ્રંથની નકલ અત્યાર સુધીમાં કોઈ પણ ભંડારમાંથી ઉપલબ્ધ થઈ નથી. “નયચક્ર'ની ટીકાની અનેક પ્રતો ભંડારોમાંથી મળી આવે છે તેના આધારે એ ગ્રંથની હસ્તી નિર્વિવાદ પુરવાર થઈ ચૂકી છે. અને એ ટીકાને આધારે જ મુનિવર્યશ્રી જંબૂવિજયજીએ અસાધારણ બુદ્ધિશક્તિ, દાખલારૂપ સંપાદનકૌશલ અને અપાર ખંત, ધીરજ તેમ જ ચીવટ દાખવીને આ ગ્રંથનો જીર્ણોદ્ધાર કરીને એને સાંગોપાંગ કરવાનો પ્રયત્ન કર્યો છે તે આપણે આગળ ઉપર જોઈશું. નયચક્ર'ની ટીકા
ઉપર સૂચવ્યું તેમ “નયચક્ર'ની ટીકા ઉપરથી તેમ જ “પ્રભાવકચરિત્ર' તથા પ્રબંધચિંતામણિ' જેવા ગ્રંથોને આધારે “નયચક્ર'અસ્તિત્વ પુરવાર થતું હોવા છતાં,
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૮૮
જિનમાર્ગનું અનુશીલન એ મૂળ ગ્રંથ છેલ્લાં સાતસો-આઠસો વર્ષ દરમિયાન કોઈના જોવામાં આવ્યો હોય એમ નથી લાગતું; એટલે એ મૂળગ્રંથ-રૂપી સુવર્ણપાત્રમાં એના વિદ્યાસિદ્ધ કર્તાએ સંગ્રહેલ વિદ્યા-અમૃતનો આસ્વાદ મેળવવાનું એકમાત્ર સાધન એની ટીકા જ છે.
આ ટીકાનું નામ “ન્યાયાગમાનુસારિણી નયચક્રપાલવૃત્તિ' છે. એમાં, (તેમ જ મૂળ ગ્રંથમાં પણ) એના નામને અનુરૂપ, અન્ય ગ્રંથોના પાઠોની સાક્ષીઓની સાથેસાથે અનેક આગમ-ગ્રંથોના પાઠોની સાક્ષીઓ પણ મૂકવામાં આવી છે, જેને લીધે ગ્રંથનું ગૌરવ અને સ્વારસ્ય વિશેષ વધી જાય છે. આ ટીકાનું પ્રમાણ અઢાર હજાર શ્લોક (= ૧૬ અક્ષર) જેટલું છે. તેની જે અનેક હસ્તપ્રતો અત્યારે ઉપલબ્ધ છે, તેમાંની એક તો એવી છે, જે ઉપાધ્યાય મુનિ શ્રી યશોવિજયજી તથા બીજા છ મુનિવર – એમ સાત મુનિવરોએ, માત્ર પંદર દિવસ જેટલા ટૂંકા સમયમાં, પોતાને હાથે, વિ.સં. ૧૭૧૦માં, પાટણ શહેરમાં લખેલી છે. આ પ્રત અમદાવાદના દેવસાના પાડાના ઉપાશ્રયમાં પંન્યાસ શ્રી મહેન્દ્રવિમલજીના ભંડારમાંથી મળી છે. પણ આ હસ્તપ્રત આ ગ્રંથનું અડધા ઉપરાંતનું મુદ્રણ પૂરું થયા પછી મળી હતી, એટલે આ ગ્રંથનાં સંશોધન-સંપાદન મુદ્રણનું કાર્ય બીજી અનેક પ્રતોના આધારે શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર સંઘની શેઠ ડોસાભાઈ અભેચંદની પેઢી હસ્તકના હસ્તલિખિત ભંડારમાંની પ્રતિ મુખ્ય છે, જે શ્રી યશોવિજયજી મહારાજે લખેલ પ્રત કરતાં જુદા કુળની અને ૫૦-૬૦ વર્ષ જેટલી પ્રાચીન છે.
“નયચક્ર' ઉપરની આ ન્યાયાગમાનુસારિણી થકાના કર્તા છે શ્રી સિંહસૂરિ ગણી વાદી ક્ષમાશ્રમણ. તેઓ પણ પ્રખર તાર્કિક, દાર્શનિક અને આગમિક વિદ્વાન્ હતા એમ આ ટીકા ઉપરથી જાણી શકાય છે. એમનો સમય મલ્લવાદીથી બહુ દૂરનો નહીં એવો વિક્રમનો પાંચમો-છઠ્ઠો સૈકો ગણાય છે. આવા મહાન વિદ્વાન આચાર્યનો કોઈ જાતનો પરિચય કોઈ ગ્રંથમાંથી ઉપલબ્ધ થતો નથી. આમ છતાં એમનો આ એક જ ગ્રંથ એમની પારગામી વિદ્વત્તાને, ઉત્કટ શાસનભક્તિને, તેમ જ એમના શીલસંપન્ન જીવનના પ્રભાવને યુગો સુધી અમર બનાવવા સમર્થ છે.
(તા. ૧-૭-૧૯૬૭) પ્રથમ પ્રકાશનપ્રસંગ
આ ગ્રંથનાં બે સંશોધન પ્રકાશન પૈકી પ્રથમ પ્રકાશનનો પ્રસંગ તા. ૨૭-૩૧૯૬૦ને રોજ સવારના પૂ. આ. મ. શ્રી વિજયલબ્ધિસૂરજીના અધ્યક્ષપદે થયો, તેમાં આચાર્ય મહારાજે પોતે જ સંશોધિત-સંપાદિત કરેલ “દ્વાદશાર-નયચક્ર' ગ્રંથની ટીકાના ચોથા અને છેલ્લા ભાગનું પ્રકાશન આપણા ઉપરાષ્ટ્રપતિ અને વિશ્વના એક સમર્થ ચિંતક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના હાથે, દાદરમાં કરાવાયું.
Page #512
--------------------------------------------------------------------------
________________
૪૮૯
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧
આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરિજીએ પોતાના અભ્યાસકાળમાં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરેલો અને એમના ગુરુવર્ય સદ્ગત આ. મ. શ્રી વિજયકમલસૂરિજીએ આ ગ્રંથનું સંપાદન તેઓ કરે એવી ઇચ્છા વ્યક્ત કરેલી. આચાર્ય મહારાજને પોતાને પણ દર્શનશાસ્ત્ર પ્રત્યે રસ; એટલે સહાયકો વગેરેના અનુકૂળ સંયોગો બની આવતાં, આજથી પંદર વર્ષ પૂર્વે, એમણે આ ગ્રંથના સંપાદન-સંશોધનનું ખૂબ મુશ્કેલ કામ હાથ ધર્યું અને ક્રમે ક્રમે એના ભાગો પ્રકાશિત થતાં-થતાં આ ચોથા ભાગના પ્રકાશન સાથે આવું મોટું અને મુશ્કેલ કામ પૂરું થયું એ ખરેખર, કોઈને પણ આનંદ અને ગર્વ લેવાનું મન થાય એવો પ્રસંગ ગણાય.
વધારામાં અહીં એ વાતનો પણ નિર્દેશ કરવો જોઈએ કે આચાર્યશ્રીએ મલવાદી ક્ષમાશ્રમણ કૃત મૂળ ગ્રંથ પરની સિંહસૂરિ ગણી ક્ષમાશ્રમણકૃત ટીકાનું સંપાદન-સંશોધન કરવાની સાથેસાથે એ ગ્રંથમાં પોતે રચેલ “વિષમપદવિવેચન' નામનું ટિપ્પણ પણ ઉમેરીને એ અતિકઠણ ગ્રંથને સુગમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
આટલા લાંબા સમય સુધી, આવો આકરો શ્રમ લઈને આ ટીકાગ્રંથને સંપૂર્ણ પ્રકાશિત કરવા બદલ આપણે આચાર્ય મહારાજનો ખૂબખૂબ આભાર માનવો ઘટે; અને સાથે-સાથે આ કાર્યમાં એમને જે-જે મુનિવરો અને વિદ્વાનોનો થોડો કે ઘણો સાથ અને સહકાર મળ્યો હોય, તેમને, તેમ જ એ ગ્રંથની પ્રકાશક-સંસ્થાના સંચાલકો અને આર્થિક સહાયકોને પણ અભિનંદન આપવા ઘટે.
આ જ ગ્રંથનાં બીજાં બે પ્રકાશનો સંબંધી થોડીક માહિતી અહીં જાણવી રસપ્રદ અને ઉપયોગી થઈ પડશે. આ ગ્રંથનો સદ્દગત મુનિશ્રી ચતુરવિજયજીએ સંપાદિત કરેલો એક ભાગ વડોદરાના ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રકાશિત થયો હતો, અને આ ગ્રંથનું સમીક્ષિત સંસ્કરણ અનેક તિબેટન અને પાલી ભાષાના બૌદ્ધ ગ્રંથોનું અવલોકન કરીને આપણા જાણીતા વિદ્વાન મુ.શ્રી જંબૂવિજયજી કરી રહ્યા છે, તેનું પોણા ભાગનું કામ તો થઈ પણ ગયું છે.
અમને લાગે છે કે આવું મોટું કામ પાર પડવું એ જીવનનો એક અવિસ્મરણીય લ્હાવો છે. આવું કાર્ય આવી સારી રીતે સંપન્ન થવાથી આચાર્ય મહારાજને સંતોષ અને આનંદ થાય એ સ્વાભાવિક છે. પણ આ પ્રસંગ તો આખા સંઘને માટે ય આનંદ અને ગૌરવનો પ્રસંગ છે.
(તા. ૯-૪-૧૯૬૦) બીજો પ્રસંગ મુનિશ્રી જબૂવિજયજીનું સંપાદન
તા. ૩૪-૧૯૬ ૭ના રોજ ભાવનગરમાં જૈનસંઘની દેશ-વિદેશમાં જાણીતી પ્રકાશન-સંસ્થા શ્રી જૈન આત્માનંદ સભાનો મણિમહોત્સવ ઊજવાયો તે પ્રસંગે મુનિવર્ય
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૯૦
જિનમાર્ગનું અનુશીલન શ્રી જંબૂવિજયજીએ સંપાદિત કરેલ ‘દ્વાદશારે નયચક્રમૂ' નામે મહાન દાર્શનિક આકરગ્રંથના પહેલા ભાગનું પ્રકાશન સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. એ. એન. ઉપાધ્ધના શુભ હસ્તે થયું એ પ્રસંગ જૈનસંઘની શ્રુતભક્તિના અને જૈન શ્રમણોની શ્રુતઉપાસનાના ઇતિહાસમાં ચિરસ્મરણીય બની રહે એવો છે. આ સંપાદન-કાર્યની વિશિષ્ટતાનો જૈનસંઘને તેમ જ જિજ્ઞાસુઓને થોડો પરિચય કરાવવા આ નોંધ લખીએ છીએ.
વેરાન વન-વગડામાં રહેલા ભવ્ય છતાં ધ્વસ્ત દેવમંદિરના જીર્ણોદ્ધાર માટે કોઈક ભાવિક ભક્તની ભાવના જાગી ઊઠે એ માટે વર્ષો સુધી, દાયકાઓ સુધી રાહ જોવી પડે છે, અને કાળ પાકે ત્યારે જ એનો ઉદ્ધાર થાય છે, એવું જ કંઈક “નયચક્ર' મૂળ ગ્રંથનું થયું છે. દર્શનશાસ્ત્રના આ અપૂર્વ અને અભુત ગ્રંથને, એના ઉદ્ધારક માટે, હજાર વર્ષ જેટલા સુદીર્ઘ સમય સુધી પ્રતીક્ષા કરતાં રહેવું પડ્યું. પણ જ્યારે એને ઉદ્ધારક મળ્યા ત્યારે બુદ્ધિ અને ભાવનાના એવા અસાધારણ સામર્થ્યવાળા મળ્યા કે એમણે એ લાંબી રાહનો બે-એક દસકા જેટલા ટૂંકા સમયમાં જ પૂરેપૂરો ખંગ વાળી દીધો ! આ ગ્રંથરત્નના આવા સમર્થ ઉદ્ધારક વિદ્વત્ન તે સ્વર્ગસ્થ મુનિવર્ય શ્રી ભુવનવિજયજીના અંતેવાસી (શિષ્ય-પુત્ર) મુનિવર્ય શ્રી જંબૂવિજયજી.
નયચક્ર'ની ટીકાની મુનિશ્રી જંબૂવિજયજી-સંશોધિત-સંપાદિત આ આવૃત્તિ પ્રગટ થઈ તે પહેલાં સ્વ. મુનિ શ્રી ચતુરવિજયજી (મુનિ શ્રી અમરવિજયજીના શિષ્ય) અને પંડિત શ્રી લાલચંદ ભગવાન ગાંધી દ્વારા સંપાદિત ચાર અર સુધીની ટીકા ગાયકવાડ
ઓરિયેન્ટલ સિરીઝના ૧૧૬મા ગ્રંથરૂપે પ્રગટ થઈ હતી. તેમ જ સ્વ. આચાર્ય વિજયલબ્ધિસૂરિજી દ્વારા સંપાદિત આ આખી ટીકા ચાર ભાગમાં સને ૧૯૪૮થી ૧૯૬૦ દરમિયાન પ્રગટ થઈ ચૂકી છે. આમ છતાં આ મહાનુ ટીકાગ્રંથનું, એની કઠિનતા, મહત્તા, ગુરુતા અને વિસ્તૃતતાને અનુરૂપ સંશોધન-સંપાદન થવું તો બાકી જ હતું. અને એ માટે સર્વદર્શનસ્પર્શી પારગામી વિદ્વત્તા અને અદમ્ય શ્રુતભક્તિની જરૂર હતી. મુનિશ્રી જંબૂવિજયજીના હાથે જ જાણે દાર્શનિક જગનું આવું શકવર્તી કાર્ય થવાનું નિર્માણ હતું. તેમણે એ નિર્માણને સાચું કરી બતાવવા માટે વિ.સં. ૨૦૦૨થી તે આજ સુધીના બે દાયકા જેટલા લાંબા સમય દરમિયાન અતિ એકાગ્રભાવે કેટલું ઉગ્ર આત્યંતર તપ કરવું પડ્યું હશે, એ તો તેઓ જ જાણે. પણ જૈનસંઘને અને ભારતીય તત્ત્વજ્ઞાનના અભ્યાસી વિશ્વને તો એમના પ્રતાપે એક અપૂર્વ અને અપ્રાપ્ય ગ્રંથ સુંદર, સુઘડ, સુવાચ્ય રૂપમાં સુલભ બની શક્યો છે. એ માટે એ મહામના મુનિવરનો ઉપકાર માનવા માટે સારામાં સારા શબ્દો પણ ઓછા પડે એમ છે.
“સન્મતિતર્ક'નું સંપાદન કરતાં-કરતાં પંડિત શ્રી સુખલાલજીને “નયચક્ર'ની ટીકાનો (અલબત્ત, હસ્તલિખિત પુસ્તકરૂપે) આસ્વાદ માણવાનો જે અવસર મળેલો,
Page #514
--------------------------------------------------------------------------
________________
૪૯૧
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧ તેથી એ ગ્રંથ સુસંપાદિત-સુસંશોધિત રૂપે પ્રગટ થાય એવી એમની તીવ્ર ઝંખના હતી. એવામાં એમને પત્ર દ્વારા મુનિશ્રી જંબૂવિજયજીની અસાધારણ જ્ઞાનશક્તિનો પરિચય થયો; અને જ્યારે એમને એ વાતની જાણ થઈ કે એમની ઉમર તો હજી પચીસ વર્ષ જેટલી પણ નથી, ત્યારે એમના મનનો મોરલો ઝંખી રહ્યો કે આ યુવાન અને વિદ્વાનું મુનિવરના હાથે “નયચક્ર'ની ટીકાનું સંશોધન-સંપાદન થાય તો કેવું સારું! એમણે મનની વાત મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીને લખી જણાવી.
જાણે ગ્રંથના ઉદ્ધારનો સમય પાકી ગયો હોય એમ, એ જ અરસામાં વિ.સં. ૨૦૦૧ના ચોમાસામાં શ્રી જંબૂવિજયજીએ પૂ. શ્રી પુણ્યવિજયજી પાસે કોઈ આગમના સંપાદનનું કામ આપવાની વાત કરી. જવાબમાં એમણે એમને ખૂબ ભાર અને આગ્રહ સાથે નયચક્ર'ની ટીકાનું સંપાદન હાથ ધરવા લખ્યું; સાથેસાથે એ માટે પંડિત, પુસ્તકો, દેશવિદેશમાંથી જરૂરી બધી સામગ્રી પૂરી પાડવાની તેમ જ પ્રકાશનના તમામ ખર્ચની જવાબદારી ઉઠાવવાની સંપૂર્ણ તૈયારી બતાવી. જૈન શ્રત અને ભારતીય સાહિત્યને માટે એ સુવર્ણ ઘડી હતી; મુનિશ્રીજંબૂવિજયજીના અંતરમાં એ વાત વસી ગઈ, અને વિ.સં. ૨૦૦૨માં વિદ્યાધામ પૂના શહેરમાં આ કાર્યનું મંગલાચરણ કરાયું.
કાર્યનો સ્વીકાર કર્યા પછી તો જાણે શ્રી જંબૂવિજયજીના રોમરોમમાં “નયચક્ર'નો નાદ જ ગુંજવા લાગ્યો. પણ આ કામ તો પાતાળકૂવા જેવું – કોઈ રીતે તાગ જ ન મળે એવું ગહન - નીકળ્યું; અને એ માટે કંઈકંઈ નવાનવા વિષયોનું તલસ્પર્શી અધ્યયન કરવાની અને દુનિયાભરમાંથી કંઈ-કંઈ સાહિત્ય-સામગ્રી ભેગી કરવાની જરૂર ઊભી થતી ગઈ. પણ દૂબળી કાયામાં સમર્થ હૃદયબળ, અદમ્ય ઇચ્છાશક્તિ અને જાગૃત આત્મશક્તિ ધરાવતા મુનિશ્રી જંબૂવિજયજી એથી ન કદી થાક્યા, ન કદી કંટાળ્યા કે ન કદી હાર્યા. પોતાની શક્તિ અને ભાવનાનો અંશેઅંશ સમર્પિત કરીને આ ગ્રંથને સર્વાંગસુંદર અને સર્વાંગસંપૂર્ણ રૂપમાં પ્રગટ કરવાનો એમનો મનોરથ અને સંકલ્પ હતો. અને આ ગ્રંથનો તાજેતરમાં પ્રગટ થયેલ પહેલો ભાગ એ વાતની સાક્ષી પૂરે છે કે એમનો એ મનોરથ અને સંકલ્પ પૂર્ણરૂપે સફળ થયો છે, અને મુનિશ્રી જંબૂવિજયજી એક ખૂબ કઠિન પ્રાચીન દાર્શનિક ગ્રંથનું અપૂર્વ કહી શકાય એવું સંપાદન કરવાના યશના ભાગી થયા છે. એમના સંપાદન-કાર્યની અપૂર્વતાની થોડીક વિગતો જોઈએ:
(૧) “નયચક્ર'ની ટીકામાં આવતાં મૂળ નયચક્ર' ગ્રંથનાં પ્રતીકો તેમ જ ટીકાકારે આગળ-પાછળનો સંદર્ભ સમજાવવા ઉદ્ધત કરેલા મૂળ ગ્રંથમાંનાં વાક્યાંશોને ખૂબ ચીવટ અને ઝીણવટપૂર્વક શોધી તારવીને અને એના ઉપર પૂરતું અધ્યયન-ચિંતન-મનન કરીને એના આધારે લગભગ આખા મૂળ ગ્રંથને સંકલિત કરી દીધો છે. આ જ આ
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૯૨
જિનમાર્ગનું અનુશીલન ગ્રંથનો જીર્ણોદ્ધાર ! આ માટે આ ગ્રંથની પ્રકાશિકા શ્રી જૈન આત્માનંદ સભાના પ્રકાશકીય નિવેદનમાં સાચું જ કહેવામાં આવ્યું છે :
• “દર્શનિક સાહિત્યનો આ ગ્રંથમણિ વિદ્વર્યોના કરકમલમાં ભેટ ધરતાં જાણે કોઈ લુપ્ત લેખાતા શાસ્ત્રતીર્થનો પુનરુદ્ધાર કરવાના સદ્ભાગ્યના સહભાગી થયા હોઈએ એવી આનંદ, ગૌરવ અને કૃતકૃત્યતાની લાગણી અને અનુભવીએ છીએ... આ ગ્રંથના પ્રકાશન માટે અમે “પુનરુદ્ધાર' શબ્દનો પ્રયોગ ખૂબ સમજપૂર્વક કર્યો છે. કાળના પ્રવાહમાં તદન લુપ્ત થયેલ ગ્રંથને અન્ય સંખ્યાબંધ સાધનોની સહાયથી સજીવન કરવો એ કામ કેટલું મુશ્કેલ છે, એ તો એવું કામ કરનારા જ જાણી શકે. આવાં સાધનો નજીક, દૂર અને સુદૂરથી શોધી-શોધીને અને એના ઉપર કલાકોના કલાકો અને દિવસોના દિવસો જ નહીં, પણ મહિનાઓ સુધી ઊંડું ચિંતન-મનન કરીને આ ગ્રંથને સળંગ-સૂત્રમાં તૈયાર કરવામાં પૂજ્ય મુનિશ્રી જંબૂવિજયજીએ કેટલી ચિંતા, અપ્રમત્તતા, ધગશ દાખવી હશે એની તો કેવળ કલ્પના જ કરવાની રહે છે”
(૨) મૂળમાં તેમ જ ટીકામાં એવા સંસ્કૃત બૌદ્ધ ગ્રંથોમાં ઉલ્લેખો, પાઠો તેમ જ મંતવ્યો આપવામાં આવ્યાં છે કે જેમાંના કેટલાક મૂળ સંસ્કૃત ગ્રંથો લુપ્ત થઈ ગયા છે, અથવા અત્યારે ઉપલબ્ધ નથી. એમાંના કેટલાક ગ્રંથોનો તિબેટન ભાષામાં પ્રાચીન સમયમાં કરવામાં આવેલ અનુવાદ સચવાઈ રહ્યો છે. ખાસ કરીને બૌદ્ધ ન્યાયના પિતા ગણાતા મહાતાર્કિક દિનાગનો “પ્રમાણસમુચ્ચય' ગ્રંથ, જે બૌદ્ધ દર્શનની પ્રમાણવિદ્યાનો આધારભૂત અને મૌલિક ગ્રંથ છે, અને જેનો એની દિનાગે પોતે રચેલ ટીકા સાથે “નયચક્ર'માં વિશેષતઃ ઉપયોગ થયો છે, તે ગ્રંથ મૂળ સંસ્કૃતમાં મળતો નથી; પણ એનો અને એના ઉપરની ટીકાઓનો તિબેટન અનુવાદ મળે છે. “નયચક્ર'માં ઉપયોગમાં લેવામાં આવેલ “પ્રમાણ-સમુચ્ચય'નાં ઉદ્ધરણોને શબ્દરૂપે નહીં, તો પણ છેવટે અર્થદૃષ્ટિએ શુદ્ધ રૂપે છાપવા હોય તો આધુનિક નહીં પણ પ્રાચીન તિબેટન ભાષા અને લિપિનો અભ્યાસ કરવો અનિવાર્ય હતો. મુનિ જંબૂવિજયજી તો આ કાર્યને ગમે તે ભોગે સર્વાગ સંપૂર્ણ કરવા માગતા હતા. એમની બુદ્ધિ જેટલી તેજસ્વી હતી, એટલી જ તીવ્ર હતી એમની તમન્ના; તરત જ એમણે તિબેટન લિપિ અને ભાષાનો અભ્યાસ કરી લીધો. એનું કેવું લાભકારક પરિણામ આવ્યું તે આ ગ્રંથ જોતાં સહેજે જોઈ શકાય છે. એક સ્વતંત્ર ભોટ-પરિશિષ્ટ રૂપે તિબેટન ભાષાનું બીજું નામ ‘ભોટભાષા છે) “પ્રમાણ-સમુચ્ચય'ના અને તેની ટીકાના, આ ગ્રંથમાં ઉપયોગમાં લેવાયેલા અંશોનો મૂળ ભોટભાષાના લખાણ સાથે સંસ્કૃતમાં અનુવાદ આપવામાં આવેલ છે.
(૩) પણ તિબેટન ભાષા જાણી-લેવા માત્રથી પણ કામ પૂરું થાય એમ ન હતું. આ માટે તિબેટ, ચીન, જાપાન, ઇંગ્લેન્ડ, અમેરિકા વગેરે દેશોમાંથી પ્રાચીન ગ્રંથોની
'WWW.jainelibrary.org
Page #516
--------------------------------------------------------------------------
________________
૪૯૩
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧ જુદીજુદી પદ્ધતિથી લેવામાં આવેલી પ્રતિકૃતિઓ, માઈક્રોફિલ્મ વગેરે સામગ્રી એકત્ર કરવી અને એ બધાથી માહિતગાર દેશ-વિદેશના અનેક વિદ્વાનો સાથે પરિચય કેળવવો જરૂરી હતો. એમાં પણ કંઈ ઓછાં સમય, શક્તિ કે પૈસાથી કામ ચાલે એમ ન હતું. પણ એ બધી કસોટીઓમાંથી મુનિ શ્રી જંબૂવિજયજી સફળતાથી પાર ઊતર્યા.
(૪) આવા શાસ્ત્રીય ગ્રંથના સંપાદનમાં પાઠાંતરો વગેરે રૂપે સંખ્યાબંધ ટિપ્પણી હોય એ સમજી શકાય એવી વાત છે. પણ મુનિશ્રીએ ગ્રંથને અંતે અનેક બાબતોના ખુલાસા રૂપે જે સેંકડો ટિપ્પણ આપ્યાં છે, તે એમની બહુશ્રુતતા અને દરેક વાતના મૂળ સુધી પહોંચી જઈને જિજ્ઞાસુને એથી સુપરિચિત કરવાની તીવ્ર સત્ય-શોધક/ પ્રસારક દૃષ્ટિનો પરિચય આપે છે. એ ટિપ્પણો લખવામાં એમણે કેટલું એકાગ્ર વાચન, ચિંતન કર્યું હશે!
આ ટિપ્પણો અંગે મુનિશ્રી જંબૂવિજયજીએ પોતે જ પ્રસ્તાવનામાં (પૃ. ૮૧) લખ્યું છે –
“નવચક્ર પાછળ જે ટિપ્પણો જોડેલાં છે તે ઘણાં વિસ્તૃત છે. “નયચક્ર' તથા નયચક્રવૃત્તિમાં આવતા તે-તે પાઠોનું સમર્થન, સ્પષ્ટકરણ તથા તુલના આદિ એ ટિપ્પણોમાં વિસ્તારથી આપેલું છે. સંશોધન, સમર્થન અને સ્પષ્ટીકરણ બને ત્યાં સુધી બીજા ગ્રંથોના આધારથી કરવું કે જેથી એ પ્રમાણભૂત બને – આ અમારી પદ્ધતિ છે.”
(૫) વૈશેષિક દર્શનનાં અત્યારે પ્રચલિત સૂત્રો અને પ્રાચીન કાળનાં સૂત્રો વચ્ચે કેવો તફાવત છે તેની પરિશિષ્ટરૂપે નોંધ આપી છે. વાદો અને વાદીઓ તેમ જ ગ્રંથો અને ગ્રંથકારોને લગતાં પણ પરિશિષ્ટો આપ્યાં છે. એમણે આ સંપાદનમાં ઉપયોગમાં લીધલાં પુસ્તકોની યાદી ઉપરથી પણ આપણને એ વાતનો ખ્યાલ આવ્યા વગર રહેતો નથી, કે આ ગ્રંથના સંપાદનને માટે એમણે કેટલી બધી જહેમત લીધી છે, અને ગ્રંથની સંકલનામાં એક પણ નબળી કડી રહી જવા ન પામે એ માટે કેટલી બધી તકેદારી રાખી છે!
આવી અનેક વિશેષતાઓને લીધે જ અમે આને “સંપાદન' માન્યું છે. શ્રી જૈન આત્માનંદ સભા
છેવટે જે સંસ્થા તરફથી આ મહાન ગ્રંથનો ચાર અર સુધીનો પહેલો ભાગ પ્રકાશિત થયો છે અને નવ અર સુધીનો ભાગ છપાઈ ગયો છે, અને બાકીનો ભાગ છપાઈ જઈને થોડા વખતમાં આખો ગ્રંથ પ્રકાશિત થવાની ઉમેદ છે) એ શ્રી જૈન આત્માનંદ સભા અંગે કંઈક લખવું પ્રાપ્ત થાય છે.
Page #517
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
વિ. સં. ૧૯૫૨માં નાના બીજ રૂપે સ્થપાયેલ આ સંસ્થાએ એના ભાવનાશીલ કાર્યકરો અને મુનિવરોથી સતત સિંચન મેળવીને ગ્રંથ-પ્રકાશનના ક્ષેત્રે વટવૃક્ષના જેવો વિકાસ સાધ્યો છે, અને પોતાનાં બહુમૂલાં પ્રકાશનોને લીધે દેશ-વિદેશના ભારતીય તેમ જ ખાસ કરીને જૈન સાહિત્ય અને સંસ્કૃતિના વિદ્વાનો અને અભ્યાસીઓમાં ખૂબ નામના મેળવી છે.
୪୧୪
પોતાની આવી યશસ્વી અને ઉજ્જ્વળ કારકિર્દીના સંસ્મરણરૂપે આ સંસ્થાએ, તા. ૩૦-૪-૧૯૬૭ના રોજ, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીના પવિત્ર સાંનિધ્યમાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રમુખપદે, પોતાનો મણિમહોત્સવ ઊજવીને પોતાના ગૌરવભર્યા ભૂતકાળમાંથી પ્રેરણા લઈને ભવિષ્યને વિશેષ ઉજ્વળ કાર્યવાહીથી વિભૂષિત કરવાની ભાવના પ્રદર્શિત કરવાની અને જૈનસંઘનો એ માટે વિશેષ સહકાર માગવાની જે તક લીધી છે તે ઉચિત જ થયું છે. મણિમહોત્સવ જેવા આનંદજનક પ્રસંગે ‘નયચક્ર’ જેવા અમૂલ્ય અને અપૂર્વ ગ્રંથમણિનું પ્રકાશન એ પણ સોનામાં સુગંધ ભળ્યા જેવો, ખૂબ પ્રસંગોચિત અને આહ્લાદક જોગાનુજોગ જ ગણી શકાય. અમે આ સંસ્થાને શ્રીસંઘનો વધુ ને વધુ સહકાર મળતો રહે અને આ સંસ્થા શાસ્ત્રીય તેમ જ લોકોપયોગી સાહિત્ય વિશેષ પ્રમાણમાં પ્રકાશિત કરવા શક્તિશાળી બને એવી હાર્દિક શુભેચ્છા દર્શાવીએ છીએ.
મુનિશ્રી પુણ્યવિજયજી
શ્રી જૈન આત્માનંદ સભા આવું ઉત્તમ કાર્ય કરી શકી, સંસ્થાનો મણિમહોત્સવ આવી ભવ્ય અને ગૌરવભરી રીતે ઊજવાઈ શક્યો અને ‘નયચક્ર' જેવા ગ્રંથનું આવું આદર્શ કોટિનું પ્રકાશન શક્ય બન્યું એ બધાના કેન્દ્રમાં આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજ્યજીની સર્વમંગલકારી ભાવના, સારા કામમાં સદા ય સહકાર આપવાની તત્પરતા અને શાસન-પ્રભાવનાથી ઉદાર તમન્ના બિરાજે છે. એમની સુજનતા, નિરીહતા અને સ૨ળતા દાખલારૂપ બની રહે એવી છે.
ભગવાન મહાવીરે (બુદ્ધે પણ) ધર્મદેશના અને ધર્મશાસ્ત્રો માટે લોકભાષાને અપનાવી સમગ્ર માનવસમાજ ઉપર મોટો ઉપકાર કર્યો હતો. પછીના આચાર્યો વગેરેએ પણ આજદિન સુધી એક યા બીજી રીતે આ પરંપરાને ચાલુ રાખવા ઘણો પ્રયત્ન કર્યો છે. એ જ પરંપરાને ખ્યાલમાં રાખીને મુનિરાજશ્રી જંબૂવિજ્યજી ‘નયચક્ર'નો સાર ગુજરાતી કે હિન્દીમાં આપવા અંગે પંડિતજીએ કરેલ સૂચનનો અમલ કરવા પ્રેરાશે તો તેથી સામાન્ય જિજ્ઞાસુઓને ઘણો લાભ થશે.
(તા. ૧-૭-૧૯૬૭)
Page #518
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૨
૪૯૫
(૨) શાસ્ત્રીય વિષયનો રોચક અનુવાદ :
ગણધરવાદ'
[ આચાર્ય જિનભદ્ર ક્ષમાશ્રમણકત “ગણધરવાદ'નો ટિપ્પણ તથા તુલનાત્મક વિસ્તૃત પ્રસ્તાવનાથી યુક્ત સંવાદાત્મક અનુવાદ, અનુવાદક તથા લેખક : પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા, પ્રકાશક: ગુજરાત વિદ્યાસભા, ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, ભદ્ર અમદાવાદ, પૃષ્ઠસંખ્યા (ક્રાઉન ૮ પેજી) ૪૨૬; કિંમત - પાકું પૂંઠું રૂ. ૧૨, કાચું પૂંઠું રૂ. ૧૦/-).
જૈનધર્મના એક સમર્થ આગમિક આચાર્યશ્રી જિનભદ્ર-ક્ષમાશ્રમણનો ‘વિશેષાવશ્યક-ભાષ્ય' ગ્રન્થ બહુ જાણીતો છે, અને જૈનસંઘમાં આબાલવૃદ્ધ વ્યક્તિને તેથી ય વિશેષ જાણીતો છે એ મહાગ્રન્થનો એક ભાગ “ગણધરવાદ'. મૂળ અર્ધમાગધી ભાષામાં, આર્યા છંદમાં, ૪૭૬ ગાથામાં રચવામાં આવેલ છે. તેમાં મુખ્યત્વે જીવ, પુણ્યપાપ, બંધ-મોક્ષ, કર્મતત્ત્વ અને પરલોકના અસ્તિત્વ અને સ્વરૂપ સંબંધી ચર્ચા છે. સામાન્ય રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે “ગણધરવાદમાં જૈન-દર્શનસંમત સાત કે નવ તત્ત્વનો વિચાર કરવામાં આવ્યો છે. આ ચર્ચાનાં મુખ્ય પાત્રો પૈકી ખુલાસો આપનાર ભગવાન મહાવીર છે અને શંકાઓ કરીને સવાલ પૂછનાર અગિયાર ગણધરો છે. એથી આ ગ્રન્થનું “ગણધરવાદ' નામ સાર્થક છે.
પ્રસ્તુત પુસ્તક એ “ગણધરવાદનો મૌલિક લાગે એવો સરળ-સુંદર ગુજરાતી અનુવાદ છે. એ અનુવાદને મૂળ ગાથાઓના અક્ષરાર્થમાં જ ગોઠવી ન દેતાં, પ્રશ્નોત્તર રૂપે સંવાદાત્મક શૈલીમાં રજૂ કરવામાં આવ્યો છે એ એની ધ્યાનપાત્ર વિશેષતા છે. કોઈ પણ કઠણ વિષય – અને તેમાંય ખાસ કરીને તત્ત્વજ્ઞાન જેવો વિષય સીધેસીધા લખાણ કરતાં પ્રશ્નોત્તરરૂપે રજૂ કરવાથી વધુ સહેલાઈથી સમજણમાં ઊતરી શકે છે. અનુવાદમાં ઠેરઠેર વિષય-પ્રતિપાદનને સ્પષ્ટ કરતાં મથાળાં પણ મૂકવામાં આવ્યાં છે.
મૂળ ગ્રંથનો અનુવાદ પૂરો થાય પછી ૩૨ પૃષ્ઠોમાં ૧૬ ૮ જેટલાં ટિપ્પણો આપ્યાં છે. તેમાં કેટલાક પારિભાષિક શબ્દોની સમજૂતી, કેટલાક વિષયોના વિશેષ ખુલાસા, કેટલાક ઉપયોગી પાઠોનાં ઉદ્ધરણો વગેરે અતિ ઉપયોગી સામગ્રી રજૂ કરવામાં આવી છે; તે આ ગ્રંથને સમજવામાં વિશેષ સહાયક થઈ પડે એમ છે.
આ ટિપ્પણો પછી “ગણધરવાદની મૂળ ૪૭૬ ગાથાઓ ત્રણ પ્રતોના આધારે શુદ્ધ કરીને પાઠાંતરો સાથે આપવામાં આવી છે. અને તે પછી અવતરણોની સૂચિ તથા અકારાદિ શબ્દસૂચિ મૂકવામાં આવેલ છે.
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૯૬
જિનમાર્ગનું અનુશીલન આમ આ ગ્રંથ કોઈ પણ શાસ્ત્રીય વિષયના ગ્રંથનો અનુવાદ કેવી રીતે કરવામાં આવે તો ગ્રંથ ઉપયોગી થઈ પડે એનો એક સુંદર નમૂનો પૂરો પાડે છે.
પણ મંદિરસમા આ ગ્રંથ ઉપર સોનાનો કળશ તો ચઢાવે છે એ ગ્રંથની, બહુવિધ માહિતી અને પાંડિત્યપૂર્ણ વિવેચનથી સભર અને ચિંતનાત્મક ૧૪૪ પૃષ્ઠોની વિસ્તૃત પ્રસ્તાવના. એમ કહી શકાય કે આ કંઈ કોઈ ગ્રંથવિશેષની પ્રસ્તાવનામાત્ર નથી, પરંતુ એ પણ એક સ્વતંત્ર ગ્રંથ જ છે. મૂળ “ગણધરવાદ કે તેના અનુવાદથી અપરિચિત વ્યક્તિ પણ ભારે રસપૂર્વક વાંચી શકે એવી મૌલિક આ પ્રસ્તાવના છે.
આ પ્રસ્તાવનામાં “ગણધરવાદમાં ચર્ચાયેલ આત્મા, કર્મ અને પરલોક જેવા ગહન વિષયોનું ઈતર દર્શનોની એ સંબંધીની માન્યતાની સાથે તુલનાત્મક સાધાર નિરૂપણ કરવામાં આવેલું હોવાથી આપણા મનમાં પરંપરાથી ઠસી ગયેલી કેટલીક ખોટી માન્યતાઓ દૂર થાય છે, અને તેથી કોઈ પણ દર્શનની તે-તે વિષયને લગતી સાચી માન્યતાની વધુ નજીક આપણે પહોંચી જઈએ છીએ. કોઈકોઈ વાર તો શબ્દોની સાઠમારીને લીધે, બધાને એકસૂત્રે બાંધતાં સત્ય-તત્ત્વથી આપણે કેવા વિમુખ બની જઈએ છીએ એ માટે આપણી પોતાની જાત પર જ આપણને હસવું આવે છે.
મૂળ ગ્રંથ, ગ્રંથકાર, ગ્રંથકારની સાહિત્યસેવા, ટીકાકાર અને તેમની સાહિત્યસેવા, ગણધરો અને વિષય-નિરૂપણ – આટલી બાબતો પ્રસ્તાવનામાં ઠીકઠીક વિગતે રજૂ થઈ છે. અને તેમાં ય વિષયનિરૂપણમાં આત્મવિચાર, કર્મવિચાર અને પરલોકવિચારની ભૂમિકા અને તેનો ક્રમેક્રમે થતો વિકાસ તો એવી અદ્દભુત રીતે રજૂ કરવામાં આવ્યો છે કે તે વાંચતાં આપણે જાણે કોઈ ગ્રંથ નહીં, પણ ચિત્ર જ નિહાળતા હોઈએ એવો મનમાં આહૂલાદ થાય છે. આત્માના અસ્તિત્વથી શરૂ કરીને આત્માના સ્વરૂપ વિશેની. જુદાંજુદાં દર્શનોની કે તત્ત્વવેત્તાઓની માન્યતાઓ અને તેમાં ક્રમેક્રમે આવતું રહેલા પરિવર્તન પ્રસ્તાવનામાં એવી રોચક રીતે રજૂ કરવામાં આવ્યું છે કે જાણે કોઈ “આત્મા' સ્વયં આપણી સામે રજૂ થઈને પોતાની વિકાસકથા કહી સંભળાવતો હોય! આવું જ કર્મ અને પરલોક માટે પણ સમજવું.
આ રીતે આ ગ્રંથરત્ન અત્યન્ત ઉપયોગી અને મહત્ત્વની સામગ્રીનો સંભાર રજૂ કરતો હોઈ દરેક વિદ્યાપ્રેમીએ સંગ્રહવા યોગ્ય, વાંચવા યોગ્ય અને મનનીય બન્યો
વિશેષ ન લખતાં જૈન સાહિત્યના મર્મજ્ઞ, સાક્ષરવર્ય પૂજ્ય મુ. શ્રી પુણ્યવિજયજીએ આ ગ્રંથ અને તેની પ્રસ્તાવના અંગે જે અભિપ્રાય વ્યક્ત કર્યો છે તે જ વાંચીએ :
Page #520
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૨, ૩
“આખી પ્રસ્તાવના જોયા પછી મારા ઉપર એ અસર પડી છે કે ભાઈશ્રી માલવણિયાએ ગણધ૨વાદ જેવા અતિગહન વિષયને કુશળતાપૂર્વક અતિસરળ બનાવી દીધો છે. તદુપરાંત તેમણે ગણધરવાદમાં ચર્ચાયેલા પદાર્થોના વિકાસ અને ઉદ્ગમ વિષે વૈદિક કાળથી લઈ જે સપ્રમાણ દાર્શનિક અને શાસ્ત્રીય ઇતિહાસ રજૂ કર્યો છે, તે દ્વારા તાત્ત્વિક પદાર્થોનો ક્રમિક વિકાસ કેમ થતો ગયો અને એકબીજાં દર્શનો ઉ૫૨ તેની કેવીકેવી અસરો થઈ એ સ્પષ્ટરૂપે સમજાઈ જાય છે. તે સાથે આપણને એ પણ સમજાઈ જાય છે કે સમ્યજ્ઞાન-દર્શનની ભૂમિકામાં રહેલા મહાનુભાવે તાત્ત્વિક પદાર્થોનું અધ્યયન, અવલોકન તેમ જ ચિંતન કેવી વિશાળ અને તટસ્થ દૃષ્ટિએ કરવું જોઈએ, જેથી એની સમ્યજ્ઞાનદર્શનની દશા દૂષિત ન થાય.
“પ્રાચીન અને ગહન જૈન ગ્રંથોનાં આપણી ચાલુ દેશી ભાષાઓમાં જે વિશિષ્ટ ભાષાન્તરો ઐતિહાસિક નિરૂપણ અને આવશ્યક વિવેચન સાથે પ્રકાશિત થયાં છે, તેમાં ગણધરવાદનો પ્રસ્તુત ભાષાંતર-ગ્રન્થ એક વિશિષ્ટ ભાત પાડે છે એ એક હકીકત છે.”
આ ઉદ્ગારો આ ગ્રંથ પ્રત્યેની અનેક વિદ્યાપ્રેમીઓ અને અવલોકનકારોની લાગણીને પણ વ્યક્ત કરે છે.
898
(૩) કર્મગ્રંથોના પ્રકાશનનો આવકારપત્ર જ્ઞાન-મહોત્સવ
જૈનપુરી અમદાવાદમાં ગયે મહિને યોજાયેલા શ્રુતભક્તિના એક શાનદાર મહોત્સવની નોંધ લેતાં અમે ખૂબ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. આ જ્ઞાનમહોત્સવ હતો કર્મ-તત્ત્વજ્ઞાનને લગતા બે નવા શાસ્ત્રીય ગ્રંથોનાં પ્રકાશનોનો અને એ નિમિત્તે યોજાયેલ જૈનસાહિત્ય-પ્રદર્શનના ઉદ્ઘાટનનો.
આ બે નવા શાસ્ત્રીય ગ્રંથો છે ‘ખવગસેઢી’ અને ‘ઠિઇબંધો'. બંને ગ્રંથોનું મૂળ વસ્તુ જૈનધર્મની શાસ્ત્રભાષા પ્રાકૃતમાં પદ્યમાં ગૂંથવામાં આવ્યું છે; અને એના ઉપર, ભગવાન મહાવીરનાં નિર્વાણ પછી કેટલીક સદીઓ બાદ જૈનસંઘે સ્વીકારેલી અભિનવ પ્રથા પ્રમાણે, સંસ્કૃત ભાષામાં વિશદ અને સુવિસ્તૃત ટીકા રચવામાં આવી છે.
(તા. ૩૦-૫-૧૯૫૩)
‘ખવગસેઢી' (ક્ષપકશ્રેણી) ગ્રંથના મૂળ અને તેની ટીકા બંનેના રચિયતા છે મુનિરાજ શ્રી ગુણરત્નવિજયજી. તેઓ પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજીના શિષ્ય
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૯૮
જિનમાર્ગનું અનુશીલના પંન્યાસ શ્રી ભાનવિજયજી ગણીના શિષ્ય મુ. શ્રી જિતેન્દ્રવિજયજીના શિષ્ય થાય છે. મૂળ ગ્રંથ ૨૭૧ પ્રાકૃત ગાથાનો છે અને સંસ્કૃત ટીકા ૭૨૫૦ શ્લોક-પ્રમાણ છે. વિષયની સમજૂતી માટે પુસ્તકમાં સંખ્યાબંધ ચિત્રો અને યંત્રો આપવા ઉપરાંત ગ્રંથના અંતે મૂળ ગાથાઓનો ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. પદાર્થસંગ્રહકાર તરીકે ત્રણ મુનિવરોએ આ ગ્રંથની રચનામાં સહાયતા કરી છે, અને ગ્રંથનું સંશોધન પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયોદયસૂરિજીએ તથા પદાર્થ-સંગ્રહકાર મુનિવર્યોએ કરેલ છે. ક્ષપકશ્રેણી એ આત્મવિકાસની અનુપમ શ્રેણી છે; એ માર્ગે જ આત્મા પોતાના અંતિમ સાધ્ય મહાનિર્વાણ કે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. જૈન ધર્મના કર્મતત્ત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખીને એની શાસ્ત્રીય પરિભાષામાં આ વસ્તુનું વિસ્તૃત નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
‘ઠિઇબંધો' (સ્થિતિબંધ) ગ્રંથના મૂળના કર્તા છે મુનિરાજ શ્રી વીરશેખરવિજયજી. તેઓ પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરિજીના શિષ્ય પંન્યાસ શ્રી હેમંતવિજયજી ગણીના શિષ્ય મુનિશ્રી લલિતવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી રાજશેખરવિજયજીના શિષ્ય છે. મૂળ ગ્રંથપ્રમાણ ૮૭૬ પ્રાકૃત ગાથાઓ જેટલું છે. આ ગ્રંથના ટીકાકાર છે મુનિરાજ શ્રી જગચંદ્રવિજયજી. તેઓ પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરિજીના શિષ્ય પંન્યાસ શ્રી ભાનુવિજયજી ગણીના શિષ્ય સ્વર્ગસ્થ પંન્યાસ શ્રી પદ્મવિજયજી ગણીના શિષ્ય છે. તેઓએ સંસ્કૃતમાં રચેલ ટીકા વીસ હજાર શ્લોકપરિમાણ છે. વિષયની સમજૂતી માટે આમાં પણ અનેક યંત્રો અને શરૂઆતમાં ગુજરાતીમાં સારરૂપે ‘વિષય-પરિચય આપવામાં આવેલ છે. પદાર્થ-સંગ્રહકાર તરીકે બે મુનિવરોએ આમાં સહાયતા કરી છે, અને ગ્રંથનું સંશોધન પૂજ્ય આચાર્ય શ્રી વિજયજંબૂસૂરિજી તથા પદાર્થસંગ્રહકાર મુનિવરોએ કર્યું છે. આત્મા સાથે બંધાયેલું કર્મ કેટલા કાળ સુધી આત્માને વળગી રહે છે એ વિષયનું શાસ્ત્રીય નિરૂપણ આ ગ્રંથનો મુખ્ય વિષય છે.
આ બંને ગ્રંથોના પ્રેરક, માર્ગદર્શક અને સંશોધક છે વયોવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ પૂજય આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિજી.
આ ગ્રંથોનો પ્રકાશન-સમારંભ તા. ૩૦-૧૦-૧૯૬૬ના રોજ અમદાવાદમાં ચતુર્વિધ શ્રીસંઘની હાજરીમાં ઊજવાયો હતો. આ પ્રસંગ નિમિત્તે યોજાયેલું, કર્મસાહિત્ય અને કર્મતત્ત્વજ્ઞાનની તેમ જ જૈન સાહિત્યની વિપુલ સામગ્રીની માહિતી આપતું, ગ્રંથો, ચિત્રો, યંત્રો તથા અન્ય આનુષંગિક વસ્તુઓનું મોટું પ્રદર્શન તા. ૨૯-૧૦-૧૯૬૬ના રોજ છ દિવસ માટે ખુલ્લું મુકાયું હતું. ગ્રંથપ્રકાશનનો સમારંભ વિશેષે કર્મસાહિત્યને
Page #522
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : 3
લગતા નાના-સરખા જ્ઞાનસત્ર જેવો ઉપયોગી બન્યો હતો, અને પ્રદર્શનનો લાભ જૈનજૈનેતર જનતાએ મોટા પ્રમાણમાં લીધો હતો.
પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરિજી જૈન ધર્મશાસ્ત્રોના જ્ઞાતા હોવા સાથે કર્મશાસ્ત્રના વિશિષ્ટ શાતા છે. કર્મશાસ્ત્ર જેવા સૂક્ષ્મ, શુષ્ક અને કઠિન છતાં જૈનધર્મે પ્રરૂપેલ વિશ્વવિજ્ઞાનના પાયારૂપ શાસ્ત્રનું આચાર્ય મહારાજે જીવનભર તલસ્પર્શી અને મર્મગામી અધ્યયન અને ઊંડું અવગાહન કર્યું છે. તેથી તેઓ આ વિષયના અધિકૃત જ્ઞાતા બન્યા છે. કર્મશાસ્ત્રને લગતા પોતાના વિપુલ જ્ઞાનનો લાભ આચાર્યશ્રીએ તે વિષયના મૌલિક ગ્રંથો લખીને તો જૈનસંઘને અને જિજ્ઞાસુ જગને આપ્યો જ છે; પણ તેથી ય મોટો લાભ, તેઓએ પોતાના શિષ્ય-પ્રશિષ્યોની પરંપરામાં જ્ઞાનોપાસનાની તાલાવેલી જગાવીને અને જાતે જ વાત્સલ્ય અને મમતા સાથેના અધ્યાપન દ્વારા એમને કર્મતત્ત્વ તથા અન્ય શાસ્ત્રીય વિષયોના વિદ્વાનો બનાવીને આપણને આપ્યો છે. મુનિરાજોની ઊછરતી નવી પેઢીને આ રીતે જ્ઞાન અને ચારિત્રની આરાધના માટેની પ્રેરણા અને કેળવણી આપતાં રહીને આચાર્યશ્રીએ તેઓને પોતાના વારસાના સાચા અને યોગ્ય અધિકારી બનાવવાનો પુરુષાર્થ કર્યો છે. આ પુરુષાર્થ અત્યારે આપણા અન્ય સાધુ-સમુદાયો માટે દાખલારૂપ બને એવો છે. વળી, અત્યારે ૮૪ વર્ષની પાકટ વયે, તબિયતની પૂરેપૂરી અનુકૂળતા ન હોવા છતાં, તેઓ જે રીતે અપ્રમત્તભાવે સ્વાધ્યાયમાં અને અંતેવાસી મુનિવરોના અધ્યાપનમાં રત રહે છે તે બીના તેઓના પ્રત્યે વિશેષ ભક્તિ અને બહુમાન જન્માવે છે.
૪૯૯
વિશ્વની રચના ઈશ્વરે કર્યાનો ઇન્કાર કરીને અને વિશ્વની વિવિધતા અને વિચિત્રતાની જવાબદારી પણ ઈશ્વરને માથેથી દૂર કરીને જૈન સાધકો અને તત્ત્વદ્રષ્ટાઓએ જગતને કોઈ વ્યક્તિવિશેષની રચનારૂપે નહીં, પણ અનાદિ-અનંતરૂપે ઓળખાવ્યું છે, અને એમાં પ્રવર્તતી જગના જીવોની વિવિધતા અને વિચિત્રતાના કારણરૂપે કર્મતત્ત્વને પ્રરૂપ્યું છે. આને લીધે કર્મતત્ત્વનું અને એના પ્રાબલ્યનું યુક્તિસંગત, પ્રતીતિકર અને સવિસ્તર વિવેચન કરવું એ જૈન તત્ત્વવેત્તાઓ માટે અનિવાર્ય બની ગયું છે. તેથી જ જૈનધર્મના શાસ્ત્રીય ગ્રંથોમાં કર્મતત્ત્વનું વિવેચન કરતા નાના-મોટા, પ્રાચીન-અર્વાચીન સંસ્કૃત, પ્રાકૃત તેમ જ લોકભાષામાં રચાયેલા ગ્રંથો પુષ્કળ છે.
આ બધાનું ઝીણવટથી અવલોકન-અધ્યયન કર્યા પછી પણ પૂ. આ. મ. શ્રીને લાગ્યું કે કર્મશાસ્ત્રના અમુક-અમુક મુખ્યમુખ્ય વિશદ નિરૂપણ કરતા ખાસ ગ્રંથોની આપણે ત્યાં કેટલેક અંશે ખામી છે. કર્મશાસ્ત્રને લગતા પ્રાચીન ગ્રંથોનું તલસ્પર્શી અને વ્યાપક અવગાહન-અવલોકન કરીને એ બધાના દોહનરૂપે સ્વતંત્ર નવા ગ્રંથો તૈયા૨
Page #523
--------------------------------------------------------------------------
________________
૫૦૦
જિનમાર્ગનું અનુશીલન કરવામાં આવે તો જ એ દૂર થઈ શકે. આ વિષયમાં તેઓશ્રીનું પોતાનું ઊંડું અધ્યયન તો હતું જ; તેમાં, તેઓની પ્રેરણાનું પાન કરીને શાસ્ત્રાભ્યાસ કરવામાં અને નવા ગ્રંથોના સર્જનમાં એકાગ્રતાથી કામે લાગી જવાની ઉત્કટ ભાવનાવાળા શિષ્યો-પ્રશિષ્યોના જૂથની જ્ઞાનોપાસાનાનું બળ ભળ્યું. પરિણામે, વિ.સં. ૨૦૧૫માં કર્મસિદ્ધાંતના એકએક અંગનું સવિસ્તર વિવરણ કરતા ૧૬-૧૭ ગ્રંથોનું સર્જન કરવાની મોટી યોજના તૈયાર થઈ. અને આ યોજનાને મૂર્ત રૂપ આપવા પિંડવાડાના શ્રીસંઘે ૪૦થી ૫૦ હજાર રૂપિયા આપવાની પહેલ કરી, અને વિ.સં. ૨૦૧૮માં આ માટે “શ્રી ભારતીય પ્રાચ્યતત્ત્વ પ્રકાશન સમિતિ’ નામે નવી સંસ્થા સ્થાપી આ યોજનાના અમલની શરૂઆત કરવામાં આવી. આ સંસ્થાના તેમ જ શ્રીસંઘના સહકારને લીધે અને મુનિવરોની નિષ્ઠાભરી જ્ઞાનોપાસનાને બળે, અત્યારે આ યોજનાના બે દળદાર ગ્રંથોનું પ્રકાશન થઈ શક્યું છે અને અન્ય ગ્રંથોનું સર્જન થઈ રહ્યું છે.
આ યોજનાની એક નોંધપાત્ર વિશેષતા એ છે કે કર્મસિદ્ધાંતને લગતા કોઈ પણ ગ્રંથનું સર્જન કરતાં પહેલાં, એને લગતા પ્રાચીન-અર્વાચીન સમગ્ર સાહિત્યનું અવલોકન કરી લેવાય છે, તેમ જ મુખ્યત્વે કર્મશાસ્ત્રને લગતા સમગ્ર દિગંબર સાહિત્યનું પણ અવગાહન કરવામાં આવે છે. જેને સાહિત્યની સામાન્ય સ્થિતિ કંઈક એવી બની ગઈ છે કે શ્વેતાંબરોમાં આગમોને અનુલક્ષીને ખૂબ સાહિત્ય રચાયું, તો દિગંબરોમાં કર્મતત્ત્વને અનુલક્ષીને પુષ્કળ સાહિત્ય રચાયું. એટલે કર્મશાસ્ત્રના સર્વસ્પર્શી અધ્યયનને માટે દિગંબર સાહિત્યનું અધ્યયન-અવલોકન અનિવાર્ય બની જાય છે.
આ યોજનાની બીજી વિશેષતા એ છે કે તૈયાર થયેલ ગ્રંથનું મુદ્રણ શરૂ કરતાં પહેલાં સુયોગ્ય વિદ્વાન આચાર્ય મહારાજની પાસે એનું સંશોધન કરાવવામાં આવે છે. આ પ્રથા મુજબ આ ગ્રંથમાળાના પહેલા ગ્રંથ “ખવગ-સેઢીનું સંશોધન સમતાના સરોવર, ગુરુભક્તિમાં આત્મવિલોપન કરવામાં જીવનની ધન્યતા અનુભવનાર વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ આચાર્ય શ્રી વિજયોદયસૂરિએ (તેમ જ અન્ય મુનિવરોએ) કર્યું છે. પૂ. આ. મ. શ્રી વિજયપ્રેમસૂરિજીનું માર્ગદર્શન અને પૂ. આ. મ. શ્રી વિજયોદયસૂરિજીનું સંશોધન – એક જ ગ્રંથમાં જ્ઞાનચારિત્ર-પૂત બે મીઠા મહેરામણનો સંગમ થયાનો આહૂલાદ શ્રીસંઘ અનુભવે છે.
આ ગ્રંથોના પ્રકાશન માટે “શ્રી ભારતીય પ્રાપ્યતત્ત્વ-પ્રકાશન-સમિતિ એવા વ્યાપક નામવાળી સંસ્થા સ્થપાઈ એ બીના પણ આ યોજનાની એક વિશેષતા જ છે. એમાં જેનત્વને ભારતીયતાથી જુદું ન પાડતાં એના વિશિષ્ટ અંગરૂપ લેખવાની દૂરંદેશી બતાવાઈ છે.
આ ગ્રંથપ્રકાશન નિમિત્તે જાહેર સમારંભ તેમ જ સુંદર પ્રદર્શન યોજાયાં તે પણ ખૂબ સમયોચિત અને જરૂરી કામ થયું છે. જૈન ધર્મ અને સાહિત્યની ઉપયોગિતા
Page #524
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૩,
અને મહત્તાનો સામાન્ય જનસમૂહ તેમ જ ઇતર વિદ્વાનોને ખ્યાલ આપવામાં આવા પ્રસંગો ખૂબ ઉપયોગી થઈ શકે. પ્રચાર એ આજની જરૂરિયાત અને શક્તિ બંને છે. (તા. ૨૬-૧૧-૧૯૬ ૬ )
(૪) ‘યોગશતક' [ગ્રંથ-પરિચય]
‘યોગશતક’ ગ્રંથ પ્રાકૃત ભાષામાં શ્રી હરિભદ્રસૂરિએ રચેલો છે. એના નામ પ્રમાણે એની ૧૦૧ ગાથાઓ છે. એમાં શરૂઆતમાં આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર સાથેના સંબંધને જ ‘નિશ્ચયયોગ' (સાચો યોગ) કહી એ ત્રણેનાં કારણોને ‘વ્યવહારયોગ’ કહેલ છે. આખા ગ્રંથમાં પણ મુખ્યત્વે જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિનાં કારણો રૂપી પ્રવૃત્તિઓને વ્યવહારયોગ તરીકે નિરૂપેલ છે. આર્યા છંદમાં ગૂંથવામાં આવેલી આ અર્થગંભી૨ કાવ્યકૃતિને મોઢે કરીને સ્વસ્થ ચિત્તે એનું ગાન કરાય, તો તે ચિત્તને આહ્લાદ આપવા સાથે આત્મજાગૃતિની પ્રેરણા આપે એવી છે.
આચાર્ય હરિભદ્રસૂરિની આ કાવ્યકૃતિની એકમાત્ર તાડપત્રીય પ્રતિ પૂ. મુ. શ્રી પુણ્યવિજ્યજીને ખંભાતના ભંડારમાંથી મળેલી. અત્યાર લગી અપ્રગટ આ ગ્રંથ એ પ્રતિના આધારે સૌથી પહેલી વાર પ્રગટ કરવામાં આવેલ છે એ એની સૌથી પહેલી વિશેષતા છે. અનેકાન્તવાદના રહસ્યને જીવનમાં પચાવીને સર્વ ધર્મો અને સર્વ દર્શનો પ્રત્યે સમન્વયની દૃષ્ટિ અને ગુણગ્રાહક વૃત્તિ અપનાવનાર આચાર્ય હરિભદ્રની નાનામાં નાની કે મોટામાં મોટી કૃતિનું પણ ભારે મૂલ્ય છે.
આ ગ્રંથના વિદુષી સંપાદિકાએ મૂળ ગાથાઓનું આગળ-પાછળના સંબંધો અને અર્થસંગતિના પ્રકાશમાં સંશોધન કર્યું છે, અને ગ્રંથને મૂળ રૂપે કે માત્ર એના અનુવાદ સાથે પ્રગટ નહીં કરતાં તલસ્પર્શી વિસ્તૃત સમજૂતી અને અનેક માહિતીપૂર્ણ આવશ્યક ટિપ્પણોથી એને અલંકૃત કરેલ છે એ આ ગ્રંથની નોંધપાત્ર વિશેષતા છે.
ગ્રંથના વિવિધ વિષયોનો ખ્યાલ આપતાં મથાળાં અને વિષયાનુક્રમ, છ જેટલાં પરિશિષ્ટો અને બે શબ્દસૂચિઓ આ ગ્રંથની મહત્તા અને ઉપયોગિતાને વધારવાની સાથે જિજ્ઞાસુ અભ્યાસીને ગ્રંથના વિષયો સમજવામાં ખૂબ સરળતા કરી આપે છે. અને આ બધાં ઉપ૨ સોનાનો કળશ ચડાવે એવી આ ગ્રંથની વિશેષતા તે એની ૬૬ પાનાંની પ્રસ્તાવના છે. તેમાં મૂળ ગ્રંથ, ગ્રંથકાર અને ગ્રંથવિષયનું સરળ ભાષામાં
૫૦૧
Page #525
--------------------------------------------------------------------------
________________
પ૦૨
જિનમાર્ગનું અનુશીલન રોચક શૈલીમાં વિસ્તારથી અવલોકન કરવામાં આવ્યું છે. આચાર્ય હરિભદ્રસૂરિનાં
જીવન, વ્યક્તિત્વ, એમના ગ્રંથો, એ ગ્રંથોની ખાસ વિશેષતાઓને અનુલક્ષીને આ પ્રસ્તાવનામાં જે લખવામાં આવ્યું છે, તેમાં કદાચ અત્યાર લગી સાવ અજ્ઞાત એવી બાબત વધારે નહીં હોય, છતાં એમાં જૂની-નવી બધી વિગતોનું સમરસરૂપે જે સંકલન કરવામાં આવ્યું છે, તે વાંચતાં હરિભદ્રસૂરિનાં જીવન અને કવનનું આહલાદક, ભવ્ય ચિત્ર અંતરપટ ઉપર ખડું થાય છે. ઉપરાંત યોગ અને અધ્યાત્મ સંબંધી વિવેચન પણ ઠીકઠીક વિચારસામગ્રી પૂરી પાડે છે.
શ્રી હરિભદ્રસૂરિના યોગવિષયક ગ્રંથોની વિશેષતા માટે પ્રસ્તાવનામાં ટૂંકમાં પણ મર્મગ્રાહી રીતે કહેવામાં આવ્યું છે : “આ હરિભદ્રનાં બધાં જ સર્જનોમાં મૂર્ધન્ય સ્થાન લેવાની યોગ્યતા તેમના યોગવિષયક ગ્રંથોમાં છે. તે ગ્રંથો જેમ જૈન પરંપરાને સ્પર્શે છે, તેમ સમગ્ર ભારતીય યોગ પરંપરાને પણ આવરે છે.” (પૃ. ૩૨).
આ હરિભદ્રની સમન્વય-દષ્ટિ અંગે પ્રસ્તાવના કહે છે : “બૌદ્ધ વિદ્વાન્ ધર્મકીર્તિ અને શાંતરક્ષિતે પણ વિરોધી વાદોની સમીક્ષા તો કરી છે, પરંતુ તેમણે એકે ય સમીક્ષામાં બૌદ્ધ કે બૌદ્ધતર વાદોનો આ હરિભદ્રની પેઠે સમન્વય કર્યો નથી. શાંતરક્ષિત તત્ત્વસંગ્રહમાં સાંખ્યમત પ્રકૃતિવાદની અને કૂટસ્થનિત્યત્વવાદની પરીક્ષા કરે છે, પરંતુ તે માત્ર સાંખ્યમતના ખંડન પૂરતી છે, જ્યારે આ હરિભદ્ર સાંખ્યમતની સમીક્ષાને અંતે પ્રકૃતિવાદનું જે રહસ્ય દર્શાવે છે તે જૈનસંમત કર્મપ્રકૃતિવાદની યાદ આપવા સાથે દૂર ભૂતકાળમાં એ બંને વાદો પાછળ કોઈ સમાન ભૂમિકા હોવાનું સૂચન કરે છે.” (પૃ. ૨૧). આગળ ચાલતાં પ્રસ્તાવના કહે છે : “એ જ રીતે ધર્મકીર્તિ અને શાંતરક્ષિતે જેનસંમત સ્યાદ્વાદ કે અનેકાંતદષ્ટિની સમીક્ષામાં પોતાનાથી ભિન્ન એવા દૃષ્ટિબિંદુનો મર્મ શોધી સમન્વય કરવા કોઈ પ્રયત્ન કર્યો નથી, જ્યારે આ હરિભદ્ર વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી બૌદ્ધ મંતવ્યની સમીક્ષા કરવા છતાં એક અતિગંભીર અને સૂક્ષ્મદર્શી દાર્શનિકને શોભે એવી ભાષામાં વિજ્ઞાનવાદ અને શૂન્યવાદનું રહસ્ય બતાવવા સાથે તેના પુરસ્કર્તા તરીકે સંમાનિત એવા તથાગત પ્રત્યે હાર્દિક બહુમાન દર્શાવ્યું છે.” (પૃ. ૨૩)
આ જ રીતે પૃ. ૨૫-૨૬ માં આ૦ હરિભદ્રના “ષદર્શનસમુચ્ચય' નામક લઘુ છતાં અપૂર્વ ગ્રંથની વિશેષતા સમજાવી છેવટે કહેવામાં આવ્યું છે : “એમણે “પદર્શનસમુચ્ચય'માં કોઈ પણ એક મતનું સ્થાપન અને બીજાનું ઉત્થાપન કરવાની દૃષ્ટિ ન રાખતાં છ યે દર્શનોને માન્ય એવાં મૂળ-મૂળ તત્ત્વોનું પ્રામાણિક નિરૂપણ કર્યું છે; એટલું જ નહીં, પણ તેમણે આખા દાર્શનિક જગમાં અવગણાયેલ એવા ચાર્વાક મતની પણ એક દર્શન તરીકે ગણના કરી છે. આમ “પદર્શનસમુચ્ચય' એ
Page #526
--------------------------------------------------------------------------
________________
૫૦૩
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો: સમીક્ષા : ૪ આ હરિભદ્રની એક અનોખી સૂઝનો સચોટ પુરાવો છે, અને ભારતીય દર્શન સાહિત્યના ઇતિહાસમાં પણ એ એક વિશિષ્ટ રચના બની રહે છે.”
આ હરિભદ્રસૂરિની સમન્વયસાધક દૃષ્ટિ માટે પ્રસ્તાવનામાં કહેવાયું છે : “આ હરિભદ્ર પહેલાં અનેક શતાબ્દીઓ થયાં જુદીજુદી સાધકપરંપરાઓમાં યોગવિષયક સાહિત્યનું નિર્માણ તો થયું છે, અને તેમના પછી પણ પુષ્કળ રચાયું છે, તે બધું મૂલ્યવાનું પણ છે. પરંતુ અમે જાણીએ છીએ ત્યાં લગી કોઈ પણ સાધકે આ હરિભદ્ર જેવું તુલનાત્મક અને સમન્વયપ્રધાન યોગસાહિત્ય રચ્યું નથી. તેથી જ આપણે ભારતીય સંસ્કૃતિમાં તેમના વિશિષ્ટ ફાળા અંગે એટલું કહી શકીએ કે તેઓ જેમ તત્ત્વચિંતનની બાબતમાં તેમ યોગની બાબતમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.” (પૃ. ૬૫).
આ રીતે આ હરિભદ્ર, યોગ, અધ્યાત્મ અને એની સાથે સંબંધ ધરાવતી અનેક બાબતોની આ પ્રસ્તાવનામાં જેવી તલસ્પર્શી અને મર્મગ્રાહી છણાવટ કરવામાં આવી છે તે જોતાં આ પ્રસ્તાવનાને પણ એક નાનો-સરખો મૌલિક ગ્રંથ જ કહી શકાય.
આ પુસ્તકની પ્રસ્તાવના, સમજૂતી, ટિપ્પણો, પરિશિષ્ટો જેમ વાચકને મૂળ વિષયને આત્મસાત્ કરવાની સરળતા કરી આપે છે, તેમ એ એનાં વિદુષી સંપાદિકાનાં વિશાળ વાચન, ઊંડા ચિંતન અને ધર્મગ્રાહી દૃષ્ટિની સાખ પૂરી પાડે છે.
આ ગ્રંથ તૈયાર કરવામાં પોતાને પં. શ્રી સુખલાલજી, મુ. શ્રી પુણ્યવિજયજી, શ્રી રસિકલાલ પરીખ, શ્રી દલસુખભાઈ માલવણિયા વગેરે અનેક વડીલો તેમ જ મિત્રોની અનેક પ્રકારની મદદ મળ્યાનો સ્વીકાર સંપાદિકાએ પોતે જ કર્યો છે. આમ છતાં તેમના પોતાનામાં મૂળભૂત શક્તિ ન હોય તો આવી મદદ વિશેષ લાભકારક ન થઈ શકે એ સમજી શકાય એવી વાત છે. એટલે આના અનુસંધાનમાં આ વિદુષી ભગિનીની વિદ્યાસાધનાનો થોડોક પરિચય મેળવવો રસપ્રદ અને ઉપયોગી થઈ પડશે.
ડો. ઈન્દુકલાબહેન મૂળે સુરતનાં, પણ ઘણાં વર્ષોથી એમનું કુટુંબ મુંબઈમાં રહે છે અને તેઓ પોતે સાતેક વર્ષથી મોટે ભાગે અમદાવાદમાં રહે છે. તેમનું કુટુંબ ધાર્મિક સંસ્કારવાળું છે. એમના પિતાશ્રી શ્રી હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી દવાઓ તૈયાર કરવાનો ધંધો કરવા છતાં સાહિત્ય પ્રત્યે ખૂબ અભિરુચિ ધરાવે છે. એમણે કવિ ઉમ્મર ખય્યામની રબાયતોનો ગુજરાતીમાં અનુવાદ કરેલો છે, અને તે પ્રગટ પણ થયેલ છે. ઉપરાંત ગુજરાતી ભાષામાં કાવ્યમય “મહાવીરચરિત્ર'ની પણ એમણે રચના કરેલી છે, જે હજુ અપ્રગટ છે. ડો ઈન્દુકલા સને ૧૯૫૦માં સંસ્કૃત વિષય લઈને પ્રથમ વર્ગમાં એમ. એ. થયાં, અને ત્યાર પછી પં. શ્રી સુખલાલજી પાસે રહીને શ્રી રસિકભાઈ પરીખની દેખરેખ નીચે પીએચ.ડી.ના મહાનિબંધ માટે એમણે “સાંખ્ય અને જેને પરિમાણવાદનો તુલનાત્મક અભ્યાસ' એ બહુ કઠિન, જટિલ અને ખૂબ સૂક્ષ્મ વિચારણા માગી લે એવો
Page #527
--------------------------------------------------------------------------
________________
પ૦૪
જિનમાર્ગનું અનુશીલના વિષય પસંદ કર્યો. ત્રણ વર્ષના સતત અધ્યયન, પરિશીલન અને પરિશ્રમ પછી જ્યારે આ મહાનિબંધ તૈયાર થયો, ત્યારે એના પરીક્ષકોએ તેમ જ એ વિષયના પારખુઓએ એની મુક્ત કંઠે પ્રશંસા કરી. પીએચ.ડી.ની ડિગ્રી મેળવ્યા બાદ તેઓ ગુજરાત વિદ્યાસભાના ભો. જે. વિદ્યાભવનમાં પ્રોફેસર તરીકે જોડાયાં, અને અત્યારે તેઓ રામાનંદ મહાવિદ્યાલયમાં સંસ્કૃતના પ્રોફેસર તરીકે સફળતાપૂર્વક કામગીરી બજાવી રહ્યાં છે. તેઓ પોતાની જ્ઞાનોપાસનામાં સતત લાગેલાં રહે છે, અને અધ્યયન-અધ્યાપન અને વાચન-મનન એ જ જાણે એમના જીવનનું ધ્યેય બની ગયું છે.
આવાં એક સતત વિદ્યાસેવી ભગિનીને હાથે આવા ગ્રંથનું સંપાદન થાય એ સર્વથા ઉચિત અને આનંદ આપે એવી ઘટના છે.
એક નાનાસરખા પુસ્તકનું સંપાદન પણ કેવી ઉત્તમ રીતે થઈ શકે એનો આ ગ્રંથ સાચો નમૂનો પૂરો પાડે છે.
આ પુસ્તકનું યોગ અને અધ્યાત્મના જિજ્ઞાસુઓ માટે તો મહત્ત્વ છે જ; વળી, તે ઉચ્ચ ધાર્મિક શિક્ષણના પાઠ્યપુસ્તક તરીકે પણ ખૂબ ઉપયોગી થઈ શકે.
(તા. ૧૬-૬-૧૯૫૬)
(૫) નમૂનેદાર સંપાદન (“ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ') (જર્મન વિદ્વાનોની તલસ્પર્શી સંપાદનકળાનો પરિચય કરાવતું
એક પુસ્તક)
અમદાવાદની ગુજરાત વિદ્યાસભાએ (ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ) થોડાક મહિનાઓ પહેલાં ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ' નામક ૧૧૨ પાનાંનું એક પુસ્તક પ્રગટ કર્યું છે. તેનાં સંપાદિકા છે શ્રીમતી કુમારી શોલૉટે ક્રાઉઝ પીએચ. ડી. જેઓ કુમારી સુભદ્રાદેવી'ના નામે આપણે ત્યાં વધુ જાણીતાં છે અને જેઓએ અનેક વર્ષો લગી શિવપુરીના શ્રી વીરતત્ત્વ-પ્રકાશક-મંડળમાં રહીને જૈન સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો છે.
આ પુસ્તકમાં પ્રાચીન ગુજરાતી ભાષાની ત્રણ જૈન કવિતાઓ આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે : (૧) વિ. સં. ૧૬ ૫૬માં શ્રી નયસુંદર દ્વારા વિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ, (ગાથા ૧૩૨), (૨) વિ. સં. ૧૬ પપની શ્રી પ્રેમવિજયજીકૃત “ત્રણસો
Page #528
--------------------------------------------------------------------------
________________
૫૦૫
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષાઃ પ, ૬ પાંસઠ પાર્શ્વનામમાળા', (ગાથા ૩૨૧) અને (૩) કવિ પ્રેમાકૃત “વૃદ્ધ ચૈત્યવંદન', (ગાથા ૮) (રચનાસંવત્ આપ્યો નથી.)
પણ આ ત્રણ કવિતાઓ આપવામાત્રથી આ પુસ્તક મહત્ત્વનું કે નોંધપાત્ર ઠરતું નથી. એની ખરી મહત્તા એના ઝીણવટભર્યા અને તલસ્પર્શી સંપાદનના કારણે છે.
પરદેશના જે વિદ્વાનોએ જૈન સાહિત્યની સેવા બજાવી છે, તેમાં જર્મન વિદ્વાનોનું સ્થાન મોખરે છે. તેમણે જૈન સાહિત્યનું જે ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું છે, તે કોઈ પણ સાહિત્યના અભ્યાસીને માટે માર્ગદર્શક નીવડે એવું છે. આમ થવામાં વિષયના ઊંડામાં ઊંડા મૂળ સુધી પહોંચી જવાની તેમની શક્તિ અને બુદ્ધિ જ મુખ્ય કારણ છે. કુમારી સુભદ્રાદેવી પણ જર્મન જ છે. એટલે પ્રસ્તુત નાનાસરખા પુસ્તકમાં પણ જર્મન વિદ્વાનોની સંપાદનકળાનો આદર્શ બરાબર જોવા મળે છે. આપણા જે વિદ્યાપ્રેમીઓ જર્મન કે અંગ્રેજી ભાષાના પરિચયના અભાવના કારણે જર્મન વિદ્વાનોની આ આદર્શ સંપાદનકળાનો પરિચય ન સાધી શક્યા હોય, તેમને માટે આ પુસ્તક સંપાદનકળાના અભ્યાસની દૃષ્ટિએ પણ ખૂબ ઉપયોગી થઈ પડે એવું છે.
મૂળકૃતિઓ તો માત્ર ર૬ પાનાં જેટલી હોવા છતાં તેમાં એ કૃતિઓને લગતી અનેક ઉપયોગી માહિતી આપીને જે રીતે એને સુસમૃદ્ધ કરવામાં આવી છે, તે જ એના સંપાદિકાની બહુશ્રુતતા અને ઊંડી વિદ્વત્તાની સાખ પૂરે છે.
આ ગ્રંથમાં મૂળ કવિતાઓ ઉપરાંત માહિતીપૂર્ણ પ્રસ્તાવના, મૂળ કવિતાના વિષયને ફુટ કરતી અનેક ટિપ્પણીઓ, ઝીણવટપૂર્વક નોંધેલા તે-તે ગાથાવાર પાઠાંતરો અને ૩૨ પાનાંઓ રોકતી સ્થાનો અને બિંબોનાં નામોની પરિચયાત્મક અકારાદિ સૂચિ - આટલી બાબતો આપવામાં આવી છે. તેમાં ટિપ્પણીઓ અને સ્થાનો અને બિંબોનો પરિચય ખાસ ધ્યાન ખેંચે એવાં છે.
ત્રણ રૂપિયાની કિંમતનું આ પુસ્તક અનેક માહિતી આપવા સાથે પ્રાચીન પુસ્તકનું સંપાદન કેટલી વિવિધતાભરી રીતે થઈ શકે છે એનો સુંદર નમૂનો પૂરો પાડે એવું છે.
(તા. ૧૫-૧૯૫૨)
(૬) એક સાહિત્યિક પુરુષાર્થની વીરગાથા
(મહાભારતનો રશિયન અનુવાદ) મહાભારત' એ ભારતનો એક અદ્વિતીય અને વિશ્વવિખ્યાત મહાગ્રંથ છે. આ ગ્રંથની સતત વધતી રહેલી મહત્તા, ઉપયોગિતા અને લોકપ્રિયતા એ હકીકત ઉપરથી
Page #529
--------------------------------------------------------------------------
________________
પ૦૬
જિનમાર્ગનું અનુશીલન પણ જાણી શકાય છે કે શરૂઆતમાં દસેક હજાર શ્લોકપ્રમાણના અને ભારત' નામે ઓળખાતા આ ગ્રંથરત્નમાં સમયે-સમયે એટલા ઉમેરા થતા ગયા કે છેવટે એ આશરે એક લાખ શ્લોકોનો મહાકાય ગ્રંથ બની ગયો અને મહાભારત' એવા યથાર્થ નામથી ઓળખાવા લાગ્યો.
ભારતીય પ્રજા, સંસ્કૃતિ અને સંસ્કારિતાનાં હૂબહૂ દર્શન કરાવતો આ મહાગ્રંથ સાચે જ અજોડ છે. એમાં માનપ્રકૃતિનાં કેટકેટલાં પાસાં જોવા મળે છે ! જેને જે રસ જોઈએ અથવા જેને દૈવી ગુણવિભૂતિ અને સુકૃતિઓના અથવા આસુરી દુવૃત્તિ અને દુષ્યવૃત્તિના અને તેના ભલા કે બૂરા અંજામનાં દર્શન કરવાં હોય, તેને તે એમાંથી મળી રહે એવો એ આકર-ગ્રંથ છે. અત્યારે વિકસી રહેલા મનોવિજ્ઞાનની દૃષ્ટિએ તો આ ગ્રંથરાજ ખૂબ મનનપૂર્વક અભ્યાસ કરવા જેવો છે; કારણ કે એ ગ્રંથમાંની અસંખ્ય ઘટનાઓ અને એ બધી ઘટનાઓના ઘડવૈયા બનતાં અનેક પાત્રો માનસશાસ્ત્રના કોઈક ને કોઈક નિયમને સમજવા-સમજાવવા માટે અસરકારક અને અનુરૂપ દાખલાની ગરજ સારે છે.
સંસારીઓને વળગેલા અને સંસારના ફેરાને વધારવાનું નિમિત્ત બનતાં કષાયો, કર્મો અને રાગદ્વેષની પરિણતિના (અથવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સરરૂપ પરિપુવર્ગના) પાશવી કે આસુરી બળને અને આત્મસાધનાના માર્ગના પુણ્યયાત્રિકો દ્વારા ઉપાસવવામાં આવતી સમતા, અહિંસા, કરુણા, સચ્ચાઈ, સહિષ્ણુતા જેવી દેવી ગુણસંપત્તિના બળને એટલે કે માનવીના જીવનનો અપકર્ષ અને ઉત્કર્ષ સમજાવતી ભારતની પ્રાચીન તત્ત્વપરંપરાને સમજવામાં ઉકેલવામાં આ મહાગ્રંથ ગુરુચાવી જેવી ઉપયોગિતા અને મહત્તા ધરાવે છે. ખરેખર, મહાભારત એ ભારતીય સંસ્કૃતિના ગૌરવરૂપ અને ભારતીય સાહિત્યના શિરોમણિરૂપ મહાગ્રંથ છે.
કોઈ પણ જાતની અતિશયોક્તિ વગર એમ ખુશીથી કહી શકાય, કે સમયેસમયે નાનાં-મોટાં અનેક રાજ્યોમાં વિભાજિત થતી રહેલી ભારતની ધરતી અને સામાન્ય ભલી-ભોળી પ્રજાને એકતાના સૂત્રે બાંધી રાખવાનું અસાધારણ મહત્ત્વનું અને ઐતિહાસિક કામ જૂના વખતથી તે અત્યાર સુધી, જે પરિબળોએ કે સાધનોએ કર્યું છે, એમાં મહાભારત તથા રામાયણનો ફાળો ઘણો મોટો છે.
વળી, મહાભારત તથા રામાયણની કથાઓ જૈનધર્મના સાહિત્ય સહિત, ભારતનાં અન્ય ધર્મો, ભાષાઓ તેમ જ પ્રાંતોમાં, જુદાજુદા સમયે, ઘટનાઓના કેટલાક ફેરફાર સાથે રચાતી રહી છે; એ બીના પણ આ બે ગ્રંથોએ ભારતીય જીવનમાં કેવું અગત્યનું સ્થાન મેળવ્યું છે તેનો ખ્યાલ આપે છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા: ૬
૫૦૭
અસંખ્ય પાત્રો, ઘટનાઓ અને માનવીનાં સારાં-ખોટાં વલણોનાં પ્રતીતિકર નિરૂપણોથી સમૃદ્ધ અને અમર બનેલ મહાભારતનું રશિયન ભાષામાં ભાષાંતર કરવાની અંત:પ્રેરણા, એક રશિયન વિદ્યાપુરુષને છએક દાયકા પહેલાં થઈ, અને વર્ષો સુધી અવિરત જહેમત ઉઠાવીને એમણે એ વિરાટ કાર્ય પૂરું પણ કર્યું. હવે તો તેની બીજી આવૃત્તિ થોડા સમયમાં પ્રગટ થવાની છે; એ પ્રસંગને અનુલક્ષીને આ ભાષાંતરની પહેલી આવૃત્તિ કેવી રીતે, કોના હાથે તૈયાર થઈ હતી, એની કેટલીક માહિતી “ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' અંગ્રેજી દૈનિક (અમદાવાદ આવૃત્તિ)ના તા. ૧૨-૭-૧૯૭૭ના અંકમાં પ્રગટ થઈ છે. સાહિત્યિક પુરુષાર્થની વીરગાથા જેવી આ માહિતી જાણવા અને પ્રેરણા લેવા જેવી હોવાથી અહીં એ સાભાર રજૂ કરીએ છીએ :
આજથી ૬૦ વર્ષ પહેલાં, સને ૧૯૧૭ના ઓક્ટોબર માસમાં રશિયામાં મહાન રાજ્યક્રાંતિ થઈ અને ઝંઝાવાત જેવો સત્તાપલટો થયો એ જ વર્ષની આ વાત છે. એ વખતે એક વાર રશિયાના એક ડૉક્ટરને રેલ્વેના છેલ્લા સ્ટેશને સંસ્કૃત-રશિયન શબ્દકોશનું પુસ્તક મળી આવ્યું – કોઈક વિદ્વાન પોતાનું આ પુસ્તક ત્યાં ભૂલી ગયા હતા.
એ ડૉક્ટરનું નામ બોરિસ સ્મિોંવ (Boris Smirnov). ત્યારે એમની ઉંમર ફક્ત પચીસ વર્ષની જ હતી. એમણે કુતૂહલથી પુસ્તક જોવા માંડ્યું, અને જેમ જેમ તેઓ એ જોતા ગયા, તેમતેમ એમને એમાં ઊંડો રસ પડવા લાગ્યો. જોગાનુજોગ એવું બન્યું કે એ વખતે સ્ટેશનમાં મુસાફરોની ગિરદી અપાર હતી અને ગાડીઓ વખતસર દોડતી ન હતી. આવી પરિસ્થિતિ જોઈને ડો. સ્મિોંવ માલ-સામાનના ટેબલ નીચે બેસવા જેવી ખાલી જગા જોઈને ત્યાં ગોઠવાઈ ગયા, અને એ પુસ્તકનાં પાનાં શાંતિ અને એકાગ્રતાથી ઉથલાવવા લાગ્યા; મુસાફરોનો ઘોંઘાટ પણ એમના વાચનમાં ખલેલ ન પાડી શક્યો !
તેઓ જેમજેમ સંસ્કૃત શબ્દો અને એનું ભાષાંતર) વાંચતા ગયા તેમ તેમ એમને એમાં ખૂબ મધુરતાનો અનુભવ થતો ગયો. એમની ગાડીને આવતાં પૂરા ત્રણ દિવસ વીતી ગયા ! એટલા વખતમાં એમણે સંસ્કૃત ભાષાના એકસો શબ્દો શીખી લીધા હતા.
આ પછી તો કેટલાંય વર્ષ એમ ને એમ વીતી ગયાં, પણ પછી એક વાર હિંદુસ્તાનમાં પ્રકાશિત થયેલ મહાભારતનો ગ્રંથ એમના હાથમાં આવ્યો. એનું વાચન કરતાં એમને લાગ્યું કે પોતે એ મૂળ ગ્રંથ સહેલાઈથી વાંચી શકે છે, અને એને સમજવા માટે રશિયન ભાષાના શબ્દો જાણે આપમેળે જ મળી જાય છે.
Page #531
--------------------------------------------------------------------------
________________
પ૦૮
જિનમાર્ગનું અનુશીલના મહાભારત એ માનવસંસ્કૃતિના જૂનામાં જૂના સુબદ્ધ સાહિત્ય-પ્રબંધોમાંનો એક આશરે પચીસસો વર્ષ જેટલો પ્રાચીન ગ્રંથ છે. એક લાખ શ્લોકના આ મહાગ્રંથનો રશિયન ભાષામાં અનુવાદ કરવાની હિંમત ડૉ. બોરિસ પહેલાં કોઈએ કરી ન હતી.
સ્મિનોંવ રાત્રિના વખતે આ મહાગ્રંથનું અધ્યયન કરતા હતા. એના તત્ત્વજ્ઞાનના ઊંડાણનો પોતાને ખ્યાલ આવી ગયા પછી એમણે એનું અનુવાદકામ શરૂ કરી દીધું. સને ૧૯૩૫માં તેઓ યુક્રેનથી તુર્કમાનિયાની રાજધાની અસ્કહાબાદ ગયા, ત્યારે એમણે એવી મજાક કરી કે હવે મારી અને ભારતની વચ્ચે કેવળ ઊંચા પર્વતો જ રહેલા છે. આ મજાકનો ભાવ કંઈક એવો હોઈ શકે કે મહાભારતના અધ્યયનને લીધે, પોતે ભારત અને એની સંસ્કૃતિને સારી રીતે પિછાણવાનો દાવો કરી શકે છે.
મહાભારતના વિશેષ મહત્ત્વના ભાગના અનુવાદમાં લગભગ અરધી સદી જેટલો સમય વીતી ગયો. ડૉ. બોરિસ સ્મિનવે કરેલ મહાભારતના રશિયન અનુવાદનો પહેલો ગ્રંથ સને ૧૯૫૫માં બહાર પડ્યો હતો, તે પછી એના સાત ગ્રંથો પ્રગટ થયા હતા. નવાઈ ઉપજાવે એવી વાત તો એ છે કે એ વખતે ડૉ. સ્મિનવ આરોગ્યવિજ્ઞાન(મેડિકલ સાયન્સ)ના અધ્યાપક હતા અને જ્ઞાનતંતુઓને લગતાં દર્દો અને ઓપરેશનના વિષયનાં ઘણાં પુસ્તકો એમણે લખ્યાં હતાં.
ડો. સ્મિોંવના આ દાખલા ઉપરથી એ જોઈ શકાય છે કે ગમે તે વિદ્યાશાખામાં નિપુણતા ધરાવનાર વ્યક્તિ પોતાની વિશેષ રુચિ, વિદ્યાસાધના અને ધ્યેયનિષ્ઠાના બળે તદ્દન જુદી વિદ્યાશાખામાં આદર્શ સિદ્ધિ કે સફળતા મેળવી શકે છે.
આ ભાષાંતરનો મહાગ્રંથ સર્વનાશમાંથી કેવી રીતે બચી જવા પામ્યો એની કથા પણ રોમાંચક છે. સને ૧૯૪૮ના ઑક્ટોબરમાં અસ્કહાબાદ ધરતીકંપનું કેન્દ્ર બન્યું હતું; એમાં ડૉ. સ્મિનવનું મકાન પણ જમીનદોસ્ત થઈ ગયું હતું, અને તેઓ કોઈક અગમ્ય રીતે જ એમાંથી બચી જવા પામ્યા હતા. દાક્તરી-વિદ્યાનો અભ્યાસ કરતા વોલોબ્યુવેવ નામના એક વિદ્યાર્થીએ એમને મકાનના ભંગારમાંથી બચાવી લીધા હતા. આ ભાઈ અત્યારે તુર્કમાનિયાની ઇસ્પિતાલમાં જ્ઞાનતંતુઓના સર્જન તરીકે કામ કરી રહ્યા છે. આ રીતે ડૉ. સ્મિનને મોતના મોમાંથી બચાવી લીધા પછી જ્યારે એ વિદ્યાર્થીએ જોયું કે તેઓ એ ભંગાર તરફ દોડી ગયા, ત્યારે એને ખૂબ આશ્ચર્ય લાગ્યું. પણ સદ્દભાગ્યે તેઓ પોતાની પ્રાણપ્યારી વસ્તુ સાથે સહી સલામત પાછા આવી ગયા; એ હતી મહાભારતના અનુવાદની ફાઇલો! એમણે તે એ વિદ્યાર્થીને સોંપી દીધી.
Page #532
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૬, ૭
અનુવાદનું આ પુસ્તક નાશમાંથી આ રીતે બચી જવા પામ્યું અને પ્રકાશિત પણ થયું એ કુદરત અથવા ઈશ્વરની મોટી મહેર જ.
વોલોબ્યુવેવે આ પુસ્તકનું પોતાના જીવની જેમ જતન કર્યું; એટલું જ નહીં, પોતે એક ચિત્રકાર હોવાથી, એ પુસ્તકને એણે પોતાનાં ચિત્રોથી સુશોભિત પણ કર્યું હતું. ડૉ. સ્મિન્દેવ માંદગીને બિછાને રહ્યાંરહ્યાં અને દસેક વર્ષ પહેલાં તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી, પોતાના આ પુસ્તકની છેલ્લી પંક્તિઓ લખાવતા રહ્યા હતા. વિદ્યાસાધના સાથેની આ કેવી વિરલ એકરૂપતા ! પંડિત નહેરૂએ ડૉ. સ્મિન્ત્વના આ કાર્યની પ્રશંસા કરતાં સાચું જ કહ્યું હતું કે આ અનુવાદ એ મિત્રતાનું સ્મારક છે.
મહાભારતના રશિયન અનુવાદના આ મહાકાય ગ્રંથની બીજી આવૃત્તિ રશિયાના તુર્કમાન રિપબ્લિકની સાયન્સ અકાદમી તરફથી બહાર પડવાની છે !
આ પ્રસંગે આવું જ શકવર્તી કામ ક૨ના૨ એક વિદ્વાન અને એમની અમર કૃતિનું સ્મરણ થઈ આવે છે. આ વિદ્વાન્ તે વિલાયતના સંસ્કૃત ભાષાના વિખ્યાત અંગ્રેજી વિદ્વાન્ શ્રી મોનિયે વિલિયમ્સ; અને એમની કૃતિ તે ‘મોનિયેર વિલિયમ્સ સંસ્કૃતઅંગ્રેજી ડિક્ષનેરી'. મોટા કદના દળદાર આ ગ્રંથમાં સંસ્કૃત ભાષાના બધા શબ્દોના અંગ્રેજી પર્યાય આપવામાં આવેલ છે એ તો ખરું જ; સાથેસાથે એકએક સંસ્કૃત શબ્દ જુદાજુદા જે અર્થમાં જે-જે સંસ્કૃત ગ્રંથમાં વાપરવામાં આવેલ છે, તેનો અંગ્રેજી પર્યાય તેમ જ તે તે ગ્રંથનો સ્થળનિર્દેશ પણ આપવામાં આવેલ છે. આ રીતે આ પુણ્યશ્લોક વિદ્વાને લગભગ સમગ્ર સંસ્કૃત સાહિત્યનું ઝીણવટથી અધ્યયન-અવલોકન કર્યું હતું, અને તે-તે ગ્રંથમાંના શબ્દોનો પોતાના આ કોષમાં સમાવેશ કર્યો હતો. આ કાર્યને સાંગોપાંગ પૂરું કરતાં એમને પૂરા ચાર દાયકા લાગ્યા હતા. એમની મહેનતનો ખરો ખ્યાલ તો એ ગ્રંથરત્નને જોવાથી જ આવી શકે.
૫૦૯
-
(૭) પ્રાચીન ‘કુવલયમાલા'-મહાકથાનો સરળ અનુવાદ
[ ઉદ્યોતનસૂરિ-વિરચિત ‘કુવલયમાલા-કથા'નો ગુર્જર અનુવાદ, અનુવાદકસંપાદક : આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરિજી; સહસંપાદક : પ્રો. રમણલાલ સી. શાહ; પ્રકાશક : શ્રી આનંદ-હેમ-ગ્રંથમાળા, ૩૧/૩૩, ખારાકૂવા, ત્રીજે માળે, મુંબઈ ૨ : કિંમત સાડા તેર રૂપિયા. ]
(તા. ૧-૧૦-૧૯૭૭)
Page #533
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
લગભગ એક જ અરસામાં પ્રાકૃત ભાષામાં રચાયેલી બે મહાન ધર્મકથાઓ જૈન-સાહિત્યમાં મુકુટમણિ સમી બની રહે એવી છે ઃ એક છે સમભાવી આચાર્યપ્રવર હરિભદ્રસૂરિ-વિરચિત ‘સમરાઇચ્ચકહા' અને બીજી ‘દાક્ષિણ્યચિહ્ન’-અપરનામક ઉદ્યોતનસૂરિએ રચેલી ‘કુવલયમાલા’-કથા. અહીં પરિચય આપવા ધાર્યો છે તે છે ‘કુવલયમાલા’નો ગુજરાતી અનુવાદ.
સામાન્યમાં સામાન્ય માનવી પણ ધર્મને સહેલાઈથી સમજી શકે એવી કૃતિઓની પ્રચલિત લોકભાષામાં રચના એ જૈનધર્મની વિશેષતા છે. તેથી કથાસાહિત્ય એ જૈન સાહિત્યનું એક વિશિષ્ટ અને મહત્ત્વનું અંગ બની ગયેલ છે. હવે તો એ કથાઓનું વાર્તાકળાની દૃષ્ટિએ જ નહિ, ભાષાકીય, સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ વિશિષ્ટ રીતે ઊલટથી અધ્યયન થવા લાગ્યું છે.
‘કુવલયમાલા’ની માત્ર મૂળકથા સિંઘી જૈન ગ્રંથમાલાના ૪૫મા ગ્રંથ તરીકે, સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાના સુયોગ્ય હાથે સંપાદિત થઈને વિ. સં. ૨૦૧૫ની સાલમાં પ્રગટ થઈ છે. વિદ્વત્તાપૂર્ણ વિસ્તૃત પ્રસ્તાવના વગેરેવાળો આનો બીજો ભાગ હજી પ્રગટ થવો બાકી છે. (પાછળથી પ્રગટ થયો છે. - સેં.)
૫૧૦
પૂ. આગમોદ્ધારક આ. મ. શ્રી સાગરાનંદસૂરિજીના સુયોગ્ય શિષ્ય શાંતમૂર્તિ આ. મ. શ્રી હેમસાગરસૂરિજીના એકાગ્ર વિદ્યાધ્યયનનું ફળ છે આ મહાકથાનો સરળ, સુંદર સુબોધ અનુવાદ.
આ ઉદ્યોતનસૂરિજીએ વિ.સં. ૮૩૫માં (શક-સંવત્ ૬૯૯માં) ચૈત્ર સુદ ૧૪ના રોજ સુપ્રસિદ્ધ જૈન કેન્દ્ર જાબાલિપુર-સુવર્ણગિરિ એટલે કે વર્તમાન જાલોરના દુર્ગના ઋષભદેવપ્રાસાદમાં આ કથાની રચના કરી હતી. તેઓ હિરભદ્રસૂરિજીના સમકાલીન હતા એટલું જ નહીં, એમણે હિ૨ભદ્રસૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો.
આ કથા તેરહજાર શ્લોકપ્રમાણ જેટલી છે. પ્રાકૃતભાષામાં ક્યાંક ગદ્યમાં અને ક્યાંક પદ્યમાં આ ગ્રંથની રચના કરવામાં આવી છે. એની બે વિશેષતાઓ ખાસ ધ્યાન ખેંચે છે : એક તો એમાં આવતાં પદ્યો(ગાથાઓ કે શ્લોકો)ની સરળતા અને હ્રદયંગમતા, અને બીજી, સમુદ્રના તરંગની જેમ એક પછી એક નવીનવી ચાલી આવતી કથાઓની પરંપરા : મૂળકથામાંથી ઉપકથા, વળી એમાંથી પ્રગટતી આડકથા; આમ આ ગ્રંથ જાણે ધર્મબોધકથાઓ અને રૂપકોનો ખજાનો બની રહે છે. કથાઓની પરંપરાની ખૂબી એ છે કે એક કથામાંથી વાચક બીજી કથામાં અજાણભાવે સરી પડે; અને કયારેક મૂળકથાનું અનુસંધાન પણ ચૂકી જાય, પણ રસતરબોળ તો થાય જ !
Page #534
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૭, ૮
૫૧૧
ધર્મકથાની દૃષ્ટિએ તો આ કથા ઉત્તમ છે જ, પણ ભાષા, સાહિત્યકળા અને સાંસ્કૃતિક સામગ્રીની દૃષ્ટિએ પણ એનું સ્થાન ઘણું જ ઊંચું છે. અનેક વિષયો અને સંખ્યાબંધ કથાઓને આવરી લેતી આવી મહાકથાના ભાષાંતરનું કામ સહેલું નથી. લાંબા સમય સુધી એકધ્યાન બનીને જ્ઞાનતપ કરવામાં આવે તો જ થઈ શકે એવું આ કામ છે. પૂ. આ. ભ. શ્રી હેમસાગરજીની જ્ઞાનતપસ્યાથી જ એ સફળપણે થઈ શક્યું છે. અનુવાદના સહસંપાદક ડૉ. રમણભાઈએ ભાષા અને શૈલીને મઠારીને વધુ સુગમ અને સુવાચ્ય બનાવી છે.
આપણા વયોવૃદ્ધ વિદ્વાનું શ્રી હીરાલાલ ૨. કાપડિયાએ ગ્રંથનું દૃષ્ટિપાત એ પુરોવચન લખીને કેટલીક જાણવા જેવી બાબતો તરફ ધ્યાન દોર્યું છે.
સરળહૃદય અને જ્ઞાનનિરત આ. ભ. શ્રી હેમસાગરસૂરિજીની આ જ્ઞાન પ્રસાદીનું સ્વાગત કરતાં આનંદ થાય છે.
(તા. ૧૧-૯-૧૯૬૬)
(૮) ધન્ય અવસર! ધન્ય ગુજરાત!
(‘હરિસંહિતા'નું પ્રકાશન)
તા. ૨૮-૧૧-૧૯૫૯ને દિવસ ગુર્જરભૂમિના, ગુજરાતી સાહિત્યના અને ગુજરાતની સરસ્વતી-પૂજાના ઈતિહાસમાં ચિરસ્મરણીય મંગલ દિવસ તરીકે નોંધાયેલો
રહેશે.
તે ધન્ય દિવસે, ગુજરાતના આર્ષદ્રષ્ણ મહાકવિ સ્વ ન્હાનાલાલ દલપતરામનાં જીવન અને ચિંતનના નવનીત સમી અંતિમ કાવ્યકૃતિ હરિસંહિતા'ના ત્રણ ભાગમાંના પ્રથમ ભાગનું પ્રકાશન ભારતના વિશ્વપ્રિય મહામાત્ય શ્રી જવાહરલાલ નેહરૂ જેવા ઇતિહાસ, કળા અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસી અને કવિહૃદય તત્ત્વચિંતક રાજપુરુષના શુભહસ્તે, ભારતના નાણાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રમુખપદે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ ગૂજરાત વિદ્યાપીઠના વિશાળ પટાંગણમાં, હજારો નરનારીઓની હાજરીમાં, ભારે આનંદ અને ઉત્સવ સાથે થયું.
મહાકવિ શ્રી ન્હાનાલાલ અને તેમના લોકપ્રિય કવિપિતાશ્રી દલપતરામની બેલડીએ લગભગ એક સૈકા કરતાં પણ વધુ લાંબા કાળ સુધી ગુજરાતમાં કાવ્ય
Page #535
--------------------------------------------------------------------------
________________
૫૧૨
જિનમાર્ગનું અનુશીલન સરિતા વહાવીને ગુર્જરભૂમિને સંસ્કાર-તરબોળ કરવાનો જે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો, એ તો ગુજરાતના સારસ્વત ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ છે.
આ મહાકવિશ્રીની કવિતા તો એમની આગવી કળા અને નિરાળી રસસૃષ્ટિરૂપ હતી. કવિશ્રીના અંતરતમ ઊંડાણમાંથી પ્રગટ થતી એ કળા અને એ રસસૃષ્ટિ એમની કવિતાના ભાવકને જેમ કલ્પનાના અપાર આકાશમાં ઉડ્ડયન કરાવતી, તેમ એ ચિંતનના અતલ સાગરના ઊંડાણમાં પણ ખેંચી જતી; અને જીવનની સંસ્કારિતા, શુચિતા અને સમર્પણશીલતાની ત્રિવેણીનાં તો એમાં ડગલે અને પગલે દર્શન થતાં.
કવિતાના એ મહાઉદ્દગાતાએ પોતાના ક્ષર દેહની લીલા સંકેલી લઈને “અક્ષર'દેહે વિરાટ સાથે એકરૂપતા સાધી એ વાતને લગભગ ચૌદ વર્ષ થવા આવ્યાં. પણ આપણા એ મહાકવિનો આત્મા કવિતાનાં અમૃતનું રસપાન કરી-કરાવીને એવું અજરઅમર પદ પામી ગયો છે કે એમને : નીતિ કેવાં ગરઃાથે નરમ મય (જેમની યશરૂપી કાયામાં ઘડપણ કે મરણમાંથી જન્મતો ભય બિરાજતો નથી) એ ઉક્તિથી જ અંજલિ આપવી ઘટે.
કવિશ્રી ન્હાનાલાલ જેવા રસ અને સંસ્કારના પ્રેમી હતા, એવા જ રાષ્ટ્રપ્રેમી પણ હતા. મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્ર-સ્વાતંત્ર્યના સંગ્રામ માટે હાકલ કરી અને તેઓ સરકારી નોકરી છોડીને અમદાવાદ ચાલ્યા આવેલા. એ કાળે સુભગ સંયોગ તો એવો લાગ્યો, કે મહાત્માજીના સહકાર્યકરોમાંના મહાકવિશ્રી પણ એક બની જશે; પણ કુદરતે એ મંજૂર ન રાખ્યું: કવિતા અને અટપટું રાજકાજ સહપ્રવાસી ન બની શક્યાં.
જે ઘટના ભારે સુખદ બનવી જોઈતી હતી, તેનો અંત આવો દુઃખદ આવ્યો જાણી ઘણાં સહૃદયો બહુ વ્યથિત થયાં હતાં; હજી સુધી પણ વ્યથિત રહ્યાં છે. પણ
જે થાય, તે સારા માટે એ અનુભવવાણી આ ઘટનામાં પણ સાચી પડ્યા વગર ન રહી. અર્થાતુ એનું છેવટનું પરિણામ સંતોષપ્રદ આવ્યું. ક્રૌંચયુગલમાંથી નરનો પારધીના હાથે વધ થયેલો જોઈને, એ આંતર-વેદનાથી વ્યથિત થયેલા મહર્ષિ વાલ્મીકિના અંતરમાંથી કવિતાનો સોત વહી નીકળ્યો; એ જ રીતે કવિશ્રીએ પણ મર્માઘાતનો અનુભવ કરીને સરસ્વતીદેવીને ચરણે પોતાનું સ્વસ્વ સમર્પી દીધું, અને ગુજરાતની પ્રજાને કવિતાના અમૃતનું ખોબે ને ખોબે દાન કરવા માંડ્યું. આ રીતે, સૈન્યું ન પનયનમૂનો મંત્ર જીવનમાં ચરિતાર્થ કરતાં કવિશ્રી પોતાની કવિતામાં અમર બની ગયા.
આ આખી દુ:ખદ અને આળી ઘટનાને, એના આ સુખદ સમાપન-પ્રસંગે ગાંધીજીના જ અંતેવાસી અને ગુજરાત વિદ્યાપીઠના મહામાત્ર અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી મગનભાઈ દેસાઈએ બહુ જ યોગ્ય અને મુદ્દાસરના શબ્દોમાં રજૂ કરી હતી. એ વાત એમના જ શબ્દોમાં અહીં જોઈએ:
Page #536
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૮
પ૧૩
“આ પ્રસંગની હજી એક અપૂર્વતા છે, જે મારે અહીંયાં કહેવાની તક લેવી જોઈએ. આપણા કવિશ્રી કાવ્યમણિ (?) હતા; એટલું જ નહીં, તે રાષ્ટ્રવીર હતા. ૧૯૨૦માં ગાંધીજીએ આઝાદીના જંગનો નાદ જગાવ્યો, ત્યારે તે સુણનારમાં તે એક અનોખા હતા. તે વખતે તેમનો સંબંધ આ ગુજરાત વિદ્યાપીઠ સાથે થયો હતો, કે જેના ચોકમાં આજે એમની પુણ્યસ્મૃતિરૂપ ગ્રંથના પ્રકાશનાર્થે મળ્યા છીએ. દૈવ-સંજોગ એવો કે એ સંબંધ ઇષ્ટરૂપે ન ફળ્યો. કવિહૃદય પર આનો ઊંડો આઘાત થયો હતો. એ ઘા કાળબળે રુઝાતો ગયો, અને સુખની વાત એ છે, કે આજે કવિશ્રીની સ્મારકસમિતિએ એ ઘાની રૂઝની પૂર્ણાહુતિ સમું મિલન અહીં યોજયું છે, એમ મારું મન સાક્ષી પૂરે છે. ગુજરાત વિદ્યાપીઠ હંમેશ કવિશ્રીનું કાવ્યગુણજ્ઞ રહેલું છે. તેમના અનુપમ કાવ્યની પ્રસાદી તેણે તૈયાર કરાવેલી વાચનમાળાઓમાં સંઘરીને પોતે અને તે માળાઓ ધન્ય થઈ છે એમ માન્યું છે. કવિશ્રીની સ્મારક-સમિતિએ ‘હરિસંહિતાનો પ્રકાશનસમારંભ વિદ્યાપીઠના ચોકમાં યોજી અમને જે બહુમાન આપ્યું છે, તેને માટે ગુજરાત વિદ્યાપીઠના એક કાર્યકર્તા તરીકે, હું સમિતિનું અભિનંદન કરું છું, અને સ્વતંત્ર ભારતના પંતપ્રધાન જેમાં પધાર્યા છે, તેવા આપણી કાવ્યશ્રીના સત્કારના આ અપૂર્વ અવસરે આ ચોકમાં મળવાનું પસંદ કરીને અમને કાંઈક સેવા કરવાની જે નાનકડી તક આપી, તે માટે સૌનો આભાર માનું છું.”
એક વેળા જેની સાથે કવિશ્રીને મનદુઃખ થયું હતું, એ જ ગાંધીજીની સંસ્થાના પ્રાંગણમાં, કોંગ્રેસના સર્વોચ્ચ મોવડીના હાથે આ સમારંભ ઊજવાય એમાં પણ, પહેલાંની જેમ, કુદરતના કોઈ મહાસંકેતે જ કામ કર્યું જણાય છે. આ રીતે ગુજરાતના દુભાયેલ હદયની છૂટી પડેલી કડીઓનું પુનઃ સંધાન થયું એ ગુજરાત ઉપર પરમેશ્વરની મોટી મહેર થઈ કહેવાય; ગુર્જર-સરસ્વતીનું અહોભાગ્ય લેખાય.
- આપણી સંસ્કૃતિમાં ઋષિ-ઋણનો બહુ મહિમા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર શ્રી ‘ધૂમકેતુ એ આ પ્રસંગને “ઋણ-વિમોચન' રૂપે વર્ણવ્યો છે તે બિલકુલ યથાર્થ છે. મોડેમોડે પણ આપણા આ મહામના મહાકવિ પ્રત્યેનું આપણે આટલું પણ ઋણ ફેડી શક્યા એ ખરેખર, આનંદની વાત છે. સાથે સાથે કહેવું જોઈએ કે આ ઘટના ગુજરાતનાં અસંખ્ય સહૃદય નર-નારીઓને માટે ક્લેશ-વિમોચનરૂપ પણ બની છે.
ગગનચુંબી મહેલાતનું પૂરું દર્શન કરવા એનાથી કંઈક દૂર ખડા રહેવું પડે. એ જ રીતે કોઈ પણ મહાવ્યક્તિનો મહિમા સાચી રીતે પિછાણવા અમુક સમયનું અંતર ક્યારેક જરૂરી થઈ પડે છે. જેમ-જેમ અંતર વધતું જશે, તેમ-તેમ આપણા આ સ્વયંભૂ મહાકવિનો મહિમા આપણને વિશેષ સમજાતો જશે એમાં શક નથી.
આ સમારંભ આવી શાનદાર રીતે અને સંપૂર્ણ સફળતાથી ઊજવાયો અને છેવટે ગુજરાતના વિભક્ત હૃદયની કડીઓ સંધાઈ ગઈ એનો બધો યશ અમદાવાદમાં
Page #537
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન
સ્થપાયેલ ‘મહાકવિ શ્રી ન્હાનાલાલ સ્મારક ટ્રસ્ટ'ના ખંતીલા ટ્રસ્ટીઓ શ્રી ધૂમકેતુ, શ્રી ચંદ્રકાંત જગાભાઈવાળા, શ્રી ગિરધરલાલ દામોદરદાસ, પ્રો. અનંતરાય રાવળ, શ્રી વિષ્ણુભાઈ મ. ભટ્ટ અને શ્રી પ્રભુદાસ પટવારીને ઘટે છે. તેમાં ય ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રભુદાસ પટવારીએ જે કુનેહ, લાગણી અને જહેમત સાથે આ કાર્યને ગુર્જર સરસ્વતીના મુકુટમાં યશકલગીરૂપે સફળ કરી બતાવ્યું છે, તે તો સૌ કોઈની પ્રશંસા માગી લે એવું છે.
૫૧૪
મહાગુજરાતના નૂતન રાજ્યના અરુણોદયના આનંદજનક સમયે મહાકવિના ઋણસ્વીકારનો આ મહોત્સવ સાચે જ એક મંગલસૂચક એંધાણી છે.
(તા. ૫-૧૨-૧૯૫૯)
(૯) જૈન તીર્થોનો પ્રાચીન ઇતિહાસ
[ લેખક : મુનિ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી); પ્રકાશકશ્રી : ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, નાગજી ભૂધરની પોળ, અમદાવાદ; પૃષ્ઠ : ૬૦૮; મૂલ્ય રૂ. બાર.]
હિન્દભરનાં લગભગ અઢીસો તીર્થોનો પ્રાચીન ઇતિહાસ, યાત્રિકોને ઉપયોગી માહિતી તેમ જ નોંધવા જેવી અન્ય વિગતો રજૂ કરતો આ મહાન ગ્રંથ તીર્થપ્રેમીઓએ અવશ્ય સંગ્રહવા જેવો છે.
આ ગ્રંથની ખાસ ખૂબી એ છે, કે તેમાં રજૂ કરવામાં આવેલ તીર્થ-વર્ણનનાં લગભગ બધાં સ્થળોએ તેના સંપાદકોરૂપ વિદ્વત્-ત્રિપુટીએ જાતદેખરેખથી અભ્યાસ કર્યો છે; અને દરેક વસ્તુને ઐતિહાસિક તેમ જ શિલ્પશાસ્ત્રની દૃષ્ટિએ અવલોકી દરેક તીર્થસ્થળનું સુંદર વર્ણન આ ગ્રંથમાં અભ્યાસપૂર્વક રજૂ કર્યું છે.
વધુમાં વાતને વધુ સ્પષ્ટ કરતાં ઘણાં તીર્થોનાં ચિત્રો પણ મુકાયાં છે. પરિણામે ગ્રંથની સરળતામાં અને સૌંદર્યમાં સારો વધારો થયો છે.
આપણું તીર્થધન એક રીતે મહાન ગૌરવનો વિષય છે. જૈન સંસ્કૃતિ અને તીર્થપ્રેમનો અપૂર્વ વારસો સાચવતાં ભવ્ય તીર્થસ્થાન પ્રાન્ત-પ્રાન્તમાં વિજયપતાકા ફકાવી રહ્યાં છે. આ દરેક તીર્થનો ક્રમબદ્ધ ઇતિહાસ આ ગ્રંથમાં રજૂ કરાયો છે, અને છતાં લેખક કબૂલે છે કે હજુ આમાં ઘણું ઉમેરવાનું બાકી છે.
સામાન્ય રીતે આપણું તીર્થસાહિત્ય જોઈએ તેવું ફાલ્યું-ફૂલ્યું નથી. પૂજ્ય મુનિરાજ શ્રી ન્યાયવિજયજીએ આ ગ્રંથ તૈયા૨ કરી તીર્થસાહિત્યના પ્રકાશનની નવી દિશા ખુલ્લી
Page #538
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૯, ૧૦
પ૧૫
કરી છે. અમો આશા રાખીએ છીએ કે આ ગ્રંથ જૈન વસ્તીવાળાં ગામોગામ તેમ જ તીર્થપ્રેમી શ્રીમંતોને ત્યાં અવશ્ય સ્થાન પામશે.
પુસ્તકનું કદ વગેરે જોતાં તેનું મૂલ્ય પણ સામાન્ય રાખવામાં આવ્યું છે.
ગ્રંથ-સંપાદકને અભિનંદતાં, તેની બીજી આવૃત્તિ વધારે સમૃદ્ધ બને એમ ઇચ્છીએ.
(તા. ૧૬-૪-૧૯૫૦)
(૧૦) મહાવીરજીવન કંડારતો શકવર્તી ચિત્રસંપુટ
ભગવાન મહાવીરના પ્રેરક, બોધપ્રદ અને ધર્મપ્રભાવક અનેક જીવનપ્રસંગોનું આહલાદક દર્શન કરાવતા એક અનોખા ચિત્રસંપુટનું મુંબઈમાં તા. ૧૬-૬-૧૯૭૪ને રવિવારના રોજ પ્રકાશન થયું. જૈન સંસ્કૃતિનો મહિમા વધારે એવા એ અપૂર્વ ચિત્રસંપુટનું હૃદયથી સ્વાગત કરીએ છીએ.
શ્રમણ ભગવાન્ મહાવીર એમના પૂર્વવર્તી ત્રેવીસ તીર્થકરોની જેમ ફિરકા, ગચ્છ કે સમુદાયના કોઈ પણ જાતના ભેદભાવ વગર, જૈનમાત્રના આરાધ્ય દેવ છે. એમની ભક્તિ તથા સ્તુતિ નિમિત્તે સૈકે-રોકે જ નહીં, પણ દસકેદસકે પ્રચલિત લોકભાષાઓમાં તેમ જ સંસ્કૃત-પ્રાકૃત જેવી શાસ્ત્રભાષામાં પણ ગદ્ય તેમ જ પદ્ય શૈલીમાં નાની-મોટી સંખ્યાબંધ કાવ્યકૃતિઓ તેમ જ જીવનચરિત્રો લખાતાં જ રહ્યાં છે, અને અત્યારે પણ પોતાના ઈષ્ટ દેવની ભક્તિ અને સ્તુતિ દ્વારા પોતાની સરસ્વતીને કૃતાર્થ કરવાની પ્રવૃત્તિ આપણા સંઘમાં ચાલુ જ છે. વળી, મોટે ભાગે પંદરમા-સોળમા સૈકામાં એક યુગ એવો પણ આવ્યો, કે જ્યારે આપણા પવિત્ર કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી તેમ જ અન્ય પ્રકારની કળામય પ્રતિઓ મોટા પ્રમાણમાં લખવામાં આવી, અને એમાં ભગવાન્ મહાવીર તથા અન્ય તીર્થકરોના જીવનપ્રસંગોનું મનોહર રંગરેખાઓમાં આલેખન કરીને એ પ્રતિઓને ચિત્રકળાની દૃષ્ટિએ પણ સમૃદ્ધ કરવામાં આવી. આને લીધે દેશ-વિદેશના ભારતીય કળાના અભ્યાસીઓએ જૈન જ્ઞાનભંડારો, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાની મુક્ત મને પ્રશંસા કરી છે.
આ બધાં છતાં, અને ચિત્રકળાની વિવિધ પદ્ધતિઓનો છેલ્લાં સોએક વર્ષ દરમિયાન આપણા દેશમાં પણ સારા પ્રમાણમાં અભ્યાસ અને વિકાસ થયો હોવા છતાં, તેમ જ જૈનસંઘના બધા ફિરકા અને ગચ્છાએ મુદ્રણકળાનો લાભ લઈને અનેક વિષયના નાનાં-મોટાં હજારો પુસ્તકોના મુદ્રણ-પ્રકાશન માટે અત્યાર સુધીમાં લાખો (કદાચ
Page #539
--------------------------------------------------------------------------
________________
પ૧૬
જિનમાર્ગનું અનુશીલના કરોડો રૂપિયા ખર્ચા છતાં, ભગવાનું મહાવીરના સન્માર્ગદર્શક, પ્રેરણાદાયક અને રોમાંચકારક જીવનપ્રસંગોનું સુરેખ અને આકર્ષક રંગ-રેખાઓમાં આલેખન-ચિત્રાંકન કરાવીને એને સુવ્યવસ્થિત અને સુંદર ચિત્રસંપુટ રૂપે તૈયાર કરાવવાનું, તેમ જ એનું ઉત્તમ કોટિનું મુદ્રણ કરાવીને ઘેરઘેર પહોંચતું કરવાનું તથા જૈન-જૈનેતર બધા ધર્માનુરાગીઓ, જિજ્ઞાસુઓ અને કળાના ઉપાસકોને માટે સુલભ બનાવવાનું કામ બાકી જ હતું. સંપત્તિશાળી, જ્ઞાનના ઉપાસક અને કળાને પ્રોત્સાહન આપનાર તરીકેની ખ્યાતિ ધરાવનાર જૈનસંઘની યશોજ્વલ કારકિર્દીમાં રહેલી આ ખામી સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ સૌ-કોઈને ખટકતી હતી.
મુંબઈમાં તાજેતરમાં જેનો પ્રકાશન-વિધિ બે દિવસના મોટા સમારોહ દ્વારા કરવામાં આવ્યો, તે તીર્થર ભવાન શ્રી મહાવીર : ૩૬ વિશેં] સંપુટ' નામે ભગવાનું મહાવીરના જીવનનું સુરેખ દર્શન કરાવતાં પાંત્રીસ જેટલાં મોટા કદનાં અનેકરંગી મનોહર ચિત્રોના સંગ્રહથી સૈકાઓ જૂની આ મોટી ખામી સારા પ્રમાણમાં દૂર થવા પામી છે, અને ભવિષ્યમાં અન્ય ચિત્રકાર-મિત્રોને આના કરતાં પણ ઉચ્ચ કોટીનાં ગણી શકાય એવાં ચિત્રો અને ચિત્રસંપુટો તૈયાર કરવાની પ્રેરણા પણ મળશે. સાહિત્ય અને કળાને આશ્રય અને ઉત્તેજન આપતાં રહેવાની જેનસંઘની ઉજ્વળ પરંપરાના ઇતિહાસમાં, આ ચિત્રસંપુટના પ્રકાશનથી, એક સોનેરી પ્રકરણનો ઉમેરો થયો છે. જો આ પ્રકાશનનું આપણે યથાર્થ મૂલ્યાંકન કરી શકીએ, તો આપણને એ વાત સ્વીકારતાં સંકોચ ન થવો જોઈએ કે સેંકડો વર્ષથી ચાલી આવતી ખામીને દૂર કરવાના કારણે આ ચિત્રસંપુટનું પ્રકાશન એક શકવર્તી પ્રકાશન બની રહે છે.
આવાં ઉત્તમ કોટિનાં ચિત્રોનો સંગ્રહ તૈયાર કરી આપવાનો બધો યશ પહેલી જ દૃષ્ટિએ એના યશસ્વી અને સિદ્ધહસ્ત કલાકારને જ ઘટે છે. એ જ રીતે એક ધર્મનાયકના જીવન-પ્રસંગોનું સમુચિત અને શાસ્ત્રદૃષ્ટિનો ખ્યાલ રાખીને આલેખન કરવા માટેનું જરૂરી અને જવાબદારીભર્યું માર્ગદર્શન આપવું, એ ચિત્રોનો સંક્ષિપ્ત છતાં સચોટ અને યથાર્થ પરિચય લખી આપવો, મૂળ ચિત્રસંગ્રહને અનેક પ્રતીકાત્મક અને બીજા સંખ્યાબંધ સુશોભનોના આલેખનથી વિશેષ મૂલ્યવાનું બનાવવો અને છેવટે ચિત્રસંગ્રહનું નમૂનેદાર મુદ્રણ કરાવવાની અને એ માટે બહુ મોટી આર્થિક સગવડ કરી આપવાની જવાબદારીને વહન કરવી એ કંઈ નાનું-સૂનું કાર્ય નથી; અવિરત ચિંતા અને પ્રયત્નના બળે જ થઈ શકે એવું મુશકેલ આ કાર્ય છે. સદ્દભાગ્યે એક ભાવનાશીલ અને નિષ્ણાત ચિત્રકાર-મિત્ર અને જનસંઘના એક કળા અને સાહિત્યના ઉપાસક, પ્રભાવશાળી, ભાવનાશીલ મુનિવર વચ્ચે સુમેળ સધાયો અને આ મુશ્કેલ કામ
Page #540
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૧૦
સર્વાંગસુંદર રૂપે અને પૂરી સફળતા સાથે પાર પડ્યું અને જનસમૂહને એક આદર્શ ચિત્રમય મહાવી૨-કથાની બહુમૂલી ભેટ મળી..
આ સ્વનામધન્ય ચિત્રકાર તે મુંબઈના ભાઈ શ્રી ગોકુલદાસભાઈ કાપડિયા અને આ ચિત્રસંપુટના પ્રેરક અને પ્રયોજક પ્રભાવશાળી, ભાવનાશીલ મુનિવર તે આચાર્ય શ્રી વિજ્યધર્મસૂરિજીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી યશોવિજયજી. આ ચિત્રસંપુટના અનુસંધાનમાં એક બીજા ચિત્રકાર-મિત્રના નામનો પણ ઉલ્લેખ અહીં થવો ઘટે છે; તે છે આપણે ત્યાં રંગોળીના જીવંત ચિત્રોના નિપુણ આલેખનકાર તરીકે ખૂબ જાણીતા થયેલા ડભોઈ-નિવાસી શ્રી રમણીકભાઈ શાહ, આ સંગ્રહમાંનાં ૩૫ મુખ્ય ચિત્રો સિવાયનાં બધાં પ્રતીકાત્મક અને અન્ય સુશોભનો તેઓના હાથે થયાં છે.
હવે આ ચિત્રસંપુટની કળાસામગ્રી તથા સાહિત્યસામગ્રીનું થોડુંક અવલોકન
કરીએ.
આ ચિત્રસંગ્રહની જન્મકથા તો ૩૪-૩૫ વર્ષ જેટલી જૂની છે. જોગાનુજોગ આ સર્જનનો જન્મ પણ ભગવાન મહાવીરનાં જીવન અને ધર્મપ્રરૂપણાથી પાવન થયેલ પ્રાચીન મગધ અર્થાત્ વર્તમાન બિહારની પુણ્યભૂમિમાં થયો હતો.
સને ૧૯૪૦માં રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધિવેશન બિહારમાં રામગઢ મુકામે ભરાયું હતું. એ અધિવેશનને ચિત્રોથી સુશોભિત બનાવવા માટે જે કળાકારોને આમંત્રણ આપવામાં આવ્યાં હતાં, તેમાં આ ચિત્રસંપુટના સર્જક ગોકુલભાઈ કાપડિયાનો પણ સમાવેશ થતો હતો. તેમણે ત્યાં ભગવાન મહાવીરના ગૃહત્યાગનું, દીક્ષાકલ્યાણકનું એકાદ ચિત્ર બનાવ્યું અને જાણે જન્મે વૈષ્ણવ આ કલાકારના અંતરમાં ભગવાન્ મહાવી૨ અને બિહારની ધરતી એવાં વસી ગયાં, કે એમનું રોમ-રોમ ભગવાન્ મહાવીરના જીવન-પ્રસંગોને હૃદયસ્પર્શી રંગરેખાઓમાં ઉતારવા તલસી રહ્યું. મારાતારા-પણાના ભેદોને બાજુએ મૂકીને ગુણશોધક દૃષ્ટિથી કળાનુકૂળ કથાવસ્તુની કદર કરી જાણે એ જ સાચો કળાકાર. બિહારમાંથી મહાવીરકથાને ચિત્રાંકિત કરવાની પ્રેરણા લઈને શ્રી ગોકુલભાઈ મુંબઈ આવ્યા અને તેમણે મહાવીરકથાનાં ચિત્રો દોરવાનું તપ આદર્યું. ધી૨જ, ખંત અને ઉત્સાહથી તેઓ અનેક મુનિવરો અને વિદ્વાનોને મળીને વિષયની સામગ્રી એકત્રિત કરવાનું તપ, ૭-૮ વર્ષ સુધી પૂરી નિષ્ઠા, એકાગ્રતા અને લગનીથી કરતા રહ્યા. આવા ધીરજભર્યા અવિરત પુરુષાર્થને અંતે તેમણે ભગવાન્ મહાવીરના ચ્યવનકલ્યાણકથી આરંભીને દીક્ષાકલ્યાણક સુધીનાં નયનમનોહર, સર્વાંગસુંદ૨ ૧૫ ચિત્રો તૈયાર કર્યાં. પછી સવાલ એ ચિત્રોને છપાવવાના ખર્ચનો આવ્યો. શ્રી ગોકુળભાઈ નખ-શિખ કળાકાર જ છે. એટલે વ્યવહારદક્ષતા એમને ઉપાધિરૂપ લાગે એ સ્વાભાવિક છે. પૈસા માટે કોઈને કહેવાને બદલે તેમણે મિત્રો
૫૧૭
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૧૮
જિનમાર્ગનું અનુશીલન પાસેથી ઉછીના લઈને, મોટા ખર્ચે, પંદર ચિત્રોનો સંપુટ, આજથી ૨૫ વર્ષ પહેલાં વિ. સં. ૨૦૦પમાં બહાર પાડ્યો. આ સંપુટનું આમુખ સ્વ. આગમપ્રભાકર મુનિવર્યશ્રી પુણ્યવિજયજીએ લખ્યું હતું.
આ ચિત્રસંપુટ માટે સૌએ શ્રી ગોકુળભાઈને અભિનંદન તો ઘણાં આપ્યાં. પણ એમનું દેવું ચૂકતે થાય એટલાં પણ ચિત્રસંપુટો ન વેચાયાં! પછી એમને પોતાના આ અપાર પરિશ્રમનો થોડોક પણ બદલો મળવાની તો વાત જ કયાં રહી? અને આવી પરિસ્થિતિમાં ભગવાન્ મહાવીરના દીક્ષા પછીના જીવનપ્રસંગોને લગતાં ચિત્રો તૈયાર થવાની શકયતા પણ ક્યાં રહી?
આવા કટોકટીના અણીના વખતે, સદ્ભાગ્યે, સાહિત્ય-કલારત્ન મુનિવર્ય શ્રી યશોવિજયજીનું ધ્યાન શ્રી ગોકુલભાઈ કાપડિયાની આવી ચિંતાઘેરી પરિસ્થિતિ તરફ ગયું; અને એક આદર્શ કળાકારની આવી મૂંઝવણભરી સ્થિતિ તરફ માત્ર નિષ્ક્રિય સહાનુભૂતિ દર્શાવીને સંતોષ માનવાને બદલે એનો ઉકેલ લાવવાના વ્યવહારુ અને કારગત ઉપાયો હાથ ધર્યા અને એમાં તેઓ સફળ થયા. પણ શ્રી ગોકુલભાઈની ચાલુ મુશ્કેલીને દૂર કરવા માત્રથી સંતોષ માને એવો આ મુનિશ્રીનો જીવ ન હતો એ તો ઝંખતા હતા શ્રી ગોકુળભાઈ જેવા ભક્તિપરાયણ, ધર્મશીલ, સિદ્ધહસ્ત ચિત્રકારના સુયોગનો ઉપયોગ કરીને ભગવાનું મહાવીરના દીક્ષાકલ્યાણક પછીના જીવનપ્રસંગોનાં સમૃદ્ધ ચિત્રો બને એટલાં વહેલાં દોરાવી લેવાં. મુનિશ્રીની આ ઝંખનામાં કર્તવ્યનિષ્ઠાનું તેજ ભર્યું હોઈ, તેમની આ ભાવના સફળ થઈ, અને ૮-૧૦ વર્ષ પહેલાં શ્રી ગોકુળભાઈએ બીજાં ૨૦ ચિત્રો દોરી આપીને કુલ ૩૫ ચિત્રોમાં મહાવીરકથા અંકિત કરી આપીને પોતાના જીવનનું અને જૈનસંઘનું એક શકવર્તી કાર્ય પૂરું કર્યું. હવે એ બધાં ચિત્રો સુઘડ, સ્વચ્છ અને ઉત્તમ મુદ્રણ દ્વારા એક મોટા, મનોહર ચિત્રસંપુટરૂપે સૌ કોઈને માટે સુલભ બની શક્યાં છે. આ રીતે, આ ચિત્રો દોરવામાં શ્રી ગોકુળભાઈએ જેમ ઘણી જહેમત ઉઠાવી છે, તેમ પ્રકાશિત કરવામાં મુનિરાજ શ્રી યશોવિજયજીનો ફાળો પણ અસાધારણ છે. - હવે આ ચિત્રસંપુટમાંની સમગ્રીનું થોડું અવલોકન કરી લઈએ:
આ પાંત્રીસ બહુરંગી ચિત્રોમાં પહેલું ચિત્ર ધ્યાનમુદ્રામાં ભગવાન મહાવીરસ્વામીનું અને છેલ્લું ચિત્ર ગુરુગૌતમસ્વામીનું છે. બંને ચિત્રો આલાદક અને ધ્યાન ધરવામાં ઉપયોગી થાય એવાં છે. બીજું ચિત્ર ભગવાનના ૨૬ પૂર્વભવોનું દર્શન કરાવે છે. ભગવાનના અવનકલ્યાણકથી દીક્ષા કલ્યાણક સુધીના પ્રસંગો ૧૬ ચિત્રોમાં આલેખવામાં આવ્યા છે. ભગવાનની દીર્ઘ અને ઉગ્ર સાધનાને લગતાં અગિયાર
Page #542
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૦, ૧૧
પ૧૯ ચિત્રોમાંનાં કેટલાંય તો રોમાંચ ખડા કરી દે એવાં છે. કેવળજ્ઞાન પછી નિર્વાણકલ્યાણક સુધીનાં પાંચ ચિત્રો છે.
- આ પાંત્રીસે ચિત્રોની નીચે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સંક્ષેપમાં અને ચિત્રની સામેના પાનામાં ત્રણે ભાષામાં કંઈક વિસ્તારથી પરિચય આપીને મહાવીરચરિત્ર નિરૂપવાની યોજના કરવામાં આવી છે.
આ ઉપરાંત આ સંપુટમાં ૧૨૧ પ્રતીકોનાં અને ૪૦ ચિત્રપટ્ટિકાનાં સુરેખ આલેખનો આપવામાં આવ્યાં છે. વળી, કાગળની કોરણીની કળાથી બનાવેલાં ત્રણ આખાં પાનાંના કદનાં અને એક નાના કદનું એમ ચાર ચિત્રો આ ચિત્રસંપુટની વિશેષ શોભારૂપ બન્યાં છે.
બધાં પ્રતીકો-સુશોભનોનો, બધી ચિત્રપટ્ટિકાઓનો અને ભગવાન મહાવીરના ૨૬ પૂર્વભવોનો પરિચય લખીને તેમ જ મહાવીરજીવનસંબંધી જુદી-જુદી આધારભૂત માહિતી આપતાં ૧૨ જેટલાં પરિશિષ્ટો ઉમેરીને મુનિ શ્રી યશોવિજયજીએ આ ચિત્રસંગ્રહને માહિતીથી સભર બનાવવા જે પરિશ્રમ ઉઠાવ્યો છે, એ માટે એમને વિશેષ ધન્યવાદ ઘટે છે.
આ ચિત્રસંગ્રહની મોટા ભાગની નકલો આકર્ષક અને મજબૂત પુસ્તકરૂપે બંધાવાઈ છે; તો સાથેસાથે, આ ચિત્રો મઢાવીને રાખી શકાય એ માટે, કેટલીક નકલો છૂટક પણ રાખવામાં આવી છે તે ઉચિત જ થયું છે.
આ પ્રમાણે એક પ્રભાવશાળી મુનિવર અને બે નિપુણ કળાકારોની ભાવનાના ત્રિવેણીસંગમના તીરે જે તીર્થસ્વરૂપ ચિત્રસંપુટની રચના થઈ શકી છે, તેનું અમે અભિવાદન કરીએ છીએ.
આ ચિત્રસંપુટ ભગવાન મહાવીરના પચીસસોમાં નિર્વાણકલ્યાણક જેવા અપૂર્વ અને પરમ પવિત્ર પ્રસંગની ઉજવણીનું એક નાનું સરખું છતાં શાનદાર, ઐતિહાસિક અને ચિર-આદરણીય સ્મારક અને ઘરઘરની શોભા બની રહેશે.
(તા. ૨-૭-૧૯૭૪)
(૧૧) ભગવાન્ ઋષભદેવના જીવનનાં ચિત્રો :
પરંપરાનો સમુદ્ધાર આપણી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ, જેમ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના માર્ગદર્શન નીચે, પ્રાચીન જૈન મંદિરોના જીર્ણોદ્ધાર સમયે એના પ્રાચીન
Page #543
--------------------------------------------------------------------------
________________
પર૦
જિનમાર્ગનું અનુશીલન શિલ્પ-સ્થાપત્યનું બરાબર જતન થાય એ રીતે કામ કરવાની નવીન દૃષ્ટિને અપનાવી છે, તેમ આપણાં મંદિરોને અત્યારે ગમે તેવાં ચિત્રોથી સુશોભિત કરવામાં આવે છે તેના બદલે એ માટે પ્રાચીન-ગ્રંથસ્થ ચિત્રોને આધારે સુંદર અને કળામય ચિત્રો તૈયાર કરાવવાનો જે નવો ચીલો પાડ્યો છે તે માટે એને ખૂબ ધન્યવાદ ઘટે છે.
તાજેતરમાં પેઢીએ શત્રુંજયના શ્રી પુંડરીકસ્વામીના દેરાસર માટે ભ. ઋષભદેવના જીવન-પ્રસંગો આલેખતાં છ ફૂટ લાંબાં અને ચાર ફૂટ પહોળાં છ મનોહર ચિત્રો પ્રાચીન ગ્રંથસ્થ ચિત્રોને આધારે તૈયાર કરાવ્યાં છે. પેઢીએ હીરાજડિત મુગટો વગેરે તૈયાર કરાવ્યાની અને જનતાનાં દર્શન માટે એ ખુલ્લા મૂક્યાની વાત જાણીતી છે; પણ ચિત્રકળાને સજીવન કરવાનો આવો પ્રયત્ન કદાચ પેઢીના ઇતિહાસમાં પહેલો જ હશે.
વિશેષ આનંદની વાત તો એ છે કે પેઢીએ આવાં સુંદર ચિત્રો તૈયાર કરાવીને સીધે-સીધાં એમને મંદિરમાં મૂકી દેવાને બદલે એના પ્રદર્શનનો સમારંભ યોજીને એક બાજુ કળા અને કળાકારનું બહુમાન કર્યું, બીજી બાજુ જાહેર જનતાને આ કલાકૃતિઓનાં દર્શન અને મૂલ્યાંકન કરવાની અને સાથેસાથે એ સંબંધમાં કોઈને કંઈ પણ કહેવાસૂચવવાની તક પૂરી પાડી.
ભ. ઋષભદેવના જીવનની ઝીણીઝીણી વિગતો ચીવટપૂર્વક એકત્રિત કરીને, પ્રાચીન-ગ્રંથસ્થ જૈન ચિત્રકળાને આધારે આ ચિત્રોનું કલા-સંવિધાન કરવાની જે મહેનત શ્રીમતીબહેન ટાગોરે અને શ્રી ગોપેન રોયે ઉઠાવી છે તે માટે બંને કલાકારોને અભિનંદન ઘટે છે. શ્રીમતીબહેન ટાગોર અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ હઠીસિંહ કેસરીસિંહના કુટુંબનાં પુત્રી અને કલકત્તાના જાણીતા ટાગોર-કુટુંબનાં કુળવધૂ છે.
પ્રદર્શન-ઉદ્ઘાટન પ્રસંગે શ્રી કસ્તૂરભાઈએ કહ્યું તેમ, આ ચિત્રો તૈયાર કરાવવામાં પૂ. મુ. શ્રી. પુણ્યવિજયજીએ ઘણી મહેનત લીધી છે. એક બાજુ તેઓશ્રીએ ભ. ઋષભદેવના જીવનને લગતી આધારભૂત માહિતી તેમ જ પ્રાચીન-ગ્રંથસ્થ ચિત્રોની સામગ્રી પૂરી પાડીને બંને ચિત્રકારોનું કામ સરળ બનાવી એમને પ્રેરણા આપી, અને બીજી બાજુ કળાને અને કળાકારને ભૂલી ગયેલા જૈન સમાજને માટે કળાને સજીવન કરવાનો તેમ જ તેનું સ્વાગત કરવાનો અવસર ઉપસ્થિત કર્યો.
આ ચિત્રોનું અવલોકન કર્યા બાદ શાસ્ત્ર, પરંપરા કે કળાની દૃષ્ટિએ કોઈને કંઈ કહેવાનું હોય, તો, જો તે વિવેકપૂર્વક અને વિધાયક રીતે સૂચવવામાં આવે, તો બંને કળાકાર બહેન-ભાઈ તેમ જ પેઢીના આગેવાનો જરૂર તેનું સ્વાગત કરશે, અને એના આધારે ચિત્રોમાં શક્ય હોય તેટલો ફેરફાર પણ કરશે.
Page #544
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૧
૫૨૧
અમને પોતાને આ ચિત્રોમાં ખાસ કરીને ભ. ઋષભદેવનાં વર્ણ, વેશ અને આકૃતિ અંગે વિચાર કરવા જેવું લાગ્યું છે. ભગવાનનો કાંચન જેવો વર્ણ – ‘જસ કંચનવર્ણી કાયા છે – જૈનસંઘમાં વ્યાપકપણે પ્રસિદ્ધ છે. આ ચિત્રોમાં કોઈ સ્થળે ઘઉલો અને કોઈ સ્થળે ભીનો વાન બતાવ્યો છે; તે ખામી દૂર થઈ શકે તો સારું.
બીજી વાતઃ જૈન શાસ્ત્રોમાં પહેલા અને ચોવીસમા તીર્થંકરનો અચલક ધર્મ કહ્યો છે તે ધ્યાનમાં લઈને કળાકારોએ કેવળજ્ઞાન વખતની તેમ જ સમવસરણમાંની ભગવાનૂની આકૃતિ વસ્ત્ર વગરની આલેખી હોત તો તે વધુ ઉચિત ગણાત. એ ખરું કે પ્રાચીન-ગ્રંથસ્થ ચિત્રોમાં કોઈ સ્થળે ભગવાનનું ચિત્ર વસ્ત્રયુક્ત મળતું હશે, અને કળાકારોએ એનો જ આધાર લીધો હશે; છતાં જેમ કોઈકોઈ સમવસરણના ચિત્રમાં તીર્થકરને મુગટ, કુંડળ કે આભૂષણોથી શોભતાં ચીતર્યા હોવા છતાં, આ ચિત્રમાં ભગવાનને એવા નહીં ચીતરવાનો કળાકારોએ વિવેક રાખ્યો, તે જ રીતે શાસ્ત્રીય હકીકતને ખ્યાલમાં રાખીને ભગવાનની આકૃતિને વસ્ત્ર વગરની ચીતરી હોત તો એથી કળામાં કોઈ ખામી ન આવત અને શાસ્ત્રની વાત જળવાત.
આકૃતિના સંબંધમાં, કેવળજ્ઞાન વખતની આકૃતિ કરતાં સમવસરણમાંની ભગવાનની આકૃતિ ઓછી ચિત્તાકર્ષક લાગે છે. અને ગૃહસ્થાવસ્થાનાં ચિત્રોમાંની ભગવાની કેટલીક આકૃતિઓમાં તો, એક યુગવિધાયક પુરુષસિંહમાં આપણે ન કલ્પી શકીએ, અથવા આપણને જોવી ન રુચે એટલી હદની (કંઈક સ્ત્રીસહજ) સુકોમળતા આવી ગઈ છે. પ્રાચીન ચિત્રોને આદર્શરૂપ રાખવા છતાં, ચિત્રકારો જો ધારત તો આ ખામીને અવશ્ય દૂર કરી શકત, અને એમ ચિત્રોને વધુ હૃદયસ્પર્શી બનાવી શકત. આમ નાયકનું ચિત્ર કંઈક ઠંડું પડવાને કારણે, ચિત્રોની ગોઠવણી ખૂબ સરસ હોવા છતાં, સમગ્ર ચિત્રમાં એની અસર પડ્યા વગર રહેતી નથી. પરિણામે, ચિત્રનો પ્રભાવ કિંઈક કમજોર બની જાય છે. આની સામે મુખ્ય વ્યક્તિના ચિત્રને વેગવાન બનાવવાથી આખું ચિત્ર કેવું મનમોહક અને ઉઠાવદાર બની જાય છે એના દાખલા તરીકે આ છ ચિત્રોમાંના ભગવાનના જન્માભિષેક સમયના બીજા ચિત્રને જ રજૂ કરી શકાય. કલાની ઊંડી-ઊંડી કે ઝીણી-ઝીણી વાતના જાણકાર હોવાનો તો અમારો દાવો નથી, પણ પ્રથમ દૃષ્ટિએ અમને આ છ યે ચિત્રોમાં નજરને એકદમ પકડી રાખે અને મનને એકદમ ભાવી જાય એવું સૌથી ચડિયાતું તો આ બીજું ચિત્ર જ લાગે છે. તેનું મુખ્ય કારણ એ ચિત્રના મધ્યવર્તી પાત્ર સૌધર્મેન્દ્રની આકૃતિ કળાકારોએ ખૂબ જ મધુર અને વેગવાનું ચીતરી છે એ છે. ભગવાન્ ઋષભદેવની આકૃતિમાં પણ આવું કોઈ તત્ત્વ ઉમેરાયું હોત તો આ ચિત્રોની આકર્ષકતા ખૂબ વધી જાત એવો અમારો નમ્ર મત છે.
Page #545
--------------------------------------------------------------------------
________________
૫૨૨
જિનમાર્ગનું અનુશીલન આ ઉપરાંત સાધ્વીઓના વેશ વગેરેમાં પણ થોડોક ફેરફાર ઇચ્છનીય છે.
આ તો જ્યારે કળાનો ઊંચો આદર્શ સામે રાખીને આ ચિત્રો દોરવામાં આવ્યાં છે અને એ દૃષ્ટિએ જ એનો વિચાર કરીએ છીએ, ત્યારે થોડીક બાબતો ધ્યાન દોરવા જેવી ગણાય. બાકી તો આપણે ત્યાં હજારો રૂપિયા ખર્ચીને ઢંગધડા વગરનાં અને રંગના લપેડાઓથી જોવાં પણ ન ગમે એવાં ચિત્રો તૈયાર થાય છે, એની સામે કોણ કહેવા જાય છે? એટલે આ ચિત્રોમાંની આવી બાબતોને લીધે તેમનું કળાનું મૂલ્ય ઓછું આંકવાની મુદ્દલ જરૂર નથી. જેમ ધર્મને શાસ્ત્ર અને પરંપરા હોય છે, તેમ કળાને પણ પોતાનું આગવું શાસ્ત્ર અને આગવી પરંપરા હોય છે, અને એ જ કળાકારને માટે વધુ માર્ગદર્શક બને છે. એટલે આપણને લાગતી આવી ખામીઓ કળાને સાચી રીતે સમજવામાં આડે ન આવવી જોઈએ. એટલે એકંદર આ ચિત્રો અને સુંદર, કળાપૂર્ણ અને નવી ભાતનાં લાગ્યાં છે. અમે તેને આવકારીએ છીએ.
આ ચિત્રોની કિંમત જો કે સત્તાવાર રીતે જાણવા મળી નથી, છતાં જાણવા પ્રમાણે એમાં ત્રીશ હજાર રૂપિયાનું ખર્ચ થયું છે. કોઈને છ ચિત્રોની આટલી કિંમત વધુ લાગે એ સ્વાભાવિક છે. અમને પોતાને પણ આ વાત ગળે ઉતારવી અઘરી લાગી છે; છતાં ચિત્રોની કળાનું મૂલ્યાંકન કરતી વખતે એની કિંમતનો વિચાર વચ્ચે લાવવો વાજબી નથી. કળાની કિંમત નહીં પણ કદર જ હોવી જોઈએ – એ જૂનું અનુભવવાક્ય યાદ રાખવા જેવું છે. એટલે કિંમતને નજર સામે રાખીને કળાનું મૂલ્ય કરવા કરતાં કળાનું કળાની કસોટીએ જ મૂલ્ય કરવું ઘટે. વળી આ બાબતમાં આપણે એટલો ઇતબાર જરૂર રાખી શકીએ કે આ કળાકૃતિઓ તૈયાર કરાવનાર શેઠ આ. ક. ની પેઢીના આગેવાનો ખૂબ કરસકરથી કામ લેવાની કળાના જાણકાર છે; એટલે એમના હાથે નિરર્થક ખર્ચ થવાની ચિંતા કરવાની જરૂર નથી. વળી આ જાતનો આપણો આ નવો પ્રયત્ન છે, એટલે એના સાચા મૂલ્યનો કદાચ આજે આપણને બરાબર ખ્યાલ પણ ન હોય. આ ઉપરાંત સૌથી વિશેષ નોંધપાત્ર વાત તો એ છે, કે હીરા-માણેક કે સોનાચાંદીના પરિગ્રહપરાયણ માર્ગે ધાર્મિક નાણું ખર્ચવાના આપણા જમાનાજૂના ચીલાને છોડીને, આપણે, ચોર ચોરી ન શકે અને રાજ હરી ન શકે, અને છતાં યુગો સુધી પ્રજાને પ્રેરણા આપી શકે એવી કળામાં નાણું ખર્ચવાનો નવો ચીલો પાડ્યો છે. શેઠશ્રી કસ્તૂરભાઈએ આ ચિત્ર પ્રદર્શનના ઉદ્દઘાટન પ્રસંગે સાચું જ કહ્યું છે, કે નાણાંનો પ્રશ્ન જૈનોએ ગૌણ ગણ્યો છે.
આપણી પ્રાચીન કળાને આ રીતે સજીવન થતી જોઈને તેમ જ એનું આવું બહુમાન થતું જોઈને એક વાત, જે લાંબા વખતથી મનમાં ઘર કરીને બેઠી છે, તે કહેવાનું મન થઈ જાય છે. પાંચ-છ વર્ષ પહેલાં ગુજરાતના એક સિદ્ધહસ્ત કલાકાર
Page #546
--------------------------------------------------------------------------
________________
પ૨૩
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૧ શ્રી ગોકુળદાસ કાપડિયાએ “શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ' નામે ભ. મહાવીસ્વામીના જીવન-પ્રસંગો આલેખતાં સુંદર અને કળાપૂર્ણ ચિત્રોનો એક સંગ્રહ પ્રગટ કર્યો હતો. આ સંગ્રહમાં ભ. મહાવીરની દીક્ષા સુધીનાં, શાસ્ત્ર અને પરંપરાને માન્ય રહે અને છતાં કળાનાં મધુર દર્શન કરાવે એવાં પંદર ચિત્રો આપવામાં આવ્યાં હતાં. વિશેષ નોંધપાત્ર વાત તો એ હતી, કે જન્મ જૈન નહીં એવા કળાકારે કળાની ઉપાસના અને ભ. મહાવીર પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને, વર્ષો લગી ખૂબ જહેમત ઉઠાવીને અને ભગવાન મહાવીરની ધર્મભૂમિમાં જાતે ફરીને, તેમ જ ઊછીનું નાણું લઈને, પોતાને ખર્ચે આ ચિત્રો દોરીને એનો ચિત્રસંપુટ છપાવીને તૈયાર કર્યો હતો. એ ચિત્રકળાને તેમ જ એના કળાકારને પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી જેવા કલાપારખુ સાધુપુરુષના આશીર્વાદ અને અભિનંદન પણ સાંપડ્યાં હતાં. વળી તે જ વખતે શેઠ આ. ક. ની પેઢીના પ્રમુખશ્રી તથા તેના વહીવટદાર પ્રતિનિધિ સદ્દગૃહસ્થોનું આ વાત તરફ યોગ્ય રીતે ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. છતાં તે વખતે એનું સ્વાગત કે અભિનંદન કરવાનો કોઈના દિલમાં ઉમળકો ન આવ્યો, અને બધાએ ઠંડા કલેજે એક સામાન્ય બનાવ તરીકે એ વાત તરફ કેવળ ઉપેક્ષા જ સેવી – એ વાત આજે પણ ગ્લાનિ ઉપજાવે છે.
કળા પ્રાચીન હોય કે અર્વાચીન; કળા એ કળા છે, અને એનું એ રીતે જ મૂલ્યાંકન થવું ઘટે. આજે જેને આપણે પ્રાચીન કળા ગણતા હોઈએ, એ પણ કોઈક કાળે તો અર્વાચીન જ હતી; અને આજની અર્વાચીન ગણાતી કળા ભવિષ્યમાં પ્રાચીન ગણાવાની છે. એટલે છેવટે કળાની દષ્ટિએ નહીં તો કળાકારની ભ. મહાવીર પ્રત્યેની ઉત્કટ ભક્તિને કારણે પણ આપણી પેઢીએ અને જૈનસંઘે ભાઈશ્રી ગોકુળદાસ કાપડિયાનું બહુમાન કરવું જોઈતું હતું. આપણે આપણી કદરદાનીમાં ચૂક્યા તેથી ભાઈ કાપડિયા કરતાં વિશેષ નુકસાન તો આપણને પોતાને જ થયું છે : ભ. મહાવીરની દીક્ષા પછીનાં એમની ખરેખરી જીવનસાધનાનાં બાકીનાં ચિત્રોથી આપણે વંચિત રહ્યા. અમે આને કાંઈ જેવું-તેવું નુકસાન નથી માનતા. ઇચ્છીએ કે મોડેમોડે પણ બાકીનાં ચિત્રો ભાઈ કાપડિયા પાસે તૈયાર કરાવી લઈએ.*
પણ ભૂતકાળમાં જે થયું એના માટે ઝાઝો અફસોસ કરવાની કે પેઢીના આગેવાનોનો વિશેષ દોષ કાઢવાની પણ જરૂર નથી. એમ માનીએ કે કદાચ એ વખતે કળાની અને કળાકારની કદર કરવાનો વખત નહીં પાક્યો હોય.
* આગળ ઉપર કલાભિજ્ઞ મુનિવર્યશ્રી યશોવિજયજીના અદમ્ય પુરુષાર્થથી જૂન, ૧૯૭૪માં આ બાકી ચિત્રો તૈયાર થઈ શક્યાં હતાં. તે અંગેનો તે વખતે લખાયેલો અગ્રલેખ આ વિભાગમાં જ અગાઉ આપ્યો છે. – સં.
Page #547
--------------------------------------------------------------------------
________________
પર૪
જિનમાર્ગનું અનુશીલન પણ હવે જ્યારે આપણી પેઢીએ, એના પ્રમુખશ્રીના માર્ગદર્શન નીચે, નવો રાહ લીધો છે, તો આપણે જરૂર આશા રાખી શકીએ કે ભવિષ્યમાં ભાઈ કાપડિયા કે એમના જેવા જૈન સંસ્કૃતિ અને કળા પ્રત્યે આદર ધરાવતા કળાકારોનો આદર કરવાનું અને આપણી કળાને સમૃદ્ધ બનાવવાનું આપણે નહીં ચૂકીએ.
આટલા પ્રાસંગિક નિવેદન સાથે કળાનો આવો સમાદર કરવા માટે અમે પેઢીને, પેઢીના પ્રમુખશ્રીને અને પેઢીના આગેવાનોને ફરી વાર ધન્યવાદ આપીએ છીએ.
(તા. ૫-૨-૧૯૫૫)
(૧૨) “મહાવીર-દર્શન અને ચંદનબાળાનું કથાગીત'
(રચયિતા શ્રી શાંતિલાલ બી. શાહ, પ્રકાશક : શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભંડાર, ગોડીજીની ચાલ, મુંબઈ-૨; પૃષ્ઠસંખ્યા : ૯૬; સચિત્ર; કિંમત: દોઢ રૂપિયો.)
- શ્રી શાંતિલાલ બી. શાહ ગુજરાતના એક લોકપ્રિય અને જાણીતા સંગીતકાર છે. પોતાની કામણગારી સંગીતકળા દ્વારા મોટે ભાગે સ્વરચિત કાવ્યકૃતિઓને તેઓ શ્રોતાઓનાં અંતર સુધી પહોંચાડી દે છે એ એમની સંગીતકળાની નોંધપાત્ર વિશેષતા છે. અને એમની કાવ્યરચનાઓની વિશેષતા એ છે કે તેઓ ધર્મભાવના, રાષ્ટ્રીયતા અને માનવતાને જાગૃત કરે એવી જ કૃતિઓ રચે છે; પછી એનો વિષય ગમે તે હોય. કાવ્યરચનામાં મધુર, મુલાયમ, માર્મિક શબ્દોની પસંદગીમાં તેઓ નિપુણ છે.
ભગવાન મહાવીરનું જીવન એ તપ, ત્યાગ, સંયમ, વૈરાગ્ય, તિતિક્ષા દ્વારા આત્મબળને પ્રગટાવનારું આદર્શ જીવન છે. એમાં નાનામાં નાના માનવીથી લઈને મોટામાં મોટા યોગીઓ માટે પણ પોતાની સાધનાયાત્રામાં ઉપયોગી એવું અદ્દભુત જીવનપાથેય ભરેલું છે. એટલે એ જીવનનાં જેટલાં કાવ્યો રચાય તેટલાં ઓછાં છે.
આ નાનીસરખી કૃતિ ભગવાન્ મહાવીરના વિરાટ જીવનના કેટલાક પ્રેરક પ્રસંગોને કાવ્યમય બાનીમાં રજૂ કરે છે. ઉપરાંત, એમાં ભમહાવીરના મનોમંથનને
* આ સમાલોચના-લેખ શ્રી ર. દી. દે. દ્વારા લખાયો હોવાની પાકી ખાતરી એટલે નથી થતી કે સામાન્યતઃ અગ્રલેખ અને “સામયિક ફુરણ' ની નોંધો સિવાયના તેમના વધારાના લખાણમાં તેમનું નામ નિર્દયું હોય છે, પણ આમાં તેમ થયું નથી. છતાં આમાં કોઈ અન્ય લેખકનું નામ ન હોઈ, શૈલીના આધારે તેમ જ શ્રી શાન્તિભાઈ સાથેના તેમના ઘનિષ્ઠ સંબંધને આધારે લખાણ તેમનું માન્યું છે. – સં.
Page #548
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષાઃ ૧૨, ૧૩
પ૨૫ દર્શાવતાં, ભગવાનના જીવનની જુદી-જુદી વિશેષતાઓની સ્તવના કરતાં તેમ જ પ્રભુની પ્રાર્થના કરતાં કેટલાંક કાવ્યો પણ આપવામાં આવ્યાં છે. વળી, ચંદનબાળાની કરુણ અને પ્રેરક ઘટનાને અનુલક્ષીને એક મોટું કથાગીત આપવામાં આવ્યું છે. આમ આ નાનાસરખા પુસ્તકમાં ભગવાન મહાવીરના અલૌકિક જીવનનું દર્શન કરાવતી એક જ કર્તાએ રચેલી વિવિધ કાવ્યકૃતિઓનો સંગ્રહ છે. એ રીતે એનું “મહાવીર-દર્શન નામ સાર્થક બન્યું છે.
નાટક જેમ દશ્ય (ભજવવા યોગ્ય) કલાકૃતિ ગણાય છે, એ જ રીતે કવિતા એ શ્રવ્ય સાહિત્યકૃતિ લેખાય છે. સંગીતકારને મુખે ચડેલી કવિતાનો આત્મા સોળે કળાએ ખીલી ઊઠે છે અને અંતરને સ્પર્શી જાય છે. શ્રી શાંતિભાઈના બુલંદ સુમધુર કંઠે એમની જ સુકોમળ કાવ્યકૃતિઓને સાંભળવી એ એક ચિરસ્મરણીય લ્હાવો છે.
(તા. ૬-૪-૧૯૬૩)
(૧૩) “શ્રી મહાવીર-કથા' જરૂર વાંચજો
ઘણા વખતથી કહેવા ધારેલી આ વાત, આજે મોડેમોડે પણ કહેવા જેવી લાગવાથી, ભ, મહાવીરના જન્મકલ્યાણક-દિન નિમિત્તે, આજે અમે કહીએ છીએ.
અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ હસ્તકની શ્રી પુંજાભાઈ ગ્રંથમાળા તરફથી અનેક આગમિક તેમ જ ઈતર જૈન ગ્રંથોના છાયાનુવાદો પ્રગટ થયેલા છે; તેની લોકપ્રિયતા પણ ઠીકઠીક છે. સંભવ છે કે જેનો કરતાં જેનેતર જિજ્ઞાસુઓએ આ ગ્રંથોને વિશેષ અપનાવ્યા હોય.
- આ ગ્રંથમાળાના એકવીસમા ગ્રંથ તરીકે શ્રી મહાવીર-કથા' નામે ભગવાનું મહાવીરની જીવનકથા પ્રગટ કરવામાં આવી છે. એના સંપાદક છે શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ. એની બીજી આવૃત્તિ અત્યારે મળે છે. લગભગ પોણા-છસો પાનાંના આ ગ્રંથનું મૂલ્ય પાંચ રૂપિયા છે.
આગમિક તેમ જ આગમેતર જૈન સાહિત્યમાંથી તેમ જ બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મનાં પુસ્તકોમાંથી ભગવાનું મહાવીરના જીવનને લગતી અથવા એના ઉપર પ્રકાશ પાડતી જે કાંઈ આછી-પાતળી કે નક્કર સામગ્રી મળી તે બધીને સંકલિત કરીને એના ઉપરથી આ સળંગ મહાવીરકથા તૈયાર કરવામાં આવી છે.
Page #549
--------------------------------------------------------------------------
________________
પર૬
જિનમાર્ગનું અનુશીલન કથા સંકલનરૂપ હોવા છતાં તે એવા સળંગ સૂત્રે પ્રવાહબદ્ધ રીતે ચાલી જાય છે કે ક્યાંય એમાં ખાંચ-ખેંચ કે અવરોધ જણાતો નથી; જાણે મનોહર નૌકામાં શાંત સરોવરનો વિહાર કરતા હોઈએ એવો આનંદ એમાં અનુભવાય છે. અને એની ભાષા એવી પ્રૌઢ, ગંભીર, છતાં એવી સરળ અને અસ્મલિત છે કે જાણે આ પુસ્તક ભાષાનો એક ઉત્તમ નમૂનો બની રહે છે. અને ગ્રંથની શૈલી તો જાણે એને સંપાદન નહીં, પણ મૌલિક સર્જન જ કહેવા પ્રેરે છે. વર્ણન રોચક, છતાં લખાણ પ્રમાણસર - ન એક શબ્દ વધારે કે ન એક શબ્દ ઓછો!
અમે આ ગ્રંથની આલોચના કે પ્રશંસા માટે આ લખતા નથી. પણ અમે ઈચ્છીએ છીએ કે પ્રત્યેક જૈન ભાઈ-બહેન, સાધુ-સાધ્વી આ ગ્રંથ જરૂર વાંચે.
આ ગ્રંથ વાંચવાથી સળંગ મહાવીર-જીવનનું દર્શન કર્યાનો તો લાભ છે જ; ઉપરાંત બીજા પણ લાભો એમાં રહેલા છે.
જેઓને મહાવીર-જીવનની વિગતો અંગે વિશેષ જિજ્ઞાસા ન હોય એવા આપણા સાધુ-મુનિરાજોને પણ ભગવાનનું કે આપણા મહાપુરુષોનું જીવન કેવી શૈલીમાં રચવાની અત્યારે જરૂર છે તે સમજાશે. જેઓ પ્રાચીન ગ્રંથોના સંપાદન કે ભાષાંતરોમાં રસ ધરાવતા હશે તેમને એનો પણ ઉત્તમ નમૂનો જોવા મળશે. જેઓને ગુજરાતી ભાષાનું બળ કેટલું છે એ જોવું હશે એને એ જોવા મળશે.
અને સૌથી મોટો લાભ તો એ છે કે અહીં ભ, મહાવીરના જીવનને લગતી બધી સામગ્રીનું સંકલન એક જ સ્થળે સળંગ સરસ રીતે થયું છે. આ પુસ્તક અંગે પોતાના નિવેદનમાં એના વિદ્વાન સંપાદકશ્રી લખે છે :
પ્રમાણભૂત મહાવીરચરિત રચવાના પ્રયત્નમાંથી આ “મહાવીર-કથા'નો જન્મ થયો છે. મુખ્યત્વે જૈન અને તત્કાલીન બૌદ્ધ તથા બ્રાહ્મણ ધર્મનાં પુસ્તકો જોતાં, મહાવીરને અંગે જે કંઈ મળ્યું તે વણી લઈને, તેને સળંગ કથારૂપે સાંકળી આપવાનો આમાં પ્રયત્ન છે. આથી “બુદ્ધલીલા' જેમ બુદ્ધ, ધર્મ અને સંઘ બાબત રોચક શૈલીમાં પ્રમાણભૂત ગણાય એવી માહિતી આપે છે, તેમ આ પુસ્તક મહાવીર અને તેમના ઉપદેશ બાબત એવી માહિતી, એને મળતી શૈલીમાં આપશે, એવી આશા બાંધી છે.”
અમે તો અહીં ફરી પણ વિનવીએ છીએ કે સૌ કોઈ આ કથા જરૂર વાંચે. કોઈ પૂર્વગ્રહ, કદાગ્રહ કે અજ્ઞાનને વશ થઈને આપણે આવા ગ્રંથ પ્રત્યે ઉપેક્ષા સેવીશું તો તેથી કેવળ એવી ઉપેક્ષા સેવનારને જ ખોટ જવાની છે. આ પુસ્તક વાંચનારને કંઈક ને કંઈક પણ લાભ થશે, ખોટ નહિ.
(તા. ૧૦-૪-૧૯૫૭)
Page #550
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો સમીક્ષા ૧૪
પ૨૭ (૧૪) “શાસનસમ્રાટુ' ગ્રંથને આવકાર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનસંઘના વિક્રમની વીસમી સદીના એક સમર્થ પ્રભાવક મહાપુરુષ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિજીના સ્વર્ગવાસ પછી છેક પચીસ વર્ષે મોડેમોડે પણ, એમનું જીવનચરિત્ર “શાસનસમ્રા' નામથી થોડા વખત પહેલાં પ્રગટ થયું એ માટે અમે ખુશાલી વ્યક્ત કરીએ છીએ.
આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરિજીનું વ્યક્તિત્વ જેમ પ્રભાવશાળી હતું, તેમ એક ધર્મનાયક તરીકે અનોખું અને વિશિષ્ટ પણ હતું. નિષ્ઠાભર્યા બ્રહ્મચર્ય-પાલનનું દિવ્ય ઓજસ્ એમના મુખ ઉપર સતત વિલક્ષ્યા કરતું હતું, આથી પણ તેઓનું જીવન વિશેષ પ્રતાપી બની શકહ્યું હતું.
એમણે હજારો જિનપ્રતિમાઓ ભરાવી હતી, અનેક નવાં જિનમંદિરો માટે પ્રેરણા આપી હતી. સંખ્યાબંધ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, કંઈક તીર્થોનો ઉદ્ધાર કર્યો-કરાવ્યો હતો અને નાના-મોટા અનેક યાત્રાસંઘો પણ કઢાવ્યા હતા. વળી, તેઓએ સ્વયં અનેક ગ્રંથોની રચના કરીને, પ્રાચીન ગ્રંથોનું સંશોધન કરીને, શાસ્ત્રીય તેમ જ અન્ય વિદ્યાઓમાં વિશારદ કહી શકાય એવા અનેક વિદ્વાન્ શિષ્ય-પ્રશિષ્યોની પણ શ્રીસંઘને અમૂલ્ય ભેટ આપી હતી. સંયમની નિર્મળ આરાધના માટેની તેઓની ચીવટ, જાગૃતિ અને શિસ્ત તો આજે પણ દાખલારૂપ બની રહે એમ છે. આમ તેઓએ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીની અખંડ સાધના કરીને પોતાના સમુદાયના સર્વ મુનિવરો પણ તેની સાધના કરતા રહે એવો આગ્રહ રાખીને જૈનશાસનનું ગૌરવ વધાર્યું હતું.
આટલું જ શા માટે ? એમનું જીવન તો એક સમર્થ સંઘનાયકનું જીવન હતું. એટલે પ્રભુના શાસનને નાની-મોટી કોઈ બાબતથી લેશ પણ નુકસાન ન પહોંચે અને શાસનનો મહિમા વિસ્તરતો રહે, એ માટે તેઓ સતત જાગૃત અને પ્રયત્નશીલ રહેતા. એમના આકર્ષક વ્યક્તિત્વ અને હૃદયસ્પર્શી ધમપદેશથી પ્રભાવિત થઈને જે રાજા-મહારાજાઓ કે મંત્રીઓ એમના અનુરાગી બન્યા હતા, તેનો લાભ પણ જૈનસંઘ અને ધર્મને મળે એવી જ તેઓની ભાવના રહેતી. શાસનની સેવા-ઉન્નતિમાં જ જાણે તેઓએ પોતાના વ્યક્તિત્વને વિલીન કરી દીધું હતું. અમદાવાદમાં ચાર દાયકા પહેલાં મળેલ મુનિસંમેલન સફળ થયું. તેનો ઘણો મોટો યશ તેમનાં શાણપણ, ગંભીરતા, દીર્ધદષ્ટિ, ઠરેલ સ્વભાવ અને કુનેહથી કામ કરવાની અને કામ લેવાની આવડતને જ ઘટે છે એ વાતની નોંધ કોઈ
Page #551
--------------------------------------------------------------------------
________________
પ૨૮
જિનમાર્ગનું અનુશીલન પણ ઇતિહાસકારને લીધા વગર નથી ચાલવાનું. આવી આવી અનેક સિદ્ધિઓને લીધે વિક્રમની વીસમી સદીના ઉત્તરાર્ધનો સમય એમની કર્તવ્યપરાયણતાનો સમય હતો એમ કહેવું જોઈએ.
આવા એક શાસન પ્રભાવક મહાપુરુષના જીવનપ્રસંગો જાણવા-વાંચવાની કશી સામગ્રી અત્યાર સુધી આપણી નવી પેઢી તેમ જ અન્ય ગુણાનુરાગી ભાઈઓ-બહેનો માટે, આપણે તૈયાર કરી નહોતી; એ ખામી લાંબા વખતથી ખટક્યા કરતી હતી. આ મોટી ખામી “શાસનસમ્રા’ ગ્રંથના પ્રકાશનથી સારા પ્રમાણમાં દૂર થઈ શકી, એ માટે આ ગ્રંથના પ્રકાશક કદંબગિરિના તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટને અને એના ભાવનાશીલ સંચાલકોને ધન્યવાદ ઘટે છે.
મોટા કદનાં ચારસો પાનાંનો આ દળદાર ગ્રંથ તૈયાર કરીને શ્રીસંઘને ભેટ આપવાનું પુણ્યકાર્ય ઉત્સાહી, ઊછરતી વયના, ઉદયમાન લેખક મુનિરત્ન શ્રી શીલચંદ્રવિજયજીએ કર્યું છે, આચાર્યશ્રી વિજયનંદનસૂરિજીના આ પ્રશિષ્ય જેટલા વિદ્યાનુરાગી છે, એટલા જ નમ્ર, વિવેકી, જિજ્ઞાસુ અને સારું કામ કરવાની કલ્યાણબુદ્ધિવાળા છે.
ઊછરતી ઉંમરના આ મુનિવરે પોતાના લખાણને એવું મધુર અને વાચનક્ષમ બનાવ્યું છે કે વાંચવાનું શરૂ કર્યા પછી એ વાંચતાં રહેવાની ઊર્મિ સતત ટકી રહે છે. કોઈ પણ વસ્તુ કે પ્રસંગના નિરૂપણમાં પ્રમાણનો ખ્યાલ, રજૂઆતની સરળ અને સરસ શૈલી અને મુદ્દાસરનું સચોટ નિરૂપણ એ આ મુનિવરની કલમની વિશેષતા છે. વળી, આ પુસ્તકમાં આપવામાં આવેલ અનેક પરિશિષ્ટો, સંખ્યાબંધ મનોહર છબીઓ અને તે-તે પ્રકરણમાં પીરસવામાં આવેલી સામગ્રીનું અવલોકન કરતાં સહજપણે એ વાતનો ખ્યાલ આવે છે કે આ પુસ્તકને સુંદર, સર્વાગ-સંપૂર્ણ અને માહિતીથી પરિપૂર્ણ કરવા માટે મુનિવરે કેટલી જહેમત ઉઠાવી હશે અને કેટલું જ્ઞાનતપ કર્યું હશે. આવી દાખલારૂપ યશસ્વી કાર્યવાહી માટે અમે મુનિરાજ શીલચંદ્રવિજયજીને અભિનંદીએ છીએ.
આ આશાસ્પદ લેખક-મુનિવર આ ચરિત્રનું આલેખન કરીને સંતોષ માની લે, અને નવાં-નવાં પુસ્તકો તૈયાર કરવામાં પોતાની શક્તિ અને આવડતનો ઉપયોગ કરવાને બદલે બીજાં બીજાં કામો હાથ ધરે એ ઇચ્છવા જેવું નથી. સામાન્ય જનસમૂહને વાંચવું ગમે એવું સાહિત્ય પ્રચલિત લોકભાષાઓમાં રચી શકે એવા કુશળ લેખકો આપણા શ્રમણ-સમુદાયમાં બહુ જ ઓછા છે. આવી સ્થિતિમાં મુનિશ્રી શીલચંદ્રવિજયજી તથા એમના જેવા કુશળ લેખકો પોતાની વિદ્યાનો
Page #552
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૪, ૧૫
પર૯ ઉપયોગ લોકોપકાર માટે કરતાં રહીને મધુર તેમ જ સંસ્કારપોષક સાહિત્યનું સર્જન કરતાં રહે એ બહુ જરૂરી છે.
(તા. ૧૭-૮-૧૯૭૪)
(૧૫) લોકશિક્ષણની અભિનંદનીય પ્રવૃત્તિ બે મિત્રો; પૈસાની સગવડ ઓછી અને આગળ વધવાનાં બીજાં સાધનો અને સંજોગો પણ ટાંચાં. પણ આગળ વધવાની ભાવના, શક્તિ અને કાર્યસૂઝ ઘણી. અંતરના બળે મુસીબતના કાંટા-ઝાંખરાંને દૂર કર્યા, અને પ્રતિકૂળ સંયોગોને જ પ્રગતિનું વાહન બનાવ્યું. એમણે જ્ઞાન પ્રસારના માર્ગે શરૂ કરેલી લોકસેવાની નાનીસરખી સરવાણી આજે વિશાળ સરિતાનું રૂપ ધારણ કરીને વિદ્વાનો, લોકસેવકો અને સામાન્ય જનસમૂહનાં સમાન અભિનંદન અને ધન્યવાદની અધિકારી બની છે. આપબળે આગળ વધેલા આ બે મિત્રો તે શ્રી વાડીભાઈ ડગલી અને શ્રી યશવંતભાઈ દોશી, અને એમણે શરૂ કરેલી લોકકલ્યાણની પ્રવૃત્તિ તે “પરિચય-પુસ્તિકા-પ્રવૃત્તિ'.
આ પ્રવૃત્તિની શરૂઆત પંદર-સોળ વર્ષ પહેલાં, સને ૧૯૫૭ના અંતમાં, બહુ જ નાના પાયા ઉપર થઈ હતી. તે વખતે બીજનું વાવેતર થયું હતું, એ કેટલું તાકાતવાળું હતું એની કલ્પના તો એ વાવનારને પણ ભાગ્યે જ હશે. પણ તેઓ એ બીજની માવજત કરવામાં જરા ય પાછા ન પડ્યા; અને એમણે આદરેલી જ્ઞાનપ્રસાર દ્વારા જનસમૂહનો ઉત્કર્ષ સાધવાની નાની-સરખી પ્રવૃત્તિ સમય જતાં વિશાળ વડલાની જેમ વિસ્તરી રહી, અને નેતાઓ, શ્રીમંતો અને લોકસેવકોનું ધ્યાન દોરતી રહી.
પરિચય-પુસ્તિકાઓના પ્રકાશનની આ પ્રવૃત્તિનો હેતુ સામાન્ય તેમ જ ઓછું ભણેલા જનસમૂહને સુગમ અને રોચક ગુજરાતી ભાષામાં જ્ઞાન-વિજ્ઞાનના વિવિધ વિષયોનો, જીવનને સ્પર્શતી અનેક બાબતોનો, આપણાં સાહિત્ય-સંસ્કૃતિ ઇતિહાસનો, તેમ જ વિશિષ્ટ વ્યક્તિઓનો ટૂંકાણમાં છતાં સારગ્રાહી પરિચય કરાવવો એ છે. આ દિશામાં આ પ્રવૃત્તિએ પોતાના પંદરેક વર્ષના કાર્યકાળ દરમિયાન કેટલી ઝળકતી સફળતા પ્રાપ્ત કરી છે, તે નીચેની કેટલીક વિગતોથી સમજી શકાશે.
જ્યારે આ ભાવનાશીલ મિત્રોએ આ પ્રવૃત્તિ શરૂ કરવાનો વિચાર કર્યો, ત્યારે ન તો એમની પોતાની પાસે કોઈ પૈસાનું બળ હતું, ન કોઈ મિત્રો કે પરિચિતોનું પીઠબળ.
Page #553
--------------------------------------------------------------------------
________________
પ૩૦
જિનમાર્ગનું અનુશીલન જે કાંઈ કામ કે સાહસ શરૂ કરવાનું હતું, તે શૂન્યમાંથી સર્જન કરવાના જેવું કપરું અને મુખ્યત્વે આપબળ ઉપર જ કરવાનું હતું. પણ એમના નિશ્ચયમાં ગજવેલ હતું અને લીધેલ કામમાં પાછા પડવાનું એમને હરગિજ મંજૂર ન હતું.
કાર્યની શરૂઆત કર્યા પછી ચાર-પાંચ મહિનામાં જ એમણે બે પુસ્તિકાઓ પ્રગટ કરી. અને જનતાએ અને આગેવાનોએ એમના એ સાહસને ઉમળકાભેર વધાવી લીધું. જ્ઞાનની સુધાનો અનુભવ કરતી જનતા પોતાની સામે એક પછી એક ઉત્તમ વાનગીઓ લઈને રજૂ થતા જ્ઞાનના રસથાળનો આહલાદ અનુભવી રહી, અને એ રીતે આ પ્રવૃત્તિના પરિણામરૂપે જે-જે પુસ્તિકાઓ પ્રગટ થતી રહી એનું લોકો ઉમળકાપૂર્વક સ્વાગત કરતા રહ્યા અને નવી-નવી પુસ્તિકાઓની આતુરતાથી રાહ જોવા લાગ્યા.
બીજી બાજુ આ પ્રવૃત્તિની ઉપયોગિતા અને ઉપકારકતાથી પ્રભાવિત થઈને નવાનવા સાથીઓ પણ આ કાર્યમાં જોડાવા લાગ્યા. સ્થાપના પછીના દોઢેક વર્ષમાં તો, આ પ્રવૃત્તિના સુવ્યવસ્થિત સંચાલન માટે તેમ જ આ કાર્ય માટેની સખાવતોનો સ્વીકાર થઈ શકે અને એના હિસાબ કે ખર્ચ અંગે લોકોમાં વિશ્વાસ બેસે એ માટે પરિચય ટ્રસ્ટની સ્થાપના પણ કરાઈ. આ સમગ્ર પ્રવૃત્તિના પ્રેરક બંને મિત્રો શ્રી વાડીભાઈ અને શ્રી યશવંતભાઈની ભાવના સફળ થઈ હોય એમ, ટૂંકા વખતમાં જ આ ટ્રસ્ટની ઊંચી નામના થઈ અને જનસમૂહમાં જેઓ ખૂબ આદર અને પ્રતિષ્ઠા ધરાવતા હતા, ધરાવે છે એવી વિશિષ્ટ વ્યક્તિઓ એના ટ્રસ્ટીમંડળમાં જોડાઈ.
પંડિતવર્ય શ્રી સુખલાલજી તો ટ્રસ્ટના સ્થાપનાકાળથી જ ટ્રસ્ટીમંડળના પ્રમુખ બન્યા હતા. ઉમરને કારણે ત્રણેક વર્ષ પહેલાં તેઓ આ જવાબદારીમાંથી મુક્ત થતાં એમના સ્થાને ગુજરાતના ભારત-
વિખ્યાત રાજપુરુષ અને વિદ્યાસંસ્કારના પુરસ્કર્તા શ્રી ગગનવિહારી મહેતાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતના સાક્ષર શ્રી ઉમાશંકર જોશી, શ્રી આર. એસ. ભટ્ટ વગેરે મહાનુભાવો પણ ટ્રસ્ટીમંડળમાં સમાવિષ્ટ છે. શ્રીયુત વાડીભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની અને શ્રી યશવંતભાઈ મેનેજિંગ એડિટર તરીકેની જવાબદારી ખૂબ જહેમતથી યશસ્વી રીતે સંભાળી રહ્યા છે.
હવે આ પ્રવૃત્તિના કેન્દ્રમાં જ્ઞાનપ્રસારની જે ભાવના પ્રતિષ્ઠિત છે, તે દિશામાં આ ટ્રસ્ટે કેટલી મહત્ત્વની કામગીરી બજાવી છે, તેની થોડીક વિગતો જોઈએ.
થોડા વખત પહેલાં આ ટ્રસ્ટ તરફથી ૩૦૦ જેટલી પુસ્તિકાઓનું પ્રકાશન થયા નિમિત્તે એક મિલન યોજવામાં આવ્યું હતું. દેશના અને દુનિયાના, જીવનના અને
Page #554
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો : સમીક્ષા : ૧૫
સમાજના, સાહિત્યના તથા સંસ્કૃતિના સંખ્યાબંધ વિષયોની આધારભૂત અને ઉપયોગી માહિતી આપતી આ ત્રણસો પુસ્તિકાઓ ૧૮૧ લેખકોએ લખી છે; આ લેખકોમાં ૧૫ જેટલી તો બહેનો છે. આ બધા લેખકોની પસંદગી કેવળ ગુજરાતીભાષી વર્તુળમાંથી જ કરવામાં આવી નથી. એ માટે દેશના જુદાજુદા ભાગમાંથી તે-તે વિષયના જાણકા૨ વિદ્વાન્ લેખકોની પસંદગી કરવામાં આવે છે. ઇતર ભાષાનાં લખાણોનો ચીવટપૂર્વક અનુવાદ કરીને એને છપાવવામાં આવે છે એ તો ખરું જ; ઉપરાંત ગુજરાતી ભાષાનાં લખાણોને પણ જેમને તેમ છાપી દેવાને બદલે પૂરેપૂરી માવજતથી એનું સંપાદન કરવામાં આવે છે, આવી બધી મહેનત અને ઝીણવટભરી પ્રક્રિયા પછી વાચકોના હાથમાં આવતી પુસ્તિકા દરેક રીતે રોચક અને આકર્ષક બને એમાં શી નવાઈ ? અને હવે તો આ પુસ્તિકાઓની સંખ્યા ૩૫૦ સુધી પહોંચી ગઈ છે. સામાન્ય રીતે દર મહિને બે પુસ્તિકાઓ એટલે કે એક વર્ષમાં ચોવીસ જેટલી પુસ્તિકાઓનું પ્રકાશન થતું રહે એ ધોરણ જાળવવાનો પ્રયત્ન રહે છે.
ગુજરાતી ભાષામાં સાહિત્યની સમીક્ષા કરવાની કડવી અને કપરી કામગીરી બજાવનાર સામયિકની ખામીને પૂરી કરવા માટે આ ટ્રસ્ટે દસેક વર્ષ પહેલાં ‘ગ્રંથ’ નામના હેતુલક્ષી માસિકનું પ્રકાશન કરવાની હામ બતાવી છે. આના સંપાદક તરીકેની અટપટી જવાબદારી પણ ભાઈ યશવંત દોશી સંભાળી રહ્યા છે. આ માટે એમને કેટલી બધી મહેનત કરવી પડતી હશે, એનો ખ્યાલ તો ‘ગ્રંથ'નો એકાદ અંક જોયા પછી જ આવી શકે. આ ‘ગ્રંથ' શ્રી યશવંતભાઈની સૂઝ, ધગશ અને સાહિત્યનિષ્ઠાની કીર્તિગાથા બની રહે એવું પ્રકાશન છે.
સને ૧૯૬૨ની સાલમાં જ્યારે ચીને આપણા દેશ ઉપર આક્રમણ કર્યું, તે વખતે આ ટ્રસ્ટ તરફથી ચીની રાજપુરુષોની વૃત્તિ અને પ્રવૃત્તિનો સામાન્ય પ્રજાજનોને ખ્યાલ આપી શકે એવી છ પુસ્તિકાઓ તે-તે વિષયના અભ્યાસી લેખકો પાસે લખાવીને પ્રગટ કરવામાં આવી હતી. આ રીતે ટ્રસ્ટે ખરે વખતે દેશની નોંધપાત્ર સેવા બજાવી હતી.
૫૩૧
અને વિદ્યાવિસ્તારના ક્ષેત્રે આ ટ્રસ્ટે બજાવેલી કામગીરી ઉપર સુવર્ણકળશ તો ચડાવ્યો આ પરિચય-પુસ્તિકાઓનો મરાઠી તથા રાષ્ટ્રભાષા હિંદીમાં પણ અનુવાદ પ્રગટ કરવાની કેટલાક વખત પહેલાં હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિએ. આ બંને ભાષામાં છ-છ પુસ્તિકાઓ તો પ્રગટ પણ થઈ ચૂકી છે. સાથે-સાથે અહીં એ વાત પણ નોંધવી ઘટે કે ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલી પુસ્તિકાઓમાંથી કેટલીકની તો એક કરતાં વધુ આવૃત્તિ પ્રગટ કરવી પડી છે.
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૩૨
જિનમાર્ગનું અનુશીલન આ ટ્રસ્ટની આ મૂક કાર્યપદ્ધતિ અત્યારના જાહેરાતપ્રિય યુગમાં, બીજાઓને માટે દાખલારૂપ બની રહે એવી છે.
પરિચય ટ્રસ્ટની ઉત્પત્તિની કથા કહેતાં, ટ્રસ્ટના નિવૃત્ત પ્રમુખ પંડિતવર્ય શ્રી સુખલાલજીએ કહ્યું હતું :
ભારતના અનેક બુદ્ધિમાનું વિદ્યાર્થીઓ વિદેશમાં જ્ઞાનસંચય કરવા જાય છે; તેઓ જુદાજુદા વિષયોમાં અંગ્રેજી આદિ ભાષા દ્વારા નિષ્ણાત પણ થાય છે. પરંતુ ભારતમાં પાછા ફર્યા પછી તેઓનો જ્ઞાનસંભાર અંગ્રેજીભાષી નાનકડા વર્તુળ પૂરતો જ રહે છે, અને તે જ્ઞાનસંભારનો લાભ સામાન્ય પ્રજાને ભાગ્યે જ મળે છે. તેથી તમે એક કે અનેક વિષયનું શક્તિભર જ્ઞાન ભલે અંગ્રેજી ભાષા દ્વારા મેળવો, કુશળ થાઓ, પણ એનો લાભ ભારતના સામાન્ય જનને મળે તો જ એ પ્રયત્ન વિશેષ દીપી ઊઠે આવા મતલબનું મેં ભાઈ ડગલીને અમેરિકાના પત્રમાં લખેલ એવો ભાસ અત્યારે થાય છે...
એમને અમેરિકામાં વિચાર આવેલો કે ચાલુ અનેક વિષયોનું જ્ઞાન અમેરિકાની સામાન્ય પ્રજામાં સરલ રીતે અનેક માર્ગે આપવામાં આવે છે; તો ભારતમાં એ શા માટે ન બને ? તેમાં ય આખા ગુજરાત પૂરતું એવું કાંઈક સાધન ઊભું કરવું જોઈએ, જેના લીધે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને તે પછી ઉપરની કક્ષાના વિદ્યાર્થીઓ તેમ જ એકાંગી શિક્ષકોને તેમ જ જિજ્ઞાસુ સામાન્ય જનને ચાલુ અનેક વિષયોની સ્પષ્ટ સમજણ મળવા પામે, અને છાપા દ્વારા તેમ જ બીજાં પુસ્તકોના વપરાશથી પરિચિત થયેલા અનેક શબ્દોના અર્થો અને ભાવ સરલતાથી જાણી શકાય... આ છે પરિચયપુસ્તિકાની પ્રવૃત્તિની જન્મકથા.”
ટ્રસ્ટ પોતાની પ્રવૃત્તિનો વિસ્તાર કરવાના કેવા-કેવા મનોરથો સેવે છે, તે ટ્રસ્ટના અત્યારના પ્રમુખ શ્રી ગગનવિહારી મહેતાના જ શબ્દોમાં જોઈએ:
“નવાં પ્રકાશનોમાં એક મોટું કામ બાળ-સાહિત્યનું છે. અત્યારના મોટા ભાગના ભેળસેળિયા બાળસાહિત્યને બદલે ચોક્કસ વયજૂથો માટે વ્યવસ્થિત રીતે બાળ-સાહિત્ય પ્રગટ કરવાની ગુજરાતીમાં આવશ્યકતા છે. જુદાં-જુદાં વયજૂથ માટે જુદાં-જુદાં સામયિકો અને પુસ્તકો પ્રગટ કરવાની ટ્રસ્ટની નેમ છે. પરિચય-પુસ્તિકાઓ જે કક્ષાના વાચકો માટે ચાલે છે, તેથી વધુ શિક્ષિત કક્ષાના વાચકો માટે વિવિધ વિષયોનાં મોટાં પુસ્તકો પરિચય ટ્રસ્ટે પ્રગટ કરવાં જોઈએ એવી માગણી વારંવાર થઈ છે, અને એ દિશામાં પણ કામ કરવાનો ટ્રસ્ટનો ઇરાદો છે. વિવેચનને ક્ષેત્રે ગુજરાતીના મુખ્યમુખ્ય લેખકોના કાર્ય વિષે નાના ગ્રંથો પ્રગટ કરવાની વિચારણા થઈ છે. એવી જ રીતે સાહિત્યના વિવિધ પ્રવાહો, સાહિત્યની મુખ્ય વિભાવનાઓ વગેરે વિશે પણ નાના ગ્રંથો તૈયાર કરવાની ધારણા છે.”
Page #556
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૫, ૧૬
ધીમી છતાં સ્થિર ગતિએ જ્ઞાનપ્રચારના પોતાના ધ્યેયની દિશામાં આગળ વધતાંવધતાં આ સંસ્થામાં મોટાં-મોટાં કામો હાથ ધરવાની કેવી હિંમત જાગી છે તે ટ્રસ્ટના પ્રમુખશ્રીના ઉપરના કથન ઉ૫૨થી પણ સમજી શકાય છે.
આ ઉમદા પ્રવૃત્તિનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જ્યાં પુરુષાર્થ અને લોકકલ્યાણની દૃષ્ટિ હોય છે ત્યાં અવશ્ય પ્રગતિ થાય છે એ કુદરતનો કૉલ છે.
–
૫૩૩
(૧૬) એક સમાજહિતચિંતકની વેદના: એક ગ્રંથદર્પણ
અમદાવાદ-નિવાસી શ્રી માણેકલાલ છગનલાલ મહેતા એક સ્વતંત્ર વિચારક અને સમાજહિતચિંતક મહાનુભાવ છે. ધર્મ, સંઘ અને સમાજને લગતા પ્રશ્નોને સમજવા અને ઉકેલવાની તેઓ આગવી દૃષ્ટિ ધરાવે છે. દરેક પ્રશ્નની ગુણવત્તા અને યથાર્થ વસ્તુસ્થિતિને બુદ્ધિ અને તર્કથી મૂલવવાની તેઓની પ્રકૃતિ છે. કોઈ પણ હિસાબે ધર્મ, સંઘ અને સમાજ પ્રગતિશીલ બને એવી એમની દૃષ્ટિ છે. એટલે અંધશ્રદ્ધા, અજ્ઞાન કે અહંભાવનું પોષણ કરીને ધર્મ, સંઘ અને સમાજની પ્રગતિમાં અવરોધરૂપ બને એવી મનોવૃત્તિ અને પ્રવૃત્તિનું, જાણતાં-અજાણતાં પણ, સમર્થન કે પોષણ ન થઈ જાય એ માટે તેઓ પૂરેપૂરી ખબરદારી રાખે છે અને એ સામે જૈન સમાજને જાગૃત રાખવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે. એટલે પછી ધર્મના નામે જ્યારે પણ તેઓ બુદ્ધિ અને તર્કને અસંગત હોય એવી વાતોનો પ્રસાર થતો જુઓ છે, ત્યારે એમનું સમાજકલ્યાણવાંછુ ચિત્ત ભારે વેદના અને બેચેની અનુભવે છે.
પોતાની આ વેદનાભરી વાતો ચતુર્વિધ શ્રીસંઘ સુધી પહોંચતી કરવાના એક પ્રયત્નરૂપે એમણે ‘જિજ્ઞાસા’ નામે એક પુસ્તક અને ‘અંધારામાંથી અજવાળામાં’ નામે બે ભાગનું પુસ્તક પ્રગટ કર્યાં છે. બીજા પુસ્તકનો સારા પ્રમાણમાં પ્રચાર થાય અને સામાન્ય સ્થિતિના જિજ્ઞાસુઓને પણ એ ખરીદવું પોસાય એ માટે એમણે, નુકસાનીનો હિસાબ ગણ્યા વગર, બીજા ભાગની કિંમત માત્ર દોઢ રૂપિયો જ રાખી છે.
(તા. ૧૩-૧૦-૧૯૭૩)
વિશેષ નવાઈ અને બહુમાન ઉપજાવે એવી વાત તો એ છે કે આજે ૮૧-૮૨ વર્ષ જેટલી વૃદ્ધ ઉંમરે પણ એમના આ વિચારોમાં વૃદ્ધત્વ કે શિથિલતા પ્રવેશવા પામ્યાં
Page #557
--------------------------------------------------------------------------
________________
જિનમાર્ગનું અનુશીલન નથી. શ્રી માણેકલાલભાઈ સાથે વાત કરીએ તો એમ જ લાગે કે એમના વિચારો યુવાનોને પ્રેરણા આપે એવા મૌલિક અને ઉદ્દામ છે અને એમાં અશોભનીય કે અનુચિત સમાધાનને કચાંય સ્થાન નથી. એક નિવૃત્ત સરકારી અમલદારની આવી શાસનભક્તિ જોઈને, બધા પ્રગતિવાંછુ જનોને આહ્લાદ થાય એ સ્વાભાવિક છે.
‘અંધારામાંથી અજવાળામાં' પુસ્તકના પહેલા ભાગનો પરિચય અમે અમારા પત્રમાં આપ્યો હતો. એટલે આવા ઉપયોગી, વિચાપ્રેરક અને સંઘ અને સમાજની રૂઢિગ્રસ્ત બની ગયેલી સુષુપ્ત ચેતનાને ઢંઢોળીને આંચકો આપે એવી સામગ્રી રજૂ કરતા આ પુસ્તકનો ટૂંકો પિરચય અહીં આપવાનું સર્વથા ઉચિત છે.
શ્રી માણેકલાલ મહેતા કેવા જલદ વિચારો ધરાવે છે અને આપણા ગુરુમહારાજો પાસે પણ પોતાની જિજ્ઞાસા નહીં સંતોષાયાનો એમને કેટલો અસંતોષ અને રોષ છે, તે એમના પુસ્તકમાંનાં થોડાંક વાક્યોથી પણ જાણી શકાય છે :
“આ બાબત (જૈન શાસન હમેશાં નગદ સત્ય સ્વીકારે છે એ બાબત) જ્ઞાનનું શોધન-ભેદન-છેદન કરી ઇતિહાસ ખોળી ગુરુદેવોની પાસે સત્ય શોધવા અપાશરે અથડાયો. અને મને એ કડવો અનુભવ થયો કે તેમને આવું જ્ઞાનનું પીંખણ કે શોધન કરવું એ માથાફોડ લાગે છે. વળી અનેક બીજી લપછપમાં તે અંગે તેમને ફુરસદ જ નથી.” (પૃ. ૪)
“ધનથી ધર્મ પેદા થાય, અને ધનવાનું જ ધર્મ ૨ળે અને ખરીદ કરે એવું છે જ નહિ... દુનિયા કહે છે કે ધન ના હોય તો ધર્મ શું કરીએ ? આ મહાભૂલ છે. જો ધર્મ માટે ધન જોઈતું હોય તો ઋષિઓ, મુનિઓ, સંતો, ત્યાગી-વૈરાગીઓને મુક્તિ મળે જ નહીં. ધનના સદુપયોગથી કદાચ પુણ્ય મળે; પણ પુણ્ય એ જ બંધન છે, સોનાની બેડી છે.” (પૃ. ૧૨)
“વેશની કિંમત નથી, કિંમત તો ગુણની છે; વેશ તો દુનિયાને છેતરવામાં ઘણો સાધનરૂપ બની જાય છે. માટે વેશમાત્રથી જ અજાણે ભેરવાતા કે ભોળવાતા નહીં... સંતોનો વેશ તો ગુણમાં જ સમાયેલો છે... ગુણને વેશની જરૂર નથી... તરવા માટે તો અનેક સાધનો છે; તેમાં વેશ એક સાધન છે. અને એ સાધન વગર ઘણા તરી ગયા પણ છે, અને વેશધારી ઘણા ડૂબ્યા પણ છે. મહત્ત્વ તો ત્યાગ-વિરાગનું જ છે.” (પૃ. ૨૭–૨૮)
૫૩૪
“શહેરોમાં ભોજનશાળાના ભાવ ઘટાડો, તે માટે સારું ફંડ ઊભાં કરો. નોકારશી કરતાં શું તે સાચી સાધર્મિક ભક્તિ નથી ?' (પૃ. ૨૯)
જૈનધર્મીઓ વધારવાની એટલે જૈન માનવ-દળ ઊભું કરવાની આ યુગમાં અને આવી સરકારમાં બહુ જ આવશ્યકતા છે; નહીં તો આપણે ગુમ થઈ જઈશું એવા રંગ દેખાય છે.” (પૃ. ૩૫)
Page #558
--------------------------------------------------------------------------
________________
ગ્રંથવિશેષો અને પ્રકાશન-સમારોહ-વિશેષો ઃ સમીક્ષા : ૧૬
પરૂપ
“ત્યાં (શ્રી શત્રુંજયતીર્થમાં) નવાં-નવાં મંદિરો ઊભાં થાય છે. વાહવાહ અને કીર્તિની ભૂખમાં આ ગુરુદેવો આ પ્રવૃત્તિ અટકાવતા નથી અને ઉપરથી અનુમોદન આપે છે. શું શાસનમાં તે સિવાય બીજું કોઈ કામ કરવાનું કે ઉપદેશ કરવાનું છે. જ નહીં?” (પૃ. ૩૭)
માલ વગરનાં પુસ્તકો છપાવી નાહક ફોટાનો ખર્ચ કરાવી નાણું શા માટે વેડફી નાખવામાં આવે છે? આવાં માલ વગરનાં પુસ્તકો કે ચોપડીઓ ન છપાવવાની બાબત મુનિવર્ગ જરા લક્ષમાં લેશે ખરો? આવો ધુમાડો શા માટે કરવો ?'' (પૃ. ૪૫)
“મૂર્તિઓને પૂજનારા સિવાય, આ પૂજનારા ઊભા કર્યા કે વધાર્યા સિવાય, માત્ર કીર્તિની હરીફાઈમાં, મૂર્તિઓ નવી-નવી શું કામ ખડકો છો?.. આ ભગવાનોને તો પૂજારી કે ગોઠીની મહેરબાની ઉપર રહેવું પડશે.” (પૃ. પર).
એક આચાર્યદેવ વિહાર કરી આવેલા, એટલે તેમને વંદન કરવા હું ગયો. તેમનો પરિચિત હતો. ત્યાં થોડા શ્રાવકભાઈ તેમને ઘેરો ઘાલી બેઠા હતા; મને જોઈને તે દેવ બોલ્યા: “આ માથું ફોડવા આવ્યા.” એટલે મારે કહેવું પડ્યું કે “માથું ફોડવા નથી આવ્યો, પણ માથું નમાવવા આવ્યો છું. આનો અર્થ એ થયો કે જ્ઞાનની શોધ, ઉપાસના કે ભૂખવાળા જીવો તેમની સાથે જ્ઞાનચર્ચા કરે-પૂછે તે તેમને માથાફોડ લાગે છે.” (પૃ. ૯૭)
એક નિરાશાત્મક બીના એ ઊભી થઈ છે કે કર્મના નામે કે ભાવિભાવને નામે, આપણા જીવનમાંથી પ્રભુ વીરે પ્રવર્તાવેલો અને કહેલો) પુરુષાર્થ સમાપ્ત થતો જણાય છે.” (પૃ. ૧૦૭).
પોતાના ચિત્તને પજવતી અને સમાજના ભલા માટે ઉપયોગી લાગતી આવીઆવી તો કેટલીય બાબતો અંગેના પોતાના વિચારો મુક્તપણે આ પુસ્તકના લેખકમિત્રે પોતાના પુસ્તકમાં રજૂ કર્યા છે. ઉપર જે થોડાંક વાક્યો ટાંકયાં છે તેને માત્ર એમની ઉદ્દામ વિચારસરણીના નમૂનારૂપ જ સમજવાં જોઈએ. એમનાં આ ઉચ્ચારણોમાં ક્યાંકક્યાંક કડવાપણું કે આકરાપણું પણ જોવા મળે છે. પણ જો સહૃદયતાથી એનો ભાવ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે, તો એ કડવાશની પાછળ રહેલી એમની સમાજકલ્યાણ માટેની ઝંખના અને વેદના ખ્યાલમાં આવ્યા વગર નહીં રહે. હા, એટલું ખરું કે જો તેઓ આ કડવાશને પોતાના લખાણમાંથી ટાળી શક્યા હોત તો એમના કથનમાં કોઈ પણ પ્રકારની ખામી આવવાને બદલે ઊલટું એ વધારે પ્રતીતિકર બની શકહ્યું હોત; પણ આ મુદ્દા ઉપર વધારે ભાર ન આપીએ.
આવી-આવી અનેક બાબતો ઉપરાંત આ પુસ્તકમાં બીજી પણ બાબતોનો સમાવેશ કર્યો છે : (૧) કેટલીક કાવ્યપંક્તિઓના અર્થની ચર્ચા કરવામાં આવી છે. (૨) લેખકે પોતાની થોડીક કાવ્યકૃતિઓ આપી છે. (૩) ભગવાન્ મહાવીરના જીવન
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૩૬
જિનમાર્ગનું અનુશીલન પ્રસંગો સહિત પોતાને ગળે ન ઊતરતી કેટલીય ધાર્મિક ઘટનાઓ અંગેની પોતાની મૂંઝવણ વ્યકત કરીને એ અંગે પોતાનું મંતવ્ય દર્શાવ્યું છે.
આ રીતે માણેકલાલભાઈએ પોતાના “અંધારામાંથી અજવાળામાં' પુસ્તકના બીજા ભાગમાં પોતાના સ્વતંત્ર ચિંતનના નવનીતરૂપ અનેક બાબતોની છણાવટ કરીને એને ઉપયોગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે, જે માટે એમને ધન્યવાદ ઘટે છે. (“અંધારામાંથી અજવાળામાં ભાગ બીજો, કિંમત દોઢ રૂપિયો, ટપાલખર્ચ પચીસ પૈસા; મળવાનું ઠેકાણું શ્રી માણેકલાલ છગનલાલ મહેતા, ઝવેરીવાડ, સોદાગરની પોળ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧).
(તા. ૩-૭-૧૯૭૬)
(સમાપ્ત)
Page #560
--------------------------------------------------------------------------
________________
- કામ અને આરામ ધ સેસિા-તીર્થમાં પાંચ દિવસ ખૂબ આરામ, આનંદ અને આસાએશમાં વિતાવીને અમદાવાદ માટે રવાના થતો હતો, ત્યારે મનમાં થતું હતું કે વળી પાછું ફિકરકોટમાં દાખલ થવાનું આવ્યું ! પણ તરત જ વળી મનમાંથી અવાજ આવ્યો, કે જેમ ભૂખ હોય તો જ ભોજનનો સ્વાદ આવે, એમ કામ કરી થાક્યા હોઈએ તો જ આરામ આનંદદાયક બની શકે ! નહીં તો આરામ અને આળસ વચ્ચે કોઈ ભેદ રહેવા પામતો નથી. અને આળસનો આશ્રય લીધો. કે પતનને જ તેડું મોકલ્યું સમજો ! ”