SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદૃષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૪, ૧૫ અપરિગ્રહ ઉપર ભાર આપ્યો હતો, તેમ અસ્વાદ ઉપર – સ્વાદેન્દ્રિયના નિયંત્રણ અને વિજય ઉપ૨ – પણ પૂરો ભાર આપ્યો હતો એ જાણીતું છે. છતાં, સમયના વહેવા સાથે, આયંબિલ-ઉપવાસ જેવા બાહ્ય તપમાં અસ્વાદવૃત્તિનો ભાવ સચવાવા છતાં, આપણે સ્વાદલોલુપતા તરફ વધારે ને વધારે ખેંચાતા ગયા; પરિણામે અપરિગ્રહની જેમ આપણું અસ્વાદનું આચરણ પણ ગૌણ બની ગયું. અપરિગ્રહવ્રત અને પરિગ્રહશીલતાના દોષની અનુક્રમે સારી અને માઠી અસ૨ કેવળ વ્યક્તિના જીવન ઉ૫૨ જ નહીં, સમાજ-વ્યવસ્થા ઉપર પણ ઘણી થાય છે. અત્યારે ઘોડાપુરની જેમ ચોમેર વિસ્તરતા જતા અને સમાજવ્યવસ્થાની સમતુલાને વેરિવખે૨ કરી નાખતા ભ્રષ્ટાચારના પાયામાં પણ આ સંગ્રહશીલતાનું એટલે નિર્બંધ બનેલી લોભવૃત્તિનું મહાપાપ જ રહેલું છે. (૧૫) આત્મકલ્યાણની રત્નત્રયી સત્ય, સરળતા, ક્ષમાયાચના 34 (તા. ૨૩-૬-૧૯૭૯) ભગવાન મહાવીરસ્વામી, જેવા અહિંસાના અવતાર, એવા જ સત્યના સાધક અને ચાહક. ગુરુ ગૌતમસ્વામી ભગવાનના અનન્ય ઉપાસક; ગુરુભક્તિમાં એમની જોડ ન મળે. સ્ફટિકસમું નિર્મળ એમનું જીવન. સાવ સરળપરિણામી આત્મા. બંને વચ્ચે અતૂટ ધર્મસ્નેહ. Jain Education International એક વાર ભગવાન વાણિજ્યગ્રામના દૂતિપલાશ ચૈત્યમાં સમોસર્યા. ભગવાનના પ્રથમ શિષ્ય ગૌતમ ભિક્ષા લેવા નગરમાં ગયા. ભિક્ષા લઈ પાછા ફરતાં એમણે સમાચાર સાંભળ્યા કે નગરના કોલ્લાક સન્નિવેશમાં ભગવાનના ધર્મના આરાધક શ્રમણોપાસક આનંદે જીવનને અજવાળવા અંતિમ અનશનની આકરી તપસ્યા આદરી છે; તેઓ સર્વ સંગને તજીને ડાભની પથારી ઉપર સૂતાં-સૂતાં સમતાની સાધના કરી રહ્યા છે. નમ્રતાના અવતાર ગૌતમે વિચાર્યું : આવા ધર્માત્માને સાતા પૂછવા જવું ઉચિત છે. અને તેઓ આનંદ શ્રાવકને ત્યાં પધાર્યા. આનંદનું હૈયું રોમ-રોમ હર્ષિત થઈ ગયું. આનંદે વિનંતી કરી : “ભગવન્ ! તપને લીધે મારી કાયા નિર્બળ થઈ ગઈ છે; ઊભા થઈને વંદન કરવાની મારી શક્તિ નથી રહી. કૃપા કરી આપ નજીક પધારો. આપને વંદન-નમન કરી, આપની ચરણરજ લઈ હું કૃતાર્થ થાઉં.'' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy