SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૫ સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૬ દબાવાપણું રહેતું. યુગલિયાઓનો એ સમૂહ ધર્મ-અધર્મ કે હિંસા-અહિંસાથી અજાણ હતો, એટલે એમને માટે કોઈ જાતની વ્યવસ્થા જરૂરી ન હતી. પણ યુગમાં એવું મહાપરિવર્તન આવ્યું અને યુગલિકોના એ જગમાં એવા અવનવા બનાવો બનવા માંડ્યા કે જેથી એમાં માનવસમૂહો નિરાંતથી રહી અને જીવી શકે એ માટે અનેક પ્રકારનાં નિયમો, નિયંત્રણો અને કંઈ કેટલા પ્રકારની વ્યવસ્થાઓ જરૂરી બન્યાં. નવા યુગનું મંડાણ થતાં માનવીએ નવી રીતે જીવવાનું અને પોતાના વ્યવહારને સાચવવાનું શીખવા માંડ્યું. ત્યારે પ્રભુ ઋષભદેવ સામાજિક માનવસંસ્કૃતિના સ્થાપક લેખાયા, અને સાચા અર્થમાં “આદિનાથ' તરીકે પૂજાયા. આમાંથી જ ધીમે-ધીમે સમાજવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, ધર્મવ્યવસ્થા સ્થપાઈ. માનવસંસ્કૃતિના ઊગમકાળનું દર્શન કરાવતા આ પૌરાણિક વૃત્તાંતને આધારે આપણે એટલું જ સમજવાનું કે સમાજ, રાજ્ય અને ધર્મની સ્થાપના પાછળનો એકમાત્ર હેતુ બળવાન તથા નિર્બળ એવા દરેક સ્તરના માનવીઓ અને માનવસમૂહો ન્યાયનીતિ અને સુલેહ-શાંતિથી રહી શકે તે હતો. આવી સુલેહ-શાંતિ અને ન્યાય-નીતિની સ્થાપનામાં ધર્મસંસ્થાએ તો સવિશેષ આગળ પડતો ભાગ ભજવવાનો હતો; ઉપરાંત એણે માનવીની મરણોત્તર ગતિની પણ માર્મિક વિચારણા કરવાની હતી. સમાજ, રાજ્ય અને ધર્મ – એ ત્રણ વ્યવસ્થાની ઉપયોગિતા અને કામગીરી કંઈક આ રીતે નિરૂપી શકાય : બધા માનવીઓ અને જુદા-જુદા માનવસમમૂહો અંદરોઅંદર સરખી રીતે રહી શકે અને બળિયાના બે ભાગ” જેવો જંગલનો ન્યાય પોતાનો કારમો પંજો ફેલાવતો અટકે એ માટે સમાજે કેટલાંક નિયમો કે નિયંત્રણો નક્કી કર્યા અને પારસ્પરિક પ્રેમ અને સદ્દભાવનાની સ્થાયી મનોવૃત્તિને આધારે એનું પાલન સૌ સ્વેચ્છાથી, છતાં નિષ્ઠાપૂર્વક કરે તેમ ઠરાવાયું. આ હતું વ્યક્તિની સમૂહ સાથેની એકરસતા પર આધારિત આંતરિક નિયમન – સામાજિક નિયમન. આમ છતાં, કેટલાક માથાભારે માનવીઓ મનસ્વી રીતે વર્તન કરતાં ન અચકાતા. આવા બેફામ બનેલા માનવીઓને કાબૂમાં રાખવા માટે રાજ્યસત્તા અસ્તિત્વમાં આવી. આમ છતાં માનવી ન સમજ્યો અને રાજ્યસત્તાની ઉપેક્ષા કરીને પણ પોતાની સ્વાર્થસાધના અને વિલાસી વૃત્તિમાં રાચવા લાગ્યો. તો એને તાત્ત્વિક દૃષ્ટિએ દોષ અને એનાં માઠાં ફળોનું દર્શન કરાવવા માટે તથા સમજુ માનવીને સાચા આંતરિક ઉત્કર્ષનો માર્ગ ચીંધવા માટે ધર્મસંસ્થાનો પ્રાદુર્ભાવ થયો. અને છતાં માનવીએ એ બધાયથી જરા ય શેહ-શરમ કે ભય અનુભવ્યા વગર મનસ્વી વર્તન ચાલુ રાખ્યું. ઊલટું, આ ત્રણે ય સત્તાઓનો એણે પોતાના અંગત સ્વાર્થના સાધન તરીકે ઉપયોગ કરવા માંડ્યો; વાડ પોતે જ ચીભડાં ગળવા લાગી ! પણ આમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy