SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ : ૨૫ બહુ-બહુ વલખાં મારે ગુરુજી પણ કંચનની નિંદા, કરતા સઘળે આજે; પણ મૂઠી કંચનને કાજે, કરગરતા નવ લાજે. બ્રહ્મચર્યને બહુ વખાણે, કરે ન સ્ત્રીનો સાથ; પણ પરભવમાં ચાહે એ તો, અપસરાનો હાથ ! મોક્ષમાર્ગને બહુ વખાણે : “નહીં ત્યા દુઃખ લવલેશ; જન્મ-મરણના ફેરા ટળતા, નહીં દ્વેષ કે ક્લેશ. મોક્ષ સર્વમાં શ્રેષ્ઠ જગતમાં, સાચા સુખની ખાણી; એના શાશ્વત સુખની આગળ, સ્વર્ગ ભરે છે પાણી.’’ મુખથી વાતો કરે મોક્ષની, પણ દિલમાં નવ ધારે; સ્વર્ગતણાં સુખ મેળવવાને, બહુ-બહુ વલખાં મારે. જુએ ચોરીનો લાગ પ્રભુભક્તિમાં એવો ડોલે, જાણે રસ-તરબોળ; પણ મંદિરથી પાછો ફરતાં, પથ્થર જ્યમ ધાકોર ! ગુરુજી આગળ જી-જી કરીને, વાતો કરતો મોટી; પણ આવે જ્યાં વાત સ્વાર્થની, બુદ્ધિ થાયે ખોટી. વિદ્યાકેરો મહિમા ગાતાં, જીભ કદી ના થાકે; પણ એ કાજે ધનને દેતાં, માથું એનું પાકે. વીતરાગની પૂજા કરતો, મનમાં ધરતો રાગ; સત્યમાર્ગને ભલે પ્રશંસે, જુએ ચોરીનો લાગ ! તેને જરા ન વાંછે આવું આવું કેટકેટલું, કહેતાં ના'વે પાર; એવા માનવ બનીને બેઠા. ધર્મતણા આધા૨ ! હાથીના દાંતોના જેવો, બન્યો બધો આ ઢંગ, ટૂંકામાં સમજાવું તમને આ વાતોનો રંગ. જેની મુખથી નિંદા કરતો, મનથી તેને વાંછે, જેનો જશ ગાતાં નવ થાકે, તેને જરા ન વાંછે ! — Jain Education International For Private & Personal Use Only ૩૦૧ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ (તા. ૭-૫-૧૯૫૫) www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy