SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિ : ૨૨, ૨૩ જેવા પોતાના સહધર્મીઓ ઉપર બળનો પ્રયોગ કરવા માંડ્યો છે, તો એનાં માઠાં પરિણામથી તેઓ કેવી રીતે બચી શકવાના છે ? ઉજવણીના વિરોધીઓએ રાષ્ટ્રીય ઉજવણીની તરફેણ કરનારાઓની વારંવાર કનડગત કરતાં રહેવાનો જે વિઘાતક માર્ગ અપનાવ્યો છે એનું અનુસરણ કરતાં-કરતાં એમને જૈનધર્મે પ્રરૂપેલ વ્રતો, મહાવ્રતો, નિયમો અને વિધિનિષેધોમાં અવારનવાર અપવાદ કર્યાં વગર કેવી રીતે ચાલતું હશે ? ધર્મનિયમોમાં, ધર્મની રક્ષા કરવાના બહાને જ, વારંવાર આવા અપવાદો સેવવાને બદલે જો જરાક શાણપણ અને ખેલદિલીનો આશ્રય લઈને પોતાથી જુદો વિચાર ધરાવનારાઓને હેરાનપરેશાન કરવાનો માર્ગ ન લેતાં એમની વાત સમજવાનો અને એમની સાથે ચાલવાનો પ્રયત્ન કર્યો હોત તો લાખો રૂપિયાની બરબાદી થતી અટકી ગઈ હોત, એમની શક્તિનો કંઈક રચનાત્મક ઉપયોગ થઈ શક્યો હોત અને સંઘની સ્થિતિ સારા પ્રમાણમાં ઉન્નત બની શકી હોત. ૨૯૩ ઝાઝું શું કહીએ ? અમને તો પૂરેપૂરો અંદેશો છે, અને નજર સામેનાં એંધાણ પણ એ જ વાત કહી જાય છે, કે શેઠશ્રી જીવતલાલભાઈના રાજીનામાને પોતાનો મોટો વિજય માનીને ઉજવણીના વિરોધીઓ બીજાની કનડગત કરવાની પોતાની પ્રવૃત્તિને વધુ જલદ બનાવ્યા વગર રહેવાના નથી ! આવા વિરોધીઓથી અને એમની ધર્મવિરોધી પ્રવૃત્તિઓથી પરમાત્મા તપગચ્છસંઘને બચાવે તેવી પ્રાર્થના કરીએ. Jain Education International (૨૩) વિજય તો ખરો, પણ કોનો ? ભગવાન મહાવીરના પચીસસોમા નિર્વાણ-કલ્યાણક જેવો અપૂર્વ અવસર એ જૈન શાસનની પ્રભાવના માટેનો સોનેરી અવસર છે એમ સમજીને, આખા વર્ષ સુધી એની આપણા દેશમાં ઠેરઠેર તેમ જ પરદેશમાં પણ કેટલાંક સ્થાનોમાં ઘણા મોટા પાયા ઉ૫૨ વ્યાપક ઉજવણી ક૨વામાં આવી. આ ઉજવણીમાં સંઘના ધો૨ણે, સામાન્ય જનતાના ધો૨ણે અને રાષ્ટ્રીય ધોરણે – એમ ત્રણે ધોરણે કરવામાં આવેલી ઉજવણીનો સમાવેશ થાય છે. સાથેસાથે એ વાત પણ જાણીતી છે કે જૈનસંઘના મુખ્ય ચાર ફિરકાઓમાંના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના તપગચ્છ વિભાગના અમુક વર્ગને આ પ્રસંગની રાષ્ટ્રીય ઉજવણી સામે, બાપે માર્યા વેર જેવો હાડોહાડ વિરોધ હતો, અને - For Private & Personal Use Only (તા. ૧૨-૧૦-૧૯૭૪) www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy