SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ જિનમાર્ગનું અનુશીલન પરંપરાની જાણકારી અને શત્રુંજય તીર્થ ઉપરનાં એમના સમયમાં વિદ્યમાન જિનાલયો તથા ટૂંકોનું સવિસ્તર વર્ણન, સંખ્યાબંધ પાદનોંધો (ફુટનોટો) સાથે આપ્યાં છે. વળી, આ તીર્થ ઉપરનાં નાનાં-મોટાં સેંકડો મંદિરોની સમૃદ્ધિનું સર્વગ્રાહી દર્શન કરાવતી છબીઓ, ખાસ-ખાસ જિનમંદિરોની છબીઓ તથા કેટલીક ટૂંકોની છબીઓ – એમ કુલ ૪૫ છબીઓ આપીને આ ગ્રંથને શિલ્પસ્થાપત્ય વિષેના ઉત્તમ સંગ્રહ જેવો સમૃદ્ધ બનાવ્યો છે. આ છબીઓમાંની કેટલીક તો એક ફૂટ જેટલી લાંબી અને દરેક ઇંચ જેટલી પહોળી છે. બધી છબીઓને પુસ્તકના કદના જાડા કાર્ડબોર્ડ ઉપર ચોટાડવામાં આવેલ છે. આ છબીઓની સૌથી વધુ ધ્યાનપાત્ર વિશેષતા તો એ છે, કે લગભગ ૧૧૦ વર્ષ પહેલાં લેવામાં આવેલી આ છબીઓ, અત્યારે ફોટોગ્રાફીની કળા અને સામગ્રીનો ઘણો વિકાસ થયા પછી પણ, કોઈ પણ જાતની ખામીવાળી હોય એમ નથી લાગતું; એટલું જ નહીં, આ છબીઓ જે-તે મંદિર, ટૂંક કે વિભાગનું સુરેખ, હૂબહૂ અને પુનઃપુનઃ આહ્લાદકારી દર્શન કરાવે છે. શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપરનાં દેવવિમાન સમાં દેવમંદિરોની વિપુલ અને અનન્ય સમુદ્ધિને જોઈને એને ‘દેવમંદિરોની નગરી’ (city of temples) તરીકેની ગૌરવભરી ઉપમા ડૉ. બર્જેસે જ આપી હતી. એમના આ કાવ્યમય કથનની યથાર્થતા આ છબીઓ જોવાથી પ્રતીત થાય છે. વળી ગ્રંથમાં ગિરિરાજ ઉપરના ચૌમુખજીના આલીશાન, ગગનચુંબી જિનપ્રાસાદના પાયાનો નકશો પણ આપ્યો છે. આ પ્રમાણે આ ગ્રંથ લેખક અને પ્રકાશક દ્વારા સર્વાંગસુંદર બનાવાયો છે; અને તેથી દુનિયાના સમૃદ્ધ અને કાયમી મહત્ત્વના વિ૨લ મહાગ્રંથોમાં સ્થાન મેળવી શકે એવો તે બન્યો છે. આવા મોટા ગ્રંથમાં આપવામાં આવેલી વર્ણનાત્મક તથા ચિત્રાત્મક બધી સામગ્રીને ‘જૈન-જર્નલ' જેવા નાના કદના (૧૦ × પોણા સાત ઇંચના માપના) અંકમાં, એક સ્વતંત્ર પુસ્તકરૂપે અણીશુદ્ધ, સ્વચ્છ-સુંદર અને કલાત્મક રીકે સમાવી લેવાનું કામ કેટલું મુશ્કેલ છે, એ તો મુદ્રણ-પ્રકાશન-કળાના જાણકાર અથવા તો મૂળગ્રંથ અને એ મૂળગ્રંથની સમસ્ત સામગ્રીને સમાવી લઈને પુસ્તકરૂપે રજૂ કરતા ‘જૈન-જર્નલ’ના આ વિશેષાંકને નજરોનજર જોનાર જ સમજી શકે. પહેલી વાત તો એ છે, કે મુદ્રણની દૃષ્ટિએ ખૂબ અટપટા આ ગ્રંથને, સહેલાઈથી હે૨વી-ફેરવી શકાય એવા નાના આકારમાં મુદ્રિત-પ્રકાશિત કરવાનો વિચાર આવવો જ બહુ મુશ્કેલ છે. મનમાં કલ્પનાશક્તિ, આ કામની અત્યંત ઉપકારકતાનું સ્પષ્ટ દર્શન અને અપાર કાર્યશક્તિ અને કાર્યસૂઝ હોય તો જ આવું કામ હાથ ધરવાનો વિચાર આવી શકે. શ્રી ગણેશ લલવાણીજીએ પોતાની આવી બધી આંતિરક શક્તિ, નમૂનારૂપ અનોખું કામ કરી બતાવવાનો અદમ્ય ઉત્સાહ અને આ ક્ષેત્રના પોતાના વર્ષોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy