SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૭ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૪ અમને પોતાને તો આવું નિયમન ઉચિત નથી લાગતું, અને તેથી અમારા તા. ૧૩-૬-૧૯૪૮ના અંકમાં આ સંબંધી અમે અમારા વિચારો વ્યક્ત કર્યા હતા. પણ આવા નિયમનના સંબંધમાં શું ઉચિત અને શું નહીં એ અહીં પ્રસ્તુત નથી. અહીં તો ભિન્ન-ભિન્ન તાસીરની વ્યક્તિઓ પણ કેવી અજબ રીતે એક માર્ગે પ્રવાહિત થઈ જાય છે એ જ દર્શાવવું પ્રસ્તુત છે. નવીન વિચારવાળાઓ કેટલીક વાર સમાજની ક્ષીણતા કે છિન્નભિન્નતાની જવાબદારી આપણા સાધુ-સમુદાયના શિરે મૂકે છે, અને જો આપણો જૈનસંઘ એ શ્રમણપ્રધાન હોવાની વાતનો આપણે સ્વીકાર કરતાં હોઈએ, તો સમાજના ઉત્થાન કે પતનની જવાબદારી પણ મુખ્યત્વે એમના શિરે જ જવી જોઈએ એ સ્પષ્ટ છે. પણ સુધારક મહાનુભાવો આવી કંઈક વાતો કરે છે, ત્યારે તેમના ઉપર ઠીક-ઠીક તિરસ્કાર વરસાવવામાં આવે છે. પણ જેઓ આવો તિરસ્કાર કરવામાં ભાગીદાર હોય અથવા એમાં ભાગીદાર થવાની પોતાની ફરજ સમજતા હોય, તેઓ મહેસાણાથી શ્રી જેન શ્રેયસ્કર મંડળના મુખપત્ર તરીકે શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડિયાના તંત્રીપણા નીચે પ્રગટ થયેલ “જ્ઞાનપ્રકાશ' માસિકના તા. ૧૫-૮-૧૯૪૮ના અંકની “પરામર્શ અને પ્રતિબિંબ' શીર્ષકની નોંધમાંના નીચેના શબ્દો જરૂર વિચારે : પરંતુ જે બાબતમાં આપણી પૂ. શ્રમણ સંસ્થાના મોવડીઓમાં મતભેદ હોય છે અને તેઓશ્રી જ્યારે ઉઘાડા મતમતાંતરોની છાવણીઓમાં વહેંચાઈ જાય છે, ત્યારે જ જૈનો, જૈનસંઘોનો અવાજ બેસૂરો બને છે, જાગૃતિને સ્થાને બેદરકારી અને કંટાળો અનુભવાય છે. પૂ. પા. શ્રી. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજાદિ મુનિરાજો કાળને ઓળખી, પ્રજાની શ્રદ્ધા બની રહે એ રીતે અરસપરસ પ્રેમભાવથી વર્તે અને સૌને ગુણાનુરાગના રાહે ચઢાવે એ ઘણું ઇચ્છનીય છે.” આ વિચારો ઉપર ભાષ્ય કરવાની જરૂર નથી. એમાંનાં નમ્રતા કે પૂજ્યતાસૂચક વિશેષણોને બાજુએ મૂકી એ શબ્દોની અંદર સાધુ-સમુદાય ઉપર છાવણીઓમાં વહેંચાઈ જવાનો (એટલે કે, સમાજમાં કલહના પુરસ્કર્તા બનવાનો) જે ઈશારો કરવામાં આવ્યો છે, અને છેવટે તેમને વિનમ્ર ભાષામાં ફરજનું પાલન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે, તે અત્યારના વિચાર-પ્રવાહો કઈ દિશામાં ગતિમાન છે તે સ્પષ્ટ રીતે દર્શાવે છે. મુંબઈમાં મળેલી જે. જે. મૂ. કૉન્ફરન્સની બેઠકમાં જુનવાણી વિચારસરણીને આગળ કરવામાં અને નવીન વિચારવાળાઓને હંફાવવામાં પોતાની તમામ શક્તિ કામે લગાડનાર શેઠશ્રી અમૃતલાલ કાળીદાસે તા. ૧૪-૧૧-૧૯૪૮ના રોજ અમદાવાદ મુકામે શ્રી શાંતિચંદ્ર સેવા સમાજના વાર્ષિક-ઉત્સવના પ્રમુખસ્થાનેથી જે શબ્દો ઉચ્ચાર્યા હતા, તેમ જ તા. ૨૦-૧૧-૧૯૪૮ના રોજ અમદાવાદમાં “વડોદરા-અન્યાયદિન' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy