SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલન વિ. સં. ૧૯૫૨માં નાના બીજ રૂપે સ્થપાયેલ આ સંસ્થાએ એના ભાવનાશીલ કાર્યકરો અને મુનિવરોથી સતત સિંચન મેળવીને ગ્રંથ-પ્રકાશનના ક્ષેત્રે વટવૃક્ષના જેવો વિકાસ સાધ્યો છે, અને પોતાનાં બહુમૂલાં પ્રકાશનોને લીધે દેશ-વિદેશના ભારતીય તેમ જ ખાસ કરીને જૈન સાહિત્ય અને સંસ્કૃતિના વિદ્વાનો અને અભ્યાસીઓમાં ખૂબ નામના મેળવી છે. ୪୧୪ પોતાની આવી યશસ્વી અને ઉજ્જ્વળ કારકિર્દીના સંસ્મરણરૂપે આ સંસ્થાએ, તા. ૩૦-૪-૧૯૬૭ના રોજ, આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીના પવિત્ર સાંનિધ્યમાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રમુખપદે, પોતાનો મણિમહોત્સવ ઊજવીને પોતાના ગૌરવભર્યા ભૂતકાળમાંથી પ્રેરણા લઈને ભવિષ્યને વિશેષ ઉજ્વળ કાર્યવાહીથી વિભૂષિત કરવાની ભાવના પ્રદર્શિત કરવાની અને જૈનસંઘનો એ માટે વિશેષ સહકાર માગવાની જે તક લીધી છે તે ઉચિત જ થયું છે. મણિમહોત્સવ જેવા આનંદજનક પ્રસંગે ‘નયચક્ર’ જેવા અમૂલ્ય અને અપૂર્વ ગ્રંથમણિનું પ્રકાશન એ પણ સોનામાં સુગંધ ભળ્યા જેવો, ખૂબ પ્રસંગોચિત અને આહ્લાદક જોગાનુજોગ જ ગણી શકાય. અમે આ સંસ્થાને શ્રીસંઘનો વધુ ને વધુ સહકાર મળતો રહે અને આ સંસ્થા શાસ્ત્રીય તેમ જ લોકોપયોગી સાહિત્ય વિશેષ પ્રમાણમાં પ્રકાશિત કરવા શક્તિશાળી બને એવી હાર્દિક શુભેચ્છા દર્શાવીએ છીએ. મુનિશ્રી પુણ્યવિજયજી શ્રી જૈન આત્માનંદ સભા આવું ઉત્તમ કાર્ય કરી શકી, સંસ્થાનો મણિમહોત્સવ આવી ભવ્ય અને ગૌરવભરી રીતે ઊજવાઈ શક્યો અને ‘નયચક્ર' જેવા ગ્રંથનું આવું આદર્શ કોટિનું પ્રકાશન શક્ય બન્યું એ બધાના કેન્દ્રમાં આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજ્યજીની સર્વમંગલકારી ભાવના, સારા કામમાં સદા ય સહકાર આપવાની તત્પરતા અને શાસન-પ્રભાવનાથી ઉદાર તમન્ના બિરાજે છે. એમની સુજનતા, નિરીહતા અને સ૨ળતા દાખલારૂપ બની રહે એવી છે. ભગવાન મહાવીરે (બુદ્ધે પણ) ધર્મદેશના અને ધર્મશાસ્ત્રો માટે લોકભાષાને અપનાવી સમગ્ર માનવસમાજ ઉપર મોટો ઉપકાર કર્યો હતો. પછીના આચાર્યો વગેરેએ પણ આજદિન સુધી એક યા બીજી રીતે આ પરંપરાને ચાલુ રાખવા ઘણો પ્રયત્ન કર્યો છે. એ જ પરંપરાને ખ્યાલમાં રાખીને મુનિરાજશ્રી જંબૂવિજ્યજી ‘નયચક્ર'નો સાર ગુજરાતી કે હિન્દીમાં આપવા અંગે પંડિતજીએ કરેલ સૂચનનો અમલ કરવા પ્રેરાશે તો તેથી સામાન્ય જિજ્ઞાસુઓને ઘણો લાભ થશે. Jain Education International For Private & Personal Use Only (તા. ૧-૭-૧૯૬૭) www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy