SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ જિનમાર્ગનું અનુશીલના અને ‘નવજીવન'ના ટ્રસ્ટીઓની મોળપ સિવાય બીજું કશું નથી. જો સાચે જ આ પત્રો બંધ થશે, તો તે દેશનું દુર્ભાગ્ય અને કોંગ્રેસીઓને માટે નામોશીરૂપ ગણાશે. મહાત્મા ગાંધીજીએ સ્થાપેલું પત્રકારત્વનું ઉચ્ચ ધોરણ આ પત્રોમાં છેલ્લાં ચાર વર્ષો દરમિયાન પણ સોએ સો ટકા જળવાઈ રહ્યું છે, કેટલાક પ્રસંગોમાં તો એણે પ્રજાને ભારે માર્ગ-દર્શન કરાવ્યું છે એ વાતની સાક્ષી એ પત્રોનું પાને-પાનું આપે છે. આવા માર્ગદર્શનની અત્યારે પહેલાં કરતાં પણ વિશેષ જરૂર છે. વધુ શું લખીએ ? “નવજીવન'ના ટ્રસ્ટીઓના નિર્ણયનો અમલ થાય એ પહેલાં આખી પ્રજા જાગૃત બને. આ પત્રોનું પ્રકાશન અત્યારની જેમ અખંડપણે ચાલુ રહે એવી પરિસ્થિતિ પેદા થાય એવું બળ પરમાત્મા આપણને આપે ! (તા. ૯-૨-૧૯૫૨) (૧૧) મારી અભિવ્યક્તિકળાનો વિકાસ-પથ [મુંબઈના શ્રી અધ્યાત્મ-જ્ઞાન-પ્રસારક-મંડળ તરફથી, તા. ૩૦-૧૧-૧૯૭૫ના રોજ, “ગુરુ ગૌતમસ્વામી’ પુસ્તક માટે, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને સુવર્ણચંદ્રક અપાયો તે પ્રસંગે તેમણે રજૂ કરેલ વક્તવ્યનો સાર અહીં આપવામાં આવે છે.* – તંત્રી પરમપૂજ્ય પાસાગરજી મહારાજ, પૂજ્ય મુનિરાજો, પૂજ્ય સાધ્વીજી-મહારાજો, બહેનો અને ભાઈઓ, આજનો પ્રસંગ મારા માટે નમ્ર બનવાનો અને આત્મ-ખોજનો છે. અહીં મારા માટે જે કંઈ કહેવાયું છે, તેની પાછળ રહેલાં સ્નેહ અને વાત્સલ્યનું મૂલ્ય મારે મન ઘણું જ છે; એની કિંમત આંકી શકાય એમ નથી. હું આવો છું અને તેવો છું એ અંગે જે કહેવામાં આવ્યું છે તેનો અર્થ હું એવો કરું છું કે મારે એવા થવાનો, મારો એવો વિકાસ કરવાનો અને આપ સૌના સ્નેહને યોગ્ય થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રસંગ નિમિત્તે અહીં આવવામાં હું ઝડપાઈ ગયો એમ કહું તો તે ખોટું નથી. મેં શ્રી મનસુખભાઈને વિનંતી કરી હતી, કે સુવર્ણચંદ્રક આપવાની જાહેરાત થઈ * આ વક્તવ્યમાં ધાર્મિક શિક્ષણ અને શિક્ષક વિષે ને સાથોસાથ પ્રાકૃતના અધ્યાપન વિષે જે પ્રાસંગિક ઉદ્દગારો કાઢેલા તે આ ગ્રંથશ્રેણિના બીજા ગ્રંથના ધાર્મિક શિક્ષણ અને શિક્ષક - એ સાતમા વિભાગમાં સમાવ્યા છે. – સં.). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy