SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ IX માવજત થતી રહેલી. એમના ઔદાર્યની ખરી પરખ થતી તેમના પુત્રવધૂઓ – અમ બે ભાઈઓનાં પત્નીઓ તરફના આદર-વાત્સલ્ય-સખ્યથી ભર્યાભર્યા વલણમાં. અમારું ભાડાનું સામાન્ય ઘર પણ સગાંઓ, મિત્રો, વિદ્વાનોના આતિથ્યનું મંગળ ધામ બની રહેતું. પિતાશ્રીની ઉક્ત અસાધારણ ધનિરપેક્ષતા છતાં પણ અમને કંઈ ઓછું આવ્યાનો દેશ રહ્યો નથી. ઊલટું એથી અમને સંતોષ અને ભાઈચારાની જે સંગીન કેળવણી મળી, તે આજે મનોવૈષમ્યોના યુગમાં પણ અમને તારતી રહે છે. સાંસારિક જવાબદારીઓ વચ્ચે પણ જૈનધર્મના ઉદ્યોત અંગેનાં શકય અનેક કામો કરવાની એમની વૃત્તિ-પ્રવૃત્તિ રહેતી. અનેક નાના-મોટા મુનિવરો અને વિશિષ્ટ સાધ્વીજીઓ સાથે તેમણે ગાઢ ભક્તિ, વાત્સલ્ય કે સખ્યનો સંબંધ અને કાર્યોનો સંબંધ પણ નિભાવેલો. તે રીતે અનેક પંડિતો, વિદ્વાનોના પણ તેઓ ભક્તિપૂર્ણ, નિખાલસ સેવક બની રહેલા. અનેક જૈન સંસ્થાઓના પણ તેઓ હિતકર સલાહકાર કે સહયોગી બની રહેલા. આને કા૨ણે જૈન સમાજનાં વિવિધ પાસાંની જે વિપુલ પ્રત્યક્ષ જાણકારી થતી રહેતી, તે એમનાં લખાણોમાં નૂતન રીતે ઊતરી આવતી. આ ઊજળી જીવનચર્યાંના રસથી રસાયેલા આ લેખોને ત્રણ ગ્રંથોમાં વહેંચ્યાં છે, જેમાં વ્યક્તિચિત્રોનો એક છે અને વિષયવાર કુલ ૨૬ વિભાગોના લેખોના બે છે. એ બે પૈકી પ્રથમ ગ્રંથમાં ૧૫ લોકભોગ્ય વિષયો અને બીજામાં ૧૧ વધુ ગંભીર વિષયો છે. એકંદરે આ લખાણો સામાન્ય શિક્ષણ અને સારી સમજદારી ધરાવતા આમવર્ગ માટે જ થયેલાં છે. આ ત્રણ પૈકી પ્રથમ ગ્રંથ દૃષ્ટાંતોનો અને બે ગ્રંથ સિદ્ધાંતોના કહી શકાય. કુદરતી ઘાટ એવો ઘડાયો છે કે ગુણશ્રદ્ધામૂલક પ્રથમ ‘અમૃત-સમીપે’ ગ્રંથ દર્શનપ્રધાન, જૈનધર્મસંસ્કૃતિના વર્તમાનનું વિસ્તૃત ચિત્રણ કરતો જિનમાર્ગનું જતન' ગ્રંથ અત્યંત ખપના જ્ઞાનના પ્રાધાન્યવાળો અને વર્તમાનમાં જૈનધર્મના ઊંડા અધ્યયન સહિતના શુદ્ધ આચારપથ અને સાધનાપથનો વિચાર કરતો. જિનમાર્ગનું અનુશીલન’ ગ્રંથ ચારિત્રપ્રધાન બન્યો છે. આમ લેખકને અત્યંત ઉપયોગી લાગતી જિનોક્ત ‘રત્નત્રયી’ આ ગ્રંથોમાં સમતુલાથી ઉપાસાઈ છે. વિષમય સંસારમાં ય સજ્જન-સંગ અમૃતતુલ્ય હોઈ, તથા સજ્જનો ગુણોથી અમર ( ‘અ-મૃત' ) હોઈ પંદર વિભાગોના ૨૧૯ લેખોમાં ૨૨૨ વ્યક્તિના બોધક જીવનસાર નિરૂપતા ગ્રંથને ‘અમૃત-સમીપે’ નામ આપવાનું સ્ફુર્યું. બાકી બે ગ્રંથોનાં શીર્ષક માટે રૂઢ ને સાંપ્રદાયિક બની ગયેલા ‘જૈન’ શબ્દને બદલે, એ શબ્દનો ગુણમૂલક મૂળ અર્થ ધ્યાનમાં આણવા ‘જિનમાર્ગ' શબ્દ યોજ્યો છે. ઉપર કહ્યા મુજબ બીજા ગ્રંથમાં, આજે જિનમાર્ગની થયેલી દુર્દશા નિરૂપવા સાથે લેખકે તેની શુદ્ધિ અને સુરક્ષાના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy