SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ સામયિકો અને જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૫ ટપાલમાં ગુમ થયું હતું. એમ કેમ થયું હશે એ વિચારું છું ત્યારે, એ પ્રસંગે મારી એવી ભૂલ થઈ ગયાનો સંભવ લાગે છે, કે એ લખાણ વખતસર ટપાલમાં નાખવાની ઉતાવળમાં હું સરનામું કરવાનું જ ભૂલી ગયો હોઉં ! જૈન'-પત્ર સાથે, એનાં સંપાદકીય લખાણોના એક અદના લેખકના નાતે, એકધારા, એકત્રીસ-બત્રીસ વર્ષ જેટલા લાંબા સમય સુધી સ્નેહ-સંબંધ ટકી રહ્યો એનો પૂરેપૂરો યશ પત્રના તંત્રી અને મારા મોટા ભાઈ જેવા મહાનુભાવ શ્રીયુત ગુલાબચંદભાઈ દેવચંદ શેઠની સ૨ળતા, સજ્જનતા અને નિખાલસતાને જ ઘટે છે. આવા સૌજન્યશીલ અને સહૃદય પત્રકાર બહુ જ વિરલ જોવા મળે છે. આટલા લાંબા સમય દરમિયાન એક પણ પ્રસંગ એવો નથી બન્યો, જ્યારે એમણે મારા લખાણમાં કંઈ પણ આછું-પાછું કર્યું હોય અને એને લીધે કે બીજા કોઈ કારણે, અમારા વચ્ચે મતભેદ કે મનદુઃખનો પ્રસંગ આવ્યો હોય ! આને હું મારું સદ્ભાગ્ય લેખું છું. ધીરેધીરે બોલવા ઉ૫૨નો મારો અનુરાગ ઘટતો ગયો અને લખવા માટેનાં અનુરાગ અને ફાવટ વધતાં ગયાં, એમાં ‘જૈન' પત્રનો ફાળો ઘણો મોટો છે એ વાતનો, ખૂબ ઊંડા અભારની લાગણી સાથે, સ્વીકાર કરતાં હું આનંદ અનુભવું છું. - મારી ૩૧-૩૨ વર્ષની આ કામગીરીનો વિચાર કરું છું, ત્યારે ચતુર્વિધ સંઘની જે અનેક વ્યક્તિઓએ તેમ જ અન્ય સહૃદય મહાનુભાવો તેમ જ મિત્રોએ સમાચારોરૂપે, વિચારોરૂપે, ચર્ચાપત્રોરૂપે, કાગળોરૂપે કે એવા જ કોઈ નિમિત્તે નોંધ લખવામાં ઉપયોગી થાય એવી જે સામગ્રી મને મોકલ્યા કરી છે, એ માટે એ બધાં પ્રત્યેની આભારની લાગણીથી મારું માથું ઝૂકી જાય છે. આવી સામગ્રી મેળવવામાં, સાચે જ, હું ભાગ્યશાળી રહ્યો છું. વળી ‘જૈન’-પત્ર માટેની નાની-મોટી નોંધો – અગ્રલેખરૂપે કે સામયિક સ્ફુરણરૂપે – લખવામાં અનેક જૈન તેમ જ અન્ય પત્રોમાં છપાયેલ સમાચારો તથા વિચારોનો તેમ જ કોઈ-કોઈ પુસ્તકોમાંનાં અવતરણોનો પણ, વિના સંકોચે, હું અવારનવાર ઉપયોગ કરતો રહ્યો છું, તે ‘જૈન'ના વાચકમિત્રો સારી રીતે જાણે છે. આ પત્ર-પત્રિકાઓના સંપાદક-મિત્રો તથા પુસ્તકોના લેખક-બંધુઓ પ્રત્યે પણ આ પ્રસંગે ઊંડી કૃતજ્ઞતા દર્શાવવી જરૂરી છે. વળી વડીલ, મુરબ્બી કે શિરછત્ર સમા આદરણીય પ્રજ્ઞા-પુરુષો તથા વિદ્વાન્ મિત્રો તરફથી આત્મીયભાવે, આ કાર્ય માટે મને અવારનવાર જે માગી મદદ મળતી રહી છે, તેથી હું તે સહુનો ખૂબ ઓશિંગણ છું. પત્રકારને માટે જેમ સારું કામ કરનારાના ગુણગાન કરવાનું જરૂરી હોય છે, તેમ જે કાર્ય કે વિચારને કારણે ધર્મ, સંઘ, સમાજ કે રાષ્ટ્રને નુકસાન થવાનું પોતાને Jain Education International ૪૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy