SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જિનમાર્ગનું અનુશીલન વધતો ગયો કે છેલ્લા કેટલાય સૈકાથી એ કાર્યોની બિલકુલ ઉપેક્ષા થઈ ગઈ, અને એની ગણના ધર્મવિરોધી કાર્યોમાં થવા લાગી ! પરિણામે અહિંસાનું ક્ષેત્ર વધારે પડતી નિષેધાત્મક મનોવૃત્તિ અને પ્રવૃત્તિઓથી એવું વ્યાપ્ત બની ગયું કે જેથી અહિંસામાં રહેલી વિરાટ સર્જક શક્તિ ઢંકાઈ જવા પામી. (દક્ષિણના કેટલાક પ્રદેશોમાં તથા કચ્છ જેવા ભાગોમાં હજી પણ જેનો ખેતીનું કામ, પોતાના જીવનનિર્વાહના વ્યવસાય તરીકે કરે છે ખરા; પણ એમની સંખ્યા ઓછી છે, અને અપવાદરૂપ જ છે.) અહિંસાની ભાવનાને વધારે પડતું નિષેધાત્મક રૂપ આપવાથી જૈનસંઘનો ગૃહસ્થવર્ગ કેવી નકલી કે કઢંગી સ્થિતિમાં મુકાઈ ગયો છે, એની ધર્મની સમજણ કેવી પાંગળી, અધૂરી અને વિકૃત બની ગઈ છે અને એને લીધે કરવા જેવા અને ન કરવા જેવા કાર્ય વચ્ચેનો વિવેક કેટલો વીસરાઈ ગયો છે, એ વાત શ્રી અંબુભાઈ શાહે પોતાના એક લેખમાં બહુ સારી રીતે સમજાવી છે. “અહિંસા બરાબર અહિંસા એ નામનો તેઓનો આ લેખ અમદાવાદથી પ્રગટ થતા “સ્થાનકવાસી જૈન પાક્ષિકના તા. ૨૦-૫-૧૯૭૮ના અંકમાં છપાયો છે. ગૃહસ્થધર્મની અહિંસાની આપણી અધૂરી સમજણને પૂરી કરવામાં ઉપયોગી થાય એવો આ લેખ સૌએ ધ્યાનપૂર્વક વાંચવા જેવો હોવાથી એ અહીં સાભાર રજૂ કરીએ છીએ. શરૂઆતમાં ખાન-પાનને લગતા નિષેધની વાત કરતાં એ લેખ કહે છે – જૈનધર્મી કુટુંબ, ધર્મમાં ભારે આસ્થા. જૈનધર્મની પરંપરાઓ અને ક્રિયાકાંડો ચુસ્તપણે પાળે. ઘરમાં કાંદા, બટાટા કે કંદમૂળ તો શાનાં આવે ? બીજ, પાંચમ જેવી તિથિ, પાખીના દિવસે લીલાં શાકભાજી પણ ન થાય. આ વાતાવરણમાં ઊછરેલા યુવાન વિક્રમને બટાટાની વાનગી ખાવાનું મન થાય કે ઊપડે શહેરની કોઈ સારી હોટલમાં. પિતાને કાને આ વાત આવી કે એક દિવસ ઘેર ગોચરી લેવા પધારેલા જૈન સાધુ પાસે કાંદા-બટાટા ન ખાવાની બાધા જ અપાવી દીધી.” ખાન-પાનનો નિષેધ અહિંસાના પાલનના નામે વેપાર-વણજ, ખેતી-વાડી અને હુન્નર-ઉદ્યોગ સુધી કેવી રીતે આગળ વધ્યો છે તે સમજાવતાં તેઓ કહે છે – વિક્રમમાં વૈજ્ઞાનિક દષ્ટિ હતી, સાહસિક વૃત્તિ હતી, યુવાનીનો ઉત્સાહ હતો. પિતા તો સબ-બંદરના વેપારીની જેમ અનેક વેપાર-ધંધા કરતા હતા; તેમાં તે સાથ આપતો હતો. પણ તેનું મન ખેતી તરફ હતું. થોડી જમીન લઈને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવાની વાત પિતા પાસે મૂકી. પણ પિતાએ પૃથ્વીકાય, અકાય, વાયુકાય, વનસ્પતિકાય અને એકેન્દ્રિય, બેઇન્દ્રિય એમ જીવોની ખેતીમાં થતી હિંસાથી બચવાનું તત્ત્વજ્ઞાન સમજાવતાં જૈનોથી ખેતી ન થાય એમ કહી જમીન લેવાની ના કહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy