SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદષ્ટિ, ગુણવિકાસ અને સાધનાપથ : ૧૬ ૩૯ વિક્રમને ગોસંવર્ધન અને વૈજ્ઞાનિક ગોપાલનના કામમાં પણ રુચિ હતી. થોડા દિવસો પછી એણે ગાયો ખરીદીને દૂધની ડેરી કરવાની વાત પિતાને કરી. તો પિતાએ તેમાં થતી જીવહિંસાની વાત સમજાવીને ના પાડી. મકાન-બાંધકામના ધંધાનો ઉત્તરોત્તર થતો વિકાસ જોઈ મોટા પાયા પર ઈંટો અને ચૂનાના ભઠ્ઠાના પ્લાન્ટ નાખવાનો વિચાર રજૂ કર્યો. તેમાં અસંખ્ય જીવોની થતી હિંસાને કારણે તેમાં ય સંમતિ ન આપી. એના ઉદ્યોગશીલ મને ચર્મોદ્યોગના વિકાસની શક્યતા જોઈ ટેનરી' કરવાની વાત કરી, તો પિતાએ તેની પણ ના જ પાડી. આ ન થાય ને તે ન થાય, આમ ન કરાય ને તેમ ન કરાય, આવું ન ખવાય ને તેવું ન ખવાય, આટલું ન પિવાય ને તેટલું ન પિવાય, ફલાણું ન રખાય ને ઢીંકણું ન રખાય – નકાર, નકાર ને નકાર, વિક્રમના મનને સતત થયા જ કરે કે ન કરાય ન કરાય' એમ રોજ સાંભળવા મળે છે. તો પછી કરવું શું? કે પછી માત્ર ન કરવાપણામાં જ અહિંસા છે ?” નિષેધની આ એકાંગી પ્રવૃત્તિના અતિરેકને લીધે વ્યવહારશુદ્ધિ કેટલી જોખમાઈ જાય છે અને ગમે તે પ્રકારે લોભવૃત્તિનું પોષણ કરવા માટે માનવસમાજ તરફનું કર્તવ્ય કેવું વીસરાઈ જાય છે, એનું લેખક-મિત્રે ટૂંકું છતાં કેવું સાચું અને સચોટ ચિત્ર દોર્યું છે : અને એક બીજી વાત પણ એના મનમાં ઘોળાયા કરતી હતી. અનાજ, કરિયાણું, તેલ, દવા, રંગ એમ અનેક બજારોમાં પોતાની પેઢીનો ધીકતો વેપાર ચાલે છે. માલમાં ભેળસેળ, બે નંબરનો વેપાર અને સેલટેક્ષ-ઇન્કમટેક્ષની ચોરીની ચાલ કે રીતરસમોથી એમની પેઢી પણ મુક્ત નહોતી. ભેળસેળ અને કરચોરીમાં સામેલ પિતા કરતા હતા તે અને ન કરવાની સલાહ આપતા હતા તે બેની વચ્ચે વિક્રમના મનમાં કોઈ મેળ બેસતો નહોતો. કેટલાય વિક્રમોનાં યુવાન હૈયાંઓમાં આવી વિસંગતતાઓ પ્રશ્ન બનીને ઘોળાયા કરતી હશે. વાયુના, પાણીના કે માટીના જીવોને પણ દુઃખ ન થાય કે તેની હિંસા ન થાય તેવી સૂક્ષ્મ કાળજી રાખી અહિંસાનું પાલન કર્યાનો સંતોષ મેળવતા પિતાને મન પંચેન્દ્રિય જીવ એવા મનુષ્યના આરોગ્યને હાનિકારક અને જીવ જોખમમાં મુકાય તેવી ભેળસેળ કરવામાં હિંસા કેમ નહિ જણાતી હોય ? બીજાને છેતરવામાં કે કરચોરી કરીને પરિગ્રહ વધારવામાં જૈનધર્મી શ્રાવકના પાયાનાં આચાવ્રતોનું ખંડન થતું કેમ નહિ દેખાતું હોય ?" ગૃહસ્થધર્મની દૃષ્ટિએ અહિંસાની ભાવનાનો ખ્યાલ આપીને, એ ભાવનાને એના નિષેધાત્મક સ્વરૂપની સાથેસાથે, રચનાત્મક રૂપ કેવી રીતે આપી શકાય એ અંગે આ લેખમાં કહેવામાં આવ્યું છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy