SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૧૧ ૨૫૫ ગામડાંની વસ્તી – ખાસ કરીને વાણિયા, બ્રાહ્મણ જેવા ઊજળા ગણાતા વર્ગની – કમેક્રમે ઘટતી જાય છે, અને શહેરોની વસ્તીમાં સતત ઉમેરો માથાના દુઃખાવા જેવો બનતો જાય છે. આવી વિષમ અને વિચિત્ર પરિસ્થિતિને લીધે ગામડાંમાં વસતા જૈનોને ધીમેધીમે શહેર તરફ હિજરત કરવાની ફરજ પડે છે, પરિણામે, ગામડાંમાં સાધુસાધ્વીઓના ઉતારાની અને વૈયાવચ્ચની સગવડ ભાવનાપૂર્વક સાચવનારાં કુટુંબોની સંખ્યા ઘટતી જાય છે – તે એટલી હદે કે જે ગામડાંઓમાં જૈનોની વસતી ઠીકઠીક સંખ્યામાં હતી ત્યાં જૈનનું એક પણ ઘર ઉઘાડું ન હોય; એટલું જ નહીં, દેરાસર અને ઉપાશ્રય પણ બંધ કરી દેવાની ફરજ પડી હોય. ખામીભરેલી અને એકાંગી રાજ્યપદ્ધતિને કારણે ઊભી થયેલી આવી શોચનીય સ્થિતિને રોકવી કે એમાં જરૂરી ફેરફાર કરવો એ આપણા હાથની વાત નથી; એટલે એનો અફસોસ કરીને દુઃખી થવાને બદલે જે વાત આપણા હાથની છે એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું એ કર્તવ્ય છે. વિહારના માર્ગો સરળ કે બને તેટલી ઓછી મુશ્કેલીઓવાળા. બને એવા વ્યવહાર ઉપાયો યોજવા એ જૈનસંઘના અખત્યારની વાત છે. આ કામ પૂર્ણ ખંત, ઉત્સાહ અને લાગણીથી કરવાની ખાસ જરૂર છે; કારણ કે જેનશાસનની પ્રભાવના કરવામાં તથા દેશના નજીકના તેમ જ દૂરદૂરના ભાગોમાં વસતાં જૈન ભાઈબહેનોની ધર્મશ્રદ્ધાને ટકાવી રાખવામાં આપણાં સાધુ-સાધ્વીઓ કેટલી અગત્યની કામગીરી બજાવી શકે છે તે એટલું સુવિદિત છે, કે એ માટે વધુ કહેવાની જરૂર નથી. આ ઉપરથી એમ સ્પષ્ટ લાગે છે કે આપણાં સાધુ-સાધ્વીઓ દેશના બધા કે મોટા ભાગના પ્રદેશોમાં વિહાર કરી શકે એવી ગોઠવણ કરવી એ જૈનસંઘને માટે પવિત્ર ધર્મકર્તવ્ય છે. આ બાબત અંગે આટલી વિગતે આ નોંધ લખવાનું અમે એટલા માટે મુનાસિબ માન્યું છે, કે શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના સમુદાયના વિદ્વાન, વિચારક, તત્ત્વજિજ્ઞાસુ મુનિવર શ્રી પ્રદ્યુમ્નવિજયજીએ આવી જરૂરી બાબત થોડા વખત પહેલાં પત્ર દ્વારા નોંધ લખવાનો અમને અનુરોધ કર્યો છે. શરૂઆતમાં જૈનશાસનના આધારરૂપ સાત ક્ષેત્રો પૈકી અત્યારે જિનપ્રતિમા અને જિનમંદિર એ બે ક્ષેત્રો માટે જ ખર્ચ કરવામાં આવે છે, તે અંગે તેઓ લખે છે : “છેલ્લાં વીસેક વર્ષ દરમિયાન, ગમે તે કારણે, જિનમૂર્તિ અને જિનમંદિર એ બે ક્ષેત્રમાં કલ્પના પણ ન થઈ શકે એટલા મોટા પ્રમાણમાં નાણાંનો ઉપયોગ થવા લાગ્યો છે, અને તે માટે ખૂબ અસરકારક ઉપદેશ અને પ્રેરણા આપવામાં આવે છે, તેમ જ પ્રયત્ન પણ ઘણો કરવામાં આવે છે. આ કાળના સમર્થ, પ્રભાવશાળી અને પુણ્યવંત શ્રમણભગવંતો તથા સૂરિવરોએ આ બે ક્ષેત્રો ઉપર પોતાનું ધ્યાન વધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy