SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જિનમાર્ગનું અનુશીલન કેન્દ્રિત કર્યું હોય એમ દેખાય છે. પરંતુ પ્રભુના શાસનમાં તો શાસનશરીરનાં સાત અંગરૂપ સાતે ક્ષેત્રો સરખું મહત્ત્વ ધરાવે છે. એટલે એ બધાં ક્ષેત્રોની સમાન ભાવે સાચવણી થતી રહે એવી વ્યવસ્થા થવી જરૂરી છે. અંગોની સપ્રમાણતા ઘટવા લાગે તો જેમ એ શરીરની તંદુરસ્તીનું નહીં પણ રોગિષ્ટતાનું સૂચન કરે છે, એ જ વાત સાત ક્ષેત્રો રૂપ અંગો ધરાવતા સંઘશરીરને લાગુ પડે છે. સાત ક્ષેત્રો તે જિનમૂર્તિ અને જિનમંદિર ઉપરાંત (૧) શ્રુતજ્ઞાન (જિનવાણી), (૨) સાધુ, (૩) સાધ્વી, (૪) શ્રાવક અને (૫) શ્રાવિકા – એ પાંચ ક્ષેત્રો. આ પાંચ ક્ષેત્રો પણ એટલાં જ લાભદાયી છે, શ્રીસંઘનાં અંગભૂત છે. એટલે એની જાળવણી એ પણ જિનમૂર્તિ અને જિનમંદિરનાં બે ક્ષેત્રોને જાળવવા જેવું જ પવિત્ર ધર્મકર્તવ્ય છે. આ વાતને શ્રમણભગવંતો પોતાની ધર્મદેશના અને પ્રેરણામાં સ્થાન આપે અને એ માટે પ્રયત્નશીલ થવાનું શ્રાવક-સંઘને સમજાવે એ અત્યારની પરિસ્થિતિને અનુરૂપ અને ઘણું ઉપયોગી તથા મૂલ્યવાન કાર્ય છે.” અત્યારે શ્રાવકસંઘમાં નિત્યધર્મ પ્રત્યે જે ઉદાસીનતા અને નૈમિત્તિક ધર્મ પ્રત્યે જે અનુરાગ જોવા મળે છે, તેની ભેદરેખા સમજાવતાં મુનિશ્રી કહે છે – જો કે, શ્રાવક-શ્રાવિકા-શ્રેત્રના રક્ષણ માટે પણ ઘણું જ કરવા જેવું છે, પણ આ સ્થાને જે વાત કરવી છે, તે સાધુ-સાધ્વી-ક્ષેત્રને લગતી છે. ભગવાન મહાવીરના નિર્વાણને પચીસસો વર્ષ વીત્યા પછી આપણા શ્રીસંઘમાં બાહ્ય ધર્મોદ્યોત પુષ્કળ પ્રમાણમાં જોવા-જાણવા-સાંભળવા મળે છે. એ જ રીતે નિત્યધર્મ કરતાં નૈમિત્તિક ધર્મ ખૂબ મોટા પ્રમાણમાં ફાલ્યો-ફૂલ્યો છે. નિત્યધર્મ એટલે રોજિંદા જીવનમાં આચરવાનો – પાળવાનો શ્રાવકધર્મ, જેનાથી શ્રાવકકુળ અને શ્રાવકધર્મ શોભી ઊઠે. અને નૈમિત્તિક ધર્મ એટલે પર્વાધિરાજની કે શાશ્વતી ઓળીની આરાધના વખતે અથવા ઉપધાન તપ કે છરી પાળતા સંઘ વખતે થતો કે પળાતો ધર્મ કે કરવામાં આવતી ધર્મક્રિયાઓ. આમાં રોજિંદા જીવનમાં દયા, દાન, તપ, ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ વગેરે જે ધર્મક્રિયાઓ થવી જોઈએ તે ઘટતી જાય છે, જ્યારે નૈમિત્તિક ધર્મ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. જો કે નિમિત્તને પામીને જે થાય તે પણ આવકાર્ય છે – પણ જો તે નિત્યના જીવનમાં ઉતારવાના ધર્મકાર્યનું નિમિત્ત બને તો...” આ પછી વિહારમાગમાં વેઠવી પડતી મુશ્કેલીઓની મુખ્ય વાતનું, પોતાના અવલોકન તથા જાતઅનુભવને આધારે વર્ણન કરતાં તેઓ લખે છે – તેઓનો વિહાર પણ યથાસંયોગ થવાનો જ. આવે પ્રસંગે એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે વચ્ચે ગામડાં આવે છે. તેમાં લગભગ જે મોટા કે ધોરી રસ્તા છે – જેમ કે અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી શંખેશ્વર, અમદાવાદથી સુરેન્દ્રનગર, અમદાવાદથી મુંબઈ, મુંબઈથી દક્ષિણના પ્રદેશો કે શહેરો, પાલીતાણાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy