SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ જૈનસંઘોની આંતરિક એકતા અને શુદ્ધિઃ ૨૩ તા. ૨૦મી ઓક્ટોબર શરદ-પૂર્ણિમાના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી બાબુભાઈ જશભાઈ પટેલના હાથે થવાનું હતું. આ દરમિયાન ઉજવણી-વિરોધી પ્રવૃત્તિના એક મુખ્ય પુરસ્કર્તા મુનિરાજ શ્રી ચંદ્રશેખરવિજયજીના સાંનિધ્યમાં, નવા ડિસામાં, ગત આસો સુદિ ૮-૯-૧૦એ ત્રણ દિવસ માટે, જુદાં જુદાં સ્થાનોના ભાઈઓનું (‘વીરસૈનિકોનું) એક સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં શી-શી કાર્યવાહી થઈ એ જાણવાનું કામ સહેલું નથી. પણ આ પછી, કંઈક એવું જાણવા મળે છે, કે કેટલાક ભાઈઓ આપણા મુખ્ય પ્રધાન માનનીય શ્રી બાબુભાઈ પટેલને મળ્યા હતા, અને તેમણે આ પ્રદર્શન સામે પોતાનો વિરોધ હોવાનું એમને જણાવ્યું હતું. પરિણામે, આ બાબતમાં, આમ જૈનો વચ્ચે વિરોધ પ્રવર્તતો હોવાનો ખ્યાલ આવવાથી મુખ્યમંત્રીએ આ પ્રદર્શનનું ઉદ્દઘાટન કરવાની ના પાડી. આ ઉપરાંત, આ અરસામાં જ, આ પ્રદર્શન બાબતમાં વિરોધી વર્ગ તરફની એકબીજાથી સાવ ઊલટી કહી શકાય એવી વાતો સાંભળવા મળી હતી. એક વાત એવો સંદેશો કહેતી હતી, કે ઉજવણીના વિરોધીઓ આ પ્રદર્શનનો વિરોધ કરવાના નથી; તો બીજી વાત મુજબ, વીરસૈનિકોના એક મોવડીએ એક વ્યક્તિને મોઢામોઢ સાફસાફ શબ્દોમાં કહ્યું હતું, કે જો પચીસસોમાં નિર્માણ-મહોત્સવ નિમિત્તે આ પ્રદર્શન ભરવામાં આવ્યું છે એમ જાહેર કરવામાં આવશે, તો અમે તોફાન કર્યા વગર નથી રહેવાના. ઉપરાંત, અહીં એ વાતની પણ રસપૂર્વક નોંધ લેવી જોઈએ, કે આ પ્રદર્શન ભરવાની જાણ થઈ ત્યારથી વિરોધી વર્ગે પોતાની લાગવગવાળાં સ્થાનોમાંથી આ પ્રદર્શન માટે સામગ્રી ન મળે એ માટેનો પ્રયાસ પણ આદરી દીધો હતો; અને એમાં એને કેટલીક સફળતા અને કેટલીક નિષ્ફળતા પણ મળી હતી. છતાં આ માટે ઘણા મોટા પ્રમાણમાં સામગ્રી એકત્ર થવા પામી હતી, અને વિરોધી-વર્ગના ગણાતા મુનિવરો પણ આ પ્રદર્શન જોવાની ભાવના રાખતા હતા એ હકીકત છે. આવા વિરોધના ચિત્રવિચિત્ર વાતાવરણ વચ્ચે પણ પ્રદર્શન ભરવાનો આગ્રહ રાખવો એ પ્રદર્શન-સમિતિને માટે જાણી-જોઈને જોખમને નોતરવા જેવું કાર્ય ગણાત. એટલે એણે, અગમચેતી વાપરીને, આ પ્રદર્શન ભરવાનું બંધ રાખ્યું છે, તે સર્વથા ઉચિત થયું છે. આ દુઃખદ બનાવ ઉપરથી એ સ્વીકારવું જોઈએ કે ઉજવણીના વિરોધી વર્ગને આ પ્રદર્શન બંધ રહેવાથી ઓછી મહેનતે સારો વિજય મળ્યો છે, અને તેથી એ એની ખુશાલી મનાવે એ સ્વાભાવિક છે. પણ આમાં અફસોસ કરવા જેવી એક જ વાત છે, કે આ વિજય શાણપણ, સમતા, અહિંસા, સત્ય, સમજૂતીની કળા અને ધાર્મિકતા જેવી સુભગ આંતરિક દિવ્ય ગુણસંપત્તિનો નહીં, પણ આક્રમક, હિંસક, ઝનૂની, તોફાની, અમાનુષી અને ધર્મવિરોધી એવી આસુરી વૃત્તિનો છે. આનાથી તેઓ કયા ધર્મની રક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy