SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જિનમાર્ગનું અનુશીલના તો આપણે નગુણા લેખાઈએ. એટલે શ્રી વિરચંદભાઈની જન્મશતાબ્દી ઊજવવાનો વિચાર જરૂરી તેમ જ સર્વથા ઉચિત જ હતો એમાં શંકા નથી. જે મહાનુભાવોએ મુંબઈમાં આ ઉજવણી કરવાની યોજના કરી હતી, એમની ઇચ્છા આ સમારંભ મુંબઈના મધ્યવર્તી સ્થાન પાયધુનીમાં શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયમાં ઊજવવાની હતી, જેથી જનતા એનો વિશેષ લાભ લઈ શકે. આ માટે એમણે ઉપાશ્રયના સંચાલકો સમક્ષ પોતાની વાત પણ મૂકી હતી. પણ તે વખતે ત્યાં ચાતુર્માસ બિરાજતા આચાર્ય-મહારાજને, પોતે જ્યાં બિરાજતા હતા તે ઉપાશ્રયમાં એક ગૃહસ્થનો આવો ગુણાનુવાદ થાય એ વાત પસંદ ન પડી, તે કારણે ઉપાશ્રયના સંચાલકો એક સાચા ધર્મી પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાના પ્રસંગનું સ્વાગત ન કરી શક્યા. છેવટે એ સમારંભ મુનિ શ્રી ચિત્રભાનુ ચંદ્રપ્રભસાગરજી)ના ઉદાર સહકારથી કોટમાં શ્રી શાંતિનાથજીના દેરાસર સાથેના ઉપાશ્રયમાં ઊજવાયો. આવા પ્રસંગ માટે ઈન્કાર ભણનારાઓને ઝાઝું તો શું કહીએ ? એટલું જ ઇચ્છીએ કે ભવિષ્યમાં આવી બીજી ભૂલ તેઓના હાથે થવા ન પામે ! ધર્મકાર્યનિમિત્તે પણ ગૃહસ્થોનું સન્માન સાધુઓની હાજરીમાં થઈ શકે કે કેમ એ સવાલ તો હવે પૂછવા જેવો રહ્યો જ નથી; ખરી રીતે તો તે કયારેય ઉઠાવવા જેવો નથી. ગુણોની પ્રશંસા એ તો ધાર્મિકતા અને સંસ્કારિતાનું લક્ષણ છે. શ્રી વીરચંદ ગાંધીની જન્મશતાબ્દી પહેલાં, એ જ ગોડીજી મહારાજના ઉપાશ્રયમાં અને અનેક આચાર્યોની ઉપસ્થિતિમાં રતલામ-પ્રકરણમાં અમૂલ્ય સેવાઓ આપવા બદલ આપણે શેઠશ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફનું બહુમાન કર્યું હતું, આટલું જ શા માટે, ઉપર્યુક્ત નાપસંદગી બતાવનાર આચાર્ય મહારાજના જ સાનિધ્યમાં, આઝાદ-મેદાનના પંડાલમાં સમેતશિખર તીર્થના સમાધાન માટે અવિરત સેવા આપવા બદલ શ્રી રમણભાઈ શ્રોફનું સન્માન આપણે ક્યાં નહોતું કર્યું? આ પરથી એ સહેજે સમજી શકાય એમ છે, કે ધર્મ-સેવાનિમિત્તે યોજાયેલા ગૃહસ્થોના બહુમાનમાં સાધુઓથી હાજર રહી ન શકાય એવો પ્રચાર કેવો પોકળ છે ! ધર્મસ્થાનોનો ઉપયોગ સમાજ-કલ્યાણનાં કે ગુણાનુવાદ જેવાં ધર્મકાર્યોમાં થતો અટકાવવાના આપણે કોઈ નિમિત્ત ન બનીએ, સારા કામમાં સદા સહભાગી થવા તત્પર રહીએ અને પૂરી સમજણના અભાવથી કે સંકુચિતતાથી દોરવાઈને આવી ભૂલનું આપણે ક્યારેય પુનરાવર્તન ન કરીએ – એ જ આ લખાણનો હેતુ છે. (તા. ૧૨-૬-૧૯૬૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy