SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિ : ૨૧ (૨૧) ગૃહસ્થનો ધર્મવર્ધક ગુણાનુવાદ અને મુનિચર્યા જે બાબત અંગે અમે આ નોંધ લખવા પ્રેરાયા છીએ એ બાબત એના આરંભકાળથી જ અમારા અંતરમાં સોયની જેમ ખૂંચ્યા કરતી હતી, છતાં એ અંગેની નોંધ લખવામાં અમે જાણી જોઈને વિલંબ કર્યો હતો – એટલા માટે કે હવે એ ઘટના બન્યાને ઘણા દિવસો થયા હોવાથી તાપ શમતાં એ અંગે અમારું કહેવું કદાચ એની સાથે સંકળાયેલા મુનિરાજો અને સંચાલકોને હૈયે વસે, અને ભવિષ્યમાં આવી અનિચ્છનીય સંકુચિતતા દાખવતાં તેઓ અટકે અથવા છેવટે વિચાર કરે. વાત આમ છે : ગયા ઑગસ્ટ માસમાં જૈનસંઘના જાણીતા વિદ્વાન અને વિચારક તેમ જ સેવક સ્વ. વીરચંદ રાઘવજી ગાંધી(બેરિસ્ટર)ની જન્મશતાબ્દીનો યાદગાર દિવસ આવતો હતો. એ માટે મુંબઈ તેમ જ અન્ય સ્થળોના કેટલાય ભાવનાશીલ ભાઈઓએ એની ઉજવણી વ્યાપક રીતે ઠેર-ઠેર કરવામાં આવે એ માટે દિલ દઈને પ્રયત્નો કર્યા હતા. પરિણામે, મુંબઈ તેમ જ બીજાં કેટલાંક સ્થળે એની સારી રીતે ઉજવણી ક૨વામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઑલ-ઇન્ડિયા રેડિયોએ પણ સહકાર આપવાની ઉદારતા દાખવી હતી. ૩૭ વર્ષ જેટલી નાની ઉંમરમાં શ્રી વીરચંદ ગાંધીએ અમેરિકાની ચિકાગોની વિશ્વધર્મ-પરિષદમાં જૈનધર્મનો જે ડંકો વગાડ્યો હતો અને અમેરિકા, ઇંગ્લૅન્ડ વગેરે દેશોમાં ભારતીય સંસ્કૃતિ તેમ જ જૈનધર્મ-તત્ત્વજ્ઞાન અંગે જે જ્ઞાનગંગા વહાવી હજારો પરદેશીઓ ઉપર પ્રભાવ પાડ્યો હતો, તે બીના સોનેરી અક્ષરોએ લખાઈ રહે એવી, અને આપણી ઊછરતી પેઢીને ધર્મધગશ આપે એવી છે. ૧૪૧ વળી, સમેતશિખર તીર્થની પવિત્રતાની જાળવણી માટે અને એના ઉપરના જૈનસંઘના અધિકારોની સાચવણી માટે તેમણે મહિનાઓ સુધી ઊંઘ અને આરામને વીસરીને જે સતત જહેમત ઉઠાવી હતી અને એમાં છેવટે અંગ્રેજ સરકાર સામે જે સફળતા પ્રાપ્ત કરી હતી, તે કદી વીસરાય એવી નથી. એ જ રીતે તીર્થાધિરાજ શત્રુંજયના આપણા અધિકારોની રક્ષા માટે પણ એમણે સફળતાપૂર્વક ભારે શ્રમ ઉઠાવ્યો હતો. આપણાં આ બે મહાતીર્થોની રક્ષા માટે જે તમન્ના એમણે દાખવી અને જે કામ કરી બતાવ્યું, તે દાખલારૂપ બની રહે એવાં છે. પોતાના જીવનને ધર્મભાવનાથી સુવાસિત બનાવવાની સાથે તીર્થરક્ષા અને વિદેશમાં શાસન-પ્રભાવના માટે સતત પુરુષાર્થ કરનાર આવા ઉપકારી પુરુષનું સ્મરણ કરવું એ સમાજ અને સંઘનું કર્તવ્ય ગણાય. આવી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ચૂકીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy