SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જિનમાર્ગનું અનુશીલન પ્રકીર્ણ સવારનું વ્યાખ્યાન, બપોરના શાસ્ત્રાદિનું વાચન અથવા ચોપાઈ, જે લગભગ બે કલાક સુધી હોય છે, તે સમય ઉપરાંત સાધુઓના મકાનમાં સાધ્વીઓ અને સ્ત્રીઓએ બેસવું નહિ. તે જ રીતે સાધ્વીઓના સ્થાનમાં પુરુષોએ બેસવું નહિ જોઈએ. કોઈ કારણસર બેસવું જ પડે તો સાધુજીના મકાનમાં સમજદાર પુરુષની અને સાધ્વીજીના મકાનમાં સમજદાર સ્ત્રીની હાજરી વિના બેસવું નહિ જોઈએ. માંગલિકશ્રવણ, પ્રત્યાખ્યાન તથા સંથારાના સમયનો આગાર (?). એકલા મુનિ એકલી સાધ્વી કે એકલી સ્ત્રી સાથે વાત કરે નહિ. તેવી જ રીતે એકલાં સાધ્વીજી એકલા સાધુ કે એકલા પુરુષ સાથે વાતચીત કરે નહિ. એકાંત સ્થાનમાં સ્ત્રી પાસે ઊભા રહેવું અથવા બેસવું પણ નહિ. તમાકુ સૂંઘવાની નવી આદત પાડવી નહિ, પહેલાંની આદત હોય તો તે છોડવી; ન છૂટી શકે તો ચૌવિહારના પચ્ચકખાણ બાદ સૂંઘવી નહિ. સાધુ-સાધ્વીઓએ કોઈ ગદ્ય-પદ્ય સાહિત્ય તૈયાર કરેલ હોય તો તે સંબંધી મંત્રી અથવા પ્રકાશન-સમિતિ પાસે પહોંચાડવું યોગ્ય સાહિત્ય ત્યાંથી પ્રકાશિત થશે, પરંતુ છાપવા-છપાવવાની પ્રવૃત્તિમાં સાધુ-સાધ્વીએ ભાગ લેવો નહિ. પોસ્ટની ટિકિટ અથવા ટિકિટવાળા કાર્ડ-કવર સાધુ-સાધ્વી રાખે નહિ, તેમ જ ગૃહસ્થ સ્ત્રી-પુરુષોને પોતાના હાથે પત્ર લખે નહિ. સાધુ-સાધ્વીએ છિદ્રાન્વેષી થવું નહિ, પરનિંદા કરવી નહિ. કોઈથી દોષ થઈ ગયો તો આચાર્ય અથવા તત્સંબંધી મંત્રી અને સંવાડાના અગ્રેસર સિવાય અન્ય કોઈની પાસે કહેવો નહિ. યંત્ર, મંત્ર, તંત્ર, દોરા, તાવીજ, જડી-બુટી, તેજી-મંદી, ફિચર આદિનો પ્રયોગ બતાવવો નહિ, તથા જ્યોતિષ, ભવિષ્ય, ઔષધાદિ ક્રિયાનો ઉપયોગ ગૃહસ્થને માટે સંસાર-વિષયક કામ માટે કરવો નહિ. તપસ્યા, દીક્ષા મહોત્સવ, સંવત્સરી-ક્ષમાપના, દીપાવલીના આશીર્વાદ આદિ પત્રિકાઓ સાધુ-સાધ્વી પોતાના હાથે ગૃહસ્થોને લખે નહિ, છપાવે નહિ તેમ જ દર્શનાર્થે બોલાવે નહિ. ફોટો પડાવવો નહિ; પાટ, ગાદી, પગલાં આદિની જડ માન્યતા કરવી નહિ, કરાવવી નહિ. સમાધિ, પગલાં અને ગુરુનાં ચિત્રોને ધૂપ, દીપ અથવા નમસ્કાર કરનારને ઉપદેશ આપી રોકવા. સમ્યક્ત દેતી વખતે દેવના રૂપમાં વીતરાગદેવનો દેવ તરીકે સ્વીકાર કરાવવો; પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના પાલન કરનારનો ગુરુ તરીકે સ્વીકાર કરાવવો; “અહિંસા પરમો ધર્મનો ધર્મ તરીકે સ્વીકાર કરાવવો; શ્રમણ-સંઘના આચાર્યનો ધર્માચાર્ય તરીકે સ્વીકાર કરાવવો; ત્રીજા પદમાં તેના નામનો ઉચ્ચાર કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy