SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૩, ૨૪ ૧૪૯ ઉપર આપેલ સામાચારીની બધી બાબતો શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને લાગુ પડે છે અથવા એણે એ બધી અપનાવી લેવી જોઈએ એમ માની લેવાની જરૂર નથી. પણ આમાંની ઘણી-ખરી બાબતો આપણા માટે પણ એટલી જ ઉપયોગી છે એ પણ સ્વીકારવું જોઈએ. કંચન અને કામિની એટલે કે સંગ્રહશીલતા અને ભોગવિલાસની વાસના એ બે સંસારમાં રોકી રાખનારી અને માનવીનું પતન કરનારી પ્રબળ શક્તિઓ છે; એનાથી દૂર રહેવામાં જ સંયમની શુદ્ધિ છે. મતલબ કે ચોથું અને પાંચમું મહાવ્રત સચવાઈ શકે તો પછી બીજ મહાવ્રતો માટે વિશેષ ચિંતા કરવાપણું ભાગ્યે જ રહે છે. એટલે શાસ્ત્રોના આદેશોને ધ્યાનમાં રાખીને આ કે આના જેવી જે કોઈ સામાચારી નક્કી કરવામાં આવે તેથી એકંદરે લાભ જ થવાનો છે. અત્યાર સુધીમાં આપણે ઠીકઠીક ભીંત ભૂલ્યા છીએ, અને સંઘ શુદ્ધિમાં ઘણા નીચે ઊતરી ગયા છીએ. એ માટે ચતુર્વિધ શ્રીસંઘ સર્ચિત બનીને આ દિશામાં સત્વર પ્રયત્નશીલ બને – એ જ આ લખવાનો એકમાત્ર મંગળ હેતુ છે. (તા. ૧૮-૯-૧૯૬૫) (૨૪) પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરિજીના સમુદાયનું બંધારણ અમારા એક વાચક-બંધુએ આ.મ. વિજયપ્રેમસૂરિજીએ સાધેલ સંગઠનની અમે જે રીતે વિચારણા કરી હતી, એ રીતે જ એ સમુદાય માટે નક્કી કરવામાં આવેલ બંધારણની પણ ચર્ચા-વિચારણા કરવાની માગણી કરી હતી. આ માગણીના જવાબમાં અમે અમારા તા. ૨૩-૨-૧૯૬૩ના અંકના ‘સામયિક ફુરણ'ની પહેલી નોંધમાં લખ્યું હતું: “બીજા મુનિસમુદાયોને આ માટે વિચાર કરવાનો અવસર પ્રાપ્ત થાય, તેમ જ જે સમુદાય માટે આ બંધારણ ઘડવામાં આવ્યું છે, તેઓના ધ્યાન ઉપર પણ કેટલીક બાબતો લાવી શકાય – એ દષ્ટિએ આની વિચારણા કરી શકાય; અને તે ઉપયોગી પણ થઈ શકે એમ અમને લાગે છે. તેથી કયારેક એ અંગે કંઈક લખવાનો વિચાર અમારા મનમાં જાગશે તો અમે જરૂર લખીશું." અમારી આ જાહેરાત પ્રમાણે આ બંધારણ-સંબંધી થોડીક વિચારણા કરવી અમને ઉપયોગી અને ઉચિત લાગે છે. તેથી અમે આ લખીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy