SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૨૩ ૧૪૭ કોઈ પંચાયતી મકાન શવાળું હોય તો તત્કાલીન પરિસ્થિતિનો વિચાર કરીને તેમાં ઊતરવું નહિ, જે મકાનમાં શૃંગારાદિ ફોટા, ચિત્ર, દર્પણ આદિ પર આવરણ નાખી દેવામાં આવેલ હોય અથવા તો ઉતારી લેવામાં આવેલ હોય તેમાં સાધુ-સાધ્વી ઊતરી શકે છે. નિર્દોષ સ્થાન ન મળે અને તેવા સ્થાનમાં રહેવું પડે તો એક રાત્રિથી વધુ સમય રહેવું નહિ. જે ગામમાં ઠાણાપતિ સાધુ-સાધ્વી હોય તે ગામમાં સાધુ-સાધ્વી વિહાર કરતાંકરતાં પધારે તો ઠાણાપતિ સાધુ-સાધ્વીના સ્થાન પર જ ઊતરે. સ્થાન-સંકોચને કારણે કદાચિત્ અન્ય સ્થાન પર ઊતરવું પડે તો તેમની સેવામાં તકલીફ ન પહોંચે તે દષ્ટિ નજર સામે રાખીને, તેમની આજ્ઞાથી બીજા સ્થાનમાં ઊતરી શકે છે. ગામમાં બિરાજતી વખતે અન્ય વૃદ્ધ, તપસ્વી અથવા રોગી સાધુ-સાધ્વીઓની ખબર-અંતર પૂછવી અને યથાશક્ય સેવા કરવી. (અન્યોન્યના સ્થાનક પર જતી વખતે સમજદાર સ્ત્રી અથવા પુરુષને સ્થાને રાખવાં.) વસ્ત્ર-પાત્ર અંગે એક સાધુ અગર સાધ્વી ચાર પાત્રથી વધુ ન રાખે. કારણવશાત્ એકાદ પાત્ર વધારે રાખવું પડે તો આચાર્યશ્રીજી તથા તત્સંબંધી અધિકારી મંત્રીજીની આજ્ઞા લઈને રાખી શકે છે. સાધુ ૭૨ હાથ અને આર્યાજી ૯૬ હાથથી વધુ વસ્ત્ર રાખે નહીં. રોગાદિ કારણવશ વધારે રાખવું પડે, તો આચાર્યશ્રી તથા તત્સંબંધી મુનિની આજ્ઞા લઈને રાખે. અધિક બારીક – જેમાં અંગ દેખાય તેવા – વસ્ત્રની ચાદર ઓઢીને, બહાર ગોચરી આદિ માટે જવું નહિ. ગોચરી અંગે એષણાના ૪૨ દોષ ટાળીને, પ્રાસુક તથા આષનિક (? આશનિક?) આહારપાણી સાધુ-સાધ્વી પોતાની આવશ્યકતાનુસાર લાવે. પરંતુ હરહંમેશ એક જ ગૃહસ્થને ઘેરથી વિના કારણ આહાર લાવે નહિ. ગોચરી આદિ એષણા માટે ગયેલ સાધુ-સાધ્વી, ગૃહસ્થો સાથે વાર્તાલાપ કરવા માટે રોકાય નહિ કે બેસે નહિ. પારસ્પરિક ક્લેશની ક્ષમાયાચના કરીને આહારપાણી કરવા. * ગોઢ (જી. દયા, નવકારશી, સ્વામી-વાત્સલ્ય, સંઘ, વિવાહ, પ્રીતિભોજન, મૃત્યુભોજન આદિ જમણવારોમાં ગોચરીએ જવું નહિ. અજાણતાં તે બાજુ જવાયું હોય તો વહોર્યા વિના પાછું આવતું રહેવું. Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy