SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ જિનમાર્ગનું અનુશીલના આ પટ્ટકનો અમલ વિ. સં. ૨૦૨૦ના જેઠ સુદિ ૪, તા. ૧૩મી જૂન સને ૧૯૬૪ ને શનિવારથી થાય છે.” આ પટ્ટકની તથા એના અમલની તિથિ-તારીખની આ પ્રમાણે જાહેરાત પછી પણ એ જ વર્ષમાં જેઠ સુદિ પૂનમ આવતી હોવાથી અને એ પટ્ટકમાં નવા પક્ષના કેટલાક આચાર્યો તથા પદસ્થ મુનિવરોએ પોતાની સંમતિની સહી કરી નહીં હોવાથી એના અમલની તારીખમાં ફેરફાર કરવો પડ્યો અને છેવટે નવા પક્ષના બાકીના પટ્ટકનો અમલ વિ. સં. ૨૦૨૦ના જેઠ સુદિ ૪, તા. ૧૩-૬-૧૯૬૪ને શનિવારને બદલે વિ. સં. ૨૦૨૦ના ભાદરવા સુદિ ૫, તા.૧૧-૯-૧૯૬૪ ને શુક્રવારથી કરવાની અને કોઈ પણ કારણસર આ મુદતમાં ફેરફાર નહીં કરવાની જાહેરાત કરવામાં આવી. આ પટ્ટક મુજબ જ્યારેજ્યારે પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ હોય ત્યારે તેરશની ક્ષય-વૃદ્ધિ કરવાનો નવા પક્ષે સ્વીકાર કરવાથી, બે પૂનમ કે બે અમાસ હોય ત્યારે ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાસનો છઠ્ઠ, વચમાં પહેલી પૂનમ કે પહેલી અમાસનો એક દિવસ નકામો ગણાતો હોવાથી, ખંડિત થઈને જુદાજુદા બે ઉપવાસરૂપે વિભક્ત થઈ જતો હતો એ બિનકુદરતી સ્થિતિ દૂર થઈ, અને ચૌદશ-પૂનમ કે ચૌદશ-અમાસની આરાધના સમગ્ર તપગચ્છમાં એક જ દિવસે થાય એવી આવકારપાત્ર પરિસ્થિતિ ઊભી થઈ. એટલે અંશે આ મહાનુભાવોના પ્રયત્નો સફળ થયા, અને એ ઉગ્ર પ્રશ્નના નિરાકરણની દિશામાં આપણે એક કદમ આગળ વધી શક્યા એનો બધો યશ આવો પ્રયત્ન કરનાર મુનિરાજો તથા સદ્દગૃહસ્થોને ઘટે છે. આમ છતાં, આ પટ્ટકમાં જણાવ્યા મુજબ, સંવત્સરીનો, ચૌદશ-અમાસપૂનમ સિવાયનાં બાર પર્વનો તથા કલ્યાણકની તિથિઓ અંગેના માન્યતાભેદનો પ્રશ્ન હજી ઊભો જ છે; અને સંવત્સરીનો પ્રશ્ન તો આ વર્ષે જ તપગચ્છ સંઘ સમક્ષ આવીને ખડો છે. જો એનો નિવેડો વેળાસર નહીં આવે તો જૂની પરંપરાવાળા મંગળવારે અને નવી પરંપરાવાળા સોમવારે સંવત્સરી મહાપર્વની આરાધના કરશે. એક જ ગચ્છમાં પર્વની આરાધનાના દિવસમાં આવો ભેદ હોય એથી આખો સંઘ વહેંચાઈ કેવા ક્લેશ કંકાસમાં ઓરાઈ જાય છે, તેમ જ શ્રમણ-સમુદાય પ્રત્યે પણ મારા-પરાયાનો કેવો ભાવ ઘર કરી જાય છે એ આપણે પ્રત્યક્ષ જોયું છે. વળી, આથી એક જ ગચ્છમાં એક નવો ફાંટો કાયમને માટે રચાઈ જાય એ પણ કોઈ રીતે ઇચ્છવા જેવું નથી. એટલે આ પ્રશ્નનો બાકીનો ઉકેલ શોધીને આખા ય પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવું જરૂરી છે. ખરી રીતે તો, નવા પક્ષના આ પટ્ટકમાં જ આ પ્રશ્નના અમુક અંશો ચાલુ હોવાનો નિર્દેશ મળે છે. એટલે ખરી રીતે તો એ પટ્ટક થયા પછી થોડા સમય બાદ જ બાકીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy