SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ જિનમાર્ગનું અનુશીલના (૫) શ્રદ્ધા, સમજણ અને આચરણ (જેન રત્નત્રયીનું લૌકિક સ્તરે મહત્ત્વ) જૈન શાસ્ત્રકારોએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને મોક્ષમાર્ગ તરીકે વર્ણવ્યાં છે. અહીં દર્શનનો અર્થ શ્રદ્ધા કરવામાં આવે છે. એકદમ શાસ્ત્રીય પરિભાષા રૂપે રૂઢ થઈ ગયેલ આ શબ્દોમાં સમાયેલા વિશાળ અર્થનો સામાન્ય જીવનવ્યવહારમાં પણ નોંધપાત્ર ઉપયોગ છે – જો એને એ દૃષ્ટિએ વિચારવા-સમજવામાં આવે તો. એક રીતે વિચારીએ તો આ ત્રણે ગુણો એ કંઈ સાવ સ્વતંત્ર કે એકબીજાથી અલગ-અલગ નહીં, પણ એકબીજામાંથી અમુક અંશે નિષ્પન્ન થતા કે એકબીજાથી વધારે પુષ્ટ અને પરિમાર્જિત થતા પરસ્પરાશ્રયી ગુણો છે, અને તેથી આ ત્રણે ગુણો એ મન, ચૈતન્ય કે આત્માના વિકાસની જુદીજુદી ભૂમિકાઓ કે જુદાજુદા તબક્કાઓનું જ સૂચન કરે છે, અને જ્યારે એ ત્રણે સંપૂર્ણપણે વિકસીને આત્મા સાથે સમરસ બની જાય, ત્યારે જે અવસ્થાનો પ્રાદુર્ભાવ થાય તે જ મોક્ષ. આ થઈ આ ગુણોની આધ્યાત્મિક સમજૂતી. પણ અહીં તો આપણે એનો સામાન્ય જીવનવ્યવહારમાં ઉપયોગિતાની દષ્ટિએ વિચાર કરીશું. સામાન્ય જીવનવ્યવહારમાં પણ પ્રવૃત્તિના કે જિજ્ઞાસાના પ્રારંભની ભીતરમાં, ભલે કોઈ વાર ઊડે-ઊંડે પણ, શ્રદ્ધાનું તત્ત્વ જ કામ કરતું હોય છે. શ્રદ્ધાનો દીપ લઈને માનવી પોતાની મજલ આરંભે છે, અને જો એ મજલના શ્રીગણેશ સાચી દિશામાં મંડાયા હોય તો એમાંથી ક્રમે-ક્રમે વધુ ને વધુ વિકાસનો પ્રાદુર્ભાવ થતો જાય છે. મજલની આ સાચી દિશા એટલે જ્ઞાનનું સ્વાગત કરનારી શ્રદ્ધા. શ્રદ્ધાએ કાર્યનો શુભ આરંભ કરીને છેવટે જ્ઞાનમાં પોતાની જાતનો વિલય કરી દેવો; એટલે કે જે શ્રદ્ધા જ્ઞાનની તેજોમયી જ્યોતમાં પોતાની જ્યોતને સમાવી દે એ જ સાચી શ્રદ્ધા, અને એ જ કાર્યની સાચી દિશા. જે શ્રદ્ધા જ્ઞાનનું સ્વાગત કરતાં અચકાય અને પોતે એકલી જ ઘૂમ્યા કરે, તે છેવટે પ્રકાશમયી બનવાને બદલે અંધકારમયી બનીને અંધશ્રદ્ધાનું વિકૃત અને વિઘાતક રૂપ ધારણ કરી લે છે. આજે તો ઠેર-ઠેર જનસમૂહમાં આ અંધશ્રદ્ધાનાં ગાઢ પડપોપડાં જામેલાં નજરે પડે છે, પરિણામે જનતા સાચી સમજણથી વંચિત રહીને સાચા આચરણનો માર્ગ પણ ખોઈ બેસતી જોવામાં આવે છે. જ્ઞાનનું સ્વાગત કરી તેમાં આત્મવિલોપન કરનારી શ્રદ્ધા ભલે દેખીતી રીતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ખોઈ બેસતી લાગે, છતાં એ વધુ પુષ્ટ અને વધુ પરિમાજિત થયા વગર નથી રહેતી. કોઈ પણ માન્યતાની સત્યતાની ખાતરી કરી લીધા પછી એ સંબંધી આપણી શ્રદ્ધા વધુ બળવતી બને છે એ તો આપણો જાતઅનુભવ છે. આ સ્થિતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy