SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ જિનમાર્ગનું અનુશીલન “प्रभु महावीर तीर्थंकरदेवकी २५००वीं उजवणी जैनशास्त्रोंमें आदिष्ट नहीं है, और ऐसी विहित भी नहीं है । उसे वह करनेके योग्य नहीं है । क्योंकि वह जैन धर्म, जैन शासन आदि पर आगे जा कर महाखतरों की उत्पादक बन रहनेवाली મુનિરાજશ્રી ચંદ્રશેખરવિજયજીએ આ ઉજવણીના વિચારનું સવિસ્તર સમાલોચન કરી એનો વિરોધ કરવાની પ્રેરણા આપતી બે પુસ્તિકાઓ પ્રગટ કરી છે. તા. ૨૮૧૧૯૭૧ના રોજ પ્રગટ થયેલી ૩૮ પાનાંની પુસ્તિકાનું નામ છે “શાસનપતિ તીર્થકર પરમાત્મા મહાવીરદેવના નિર્વાણના ર૫૦૦મા વર્ષે ઉજવાતી સરકારી ધોરણની ઉજવણી અને તા. ૨૧-૧૧-૧૯૭૧ના રોજ બહાર પડેલ, પ૬ પાનાંની બીજી પુસ્તિકાનું નામ છે : “શાસનપતિ તીર્થંકર પરમાત્મા મહાવીરદેવની ૨૫મી શતાબ્દીની. ઉજવણી નિમિત્તે ૩૯ શ્રીમંતો વગેરેની નિમાએલી કમિટી તરફથી બહાર પડેલા ચાર પરિપત્રોની સ્પષ્ટ સમાલોચના'. આ એકાંગી વિરોધ પાછળની મનોવૃત્તિનું કેટલુંક અવલોકન-પૃથક્કરણ કરીએ. એ પહેલાં નાફેરવાદી મનોવૃત્તિ, કે જે હંમેશાં બીજાના સમયાનુરૂપ નવા (એટલે કે સુધરેલા વિચાર કે વર્તનને આવકારવામાં નાખુશ, સંકોચશીલ કે પછાત રહે છે, એની તાસીર સમજી લેવી ઉપયોગી થઈ પડશે. નાફેરવાદી, રૂઢિચુસ્ત કે જુનવાણી એ ત્રણેનો ભાવ એક જ છે, કે મુખ્યત્વે પુરાતનપણાનું જ સમર્થન કરતાં રહીને નવા વિચાર કે નવી પ્રવૃત્તિ સામે મનનાં દ્વાર બંધ કરી દેવાં. જૈનધર્મના પ્રરૂપકોની અનુભવપૂર્ણ પ્રરૂપણાને સંઘકલ્યાણ અને લોકકલ્યાણને માટે કાયમને માટે સાચવી રાખવા માટે આપણાં ધર્મશાસ્ત્રોએ દેશ-કાળને અનુરૂપ પરિવર્તનને આવકારી શકાય એટલા માટે ઠેરઠેર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને ઓળખીને વિચારવા-વર્તવાનું સ્પષ્ટ વિધાન કર્યું છે. વળી, સામી વ્યક્તિની વિચારસરણી અને પ્રવૃત્તિનું હાર્દ એ વ્યક્તિની પોતાની દષ્ટિએ સમજી શકાય અને પછી એને સમભાવપૂર્વક આપણું દૃષ્ટિબિંદુ સમજાવી શકાય એટલા માટે સત્યશોધક, ગુણગ્રાહક અને કદાગ્રહી-હઠાગ્રહી વૃત્તિથી મુક્ત એવા અનેકાંતવાદનું પ્રરૂપણ પણ કરેલું છે; તેમ જ સત્યનો નાનો-સરખો અંશ પણ ધ્યાનબહાર જતો ન રહે એ માટે નયવાદ, નિક્ષેપો અને સપ્તભંગીની વિશદ સમજૂતી અપાઈ છે. આમ, છતાં રૂઢિચુસ્તો દ્વારા એનો વ્યવહારમાં ન તો કશો જ ઉપયોગ કરવામાં આવે છે કે ન તો પરમત-સહિષ્ણુતાની ભાવનાને કશું પ્રોત્સાહન આપવામાં આવે છે. નવાઈની વાત તો એ છે, કે આવી નાફેરવાદી વ્યક્તિઓ પોતાના શાસ્ત્રાભ્યાસના બળે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના, સ્યાદ્વાદ-અનેકાંતવાદના તેમ જ નય-સપ્તભંગીના સિદ્ધાંતો ઉપર ખૂબ વિસ્તૃત અને પાંડિત્યભર્યું વિવેચન કરવા છતાં જીવનમાં અને વ્યવહારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy