SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ જિનમાર્ગનું અનુશીલના જાત-અનુભવની વાત છે; અને છતાં જો ધ્યેયનિષ્ઠ બનીને અને સમાજના અભ્યદયને ખ્યાલમાં રાખીને વ્યક્તિગત જવાબદારી ઉપર પત્ર પ્રગટ કરવામાં આવે, તો એને સમાજની મમતા અને હૂંફ મળી રહે છે એવો પણ અમારો અનુભવ છે જ. (તા. ૪-૧-૧૯૬૪) જૈન” પત્ર પ્રત્યે જાણવા જેવી મમતા અમારા જૈન' પત્રના આજના અંકના અગ્રલેખમાં અમે મુનિરાજ શ્રી જનકવિજયજી ગણીના તા. ૧૩-૮-૧૯૭૬ના જે પત્રમાંથી કેટલાક ફકરા રજૂ કર્યા છે, એ જ પત્રમાં તેઓએ જૈન' પત્રમાંનાં લખાણો અંગેની પોતાની મમતા અને પ્રશંસા પણ વ્યક્ત કરી છે. અમારા શુભેચ્છકો અને સહૃદય વાચકમિત્રોની જાણ માટે એમાંનો કેટલોક ભાગ અહીં રજૂ કરીએ છીએ : પત્ર લખવાનું ખાસ કારણ એ કે કેટલાય સમયથી પત્ર લખી આપનું ધ્યાન એક વાત તરફ ખેંચવાની ખાસ મનમાં ઈચ્છા થઈ હતી, પણ ઉત્કટતા ન આવવાને કારણે તે મનમાં જ રહેતી આવી. હમણાં “જૈન”ના છેલ્લા અંકોમાં માણેકલાલ છગનલાલ, રસિકલાલ છગનલાલના વિચારો વાંચી પત્ર લખવાની ચિરકાલીન ભાવનાએ સાકાર રૂપ લીધું. જૈન” પત્રનું વાચન હું ઘણાં વર્ષોથી કરતો આવ્યો છું. આપના અગ્રલેખો, સામયિક-ફુરણોને હું વિશેષ ધ્યાનપૂર્વક વાંચું છું. આપના જ્ઞાનવર્ધક, આધ્યાત્મિક, સામાજિક, જેનસંઘોન્નતિકારક, દીર્ઘદર્શી, અનુભવી, તટસ્થ, સુધારક, સામયિક (સમયને અનુરૂપ) અસાંપ્રદાયિક લેખો વાંચી મનમાં ખૂબ આનંદ અને સંતોષાનુભૂતિ થતી રહી છે, તથા મને મારા અહિંસા-પ્રચાર, વ્યસન-ત્યાગ, ગ્રામોત્થાનનાં કામોમાં પ્રેરણા પણ મળતી રહી છે. આવા પ્રકારની વિશદ અને વિપુલ સામગ્રી બીજા સાપ્તાહિક કે પાક્ષિક આદિમાં જોવામાં નથી આવતી, એટલે આપના ચિંતનપૂર્ણ, તલસ્પર્શી, સામયિક સેંકડો લેખોનાં સંરક્ષણ એવું સંગ્રહ અવશ્ય થવાં જોઈએ એમ મારા મનમાં ઘણા સમયથી વિચારો આવતા હતા. “જ્યારે આપણે “જૈન” પત્રના કાગળોનો વિચાર કરીએ છીએ, ત્યારે એમ લાગે છે કે તે ઉપર છપાયેલ લેખો વધારે સમય રહી શકવાના નથી. તો આપના આ લેખોનો સંગ્રહ બીજી રીતે રાખો છો કે નહીં ? મારી સમજ મુજબ આપના આમાં * ગાઢા થઇપમાં છાપવાનું આયોજન અમે કર્યું છે; મૂળમાં નથી. – સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy