SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ સામયિકો અને “જૈન' સાથેની લેખકની સહયાત્રા : ૪ ૪૬પ હોય, એને સમયે-સમયે દૂર કરવાની એટલી જ જરૂર છે, જેટલી ઘરમાંથી રોજ કચરો સાફ કરવાની. એક કાળે આ કામ સમાજહિતચિંતક ઉપદેશકો અને જ્ઞાની, દૂરદર્શી ગુરુઓ કરતા. આજે એ પ્રવાહ લગભગ બંધ પડી ગયો લાગે છે, અને તેથી આ કામ કરવાની મોટા ભાગની જવાબદારી વર્તમાનપત્રોને માથે આવી પડી છે. વર્તમાનપત્રો જેટલા પ્રમાણમાં જનસમૂહને આવાં જાળામાંથી મુક્ત બનાવી શકે, તેટલા પ્રમાણમાં એ માનવસમૂહને કલ્યાણને માર્ગે પ્રેરી શકે એવી અમારી દૃઢ માન્યતા છે. અને તેથી જ જૈન' પત્રે હંમેશા નવા વિચારોનો સત્કાર કર્યો છે અને સમાજ, સંઘ અને ધર્મની પ્રગતિ થાય એવાં વિચારો અને કાર્યોને સાથ આપ્યો છે. અત્યારે તો એ બંનેને વધુ ને વધુ પ્રોત્સાહન જરૂરી હોય એમ પણ લાગે છે. તેથી, અમારી જે કંઈ મર્યાદા છે એનો સંપૂર્ણ ખ્યાલ રાખવા છતાં, અમે સંઘ અને સમાજના અભ્યદયની દૃષ્ટિએ જે-જે નવા વિચારો અને કાર્યો અપનાવવા જેવાં હશે, એનો પુરસ્કાર કરતાં રહીશું એ અમારી નીતિનું અમે પુનરુચ્ચારણ કરીએ છીએ. (તા. ૧૧-૧-૧૯૬૧) સાંપ્રદાયિક વિખવાદો ઓછા થતા જાય અને ફિરકાઓ વચ્ચે, તેમ જ એક ફિરકામાં જુદા-જુદા સમુદાયો વચ્ચે ભ્રાતૃભાવ અને એકતા વધે એ આ યુગની મોટામાં મોટી માગ છે; એ દિશામાં યત્કિંચિત્ પણ પ્રયાસ કરવાની અમારી નેમ છે. (તા. ૨-૧-૧૯૬૦) અમારા જેવા ધાર્મિક-સામાજિક સામયિકો માટે તો વધુ ને વધુ કપરો સમય આવતો દેખાય છે. આવકનાં સાધનો મોટે ભાગે એ ને એ જ હોય અને ખર્ચમાં ઉત્તરોત્તર વધારો જ થતો રહે, તો છેવટે શ્વાસ ભરાઈ જાય એવાં સીધાં ચઢાણ ચઢવાની શક્તિ કેટલો વખત ટકી રહે એ સમાજ અને સંઘે વિચારવા જેવું છે. અને જ્યારે સામે જબરો આર્થિક ઝંઝાવાત ઊભો હોય, ત્યારે સામયિકને જુદી-જુદી રીતે સમૃદ્ધ અને વધારે વાચનક્ષમ બનાવવાને તો અવકાશ જ કેવો? આમ છતાં જૈન' સાપ્તાહિકે અત્યાર સુધી પોતાની મજલ અખંડપણે ચાલુ રાખી જ છે, અને હજી પણ ચાલુ રાખનાર જ છે. આટલું પણ શક્ય બન્યું તે જૈન સમાજનાં અનેક ભાવનાશીલ મુનિરાજો, સાધ્વીજીઓ તથા ભાઈ-બહેનોના આત્મીયતાભર્યા સક્રિય સહકારને કારણે જ. (તા. ૧-૧-૧૯૭૨) વ્યાપક સભાનતા કેળવાય તે માટે ઉમેરીએ, કે સામાજિક-ધાર્મિક કક્ષાનું પત્ર વ્યક્તિગત જવાબદારી ઉપર પ્રગટ કરવું એ કેટલું મુશ્કેલ છે તે દાયકાના અમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy