SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિનાં મૂળતત્ત્વો : ૪ એ વિદ્વાનનું નામ ડૉ. સુબોધચંદ્ર રોય. એમની જન્મભૂમિ વિદ્વાનો, વૈજ્ઞાનિકો અને વિચારકોની ખાણ સમું બંગાળ. કલકત્તા એમનું વતન. બૉમ્બ-યુગના બંગાળના ક્રાંતિકારી સમયમાં એકાવન વર્ષ પહેલાં (૧૯૧૦માં) એમનો જન્મ થયેલો. નવ વર્ષની ઉંમરે એમની આંખોનાં તેજ હરાઈ ગયાં, અને સમગ્ર વિશ્વ એમને માટે અંધકારભર્યું બની ગયું. પણ એમનો આત્મા ભારે ખમીરવંત હતો. આવી ભયંકર આફતથી પણ તેઓ હતાશ કે વિચલિત ન થયા. એમણે મુસીબતો ઉ૫૨ પુરુષાર્થ અને ખંતથી વિજય મેળવ્યો, અને તેઓએ કલકત્તા યુનિવર્સિટીની એમ. એ. અને પીએચ. ડી.ની ડિગ્રી મેળવી. ૩૧૧ પછી તો એમણે કલકત્તા યુનિવર્સિટીમાં અને મુંબઈમાં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સીઝ'માં અધ્યાપન કર્યું, અને સને ૧૯૪૧માં કલકત્તામાં સમદુઃખિયા અંધજનો માટે ઑલ-ઇન્ડિયા લાઇટ-હાઉસની સ્થાપના કરી, અને પાંચ વર્ષ સુધી એના મુખ્ય નિયામક (ડિરેક્ટર) તરીકેની જવાબદારી પણ અદા કરી. પણ જાણે અપંગો અને અંધજનો માટે તેઓ વધુ આશા અને પ્રે૨ણાના સ્થાન બનવાના હોય એમ એમનો પુરુષાર્થ આટલેથી ન અટક્યો. પંદર વર્ષ પહેલાં (૧૯૪૬માં) તેઓ અમેરિકા જઈ પહોંચ્યા. ત્યાં શરૂઆતનાં ત્રણ વર્ષ એમણે વિશેષ અધ્યયન કર્યું; અને છેલ્લાં બાર વર્ષથી તેઓ ત્યાં ન્યૂયોર્કની એક સામાજિક સંશોધનની સંસ્થામાં ભારતીય તત્ત્વજ્ઞાન અને તુલનાત્મક ધર્મવિચારનું અધ્યાપન કરે છે. એક વ્યાખ્યાન તૈયાર કરતાં એમને દસ કલાક લાગે છે ! એમણે ત્રણ વા૨ વિશ્વનો પ્રવાસ કર્યો છે. વળી શિક્ષણ, તત્ત્વજ્ઞાન અને માનસશાસ્ત્ર ઉપર અનેક લેખો લખ્યા છે અને ‘ભારત અને પરદેશના અંધજનો’ (‘બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા એન્ડ એબ્રોડ') નામે એક પુસ્તક પણ લખ્યું છે. ડૉ. રોયને ભાષણો આપવા ઉપરાંત સિતારવાદનનો અને શતરંજનો ભારે શોખ છે. ભારતમાં વ્યાખ્યાનો આપવા માટે તેઓ છ અઠવાડિયાં માટે આવ્યા છે. તેઓ અમેરિકન મહિલાને પરણ્યા છે, અને એમને સત્તર વર્ષની પુત્રી છે. પોતે અમેરિકામાં જઈને કેવી રીતે સ્થિર થઈ શકયા, એનો ખ્યાલ આપતાં, ભારતની વર્તન વગ૨ની, કહેવાતી ઉચ્ચ વિચારસરણી ત૨ફ એમણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું, અને સાથે-સાથે અમેરિકાવાસીઓની પોતાને સહાયતા આપવાની તત્પરતાની પ્રશંસા કરી હતી. એમણે કહ્યું : “હું અમેરિકા ગયો તો હતો અભ્યાસ કરવાના ઉદ્દેશથી, પણ ત્યાં અપંગોને જે પુષ્કળ તકો પૂરી પાડવામાં આવે છે એથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy