SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ જિનમાર્ગનું અનુશીલન રેકોર્ડિંગ ઇન્સ્ટમેન્ટમાં નોંધાયું હતું. એક જાતની જીવસૃષ્ટિનો પ્રત્યાઘાત બીજી જીવસૃષ્ટિ પર પડે છે. વનસ્પતિ કે પ્રાણીઓની હત્યાના પ્રત્યાઘાતો માનવસૃષ્ટિ પર પડ્યા વગર રહેતા નથી. અને તેથી જ આજે સમગ્ર વિશ્વમાં હિંસક વાતાવરણ છવાયું છે અને માનવી માનવીની હત્યા કરે છે. વિશ્વમાં ખોરાક માટે, મોજ-મજા માટે, વિજ્ઞાન માટે કે ધર્મને નામે ચાલતી ભયંકર હત્યા બિનજરૂરી છે... વનસ્પતિને કાપવાને બદલે તેમાંથી મળતાં ફળફળાદિ ખાવામાં હત્યા નથી. પણ આજે તો સત્તા માટે, સંપત્તિ માટે અને જીવવા માટે હત્યા થઈ રહી છે. તેથી જ પ્રત્યેક સમાજ અને પ્રજા એ હત્યારાઓનો સમાજ બની ગયેલ છે. તે પરિસ્થિતિ બદલવાના વિધાયક માર્ગો અપનાવવાની જરૂર છે. આજના હત્યારા સમાજને બદલવા માટે, માનવતાવાદી આદર્શો દ્વારા અહિંસક સમાજ રચવાની આવશ્યકતા છે. માનવસૃષ્ટિને જીવવું હશે તો જીવમાત્રના જીવનના અધિકાર સુરક્ષિત રાખીને જીવી શકાશે.” જેમ પવન, પ્રકાશ અને પાણીને સીમાડા નડતા નથી, તેમ વિચાર, વાણી વર્તન ઉપર પણ કોઈનો ઇજારો હોઈ શકે નહીં: ડૉ. સ્કૉટના ઉપર આપેલા ઉદ્દગારો આ સત્યની જ સાક્ષી પૂરે છે. વાપરી જાણે એનું શસ્ત્ર અને પાળી જાણી એનો ધર્મ. આપણા દેશને ધર્મોની આગવી ભૂમિ કહીને એની પ્રશંસા કરતાં આપણે થાકતા નથી; પણ આવા મિથ્યા અભિમાનથી કોઈને કશો લાભ થયો નથી. સૌ કોઈ પોતાની સંસ્કૃતિના વારસાને માનવતાવાદી બનાવવા પ્રયત્ન કરે એ આજની મોટામાં મોટી જરૂરિયાત છે. (તા. ૪-૧૨-૧૯૭૧) (૪) ભારતની વર્તન વગરની વંધ્ય વિચારસરણી (એક પ્રજ્ઞાચક્ષુ તત્ત્વવેત્તાની વેદના) વર્તન એ વિચારનું ફળ છે. વર્તન વગરનો વિચાર વંધ્ય છે, છેતરામણો છે, કેવળ આડંબર છે. “પરોપદેશે પાંડિત્ય' કે “પોથીમાંનાં વેંગણ” એ આવા વંધ્ય વિચારોને જ સૂચવતી લોકોક્તિઓ છે. બંગાળના એક પ્રજ્ઞાચક્ષુ વિદ્વાનું ભારતીય તત્ત્વજ્ઞાનના અને તુલનાત્મક ધર્મવિચારના પ્રાધ્યાપક. એમણે થોડા જ દિવસ પહેલાં ભારતની વર્તન-વિહોણી ચિંતનધારા પ્રત્યે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy