SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ-સમુદાયની એકતા, જ્ઞાનસજ્જતા અને આચારશુદ્ધિઃ ૪૧ ૨૦૩ શ્રમણ સંઘના આદરણીય પદાધિકારીઓને પણ અત્યંત નમ્રતાપૂર્વક નિવેદન છે કે સ્થાનિક સંઘનું પ્રમાણપત્ર મળ્યા બાદ જ દીક્ષાર્થીને દીક્ષા આપવાની તેઓ મંજૂરી આપે. આથી વૈરાગ્ય-ભાવનાથી ઓતપ્રોત વ્યક્તિને જ દીક્ષા આપી શકાશે. શ્રમણ-સંઘનો પૂજનીય પદાધિકારી-ગણ સ્થાનિક સંઘ દ્વારા જ આજ્ઞા દેવાની પદ્ધતિ દાખલ કરે તે આવકારદાયક છે.” દિીક્ષા લેવા ઇચ્છનારની યોગ્યતાની તપાસ કરવાની અત્યારે કદાચ વધારે. જરૂર એટલા માટે પણ લાગે છે, કે એક જ વ્યક્તિએ પોતાના આત્મકલ્યાણની દૃષ્ટિએ નહીં, પણ પોતાના અંગત સ્વાર્થથી પ્રેરાઈને અનેક વાર દીક્ષા લીધાના કે ગુરુ બદલ્યાના દાખલા વારંવાર બનવા લાગ્યા છે. જો વચમાં શ્રાવકસંઘનું યોગ્યતાની ચકાસણીનું આવું કંઈક નિયંત્રણ હોય તો જ આવા અઘટિત દાખલાઓ રોકી શકાય. અમારી સમજ પ્રમાણે દીક્ષાનો વિચાર ત્રણ રીતે કરી શકાયકેવળ સંખ્યા વધારવાની દૃષ્ટિએ, કેવળ ગુણવત્તાની દૃષ્ટિએ અને ગુણવત્તામૂલક સંખ્યા વધારવાની દૃષ્ટિએ. આમાં પહેલી અને બીજી બાબત એકએક છેડાને સ્પર્શતી હોવાથી, એ બેના મધ્યમ માર્ગરૂપ ત્રીજી બાબત બધી રીતે આવકારપાત્ર છે. અને જો આ વાત બરાબર લાગતી હોય તો દીક્ષા માટે તે-તે સ્થળના શ્રાવકસંઘની અનુમતિ એ જ વ્યવહારુ પદ્ધતિ છે. (તા. ૨૦-૬-૧૯૫૯) મુંબઈ રાજ્યની ઉપલી ધારાસભા લેજિસ્લેટિવ કાઉન્સિલ)ના સભ્ય શ્રી પ્રભુદાસ બાલુભાઈ પટવારીએ, બાલસંન્યાસ-દીક્ષા-પ્રતિબંધક ધારો ઘડવા માટે એક બિલ પેશ કર્યું છે, અને અમે આવકારીએ છીએ. કોઈ એમ પૂછી શકે, કે જો માણસને આપણે મરતાં અટકાવી શકતા નથી, તો દીક્ષા લેતાં કેમ અટકાવી શકીએ ? પણ આ એક ભ્રામક દલીલ છે. અત્યારનું આપણું વ્યવસ્થાતંત્ર એવી રીતે ગોઠવાયેલું છે, કે દીક્ષા લેનાર વ્યક્તિ કંઈ સમાજથી સાવ અળગી નથી થઈ જતી. એટલે પછી જ્યારે સાધુઓના જીવનનું ઘડતર સમાજ કે સંઘના કલ્યાણની દૃષ્ટિએ થવાના બદલે ગમે તેવું થતું હોય, તો એથી સમાજ ઉપર સ્વાભાવિક રીતે જ વિશેષ ભાર પડે છે; એટલું જ નહીં, સમાજમાં કેટલીક વિકૃતિઓ પણ ઊભી થાય છે. સરકારે જ્યારે બાળલગ્નોને ગેરકાયદે ગણવાનો ધારો ઘડ્યો હોય ત્યારે, “બાળક પરણી જશે તો પછી એ પોતાનું આત્મકલ્યાણ કેમ કરી સાધી શકશે” એવી ખોટી ચિંતાથી દોરવાઈને પણ હવે બાળકોને દીક્ષા આપી દેવાનું કોઈ કારણ રહેતું નથી. ધર્મની બાબતમાં સરકારી કાયદાનો પ્રવેશ અનિચ્છનીય હોવા છતાં આ બિલને અમે આ દષ્ટિએ આવકારીએ છીએ. (તા. ૨૬-૩-૧૯૫૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy