SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ જિનમાર્ગનું અનુશીલન સરિતા વહાવીને ગુર્જરભૂમિને સંસ્કાર-તરબોળ કરવાનો જે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો, એ તો ગુજરાતના સારસ્વત ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ છે. આ મહાકવિશ્રીની કવિતા તો એમની આગવી કળા અને નિરાળી રસસૃષ્ટિરૂપ હતી. કવિશ્રીના અંતરતમ ઊંડાણમાંથી પ્રગટ થતી એ કળા અને એ રસસૃષ્ટિ એમની કવિતાના ભાવકને જેમ કલ્પનાના અપાર આકાશમાં ઉડ્ડયન કરાવતી, તેમ એ ચિંતનના અતલ સાગરના ઊંડાણમાં પણ ખેંચી જતી; અને જીવનની સંસ્કારિતા, શુચિતા અને સમર્પણશીલતાની ત્રિવેણીનાં તો એમાં ડગલે અને પગલે દર્શન થતાં. કવિતાના એ મહાઉદ્દગાતાએ પોતાના ક્ષર દેહની લીલા સંકેલી લઈને “અક્ષર'દેહે વિરાટ સાથે એકરૂપતા સાધી એ વાતને લગભગ ચૌદ વર્ષ થવા આવ્યાં. પણ આપણા એ મહાકવિનો આત્મા કવિતાનાં અમૃતનું રસપાન કરી-કરાવીને એવું અજરઅમર પદ પામી ગયો છે કે એમને : નીતિ કેવાં ગરઃાથે નરમ મય (જેમની યશરૂપી કાયામાં ઘડપણ કે મરણમાંથી જન્મતો ભય બિરાજતો નથી) એ ઉક્તિથી જ અંજલિ આપવી ઘટે. કવિશ્રી ન્હાનાલાલ જેવા રસ અને સંસ્કારના પ્રેમી હતા, એવા જ રાષ્ટ્રપ્રેમી પણ હતા. મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્ર-સ્વાતંત્ર્યના સંગ્રામ માટે હાકલ કરી અને તેઓ સરકારી નોકરી છોડીને અમદાવાદ ચાલ્યા આવેલા. એ કાળે સુભગ સંયોગ તો એવો લાગ્યો, કે મહાત્માજીના સહકાર્યકરોમાંના મહાકવિશ્રી પણ એક બની જશે; પણ કુદરતે એ મંજૂર ન રાખ્યું: કવિતા અને અટપટું રાજકાજ સહપ્રવાસી ન બની શક્યાં. જે ઘટના ભારે સુખદ બનવી જોઈતી હતી, તેનો અંત આવો દુઃખદ આવ્યો જાણી ઘણાં સહૃદયો બહુ વ્યથિત થયાં હતાં; હજી સુધી પણ વ્યથિત રહ્યાં છે. પણ જે થાય, તે સારા માટે એ અનુભવવાણી આ ઘટનામાં પણ સાચી પડ્યા વગર ન રહી. અર્થાતુ એનું છેવટનું પરિણામ સંતોષપ્રદ આવ્યું. ક્રૌંચયુગલમાંથી નરનો પારધીના હાથે વધ થયેલો જોઈને, એ આંતર-વેદનાથી વ્યથિત થયેલા મહર્ષિ વાલ્મીકિના અંતરમાંથી કવિતાનો સોત વહી નીકળ્યો; એ જ રીતે કવિશ્રીએ પણ મર્માઘાતનો અનુભવ કરીને સરસ્વતીદેવીને ચરણે પોતાનું સ્વસ્વ સમર્પી દીધું, અને ગુજરાતની પ્રજાને કવિતાના અમૃતનું ખોબે ને ખોબે દાન કરવા માંડ્યું. આ રીતે, સૈન્યું ન પનયનમૂનો મંત્ર જીવનમાં ચરિતાર્થ કરતાં કવિશ્રી પોતાની કવિતામાં અમર બની ગયા. આ આખી દુ:ખદ અને આળી ઘટનાને, એના આ સુખદ સમાપન-પ્રસંગે ગાંધીજીના જ અંતેવાસી અને ગુજરાત વિદ્યાપીઠના મહામાત્ર અને ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી મગનભાઈ દેસાઈએ બહુ જ યોગ્ય અને મુદ્દાસરના શબ્દોમાં રજૂ કરી હતી. એ વાત એમના જ શબ્દોમાં અહીં જોઈએ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy