SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ જિનમાર્ગનું અનુશીલન પણ દુનિયાભરની માનવસંસ્કૃતિઓ કેવળ માનવતાવાદી હોય એવું જોવામાં આવતું નથી; એમાં તો માનવતા અને દાનવતાનાં બંને તત્ત્વો જોવા મળે છે. કોઈક બીજાના ભલાને માટે પોતાના સુખનો અને ક્યારેક પોતાની જાતનો પણ ભોગ આપતા અચકાતા નથી, તો કેટલાક એવા આપમતલબી હોય છે કે પોતાના થોડા લાભ માટે બીજાને મોટામાં મોટું નુકસાન કરવામાં પણ પાછા પડતા નથી, બીજાનો જાન જાય એની પણ પરવા કરતા નથી. કોઈ સત્યને માટે કુરબાન થવા તૈયાર થાય છે, તો કોઈ પોતાના સ્વાર્થ ખાતર સત્યને દેશવટો દેવામાં આનંદ માને છે. આવી જ હાલત બીજા સદ્દગુણોની છે. આમાં વિશેષ ભયંકર બાબત તો એ છે કે દુનિયામાં સગુણો કરતાં અવગુણોનું બળ હમેશાં વધારે હોય છે, અને તે હંમેશાં માનવજાત તેમ જ અન્ય જીવસૃષ્ટિ ઉપર સિતમ વરસાવવામાં રાચતું રહે છે. તેમાં ય ભૌતિક વિજ્ઞાનની વિકાસકૂચને કારણે આ સિતમમાં ઔર વધારો થઈ ગયો છે; પોતાનાં સુખ-સાહ્યબીસંપત્તિ માટેની નવી-નવી વૈજ્ઞાનિક શોધોમાં માનવી જાણે ઈતર જીવસૃષ્ટિનાં સુખ-દુઃખ પ્રત્યે સાવ બેપરવા અને બેદર્દ બની ગયો છે. જો આવી દયાહીનતા માનવીના ચિત્ત ઉપર વધારે ને વધારે પ્રભુત્વ જમાવતી રહેશે, તો અન્ય જીવસૃષ્ટિ તો ઠીક, ખુદ માનવજાત જ દુઃખ કે સર્વનાશના દાવાનળમાં ઓરાઈ જશે, માનવી માનવભક્ષી સુધ્ધાં બની જશે અને માનવતાથી હાથ ધોઈ બેસશે. દુનિયામાં આવી ભયંકરતા ન વ્યાપી જાય એટલા માટે જ સત્ય, પ્રેમ, કરુણાની સર્વકલ્યાણકર સુભગ લાગણીઓ સતત વહેતી રહે એ જરૂરી છે. એટલા માટે જ ધર્મ, યોગ કે અધ્યાત્મ-માર્ગની શોધ કે સ્થાપના કરવામાં આવી છે. માનવદેહધારી પોતાની માનવતાને વિકસાવવાનો પ્રયત્ન કરે તો પોતાનું ભલું કરવાની સાથેસાથે બીજાઓનું ભલું કરવાના યશનો ભાગી થાય. માનવી પોતાના સ્વાર્થ ખાતર કે બેદરકારીને કારણે, જાણતાં કે અજાણતાં, અન્ય નિર્દોષ, અબોલ જીવો પ્રત્યે દયાહીન બનીને જે ક્રૂર આચરણ કરે છે, ત્યાંથી જ એની માનવતાનો વિકાસ રૂંધાવા લાગે છે. પછી એ ન કરવા જેવાં કામો કરતાં પણ અચકાવાનો નહીં, અને ક્રમે ક્રમે એનાં જીવન અને વ્યવહાર કોઈ દાનવને પણ સારો કહેવરાવે એવાં હલકાં બની જવાનાં. વળી, કોઈ સબળો માનવી નબળા માનવી ઉપર સિતમ વરસાવે, તો ક્યારેક એ નબળો માનવી પણ એનો પ્રતિકાર કરવા કે છેવટે એની સામે પોકાર ઉઠાવવા તૈયાર થઈ જાય – જો કે ઇતિહાસ, અવલોકન અને અનુભવ તો એમ જ કહે છે કે દીન-હીન, ગરીબ-પતિત માનવજાતના નસીબમાં તો મોટે ભાગે સિતમગરોના સિતમોને, પ્રતિકાર કે પોકાર વગર, કેવળ બરદાસ્ત કરી લેવાનું જ લખાયેલું હોય છે. છતાં કયારેક એમાં પણ પ્રતિકારની બુદ્ધિ અને શક્તિ જાગી ઊઠ્યાના ભલે બહુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy