SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૩ જૈન આગમોઃ મહત્ત્વ અને પ્રકાશનઃ ૪ તેનો સ્વીકાર કરવાની તાલાવેલી, પૂર્વગ્રહ કે સાંપ્રદાયિક કદાગ્રહથી દૂર રહેવાની જાગૃતિ અને પ્રાચીન ભંડારોની સુરક્ષાની અને પ્રાચીન પ્રતોને ઉકેલવાની નિપુણતા – આ બધા ગુણોએ એમની વિદ્વત્તાનો શતદળ-કમળની જેમ વિકાસ કર્યો છે. આવી વિદ્યાનિષ્ઠા, સત્યપ્રિયતા અને પ્રાચીન સાહિત્યની નિપુણતાને લીધે મહારાજશ્રીની આસપાસ વિદ્વાનો, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓનું એક વિશાળ કુટુંબ રચાયું છે, એમાં દેશ-વિદેશના જૈનેતર વિદ્વાનો પણ મોટી સંખ્યામાં છે. વિદ્યાના સગપણે મહારાજશ્રીની આગળ જૈન-જૈનતરના ભેદ ભૂંસાઈ જાય છે. તેથી દેશ-વિદેશના અનેક વિદ્વાનો સાથે મહારાજશ્રીને નિરંતર પત્રવ્યવહાર ચાલતો રહે છે. ડૉ. ક્લાસ બૂન અત્યારે પશ્ચિમ જર્મનીમાં બર્લિન યુનિવર્સિટીમાં અધ્યાપક છે. તેઓ ત્યાં જૈન સાહિત્યનું તેમ જ જૈન આગમોનું અધ્યાપન કરે છે, સાથેસાથે પોતે પણ એના વિશેષ સંશોધન અને અધ્યયનમાં પરોવાયેલા છે. ત્રણેક મહિના પહેલાં તેઓનો એક પત્ર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીને મળ્યો હતો. ડૉ. બ્રુને આ પત્ર શુદ્ધ હિંદી ભાષામાં અને સ્વચ્છ દેવનાગરી લિપિમાં પોતાના હાથે લખ્યો છે; એમાં એમણે જૈન આગમોના અધ્યયનમાં ચૂર્ણિ અને ભાષ્યના મહત્ત્વનો નિર્દેશ કર્યો છે. ડો. ખૂનની આ અધ્યયનશીલતા અને જિજ્ઞાસા ભારતીય વિદ્યાના તેમ જ જૈન વિદ્યાના ઊંડા અભ્યાસી અનેક જર્મન વિદ્વાનોની પરંપરામાં એમને માનભર્યું સ્થાન અપાવે એવી તેમ જ આપણને પ્રેરણા આપે એવી છે. જૈન સમાજની જાણ માટે “ભારત જેન મહામંડલ'ના માસિક મુખપત્ર જૈન-જગતુ”ના ભાવનાશીલ સંપાદક, જૈનોના બધા ફિરકાની એકતાના પ્રખર હિમાયતી જાણીતા જૈન કાર્યકર શ્રી રિષભદાસજી રાંકાએ ડૉ. બૂનના આ પત્રનો બ્લૉક બનાવરાવીને ગત સપ્ટેમ્બર માસના અંકમાં જરૂરી વિવેચન સાથે છાપ્યો છે. “જૈન-જગતુ'ના સૌજન્યથી એ બ્લોક મેળવીને અમે અમારા આજના અંકમાં ટાઇટલ-પેજ ઉપર છાપ્યો છે; બર્લિનથી તા. ૨૮-૭-૧૯૬૭ના રોજ લખેલા એ પત્રનો અનુવાદ આપીએ છીએ : મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી, સાદર પ્રણામ. આપને યાદ હશે કે હું ૧૯૫૬માં આપને અમદાવાદમાં મળ્યો હતો. હું બર્લિનમાં છું અને અહીંના વિશ્વવિદ્યાલયમાં કામ કરી રહ્યો છું. - ડૉ. ત્રિપાઠીનો પત્ર આ સાથે છે. એનાથી આપને માલુમ પડશે કે અમે બંને જૈન આગમોના અધ્યયનને વધારે મહત્ત્વ આપીએ છીએ. અમારા મત પ્રમાણે અત્યાર સુધીના સંશોધનમાં ચૂર્ણિઓ અને ભાષ્યોને યોગ્ય સ્થાન નથી મળ્યું. આપે સંપાદિત કરેલ નન્દીચૂર્ણિને જોઈને અમને પ્રસન્નતા થઈ; કારણ કે એ સ્પષ્ટ છે, કે ભાષ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001145
Book TitleJinmargnu Anushilan
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages561
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Articles
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy